________________
૩૦૧
શ્રીમદ્ અને હીરાલાલ
આ પ્રમાણે વારંવાર ઉચ્ચાર કરતા હતા.
પરમકૃપાળુદેવ જે કંઈ આજ્ઞા કરે તે આપણા હિતાર્થે જ હોય છે ચિત્ર નંબર ૧ એક વખતે પરમકૃપાળુદેવે મારી પાસે પીવાનું પાણી માંગ્યું. તે વખતે હું એક સ્વચ્છ પ્યાલામાં ચોખ્ખું પાણી લઈ આવ્યો અને પરમકૃપાળુદેવ પાસે ઘર્યું એટલે પરમકૃપાળુદેવે વાપર્યું હતું. ત્યારબાદ પરમકૃપાળુદેવે મને જણાવ્યું કે બહાર નેળીયામાં દ્રષ્ટિ કરી આવો. ત્યાં તમોને શું જણાય છે તે બરાબર ઘારીને તપાસ કરજો. પરમકૃપાળુદેવે જ્યારે તપાસ કરવા માટે જવાનું જણાવ્યું ત્યારે મારા મનમાં વિચાર થયો કે નેળીયામાં તો શું તપાસ કરવાની હશે? ત્યાં તો પરમકૃપાળુદેવને દિશાપાણીએ જવાનું સ્થાન છે જેથી ત્યાં તો પરમકૃપાળુદેવના મળમૂત્ર હશે, તો તેમાં તો શું ઘારીને તપાસ કરવાની હશે? વળી પછી વિચારો પલટાયા કે પરમકૃપાળુદેવની જે કાંઈ આજ્ઞા થાય તેમાં મારે મારું ડહાપણ વાપરી કાંઈપણ વિચાર કરવાનો અધિકાર છે જ નહીં. તેઓશ્રીનું જે કાંઈ કહેવાનું થાય તે હિતાર્થે જ હોય તેવા વિચારોથી હું તરત જ તપાસ કરવા માટે ગયો. ચિત્ર નંબર ૨ મળમૂત્ર માંહેથી ઘણી જ સુગંઘી મહેક મહેક થતી જણાઈ
| નેળીયાની નજીકમાં જતાં ખુશબોદાર અત્તરની સુગંથી મહેક મહેક થઈ રહેલ જણાયું. મને તે વખતે વિચાર થયો કે આ સુગંધી મહેક ક્યાંથી આવતી હશે? તેવા વિચારોમાં હું નેળીયા પાસે ગયો અને ત્યાં પરમકૃપાળુદેવના મળમૂત્ર હતા. તે ઘારીને તપાસ કરતા જણાયું કે આ મળમૂત્ર માંહેથી ઘણી જ સુગંધી મહેક મહેક થઈ રહેલ છે. આથી મારા મનમાં ઘણું જ આશ્ચર્ય લાગ્યું કે અહો! પરમકૃપાળુદેવના મળમૂત્રમાં પણ કેટલો બધો ચમત્કારિક દેખાવ છે. આ તો આશ્ચર્યતા ઉપજાવે તેવું છે–તેવા વિચારો થવા લાગ્યા. ત્યારબાદ હું પરમકૃપાળુદેવ સમ્મુખે જઈ ઊભો રહ્યો અને પરમકૃપાળુદેવે મને જણાવ્યું કે કેમ હીરાલાલ, ત્યાં શું જોવામાં આવ્યું? ત્યારે મેં પરમકૃપાળુદેવ પ્રત્યે જણાવ્યું કે આપશ્રીના મળમૂત્ર હતા, પરંતુ તેમાં ચમત્કારિક વસ્તુ જણાઈ, અત્તરો જેવા ઊંચ પ્રકારના પદાર્થોની ખુશબોદાર સુગંધી મહેક આવતી જણાઈ, આથી મને ઘણું જ આશ્ચર્ય લાગ્યું કે મળમૂત્રમાં આ અદ્ભુત બનાવ શી રીતે બન્યો હશે? ત્યારે પરમકૃપાળુદેવે જણાવ્યું કે જ્ઞાની પુરુષોની સર્વ ક્રિયા સહેજે એવા પ્રકારની હોય છે.
શરીર પ્રકૃતિ ઘણી જ નરમ છતાં દરેક ક્રિયા વ્યવસ્થિતા પરમકૃપાળુદેવની શરીર પ્રકૃતિ ઘણી જ નરમ રહેતી હતી છતાં પણ હીંચકા પર બિરાજમાન થતા અને ગાથાઓની ધૂનમાં વારંવાર ઉચ્ચારો કરતા તથા ઉપદેશ ધ્વનિ ચાલતી હતી. મારા મનને વિચારો થવા લાગ્યા કે અહો! પરમકૃપાળુદેવનું શરીર આટલું બધું નિર્બળ થઈ ગયેલ છે, છતાં બેસવામાં તથા ઊભા થવામાં, બોલવામાં, ચાલવામાં દરેક ક્રિયામાં કિંચિત્માત્ર પણ ફેરફાર જણાતો નથી. આ વિચારોથી મને ઘણું જ આશ્ચર્ય લાગ્યા કરતું હતું.
આગાખાનના બંગલે અપૂર્વ ઉપદેશ ધ્વનિ ત્યારપછી ફરી પરમકૃપાળુદેવ આગાખાનના બંગલે પઘાર્યા હતા તે વખતે સમાગમનો લાભ મળી શક્યો હતો. તે વખતમાં આશરે એક માસની સ્થિતિ થઈ હતી. તે સમયે હું હમેશાં પરમકૃપાળુદેવના સમાગમમાં જતો હતો. પરમકૃપાળુદેવના મુખારવિંદ માંહેથી અપૂર્વ ઉપદેશ ધ્વનિ ચાલતી હતી જે હાલમાં