________________
૩૮૭
શ્રીમદ્ અને ભગુભાઈ ભક્તિ વગેરે ક્રિયા કરવી નહીં, તો સુગુરુ કેમ કહી શકાય? ) શ્રી પરમકૃપાળુદેવ પાસે શ્રી શાંતિસાગર મહારાજના શ્રાવકો દશ-બારના આશરે આવ્યા હતા. તેઓ પ્રશ્નો પૂછવા માટે આવ્યા હતા, પરંતુ તેઓના બોલવા પહેલાં જ પરમકૃપાળુદેવે તેઓને કીધું કે કોઈપણ વ્રત-પચખાણ કરો છો? ત્યારે તેઓએ કીધું કે સમતિ થયા વિના વ્રત-પચખાણ થાય નહીં. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે તમો જિનેશ્વર ભગવાનની ભક્તિ કરો છો? ત્યારે તેઓએ કીધું કે ના. ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે ત્યારે તમને તમારા ગુરુએ કાંઈ પણ કરવાનું બતાવેલ નથી, તો તમારે સર્વેને સવારમાં ઊઠીને રાત્રી પડે ત્યાં સુધીમાં કાંઈ પણ કરવાનું નહીં, અને સાંસારિક વ્યવહારમાં જ પડી રહેવું એમ તમારા ગુરુએ બતાવ્યું છે. જો તેમ બતાવ્યું હોય તો ભલે, અમો તેવા ગુરુઓને સુગુરુ નહીં કહી શકીએ–વગેરે કેટલીક વાતચીત તેઓની સાથે થઈ હતી. ત્યારબાદ પરમકૃપાળુદેવ બીજા હૉલમાં પઘાર્યા અને આવેલા શ્રાવકો ઊઠીને ચાલ્યા ગયા.
- તમારે બઘાં સાઘન કરવા પરમકૃપાળુદેવ ઈડર પઘારવાના હતા. જેથી અમો સર્વે સ્ટેશને ગયા. ત્યાં મેં પરમકૃપાળુદેવને પૂછ્યું કે હું જે જે સાઘન કરું છું તે કરું કે કેમ? ત્યારે તેઓશ્રીએ જણાવ્યું કે તમારે તે બઘાય સાઘન કરવાં..
સગ્રંથો વાંચવાની આજ્ઞા પ્રથમ અમદાવાદમાં પરમકૃપાળુદેવનો સમાગમ થયો ત્યારે મેં આજ્ઞા માગી કે મારે શું વાંચવું? ત્યારે તેઓશ્રીએ આઠ દૃષ્ટિની સઝાય, શાંતસુઘારસ, અધ્યાત્મકલ્પદ્રુમ તથા ઉપમિતિભવપ્રપંચ એ ચાર પુસ્તકો વાંચવા-વિચારવા આજ્ઞા આપી હતી.
વગર પૂષે પ્રશ્નોના સમાધાન મેં કેટલાંક પ્રશ્નોનું સમાઘાન કરવા પૂછવા ઘારેલું પણ મારા વગર પૂછ્યું, પરમકૃપાળુદેવ બોઘ દેતા હતા તેમાં સર્વે ઘારેલા પ્રશ્નોનો ખુલાસો આવી ગયો હતો. તેમજ બીજા કેટલાંક ભાઈઓએ પણ પૂછવા ઘારેલા પ્રશ્નોના ખુલાસા બોઘમાં જ આવી જવાથી સર્વેના મનનું સમાઘાન થયું હતું.
આખી રાત ઉપદેશધ્વનિ ચાલી. ફરીથી પરમકૃપાળુદેવનો સમાગમ શ્રી અમદાવાદમાં હઠીભાઈ શેઠની વાડીએ થયો. ત્યાં તેઓશ્રીના મુખેથી ઉપદેશધ્વનિ આખી રાત ચાલી હતી. સર્વેના મન ઘણા જ ઉલ્લાસિત થયા અને જાણે સાંભળ્યા જ કરીએ એમ સર્વને થયું હતું.
જળકાયના જીવો પણ દુભાય નહીં તેવી અનુકંપા સવારે પરમકૃપાળુદેવ દિશાએ જવા માટે પઘાર્યા ત્યારે હું તથા ભાઈશ્રી પોચાલાલ, ભાઈશ્રી સુખલાલભાઈ, ભાઈશ્રી વેલસીભાઈ તથા ભાઈશ્રી નગીનભાઈ વગેરે ભાઈઓ સાથે હતા. તેઓશ્રી દિશાએ જઈ પાછા પઘાર્યા ત્યારે હાથપગ ધોવરાવવા માટે મેં પાણી રેડવા માંડ્યું. તે વખતે પરમકૃપાળુદેવ હાથપગનો ઉપયોગ એવી રીતે કરતા હતા કે જાણે જળકાયના જીવો દુભાય નહીં. તેવી જીવોની અનુકંપા જોઈ મને તેમજ બીજા આવેલા ભાઈઓને પણ આશ્ચર્ય થયું હતું. વળી આ પાણીના જીવો પણ મહત્