________________
૨૨૭
શ્રીમદ્દ અને ગાંડાભાઈ ભાઈચંદ સમાગમમાં રહેવાય તો કેવું સારું થાય. તેઓશ્રીનો બોઘ સાંભળી એવી જ ઇચ્છા રહ્યા કરે છે કે ફરી આ વાણી ક્યારે સાંભળીએ?
આ વખતે મારી ઉંમર અગિયાર કે બાર વર્ષની હતી એટલે તે વખતે મને બીજા સંસ્કારો ઓછા હતાં. પરમકૃપાળુદેવના વચન સાંભળવા અને તેઓશ્રીની સેવામાં રહેવું એ મને ઘણું પ્રિય લાગતું. તે સિવાય બીજો કોઈ સૂક્ષ્મ વિચાર કરવાની મારી શક્તિ નહોતી.
જીવે માત્ર ક્રિયાનું અભિમાન કર્યું છે ભાદરવા સુદ-૫ને દિવસે સંવત્સરીનો ઉપવાસ કૃપાળુદેવ સમીપે કરેલો. સુદ ૬ને દિવસે સવારે એમ રહ્યા કરે કે ઋારાબડી લેવી છે, પણ જો કૃપાનાથ વાપરે તો પછી વાપરીએ, કારણ ઉપવાસ કરેલ છે. ઉપવાસનું અભિમાન હતું. તે વખતમાં તેઓશ્રીએ એકઘારા અખંડ ત્રણ કલાક સુધી બોઘ કર્યો કે આ જીવે જે કાંઈ કર્યું છે તે અભિમાન સહિત કર્યું છે. જે જે કાંઈ ક્રિયા કરે છે તેનું વારંવાર ફુરણ થાય છે એ જ જીવની અજ્ઞાનતા છે; વગેરે બોઘ સાંભળી મારા મનમાં જે ઉપવાસ કર્યાની ફુરણા થઈ હતી તે બધી, ગળી ગઈ અને સમજાયું કે આ જીવે કાંઈ કર્યું નથી, માત્ર ક્રિયાનું અભિમાન જ કર્યું છે. પછી મારું ખંભાત આવવું થયું હતું
કૃપાનાથે આપેલ આજ્ઞાથી પરમ સંતોષ ત્યારબાદ સંવત્ ૧૯૫૪ની સાલમાં કૃપાનાથ શ્રી વસો પઘારેલા. તે સમાચાર સાંભળી હું ત્યાં ગયો હતો. અંતરથી એમ થાય કે તેમની અહોરાત્ર વાણી સાંભળું અને સેવામાં જ રહ્યું. બોઘ સાંભળવાથી મારું મન ઘણું જ રાજી હતું. ત્યાં મેં કૃપાનાથને પૂછ્યું કે મારે શું કરવું? ત્યારે તેઓશ્રીએ આજ્ઞા કરી કે “તારે મોક્ષમાળા, ભાવનાબોઘ વાંચવા. તેમાં ક્ષમાપનાનો પાઠ વારંવાર વિચારવો, હમેશાં બહુ પુણ્ય કેરા'નો પાઠ વિચારવો તથા “પરમગુરુ' એ શબ્દની પાંચ માળાઓ ગણવી અને હમેશાં થોડો વખત પણ નિયમમાં બેસવું.” આવી આજ્ઞાથી મને પરમ સંતોષ થયો હતો.
સર્વ સંસારી જીવો ઇન્દ્રિયોમાં રમે, મુનિ આત્મામાં રમે તે વખતે હું એટલું જ સમજતો હતો કે કૃપાનાથ મળ્યા એ જ મહતું પુણ્યનો ઉદય છે, અને તેમની આજ્ઞા થઈ છે એ પરમલાભનું કારણ છે. ત્યારબાદ બાલગમ્મતો કરતો, તેઓશ્રી એકાંતમાં એકલા બેઠા હોય તો એમની સેવામાં રહેતો. તે વખતે પૂજ્યશ્રી બીજું કાંઈ કહેતા નહીં. તેમની સેવામાં રહેવાનું તથા વાણી સાંભળવાનું બની શકે તો કેવું સરસ, એમ રહ્યા કરતું હતું. ત્યારપછી કૃપાનાથનો સમાગમ ઘણું કરીને ફરી થયો નથી. વસો ક્ષેત્રમાં ઘણું કરી હું બે-ત્રણ દિવસ રહેલ હતો. પરમકૃપાળુદેવ વસો ક્ષેત્રમાં આનંદઘનજીના સ્તવનો માંહેના કેટલાંક પદો ગાથાઓ બોલતા હતા–
“सयल संसारी इंद्रियरामी मुनिगण आतमरामी रे" એ પ્રમાણે ઘોર શબ્દ કહેતા હતા તથા ત્યાં ઘણો જોસભેર એકઘારા બોઘ ચાલતો હતો.
વલી એ ક્ષેત્રમાં પૂજ્ય ભાઈ શ્રી વનમાલીભાઈ તથા પૂજ્ય ભાઈશ્રી અંબાલાલભાઈ તથા ભાઈશ્રી નગીનભાઈ વગેરે ભાઈઓ ત્યાં પઘાર્યા હતા. તથા ત્યાં ભાઈશ્રી રતનચંદભાઈ તથા ઝવેરચંદભાઈ તથા કલ્યાણજીભાઈ તથા વૃદ્ધિચંદભાઈ વગેરે ભાઈઓ ત્યાં હતા.