________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૨૭૪ આ પુરુષ જરૂર સંસારી ભાવથી અલિપ્ત છે આ ઉપરથી મને લાગ્યું કે આ કવિરાજને પૂજાવાની, પ્રશંસા કરાવવાની અપેક્ષા
નથી. જ્યારે સાઘારણ કોઈ ગોસાઈ, સંન્યાસી કે બાવો હોય તો તે વગર પૂછ્યું જ કહી દે કે તમે અમારી વાત કંઈ જાણો છો? અમે મોક્ષમાળા ૧૦મે વર્ષે બનાવી છે. એમ કુલાઈ જાય, પણ આ કવિરાજને તો તે પ્રશંસા જોઈતી જ નથી. માટે તે ચોક્કસ સંસારી ભાવથી જુદા જ વરતે છે.
બારીમાંથી ભૂસકો માર્યો છતાં કોઈ ઈજા થઈ નહીં ચિત્ર નંબર ૧ એક દિવસે ઘણા માણસો ડેલા ઉપર ભરાયા હતા. તે વખતે નીચેથી એક બકરું પણ ઉપર આવી ગયું. એકદમ તેને કાઢી મૂકવા માંડ્યું. પણ તે નહીં જતાં બારીએથી એકદમ નીચે ભૂસકો માર્યો તે વખતે પૂજ્યશ્રીએ કહ્યું કેઃ “જુઓ!તે બિચારાને કંઈ થયું છે!”
અમે તે જોતાં તેને કંઈપણ ઈજા થયેલી જોવામાં આવી નહીં. તે જોઈ મને તથા બીજા બેઠેલા માણસોને આ ઘણો જ ચમત્કાર જેવો બનાવ લાગ્યો અને મનમાં નક્કી થયું કે આ કોઈ ચમત્કારી પુરુષ છે.
શું અમે વેપાર કરવા નીકળ્યા છીએ? 'ચિત્ર નંબર ૨ ત્રીજે દિવસે કોઈ કાઠિયાવાડથી જીવરાજ કરીને વાણિયો આવ્યો હતો. તેણે પ્રશ્ન કર્યો હતો. તે પ્રશ્ન તદ્દન વિરુદ્ધ પક્ષનો હતો. તેનું પણ સમાઘાન સાહેબજીએ કરી નાખ્યું હતું. અને તે ઉપરથી એણે રાજી થઈને કહ્યું કે સાહેબજી આ મારી સોનાની વીંટી છે. તે તમને ખુશીથી ઈનામ આપું છું. એને લઈ મને પાવન કરો.
ત્યારે સાહેબજીએ તે માણસને ઘણો જ ઠપકો દીઘો કે શું અમે વેપાર કરવા નીકળ્યા છીએ? અને વેપાર કરવો હોય તો ગામડામાં શું કરવા રહીએ?
કૃપાળુશ્રી નિવૃત્તિનું જ સ્થાનક શોઘતા હતા. ઉપરની વાતો ઉપરથી મને ચોક્કસ થયું કે આ સંસારી પુરુષને બિલકુલ લાલચ નથી. માટે તે નિર્લોભી છે એમ નક્કી થયું.
સાહેબજી સાવ નિર્ભય અને ક્ષમાના અવતાર ચિત્ર નંબર ૩૪ એકવાર સાહેબજી દિશાએ જવા ગયા હતા. દિશાએ જઈ આવતા હતા તે વખતે તે ખેતરનો માલિક આવતો હતો. તેણે સાહેબજીને વચનનો ઘણો જ પ્રહાર કર્યો અને કહ્યું કે મારું એક ડફણું? એમ કહી ડફણું ઉગામ્યું હતું.
આ માણસ જાતે કણબી હતો, અને ક્રુર સ્વભાવનો હતો. લોકોના ઘરો પણ બાળી મૂકતો. છતાં પણ સાહેબજી સાવ નિર્ભય હતા, અને કાંઈપણ તે કણબીને જવાબ આપ્યો નહોતો. તેટલામાં ભાઈલાલ જગજીવન આવ્યા. તેમણે એને કહ્યું કે આ તો મહાત્મા છે. એમને તું શું બોલ્યો? આ મહાત્માને પગે લાગ અને ક્ષમા માગ. તે સાંભળી તુરત જ કવિરાજને તે કણબી પગે લાગ્યો હતો. આ વખતે સાહેબજીની સમતા જોઈ મારા મનમાં ખાત્રી વિશેષ થઈ કે સાહેબજીમાં ક્ષમાનો પણ મોટો ગુણ છે.
આ મહાત્મા જ્ઞાનબળે ઘડીયાળ જોઈ શકે ફરીથી બીજે દિવસે ઘણા પાટીદારો તથા પરગામથી કેટલાંક માણસો આવ્યા હતા. તે વખતે સામા થાંભલે નાનું ઘડિયાળ મૂકેલું હતું. તે ઘડિયાળ ઘણું જ દૂર હતું. બીજા કોઈ દેખી શકે તેમ ન હતું. તો પણ