________________
૩૭
શ્રીમદ્ અને ચત્રભુજ મહેતા
અતિ હેતથી આશિષ પામ્યા બોલતાં જય રામની, મહાવીર શ્રી હનુમાન તમને વંદના મારી ઘણી. ૨ મંગળકરણ મતિવાન થઈ પ્રેમે કરી પ્રખ્યાત છો, સંસાર નારણ કર્મમારણ ભક્તિ કેરાં ભાત છો; વિશ્વાસથી આશા પૂરો છો સર્વ જનના મન તણી, મહાવીર શ્રી હનુમાન તમને વંદના મારી ઘણી. ૩ સીતા સતીને લાવિયા, નીતિનિયમમાં મન થયું, જગમાંહી કહેવાણા તિ, એ ઠીક કારણ શોધિયું; આ રાયચંદ વણિક વીનવે હૃદયથી હષિત બની, મહાવીર શ્રી હનુમાન તમને વંદના મારી ઘણી. ૪
(દોહરા)
હેત થરી હનુમાનજી, સમરું છું સુખકાર આશા અંતરની કરો પૂરણ ભક્તાઘાર. ૫ (કવિત)
હામ ઘરી હનુમંત પ્રેમે પ૨ણામ કરું, તોડો મારા તંત એવી પુણ્ણ છે વિનતી; રામ તણા કામ કર્યા, કરો છો ભગત કામ, જગત પૂજે છે. વારંવાર માગી સુમતિ. નિશદિન રટણ કરું છું. આપ નામ તણું, માગું છું અલપતિ, આશા પૂરો હેતથી; ચરણકમળનણી કૐ નિત્ય નિત્ય પુજા, ફુઃખ ટાલનાર સ્વામી, આપની ગતિ છતી. ૬ (અંતર્યાપિકા દોહરા)
ચતુરતા ચિત્તમાં નથી, વંદન લાયક તાત; તુજ ગતિમાં મોહી રહું, દઈ દે એ વિખ્યાત. ૭ રહું સદા આનંદમાં, નામ લીઘે દુઃખ જાય; ભુજ વિષે કે જોર ને, કો દૂ૨ પળાય. ૮ જગ સમરે છે આપને, રેમ કરો હે દેવ; થાયું મારું નીપજે, કરતાં રૂડી સેવ. ૯ “ચતુરભુજ વંદના કરે.”
આસ્થા અરિહંત, જિનેશ્વર ભગવાનની રાખવી
આ કવિતા સંવત્ ૧૯૪૧ના કારતક સુદ ૧૫ સોમવારના દિવસે જેતપુર મુકામે રચવામાં આવી. ત્યાં અદાવધાન પણ કરવામાં આવ્યાં હતાં.