________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૪૮ તરવારને ખ્યાન જુદા તેમ દેહને આત્મા જુદા સાહેબજી કહે: તે છોકરાઓ! તમોએ મ્યાન અને તરવાર જોયાં છે?
મેં કહ્યું : હા જી, અમારા ગામમાં મુખીને ઘેર છે. સાહેબજી કહે ત્યારે તે બન્ને જુદા છે તેવું તમો જાણો છો? મેં કહ્યું? ના જી, એવું હું જાણતો નથી. હું તો ફક્ત ભજન ગાઉં છું.
(તલવાર અને મ્યાન એક દેખાતાં છતાં બન્ને જુદાં છે. તેમ દેહ અને આત્મા પણ એક દેખાતાં છતાં બન્ને જુદા છે.)
“ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન.” -શ્રીમદ્ રાજચંદ્ર
તરવાર જેવો આત્મા અને પાન જેવો દેહ સાહેબજી કહે: ગામની બહાર લડાઈ ચાલતી હોય તો તે વખતે તરવારથી જીત મેળવી શકાય કે મ્યાન વડે જીત મેળવી શકાય? એ તો જાણો છો? મેં કહ્યું? ના જી, આપ સમજાવો. *
સાહેબજી કહે: જુઓ, સાંભળો. મ્યાન લઈને ગયા હોઈએ તો હારીને પાછા આવવું પડે અને તરવાર લઈને ગયા હોઈએ તો જીત મેળવી શકાય. માટે આ વાત ખ્યાલમાં રાખીને ભજન કરજો.
(તરવાર જેવો આત્મા છે. તેની પ્રાપ્તિનો લક્ષ રાખી આત્માર્થે ભક્તિ કરવામાં આવે તો સંસારના સર્વ દુઃખોથી જીત મેળવી શકાય. પણ સંસારમાં મ્યાન જેવા આ દેહવડે ઇન્દ્રિય સુખો ભોગવવાની લાલસાએ ભક્તિ કરવામાં આવે તો મનુષ્યભવ હારી જવાય.)
આત્મા સોના જેવો અને દેહ પિત્તળ જેવો . સાહેબજી કહેઃ જાઓ, સાંભળો. સોનું અને પિત્તળ એ બન્ને કેવા હોય? મેં કહ્યું સોનું એ પીળું હોય અને પિત્તળ એ પણ પીળું હોય. સાહેબજી કહે ત્યારે સોનું મોંઘુ મળે છે અને પિત્તળ સસ્તુ મળે છે તે શા કારણથી? મેં કહ્યું : સોનાને કોઈ વખતે પણ કાટ લાગતો નથી, તેથી મોંઘું છે, અને પિત્તળને કાટ લાગે છે. સાહેબજી કહે: આ વાત ખ્યાલમાં રાખજો.
(આત્મા સ્વરૂપની અપેક્ષાએ જોતાં શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન છે, શાશ્વત છે માટે કિંમતી છે; જ્યારે દેહ એ પુદ્ગલનો બનેલ હોવાથી પિત્તળ જેવો છે, નાશવંત છે તેથી તેની કિંમત નહીવત્ છે.)
ડહાપણવાળા પાડા જેવા, સરળ જીવો બકરી જેવા સાહેબજીઃ અલ્યા છોકરાઓ, તમોએ બકરી દીઠી છે? મેં કહ્યું હા જી, અમારા ગામમાં રબારીને ત્યાં છે. સાહેબજી કહે ઠીક ત્યારે, તમોએ પાડો જોયો છે? મેં કહ્યું : હા જી, ભેંસ જેવો હોય.
સાહેબજી કહે: પાડો અને બકરી તળાવે પાણી પીવા ગયા હોય તો તે બન્નેમાંથી પાણી પીધા વિના કોણ આવે? મેં કહ્યું? આ વાત નથી જાણતા.