________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
હતા. તેથી તેમની વાત ખંભાઈ જઈ જાહેર કરવી એવા તરંગમાં ચઢી તે નીચે જઈ બેઠા. થોડી વારે શ્રી દેવકરણજી પણ નીચે ગયા. અને હું એકલો ઉપર રહ્યો ત્યારે મને તેઓશ્રીએ પૂછ્યું કે ‘‘દેવરાજી આવ્યા અને બીજા મુનિ કેમ ન આવ્યા ?' મેં કહ્યું “તેની દૃષ્ટિ સજ્જ વિષમ છે, એટલે ઉપર લાવ્યા નહીં.'' પછી પરમકૃપાળુદેવ નીચે ઊતર્યા અને ચતુરલાલજી પાસે જઈને બેઠા અને શાંતિપૂર્વક કહ્યું : “મુનિ, અમારે તો તમે અને એ મુનિઓ બન્ને સરખા છો; સર્વ પ્રત્યે અમારે સમદૃષ્ટિ છે. તમે પણ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સાચવી રાખજો. તેમાં ચૌદ પૂર્વનો સાર છે.’’ આટલા જ સમાગમથી ચતુરલાલજીની વૃત્તિ પલટાઈ ગઈ અને વિષમદૃષ્ટિ ટળીને આસ્થા થઈ.
૯૮
અહો પરમકૃપાળુદેવ! તમારી સેવા કેમ કરવી તે અમે જાણતા નથી
તે જ દિવસે રાત્રે શ્રી અંબાલાલભાઈ તથા હું ઉપાશ્રયના મેડા ઉપર કૃપાળુદેવ બિરાજ્યા હતા ત્યાં ગયા અને ચરણસમીપ બેસી ચરણનું અવલંબન લઈ, ‘અહો હરદેવ, ન જાનત સેવ’” એ સુંદરદાસનો બનાવેલો ગુરુભક્તિનો છંદ પરમપ્રેમ અને ઉત્કૃષ્ટ ભક્તિભાવે ગદ્ગદ્ વાણીથી બોલી, ભક્તિ કરતાં આનંદ આનંદ ઊલસી રહ્યો હતો. પરમકૃપાળુદેવ પોઢી ગયા છે એમ મેં શ્રી અંબાલાલભાઈને કહ્યું ત્યારે શ્રી અંબાલાલભાઈએ મને જણાવ્યું કે તેઓશ્રી નિજ્ઞાવશ થયા નથી, પણ ધ્યાનમાં છે.
વખતે દેહ છૂટી જાય તો ખાલી હાથે જાઉં
બીજે દિવસે સવારમાં કૃપાળુદેવ મુંબઈ તરફ પથાર્યા અને અમે કઠોરમાં થોડો કાળ રહી સુરત આવી સંવત્ ૧૯૫૧નું ચાતુર્માસ નક્કી થયેલું હોવાથી ત્યાં જ સ્થિરતા કરી.
ન
આ વર્ષ મને લગભગ દસ બાર માસથી ઝીણો તાવ રહ્યા કરતો. કોઈ દવાથી ફાયદો ન થયો અને મંદવાડ વધી ગયો. ત્યાંના એક લલ્લુભાઈ ઝવેરીને પણ મારી પેઠે તાવ રહ્યા કરતો અને તેમનો દેહ છૂટી ગયો, તે સમાચાર સાંભળી મને પણ રહ્યા કરતું કે એક રાશિ નામની મળતી આવતી હોવાથી અને તાવનું નિમિત્ત સરખું હોવાથી વખતે મારો દે પણ છૂટવાનો વખત નજીક હશે, એવી ચિંતામાં મેં ઉપરાઉપરી પત્રો લખીને પરમકૃપાળુદેવને વિનંતી કરી –
સમકિતની માંગણીમાં છ પદનો પત્ર આવ્યો
* નાથ ! હવે આ દેહ બચે તેમ નથી, અને હું સમકિત વિના જઈશ તો મારો મનુષ્યભવ વૃથા જશે, કૃપા કરી મને હવે સમકિત આપો.” તે સમકિતની માગણીમાં પરમકૃપાળુદેવે પરમકૃપા કરી મારા પ્રત્યે અનંત દયા લાવી છ પદનો પત્ર’ લખ્યો. અને સાથે જણાવ્યું કે “દેહ છૂટવાનો ભય કર્તવ્ય નથી’’ એમ અભયદાન પણ આપ્યું. કેટલોક સમય ગયા પછી પરમકૃપાળુદેવ સુરત પધાર્યા ત્યારે છ પદના પત્ર'નું વિશેષ વિવેચન કરી તેનો પરમાર્થે મને સમજાવ્યો અને તે પત્ર મુખપાઠ કરી વારંવાર વિચારવાની ભલામણ કરી હતી.
સમકિત પ્રાપ્ત કરાવે એવો આ પત્ર
“એ પત્ર અમારી અનેક પ્રકારની વિપરીત માન્યતાઓ દૂર કરનાર છે, ન ઊભા રહેવા દીધા ઢુંઢિયામાં, ન રાખ્યા તપ્પામાં, ન વેદાંતમાં પેસવા દીધા; કોઈ પણ મતમતાંતરમાં ન પ્રવેશ કરાવતાં માત્ર એક આત્મા ઉપર ઊભા રાખ્યા. એ ચમત્કારી પત્ર છે. જીવની યોગ્યતા હોય તો સમ્યક્ત્વ પ્રાપ્ત થાય તેવી