________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૪૦
નષ્ટવિદ્યા શીખડાવવાથી આવી શકે નહીં આ ઉપરથી પંચોલી શંકર સોમનાથને આ શક્તિ અત્યંત અદ્ભુત લાગી હતી. તે
પોતાને બહુ જ કિંમતી જણાવવાથી, તેઓની પાસેથી આ શક્તિ શીખવવા પૂછાવ્યું હતું. તેના જવાબમાં કપાળશ્રીએ ખુલાસો કર્યો હતો કે એ વિદ્યા શીખડાવવાથી આવે તેમ નથી. અતિશય સ્મરણશક્તિ હોય તો જ જાણી શકાય તેમ છે, એટલે કે દરેક ગ્રહસ્થાનોમાં જે જે ગ્રહો પડ્યા હોય તે બધા ક્યારે હોઈ શકે એ હકીક્ત અંતઃકરણમાં એકઠી કરવી જોઈએ. અમુક ગ્રહ અમુક સ્થાને હોય તો આ સાલમાં જ તેનો જન્મ હોવો જોઈએ. એવું નક્કી થયા પછી માસ, દિવસ, વાર તથા વખતનું નક્કી થઈ શકે છે. એ અભ્યાસની કાંઈ નિશાળ નથી એમ જણાવતાં પંચોલીએ એ વાત કબૂલ રાખી હતી. નષ્ટ વિદ્યાનો જાણ પુરુષ અમારી સમગ્ર કોમમાં એક કાશીમાં જ છે, બીજે કોઈ સ્થળે નથી. આ વિદ્યાનો જાણનાર હજારો રૂપિયા મેળવી શકે અને તે બ્રાહ્મણ કોમને બહુ લાભકારક થાય. પણ એ પ્રાપ્ત થવી બહુ જ કઠણ, ત્યાં શું ઉપાય? એમ પંચોલીએ કહ્યું હતું.
અંતઃકરણની શુદ્ધિ વિના થઈ શકે નહીં ત્યારબાદ પુરુષ કયા હાથથી પાઘડી બાંધે છે તે તેના માથાની આકૃતિ જોઈને બતાવવાનો અખતરો કરી બતાવ્યો હતો. પોતે દુકાનની અંદર બેઠા હતા, તેમની સામે બહારથી માણસને ઉઘાડે માથે ઊભો રાખવામાં આવતાં તેઓ જે વળની પાઘડી બાંઘતા હોય તે કહી બતાવતા હતા. આશરે પંદરેક માણસની એ પ્રમાણે પરીક્ષા કર્યા બાદ એક વસરામ બહેચર નામના એક પટેલને એવી રીતે ઊભો રાખતા પહેલાં શેઠ ઘેલા કાનજી તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે તમારી પાઘડીની પરીક્ષા કર્યા બાદ તમારે એમ કહેવું કે તમે કહો છો તેમ હું બાંઘતો નથી, પણ બીજા હાથથી બાંધું છું એમ કહેજો. તે પ્રમાણે પટેલે કહ્યું ત્યારે કૃપાળુશ્રીએ તેમને તે પ્રમાણે પાઘડી બાંઘી બતાવવા જણાવ્યું. પણ તે કૃત્રિમ હોવાથી યોગ્ય રીતે તેમ બાંધી શક્યા નહીં. તેથી તમે કોઈના શીખડાવવાથી એમ કહો છો એમ કૃપાળુશ્રીએ જણાવતાં પ્રેક્ષકોને બહુ જ આશ્ચર્ય લાગ્યું હતું.
આ પરીક્ષા શી રીતે થઈ શકે છે? એમ કૃપાળશ્રીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે માથાની આકૃતિનો અંતઃકરણમાં ભાસ લેતાં ડાબા-જમણા પડખાં તરફ માથામાં પડેલ ચિહ્નનો ભાસ થાય છે. અંતઃકરણની શુદ્ધિ વિના તેમ થઈ શકે નહીં. શિખવાડ્યું આવડે તેમ નથી. એમ ખુલાસો કર્યો હતો.
સાક્ષાત્ સરસ્વતી' સંવત્ ૧૯૪૩ની સાલમાં “સાક્ષાત્ સરસ્વતી’ નામનું પુસ્તક શ્રી મોરબીના દફતરી વનેચંદ પોપટભાઈએ છપાવેલ. તેમાં લખેલી હકીકત એકઠી કરી તે લખાણ અમે ગોઠવી આપેલ એમ તેમણે મોરબીમાં મને જણાવ્યું હતું. તેમાં જે હકીકત લખેલી છે તે અક્ષરે અક્ષર સત્ય છે. તે આત્માની શક્તિઓનું જગતને ભાન કરાવવા માટે આ પ્રયાસ કરેલો પણ જગતની રીતિ કેવી છે કે તે ચોપડી બહાર પડ્યા પછી કેટલાંક માણસો નિંદા કરવા લાગ્યા. તેથી તે ચોપડી ફેરવવી બંધ કરી દીધી. અને જ્યાં મોકલી હતી ત્યાંથી પણ પાછી મંગાવી લેવામાં આવી હતી એમ પણ મોરબીમાં મને કૃપાળુશ્રીએ જણાવ્યું હતું.
ભાવનાબોઘ મોક્ષમાળા ત્યારબાદ મોક્ષમાળાનું પુસ્તક બહાર પાડ્યું હતું. જે ધ્યાન રાખી વાંચવામાં આવ્યું હતું. તે છપાવતાં