________________
શ્રીમદ્ રાજચંદ્ર-પ્રેરક પ્રસંગો
૫૦
અમારા સમાગમે ત્રણ પુરુષો સ્વરૂપને પામ્યા. સંવત્ ૧૯૫૭ના ચૈત્ર સુદ ૧૩ થી ચૈત્ર વદ ૪ સુઘી શ્રીમની આખરની માંદગીમાં
રાજકોટ મુકામે તેઓશ્રીની પાસે હું હાજર રહેલો. ચૈત્ર વદ ૪ની સાંજે મારે મોરબી જવાનું હોવાથી શ્રીમદ્ભી રજા માગી, તે વખતે શ્રીમદે વારંવાર કહ્યું, “ઉતાવળ છે?” કહ્યું, “બે ચાર દિવસમાં પાછો આવીશ.” છેવટે શ્રીમદે કહ્યું, “ઘારશીભાઈ! ઘણું કહેવાનું છે. અવસર નથી. અમારા સમાગમમાં ત્રણ પુરુષો સ્વરૂપજ્ઞાનને પામ્યા છે—સૌભાગ્યભાઈ, અંબાલાલ તથા મુનિશ્રી લલ્લુજી.” તે વચનની મહત્તા અને પછી સમજાઈ હતી.
આ વિષેનો ઉલ્લેખ ઉપદેશામૃતમાં નીચે પ્રમાણે છે :
શ્રી ઘારશીભાઈ કર્મગ્રંથના અભ્યાસી હતા. તે પણ ધંધુકામાં શ્રી લલ્લુજી સ્વામીના દર્શનસમાગમ અર્થે આવેલા. તેમણે એક દિવસ સ્થાનકને મેડે પધારવા શ્રી લલ્લુજીને વિનંતિ કરી. બન્ને ઉપર ગયા અને બારણાં બંધ કરી શ્રી ઘારશીભાઈએ વિનયભક્તિપૂર્વક સાષ્ટાંગ દંડવત્ કરી શ્રી લલ્લુજી સ્વામીને વિનંતિ કરી કે, “સં.૧૯૫૭માં શ્રીમદ્જીનો દેહ છૂટતા પહેલાં પાંચ છ દિવસ અગાઉ હું રાજકોટ દર્શન કરવા ગયેલો. તે વખતે તેઓશ્રીએ કહેલું કે શ્રી અંબાલાલ, શ્રી સૌભગ્યભાઈ અને આપને તેઓશ્રીની હયાતીમાં અપૂર્વ સ્વરૂપજ્ઞાન પ્રાપ્ત થયું છે. તે વખતે મને એક સામાન્ય સમાચારરૂપ તે શબ્દો લાગેલા, પણ આ ત્રણ વર્ષના વિરહ પછી હવે મને સમજાયું કે તે શબ્દો મારા આત્મહિત માટે જ હતા.
તે પ્રભુના વિયોગ પછી હવે આપ મારે અવલંબનરૂપ છો. તો તેઓશ્રીએ આપને જણાવેલ આજ્ઞા કૃપા કરી મને ફરમાવો. હવે મારી આખર ઉમ્મર ગણાય, અને હું ખાલી હાથે મરણ પામું તેના જેવું બીજાં શું શોચનીય છે? આજે અવશ્ય કપા કરો એટલી મારી વિનંતિ છે.” એમ બોલી આંખમાં આંસુસહિત શ્રી, લલ્લુજીના ચરણમાં તેમણે મસ્તક મૂક્યું. તેમને ઉઠાડીને ઘીરજથી શ્રી લલ્લુજીએ એમ જણાવ્યું કે પત્રોમાં કૃપાળુદેવે જે આરાઘના બતાવી છે, બોઘ આપ્યો છે તે આપના લક્ષમાં છે એટલે તે સમજી ગયા કે યોગ્યતા લાવવા પુરુષાર્થ કરવાનો છે. પણ ઘીરજ ન રહેવાથી વિશેષ આગ્રહ કરી કંઈ પ્રસાદી આપવા વારંવાર વિનંતિ કરી. એટલે શ્રી લલ્લુજીએ જે સ્મરણમંત્ર કૃપાળુદેવે મુમુક્ષુઓને જણાવવા તેમને આજ્ઞા કરેલી તે તેમને જણાવ્યો. તેથી તેમનો આભાર માની તેનું પોતે આરાઘન કરવા લાગ્યા.” -ઉપદેશામૃત (પૃ.૩૭૩)
ઘારશીભાઈના મરણ વખતે મંત્રનું સ્મરણ આપનાર માણસ ચોવીસે કલાક તેમના ઓરડામાં બોલ્યા જ કરે એમ ગોઠવણ કરી હતી.
પ્રભુશ્રી–ઘારશીભાઈનો ક્ષયોપશમ સારો હતો. અમારા તરફ પ્રાણ પાથરે તેવો તેનો પ્રેમ હતો. ઘણી વખત અમને ખુલ્લા દિલથી વાતો કરે કે આવું ને આવું ભાન મરણ પછી પણ રહે તો કેવું સારું! ગુણ પર્યાય, કેવળજ્ઞાન અને એ બધી વાતો તે સારી કરી જાણતા હતા. એ પૂર્વનો ઉપાર્જન કરેલો ક્ષયોપશમ છે.”
- ઉપદેશામૃત (પૃ.૩૧૯) મુનિ મોહનલાલજી–ઘારશીભાઈના અંતકાળ વખતે ચોવીસે કલાક તેમની સમીપ શુભ નિમિત્ત રાખવામાં આવ્યાં હતાં. કોઈ વખત વંચાય તો કોઈ કોઈ વખત મંત્રનો જાપ કરનાર રાખી મૂક્યો હતો. ‘સહજાત્મસ્વરૂપ, સહજાત્મસ્વરૂપ, કેવળજ્ઞાનદર્શનમય સહજાત્મસ્વરૂપ.” એવો જાપ ચાલુ જ રહેતો. જ્યારે વેદનીનું જોર વિશેષ હોય ત્યારે જીવનું વીર્ય મંદ પડી જાય. અને દબાઈ જાય તે વખતે સ્મૃતિ આપનાર