________________
૧૬૯
શ્રીમદ્ અને પંડિત લાલન
કેવળજ્ઞાન જરૂર થાય પણ મારા ઉપર રહેલા રાગને છોડે ત્યારે.”
કૃપાળુદેવ પ્રત્યે આવી શ્રદ્ધા રાખવાથી બેડો પાર એ સાંભળી ગૌતમસ્વામીએ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો કે–“હે પ્રભુ! મારે એવું કેવળજ્ઞાન નથી જોઈતું. મારે મન તો તમે જ મોક્ષ છો કે જેના પ્રતાપે મને ઘર્મ સૂઝયો. મેં અજામેઘ યજ્ઞ કરાવ્યા, અશ્વમેઘ યજ્ઞ કરાવ્યા આથી મારી ગતિ તો નરકમાં જ હતી. તેમાંથી આપે મને ઉગાર્યો. એટલું જ નહીં સાથે સાચો ઘર્મ પણ બતાવ્યો. આપનો મોહ છોડવાથી જ જો કેવળજ્ઞાન થતું હોય તો તે મારે નથી જોઈતું.
ગુરુદેવમાં એવી શ્રદ્ધા રાખવી એ નૌકા સમાન છે. એ નૌકામાં (આત્મસિદ્ધિના ૧૪ર દોહારૂપી નૌકામાં) આપણે બેઠા છીએ. કમાનરૂપી ગુરુદેવમાં શ્રદ્ધા રાખવાથી જરૂર આપણને મોક્ષસ્થાને પહોંચાડશે.
કૃપાળુ દેવની ભાષા ભાવવાહી અને પરિપૂર્ણ શ્રીમદુના વચનામૃતો બાબત થોડી જાણવા જેવી હકીકત જણાવું છું. તેમના વચનામૃતો છપાયા તે પહેલાં અંબાલાલભાઈએ સુંદર મોતીના દાણા જેવા અક્ષરોએ તે લખેલ હતા. તે વચનામૃતો મને કૃપાળુદેવના ભાઈ મનસુખભાઈએ આપ્યાં, અને કહ્યું કે આ વચનામૃતોની શૈલી સાદી છે, અને તેને જરા ઊંચી ભાષામાં લખવાં છે; તો તમે તેમ કરી આપશો? મેં તેમને જવાબ આપ્યો કે, એ જેમ કૃપાળુદેવે લખ્યાં છે, તેમજ રાખવાં જોઈએ. છતાં એમણે એ વચનામૃતો પૂનાની કૉલેજના એક પ્રોફેસરને આપ્યાં, ઊંચી ભાષામાં લખવા માટે. પ્રોફેસરે થોડાં વચનો અલંકારિક ભાષામાં લખવા પ્રયત્ન કર્યો. પરંતુ પાછળથી તેમને પણ સમજાયું કે જે રીતે વચનામૃતો કૃપાળુદેવે લખ્યાં છે, તે જ રીતે અને તે જ ભાવમાં તે રાખવાં જોઈએ. તે પ્રોફેસર મને મળ્યા હતા. અંતે તેમણે પણ તે વચનામૃતો મનસુખભાઈને પાછાં આપ્યાં હતાં.
જ્ઞાનબળે અશુદ્ધ શાસ્ત્રોનો પણ ભાવ સમજાયો મુંબઈમાં કૃપાળુદેવને અમુક જૈન સૂત્રો જોવાની ઇચ્છા હતી. તે વાત મને કરી. મેં મુર્શીદાબાદથી તે મંગાવ્યા. એ સૂત્રો જો કે અશુદ્ધ હતાં પણ ગુરુદેવને તે સમજાઈ ગયાં. તેમણે પોતાના અનુભવથી મને કહ્યું કે આમ જ છે, બરાબર આ પ્રમાણે જ છે.
કૃપાળુ દેવે રત્ન પરીક્ષા શીધ્ર શીખી લીધી વડોદરાના ઝવેરીઓમાં શ્રેષ્ઠ ગણાતાં ઘેલાભાઈ કરીને એક જૈન ગૃહસ્થ હતા. તેમના પુત્ર ભાઈ માણેકલાલ પોતાના પિતાની પાસેથી રત્નપરીક્ષા શીખ્યા હતા. માણેકલાલભાઈ જ્યારે કૃપાળુદેવને મળ્યા, ત્યારે તેમના ગુણોમાં મુગ્ધ થઈ ગયા અને રત્નપરીક્ષા કેવી રીતે કરવી એ કૃપાળુદેવને બતાવવા લાગ્યા. થોડા જ વખતમાં કૃપાળુદેવ એ પરીક્ષા શીખી ગયા, અને નગીનચંદ ઝવેરચંદ જે સુરતના મહાન ઝવેરી હતા તેમની સાથે વ્યાપારમાં જોડાયા. ત્યાર પછી માણેકલાલ ઘેલાભાઈ પણ એ કંપનીમાં ભાગીદાર તરીકે જોડાઈ કંપની તરફથી રંગૂન ગયા અને ત્યાં આગળ ઝવેરાતનો વ્યાપાર કરી મુંબઈ આવ્યા. થોડા જ વખતમાં આ કંપનીએ સારું ઘન મેળવ્યું. આ રીતે ગુરુદેવે બે કામ સાથે કર્યા - હીરા ઓળખવાનું અને આત્મા ઓળખવાનું.
પ્રેમચંદ મોતીચંદ, માણેકલાલ પાનાચંદના ભત્રીજા થાય. એ પ્રેમચંદભાઈને હું સંસ્કૃતનો અભ્યાસ