________________
૧૭૯
શ્રીમદ્ અને રણછોડભાઈ
એમ જણાવ્યું હતું.
અમે' શબ્દ ઉપયોગપૂર્વક બોલીએ છીએ કૃપાળુદેવ વાત કરવામાં ‘અમે’ શબ્દ બહુ વાપરતા. એક વખતે એકાંતમાં સવાલ કર્યો કે આવી રીતનું બોલવું તે “અહંપદ’ન ગણાય? ત્યારે કૃપાળુદેવે તેનો અર્થ સમજાવ્યો હતો કે “અ” એટલે “નહીં” અને “એ” એટલે “હું” તેથી અમે એટલે “હું નહીં એવા અર્થમાં ઉપયોગપૂર્વક આ શબ્દ વાપરીએ છીએ.
દ્વિદળ સાથે દૂઘ દહીં વાપરવાની મનાઈ સામાન્ય રીતે સુરત જિલ્લામાં રાંધેલી દાળ સાથે દહીં ખાવાનો રિવાજ વિશેષ છે. તે વિષે એક વખત કૃપાળુદેવે જણાવેલ કે રાંધેલા કે ઠંડા પડી ગયેલા કોઈ પણ કઠોળના દ્વિદળ સાથે કાચા દૂઘ દહીં મેળવી જમવાના ઉપયોગમાં લેવા નહીં.
કૃપાળુદેવના યોગબળે દૈવી રક્ષણ કૃપાળુદેવની કારુણ્યવૃત્તિનો એક દાખલો નોંઘપાત્ર છે. તેઓ જ્યારે ઘરમપુરના પહાડી પ્રદેશમાં અમારી સાથે રહ્યા હતા તે અરસામાં અમારા રાજકર્તાના મુલકમાં પોલીટિકલ એજન્ટ સાહેબનો મુકામ થયો હતો. તે સાહેબના સન્માન અર્થે શિકારની ગોઠવણ કરવામાં આવી હતી. પણ જાનવરોના સુભાગ્યે જ્યાં કૃપાળુદેવના યોગબળે દયાનો અત્યંત નિર્મળ ઝરો વહેતો હોય ત્યાં દૈવી રક્ષણ મળ્યા વિના કેમ રહે? જ્યાં સુધી પરમ કૃપાળુદેવની સ્થિરતા એ મુલકમાં રહી ત્યાં સુધી શિકાર મળી શક્યો નહીં. પરમકૃપાળુદેવના ગયા પછી શિકાર મળ્યાના સમાચાર સાંભળ્યા હતા.
ભાવનાસિદ્ધિ કૃપાળુદેવના ઘરમપુર નિવાસ દરમ્યાન સ્મશાનમાં ડાઘુઓને બેસવા માટેનું એક આશ્રય સ્થાન અમારા તરફથી બનાવવામાં આવતું હતું. ત્યાં નાનો સરખો બગીચો પણ બનાવવામાં આવતો હતો. તે બગીચામાં નદીના એકઠા કરેલા જાદા જુદા રંગના પથ્થરો ગોઠવી કાંઈ લેખ ચીતરવો એ બાબત પરમકૃપાળુદેવને વિનંતી કરી પૂછવામાં આવ્યું.
ત્યારે તેઓએ ‘ભાવનાસિદ્ધિ' એમ લખવા સૂચન કર્યું. તે પ્રમાણે લેખ ચીતર્યો હતો. તેનો ભાવ એમ સમજાય છે કે સંસારમાં સુખદુઃખના હર કોઈ સમયે આ મુદ્રાલેખનું સ્મરણ દરેકને બહુ ઉપયોગી થઈ પડશે કે જેવી ભાવના જીવનમાં કરી હશે તેવી જ સિદ્ધિ અંતે પ્રાપ્ત થશે. “યાદ્રશી ભાવના યસ્ય, સિદ્ધિર્ભવતિ તાદ્રશી'.
કૃપાળુ દેવ ધ્યાનાર્થે ઝાડીમાં ઉપર જણાવેલ ડાઘુઓ માટેના આશ્રય સ્થાને કૃપાળુદેવ સાથે વખતોવખત જવાનું બનતું અને રાત્રે મોડેથી ઘેર આવતા. ત્યાંથી કોઈ કોઈ વખત કૃપાળુદેવ એકલા થોડે દૂર ધ્યાનાર્થે ઝાડીમાં જતા અને આવીને એકવાર એવો સવાલ કર્યો કે સર્પ અથવા વાઘનો મેળાપ થાય તો ડરો કે કેમ? જવાબમાં મેં કહ્યું-આપની સમીપે ડરીએ તો નહીં; પણ પ્રત્યક્ષ તેવી કાંઈ પરીક્ષા થયા વિના શું કહી શકાય.