________________
૪૧
શ્રીમદુ અને ઘારશીભાઈ સંઘવી
વિલંબ થયેલ માટે ગ્રાહકોની આકુળતા ટાળવા માટે પ્રથમ ભાવનાબોઘની પ્રત મોકલવામાં આવી હતી.
અનેક માસિકોમાં કૃપાળુશ્રીના કાવ્યો એ અરસામાં તેઓશ્રી તરફથી કેટલાંક માસિકમાં કાવ્યો મોકલવામાં આવતા હતા. “રાય સત આઈ એ મથાળાનું કાવ્ય એક માસિકમાં વાંચેલું. તથા બીજા કાવ્યો દેશ હાલ વિષે, શૂરવીર છત્રીશી કે પચીસી તથા ઘર્મ સંબંઘી કવિતા અને દ્રષ્ટાંતિક દોહરા વગેરે જાદા જાદા માસિકોમાં હોવા જોઈએ. તે સમયે વિજ્ઞાનવિલાસ, બુદ્ધિપ્રકાશ, સુબોધપ્રકાશ, ઘર્મદર્પણ, કવિતાવિલાસ, સ્વદેશહિતબોઘક, હિતોપદેશક રત્ન આદિ માસિકો આવતા હતા. આ કાવ્યો સન્ ૧૮૮૦ થી ૧૮૮૭ સુધીમાં જોવામાં આવેલ છે. તે વખતે “વૈરાગ્યવિલાસ” નામનું સ્વતંત્ર માસિક કાઢવા પોતે જણાવ્યું હતું.
પોતાનું તથા પોતાના પિતાશ્રીનું નામ આવે તેવી નીચે જણાવેલી કવિતા જેતપુર મુકામે ગોઠવી હતી. તે આ પ્રમાણે–
“રાખે યશ ચંદ્રોદયે, રહે વઘુ જીવી નામ; તેવા નરને પ્રેમથી, નામ કરે પરણામ.”
યુગપ્રધાનનું સૂચન મોરબીથી તેઓશ્રીની જાન શ્રી વવાણિયે પાછી જતાં રસ્તામાં વૃષ્ટિ થઈ હતી. થોડુંક માવઠું થયું તે થઈ રહ્યા પછી જે સિગરામમાં કાકુભાઈ વગેરે બેઠેલ હતા તેમાંથી હું ઊતરી તેઓશ્રી જે રથમાં બિરાજેલ હતા ત્યાં પાસે જઈ પરચૂરણ વાતો કરતાં દશેક મિનિટ સાથે ચાલ્યો હતો. તે વખતે તેમણે એક વાત એવી જણાવી હતી કે આગળના યુગમાં આવા પ્રસંગે યુગ પ્રથાની પુરુષો પર વૃષ્ટિઓ થતી. એ યુગપ્રઘાનપણાનું સૂચન છે. એ વાત મને ચોક્કસ યાદ આવે છે.
ઉતારો સંવત્ ૧૯૭૭ના કારતક સુદ ૫ સોમવારે કરેલ છે.
શ્રી ઘારશીભાઈ કુશલચંદ સંઘવી
મોરબી શ્રી મોરબી નિવાસી ભાઈશ્રી ઘારશીભાઈ કુશલચંદ સંઘવી શ્રી પરમકૃપાળદેવ “શ્રીમાનું રાજચંદ્રદેવ’ના સમાગમમાં આવેલા તે સંબંધી પોતાની સ્મૃતિમાં રહેલ તે પ્રમાણે અત્રે ઉતારો કરાવેલ છે.
શ્રી પરમકૃપાળુદેવ પરમદયાળુ પરમોપકારી પરમાત્મા પ્રભુ શ્રી સહજાત્મસ્વરૂપ સદ્ગુરુ ભગવાન શ્રીમદ્ રાજચંદ્રદેવને ત્રિકરણયોગે સાષ્ટાંગ નમસ્કાર હો! નમસ્કાર હો! નમસ્કાર હો!
“જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદ્ગુરુ ભગવંત.”
દેવદિવાળીના પર્વ દિને શ્રીમદ્ભો જન્મ શ્રી પરમકૃપાળુદેવનો જન્મ શ્રી સૌરાષ્ટ્ર દેશમાં મોરબી તાબે શુભસ્થળ શ્રી વવાણિયા બંદર મધ્યે પરમપૂજ્ય પિતાશ્રી રવજીભાઈ પચાણભાઈ મહેતાને ત્યાં પરમપૂજ્ય દેવબાઈ માતુશ્રીની રત્નકુક્ષીએ