________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૦૦
સર્વને આનંદ આનંદ વ્યાપી જતો. સર્વે શ્રોતાજનો શાંત થઈ જતા અને આતુરતા રહ્યા કરતી કે જાણે સાહેબજીનાં વચનામૃતો સાંભળ્યા જ કરીએ.
સાંઢ પાસે આવતાં શાંત પડી જશે. ઘર્મજથી કૃપાળુદેવ વરસદ પધાર્યા. ત્યાં જંગલમાં એક સાંકડી નળીમાં થઈને જવાનો રસ્તો હતો. અમે બધા પછવાડે પછવાડે ચાલતા હતા. તે નળીમાં દૂરથી બે સાંઢ લડતા લડતા ઘણા જ વેગમાં અમારી સામે આવતા હતા. ત્યારે સાહેબજીએ જણાવ્યું કે આ બન્ને સાંઢ પાસે આવતાં શાંત પડી જશે; પણ અમે ભયભીત થઈ ખેતરોમાં ભરાઈ ગયા. ફક્ત સાહેબજી પોતે નીડરપણે એક જ ઘારાએ ચાલતા હતા અને તેમની પાછળ સૌભાગ્યભાઈ તથા ડુંગરશીભાઈ ચાલતા હતા. બેઉ સાંઢ પાસે આવતાં જ શાંત બની ઊભા રહ્યા.
- બીડી ન પીવાની ઘણાએ પ્રતિજ્ઞા કરી સાંજના બઘાએ વીરસદ ઘર્મશાળામાં નિવાસ કર્યો. ત્યાંથી બીજે દિવસે ખંભાતથી ત્રણ ગાઉ દૂર ઉદેલ ગામે પધાર્યા. સાહેબજી સાથે ઝવેરી માણેકલાલ ઘેલાભાઈ પણ હતા. ત્યાં ત્યાગ વૈરાગ્યનો ઘણો ઉપદેશ કર્યો. બીડી જેવા વ્યસન માટે ઘણી ચર્ચા ચાલી હતી. જેથી ઘણા મુમુક્ષભાઈઓએ બીડી નહીં પીવા સાહેબજી સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી. અને બીજા કેટલાંક નિયમો પણ ગ્રહણ કર્યા હતા.
તે વખતનો દેખાવ જાણે સમવસરણ જેવો. સંવત્ ૧૯પરમાં પરમકૃપાળુદેવ કાવિઠાથી રાળજ પઘાર્યા. ત્યાં પર્યુષણ કરી વડવામાં લગભગ અઠવાડિયા સુધી અદ્ભુત બોઘ કર્યો હતો.
ત્યાં એક દિવસે વડવૃક્ષ નીચે પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. ત્યાં ખંભાતથી ઘણા ભાઈ બહેનો આવ્યા હતા. શ્રી લલ્લુજી આદિ મુનિઓ પણ પઘાર્યા હતા. સ્થાનકવાસી અને તપાગચ્છ સંપ્રદાયના પણ ઘણા લોકો આવ્યા હતા. તે વખતનો દેખાવ જાણે સમવસરણ જેવો લાગતો હતો.
સાહેબજીના અતિશયથી બધું વાતાવરણ શાંત પરમકૃપાળુદેવની અદ્ભુત મુદ્રાનું અવલોકન લોકો કરતા હતા. સાહેબજીનો એટલો બધો અતિશય હતો કે બધું વાતાવરણ શાંત દેખાતું હતું. ઘણા લોકો પ્રશ્ન કરતા હતા. તેમની અમૃત જેવી વાણીથી ઉત્તર મળતાં લોકો શાંત પડી જતા હતા. હમેશાં લોકોના ટોળેટોળાં પરમકૃપાળુદેવના દર્શન માટે આવતા હતા. ત્યાંથી પરમકૃપાળુદેવ આણંદ તરફ પઘાર્યા હતા.
સંસારથી જલ્દી છૂટવા ઇચ્છા રાખવી એમ જણાવ્યું ત્યારપછી સં.૧૯૫૪માં પરમકૃપાળુદેવનો સમાગમ વસો સ્થળે થયો અને છેલ્લો સમાગમ સં.૧૯૫૪માં ખેડામાં નરસિંહરામના બંગલામાં થયો હતો. ત્યારે સાહેબજીએ યોગ્ય શિખામણો આપી વૈરાગ્યનો બોઘ કર્યો અને સંસારથી જલ્દી છૂટવા ઇચ્છા રાખવી એમ જણાવ્યું હતું.
અહો! અહો! અહો! તેમના પવિત્ર ગુણો અહો! તેઓશ્રીની સૌમ્યતા, પરમાર્થપણું, અહો! તેમની વીતરાગતા, અહો! તેમની મુખમુદ્રા, અહો!તેમની કૃપા એ બધું વચનમાં આવી શકે નહીં પણ બહુ જ સ્મૃતિમાં આવે છે. હું પામર તેઓશ્રી માટે વધુ શું લખું?