________________
૩૬૧
શ્રીમદ્ અને મનસુખભાઈ દેવશીભાઈ દિવ્ય ધ્વનિ દશ દિશી વિષે પ્રસર્યું પ્રભુ ગુણગાન;
ચામર વારે કર્મ રજ, વિજય સુવ્રજ ભગવાન. ૩ (અર્થ :- ત્રીજાં પ્રાતિહાર્ય દિવ્ય ધ્વનિ છે. દિવ્ય ધ્વનિ વડે દેવો ભગવાનની દેશનામાં સૂર પૂરે છે. તે દ્રવ્યથી દિવ્ય ધ્વનિ છે તથા ભગવાનની દિવ્ય ધ્વનિ દશે દિશાઓમાં ફેલાય છે, તે વડે લોકોમાં પ્રભુના ગુણગાન કરવાનો જે ભક્તિભાવ ઊપજે છે તે ભાવથી દિવ્ય ધ્વનિ છે.
ચોથું પ્રાતિહાર્ય ચામર છે. જે દેવો ભગવાનને વીંઝે છે. તે દ્રવ્યથી કહેવાય છે. અને ભાવથી જે ચામર પ્રભુને વિઝે તેની કર્મરૂપી રજ દૂર થાય છે.
તેમજ સમવસરણની બહાર જે ઇન્દ્રધ્વજ હોય છે તે ભગવાનના ત્રણેય લોકના વિજયનું સુચન કરનાર છે. ૩)
આસન ત્રિયોગ સ્થિરતા, ભામંડલ ભલી જ્યોત;
દુંદુભિ - નાદિ દેશના, અપૂર્વ ભવ્ય ઉદ્યોત.૪ (અર્થ – પાંચમું પ્રાતિહાર્ય ભગવાનનું રત્નજડિત સુવર્ણનું આસન અર્થાત્ સિંહાસન છે, જે દેવો રચે છે. તેના ઉપર ભગવાન અથ્થર બિરાજે છે. તે દ્રવ્યથી આસન છે. તથા મન વચન કાયારૂપ ત્રણેય યોગની સ્થિરતા કરવી તે ભાવથી આસન છે.
- છઠ્ઠ પ્રાતિહાર્ય ભામંડળ છે. જે દેવો ભગવાનના અત્યંત તેજને સંહરી લેવા માટે ભગવાનના મસ્તકની પાછળ રચે છે. જેથી લોકો ભગવાનના મુખ સન્મુખ જોઈ દર્શન કરી શકે. તે ભામંડલ દ્રવ્યથી છે. તથા “શુદ્ધ બુદ્ધ ચૈતચંઘન, સ્વયં જ્યોતિ સુખઘામ એવું જે આત્માનું મૂળ સ્વરૂપ છે તેના દર્શન ભવ્યને થઈ શકે તે ભાવથી ભામંડળ સમાન છે.
સાતમું પ્રાતિહાર્ય દુંદુભિ છે, જે દેવો આનંદથી વિભોર થઈ વગાડે છે. તે ભવ્યોને પણ આનંદ આપનાર થાય છે. તે દ્રવ્યથી છે. અને ભાવથી ભગવાનની દેશનાનો નાદ અર્થાત્ અવાજ તે ભવ્ય જીવોના અપૂર્વ એવા આત્માનો આનંદ પ્રગટ કરનાર છે. ૪)
છત્ર છાયા શાંતતા, સુખાનંદ શ્રીકાર;
પ્રાતિહાર રાજતા, દ્રવ્યભાવ સુખકાર.૫ (અર્થ :- આઠમું પ્રાતિહાર્ય છત્ર છે. ભગવાનના મસ્તક ઉપર દેવો ત્રણ મનોહર છત્રની રચના કરે છે. તે દ્રવ્યથી છત્રછાયા છે. તથા ભગવાનની છત્રછાયા નીચે ત્રણ લોકના જીવો પરમ શાંતિ અને સુખનો આનંદ અનુભવે છે તે ભાવથી છત્રછાયા છે.
એમ ભગવાન આત્મલક્ષ્મીરૂપ શ્રી, તેના કાર એટલે કર્તા હોવાથી સાઘક જીવોને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપના આપનાર સિદ્ધ થયા છે.
ઉપરોક્ત પ્રમાણે આઠે પ્રાતિહાર્ય ભગવાન તીર્થંકર પાસે વિદ્યમાન હોવાથી તે દ્રવ્યથી અને ભાવથી જગતવાસી જીવોને સદા સુખના આપનાર થાય છે. પા)
તા.૧-૪-૧૯૧૦ સંવત્ ૧૯૬૫ના ચૈત્ર સુદ ૧૧ ગુરુવારે લખાણ કર્યું.