________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રે૨ક પ્રસંગો
શ્રીમદ્દ્ન સામે બેસાડી હું તેમની સન્મુખ બેસવા લાગ્યો
ત્યારપછી શ્રીમદ્ અમારે ત્યાં પધારતા હતા ત્યારે હું મારા આસન પરથી ઊઠી થોડે દૂર સામે જઈ સાથે લાવી માર આસન પર તેઓશ્રીને આગ્રહપૂર્વક વિનંતી કરી બેસાડતો અને હું તેઓશ્રીની સન્મુખે બેસતો હતો,
જમી રહ્યા પછી તે કચ્છીભાઈઓએ મને વિનંતી કરી કે અમારે શ્રીમદ્ સાથે ખાનગી વાતચીત કરવી છે તો એકાંતસ્થળ મળશે? ત્યારે મેં જણાવ્યું કે બાજુમાં હૉલ છે ત્યાં બેસવામાં ઠીક પડશે. પછી શ્રીમદ્ સાથે કચ્છીભાઈઓ તે હૉલમાં પધાર્યા હતા.
પ્રથમ અવધાન સંબંધી તેમણે સાંભળેલું, તે જોવા તેમણે વિનંતી કરી. તે શ્રીમદે સ્વીકારી. એટલે તેઓ ‘સંઘપક' નામના ગ્રંથમાંની ગાથા લેતા આવ્યા હતા, તેના અક્ષરો આડા અવળી રીતે શ્રીમને સંભળાવ્યા. તે યાદ રાખી તેમણે આખો શ્લોક શુદ્ધ ઉચ્ચારણે બોલી બતાવ્યો, તેથી બન્ને ચકિત થઈ ગયા. તેમની વાતચીત પૂરી થયા બાદ મેં કચ્છીભાઈઓને પૂછ્યું કે આપે શ્રીમદ્ સાથે શું વાતચીત કરી? તે જણાવવામાં બાહ્ય ન હોય તો જણાવશો, ત્યારે હેમરાજભાઈ બોલ્યા : “છુપાવવા જેવું કાંઈ નથી. પણ અમારી જે ધારણા હતી તે પાર ન પડી.'
આ કોઈ આશ્ચર્યકારી મહાપુરુષ
અત્રે આવ્યા પછી અમારા મનમાં થયું કે એમને કાશીએ શું લઈ જવા ? છતાં જે માટે આવ્યા છીએ તે માટે પ્રયત્ન તો કરવો; પછી જેમ થવાનું હશે તેમ બનશે. એમ જાણી અમે તેમને કહ્યું કે “આપને કાશી લઈ જઈ ભણાવવા માટે વિનંતી કરવા અમો આવ્યા છીએ. માટે આપ કાશી પધારો. આપના કુટુંબને માટે તેમજ આપને માટે ખાવા પીવા વગેરેની સર્વ સગવડ તથા અમુક રકમ વગેરે દરેક માસે અમો આપીશું. માટે કૃપા કરી પધારો.’’ ત્યારે તેમણે જણાવ્યું કે અમારે આવવા ઇચ્છા નથી. તેથી અમો મનમાં સમજી ગયા કે પ્રથમથી અનુમાન કરેલું કે આપણી ધારણા પાર પડે તેમ નથી અને તેમજ બન્યું. તથા અમે જણાવ્યું નહોતું તો પણ પોતાની મેળે સામા આવ્યા, અમને અમારા નામથી બોલાવ્યા, અહીં બધી તૈયારી કરાવી તેથી આ કોઈ આશ્ચર્યકારી મહાપુરુષ જણાય છે.
તે સાંભળી મને પણ પ્રથમ વિચાર થયો કે આટલી બધી સગવડ કરી આપે છે તો તેમણે જવું જોઈએ. પણ પછીથી સમજાયું કે જે વ્યક્તિ આટલી નાની ઉંમરમાં આવી અજબ શક્તિ ધરાવે છે, તેને ભણવું પણ શું હોય? વળી એમની ગંભીરતા પણ કેટલી છે કે સાગરની પેઠે બધું સમાવી શકે છે, લગાર માત્ર પણ છલકાતા નથી એમ તેમના જ્ઞાનાદિ ગુણોની મહત્તા ભાસી.
શ્રીમદ્ની નિસ્પૃહતા
શ્રીમદ્દો રાજકોટથી વવાણિયા જવા વિચાર થયો ત્યારે તેમને માટે મોસાળમાંથી મીઠાઈનો એક ડબ્બો ભાથા માટે ભરી આપ્યો હતો. પોતાની પાસે ભાડાના પૈસા નહીં હોવાથી એક કંદોઈને ત્યાં એ ભાથું વેચી ભાડા જેટલા પૈસા મેળવી લીધા. પણ મારી સાથે આટલી બધી ઓળખાણ છતાં કંઈ પણ માગણી કરી નહીં કે ઉછીના પૈસા પણ માગ્યા નહીં. પુત્રના લક્ષણ પારણામાંથી જણાય” એવી કહેવત પ્રમાણે તેમનામાં આટલી નિઃસ્પૃહતા નાની ઉંમરે પણ ઊગી નીકળી હતી.
૪૬