________________
૨૦૧
શ્રી કીલાભાઈ ગુલાબચંદ
ખંભાત ખંભાતવાળા ભાઈશ્રી કલાભાઈ ગુલાબચંદને પરમકૃપાળુદેવનો સમાગમ થયેલ તે સંબંધી પોતાની સ્મૃતિ પ્રમાણે ઉતારો કરાવેલ છે.
પરમકૃપાળુદેવ મોટા માણસ મને પરમકૃપાળુદેવના પ્રથમ દર્શન ખંભાતમાં શ્રી અંબાલાલભાઈને ત્યાં સં.૧૯૪૬ના આસો વદ ૧૨ના થયા હતા. શ્રી અંબાલાલભાઈને ઘેર શ્રી અંબાલાલભાઈ પરમકૃપાળુદેવની ભક્તિ કરતા હતા, ચરણો ઘોઈને રૂમાલ લૂંછતા હતા. પરમકૃપાળુદેવને શાંત બેઠેલા જોયા હતા. તેથી એમ જાણેલ કે તે કોઈ મોટા માણસ છે.
તમોને નિશ્ચય થયો નહીં તો મને શી રીતે થશે? ત્યારબાદ હું સ્થાનકવાસીના ઉપાશ્રયે જતો અને મને તે લોકો સામાન્ય ડાહ્યો ગણતા. તેથી તર્કકુતર્ક કરી વાતો કરતો અને વ્યાખ્યાનમાં પ્રશ્ન પૂછતો. મારા અંતરમાં ભવનો ભય તથા નરકાદિ દુઃખોનો ભય બહુ રહેતો. એક દિવસ ઢુંઢીયાના સાઘુએ છઠ્ઠા આરાના દુઃખનું વર્ણન સંભળાવ્યું હતું. તેથી મેં કહ્યું–આ દુઃખમાં જન્મ ન લેવો પડે તેવો તમારી પાસે કોઈ ઉપાય છે? અથવા મારું કલ્યાણ કેમ થાય અને મારા કેટલા ભવ બાકી છે તે તમને જણાવો. તો કહ્યું–સહુ કરતા કરતા થશે એમ જણાવ્યું. પછી મેં કહ્યું–અથવા સીમંધર સ્વામી પાસે જઈ મારા ભવનો કોઈ નિશ્ચય કરી આપે એવી કોઈ મંત્ર, જંત્ર, વિદ્યા તમારી પાસે છે, તો તત્કાળ મને બતાવો; નીકર છઠ્ઠા આરાનું દુઃખ મારાથી વેદી શકાય નહીં. પછી સાઘુએ કહ્યું કે ક્રિયાઓ-તપશ્ચર્યા કરતા થશે. ત્યારે મેં કહ્યું–તમે બહુ કરો છો તો તમને થવું જોઈએ. અને તમોને કંઈ પણ નિશ્ચય થયો નથી તો મને શી રીતે થશે? તેમની વાતનો મને નિશ્ચય આવતો નહોતો.
કૃપાળુદેવ પ્રત્યે ઊંચો ભાવ આવ્યો એક વખતે હું સ્થાનકવાસીના ઉપાશ્રયે જતો હતો. ત્યાં શ્રી ત્રિભોવનભાઈ તથા શ્રી અંબાલાલભાઈ સાથે સાથે કોઈ વાત કરતા હતા. તે વાત એવા પ્રકારની હતી કે મુનિનો માર્ગ દશવૈકાલિક સૂત્ર પ્રમાણે છે. પછી એકવાર ઉપાશ્રયે જતાં શ્રી અંબાલાલભાઈ તથા શ્રી ત્રિભોવનભાઈએ મને બોલાવ્યો તેથી હું શા માણેકચંદની દુકાનમાં જ્યાં તેઓ બેઠેલા હતા ત્યાં ગયો. ત્યાં શાંતસુઘારસ તથા શ્રી આનંદઘનજીના પદોનું વાંચન થતું હતું તે સાંભળીને ઘણો આનંદ આવતો હતો. મને પ્રથમથી જ લાગતું કે આ લોકો જે કાંઈ કરે છે તે સારું કરે છે અને તેમની વાત મને પ્રિય લાગતી. ત્યાં કૃપાળુદેવની વાત સાંભળીને તેમના પ્રત્યે ઊંચો ભાવ આવ્યો.
ચથા અવસરે સમાગમ થશે - એક વખતે હું ઉપાશ્રયે બેઠો હતો અને શ્રી રાળજ પરમકૃપાળુદેવ પઘારેલ તે સંબંધી ભાઈશ્રી ત્રિભોવનભાઈ ઉપાશ્રયે આવેલા ત્યારે વાત કરતા હતા, અને તેથી મને વઘારે આશ્ચર્ય લાગ્યું અને શ્રી કૃપાળુદેવ ત્યાંથી પઘાર્યા એટલે મનમાં ઇચ્છા થઈ કે તેમના ઉપર પત્ર લખવો અથવા દર્શન કરવા. પછી એક પત્ર પરમકૃપાળુદેવ પ્રત્યે મેં લખ્યો હતો. અને તેમાં દર્શનની જિજ્ઞાસા જણાવી હતી. તેનો જવાબ