Book Title: Manavtana Mulya
Author(s): Chitrabhanu
Publisher: Navbharat Sahitya Mandir Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004507/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ માનવતાની મૂલ્યા ચિત્રભાનું o nal Jain Ed For Private & Personal use only vi b rary.org Page #2 -------------------------------------------------------------------------- ________________ માનવતાનાં મૂલ્ય ચિત્રભાનુ નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦ ૦૦૨ દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૧ ૨૦૨, પૅલિકન હાઉસ, નટરાજ ટૉકીઝ પાસે આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૯ E-mail : info@navbharatonline.com Visit us at : www.navbharatonline.com ' Page #3 -------------------------------------------------------------------------- ________________ MANAVATANAN MOOLYA by Chitrabhanu Published by Navbharat Sahitya Mandir Ahmedabad-1 & Mumbai-2 Visit us at : www.navbharatonline.com E-mail : info@navbharatonline.com © ચિત્રભાનુ પ્રથમ આવૃત્તિ : મે, ૨૦૦૮ કિંમત : રૂ. ૩૦૦-૦૦ પ્રકાશક : અશોક ધનજીભાઈ શાહ નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ મુંબઈ ૪00 002 દેરાસર પાસે, ગાંધી રોડ અમદાવાદ ૩૮૦ ૦૦૧ ટાઇપ સેટિંગ : પ્રિન્ટ પોઇટ, ૨૩, ૪થો માળ ઇલોરા કૉમ. સેન્ટર, અમદાવાદ – ૧ મુદ્રક : પ્રિન્ટ કોન પ૫, સરદાર પટેલ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, એ-વન હોટલની સામે, શાહવાડીની બાજુમાં, ઈસનપુર, નારોલ, અમદાવાદ ૩૮૨ ૪૪૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના જીવન એક પરમ રહસ્ય છે. સદીઓથી, અંતહીન કાળથી જ્ઞાનીઓ, વિજ્ઞાનીઓ, તત્ત્વજ્ઞાનીઓ, સાધકો, ઉપાસકો અને ન જાણે કંઈ કેટલા ઋષિ-મુનિઓ જીવનના પરમ રહસ્યને પિછાણાવા. પામવા.. સ્પર્શવા મથે છે. સ્વાનતઃ સુખાય પ્રારંભાયેલી એ શોધની યાત્રા દરમ્યાન જે મેળવે છે.. જે મળે છે... એ બધું “ગમતાનો કરીએ ગુલાલ' એ અભીપ્સા સાથે સહુજન હિતાય, બહુજન સુખાય... સર્વજન સહાય એ વહેંચતા હોય છે. જ્ઞાન ખીલવે તે જ્ઞાની કહેવાય. જ્ઞાન કેળવે તે જ્ઞાની કહેવાય. છેલ્લી સદીના આવા શ્રેષ્ઠ જ્ઞાનીજનોની શ્રેણીમાં એક નામ અનાયાસે ઊભરી આવે છે અને એ નામ છે ચિત્રભાનું ! ૨૬-૭-૧૯૨૨ના રૂપરાજેન્દ્ર તરીકે આરંભાયેલી એમની જીવનયાત્રા ૯-૧૨-૧૯૪રના દિવસે જૈનદીક્ષામાં ચંદ્રપ્રભસાગર મુનિ તરીકે પરિણમી. - પરિવર્તન અનિવાર્ય છે, શાશ્વત છે. પ્રત્યેક વસ્તુ બદલાય છે. પછી એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય... સ્થિતિ હોય કે પરિસ્થિતિ હોય. પણ પરિવર્તન એ પ્રત્યેક પળની પ્રક્રિયા છે ! પરિવર્તનમાં આરોહણ પણ હોય અને અવરોહણ પણ હોય. પરિવર્તનમાં વિકાસની ક્ષિતિજો એક પછી એક કમળની પાંદડીઓની જેમ ખીલતી જાય... અને ઊર્ધ્વરોહણની યાત્રા આરંભાય... પણ જો દિશા અવળી હોય.. ઊંધી હોય તો અવરોહણની ઊંડી ખીણ તરફ પણ જીવન ધકેલાઈ જાય ! વિકાસના બદલે બ્રાસ તરફ દોરી જાય ! ચિત્રભાનુજીના પ્રત્યેક પરિવર્તને એમને નવો પ્રકાશ ચીંધ્યો છે. વૈચારિક અને વ્યવહારિક પાસાંઓના પરિવર્તનથી એમનું આંતરજગત તો વૈભવી બન્યું છે જ, સાથે સાથે એમણે પોતાના આસપાસને પણ ઊર્જસ્વી બનાવ્યું છે. ઓજસ્વી કર્યું છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ દીક્ષા ગ્રહણ કર્યા બાદ એમણે તપ-ત્યાગ-સ્વાધ્યાય-ધ્યાનની સાથે સાથે સ્વપર કલ્યાણની પ્રવૃત્તિઓનો યજ્ઞ માંડ્યો ! પ્રવચનો, વાર્તાલાપ, સંબોધન, માર્ગદર્શન, ધ્યાનના પ્રયોગો, ધાર્મિક અને સામાજિક સંસ્કારીકરણના પ્રયોગો, જેલના કેદીઓને ઉદ્ધોધન, શિક્ષણસંસ્થાનોમાં યુવાઓને સંબોધન, જૈન જૈનેતર પર્વોના પ્રસંગોએ હજારો... લાખોની મેદનીને પ્રેરણા આપતાં પ્રવચનો, આ ઉપરાંત માનવરાહતનાં કાર્યો.... વગેરે અનેકવિધ પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ હતો. દેશના જ નહીં... દૂર દૂર પ્રદેશ અને વિદેશના જિજ્ઞાસુઓ પણ એમના સત્સંગ માટે ઉત્સુક રહેતા. સાધકો સાથેની સંગોષ્ઠિ અને શાસકો સાથે પણ અવારનવાર સંવાદ સર્જીને એમણે ઘણાં સત્કાર્યો કરાવ્યાં. કતલખાના બંધ કરાવવા જેવી પાયાની જીવદયાની આલબેલ પણ એમણે પોકારી છે. ૧૯૭૦માં સહુ પ્રથમ વખત એમણે જીનીવા ખાતે આયોજિત દ્વિતીય આધ્યાત્મિક શિખર પરિષદમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો. અને એ વિદેશપ્રવાસની સાથે જ જબરદસ્ત પરિવર્તન એમના જીવનમાં આવ્યું.... સંપ્રદાયમાં સંગોપાઈને રહેલા ચિત્રભાનુ હવે સંપ્રદાનની ભૂમિકાએ પહોંચીને વિશ્વના ખૂણે ખૂણે પ્રભુ મહાવીરની વાણીને પહોંચાડવાનો ભેખ આદરી લે છે ! આવા વખતે અપ્રતિમ વિરોધ, અસહકાર અને અપમાનના પ્રસંગો ઊભા થયા.... પણ સાથે સાથે ઘનશ્યામદાસ બિરલા બસંતકુમાર બિરલા અને એવા અનેક મહાનુભાવો એમના પડખે અડીખમ ઊભા રહ્યા. ગંગાનાં ગુણગાન કરવાં... એનું પૂજન અર્ચન કરવું એ અલગ વાત છે અને એ ગંગાને ધરતી પર લાવીને સામાન્ય જન સુધી પહોંચાડવી એ ભગીરથ કાર્ય છે! ચિત્રભાનુજીની બહુમુખી પ્રતિભાને દેશ-પ્રદેશના સીમાડાથી પેલેપાર વિદેશની ધરતી પર ફેલાવવામાં અનેક જ્ઞાત-અજ્ઞાત લોકોએ તર્પણ કર્યું. ૧૯૭૦માં જીનીવા ખાતે બીજી આધ્યાત્મિક શિખર પરિષદ [2nd Spirtual Summit Conference] 1971માં હાર્વર્ડ-અમેરિકા ખાતે ત્રીજી આધ્યાત્મિક શિખર પરિષદ, ૧૯૭૩માં ન્યૂયૉર્ક-અમેરિકાના યુનાઇટેડ નેશન્સના ખંડમાં UN Chapelમાં પ્રથમવાર મહાવીર જયંતીની ઉજવણી. ૧૯૭૯માં અમેરિકામાં જૈન સેન્ટરની સ્થાપના... અમેરિકામાં રહેતા... ભણતા... કાર્ય કરતા જૈન યુવકોને જગાડ્યા.. જૈનધર્મ પ્રત્યે અભિમુખ કર્યા. અને જૈનધર્મની પ્રવૃત્તિઓ માટે ૪ જૈન સેન્ટરોની સ્થાપના કરી. ૧૯૮૦માં જૈના -- JAINAની સ્થાપના કરીને અમેરિકાના જેનોને એક તાંતણે બાંધ્યા. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦૧માં અમેરિકાના ઇતિહાસમાં પહેલીવાર અમેરિકાની પ્રતિનિધિ સભા (US House of Representatives]Hi 44 helder gr14 geid uil પ્રાર્થના કરી... જૈન સમાજ, જૈનધર્મ માટે આ એક ગૌરવ અને ગરિમાની વાત બની. સાથે સાથે અમેરિકા, યુરોપ, આફ્રિકા, હોંગકોંગ, સિંગાપોર, મલેશિયા, બજીયમ, જાપાન વગેરે અનેક દેશોમાં ફરીને પ્રભુ મહાવીરના સિદ્ધાંતો અહિંસા, અપરિગ્રહ, અનેકાંતવાદનો પ્રસાર કર્યો... અને જૈનધર્મ સાચા અર્થમાં વિશ્વધર્મ બન્યો. અહિંસક જીવનપદ્ધતિ, શાકાહારના પ્રચાર માટે અનવરત પ્રયત્નશીલ રહ્યા. સવા લાખ જૈનો ઉપરાંત લાખો વિદેશી લોકો સંપૂર્ણપણે શાકાહાર અને વિજ્ઞાન તરફ વળ્યા. ૧૯૭૦માં વિદેશની ધરતી ઉપર ચિત્રભાનુજીએ પ્રગટાવેલી ધર્મપ્રચારની આ મશાલમાં ત્યાર બાદ ભારતના અનેક સંતો, ત્યાગીઓ, જ્ઞાનીઓએ તેલ પૂરીને એને પ્રજ્વલિત રાખી છે. જાણે કે એમણે ધર્મપ્રચાર માટેનાં દ્વાર ઉઘાડ્યાં. આ બધા આયામો એમના પ્રભાવશાળી વ્યક્તિત્વના, એમની અન્તર્યાત્રાની વિકાસયાત્રાનાં પરિણામ છે. જીવનના આ તમામ પડાવોને વટાવતા એઓ શબ્દો અને ભાષાના સફળ વાહક બન્યા છે. ઘણુંબધું બોલ્યા... ઘણુંબધું લખ્યું... વખતોવખત પુસ્તકરૂપે, સામયિકોમાં, છાપાંઓમાં, મેગેઝિનોમાં બધું છપાતું રહ્યું. એઓ લોકોને પ્રેરણા માટે તીર્થસમાન બની ગયા. એમનું સાહિત્ય પ્રેરણાની ગંગોત્રી બની ગયું ! લગભગ ૧૯૮૦ સુધીની સાલનું એમનું સમગ્ર ગુજરાતી સાહિત્ય હવે સંપુટરૂપે – ૪ પુસ્તકો રૂપે ગ્રંથસ્થ થયું છે. નવભારત સાહિત્ય મંદિરવાળા શ્રી ધનજીભાઈ તથા એમના પરિવારના અત્યંત આગ્રહ... વિનંતી અને સતત પ્રયાસોના પરિપાકરૂપે આ સાહિત્યસંપુટ ૧૪૦૦થી વધારે પાનાંઓમાં પથરાઈને ઉપલબ્ધ બને છે. આ સમગ્ર સાહિત્ય માનવજાત માટેની એમની કરુણા... એમનો પ્રેમ... કલ્યાણ-કામના... તથા જીવન પ્રત્યેનો સમાદર છલકાઈ આવે છે. જાકે ૧૯૮૦ પછીનાં પ્રવચનો, ચિંતન...આલેખન વગેરેની તો આપણે હજી પણ પ્રતીક્ષા કરવી રહી. નિશ્ચિતપણે એમના વિચારો વાચકને ઝકઝોરશે... સાચી દિશા ચીંધશે... માર્ગની શોધમાં નીકળેલા સાધકો માટે દીવાદાંડીની ગરજ સારશે. (M. A., M. Phill., D. H. E.) પ્રો. રમેશ એચ. ભોજક Wilson College MVM 7. Page #7 -------------------------------------------------------------------------- ________________ f U.S. House of Representatives CERTIFICATE 00012 This certification of recognition and appreciation & presented is GURUDEV SHREE CHITRABHANUJI Founder, Jain Meditation International Center New York, New York www gave the opaling proxy St & salon of the u.s. Itouse of Representatives, The Capital, Washington, D.C., OR MAY 22, 2001. Suomen 2388 (E) Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા માનવતાનાં મૂલ્ય ૧. વિકાસની પ્યાસ ૨. આંતરવૈભવ ૩. ભૂલને કેમ સુધારવી ? ૪. સોનું પોતાને પિત્તળ માને તેનું શું ? ૫. માનવતાનાં મૂલ્ય . અમરત્વનો આસ્વાદ ૭. વર્તમાનમાં જીવન ૮. સંકલ્પથી સફળતા હવે તો જાગો ! ૯. હવે તો જાગો ! ૧૦. સુખની શોધમાં ૧૧. જાગ, ઓ સપૂત ! ૧૨. ધર્મ કહેવો કોને ? ૧૩. માનવતાનાં સોપાન ૧૪. ચાર મંગળ ૧૫. સૌમ્ય પ્રકૃતિ ૧૩. જીવનમાં ધર્મ ૧૭. દિવ્યદૃષ્ટિ ૧૮. આત્મજાગૃતિ ૧૯. જીવનશિક્ષણ ૨૦. ગૌપૂજા ૨૧. આદર્શ શિક્ષક ૨૨. ધર્મરત્ન ૧૧૪ ૧૧૮ ૧૨૫ ૧૬૫ ૧૯ ૧૭૨ ૧૯૫ ૨૦૫. ૨૨૧ ૨ ૨૭. ૨૩૦ ૨૩૬ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ ૨૫૨ 0 ૨૮૧ જડ-ચેતનનું ભેદજ્ઞાન ૨૩. જડ અને ચેતનશક્તિના ભેદનું જ્ઞાન ૨૪. આંતરદર્શન ૨૫. સ્વસિદ્ધિ ૨૬. કર્મના કાનૂનમાં તમારો ફાળો શો ? ૨૭. તમારાં કંપનીનું રૂપાંતર પૂર્ણાષ્ટક ૨૮. પૂર્ણાષ્ટક (૧) ૨૯. પૂર્ણાષ્ટક (૨) ૩૦. પૂર્ણાષ્ટક (૩) ૩૧. પૂર્ણાષ્ટક (૪) ૩૨. પૂર્ણાષ્ટક (૫) ૩૩. પૂર્ણાષ્ટક (૯) ૩૪. પૂર્ણાષ્ટક (૭) ૩૫. પૂર્ણાષ્ટક (૮) ભારતની એક વિરલ વિભૂતિ ૩૩. ભારતની એક વિરલ વિભૂતિ ૩૭. જાગ, ઓ મહાવીરના સપૂત રત્નત્રયી ૩૮. રત્નત્રયી ૩૯. તેજનો લિસોટો બંધન અને મુક્તિ ૪૦. બંધન અને મુક્તિ આવતી કાલના નાગરિકોને ૪૧. આવતી કાલના નાગરિકોને ૨૯૧ ૨૯૭ ૩૦૩ ૩૧૨ ૩૨૧ ૩૩૦ ૩૪૧ ૩૪૬ ૩પ૯ ૩૬૬ ૩૭૧ ૩૮૯ ૩૯૩ ૪૧૭ (૮) Page #10 -------------------------------------------------------------------------- ________________ oG - - - -- -- -- ----- -- -- भानवतानां मूल्य .__x......................92 &er se_2_.. Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧. વિકાસની પ્યાસ ગત્યu: પ્રત્યુવૈર: રેવ fમ: | अध: कूपस्य खनकः ऊर्ध्वं प्रासादकारकः ।। સ્તામાં બે દશ્ય જોયાં. કેટલાક - કડિયાઓ ભેગા થઈ એક મકાન બાંધી રહ્યા હતા, કેટલાક મજૂરો કૂવો ખોદી રહ્યા હતા. બન્ને પોતાનાં મન અને તનને ઉપયોગમાં લઈ રહ્યા હતા, પણ બન્નેનાં સર્જન જુદાં હતાં. મકાન બાંધનારા, પ્રાસાદ સર્જન કરનારા કડિયાઓ જેમ જેમ મકાન બાંધતા ગયા તેમ તેમ તે ઉપર ને ઉપર પ્રકાશમાં, આકાશમાં આગળ વધતા ગયા, કૂવો ખોદનારા મજૂરો જેમ જેમ ખાડો ખોદતા ગયા તેમ તેમ તે નીચે ને નીચે, અંધકારમાં ઊંડા ને ઊંડા ઊતરતા ગયા. શ્રમ બન્ને કરે છે પણ શ્રમની પ્રેરકરૂપ કે સાધના ભિન્ન છે અને પરિણામ પણ જુદું " છે. એક શ્રમથી અવકાશમાં જવાય છે, પ્રકાશ પ્રતિ પ્રયાણ છે, બીજાના શ્રમથી ખાડો ખોદાય છે, નીચે જવાય છે, આ અંધકારમાં જવાય છે. - - માનવતાનાં મૂલ્ય છે ? Page #13 -------------------------------------------------------------------------- ________________ માણસના જીવનમાં આવું જ કાંઈક જોવા મળે છે. માણસનો જે વિચાર છે. કર્મ છે, ક્રિયા છે, વર્તન છે એના વડે ધારે તો પ્રાસાદ બાંધી, અવકાશમાં અને પ્રકાશમાં એ જઈ શકે; અને બીજી રીતે વાળે તો એ ખાડો ખોદી અધોગામી બને છે. મહાપુરુષોએ કહ્યું : ‘સ્વૈરેવ કર્મભિ:' માણસ ઊર્ધ્વગતિ કે અધોગતિ પામતો હોય તો એ બીજા કોઈને લીધે નહિ પણ પોતાના જ કર્મથી, પોતાની જ ક્રિયાથી પામે છે, પોતાના જ મનથી જીવનમાં ઊર્ધ્વગામી કે અધોગામી બનવાનો આધાર આપણાં મન ઉપર છે, કર્મ ઉપર છે, આપણી કરણી ઉપર છે. મનુષ્ય એ માત્ર હાડ, ચામ અને લોહીનું ખોખું નથી, એની પાસે કોઈ દિવ્ય વસ્તુ છે, જેનો આંત૨વૈભવ અનંત છે. એ વૈભવ ત૨ફ માણસની દૃષ્ટિ જાય, એ વૈભવને જાણે, તો મનુષ્ય પોતાના કર્મને સામાન્ય, નિમ્ન અને અર્થહીન ગણીને જીવનને નિરાશામય બનાવી બેઠો છે એને બદલે એ પોતાના જીવનને સમૃદ્ધ, સુંદર અને આશાવંત બનાવી શકે છે. મોટા ભાગના માનવીઓ પોતાની જીવનચર્યાને વૈતરું સમજે છે; જીવન મળ્યું છે તો પૂરું કરવું, કાંઈ ન કરીએ તો જીવન જાય કેમ ! એમ સમજી પોતાના જીવનકાર્યને સામાન્ય અને નિર્માલ્ય બનાવી બેસે છે. આ આંતરવૈભવની વાત તમને સમજાઈ જાય તો પછી તમારી પ્રત્યેક ક્રિયામાં ખાવાની હોય કે સૂવાની, પરિભ્રમણની હોય કે પ્રવાસની, પ્રેમની હોય કે પ્રભુતાની તમને એમ જ લાગશે કે આ ક્રિયા દ્વારા હું મારી યાત્રામાં આગળ વધું છું, હું જીવનપ્રાસાદ નિર્માણ કરી શકું છું. આ દેહ દ્વારા પ્રકાશ અને અવકાશને પામી શકું છું. આ દેહમાં પ્રભુનો પોતાનો નિવાસ છે. દીનબંધુ એન્ડ્રયુઝ ઇંગ્લૅન્ડની શેરીએ શેરીએ ફરતા અને જે દારૂ પીતા હોય, જુગાર રમતા હોય એમને સમજાવવા અને સુધારવા પ્રયત્ન કરતા. લંડનની એક ગલીમાં એક જુગારી દારૂડિયો હતો જેને સમજાવવા માટે દીનબંધુ રોજ જતા. 64 મિત્ર ! આ તને શોભે ?'' એ રોજ કહેતા. એક વખત પેલાએ ચિડાઈને કહ્યું : ‘“હું તમને હાથ જોડું છું, તમારો ઉપદેશ બંધ કરો, મને તમારા ભગવાનમાં જરાય વિશ્વાસ નથી. તો પછી રોજ આ ને આ વાત શું કરવા કરો છો ?'' દીનબંધુએ એટલી જ શ્રદ્ધા અને શાંતિથી કહ્યું : “તારી વાત સાચી છે. તને ભગવાનમાં વિશ્વાસ નથી; પણ ભગવાનને તારામાં વિશ્વાસ છે જ. તેં ભગવાનમાંથી વિશ્વાસ ગુમાવ્યો છે પણ ભગવાને હજી તારામાંથી વિશ્વાસ નથી ગુમાવ્યો !'' પેલો તો આ સાંભળી વિચારમાં જ પડી ગયો. એણે — ૪ * માનવતાનાં મૂલ્ય Page #14 -------------------------------------------------------------------------- ________________ કહ્યું : “ફરી બોલો તો !” “મેં તને કહ્યું નહીં કે તને ભગવાનમાં વિશ્વાસ નથી પણ ભગવાનને તારામાં વિશ્વાસ છે જ.” “હજી વિશ્વાસ છે ? મારામાં ? જુગારીમાં ? દારૂડિયામાં વિશ્વાસ છે ?” “હા, પ્રભુ જાણે છે, અંદરનો પ્રકાશ જાણે છે કે હજારો વર્ષ જૂના અંધકારમાં પણ પ્રકાશનો સંભવ છે. ગુફામાં ભલે હજારો વર્ષ જૂનું અંધારું હોય પણ પ્રકાશ કદી હારતો નથી. પ્રકાશ પહોંચે ને અજવાળું પ્રસરી જાય છે. પ્રકાશને પોતાના અજવાળામાં શ્રદ્ધા છે. અંધકાર ગમે તેટલો નિબિડ હોય તો પણ આખર એ અંધકાર છે.” માણસના હૃદયમાં ગમે તેટલું અંધારું હોય, જીવન ગમે એટલું નિમ્ન હોય, ગમે તેટલાં વ્યસનો હોય, ખરાબીઓ ભરેલી હોય તેમ છતાં પરમાત્માને વિશ્વાસ છે કે ગમે તેવો ખરાબ માનવી પણ એક દિવસ પ્રકાશના પંથે આવવાનો છે.” આ જ કારણે જ્ઞાનીને, દિવ્યતાના અનુભવીને, માનવીના આંતરવૈભવ ઉપર વિશ્વાસ છે. માણસ બહારથી ગમે તેટલો ખરાબ થઈ જાય તો પણ એની અંદર એક એવું સુંદર તત્ત્વ પડ્યું છે જે એને સદા ચેતવે છે. મેં ચોરોને જોયા છે. એ હૃદય ખોલે ત્યારે સાંભળવા જેવું હોય છે. મહારાજ ! અમે સંતોને પગે પડીએ છીએ સંત કેવા સાદા અને સરળ. કારણ કે અમને મનમાં થાય છે કે અમારે સંતાવું પડે છે, અમારું જીવન ખરાબ છે, અમે એ લોકોને લૂંટીએ છીએ, જે આપને લૂંટે છે. એ લોકો શહેરમાં લૂટે છે તો અમે એને જંગલમાં લૂંટીએ છીએ; એ લોકો દિવસે લૂંટે છે તો અમે લોકો રાતના લૂંટીએ છીએ. પણ ત્યાગ જોઈને અમારા હૃદયમાં અહોભાવ જાગે છે.” ચોર જેવા ચોરોને પણ આ અનુભૂતિ છે, જે સારી વસ્તુને ચાહે છે. દુનિયામાં તમને એવો કોઈ માણસ નહીં મળે જેના જીવનમાં એકવાર પણ આંતરવૈભવના અનુભવની અભીપ્સા ન જાગી હોય ! આ અભીપ્સાને જ આપણે જગાડવાની છે; પ્રદીપ્ત કરવાની છે. આ અભીપ્સાને જેમ જેમ પોષણ મળતું જાય, પ્રેરણા મળતી જાય તેમ તેમ એ વધારે ને વધારે પ્રદીપ્ત અને પ્રજ્વલિત બને છે. પ્રદીપ્ત અને પ્રજ્વલિત અભીપ્સા એ જ આપણા સમગ્ર જીવનની આશાનું દૃષ્ટિબિંદુ છે. આ સત્ય માનવીને સમજાઈ જાય તો જીવન જીવવા જેવું લાગે, જીવનનું ધ્યેય જડી જાય તો જીવન જીવવા જેવું લાગે. અભીપ્સાની શિખા-પ્યાસ વધતી જ જાય કે “મારામાં છુપાયેલો જે આંતરવૈભવ છે અને હું કઈ રીતે પ્રગટાવું !” આપણામાં જે સુંદર તત્ત્વ છે, એ ભુલાઈ ગયું છે. દુનિયાની ભભકાવાળી વસ્તુઓ સાથે માનસિક રીતે એવા જોડાઈ ગયા છીએ કે એ માનવતાનાં મૂલ્ય : ૫ Page #15 -------------------------------------------------------------------------- ________________ જોડાણ અને ટેવને કારણે જે પરમ જીવન આપણને દેખાવું જોઈએ તે દેખાતું નથી અને એની સાથે સંબંધ જોડાવો જોઈએ એ આપણે જોડી શકતા નથી. પ્લગનું જોડાણ વિદ્યુતપ્રવાહથી જુદું પડી જાય તો બલ્બ હોવા છતાં ત્યાં પ્રકાશ થતો નથી. પ્લગ જ્યારે મહાન વિદ્યુત પ્રવાહ સાથે જોડાય છે તો એ નાનકડો બલ્બ પ્રકાશથી ઝગમગી ઊઠે છે. બલ્બ નાનકડો છે, એમાં માત્ર સામાન્ય તાંબાના જ તાર છે; પણ જ્યારે એનું જોડાણ વીજળી (Electricity) સાથે થાય છે કે તરત એનામાં તેજનો સંચાર થાય છે. જે તાર સામે તમે જોઈ શકતા હતા તેની સામે હવે મીટ પણ માંડી શકતા નથી. એ પ્રકાશથી તમારી આંખ અંજાઈ જાય છે. બલ્બ અહીં છે પણ એનું જોડાણ મહાન પાવર હાઉસ સાથે થયું અને પાવર હાઉસનું સમગ્ર તેજ આ બલ્બમાં આવી ગયું. આપણું સ્થૂળ જીવન બલ્બ જેવું છે. એ પરમ પ્રકાશની સાથે જોડાય તો પ્રકાશથી સભર બની જાય. માણસ જ્યારે આ પરમ પ્રકાશ સાથેનું જોડાણ ગુમાવી બેસે છે ત્યારે તે એક સામાન્ય માણસ બને છે. પછી તો આહાર, નિદ્રા, ભોગ અને પરિગ્રહનો ઢગલો વધારી પ્રસિદ્ધિ મેળવવાની દોડાદોડમાં જ એ એનું જીવન સમાપ્ત કરે છે. આપણી જીવનયાત્રા એ માત્ર પચાસ કે સો વર્ષનો ગાળો નથી, આ તો એક વિસામો છે. આપણી યાત્રા અનંતથી શરૂ થઈ છે અને આપણું પ્રયાસ અનંત પ્રતિ છે. માનવજીવન સિત્તેર વર્ષનું હોય કે સો વર્ષનું હોય પણ એ એક આરામ લેવાનું સ્થાન છે, એ યાત્રાનો અંત નથી. Longfellowએ કહ્યું : "Dust thou art and dust returnest Was not spoken of the soul" મિટ્ટીમાંથી સરજાયો, મળશે મિટ્ટીની માંહ્યએ કીધું કાયા કાજે, આત્માને મૃત્યુ હોય. ધૂળમાંથી આવ્યો અને ધૂળમાં મળી જવાનો, એ વાત આત્મા માટે નથી કહી. એ વાત તો દેહને લાગુ પડે છે. આત્માને તો સતત આગળ વધવાનું છે, એ તો યાત્રિક છે. જ્યાં સુધી આપણી જ્યોત નિર્મળ અને ઉજ્જવળ ન બને ત્યાં સુધી આ યાત્રા ચાલુ રહેવાની. આ જ્યોત દિવ્ય બનતાં અંતરમાં જે અલૌકિક શાંતિ, સુખ અને આનંદની અનુભૂતિ થાય તે વર્ણવી ન જાય. તે માટે સાધનાની જરૂર પડે છે. તમે જાણો છો કે મહિને પાંચસોથી હજાર રૂપિયા મેળવવા માટે છવ્વીસ દિવસ સુધી શેઠની ઑફિસે બરાબર દસથી સાંજના છ સુધી કામ કરવું પડે ૬ * માનવતાનાં મૂલ્યો Page #16 -------------------------------------------------------------------------- ________________ છે. ત્યારે આખા મહિનામાં શું મળે છે ? માત્ર પાંચસો કે હજાર રૂપિયા. આપણે પરમજીવનની પ્રાપ્તિ કરવાની છે. એને માટે કાંઈ કરવાનું નહિ ? એમને એમ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય ! માનવી છલનામાં પડ્યો છે. જરૂર પડે ત્યારે તહેવારને દિવસે મંદિરે જાય, દયાથી કે લોકલાજના ભયથી મંદિરે જાય, લાલસાથી ભગવાન મને થોડું દાન દે અને સંતોષ મેળવે. આ સંતોષ તો એક જાતની ઊંધ છે. જાગૃત બનીને વિચારો તો ખ્યાલ આવશે કે ખરેખર, શું આટલેથી જીવનદર્શન થશે ? જીવનને સ્પર્યા વિના જીવનદર્શન કેમ થાય ? તિલકના પૂતળાનો પ્રસંગ યાદ આવે છે. મુંબઈની મ્યુનિસિપાલિટીએ નક્કી કર્યું કે ચોપાટી ઉપર તિલકનું પૂતળું મૂકવું. ઘણા શિલ્પીઓને બોલાવ્યા, એમાંથી એક શિલ્પી, જેણે ઘણાં વર્ષો સુધી સાધના કરેલી તેની પસંદગી કરી અને તેને આ કામ સોંપ્યું. શિલ્પીએ પહેલાં તિલકનું માટીનું Model બનાવ્યું. સુધરાઈએ બે સભ્યોને Model જોવા મોકલ્યા. આવ્યા તિલકનું પૂતળું જોયું, મોઢું જોયું, સમસ્ત આકૃતિ જોઈ, ખુશ થયા. આબેહુબ જાણે શ્રી તિલક જ ઊભા જોઈ લો. પછી બેમાંથી એક પૂતળાની ખૂબ નજીક આવ્યો. શિલ્પીએ કહ્યું અડશો નહિ, માટીનું છે.” “ “આના ત્રીસ હજાર રૂપિયા ?” “આ તો ધોળે દિવસે લૂંટ, પૂતળાનાં ત્રીસ હજાર ?” “કોર્પોરેટરે કહ્યું. શિલ્પીને હસવું આવ્યું. માટીને માપનારા માણસો સાધનાનો સત્કાર કેમ કરી શકે ?' શિલ્પીએ કહ્યું : “તમે જે પૈસા આપો છો એ માટીના કે બ્રોન્ઝના નહિ, પણ સાધનાના છે. માટીમાં માનવીનો મૂળ આબેહૂબ આકાર આણવાની સાધનાનો આ સત્કાર છે. સાધના અમૂલી છે. તમે ગઈ કાલે વોટ લઈને ચૂંટાયા છો, તમને માટીનાં મૂલ્ય કરતાં આવડે, સાધનાના શ્રમનો સત્કાર તમે શું સમજો ?' બીજા સભ્ય ક્ષમા માગી : “આ તો અમસ્તી વાત છે, ગેરસમજૂતીની વાત નથી પણ માણસ પોતે શું લઈને આવ્યો છે એ બતાવી આપે છે. તમે કૃતિ જોવા નહિ, પ્રકૃતિ બતાવવા આવ્યા.” માણસ ઘણીવાર બહુ ધૂળ દૃષ્ટિથી જુએ છે. માણસનાં કપડાં, દાગીના, હોદો, ડિગ્રી દેખાય; પણ એમાં કઈ મહત્તા ભરેલી છે અને એ મહત્તાને પામવા એણે કેવી એકલાએ સાધના કરી છે તેને સમજનારા દુનિયામાં બહુ થોડા છે. વિકાસ કરતો કરતો માણસ કેવો મહામાનવ બની શકે છે, એ વિચારવાનું છે. આ વિચાર અંદર ઊતરતો જાય, આપણી મનોવૃષ્ટિમાં એનું દર્શન થતું જાય તો આજનું જે જીવન જિવાય છે એના કરતાં શ્રેષ્ઠ જીવન જીવવાની મનમાં અભીપ્સા જાગે. જે દિવસથી આ અભીપ્સા જાગે, ભૂખ જાગે માનવતાનાં મૂલ્ય : ૭ Page #17 -------------------------------------------------------------------------- ________________ તે દિવસથી જાણવું કે જીવન નવું પરિવર્તન લઈ રહ્યું છે. વિકાસની પ્યાસમાં નવજીવનનું સર્જન છે. માળી બીજને માટીમાં વાવે, ખાતર નાખે, પહેલોવહેલો ફણગો ફૂટે ત્યારે માળી સમજી જાય કે હવે આમાંથી વૃક્ષ બનવાનું છે. ઘણાના જીવનમાં તો બીજ જ વવાયાં નથી, અને બગીચાના સ્વામી થઈ બેઠા છે. અલબત્ત, ઊગ્યાં હશે થોરિયા, કાંટાળાં ઝાડ કે સુગંધ વગરનાં કરેણ. એને મોટો બગીચો માની બેઠા છે. થોરિયા, કાંટાળાં ઝાડ કે કરણ એ બગીચો છે ? નવજીવન હવે શરૂ થાય છે. અભીપ્સા જાગતાં સામાન્ય જીવન જીવવું જ ન ગમે, અસામાન્યતાની ભૂખ જાગે છે. પાર્થિવ નહિ, અપાર્થિવ બનવું છે. આ સ્થળ જીવનમાં દિવ્યત્વ પ્રગટાવવું છે. જીવનની ધરતીમાં સગુણનાં બીજ વાવ્યાં હોય તો જ સુંદર છોડ બને. ભાવનાની આ કંપળ જેમ જેમ વધતી જાય તેમ તેમ વૃત્તિ અને દૃષ્ટિ બદલાતી જાય. થોડા વખત પહેલાં વિનોબા ભાવેને મળવા એક અમેરિકન આવેલા. વાતવાતમાં એમણે કહ્યું : “તમે તો પદયાત્રા કરો છો પણ અમેરિકા તો એટલું બધું પ્રગતિ કરી રહ્યું છે કે આવતાં વર્ષોમાં એવાં મોટાં તોતિંગ મકાનો તૈયાર થશે જેમાં જીવનની જરૂરિયાતો એ બિલ્ડિંગમાંથી જ પૂરી થશે. ૮૦મે માળે જન્મેલો બાળક ૮૦ વર્ષ જીવે તોપણ એને નીચે ઊતરવાની જરૂ૨ ન પડે એવી સગવડ અમે કરી આપવાના છીએ. કેટલો વિકાસ ! કેવા અદ્યતન સાધનોથી એ બિલ્ડિંગ સમૃદ્ધ હોવું જોઈએ એની કલ્પના તમે જ કરો !” વિનોબાએ હસીને એક જ વાક્ય કહ્યું : “૮૦ વર્ષ સુધી જીવે અને ૮૦ વર્ષ સુધીના જીવનમાં એ જન્મેલા માણસને જીવનભર નીચે ઊતરવાનો પ્રસંગ પણ ન આવે એવી રચના જો તમે કરી શકો તો એટલું જરા કરી લો કે માણસ જ્યારે મારી જાય ત્યારે પણ એને નીચે ઉતારવો ન પડે; એની કબર પણ ઉપર બનાવો. જે ૮૦ વર્ષ સુધી નીચે ઊતરે નહિ તેને બિચારાને હવે છેલ્લે મરી ગયા પછી શા માટે ઉતારવો પડે ! જે માટીમાંથી જન્મેલો માનવી એ માટીને અડે નહિ, જીવે ત્યાં સુધી એ માટીથી જુદો રહે અને જ્યારે મરવાનો દિવસ આવે ત્યારે જ એ માટી પાસે જાય તો આ સંસ્કૃતિ છે કે વિકૃતિ ? આજે દૃષ્ટિબિંદુ બદલાયું છે, લોકો ગગનચુંબી Skyscrapers અને અદ્યતન સાધનો તરફ દોડી રહ્યા છે. હું સાધનોનો વિરોધી નથી પણ સાધ્ય ભુલાઈ ન જાય એનો વિચારક ૮ * માનવતાનાં મૂલ્ય Page #18 -------------------------------------------------------------------------- ________________ છું. સાધનોની ભભકમાં સાધ્ય ચકાઈ ન જાય ! જે માણસ સાધનોમાં અટવાઈ જાય છે અને સાધ્યને ભૂલી જાય છે એના હાથમાં માત્ર સાધન રહે છે. સાધ્ય વગરના સાધકનું જીવન નિષ્ફળ બને છે. મારું કહેવું એટલું જ છે, આ સાધનોનો ઉપયોગ તમારા સાધ્ય માટે કરો. તમે તમારા સાધ્ય તરફ વધારે વેગથી, વધારે એકાગ્રતાથી આગળ વધી શકો એ માટે જ તમારાં આજનાં આ અદ્યતન સાધનોનો ઉપયોગ કરો, જેથી તમારું સાધ્ય નજીક આવી શકે. માણસને એ સદા લક્ષ્ય હોવું જોઈએ કે મારે જીવનમાં કોઈક સાધ્ય છે. જે માણસને સાધ્યનો ખ્યાલ ન હોય અને માત્ર સાધનો જ ભેગાં કર્યા કરે તો એવી પણ પળ આવે કે સાધનો ભેગાં થઈને સાધકને દાટી દે. દબાયેલો માણસ ઊંચે કેમ આવી શકે ? માણસને એમ થાય છે કે આટલો વ્યવસાય, આટલો ઉદ્યોગ, કેવી રીતે હું બહાર આવું ? પણ થયું શું ? જે સાધનો સુખ માટે હતાં એ સાધનોએ એને એવો પરવશ બનાવી દીધો કે હવે એ જો સાધનો ન છોડે તો એ જ નહિ (Nowhere) જેવો થઈ જાય, ક્યાંયનો ન રહે. એને થાય હવે કરવું શું ? કેટલાક લોકો પૂછે છે : “આ બધા ભભકાને લીધે તો અમે છીએ. આ બધું ચાલ્યું જાય તો અમે જ મટી જઈએ.” એનો અર્થ એ થયો કે સાધનો વધતાં વધતાં એટલાં બધાં વધી ગયાં કે ખુદ સાધકને પોતાને જ દબાવી દીધો. આ તો કેવી ગજબની વાત કે નોકરી એટલા બધા વધી જાય કે શેઠને જ રહેવા માટે રૂમ ન રહે. જે સાધનો આપણાં સુખ માટે, સગવડ માટે હતાં તે જ બંધન અને દુ:ખરૂપ બને. પૂજામાં હો કે જપમાં, જાત્રાએ જાઓ કે જ્ઞાનવાર્તા સાંભળવા જાઓ, ત્યારે પણ સાધનો વચ્ચે આવી ડોકિયું કરી જાય; એ શું સૂચવે છે ? સાધ્યને ગુમાવી માત્ર સાધનોનો સંગ્રહ કરવામાં જ સમગ્ર જીવન પૂરું કર્યું. વર્ષોના વધવા સાથે આંતરવૈભવ ધીમે ધીમે ક્ષીણ થતો રહ્યો છે. સાધક, સાધન અને સાધ્ય આ ત્રણેનો વિચાર કરવાનો છે. સાધક માણસ છે, સાધન એને મળેલા જગતના પદાર્થો છે અને જે તરફ જવાનું છે એ સાધ્ય છે. સાધનોને વખોડવામાં સમય બગાડશો નહિ. કેટલાક લોકો વિજ્ઞાનનાં સાધનોને વખોડતા જ હોય છે. “અરે ! વિજ્ઞાનનાં સાધનોએ સત્યાનાશ વાળ્યું !” કહીને સાધનોને નિંદે. સાધન ખરાબ નથી, સાધનનો ઉપયોગ કરનાર સાધક કોણ છે એના ઉપર બહુ આધાર રહે છે. માનવતાનાં મૂલ્ય + ૯ WWW.jainelibrary.org Page #19 -------------------------------------------------------------------------- ________________ વિજ્ઞાન શું છે ? વિજ્ઞાન તો માત્ર વસ્તુમાં રહેલું તત્ત્વ secret બતાવે છે. ઉપયોગની રીત સાથે એને કાંઈ લાગેવળગે નહિ. વિદ્યુત એક શક્તિ છે. તમે એનો સદુપયોગ કરો તો તમને પ્રકાશ આપે. પણ દુરુપયોગ કરો તો તમને જલાવી પણ નાખે. વિદ્યુત શું છે અને કેમ ઉત્પન્ન થાય છે તે બતાવવાનું કામ વિજ્ઞાનનું છે. સારાં સાધનોનો ખરાબ ઉપયોગ થાય અને ખરાબ સાધનોનો સારો ઉપયોગ પણ થાય. ઘણાં માણસો એમ જ માની બેઠા છે કે સાધન જ ખરાબ છે. જો સાધન ખરાબ ન હોત તો સાધકને વાંધો ન આવત. આ એક સમજફેર છે. એના જ કારણે સાધક પોતાને સુધારવાને બદલે ચોવીસે કલાક સાધનોને જ વખોડ્યા કરે છે. તમને જ પૂછું : “શું ધર્મનાં સાધનો મારામારીમાં કામ નથી લાગતાં ?” સાધનોનો જો દુરુપયોગ કરવો હોય તો ધર્મનાં સાધનોનો પણ થઈ શકે. પાકા પૂંઠામાં બાંધેલું, ધર્મનું પુસ્તક હોય અને આવેશમાં આવીને કોઈના ઉપર એથી ઘા કરે તો શું એનાથી માથામાં લોહી નીકળવાનો સંભવ નથી ? ચોપડી અહિંસાનાં પ્રવચનોની છે પણ ઘા કરે તો એથી પણ હિંસા થાય ને ? એવી જ રીતે તમારા હાથમાં ધર્મનું સાધન હોય અને ક્રોધમાં આવી એને છૂટું ફેંકો તો એ સાધન વડે માણસના મરી જવાનો પણ સંભવ છે. અઢી હજાર વર્ષ પહેલાંનો એક દાખલો છે. રાણી પ્રભાવતી પૂજાની સામગ્રી લઈને પૂજા કરવા જાય છે. જતાં પહેલાં દાસી પાસે પૂજાનાં શ્વેત કપડાં મગાવે છે. રાણી ક્રોધમાં હતી એટલે એને લાલ દેખાય છે. રાણીએ દાસી ઉપર ક્રોધમાં આવી હાથમાં રહેલ દર્પણનો છૂટો ઘા કર્યો, દાસી ત્યાં જ ઢળી ગઈ. પૂજાનું સાધન હિંસાનું કારણ બની ગયું. સાધન કરતાં સાધક કોણ છે એ જુઓ. સાધકની દૃષ્ટિ મહત્ત્વની છે. મુંબઈમાં એક કાચનું કારખાનું ચાલતું હતું. મશીનરીમાં કાંઈક બગડ્યું અને મશીન બંધ પડી ગયું. મશીન જ્યાંથી લીધું હતું ત્યાં તરત ખબર આપી. જર્મન કંપનીએ એરોપ્લેનમાં ઇંજિનિયરને મોકલ્યો. એ આવ્યો, મશીન તપાસ્યું, સાત દિવસમાં મશીન ચાલુ કરી આપ્યું, કારખાનું ચાલુ થયું. જતી વખતે કારખાનાના માલિકે ઇંજિનિયરને મોટી બક્ષિસ ધરી. ઇંજિનિયર કહે : “આભાર, મારે આપની બક્ષિસ નહિ જોઈએ.” “કેમ ?” “તમારી બક્ષિસ લઉં તો મારું મન લોભિયું થઈ જાય, લાલચુ થઈ જાય. મને તો મારી કંપની તરફથી પગાર મળે જ છે. એરોપ્લેનનું ભાડું, અહીં ૧૦ ક માનવતાનાં મૂલ્ય Page #20 -------------------------------------------------------------------------- ________________ હોટેલમાં રહેવાનો ખર્ચ, બધું જ મળે છે. જે પગાર લઉં છું એ માટે મારે કામ કરવાનું છે.” ઉદ્યોગપતિ સજ્જન હતો, એને વધુ જાણવાની ઇચ્છા થઈ. પૂછ્યું : “મને એ ન સમજાયું. આમાં લાલચુ કેમ થવાય ?” ઈજનરે કહ્યું : “આજે તમે મને બક્ષિસ ધરી પણ કાલે બીજે ઠેકાણે હું કંપની તરફથી જાઉં અને માનો કે મને બક્ષિસ ન આપે તો તે વખતે મનમાં વિચાર આવે કે પેલો ઉદ્યોગપતિ સારો હતો, મોટી બક્ષિસ આપી અને આ ઉદ્યોગપતિ તો કંજૂસ છે, આણે કાંઈ જ ન ધર્યું ! મારા મનમાં એક જાતનો ખોટો વિચાર આવી જાય, મન ખોટું પડી જાય.” પગને ખાલી ચઢી જાય તો એ ચાલતો નથી, તેમ મનને ખાલી ચઢી જાય તો એ પણ ચાલતું નથી, નકામું થઈ જાય છે. જોનારને થાય કે આ ભાઈના પગ તો બરાબર છે, કેમ ઊભા થતા નથી ? પણ અંદર ખાલી ચઢી ગઈ છે, ચાલતાં લથડિયાં ખાશે એની બહારનાને ક્યાંથી ખબર ! મનની વાત પણ ભાઈ, એવી જ છે. મનને ખાલી ચઢી ગઈ છે એ તો જાગૃત સાધક હોય તે જ જાણે. ઇંજિનિયરના ઉત્તરમાં મનન છે. બક્ષિસ લેવા માંડે તો કાર્યમાં કુશળતા લાવવા માટે નહિ, પણ બક્ષિસ માટે જ કામ કરતો થઈ જાય. જે માણસ દૃષ્ટિ સામે માત્ર પૈસા રાખે, પોતાનું કર્તવ્ય ન રાખે એમ માણસ પૈસાનો જેવો જડ અને નકામો બની જાય છે. પૈસો નહિ, તમારો પ્રેમ એ બહુ મોટી વસ્તુ સાધક જાગૃત હોય તો સાધન ગમે એટલાં પ્રલોભક હોય પણ પ્રલોભનમાં આવે નહિ. જાગૃત મનવાળો માણસ આગળ ને આગળ વધી શકે તમે કહો છો કે શું કરીએ ? જમાનો બદલાઈ ગયો છે ! પણ માણસ પોતે કેટલો સ્થિર છે, કેટલો જાગૃત છે એનો વિચાર પોતે ન કરે અને જીવનભર માત્ર સાધનોને જ વખોડ્યા કરે તો સાધન તો એક જાય અને બીજું આવે. સાધન વિના માણસ કદી પણ રહી શકતો નથી. મન જાગૃત અને સ્કૂર્તિવાળું હોય તો જેમ ફુવારામાંથી પાણી છૂટે એમ એના મનમાં સુંદર વિચારોના ફૂવારા છૂટ્યા કરે. રાતના ઊઠે કે પ્રભાતના જાગે એના મનમાં સુંદર વિચારોની સ્કૂર્તિ છે. એ કોને લીધે ? જાગૃતિને લીધે. જાગૃત સાધકને ખ્યાલ હોય કે મારું સાધ્ય આ છે. મારું સાધ્ય દિવ્ય માનવતાનાં મૂલ્ય : ૧૧ Page #21 -------------------------------------------------------------------------- ________________ જીવન છે. હું જે કામ કરું છું એ કામની બધી જ પ્રક્રિયાઓ મારા જીવનની સાથે પરંપરાઓમાં આવવાની છે. એક માને ચાર પુત્રો હશે તો દરેકની ઇચ્છા, દરેકની જીવનરીત, દરેકના ભાવ જુદા હશે. એનું કારણ શું છે ? ગતજન્મથી એ જે સંસ્કારો લઈને આવેલો છે એ સંસ્કારો પ્રમાણે એ બને છે. : કેટલીક વાર મોટો પુત્ર ખરાબ હોય અને નાનો પુત્ર સારો હોય. મહાભારતનો એક પ્રસંગ છે. શુકદેવને વ્યાસ કહે છે ઃ તું સંસારમાં ૨હે, સંસારનો અનુભવ કર અને પછી ત્યાગ કર. પણ શુકદેવ સાંભળતા નથી અને ચાલ્યા જાય છે. પુત્રને પકડવા વ્યાસજી પાછળ દોડી રહ્યા છે. રસ્તામાં સરોવર આવે છે. સરોવરના કિનારે કેટલીક કન્યાઓ સ્નાન કરી રહી છે. શુકદેવજી આગળ ચાલ્યા જાય છે, એની પાછળ થોડે દૂર વ્યાસજી આવી રહ્યા છે. શુકદેવજી સરોવર પાસેથી પસાર થયા, કન્યાઓ સ્નાન કરતી જ રહી. પણ વ્યાસ ત્યાં આવ્યા એટલે પેલી કન્યાઓએ જલદી કપડાં પહેરી લીધાં, અંગ ઢાંકી લીધું. વ્યાસે આ બન્ને પ્રસંગો જોયા. એમને થયું : મારો યુવાન દીકરો પસાર થયો તો આ કન્યાઓએ કપડાં પહેર્યાં નહિ અને મારા જેવા વૃદ્ધને જોઈ વસ્ત્રો કેમ પહેર્યાં ? પુત્ર તો પાછો ન વળ્યો એટલે એમણે પાછા વળતાં કન્યાઓને પૂછ્યું : “જ્યારે મારો પુત્ર જતો હતો ત્યારે તમે નિ:શંક બનીને સ્નાન કરતાં હતાં પણ મને જોઈ તમે કપડાં કેમ પહેરી લીધાં ?'' આ સાંભળીને એક કન્યા હસી પડી. પૂછ્યું : “તમને ખોટું નહિ લાગે ?' ‘“ના, નહિ લાગે.” ‘‘વિકારોનો સંબંધ વર્ષો સાથે નહિ પણ વિવેક સાથે છે.'' “અમે તમને પૂછીએ. તમને કેવી રીતે ખબર પડી કે શુકદેવ ગયા ત્યારે અમે કપડાં નહોતાં પહેર્યાં અને તમે આવ્યા ત્યારે પહેર્યાં ? તમે જ કહો ? તમારી નજર ક્યાં હતી ?'' “શુકદેવના અંતરમાં જ્યોત જાગી, વિવેક જાગ્યો, વિકાર માટે આ માનવદેહ નથી; વિચાર માટે છે. એની દૃષ્ટિ અંતર્મુખ હતી. શુકદેવને અમારી સામે નજ૨ નાખવાનો પણ સમય ન હતો. પણ તમારા મનમાં કાંઈક જુદું જ રમે છે.'' વ્યાસને ખ્યાલ આવી ગયો. સુખદેવ એટલે જે સુખનો દેવ છે, એને મન જીવન વિકાર માટે નહિ, વિકાસ માટે છે. વર્ષો વધતાં વિકારો ઘટે એમ નથી, વિવેક વધતાં વિકારો ઘટે. વિવેકનો આ દીપક પ્રજ્વલિત થાય છે ત્યારે જ ખ્યાલ આવે છે કે આ જીવન, આ ૧૨ : માનવતાનાં મૂલ્ય Page #22 -------------------------------------------------------------------------- ________________ યાત્રા, આ જન્મ, વિકાસ માટે છે. આંતરવૈભવને પામવા માટે છે. એની જ સિદ્ધિ માટે છે. જ્યારે સાધ્ય જડી જાય છે પછી સાધક સાધનોની પરવા કર્યા વિના સાધ્ય તરફ આગળ વધતો જાય છે. માણસ સાધક છે, દુનિયાના બધા પદાર્થો સાધન છે અને દિવ્ય જીવન એ સાધ્ય છે. સાધક આ સાધનનો ઉપયોગ કેવી રીતે કરે કે જેથી એ પોતાના સાધ્ય તરફ આગળ વધી શકે એને માટેનું આ ચિંતન છે. માનવતાનાં મૂલ્ય * ૧૩ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨. આંતરવૈભવ 1 જા નુષ્ય અને પશુને પારખવાની રીત - જુદી છે. પશુની કિંમત એના બાહ્ય દેખાવથી, એની ઉમ્મરથી, એની દૂધ આપવાની શક્તિથી થાય છે. પણ મનુષ્યની P કિંમત બહારથી નહિ પણ એના આંતરિક જીવનનાં મૂલ્યોથી, એના વિચાર, ઉચ્ચાર અને આચારથી થાય છે. કપડાં અને ડિગ્રી ઉપરથી માણસનું છેમાપ નથી નીકળતું. જેને આંતરિક દર્શન નથી એ માણસ જેમ જેમ ડિગ્રીઓ મેળવતો જાય, બહારનાં કપડાં કે વેષ “ બદલતો જાય તેમ તેમ છલનાનું પ્રતીક ૪ બનતો જાય છે. એનાથી સમાજને અવર્ણનીય નુકસાન થાય છે. વૈભવ બે પ્રકારના છે : બાહ્ય અને આંતરિક. કેટલાક માણસોને એક જ વૈભવ જ દેખાય છે પણ જે ચિંતનની નજીક છે, વિકાસક્રમમાં આગળ વધેલા છે; જેમની અભીપ્સા ઉચ્ચ પ્રકારની છે એમને બીજા પ્રકારનો વૈભવ પણ દેખાય છે. પહેલો ૧૪ * માનવતાનાં મૂલ્ય Page #24 -------------------------------------------------------------------------- ________________ દશ્ય (Visible) છે, બીજો અદશ્ય (Invisible) છે. કેટલીક વાર માણસ સામાન્ય લાગે, શરીર ઉપર અલંકારોમાં કંઈ જ ન હોય તેમ છતાં એના સમાગમમાં આવો, એનાં જીવનમૂલ્યોનું શ્રવણ કરો, એનાં ઊંડાણમાં અવલોકન કરો તો થાય કે જીવનનું ઝવેરાત તો અહીં જ પડ્યું છે. આ ઝવેરાત મળી જાય તો આ દુનિયા તો સુંદર બને પણ આવનારી નવી દુનિયા પણ સુંદર બની જાય. જે પોતાના જીવનને સુંદર બનાવે છે એ જતાં જતાં દુનિયાને પણ સુંદર બનાવીને જાય છે. આ સંસારને સુંદર નંદનવન બનાવવા માટે દરેક માણસે માળી બનીને પોતાના મનમાં સારા વિચારનાં બીજ વાવી મૈત્રીથી મહેકતું ઉપવન બનાવવું જોઈએ. ગઈ કાલની પેઢીના પ્રેમનો આપણે આટલો બધો લાભ ઉઠાવ્યો હોય તો આવતી કાલની પેઢી માટે આપણે કાંઈક તો કરીને જવું જોઈએ ને ? એનું નામ જ તર્પણ છે, શ્રાદ્ધ છે. પિતા પાસેથી લીધેલું છે તો દીકરો હવે નવી પેઢી માટે કાંઈ કરે એ જ ખરું શ્રાદ્ધ છે. કાગડાઓને જમાડવા, ભરેલાં પેટને વધારે ભરવાં એ કાંઈ શ્રાદ્ધ છે ? વર્તમાનના માનવીને હું ભૂતકાળ અને ભવિષ્યકાળ વચ્ચેનો એક મણકો – link કહું છું. એ પોતાના જીવન દ્વારા ભૂતકાળના વારસાને ઉજ્જવળ બનાવે છે અને આવતી કાલના માર્ગ પર પ્રકાશ પાથરે છે. ભૂતકાળ પાસેથી મેળવ્યું એ આચરી બતાવે છે અને આચરણ દ્વારા આવતી કાલની પેઢીને પ્રેરણા આપતો જાય છે. મનુષ્ય માત્ર દેહને પોષવા, ઇન્દ્રિયોને તૃપ્ત કરવા, પોતાનું ઘર ભરવા માટે નથી આવ્યો; એણે તો કાંઈ આપવાનું છે. એ ક્યારે બને ? જેનું આંતરિક જીવન વૈભવપૂર્ણ, સમૃદ્ધ હોય એ માનવ જ દુનિયાને કાંઈક આપીને જાય છે, એ જ લોકસ્મૃતિમાં ચિરંજીવ બને છે. આવાં કેટલાંય અજ્ઞાત નરનારીઓ હશે જેમનાં જીવનચરિત્ર નથી લખાયાં પણ જેમનાં આચાર, વિચાર અને ઉચ્ચારના પ્રકાશે આજે માનવજાત શાંતિથી, સુખથી જીવી રહી છે. માર્ટિન લ્યુથર કિંગનું ખૂન થયું અને લોકોની લાગણીઓ ઉશ્કેરાઈ ગઈ. તોફાને ચઢ્યા, આગના ભડકા થયા, હિંસાનું તાંડવ રચાયું. ત્યારે આંસુભીની આંખે એની પત્નીએ ટેલિવિઝન ઉપર આવીને અમેરિકનોને બે જ બોલ કહ્યાં : “માર્ટિન લ્યુથર કિંગે દુનિયાને કહ્યું હતું કે “અહિંસાથી દુનિયામાં શાંતિ આવશે અને એ અહિંસા ખાતર જોઈએ તો મારા પ્રાણ આપીશ.' પ્રાણ આપીને પણ એણે અહિંસાની શક્તિનું દર્શન કરાવ્યું, અહિંસા માટે જ એ જીવન જીવ્યો અને માનવતાનાં મૂલ્ય * ૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ એ માટે જ જીવન સમાપ્ત કર્યું. એના ઉપાસકો, તમે, હિંસા કરીને એના આત્માની વિરુદ્ધ જઈ રહ્યા છો, એના આત્માને શાંતિ કેમ મળશે ? એને જે પસંદ નહોતું એ કામ કરી એના ચાહક તમે કેમ બની શકો ?' અને આ શબ્દોએ તો જાદુ કર્યો. હિંસક વાતાવરણ એકદમ શાંત બની ગયું. જે આંતરિક વૈભવથી જીવે તે એની સાથે રહેનારને પણ એના સદ્ગુણની સુવાસથી ભરી દે છે. માણસ ચાલ્યો જાય પણ એની પાછળ એ મૈત્રીની સૌરભ મૂકતો જાય છે. આ એની સમૃદ્ધિ છે. આંતરિક વૈભવ એ બહુ દિવ્ય વસ્તુ છે. એમાં વેરની સામે વેર નથી, વેરની સામે પ્રેમ છે. એ વિચારે છે જેણે ખરાબ કર્યું એનામાં અજ્ઞાન હતું એટલે દુષ્ટતા આચરી; હું સારો હોઉં તો મારે એને પ્રેમ ને મૈત્રીનો દાખલો મારા જીવનમાંથી આપવો જોઈએ. એક પ્રબુદ્ધે સરસ વાત કહી : “લોહીથી ખરડાયેલાં કપડાંને લોહીથી ધોવા પ્રયત્ન કરશો તો ઉજ્જ્વળ નહીં બને. એને તો પ્રેમનાં વારિથી ધોવાનાં છે.” દુર્ગુણોને સદ્ગુણથી સ્વચ્છ કરવાના છે. આ સગુણ પ્રત્યે મનમાં અભિરુચિ, માન અને અહોભાવ જાગવાં જોઈએ. સદ્ગુણની પૂજા સાથે સદ્ગુણમાં રહેલી શક્તિ આપણા જીવનમાં પ્રગટવી જોઈએ. સદ્ગુણની પૂજા ઘણા કરે છે. પણ આચરણમાં નથી, કારણ કે સદ્ગુણમાં શ્રદ્ધા નથી. એટલે જ માને છે, પણ એવું આચરણ નથી. જેવી રીતે મૂર્તિની આરતી ઉતારે પણ ભગવાન જેવા બનવાનો પ્રયત્ન ન કરે, એવું જ સદ્ગુણ માટે બને છે. પૂજા એટલે સદ્ગુણમાં રહેલા સામર્થ્ય માટે હૃદયમાં અભિરુચિ અને શ્રદ્ધા. શ્રદ્ધા સદ્ગુણની શક્તિમાં અને સન્માન પ્રતીકને. ખરાબમાં ખરાબ લોકો પણ એમ કહેતા હોય છે જ કે આ તો સંત છે, સદ્ગુણી છે પણ મનથી માનતા હોય છે કે સદ્ગુણી એટલે સામર્થ્ય વગરનો, એમાં શું છે ? વિચારોમાં દ્વિધા છે, માન સદ્ગુણનું અને આચરણ દુર્ગુણનું. અલબત્ત કેટલીક વાર એવું બને છે, કોઈક ક્ષણોમાં સદ્ગુણ નિર્બળ દેખાય, દુર્ગુણની સામે હારતો અને ઘવાતો પણ દેખાય પણ તમે તાત્કાલિક તરફ નહિ, જૈકાલિક તરફ જુઓ. કેટલીક વસ્તુઓ તાત્કાલિક જીતી જાય છે પણ ત્રૈકાલિક દૃષ્ટિએ એની હાર હોય છે. Temporary અને permanent વચ્ચે આ અંતર છે. ૧૬ * માનવતાનાં મૂલ્ય Page #26 -------------------------------------------------------------------------- ________________ માથું દુખતું હોય અને એનાસિનની ગોળી લઈ લો તો કદાચ એ ક્ષણ પૂરતો માથાનો દુખાવો બંધ જાય પણ એથી રોગ નથી મટતો. રોગનું મૂળ ક્યાં છે ? અતિવિચાર કર્યો તેથી કે વિચારોમાં ઘર્ષણ ઊભું થયું તેથી ? કોઈની સાથે કલહ કર્યો તેથી કે ઈર્ષ્યાને લીધે મનમાં બળતરા ઊભી થઈ તેથી ? કોઈનું શુભ જોઈને મનમાં અશુભ વિચાર જાગ્યો તેથી કે ખોરાકના નિયમોનો ભંગ કર્યો તેથી ?'' આ શોધવાને બદલે એનાસિનની ગોળીથી પતાવો તો લાંબે ગાળે ફરી ઊથલો મારશે જ. એમ દુર્ગુણમાં તાત્કાલિક સહાય આપવાની શક્તિ છે પણ ચિરકાળ નહિ. બેચાર વાર સફળતા મળી જાય પણ અંતે તો તે નિષ્ફળ જાય જ છે. દુર્ગુણો દુનિયામાં ફાવતા દેખાશે, મોટી ગાડીઓ લાવતા દેખાશે, પ્રતિષ્ઠા અને હારતોરા પણ અપાવતા દેખાશે, પણ એ તાત્કાલિક છે. લોકોને તાત્કાલિક શક્તિઓનો મોહ છે એટલે ત્રૈકાલિક શક્તિઓ સામે દૃષ્ટિ જતી નથી. જેઓ આંતરવૈભવના સ્વામી છે તેઓ તાત્કાલિક લાભ લેતા હોવા છતાં એમની અસીમ શ્રદ્ધા વૈકાલિક તરફ છે. લોકો જ્યારે હિંસક યજ્ઞ, સોમપાન અને દ્યૂતમાં ચકચૂર બન્યા હતા ત્યારે એક ધર્મગુરુએ પોતાના શિષ્યોને કહ્યું : “જુઓ, આજે ચારેબાજુ સોમપાન, હિંસા, દ્યૂત બધું વધી ગયું છે એની સામે તમારું ચારિત્રમય અને તપોમય જીવન જ કામ લાગશે. પુસ્તકો મોકલવાથી નહીં, તમારા જવાથી પ્રકાશ પથરાશે.’’ - માત્ર પુસ્તકોથી માણસ સુધરી જતો હોત તો હિન્દુસ્તાનના દરેક છાપામાં દર અઠવાડિયે એક પાનું ધર્મને માટે રાખેલું હોય છે. તો રોજ છાપાં વાંચનારા બધા જ માણસો સારા થઈ ગયા હોત ! એકલું વાચન કાંઈ કામ કરતું નથી. એ વ્યસન બની ય છે. એનામાં વાચનશક્તિ reading capacity વધી જાય પણ પાચનશક્તિ digestive capacity ઓછી થઈ જાય. જે આચરણ દ્વારા પરિવર્તન આવે છે એ માત્ર ભાષણોથી કે લખાણોથી નથી આવતું. ભગવાન મહાવી૨ અને બુદ્ધના સમયમાં જે પરિવર્તન દેખાયાં એનું કારણ જીવંત આચરણવાળી આદર્શ વ્યક્તિ લોકો સમક્ષ ઊભી હતી. ચૂંટાવા માટે નેતાઓ સદાચાર, સત્ય અને પવિત્રતાની વાતો કરે છે પણ આચરણ સાથે એને શું લાગેવળગે ? Drinking wine અને preaching water. વાતો શુદ્ધ જળની કરે, માનવતાનાં મૂલ્ય * ૧૭ Page #27 -------------------------------------------------------------------------- ________________ એકાન્તમાં મદ્યપાન એ જીવનમાં પરિવર્તન નથી લાવી શકતું. જે સતુ પુરુષો છે, સદાચારી છે એના આચરણનો પ્રતિધ્વનિ એમની પાછળ આવનારાઓમાં પડે છે, ધ્વનિનો જ પ્રતિધ્વનિ છે. આચરણનો જ પડઘો પડવાનો છે. એક ધર્મગુરુએ કહ્યું “અહિંસાનો પ્રચાર કરવા દૂર દૂરના પ્રદેશોમાં જવાનું છે. ડુંગરાળ પ્રદેશની પેલી પાર પગપાળા જવાનું છે. પ્રતિકૂળતાને સાથી સમજીને જવાનું છે. એક શિષ્ય ઊભો થયો, નમન કર્યું અને કહ્યું : “ગુરુદેવ ! મને આજ્ઞા આપો.” “વત્સ ! આ પ્રવાસ એ તપશ્ચર્યા છે. માર્ગમાં ઘસારો એટલો લાગશે કે તારાં જીવનનાં ૨૫ વર્ષ ઓછાં થઈ જશે.” આ વાર્તાલાપ બગીચામાં ચાલી રહ્યો હતો. બાજુમાં ગુલાબના છોડ પર એક સુકુમાર પુષ્પ ખીલ્યું હતું. શિષ્ય કાંઈ ન બોલતાં માત્ર નજર પેલા પુષ્પ પર માંડી. ગુરુ સમજી ગયા. કહ્યું : “જા વત્સ ! હું તને આશીર્વાદ આપું છું.” બુદ્ધ ધર્મનો કરુણાનો સંદેશો ચીન સુધી પહોંચાડનાર આ ગુલાબસંત ભલે થોડાં ઓછો વર્ષ જીવ્યો પણ બીજાને ધર્મ દ્વારા જિવાડી અને જીવી ગયો, અમર થઈ ગયો. પુષ્ય કેટલું જીવે છે ? પણ જેટલું જીવે છે એટલામાં સુવાસ, સુકુમારતા અને સૌંદર્ય સરજીને એ ચાલ્યું જાય છે. થોડું જીવવા છતાં એ અંતરનો વૈભવ વહાવી જાય છે. જીવન કેટલું નહિ, કવું. પુષ્પનો આંતરવૈભવ છે સુવાસ, સુકમારતા અને સૌંદર્ય. એ સમજે છે કે આંતરવૈભવ વહાવ્યા પછી મશીન અને દવાઓ પર વધારે જીવવાની ઇચ્છા એ જીવનની મૂછ છે. આ વિચાર જીવનમાં આવે તો સમાજના વૃદ્ધ, પ્રાજ્ઞ, અનુભવી પુરુષોનો લાભ ઘરને, સમાજને, દેશને મળે. પણ માણસ એમ વિચાર કરે કે યુવાનીમાં પૈસા પેદા નથી કરી શક્યો અને હવે તક મળી છે તો હું સંચય કરી દીકરાઓને દેતો જાઉં, પેઢીને વધુ સમૃદ્ધ કરતો જાઉં. તો એ માણસ દીકરાઓને પૈસાને બદલે દુર્ગુણો જ આપતો જાય છે. જીવનની અંતિમ ભૂમિકાના પ્રત્યાઘાતો સમાજના માનસ ઉપર પડે જ છે. શું પુષ્પ આપી શકે એના કરતાં માણસ વધારે ન આપી શકે ? પુષ્પ તો એક જ સ્થાનમાં આપે છે પણ માણસ તો યાત્રી, પ્રવાસી છે. એ પોતાના વિચારોની સુવાસ, આચરણની સુકુમારતા અને જીવનનું સૌંદર્ય જ્યાં જાય ત્યાં આપી શકે છે. કેટલાય પુરુષો જીવંત પુસ્તકાલય જેવા હોય છે, એમનું આચરણ ૧૮ કિ માનવતાનાં મૂલ્ય Page #28 -------------------------------------------------------------------------- ________________ આદર્શરૂપ હોય છે. આવા પુરુષો જ્યાં જાય ત્યાં પોતાના આંતરવૈભવને વહાવતા હોય છે. જે વૈભવ દશ્ય છે એ સહુની નજરે આવે છે પણ જે અદશ્ય છે એને જોવા માટે તો ધ્યાનની સહાયતા લેવી પડે છે. સુવાસ અને સગુણ દશ્ય નથી, નજરે પડતાં નથી પણ જેની ઇન્દ્રિયો સચેત છે તે માણી શકે છે. ધ્યાનમાં આંતરવૈભવ જાણી શકાય. આપણું સૂક્ષ્મ તત્ત્વ અમુક પળોમાં આપણને સૂચના આપે છે, આપણા મનને દોરે છે, મારા જીવનમાં એક એવો પ્રસંગ હતો જેમાં માન હતું, સ્થાન હતું, આગેવાનો ઉત્સુકતાથી સન્માન આપતા હતા. મન પણ લલચાતું હતું, પણ ચેતનાએ ચેતવ્યો : “ના” પાડી તો જીવનની એક વિકટ ઘટના ટળી ગઈ. દેખાતા સુખની પાછળ લાંબા કાળનું દુ:ખ આવી રહ્યું છે એ વિચારશુદ્ધિ, ધ્યાન વિના કેમ દેખાય ? જે જાગૃત છે એ જ એને સાંભળે છે અને એ અવાજને આધારે આગળ વધે છે. મહાપુરુષોને જ્યારે વિચારોમાં ગરબડ લાગી ત્યારે કહ્યું : મને ઉપવાસ કરવા દો. મૌન કરવા દો, આત્મ-આલોચના કરવા દો, જોવા દો કે ભૂલ ક્યાં છે.” અને આ રીતે તેઓ શોધી કાઢતા કે અંતરના અવાજે જે કહ્યું એની વિરુદ્ધમાં કર્યું તેથી ગરબડ થઈ. પણ બીજો એક વર્ગ એવો છે જે આ તત્ત્વને દબાવવાનો, મિટાવવાનો ઉપાય લે છે – દારૂ, કામ કે કોઈ વ્યસન. આ વસ્તુઓ અવાજને દાબી દે છે. માણસ દારૂનું શરણું શા માટે લે છે ? ચોક્કસ માનજો કે ખરાબ કામ માટે એનું અંદરનું તત્ત્વ ના પાડતું હોય છે, કહેતું હોય છે : “તું ક્યાં જઈ રહ્યો છે ? તારા આચારને મૂકીને, તારા કુટુંબને મૂકીને, તારી વિશ્વાસુ વ્યક્તિઓને મૂકીને તું ક્યાં જાય છે ?” તરત પ્યાલી ભરે, પેટમાં ઠાલવે અને જ્યોતને બુઝાવી નાખે, હવે એ અવાજ શું કહેવાનો છે ? દબાઈ ગયો. અવાજ એને પરેશાન ન કરે એનો આ ઉપાય છે. જ્યોત ઝાંખી પડતાં દાનવ અને માનવમાં કાંઈ ફેર રહેતો નથી. દાનવને પણ ભૂલ માટે અફસોસ નથી અને વ્યસનને આધીન બનેલાને પણ અફસોસ નથી. બન્ને એક જ ભૂમિકા ઉપર છે. અંતર એટલું જ છે કે દાનવ માનવના વેશમાં ફરે છે. ધર્મનો સ્વાંગ પણ પહેરી લે છે. જાગેલ તત્ત્વને બંધ ન કરી શકાય તો એના ઉપર આવરણ તો જરૂર માનવતાનાં મૂલ્ય : ૧૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ લાવી શકાય. એ આવરણ શું છે ? નશો. ટૉલ્સ્ટૉય એક વાર્તામાં લખે છે. એક માણસે એની પત્નીનું ખૂન કરવાનો વિચાર કર્યો. રાતના પત્ની ભરનિદ્રામાં સૂતી હતી, પતિ તો ખૂન કરવાના વિચારોમાં જાગૃત હતો. હાથમાં સાધન લઈને એ પત્ની પાસે ગયો. એ તો ભરનિદ્રામાં પોઢેલી હતી. નિર્દોષ મોટું જોયું અને વિચાર આવ્યો : “એણે મારો શું ગુન્હો કર્યો છે ? માત્ર મને ખરાબ માર્ગે જતાં અટકાવે છે; પણ એનો મારા પર કેટલો બધો વિશ્વાસ છે કે હું એને મારવાનો વિચાર કરી રહ્યો છું એવો વિચાર માત્ર પણ એને આવતો નથી. આવી નિર્દોષ સ્ત્રીને કેવી રીતે મારી શકું ?” આમ અંદરથી અવાજ આવ્યો. છરો સંતાડીને પાછો લઈ ગયો. પછી એણે બીડી સળગાવી. વ્યસનથી વિવેકબુદ્ધિને ધુમાડાના ગોટામાં મૂંઝવી નાખી. હવે એ ફરી ઊભો થયો અને છરો હુલાવી દીધો. વ્યસન અવાજને કેવો ગૂંગળાવી દે છે ? આજ તો સિગારેટ અને દારૂ સમાજમાં સુધારાનું સ્થાન લઈને બેઠાં છે. એ ન લે તે વેદિયો ! આ પ્રવાહમાં માણસો પોતાના સ્વાસ્થને ભૂલી જાય છે, કેન્સરનો ભોગ બને પણ સિગરેટ ના છોડે. વ્યસન મરણનું દ્વાર છે. કોઈક કોઈક વાર એવું પણ બને કે ઘણા પથરા ભેગા થઈ જાય તો હિરાનું તેજ દબાઈ જાય, કારણ કે પથરાઓની બહુમતી થઈ, હીરો એકલો પડી ગયો. ખૂન માણસે નથી કર્યું પણ વ્યસને કર્યું છે. જ્યાં સુધી એ માણસ હતો ત્યાં સુધી એ ખૂન ન કરી શક્યો પણ જ્યારે માણસ મટી ગયો ત્યારે જ એ ખૂન કરી શક્યો. જ્યાં સુધી માણસ “માણસ' છે ત્યાં સુધી એ ખરાબ કામ નહિ કરી શકે પણ જ્યારે અંદરનો “માણસ” મરી જાય છે ત્યારે જ એ આવું કાંઈક કરવા તૈયાર થાય છે. જીવનદ્રષ્ટાઓ કહે છે : “માણસ કદી હંમેશા માટે ખરાબ હોઈ શકે જ નહિ. માણસમાં અમને શ્રદ્ધા છે. પણ જ્યારે કોઈ ખરાબ કામ કરે છે ત્યારે એ માણસ નથી હોતો; પશુતત્ત્વ આવે છે અને કામ કરી બેસે છે. જેવું એ તત્ત્વ જાય છે કે પશ્ચાત્તાપ શરૂ થાય; “મેં બહુ ખોટું કર્યું.' નબળી પળોમાં ભૂલ થઈ જાય છે. રાત્રે સૂતાં પહેલાં શાંત અને પ્રસન્ન થઈ પ્રાર્થના કરો એ નબળી પળ અને કન્ય યાદ આવે, અને કહે : “ભગવાન ! મને ક્ષમા કરો, મારાથી ભૂલ થઈ ગઈ. ફરી આવી ભૂલ નહિ ૨૦ * માનવતાનાં મૂલ્ય Page #30 -------------------------------------------------------------------------- ________________ થાય.'' વિચારો, ક્ષમા કરો એમ કહેનાર કોણ ? અને પેલું કૃત્ય કરનાર કોણ ? જ્યાં પાછો માણસ આવ્યો એટલે કહે છે કે ક્ષમા કરો. પણ જ્યારે એ કામ કર્યું ત્યારે એ માણસ નહોતો. માણસ આવેશમાં આવીને કાંઈ કરી બેસે છે ત્યારે એ માણસ જ નથી. હોતો. આંતરવૈભવ એટલે સ્વનું દર્શન. આ દર્શન થતાં સમજાય છે કે માણસમાં એક એવું તત્ત્વ છે જે સુંદર, સુવાસિત અને શાશ્વત છે. ચિન્તન અને ધ્યાન વિના આ તત્ત્વ ઝાંખું થયું છે. બહારથી મેળવેલી ભૌતિક વસ્તુઓ વચ્ચે આપણો ખુદા ઢંકાઈ ગયો છે. જીવનની સુંદરતા દેખાતી નથી, પોતે પોતાને જોતો નથી અને પોતે સ્વને બહાર શોધે છે. તક ગયા પછી માણસ ગમે તેટલો પશ્ચાત્તાપ કરે પણ એને કાંઈ મળતું નથી, માનવભવમાં મળેલી આ તક આવા વાતાવરણથી ઢંકાઈ ન જાય માટે મળેલાં સાધનો સાધકને સાધ્યની દિશામાં લઈ જાય છે કે નહિ એમાં જાગૃત રહેવાનું છે. સાધન સાધન છે એ ખરાબ નથી. સાધક સાધનનો ઉપયોગ કરી જાણે તો જગતનાં બધાં જ સાધનો એના વિકાસનાં સહાયક તત્ત્વ બની જાય છે. જે અંદ૨ એકાગ્ર નથી બનતો, એકચિત્ત નથી બનતો, સંગીતમય અને સંવાદમય નથી બનતો તે કોઈ જ સર્જન નથી કરી શકતો. દુનિયાના મોટા વૈજ્ઞાનિકોએ જીવનને મોજમજાહ કરવામાં, સિનેમા, નાટક અને ક્લબોમાં ખલાસ નહોતું કર્યું. તેના જ પરિણામે આ નવસર્જન છે. આઇન્સ્ટાઈનને પોતાની ધૂનમાં બે મહિના સુધી દાઢી કરવાનો ખ્યાલ પણ નહોતો આવ્યો. માટે આપણે માત્ર સાધન તરફ જ ન જોઈએ, સાધક તરફ જોઈએ, વિશ્વભરનાં સંશોધકોની શોધનાં પરિણામોનો માત્ર ઉપભોગ જ કર્યા કરીએ અને વળતરમાં વિશ્વજીવનને કાંઈ જ ન આપીએ તો આપણે દેવાદાર બનીને નથી જતા ? આપણા એક એક દિવસના જીવનમાં અસંખ્ય જીવોનું જીવનદાન છે. આપણો જીવનપ્રવાસ ચલાવવા આપણે હિંસા ઘટાડીએ અને જીવદયા વધારીએ. ધિક્કારને જીવનમાંથી બહાર કાઢી, પ્રેમને મનના અણુએ અણુમાં ઘૂંટીએ, મૈત્રીના પ્રકાશથી વેરના અંધકારને કાઢી જીવન પ્રત્યે આદર કેળવીએ . સાધક પ્રબુદ્ધ હોય તો બહારનાં સાધનો અંદ૨ના જીવનને ઘડવામાં કેવો મદદગાર બને છે એ વિચારીએ. ખેતીવાડીના પાકના પ્રદર્શનમાં એક ખેડૂતે એક સુંદર ફળ મૂક્યું હતું. માનવતાનાં મૂલ્ય : ૨૧ Page #31 -------------------------------------------------------------------------- ________________ દૂરથી જુઓ તો પાણીનો કૂંજો લાગે. કોકને થાય ખેતીવાડીના પ્રદર્શનમાં કુંભારે બનાવેલા કૂંજાનું શું કામ પડ્યું ? પણ નજીક આવતાં ખ્યાલ આવ્યો કે એ કુંભ નથી, Jug નથી પણ એક કોળું હતું. બધાને આશ્ચર્ય થયું. બધી જાતના આકારો થાય પણ કોળામાં કુંભનો આકાર કેવી રીતે ? ખેડૂતને પૂછ્યું તો કહ્યું: મેં અખતરો experiment કર્યો. કાળું નાનું હતું ત્યારે કૂંજામાં મૂકી દીધું. ધીમે ધીમે પેલું અંદર વધતું ગયું. વધતાં વધતાં જ્યારે એનો વિકાસ growth પૂરો થવા આવ્યો ત્યારે કુંભ ઉપરનું પડ Outer shell તોડી નાખ્યું. અંદરથી કૂંજા જેવું કોળું નીકળ્યું. આપણા જીવનને શું આ સિદ્ધાંત લાગુ પડતો નથી ? માણસ પોતાના વિચારોની કેદમાં કેદી છે. માન્યતાઓની જંજીરો એને મુક્ત થવા દેતી નથી. માન્યતાઓ બહાર છે. માણસ અંદર છે. પોતે જ પોતાને પિત્તળ માને તો એને સોનું કોણ બનાવી શકે ? વિચારો જ મર્યાદિત હોય, એમાં જો અમંગળ તત્ત્વ ભરેલું હોય, એમાં નિમ્નતા પડેલી હોય તો માણસ કોઈ દિવસ ઊંચે નહિ જઈ શકે, કારણ કે બહાર રહેલી વસ્તુ અંદર રહેલી વસ્તુને દબાવે છે, એને આકાર આપે છે. વિચારો જો ઊંચા હોય તો વ્યક્તિત્વ ખીલે છે. વ્યક્તિત્વની ઉપર વિચારોનો કુંભ છે, એ જ આવરણ બનીને આકાર આપી રહ્યો છે. તમને એવો કોઈ માણસ નહિ મળે જે પોતાના વિચારો કરતાં આગળ ગયો હોય. વિચારોની મર્યાદામાં જ માનસ મોટું થાય છે. માણસ વિચારોને ઘડે છે, પછી વિચારો જ માણસને બાંધી લે છે. આ એક અન્યોન્ય યુક્તિવાળો ન્યાય છે. પોતે જ કરેલા વિચારો બહાર આવીને ચોકિયાત થઈને ઊભા રહે છે. વિચાર જેટલા પ્રમાણમાં હોય એટલા જ પ્રમાણમાં માણસ બહાર જઈ શકે, આગળ વધી શકે. શેઠ કોઈ અનાડી ચોકિયાતને પસંદ કરી નોકર રાખે અને કહે : “તારે હવે આ બારણા ઉપર ઊભા રહેવાનું છે; કોઈનેય બહાર જવા દેવાનો નથી અને બહારવાળાને અંદર આવવા દેવાનો નથી.” હુકમ કર્યો એટલે એ દ્વારપાળ બનીને ઊભો રહે. પછી શેઠ કહે : “મારે બહાર જવું છે.” તો કહે : “નહિ જવા દઉં” “કેમ ?” “તમે જ મને હુકમ કર્યો છે. હું વફાદાર નોકર છું. આજ્ઞાપાલન પહેલાં.” એમ તમે જે વિચાર કરો છો એ જ વિચારો તમારા દ્વારપાળ બની જાય છે, ચોકિયાત બની જાય છે. બહાર જવા ન દે, અંદર આવવા ન દે. માણસ વિચાર કરે અને વિચાર માણસને પોતાનામાં પૂરી રાખે. સંપ્રદાયોમાં પુરાઈને ૨૨ છે. માનવતાનાં મૂલ્ય Page #32 -------------------------------------------------------------------------- ________________ સલામતી માને છે એ તત્ત્વ માટે નહિ, સંપ્રદાય માટે જીવે છે. સંપ્રદાય પછી ધર્મનો હોય કે પ્રાંતનો, ભાષાનો હોય કે માન્યતાનો. એ બંધન છે, બેડી છે. ઘણાખરા માણસો અમુક વિચારો નક્કી કરે છે, પછી એની બહાર જઈ શકતા નથી. જ્યાં સુધી બહાર ન જાય ત્યાં સુધી બહાર રહેલા પ્રકાશપૂર્ણ અનંત જગતનું એને દર્શન ક્યાંથી થાય ? કેટલાક માણસો સુધારક હોવાનો, વિચા૨ક હોવાનો દાવો કરે છે પણ અવસર આવતાં એ ત્યાંના ત્યાં જ હોય. બહાર જવાનો દેખાવ કરે પણ જઈ ન શકે. જોર કરે છે પણ પેલા વિચારો ખૂબ જોરદાર હોય છે. હંમેશાં શેઠ કરતાં ચોકિયાત પહેલવાન હોય છે. શેઠ જોર કરવા જાય તો એ બાવડાથી પકડી બેસાડી દે : ‘બેસી જાઓ શેઠ !'' શેઠ શું કરે ? પેલો મોટો છ હાથનો અને આ નાનકડો માણસ, પકડીને બેસાડી દે. તમારા વિચારો એટલા બળવાન બની જાય છે કે તમે આંખ બંધ કરી ધ્યાનમાં પરમાત્માના દ્વારે પહોંચવા પ્રયાણ કરો ત્યાં પેલા જૂના રીઢા વિચારો રોકે : અહીંથી આગળ નહિ જવાય. તમે કહો : મારે બહાર જવું છે, પણ ત્યાં પેલા બંધ દ્વારની દીવાલો સામે આવે, સામે અંધારું આવે, તમારું મન શૂન્ય બની જાય, તમને કાંઈ જ ન જડે. માનસિક ભૂમિકા એવી થાય કે તમે અંદર ને અંદર ગૂંગળાઈ જાવ. પછી એક જ રસ્તો રહે. ધ્યાન નથી ધરવું. જ્યારે જ્યારે ધ્યાનમાર્ગ પર પ્રયાણ કરું છું ત્યારે ન આવવાના વિચારો આવે છે, મૂંઝવણ ઊભી થાય છે, ગભરામણ થાય છે, ચેન પડતું નથી, એકલું અંધારું જ અંધારું, infinite darknesss દેખાય છે.” પ્રકાશને પ્રદેશની મર્યાદા નથી કે સંપ્રદાય નથી. પવનને કોઈ પંથ કે જ્ઞાતિ નથી. પાણીને કોઈ સીમા કે ભાષાનું બંધન નથી. પૃથ્વી સૌને આધાર આપે છે. પ્રકાશ, પવન, પાણી અને પૃથ્વીને આધારે જીવતો માણસ, માણસનો દુશ્મન કેમ ? કારણ શું ? તમારી માન્યતા આસપાસ ચારે બાજુથી માન્યતાએ તમને પૂરી દીધા છે, અનંત તરફ પ્રયાણ કરતા માણસને વિચા૨ની સંકુચિતતાએ મર્યાદિત કરી મૂક્યો છે. મુખ્ય વાત શું છે ? વિચારો છે. વિચારોની એક દુનિયા છે. કાર્ય અને ભાષાની દુનિયા દેખાય પણ વિચારોની દુનિયા અદૃશ્ય છે; જે નથી દેખાતી પણ કાર્ય અને ભાષા અને કરનાર, વિચાર કરનાર કોણ છે ? આત્મા છે. આત્મા જેટલા પ્રમાણમાં શુદ્ધ અને શુભ તત્ત્વ હોય એટલા પ્રમાણમાં એ શુભ તત્ત્વ ભાષામાં અને આચરણમાં આવે. ઘણા માણસો ખરાબ કામ કરવા નથી માગતા, ઇચ્છતા હોય, ‘અમે માનવતાનાં મૂલ્ય * ૨૩ Page #33 -------------------------------------------------------------------------- ________________ સારું જ કરીએ.' પણ જીવનમાં એવી પળ આવીને ઊભી રહે છે, ખરાબ કરી નાખે છે. ખરાબ થઈ ગયા પછી એકલા પડતાં મનમાં થાય કે આ નહોતું કરવું, કરવા જેવું નહોતું પણ થઈ ગયું. પછી પશ્ચાત્તાપ પણ કરે. ધર્મ અને અધર્મ સમજાવવા શ્રીકૃષ્ણ દુર્યોધન પાસે આવ્યા. દૃષ્ટાન્ત આપી ઘણું સમજાવ્યું. કૃષ્ણ બોલી રહ્યા એટલે દુર્યોધને કહ્યું : “જાનામિ ધર્મમ ન ચ મે પ્રવત્તિઃ જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ / કેના ડપિ દેવેન નદિ સ્થિતેનઃ યથા નિયુક્તોડસ્મિ તથા કરોમિ ” “તમે જે ધર્મ કહેવા માગો છો એ હું જાણું છું પણ એ માર્ગે હું જઈ શકતો નથી. અધર્મ શું છે તે હું જાણું છું પણ એમાંથી હું પાછો વળી શકતો નથી. હૈયામાં એવું “કાંઈક' છે જેના ધક્કાથી આ બધું કર્યે જ જાઉં છું. હૈયે કોઈ વૃત્તિ બેઠેલી છે જે મને દોરે છે અને એવી ક્ષણ આવતાં એ પ્રમાણે હું કરી નાખું છું.” દુર્યોધને જે કહ્યું એ કદાચ તમે પણ કહી શકો. “તમે જે બધું કહેવા માગો છે એ અમને પણ ખબર છે. શું અમે અમારા છોકરાઓને શિખામણ આપવા બેસીએ છીએ ત્યારે સારી શિખામણ નથી આપતા ? અમે તો ઇચ્છીએ છીએ કે અમારો દીકરો સત્યવાદી હરિશ્ચંદ્ર થાય.” પણ કોઈ મળવા આવેલું હોય અને ન મળવું હોય તો દીકરાને કહી દેવાય : “જા, જઈને કહી આવ કે બાપાજી ઘરે નથી.” એક યુગલ મારી પાસે આવ્યું. પત્નીને દેખતાં એ કહે : મને દારૂની ગંધ આવે છે, હવેથી હું એ નહિ લઉં. મહિના પછી એમનાં પત્ની ફરિયાદ કરતાં આવ્યાં : “એ તો ચાલુ થઈ ગયા પાછા !” ભાઈને બોલાવીને પૂછ્યું : “શું આ વાત ખરી છે ?” ભાઈએ કહ્યું : “હું તમને ખરું કહું છું. અત્યારે મને થાય છે કે એ ખરાબમાં ખરાબ, ગંદી વસ્તુ છે. પણ જ્યારે મિત્રો મળે, ક્લબમાં ભેગા થઈએ અને એ દબાણ કરે : “દોસ્ત ! લે ને હવે !” અને હું પ્યાલી પેટમાં નાખી દઉં છું. નાખ્યા પછી ભાન નથી રહેતું. પણ જ્યારે અહીં આવું છું, તમને મળું છું, ત્યારે થાય છે કે આ ખોટું થાય છે.” આ ક્ષણ, જે ક્ષણમાં માણસ નિર્બળ બને છે એ કેમ આવે છે ? આવું કામ માણસથી કેમ થાય છે ? માણસ પોતે નથી કરવા માગતો છતાં કરી બેસે છે. શા માટે કરી બેસે છે ? પોતાની ઇચ્છા વિરુદ્ધ કરે છે એનું કારણ શું ? શોધવાનું આ જ છે, research આની જ કરવાની છે. જે નથી કરવા ૨૪ * માનવતાનાં મૂલ્ય Page #34 -------------------------------------------------------------------------- ________________ માગતો છતાં એને એ કરવું પડે છે. કોક વાર જે નથી ચાહતો એ ચાહી લે છે. એવાં કામ તરફ તણાઈને, ખેંચાઈને ચાલ્યો જાય છે. કોઈ પણ કામ એકદમ નથી થતું. દરેક કાર્યનું background છે, પાર્શ્વભૂમિકા એ વિચાર છે. અજ્ઞાન મનમાં જુદું જ તત્ત્વ પડ્યું છે. એ અજ્ઞાત ચિત્તમાં વિચારો છુપાઈને બેઠા છે. જીવનમાં પળ એવી આવતાં છુપાઈને બેઠેલા વિચારોના દબાણને લીધે માણસ અણધાર્યું કામ કરી બેસે છે. વિશ્લેષણ કરશો, ઊંડાણમાં ઊતરીને ચિંતન કરશો તો લાગશે કે તમે જે કાર્ય કરી રહ્યા છો એની પાછળ તમારા અજ્ઞાત મનમાં, અજ્ઞાત ભૂમિકામાં પડેલો વિચાર છે એ તમને કો'કવાર એવી રીતે પ્રેરે છે, દોરે છે, ધક્કો મારે છે કે તમે વગર વિચાર્યું જ એક કામ કરી નાખો છો. સાંકડા દરવાજામાંથી બહાર નીકળવા પચીસ માણસો ઊભા હોય અને તમારી આગળ કોઈ સજ્જન ઊભો હોય. સહુને બહાર નીકળવું હોય, ઉતાવળ હોય એમાં ધક્કો લાગે અને આગળ ઊભેલો સજ્જન પડી જાય. એ ધક્કો કોણે માર્યો ? તમે માર્યો ? ના, તમે નથી માર્યો પણ પાછળ ઊભેલામાંથી કોઈકે ધક્કો માર્યો, એ તમને વાગ્યો, તમારો સજ્જનને વાગ્યો અને એ ઊથલીને પડી ગયો. માણસ પોતે પડવા નથી માગતો પણ પાછળથી ધક્કો આવી જતાં એ સમતુલા (balance) ગુમાવે છે અને પડે છે એવી રીતે વિચારોનો ધક્કો ચાલ્યો આવે છે અને એ નબળાં કાર્ય તરફ, ખરાબ ભાષા તરફ, ખરાબ વર્તન તરફ ઢળી પડે છે. માટે તમે બહારના કાર્યને કે દેખાવને બદલવાનો પ્રયત્ન કરો, ભાષાને સુધારવાનો પ્રયત્ન કરો તે પહેલાં વિચારોને સુધારવાનો પ્રયત્ન કરો. વિચારો કાર્ય અને ભાષાના જનક છે. જન્મદાતા છે. વિચારો બદલાતાં કાર્ય બદલાઈ જાય છે. વિચાર બદલાય છે સારા સંગથી, સારા વાંચનથી, સારા વાતાવરણથી અને ધ્યાનમાં પોતાના પરિચયથી, ધ્યાનમાં જ્ઞાન થાય કે દેખાઉં છું એ હું નથી, દેહ છે, ઇન્દ્રિયો છે, રૂપી છે તે દેખાય છે. હું અરૂપી છું, હું કાચમાં કેમ દેખાઉં, હું તો આંખની બારી પાછળ છું. આ ઇન્દ્રિય દ્વારા હું દેખું છું, હું ચૈતન્ય છું. જેમાં જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે માનવું અને ચારિત્ર એટલે માણવું – આ મારો આંતરવૈભવ છે. હું દરિદ્ર કે દુઃખી નથી. આંતરવૈભવ મારો શાશ્વત આનંદ છે. માનવતાનાં મૂલ્ય = ૨૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩. ભૂલને કેમ સુધારવી ? શિયાના એક રાજાને સુંદર, • ૫ દેખાવડો રાજકુમાર છે પણ એ છે જરાક કૂબડો છે. રાજાએ મોટા મોટા છે વૈદોને બોલાવ્યા, ખૂબ દવાઓ કરી, પણ ૧ અંતે સૌને લાગ્યું કે આ ખૂંધ મટાડી શકાય છે તેવી નથી. એવામાં એક શિલ્પી આવ્યો. એણે કહ્યું “હું મટાડી દઉં.” રાજકુમારના જેવું જ આબેહૂબ છે. એના જેવું જ સુંદર ઊંચું પૂતળું બનાવ્યું; મોટું, આકાર બધું જ જાણે જીવંત { રાજકુમાર. પણ જરાક ફેરફાર હતો. આ પૂતળું ટટ્ટાર ઊભું હતું. શિલ્પીએ રાજાને હું કહ્યું : રાજકુમારે માત્ર એટલું જ કરવાનું છે કે રોજ આ પૂતળાની સામે દસ મિનિટ બડ ઊભા રહે અને વિચાર કરે : આ મારું પૂતળું છે, આની સામે બરાબર ટટ્ટાર હું કેમ ઊભો ન રહું ? રાજકુમાર રોજ દસ મિનિટ પૂતળા આગળ ટટ્ટાર ઊભો રહેવા પ્રયત્ન કરે છે અને અંદર ને અંદર, મનોમન પ્રયત્ન કરે. ૨૬ જાનવતાનાં મૂલ્ય WWW.jainelibrary.org Page #36 -------------------------------------------------------------------------- ________________ એમ કરતાં કરતાં ધીમે ધીમે કૂબડો ઊભો રહેવાને બદલે એ ટટ્ટાર ઊભો રહેવા લાગ્યો. રાજકુમાર જ્યારે ૨૫ વર્ષનો થયો ત્યારે સીધો ટટ્ટાર tall, straight પેલા પૂતળાની જેમ જ ઊભો રહેવા લાગ્યો. Only ten minutes a day. રોજની દસ મિનિટ, બીજું કાંઈ નહિ. તમારી ખોડને સુધારવા માટે, ખૂધને સુધારવા માટે, સીધા બનવા માટે દિવસની માત્ર દસ મિનિટ જ આપવાની છે. નિયમિત ધ્યાનની આ દસ મિનિટ જીવનની દિશા બદલી દેશે. તમને સામાયિક તરફ લઈ જશે. દસ-દસ મિનિટના પ્રયત્નથી રાજકુમારની ખોડ નીકળી ગઈ તેમ માણસ, પણ પોતાના વિચારોની quality કોટિને, પ્રકારને જુએ, વિચારોને પ્રકાશ આપે, વિચારોને ઊર્ધ્વગામી બનાવે, જાગૃત કરે તો અંતરમાં જે દુનિયા ઊભી કરવા માગે છે એ જરૂર ઊભી કરી શકે. - તમારા વિચારો નીચે ન ચાલ્યા જાય, કોઈનું ખરાબ કરતા ન થઈ જાય, એમાં અમંગલ તત્ત્વ આવી ન જાય એટલું જ ધ્યાન રાખવાનું છે. રાજકુમાર જરાક જો વળી ગયો તો પાછો કૂબડો રાજકુમાર Hunchback Prince થઈ જવાનો. પણ જેને ટટ્ટાર થવું હોય એણે તો પોતાના શુદ્ધ તત્ત્વ સામે ટટ્ટાર ઊભા રહેવાનું છે. ટટ્ટાર ઊભા રહેતાં રહેતાં ટટ્ટાર થઈ જવાય. માણસને અસત્ય, અમંગલ અને અભદ્ર વસ્તુઓ ગમતી હોય તો એનું મૂળ કારણ વાસનાથી રંગાયેલા એના વિચારો છે. સારી વાતની ચોપડીઓ કેટલી ખપે છે અને ગંદી વાતની કેવી ઊપડે છે ? કેટલીક વાર સારા દેખાતા માણસો ગંદાં લખાણો વાંચતા હોય છે. માણસનું મન ખરાબ તરફ જલદી ઢળી જાય છે. કોઈની બીભત્સ વાત થતી હોય, તમે બહુ ઉતાવળમાં હો તેમ છતાં જરા ઊભા રહી જવાયને ? આવી વાતો ગમે છે અને જલદી ભુલાતી નથી. કેટલાક આવી વાતો થતી હોય, કોઈના અનાચારની વાતો થતી હોય તો કહે : “જાણી લેવા દો, જાણ્યું હોય તો કામ લાગશે.” - શું કામ લાગશે ? વિચારોને સડાવવા માટે ? આવું જાણેલું કામ નથી લાગતું, નુકસાન કરે છે, વિચારોની દુનિયામાં ખરાબ વસ્તુ નાખી દે છે. દૂધના પાત્રમાં તેજાબનું એકાદ ટીપું નાખી દે તો શું થાય ? ટીપું એક જ છે પણ દૂધ બધું ફાટી જાય, પણ એ જ દૂધમાં છાશનાં બે ટીપાં પડે તો કેવું સરસ દહીં બને, જામી જાય. દૂધ તમારું છે, બહારનું મેળવણ શું આવે છે એ જોવાનું છે. હું ઓગણીસ વર્ષનો હતો ત્યારે મારા પિતાએ એક સરસ વાત માનવતાનાં મૂલ્ય ૪ ૨૭ Page #37 -------------------------------------------------------------------------- ________________ બતાવેલી. એ દીવાસળીની પેટી લાવ્યા. મને વિશ્વાસ હતો કે એ બીડી નથી જ પીતા. તેમ છતાં તેમણે આ દીવાસળીની પેટી કેમ કાઢી ? એમણે દીવાસળી સળગાવી, એનાથી કાગળનો ટુકડો સળગાવ્યો. મને કહ્યું “જોયું ? આ કાગળને સળગાવતાં પહેલાં દીવાસળીને પોતાને સળગી જવું પડ્યું. બીજાને બાળતાં પહેલાં પોતાનું મોઢું એને બાળી નાખવું પડયું. જે દીવાસળી પોતાના મોઢાને કાળું નહિ કરે એ કોઈનેય બાળી શકે નહિ. આટલું તું ધ્યાન રાખજે, હવે તારે જ્યાં જવું હોય ત્યાં જા. જે કરવું હોય તે વિચારીને કરજે.” એમણે તો ગજબની વાત કરી નાખી, જીવનનો આખો પાઠ આપી દીધો, જે વાતને સમજાવવા કેટલાં શાસ્ત્રો લખાયાં એ વાત match boxની નાનકડી દીવાસળીમાં કહી નાખી. હું તો વિચારતો જ રહ્યો આ વાતે તો મારા વિચારોની દુનિયા બદલી. વાત સાવ સાચી છે. દુનિયાને ખરાબ કરવા પહેલાં પોતાના મોઢાને ખરાબ કરવું પડે છે, દુનિયાને જલાવતાં પહેલાં પોતાને જલી જવું પડે છે. કોઈને કાળો ચીતરતાં વિચાર અને વાણીને કાળી કરવી પડે છે. લગા સકો તો બાગ લગાઓ, આગ લગાના મત સીખો જલા સકો તો દીપ જલાઓ દિલ કો જલાના મત સીખો // જે હિંસા કરે છે એ પોતાના પ્રેમ અને મૈત્રીની આત્મહિંસા કર્યા વિના બીજાની હિંસા નથી કરી શકો. ભગવાને કહ્યું : “તું બીજાની નહિ પણ ખુદ તારી જ હિંસા કરે છે. તું બીજાને નહિ પણ ખુદ તને જ નુકસાન કરે છે.' આ દુનિયામાં સુખ લાવવું હોય તો એકલી વાતોથી નહિ બને. અંદરથી પલટો લાવવો પડશે. ધર્મની ભાષામાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ત્યજવાં પડશે. કર્મબંધનનો પ્રારંભ વિચારથી થાય છે અને કર્મબંધનને લીધે જ આત્મા દુર્ગતિમાં જાય છે. ધર્મની આ કઠિન ભાષા દીવાસળીની ભાષામાં સરળ દેખાય છે પણ સત્ય એક જ છે. વિચારોમાં પલટો લાવ્યા વિના બહાર કદી પલટો લાવી શકાતો નથી. વિચારોમાં પલટો કેમ આવે ? પ્રયત્ન કરો તો જરૂર આવે. કઠિન છે પણ અશક્ય નથી, ટેવ ઘણા વખતની છે, વિચારો અને સંસ્કારો ઊંડા ઊતરી ગયા છે. એક વિદ્વાને સાચું જ કહ્યું કે માણસની ટેવ elastic છે; વજન roller નીચે દબાવો, સીધી કરવા પ્રયત્ન કરો પણ roller કાઢી લો એટલે એ ટેવ ૨૮ * માનવતાનાં મૂલ્ય Page #38 -------------------------------------------------------------------------- ________________ મૂળ સ્વભાવમાં આવીને ઊભી રહે. માટે જ સતત શ્રવણ, મનન, ધ્યાન, ચિંતન આ બધાં સાધનોની પ્રતિષ્ઠા. - સાધક તૈયાર હોય તો જ સાધનનો ઉપયોગ થાય, સાધક પ્રમાદી કે આળસુ હોય તો સાધન સામે પડ્યાં હોય તો પણ શું વળે ? જો માત્ર માળાથી જ મોક્ષ મળતો હોત તો માળા વેચનારા બધા જ મોક્ષે જાત. સાધન તો સામે જ પડ્યાં છે. ગણ્યા કરે છે, કરતો કાંઈ નથી. જેવી રીતે બાળકને સુંદર ટેવો પાડીએ છીએ અને ધીમે ધીમે મોટું કરીએ છીએ તેમ તમારા વિચારોને ટેવ પાડીને મોટા કરો. કોઈ એવો અણસમજુ માણસ નહિ મળે જે દીકરાને મોટો કરવા પત્નીને કહે તું બે હાથ પકડ અને હું બે પગ પકડું અને ખેંચીએ, જલદી મોટો કરી નાખીએ. “એમ એ મોટો નહિ થાય, મરી જશે.” સુંદર વિચારો એકદમ બહાર નથી આવતા એનો પણ વિકાસ - growth થાય છે. એને ઊગવા દો. તમારું કામ ખાતર આપવાનું છે, સારા વિચારનું શ્રવણ એ પોષણ - nourishment છે, એ તમારા વિચારોને ખોરાકરૂપે અને ખાતરરૂપે મળે છે. અહીં જે શ્રવણ કર્યું એ ખાલી જતું નથી, એ ખોરાકનું કામ કરી જ રહ્યું છે. આ જીવનને પુષ્ટ કરશે જ. જેને જીવનમાં આગળ વધવું છે, જીવનને સુંદર બનાવવું છે, પોતાના આંતરવૈભવને વધારવો છે એણે પહેલાં પોતાના વિચારોને પલટાવવાના છે. વિચારોમાં ત્રણ તત્ત્વો લાવવાનાં છે. સત્ય, શુભ અને સુંદર - truth, goodness અને beauty આ ત્રણે વિચારોનું સુરૂપ છે. આપણા વિચારોમાં સત્ય રમતું હોય તો જીવન સત્યમય બને. પણ વિચારો અસત્ય હોય અને ઉપરથી આવરણ સત્યનું કરવા જાવ તો દંભ બને. અંદરનું વ્યક્તિત્વ બહાર આવવા પ્રયત્ન કરે અને તમે ઉપરથી આચરણનું દબાણ કરો તો દંભની વિક્રિયા સિવાય શું થાય ? અબ્રાહમ લિંકનના જીવનનો એક પ્રસંગ છે. એણે વકીલાતની શરૂઆત કરી ત્યારે વારંભમાં ઘરાક ઓછા આવતા પણ એણે નક્કી કર્યું : મારા ધંધાને હું મારા વિચાર અને આચારથી સુંદર બનાવીશ. ધંધો ખરાબ નથી. જે માણસ ધંધાને અપનાવે છે એના ઉપર ધંધાની પ્રતિષ્ઠા અને કીર્તિનો આધાર છે. દરેક ધંધામાં ખરાબ તત્ત્વ મળી આવવાનું અને ઊર્ધ્વગામી તત્ત્વ મળી આવવાનું. પછી એ વકીલ હોય, ડૉક્ટર, એન્જિનિયર હોય કે વ્યાપારી હોય કે સાધુ હોય. ધંધો નહિ પણ ધંધો માનવતાનાં મૂલ્ય ૨૯ Page #39 -------------------------------------------------------------------------- ________________ ચલાવનાર વ્યક્તિ કોણ છે એના ઉપર ધંધાની પ્રતિષ્ઠા આધારિત છે. લિંકને નક્કી કર્યું : “મારો ધંધો મને નીચે નહિ પાડે પણ હું ધંધાને ઊંચે લાવીશ.” એમની પાસે એક માણસ આવ્યો : “મારે એક માણસ પાસેથી અઢી ડૉલર લેવાના છે. એ માટે તમારે મારો કેસ લડવાનો છે.” “અઢી ડૉલર ?” “હા, અઢી ડૉલર. મારે એનું અભિમાન તોડવું છે. અઢી ડૉલરનો પ્રશ્ન નથી પણ એ માથું ઊંચું રાખીને ફરે છે, મને સામે મળે તો નમતોય નથી. એ મારી બાજુમાં જ રહે છે, મેં એને અઢી ડોલર આપ્યા હતા પણ એ હવે આપી શકે તેમ નથી.” લિંકને કેસ લીધો અને પછી પેલાને બોલાવ્યો, પૂછ્યું તો કહે : “સાહેબ, હું તો ગરીબ માણસ છું. મેં તો એને અઢી ડૉલર ક્યારનાય આપી દીધા. મને નમાવવા માટે મારા ઉપર કેસ કરવા માગે છે.” અસીલને બોલાવીને લિકને કહ્યું : “હું તમારો કેસ લડીશ ખરો પણ મારી ફી જાણો છો ને ?” “કેટલી ફી ?” “દસ ડૉલર.” “અઢી ડૉલરના કેસ માટે દસ ડૉલરની ફી ?” માણસના મનમાં અભિમાન અને મોટાઈનો પવન ભરાય પછી એ ગમે તે આપવા કે ફના કરવા તૈયાર જ હોય છે. “કબૂલ છે, પણ, એ માણસ પૈસા આપી શકે એમ નથી એટલે એ જેલમાં જ જવો જોઈએ.” દસ ડૉલર લઈ કેસની હકીકત લઈ એને છૂટો કર્યો. લિંકને પેલા ગરીબ પાડોશીને બોલાવ્યો : “લે, આ પાંચ ડૉલર લઈ જા. આમાંથી અઢી ડૉલર એને આપી એની પાસેથી રસીદ લઈ મને આપી જજે, જા.” પેલો રાજી થતો પાંચ ડૉલર લઈ પેલાને બારણે ઊભો રહ્યો : “શેઠ, આ તમારા અઢી ડૉલર લઈ લો અને મને રસીદ લખી આપો. મારે તમારી સામે લડવું નથી. હું ગરીબ માણસ તમને કેમ પહોંચું ?” રસીદ લઈ જઈ લિંકનને આપી. બીજે દિવસે પેલા અસીલ શેઠ ગાડીમાં આવ્યા, “વકીલ સાહેબ ! હવે આપણે કેસ નથી લડવો.” “કેમ ?” “હવે જવા દો.” લિંકને પેલી રસીદ આપી અને કહ્યું : “આ લો રસીદ.” “તમારી પાસે ?” “હા હું વકીલ છું, લડાવવા માટે નહિ, સમાધાન compromise કરાવવા માટે. હું લોકોને લૂંટવા માટે નહિ, ન્યાય બતાવવા માટે છું. અહંકારને પોષવા માટે નહિ પણ ગરીબોને બચાવવા માટે છું.” ૩૦ * માનવતાનાં મૂલ્ય Page #40 -------------------------------------------------------------------------- ________________ માણસ વિચાર કરતો થઈ ગયો : “લિકન, તમારા જેવો વકીલ તો કો'ક જ મળે. આવા માણસો આવશે તો જ આ ધંધાની અને સમાજની પ્રતિષ્ઠા વધશે.” જૂઠા માણસોનો પક્ષ લેવો, એમને બચાવવા, એમની વકીલાત કરવી એમાં તો પોતાની બુદ્ધિનો વ્યભિચાર કરી માણસ ધીમે ધીમે નીચે અને નીચે ચાલ્યો જાય છે. પાંચ-પચીસ વર્ષે એવા માણસો પાસે પૈસા ઘણા થઈ જાય છે પણ એ | વિચારોના તળિયે બેઠેલા હોય છે. એવા ઘણાય છે જે પૈસાથી ઊંચા, વિચારોથી નીચા હોય છે. એમના જીવનમાં સમતોલપણું જ નહિ. સંવાદ વિના તે કાંઈ જીવન છે ? માણસ નીચા વિચારો કર્યા કરે, હલકા વિચારોમાં જીવ્યા કરે તો ધીમે ધીમે એ વામણો જ થાય ને ! બહારથી મોટો લાગે પણ અંદરથી વામણો જ હોય. દુનિયા મોટો જાણે પણ અંદરની દુનિયા દુ:ખી હોય. શાંતિ મળતી ન હોય. મનમાં પરેશાની હોય. વિચારોમાં સત્ય તત્ત્વ આવવું જોઈએ. તમે સત્યની પડખે ઊભા રહો. દસ ડૉલર મળતા હોય કે લાખ મળતા હોય પણ પક્ષ સત્યનો હોવો જોઈએ. અસત્યની દલાલી કરતાં કરતાં માણસ ખુદ અસત્યમય બની જાય છે. બીજું શુભ તત્ત્વ વિશ્વનું ભલું થાઓ એ વિચારે મનોભૂમિ કરુણાભીની થવી જોઈએ. આ સૌન્દર્ય મૈત્રીનું છે. જીવમાત્રમાં રહેલ પોતાના જેવા આત્માનાં દર્શનનું છે. વિશ્વવાત્સલ્યનું છે. એથી જ સત્ય અને શુભના સંસ્કારો તીવ્ર બને છે ત્યારે માણસના વિચારો ઊર્ધ્વગામી બને છે અને આ ઊંચાઈએ એને સુંદર તત્ત્વનું પવિત્ર દર્શન થાય છે. માણસના વ્યક્તિત્વમાં, ભાષામાં, વિચારોમાં, કર્તવ્યમાં, જીવનચર્યાના એકેએક મરોડમાં સુંદરતા દેખાય છે. પ્રકૃતિના પાસામાં સૌન્દર્યદર્શન થાય અને એ સુંદરતાને જોઈને જોનારની આંખો ભીની થાય. કવિવર ટાગોરે બગીચામાં ફરતાં ફરતાં ખીલેલું ફૂલ જોયું. ફૂલ જોતાં જોતાં એમની આંખ ભીની થઈ ગઈ. “હે પ્રકૃતિ ! તેં આ દુનિયાને કેવી સુંદર ભેટ આપી છે. માટીમાંથી ઉત્પન્ન થનારા તત્ત્વમાં સુવાસ, સુકુમારતા અને સૌન્દર્ય છે. એ જ પ્રકૃતિનો બાળક હું, મારામાં અશુભ અને બીજા વિચારો કેમ આવી શકે ?” અશ્રુ ધસી આવ્યાં. મૈત્રીપૂર્ણ અને સૌન્દર્યસભર ગીતાંજલિ પ્રગટી. ભગવાન મહાવીર અને બુદ્ધના સમયનો પ્રસંગ છે. પ્રસેનજિત રાજાએ સંયમ લેવાનો વિચાર કર્યો. બધે ઠેકાણે ફરીફરીને આવ્યા. સાધુઓને, યોગીઓને માનવતાનાં મૂલ્ય : ૩૧ Page #41 -------------------------------------------------------------------------- ________________ મળી આવ્યા. કહ્યું : “મારે સાધુ થવું છે, શ્રમણ થવું છે.” બધા સાધુઓ કહે : “આવો, અમારે ત્યાં આવો.” રાજાએ કહ્યું : “મારી એક શરત છે. જેના આશ્રમનું આંગણું મોટું હશે એનો હું શિષ્ય થવાનો.” સાધુઓ આ ભાષા ન સમજી શક્યા. એમણે તો આસપાસની જમીન લેવા જ માંડી, ખરીદવા જ માંડી અને પોતાના આશ્રમના આંગણાને વિશાળ અને વિરાટ કરવા લાગી ગયા. એક વર્ષ પછી રાજા નીકળ્યા. એ કહે : “મારે ત્યાં પચાસ વીઘાંનું આંગણ છે.” બીજો કહે : “મારે ત્યાં પાંચસો વીઘાંનું.” બધે ફરીફરીને એ શ્રમણ ભગવાન પાસે આવ્યા. પૂછ્યું : “તમારી પાસે? તમારું આંગણું કેટલું છે ?” પ્રભુના મુખ પર ચંદ્રશીતલ સ્મિત આવ્યું અને કહ્યું : “પ્રસેનજિત ! જેને વાડ બાંધી મારું અને પારકું કહી મર્યાદિત કરી કલહ કરી શાન્તિ ખોવી પડે અને ગજથી માપવું પડે એવું આંગણું અમારું નથી. અહીંથી ઘોડા પર બેસી દોડો, આખી જિંદગી સુધી તમે દોડો, અને તેમ છતાં પણ જેનો છેડો ન આવે તે આંગણું અમારું છે. અમારો આશ્રમ અને અમારા આશ્રમનું આંગણું “વસુધૈવ કુટુંબકમ્' છે. આખી પૃથ્વી અમારી છે. આ વિશ્વ અમારું આંગણું છે. “પ્રસેનજિત, અમારા આશ્રમનું આંગણું જોવા તો તારે આંખ બદલવી પડશે. આ સંકુચિત નજર અનંત - infinite – ને નહિ જોઈ શકે. આ આંખો મર્યાદિત છે. મર્યાદિત અમર્યાદિતને કેમ જોઈ શકે ?” પ્રસેનજિત એમના ચરણોમાં બેસી ગયા. કહ્યું : “ભગવનું ! વાત સાચી છે. જેમણે જમીનને વધારી, મકાનોને વધાર્યા એ તો ગયા, પરિગ્રહથી ડૂબી ગયા.” તમારી આટલી જ દુનિયા છે. બાકીની દુનિયા અમારી નથી. જગતથી તમે જુદા પડ્યા, જગતના પ્રવાહોથી તમે કપાઈ ગયા, વિશ્વભાવનો લાભ તમને હવે ક્યાંથી મળે ? વિચારમાં અનંતની વિશાળતા આવતાં એમાં આ ત્રણે તત્ત્વોનો ઉદય થાય છે. પહેલું સત્ય, બીજું શુભ અને ત્રીજું સૌન્દર્ય. પણ ઘણા કહે છે : “ચાલો વિચારોમાં, અમારા મગજમાં સત્ય, શુભ અને સૌન્દર્યને રાખીશું પણ જીવન જીવવું છે તો અમને અસત્યને જાણવા દો, અશુભને જોવા દો અને અસુંદર શું છે એનો અનુભવ કરી લેવા દો. જ્યાં સુધી અનુભવ ન કરીએ ત્યાં સુધી વસ્તુસ્થિતિ સમજાતી નથી. પદાર્થનો સાચો ૩૨ - માનવતાનાં મૂલ્ય Page #42 -------------------------------------------------------------------------- ________________ અનુભવ કરવા માટે આ અનુભવ પણ કરી લઈએ.” આપણે વિચારીએ : તમને એવો કોઈ માણસ મળશે જે જોતો હોય નીચે અને ચડતો હોય ઉપ૨ ? તળેટી તરફ મોઢું રાખીને શિખર તરફ જવાનો પ્રયત્ન કરે, એ શિખરે નહિ પહોંચે પણ નીચે ગબડી પડવાનો. જે વિચારોમાં અસત્ય, અશુભ અને અસુંદર રાખે છે એના જીવનમાં સત્ય, શિવ અને સૌંદર્ય માટે જગ્યા ક્યાં છે ? તમારે દુનિયામાં જે લાવવાનું છે, જેનું સર્જન કરવું છે, એને પહેલાં મનોસૃષ્ટિમાં લાવવું પડશે. જેમ જેમ મનોસૃષ્ટિમાં એ ખીલતું જશે તેમ તેમ બહારની દુનિયામાં એનું પરિવર્તન આવતું જશે. બહારના હજારો હથોડાથી પણ ન સુધરી શકે એ જો અંદરથી પરિવર્તન આણે તો બહારની બધી સૃષ્ટિ સહજ રીતે પલટાવી શકે. વિચારોની શોધ કરનારો જ ખરો ક્રાંતિકારક છે. ક્રાંતિ એટલે શું ? એક રાજ્યને ખતમ કરી નવું રાજ્ય લાવવું, લાંબા કપડામાંથી ટૂંકાં (mini) કપડાં પહેરવાં, હાથથી ખાતા હોઈએ તેના બદલે છરી કાંટાથી ખાવું – એ ક્રાન્તિ છે ? સાત વર્ષ પહેલાં એક ભાઈ ભૂલેશ્વરમાં રહેતા હતા તે હમણાં ફલેટમાં રહેવા આવ્યા છે. એ કહે : “મહારાજશ્રી ! તમે જોયું ? હું પહેલાં હતો એ નથી. ક્રાંતિ થઈ, ઘર અને જીવન બધું જ બદલાઈ ગયું છે. આવો અને જુઓ.” મેં પૂછ્યું : “થયું શું ? કહે : “અમે ભૂલેશ્વરમાંથી સીધા અહીં બ્લૉકમાં આવી ગયા. નાના નાના ઓરડાઓને બદલે વિશાળ ઓરડા, બધું આધુનિક મૉડર્ન ફર્નિચર, ઓરડે ઓરડે ઘડિયાળો, ટી.વી., વિડિયો, પહેરવેશમાં, ખાવામાં બધે જ ક્રાંતિ.” ક્રાંતિ' શબ્દ કેટલો સસ્તો બની ગયો છે ! ઝારને મારી બૉલ્શવિઝમ લાવવું અને લોકો ભલે “ક્રાંતિ' કહે પણ સાચી કાંતિ માણસના માનસના પલટાથી આવે છે. અંદરનો પલટો કરો તો બહારના જીવનના પ્રવાહોનો પલટો સહજ થઈ જાય. અંદરના પલટા સાથે બહારનો પલટો થાય જ. આજે ઍલોપથીમાં, વૈદકીય ક્ષેત્રોમાં કે માનસશાસ્ત્રમાં શું કહે છે ? વિચારો બદલો. કેટલીય માંદગીઓનું નિદાન X-Rayમાં નહિ મળે તે વિચારોમાં મળશે. માનવતાનાં મૂલ્ય છે ૩૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ વિચારોથી થાકી ગયો એ કહે કે હું બીમાર છું. અને બીમારીના વિચારોને લીધે ધીમે ધીમે બીમારીઓ વધતી જ જાય. ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ એ બધી મહાન વ્યક્તિઓએ અંદરની દુનિયામાં પરિવર્તન આપ્યું અને બહારનું બધું પલટાઈ ગયું. ગાડીને બીજે માર્ગે વાળવી હોય તો નીચે ઊતરીને ચારે ટાયરને ફેરવવાની જરૂર નથી; steeringને જરાક વળાંક આપો, બદલો અને ચાર પૈડાં એ રીતે ફરી જશે. આ ડ્રાઇવિંગનો અનુભવ એ જ વિચારોનો અનુભવ છે. વિચારોનું steering જેના હાથમાં બરોબર છે એ જે દિશામાં જીવનપ્રવાહને બદલવા માગે છે એ દિશામાં એ પરિવર્તન લાવી શકે છે. ઉપરની દુનિયામાં જવું હોય તો નીચી બાજુના વિચારોને જોવાનું બંધ કરવું જોઈએ, એવા મિત્રોને મળવાનું બંધ કરવું જોઈએ. સત્ય, શુભ અને સૌંદર્યના વિચારોનું ધ્યાન જ માણસને ઊર્ધ્વગામી બનાવે છે. ૩૪ ૪ માનવતાનાં મૂલ્ય Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪. સોનું પોતાને પિત્તળ માને તેનું શું ? >&>4 >&>4 જગતમાં જે કાંઈ આપણાથી સર્જન કે વિસર્જન વાસ્તવિક બને છે એની કલ્પના પહેલાં એ વિચાર આકાર લે છે. ચિત્રકારના મનમાં વિચારોનું એક રેખાચિત્ર આકાર લે છે અને પછી જ એ પીંછી હાથમાં લે છે અને ફલક (canvas) ઉપર ચીતરવાનું શરૂ કરે છે. શિલ્પીના મનમાં આકૃતિ આકાર લે છે ત્યારે જ એને પથ્થરમાં કંડારીને આકાર આપે છે. સર્જન પહેલાં મનોભૂમિકામાં થાય છે, પછી જગતમાં દેખાય છે. જે દૃશ્ય છે એની પાછળ અદૃશ્ય કામ કરી રહ્યું છે. જે દેખાતું નથી એ કારણ છે અને જે દેખાય છે એ એનું કાર્ય છે. કારણ શાશ્વત છે, કાર્ય પરિવર્તનશીલ transient. પીંછી વડે દોરાયેલું ચિત્ર નાશ થાય પણ જેણે ચિત્રનું મનમાં સર્જન કર્યું તે આત્મશક્તિ કોઈ દિવસ નષ્ટ થવાની નથી. જે સુખી બન્યા, સમૃદ્ધિવાન બન્યા, માનવતાનાં મૂલ્ય * ૩૫ Page #45 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ કક્ષા પ્રાપ્ત કરી એ પહેલાં વિચારોની દુનિયામાં તૈયાર થયા. માણસનો આ જ આંતરવૈભવ છે જેને સુખી બનવું છે, આનંદમય બનવું છે એ પોતાના વિચારોમાં એવો બને. એને લાગવું જોઈએ કે હું આનંદમય છું. જ્યાં સુધી પોતાના વિચારોમાં પોતે આનંદમય છે એનો અનુભવ ન કરે એ જ ધૂનમાં જ્યાં સુધી એ વિચારે નહિ ત્યાં સુધી એ આનંદમય કેમ બની શકે ? એક વાર હું મરીનડ્રાઇવ દરિયાની પાળે ચાલ્યો જતો હતો. સામેના મકાનમાં છઠે માળે કૂતરો ઊભો ઊભો ભસતો હતો. પાછળ વળીને જોયું તો મારી પાછળ એક ગરીબ કૂતરું ચાલ્યું આવતું હતું. એને જોઈ પેલો છછું માળેથી ભસ્યા કરે, કારણ કે એ અજ્ઞાની છે. એટલે એ દુ:ખી છે. એને આનંદ નથી. ભલે એ દરિયાની સામે બેઠેલો છે, મોટા મકાનમાં બેઠેલો છે, કરોડપતિની કારમાં સાંજે ફરવા જાય છે, પણ એને પોતાનું જ્ઞાન નથી. શેઠની ખુરશી અગર ગાડી ઉપર, જ્યાં મુનીમ પણ ન બેસી શકે ત્યાં બેસી શકે એટલું માન અને સ્થાન મળેલું છે એનું ભાન બિચારા એ કૂતરાને નથી. એને ખબર નથી કે હું કરોડપતિનો સાથી – companion છું. એમ જ્યાં સુધી માણસ અંદર નક્કી નહિ કરે કે હું સુખી છું ત્યાં સુધી એને કોઈ સખી નહિ બનાવી શકે. તમે એને પૈસા આપો, દાગીના આપો, હીરા ને પન્ના આપો, મોટામાં મોટી ગાડી અને ઊંચામાં ઊંચો flat આપો, સારામાં સારી સગવડ આપો પણ એ દુ:ખી શા માટે ? એને ખબર જ નથી કે અંદર કોણ બિરાજે છે ! એ તો માને છે કે હું દુઃખી છું, પાપી છું. માનવીના મન ઉપર એવા વિચારો ઠસાવી દેવામાં આવે છે કે તું પાપી છો, અધર્મી છો, પાપથી ભરેલો છો. તારા પાપમાંથી તને ભગવાન આવે તો જ છોડાવી શકે એટલે જ તો લોકો અવતાર માટે પ્રાર્થના કરે છે પણ અવતાર આવીને ઊભો રહે છે ત્યારે કહે કે તમે અમારી વચ્ચે કેમ આવ્યા ? અમે તો પાપી છીએ જ; હવે તમે અમારામાં આવ્યા તો તમે પણ પાપી, અમે તમને ખતમ કરીશું. માણસે વિચારો બદલવાની જરૂર છે, વિચારોમાં નવી દષ્ટિ લાવવાની છે. ભગવાન સ્વરૂપ એવો હું આત્મા, પાપી કેમ ? ભગવાન મહાવીરે કહ્યું : તું ભગવાન છે, તું ભૂલી ગયો છે એટલે બીજી રીતે આચરી રહ્યો છે. તું ભગવાન છે એ જો યાદ કરીશ, સમજી લઈશ તો તે નિર્બળતામાંથી ઊભો થઈશ. માણસ ઉપર લદાયેલા ખોટા સંસ્કારો, પાપી ન હોવા છતાં પોતાને પાપી માને છે. ૩૬ ૯ માનવતાનાં મૂલ્ય Page #46 -------------------------------------------------------------------------- ________________ જે પોતાની જાતને પાપી માને છે એ ગમે તેટલી ડૂબકીઓ મારે તો પણ ઉજ્જ્વળ, નિર્મળ, કોમળ, સ્વચ્છ અને પવિત્ર નહિ બની શકે. જે કાળા ચશ્માં પહેરે એને આખું જગત કાળું દેખાય છે. આજે પાપના, ભયના માર્યા સૌ મરી રહ્યા છે. તાવ આવે તો ટી.બી.નો વિચાર, ગળામાં દુ:ખે તો કૅન્સરનો વિચાર આવે. જાગ્રત બનો, ચેતતા ભલે રહો પણ ભયભીત ન બનો. ભયને લીધે જિંદગીમાંથી આશા અને ઉત્સાહ ચાલ્યાં જાય છે અને જે કરવાનું છે એ જ રહી જાય છે. સારામાં સારો માણસ નકારાત્મક વિચારોથી હતાશ બને છે. એ જ્યોતિષીને જન્મોત્રી બતાવે. જ્યોતિષી કહે કે ગ્રહદશા ખરાબ છે. પેલો નિરાશ થઈને આવીને બેસી જાય. પૂછો : કેમ ? તો કહે હમણાં કઈં જ નથી કરવું, ગ્રહો પ્રતિકૂળ છે. stars against છે. પોતાની ઇચ્છાશક્તિ (Willpower) ગુમાવી દીધી, પોતનામાં શ્રદ્ધા હતી એ ગુમાવી દીધી ધીમે ધીમે ભયને લીધે, નિર્બળતાને લીધે એ અંદરથી ખવાતો જાય છે. જતાં જતાં દુનિયાને પણ એ ચેપ આપતો જાય છે. જે નિર્બળ છે એ માત્ર એ જ્યાં જાય ત્યાં ખુદ નિર્બળ નથી પણ આખા ઘરને, સમાજને, પ્રજાને નિર્બળ સ્થાન કે વેશને લીધે માણસોના નેતા બની ગયા છે. અંદર ખાલી છે. બહાર દેખાવ છે. હું પાપી છું હું દુ:ખી છું મને ભય છે, આ રોગ ભયંકર છે, આ ચેપી રોગ છે. હું એ યાદ આપવા માગું છે કે તું આનંદમય છો પણ તારા આનંદમય સ્વરૂપ ઉપર આવરણ છે. આનંદ તારામાં છે પણ તું જોતો નથી, કારણ કે તેં દુ:ખનો પછેડો ઓઢ્યો છે તારા મનમાં, તારા વિચારોમાં, તારી ભાવનાઓમાં સતત દુ:ખ અને દુ:ખનો પડછાયો છે. માણસ જે જાતના વિચારો અંદર કરે છે તેવું ધીમેધીમે બહાર થઈ જાય છે. ચિત્રકારના મનમાં અંદર હબસીની વિચારરેખા હોય તો એના ચિત્રમાં હબસી સિવાય બીજું કાંઈ નહિ હોય. જે monalisaના વિચાર કરે છે એના ફલક ઉપર મોનાલિસાનું રહસ્યમય સાન્દર્ય અને સ્મિત આવ્યા વિના નહિ રહે. એમ જેના મનમાં દુ:ખનું જ ચિત્ર છે એ સુખી બને કેવી રીતે ? હજારો ડૉક્ટ૨ આવે, માનવશાસ્ત્રના નિષ્ણાતો આવે કે પછી ફિલસૂફો આવે પણ એ કહે કે હું પાપી, હું દુ:ખી છું તો ડૉક્ટર શું કરે ? હા, કદાચ એને ઇંજેક્શન દઈને એ બેભાન કરી શકે એટલી વાર એ ભૂલી માનવતાનાં મૂલ્ય ૩૭ Page #47 -------------------------------------------------------------------------- ________________ જાય. એને આરામ મળે પણ જેવો એ જાગે કે તરત વિચારે કે હું દુઃખી છું. દુઃખનો વિચાર માણસના મનમાં ઘર કરી ગયો છે. એ વિચારને કાઢવા માટે એની સામે સારો વિચાર મૂકવાનો છે. હું આનંદમય છું. દુઃખ એ તો બહારનો વિચાર છે, લોકોએ બેસાડેલો વિચાર છે. તમે જો સુખી થવા માગતા હો, કેવળ સુખી થવા માગતા હો તો આજથી જ થઈ શકો એમ છો. પણ લોકો પોતે સુખી થવા નથી માગતા, બીજાની અપેક્ષાએ સુખી થવા માગે છે. પોતે જો સુખી થવા માગે તો બની શકે પણ બધા લોકોની નજરમાં સુખી બને એ કેમ બની શકે ? લોકોની અપેક્ષા તમારા હાથમાં નથી અને લોકોના સુખ માટે તમારો અભિપ્રાય બહુ વધારે પડતો છે. ગુણોની બાબતમાં નહિ, દુન્યવી વસ્તુઓ માટે બીજાની પાસે એકાદી ગાડી હોય કે મોટું મકાન હોય તો તમે માનો કે ઓહોહોહો ! એની પાસે કેટલું બધું છે, આ માણસ કેટલો સુખી છે ! હવે એની અપેક્ષાએ તમે સુખી કેવી રીતે બનો ? તમને ગમે તેટલું સુખ મળે છતાં તમે તમારું ઓછું જ માનવાના અને બીજાનું વધારે જ માનવાના. એટલે તમારું માનસિક, લઘુતાગ્રંથિજન્ય દુ:ખ ચાલુ જ રહેવાનું. પણ તમે મનથી નક્કી કરો કે મારે એના જેવા નથી થવું. મારે ખાવા ધાન અને રહેવા સ્થાન છે. આમાં રહેલા સત્ત્વને, તત્ત્વને, જ્ઞાનને વિકસાવું. મારે નિરપેક્ષ સુખી થવું છે. કેટલાક કહે છે Happiness is relative - સુખ સાપેક્ષ છે; સાચું. બીજાના ઉપર આધાર રાખો છો ત્યારે સાપેક્ષ (relative) છે, પણ જ્યારે તમે સ્વતંત્ર બની જાઓ છો ત્યારે (Relative) નીકળી જાય છે. પછી તમે તમારી રીતે સુખી બનવા માગો છો. જે ઘડીએ આ વિચાર જાગ્યો, પછી જે નાની નાની વાતો બીજાને હેરાન કરતી હોય છે તેને તો ગણકારશો નહિ. જીવન પ્રત્યેનું તમારું દર્શન જ બદલાઈ ગયું હશે. કુદરતમાં થોડું અનુકૂળ અને પ્રતિકૂળ ચાલ્યા જ કરે. એનો આ સ્વભાવ છે. એ સ્વભાવમાં થોડું ગોઠવીને માણસે adjust - અનુકૂળ થઈ શાંતિથી જીવવાનું છે. - રવિવારે તૈયાર થાઓ અને વ્યાખ્યાનમાં આવવાને સમયે વરસાદ આવ્યો તો તમે શું કહો ? અત્યારે આ વરસાદ ક્યાંથી આવી પડ્યો ? વરસાદે તો હેરાન કરી નાખ્યા, વર્ષાઋતુમાં વરસાદ આવે છે તો હેરાન થાઓ છો કે વરસાદ નથી આવતો તો હેરાન થાઓ છો એ વિચાર્યું ? માણસને તાત્કાલિક સગવડ જોઈએ છે. એની પાસે છત્રી નથી. એને ઘરમાંથી ટૅક્સીમાં બેસવું છે. ત્યાં સુધી વરસાદ ઊભો રહી જાય તો એનાં કપડાં ૩૮ - માનવતાનાં મૂલ્ય Page #48 -------------------------------------------------------------------------- ________________ ભીંજાઈ ન જાય ! કેટલો સ્વાર્થી ! પોતાની સગવડ સાચવવા, પોતાનાં કપડાં બંગલામાંથી નીકળી ગાડીમાં બેસે ત્યાં સુધીમાં ભીજાઈ ન જાય માટે વરસાદ ન આવે એમ ઇચ્છવું ? પણ એ વરસાદ ન આવે તો કેટલાય લોકો દુ:ખી બની જાય, દેશની પરિસ્થિતિ શું થઈ જાય એના વિચાર એને નહિ આવે ! પ્રવચનમાં આવતાં જરાક કપડાં ભીનાં થયાં એટલે એની તો મજા બગડી ગઈ ? બેઠો બેઠો જીવ બાળ્યા કરે. એનું મન પ્રવચનના ચિંતનમાં નહિ, કપડાંમાં છે. બહાર નીકળે, પૂછો : “સાભળ્યું કે ?” “અરે, સાભળ્યું શું ? આવતાં આ કપડાં ભીંજાઈ ગયાં, હું તો દુ:ખી દુ:ખી થઈ ગયો !” એણે નાની-શી વાતમાંથી કેવું મોટું દુ:ખ ઊભું કરી નાખ્યું. ઘરમાં લગ્ન હોય, સાંજે સત્કાર-સમારંભ (reception) હોય એ વખતે વાદળાં આવી જાય તો એ દુ:ખી દુ:ખી થઈ જાય. હવે આખું reception બગડી જવાનું. એને વિચાર નહિ આવે કે મારું reception એકનું બગડી જવાનું પણ બધા લોકોનું વર્ષ સુધરી જવાનું. વર્ષાની લોકો તો પ્રતીક્ષા કરતા જ હોય છે. માણસ જ્યાં સુધી આમ બહારની નાની નાની વાતો પર કૂદાકૂદ કરે ત્યાં સુધી એ કોઈ પણ સાધનમાં, સગવડમાં કે સંજોગોમાં સુખી નહિ બની શકે. એક ભિખારી એક ઝાડના નીચે એક જ ઠેકાણે બેસીને ૨૧ વર્ષથી ભીખ માગતો હતો. એના મનમાં હતું કે હું એક દિવસ પૈસાદાર બનીશ, મોટર લાવીશ અને ગાડીમાં બેસીને ગામના લોકોને બતાવીશ. એક દિવસ ભિખારી મરી ગયો. ગામડું હતું. બધાં ભેગાં થયાં. બધાએ કહ્યું : જગ્યાએ આ જ પથરા ઉપર બેસીને એણે એકવીસ વર્ષ સુધી ભીખ માગી છે, તો હવે એને આ જ જગ્યાએ દાટીએ. એને દાટવા ઊંડો ખાડો ખોદ્યો તો એ જ પથ્થરની નીચેથી મોટો ખજાનો નીકળ્યો ? જે જગ્યાએ બેસીને એકવીસ વર્ષ સુધી સુખનાં ફાંફાં માર્યાં, પૈસા માટે વલખાં માર્યા અને મરી ગયો ત્યાં જ ખજાનો હતો. જરાક ખોડ્યું હોત તો આ ખજાનો એને જ મળત. ઘણા માણસો સુખ અને શાંતિના ખજાના ઉપર જ બેઠેલા હોય છે. ઉપર બેસીને રોજ વિચારે : “એક દિવસ હું જરૂર શાંતિ મેળવીશ. I shall live a happy life.” બિચારો સુખના સ્થાન ઉપર બેસીને સુખની ભીખ માગ્યા કરતો હોય છે. જિંદગીભર સુખ, સુખના વિચારો કરતો દુ:ખમાં જ મરી જાય ! જે વસ્તુને માટે બહાર ફાંફાં મારીએ છીએ, જે માટે તીર્થોમાં શોધીએ છીએ એ વસ્તુ બીજે ક્યાંય નથી, આપણામાં જ પડેલી છે. પણ પેલા ભિખારીને ખબર નહિ માનવતાનાં મૂલ્ય : ૩૯ Page #49 -------------------------------------------------------------------------- ________________ કે જ્યાં હું એકવીસ વર્ષથી બેઠેલો છું એના નીચે જ ખજાનો પડેલો છે. આ જીવને પણ ખબર નથી કે સુખ અને શાંતિ બહાર નહિ પણ અંદર ભરેલી છે. જેમ પેલો ભિખારી ખાડો ખોદે નહિ એમ આ અંદર જાય નહિ, વિચાર કરે નહિ, અંદર ડૂબકી મારે નહિ. જો ડૂબકી મારે તો સુખ જ સુખ. અલબત્ત, શરીરની માંદગી આવી જાય, અસહાય વેદના પણ થાય તેમ છતાં શાંત રહી શકો અને કહો : કાંઈ નહિ, શરીર બેચેન છે પણ થોડી પ્રાર્થના કરીશ, શાંતિથી ભોગવીશ. થોડુંક વાંચન કરીશ, સ્વજનો સાથે બેસીને સારી વાત કરીશ એમ કરીને આ માંદગીનો સમય વિતાવીશ. પણ રાડો નાખીને, ચિંતા કરીને, ઉત્પાત કરીને બગાડીશ તો નહીં જ. માંદગી એટલે શું ? તન અને મનની ભૂલોની સજા. સ્વસ્થ જીવન જીવી શાંતિ કેવી રીતે લેવી એ જ ધર્મે બતાવ્યું છે. મર્યા પછી શાંતિ મળે એમ બતાવતો ધર્મ એ ધર્મ જ નથી. ધર્મ તો કહે છે કે જીવતાં શાંતિ ન માણે, આનંદનો અનુભવ ન કરે, વિચારોમાં સુંદરતા ન લાવે એ માણસ મર્યા પછી આ બધું કેવી રીતે લાવી શકશે ? કેટલાક કહે : “તમે જોજો તો ખરા ! એક દિવસ એવું જીવીશ જાણે સ્વર્ગ.” મેં કહ્યું : જે આજ નથી જીવતો તે ક્યારે જીવવાનો ? જે ભવિષ્યમાં કરવાની દૃષ્ટિ રાખીને બેઠો છે એ વર્તમાનમાં પોતાની પાસે જે ક્ષણો છે એનો પેલા ભિખારીની જેમ દુરુપયોગ કરી રહ્યો છે. ટેવો બદલવાની છે. વિચારોને સુધારવાના છે. વેરને છોડવાનું છે. મૈત્રી કેળવવાની છે. સુખ અંદર શોધવાનું છે. શોધવા માટે જ્યાં સુધી આ વિચાર તમારા મનના ઊંડાણમાં બેસે નહિ ત્યાં સુધી આગળ નહિ વધી શકાય. ગાડી ત્યાં જ અટકી જાય છે. ગાડીનાં આગલાં પૈડાં આગળ મોટો પથર મૂકી દો અને પછી ગાડીને ચાલુ કરો તો ગાડી start જરૂર થાય પણ આગળ વધે નહિ એમ આપણે આપણા વિકાસના માર્ગમાં પહેલાં જ એક દુઃખનો પથરો મૂકી દીધો છે. માની લીધું છે કે હું પાપી છું, હું દુખી છું. ખલાસ ! હવે આગળ નહિ વધી શકાય. જ્યોતને ચીમની સાથે કાં સરખાવો ? અંદરની જ્યોત તો ઊજળી જ છે, ચીમની કાળી થઈ ગઈ છે. ચીમનીને જ્યોતની સાથે એક ન કરો. ચીમની એ મન છે, વાસના છે, વૃત્તિ છે ત્યાં મેશ જામી જાય છે. જ્યોતને તો કોઈ અડતું નથી. જ્યોતને જે અડવા જાય એ જલી જાય છે. આપ સહુમાં આત્માની જ્યોત છે એને કોઈ કાળી કરી શકે એમ નથી. જે આંખ દ્વારા વિશ્વસૌંદર્યને જુએ છે, વાણી દ્વારા વિદ્યા બનીને વહે ૪૦ * માનવતાનાં મૂલ્ય Page #50 -------------------------------------------------------------------------- ________________ છે, મૈત્રીથી બંધુત્વ સર્જે છે, એ જ્યોત શુદ્ધ છે, નિર્મળ છે; એ ખરાબ કેમ હોઈ શકે ? ચીમની ઉપર ચડેલી મેશને લૂછવાની છે. ચીમનીને પારદર્શક કરી અંદરની જ્યોતના પ્રકાશને બહાર લાવવાનો છે. શૈશવમાં મારા શિક્ષકે મને એક સુવાક્ય ગોખવા આપેલું : Sow a thought and reap an action. તું તારી મનોભૂમિમાં એક સુંદર વિચારનું બીજ વાવીશ તો એમાંથી સુંદર કાર્યનો મોલ ઊતરશે. જે જાતના વિચારો રાખીશ એ જાતનું કાર્ય ઊગશે. દુનિયાની સફરે બ્લેવસ્કી (Lady. Blavatsky) નીકળ્યાં ત્યારે સાથે થોડાં સુંદર ફૂલનાં બીજ લઈને નીકળ્યાં. જ્યાં જ્યાં કોઈ સારી જમીન જુએ, સુંદર બગીચો જુએ કે તરત તે બીજ કાઢી ત્યાં વેરે. કોકે પૂછયું : “આ શું કરો છો ?” સુંદર ફળો અને ફૂલોના બીજને વાવું છું.” “પણ એ ઊગશે ક્યારે, એને તમે જોવા આવશો ક્યારે ?” હસીને કહ્યું : “એવું ખરું કે જે કાંઈ કરીએ એ જોઈએ તો જ એનું ફળ મળે ? જેને માટે કરીએ એ જુએ તો જ આપણે કાર્ય કરેલું કહેવાય ?” આપણાં સુકૃત્યો કદી નિષ્ફળ જતાં નથી. જે કાંઈ સારું કરીને જાઓ છો એ જિંદગીભર આશીર્વાદ આપે છે. એ અંતરના આશીર્વાદનાં આંદોલનો (vibrations) અદશ્ય દુનિયામાંથી વહેલા-મોડાં આપણને પહોંચતાં હોય છે. થોડા સમય પહેલાં કિડનીના રોગના નિષ્ણાત એક અમેરિકન આવેલા. ઘણા કુશળ. એમની સલાહ અને મદદ લેવા કેટલાક ધનવાનો દોડાદોડ કરવા લાગ્યા પણ સમય થોડો હોવાથી appointment આપી શકતા નહિ. એ જે. જે. હૉસ્પિટલની મુલાકાતે ગયા. ત્યાં ખોડ સાથે જન્મેલું દોઢ વર્ષનું બાળક હતું. ડૉક્ટરનું ધ્યાન ખેંચાયું. જલદી જવાનું હતું છતાં એમનું અંતર દ્રવી ગયું. એ નિરાધાર બાળકનું એમણે પોતે જ ઓપરેશન કર્યું. ત્રણ કલાક ચાલ્યું. સરસ ઑપરેશન થયું અને બાળકની ખોડ નીકળી ગઈ. એમને ફી આપવા કોણ ગયું ? આ માનવતાનો પુકાર ! આ બાળકના પિતાએ જ મને આ વાત કરેલી અને વાત પૂરી થતાં અવકાશમાં હાથ જોડીને કહ્યું : “એ જ્યાં હોય ત્યાં એનું ભલું થજો.” ડૉક્ટરે આ સાંભળ્યું નથી, આ અજાણ્યું નથી પણ શું એના અંતરના ઉદ્દગાર ત્યાં નથી પહોંચ્યા ? આ પહોંચે એ પહેલાં જ એમણે તો મેળવી લીધા. પણ ઘણા તો કહે : “આ તકતી ઉપર મારું નામ લખો તો હું પૈસા આપું.” કેવો સોદો ! હવે નવો પાઠ શીખવાનો છે. જે દૃશ્ય છે એ અસ્થાયી છે અને જે માનવતાનાં મૂલ્ય : ૪૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ અદશ્ય છે એ શાશ્વત છે. દશ્ય આ દેહ છે, અદશ્ય ચેતના છે. અદશ્ય વસ્તુઓનું રહસ્ય તમને સમજાય તો તમને લાગે કે વિચારોના તરંગો, ભાવનાનાં તત્ત્વો, અંદરથી ઊછળતી વૃત્તિઓ જીવ અને જગતને પહોંચ્યા વિના રહેતાં નથી. જે બીજ વાવીએ છીએ એનાં ફળ અને ફૂલ જોવાં જ જોઈએ ? અરે ! કલ્પનાનો પણ આનંદ છે. વિચારોનો પણ આનંદ છે, બીજ વાવ્યાનો પણ આનંદ છે. તમારે તમારા વિચારોના ક્યારામાં સુંદર વિચારને વાવવાનો છે. વિચાર વાવો છો અને કાર્ય બને છે તમારી દરેક ક્રિયા પાછળ ભાવ કામ કરે છે. જેના વિચારો ખરાબ હોય પણ કાર્ય સારું દેખાતું હશે તો ત્યાં દંભ હશે, એ કામ બહુ લાંબુ નહીં ચાલે. જે પ્રકારના તમે વિચાર કરો છો એ જ જીવન બને છે. પછી ભગવાન પાસે જાઓ, ગુરુ પાસે જાઓ કે યાત્રાઓએ જાઓ, ગમે ત્યાં જાઓ, તમારા વિચારો અંદર ઊગી જ રહ્યા છે. collog 4231 sow an action and reap a habit. માણસ મોટે ભાગે ટેવ પ્રમાણે જીવી રહ્યો છે. સારી ટેવો સારા માર્ગે લઈ જાય છે. ખરાબ ટેવને લીધે એ નકામો બને છે. નિયમિત ઊઠવાની, પ્રાર્થના કરવાની, સારા વિચારો કરવાની, સારું બોલવાની, સારું આચરણ લાવવાની ટેવ પાડવી હોય તો કાર્ય વાવો. સતત કરાતાં કાર્ય ટેવ બની જાય છે. પછી સહજ રીતે જ એમ જિવાય. ઘણા પથારીમાંથી ઊઠે, શુદ્ધ થાય, હાથ જોડી પરમાત્માના પ્રકાશ સાથે એકતાર થઈ જાય, અંતર ખોલીને પ્રકાશને આવકારે. આ શું છે ? આ habit - ટેવ છે ? કેટલાકને કહો : પ્રાર્થનામાં આવો. તો શું કહે ? “અરે, આ તો માથાના દુખાવા જેવી વાત છે. આજના આ આધુનિક જમાનામાં સમયની જ્યાં ખેંચ છે ત્યાં નકામી વાતો માટે સમય ક્યાં છે ? વખતની મારામારી હોય ત્યાં આંખો બંધ કરીને બેસવું ?” એને માથું દુ:ખે છે, કારણ કે એને ટેવ નથી. થોડીક વારમાં જ એ બેચેન અને હેરાન થઈ જવાનો. વિચારમાંથી કાર્ય ઊભું થાય અને કાર્યમાંથી ટેવ ઊભી થાય. ટેવથી કામ સહેલું થઈ જાય છે. જેમણે સારી ટેવો પાડી છે એમના જીવનમાં ભલાઈ સહજ બની ગઈ ૪૨ પાનવતાનાં મૂલ્ય Page #52 -------------------------------------------------------------------------- ________________ છે. પછી એમને ધ્યાન પણ કરવું નથી પડતું, થઈ જાય છે. કોઈને બીડી પીવી પડે છે. છીકણી સુંઘવી પડે છે, ચહા પીવી પડે છે. આ બધી ટેવ છે. એમ સારા વિચારો કરવાની, સારા ભાવો ફેંકવાની, સારું જોવાની, ખરાબ તત્ત્વોને ફેંકી દેવાની પણ ટેવ છે. સીતાફળ લાવો છો ત્યારે શું કરો છો ? ઉપરનાં ફોતરાં ફેંકો છો, અંદરના બિયાં પણ ફેંકો છો અને વચ્ચેનો માલ ખાઈ જાવ છો. સીતાફળમાં કેટલું બધું ફેંકી દેવું પડે છે તેમ છતાં પણ ખાનારા લઈ આવે છે. લેનાર વિચારતો નથી કે આટલું બધું ફેંકી દેવું પડે છે અને ખાવાનું તો બસ આટલું જીવનમાં આ શીખવાનું છે, સંસાર સીતાફળ જેવો છે. તમને બધા જ સારા દેખાય એવું નહીં બને. બધું સારું જ મળશે એમ પણ નહીં માનો, કારણ કે તમે ખુદ પોતે જ એટલા બધા સારા નથી. જો તમે સોળ આની સારા હો તો તો વાત જુદી છે, પણ જરા તપાસી જુઓ ! ૧૪ કેરેટનું સોનું ૨૨ કેરેટના સોનાની ટીકા કરે. alle 42132 Sow a habit and reap a character. a Bot જીવનનું બંધારણ છે, જીવનનું અસ્તિત્વ છે. ટેવમાંથી સ્વાભાવિક રીતે ચારિત્ર ઘડાય છે. ચોથું ચરણ : Sow a character and reap a destiny. ચારિત્રની વાવણી કરો તો ભાગ્યનું નિર્માણ થશે. તમારું ભાગ્ય એ પેલો બિચારો જોશી શું જોવાનો ? તમે તમારું ચારિત્ર જાણો છો. ભાગ્ય તમારા હાથમાં જ છે. વિચારને વાવીને આચરણ લીધું, આચરણને વાવીને ટેવ લીધી, ટેવને વાવીને ચારિત્ર ઘડ્યું અને ચારિત્રને વાવીને ભાવિનું નિર્માણ કર્યું. તમારા ભાગ્યના નિર્માતા તમે જ બન્યાને ? તમારા સર્જનહાર તમારા સિવાય કોણ છે? વાવો વિચાર કે “હું આનંદમય છું, ચૈતન્ય છું, સુંદર છું. તરત તમારા મોઢા પર થોડાં થોડાં આનંદનાં કિરણો દેખાશે. મોઢા ઉપર એકવાર આનંદ દેખાશે એટલે ધીમે ધીમે આનંદમાં રહેવાની ટેવ પડશે. તમારી આંખોમાં, તમારા શબ્દોમાં, તમારા મુખ પર આનંદ જ દેખાશે. પછી તમારું આખું ઘડતર આનંદમય બની જશે. સત્વેષુ મંત્રી ગુણીષ પ્રમોદ, ક્લિષ્ટષ જીવેષ કૃપા પરત્વમ્ | માધ્યસ્થ ભાવે વિતરીત વૃત્તો સદા મમાત્મા વિદધાતુ દેવ છે. ભગવાને કહ્યું : જે ધર્મધ્યાન અને શુક્લધ્યાનમાં રહે છે એ નવા કર્મમળનો સંચય કરતો નથી અને જૂના મળનો ક્ષય કરે છે. ધર્મધ્યાન અને માનવતાનાં મૂલ્ય * ૪૩ Page #53 -------------------------------------------------------------------------- ________________ શુક્લધ્યાન શું છે ? સદા પ્રમોદભાવમાં અને આનંદભાવમાં રહેવાનું. સારાને જોઈને તમારા પ્રમોદનો ઉછાળો આવે અને દુ:ખીને જોઈને કરુણાનું ઝરણું વહે. ચેતના અને ચિત્ત મૈત્રીથી પ્રસન્ન હોય તો ધર્મધ્યાન અને શુક્લધ્યાનથી જીવન રંગાઈ જાય અને સમતા-સભર માધ્યસ્થ માણે. દુનિયામાં જે કાંઈ સારું અગર ખરાબ દેખાય છે એ સર્જન પહેલાં માણસની મનોભૂમિમાં થાય છે. મનોભૂમિમાં જે થાય છે એ અદૃશ્ય છે પણ એ જ સાચું છે. આ અદૃશ્ય જગતમાં જેની વાવણી કરીએ છીએ એનું જ પરિણામ એક યા બીજી રીતે જગતમાં દશ્યમાન થાય છે. જગતને આનંદરૂપ જોવું હોય, તમારે આનંદરૂપ બનવું હોય તો પહેલાં તમારી મનોભૂમિને એક જ વિચારથી ભરી દો. હું આનંદમય છું. આનંદમાંથી પ્રાદુર્ભાવ છે અને આનંદમાં જ મારી પૂર્ણ નિર્વાણ, સમાધિ છે. ૪૪ * માનવતાનાં મૂલ્ય Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫. માનવતાનાં મૂલ્ય 5) ક ભાઈ મળવા આવ્યા ત્યારે ખૂબ * જો રાજી રાજી હતા. એમના કાંડે એક શું ઘડિયાળ હતું. એમનું ડાયલ ખૂબ જ આકર્ષક હતું. ખુશીનું કારણ પૂછ્યું, તો કહે : “બારસોનું omegaનું ઘડિયાળ મને કે માત્ર પોણા બસોમાં મળી ગયું. - બીજા દિવસે એમના ઘડિયાળી છે મિત્રને બતાવવા ગયા. એણે ખોલ્યું, જોયું, એ બોલી ઊઠ્યો : “ભલા માણસ, આ મશીન મૂળ તો બનાવટી છે. પૂરા પચીસનું પણ નથી! ' હા, ડાયલ ઓમેગાનું છે. એક અઠવાડિયું ચાલે તો તારું ભાગ્ય.” છે એ પાછો મારી પાસે આવ્યો, “હું છે તો બની ગયો. સાવ બની ગયો.” “પણ મૂળ શું થયું ? ગઈ કાલ રાજી હતો આજે ( નારાજ પલમેં તોલા પલમેં માસા.” - મશીન બનાવટી નીકળ્યું, પચ્ચીસનું પણ નથી.” જીવનમાં પણ આવું જ છે. બહારનું જીવન ડાયલ છે. અંદરનું જીવન oo મશીન છે. જે માણસો ડાયલ ઉપર મોહી માનવતાનાં મૂલ્ય : ૪૫ Page #55 -------------------------------------------------------------------------- ________________ પડે છે એ મશીન સામે જોતા પણ નથી. એમના હાથમાં ડાયલ રહે છે પણ મશીન બદલાઈ ગયું હોય છે. સારી વસ્તુ વસાવવી હશે તો ડાયલની સાથે મશીનને પણ જોતાં શીખવું પડશે. મશીનની પરખ અનિવાર્ય છે. માનવજીવનને સુંદર બનાવવું હોય તો ભૌતિક વસ્તુઓની જેમ પરખ અને કાળજી કરો છો તેમ આધ્યાત્મિક વસ્તુઓની પણ કરો. તનને જાણો છો તેમ મનને પણ જાણો. તન એ ડાયલ છે. મન એ મશીન છે. મનની રચના (mechanism) નહિ જાણો તો હાથમાં ડાયલ રહી જશે અને મશીન સાવ હોંઠિયું આવી જશે. આંચકાની સાથે બંધ પડી જશે. જીવનમાં એક આંચકો લાગતાં હૃદયનો હુમલો જાય છે ને ? પછી છ અઠવાડિયાં સુધી આરામ ! એક એક આંચકો સહન કરી શકતું નથી. તનનો વ્યાયામ છે તેમ મનનો પણ વ્યાયામ છે. એથી મન આઘાતક્ષમ (Shockproof) થવું જોઈએ. ઘડિયાળ શોકપ્રૂફ હોય છે ને ? પણ પહેરનારને કેટલા આંચકા લાગવાનો સંભવ છે ? ધાર્યું ન હોય એ બની જાય, ધાર્યું હોય એ સરકી જાય, કલ્પના ન કરી હોય એ જોવું પડે, કરેલી કલ્પના ધૂળમાં મળી જાય અને જે બીજાના ઘરમાં ન જોયું એ પોતાના જ ઘરમાં બની જાય ત્યારે મનમાં એમ થાય, હવે જીવીને શું કામ છે ? જીવનમાં હવે શું મજા છે ? આ ષ્ટિ ખોટી છે. તમે કોઈને માટે જીવવા નથી આવ્યા. તમે માત્ર લોકોને પાળવા માટે, પોષવા માટે, ખવડાવવા માટે, કીર્તિ વધા૨વા માટે, ભેગું કરીને આપવા માટે નથી આવ્યા. પણ અંદરનો વિકાસ સાધવા માટે અને અંતરની યાત્રા પૂર્ણ કરવા માટે આવેલા છો. એ વિકાસનો વિચાર ન કરો અને માત્ર બહારનું સાચવવામાં રહી જાઓ તો જે મળ્યું છે તે ખલાસ થઈ જાય અને જે મેળવવાનું છે એ જ રહી જાય. એને તૈયાર કરવાના છે. જિંદગીનો માર્ગ એકસરખો નથી. અહીં કોઈ રક્ષણ કરવાનું નથી. તારાં કાર્યો એ જ તારાં રક્ષક છે. સાધનાથી તન અને મનને ઘડવાનું છે. ગમે તેવો આંચકો લાગી જાય ત્યારે સંભાળીને તમે કહી શકો : વાંધો નહીં, એવું પણ બને. બીજાને ત્યાં બને એ મારે ત્યાં પણ બની જાય. બીજાની જેમ અત્યારે હું અંતરથી કાયર કે દુ:ખી બની મારાં કર્મોમાં શ્રદ્ધા ગુમાવી જ્યાં ત્યાં ભીખ માગતો નહીં ફરું. મેં મારી અંતરની દુનિયા આ પળ માટે તૈયાર કરી છે. સારી ઘડિયાળની કિંમત ડાયલ ઉપરથી નહિ પણ એના મશીન ઉપરથી, ૪૬ * માનવતાનાં મૂલ્ય હાર્ટ ઍટેક થઈ હા, આ હૃદય Page #56 -------------------------------------------------------------------------- ________________ એનાં યંત્રોની રચના ઉ૫૨થી, એની ઝીણવટ ઉપરથી થાય છે. મૂલ્યવાન અને સારી વસ્તુને બરાબર તપાસીને, એની પરીક્ષા કરીને જ બજારમાં મૂકવામાં આવે છે. નહિતર કંપનીનું નામ બદનામ થાય. subconscious mind જેવી રીતે કંપનીનો માલિક બધી રીતે પરીક્ષા (test) કરીને ઘડિયાળોને બજારમાં મૂકે છે તેવી જ રીતે મનને જ્ઞાન દ્વારા, ધ્યાન દ્વારા, ચિત્તના વિશ્લેષણ દ્વારા, તપશ્ચર્યા દ્વારા, સાધના દ્વારા તૈયાર કરીને વિશ્વમાં વિહરવાનું છે. આજે આ સુષુપ્ત મન નબળા વિચારોનું વિચારો નાનપણથી આપવામાં આવ્યા છે. કેટલાંક સુખીમાં સુખી માબાપ દીકરાને કે દીકરીને દુ:ખીમાં દુ:ખી બનાવી દે છે. એને જે તાલીમ આપવી જોઈએ તે નથી આપી શકતાં. કઠોરતા અને દુ:ખો પણ અમુક પ્રમાણમાં જિંદગીમાં ખાતરનું કામ કરે છે. શિકાર બની ગયું છે. નબળા જૂના જમાનાની આ વાત છે. જયપુરમાં એક શિક્ષક ક્ષત્રિય કુમારને ભણાવતા. એ ખૂબ જ પ્રામાણિકતાથી ભણાવતા. વિદ્યાર્થીમાં ભૂલ દેખાય અને હોમવર્ક ન કર્યું હોય તો ભણાવતી વખતે કો'ક વાર ૧૫ મિનિટ તો કો'ક વાર અડધો કલાક એને પગ ઉપર ઊભો રાખી પાઠ પૂરો કરાવતા. શિક્ષા અને પરીક્ષાની એ ઘણી રીતો વાપરતા. વિદ્યાર્થી સરસ તૈયાર થઈ જતો. ત્યાંના રાજાને સંતાન ન હોવાથી એણે દૂરના સગાના આ છોકરાને વિજયને દત્તક લઈ ગાદી ઉપર બેસાડ્યો. - ગાદી ઉપર આવ્યા પછી નવા રાજાએ પેલા શિક્ષકને બોલાવીને કહ્યું : “હવે મારો વારો છે. તમે મને માર્યો, એક પગ ઉપર ઊભો રાખ્યો અને શિક્ષા કરી તે હું ભૂલ્યો નથી. મારી આંખમાંથી આંસુ પડતાં હતાં ત્યારે પણ મારો પાઠ પૂરો કરાવતા.’ ― શિક્ષકે હસીને કહ્યું : “બદલો લેવો હોય તો ભલે લો. પણ જો મને ખબર પડી હોત કે તમે રાજા થવાના છો તો હું આના કરતાં પણ વધારે શિક્ષા કરત અને શિસ્ત શીખવત. મને ખબર નહિ કે તમને આવી મોટી સત્તા મળવાની છે. તમે પ્રજાના પાલનહાર બનવાના છો.'’ જો પ્રજાના પાલનહાર બનવાના હોય એને જીવનની બધી જ શિક્ષા અને દીક્ષા આપીને એની દૃષ્ટિને વ્યાપક અને પૂર્ણ વ્યવહારુ બનાવવી જોઈએ. જે ઘડામાં અમૃત ભરવાનું છે એ ઘડો જ પાકો ન હોય તો અમૃત પણ ઢળે અને ધડો પણ જાય. સાચાં માતા-પિતા કોણ છે ? જે પોતાનાં સંતાનોને તૈયાર કરવા માટે નાનપણથી જ ધ્યાન આપે. બાળકના જ નહિ, પોતાના આચાર અને વિચાર માનવતાનાં મૂલ્ય * ૪૭ Page #57 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારી બનાવે. કેટલાંક માબાપ, બાળકો મોટાં થયાં પછી એને સુધારવા જાય પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. માણસને સગવડોએ નહિ, પણ સાધનાએ મહાન બનાવ્યો છે. સાધનાથી સબળ બનેલ મન ગમે એવા પ્રસંગોમાં અણનમ રહી શકે છે. સુષપ્ત મનમાં જેટલા પ્રમાણમાં સહન કરવાની શક્તિ વધે છે એટલા પ્રમાણમાં એ માણસ મહાન બને છે. આપણું શિક્ષણ પણ કેવું છે ? મરવાના જ વિચારો આપે; નિર્બળતા પોષે, હું મરી જવાનો છું, મારાથી શું થવાનું ? માટીનો માણસ કરી કરીને શું કરી શકે તેમ છે ? આવા નબળા વિચારો જેના જીવનમાં છે તે ચિત્ત પ્રસન્નતાનાં આનંદભર્યા સ્વપ્નો પણ ક્યાંથી સેવી શકે ? કેટલાંક ડાયલ દેખાવમાં સામાન્ય હોય પણ કામ સબળ રીતે કરે. લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન થયા ત્યારે ઘણા કહેતા કે આ શું કરશે ? એનું ડાયલ સામાન્ય દેખાતું હતું, પણ મશીન સરસ હતું. ગાંધીજી, સૉક્રેટિસ એ બધાં આવાં ડાયલ હતાં, પણ એમનાં મશીન એટલાં મજબૂત (sound) હતાં કે દુનિયાના ગમે એવા આંચકા લાગી ગયા છતાં એ બગડ્યાં નહોતાં. પોતાને સુધારવાની વાત આવતાં ઘણાં કહે કે હવે પાકા ઘડે કંઈ નવા કાંઠા ચડી શકે ? આજના જમાનામાં હૃદય બદલી (heart transplanting) શકાય તો જૂના ઘડાને નવા કાંઠાનો શું વાંધો આવે ? આ એક નબળી માનસિક વૃત્તિ છે. હવે અમારામાં કંઈ પરિવર્તન નહિ થાય. માની લીધું. માણસ પોતે જ્યાં પોતાને માટી માનતો થાય પછી એને સોનું કોણ બનાવી શકે ? જીવનની છેલ્લી પળ સુધી સુધારાને અવકાશ છે. વિચારોને બદલવાની શક્તિ છે. જિંદગીની છેલ્લી પળ સુધી હું વિશ્વશાળાનો છાત્ર છું, અભ્યાસ કરવા માટે ઉત્સુક છું. આ સંકલ્પ કરી જુઓ, પછી જુઓ કે તમારું મન કેવું યુવાન છે, તમારી સ્મરણશક્તિ કેવી વધે છે ! પછી તમે માટીના કોડિયાને નહિ, તને જોતા થશો. જ્યોત પીળી કે કાળી નથી. જ્યોતને કોઈ રંગ નથી. દુનિયામાં ગમે ત્યાં જાઓ, દીવો સળગાવો પણ જ્યોતનો રંગ એક જ હશે. હિન્દુસ્તાનનો માણસ હોય કે આફ્રિકાનો; પણ બધા એક જ જ્યોત લઈને બેઠા છે. ચીમનીઓ જુદી જુદી હોઈ શકે છે. એ ચીમનીઓના રંગ જુદા હોઈ શકે છે. જે જાતનું તેલ અંદર બળે છે એ જાતના રંગ ઉપર ચડતા જાય છે. આત્માનું આનંદ સ્વરૂપ કદી પાપ સ્વરૂપ નથી બની શકતું. પાપ સ્વરૂપ ૪૮ માનવતાનાં મૂલ્ય Page #58 -------------------------------------------------------------------------- ________________ કોણ બને છે ? મન. મનને લીધે જીવનમાં પાપવૃત્તિ પ્રવેશે છે અને એને લીધે લઘુતાગ્રંથિ (inferiority complex) બંધાય છે. બહેનો નાની હોય ત્યારથી જ એમના મનમાં ભરવામાં આવે છે કે આપણે છોકરીની જાત કહેવાઈએ, આપણાથી આ ન થાય, આપણી ચારે બાજુ ભય છે. એ બાઈ પચાસ, સાઠ કે સિત્તેર વર્ષની થાય તોપણ એમ જ માને કે આપણે તો સ્ત્રીની જાત, નબળી જાત કહેવાઈએ. સીતાએ રાવણ જેવા રાવણને કેવો જવાબ આપેલો ! એ પણ સ્ત્રી હતી. પણ તે જમાનો સ્વયંવરનો હતો. પુરુષ સ્ત્રીને નહિ પણ સ્ત્રી પુરુષને પસંદ કરતી. રાવણે સીતાને કહ્યું : “વિધિએ ભૂલ કરી કે તારા જેવી રૂપરમણીને જંગલમાં ફરનારા રામ જેવાને સોંપી દીધી. તારે પાંદડાં ઉપર સૂવાનું હોય, વલ્કલ પહેરવાનાં હોય ? ફળ ખાવાનાં અને જંગલમાં જીવવાનું હોય ? આ વિધિની ભૂલને હું સુધારવા માગું છું. તને સોનાની લંકાથી શોભાવીશ, સુંદર વસ્ત્રો અને ઉત્તમ ભોજનથી સત્કારીશ, તને સામ્રાજ્યપદે મહારાણી કરી બેસાડીશ.” સીતાએ શું કહ્યું ? “રાવણ, તને ખબર નથી, તું કાગડો છે, એઠું કોણ ખાય ? કાગડા અને કૂતરાઓ. તું એઠું ખાવા નીકળ્યો છે. તારી જાતને તું રામની સાથે સરખાવે છે ? તારી બહેન શૂર્પણખાએ આવીને રામને ઘણી વિનંતી કરી પણ રામે એની સામે પણ નથી જોયું. રામ જંગલમાં ફરે છે, જમીન ઉપર સૂવે છે. પણ એંઠવાડ નથી ખાતા. રાવણ, બધામાં તું વામણો છે, રામ વિરાટ છે.” રાવણને ચેલેન્જ કરવાની શક્તિ ક્યાંથી આવી ? આ અંદરની શક્તિ છે, આપણા બધામાં છે. તમે જો સુવર્ણ નહિ બનો તો તમને કોઈ બનાવી શકે એમ નથી. તમે જો તમારી ચીમની નહિ માંજો તો કોઈ આવીને માંજી શકે એમ નથી. આપણે સ્વાધ્યાયમાં, પ્રવચન શ્રવણ કરવામાં, ધ્યાન ધરવામાં શું કરીએ છીએ ? ચીમની તરફ નહીં, જ્યોત તરફ એકાગ્ર બનીએ છીએ. એની ઉજ્જવળતાનો ખ્યાલ આવે છે. ઘણાખરા માણસો આત્માની આ તેજોમય જ્યોતને જોઈ શકતા નથી, એના સામે ઊભા રહી શકતા નથી. લોકો શરીરને ધુએ છે પણ મનથી શરૂઆત કરે તો બહુ મજા આવે. વ્યાખ્યાન પહેલાંની આપણી આ પ્રાર્થના મન ધોવા માટે છે. માનવતાનાં મૂલ્ય - ૪૯ Page #59 -------------------------------------------------------------------------- ________________ થાય તો એ છે અને ચિત્ત શાંત થાય. તમે બહારથી આવો તો કેટલાક આડાઅવળા વિચારો લઈને આવો, વાતો લઈને આવો, ચિંતા લઈને આવો. જરાક પ્રાર્થના કરો. મન ધોવાઈ જાય, વાતો અને વાસનાનો મળ નીકળી જાય અને ચિત્ત શાંત થાય. જમીન સરખી થાય તો એના ઉપર સર્જન થાય. સમૂહપ્રાર્થના પછી મન શાંત થતાં આપણામાં એકાગ્રતા આવે. ચૈતન્ય તરફ, પરમજ્યોત તરફ, નજર નાખતાં ઉલ્લાસ આવે. આત્માનું દર્શન થાય. આજે તમારાં મન અશાન્ત છે. મનમાં ભય છે. રાત્રે તમને ભયજનક સ્વપ્નો આવે છે. તમે તમને પાણીમાં ડૂબી મરતાં જુઓ. તમને જંગલનાં જનાવરો ખાઈ જતાં જુઓ – આ બધાં સ્વપ્નો કેમ ? મનમાં બેઠેલા ભય છે. ભયને કાઢી નાખો. પછી પાણીમાં તમે તમને ડૂબતાં નહિ તરતાં જોશો ને જંગલમાં જનાવરો તમને ખાતાં નહિ પ્રેમ કરતાં દેખાશે. મનમાં આનંદમય સ્વરૂપનું અધિષ્ઠાન થતાં જ પ્રત્યેક પ્રસંગ તમને જુદી રીતે જ દેખાશે. પરિસ્થિતિના સ્વામી બનશો કે દાસ ? પરિસ્થિતિના સ્વામીમાં તાકાત છે, એ હિંમતથી કહે છે : આ પરિસ્થિતિને હું કાબૂમાં (control) રાખીશ. પરિસ્થિતિનો દાસ શું કહે ? અરેરેરે ! મારાથી શું થાય ? યુદ્ધ ખરાબ છે. હિંસા એ હિંસા જ છે. લોહિયાળ છે પણ આ વાત વખાણવા કરતાં વિચારવા જેવી છે. બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીનું લશ્કર જોઈને ઇંગ્લેન્ડના વડા પ્રમુખ ચેમ્બરલેઈનની છાતી બેસી ગઈ. પાર્લમેન્ટમાં આવીને કહ્યું : “આપણે તો ખલાસ થઈ ગયા. હવે નહિ જીતી શકીએ, આપણું કાંઈ નહિ વળે.” એનું મન તૈયાર ન હતું, થાકી ગયો હતો. સામેથી ચર્ચિલ ઊભો થયો “અરે, એમાં શું છે ? આપણે કાંઈ કમ છીએ ?' જેમાં એક હાર જોઈ, બીજાએ એમાં જ જીત જોઈ. ઘણાખરા પરિસ્થિતિના દાસ બનીને એને આધીન બનીને પરિસ્થિતિના પ્રવાહમાં તણાઈ રહ્યા છે. જે તણાય છે એ નદીના પ્રવાહમાં તણાતો તણાતો મહાસાગરમાં ફેંકાઈ જાય છે. જે તરે છે, મહેનત કરે છે એ જ કિનારે પહોંચે છે. પરિસ્થિતિમાં તણાયા જ કરીશું તો શોક, ચિંતા, દુઃખ અને દુર્ગતિમાં ફેંકાઈ જઈશું. પણ તરવાનો પ્રયત્ન કરીશું તો જરૂર પાર ઊતરીશું. ૫૦ * માનવતાનાં મૂલ્ય Page #60 -------------------------------------------------------------------------- ________________ અલબત્ત બાવડાં દુ:ખશે, પાણીનાં મોજાંમાં જબરદસ્ત ધક્કા ખાવા પડશે. ગુલાંટો પણ ખાવી પડશે, પણ કિનારે જરૂર પહોંચાશે. પુરુષાર્થથી તૈયાર થયેલ ચૈતન્ય જેમ માને છે કે હું આનંદમય છું તેમ માને છે કે હું જ્ઞાનમય પણ છું. ઘણાખરા માને છે કે આપણે તો અજ્ઞાની, આપણે કાંઈ જ જાણતા નથી, ભણીએ એટલું જાણીએ બાકી આપણામાં શું પડ્યું છે ! હું અભણ છું, હું અજ્ઞાની છું, હું તુચ્છ છું.' આ વિચારોનું પરિણામ શું આવ્યું ? આજે કોઈ કહે તો તરત જવાબ મળશે “હું ભૂલી જઈશ, મને બહુ યાદ રહેતું નથી. લખી લેવા દો.” જે પોતાને અજ્ઞાની અને ભૂલકણો માને છે અને આ વિચારોને ઘર કરવા દે છે એ લખી તોપણ એને યાદ નથી રહેતું. લખ્યું છે એ યાદ કરાવવા માટે પણ એને કોકની જરૂર પડે ! એક પ્રોફેસરે નક્કી કર્યું કે મારે કોઈ દિવસ કોઈના લગ્નમાં ન જવું. એનો મિત્ર એને લગ્નમાં જ મળ્યો, પૂછયું : “તમે અહીં ક્યાંથી ?” “અરે ! હું તો ભૂલી જ ગયો કે મારે લગ્નમાં નથી જવાનું. તમે કહ્યું ત્યારે યાદ આવ્યું !' ના, તમે હવે નવો વિચાર કરો. જ્ઞાનનો સ્વામી છું. મારી અંદર અનંત જ્ઞાન પડેલું છે; મારે એને બહાર લાવવું છે. હીરામાં તેજ છે તો મારી અંદર જ્ઞાનનો પ્રકાશ છે. આજે એ ઢંકાઈ ગયો છે, એને જ બહાર લાવવાનો છે. કેવી રીતે બહાર લાવશો ? ચકમકની અંદર અગ્નિ પડ્યો છે. ચકમક હાથમાં લેશો તો કાંઈ નહિ દેખાય. પણ ઘસવા માંડશો તો એમાંથી અગ્નિની શક્તિ બહાર આવશે. આપણામાં જ્ઞાન છે, એની ઉપર મોહનું આવરણ છે. જેમ જેમ પ્રયત્ન કરતા જઈએ તેમ તેમ આવરણ ઘસાતું જાય અને અંદરનું જ્ઞાનતેજ બહાર આવતું જાય, જ્ઞાન બહારથી નહિ, અંદરથી આવે છે. જેવી રીતે ટેલિફોનમાં એક બાજુથી બીજી બાજુ અવાજ સંભળાય છે એમ માણસના મનમાં પ્રવાહ અને અંતરપ્રવાહનાં ઊછળેલાં મોજાં સામા કિનારે પહોંચે છે. જે ચૈતન્યની શક્તિ ઉપર દૃષ્ટિ રાખી કામ કરે છે, અનંત શક્તિઓનો સ્વામી એવો આત્મા પોતાનામાં તેમ જ સહુમાં બિરાજમાન છે એવી માનવતાનાં મૂલ્ય ૧ પ૧ Page #61 -------------------------------------------------------------------------- ________________ અનુભૂતિથી જે પ્રવૃત્તિ કરે છે એનામાં અંતઃસ્ફુરણા (Intution) વધારે તીવ્રતાથી કામ કરે છે. પોતાના મનમાં થતા વિચારોનો ધ્વનિ સામાના મનમાં થાય છે અને પોતાને કહેવાની વાત સામાના મુખથી કહેવાઈ જાય છે. સામાને કહી જવાનું કામ કોણ કરે છે ? આપણું જ્ઞાનમય ચૈતન્ય. આ જ્ઞાન ઘણી રીતે આવિષ્કાર લે છે. વિદ્યા મેળવવાથી, પ્રયત્ન ક૨વાથી, એકની એક વાત ઉપર એકાગ્રતા કરવાથી. શૈશવકાળમાં અમારા શિક્ષક અમને કહેતા : Give maximum strain to your brain and everything will be clear. બને એટલું મનને એકાગ્ર કરો અને તમને જવાબ મળી જશે. લોકો ખાવાનું જેટલું પસંદ કરે છે એટલું વિચારવાનું નથી કરતા. ખાવાનું ત્રણવાર જોઈએ પણ વિચારવાનું એક વારમાં પતી જતું હોય તો કેવું સારું ? કહે કે અમારા વતી તમે જ વિચારી લો, તમે જે કહેશો એ બરાબર જ હશે. Less to stomach and more to brain. પેટને ઓછું અને મગજને વધારે. અત્યારે દુનિયામાં ઊંધું ચાલી રહ્યું છે. પેટને ખૂબ અને મગજ ખાલી. શરીર મોટું થાય અને મગજ નાનું થાય, ખલાસ થઈ જાય એટલે જ તો મનના રોગના ડૉક્ટરોનો રાફડો વધતો જ જાય છે. મગજ ખાલી થતું જાય અને શરીર વધતું જાય પછી સ્થિતિ શું થાય ? એકાગ્રતા એ શક્તિ છે, એ જેટલા પ્રમાણમાં વધે તેટલા પ્રમાણમાં ચૈતન્યની જ્ઞાનશક્તિ બહાર આવે. ધ્યાન એ જ્ઞાન મેળવવાનું સાધન છે. ધ્યાન સાધ્ય નથી, જ્ઞાન સાધ્ય છે. ધ્યાન સાધન છે, સાધ્યને પ્રગટ કરે છે. જેમ જેમ તમે ધ્યાન ધરતા જાઓ તેમ તેમ જ્ઞાન આવતું જાય છે. આપણો આત્મા પોતે જ જ્ઞાની છે. જ્ઞાનમય છે, જ્ઞાનસ્વરૂપ છે. એ જ્ઞાનને આપણે પોતે પામી શકીએ એ માટે ધ્યાન એ સાધન છે. જેમ નીચેથી ઉપર આવવા માટે નિસરણી છે એમ જ્ઞાનની દુનિયામાં પહોંચવા માટે ધ્યાન એ પણ નિસરણી છે. ધ્યાનની નિસરણી દ્વારા જ્ઞાનાનંદ મહેલમાં પ્રવેશ કરવાનો છે. સી. વી. રામનના પિતાએ ઘાસનાં તણખલાં ભેગાં કરીને દીકરાને બોલાવ્યો અને કહ્યું : “બેટા ! આ તણખલાં ઉપર સૂર્યકિરણ પડે છે પણ બળે છે ?’' ૫૨ * માનવતાનાં મૂલ્ય Page #62 -------------------------------------------------------------------------- ________________ “ના.” પછી એ અંદરથી magnifying glass લઈ આવ્યા, અને એના પર સૂર્યનાં કિરણોને કેન્દ્રિત કર્યા. ત્યાં તો ઘાસના તણખલાં સળગી ઊઠ્યાં. પિતાએ કહ્યું : “જોયું ? સૂર્યનાં કિરણો તો ત્યાં જ હતાં પણ વિખરાયેલાં હતા. આ magnifying glassએ શું કર્યું ? કિરણોને એકાગ્ર કર્યા. એકતા, એકાગ્રતા શક્તિ છે. શક્તિએ આ તણખલાંને બાળી નાખ્યાં.” આખો દિવસ સૂર્ય તપ્યા કરે પણ એ ઘાસને બાળશે નહિ પણ પાંચ મિનિટ જો તમે સૂર્યનાં કિરણોને કેન્દ્રિત કરો તો ઘાસની ગંજી પણ સળગી જાય. પિતાએ પુત્રને કહ્યું : “તું જે કાંઈ કામ કરે તે એકાગ્રતાથી કર, તો એમાંથી શક્તિ પેદા થશે.” તમારી શક્તિ વિખરાયેલી છે, એટલે એ વહી જાય છે. બધા કહે છે પાણી મળતું નથી પણ ચારે બાજુ નળ ખુલ્લા હોય ને પાણી ચાલ્યું જાય તો જ્યારે પાણી જોઈએ ત્યારે ન જ મળે ને ? તમારી શક્તિ પણ આજે એમ જ વહી રહી છે. આખો દિવસ જોવામાં, સાંભળવામાં, બોલવામાં, ચિંતા કરવામાં, પારકો ભાર ઉઠાવવામાં, લોકોની પંચાત કરવામાં શક્તિઓ નષ્ટ થઈ રહી છે. પછી જોઈએ ત્યારે ક્યાંથી મળે ? આ શક્તિઓને કેન્દ્રિત કરવાની છે, એકાગ્ર થવાનું છે. જેમ જેમ શક્તિઓ સંચિત થતી જાય છે તેમ તેમ તમારું સ્વામિત્વ પ્રગટ થાય છે. શાળામાં બધા વિદ્યાર્થીઓ ભણવા જાય છે. બધાને એક જ શિક્ષક ભણાવે, એક જ પુસ્તકમાંથી ભણાવે છતાં એક વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ, એક સેકન્ડ ક્લાસ, એક થર્ડ ક્લાસ અને કો'ક તો વળી ઊડી જ જાય છે. શું શિક્ષકે પક્ષપાત કર્યો ? શું પુસ્તકો જુદાં હતાં ? ના. પહેલા નંબરે આવ્યો એણે એકાગ્રતાથી ભણવાનો પ્રયત્ન કર્યો અને અંદરની શક્તિઓ બહાર આવી. જો જ્ઞાન બહારથી આવતું હોત તો ચોપડીઓથી, શિક્ષકથી, શાળાથી બધા જ વિદ્યાર્થીઓ પરીક્ષામાં એકસરખા ઉત્તીર્ણ થાત. પણ પુસ્તકો એક હોવા છતાં, શિક્ષક એક હોવા છતાં વિદ્યાર્થીઓના અભ્યાસની અંદર અંતર પડતું જાય છે – એનું કારણ આંતરિક શક્તિઓનો વિકાસ જુદો છે. જ્ઞાન અંદર છે, બહારનાં સાધનો, બહારનાં નિમિત્તો એને મદદ કરે છે. God helps those who help themselves – અંદરનો ભગવાન એને મદદ કરે છે જે પોતાની જાતને, પોતે મદદ કરવા તૈયાર થાય છે. જે પોતાની જાતને તૈયાર કરવા માગતા નથી અને ભગવાન પણ મદદ માનવતાનાં મૂલ્ય : ૫૩ Page #63 -------------------------------------------------------------------------- ________________ નથી કરતો. તમે બેઠેલા હો, પગમાં ખાલી આવી જાય, ઊભા થવા પ્રયત્ન કરો પણ ઊભા ન થઈ શકો તો બાજુવાળો શું હાથ નથી આપતો ? એ જાણે છે કે તમે ઊભા થવા માગો છો એટલે હાથ આપે છે. પણ તમે આરામથી બેઠા હો તો કોઈ આવીને નહિ કહે કે ચાલો તમને ઊભા કરું. જે પોતે ઉપર આવવા માગતા હોય એમને જ અદૃશ્ય શક્તિ મદદ કરે છે, પણ પોતે જ ઊભા થવા નથી માગતા એમને દુનિયાની કોઈ શક્તિ કે વ્યક્તિ મદદ કરતી નથી. જ્યારે ધ્યાનમાં બેસીએ છીએ, એકાગ્ર બનીને વિચાર કરીએ છીએ, આપણે વિશ્વબળને નિમંત્રીએ છીએ અને સ્વાગતથી બળ આવે છે. ઈસપ ગુલામ હતો. એના માલિકને એક દિવસ વિચાર આવ્યો ? ગામમાં સાચો માણસ કોણ છે ? કોણ પોતાની જાતને મદદ કરવા માગે છે ?' એ ગામના કૂવે એક સાંકડો રસ્તો જતો હતો. ત્યાં એણે રાત્રે ખાડો ખોઘવીને અંદર અશરફીની નાની થેલી મુકાવી અને એની ઉપર મોટો જબરજસ્ત પથરો મુકાવી દીધો. વહેલી સવારથી માલિક બાજુની હવેલીમાં બેઠો બેઠો બધાને જોયા કરે. પાણી ભરવા જતાં આવતાં સ્ત્રી-પુરુષો ઠોકર ખાય અને ગાળો દે અને બબડ્યા કરે : ૨સ્તા વચ્ચે કયા નાલાયકે આ પથરો નાખ્યો ? કોઈ વળી સારું દેખતો હોય તો બાજુમાં થઈને ચાલ્યો જાય. ઘણાએ ઠોકર ખાધી, ઘણા ગબડ્યા, કેટલાકે ગાળ દીધી, કેટલાક બાજુમાં થઈને ચાલ્યા ગયા. એટલામાં ઈસપ પાણી ભરવા નીકળ્યો. એણે જોયું કે રસ્તામાં મોટો પથરો પડ્યો છે. થયું “કોકને વાગશે તો ?” વાસણ નીચે મૂકી પથરાને હલાવવા લાગ્યો. પથરો મોટો હતો. બાજુમાંથી જનારને એણે વિનવ્યા : “દોસ્ત ! જરા મદદ કરશો ? હાથ આપશો ?” કેમ ? અમે કાંઈ મફતમાં મજૂરી કરનારા છીએ ?” ઈસપે જોર કરી એક જોરદાર આંચકો માર્યો, ત્યાં તો પથરો ઊછળીને બાજુમાં જઈ પડ્યો. ખાડામાં જોયું તો અશરફીની થેલી. - ઈસપ હસી પડ્યો : “સારું થયું પેલો મદદે ન આવ્યો !' એટલામાં એના માલિક આવ્યા : “ઈસપ, આ અશરફીઓ તારી છે, આજથી તું મારી ગુલામીમાંથી મુક્ત. આ ગામમાં માણસ કોણ છે તે જોવું હતું.' લોકો કેવા એદી છે ? પડી જવું કબૂલ છે, દુ:ખ સહન કરવું કબૂલ છે પણ કોઈને પુરુષાર્થ કરવો નથી. શ્રમ વિના સિદ્ધિ સંભવે ? પ૪ કે માનવતાનાં મૂલ્ય Page #64 -------------------------------------------------------------------------- ________________ માણસો ઘણા છે પણ “માણસ” ક્યાં છે ? પુરુષાર્થ વિના પુરુષ કેવો? “માણસ” જ પુરુષાર્થની અંદરની શક્તિઓને બહાર લાવે છે. પેલા પથ્થરને ખસેડવાની જરૂર છે. આળસનો પથરો ખસેડશો તો જ્ઞાનની અશરફીઓ તમારે માટે પ્રતીક્ષા કરે જ છે. અભિશાપ દેવાથી ઠોકરો મળશે, જ્ઞાનની અશરફીઓ નહિ. માનવતાનાં મૂલ્ય : પપ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૬. અમરત્વનો આસ્વાદ ણસ પરમાત્માની નાની આવૃત્તિ છે. એ પોતાના સુખદુ:ખનો સર્જક શું છે. એનો વિચાર જ એના ઉચ્ચાર અને આચારને આકાર આપે છે. એનું ચરિત્રનિર્માણ એના જ વિચારનું પરિણામ છે. આપણે માનવ છીએ. આપણે શું વિચારવું એ વિચારવાનું છે. હું ચેતના શક્તિ છું. શક્તિ અવિનાશી છે. શક્તિનો નાશ નથી. શક્તિ ત્રણે કાળમાં શક્તિ જ રહે છે. મારા આ દેહની સ્થિતિના કારણે એમાં ભરતી કે ઓટ આવે. ઉત્સાહ કે હતાશા આવે. શરીર નિર્બળ કે સબળ લાગે પણ આ બધા આ મારામાં થતા ફેરફારો છે. પુદ્ગલ એટલે પુરાવું અને ગળવું. આ શરીર પુદ્ગલના પરમાણુઓનું બન્યું છે. મારા જ વિચારભાવોથી તૈયાર થયેલું મારું જ આ છે સર્જન છે. આપણે જે કંઈ વિચારીએ છીએ તે છું. ધીરે ધીરે આપણી ભાષામાં અને આચરણમાં આકાર લે છે. વિચાર બીજ પ૬ માનવતાનાં મૂલ્ય Page #66 -------------------------------------------------------------------------- ________________ છે. ઉચ્ચાર એનું ફૂલ છે અને આચાર તેનું ફળ છે. માણસનો જન્મ એ તેના પૂર્વજન્મના વિચાર, ઉચ્ચાર અને આચારની જ અભિવ્યક્તિ છે. માણસ સારા વિચાર કરે તો એ સાર થાય અને ખરાબ વિચાર કરે તો એ ખરાબ થાય. માણસ કાચના ગ્લાસ જેવો છે. અંદર જે રંગનું પાણી હોય તે બહાર દેખાય. એટલે આજથી આપણે જે બનવું હોય તે વિચારીએ. “હું ભૂલી જાઉં છું, ભૂલકણો છું. હું નિર્બળ છું.” આવા નિર્બળ વિચારને લીધે નિર્બળતા આવતી જાય – સ્મૃતિ ઓછી થતી જાય. મગજ કાચું થતું જાય. હું ભૂલી જઈશ એ વિચાર જ આપણને ભુલાવી દે છે. પૂર્ણ શ્રદ્ધાથી વિચારો કે “શા માટે હું ભૂલું ? મારી પાસે સુંદર મગજ છે, એવી કોઈ વાત નથી જે મને યાદ ન રહે, નકામી વાતો યાદ રહે છે તો કામની વાતો યાદ કેમ ન રહે ? હું જ્ઞાનસ્વરૂપ જ છું. જ્ઞાન એ મારા આત્માનો ગુણ છે.” આમ આત્મવિશ્વાસ (confidence) વધતો જશે તેમ તેમ તમારું આત્મફુરણ (intution) પણ વધતું જશે. સુર્ય પહેલાં અરુણ આવે તેમ કાર્ય પહેલાં કારણ આવે છે. આજે માણસનું વાંચન વધારે છે, વસ્તુઓનો સંગ્રહ ખૂબ છે, માહિતી ખૂબ ભેગી કરી છે પણ આંતરસ્કૂરણા ક્ષીણ થઈ રહી છે. એટલે એ જોષીઓ ઉપર, ખોટા તાંત્રિકો ઉપર, જાદુમંત્ર કરીને ચમત્કાર કરનારા બાવાઓ ઉપર, સમયને અનુરૂપ મીઠું મીઠું બોલનારા ધૂર્તો ઉપર વધારે આધાર રાખે છે. તમારો હાથ જોઈને એ જોષીઓ શું કહેવાના ? એનામાં જો જીવન ભાખવાની શક્તિ હોત તો એ આવા પાંચ-પચાસ રૂપિયા માટે તમારા હાથ જોવાનો અને તમારી જન્મોત્રીનાં કાગળિયાં વાંચવાનો વ્યવસાય કરત ખરા ? પોતે જ દુઃખી છે તે તમને સુખી કેમ કરે ? હું જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય છું, એ બળવાન વિચારના ધ્યાન અગ્નિમાં આવતા જૂના અજ્ઞાનના સંસ્કારો બળી જશે અને અંદર રહેલો જ્ઞાનનો પ્રકાશ બહાર આવતો દેખાશે. નિર્બળતા, થાક, કંટાળો, સતત આવતી આળસ – આનું મૂળ કારણ શું છે ? આત્મશક્તિનું વિસ્મરણ અને શારીરિક અશક્તિનું સ્મરણ. એક દિવસ માથું દુ:ખે તો બીજે દિવસે પગ, ત્રીજે દિવસે શરીર દુ:ખે તો ચોથે દિવસે બેચેની. મનથી સ્વીકારી લીધેલી આ પરિસ્થિતિ છે. માનવતાનાં મૂલ્ય : પ૭ Page #67 -------------------------------------------------------------------------- ________________ આત્મા તો સ્વચ્છ છે, તંદુરસ્ત છે, એને કોઈ રોગ નથી. રોગનો સંબંધ શરીર સાથે અને મન સાથે છે, શક્તિનો સંબંધ આત્મા સાથે છે. જેમ જેમ તમે દેહપ્રધાન બનતા જાઓ છો તેમ તેમ નિર્બળ અને રોગી બનો છો. મન નિર્બળ થયા પછી તો તમે રોગમાંથી ઊંચા જ આવી શકતા નથી. રોગ આખર તો મનની પરિસ્થિતિ જ છે. તમને ખૂબ જ ક્રોધ આવ્યો હોય, કોઈના ઉપર ખૂબ ખિજાઈ ગયા હો, ક્રોધની તમે જબરજસ્ત તાણ અનુભવી હોય અને એ જ કલહના વાતાવરણમાં રાત્રે તમે સૂઈ જાઓ. સવારના ઊઠો ત્યારે સતત દુખાવાથી માથું ફાટી જતું હોય ત્યારે તમે કહો કે રાતના શરદી લાગી ગઈ એટલે માથું ફાટે છે ! પણ તમે ભૂલી ગયા કે માથાનો દુખાવો શરદીને લીધે નહિ પણ ગઈ કાલના ક્રોધને લીધે છે. ક્રોધની અવસ્થામાં જ્ઞાનતંતુઓને વધારે જોર આપ્યું, ખૂબ દબાવ્યાં, તાણ્યા, પ્રેશર વધ્યું, હૃદયના ધબકારા વધ્યા, બ્લડ સર્ક્યુલેશનમાં ક્રોધનું ઝેર ભળ્યું એને લીધે માથાનો રોગ થયો. એ ક્રોધ ન કરે, સમતા રાખે, કહેવા લાયક વાત એક-બે શબ્દોમાં પ્રેમથી કહી દે તો આ સ્થિતિ ક્યાંથી જન્મે ? બુદ્ધ પર ક્રોધી થઈ, જેમતેમ બોલી દેવદત્ત થાકી ગયો ત્યારે બુદ્ધ શું કહ્યું ? “તારી વાત પૂરી થઈ ગઈ હોય તો પાણી પી લે.” અમેરિકામાં ડૉ. મેયો (Dr. Mayo) અને એમના મિત્રે ભેગા મળીને વિશ્વવિખ્યાત Mayo Instituteની સ્થાપના કરી. એક વાર બે મિત્રો વચ્ચે મતભેદ થયો, મિત્ર ક્રોધમાં આવ્યો અને આવેશમાં આવીને ન બોલવાના શબ્દો બોલવા લાગ્યો. પાંચ-દસ મિનિટ બોલ્યો, અંતે થાક્યો : “હું આટલું બધું બોલું છું તો તું કેમ બોલતો નથી ?” ડૉ. મેયોએ હસીને કહ્યું : “One mad man is enough in this room.” “આ ઓરડામાં એક જ ગાંડો બસ છે.” બે ગાંડા ભેગા થાય તો જ ધાંધલ થાય. જે ક્રોધના આવેશમાં આવીને પોતાનું સમતોલપણું – balance – ગુમાવે છે એ પરિસ્થિતિને આધીન બનીને પરિસ્થિતિથી જ દબાઈ જાય છે. એ ગાંડો ન કહેવાય તો શું કહેવાય ? પરિસ્થિતિને આધીન નથી બનવાનું પણ પરિસ્થિતિને આધીન બનાવવાની છે. - ત્રણ પ્રકારના માણસો છે. એક પ્રકારના પરિસ્થિતિને આધીન બનીને વિચારે કે સંયોગો જે બાજુ લઈ જાય તે બાજુ ગયા વિના ચાલે તેમ નથી. ૫૮ * માનવતાનાં મૂલ્ય Page #68 -------------------------------------------------------------------------- ________________ Man is creature of circumstances - Relazili ich of જીવ્યા કરે. પરિસ્થિતિના પ્રવાહમાં તણાયા કરે. એની ગણતરી કાંઈ નથી. દુનિયામાં એવા લાખો જન્મે છે અને મરે છે; એમના જન્મનો, જીવનનો કે મરણનો કોઈ અર્થ નથી. બીજો પ્રકાર વિચારે કે મારે પરિસ્થિતિઓમાં તણાવું નથી. પણ પરિસ્થિતિની બહાર નીકળી જવું છે. એ પાણીના પ્રવાહમાં તણાવા નથી માગતો તેમ સામા પ્રવાહે જવાની એનામાં પૂરતી શક્તિ નથી એટલે એ બહાર નીકળી કિનારે જઈને બેસી જાય છે. ત્રીજો વિચારે છે કે મારે તો પરિસ્થિતિની સામે થઈને પણ પેલે પાર જવું છે. દુનિયા પણ જોતી રહે કે પરિસ્થિતિના પ્રવાહમાં તણાયા વિના એ બાહુબળ તરીને બહાર આવી ગયો. જે પરિસ્થિતિને તરીને સામે કિનારે જાય તે જ માન, સન્માન અને આદરને પાત્ર જ નહિ જીવંત પ્રેરણા બને છે. તમે જરાક માથું ઊંચું કરશો, સારું કામ કરવા નીકળશો તો તમારી વાતો કરનારા, વિરોધ ઉઠાવનારા, પાછળથી વખોડનારા ઘણા ઊભા થવાના, કારણ કે મોટા ભાગના માણસો ટોળામાં જીવે છે. એવે સમયે શું હારી જશો ? શું એમ કહેશો કે હું શું કરું ? સહુ વિરોધમાં ઊભા રહ્યા; સહુ સામે થઈ ગયા; કોઈના સાથ નથી તો હું જીવનમાં આગળ કેમ વધું ? કવિ ટાગોરે શું કહ્યું ? “તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે.” તારી સાથમાં કોઈ ન આવે, તારાં દૂર દૂરનાં સ્વપ્નાં સમજવા માટે સામા માણસો પાસે હૃદય અને બુદ્ધિ ન પણ હોય તોય તું એકલો નીકળી પડજે. સ્વજનો અને મિત્રો સદા સાથ આપે જ એવી અપેક્ષા ન રાખશો. શુભેચ્છા માત્ર એટલી જ રાખવી કે સાથ આપે તો સારી વાત છે; પણ બધાને બધા સાથ આપે જ એવું જીવનમાં નથી બનતું. વળી સ્વજનો અને સંબંધીઓને પણ આપણા જેટલી સમજ અને શક્તિ ન પણ હોય. એક કુટુંબમાં ત્રણ ભાઈઓ હોય; એક ડાહ્યો, બીજો મધ્યમ તો ત્રીજો વળી સાવ જ ભોળો કે ધૂની હોય. જો એક કુટુંબમાં જ આવું બને તો સંસારમાં શા માટે ન બને ? શા માનવતાનાં મૂલ્ય પ૯ Page #69 -------------------------------------------------------------------------- ________________ માટે માની લેવું કે બધાનો સાથ અને સથવારો મળે તો જ જીવનમાં આગળ વધી શકાય ? જેણે આસપાસના માણસોના અભિપ્રાયો (Opinion) પૂછવામાં જ જીવન પૂરું કર્યું તેના જીવનમાં કદી પ્રગતિ થાય ? સતત ચિંતન કરો, “મારામાં અનંત શક્તિઓ પડી છે, એને બહાર લાવવા માટે મારે પ્રયત્ન કરવાનો છે વિરોધનાં તત્ત્વો બળવાન હોય ત્યારે જ આગળ વધવામાં મઝા આવે છે. કામ કરો ત્યારે થોડાક લોકોનો ગણગણાટ હોય તો ચોક્કસ જાણજો કે તમારા કામમાં ભલીવાર છે. પતંગ સામી હવામાં ખૂબ જ ઉપર જાય. માણસમાં કાંઈક છે તો સામે વિરોધ ઊભો થાય છે. જેને જીવનનો પતંગ ઉપર ચઢાવવો છે, દૂર દૂર લઈ જવો છે એને પરિસ્થિતિનો સામો પવન જરૂર જોઈએ. તમારી સામે કોઈ કહેનાર ન હોય, ભૂલ કાઢનાર ન હોય તો તમે કોઈ કામ ભૂલ વિનાનું વ્યવસ્થિત કરી શકતા નથી. તણાયા વિના તરી જાય તે જ દુનિયામાં પ્રેરણા બની જાય છે. શરીરનો નહિ, આત્માનો વિચાર કરવાનો. મારા આત્મામાં અનંત શક્તિઓ પડી છે. શરીરને લઈ જનાર, વેગ આપનાર આખર તો આત્મા છે, અંદર બેઠેલી આત્મિક વિદ્યુત શક્તિ છે. જે ઘડીએ મન થાકે છે, ત્યારે શરીર થાકી જ જાય છે. તમને જમવા માટે બોલાવે, મનભાવતી વાનગીઓ પીરસે, કોળિયો હાથમાં લો અને તમારા યજમાન તમને અપમાનજનક શબ્દ કહે, પછી જુઓ જમવામાં કેટલી મજા આવે છે ? થાળીમાં ભાવતી વસ્તુઓ છે પણ મનને આઘાત લાગ્યો પછી ભોજનમાં મજા નથી આવતી, ભોજન નીરસ થઈ જાય છે. શરીર ત્યાં છે, જીભ ત્યાં છે, ખાનાર મોઢું ત્યાં છે, વાનગીઓ સામે જ પડી છે પણ અંદરનું તત્ત્વ બગડ્યું એટલે આ બધું જ નાપસંદ. જીવનનો મોટો આધાર મન ઉપર છે, આત્મા ઉપર છે. આ વાત ભૂલીને લોકો ચોવીસે કલાક શરીર ઉપર જ ધ્યાન આપે છે. પુનઃ વિચારવું ઘટે : હું શક્તિઓનો સ્વામી આવો નિર્બળ કેમ બની ગયો ? ધારું તે કરી શકું એવો અત્યારે હું દરેક બાબતમાં શંકા અને વહેમથી કેમ ઘેરાઈ ગયો ? માણસનું મન કેટલું નિર્બળ બની ગયું છે ? રજાઓમાં ક્યાં જવું તે ૬૦ - માનવતાનાં મૂલ્ય Page #70 -------------------------------------------------------------------------- ________________ માટે પણ નિર્ણય ન લઈ શકે. કહે : લાવો, હવે આપણે ચિઠ્ઠીઓ નાખીએ, ચિઠ્ઠીઓ નાખવી પડે એ વિચારશક્તિનું અપમાન નથી ? નાનપણથી જ તમારા મગજમાં આસપાસના સૌ ઠસાવતા આવ્યા છે : તું શું કરવાનો ? તું શું સમજે ? તારાથી કાંઈ નહિ થાય, બેસી જા.” તમે શાળામાં જાઓ ત્યાં જેને જીવનનું દર્શન નથી એવા માત્ર બી.એ. થયેલા શિક્ષકો શું ભણાવે ? “બેસી જા, તું નહિ સમજે. તને શું આવડવાનું છે ? ઠોઠ, બેસી જા.” પછી ગુરુઓનો વારો આવે. “તમે સંસારી લોકો પાપમાં પડેલા, અજ્ઞાની. તમે આત્માની બાબતમાં શું જાણો ? સંસારના કીચડમાં પડેલા સ્વર્ગની વાતો શું જાણો ? તમારા આ કીચડ પર જીવે, મઝા કરે, પ્રસિદ્ધિ મેળવે અને તમને જ નીચે નાખે અને નિર્બળતા અને હીનતાનો ઉપદેશ આપે. પછી સમાજમાં જ્યાં જ્યાં કામ કરવા જાય ત્યાં પણ એ જ પડઘા પડે, એવું જ સાંભળવા મળે. આ અજ્ઞાનમય ઝેરી વાતાવરણ મનને એવું નિર્બળ, વહેમી, શંકાશીલ. થાકેલું, અશક્ત, અજ્ઞાની કરી નાખે કે માણસ અંદરથી ખલાસ થઈ જાય અને ઉદાત્ત કંઈ વિચારી જ ન શકે. એ કામ કરે પણ સાંજે એની અવસ્થા તો જુઓ ? થાકેલો, કંટાળેલો, ઘરમાં કોઈ બોલાવે તો કહે : “બોલાવશો નહિ. જોતા નથી ? આખો દિવસ કામ કરી કરીને મરી ગયો.” ભલા આદમી, તું મરવા માટે કામ કરે છે કે જીવન જીવવા માટે ? તમારું પ્રત્યેક કાર્ય તમારા જીવનનો આનંદ હોવો જોઈએ. પ્રત્યેક પ્રવૃત્તિ મનને પ્રસન્નતાપૂર્વક ઉપર ઉઠાવે એવી હોવી જોઈએ પ્રવૃત્તિ આનંદ ન આપતી હોય તો પ્રવૃત્તિને આનંદમય બનાવો. જે મોળું છે એમાં આનંદની મીઠાશ રેડવાથી એ મધુર બની જાય છે. રસ રેડીને કામ કરો પછી એ કાર્યમાં થાક નહિ પણ ઉત્સાહ આવે. ઉત્સાહમાં માણસ શુભ ધ્યાનમાં રહે, પછી કર્મબંધન ક્યાંથી ? દુખી, થાકેલો, કામ કરતાં કરતાં શોક કરનારો માણસ જે કાંઈ કામ કરે છે એમાં એ કર્મ બાંધે. “શોકે સંસાર વધે ઘણો, શોક નર્કની ખાણ.' કામ કરતાં કરતાં માણસને મુક્ત બનવાનું છે. સતત પ્રશ્ન પૂછવાનો છે : “મારી પ્રવૃત્તિ અને જીવનના દૃષ્ટિકોણ તરફ લઈ જાય છે ?” પચાસ વર્ષ પહેલાંની વાત છે. એક ઝવેરી કુટુંબ ધંધો સમેટી દેશમાં જવાનું હતું પણ પિતાની ઇચ્છા દીકરાને ઝવેરાતના ધંધામાં રાખવાની હતી. માનવતાનાં મૂલ્ય : ૬૧ Page #71 -------------------------------------------------------------------------- ________________ દીકરાને સારામાં સારો ઝવેરી બનાવવા, ધંધામાં તૈયાર કરવા, પોતાના અનુભવી મિત્રને સોંપ્યો અને એ દેશમાં ગયા. “આજથી મારા પિતાને સ્થાને આપ છો, આપ જેમ કહેશો તેમ હું કરીશ.” ઝવેરીએ કહ્યું : “આ ઝાડુ લે, દુકાન બરાબર કચરો કાઢી સાફ કર.” યુવાનને ક્ષણભર વિચાર આવી ગયો, “શું હું અહીં ઝાડ કાઢવા રહ્યો છું ?” પણ વડીલની આજ્ઞા માનીને આખી દુકાન બરાબર સાફ કરી. ત્યાં ઝવેરીએ ફરી કહ્યું : “આ કચરો બહાર નહિ; આ ડબ્બામાં નાખવાનો.” બીજા દિવસે પણ એ જ કહ્યું : “તારે આ જ કામ કરવાનું. દુકાન ચોખ્ખી કરવાની, કચરો કાઢવાનો, બરાબર ચોખ્ખો નીકળવો જોઈએ. એ કચરો બહાર ફેકવાનો નહિ પણ આ ડબ્બામાં નાખવાનો.” આમ કરતાં છ મહિના નીકળી ગયા. છ મહિના સુધી યુવાન પાસે આવું સામાન્ય કામ કરાવ્યું. દુકાન સાફ કરવાની, કચરો કાઢવાનો, ડબ્બામાં નાખવાનો. કોઈ કોઈ વાર બપોરના સમય મળે ત્યારે હીરા બતાવે. એક દિવસ વડીલે યુવાનને બોલાવ્યો. “પેલો ડબ્બો લઈ આવ.” “કયો ડબ્બો ?” “કચરાનો.” ડબ્બો લાવ્યો. “આ ટેબલ પર ઊંધો કર.” “કચરો ?” હા, હું જેમ કહું તેમ કર.” પછી સારા ઝીણા ચાળણાથી ચાળવા બેઠો. ધીમે ધીમે કચરો ચળાઈ ગયો. થોડા નાના નાના હીરા કચરામાંથી નીકળી આવ્યા ! વડીલે કહ્યું : “ઝવેરીનું પહેલું કામ આ છે : કચરો કેમ કાઢવો. ઝવેરીનો ધંધો જ એવો છે કે ગમે તેટલી ચોકસાઈથી હીરા જતો હોય તો પણ એકાદો હીરો ગમે ત્યારે ઊડી જાય, લપસી જાય, હાથથી સરી જાય, ઝવેરીને ત્યાંના કચરામાં પણ હીરો હોય. જે આ નાના કામમાં ધ્યાન રાખી શકે તે જ ચીવટથી બીજામાં ધ્યાન રાખી શકે, આગળ વધી શકે.” “શ્રમ કર્યા વિના આગળ વધી શકાતું નથી આ પાઠ પણ મારે તને શીખવવો હતો.” - ઝવેરાતના ધંધામાં નિષ્ણાત બન્યા પછી પોતાનો જીવનપ્રસંગ લખતાં એ લખે છે : “મને કચરો કાઢવાનું કહ્યું ત્યારે મારા વડીલ મને કડવા લાગ્યા હતા. પણ આજે એમનો ઉપકાર હું કઈ રીતે વ્યક્ત કરું ? એમણે પાયાનું જ્ઞાન આપ્યું તો હું આટલો આગળ વધ્યો !” કચરામાંથી હીરો શોધો તો હીરામાંથી તમે શું ન શોધો ? ૬૨ * માનવતાનાં મૂલ્ય Page #72 -------------------------------------------------------------------------- ________________ ભણેલા યુવાનોના મનમાં એક માન્યતા બંધાઈ જાય છે : “આવું નાનું કામ મારાથી કેમ થાય ? મારા જેવો માણસ કચરો કાઢે ?” એટલે જ સવારે સો સો દંડ-બેઠક કરનારા યુવાનો પિતાને પાણીનો ગ્લાસ ભરીને આપતાં શરમાય છે. પોતાના માટે એક ગ્લાસ માટે નોકરને બૂમ મારે, હુકમ કરે. “પાણી લાવવાનું કામ હું કેમ કરું ? એ કામ નોકરનું !” એણે કામને હલકું માન્યું. ખરી રીતે કામ હલકું નથી, એના વિચારો હલકા છે. જેના વિચારો હલકા છે એ જ માને કે આ કામ મોટું અને આ કામ નાનું. માણસને જે કંઈ કાર્ય મળ્યું હોય તે દ્વારા એને ઉપર આવવાનું છે. એના કાર્યનું લક્ષ્ય પૂર્ણતા હોવું ઘટે. જીવનમાં આ દૃષ્ટિ આવતાં કાર્યમાં સંગીતનો અનુભવ થવાનો. કાર્ય દ્વારા વિકાસનાં પદચિહ્નોનું દર્શન થવાનું. જે માણસ એકાગ્રતાપૂર્વક કામ કરતો નથી એ જીવનની કોઈ પણ બાબતમાં આગળ વધી શકતો નથી. બાળપણની એ કવિતા સાંભરે છે ? Work while work and play while play. ભણવા બેસે ત્યારે ભણવા માંડજે અને રમવા બેસે ત્યારે રમવા માંડજે. રમે ત્યારે ભણવાનો વિચાર ન કરતો અને ભણે ત્યારે રમવાનો વિચાર ન કરતો. બાળકોની શિખામણ પ્રૌઢને પણ એટલી જ ઉપયોગી છે. માણસ એક કામ કરતાં કરતાં બીજો વિચાર કરે છે. પૂજા કરતાં કરતાં દુકાનનો વિચાર કરે અને માળા ફેરવતાં શાક સમારવાનો વિચાર કરે. વિચારશક્તિને એક દિશામાં વાળવાની આદત નથી. આ પદ્ધતિ ન હોવાને લીધે જે કાર્ય કરવું જોઈએ એ પૂર્ણ નથી કરતો અને ન કરવાના કાર્યનો વિચાર કરવા માંડે છે. એના પડઘા વ્યાપારમાં, વાતોમાં અને જીવનમાં પડે છે. આ વિચારને વિકસાવી મનમાં દઢ કરવાનો છે કે હું શક્તિમય છું, આત્મવિશ્વાસથી ધારું તે કરી શકું. મારું શરીર છે. તે એક ઉત્તમ સાધન છે; પણ અંદર કામ કરનાર મારું ચૈતન્ય છે. એની પ્રેરણા પ્રમાણે જ આ શરીર કામ કરે છે. એક અતિ વૃદ્ધ પુરુષ હતા. ખાટલામાંથી ઊભા થવું હોય તો ય નોકર ઊભા કરે તો જ ઊભા થઈ શકે એવી પરાધીન અવસ્થા હતી. ધર્મ સંભળાવવા હું ગયો ત્યારે બેઠા પણ ન થઈ શક્યા એટલા માંદા અને અશક્ત હતા. એક દિવસ એ ઘરમાં આગ લાગી, બૂમાબૂમ થઈ. તમને આશ્ચર્ય થાય એવી આ માનવતાનાં મૂલ્ય ૬૩ Page #73 -------------------------------------------------------------------------- ________________ વાત છે. ત્રણ માળના દાદરા ઊતરીને પહેલા નીચે આવનાર હોય તો એ દાદા હતા ! જે ખાટલામાંથી ઊભો ન થઈ શકે એ ત્રણ દાદરા ઊતરીને કેવી રીતે આવી શકે ? એનું કારણ શરીર નહિ, આત્મા છે. આત્મવીર્ય અનંત છે, એ સ્ફરતાં મન તૈયાર થઈ ગયું. માંદો છું એ ભુલાઈ ગયું. હુકમ કર્યો “ચાલ' એટલે પછી શરીરને તો ચાલવું જ પડ્યું, દોડવું જ રહ્યું. આ શરીર બીજું કાંઈ જ નથી. શરીર એક પંચભૂતનું મિશ્રણ છે. એ પંચભૂતના તત્ત્વનું જે સંચાલન કરે છે, એને ચિંતન આપે છે, એ દ્વારા જે કામ લે છે એનો તો અભ્યાસ પણ કરતા નથી. એનો અભ્યાસ વધતાં ખ્યાલમાં આવશે કે આ પંચભૂતના મિશ્રણ પાછળ એક અદ્દભુત તાકાત કામ કરી રહી છે. આ ચૈતન્ય જે રીતે દોરે છે એ રીતે આ શરીર જાય છે. શરીરને બહારના સાધન તરીકે રાખો અને સાચવો પણ અંદર કામ કરી રહેલી શક્તિ સબળ જ રહે અને નિર્બળ ન બને એ વિચારવાનું છે. સંસ્કારોને લીધે, વાતાવરણને લીધે અને પરિસ્થિતિને લીધે મન નિર્મળ બને છે. પરિસ્થિતિ મન ઉપર સવાર થાય ત્યારે સાવધાન બનીને વિચાર કરવો કે આ પરિસ્થિતિને દબાવીને ઉપર કેમ આવવું ! અને તમે પ્રયત્ન કરો તો પલટો જરૂર આવે. શિલ્પીઓની દુનિયામાં જેનું નામ ગણાય છે એવા વિશ્વવિખ્યાત માઈકલ એન્જલો (Michel Angelo)ના જીવનનો આ પ્રસંગ છે. ઘણાં શિલ્પો કર્યા. અંતે ઈશનું એક અપૂર્વ શિલ્પ બનાવવા એણે સ્વપ્ન સેવ્યું. તે માટે માસૂમ નિર્દોષ, જેની આંખોમાં પ્રેમ અને મૈત્રીના ભાવ ભરેલા હોય એવી આકૃતિની જરૂર હતી. આવા બાળકની શોધમાં દોઢ વર્ષ નીકળી ગયું. એક દિવસ એક બાળક રમતું દેખાયું. એને વાંકડિયા વાળ હતા, સુંદર આંખો હતી, મોઢા ઉપર પ્રભુતાનો પ્રકાશ હતો. એની આકૃતિ સુંદર અને સૌમ્ય હતી. બાળકને જોતાં જ એને થયું કે ઈશનું રૂપ પથ્થરમાં કંડારવા માટે આ બાળક યોગ્ય છે. માતાને કહ્યું : “કહો એટલા પૈસા આપું પણ તમે તમારા બાળકને લઈને આવો, મારી સામે બેસાડો, હું આ સૌમ્ય આકૃતિને પથ્થરમાં કંડારવા માગું છું.” માતા કબૂલ થઈ, શિલ્પ તૈયાર થયું, Christની નિર્દોષતા અને માનવતા જીવંત બન્યાં. ઘણાં વર્ષો વીતી ગયાં. માઈકલને થયું જેવી રીતે ઈશુની સુંદર પ્રતિમા સરજી એવી જ રીતે એની સામે હવે જેની આંખમાં વિશ્વાસઘાતીનું ખુન્નસ હોય અને મોં પર ડાકુ જેવો ભાવ હોય એવા જુડાસ Judasની આકૃતિ તૈયાર કરું. ૬૪ - માનવતાનાં મૂલ્ય Page #74 -------------------------------------------------------------------------- ________________ બાર વર્ષ પછી એક એવો જ માણસ જડી આવ્યો. દારૂડિયો, જુગારી અને વાસનાથી ચકચૂર. પચ્ચીસ વર્ષનો એ યુવાન હતો. શિલ્પીએ શિલ્પની વાત કરી, યુવાને હા કહી. જુડાસની આકૃતિ તૈયાર થઈ અને શિલ્પાએ પ્રદર્શનમાં આ કતિને પેલી ઈશની પ્રતિમાની બાજુમાં મૂકી. યુવાને બન્ને આકૃતિઓ જોઈ. ઈશુની અને જુડાસની આકૃતિ જોતાં જોતાં એનો ભૂતકાળ સાંભર્યો, મન ભરાઈ આવ્યું. આંખમાંથી અશ્રુની ધારા વહી રહી. આંસુથી આંખો ધોવાઈ ત્યારે એની એ જ આંખો સૌમ્ય અને કરુણાળુ બની ગઈ. માઈકલ જોયા જ કરે : “આ શું થયું ? જેની આંખો ક્રૂરતાથી ભરી હતી, જેની આંખોમાં દયાનો છાંટો પણ ન હતો એ આંખો આટલી સૌમ્ય ! આટલી મૃદુ !” યુવાન તો પશ્ચાત્તાપથી ધ્રુસકે ધ્રુસકે રડી જ રહ્યો. માઈકલ નજીક આવ્યો. ખભે હાથ મૂકીને કહ્યું : “ભાઈ ! રડે છે કેમ ?' યુવાને જવાબ આપ્યો “આ ઈશુને તમે કંડાર્યો છે તે બીજું કોઈ નથી પણ હું પોતે જ છું. એ વખતે હું કેવો નિર્દોષ હતો, માતાની સાથે આવ્યો હતો, અહીં બેસાડીને તમે મારી આકૃતિ દોરી હતી. આ બાર વર્ષના ગાળામાં ખરાબ સંગતે હું કેવો બની ગયો ? દારૂડિયો બન્યો, વ્યસની બની ગયો, જુગારી અને અનાચારી બન્યો. રૂપ અને લાલસાની પાછળ દોડી દોડીને પશુ બન્યો. આજે હું ચોરી કરી શકું છું, ખરાબ નજર નાખી શકું છું, નીચ અને અધમ વિશ્વાસઘાત પણ હસીને કરી શકું છું. અંતરાત્મા મને હવે ડંખતો નથી. પણ આજે આ બે આકૃતિઓ જોતાં હું જુડાસ છું તે જ હું ઈશુ હતો તેનો ખ્યાલ આવે છે. ઈશુ જુડાસ કેમ બની શકે છે અને જુડાસ ઈશુ કેમ બની શકે છે એ જ જોયા કરું છું, બીજું કાંઈ નહિ મારું જ તત્ત્વ મને કેમ નીચ બનાવી શકે છે અને નીચે લાવી શકે છે અને મારું જ તત્ત્વ મને કેમ ઊર્ધ્વગામી બનાવી ઉપર લાવી શકે છે એ બેનો જેમ જેમ વિચાર કરતો જાઉં છું તેમ તેમ મારું હૃદય ભરાઈ આવે છે, પશ્ચાત્તાપથી હું બળી જાઉં છું.” માઈકલે કહ્યું : મારો શ્રમ આજે સફળ થયો છે. મેં તો માત્ર પથ્થરમાં આકૃતિ કંડારી હતી પણ આજે મને તારાથી જીવંત પ્રભુનું દર્શન થયું છે કે ભગવાન અને શયતાન ક્યાંય નથી, અંદર છે. માણસ જ ક્રાઇસ્ટ છે અને માણસ જ જુડાસ છે. યાદ આવ્યું : “The kingdom of Heaven is within you.” માનવતાનાં મૂલ્ય + ૬૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ જ્યારે હું આ કાવીર પણ ત્યારે હું મહાવીર સ્વર્ગનું સામ્રાજ્ય બહાર નથી, તારામાં જ છે. તું ધારે તો સ્વર્ગ રચી શકે અને ભૂલો તો જીવનને નરક પણ બનાવી શકે. નરક અને સ્વર્ગ બનાવનાર આ શરીર નહિ, આંખો કે ઇંદ્રિયો નહિ પણ આપણે ખુદ છીએ. આત્મવિશ્વાસ અને જાગૃતિ આંતરવૈભવ છે. ક્રાઇસ્ટ પણ મારામાં છે અને રામ પણ મારામાં છે; ભગવાન મહાવીર પણ મારામાં છે અને ભગવાન બુદ્ધ પણ મારામાં છે. જ્યારે હું અહિંસા, સંયમ અને કરુણાભર્યું જીવન જીવું છું ત્યારે હું મહાવીર છું અને જ્યારે હું હિંસા, વિલાસ અને ક્રૂરતાભર્યું જીવન જીવું છું ત્યારે હું ગોશાલક, ઉત્તમતા અને અધમતા આ એક દૃષ્ટિ છે, પરિસ્થિતિ છે. આનો પૂર્ણ ખ્યાલ આવતાં આપણામાં જે ફુરણા આવે, સ્કૂર્તિ જન્મે, હું શા માટે આવો ન બનું ? મારી આ શ્રેષ્ઠ શક્તિઓને હું શા માટે બહાર ન લાવું ? આત્મવિશ્વાસ વિનાનો માણસ કહે : હું શું કરીશ ? મારાથી શું બની શકશે ? હું નિર્બળ માણસ કરી કરીને શું કરવાનો ? દરિયાની ભીની હવામાં જેમ શેકેલો પાપડ હવાઈ જાય છે તેમ નિર્બળ વિચારોમાં ઉત્સાહ ઠંડો પડી, મરી જાય છે. તમારામાં એક બળવંત જીવંત તત્ત્વ છે તેનો જે દિવસે તમને અનુભવ થાય તે દિવસે તમે જાગ્યા કહેવાઓ, જ્યાં સુધી આ વિચાર ન જાગે ત્યાં સુધી મન ઊંધે છે. “અનંત શક્તિઓની શક્યતા મારામાં પડી છે,’ ‘હું ધારું તે કરી શકું.” આ ખ્યાલ આવ્યો અને નવપ્રભાત થયું. ઊંઘવું અને જાગવું એનો સંબંધ આંખો સાથે જ નથી, ખરી રીતે તો વિચારો સાથે જ ધરાવે. આંખ ખુલ્લી હોવા છતાં ઘણા વિચારોમાં નથી ઊંઘતા ? બગીચામાં કોયલ અને કાગડો અથડાઈ પડ્યાં. અથડાઈને બન્ને ઝાડ ઉપર જઈને બેઠાં. કાગડાએ “કા, કા' કરીને પોતાના કર્કશ અવાજથી વાતાવરણને કર્કશ કરી નાખ્યું ત્યારે પેલી કોયલ વિચારે છે : કાગડાને ભૂલથી મારી ચાંચ તો નહિ લાગી હોય ને ? એને શાંતિ આપવા માટે લાવ મધુર ગીત ગાઉં; મીઠા અવાજથી વાતાવરણને મધુર અને સંગીતમય બનાવું. ઝાડ નીચે બેઠેલો કવિ વિચારે છે : માણસ કાગડો કે કોયલ ? એ ધારે તે બની શકે. મધુર અવાજથી વાતાવરણને ગૂંજતું કરી શકે અને પોતાના ૬૬ માનવતાનાં મૂલ્ય Page #76 -------------------------------------------------------------------------- ________________ કલહભર્યાં સ્વભાવથી જ્યાં જ્યાં જાય ત્યાં વાતાવરણને ચિંતામય અને બળતરાભર્યું પણ બનાવી શકે. આ કામ કોણ કરે છે ? ભાગ્યન! ઉ૫૨ દોષ ન દેશો, કોઈક મને કરાવી રહ્યું છે એમ પણ ન કહેશો. એમ કરનાર માણસ પોતે જ છે. શા માટે મને આવકાર નથી મળતાં એ વિચારી માણસે પોતે પોતાની શક્તિઓને વિકસાવવી જોઈએ, પોતાના ચારિત્રને સુંદર બનાવવું જોઈએ અને જીવનમાં કોયલની મધુરતા લાવવી જોઈએ. : ઘણાખરા માણસો જૂની ટેવ પ્રમાણે જ કહેતા હોય છે હવે શું ફેરફાર થવાનો છે ? જેમ ચાલ્યું તેમ ચાલવા દો. હવે નવી વસ્તુ આવી શકે તેમ નથી અને જૂની મારાથી કંઈ છૂટે એમ નથી. ઘણું જીવન વહી ગયું ને થોડું રહ્યું છે તે પણ એમ ને એમ પૂરું થઈ જવા દો. સૂકા લાકડાને ગંદો મારો તો સુંવાળું ન થાય ? પૉલિશ કરો તો એનામાં ચકચકાટ ન આવે ? અને એનું સુંદર ફર્નિચર ન બને ? આપણું જીવન શું સૂકા લાકડાથી પણ ગયું ? એને વિચારનો અને ચિંતનનો રંદો મારે તો જીવનમાં પરિવર્તન કેમ ન આવે ? અંદરની શક્તિઓનો આવિષ્કાર કેમ ન થાય ? આ શક્તિઓ અંદર બિરાજમાન છે, બહારથી આવેલી કે લાદેલી નથી, આત્માનો મૂળ સ્વભાવ છે. એના અસ્તિત્વમાં આ શક્તિઓનું અસ્તિત્વ છે. માનવતાનાં મૂલ્ય * ૬૭ Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭. વર્તમાનમાં જીવન 1 ક ભા પાપી નથી. જે માને છે કે “હું પાપી છે. તેની સામે જૈન દર્શને બીજો વિચાર આપ્યો. તે પાપી હોઈ શકે છે જ નહિ, જો તું ખુદ પાપી હોય, તારી બુનિયાદ જો પાપની હોય અને પાપ એ જ છે તારું જીવન અને સર્જન હોય તો તને પ્રકાશની પ્યાસ કેમ ? પ્રભુનો પ્રેમ કેમ ? પરમાત્મા કેમ બની શકે ? જેનો તાણાવાણો પાપનો જ હોય એ કાપડ પાપનું જ હોવું જોઈએ, પણ ના, તારો તાણાવાણો તો દર્શન અને જ્ઞાનનો છે • એટલે પાપ તારાથી પર છે, બહારથી આવીને ભળેલું છે.' “હું મરી જવાનો' એમ માનનારની સામે બીજું સત્ય આ છે : તું મરતો જ નથી, દુનિયામાં એવું કોઈ જ તત્ત્વ નથી જે તને ખતમ કરી શકે. પ્લેગ, કેન્સર, ટી.બી, આ બધા રોગ શરીરને થાય છે, તને નહીં, આત્માને નહીં. માટે જ ઘણાને મૂકીને આવીએ, ૬૮ - માનવતાનાં મૂલ્ય Page #78 -------------------------------------------------------------------------- ________________ સ્મશાનમાં મૂકીને આવીએ, મરતાં જોઈએ તેમ છતાં ગભરાઈને જીવવાનો વિચાર માંડી નથી વાળતા. હસીને જીવીએ છીએ, કારણ કે અંદર બેઠેલું તત્ત્વ કહે છે ભલે કોઈને બાળી આવ્યો, કબરમાં ઘટી આવ્યો, Tower of Silenceમાં મૂકી આવ્યો પણ હું મરતો નથી. મનુષ્યના જીવનમાં બે જાતની વિચારધારાઓ વહી રહી છે : આંખથી દેખી શકાય છે કે લોકો મરી રહ્યા છે, પણ વ્યક્તિમાં રહેલ આત્માને લાગતું નથી કે હું મરી જવાનો છું. જો એમ લાગે હું મરી જવાનો તો રાતના ઊંઘ જ નહિ આવે. કોઈને પૈસા ચૂકવવાના હોય, ચેક લખી આપો અને આગલે દિવસે ખબર પડે કે બેંકમાં balance નથી તો આખી રાત ઊંઘ આવે છે ? કોઈ કહે કે તમને ટી.બી. થયો છે તો કેટલો ગભરાટ છૂટે છે ? ઊંઘ ઊડી જાય છે કે નહિ ? તો, બધાને વિદાય આપીને આવનારો જીવે છે, હસે છે, ખુશીથી જીવે છે, એનું કારણ એ કે શરીરમાં બેઠલો જાણે છે કે જગતમાં મૃત્યુ દેખાય છે પણ આત્મામાં અમૃતત્વ પડેલું છે. આ અમૃતત્વની સુષુપ્ત મન (subconscious mind)માં રહેલી શ્રદ્ધાને કારણે, આત્માને થઈ ગયેલી પ્રતીતિને કારણે જ બીજા મરતા હોવા છતાં પોતે મરી જવાનો છે એમ નથી માનતો. ઇલેક્ટ્રિક થાંભલા ઊભા કરતા પહેલાં ખાડા કરે, પછી થાંભલો મૂકી આસપાસ માટી, કાંકરા, પથરા મૂકી ચાર જણા ભેગા થઈ થાંભલાને ખૂબ જોરથી હલાવે. શા માટે હલાવે ? ક્યાંક જરા પણ કાચું, ઢીલું રહી ન જાય, નહિતર રાહદારીના જીવનું જોખમ, હલાવી હલાવીને ખાડો જરાક ઢીલો થાય એટલે વળી પથરા નાખે કાંકરા ભરે અને ફરી હલાવે. એમ કરતાં કરતાં એવો મજબૂત કરી નાખે કે ચોવીસ જણા હલાવે તોય મચક ન આપે. એવી જ રીતે ધર્મના થાંભલાને પણ હૈયામાં રોપો. વિચારણા કરીને, પ્રશ્નો પૂછીને એને હલાવતા જાઓ, તમને પૂર્ણ ખાતરી થવી જોઈએ કે હું જે માર્ગે જઈ રહ્યો છું એ માર્ગ સાચો એ જ માર્ગ સાચો છે. તર્ક અને ચિન્તનભર્યા પ્રશ્નો પૂછવાથી માણસ સાચો ધર્મી બને છે. જે ધર્મ તર્ક કરવાની ના પાડે છે, પ્રશ્નો પૂછવાની મના કરે છે એ તમને અજાણ્યા કૂવામાં ઉતારવાની વાત કરે છે. શંકા ન કરો અને એમ ને એમ સ્વીકારી (accept) લો તો જીવનમાં કો'ક એવી પળ આવતાં આંચકો લાગશે, અને શ્રદ્ધાનું તત્ત્વ બહાર નીકળી જશે. તમે ખાલી બની જશો. માનવતાનાં મૂલ્ય * ૬૯ Page #79 -------------------------------------------------------------------------- ________________ શંકા કર્યા વિના, પ્રશ્નો પૂછ્યા વિના, જાણ્યા વિના, ધર્મને સ્વીકારનાર શું સાચો ધર્મ છે ? તેજાબમાં મૂક્યા વિના, કસોટી ઉપર ચઢાવ્યા વિના, બરાબર જોયા વિના જે સોનું લે છે તેને કોઈ પૂછે : આ સોનું છે ? એ ઉપરથી કદાચ “હા” કહેશે પણ તરત મનમાં શંકા ઊભી થવાની. “મેં બરાબર તપાસ તો કરાવી નથી, કદાચ રોલ્ડ ગોલ્ડ પણ હોય.” પણ જે બરાબર તપાસ કરીને લે છે એ તો આત્મવિશ્વાસથી કહે છે : મેં બરાબર તપાસ કરીને લીધું છે, એમાં મને જરાય શંકા નથી. પ્રશ્ન થાય કે જો હું આનંદમય છું, અમર છું તો આજે હું દુ:ખી કેમ છું અને મરણનો ભય કેમ છે ? એનું કારણ જડનો સંગ છે. પુગલની ભાગીદારી છે. સોનાની ખાણમાં સોનું અને ધૂળ સાથે મળેલાં છે, અનાદિકાળથી સાથે જ છે. છતાં, સોનું સોનું છે અને ધૂળ ધૂળ છે. સાથે રહેવા છતાં પોતાના મૂળ સ્વભાવને ગુમાવ્યો નથી. બન્નેનું વ્યક્તિત્વ ભિન્ન છે. હા, પુરુષાર્થથી ધૂળને ધોઈધોઈને શુદ્ધ કરતાં ધૂળ એક બાજુ જાય છે અને સોનું હાથમાં આવે છે. આ આખો એક પુરુષાર્થ, ક્રિયા-પ્રયોગ છે. એવી રીતે આપણો આત્મા અનાદિકાળ Time Immemorialથી જડની સાથે, કર્મની સાથે, વાસના અને વૃત્તિઓની સાથે મળેલો છે છતાં તેણે પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ નથી ગુમાવ્યું. એનામાં રહેલા ગુણો (Quality)ને બહાર કાઢવા હોય, એનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું હોય તો પ્રયત્ન કરીને એની સાથેનું જડ તત્ત્વ દૂર કરવું પડશે. શુદ્ધ કર્યા વિના ખાણમાંથી નીકળેલી ધૂળને સોનાના ભાવે વેચવા બેસે તો કોણ લે ? માટે પુરુષાર્થ તો કરવો જ રહ્યો. એક ફિલસૂફે જીવનની ચાર ભૂમિકા આપી છે. ભૂલ કરે તે માનવ, ભૂલ કરીને હસે તે દાનવ, ભૂલ કરીને પશ્ચાત્તાપ કરે તે સજ્જન અને ભૂલોમાંથી પ્રયત્નપૂર્વક કૂદકો મારી બહાર આવે તે મહામાનવ. ભૂલ કરે એ માનવી છે. એ ગમે તેટલો સાવધાન હોય, જાગૃતિ રાખતો હોય, છતાં ક્યાંક તો અકસ્માત થવાનો. એટલે જ વીમા કંપનીઓ આવી રહી છે. વીમા કંપનીઓ શું બતાવે છે? માણસનું ધ્યાન ગમે તેટલું હોવા છતાં પણ એ જીવનમાં ભૂલનો સંભવ છે. ૭૦ % માનવતાનાં મૂલ્ય Page #80 -------------------------------------------------------------------------- ________________ જીવનદ્રષ્ટા ભૂલોને કરુણાભરી નજરથી જુએ છે ? માનવ, ભૂલ થઈ ગઈ છે, એને મારે હાથ આપી ઉઠાવવાનો છે. કીચડ ખૂબ થયો હોય, જમીન લીસી હોય ત્યારે પહેલવાન પણ લપસી જાય. નબળી પળોમાં સારા સારા માણસો પ્રલોભનમાં આવી જાય છે. એ પ્રલોભન પછી પૈસાનું હોય કે સત્તાનું, પદવીનું હોય કે પશુતાનું, પતનની પળમાં માણસ નિર્બળ અને નિ:સત્ત્વ હોય છે. પ્લેટોએ પ્રશ્ન કર્યો : માણસ પ્રામાણિક છે પણ તે ક્યાં સુધી ? જ્યાં સુધી તમે એની કિંમત ચૂકવતા નથી, ત્યાં સુધી. તમે કિંમત ચૂકવો પછી પ્રામાણિક કેટલો પ્રામાણિક છે તે જુઓ. મોટા હોદ્દા પર રહેલાને પાંચ હજાર રૂપિયા આપો, એ લાંચ નહિ લે. કહે : ઉઠાવી જાઓ, મને લાંચ આપવા આવ્યા છો ? પટાવાળાને બોલાવે, પોલીસ પાસે પકડાવે. છાપામાં આવે, જગજાહેર કરે, “કેવો પ્રામાણિક અમલદાર ! પાંચ હજારને ઠોકર મારી.” બીજા જઈને પચાસની ઓફર કરે. પેલો કહે : તું મને જાણતો નથી ? સી.આઈ.ડી.ને બોલાવી પકડાવે. હજી પ્રામાણિકતાની કિંમત ચૂકવી નથી. જરા આગળ વધો. કોઈ પાંચ લાખ રૂપિયા લઈને આવે અને કહે : “સાહેબ, તમારો પગાર કેટલો ?” “બે હજાર.” “વારુ, તમે નોકરી કરીને કેટલાં વર્ષમાં પાંચ લાખ રૂપિયા મેળવી શકશો ? વિચાર કરી જુઓ. વિચાર કરો, બીજું કાંઈ નહિ.” પાંચ લાખ રૂપિયાનું વજન વધતું જાય. પ્રામાણિકતાનું પલ્લું ઉપર જતું દેખાય. બિચારી પ્રામાણિકતા વેચાઈ જાય. પાંચ હજારમાં નહિ, પચાસ હજારમાં નહિ, પાંચ લાખ પ્રામાણિકતાને ખરીદી શકે ! માણસ પ્રામાણિક છે' એનો અર્થ એ એની પ્રામાણિકતાની કિંમત ચૂકવનારો હજી સુધી એને મળ્યો નથી. મૂલ્ય ચૂકવનાર મળે છતાં પણ ન ચળે તો માનવું કે એને આત્માના અસ્તિત્વની પ્રતીતિ થઈ છે. સામાન્ય રીતે તમે બહુ સારા છો પણ તમારી સારપની બરાબરીમાં ઊભી રહી શકે એવી કોઈ વસ્તુ જીવનમાં નથી આવી એટલે સારા ! તમારી પાસે લાખ રૂપિયાનો હીરો હોય અને એને કોઈ દસ હજાર આપે તો શું કહો ? “ચાલ ચાલ, હવે ઊભો થઈ જા.” આગળ વધતાં નવાણું હજારની કોઈ વાત કરે ત્યાં પણ તમે કહી શકો : મને નવાણું હજારની offer માનવતાનાં મૂલ્ય + ૭૧ WWW.jainelibrary.org Page #81 -------------------------------------------------------------------------- ________________ હતી પણ મેં એને ઊભો રહેવા ન દીધો. પણ એમ કદી બને કે “સવા લાખ આપવા આવ્યો હતો તેમ છતાં પણ મેં ના પાડી !' પ્રલોભન ઓળંગીને બહાર આવે ત્યારે જાણવું કે એનામાં આત્મશ્રદ્ધાનો અને પરમ પ્રકાશનો દીવો પ્રજ્વલી રહ્યો છે. એની આસપાસ હવે ગમે એવાં પ્રલોભનો આવે પણ પોતાની નીતિ અને પ્રામાણિકતાને છોડવા તૈયાર નથી. એવા પણ માણસો છે જે ઘરાક પાસેથી પૂરા પૈસા લે પણ કાપડ એવું પધરાવે કે ધુએ ત્યારે રૂએ. પૈસાના પ્રલોભન ખાતર હલકી વસ્તુ પધરાવવા બદલ પશ્ચાત્તાપ નથી પણ અભિમાનથી છાતી ફુલાવે છે. ત્રીજો પ્રકાર છે, જે ભૂલ કરીને પશ્ચાત્તાપ કરે છે. મેં આ બહુ ખોટું કર્યું એવો તાપ અનુભવે તે સજ્જન છે. | દુર્ગુણમાંથી બહાર આવી શકતો નથી પણ આવવાની તાલાવેલી છે. મનમાં દુ:ખી છે, પોતાની નબળાઈઓ માટે જાગૃત છે, ફરીથી નબળાઓને વશ થઈને ભૂલ ન થાય એ માટે સજાગ છે પણ નબળી પળોમાં નબળાઓ સામે ઝૂકી જાય છે. મનમાં રહેલ નિર્બળતાનાં તત્ત્વો સામે બળવો છે. એ નમે છે, પડી જાય છે પણ એના મનના ઊંડાણમાં ઊભા થવાની તમન્ના છે. ભલે પડી ગયો, પણ પડી રહેવાનું નથી, ઊભા થઈ જવાનું છે. ઊભો નહિ થાઉં તો પાછળથી આવતા ધક્કા નીચે ચગદાઈ જઈશ. પણ જે ભૂલમાંથી છલાંગ મારીને બહાર નીકળી આવે છે એ તો મહામાનવ છે. આવા માનવોથી માનવજાત ઊજળી છે ને એમનામાંથી પ્રેરણા મેળવાય છે. કેનેડાના બગીચામાં ઝાડ નીચે એક જુગારી યુવાન બેઠો બેઠો વિચારી રહ્યો હતો. જુગારી મિત્રો મળ્યા, ભણવામાં મન ન લાગ્યું, માબાપે જે થોડા પૈસા મોકલ્યા તે મેં વ્યસનોમાં એમના એમ ખર્ચી નાખ્યા. હવે આમાંથી હું બહાર કેવી રીતે આવું ? જીવનથી થાકેલો યુવાન વિચાર કરતાં કરતાં આડો પડ્યો. પાસે નાની-શી સુવાક્યોની એક ચોપડી પડી હતી. તેનું પાનું ખોલ્યું. વાક્ય વાંચ્યું : “દૂરના અસ્પષ્ટ ભવિષ્ય તરફ નજર કરી અફસોસ કરે છે એના કરતાં નજીકના સ્પષ્ટ પદાર્થો સામે નજર કરીને આજની પળમાં ઊભો થઈ જા. અત્યારની આ પળમાં જ ઊભો થઈ જા. જે પળ તારા હાથમાં છે એ પળને ૭૨ * માનવતાનાં મૂલ્ય Page #82 -------------------------------------------------------------------------- ________________ તું વટાવ, ધન્ય બનાવ.” યુવાને વાંચ્યું અને જાગૃત થયો. ઊભો થઈ ગયો અને કામે લાગ્યો. ધીમે ધીમે આગળ વધતો વધતો એ ડૉક્ટર થયો. ઇંગ્લેન્ડમાં સંસ્થાઓ સ્થાપી અને સરનો એને ઇલ્કાબ મળ્યો. સર વિલિયમ વોલ્સકરનું જીવનચરિત્ર લખાયું. વ્યસનોમાં પડેલો, બદીઓમાં ડૂબેલો, જુગારીઓમાં સમય પસાર કરનારો પચીસ વર્ષનો આ યુવાન એક વાક્ય વાંચી ઊભો થઈ ગયો. એવું જીવન જીવ્યો તે ૧૪૬૪ પાનાંની તેની જીવનકથા લખવામાં આવી. જુગારીના જીવન માટે આટલાં બધાં પાનાં રોક્યાં ! એ કેવું જીવન જીવ્યો ? માત્ર વર્તમાનને જોઈને આગળ વધતો ગયો. મનમાં એક જ સંકલ્પ કર્યો : જેમ બને તેમ હું વર્તમાનને, આજને સરસ રીતે જીવીશ. માણસો ભવિષ્યનું આયોજન કરે છે પણ વર્તમાનની ક્ષણોને નબળાઈઓથી ભરીને બેઠા છે. ભવિષ્ય માટે વિચારો બહુ સારા પણ વર્તમાનની વાતો કરો તો કહે : અત્યારે જવા દો, ભવિષ્યમાં અમારે ઘણાં સારાં સારાં કામો કરવાં છે. ઘડપણમાં અમારે આ જ કરવાનું છે. ધનપતિઓ શું કહે : અમારા થોડા (problems) પ્રશ્નો છે એ પતી જાય પછી દાન કરવું છે, આરામ લેવો છે, સેવા કરવી છે. પૂછો : અત્યારે ? કહે : નહિ, હમણાં નહિ, ભવિષ્યમાં. પાગલને ખબર નથી કે ભવિષ્યની પળ કોના હાથમાં છે ? માણસના હાથમાં વર્તમાનની જીવંત પળ છે તેમાં કંઈ કરતો નથી. અને જે નથી તે માટે ભાવિનાં સ્વપ્નાં સેવે છે. ઊંઘમાં જ જીવન પૂરું કરે છે. આજની પળ ગઈ કાલે ભવિષ્ય હતી અને એ જ પળ આવતીકાલે ભૂતકાળ થઈ જવાની છે. ગઈ કાલે જે ભવિષ્ય હતી તે પળ અને આવતી કાલે ભૂતકાળ થનારી પળ અત્યારે તો તમારા હાથમાં જીવંત વર્તમાન જ છે. આ પળ જ ઉપયોગમાં ન લો, આ પળમાં જો સાવધાન ન બનો, આ પળમાં નબળાઈમાંથી બહાર ન આવી શકો તો માની લેજો કે તમે તમને છેતરો છો. માત્ર દિવાસ્વપ્નમાં સમયને વિતાવો છો. જે અત્યારે નથી આવતો એ કદી નથી આવી શકતો. અત્યારે એને વિચાર આવ્યો, એનામાં બળ છે. સારા વિચાર કરી શકે છે અને મનમાં અભીપ્સા જાગી છે. એ સમયે બહાર ન આવે તો ફરી તો એ ક્યારે આવવાનો છે ? જે પળ સામે આવીને ઊભી છે એ સ્પષ્ટ છે. તમારા હાથમાં છે. ભવિષ્ય ગમે તેટલું સુંદર હોય પણ અસ્પષ્ટ છે, હજી તમારા હાથમાં નથી. માનવતાનાં મૂલ્ય : ૭૩ Page #83 -------------------------------------------------------------------------- ________________ ખલાસ થઈ ગયેલા, દટાઈ ગયેલા ભૂતકાળને યાદ કરીને પણ હવે શું કરવાનું છે ? અત્યારે રેશન મળતું હોય ત્યાં કરોડપતિ પિતાને યાદ કર્યો શું વળે ? અત્યારે તો રેશનની દુકાને લાઇનમાં ઊભો રહીશ તો રેશન મળવાનું. પિતા કરોડપતિ હતા એ યાદ કરીને ઘરે બેસવાથી રેશન નહિ મળે, જે દટાઈ ગયું છે એને દટાઈ જવા દો. પણ જે વર્તમાન છે, જે જીવંત છે એ આપણા હાથમાં છે. વર્તમાનમાં જે બનવું હોય એ બની શકે તેમ છે કારણ કે એનામાં ચેતના ભરેલી છે. જે કાંઈ કાર્ય કરવાનું છે એમાં હૃદય રેડવું પડે છે. જેમાં હૃદય રેડો છો એ જીવનમાં અમૃત બની જાય છે. જીવનનો પ્રેમી જાગૃતિમાં જીવે. આજને હું સુંદર બનાવું, હું મારી આજને બગડવા નહિ દઉં. કોઈ ખરાબ બોલશે તો હું એ કચરાને કાનમાં નહિ જવા દઉં, મારી સામે ગરમ થશે તો એની સામે હું ઠંડી તાકાતથી કામ લઈશ, મારી નિંદા કરશે અને એ સાચી હશે તો સુધારી લઈશ અને ખોટી હશે તો જશે કચરાની ટોપલીમાં, મારા મનમાં નહિ જવા દઉં.' આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ ખરાબ અને ચિંતાજનક વિચારો છે. આ વિચારો આત્માના કાચને ધૂંધળો અને મેલો કરે છે. માટે ખરાબ વિચાર નહિ, નબળા વિચાર નહિ, કોઈ પ્રત્યે ધિક્કાર નહિ ને ઈર્ષ્યા પણ નહિ. આ રીતે વિચારી એક એક કરી દિવસો બધા સુંદર બનાવવા. પછી તો ટેવ પડવાની, આજે સારા રહો તો કાલ પણ સારા રહેવાના, કાલે સારા તો પછી પરમ દિવસે સારા. સારા રહેવાની ટેવ પડી જાય. એક પિતાએ દીકરાને ખૂબ ભણાવ્યો, સરસ રીતે તૈયાર કર્યો. એક દિવસ અભ્યાસખંડમાં બેઠાં બેઠાં દીકરો વિચારે છે : જીવનમાં કેટલી વસ્તુઓ ઉપયોગ છે, એનું લિસ્ટ બનાવું. પહેલાં લખ્યું તંદુરસ્તી – શરીર સ્વસ્થ જોઈએ, પણ કોઈ ચાહનાર ન હોય તો તંદુરસ્તીભર્યું જીવન પણ શુષ્ક લાગે માટે પ્રેમ પણ જોઈએ. માણસ પ્રિયજનને ચાહતો હોય પણ ખાવાનું ન હોય, રહેવા મકાન ન હોય તો માણસ દુ:ખી થઈ જાય, આનંદ ઊડી જાય માટે સંપત્તિ પણ જોઈએ. સંપત્તિ હોય પણ જીવનની ગતાગમ ન હોય તો પશુ જેવો લાગે માટે આવડત જોઈએ. આવડત હોય પણ શક્તિ ન હોય તો નમાલામાં ખપે એટલે થોડી શક્તિ પણ હોવી જોઈએ. એકલી શક્તિથી ઘરમાં સુખ ક્યાંથી ? એટલે સારાં ૭૪ માનવતાનાં મૂલ્ય WWW.jainelibrary.org Page #84 -------------------------------------------------------------------------- ________________ છોકરાંઓ પણ જોઈએ. આ બધું હોય પણ ગામમાં કોઈ જાણે નહિ કે પૂછે નહિ એટલે આ બધાની સાથે કીર્તિ પણ હોવી જોઈએ. હવે વધારે આમાં કાંઈ ઉમેરી શકાય તેમ નથી. જીવનની અનિવાર્ય જરૂરિયાતો આટલી જ છે. મનમાં વિચાર્યું : જીવન અંગે મારી સમજદારી કેવી સુંદર અને ઉચ્ચ છે, તે લાવ; હું મારા પિતાજીને બતાવું. પૂછું, હવે આમાં કાંઈ ઉમેરવા જેવું છે ? લિસ્ટ લઈને છાતી ફુલાવતો ફુલાવતો પિતા પાસે આવ્યો. લિસ્ટ આપ્યું, પૂછ્યું : પિતાજી, દુનિયામાં આ સિવાય બીજી કોઈ વસ્તુ મેળવવાની બાકી છે ? પિતાજી લિસ્ટ જોઈ ગયા. બરાબર છે, પણ...!'' હોશિયાર દીકરો વિચાર કરવા લાગ્યો. પિતાએ કહ્યું “બેટા, ધ્યાન રાખજે, હું જે કહું છું એ બે શબ્દો ન હોય તો આ બધું નકામું છે, આ ફેંકી દેવાનું છે.” ‘‘પિતાજી' એવી કઈ વસ્તુ છે ?'' એક જ વાક્ય લખ્યું : મનની શાંતિ ! ‘મનમાં શાંતિ ન હોય તો ધનવાન અને બુદ્ધિમાન માણસો પણ હેરાન થઈને ફરતા હોય છે. મગજમાં શાંતિ ન હોય તો પ્રિયજન પણ ન ગમે. પૈસો હોય પણ શાંતિ ન હોય તો એ રઘવાયો થઈ ફર્યા કરે. શાંતિ વગરની આવડત પણ શું કામ આવે ? “સત્તા ગમે તેટલી હોય પણ એની સામે એને ઉથલાવી પાડવાના પ્રપંચો ચાલતા હોય તો એ સત્તા, એ હોદ્દો એને શાંતિ આપે ખરાં ? આખી દુનિયામાં કીર્તિ હોય પણ મનમાં શાંતિ ન હોય તો વિશ્વવ્યાપી કીર્તિ પણ સુખ નથી આપતી ! “બેટા, તું દેશ અને પરદેશમાં ભણ્યો, હું નથી ભણ્યો, પણ આટલું કહેવા માગું છું બધું લખ પણ પહેલાં મનની શાંતિ (Peace of mind) લખ. બધું જોઈએ એ બરાબર પણ મનની શાંતિ જોઈએ. મનની શાંતિ હોય તો આ બધું કામ લાગે. એ ન હોય તો આ બધું કાંઈ જ કામ ન લાગે.” વાત સાચી છે, મુદ્દાની વાત જ રહી ગઈ. સીવતાં પહેલાં ગાંઠ વાળવાનું ભૂલી જાય તો આખું સીવેલું નીકળી જ જાય. દરજીનો દીકરો પહેલાં શું શીખે ? પહેલાં ગાંઠ વાળે, પછી સીવે. એમ જીવનમાં બધું મળે પણ મનની શાંતિ ન હોય તો બધું હોવા છતાં પણ એ સુખેથી જીવી શકતો નથી. માનવતાનાં મૂલ્ય * ૭૫ Page #85 -------------------------------------------------------------------------- ________________ વાસનાઓ, વૃત્તિઓ અને વિકારોને લીધે મનની શાંતિ ડહોળાઈ જાય છે. આ જીવનની યાત્રા મનની શાંતિ મેળવવા માટે જ છે ને ? આત્માને કર્મમાંથી મુક્ત કરવા માટે જ આ વિચારમાળા છે ને ? ૭૬ * માનવતાનાં મૂલ્ય Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮. સંકલ્પથી સફળતા ૪ થી મરના કપ્તાને જાહેર કર્યું : • સ્ટીમર ઊપડી રહી છે, જેને શું બેસવું હોય તે બેસી જાય.” બંદર પર છે ઊભેલા મુસાફરો બેસવા ગયા ત્યાં એક પ્રશ્ન પૂછ્યો : “આ સ્ટીમર કયા બંદરે જઈ રહી છે ?” કપ્તાને કહ્યું : આવી વાતો શું કરો છો ? સ્ટીમર ક્યાં જવાની છે એ છે. જાણવાની શી જરૂર ? તમે તમારે બેસી જાઓ. જ્યાં જવાશે ત્યાં જઈશું, પહોંચાશે તો પહોંચીશું, જેને બેસવું હોય એને માટે – સ્ટીમર તૈયાર છે. ક્યાં જવાનું એ તો મને શું પણ ખબર નથી.” આ સ્ટીમર બધી જ સગવડોવાળી બૂ છે, એમાં એરકન્ડિશન પણ છે, અરે ! | મફતના ભાવે બેસવા મળે છે છતાં એમાં જૂo મુસાફરી કરવા કોણ તૈયાર થશે ? સહુ જ કહેશે : “કપ્તાનને જ ખબર નથી કે આ # સ્ટીમર હું કયા બંદરે લઈ જવાનો છું, તો બૅડ એમાં તો મૂર્ખ બેસવા તૈયાર થશે ?” માનવતાનાં મૂલ્ય કે ૭૭ Page #87 -------------------------------------------------------------------------- ________________ ભવના મુસાફરને એ જ પૂછું છું ‘તું ક્યાં જવાનો છે ? ડિગ્રીઓ મેળવી રહ્યો છે, પૈસા ભેગા કરી રહ્યો છે, મોટાં મોટાં તોતિંગ મકાનો બાંધી રહ્યો છે, રોજની નવી નવી શોધખોળ કરી રહ્યો છે. દિવસ-રાત દોડાદોડ કરી રહ્યો છે; તું આ બધું કરી રહ્યો છે પણ બંધુ, કહે તો, તારી આ સ્ટીમર કયા બંદર તરફ જઈ રહી છે ?'' ક્યાં પહોંચવાનું છે એ ખબર નથી તેમ છતાં મુસાફરી ચાલુ છે, ખડકોની વચ્ચે થઈને, મોટાં મોજાંઓ અને તોફાનોની વચ્ચે ચાલી જ જાય છે. એનો કપ્તાન મદમાં, પ્રમાદમાં કેવો ચકચૂર છે ! કહે છે : “જ્યાં જાય ત્યાં જવા દો, કોઈ બંદર મળી જાય તો ઠીક છે. નહિ મળે તો ખડકની સાથે અથડાઈને યાત્રા પૂરી કરીશું. ભગવાન કરશે તે ખરું, ઈશ્વર ઇચ્છા બલિયસી. તકદીરમાં લખ્યું હશે તે થશે.'' ભગવાન જેમ ક૨શે તેમ જ કરવાનું હોય તો પછી તું શું કરવાનો ? તો કહે : “હું તો જે ગોરખધંધા કરી રહ્યો છું, અસત્ય બોલી રહ્યો છું, લોકોને શીશામાં ઉતારી રહ્યો છું, સાચા-ખોટાં કરી બનાવટ કરી પૈસા ભેગા કરી રહ્યો છું એ જ કરવાનો.” “તારા જીવનનું શું ?' તો પાછો કહેશે: “ભગવાન જાણે.'' આ નાદાન કપ્તાન આટલેથી નથી અટકતો. કહે છે : ભગવાને જે રીતે ગોઠવ્યું હશે એ પ્રમાણે થશે. વિધિના લેખ તો કંઈ બદલાતા હશે ? જાણે વિધિના હાથમાં બધું અને માણસના હાથમાં કાંઈ નહિ ! માણસ પોતાને કેવો અર્થહીન માનતો થઈ ગયો છે ! સાવ ઘસાઈ ગયેલાં, નિર્બળ વાક્યો બોલતાં બોલતાં માણસ પોતાનો પુરુષાર્થ ગુમાવી બેસે છે, બલહીન બની જાય છે. જીવનયાત્રા જો આ રીતે જ પૂરી કરવાની હોય, નિરાશાનાં વાક્યો જ જો બોલવાનાં હોય તો જેને શસ્ત્રો છેદી શકતા નથી, પાણી ભીંજવી શકતું નથી. પવન સૂકવી શકતો નથી અને પાવક બાળી શકતો નથી એવા અંદર બેઠેલા જ્યોતિસ્વરૂપ આત્માની શક્તિનો કોઈ અર્થ નથી ! આનંદમય, સુખમય, શાશ્વતમય, એવો સમર્થ કપ્તાન તમારામાં હોવા છતાં તમે એમ જ કહ્યા કરશો કે ભગવાન કરે તે ખરું, તકદીરમાં લખેલું તે કાંઈ હવે બદલવાનું છે ? સંસારની બાબતમાં બદલાવી શકો અને આત્માની બાબતમાં કાંઈ નહિ ? માલ આપવાનો સોદો કર્યો હોય અને ભાવ વધી જાય તો તમે તરત લે-વેચ કરી દો છે. ક્યાંક પ્રવાસે જવાના હો અને ખબર પડે કે જવાથી નુકસાન ૭૮ * માનવતાનાં મૂલ્ય Page #88 -------------------------------------------------------------------------- ________________ થવાનું છે તો જવાનું માંડી વાળો છો. તમે જરૂર પડે ત્યાં બદલો છો અને બદલી શકો છો. જ્યાં અનુકૂળ ન પડે, ફાયદામાં ન હોય ત્યાં બદલાય પણ જીવનની યાત્રામાં પુરુષાર્થ વડે સુકાન ન બદલાય ? માત્ર નિરાશા અને નિરુત્સાહ. આમ કેમ ? કારણ કે હું તને જાણતો નથી. તારા જીવનનું નિર્માણ કોઈ બીજી વ્યક્તિના હાથમાં છે જ નહિ. તું જ તારો નિર્માતા છે, તું જ તારો ઘડવૈયો છે. Man himself is responsible for his own future. ulahti કાર્યોની જવાબદારી તો પોતાની જ છે. બીજાઓ તો માત્ર નિમિત્ત બને છે. માનવજીવન એટલે જાગૃતિ અને જવાબદારીની દોર હાથમાં લેવાની પળ છે. જે ઘડીએ આ સત્ય સમજાઈ જશે, પછી તમે જ કહેશો : “મારા જીવનને ખરાબ કરનારો જો હોઉં તો હું છું, તો સારો કરનારો શા માટે ન બને ? હું બીજાને શા માટે દોષ દઉં ? મેં મારી જાતને એવા સંજોગોમાં મૂકી તો એ સંજોગોને કારણે હું નિમ્ન કોટિમાં ચાલ્યો ગયો. તો હવે હું મારી જાતને એમાંથી ઉઠાવીને ઊંચે કેમ ન લાવું ?” ભગવાનનો અર્થ શું ? ભગ એટલે જ્ઞાન-તેજ, વાન એટલે સ્વામી. જ્ઞાન-તેજના સ્વામી પાસે જ્ઞાનપ્રકાશની ખાસ લઈને જઈએ જેથી પ્રકાશની પ્રક્રિયા થાય. ભગવાન પાસે ભિક્ષા માગવા નહિ પણ ભાવનાની ભેટ ધરવા જઈએ છીએ. અહંના સમર્પણમાં જ આત્મજ્ઞાન પ્રગટે છે. આત્મામાં જ રહેલા પરમાત્માનું દર્શન થાય છે. અહંકારના હિમાચલને ગાળનાર દુ:ખની ઉષ્મા છે પણ આત્મજ્ઞાન તો એ અહંકારના હિમાલયનું અસ્તિત્વ મિટાવી દે છે. આત્મજ્ઞાન નથી એટલે દુ:ખ સહન કરવાની શક્તિ નથી. જરાક દુ:ખ આવે અને તરત ઊંઘની ગોળીઓ લઈ ઊંઘી જાય, દુઃખનું કારણ ન શોધે. મનમાં મૂંઝવણ ઊભી થાય તો એને ઉકેલવાને બદલે ભૂલવા શરાબ લે. થોડીકવાર ભ્રમની ગુલાબી દુનિયામાં ફરી આવે, સ્વપ્નોની દુનિયામાં વિચરે, સૂઈ જાય. સવાર પડે, ભારે આંખ ખોલે ત્યારે એ જ મૂંઝવણ ડોકિયાં કરે. ભૂલવાનો પ્રયત્ન કર્યો પણ ભૂલી નથી શક્યો. થોડીક વાર માટે હકીકત જરા દૂર ધકેલી શક્યો પણ એને મટાડી ન શક્યો. તમારે ભૂલવું છે કે મિટાવવું છે ? શાંતિથી બેસીને કેમ ન વિચારો : દુ:ખનું કારણ કોણ ? દુ:ખ કેમ આવ્યું ? ક્યાંથી આવ્યું ?' માનવતાનાં મૂલ્ય + ૭૯ Page #89 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ સોનું ધૂળ સાથે મળી ગયું તેમ નિર્બળ પારદર્શક આત્મા કર્મ સાથે બંધાયો. આખું વિશ્વ પુદ્ગલોના ઝીણા પરમાણુઓથી ભરેલું છે. આંખો જેને જોવા માટે સમર્થ નથી એવા અબજો અણુઓ નજર સમક્ષ દોડી રહ્યા છે. એને જોવા સૂક્ષ્મદર્શક કાચ (magnifying glass)ની મદદ લેવી પડે છે. તેમ છતાં એ સૂક્ષ્મ પરમાણુઓ દૃષ્ટિના અવલોકનના વ્યાપારમાં અવરોધક નથી બનતા. વચ્ચે અનંત પરમાણુઓ હોવા છતાં માણસ એકબીજાને જોઈ શકે છે. તમારા કોમળ ઊજળા ને શ્વેત દેખાતા હાથ પર રોગના અસંખ્ય જંતુઓ છે, અણુઓ છે, માટે જ ચિકિત્સકો હાથ ચોખ્ખા રાખે છે, એમનાં હથિયારોને જંતુરહિત (sterilize) કરે છે. સારા કે ખરાબ વિચારે આકર્ષિત કરેલ પરમાણુઓનો સમૂહ એ કર્મ છે. આ કર્મ પરમાણુ સૂર્યને વાદળ ઢાંકે તેમ આત્મજ્ઞાનને ઢાંકે છે. જીવો અને પુદ્ગલોના પરમાણુઓનું મિશ્રણ એનું નામ તે વિશ્વ. કર્મ શું ચીજ છે ? તમે સામે જે કામ કરો છો એ કર્મ નથી, એ તો કાર્ય છે. તમારી સારી અને ખરાબ પ્રવૃત્તિઓનું પરિણામ (result) એ કર્મ. તમે વિચાર કરતા હો ત્યારે એ વિચારની પ્રક્રિયા (process) સાથે તમારા આત્મામાં કર્મબંધન ચાલ્યા જ કરે છે. માણસ જે જાતના વિચારો કરે છે એ જાતની અસર તેના શરીરમાં થાય છે ને ? મારવાની વૃત્તિ જાગે તો ક્રોધ આવે, લોહી ગરમ થાય. દાંત પીસવા માંડે અને એને અનુરૂપ હાથની ચેષ્ટા પણ થાય. તેવી જ રીતે જીવનની શાંત પળોમાં ભૂતકાળનું મધુર સ્મરણ તાજું થતાં એકલા એકલા જ મલકાઈ જવાય, હોઠો ઉપર આછું આછું હાસ્ય ચમકી જાય. એ પળે સ્વજન કે મિત્ર આવી ચઢે. પૂછે : “કેમ એકલા એકલા મલકાઓ છો ?” પણ મનમાં જે વિચારો ચાલે છે એનું પ્રતિબિંબ (reflection) આંખોમાં, હોઠો ઉપર અને સારાયે ચહેરા ઉપર આવ્યા વિના રહેતું નથી. જે અંદરથી ઘવાયો હોય, જેનું અપમાન થયું હોય અને તમે લગ્નપ્રસંગમાં લઈ જાઓ. બધા હસતા હોય એટલે એ પણ ધક્કો મારીને, પ્રયત્ન કરીને હાસ્ય બહાર લાવવા મથામણ કરે પણ સહજ સ્કૂર્તિનું મુક્ત હાસ્ય દોડી નહિ આવે. ધક્કો મારવો પડે, હોઠ પહોળા કરવા પડે, ગાલ ખેંચવા પડે. કહે : તું બહાર આવ. આ હાસ્ય બતાવવા માટે છે, માણવા માટે નહિ. બહાર છે, અંદર નથી. ૮૦ માનવતાનાં મૂલ્ય Page #90 -------------------------------------------------------------------------- ________________ ચતુર સમજી જાય છે. પૂછે : “કેમ તમે દુ:ખી છો ?” કહે : “ના, ના કાંઈ નથી.” “કાંઈ નથી, કાંઈ નથી' એમ ભલે કહે પણ એને “કાંઈક' તો છે જ. માટે તો સહજ સ્કૂર્તિનું મુક્ત હાસ્ય એ નથી કરી શકતો. વિચારને લીધે એની પ્રકૃતિમાં પલટો આવે છે. વિચારોની પ્રક્રિયા ઘણી ઊંડી છે. લોહચુંબક જેવી છે, લોહચુંબકનો ટુકડો જેમ લોહની ઝીણી રજકણોને ખેંચી લે, અટકાવી દે છે તેવી પ્રક્રિયા વિચારોની છે. એક ભાઈ મારી પાસે આવ્યા, કહે : પૂજ્યશ્રી, મેં એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે હું હાથ ઊંચો કરું ને આ ઘડિયાળ બંધ થઈ જાય. એ ભાઈ ઘડિયાળ નજીક ઊભા રહ્યા, અંદર ગયા અને બહાર આવ્યા, અને ઘડિયાળ બંધ થઈ ગયું. અદૂભૂત ચમત્કાર ! બેઠેલા બધા બોલી ઊઠ્યા. મેં કહ્યું : “ખિસ્સામાં લોહચુંબક તો લઈને નથી આવ્યા ને ?” કહે : “ના, ના,” જ્યાં કેડમાં તપાસવાની વાત થઈ ત્યાં પેલા ભાઈએ ચાલતી જ પકડી. લોહચુંબકે ઘડિયાળના ભાગ (Part)ને સ્થગિત કરી દીધો. આ ચમત્કાર પાછળ, આવા ધૂતારુઓ પાછળ ઘણા દોડી રહ્યા છે. હાથમાંથી રાખ કાઢે તો બધા જોવા દોડે. અરે ભાઈ ! ધરતીમાં રાખ ક્યાં ઓછી છે તે હવે અધ્ધરથી રાખ કાઢવાની જરૂર પડી ? જ્યાં આવા ચમત્કાર પાછળની દોટ છે ત્યાં સમજણ ક્યાંથી ? ચમકાર સમજને જ રોકે છે. ચમત્કાર આવતા પ્રકાશ, પ્રજ્ઞા અને પુરુષાર્થ ઓછાં થઈ જાય. ચમત્કાર એ અજ્ઞાનની જ સુધરેલી આવૃત્તિ છે. ચમત્કાર કરનારો અજ્ઞાની છે કે એની પાછળ દોડનારો ? ઘણીવાર ભણેલા જેટલા અજ્ઞાની બની દોડે છે એટલા તો અભણ પણ નથી દોડતા. જેણે વિચાર કરવાની શક્તિ બાજુમાં મૂકી દીધી એ માણસ મટી મશીન થઈ ગયો. દુનિયામાં ચમત્કાર જેવું કાંઈ નથી. જે વસ્તુ હોતી નથી, તે કદી આવી શકતી નથી, લાવી શકાતી નથી અને જે લાવે છે એણે એને એવી કળાથી. ક્યાંક છુપાવી છે જે તમે જોઈ શકતા નથી. એટલે જ તમે એને દૈવી વસ્તુ કહો છો, અને પછી તો એની પાછળ કલ્પનાની દોર છૂટી જ મૂકો છો. માનવતાનાં મૂલ્ય : ૮૧ Page #91 -------------------------------------------------------------------------- ________________ મનની પ્રક્રિયા લોહચુંબક જેવી છે. આત્માની સાક્ષીએ મન વિચાર કરે છે. મન વિચારીને જે દિશામાં પડ્યું તે પ્રમાણે રાગ અને દ્વેષ બંધાયા. મનમાં ચાલતા રાગ અને દ્વેષ એ જ લોહચુંબક. રાગ અને દ્વેષ થયા, લોહચુંબક આવ્યું અને વિશ્વમાંથી ઝીણા (કર્મરૂપી) પરમાણુઓને સ્વસંચાલિત રીતે (automatically) ખેંચવાનું શરૂ કર્યું. જે પરમાણુઓ ખેંચાઈને અંદર આવ્યા, આત્માને સ્પર્ષા અને આત્મા સાથે બંધાતા ગયા એ કર્મ. જૈનદર્શનમાં કર્મનો અર્થ ક્રિયા નહિ, પરિણામ છે. સારા અને ખરાબ વિચાર કરીને વિશ્વમાંથી જે પરમાણુઓ (atoms)ને આત્માએ પકડવા એ કર્મ. જ્યાં સુધી આ કર્મ ખરે નહિ ત્યાં સુધી આત્મા કર્મમાંથી મુક્ત બને નહિ, ત્યાં સુધી એની જ અસરમાં આત્મા અને મનને રહેવું પડે. પણ જેવી એની અસર કાયમ માટે નીકળી ગઈ ત્યાં આત્મા સહજ બની ગયો, મૂળ સ્વરૂપને પામી ગયો. આ કર્મ છે તો જ જન્મ-મરણની ઘટમાળ છે. મનમાં સારા કે ખરાબ જે વિચાર આવે છે, તે એના સજાતીય પરમાણુઓને ખેંચી લાવે છે. સારા વિચારનું ફળ પુણ્ય છે અને ખરાબ વિચારનું ફળ પાપ છે. રાગ અને દ્વેષના લોહચુંબક દ્વારા જેવા સજાતીય ૫૨માણુઓ પકડાય ત્યાં એને અનુરૂપ જન્મ થાય, રૂપ મળે, આયુષ્ય નક્કી થાય, સ્મૃતિ વધે અને સારું કે ખરાબ કરવાની શક્તિ પ્રાપ્ત થાય. સારા વિચારો કર્યા હોય, એ વિચારોને સુકૃત્યો દ્વારા આકાર આપ્યો હોય તો સુંદર શરીર મળે, તંદુરસ્ત મન મળે, જ્યાં જાય ત્યાં આવકાર મળે, જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા મળે. પણ મનમાં કોઈને મારવાનો વિચાર કર્યો હોય ત્યાં દ્વેષનો જન્મ થયો. આ દ્વેષનું લોહચુંબક પાપના પરમાણુઓને ખેંચવાનું કામ શરૂ કરે. પછી તો વિશ્વમાં રહેલાં પાપના ખરાબ પરમાણુઓને સંગ્રહ્યે જ જાય. જ્યાં સુધી દ્વેષ મનને બાળ્યા કરે ત્યાં સુધી એ ખરાબ પરમાણુઓને ખેંચ્યા જ કરે, આ ખરાબ પરમાણુઓ આત્માની આસપાસ ઘેરાતા જાય તેમ સારા વિચાર કરવાની, સારાં કાર્યો કરવાની આત્મશક્તિ ધીમે ધીમે ક્ષીણ થતી જાય. એમ માણસ જે અશુભ કરે છે એની તરત અસર નથી થતી, એને પણ વિપાકનો સમય, પરિપક્વ થવા માટે થોડો સમય લાગે છે. પછી જ એનું પરિણામ (result) જણાય છે. ઘણીવાર આ જન્મમાં કરેલું કર્મ ધીમે ધીમે પ્રસરતાં આવતા જન્મમાં એની અસર જણાય છે. ૮૨ * માનવતાનાં મૂલ્ય Page #92 -------------------------------------------------------------------------- ________________ શું સાંજે સૂતાં પહેલાં લીધેલી ઊંઘની ગોળી ઊંઘી ગયા પછી વધારે ઊંઘ નથી આપતી? હા, કોઈકવાર કર્મ તીવ્ર હોય તો આ ભવમાં પણ એની અસ૨ જણાય. દરેક કર્મ પોતપોતાની રીતે, પોતાના સ્વભાવ પ્રમાણે વ્યક્ત થાય છે, ઉદયમાં આવે છે. કોઈને રૂપ મળે તો પૈસો નથી મળતો અને જેને ધનની રાશિ મળે એનાથી રૂપ રિસાઈ જાય છે. એક યુવાન કરોડપતિને કહેતા સાંભળેલા, ‘મારે માથે આ ટાલ પડી ગઈ છે. અને મારે ત્યાં કામ કરતા માણસોને આ ઉંમરે પણ કાળા વાળનો જથ્થો છે . કોઈની પાસે રૂપ છે તો કોઈની પાસે ચાતુર્ય છે; કોઈની પાસે ધન છે તો કોઈની પાસે બુદ્ધિનો વૈભવ છે; કોઈની પાસે શરીરનું સામર્થ્ય છે તો કોઈની પાસે પ્રજ્ઞાની સ્મૃતિ છે. આ બધું આમ કેમ ? શું ભગવાન પક્ષપાતી (partial) છે ? કોઈને રૂપસુંદર બનાવે તો કોઈને કદરૂપો ? કોઈને એંશી વર્ષ બક્ષે તો કોઈને ચાલીશ ? કોઈને તવંગર બનાવે તો કોઈને રંક ? દરેક માણસ આવવા-જવાનો (Round trip ticket) પાસ લઈને આવે છે. જે પક્ષપાત કરે એ ભગવાન હોઈ શકે નહિ. ભગવાનને પક્ષપાત કેવો ? આપણે જે કર્યું, આપણે જે વાવ્યું તે જ લણવાનું. શ્રી લાલબહાદુર શાસ્ત્રીની આયુષ્યની દોરી તૂટી તો રશિયાના પંદર ડૉક્ટર કે વૈજ્ઞાનિકો પણ લંબાવી ન શક્યા, સાંધી ન શક્યા. સંધાવવાનું હોય તો સાંધવાનું નિમિત્ત મળી જાય પણ જો તૂટવાનું જ હોય તો ઉત્તમ નિમિત્ત પણ ન મળે. જીવનની યાત્રા જે દિવસે સમાપ્ત થવાની હતી તે જ દિવસે સમાપ્ત થઈ. આ કર્મવાદ છે, એની સામે ઈશ્વરવાદ પણ છે. એમાં ઈશ્વર જ વિશ્વનો કર્તાભર્તા મનાય છે. પણ માણસ ઘણો ઉસ્તાદ છે. એ ઈશ્વરવાદમાં માને પણ છે અને નથી પણ માનતો. સ્વાર્થનાં કામ હોય, પોતાનાથી થાય એવાં સફળતાનાં કામ હોય ત્યારે ભગવાનને યાદ પણ નથી કરતો. પણ જ્યાં મુસીબત આવી, દુ:ખ તૂટી પડ્યું ત્યાં ઝટ દઈને ભગવાનને લાવીને વચમાં મૂકી દે. કોઈ પિતાએ હજી સુધી કંકોતરીમાં એમ નથી લખ્યું કે 4: “અમારા પુત્રનાં લગ્ન ભગવાન કરે છે.'' ના, ત્યાં તો લખે કે “અમારા ચિરંજીવ છગનનાં લગ્ન અમે પૂનમે નક્કી કર્યાં છે.” ભગવાને નહિ, ત્યાં ભગવાનની માનવતાનાં મૂલ્ય * ૮૩ Page #93 -------------------------------------------------------------------------- ________________ શી જરૂ૨ ? કારણ કે લગ્નોત્સવ છે, શહનાઈઓ વાગવાની છે, મોટાઈ દેખાડવાની છે. વૈભવનું પ્રદર્શન કરવાનું છે. છાતી ફુલાવીને મંડપમાં ફરવાનું છે, ‘દીકરાનો બાપ છે ના ?' પણ જ્યારે કોઈ મરી જાય ત્યારે શું લખે ? “ભગવાનને ગમ્યું તે ખરું”. મરવાની વાત કોણ માથે લે ? ન દવા આપનારો માથે લે, ન ઇન્જેક્શન આપનારો માથે લે, ન સ્નેહી લે કે ન મિત્ર લે. કોઈ કહેતાં કોઈ ન લે. બધાં એક અવાજે કહે, ‘ભગવાનને ગમ્યું તે ખરું.' જન્મોત્સવમાં, લગ્નમાં, આરંભ-સમારંભમાં પોતાનું નામ અને મૃત્યુ થાય ત્યાં બિચારા ભગવાનનું નામ ! કેમ ભાઈ ? ભગવાનને આવી રીતે વચ્ચે કેમ લાવો છો ? અને તે પણ ખરાબ કામમાં ? પૂછો : ‘પૈસા કેમ કમાયો ?' કહે : “અમેરિકાના વિશ્વવિદ્યાલયમાં વ્યાપાર અને અર્થશાસ્ત્ર કર્યા છે. "Business Administrationનો Special course લીધો હતો, ઘણી હોશિયારી અને આવડતથી ધંધો કર્યો તો પૈસો આવ્યો. “જ્યારે દેવાળું ફૂંકે છે ત્યારે પૂછો : “દેવાળું કેમ કાઢવું ?'' કહે : “ભગવાનને એમ ગમ્યું, હું શું કરું ?' ભગવાનને બોલાવે પણ જરૂર પડે ત્યારે જ. ભગવાન આપણા પ્રાણોમાં છે, ભાવમાં છે, પણ માણસને ભગવાનમાં શ્રદ્ધા નથી, જરૂર પૂરતો એનો ઉપયોગ જ કરવો છે. એ તો ભગવાનને પણ છેતરી શકે છે. Man is rational animal. માણસ દરેક વસ્તુને બુદ્ધિથી સિદ્ધ કરી આપવા માગે છે. ખોટ કરીને પણ બુદ્ધિથી ન્યાય આપે જ્યાં વ્યર્થ તર્કવાદ છે ત્યાં કર્મવાદ ક્યાંથી ? પણ જો કર્મવાદ સમજાય તો જીવન મલિન થાય જ કેમ ? જો ગઈ કાલે ભૂલ કરી, ખરાબ સોબતમાં આવીને કે અજ્ઞાનમાં રહીને કોઈને નુકસાન કર્યું, કર્મ બાંધ્યું તો આ જન્મમાં ભોગવવું જ પડે. પણ ‘ભોગવવું જ પડે' એમ નથી. ક્ષમા માગી પશ્ચાત્તાપ કરી અને તપના બળથી એ ફર્મને બાળી પણ શકાય. કોર્ટમાં કેસ ચાલ્યો અને ગુનેગારને ફાંસીની સજા ફટકારી દેવામાં આવી પણ એ શું કોર્ટની છેલ્લી સજા છે ? ના, એની ઉપર વડી અદાલત છે ત્યાં હારી જાય તો એની ઉપર સુપ્રીમ કોર્ટ છે. એમ ગયા જન્મમાં જે કર્મ બાંધ્યાં એ આત્માની આસપાસ જરૂ૨ બંધાઈ ૮૪ * માનવતાનાં મૂલ્ય Page #94 -------------------------------------------------------------------------- ________________ ગયાં પણ જો એ સુષુપ્ત (dormant) અવસ્થામાં હોય, હજુ એનો ઉદય ન થયો હોય તો તે અવસ્થાને અબાધાકાળ કહેવામાં આવે છે. એવી અવસ્થામાં તમે જો પ્રયત્ન કરો, જાગી જાઓ, પ્રબળ પુરુષાર્થ કરો તો એ પાપનો ઢગલો બળી પણ જાય. ચીકણાં નહિ એવા કર્મને પુરુષાર્થથી ફેરવીને માનવી જીવન પલટાવી શકે છે. અમેરિકામાં રૉકફેલર એક વાર માંદા પડ્યા. શરીરમાં ખૂબ સણકા મારે. નિષ્ણાતોને બોલાવ્યા. દવાઓ કરી, ઇંજક્શનો લીધાં પણ સણકા ઓછા ન થાય. ડૉક્ટરોનું માનવું હતું કે ઑપરેશન કરવાથી કદાચ આંખ ગુમાવવાનો વારો આવે. આશ્વાસન આપવા સહુ આવે પણ દર્દમાં ભાગ કોણ પાડે ? એક રાત્રિએ જ્યારે સ્નેહીઓ અને સ્વજનો શાંતિથી ઊંઘી ગયા હતા ત્યારે રૉકફેલર દર્દથી ખૂબ પીડાતા હતા. એમને વિચાર આવ્યો : “હું માનતો હતો કે ધનથી દુનિયાને ઝુકાવી શકાય છે, આખા વિશ્વને ચરણે નમાવી શકાય છે પણ એ જ ધન મારું શારીરિક દુ:ખ દૂર નથી કરી શકતું. સણકા મારે છે અને મારું માથું ફાટી જાય છે. હવે શું કરું ? સહન થતું નથી. “જો મારું ધન મને આવા દુ:ખમાંથી બચાવી શકતું નથી તો ધન પાછળ મારે ઘેલા થઈ શાને મરવું ? મનમાં સંકલ્પ કર્યો : જો હું સારો થાઉં તો ગરીબો માટે મોટામાં મોટી હૉસ્પિટલ ખોલું, હું ધનપતિ છું એટલે દવાઓ લઈ શકું છું, ઊંઘની ગોળીઓ ખરીદી શકું છું અને થોડા સમય માટે દર્દને વીસરી શકું છું, પણ જેમની પાસે કોઈ જ સાધન નથી એ કેવા તરફડતા હશે ? પ્રાર્થના કરી અંદર રહેલી આત્મશક્તિને જાગૃત કરી, સબળ સંકલ્પ કર્યો અને જીવનમાં પલટો આવ્યો. અંદરથી સંકલ્પનું ચક્ર ફરે અને આસપાસના વાતાવરણમાં પલટો આવી જાય, સંકલ્પવાળા પુરુષો મહાન બન્યા છે. એ દુનિયામાં અદ્ભુત પલટો લાવી શક્યા છે. રૉકફેલરે સંકલ્પ કર્યો : હું સારો થાઉં અને લોકોની સેવા કરું, લોકો માટે પૈસા ખરચું, સંસ્થાઓ ખોલું. સવાર પડી અને રૉકફેલરે સંકલ્પને સાકાર કર્યો વચ્ચે છૂટે હાથે દાન દેવાનું શરૂ કર્યું. એના નામે ચાલતી સંસ્થાઓ આજે વિશ્વવિખ્યાત છે. માનવતાનાં મૂલ્ય * ૮૫ Page #95 -------------------------------------------------------------------------- ________________ ઇચ્છાશક્તિ (Will powerથી) સાધનાથી, સબળ વિચારથી, અશાતાનું કર્મ પલટાઈ ગયું. અશાંતિમાંથી શાંતિમાં આવ્યા. મનમાં શુભ સંકલ્પનું બીજ વાવી. સંકલ્પમાં શક્તિ છે. સંકલ્પમાં ભગવાનનું દર્શન છે. આ પ્રકાશમાં અંધકાર, નબળા વિચાર નહિ ટકે, સારું કામ જ થવાનું. નવી સંકલ્પશક્તિથી તમારામાં એવું બળ આવે, એવી તાકાત આવે કે ખરાબ કર્મ બળી જાય અને દુ:ખ આપનાર તત્ત્વ સુખમાં પલટાઈ જાય. અબાધાકાળમાં - કર્મ હજુ ઉદયમાં ન આવ્યું હોય ત્યારે સારા વિચારો, સારા સંકલ્પો, સારું વાતાવરણ, સારા મિત્રો મળે તો એ માણસ ખરાબ કર્મને સારાં કરી શકે. અપંગ અવસ્થામાં પ્રતિકૂળ દશામાં સંકલ્પબળ કેળવ્યું તો પ્રતિકૂળ કેવું અનુકૂળ બની ગયું તે હેલન કેલરના જીવનમાં જોવા જેવું છે. સુંદર દૃષ્ટિવાળા, સારા શ્રવણવાળા અને વાચાળોને એમના ગામમાં પણ ઘણાં ઓળખતા નથી અને હેલન કેલર (Helen Kellar) જેવી અંધ, બહેરી અને ગૂંગી સ્ત્રીને આખી દુનિયા ઓળખે ! એને મળવામાં સૌ ગૌરવ અનુભવે ! કારણ શું ? પ્રતિકૂળતામાં પણ મનોબળ વડે બીજી શક્તિઓને એ બહાર લાવી શકી. આંખ ગઈ એ નિકાચિત કર્મ હતું, ચીકણું કર્યુ હતું, એ માટે કાંઈ શક્ય નહોતું. પણ એણે પરિશ્રમથી બીજી શક્તિઓ ખીલવી. અપંગતા ઉપર વિજય મેળવીને સિદ્ધ કર્યું કે આત્મશક્તિનું સામ્રાજ્ય કેવું પ્રબળ છે ! આત્મશક્તિનો ખ્યાલ આવશે પછી “ભગવાન જ્યાં લઈ જશે ત્યાં જઈશ', “તકદરમાં જે લખ્યું હશે તે થશે', એવાં નિર્બળ વાક્ય નહિ બોલો. પછી તો પ્રાર્થનાની ભેટ ધરશો. “પ્રભુ ! તમારા પ્રકાશનું અભિવાદન. તમારા પ્રકાશમાં વૈર્ય હાર્યા વિના સંકલ્પબળથી દુ:ખ ઓળંગી જઈશ. “રસ્તો કાપવાનું કામ મારું છે. મારો રસ્તો જો હું નહિ કાપું તો બીજું કોણ કાપશે ?” લોકો વિમાનની વાટ જોઈને બેઠા છે. જો નરસિંહ મહેતા માટે વિમાન આવ્યું તો મારે માટે કેમ નહિ ? હું ગમે તેવા ધંધા કરું પણ એક વાર તિલક કરી ધૂન લગાવીશ તો વિમાન જરૂર આવશે. “એરણ કી ચોરી કરે, દિયે સોય કો દાન; ઉપર ચઢ કર દેખતો, કબ આવે વિમાન ?” માનને કાઢ્યા વિના વિમાન નહિ આવે. જીવનના પરમતત્ત્વોને જાણીને તમારે માટે શું શક્ય છે, શું કરી શકાય તેમ છે તે જાણી લો. આ રૂપક વિચારવા જેવું છે. રાજ્ય છોડ્યા પછી ભર્તુહરિ બેઠા બેઠા ૮૬ * માનવતાનાં મૂલ્ય Page #96 -------------------------------------------------------------------------- ________________ ગોદડી સીવી રહ્યા હતા ત્યાં સાંજ પડી ગઈ. સોય દોરામાંથી સરકી ગઈ. ઉંમરને લીધે આંખોનું તેજ ઓછું થઈ ગયું. પ્રકાશ ઓછો હતો. ભર્તૃહરિને સોય પરોવવી હતી. એટલામાં ત્યાંથી લક્ષ્મી દેવી પસાર થતાં હતાં. પૂછ્યું : ‘ભર્તૃહરિ ! આ શું ફાટલી ગોદડી સાંધો છો ? લો આ નવી રેશમી ગોદડી લઈ લો.’ ભતૃહિરએ કહ્યું : ‘મારે તમારી ગોદડી નથી જોઈતી. મારે તો મારી જ ગોદડી સીવવી છે.’ દેવીએ કહ્યું : “હું ખાલી હાથે કેમ જાઉં ? બોલો, તમારે શું જોઈએ છે ? કંઈક તો માંગો જ.'' ‘લો, આ સોયમાં દોરો પરોવી આપો !’’ “શું કહો છો ? માંગી માંગીને આ માંગ્યું ?' દેવીએ પૂછ્યું : “તમારે સુખ નથી જોઈતું ?'' ભર્તૃહરિએ કહ્યું : “જે ચિત્ત અંતરયામીમાં લાગી પ્રસન્ન થઈ ગયું છે એને ફરી પાછાં સુખસાહેબી, ભોગ મળે તો સુખની એષણામાં મન તૃષ્ણામાં લાગી જાય, અંતરયામીમાં લાગેલું મન સુખની એષણામાં લપસે તો ઉપર જનારું મન નીચે આવી જાય. આ ગોદડી ઠીક છે, સીવતાં સીવતાં અંતરયામીમાં હું ડૂબી ગયો છું. તો શા માટે સુખની એષણામાં મનને જવા દઉં ? વસ્તુઓ આવે છે પણ અંતે અશાંતિ મૂકીને જાય છે. મારે અશાંતિ નથી જોઈતી, મારે આ ફાટેલી ગોદડી મજાની છે. ન એને કોઈ લેવા આવે કે ન એને માટે કોઈને ઇચ્છા થાય; ન એને માટે મારામારી કે ન એને માટે કોઈ ઝઘડા.' ભલે આ રૂપક કથા છે પણ એની પાછળ વિચાર છે, ચિંતન છે. પ્રાપ્ત પરિસ્થિતિમાં સુખ અને સંતોષ માની પ્રયત્નથી પ્રારબ્ધને જગાડે તો માણસ જરૂ૨ ઉપ૨ આવી શકે. પરિસ્થિતિને પ્રેરણા બનાવી શકે. પરિસ્થિતિને પલટાવવાની છે અને એ કામ ઈશ્વરને નથી સોંપવાનું, તમારે ક૨વાનું છે. ભગવાન બોલતા હોત તો કહેત કે તને આટલું બધું મળ્યું છે. હવે કામ કર. આખો દિવસ મંદિરોમાં ભીખ અને મદદ શું માગ્યા કરે છે ? ના, હવે મદદ નહિ, પુરુષાર્થ. હવે સ્ટીમર ગમે તે બંદરે નહિ જાય પણ નિશ્ચિત બંદરે જ જવાની. કપ્તાનને જાગ્રત કરવાનો છે, સાવધાન કપ્તાને બંદર અને દિશા સામે રાખવાનાં છે. વિશાળ સમુદ્રના કિનારે કેટલાં બંદરો છે અને કયે કયે બંદરે તારે જવાની શક્યતા નથી. જે કપ્તાન સામે સરસ chart હોય, એ દિશામાં નૌકાયંત્ર ગોઠવી ધીમે માનવતાનાં મૂલ્ય * ૮૭ Page #97 -------------------------------------------------------------------------- ________________ ધીમે એ દિશામાં આગળ વધતો જાય છે. રાત અને દિવસ પંથ કપાતો જાય અને બંદર નજીક આવતું જાય. કર્મવાદ સમજાય પછી દિવસો જાય, વર્ષો જાય અને આત્મા એના ધ્યેય તરફ નજીક અને નજીક આવતો જાય. એના જીવનમાં નિર્બળતા નહિ, સબળતા છે. તેના વિચારોમાં નિર્માલ્યતા નહિ, સંકલ્પબળનું દર્શન છે. જ્યાં સંકલ્પ છે, ત્યાં જ સાફલ્ય છે. ૮૮ * માનવતાનાં મૂલ્ય Page #98 -------------------------------------------------------------------------- ________________ 06 ----- -- ------------ ----- હવે તો જાગો ! હવે તો જાગો ! bexi ع ع ع ع ع ع ع ع ع ع ع Page #99 -------------------------------------------------------------------------- ________________ Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯. હવે તો જાગો ! ૪ થી ઘતા હો તો જાગો. બેઠા હો તો હવે ઊભા થાઓ. હું ઊભા હો તો હવે ગતિમાન બનો. ગતિમાન હો તો હવે કાર્યદક્ષ બનો. એમ “જાગો” શબ્દ મનુષ્યને કર્તવ્યધર્મ તરફ આગળ વધવાની પ્રેરણા આપનાર મંત્ર છે. જાગો ! શબ્દ જેમ ચેતવણી આપનાર છે, તેમ એની પૂર્વે રહેલો “તો' અતિસૂચક છે, જેને દુનિયામાં તેર મણનો તો કહેવામાં આવે છે. હવે તો જાગો - આ સામૂહિક વાક્ય એમ ઘોષણા કરે છે કે, હદ થઈ, ખૂબ અંતર પડી ગયું, કેટલો બધો પ્રમાદ? ખૂબ ઊંધ્યા, હવે જાગો ! પ્રમાદ છોડો. આપણામાં ઘર કરીને બેઠેલી આળસને છોડો ને જીવનની સાધના કરવામાં તત્પર બની જાઓ, કારણ કે, જેનું મૂલ્યાંકન ન & થાય એવું માનવતાભર્યું, અને વિશ્વમાં વ સહજ પ્રાપ્ત ન થાય એવું ઉત્તમ માનવજીવન તમને મળ્યું છે, તો એને હવે તો જાગો ! ક ૯૧ WWW.jainelibrary.org Page #101 -------------------------------------------------------------------------- ________________ સફળ કરો. પ્રમાદ કરશો તો પડે છે કે હવે તો જાગો ! આ મહામૂલું ધન હારી બેસશો. માટે જ કહેવું મહાનુભાવો ! આજના વ્યાખ્યાનનો વિષય છે હવે તો જાગો !' આ વાક્ય જો ગંભીરતાપૂર્વક વિચારાય તો આજના દોઢ કલાકના વક્તૃત્વનું રહસ્ય સહજ રીતે પામી શકાય. હવે તો જાગો આમાં ‘જાગો, શબ્દ શું સૂચવે છે ? આ શબ્દ ચાનક ચઢાવનારો છે. આવું ઉત્તમ જે માનવજીવન મળ્યું છે તે સ્વાર્થના કુંડાળામાં રહી અળસિયાની જેમ જીવવા અને મ૨વા માટે નથી; પણ જીવનને અમર બનાવવા માટે મળ્યું છે. આજે તમે કેવી પવિત્ર ભૂમિમાં જન્મ લીધો છે, એનો તો વિચાર કરો. આર્યાવર્તમાં, ઉત્તમ કુળમાં ને ધાર્મિક કુટુંબમાં કે જેના માટે તમે ગૌરવ લઈ રહ્યા છો, અને ‘અમે બ્રાહ્મણ છીએ, અમે ક્ષત્રિય છીએ, અમે ણિક છીએ' એમ ગૌરવપૂર્વક બોલતા ફરો છો, પણ હું તમને જ પૂછું છું કે બોલવા માત્રથી મહત્ત્વ શું ! મહત્ત્વ છે કર્તવ્યપરાયણતાનું, સદાચારી વર્તનનું અને પ્રતિભાસંપન્ન જીવનનું. મહાન કહેવાથી મહાન ન બનાય , ‘મહાન' કહેવા માત્રથી મહાન ન બનાય. એના માટે મહાન કાર્ય કરવું પડે, જીવનને તેવું બનાવવું પડે. પિત્તળ પોતાને સોનું કહે તેટલા માત્રથી તે સોનું નથી થઈ જતું. એના ચળકાટ ઉપરથી એની કોઈ કિંમત આંકે તો એ થાપ થાય. સોનાને તો તેજાબનો તાપ ખમવો પડે, કસોટીએ ચઢવું પડે, અગ્નિપરીક્ષામાં ઉત્તીર્ણ થવું પડે, અને છતાં કાળું ન પડે તે સોનું; તેમ મનુષ્ય પણ પોતાની જાતને અગ્નિપરીક્ષામાં મૂકી, કસોટીએ ચઢાવવી જોઈએ અને તેમાં ઉત્તીર્ણ બને તો જ એ જાતિવાન કહેવાય અને મહાન ગણાય. એમાં શક્તિહીન થાય એ શી રીતે પાલવે ? કર્તવ્ય કરી મહત્તા સિદ્ધ કરવી પડશે, અને જગતને પડકાર કરવો પડશે કે જીવનના પ્રત્યેક પ્રકારના વાતાવરણમાં પણ કર્તવ્ય માટે અમે તૈયાર છીએ ! ગમે તેવા સમયે અમે ચારિત્ર્યથી ડગીશું નહિ, ધ્યેયથી સ્મુત થઈશું નહિ, અમારા આદર્શને પ્રાણાન્તે પણ છોડીશું નહિ. આ રીતે મહત્તા સિદ્ધ કરવા તમારી તૈયારી નહિ હોય તો ભલે ઊંચ જ્ઞાતિઓનાં નામ બોલતાં ફરો પણ માનવા કોઈ તૈયાર નહિ થાય. માણસ સારો કે ખરાબ; ઊંચ કે નીચ એ શબ્દથી નહિ, આચરણથી સિદ્ધ થાય છે. તમે પણ ઉચ્ચ હો તો સારા આચરણથી અને પવિત્રતાથી તમને પોતાને તમે મહાન પુરવાર કરો. ૯૨ : માનવતાનાં મૂલ્ય Page #102 -------------------------------------------------------------------------- ________________ આપણો બે હજાર વર્ષનો ઇતિહાસ આપણે ન જાગવાને કારણે ઘણું ગુમાવ્યું છે. બે હજાર વર્ષનો ઇતિહાસ તપાસશો તો જણાશે કે આપણે કેટલા ગબડી ગયા છીએ. એક વાર વિહંગાવલોકન કરી જુઓ તો પરિસ્થિતિ સમજાશે. એક દિવસ રોમની સંસ્કૃતિ પણ આપણી સંસ્કૃતિ પાસે ઝાંખી લાગતી. આ સંસ્કૃતિ માટે રોમમાં પણ ગૌરવ હતું, દેશપરદેશના પ્રવાસીઓ આ સંસ્કૃતિના મુક્ત કંઠે ગુણગાન કરતા, તે જ સંસ્કૃતિ આજે મૃત:પ્રાય અને જાણે છેલ્લો શ્વાસોશ્વાસ લેતી હોય એમ લાગે છે. આજે તમે કઈ દિશામાં આવી પહોંચ્યા છો ? કાળી ચામડીમાં ભયંકર ગોરા ! આર્યોના શરીરમાં અનાર્યોનો આત્મા પેઠો. સંત-મહંતોની આ ગૌરવવન્તી ભારત ભૂમિમાં આજે જીવનની કિંમત નથી, ધર્મની કંઈ ગણના નથી, તત્ત્વજ્ઞાનની કંઈ પડી નથી આ શું કહેવાય ? આપણા યુવાનોને યુરોપનાં પર્વત, નદી ને તળાવો વગેરે કંઠસ્થ ખરાં, પણ ગંગા, યમુના કે સરસ્વતીનું પ્રભવસ્થાન કે વિલીન થવાનું સ્થાન ક્યાં એ ખબર ન મળે. અરે બહારના બધા તત્ત્વચિંતકોનાં નામ બોલી જનારને એના પોતાના આસપાસમાં થયેલા જીવનદ્રષ્ટાઓનાં નામ પણ ન આવડે. આ કેટલી શોચનીય સ્થિતિ ગણાય ? આખા વિશ્વનું જ્ઞાન મેળવો પણ ઘરનું જ્ઞાન પહેલાં મેળવો એ મારું કહેવું છે. ઘરનું જ્ઞાન ન મેળવવાને કારણે આપણા જ યુવાનો દ્વારા આપણી સંસ્કૃતિ ભૂંસાતી જાય છે ને બહારની સંસ્કૃતિ નવપલ્લવિત થાય છે. માટે કહેવું પડે છે કે ખૂબ ઊંઘ્યા ! બહુ ઊંઘનારો ઊંઘમાં પણ લવારો કરે છે, એવી જ આપણી પણ દશા છે. ઊંડો વિચાર કરાય તો સમજાય કે સંસ્કૃતિ અંગે તમારું બોલવું પણ બકવાસરૂપ છે. તમારા આગેવાનો કેટલીક વાર આર્યાવર્તનાં ગુણગાન કરે છે, પણ તે પૂર્ણ રીતે સમજ્યા વગર અને જીવનમાં ઉતાર્યા વગર માત્ર ઉપર ઉપરથી શબ્દોના સાથિયા પૂરી જાય છે જેની કિંમત ઊંઘમાં થતા લવારા કરતાં જરાયે વધારે ન આંકી શકાય. માટે જાગો ! આપણને મળેલા આધ્યાત્મિક ને સાંસ્કૃતિક વારસાની કિંમત સમજો, તો જ મળેલા આ ઉત્તમ માનવઇન્મની મહત્તા અંકાશે. બ્રહ્મચર્ય આજના પ્રવચનની પ્રાભૂમિકા આપણે વિચારી ગયા. હવે મુખ્ય વિષયનો વિચાર કરીએ. આ દેશ બ્રહ્મચર્યના પુંજરૂપ હતો, સંયમની ચર્ચા ઘર ઘર થતી. બ્રહ્મચર્ય એ જ ધન અને સર્વસ્વ મનાતું, કારણ કે આ બધા સદ્ગુણોનું બ્રહ્મચર્ય એ મૂળ છે ! એને ખોવાથી તેમજ વિલાસ અને મોજ હવે તો જાગો ! : ૯૩ LIS Page #103 -------------------------------------------------------------------------- ________________ શોખનાં સેવનથી આર્યદેશ પતન પામ્યો છે. આ દેશનું ક્ષાત્રતેજ વગેરે સર્વત્ર આદર્શરૂપ હતાં. એ બળ, એ દીર્ધાયુષિતા, એ શૌર્ય, એ વીરતા અને દીર્ઘ ચિન્તન આદિ આજે એમાંનું કંઈ શોખુંય મળતું નથી. એનું કારણ આપણે સંયમને છોડ્યો અને અસંયમને સ્વીકાર્યો તે છે. વિષય, વિલાસ ને વિકારનાં સાધનો આજે ઘણા પ્રમાણમાં અહીં પેસી ગયાં છે. વ્યસનો અને કુટેવો માટે તો કહેવું જ શું ? હું તમને પૂછું છું કે, આ દેશમાં ચાની શી જરૂર ? ઇંગ્લેન્ડ આદિ ઠંડા પ્રદેશમાં તો સમજ્યા પણ આ સમશીતોષ્ણ દેશમાં એની શી જરૂર ? ચાને લઈને આ હિંદમાં કેટલી બેકારી વધી ? માત્ર રૂપિયા કમાનાર માણસ પણ ત્રણ-ચાર આના ચામાં વાપરે, આ કઈ દશા ? આજના ક્રાન્તિકારી યુવાનને, ચા વિના ઊંધ ન ઊડે ! મોં પર સરખી ન આવે, જાણે ચા દેવીનો માનીતો ગુલામ ! ભલે તમે કદાચ ચા પીતા હો, પણ એના વિના ચાલે જ નહિ, ઊંઘ ન ઊડે, ટાંટિયા ઘસવા પડે – એ કઈ સ્થિતિ કહેવાય ? આપણા બાપ-દાદા ચા વિના ઘોર્યા જ કરતા હતા અને આપણે ચા પીને જાગીએ છીએ, એમ તો નથી ને ? વ્યસન અને સંયમ તમે શાન્તિથી, હું જે કહું છું તેના પર વિચાર કરો. આજે વ્યસનોને લીધે કેવી સંયમહીન સ્થિતિ થઈ છે તેનો વિચાર કરો. મનનો, વાણીનો કે ચક્ષુનો એકેનો પૂર્ણ સંયમ છે ખરો ? તમે તમારી જાતને ભલે સ્વતંત્ર માનતા હો પણ વાસ્તવિક રીતે સ્વતંત્ર છો ખરા ? ઇન્દ્રિયોનો ગુલામ એ આઝાદ નહિ પણ બંદીવાન છે. વિષયોનો દાસ એ સ્વતંત્ર નહિ પણ પરતંત્ર છે. વિકારો પાછળ ઘસડાઈને સંયમહીન જીવન બનાવવું એ ઉન્નતિ નથી પણ અવનતિ છે. પણ તમે તમારા અંતરને પૂછો કે તમે આજે માલિક છો કે ગુલામ ? વાસનાઓના દાસ બની સ્વતંત્રતાની વાતો કરવી એ કેટલું હાસ્યાસ્પદ ગણાય ! સ્વતંત્રતાનો હક્ક વાતોથી નહિ, પણ ગુણ અને લાયકાતથી મેળવવો જોઈએ. પાશ્ચાત્ય સંસ્કૃતિ એમ કહે છે કે, હક્ક એ માનવીને જન્મસિદ્ધ છે ! પણ પોર્વાત્ય સંસ્કૃતિ એમ કહે છે કે, હક્ક યોગ્યતાથી – લાયકાતથી પ્રાપ્ત થાય છે, આ બે વચ્ચેનું અંતર સમજવા જેવું છે. એક જન્માંધ છોકરો પરિભ્રમણ સ્વાતંત્ર્ય માંગે તો એનો પિતા એને પરિભ્રમણ સ્વાતંત્ર્યનો હક આપે ખરો ? કોઈ કજિયાળો અને ગાળો દેનારો માણસ વાણીસ્વાતંત્ર્યનો હક માંગે તો એને અપાય ખરો ? અને અપાય તો રોજ કેટલા કજિયા થાય ? નાદાન બાળકને મતસ્વાતંત્ર્યનો હક્ક અપાય ખરો ? વ્યભિચારીને આચારસ્વાતંત્ર્યનો હક્ક અપાય ખરો ? મૂર્ખને વિચારસ્વાતંત્ર્ય અપાય ખરું ? તાત્પર્ય એ છે કે ૯૪ * માનવતાનાં મૂલ્ય Page #104 -------------------------------------------------------------------------- ________________ અયોગ્યના હાથમાં હક્કનું મહાન શસ્ત્ર ન અપાય. અયોગ્યના હાથમાં ગયેલી વસ્તુ લાભને બદલે હાનિકારક નીવડે. વાનરના હાથમાં રહેલી તલવારની જેમ વસ્તુ સુંદર હોય તો પણ ઘણી વાર સંગના યોગે ભયંકર થઈ જાય છે. ઘી જેવી પોષક વસ્તુ પણ સો વખત ધોવાય એટલે ઝેર બની જાય છે. આથી પૌર્વાત્ય સંસ્કૃતિનું કહેવું છે કે સ્વતંત્રતાનો હક્ક યોગ્યને હોય, અયોગ્યને નહિ ! ઇન્દ્રિયો પર સંયમ ન રાખો અને સ્વતંત્રતાની વાતો કરો એમાં શું વળે ? સંયમ વગર તો સ્વતંત્ર માણસ પણ પરતંત્ર બની ગયા. પૃથ્વીરાજ સ્વતંત્ર મટી પરતંત્ર બન્યો, શાથી ? સંયમ ગુમાવ્યો ને સંયુક્તાના મોહમાં ઘેલો બન્યો તેથી ! સુંદર ચિત્ર માટે શુદ્ધ ભૂમિ જોઈએ બ્રહ્મચર્ય એ એવો ગુણ છે કે એની પાછળ બધા ગુણો તણાઈને આવે છે, જીવનશુદ્ધિ એનાથી થાય છે. સાધના એનાથી સધાય છે. દૂરની વાત તો જવા દો, પણ આ દુનિયામાં પણ નૈષ્ઠિક બ્રહ્મચારીને જોઈને સૌ કોઈ નમી પડે છે. બધા એના પર વિશ્વાસ રાખે છે, લોકો એને વંદનીય અને પૂજનીય ગણે છે. બ્રહ્મચર્ય એ મહાન શક્તિ છે. એ વિના જીવન ચેતનાહીન ગણાય. એક વિદ્વાને કહ્યું છે કે : 'Strength is life and weakness is death.' બ્રહ્મચર્યની શક્તિ એ જીવન છે, અને વીર્યહીન-શક્તિહીન જીવન એ મૃત્યુ છે ! વિકસિત ફૂલની ખુશ્બોથી ભમરાઓ જેમ ખેંચાઈને આવે છે, તેમ બ્રહ્મચર્યથી પણ બીજા ગુણો ખેંચાઈને આવે છે. સૂર્ય ઊગે એટલે લોકો કામે લાગી જ જાય છે, તેમ બ્રહ્મચર્યરૂપી તેજસ્વી સૂર્ય ઊગે એટલે બીજા સદ્ગુણો એની મેળે આપણા જીવનમાં પ્રવેશી કામ કરવા મંડી પડે છે. તમારે સદ્ગુણોને જીવનમાં વસાવવા હોય તો ભૂમિ શુદ્ધ કરો. આજે હું અહીં ભૂમિ શુદ્ધ કરવા આવ્યો છું, ઝાડુ લઈ કચરો વાળવા આવ્યો છું. કયો કચરો ? વિષય અને વિલાસનો કચરો. તેને આજે મારે સંયમના ઝાડુથી કાઢવાનો છે. તમને કાંઈ વાંધો તો નથી ને ? (જે હૉલમાં વ્યાખ્યાન ચાલતું હતું એ હૉલની ભોંય સામે આંગળી ચીંધી મહારાજશ્રીએ કહ્યું) આ હૉલમાં કચરો કાઢ્યા વિના તમે જાજમ બિછાવો ખરા ? પહેલાં તમે કચરો સાફ કરાવ્યો પછી ઉપર જાજમ પાથરી. પણ એમ ને એમ અશુદ્ધ ભૂમિ ૫૨ જાજમ નાખી હોય તો શું પરિણામ આવે ? ધૂળ જ ઊડે ને ? દુનિયામાં કોઈ હવે તો જાગો ! * ૯૫ Page #105 -------------------------------------------------------------------------- ________________ સારો માણસ ઉકરડે ખાટલો નાખીને સૂશે ? નહિ જ, ભલે તળાઈ રેશમની હોય, પણ ત્યાં ન સુવાય, કારણ કે દુર્ગધ મારે, તેમ પ્રામાણિકતા, સજ્જનતા, ભ્રાતૃત્વ આદિ ગુણોને લાવવા માટે પ્રથમ સંયમ જોઈએ. એ ગુણોના નિવાસ માટે ભૂમિકા શુદ્ધ જોઈએ. કાળી, મેલી, ખાડા-ટેકરાવાળી ભીંત પર ચિત્રકાર પાસે ચિત્ર દોરાવીને કહીએ કે ચિત્ર સારું નથી. એમાં એનો દોષ નથી. દોષ ભૂમિનો છે. દીવાલ ચોખ્ખી જોઈએ. ખરાબ ભીંત પર તો સારો ચિત્રકાર પણ ચિત્ર ન દોરી શકે. તેલથી ખરડાયેલાં મેલાં વસ્ત્રો પર રંગારો પણ સારો રંગ શી રીતે કરી શકે ? તાત્પર્ય એ કે દીવાલ સુંદર હોય તો ચિત્ર સુંદર થાય. વસ્ત્ર ચોખ્યું હોય તો રંગ ચઢે, જીવન વિશુદ્ધ હોય તો સગુણો વિકસે ! બ્રહ્મચારી સત્યકામી હોય જેનામાં બ્રહ્મચર્ય નહિ હોય તેનામાં બીજા ગમે તેવા ગુણો હશે તો પણ તે નિષ્ફળ જવાના. સુવર્ણવસંતમાલતી પોષક છે. સાઠ કે સિત્તેર રૂપિયે તોલાના ભાવની છે; પણ મરવા પડેલાને તે અપાય ? અને બેઆની ભાર આપો તો બે મિનિટ મોડો મરવાનો હશે તે ઊલટો વહેલો મરશે, કેમકે એનામાં પચાવવાની શક્તિ નથી. લાયકાત વિના સારી વસ્તુ પણ વિપરીત પરિણામને લાવનારી નીવડે છે. યુવકો અને યુવતીઓ માટે આ વાત અતિ જરૂ૨ની છે. બ્રહ્મચર્યના ખમીર વિના સદ્દગુણની એ ગમે એટલી વાતો કરે, તો પણ એ વાતો નિષ્ફળ અને વંધ્ય છે, વાયડી અને વ્યર્થ છે. એક દિવસ એવો હતો કે આર્યાવર્તનું પ્રત્યેક ઘર બ્રહ્મચર્યના બ્રહ્મધ્વનિથી ગુંજતું હતું. વાતાવરણ સંયમમય હતું, પણ આજે હાલત જુદી છે. બ્રહ્મચર્યનાં નીર ઓસરતાં જાય છે. રસ્તે દશ્યો કેવાં ? બ્રહ્મચર્યનું ખૂન કરી નાખે તેવાં ! સ્કૂલ-કૉલેજનું વિલાસથી ભભકતું વાતાવરણ જોઈને સંયમી વિદ્યાર્થીને તો ત્રાસ જ છૂટે ! સાહિત્ય આજનાં છબીઘરોમાં નટ-નટીના હાવભાવો, સિનેમના રૂપેરી પરદા પર ભજવાતાં ભયંકર દશ્યો અને નફટાઈની હદ આવે ત્યાં સુધી પહેરાતી વેષભૂષાઓ બ્રહ્મચર્યને પાડનાર નથી તો બીજું શું છે ? પુસ્તકના વાચનથી જ્ઞાન મળે પણ આજનાં પ્રગટ થતાં પુસ્તકો તો જાણે પ્રણયત્રિકોણનાં ચિત્રો ! નોવેલો એટલે વિલાસની પ્યાલીઓ ! આવું સાહિત્ય ઊગતાં યુવાનો અને યુવતીઓ વાંચે તો એના સંયમમાં તો પૂળો જ મુકાય ને ? ૯૬ માનવતાનાં મૂલ્ય Page #106 -------------------------------------------------------------------------- ________________ ચિત્રો તમારા ઘરમાં ચિત્રો કેવાં છે ? નવયૌવનાનાં વસ્ત્રો ચોરાતાં હોય એવાં ચિત્રો. એવું ચિત્ર દેવનું હોય તો પણ સદાચારનું પતન કરનારું છે. હોય તો ફેંકી દો. નટ-નટીનાં ચિત્રો ટાંગ્યાં હોય તો ફગાવી દેજો. ફોટા રાખો તો સંતના, જ્ઞાનીના, ધ્યાનીના કે કોઈ વીતરાગ તપસ્વીના રાખો. આ તો છબીઓ રાખી છે નટ-નટીની ! પ્રભાતે ઊઠીને દર્શન કોનાં કરવાનાં ? નટ અને નટીઓનાં ને ? માટે કહું છું કે ભૂમિકા એવી રાખો કે જેનો પડઘો પડે. બ્રહ્મચર્ય હશે તો સાચા આઝાદ બનશે. આમ ભૌતિક રીતે આઝાદ થયા છીએ, પણ આઝાદીની ખરી લહેજત ક્યાંય દેખાય છે ? મુખ પર ગ્લાનિ શાથી ? બ્રહ્મચર્ય હોય તો મોં પર તેજ ચમકતું હોય અને બીજા ગુણો સહજભાવે આવી વસે, આ વાત યાદ કરો. આદર્શ માટે મરતાં શીખો આ દેશની નારીઓ પણ કેવી પવિત્ર હતી ? મહાન સતી સીતાને યાદ કરો. ત્રણ ખંડનો ધણી રાવણ એના ચરણોમાં પડતો હતો, પણ એ મહાદેવીએ એનાં પ્રલોભનોને ઠોકર માર્યા. રાવણ એટલે કોણ ? એને ત્યાં કેવા વૈભવો ! અચ્છા અચ્છા રાજાઓ જેની સેવા કરે, ઇન્દ્ર જેની પાસે હાજર રહે અને જેની સત્તા સાર્વભૌમ ગણાય એવા રાવણે સીતાને કહ્યું : “તું શા માટે ભટકતા રામડા પાછળ બરબાદ થાય છે ? એની સાથે વનમાં ભટકવાનું, જમીન પર સૂવાનું અને સૂકાં ફળ ખાવાનાં, એના કરતાં મારી ઇચ્છાને તાબે થા તો હે માનિની ! હું તને મારી પ્રિય પટરાણી બનાવું અને તારી તમામ ઇચ્છાઓને પૂર્ણ કરવાનું આ ખતપત્ર તારાં ચરણોમાં ધરું !” વિચારો ! એક બાજુ રખડતા રામ અને ભેંકાર વનજંગલ, બીજી બાજુ ચરણોમાં નમતો રાવણ અને સંપત્તિથી છલકાતું રાજ્ય ! પણ સીતાએ – શિયળવતી સીતાએ, એ બધી સંપત્તિને ઠોકર મારીને કહ્યું : ધિક્કાર હો તારા ત્રણ ખંડના વૈભવને ! તારી સંપત્તિ વિશાળ છે, વિરાટ છે, પણ તારો આત્મા વામણો છે. રામની સંપત્તિ તને થોડી દેખાતી હશે પણ એનો આત્મા મહાન છે, વિરાટ છે ! રામ તે રામ છે, એની સાથે તારી જાતને સરખાવતાં તને શરમ કેમ નથી આવતી ? ક્યાં સાગર ને ક્યાં ખાબોચિયું ! તારું મોં પણ મારે નથી જોવું, અને તારી વાતેય મારે નથી સાંભળવી !' સંયમનું આ કેવું આદર્શ દૃષ્ટાન્ત છે ! વાતે વાતે છૂટાછેડાની વાતો કરનારાઓને જરા કહેજો કે રામાયણમાં એક શાન્ત નજર ફેરવી આવે. સીતા ને અંજના જેવી એ નારીઓ ઉચ્ચ આદર્શ માટે ખપી જનારાં સાચાં રત્નો હતાં. બર્નાર્ડ શૉએ પણ ઠીક જ કહ્યું છે : હવે તો જાગો ! - ૯૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ 'The Secret of happiness is being used up for a purpose recognized by yourself as a mighty one.' કોઈ મહાન હેતુ માટેની વીરત્વભરી જીવનસાધનામાં જ સુખનું રહસ્ય છે. સાચો આનંદ જોઈતો હોય તો સંયમની સાધનામાં લાગી જાઓ. વિલાસ-પ્રધાન વૃત્તિઓનો પરિત્યાગ કરો. ત્તિwત ! નાગ્રત ! પ્રમાદની ઊંઘમાંથી જાગો અને ઊભા થાઓ ! હૈયાના વિચારોનું દશ્ય ઝડપાય તો ? જીવનમાં સભાવના ન હોય, મન ઉપર સંયમ ન હોય, ઇન્દ્રિયો પર કાબૂ ન હોય તો એ જીવન નરક જેવું દુર્ગધી બને છે. હાડ, ચામ ને માંસ તો નરમાંય હોય ને નારમાંય હોય, એ બેમાં ફરક શો ? શ્રેષ્ઠતા છે સંયમી જીવનથી. સંયમી જીવન મહાન છે. ઉદરપૂર્તિ તો શ્વાન પણ કરે છે. આ સંસારમાં માનવીની મહત્તા જે કાંઈક અધિક છે તે સંયમથી ! સંયમ વગરનું જીવન મીઠા વિનાના અનાજ જેવું મોળું છે. જીવનમાં વાસ્તવિક રીતે સગુણની સુવાસ આવે પછી ગભરામણ કંઈ નથી. સંયમ એ ગુલાબનું ફૂલ છે. એ તમારી પાસે હશે તો તમને સુગંધ આપશે ને તમારા સમાગમમાં આવનારનેય સુગંધ આપશે. આ વાતનો મનની સાથે એકાન્તમાં વિચાર કરી જોજો. આ કાંઈ કોઈને કહેવાની વાત નથી, હૃદયની વાત છે. | વિજ્ઞાને બધી જાતની શોધ કરી, ફોટા પાડવાના કૅમેરા શોધ્યા પણ મનના ફોટા પાડવાની શોધ હજી સુધી થઈ નથી. હૃદયના વિચારો ઝડપવાનો કેમેરો જો કે હજુ શોધાયો નથી, પણ માનો કે એવો કૅમેરા નીકળે અને તમારા ગુપ્ત વિચારોના ફોટા લેવાય તો તમને લાગે છે કે તમારી પાસે કોઈ બેસે ? અરે, સગો ભાઈ પણ પાસેથી ભાગી જાય ભાગી ! માણસોના અનિચ્છનીય વિચારો એ ફોટામાં પ્રિન્ટ થાય તો સગો બાપ પણ એમ કહે કે આના આવા વિકત વિચારો ? અરે, સારું છે કે એવા કૅમેરા હજુ સુધી નીકળ્યા નથી. જેમ આંતરડાના ફોટા લેવાય તેમ વિચારોના ફોટા લેવાય તો દુનિયા જ એક વગર પૈસાનું પ્રસિદ્ધ નાટક બની જાય ! બીજી એક વાત. માણસની છાતીમાં છે તો માંસના લોચા; પણ માનો કે છાતીમાં વીશવીશ તોલા સોનું ભર્યું હોય અને જાહેર થાય કે જેમ, છીપમાં મોતી, હાથીના કુંભસ્થળમાં મુક્તાફળ, મૃગની ઘૂંટીમાં કસ્તૂરી છે, તેમ માણસના કલેજામાં સોનું છે તો એનું પરિણામ કેવું આવે ? માણસ એકલો ફરી શકે ખરો ? રાત્રે બહાર નીકળી શકે ખરો ? માણસ માણસને જીવતો રહેવા દે ખરો ? આ તો સારું થયું કે કલેજામાં સુવર્ણ મૂક્યું નહિ, નહિતર આજની સંયમહીન ભાવનાવાળા વાતાવરણમાં તો જુલમ થઈ જાત ! ૯૮ માનવતાનાં મૂલ્ય Page #108 -------------------------------------------------------------------------- ________________ દિલ એ અરીસો છે આજે જગતમાં ક્લેશ, અવિશ્વાસ આદિ દુર્ગુણ દેખાય છે, તે આપણી ભાવનાઓનો પડઘો છે. આપણા હૃદયમાં વિશ્વનાં પ્રાણીઓ માટે કલ્યાણબુદ્ધિ હોય તો વિશ્વના પ્રત્યેક માનવીને આપણા માટે સદ્બુદ્ધિ હોય. પણ આપણા હૃદયમાં તારા-મારાપણાની જ વૃત્તિ રમતી હોય તો બીજા લોકો આપણા માટે કલ્યાણ કેમ ઇચ્છે ? ભાવનાઓનો પડઘો પડ્યા વિના રહેતો નથી. આ સિદ્ધાન્ત પર તમને એક પ્રસંગ સંભળાવું. એક વખતની આ વાત છે. એક ખેડૂતના ખેતરમાંથી એક ચરૂ નીકળ્યો. ખેડૂત હતો તો ગરીબ પણ પ્રમાણિક ! આવો ચરૂ નીકળે તો આજે પ્રમાણિકતા કેવી જળવાય ? પણ ખેડૂતે તો વિચાર્યું : “જમીનનો માલિક રાજા ગણાય તો ખેતરમાંથી નીકળેલા ચરૂનો માલિક પણ રાજા ગણાય. હું તો જમીન ખેડું એટલે ખેતીથી પાકેલ અનાજનો જ માલિક.” એમ વિચારી એ રાજાને ચરૂ આપવા ગયો. રાજાને નમીને એણે કહ્યું : “મહારાજ ! મારા ખેતરમાંથી સોનામહોરથી ભરેલો આ ચરૂ નીકળ્યો છે, અને તે આપનો ગણાય. આપ એનો સ્વીકાર કરો.” રાજાએ એનો અસ્વીકાર કરતાં કહ્યું : “ના, ભાઈ ! એ ખેતર તો તને વેચાયેલું છે માટે એનો માલિક તું ગણાય.” ચરૂ ત્યાં જ રહ્યો. આજે આવો સોનામહોરોથી ભરેલો ચરૂ મળે તો ? અરે, પણ મળે જ શાનો ? ભાગ્ય વિના એવું કાંઈ મળતું નથી. એક કવિએ કહ્યું છે ? 'पदे पदे निधानानि योजने रसकूपिका । भाग्यहीना न पश्यन्ति बहुरत्ना वसुन्धरा ।' ડગલે ડગલે ધન છે. યોજને યોજને રસકૂપિકા છે; પૃથ્વી તો બહુ રત્નોવાળી છે પણ ભાગ્યહીનને ન મળે; ન દેખાય. એક રાત્રે રાજાને વિચાર આવ્યો. “મેં ભૂલ કરી કે મેં ચરૂ મેં ન લીધો. ખેડૂતે તો કહ્યું હતું કે, માલિક તમે છો. વાત પણ ખરી છે. પૃથ્વીનો માલિક હું એટલે ક્ષેત્રનો માલિક પણ હું. સવારે ચરૂ ભંડારમાં મુકાવી દઈશ.” તે જ સમયે ખેડૂતને પણ વિચાર આવ્યો, “મેં ભૂલ કરી કે હું ચરૂને મૂકી આવ્યો. ભલા રાજાએ તો કહ્યું જ હતું કે જેના ખેતરમાંથી જે વસ્તુ નીકળે તેનો માલિક છે. પણ હું ભૂલ્યો. ચાલ, સવાર થવા આવ્યું છે. જઈને એ ચરૂ. ઉપાડી આવું.” એમ વિચાર કરી એ લઈ ગયો. સવારે રાજસભામાં રાજા જુએ તો ચરૂ ન મળે ? પૂછ્યું, તપાસ કરી, એટલે જાણવા મળ્યું કે ચરૂ ખેડૂત લઈ ગયો છે. એટલે ખેડૂતને બોલાવ્યો અને લઈ જવાનું કારણ પૂછ્યું. હવે તો જાગો ! * ૯૯ Page #109 -------------------------------------------------------------------------- ________________ ખેડૂતે પગે પડી નમ્રતાથી કહ્યું : “મહારાજ ! આપે તો તે જ દિવસે લઈ જવાનું કહ્યું હતું. પણ મેં મૂર્ખાએ નહોતું માન્યું. પછી વિચાર કરતાં આપની વાત ખરી લાગી. ખેતર મેં વેચાતું લીધું છે માટે માલિક હું છું. અને તેથી હું લઈ ગયો છું.'' રાજાની તમામ દલીલને તોડી એ ચાલતો થયો. અન્તે ધર્મરાજાને વિચાર કરતાં સમજાયું કે મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ એનું જ આ પરિણામ ! પ્રજાનો માલ હડપ કરવાની મારા દિલમાં ઇચ્છા થઈ, એટલે આનો વિચાર પણ પલટાયો આની ભાવના પણ બદલાણી કેમકે ભાવનાનો પડઘો પડ્યા વિના રહેતો નથી. દિલ એ તો અરીસો છે. આત્મા પરમાત્મા ક્યારે બને ? આજે તો આ દૃષ્ટાંતનું ચિત્ર પ્રત્યક્ષ છે, પ્રાયઃ પ્રધાનથી માંડીને સામાન્ય પ્રજાજન, તમામ, એકબીજાને ઉતારી પાડવાની, છેતરવાની, ઠગવાની, પોતાની જાળમાં ફસાવવાની અને શીશામાં ઉતારવાની રમત રમી રહ્યા છે. આ સ્થિતિમાં પુરુષોમાં સાચું પુરુષત્વ અને સ્ત્રીઓમાં સાચું સ્ત્રીત્વ લાવવું હોય તો નૈતિક ભાવનાનો ઉદય માંગે છે. મનુષ્ય કે સ્ત્રીમાં સાચું પુરુષત્વ કે સાચું સ્ત્રીત્વ ત્યારે જ આવે છે કે જ્યારે ઉત્કટ ભાવનાનો તેઓનામાં ઉદય થાય છે કે, જેનામાં આ ભાવનાનો ઉદય ન થાય તેના માટે તો કવિએ કહ્યું છે : ‘મનુષ્ય પેજ મૃશ્વરન્તિ' મનુષ્યને જ્યારે મૃગની સાથે કવિએ સરખાવ્યા, ત્યારે મૃગલાંઓએ પણ વાંધો લીધો: અમે એવા નથી. પશુ વિફરે તો શું કરે ? એકાદ બેને જરા ઈજા કરે, પણ માનવી વિફરે તો ? માનવી તો યોજનાપૂર્વક, બુદ્ધિપૂર્વક સામાનું કાસળ કાઢે, દુનિયામાં કાંઈ બાકી ન રહેવા દે, ખેદાનમેદાન કરી નાખે. મનુષ્ય જો સંયમી હોય તો તે મહાન છે : ભાવિનો ફિરસ્તો છે, વિશ્વનો ઉદ્ધારક છે, પરમાત્માનું પ્રતીક છે. પણ આજની હવાએ આપણા ઘણાખરા દેશવાસીઓનાં હૈયાં પણ કાળમીંઢ પથ્થર જેવાં બનાવી મૂક્યાં છે. ન મળે પ્રેમ, ન મળે મમતા, ન મળે હમદર્દી, સામાનાં દુ:ખ-દર્દ જોઈ હૈયામાં આંસુ આવવાં જોઈએ, પણ આજે તો પડોશીને કે સગા ભાઈને ખાવાનાં સાંસા હોય અને પોતે દૂધપાક પૂરી ઉડાવતા હોય ! આ કઈ દશા છે, તે વિચારી લો. કેવી ઊંઘ ! જરા વિચારી જુઓ ! તમને કેવો કુંભકર્ણની નિદ્રા વળગી છે ? કુંભકર્ણ માટે કહેવાય છે કે ઢોલ વાગતા ત્યારે એ છ મહિને જાગતો. ત્યારે મારે પણ તમારી આગળ ચાર કે છ મહિના ઉપદેશનાં ઢોલ વગાડવાનાં ને ? ઠીક છે, આજ જાહેર-રજા છે, દુકાનો બંધ છે, મહારાજ ઠીક બોલે છે, ૧૦૦ માનવતાનાં મૂલ્ય Page #110 -------------------------------------------------------------------------- ________________ સાંભળવાથી વıત્વકળા ખીલશે, વરસાદમાં ક્યાં જવું, એમ વિચારીને તો આ હજારો માણસો નથી આવ્યા ને ? તમારે તમારું જીવન પલટવાનું છે, જીવનમાં સંયમનો રંગ લાવવાનો છે. મહાન નેતા, પયગમ્બર વગેરે જે મહાન થયા છે તે સંયમથી થયા છે. આપણે આપણા આત્માને પરમાત્મા બનાવવાનો છે, પણ આપણો આત્મા પરમાત્મા ક્યારે બને ? નિષ્ઠાપૂર્વકનો સંયમ આવે તો ને ! સ્થિર બનો આજ તો વાત એ છે કે સાંભળવું કોઈને નથી. દરેકને પોતાના વિચારો બીજાને ઠસાવવા છે. માટે જ તો આજે અળસિયાની જેમ, વાદેવાદ નીકળી પડ્યા છે. વાત ત્યાં સુધી વધી છે કે સોમો જો પોતાના વિચારો ઝીલવાસાંભળવા તૈયાર ન થાય તો હાથ ઉપાડતાં પણ વિચાર ન કરે. ધારાશાસ્ત્રી ન્યાયાધીશને પોતાના વિચારો જણાવે, પણ કાંઈ સ્ટેજ ઉપર ધસી જઈને કે બોચી પકડીને સમજાવે ખરો ? પણ હું જાણું છું કે આજના નવાનવા વાદના હિમાયતીઓના વિચારો સ્થિર નથી, ઊંડા ચિંતનમાંથી પ્રગટેલા નથી, માત્ર પુસ્તકો વાંચીને ભાડૂતી ઉછીના લીધેલા વિચારો જ છે ! અને એ ભાડૂતી વિચારો પરાણે ઠસાવવાનો પ્રયત્ન થાય છે. કેટલું હાસ્યાસ્પદ છે ? તમારા વિચારો જો મૌલિક અને સુંદર હોય તો જગતના ચોકમાં મૂકો. સુંદર હશે તો એનો જરૂર સ્વીકાર થશે અને ન સ્વીકાર થાય તો ઉશ્કેરાઈ જવાની કંઈ જરૂર નથી. ઊંડા ઊતરીને વિચાર કરો કે મારા વિચારમાં શું દોષ છે કે લોકો સ્વીકારતા નથી. પણ આ વસ્તુ ક્યારે બને ? જો મન પર સંયમ હોય અને ચિત્તની સ્થિરતા હોય તો. એ વિના એટલી ધીરજ પણ ન આવે અને સારઅસારનો વિચાર પણ ન આવે. કાંટો સ્થિર હોય તો માપ (તોલ) નીકળે, પણ કાંટો હાલતા-ચાલતો ચંચળ હોય તો માપ ન નીકળે તેમ ચિત્ત સ્થિર હોય તો મહાપુરુષોનાં વચન સાંભળવામાં રસ અને આસ્વાદ આવે, તેની અસર થાય, અને પોતાના વિચારમાં રહેલી ત્રુટીઓ પણ જણાય, માટે ચિત્તની સ્થિરતા હોય તો આ જીવન સ્વર્ગ બને. અસંયમ ને પતન સંયમના શુદ્ધ અરીસામાં પછી પ્રમાણિકતા વગેરે ગુણો એમાં પ્રતિબિંબિત થાય. ભૂમિકા અશુદ્ધ હોય ત્યાં સદ્ગણોનો વાસ હોય ખરો કે ? આજની સ્થિતિ હવે તો જાગો ! - ૧૦૧ Page #111 -------------------------------------------------------------------------- ________________ તપાસો. કાયમ એક ધ્યાનથી લાંબો સમય પૂજા વગેરે કરનારનું પણ ત્યાંથી બહાર નીકળ્યા પછીનું જીવન તપાસો. ચોવીશ કલાકનું ટાઇમ ટેબલ તપાસો. દુનિયામાં લગભગ બધે અપ્રમાણિક તરીકે જ એની છાપ હશે ! કેટલું દુ:ખદ ! પહેલાંના સમયનો ઇંગ્લૅન્ડનો એક દાખલો આપું : એક છાપાનો ફેરિયો દોઢસો છાપાં લઈને વેચવા નીકળ્યો. એને અણધાર્યું ઘરનું કામ આવી પડ્યું, અને ઘરે જવું પડે તેમ હતું. હવે જો તેમ કરે તો છાપાં વેચાય નહિ. સમય ગયા પછી કોણ લે ? એટલે એ ટેબલ પર એ દોઢસો છાપાં મૂકતો ગયો, પાસે પૈસા માટે પેટી પણ મૂકતો ગયો. ગ્રાહકોને સૂચના માટે છાપાની કિંમત લખી એક ચિઠ્ઠી મૂકી ગયો. ઘેર જઈ કામ પતાવી એ આવ્યો ત્યારે તમામ છાપાં ખપી ગયેલાં. ગ્રાહકો એ લઈ ગયેલા અને પેટીમાં પૈસા પણ પૂરેપૂરા નાખી ગયેલા. કેવી ભવ્ય પ્રમાણિકતા ! અહીંનો કોઈ ફેરિયો જો આવો અખતરો કરે તો શું પરિણામ આવે ? અરે, પેટી પણ રહેવા દે ખરા ? આપણે હજુ આર્ય મટી અનાર્ય થયા નથી, પણ આપણે પૂરજોશથી એ તરફ ધસી રહ્યા છીએ, અને એ પૂરને અટકાવનાર હોય તો તે માત્ર સંયમ જ છે. પશ્વિમના તજવા લાયક સંસ્કારોનું આપણે અનુકરણ કર્યું અને અંગીકૃત કરવા લાયક ગુણોનું અપમાન કર્યું. તેનું કેવું ભયંકર પરિણામ આવ્યું તેનો આ દાખલો છે. હિંદનો એક વિદ્યાર્થી જાપાન ભણવા ગયો. ત્યાં એક પુસ્તકની જરૂર પડી. પુસ્તક ત્યાંના એક પ્રસિદ્ધ પુસ્તકાલયમાં હતું. પણ એ ઘણું કીમતી હતું. આ વિદ્યાર્થી એ પુસ્તક પુસ્તકાલયમાંથી લઈ આવ્યો અને વાંચ્યું. તેમાં મહત્ત્વનાં ચાર ચિત્રો હતાં. એના મનમાં હતું કે તેવાં ચિત્રો બનાવી લઈશું, પણ એ બનાવવાં અશક્ય લાગ્યાં. અને એનાથી એ ન બનાવી શકાયાં. મનમાં થયું કે ચિત્રનાં ચાર પાનાં તફડાવવા દે ને ? ઇન્કમટૅક્સ ખાતાને છેતરવા નવા ચોપડા કરવા, ચોપડામાં ઘાલમેલ કરવી; એ બધું થાય છે ને ? એ જ મહારથીઓનો આ પુત્ર હતો ને ! એટલે એને વિચાર આવ્યો; “ચૌદસો પાનાંના ગ્રંથમાંથી ચાર પાનાં તફડાવવામાં શું વાંધો ? કોણ જુએ છે ?’' એણે પાનાં ફાડી લીધાં, અને ગ્રંથ પાછો પુસ્તકાલયમાં આપી આવ્યો. પણ પાપ કદી છુપાય છે ? પાપ છુપાયે ના છૂપે, છૂપે તો મોટા ભાગ; દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આગ. ૧૦૨ * માનવતાનાં મૂલ્ય Page #112 -------------------------------------------------------------------------- ________________ રૂથી લપડાયેલી આગને ગમે એટલી દબાવી રાખે તો પણ ભડકો થયા વિના રહે જ નહિ. પાપરૂપી આગ પણ બાળ્યા વિના રહેતી નથી. એ વિદ્યાર્થી ગ્રંથ આપી આવ્યા પછી ત્રણ માસ પસાર થઈ ગયા. એક દિવસ એનો જાપાનીસ મિત્ર એને ત્યાં આવ્યો. પેલો કંઈ કામે બહાર ગયો, અને આ મિત્ર પોતાના મિત્રને ત્યાં શું સુંદર સાહિત્ય છે, તે ફેંદવા લાગ્યો. ફેંદતાં ફંદતાં એણે પેલાં ચાર ચિત્રો જોયાં. એણે વિચાર કર્યો કે આની પાસે આ ચિત્રો ક્યાંથી ? આ તો પેલા પ્રસિદ્ધ પુસ્તકનાં ચિત્રો છે, અને એ પુસ્તક તો આ પુસ્તકાલય સિવાય ક્યાંય ન મળે. એમ વિચારી ચિત્રો ત્યાં મૂકી, એણે પુસ્તકાલયમાં તપાસ કરી, તો જણાયું કે ત્રણ માસ પહેલાં એનો મિત્ર પુસ્તક લઈ ગયેલો, અને એમાંથી ચિત્રો ફાડી લીધેલાં. તે મિત્રે પુસ્તકાલયના અધિકારીને આ વાત જણાવી અને અધિકારીએ તપાસ કરી એ ચિત્રો પાછાં મેળવ્યાં. પણ તમે જાણીને ખુશ (?) થશો કે, એ પછી ત્યાં એવો એક ધારો થયો કે, “હિંદુસ્તાનના કોઈ વિદ્યાર્થીને આ પુસ્તકાલયમાંથી પુસ્તક આપવું નહિ.' કેવો નિયમ ! સંયમ વિના પ્રમાણિકતા આટલી હદે પલાયન થઈ છે માટે કહેવું પડે છે કે, હવે તો ચેતો. વિશ્વના કચરાને ઘરમાં ઘાલવો છે ? તમે જગતને સુધારવાની મોટી મોટી વાતો કરી સમયને બરબાદ ન કરો. હમણાં એક વર્ષને માટે, માત્ર એક જ વર્ષને માટે, તમે બીજાને સુધારવાનું માંડી વાળો અને માત્ર તમારી જાતને જ સુધારો. પછી જુઓ કે પરિણામ કેવું આવે છે ? “All are good if we are good.' જાતને સુધાર્યા વિના બીજાને સુધારવા જશો તો તમેય બગડશો ને તમારા સમાગમમાં આવનારને પણ બગાડશો. માટે તમે તમારા સ્થાન પર સ્થિર થાઓ. ગ્રીસવાસી આર્કિમીડીઝ કહેતો કે, “મને ટેકા માટે હાથમાં એક દંડ મળે અને ઊભો રહેવા માટે પૃથ્વી બહાર કોઈ સ્થિર સ્થાન મળે તો હું આખા વિશ્વનું પરિવર્તન કરી શકું.” અરે રે, આ માણસને આખા જીવનમાં એવું સ્થિર સ્થાન મળ્યું નહિ, તે માટે એના પર દયા આવે છે : પણ હું તમને કહું છું કે, તમને તો એવું સ્થિર સ્થાન આજે પણ મળી શકે તેમ છે અને તે છે તમારો આત્મા ! આત્માના સ્થિર સ્થાન પર સંયમનો દંડ હાથમાં લઈને, ઊભા થઈ જાઓ, હું તમને કહું છું કે, સંયમના આધારથી તમે આખા જગતને ફેરવી શકશો. પછી કોઈની તાકાત નથી કે તમને કોઈ હલાવી શકે કે ડોલાવી શકે ! સર્વનો માલિક આત્મા છે. હવે તો જાગો ! ૯ ૧૦૩ Page #113 -------------------------------------------------------------------------- ________________ હકીકત છે મિત્રો ! આ ગપ્પ નથી. કલ્પના નથી પણ હકીકત છે. ભગવાન મહાવીરે સંયમના દંડથી જગત આખામાં પરિવર્તન આણ્યું, અને મૌલિક જીવનની દૃષ્ટિ આપી ! પણ આમ કામ એમણે ક્યારે કર્યું ? કેવી રીતે કર્યું ? પહેલાં એમણે પોતાની જાતનો કચરો દૂર કર્યો, પછી મહોલ્લાનો, પછી ગામનો, પછી દેશનો અને પછી વિશ્વનો ! પણ આજે તો પોતાની જાતનો વિચાર કર્યા વિના આંતરરાષ્ટ્રીય દુનિયાનો કચરો કાઢવાની ધૂન સૌને લાગી છે. ફૅશનના નામે વિશ્વનો કચરો કાઢીને પોતાના દેશમાં ઘાલવો, દેશનો કચરો તાલુકામાં, તાલુકાનો કચરો ગામમાં, ગામનો કચરો મહોલ્લામાં અને મહોલ્લાનો કચરો પોતાના ઘરમાં, છેલ્લે પોતાના જીવનમાં. કહો કેવી ભવ્ય વ્યુહરચના ! ઘરનો કચરો દરિયામાં નાખવાને બદલે વિશ્વનો કચરો ઘરમાં નાખનારને બાહોશ માનવા કે બેહોશ ? શુભ શરૂઆત પોતાની જાતથી જ થવી જોઈએ. વાણી નહિ વર્તન જાતને સુધારવા માટે ઘણું સહન કરવું પડશે, અંતરમાં ડૂબકી મારવી પડશે, પોતાની સુંવાળી વૃત્તિઓને ખસેડવી પડશે. પળેપળ સાવધાન રહેવું પડશે અને ઊંચામાં ઊંચાં પ્રલોભનો આવી પડે તો પણ એને ફગાવી દેવાં પડશે. માત્ર વાતો કરે કાંઈ નહિ વળે. બોલનાર તો મેં ઘણાય પ્રવચનકારોને જોયા છે, એવાઓને માટે આ વાત નથી. આ તો પ્રકાશને જીવનમાં ઉતારનાર સાધકની વાત છે. શ્રી સયાજીરાવ મહારાજની અધ્યક્ષતામાં એક ભાઈ, એક જાહેર સભામાં “અહિંસા” એ વિષય પર દોઢ કલાક સુધી ઘણું સારું બોલ્યા. એ વક્તવ્ય સાંભળી સભા સ્તબ્ધ થઈ ગઈ. સભા એના પ્રવચનથી પ્રભાવિત થઈ ગઈ. ઉનાળાનો દિવસ હતો, વક્તાના શરીરે પસીનો પસીનો થઈ ગયો હતો. પસીનો લૂછવા માટે એણે ખીસામાંથી રૂમાલ કાઢયો. ત્યાં રૂમાલ સાથે ખીસામાં રહેલું ઈંડું પણ તરત ઊછળી બહાર આવ્યું, અને પડ્યું વ્યાસપીઠ પર ! શ્રી સયાજીરાવ ગાયકવાડ વિચક્ષણ હતા. એમને ઉપસંહાર કરવાનો હતો. એમણે કહ્યું, “આ ભાઈ અહિંસા પર સારું બોલ્યા છે. બોલવાની છટા અને શક્તિ સારાં છે પણ હિંદુસ્તાનની બરબાદી આવા વક્તાઓએ કરી છે, જે બોલે છે તેની વિરોધી દિશામાં જ એમનું જીવન હોય છે !” આ સાંભળી વક્તા ને સભા સૌ ઠરી ગયાં. મતલબ કે આવા વક્તાઓ અસર ન ઉપજાવી શકે, સ્થાયી સુવાન ન ફેલાવી શકે. જીવનમાં આચાર જોઈએ, સંયમ જોઈએ. ઊંચા ઊંચા મંચ પર હજારોની ૧૦૪ * માનવતાનાં મૂલ્ય Page #114 -------------------------------------------------------------------------- ________________ મેદની પાસે ત્યાગની વાણી ઉચ્ચારનાર પોતે પચાસ હજારની મોટરમાં બેસી હંકારી જતો હોય તો એની સ્થાયી અસર કેટલી થાય, તે તમે જ સમજી શકો તેમ છો. આપણે આજના વ્યાખ્યાનમાં બે વાત કરી : સંયમ અને સદાચારપૂર્વકની પ્રમાણિકતા ! પ્રમાણિકતા એ પ્રસિદ્ધ છે. એના પર અધિક વિવેચનની જરૂર નથી. પણ સંયમ એ માનવજીવનનો પાયો છે. સંયમ હશે તો પ્રમાણિકતા એની મેળે આવશે, માટે મૃત્યુને ન ઇચ્છતા હો અને અમરતાને ચાહતા હો તો ઝેરવાળા અન્નની જેમ અસંયમ-સ્વેચ્છાચારને છોડો ને સંયમ સ્વીકારો. આજે કેટલાક કહે છે કે “Religion is humbug – ધર્મ ગપ્પ છે.” પણ હું એમને કહું છું કે You are humbug, because you do not know what religion is ! – તમે ગપ્પ છો, કારણ કે ધર્મ શું છે, એ તમે જાણતા નથી, ધર્મ શું છે એ જાણ્યા વિના કહેવું કે ધર્મ જુઠ્ઠો છે, એના જેવું ગપ્પ બીજું કયું હોઈ શકે ? કારણ કે ધર્મ એ બીજું કાંઈ નથી, પણ સંયમ એ જ ધર્મ છે. અહિંસાને સંયમપૂર્વકનો ધર્મ ભવ્ય છે, આદર્શ છે. સુખ-શાન્તિને દેનાર છે, દુઃખ-દારિદ્રને કાપનાર છે અને જીવનમાં સુવાસને ફેલાવનાર છે. આવા મહાન ધર્મને તમારા હૃદય-મંદિરમાં પધરાવવો હોય તો પાયાને મજબૂત કરો, ભૂમિકાને શુદ્ધ કરો. આજના વ્યાખ્યાનમાં યુરોપ કે જાપાનનાં કેટલાંક દૃષ્ટાંતો આપ્યાં છે, એ ઉપરથી તમે એમ ન માનતા કે મને ભારતવાસીઓમાં અશ્રદ્ધા છે. મને તો માનવજાતમાં પૂર્ણ શ્રદ્ધા છે. વીરની વાણી કહે છે કે એકવીશ હજાર વર્ષ સુધી ધર્મની પતાકા ભરતાદિકમાં ફરકવાની છે ! એટલે માનવીના ઉજ્વળ ભાવિ માટે મારી તીવ્ર ઝંખના છે, એટલે જ પૂર્ણ શ્રદ્ધાથી હું કહું છું કે સંયમની જાગૃતિ એ જ સાચી જાગૃતિ છે. વ્યક્તિનો, સમાજનો, દેશનો કે વિશ્વનો ઉદ્ધાર કરવો હોય તો સંયમ પહેલાં જોઈશે તો તમે અત્યારથી જ સંયમની સાધના માટે આત્માને સંયમિત કરી તમારી પવિત્ર સાધનામાં લાગી જાઓ. સંયમનો પ્રકાશ આપણા અનંતના પંથને અજવાળો એવી ભાવનાપૂર્વક આજનું વ્યાખ્યાન પૂર્ણ કરવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને સંબોધન હવે તો જાગો ! * ૧૦૫ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦. સુખની શોધમાં 1 જ ગતમાં દરેક પ્રાણી જીવનભર | ઇ સુખની ઝંખના કરે છે. એ પ્રાપ્ય સુખને પ્રાપ્ત કરવા માનવી જગતમાં એકેએક ખૂણે ફરી વળે છે, ને એ સુખ પ્રાપ્ત કરવા માટે આકાશ-પાતાળ એક કરતો હોય છે, છતાં એ સાચું સુખ મેળવી શકતો નથી, કારણ કે મનુષ્ય સાચા સુખની સ્પષ્ટ વ્યાખ્યા સમજી શક્યો નથી. સાચા સુખનું કલ્પનાચિત્ર એની પાસે છે સ્પષ્ટ નથી. અને એનું સ્પષ્ટ ચિત્ર ન હોવાને કારણે જ માનવી આજે દુઃખી છે. આજે જગતમાં મહાન ગણાતા માનવીને પણ પૂછી જુઓ કે સાચું સુખ તમને છે. સાંપડ્યું છે ? સાચા સુખનો આસ્વાદ તમે - કર્યો છે ? ત્યારે પ્રત્યુત્તર એક જ મળશે. કે ભાઈ, તમારી જેમ અમે પણ સુખની શોધમાં જ છીએ, પણ સાચું સુખ હજુ જ સુધી તો મેળવી શક્યા નથી. એટલે આ રીતે માણસ હજારો ને લાખો વર્ષોથી સાચા સુખને પામવા પરિભ્રમણ કરે છે; પ્રવાસ ૧૦૬ : માનવતાનાં મૂલ્ય Page #116 -------------------------------------------------------------------------- ________________ ખેડે છે, વિપત્તિ સહે છે, છતાં સાચું સુખ મેળવી શક્યો નથી. અતૃપ્ત ઇચ્છા સાચું સુખ મેળવવા માટે મન, વચન અને કાયા એ ત્રણ મહાન અને અદ્ભુત સાધનો છે. સુખનું સાધન જગતમાં ક્યાંય શોધવાની જરૂર નથી, એ તો આપણી પાસે જ છે. મન, વચન અને કાયાનો વિવેકપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો એ દ્વારા અદ્ભુત સાચું સુખ પામી શકાય, ને એનો વિવેકવિહોણો દુરુપયોગ થાય તો આપણા જ હાથે દુ:ખના ડુંગરા ખડકાઈ જાય. આટલાં વર્ષોને અંતે પણ માણસ સુખ મેળવી શક્યો નથી. એનું કારણ એ જ છે કે સંપત્તિમાં અને વિપત્તિમાં મન, વચન ને કાયાના યોગનો સુમેળ રાખી શક્યો નથી. સુખમાં ઉન્મત્ત બન્યો ને દુ:ખમાં મૂંઝાઈ ગયો. આ દ્વિધાભરી વૃત્તિને લીધે જ માણસનું જીવન સુખવિહોણું ને અસમતોલ બન્યું છે. સુખ મેળવવા ઇચ્છતા પ્રાથમિક સાધકે સંપત્તિમાં ખૂબ ઉત્સાહમાં આવી ઘેલા ન બનવું, અને વિપત્તિમાં ગભરાઈને કર્તવ્યહીન કે વિવેકહીન ન બનવું, પણ તેનો અડગ ને અડોલ રહી સામનો કરવો. દુખ એ પણ ઉજ્જવળ જીવન-વસ્ત્રની એક કાળી કિનાર છે. જીવનનું એક પડખું છે, એમ માની જીવનમાં સમતોલપણું જાળવવું જોઈએ. જીવનમાં વિચારણાપૂર્વક સમતોલપણું જળવાય તો જ મનુષ્ય સુખી થઈ શકે. પણ કમભાગ્યે માણસની સુખની ઇચ્છા મૃગજળ જેવી છે. મૃગ જેમ ઉનાળાના દિવસોમાં ધગધગતા તાપમાં પાણી પીવા માટે વલખાં મારે છે, અને મૃગજળ જોઈ એને મેળવવા દોડે છે : છતાં પાણીનું એક બિન્દુ પણ મેળવી શકતું નથી, અને મરણને શરણ થાય છે : તેમ માણસ પણ જગતમાં ધનિક માણસનું માત્ર બાહ્ય સુખ જોઈ એમાં જ સાચા સુખની કલ્પના કરી, એ મેળવવા માટે જીવનભર દોટ મૂકે છે. છતાં પરિણામે નથી તો એ મેળવતો બાહ્ય સુખ કે નથી જાળવી શકતો પોતાનું મૂળસ્થાન. જીવનભર એ સુખ શોધવા ભમ્યા જ કરે છે. એક ઇચ્છા પૂર્ણ ન થાય ત્યાં તો બીજા સુખની ઇચ્છા જન્મી જાય છે. બીજી ઇચ્છા પૂર્ણ કરવા માણસ પ્રયત્ન કરે છે ને અર્ધવાટે જાય છે ત્યાં વળી કોઈ ત્રીજી જ કલ્પના આવે છે. આમ માણસ એ અપૂર્ણ સુખને પૂર્ણ કરવાની વ્યર્થ ઝંખનામાં જીવન વેડફી નાખે છે. ઘણાને, પાસે કાંઈ ન હોય ત્યારે લાખ મેળવવાની ઇચ્છા જાગે છે, લાખ મળે એટલે દશ લાખ મેળવવા પ્રયત્ન કરે છે, દસ લાખ મળે એટલે કેડ મેળવવા વલખાં મારે, ને બ્રેડ મળે એટલે દસ ક્રેડ મેળવવા ટળવળે – આમ ઇચ્છાઓની ઘટમાળ ચાલ્યા જ કરે, પણ ઇચ્છાઓનો અન્ન ન આવે. હવે તો જાગો ! * ૧૦૭ Page #117 -------------------------------------------------------------------------- ________________ અતૃપ્ત માનસને લીધે માનવીને સાચું સુખ ન મળે, એ સહજ છે. પૈસો એ જ આદર્શ છે ને પૈસામાં જ સાચું સુખ છુપાયેલું છે, એવું માનસ ને સિદ્ધાંત ઘડાઈ જાય એટલે કહેવું જ પડે, કે તમારી સુખની કલ્પનાઓ ભ્રામક ને ખોટી છે, અવાસ્તવિક ને અસિદ્ધાન્તિક છે, એ કલ્પનાની ધરમૂળથી ક્રાન્તિ ક૨વાની જરૂર છે, એ વિના માનવજાત સુખની શોધમાં જિંદગી હારી બેસશે. જગતમાં સુખનાં સ્વપ્ન સેવનારા વિવિધ પ્રકારના મનુષ્યો વસે છે. કોઈને ખૂબ જ ધન મેળવવાની ઇચ્છા હોય છે; તો કોઈને પુત્ર મેળવવાની ઝંખના હોય છે, કોઈને પ્રિયજન મેળવવાનો તલસાટ હોય છે, કોઈને કીર્તિ પ્રાપ્ત કરવાની અભિલાષા હોય છે, તો કોઈને સત્તાનું સિંહાસન પ્રાપ્ત કરવાની મહેચ્છા હોય છે. ઐહિક સુખની, આવી ક્ષણિક એષણાઓ હોય છે, તેમ સાથે સાથે અનેક પ્રકારની અર્થહીન ચિન્તાઓ પણ વસેલી હોય છે. વિદ્યાના ક્ષેત્રમાં હોય તો કોઈ બૅરિસ્ટર અગર કોઈ મોટી ડિગ્રી મેળવે તો બીજાને અદેખાઈ આવે છે, વેપારના ક્ષેત્રમાં હોય તો કોઈ ખૂબ પૈસાદાર તોય અગર વેપારમાં ફાવી જાય તો બીજાને ઈર્ષા થાય છે. રાજકારણમાં હોય તો કોઈ પ્રધાન થાય અગર ઊંચા હોદ્દા પર જાય તો બીજાને બળતરા થાય છે. ત્યાગવિહોણી સાધુ-સંસ્થામાં હોય તો કોઈ પૂજાય અગર લોકમાન્ય થાય ત્યારે અન્યને એ જોઈને અંગઅંગમાં અગન લાગે છે એમ માણસ જેમ વાસ્તવિક સુખ સમજી શકતો નથી, ને મેળવી શકતો નથી; તેમ અન્યનું બાહ્ય સુખ શાન્તિથી જોઈ પણ શકતો નથી. માનવીની દૃષ્ટિ આજે વિકૃત બની છે, એણે સુખને જોવા માટે પહેરેલાં ચશ્માં સાવ ઊંધા છે, એ ઊંધા ચશ્માને લીધે સુખને જોઈ શકતો નથી ને દુઃખનો વિચાર સરખો પણ કરી શકતો નથી. દાદરો ઊતરનાર જેમ નીચે જોઈને ઊતરે તો એ સુખેથી દાદર ઊતરી જાય છે, તેમ સંસારમાં સુખપૂર્વક જીવવું હોય તો આપણથી નીચી કક્ષાના ગરીબો કઈ રીતે જીવન જીવે છે તે જોવાની જરૂર છે. ઊંચે જોઈને દાદર ઊતરનાર જેમ ગબડ્યા વિના રહેતો નથી, તેમ પોતાનાથી સુખી કોણ છે એ જ જોયા કરનાર માણસ પણ સુખી બની શકતો નથી, તે દુઃખી થાય છે. જીવન પંથમાં ગબડી જાય છે, માટે સાચા સુખને શોધનાર માણસે દુઃખી જગત ઉપર પણ એક વા૨ નજ૨ નાખવાની જરૂર છે. જગત આજે દુ:ખથી ભરેલું છે. કેટલાય એવા મનુષ્યો છે કે જેઓ પેટનો ખાડો પૂરવા માટે દિવસભર કાળી મજૂરી કરે છે, છતાં એ મનુષ્યો પેટ પૂરતું ખાવાનું અન્ન પણ મેળવી શકતા નથી. શરીર ઢાંકવા માટે પૂરતાં - ૧૦૮ * માનવતાનાં મૂલ્ય Page #118 -------------------------------------------------------------------------- ________________ વસ્ત્રો પણ મેળવી શકતા નથી, માંદગીમાં રિબાતા હોય છતાં દવાનું એક બિન્દુ પણ મેળવી શકતા નથી, નિરાધાર રખડતા હોય છતાં રહેવા એક ઝૂંપડું પણ પામી શકતા નથી. અરે ! કૂતરાને તો ૨હેવા બખોલ હોય, પણ કેટલાક માણસોને તો આજે રહેવા એ પણ નથી. ઉપર આકાશ ને નીચે ધરતી ! આવાં દૃશ્યો જોવા છતાં, એમના દુઃખનો વિચાર સરખો કર્યા વિના દરેક માણસ પોતાના જ દુ:ખની વાત કહે છે. બીજાની ગરીબી ને બીજાના દુઃખનો વિચાર ન હોવાને કારણે, સમૃદ્ધ માણસ પણ ભિખારીના જેવી દીન વાતો કરતો નજરે પડે છે. તેવે સમયે મનમાં થાય કે આ પોતે સમૃદ્ધ હોવા છતાં પોતાની જાતને સુખી નથી બનાવી શકતો, તો બીજાને સુખી બનાવે શી રીતે ? અને એવા પાસેથી સુખની આશા રખાય પણ શી રીતે ? આજનું આપણું આ દેખાતું સુખ એ લગ્નપ્રસંગ પર ઉછીના લાવેલા દાગીના જેવું છે. આ ભાડૂતી સુખને લીધે આપણે ઉન્મત્ત બન્યા છીએ; પણ આપણે જીવનમાં ઊંડો વિચાર ક૨વો જોઈએ, કે આ આપણી પાસે આવેલી વસ્તુઓ પોતાની છે કે માગી લાવેલી છે ? જો માગી લાવેલી હોય તો આ ગર્વ શા માટે ? આ ક્ષણભંગુર વસ્તુઓ ૫૨ મુસ્તાક થઈને જીવન હારી ન જવાય, માટે આપણે આપણા આત્માને એક સીધો પ્રશ્ન પૂછવો જોઈએ, આપણે જે માન મેળવીએ છીએ, જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરીએ છીએ, તે શું આપણા આત્મિક વ્યક્તિત્વના પ્રભાવથી મેળવીએ છીએ ? તો નકારમાં જ ઉત્તર આવશે. આપણી કોઈ પ્રશંસા કરે કે કોઈ ખૂબ વખાણ કરે એટલે આપણી છાતી ગજગજ પહોળી થાય છે, ને મનમાં ગલીપચી થાય છે. પણ ઊંડો વિચાર કરતાં માલૂમ પડશે કે એ બધી વસ્તુઓ બહા૨ની છે. બાહ્ય આડંબરને લીધે માન ને સ્થાન મળે છે, એ વસ્તુઓ આપણી નથી. આપણી પાસેથી ક્યારે જતી ૨હે તેનો ભરોસો પણ નથી; માટે માણસે એવી રીતે પૂર્ણતા, પ્રતિષ્ઠા, સુખ ને આનંદ મેળવવાં જોઈએ કે આ બધી ક્ષણિક વસ્તુઓ કદાચ ચાલી જાય તો પણ માદારસાઈ હંમેશાં દીપતી રહે અને આપણા સુખને દુઃખનો પટ ન લાગે. આજે માણસ જે ભૌતિક સુંદર પદાર્થો જુએ છે, તે તે મેળવવા યત્ન કરે છે, અને એમાં જ પૂર્ણ આનંદ માને છે; પરંતુ એનાં પરિણામોની ભયંકરતાનો વિચાર કદી કરતો નથી. ઇચ્છાઓ ને આશાઓના પૂરમાં માણસ જીવનભર તણાયે જ જાય છે એ પ્રવાહમાં તણાતો માણસ પોતાના ધારેલા સ્થાને પહોંચી શકતો નથી, સેવેલા આદર્શને પામી શકતો નથી, ને ભાડૂતી માણસની જેમ જીવન પૂરું કરે છે. હવે તો જાગો ! × ૧૦૯ Page #119 -------------------------------------------------------------------------- ________________ મિત્રો ! સાચા સુખની શોધમાં નીકળ્યા છો તો ખૂબ ગંભીર બની વિચાર કરો. બાહ્ય વસ્તુઓ તમને વાસ્તવિક શાન્તિ આપશે ખરી ? આડંબરથી મેળવેલી પ્રતિષ્ઠા ને પૂજા તમારી વિદાય વેળાએ મુખ પર સ્મિતની સુરખી લાવશે ખરી ? બોલો, તમે સુખ મેળવવા ખૂબ વર્ષો ખચ્યું છે અને હજુ ખર્ચો છો. આ પ્રસંગે હું તમને એક પ્રસંગ યાદ કરાવું, જે જગમશહૂર છે. એક વખત એવો હતો કે હિટલરનાં માન અને સ્થાનની જગતના સત્તાધીશોને ઈર્ષા આવતી, એ જ હિટલરનો આજે પત્તો પણ નથી. થોડાં જ વર્ષ પૂર્વે એ આખા વિશ્વને ધ્રુજાવતો હતો. એની પાસે લાખ્ખો રણવીર યોદ્ધાઓ હતા, મહાન મુત્સદ્દીઓ હતા, મર્દ સેનાનીઓ હતા, અજોડ યૂહરચયિતાઓ હતા, ચિંતક પ્રચારકો હતા, અને એની પાસે અનેકવિધ આધુનિક યુદ્ધની વિશાળ ને વિરાટ સામગ્રી હતી. એના વચન પર આખું જર્મની પોતાનું ઊનું ઊનું લોહી રેડવા તૈયાર હતું. જગત કહેતું કે હિટલરનો જય જ હોય, પરાજય તો સ્વપ્નમાં પણ ન હોય ! પણ એ જ જગતને સાંભળવું પડ્યું ને જોવું પડ્યું કે જગતનો એ અજોડ સત્તાધીશ હિટલર ઘડીના છઠ્ઠા ભાગમાં ક્યાંય ફેંકાઈ ગયો એનું આજે વિશ્વના પટ પર નામનિશાન પણ નથી – એનું નામ ભૂંસાઈ ગયું. એની પાછળ એના સ્મરણની એક ખાંભી ઊભી કરનાર પણ કોઈ નથી. કહો, જે સુખને માટે લોકો ઈર્ષાની અગનમાં બળતા હતા, એ હિટલર અને એનું સુખ ક્યાં ગયાં ? દુનિયાના કોઈ પણ માણસને કહેવું જ પડશે, એ સુખ પોતાનું ન હતું, પણ પારકું હતું. માગી લાવેલું હતું – ક્ષણભંગુર હતું – સંધ્યાના રંગ જેવું અલ્પજીવી હતું ! રડતા આવ્યા પણ હસતા જાઓ એક કવિ કહે છે : “જબ તુમ આયે જગતમેં, જગત હસત તુમ રોત; અબ કરણી ઐસી કરી, તુમ હસત જગ રોત.” આ ચાર પંક્તિઓ પર જરા વિચાર કરો. આપણે જગતમાં આવ્યા, જન્મ લીધો ત્યારે રડતા હતા, તે વખતે આપણો નિર્દોષ કાળ હતો. નિર્દોષ જીવનને લીધે આપણે શું કરીએ છીએ, એ આપણે જાણતા નહોતા, આપણે શા માટે આવ્યા છીએ ? સુખ શું ? ને વાસ્તવિક સુખનાં સ્વપ્નાં શાં ? એ આપણે સ્થળ રીતે સમજતા નહોતા એટલે રડતા હતા. એ સમયે નિર્દોષ બાળકોને જોઈ ઘરનાં ને ગામનાં માણસો હસતાં હતાં, કારણ કે શેઠને ત્યાં ૧૧૦ * માનવતાનાં મૂલ્ય Page #120 -------------------------------------------------------------------------- ________________ પુત્ર જન્મે એટલે આનંદજન્ય હાસ્ય જ હોય ને ? પણ હવે તો આપણે સમજણા થયા, વિચારક થયા, વેપારી થયા, પ્રૌઢ બુદ્ધિવાળા થયા. હવે દુનિયા એ રીતે છોડવી કે આપણા મોં પર સદ્ધર્તવ્યોનું ને જિંદગી સફળ કર્યાનું સ્મિત હોય, આનંદ હોય, સંતોષની રેખા મોં પર ઊપસતી હોય, સંતોષનો પ્રકાશ મોં પર ચળકાટ મારતો હોય અને આપણાં સકર્તવ્યો અને સગુણોને યાદ કરી લોકો અશ્રુનો પ્રવાહ વહાવતા હોય. આ રીતે મરણ થાય તો જાણવું કે જિંદગી મેળવી તો કેળવી ! પણ તે સમયે હાય, હાય ! મારું શું થશે ? મારી મિલકતનું શું થશે ? મારા કુટુંબનું શું થશે ? એવા જો દેન્યતાભર્યા શબ્દો ને ઉદ્દગાર નીકળ્યા તો સમજવું કે જિંદગી મેળવી પણ કેળવી નહિ. અને કેળવ્યા વિનાની જિંદગી તો દીર્ઘ હોય તો પણ વધ્ય જ છે. તત્ત્વચિન્તક કહે છે : જેમ માણસ જૂનાં કપડાં છોડે ને નવાં કપડાં પહેરે છે, તેમ માનવ જીર્ણ શરીર છોડીને નૂતન શરીર ધારણ કરે છે. જેમ જૂનાં વસ્ત્રો છોડીને નવાં કપડાં પહેરતાં માણસને આનંદ આવે છે, તેમ જીર્ણ શરીર છોડતાં ને નવા શરીરને ધારણ કરતાં પણ આનંદ થવો જોઈએ, સાચા સુખનું લક્ષણ આ જ છે. જૂનું શરીર એટલે અનાદિનો આ સંસાર અને નૂતન શરીર એટલે આદિ અનંત મોક્ષ ! આવો અપૂર્વ મોક્ષ મેળવતાં જીવનના સાચા પ્રવાસીને તો આનંદ જ થાય, કારણ કે એનું ભવભ્રમણ ટળે છે, પણ લોકો આજે મરણથી ગભરાય છે, એનું કારણ એ છે કે એ જાણે છે કે જીવનમાં કાંઈ સાચી વસ્તુ મેળવી નથી, કાંઈ સદ્કર્તવ્ય કર્યું નથી, દાન દીધું નથી, શિયળ પાળ્યું નથી, તપ કર્યા નથી, ને ભાવના ભાવી નથી, એટલે અહીંથી મરીને બીજી ગતિમાં ગયા એટલે આ બધું ખલાસ ! નવું વસ્ત્ર તો નહીં મળે, પણ આ જૂનું વસ્ત્ર પણ નહીં રહે, અને નિરાધાર રીતે નરકમાં ને તિર્યંચમાં ભટકવું પડશે ને તાપમાં ઉઘાડા ટળટળવું પડશે. આ જ કારણે માણસો મરણથી ગભરાય છે. માણસ પાસે સત્તા, સિંહાસન કે ક્રોડ રૂપિયા હોય તો પણ એ આત્મિક વૈભવ વિના સુખી હોતો નથી. બહાર એ ભલે સુખી દેખાતો હોય પણ એના આંતરિક જીવનમાં અશાંતિનો દાવાનળ સળગતો હોય છે, ચિન્તાઓ એના પર ગીધડાંની જેમ ભમતી હોય છે, એ ફફડાટ એના હૈયાને કીડાની જેમ કોરી ખાતો હોય છે, માટે જ કહું છું કે આજની તમારી સુખની કલ્પના અવાસ્તવિકતામાંથી જન્મેલી છે. હવે તો જાગો ! * ૧૧૧ Page #121 -------------------------------------------------------------------------- ________________ સુખ પૈસા કે વસ્તુમાં નહીં, પણ આપણા હૃદયમાં હોવું જોઈએ. આપણા હૃદયમાં સુખ હશે, તો જગતની દરેક વસ્તુ આનંદના બજાર જેવી લાગશે. એટલે જ જીવનશોધકોએ કહ્યું કે આપણો આનંદ આપણા હૈયામાં પોઢેલો છે, આપણા હૈયામાં આનંદનું સરોવર ભરેલું પડ્યું છે ! પણ અન્ય મન એ જોઈ શકતું નથી, ને તરણું બની આખા વિશ્વમાં આનંદ-જળ પીવા દોડે છે, જેમ કસ્તુરી મૃગની પૂંટીમાં જ હોય છે, પણ એ જાણતું નથી, તેથી આખા વનમાં ભટકે છે. જે દિશાથી પવન આવે છે એ દિશા તરફ દોડે છે, અને માને છે કે એ દિશામાં કસ્તુરી હશે, પણ ખરી રીતે તે એની પોતાની પાસે જ છે. આજે આખા વિશ્વમાં પણ આમ જ બની રહ્યું છે. જગત, બહાર સુખ શોધે છે, પણ અંતરમાં તો કદી તલાશ કરતું જ નથી. સાચું સુખ મેળવવું હોય તો બાહ્ય પદાર્થોમાંથી મન વાળવું જોઈએ, ઇન્દ્રિયો પર વિજય મેળવવો જોઈએ, જીવનમંથન કરવું જોઈએ. ચિત્ત સ્થિર બનાવવું જોઈએ અને મનના વધતા વેગને અટકાવવા આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આ રીતે સાધના કરીશું તો જ આપણે સાચું સુખ મેળવી શકીશું. આજનો ચેપી રોગ આત્મિક સુખને પૂર્ણ રીતે નહીં સમજનાર જાપાનીસોએ પણ ઇંદ્રિયજય માટે અનેક પ્રયોગો કર્યા છે. જાપાનના ટોકિયો શહેરના ત્રણ દરવાજા પર ત્રણ મહાકાય વાંદરાંનાં પૂતળાં મૂક્યાં છે. એ ત્રણે પૂતળાં ઇંદ્રિયજયનો બોધપાઠ આપે છે. એક વાંદરાએ આંખ બંધ કરી છે. આંખ બંધ કરીને એ એમ કહેવા માંગે છે, કે સારી વસ્તુઓ જોજો, અને ખરાબ વસ્તુઓ જોવાનો પ્રસંગ આવે તો મારી જેમ આંખ બંધ કરજો. બીજા વાંદરાએ પોતાના કાન બંધ કર્યા છે, એ એમ ચેતવે છે કે સારી વાત સાંભળવાનો પ્રસંગ આવે તો સાંભળજો, અને ખરાબ વાત સાંભળવાની વેળા આવે તો મારી જેમ કાન બંધ કરજો. ત્રીજા વાંદરાએ પોતાનું મોઢું બંધ કર્યું છે. એ એમ સૂચવે છે કે સારું બોલવું, અને ખરાબ બોલવાનો પ્રસંગ આવે કે નિંદા કરવાની વેળા આવે તો મારી જેમ મોં બંધ કરી મૌન સેવવું. બાહ્ય રીતે આ ત્રણે ઇંદ્રિયો પર વિજય મેળવનાર પણ સુખ મેળવે છે. તો સંપૂર્ણ રીતે ઇંદ્રિયો પર કાબૂ આવી જાય તો સાચું સુખ મળે એમાં આશ્ચર્ય પણ શું છે ? પણ આજે લોકોને જિદ્વા-ઇંદ્રિય પર કાબૂ નથી. નિંદા કરવાની ટેવ પડી ગઈ છે, આજે એકનું વાટે, આવતી કાલે બીજાનું વાટે, પરમ દિવસે ત્રીજાનું વાટે. આમ વાટ, વાટ, ને વાટ બસ વાટવાની જ ટેવ પડી છે ! ૧૧૨ * માનવતાનાં મૂલ્ય Page #122 -------------------------------------------------------------------------- ________________ પણ કોઈના સદ્ગુણ ગાવા કે પ્રશંસા કરવી એની તો ટેવ જ નથી. યાદ રાખજો કે નિંદા એ બહુ જ બૂરી ચીજ છે. નિંદા એ આજનો એક જાતનો માનસિક ચેપી રોગ છે. માણસ જેમ નિંદા કરતો જાય તેમ એ રોગ અભિવૃદ્ધિ પામતો જાય. ખરજવું થયું હોય છે તેને વારંવાર ચળ આવે છે. જે માણસ જેમ જેમ ખણતો જાય છે તેમ તેમ ચળ ઘટવાને બદલે વધતી જાય છે; તેવી જ રીતે નિંદાને માટે પણ કહી શકાય. ખૂજલીવાળો ઘણું ખણીને અંતે વિકૃત બને છે; તેમ નિંદક પણ પારકી નિંદા કરી પોતાના જીવનને વિકૃત બનાવે છે. ખૂજલી થઈ હોય ત્યારે નાના છોકરાઓને હાથે લૂગડાં બાંધો છો ને ? તેમ હવે નિંદકના મોઢે પણ કપડાના પાટા બાંધવાની જરૂર છે, કારણ કે નિંદકો પણ બાળકની જેમ અજ્ઞાન છે. નિંદકો નિંદા કરીને સુખ મેળવતા નથી, પણ સુખ ખોઈ રહ્યા છે માટે સુખના શોધકોએ વાચા આદિ ઇંદ્રિયો પર કાબૂ – વિજય મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. તમે જોઈ ગયા કે ઇંદ્રિયો પર સંયમ ને બાહ્ય વસ્તુઓનો ત્યાગ, આ બે વસ્તુઓ દ્વારા સુખનો સાક્ષાત્કાર થાય છે. એમાં પણ ત્યાગથી જે જીવનતૃપ્તિ થાય છે તે અલૌકિક છે. એ માટે પ્રભુશ્રી મહાવીરદેવનું જીવન આપણને દૃષ્ટાંતરૂપ છે. તે જ રીતે શ્રી રામચંદ્રજીનો જીવનપ્રસંગ આદર્શરૂપ છે. આ પ્રસંગ ભવ્ય છતાં કરુણ છે ! ત્યાગનો આ પ્રસંગ સાંભળતાં આપણાં હૈયાં ભરાઈ જાય છે, ને નયન આંસુથી છલકાઈ જાય છે; પણ આમાંથી તો આપણે પ્રેરણા લેવાની છે. આ પ્રસંગ આપણને એ જ સૂચવે છે કે આશા-અભિલાષાને કચડીને પણ જે ત્યાગ કરે, તે ઉચ્ચ આદર્શના શિખરે પહોંચે છે. જો આશા કે અભિલાષા વિના જ સંપૂર્ણ ત્યાગ કરાય, તો તો પછી પૂછવું જ શું ? આ પ્રસંગ ગંભીર રીતે વિચારો. સુખ રાજ્યમાં હતું કે વનમાં ? ભોગમાં હતું કે ત્યાગમાં ? સિંહાસનમાં હતું કે હૈયામાં ? હૈયામાં આનંદ ન હોત તો રામનું તે જ ક્ષણે હૃદય બંધ પડી જાત, પણ એવું કાંઈ ન થયું. પણ ઊલટો સાપ કાંચળી ઉતારીને ચાલ્યો જાય તેમ રાજ્યમોહ છોડી એ વનમાં ચાલતા થયા, કારણ કે એ જાણતા હતા કે ત્યાગ જો હૈયામાં હશે તો જીવન સદા સુખથી છલોછલ ભરેલું જ રહેશે. માટે કહું છું કે ઇંદ્રિયો પર કાબુ મેળવવાથી આત્મા શાન્ત બને છે, ને ત્યાગ કરવાથી આત્મા નિર્લેપ બને છે – આ બે અજોડ સાધનોના પ્રતાપે આત્મા, આત્મામાં જ સુખનો ખજાનો જુએ છે. હવે તો જાગો ! - ૧૧૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧. જાગ, ઓ સપૂત ! Aઓ પ્રતાપી પૂર્વજોના સપૂત ! જાગ ! “ IJ ઊભો થઈ જા ! જરા આંખ હું ખોલીને તો જો ! તારી જ નજર સામે છે દીન, હિન અનાથ ને ગરીબ માનવ અન્ન વિના ટળવળતા હોય, ત્યારે તું ત્રણ ટંક તે સુંદર ને સ્વાદિષ્ટ ભોજન, ઠંડે કલેજે કેમ આરોગી શકે ? તારી બાજુમાં જ વસતા તારા ભાંડુઓને લાજ ઢાંકવા પૂરતું વસ્ત્ર ન 9 મળતું હોય ત્યારે તે દયાવાન કહેવાતો, સુંદર વસ્ત્રોમાં સજ્જ બની મહાલી કેમ “ શકે ? તારા જ ભાઈઓ વેરઝેર, દ્વેષની આ મહાજવાળામાં સળગતા હોય ત્યારે તું oડ વિલાસ ને વિનોદની માદક શય્યામાં પોઢી કેમ શકે ? આ જોતાં તારું ખૂન આજે $ વિલાસની જડતાથી ઠંડું પડી ગયું છે, એમ જ તને નથી લાગતું ? તું તારા પુનિત પિતા . શ્રી મહાવીરના સિદ્ધાન્તોનો દ્રોહ તો નથી ૧૧૪ * માનવતાનાં મૂલ્ય Page #124 -------------------------------------------------------------------------- ________________ કરતો ને ? તારા હાથે આવું ક્રૂર પાપ થાય એ હું ઇચ્છતો નથી. હું ઇચ્છું છું તારા અમર વિજયને ! કારણ કે તે જૈન છે તારી પાસે બે પાંખો છે : અહિંસા અને સત્ય ! આ બે પાંખો કપાઈ જતાં તું જૈન મટી “જન” બની જઈશ ! તારી શોભા આ બે દિવ્ય પાંખોમાં જ છે. આ બે માત્રા તને શ્રેષ્ઠ બનાવનારી છે ! તને ગગનવિહારી બનાવનારી છે ! આ અહિસા ને સત્યની પાંખોથી તું હિંસાના ભડકાથી સળગતી દુનિયા પર પરિભ્રમણ કરી શકીશ, વિશ્વને પ્રેમ ને શાન્તિનો સંદેશ પાઠવી શકીશ, શાન્તિનો દૂત બની શકીશ, માટે સાવધાન થા ! આ બે પાંખો કપાઈ ગઈ તો સમજજે કે તું પંગુ છે, લંગડો છે. તારી આ બે પ્રિય પાંખો પ્રમાદથી રખે કપાઈ ન જાય, માટે જાગૃત બન ! ઝોકાં ખાવાં છોડી દે ! આમ બગાસાં ખાધે ને નિર્માલ્ય જીવન જીવે મુક્તિ નહિ મળે ! મુક્તિ મેળવનાર શ્રી મહાવીરને તું યાદ કર. એણે કેવાં મહાન શુભ કાર્યો કર્યા હતાં ! જો જેણે વૈર્યપૂર્વક નર-પિશાચનો સામનો કરી, ભયભીતને નિર્ભય બનાવી અને માનવમાં રહેલી અખૂટ શક્તિનો પરચો બતાવી મહાવીરપદ પ્રાપ્ત કર્યું હતું. જેણે સાંવત્સરિક દાન દઈ, અઢળક સંપત્તિ વર્ષાવી અને દીન, હીન, અનાથ ને ગરીબોને યથાયોગ્ય દાન વડે સુખી બનાવી – દાનવીરપદ વિભૂષિત કર્યું હતું. જેણે વૈભવોથી છલકાતાં રાજમંદિરોને છોડી, પોતાના પ્યારા પ્રિયજનોથી વિખૂટા પડી, અને મહામોહનો પરાજય કરી ત્યાગવીરપદ સુશોભિત કર્યું હતું. જેણે ગિરિકન્દરાઓમાં ધ્યાનમગ્ન રહી, વાસનાઓનો નાશ કરી અને ઇંદ્રિયો પર વિજય મેળવી – શૂરવીરપદ શોભાવ્યું હતું. જેણે અહિંસા, સત્ય, અસ્તેય, સંયમ અને અકિંચનત્વને પોતાના જીવનમાં વણી, એનો જ પ્રચાર આજીવન કરી અને માનવતાની સોડમ મહેકાવી – ધર્મવીરપદ અલંકત કર્યું હતું. એ જ નરવીરનો તે પુત્ર ! જેના નામથી પ્રેરણાનો દીપક પ્રગટે, એ મહાવીરનો પુત્ર બની, તું આમ નિર્માલ્ય જીવન જીવે, તને શોભે ખરું ! ઊઠ ! પ્રાણવાન થા ! તારા નિર્માલ્ય જીવનમાં મહાપ્રાણ ફૂંક ! તારા ધ્વનિથી દિશાઓ કંપી જાય એવી જયઘોષણા કર ! પાપના પડદા ચિરાઈ જાય એવું તેજ તારી આંખોમાં લાવ ! હિમ્મત ને ઉત્સાહથી આગે કદમ ભર ! તારી અદમ્ય શક્તિઓનો પરચો જગતને હવે તો જાગો ! * ૧૧૫ Page #125 -------------------------------------------------------------------------- ________________ બતાવ! પ્રભુ મહાવીરના સિદ્ધાન્તોને અણનમ નિશ્ચયપૂર્વક જીવનમાં ઉતારી, એમને અમર બનાવ ! ખાલી વાયડી વાતો ના કર. આચારવિહોણાં ભાષણોથી કાંઈ વળે તેમ નથી. એવાં નિર્માલ્ય ભાષણો સાંભળી-સાંભળીને પ્રજા ત્રાસી ગઈ છે ! માટે લાંબા-પહોળા હાથ કરવા મૂકી દે અને એવું આચરણ કરી બતાવ કે તારું નિર્મળ ચરિત્ર જોઈ દુનિયા દંગ બની જાય ! કડક શિસ્ત કેળવ. જીવન-વિકાસમાં નડતર કરતી વાસનાઓ સામે બળવો પોકાર. વાસનાઓનો સમૂળગો નાશ કર ! આ તારા વિકાસના માર્ગમાં અન્તરાય કરનારને ઉખેડીને ફેંકી દે. જરા પણ ગભરાઈશ નહિ. કોઈથી અંજાતો નહિ. કોઈની શે'માં તણાતો નહિ ! જા ! એક પળની પણ વાર કર્યા વિના અહિંસા ને સત્યના સિદ્ધાન્તોને વિશ્વમાં વિકસાવવાના તારા આ મહાકાર્યમાં લાગી જા. પણ યાદ રાખજે ! નૈતિક સંયમથી બરાબર કમર કસીને જ આ માર્ગે પ્રયાણ કરજે. સંયમમાં જરા પણ શિથિલતા ન પ્રવેશી જાય તે માટે પૂર્ણ કાળજી રાખજે. વાસનાઓ તારા પર વિજય ન મેળવી જાય તે માટે ચારિત્રની મજબૂત કિલ્લેબંધી કરીને, અવિરત જાગૃતિપૂર્વક જીવન-વિકાસના આ મહાપંથે વિહરજે. વીજળીના ઝબકારા થાય કે વિપત્તિના વંટોળિયા વાય; બ્રહ્માંડના કાન ફોડી નાંખે એવા કડાકા-ભડાકા થાય કે પ્રલયના મેઘની ગર્જનાઓ થાય; તોય તારા નિશ્ચિત પંથને છોડીશ નહિ. નિશ્ચિત કરેલા ધ્યેયને પહોંચતા પહેલાં એક ડગલું પણ માર્ગથી ખસવું એ મહાપાપ છે. એ દિવ્ય સંદેશને ભૂલતો નહિ ! વિશ્વમાં એવી કોઈ શક્તિ નથી કે જે તારા નિશ્ચિત ધ્યેયથી તને ચલિત કરે; તારી વિરાટ શક્તિઓ જોઈ સાગર પણ તને માર્ગ આપશે ! આ કલ્પના નથી. વાકપટુતા કે લેખનકળા નથી; પણ કેવળ સત્ય છે, નક્કર છે, વાસ્તવિક છે. આવું બન્યું છે, બને છે અને બનશે. માત્ર શ્રદ્ધાની જ આવશ્યકતા છે. વિજયશ્રી આત્મશ્રદ્ધાવાન મહામાનવને જ વરે છે. આ માર્ગમાં કાંટા પણ છે ને કીચડ પણ છે; કાંટાથી કંટાળી ન જવાય અને કીચડમાં ખૂપી ન જવાય તે માટે સચેત રહેજે. વિપત્તિના સમયમાં યાદ કરજે તારા આત્માની અનંત વિરાટ શક્તિઓને ! તારી વીર-ગર્જનાઓથી વિપત્તિઓ કંપી ઊઠશે, ઇંદ્રિયો ધ્રુજી ઊઠશે, વાસનાઓ બળીને ખાખ થશે, અંધકાર નાશ પામશે, અનંત પ્રકાશથી ઝળહળતો દીપક તારા પંથમાં પ્રકાશ પાથરશે અને પ્રકૃતિ મધુર સ્મિત કરી તારું સુસ્વાગતમ્ કરશે ! ૧૧૬ * માનવતાનાં મૂલ્ય Page #126 -------------------------------------------------------------------------- ________________ પ્યારા અમૃતના ભોક્તા આત્મન્ ! અધિક તને શું કહું ? તારું વિરાટ રૂપ વિશ્વને દેખાડ ! વહાલા શક્તિઓના ભંડાર આત્મન ! તારી શક્તિઓના ભંડારમાંનું એક અમૂલ્ય રત્ન વિશ્વના ચોગાનમાં મુક ! પ્રકાશમાં વિહરનાર પ્રિય આત્મન્ ! તારા શાશ્વત પ્રકાશનું એક પાકિરણ આ વિશ્વ પર ફેંક ! વિશ્વ તારા જવલંત પ્રકાશ માટે ઝંખી રહ્યું વીર સપૂત આ કામ નહિ કરે તો પછી કોણ કરશે ? માટે આજે જ દીપાવલીના પતિતપાવન દિવસે અણનમ નિશ્ચયપૂર્વક ભર કદમ વિજયકૂચ ભણી ! હવે તો જાગો ! ૯ ૧૧૭ Page #127 -------------------------------------------------------------------------- ________________ →→ ૧૨, ધર્મ કહેવો કોને ? ણસ સવારમાં દાંત સાફ કરી મઆરસીમાં મોઢું જુએ છે. બપોરે જમીને બજારમાં જતી વખતે પણ મુખને દર્પણમાં જોઈને બજારમાં જાય છે, ને સાંજે બજારમાંથી આવીને પણ કાચમાં પોતાના મુખડાને ધારી ધારીને જુએ છે. આ જહેમત શા માટે ? માણસને એમ છે કે મારા મોં ઉપર ક્યાંય ડાઘ તો નથી લાગ્યોને ? અને હું પોતે કેવો દેખાઉં છું ? પણ આરસીમાં મુખ જોતી વખતે કોઈનેય એવો વિચાર નથી આવતો કે આ આરસીમાં દેખાઉં છું તે હું નથી, પણ જોનાર એ હું છું. આ દેખાય છે, તે પ્રતિબિમ્બ મારા આત્માનું નથી, પણ શરીરનું છે, આરસીમાં દેખાય છે એ માલ નથી, પણ બારદાન છે. શરીરના સૌંદર્યને હું મારું સૌંદર્ય માની બેઠો છું. અને મારું સૌંદર્ય હું વીસરી ગયો છું. જે શરીર નાશવંત છે, અહીં જ જેને મૂકીને જવાનું છે, જે બળી જવાનું છે, ૧૧૮ : માનવતાનાં મૂલ્ય Page #128 -------------------------------------------------------------------------- ________________ રાખ થઈને ઊડી જવાનું છે, એના અવલોકનમાં કલાકોના કલાકો નીકળી જાય છે; અને જે આત્મા શાશ્વત છે, કરેલા કર્મનો ભોક્તા છે, એના માટે આપણને જરા વિચાર સરખોય ન આવે; આ કેવું આશ્ચર્ય ? અનાજ કેવું છે એનો વિચાર આવતો નથી અને ફોતરાં માટે માથાકૂટ થઈ રહી છે. શરીર ઉપર લાગેલા ડાઘને જુએ છે, પણ આત્મા પર લાગેલા | ડાઘનો વિચાર કેમ આવતો નથી ? શરીરનો ડાઘ તો પાણી ને સાબુથી ધોઈ શકાશે, પણ આત્મા પર લાગેલા ડાઘ તો આપણા લોહીના આંસુથી પણ નહિ ધોવાય ! મોં ઉપર લાગેલા ડાઘને બતાવનાર આરસી તો અનેક ઠેકાણે મળશે, પણ આત્મા પર લાગેલા ડાઘને ચીંધનાર – બતાવનાર કોણ ? પોતાના મુખની કદરૂપતા માટે માણસ શરમાય છે, એ કદરૂપતાને ટાળવા અનેક પ્રયત્નો કરે છે, પણ આત્માની કદરૂપતા પળે પળ વધી રહી છે, અને આ કદરૂપા મુખને લઈ હું વિભુના પવિત્ર ધામમાં કઈ રીતે જઈશ, એના માટે ચિત્તા કરનારા કેટલા છે ? જ્યાં અનન્ના નિર્મળ આત્માઓ બિરાજે છે, એવા સિદ્ધોના પવિત્ર ધામમાં જવા માટે આ આત્મા લાયક છે ખરો ? આરસીમાં જે મુખ ધારી ધારીને જોવાય છે, એ સુખ ઉપર વિશ્વાસઘાત, અસત્ય, અસંયમ, અનીતિના કેટલા અપવિત્ર ડાઘ લાગેલા છે ? છતાં માનવી ગર્વ કરીને ફરે છે ? પોતાના સ્થળ સૌંદર્યને આરસીમાં જોઈ મલકાય છે ! અંતરનું રૂપ, આત્માનું સૌંદર્ય અને પવિત્ર જીવનનું લાવણ્ય ભુલાયું, એનું જ આ દુઃખદ પરિણામ છે. એટલા માટે જ જીવનદ્રષ્ટાઓ કહે છે : “ભાઈ ! તારે આરસીમાં મોં જોવું હોય તો જો; પણ સાથે સાથે આત્માનું અવલોકન પણ કરતો જા. આત્માનું નિરીક્ષણ વધતાં આ સ્થૂળ રૂપનું આકર્ષણ ઘટશે, અને આ સ્થળનું વાતાવરણ ઘટતાં આત્માનું સૌંદર્ય વિકસશે. ‘प्रत्यहं प्रत्यवेक्षेत, नरश्चचरितमात्मनः । किं नु मे पशुभिस्तुल्यं, किं नु सत्पुरुषैरिति ? ।। રોજ પ્રભાતે માણસે પોતાના ચારિત્ર્યનું, પોતાના વહેતા જીવનનું અવલોકન કરવું જોઈએ. જોવું જોઈએ કે મારું જીવન પશુ જેવું છે કે પુરુષ જેવું ? પુરુષોનું જીવન કેવું નિર્મળ છે ને મારું જીવન કેવું મલિન છે ? આ સંસારની ફૂલવાડીમાં મારું જીવન ગુલાબના ફૂલ જેવું સુવાસિત છે, કે લસણ જેવું દુર્ગધથી ભરેલું ? આ જગતમાં જન્મીને મેં આશીર્વાદ મેળવ્યા છે કે શાપ ? આ દુનિયામાંથી વિદાય લેતી વખતે મારા મુખ ઉપર આંસુ હશે હવે તો જાગો ! = ૧૧૯ Page #129 -------------------------------------------------------------------------- ________________ કે હાસ્ય ? હું અહીં શું કરવા આવ્યો હતો ને શું કરી રહ્યો છું ? હું ક્યાંથી આવ્યો હતો ને ક્યાં જવાનો છું ? મારું સ્વરૂપ કેવું છે ને હું આજે કેવું માનું છું ? આવા પ્રશ્નો ઊંડાણમાંથી જાગે તો જ માણસને પોતાની સ્થિતિનું ભાન થાય કે હું મનુષ્ય છું. મનુષ્યત્વને શોભે એવું જીવન મારે જીવવાનું છે અને આ શરીર દ્વારા જ મારે મુક્તિ મેળવવાની છે. મને સુંદર માનવદેહ મળેલ છે, તા બુદ્ધિ મળી છે, અન્યની વેદના સમજવા યોગ્ય કોમળ હૃદય મળ્યું છે, આવી સુંદર વસ્તુઓને હું કેમ વેડફી શકું ? પશુ જેવું જીવન જીવવા કાંઈ આ મહામૂલી જિંદગી નથી મળી. આત્માને નિર્મળ કરવાનો, જીવનને સુગંધથી ભરી દેવાનો શુભ અવસર સાંપડ્યો છે. કેટકેટલા ત્યાગી પુરુષોએ આ માનવજીવનની ગૌરવગાથાઓ ગાઈ છે, તે શા માટે ? ત્યાગીઓએ આ દેહમાં શું વિશેષતા નિહાળી ? આ દેહમાં એમને શું ભવ્યતા ભાસી ? શા માટે પશુઓને અને મનુષ્યોને એક જ કક્ષાએ ન મૂક્યાં ? શું બંનેમાં જીવન નથી ? છે જ તેમ જ બંનેને આહાર નિદ્રાભય ને કામની સમાન લાગણી નથી ? તે પણ છે જ. તો પછી બંને વચ્ચે ભેદ શા માટે ? તો પછી માનવીને ઉચ્ચકક્ષાએ મૂક્યો અને પશુને નીચી કક્ષાએ શા માટે મૂક્યાં ? જ્ઞાનીઓને શું આ માનવદેહનો મોહ હતો ? ના, તેઓને આ દેહની કિંમત તો કંઈ જ નથી. પણ કિંમત છે એક ધર્મની; અને તે ધર્મ આ માનવદેહ દ્વારા જ શક્ય છે. એટલે આત્માને અજવાળનાર ધર્મને લીધે આ દેહની કિંમત પણ વધી અને માનવજીવનની ગૌરવગાથાઓ ગવાણી. ધર્મ માનવજીવનને તેજસ્વી બનાવે છે. ધર્મ આ જીવનમાં સંસ્કારના પ્રાણ ફૂંકે છે. ધર્મ માણસને ઊર્ધ્વગામી બનાવે છે, અને એની દેવત્વના સિંહાસન પર પ્રતિષ્ઠા કરે છે. ધર્મવિહોણું જીવન એ તો આત્મા વગરના શરીર જેવું છે કે જેમાં ન હોય નૂર કે ન હોય પ્રકાશ; ન હોય પ્રાણ કે ન હોય પવિત્રતા, જીવનમાં પ્રાણ ને પવિત્રતા રેડનાર ધર્મ જ છે. ત્યારે આપણને વિચાર આવશે કે ધર્મ જો જીવનમાં આવો વ્યાપક છે, તો તે દેખાતો કેમ નથી ? ભૂખ લાગે ત્યારે ધર્મ ખાવા કામ લાગતો નથી, તરસ લાગી હોય ત્યારે ધર્મ પીવા કામ લાગતો નથી, ટાઢ વાય ત્યારે ધર્મ ઓઢવા કામ લાગતો નથી, દેવું ચૂકવવું હોય તો તે દેવા પેટે આપવા કામ લાગતો નથી અને વ્યવહારમાં કોઈ વસ્તુના વિનિમયમાં પણ ધર્મ ઉપયોગમાં આવતો નથી; તો પછી ધર્મનું મહત્ત્વ શું ? ૧૨૦ * માનવતાનાં મૂલ્ય Page #130 -------------------------------------------------------------------------- ________________ આ પ્રશ્ના ઉત્તરમાં જ્ઞાનીઓ જણાવે છે કે, ધર્મ એ તો ઝાડનાં મૂળિયાં જેવો છે. મૂળિયાં ફળની જેમ ખાવામાં કામ લાગતાં નથી. ઝાડમાં બીજાં અંગોની જેમ બહાર દેખાતાં નથી. તે ધૂળમાં દટાયેલાં-છુપાયેલાં હોય છે; છતાં એ ન હોય તો ટકી રહેવાની તાકાત ઝાડમાં નથી જ. વૃક્ષો ફળે છે, ખીલે છે, મીઠાં ફળો આપે છે. આ બધી બાહ્ય દેખાતી ક્રિયાઓનો આધાર તો મૂળિયાં છે. આ ધર્મ પશુઓને સાંપડ્યો નથી, એટલે એ કનિષ્ઠ છે, હીન છે. મનુષ્ય આ ધર્મને પામીને શ્રેષ્ઠ અને બડભાગી થયો છે. આ ધર્મથી માનવદેહ ગૌરવાન્વિત છે ! ધર્મની આવી પ્રશંસા સાંભળી સહન પ્રશ્ન થાય છે કે ત્યારે ધર્મ કહેવો કોને ? સૌ પોતપોતાના જન્મગત અને જાતિગત ક્રિયાકાંડોને ધર્મ કહે છે અને એ જ ધર્મના નામે લડે છે; અશાન્તિ ઊભી કરે છે અને માનવને માનવતાથી દૂર લઈ જાય છે. શું આને ધર્મ કહેવો ? આ પ્રશ્નનું સમાધાન જૈન દર્શને બહુ સારી રીતે કર્યું છે, ધર્મનું લક્ષણ બાંધીને માનવજાતને એક સુંદર સત્ય પીરસ્યું છે, અને ધર્મના રહસ્યને થોડા જ શબ્દોમાં વ્યક્ત કર્યું છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય ને મધ્યસ્થ-ભાવ એ ધર્મનાં ચાર લક્ષણ છે. આ ભાવનાઓથી યુક્ત જે ક્રિયાઓ થાય તે ધર્મ. ધર્મનું પહેલું લક્ષણ છે મૈત્રીભાવ. ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે.' જે મનુષ્યના હૃદયમાં ધર્મના અંકુર ફૂટ્યા હોય, તેને આખું જગત મિત્રોથી ભરેલું લાગે, તેને આખું વિશ્વ પ્રેમમય લાગે. જેના હૈયામાં પ્રેમ હોય, મૈત્રી હોય, તેનું હૈયું શું બોલતું હોય ? હું ભલે દુ:ખી થયો, થાઉં; પણ બીજાને આવો વખત ન આવો. મારા સર્વસ્વના ભોગે પણ બીજા આત્માઓ તૃપ્ત થાઓ, સર્વ પ્રાણીઓ બંધનથી મુક્ત બનો. સૌ દોષહીન બનો. સૌ સ્વતંત્ર બનો. પરાધીન કોઈ ન રહો. આ મૈત્રીભાવના પછી ધર્મના બીજા લક્ષણમાં પ્રમોદભાવના આવે છે. ‘ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણકમલમાં, મુજ જીવનનું અર્ધ્ય રહે.' આ ભાવનાનો જન્મ મહાત્માઓના બહુમાનમાંથી થાય છે. આ પ્રમોદભાવનાના રંગથી રંગાયેલા હૈયાવાળો માણસ મહાપુરુષોને જોઈ આનંદ પામે, જગતને મંગળમય પંથે લઈ જતા સંતોને જોઈ, આ ભાવનાવાળું હૈયું નાચવા હવે તો જાગો ! ૧૨૧ Page #131 -------------------------------------------------------------------------- ________________ માંડે. એને એમ થાય કે આ સત્પુરુષો જ જગતને કલ્યાણનો માર્ગ બતાવનારા છે. આ ભોમિયાઓ વિના ભવ-વનમાં ભૂલા પડેલાઓને માર્ગ કોણ ચીંધે ? આ સંસારરૂપ મરુભૂમિમાં આ સજ્જનો જ શીળી છાયા આપનાર વૃક્ષો જેવા છે. પ્રમોદભાવવાળો માણસ આવા પુરુષોને જોઈ એમના ચરણોમાં ઢળી પડે. તમે તમારા માટે આ ભાવ વિચારી જોજો. તમે મિત્રો સાથે વટથી ચાલ્યા જતા હો, અને માર્ગમાં સંતનાં દર્શન થાય તો એમના પગમાં પડો ખરા ? માર્ગમાં એમના પગમાં પડતાં શરમ આવે, અને અમલદારને, કોઈ વડા અધિકારીને ઝૂકીને નમન કરતાં શરમ ન આવે ! સત્તા અને શ્રીમંતાઈ આગળ માણસ ઝૂકી પડતો હોય અને સંયમ અને ત્યાગ આગળ માણસ અક્કડ થઈને ચાલતો હોય તો માનવું કે તેના હૃદયમાં પ્રમોદભાવનું દેવાળું છે. એ પછી ધર્મનું ત્રીજું લક્ષણ છે કારુણ્યભાવ. ‘દીન, ક્રૂર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે; કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે.’ જેના હૈયામાં કરુણાભાવ વિકાસ પામેલો હોય એનું હૈયું જગતના જીવો માટે સહાનુભૂતિથી છલકાતું હોય છે, તે બીજાંનાં દુ:ખોને પોતાનાં દુઃખો માને અને એ દુઃખોને દૂર કરવા સતત પ્રયત્ન કરે છે. દીન આત્મા પ્રત્યે એ હૈયાની સહાનુભૂતિ બતાવે છે. ધર્મવિહોણા અને ક્રૂર આત્માઓને જોઈ એનું હૃદય દયા બની જાય છે, અને એને થાય છે કે આ જીવો બાપડા પાપ કરીને દુર્ગતિમાં ચાલ્યા જશે ! આજ તો સત્તા ને શ્રીમંતાઈના ઘમંડમાં કોઈનુંય સાંભળતા નથી, કોઈ દુ:ખીની સામે પણ જોતા નથી, પણ એમનું પુણ્ય પરવારી જશે ત્યારે આ જીવોનું શું થશે ? તે વખતે એમનો આધાર કોણ ? આજે જે હસતાં હસતાં પાપો કરી રહ્યા છે, એ પાપો રોતાં પણ નહિ છૂટે. જે કૂવામાંથી આ માણસો તુચ્છ આનંદનું પાણી ઉલેચી રહ્યા છે, એ કૂવો તો અંતે ઊનાં આંસુથી ભરવો પડશે. જગતની દૃષ્ટિએ દેખાતા આજના આ સુખી જીવો, એ આવતીકાલના દુ:ખી જીવો છે આવો કરુણાભર્યો વિચાર આવતાં, કારુણ્ય ભાવવાળાનું હૈયું ભરાઈ આવે છે, અને એનાં નયનોમાંથી આંસુની ધારા વહેવા લાગી જાય છે. ધર્મનું ચોથું લક્ષણ તે મધ્યસ્થભાવ. - ‘માર્ગ ભૂલેલા જીવનપથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ માર્ગની, તોય સમતા ચિત્ત ધરું.' આ ભાવનાવાળો માણસ પાપના કીચડમાં પડતા માનવીને બચાવવા ૧૨૨ : માનવતાનાં મૂલ્ય Page #132 -------------------------------------------------------------------------- ________________ પ્રયત્ન કરે, પણ પોતે બીજાને પાપી બનાવવાનું નિમિત્ત તો ન જ બને. અધર્મના માર્ગે જતા કોઈ પણ પ્રાણીને શક્ય હોય ત્યાં સુધી એ અટકાવે, માર્ગ 'ભૂલેલાને માર્ગ ચીંધે, પણ માર્ગ ચીંધવા જાય એને અવળે માર્ગે જનારો કહે: તને કોણે ડાહ્યો કર્યો છે ? તું તારું કામ કરને, અમે અમારું ફોડી લઈશું. તારે અમારામાં પડવાની જરૂર નથી. તારી સલાહ અમારે નથી જોઈતી.” તોય મધ્યસ્થ ભાવવાળો એના પર ક્રોધ ન કરે. ડૂબતાને તારવા પ્રયત્ન કરે પણ સામાં ડૂબતો માણસ ન તરે તો એને ઊંડા પાણીમાં ધક્કો તો ન જ મારે જે મનુષ્ય આ ચાર ભાવનાપૂર્વક જીવનની ક્રિયા કરતો હોય, એનામાં સ્વાર્થબુદ્ધિ કે પરવંચના કેમ હોઈ શકે ? એ તો એમ જ માનતો હોય કે હું આ દુનિયામાં આવ્યો છું માનવતાની સુવાસ ફેલાવવા. તો પછી મારાથી તો જરા પણ બૂરું કેમ થાય ? જગતના ભલામાં જ મારું ભલું છે. જગતમાં અશાંતિ હોય તો હું શાંતિથી કઈ રીતે જીવી શકું ? હું જેમ સુખ, શાંતિ અને આબાદી ઇચ્છું છું, તેમ બીજાને પણ એની જ તૃષ્ણા છે, તો મારું અત્યારે કર્તવ્ય એ છે કે – બીજાને શાંતિ આપવી અને બીજાને અશાંતિ ન થાય એ રીતે મારે જીવવું. જગતની અશાંતિમાં મારો ફાળો ન હોવો જોઈએ. જગત દુઃખી હોય ત્યારે હું એશ-આરામમાં કેમ જીવી શકે ? માનવજાત સંકટમાં સપડાયેલી હોય ત્યારે હું છુપાઈને મારી જાતનું રક્ષણ કઈ રીતે કરી શકું ? મારે તો ઝંપલાવવું જોઈએ, મારા ભાઈઓનું રક્ષણ કરવું જોઈએ. આ સમયે હું મારી જાતનું વિલોપન કરી, સૌના કલ્યાણ માટે ખપી જાઉં તો જ હું સાચો ધર્મી. પર-સેવા એ જ આત્મસેવા છે. અર્પણ એ જ મારું કર્તવ્ય છે. એથી જ મારું કલ્યાણ થવાનું છે જ્યાં મૈત્રી, પ્રમોદ કારુણ્ય અને માધ્યસ્થભાવ રમતા હોય ત્યાં માન, અપમાન, સ્તુતિ કે નિંદા કોઈની કંઈ જ પડી ન હોય. એ કોઈ દિવસ પ્રશંસાથી ફુલાય નહિ અને અપમાનથી મૂંઝાય નહિ. એને પોતાના અર્પણનો જ આત્મસંતોષ હોય. એને બીજાના મતની, બીજાની પ્રશંસાની જરૂર ન હોય. તે કોઈ દિવસ અટકે નહિ, થાકે નહિ. એ એમ જ માને કે હું મારા આત્મસંતોષ માટે કરું છું, આમાં હું શું મહાન કરી રહ્યો છું ? અરે, જડ પણ મૈત્રી કરે, જાત સમર્પણ કરે, તો પછી હું ચેતન આટલું પણ ન કરી દૂધ અને પાણીની મૈત્રી કેવી ભવ્ય છે ? દૂધે પોતાનો ઉજ્વળ રંગ પાણીને આપ્યો અને પાણીએ પોતાની જાતને દૂધમાં વિલોપન કરી. બંને એક બન્યાં. દૂધ એ દૂધ ન રહ્યું ને પાણી એ પાણી ન રહ્યું. મૈત્રીભાવનો અર્થ જ હવે તો જાગો ! * ૧૨૩ Page #133 -------------------------------------------------------------------------- ________________ એકતા છે. એકતામાં ભેદ ન હોય, ભિન્નપણું ન હોય. હવે દૂધ ચૂલા પર ચઢે ત્યારે દૂધ ગરમ થતું જાય છે, તેમ પાણી બળતું જાય; કારણ કે પાણી માને છે કે એણે મને રંગ આપ્યો તો મારે એની ખાતર બળવું જોઈએ. અને પાણી બળવા લાગે છે – બળી જાય છે; ત્યારે દૂધ વિચારે છે; મારે માટે પાણીએ પ્રાણ આપ્યા તો મારે એની પાછળ બળી મરવું જોઈએ અને પછી એ ઊભરો થઈ અગ્નિમાં ઝંપલાવે છે; મિત્ર પાછળ બળી મરવા તૈયાર થાય છે. ત્યારે માણસ શું કરે છે ? દૂધમાં પાણી રેડે છે. મિત્રને પામતાં દૂધનો ઊભરો શાંત બની જાય છે – ઊભરો બેસી જાય છે અને પછી માણસો તરત જ દૂધને ચૂલા ઉપરથી ઉતારી લે છે. આ જડની મૈત્રી ! જડ જેવી વસ્તુ પણ મૈત્રીભાવ કેળવ્યા પછી સર્વસ્વ અર્પણ કરવા તત્પર બને છે, તો આપણે તો ચેતન કહેવાઈએ. આપણે વિચાર કરવાની જરૂર છે કે આપણામાં આવો મૈત્રીભાવ આવ્યો ? કદી આવી ત્યાગની ભાવના જન્મી ? માટે જ ચિન્તકો કહે છે કે, ધર્મનું પહેલું પગથિયું મૈત્રી છે. આ મૈત્રીનો ઉદય થયા પછી આપણે ગમે તેવું કાર્ય મહાન કાર્ય કરીશું તોય આપણામાં “અહમ્' નહિ આવે. એમ જ થશે કે, આ તો મારું કર્તવ્ય છે, અને માનવ તરીકે હું મારાં કર્તવ્યો કરું છું. આવી કર્તવ્યભાવનાને જગાડવા માટે, પ્રભાતે આત્મચિન્તન ને જીવનચિન્તન કરવું જોઈએ અને કાચની આરસીમાં મુખડાને જોવા કરતાં મહાપુરુષોના ચારિત્ર્યરૂપી આરસીમાં આત્માનું સૌન્દર્ય અવલોકવું; એ જ કલ્યાણનો માર્ગ છે. ૧૨૪ * માનવતાનાં મૂલ્ય Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩. માનવતાનાં સોપાન - अप्पा चेव दमेअब्बो, अप्पा हु खलु दुद्दमो । अप्पा दंतो सुही होइ असिं लोए परत्थ य ।। –ઉત્તરાધ્યયન સૂત્રમ્ [પોતાના આત્માને જ દમવો જોઈએ, એને રાગ અને દ્વેષમાંથી ઉપશાત્ત કરવો જોઈએ, કેમ કે બાકી બધાના જય થઈ શકે – આત્મા જ ખરેખર દુર્જય છે. દાત્ત આત્મા જ આ લોકમાં અને પરલોકમાં સુખી થાય છે.]. છે, નવભવ એ એક એવું સ્થાન છે કે બૂ ના એને એક છેડે પશતા અને બીજે છેડે દેવત્વ. માણસ વિવેકપૂર્વક પ્રસ્થાન કરે તો એ દેવ બને અને વિવેક ભૂલે તો એ છું પશુ ! માણસ પશુતા ભણી ન લપસી જાય, છે. એ માટે જીવનદ્રષ્ટાઓએ માનવતાનાં અમુક સોપાન નિશ્ચિત કર્યો છે. માણસ જાગૃતિપૂર્વક એ સોપાને ચઢે તો એ સોપાન " દ્વારા પ્રકાશને પામી શકે. સોપાન એટલે પગથિયાં. સોપાન આ કોનાં ? માનવતાનાં, પશુતાનાં નહિ, છ પશુતાનાં સોપાન ન હોય, એનો તો ખાડો હવે તો જાગો ! ૧૨૫ Page #135 -------------------------------------------------------------------------- ________________ હોય, પતન હોય. ઉત્થાન તો માનવતાનું હોય; તો પછી એ માનવતાનું મૂલ્યાંકન કરતાં તો આપણને આવડવું જોઈએ ને ? એનું મૂલ્યાંકન કરતાં ન આવડે તો એ માનવભવનો ફેરો નિષ્ફળ જાય. આ ભવનો ફેરો નિષ્ફળ ન જાય અને સફળ થાય એ માટે માનવભવની નિસરણીનાં સોપાન ચઢવાની જરૂર છે. માનવતાનું એક પણ સોપાન જે માનવી ચઢ્યો નથી, એવો માનવી બાહ્ય દૃષ્ટિએ માણસ દેખાવા છતાં અંતરમાં તો પશુતાનું પ્રદર્શન જ ભરીને બેઠો હોય છે. પશુતાનું પ્રદર્શન પોતાના જીવનમાં ન ભરાઈ જાય એ માટે માણસે સતત જાગૃતિપૂર્વક પોતાના જીવનનું અને કર્તવ્યોનું અવલોકન કરવું જોઈએ. માણસે માણસાઈના ગુણો વડે આ દુનિયાને માનવતાથી ભરેલી બનાવવાની છે. દૈત્યોની દુનિયા બનાવવાની નથી. માનવ જ્યાં વસતો હોય ત્યાં તો હવામાં પણ ફૂલની જેમ માનવતાની સુવાસ હોય; પણ આજે આપણા કમભાગ્યે જગતમાં માનવતાના અંશો ઓછા થઈ રહ્યા છે. ભગવાન મહાવીરની અહિંસાથી ભરેલા જગતના ચિત્ર સાથે આજના વિજ્ઞાનથી ઘાતક બનેલા જગતના ચિત્રને સરખાવી જોજો ! માણસાઈના દીવા જો બળતા હશે તો આ ચિત્ર જોતાં જ હૃદય ધ્રૂજી ઊઠશે. જગતનું ચિત્ર આજના જગતનું દૃશ્ય કેટલું બિહામણું છે ? કેટલાક શ્રીમંતો ઐહિક સુખમાં જ મગ્ન બની, જીવનના ઉદાત્ત તત્ત્વને ભૂલી બેઠા છે. સત્તાધીશો સત્તાના ઘેનમાં મૂર્જીિત થઈ ઉદ્ઘાટન ક્રિયામાંથી ઊંચા આવતા નથી. કેટલાક ધર્મગુરુઓ પોતાના માટે મઠ-મંદિર બનાવવાની ધૂનમાં જ્યાં ત્યાં ભમી રહ્યા છે. મધ્યમવર્ગ જીવનનિર્વાહની ચક્કીમાં પિસાઈ રહ્યો છે. વિજ્ઞાનનાં બિહામણાં સાધનો લાખ્ખો માનવીઓને મૃત્યુના મોંમાં ધકેલી રહ્યાં છે; અશાંતિ ડાકણની જેમ આંખો કાઢી માનવીની સામે ઘૂરકી રહી છે આવા વિષમ સમયમાં માનવતાનાં તત્ત્વોને વિકસાવે એવા ઉપદેશકની, એ ઉપદેશને જીવનમાં વણનાર જિજ્ઞાસુ શ્રોતાઓની, કોઈ પણ સમય કરતાં આજે વધારેમાં વધારે જરૂર છે જો કે આજકાલ વ્યાખ્યાનો ચારે બાજુ થાય છે. પ્રવચન સપ્તાહ ગોઠવાય છે. લોકો હજારોના પ્રમાણમાં સાંભળે પણ છે. ઘણી વાર તો સાંભળનાર અને સંભળાવનારનો હેતુ દિલને ડોલાવવાનો, મનને બહેકાવવાનો, જગતમાં ખ્યાતિ મેળવવાનો અને વાણીના જાદુથી માણસોને મૂર્છિત કરવાનો હોય છે, એમ આજના પ્રવાહ પરથી તમને નથી લાગતું ? ૧૨૬ * માનવતાનાં મૂલ્ય Page #136 -------------------------------------------------------------------------- ________________ સાચા ઉપદેશકો અને સાચા જિજ્ઞાસુ શ્રોતાઓ આટલા બધા હોય તો જગતનું ચિત્ર આવું હોય ? આવી સ્વાર્થની આંધી હોય ખરી ? એટલે જ પ્રશ્ન થાય છે કે ઉપદેશને જીવન સુધારવા માટે સાંભળનારા સાચા જિજ્ઞાસુ શ્રોતા કેટલા ? કેટલાક આગમો અને શાસ્ત્રોનો અભ્યાસ કરે છે, પણ તે જીવન સુધારવાની બુદ્ધિથી કરે છે કે પછી એમાંથી પણ વિજ્ઞાનના મારકણા પ્રયોગો કરવા માટે કરે છે ? કહેવાય છે કે શાસ્ત્રો જર્મનીમાં ગયાં, ત્યાં વંચાણાં, શોધાણાં અને એમાથી અણુવાદ અને પરમાણુવાદ સિદ્ધ કર્યો, અંતે એમાંથી નીકળ્યો તો એટમ બોમ્બ (atombomb) ને ? શાસ્ત્રોનો પણ કેવો ઉપયોગ ? જે સર્જનહાર હતું તેને જ સંહારક બનાવ્યું ? કારણ કે માનવ માનવતાના સામે મોરચે જઈને ઊભો છે. સામા મોરચે ઊભેલા માનવને માનવતાની નિકટમાં લાવવાના સાધનો જીવનદ્રષ્ટાઓ આપણને ચીંધી ગયાં છે. એ સાધનોનો વિચાર આ પ્રસંગે કરવાનો છે. ક્રમે ક્રમે એ સોપાન દ્વારા, એ સાધન દ્વારા માનવતાના સિંહાસન પર આરૂઢ થવાનું છે. માનવતાના સિંહાસન પર ચડવાનાં ચાર સોપાન છે. શૂરતા, પંડિતાઈ, વક્તાપણું અને દાતાપણું ! આ ચાર નામ સાંભળી તમે મલકાઈ ન જતા. મનમાં એમ ન માનતા કે બે-ચારને મારી શકું છું, માટે હું શુરો છું, થોડું ભણ્યો છું, એટલે પંડિત છું, બોલતાં આવડે છે, માટે વક્તા છું અને થોડું દાન દઉં છું એટલે દાતા છું. અને મહારાજે કહેલાં ચારે સોપાન હું ચઢી ગયો છું. એટલે માનવતાના મહાસિંહાનને માટે યોગ્ય છે. न रणे विजयाच्छूरोऽध्ययनान्न च पण्डित:, न वक्ता वाक्पटुत्वेन, न दाता चार्थदानतः । इन्द्रियाणां जये शूर; धर्मं चरति पण्डितः; सत्यवादी भवेद् वक्ता, दाता भूतहिते रतः ।। રણમાં જીતી આવે એ શૂરો નહિ, ભણવા માત્રથી એ પંડિત નહિ, ભાષણ કરવામાં કુશળ હોય એટલા માત્રથી વક્તા નહિ અને જે માત્ર દાન જ દઈ જાય એટલા માત્રથી દાતા નહિ પણ જે ઇન્દ્રિયોને જીતે તે શૂરવીર; જે ધર્મને આચરે તે પંડિત; જે સત્યથી પવિત્ર બનેલી વાણીને ઉચ્ચારે તે વક્તા અને પ્રાણીઓના હિતમાં આસક્ત હોય – અભયદાન આપતો હોય – તે દાતા; આ ચાર ગુણોમાંથી કયા ગુણમાં આપણે પ્રગતિ કરી છે, તેનો અહીં વિચાર કરવાનો છે. TVTi Tયે શૂર: | હવે તો જાગો ! - ૧૨૭ Page #137 -------------------------------------------------------------------------- ________________ જગતને જીતવું સહેલું છે, જગત પર પશુબળથી સામ્રાજ્ય ચલાવવું એ પણ સહેલું છે; પણ ઇન્દ્રિયો પર વિજય મેળવવો, ઇન્દ્રિયો પર આત્માનું સામ્રાજ્ય ચલાવવું એ કઠિન નહિ, પણ અતિ દુષ્કર છે. સાચો વિજયી, તે દેશને જીતનારો નહિ, પણ ઇન્દ્રિયો અને મનને જીતનારો છે. ઇન્દ્રિયો જેના કાબૂમાં નથી, મન જેના હાથમાં નથી, એને વિજયી કેમ કહેવાય ? એ તો પરાજિત, પરતંત્ર ગણાય. માણસ માને છે કે હું ભોગને ભોગવું છું; પણ ખરી રીતે ભોગો માણસને ભોગવી રહ્યા છે. માણસ ચા પીતો હોય છે ત્યારે ચાને અમૃત માની ગર્વથી કહે છે કે, “હું ચા પીઉં છું.” પણ પચ્ચીસ વર્ષ પછી શક્તિ ક્ષીણ થતાં ખબર પડે છે કે ના, હું ચા નહોતો પીતો, પણ ચા મને પી રહ્યો હતો. હું ચાને આધીન હતો. બીડી પીનારા પણ ઘણી વાર તાનમાં આવી કહે છે કે – અમે બીડીની મજા માણીએ છીએ. બીડી એ તો સ્વર્ગની સીડી છે ! આવું બોલનારાઓનું વૃદ્ધાવસ્થામાં હૈયું ખવાઈ જાય છે અને આખી રાત ખેં ખૂ કરી ઊંધે નહિ અને પાડોશીને ઊંઘવા પણ દે નહિ, ત્યારે એને ખબર પડે છે કે બીડીની મજા હું નહોતો માણતો, પણ બીડી મારા કાળજાની મજા માણતી હતી. આજ સ્વતંત્રતાના નામની બાંગ પોકારનારા તો ઘણા મળે છે; પણ સ્વતંત્રતા એ કયા પંખીનું નામ છે એ તો મને સમજાવો ! જીવન પર જરા કાબૂ રાખવો નહિ ને છાતી ઠોકીને સ્વતંત્રતાની વાતો કરવી છે ? માણસની આંખો અપવિત્ર રૂપ અને અજીઠા લાવણ્યને માટે તલસતી હોય; જીભ ભઠ્યઅભક્ષ્યનો વિચાર કર્યા વિના જુદી જુદી વાનગીઓ ચાખવા તલસાટ કરતી હોય; કાન ન સાંભળવા લાયક વાતો અને નિંદાઓ સાંભળવા તૈયાર હોય; ચામડી અપવિત્ર અને સુંવાળા સ્પર્શી માટે ઝંખના કરતી હોય; મન બીજાનું ભૂંડું ચિંતવતું હોય; નાકને સુંદર સુવાસ આપવા માટે કુદરતનાં દીધેલાં કોમળ પુષ્પોનો કચ્ચરઘાણ કાઢતો હોય. નાદિરશાહે માણસનાં માથાં કાપી જેમ થાંભલામાં મઢ્યાં, તેમ માણસ પણ સુંદર ફૂલોને છોડથી છૂટાં કરી ફૂલદાનીમાં મઢતો હોય, દુર્ગધ કહી ગરીબીથી દૂર ભાગતો હોય, તો કઈ રીતે માનવું કે માણસે ઇન્દ્રિયોને જીતી છે અને એ સ્વતંત્ર બન્યો છે ? આ તો સારું છે કે માણસના હૈયામાં સામાના વિચારો જોવાની બારી નથી. એવી બારી હોત તો કેવું પરિણામ આવત ? માણસ છપ્પન ઇંચનો ડગલો પહેરી, શાહ થઈ આગળ બેસી શકે છે, તે બેસી શકત ખરો ? માણસના વિચારો એ બારી દ્વારા બીજા માણસને દેખાત તો માણસ માનવ ૧૨૮ * માનવતાનાં મૂલ્ય Page #138 -------------------------------------------------------------------------- ________________ લાગત કે દાનવ ? એ દૃષ્ટિએ તો હૈયામાં વિચારો જોવાની બારી ન કરીને કુદરતે માનવજાતની લાજ રાખી છે ને ? માણસ કેવો ક્રૂર બન્યો છે, તેનો એક દાખલો તમને આપું. થોડા દિવસ પર હું એક ભાઈને બંગલે આહાર લેવા ગયો હતો. એના બંગલાના દીવાનખાનાની દીવાલ પર હરણ અને રોઝનાં શિંગડાં શોભા માટે ટાંગ્યાં હતાં. આ જોઈ અને થયું : ‘માણસ કેવો ક્રૂર બન્યો છે ! પોતાના ઘરને શણગારવા માટે હરણ અને રોઝ જેવાં નિર્દોષ પ્રાણીઓને મારીને એના શિંગડાંથી ગૃહશોભાને વધારે છે અને પોતાની જાતને કલારસિક કહેવડાવે છે ! માણસ વિવેકશક્તિ ખોઈ, સ્વાર્થી બની, ઇન્દ્રિયોના પ્રવાહમાં તણાઈ અને આત્માની અનંત આનંદમય શક્તિ પર પાણી ફેરવ્યું છે. આત્માના સામર્થ્યને હણનાર વાસના છે. વાસનાનાં વસ્ત્રોએ આત્માનાં પ્રકાશને ઢાંક્યો છે. આ જ કારણે વાસનાના સામ્રાજ્યમાં આત્માને ઘણા પિછાનતા પણ નથી, પિછાનતા હોય તો પણ એ માટે સચિત્ત નથી. આત્માને નીરખે, એના સામર્થ્યને પારખે, તો એને સમૃદ્ધિથી છલકાતા રાજાધિરાજનો વૈભવ પણ તુચ્છ લાગે. એ શ્વાનની જેમ સત્તાધીશોની અને શ્રીમંતોની ખોટી ખુશામત ન કરે. તમને ખબર હશે કે બર્નાર્ડ શોએ ભગવાન મહાવીરના કલ્યાણક વખતે શેક્સપિયરનું મહાવાક્ય ઉચ્ચારી કહ્યું હતું : Give me that man who is not passion's slave and I will wear him in my heart's core. [મને એવો માણસ આપો કે જેણે ઇન્દ્રિયોને જીતી હોય, જે વાસનાનોવિષયોનો ગુલામ ન હોય, તેને હું મારા હૈયામાં ઊંડામાં ઊંડા ખૂણામાં પધરાવીશ.] બર્નાર્ડ શૉનું આ વાક્ય કેટલું ભવ્ય છે ! એ કહે છે કે મારા હૈયાના દીવાનખાનામાં શહેનશાહની છબી નહિ ટાંગું, પણ ઇન્દ્રિયોને જીતનારની છબી ટાંગીશ. વાહ ! કેવી માંગણી ! હું તમને પૂછું : તમે તમારા દિલના દીવાનખાનામાં કોની છબી ટાંગી છે ? રામની કે રમાની ? ધર્મની કે ધનની ? વાત્સલ્યની કે વાસનાની ? જવા દો. એ તમે નહિ કહો તોય ચાલશે. પણ એ વાત ચોક્કસ છે કે દિલનું દીવાનખાનું છબી વિના ખાલી તો કદી નહિ જ રહે. તમે વિકાસની છબી નહિ ટાંગો તો વિનાશની છબી એની મેળે ટિંગાઈ જશે. વિનાશની છબી પસંદ ન હોય તો વિકાસની છબી લાવો અને વિકાસની છબી લાવવા માટે વાસના પર વિજય મેળવો ! હવે તો જાગો ! * ૧૨૯ Page #139 -------------------------------------------------------------------------- ________________ સિકંદરના દિલમાં ઊપસેલી વિનાશની ભયંકર છબીને ભૂંસી નાખવાનો વિચાર ઈ.સ. પૂર્વે ૩૨૫માં ઍરિસ્ટોટલને આવેલો. મેસિડોનીઆના મહાન વિજયી સિકંદરે દિગ્વિજય કરવા પ્રયાણ કર્યું અને ભારત ભણી કૂચ આદરી; ત્યારે તેના ગુરુ ઍરિસ્ટોટલે એને જીવનની મહત્તાનું ભાન કરાવવા એની પાસે એક માગણી કરી. 'यदि जो हो सके राजन ! तो जैनी गुरु को ले आना । 'जिनोंने ज्ञानको पाकर गहरे तत्त्वो को जाना । યુદ્ધને અંતે પંજાબથી પાછા ફરતાં સિકંદરે એરિસ્ટોટલે માંગણી કરેલા સાધુની શોધ કરાવી. શોધ કરવા એના સૈનિકો ચારે તરફ ફરી વળ્યા. ઘણી શોધ પછી એક નદીકિનારે બેઠેલા અને આત્મસમાધિમાં ડૂબેલા એક મસ્ત સાધુ મળી આવ્યા. સૈનિકોએ કહ્યું : “મહારાજ ! ચાલો, જલદી કરો. દિગ્વિજયી સિકંદર તમને યાદ કરે છે, તમારું કામ તો થઈ ગયું ! અરે, તમારો ઉદ્ધાર થઈ ગયો, જલદી કરો, જલદી.” તમે વિચાર કરી જુઓ. સિકંદર સંતનો શું ઉદ્ધાર કરવાનો હતો ? પણ આ તો રહ્યા દાસ ! એ તો એમ જ માને કે સિકંદર જેને પ્રેમથી યાદ કરે, તેનું ભાગ્ય ઊઘડી ગયું. તમને પણ અહીંના કોઈ પ્રધાન આ રીતે બોલાવી માનપાન આપે તો ખુશ ખુશ થઈ જાઓને ? અને બધે કહેતા ફરો ને કે, મારે તો પ્રધાન સાથે દોસ્તી છે ! હું આમ કરું ને તેમ કરું, પણ આ તો મસ્ત સાધુ હતા. એરિસ્ટોટલે જાણીને જ આવા સાધુઓને લાવવાની માગણી કરી છે. ઘડીકમાં રીઝે ને ઘડીમાં ખીજે તો તે સંત કેમ કહેવાય ? એ તો મેરુ પર્વતની જેમ અડોલ હોય. મેઘ ગંભીર વાણીમાં સંતે કહ્યું : સિંકદર કોણ છે, તે હું જાણતો નથી. તમે કહો છો કે, એ દિગ્વિજયી છે તો આનંદની વાત છે; પણ મહાન વિજેતાને મારો એક નમ્ર પ્રશ્ન પૂછજો : તમે દિગ્વિજય તો કર્યો પણ ઇન્દ્રિયવિજય કર્યો ? ઇન્દ્રિયોનો વિજય કર્યો હોય તો તમારા ચરણોમાં આવવા હું તૈયાર છું; પણ જો માત્ર જગતને જ જીત્યું હોય, તો મારે આવવાની કંઈ જરૂર નથી.' સિકંદરને આત્મા શું વસ્તુ છે એની ખબર ન હતી. એને તો વિશ્વવિજયની ધૂન લાગી હતી. એ ધૂનમાં જ એ પાગલ બન્યો હતો. આવા ધૂનીને આત્મચિન્તા માટે કે આત્મજાગરિકા માટે સમય ક્યાંથી હોય ? ૧૩૦ : માનવતાનાં મૂલ્ય Page #140 -------------------------------------------------------------------------- ________________ ભૌતિકતાના રંગે રંગાયેલા સિકંદરને સંતે પુછાવેલો પ્રશ્ન સાવ જ નૂતન લાગ્યો. એને તો એમ જ થયું કે, પોતાનું નામ સાંભળી ભલભલા યોદ્ધાઓ પણ ઝૂકી પડે, ત્યાં આ વળી કોણ કે જે સામે થઈ પ્રશ્ન પૂછે છે ? રાજાઓ મળ્યા, મહારાજાઓ મળ્યા, વીર પણ મળ્યા અને ધીર પણ મળ્યા, પણ આવો પડકાર કરનાર તો હજુ સુધી કોઈ નહોતું મળ્યું. પ્રશ્ન કરનારનું કેવું સામર્થ્ય ? અને આનો પ્રશ્ન ? એ તો વળી સાવ જ વિચિત્ર ! અને છતાં કેટલો ઊંડો, ગંભીર ને હૃદયસ્પર્શી ? એટલે એ જાતે જ મુનિ પાસે પહોંચ્યો. મુનિનો પ્રેમાળ ધર્મલાભ સાંભળતાં જ એના હૃદયમાં ભાવનાનું પૂર આવ્યું. “સંત ! આપ મારી સાથે પધારો. અતિ માનથી હું આપને મારા દેશમાં લઈ જઈશ. વિજયયાત્રાના પ્રસ્થાન કાળે મારા ગુરુ ઍરિસ્ટોટલે જૈન સંતને સાથે લાવવાની માંગણી કરી હતી તો આપ પધારો. સુંદર વાહનો, ભવ્ય મહેલો, આનંદથી ઊભરાતાં ઉપવનો, હીરા, માણેક, મોતી... જે જોઈએ તે આપને માટે તૈયાર છે. માત્ર તમે મારી સાથે ચાલો.' | વિજયના ગર્વથી છલકાયેલો યોદ્ધો એક પછી એક શબ્દ ઉચ્ચારવા લાગ્યો. કેટલાક શ્રીમંતો અને સત્તાધીશો એમ જ માને કે પૈસાથી ને સત્તાથી બધું ખરીદી શકાય છે. એમાં સંતો થોડા જ બાકી રહે છે ? એ લોકોની વાત શું કરવા કરીએ ? તમારી જ માન્યતાનો વિચાર કરોને ? તમેય એમ જ માનો છો ને કે ધનથી ધર્મ ને સ્વર્ગ બધું મેળવી શકીશું, માટે ધન ભેગું કરો, આહ! મોહના સામ્રાજ્ય જગત ઉપર કેવો ઘેરો ઘાલ્યો છે ? પણ અહીં તો મુનિએ પોતાનો ધર્મ સમજાવ્યો, ધન, વાહન, વૈભવ, વનિતા વગેરેનો સ્પર્શ પણ ન કરાય, એવી શ્રવણધર્મની મર્યાદા સમજાવી, અને પોતાના ધર્મક્ષેત્ર અને કાર્યક્ષેત્રને છોડી ત્યાં ન આવવાની મક્કમતા જણાવી. પણ સિકંદર જેનું નામ ! એ શેનો માને ? એનો ગર્વ છંછેડાયો. આજ્ઞા આગળ ધર્મ કેવો ને મર્યાદા કેવી ? ધરતીને ધ્રુજાવી નાંખે એવા સત્તાવાહક શબ્દોમાં સિકંદર પ્રગટ્યો. “મહારાજ ! ધર્મ ને મર્યાદા એ તો નિર્બળોનું આશ્વાસન છે. એ ઉપદેશ કોઈ શક્તિહીનને આપજો. અત્યારે હું મર્યાદા અને ધર્મ સાંભળવા નથી આવ્યો. પણ તમને લેવા આવ્યો છું. તમારે આવવું જ પડશે. મારી આજ્ઞાનો અનાદર કે પ્રતીકાર કરનાર રાજાધિરાજ પણ ધૂળમાં મળી ગયા, એ તમે જાણો છો ? તમે મને ના કહેશો તો તમારી શું સ્થિતિ થશે તેનો વિચાર તમે કર્યો છે ?...” હવે તો જાગો ! = ૧૩૧ Page #141 -------------------------------------------------------------------------- ________________ એનો હાથ સોનાના મૂઠાથી ચમકતી તલવાર પર ગયો અને તેજસ્વી તલવાર મ્યાનમાંથી બહાર નીકળી. ચાંદની જેવું શાંત ને મધુર સ્મિત કરી આત્મશ્રદ્ધાથી ઝળહળતા શબ્દોમાં મુનિએ કહ્યું, “સિકંદર, દિગ્વિજયી સિકંદર ! જરા શાંત થાઓ. આ સમરાંગણ નથી, પણ સમતાંગણ છે ! અને તલવાર તો રાજન ! શરીરને છેદે, પણ તમારી સામે તો આત્મા છે, આત્મા શસ્ત્રોથી છેદાતો નથી, પાણીથી ભીંજાતો નથી, પવનથી સુકાતો નથી, ને પ્રચંડ અગ્નિની જ્વાળાઓથી પણ દાઝતો નથી. આત્મા તો અમર છે. નાશ પામે એ તો આ શરીર છે રાજન ? શાશ્વત આત્માને અશાશ્વત તલવાર કઈ રીતે કાપી શકે ?” જીવનમાં કદી નહિ સાંભળેલી સંતની અજેય વાણી સાંભળતાં સિકંદરનું હૃદય આત્માની અલૌકિક દુનિયામાં વિહરવા લાગ્યું. આત્માની પ્રચંડ શક્તિનું ભાન એને થવા લાગ્યું. મૃત્યુના ગુરુ જેવા આ સંતના શબ્દો સાંભળતાં, એના હાથમાંથી તલવાર સરી ગઈ. સમરાંગણના મોરચા પર એણે મરણિયા થઈ ઘુમતા લાખો વીર યોદ્ધા જોયા હતા; પણ મૃત્યુના મંડપમાં પણ આ સંતના મુખ પર અમરતાની જે કાન્તિ ઊપસી આવી, તે તો સાવ જ અલૌકિક હતી. આની સાથે જાણે કોઈનીય સરખામણી ન થાય ! આ શબ્દો ગંભીરતાથી વિચારવા જેવા છે. આવા મરણોપસર્ગના વિષમ સમયે પણ મુનિ કેવો નિર્ભય ઉપદેશ આપે છે ? કારણ કે એમણે ઇન્દ્રિયોના વિષયને જીતી, આત્મસ્વરૂપ જાણ્યું છે. ઇન્દ્રિયોના વિજેતાને મરણ ધ્રુજાવી શકતું નથી, એથી તો મરણ પોતે જ ઘૂજે છે ! મરણનો ભય વધ્યો છે, મરણનું નામ સાંભળીને કંપે છે; કારણ કે અમરતાની વાત ભુલાઈ અને કાયાની માયા વધી. કાયાની મમતાએ માણસને પામર બનાવ્યો છે, સત્ત્વહીન બનાવ્યો છે અને હિંસક ભાવનાથી તરબોળ બનાવ્યો છે. જેણે અમરતાનાં ગીત ગાયાં છે. એ તો વિષમ વિપત્તિમાં પણ નિર્ભય ને વાત્સલ્યભર્યો હોય. ચંડકૌશિક નાગ જ્યારે ચારે બાજુ પોતાની વિષદૃષ્ટિ ફેંકતો હતો અને પ્રાણીઓનો સંહાર કરતો હતો ત્યારે પ્રેમદૃષ્ટિ લઈ પ્રભુ મહાવીર ત્યાં પહોંચ્યા. એમને જોતાં જ વિષધર ધસી આવ્યો. કુંફાડો મારી, પ્રભુના ચરણે જોરથી ડંખ મારી દૂર ભાગ્યો. એના મનમાં એમ જ હતું કે, હમણાં માં કાતિલ ઝેરથી મૂર્શિત થઈ આ માણસ મારા પર ગબડશે પણ ત્યાં તો પ્રભુએ એમની અમીભરી પ્રેમદૃષ્ટિ એ વિષધર પર વર્ષાવી અને બોલ્યા : “ઓ ચંડકૌશિક ! જરા સમજ ! બૂઝ ! તું કોણ હતો, તેનો તો તું વિચાર કર. તું તો એક વખત પવિત્ર સાધુ હતો, પણ ક્રોધ કરવાથી અને ૧૩૨ - માનવતાનાં મૂલ્ય Page #142 -------------------------------------------------------------------------- ________________ પ્રેમની દૃષ્ટિ ખોવાથી તું મરીને સાપ થયો. મૈત્રીની દૃષ્ટિ ખોઈને ઝેરી દૃષ્ટિ કેળવી, એટલે તું સંત મટી સર્પ થયો !'' ભગવાન મહાવીરની પ્રેમના પ્રકાશથી ભરેલી અમરવાણી સાંભળી સર્પને પણ આત્મજ્ઞાન થયું. એણે ઝેરને વમી અમૃતનો માર્ગ લીધો. સર્વ સમર્પણ કરી, અનશન સ્વીકારી, અમરત્વને પામ્યો. “આહ ! પ્રેમનો કેવો પ્રભાવ ! પ્રેમના સામ્રાજ્યમાં કોઈ વૈરી નથી, કોઈ ઝેરી નથી, કોઈ અધમ નથી, કોઈ ઉત્તમ નથી, કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી ! ત્યાં તો કેવળ નિર્ભયતા અને વાત્સલ્યનો પ્રકાશ વિલસે છે ! મુનિએ કહ્યું : સિકંદર ! માનવી મૃત્યુથી ગભરાય છે, કારણ કે એણે ઇન્દ્રિયવિજય કર્યો નથી. જો એણે ઇન્દ્રિયોને જીતી જ હોય તો તે એમ જ કહે : અનન્તના પ્રવેશદ્વારે, મૃત્યુ તો પરિચારિકા, જે જીર્ણ વસ્ત્રો પરહરીને, નવીનને પહેરાવતી; એ મૃત્યુથી કે માનવી ! તું કાં કરે ? તું શાં ડરે ?” મૃત્યુ આવે તો આવવા દો. એ નવાં નવાં વસ્ત્રો પહેરાવનારી સુંદર સેવિકા છે. એને જોઈ ગભરાઓ છો શા માટે ? પણ આ સુંદરી તેને જ નવાં ને સુંદર વસ્ત્રો પહેરાવે છે કે જેણે જીવનમાં કંઈક સારાં કાર્યો કર્યાં હોય, જેણે સંયમ પાળ્યો હોય, પ્રેમની હવા ફેલાવી હોય, વાત્સલ્યનો પ્રકાશ પાથર્યો હોય. એવો માણસ તો મૃત્યુ-કુમારિકાને જોતાં આનંદ પામવાનો, પણ જેણે ઇન્દ્રિયોને જીતી નથી, વેર-ઝેરનો દાવાનળ પ્રગટાવ્યો છે, એવો માણસ તો મૃત્યુનું નામ સાંભળતાં જ કંપી જવાનો ધ્રૂજી ઊઠવાનો ! તમે મરણથી ગભરાઓ છે કે નિર્ભય છો ? જો ગભરાતા હો તો એ ભયનું કારણ શોધી કાઢો. સત્કર્તવ્યોનો અભાવ અને ઇન્દ્રિયગણની સ્વચ્છન્દતા તો મૃત્યુના ભયનું કારણ નથી ને ? એ સિવાય બીજું શું હોઈ શકે ? સંતનાં આ પ્રભાવશાળી વીર વચનો સાંભળી સિકંદર એમના ચરણોમાં ઢળી પડ્યો. એણે કહ્યું, “હવે મને સમજાય છે કે મારા ગુરુએ જૈન સાધુની માગણી કેમ કરી ! મારા અભિમાનને ગાળવા જ એમણે ભલામણ કરી હતી. આત્મા માટે દેહને ફૂલ કરનારા વીરો પણ આ વિશ્વમાં છે એમ આપનાં દર્શન પહેલાં મને કોઈએ કહ્યું હોત તો હું ન માનત. પણ આજ આપનાં દર્શનથી તો એ સત્યની મને ખાત્રી થઈ છે. આપના મિલનથી મને સમજાયું કે જગતને જીતનાર કરતાં પણ ઇન્દ્રિયોને જીતનાર મહાન છે વીર તે જ કહેવાય છે કે, જે વાસનાનો ગુલામ નહિ, શૂરવીર છે ! ધીર ને પણ જે સંતોષનું સંતાન - --- હવે તો જાગો ! * ૧૩૩ Page #143 -------------------------------------------------------------------------- ________________ છે. આપ મને કંઈક એવો સંદેશ આપો, જે લઈ હું મારી માભોમ તરફ જાઉં, અને એ અમર સંદેશ મારા જીવનમાં ઉતારી, એ દિવ્ય સંદેશ મારા દેશબાંધવોને પહોંચાડું !.” જોયું, ત્યાગનો પ્રભાવ કેવો છે ? સિકંદર જેવો ઘમંડી પણ ત્યાગ આગળ ઝૂકી પડ્યો. વિશ્વની એવી કોઈ તાકાત નથી, જે ત્યાગ સામે પડકાર કરે ! સૂર્યનો ઉદય થતાં જેમ અંધકારના ડુંગરા પણ ઓગળી જાય, તેમ ત્યાગનો મહિમા પ્રગટતાં, ભોગીઓ એની આગળ ઓગળી જાય ! અને તેથી જ કોઈનેય નહિ નમનારો અક્કડ સિકંદર નમ્ર બની સંતના ચરણોમાં ઢળી પડ્યો. એના આત્માનાં દ્વાર ઊઘડી ગયાં, અને ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય બન્યો. તમારે પણ ઉપદેશ સાંભળવા માટે આવી નમ્રતા અને જિજ્ઞાસા કેળવવી જોઈએ ને ? નમ્રતા અને જિજ્ઞાસા વિનાના શ્રોતાને ઉપદેશ સંભળાવવો એ તો ઊંધા ઘડા પર પાણી રેડવા જેવું છે, એથી બંનેને નુકસાન થાય. પાણી નિષ્ફળ જાય ને ઘડો ખાલી ને ખાલી રહે. જો કે આ તો વિવક્ષાએ વાત છે, નહિતર વક્તાને તો એકાંતે લાભ જ છે. એ તો એક કલાક નિર્જરા જ કરતો હોય છે. પણ સાધારણ રીતે વ્યાખ્યાનકારે પણ સભાનિરીક્ષણ તો કરવું જ રહ્યું કે – આમાં કોની કેટલી પાત્રતા છે ? પાત્રતાનો પ્રભાવ કોઈ અજબ છે ! પાણી એકનું એક જ છે, પણ પાત્રના ભેદથી પરિણામ જુદું આવે છે, સ્વાતિ નક્ષત્રનું પાણી છીપમાં પડે તો મોતી થાય, ફળદ્રુપ ભૂમિમાં પડે તો સારું અનાજ થાય, ને સર્પના મોંમાં પડે તો ઝેર થાય. पात्राऽपात्रविवेकोऽस्ति, धेनुपन्नगयोरिव ।। तृणात् संजायते क्षीरः, क्षीरात् संजायते विषम् ।। પાત્ર અને અપાત્રનું કેટલું અંતર છે, તે બતાવવા માટે આ એક સુભાષિત જ બસ છે. ગાયને તૃણ-ઘાસ ખવડાવો તો તેનું દૂધ થાય અને સર્પને દૂધ પાઓ તો તેનું હળાહળ ઝેર થાય ! પાત્રનો કેવો પ્રભાવ ! | મુનિએ પણ સિકંદરમાં હવે નમ્રતા અને જિજ્ઞાસા દ્વારા પાત્રતા જોઈ, અને કહ્યું, “તમે જે આપી ન શકો તો તમારે લેવું નહિ... !” મુનિનું આ રહસ્યપૂર્ણ વાક્ય એમને ન સમજાયું, એટલે સિકંદરે કહ્યું : “હું આ મહાવાક્યનો અર્થ સમજી શક્યો નથી એટલે કૃપા કરી આપ મને વિસ્તારથી સમજાવો.” ૧૩૪ ૪ માનવતાનાં મૂલ્ય Page #144 -------------------------------------------------------------------------- ________________ કરુણાપૂર્વક સંતે કહ્યું : રાજન ! કોઈનું લૂંટેલું ધન તમે એને પાછું આપી શકો છો, કોઈનું ઝૂંટવેલું રાજ્ય પણ તમે પાછું અર્પી શકો છો; પણ કોઈના લીધેલા પ્રાણ તમે પાછા આપી શકો ખરા ? જે પ્રાણ દેવાનો અધિકાર તમને નથી તે પ્રાણ લેવાનો અધિકાર પણ તમને નથી. માણસ બધી વસ્તુઓ આપી શકે છે, પણ એ જીવન કોઈનેય આપી શકતો નથી, તો પછી બીજાનાં જીવન યુદ્ધના બહાનાથી લેવાનો હક્ક તમને કોણે આપ્યો... ?” સંતનાં આ વચનો સાંભળી એનો આત્મા નાચી ઊઠ્યો. યુદ્ધવિરામ અને અહિંસાનો મહામંત્ર એને આ વચનોમાં દેખાયો. અને અહિંસક જીવન જીવવાની પ્રતિજ્ઞા લઈ મુનિને પ્રેમ અને બહુમાનથી નમન કરી, એ પોતાના દેશ ભણી ઊપડ્યો. ઍરિસ્ટોટલે સિકંદરને પૂછ્યું : “કેમ, મેં મંગાવેલી વસ્તુ લાવ્યા ? ન લાવી શક્યા ને ? ભાઈ ! મારે એ સંતને અહીં લાવવા નહોતા, પણ મારે તો તમારું ઘેન ઉતારવું હતું. સત્તા ને શ્રીમંતાઈથી જગતની બીજી કોઈ પણ વસ્તુ ખરીદી શકાતી હોય તો પણ, ત્યાગ તો નથી જ ખરીદી શકાતો. સત્તા ને શ્રીમંતાઈ આગળ બીજી કોઈ પણ વસ્તુ પીગળી શકે, પણ ત્યાગ જ એક ઉન્નત અને અણનમ રહી શકે છે. સર્વ વસ્તુને ભય છે, પણ ત્યાગ એક જ અભય છે.' ઍરિસ્ટોટલની આ વાત સાંભળી સિકંદર એમને ભેટી પડ્યો. (૨) धर्मं चरति पण्डितः સંત અને સિકંદરના આ પ્રસંગ દ્વારા ઇંદ્રિયોને જીતે તે શૂર, આ વાત આપણે વિચારી ગયા. હવે આવે છે. પંડિત. પંડિત કોણ ? શાસ્ત્ર ભણે, શ્લોકો પોપટની જેમ બોલી જાય કે ભડભડ સંસ્કૃત બોલવા માંડે એટલા માત્રથી તે પંડિત ન કહેવાય. પંડિત તે જ કહેવાય છે કે જે ધર્મને વિવેકપૂર્વક આચરતો હોય, પોતાની ફરજ જે સમજતો હોય, અને અત્યારે પોતાનું પ્રાપ્ત કર્તવ્ય શું છે, એનો વિચાર કરી, અયોગ્યને છોડી યોગ્યનો આદર કરતો હોય; તે પંડિત કહેવાય. આવો પંડિત આ દુનિયાના ભોગમાં રાચે ખરો ? એ વિલાસનાં સાધનો મેળવી નાચે ખરો ? એ જગતની સંપત્તિમાં નાચે એમ તમે માનો છો ? ત્યારે સાચો પંડિત આ દુનિયાને શું માનેે ? સાચો પંડિત આ દુનિયાને એક વિશાળ મુસાફરખાનું માને. આ મુસાફરખાનામાં રોજ લાખો આવે છે અને લાખો જાય છે. માણસ માને છે; હું કંઈક છું. એ હું-પદના ઘમંડમાં ડોલનારા પણ ધૂળમાં મળી ગયા. જેઓ હવે તો જાગો ! * ૧૩૫ Page #145 -------------------------------------------------------------------------- ________________ એક ફૂંક મારી જગતની રાખ કરી શકતા હતા, એમની રાખ આજે શોધીયે જડતી નથી. જગતના ગમે તેવા સત્તાધીશ કે ધનવાન માણસને પણ આ જગતમાંથી જવાનું છે એ તો નક્કી છે ને ? માણસ મોટો છે, માટે કંઈ મૃત્યુ એની વાટ જોઈને ઊભું રહેવાનું નથી. મૃત્યુની ગાડી તો રાતદિવસ ચાલતી જ જાય છે. અને જે એના ઝપાટામાં આવે, તેને ઉપાડતી જ જાય છે. જગતની ગાડી તો મોટા માણસની શરમને લીધે કદાચ થંભાવી શકાય, પણ આ મૃત્યુની ગાડીને ગમે એવો સત્તાધીશ પણ થંભાવી શકે એમ તમને લાગે છે ? તમારો પૈસો મૃત્યુની ગાડીને એક સેકન્ડ (Second) પણ નહિ રોકી શકે. એમ માથે ડોલાવે નહિ ચાલે. જરા સ્પષ્ટ શબ્દોમાં કહો, તો આ સામાન્ય માણસોને પણ ખબર પડે કે, આ શેઠ આટલા શ્રીમંત હોવા છતાં પણ કહે છે કે, અમારો પૈસો ને અમારી આવડત અમને બચાવશે તો નહિ. પણ એનો સદુપયોગ ન થયો તો અમને ખેંચીને નર્કમાં લઈ જશે. કેમ આ વાત ખરી છે ને ? સુખી માણસોએ તો વળી આ વાત ઉપર ખૂબ વિચાર કરવો જોઈએ. સંસાર એ મુસાફરખાનું છે. અહીં ગમે એટલું ભેગું કરીશું તોય છોડ્યા વિના છૂટકો નથી. હું આ વૈભવને નહીં છોડું તો એ મને છોડશે. હસતાં હસતાં નહિ તજું તો રડતાં રડતાં તજવું પડશે.” બાપડા થઈને છોડવા કરતાં બહાદુર થઈને છોડો ને ! જેથી લોકો પણ તમારી પાછળ એમ કહે કે ખરો ભડનો દીકરો નીકળ્યો. ભોગોએ એને નથી છોડ્યો પણ એણે ભોગોને લાત મારી. ધન્ય છે આના ડહાપણને ! સંસારમાં રહ્યો પણ એમાં ફસાયો નહિ. ધન મળ્યું પણ એમાં મૂંઝાયો નહિ. સંસારને મુસાફરખાનું માની નીકળી ગયો ! રઘુકુલનો ત્યાગ શ્રીરામના વનવાસની વાત તો જગપ્રસિદ્ધ છે ને ? રામાયણનો એ કરુણ છતાં સોહામણો પ્રસંગ વિચારવા જેવો છે. આખી અયોધ્યામાં આનંદની હવા જામી છે. શ્રીરામચંદ્રજીના રાજ્યાભિષેકની તૈયારી ઘણા જ ઉત્સાહપૂર્વક પૌરજનો કરી રહ્યા છે. આ ઉત્સવ એકલા રાજાનો નહિ, પણ પ્રજાનો પણ ખરો. કારણ કે આવા ભલા કુમારના રાજ્યાભિષેકથી પ્રજાને શાન્તિ ને સુખ મળવાનાં છે. એટલે આજની જેમ કેવળ રાજ્યને જ ખર્ચે ઉત્સવો નહોતા થતા, પ્રજાનાં તન, મન અને ધન પણ એમાં મળતાં, એટલે એ ઉત્સવનો આનંદ કોઈ ઓર જ આવતો ! આ સમયે શ્રી રામ શૃંગારગૃહમાં વસ્ત્રાલંકાર પહેરી રહ્યા છે. હાથમાં હીરાથી જડેલો મુગટ લેતાં એ વિચાર કરે છે : આ મુગટના ભારને વહન ૧૩૬ * માનવતાનાં મૂલ્ય Page #146 -------------------------------------------------------------------------- ________________ કરવા હું સમર્થ છું ખરો ? આજ હું નાગરિક છું, આવતી કાલે હું રાજા થઈશ, અને આખી અયોધ્યાની જવાબદારીનો બોજો મારા શિરે આવશે. તો આ વિશાળ જવાબદારીના ભારને ઉપાડવા હું સમર્થ છું ખરો ? રાજ્યાભિષેકના આનંદભર્યા પ્રસંગે, ગંભીર બની શ્રીરામ વિચાર કરે છે, આવા પ્રસંગે પોતાની જવાબદારી ને લાયકાતનો વિચાર કર્યા વિના આજકાલ સત્તાની પડાપડી માટે લોકો જે દોડાદોડ કરે છે, એનું આ ક્લેશમય પરિણામ છે. સૌને સત્તા જોઈએ છે, શક્તિનો કે સંયમનો વિચાર કોઈનેય કરવો નથી. જ્યાં સત્તાની જ ભૂખ જાગે ત્યાં કેવું કારમું પરિણામ આવે, તેનો જ અહીં વિચાર કરવાનો છે. જે સમયે શ્રીરામ પોતાના કર્તવ્યની વિચારણા કરી રહ્યા છે, તે જ પ્રસંગે કેકેથી પોતાના તુચ્છ સ્વાર્થનો વિચાર કરે છે. શ્રી દશરથજી પણ આજે આનંદમાં છે, પોતાના લાયક પુત્રનો રાજ્યાભિષેક થવાનો છે, પોતે આજ દિવસ સુધી ઉપાડેલી રાજ્યધરા પોતાના યોગ્ય ઉત્તરાધિકારીને ખાંધે મુકાય છે. એની ખુશાલીમાં એ મનમાં મલકાય છે. પોતે મુક્ત બને છે અને યોગ્યના હાથમાં રાજ્યનો દોર સોંપાય છે. રાજ્યની દૃષ્ટિએ જીવનનો આ છેલ્લો પ્રસંગ શાત્તિથી પતી જાય, તો પોતે હવે જીવનના ઉત્તરાર્ધમાં પૂર્ણ આત્મસાધના કરી શકે, એમ એ માને છે. શ્રી દશરથજી સુંદર વસ્ત્ર પહેરી મહેલમાંથી બહાર નીકળવા જાય છે, ત્યાં બારણામાં જ કૈકેયી આવી ઊભાં રહ્યાં. આ ચતુર સ્ત્રીએ આજે સોળે શણગાર સજ્યા છે. માણસને મત્ત બનાવી દે એવો એનો શૃંગાર છે. સ્વાર્થની મદિરાથી એની મસ્ત આંખો ઘૂમી રહી છે; સૌંદર્યનું આકર્ષણ વૃદ્ધ ઉપર પણ શું કામ કરે છે તે તમે વિચારી જોજો. જ્ઞાનીઓ કહે છે કે, પ્રલોભનકારી પદાર્થોથી દૂર રહો, એનો મારકણો સ્વભાવ જતો નથી. ઝેર તે ઝેર છે. તે વૃદ્ધનેય મારે ને યુવાનનેય મારે, ભણેલાઓને મારે અને અભણનેય મારે. જે ખાય તે મરે ! ઘણા કહે છે ને, કે અમે તો હવે વૃદ્ધ થયા. અમારી ઇન્દ્રિયો શિથિલ થઈ, હવે અમને વિષયની ભૂખ ન જાગે. અમે તો હવે અનાસક્ત છીએ – પણ હું કહું છું કે, જવા દો એ દંભને ! તમે કેવા અનાસક્ત છો તે જ્ઞાનીઓ અને માનસશાસ્ત્રીઓથી અજાણ્યું નથી. પાંચ ઇન્દ્રિયોના ત્રેવીસ વિષયો અને બસો ને બાવન વિકારોમાં મગ્ન રહેવું અને પછી અનાસક્તિની વાતો કરવી ! કેટલાક વૃદ્ધો માટે કહેવાય છે કે, શારીરિક શિથિલતાને લીધે બાહ્ય હવે તો જાગો ! « ૧૩૭ Page #147 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિએ શાન્ત દેખાતા હોય, પણ સિનેમામાં કે નાટકમાં જાય એટલે નટીઓને જોઈને વેંતવેંત ઊંચા થઈ જાય ! નીરખીને આ બૂઢાઓની અનાસક્તિ ! વૃદ્ધ થવા છતાં વાસના ન જાય તો એ આખા કુળને કુમાર્ગે લઈ જાય. જેમ વાળ ધોળા થતા જાય તેમ હૈયું પણ ધોળું થવું જોઈએ. શ્રી દશરથજી ઉપદેશ સાંભળ્યા પછી પણ વિરાગી બન્યા છે. એમણે પોતાના હૈયાને કેળવ્યું છે, એટલે એ વિચાર કરતા આવે છે, કે હવે રાજ્યનો ભાર ઉતારી હું હળવો બનું, ને સંયમની સાધના કરું એ જ પ્રસંગે બારણામા ઊભેલાં કૈકેયીને જોઈ એમણે પૂછ્યું : કાં બારણામાં કેમ ? આજે તમે ઉદાસ કાં જણાઓ છો ? આજ તો આનંદનો દિવસ છે. જે જોઈએ તે માંગો. આજે કંઈ જ મોઘું નથી.' ત્યારે કૈકેયીએ કહ્યું : ‘શું માગું ? મારે બીજું માંગવાનું શું હોય ? તમારી જેમ મારો ભરત પણ ત્યાગના રંગે રંગાયો છે. મારા હાથમાંથી તો પતિ ને પુત્ર બંને જાય છે, એટલે પુત્રને રોકવાનો માર્ગ એક જ છે. રામને બદલે ભરતનો રાજ્યાભિષેક કરો, અને તમે લગ્નકાળે આપેલું વચન પાળો એ જ પ્રાર્થના.' કૈકેયીનાં વચનો સાંભળતાં શ્રી દશરથજીને પોતાની છાતી પર મોટી શિલા પડી હોય એવો કારમો આઘાત થયો. આનંદ ઊડી ગયો. લોહી થીજી ગયું. એકદમ મૂર્છા આવી ને ધરણી ૫૨ ઢળતાં કહ્યું. “તથાસ્તુ...” મોહનું સામ્રાજ્ય કોઈ અજબ છે. મોહ એ વૈરાગ્યવાસિત હૈયાંઓના બંધને પણ તોડી નાંખે છે. નાવિક સાવધાન ન રહે તો કિનારે આવેલી નૌકાને પણ મોહના મારકણા વાયરા મધદરિયે ખેંચી જાય ! શ્રી દશરથજીની મૂર્છાના દુઃખદ સમાચાર અન્તઃપુરના માણસે શ્રી રામચન્દ્રજીને આપ્યા. આ સમાચાર સાંભળતાં વિનયી શ્રી રામ સ્તબ્ધ બન્યા. આ વખતે શ્રી રામચન્દ્રજીને એક જ વિચાર આવ્યો : ‘મારું કર્તવ્ય શું ? મારો ધર્મ શું ? પુત્ર તરીકેની મારી ફરજ શું ? પિતાજીની ઇચ્છા એ જ મારી ઇચ્છા. પિતાજીના વચનનું પાલન કરવું એ જ સુપુત્રનો ધર્મ ! પિતાના વચનનો ભંગ કરે તે પુત્ર નહિ પણ પથ્થર ! એ સપૂત નહિ પણ કપૂત !' પંડિતાઈભર્યો આ દીર્ઘ વિચાર કરી, એમણે તેજથી ઝળાંહળાં થતો રત્નમુગટ હાથમાંથી નીચે મૂક્યો અને વિચાર કર્યો કે, “હું જ્યાં સુધી અયોધ્યામાં હોઉં, ત્યાં સુધી ભરતનો રાજ્યાભિષેક થાય નહિ, અને એ રાજ્યને સ્વીકારે પણ નહિ. અને એ રાજ્ય ન સ્વીકારે તો પિતાજીના વચનનું પાલન કઈ રીતે થાય ? અને વચનભંગ જેવું બીજું પાપ પણ કયું ? વચનભંગ જેવો ૧૩૮ * માનવતાનાં મૂલ્ય Page #148 -------------------------------------------------------------------------- ________________ બીજો દ્રોહ પણ કયો ? એ વચનભંગના પાપમાં હું નિમિત્ત બને ? એ કદી ન બને. બસ, ત્યારે રાજ્ય છોડી વનમાં જાઉં, અને ભરતનો માર્ગ નિષ્કર્ટક બનાવું. પિતાજીની પ્રતિજ્ઞા અખંડ રહો.” કરુણાદ્રિ વીર માતા શ્રી કૌશલ્યાજીના પવિત્ર આશીર્વાદ લઈ શ્રી રામચંદ્રજી ચાલી નીકળ્યા. આગળ શ્રી રામ, પાછળ પુણ્યવતી શ્રી સીતાજી અને એની પાછળ શ્રી લક્ષ્મણજી - આ ત્રિમૂર્તિને જંગલની વાટે જતી જોઈ અયોધ્યાનાં નરનારીઓ રુદન કરવા લાગ્યાં. આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. આનંદભર્યા સૂરને છેડતી શરણાઈઓ બંધ પડી. શોકનું વાતાવરણ જામતું ગયું. પ્રજાના હૃદયના બંધને તોડી નાખે એવી વિયોગની વાંસળી વાગવા લાગી. પ્રજા શ્રીરામની પાછળ ચાલી નીકળી. ત્યારે શ્રી રામે સૌને પ્રેમથી સમજાવીને પાછા વાળ્યા અને એ વન ભણી ચાલી નીકળ્યા. ધર્મ કોણ આચરી શકે ? પંડિત હોય તે. પંડિત ધર્મનો ને કર્તવ્યનો વિચાર કરે, જ્યારે મૂર્ખ હક્કની માથાકૂટ કરે છે. શું શ્રી રામ ધારત તો રાજ્યના માલિક ન બની શકત ? એ આજના લોકોની જેમ કહેતા કે “ચાલો ચૂંટણી કરો. મતદાન કરાવો. બહુમતી કોને મળે છે ? મને કે ભરતને ? મેં પ્રજાનો પ્રેમ કેટલો સંપાદન કર્યો છે એની મારે કસોટી કરવી છે.” એમ કહી શ્રી રામે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હોત તો ? તો શું થાત ? આજ ચૂંટણીવાળાઓ પ્રત્યે જે નજરથી પ્રજા જુએ છે, એ જ નજરથી શ્રીરામને પણ પ્રજા નીરખત ! બીજી એક વાત વિચારો. શું શ્રી રામ એમ ન કહી શકત કે “આ ડોસાની બુદ્ધિ તો હવે ભ્રષ્ટ થઈ ગઈ છે. એણે શું કરવા બીજી પત્ની કરી ? અને શું કરવા આવું વગર વિચાર્યું વચન આપ્યું ? એણે આપ્યું છે તો એ જાણે. મારા હક્કના રાજને ભરતને આપનાર એ કોણ ? એ બૂઢાના વચનને પાળવા હું કંઈ બંધાયો નથી.” આવી દલીલ કરી હોત તો ? પણ એ જમાનામાં આજના જેવા સ્વાર્થી વકીલો નહોતા. એ જમાનામાં આજના જેટલી હક્કની મારામારી નહોતી. સૌને પોતાના ધર્મની પડી હતી, સૌને પોતાનું કર્તવ્ય યાદ આવતું હતું. શ્રી રામચંદ્રજી તો એક જ વાત સમજતા હતા કે ત્યાગ કરવો એ મારો ધર્મ છે. પિતાના વચનને અભંગ રાખવું એ મારું કર્તવ્ય છે. આ કર્તવ્યનિષ્ઠાની અસર શ્રી સીતાજી પર પણ પડી. અને એટલે જ એમણે પણ પોતાના પતિના કાન ન ભંભેર્યા. એમણે વિચાર્યું : “પતિને પગલે ચાલી નીકળવું એ સતીનો ધર્મ ! પતિના સુખે સુખી અને પતિના દુઃખે દુઃખી હવે તો જાગો ! * ૧૩૯ Page #149 -------------------------------------------------------------------------- ________________ થાય તે સતી ! સતી તરીકે મારે અત્યારે બીજું કંઈ જ ક૨વાનું ન હોય. પતિનો માર્ગ એ જ મારો માર્ગ ! શ્રી લક્ષ્મણજીને થયું : વડીલ ભાઈ વનમાં જાય ને હું અહીં પડ્યો રહું ? એ ઘોર અરણ્યમાં ભાઈ-ભાભીની સેવાનો અપૂર્વ અવસર મને ફરી નહિ મળે ! ગુણિયલ ભાઈનો વિયોગ કેમ વેઠાય ? અને શ્રી લક્ષ્મણજી પણ સાથે ચાલી નીકળ્યા. જોયું ને ? સૌએ પોતપોતાનો ધર્મ કેવો બજાવ્યો ? તમે તમારી દુકાન આ રીતે ભાઈને આપીને ચાલી નીકળો તો તમને તમારી પત્ની શું કહે ? તમારે ઘેર પત્ની તો હશેને ? જો કે તમારો એ સ્વભાવ જોતાં તમે કંઈ આવું અર્પણ કરો એમ લાગતું નથી, છતાં પણ ધારો કે આ ઉપદેશ સાંભળ્યા પછી તમે કંઈક એવું અર્પણ કરી બેસો તો એ સમાચાર સાંભળી તમારી સ્ત્રી પ્રસન્ન થાય કે રાંધેલા રોટલા પણ ચૂલામાં ફેંકી મોઢું ચઢાવી બેસી જાય ? આ પ્રસંગ ચાલે છે ત્યારે સૌએ પોતાના ઘરની સ્થિતિ પણ વિચારવી તો જોઈએ ને ? શ્રી ભરતજી બહારગામ છે. ત્યાંથી તેમને બોલાવવામાં આવે છે. આવીને ભરતજી માતા કૈકેયીને પ્રણામ કરવા જાય છે. પુત્રને આશીર્વાદ આપતાં કૈકેયીએ આનંદથી કહ્યું, “વત્સ ! તારી માતા તારા હિતની કેટલી ચિન્તા કરે છે ! આજની વાત સાંભળતાં તું હર્ષથી નાચી ઊઠવાનો. આજ મેં મારા વરદાનની માંગણી તારા પિતા પાસે કરી લીધી છે. હવે રાજ્યાભિષેક રામનો નહિ, પણ તારો થવાનો.” શ્રી ભરતે કહ્યું, “મા, મા ! તું આ શું બોલે છે ? ઇક્ષ્વાકુ કુળમાં આ સ્વાર્થાંધતા કેવી ? તને હજુ મારામાં અને શ્રીરામમાં ભેદ લાગે છે ? મા, હું માનતો હતો કે તું મારી કલ્યાણકારી માતા છે, પણ આજે મેં જાણ્યું કે તું માતાના વેશમાં પૂર્વનું વેર લેવા આવેલ કોઈ વેરણ છે ! આહ ! આ ઉત્તમ કુળમાં સ્વાર્થ અને સત્તાની દુર્ગંધ કેવી ! મા, તું તારો ધર્મ ચૂકી. સ્વાર્થમાં અંધ બની, તેં મારા જીવનમાં ઝેર રેડ્યું. ધિક્કાર હો સ્વાર્થાંધતાને !'' આટલું કહેતાં કહેતાં તો એ મૂર્છાને પામ્યા. દાસ-દાસીઓ દોડી આવ્યાં. ચંદનનું વિલેપન અને ગુલાબજળનું સિંચન એમના પર કરવા લાગ્યાં. આ પ્રસંગ ચાલે છે ત્યારે, આપણા હૈયાંને પણ જરા તપાસવાની જરૂર છે. આવા સુખદ સમાચાર આજની કોઈ માતાએ આજના કોઈ યુવાનને આપ્યા હોય તો યુવાન શું કહે ? આવી વાત સાંભળી માતાને ઠપકો દેવાની વાત તો દૂર રહી, પણ સાંભળીને જ નાચવા માંડે. હર્ષથી પુલકિત થતો એ કહે, “હેં ! રાજ્ય મને મળશે ?’’ ૧૪૦ * માનવતાનાં મૂલ્ય Page #150 -------------------------------------------------------------------------- ________________ આમ બોલતાં બોલતાં એની ડાગળી જ ચસકી જાય ને ? રાજ્યાભિષેકની વાત દૂર રહે અને ગાંડાઓના દવાખાના ભેગા કરવાની ધમાલમાં ઊતરવું પડે ને ? કારણ કે આજે સૌને સત્તાની લાલસા જાગી છે. એ અન્યનું પડાવીને ભોગવવાની લાલસાવાળાને પહેલાં તો એ મળે નહિ, મળે તો ટકે નહિ અને ટકે તો ભોગવી શકે નહિ. આજ જગતમાં જોશો તો થોડીશી સંપત્તિ માટે સગા ભાઈઓ કોર્ટે ચડે છે. વર્ષો સુધી લડે છે. વકીલો, સોલિસિટરો અને બૅરિસ્ટરોનાં ઘર ભરે છે, પોતે ફના થઈ જાય પણ નમતું જરાય ન આપે ! આનું કારણ એ જ કે સૌ પોતપોતાનો ધર્મ ભૂલ્યા છે. ધર્મને આચરે તે પંડિત અને ધર્મને ચૂકે તે મૂર્ખ, શું ભરતને ભાષાનું નાટક ભજવતાં નહોતું આવડતું ? એ પ્રજાને એમ ન કહી શકત કે, પ્રજાજનો ! હું શ્રી રામચંદ્રજીના વિયોગથી અતિ દુઃખી છું, મારે રાજ્યની કંઈ પડી નથી, પણ શું કરું ? મારી માતાએ આવી ફરજ પાડી છે, એટલે રાજ્યનો આ કાંટાળો મુગટ મારે અનિચ્છાએ પણ વહન કરવો પડે છે !” આવી ભાષાની ભવાઈ શું ભરતજી ન કરી શકત ? અને રાજ્ય ન પચાવી શકત ? પણ ભરતજી ધૂર્ત નહોતા. ધૂર્ત હોય તે જ આવી રમતો રમે ! એક કવિએ કહ્યુ છે : सुख्खं पद्मदलाकारं वाचा चंदनशीलता । हृदयं कर्तरीतुल्यं त्रिविधं धूर्तलक्षणम् ।। દંભીઓ કેવું નાટક ભજવે છે, તે આમાં કહ્યું છે. મોં કેવું ઠાવકું રાખે, તો કહે છે કે સૌમ્ય કમળ જેવું રાખે, અને વાણી તો ચંદનથીય શીતળ; પણ હૃદય ? હૃદય તો કહે છે કે કાતર જોઈ લો કાતર ! જ્યાં જાય ત્યાં ધીમે રહી કાપવાની જ વાત કરે. એકના બે કરે. બેના ચાર કરે અને ચારના આઠ કરે. ભાગલા સિવાય વાત જ નહિ. છતાં મોંથી તો સંપ અને એકતાની જ વાત કરતા હોય ! કોઈ સભામાં તમે ગયા હો તો તમને ખ્યાલ હશે કે સભાના પ્રમુખ કહે , “હું આ ઉચ્ચ સિંહાસન માટે લાયક નથી, પણ તમે મને આ જવાબદારીભર્યું સ્થાન સોંપ્યું છે તો મિત્રોના આગ્રહને હું કેમ નકારી શકું ?' આમ બોલનાર વ્યક્તિને એ સભાના પ્રમુખ ન બનાવ્યો હોય તો, એ સભાનું કેવું દુઃખદ પરિણામ આવે એ માટે કહેવાની જરૂરિયાત ખરી ? તમે જ કહો. તમે તો આવી ઘણી ઘણી સભાઓ જોઈ છે. હવે તો જાગો ! * ૧૪૧ Page #151 -------------------------------------------------------------------------- ________________ જેમ રણસંગ્રામમાં યોદ્ધાની મ્યાનમાંથી ચમકતી તલવાર નીકળે તેમ એના મુખમાંથી પણ તીખી ને તમતમતી ઝેરી વાણી જ નીકળે ને ? વાણીની તલવાર એવી વીંઝે કે સભાના ટુકડેટુકડા થઈ જાય ને ? ઘણી વાર તો આવા દંભીઓ, “મારામાં કંઈ નથી.” એમ કહી જગતને છેતરે છે, અને આડકતરી રીતે એમ સૂચવે છે કે, જે છે તે અમારામાં છે અને અમારામાં જે નથી તે જગતમાં ક્યાંય નથી. પણ ભરતજી આવા ન હતા. એ તો મહાપુરુષ હતા. મૂછ ઊતરી એટલે શ્રી ભરતે પૂછયું : “શ્રી રામ ક્યાં છે ?' ઉત્તર મળ્યો : “એ તો વનમાં ચાલ્યા જાય છે !' આ શબ્દો સાંભળતાં જ એમનું હૃદય ધ્રૂજી ઊઠ્ય, અને શ્રીરામને મળવા, એ અયોધ્યાની ઊભી શેરીએ દોડવા લાગ્યા. ઉઘાડા પગવાળા અને વિખરાયેલા વાળવાળા ભરતને લોકોની આંસુભીની આંખો જોઈ જ રહી. શું એમનો ભાઈ પ્રત્યેનો શુદ્ધ પ્રેમ ! શું એમનો ત્યાગ ! અયોધ્યાની સૂની શેરીઓમાંથી એક જ અવાજ આવતો હતો. આનું નામ ભ્રાતૃભાવ ! સગા ભાઈ ન હોવા છતાં કેવો અદ્દભુત પ્રેમ ! શ્રી ભરત તો શ્રીરામની પાછળ દોડ્યા જ જતા હતા. દૂરથી શ્રી ભરતને જોતાં જ શ્રીરામનું હૃદય ભરાઈ આવ્યું. વાર્તા જ મૃન ગુમાર તે એનું નામ. કર્તવ્યને પંથે કઠોર રીતે ચાલનાર કૃતનિશ્ચયવાળા શ્રી રામનું હૃદય ભાઈના સ્નેહ આગળ મીણ જેવું બની ગયું. ભરતે પોતાનું માથું જેવું શ્રીરામના ચરણે મૂક્યું. તે જ પળે શ્રીરામ ભરતને ઊંચકીને હૈયેહૈયુ દળાય એ રીતે ભેટી પડ્યા. બંને ભાઈઓની આંખોમાંથી આંસુનાં ઝરણાં વહેવા લાગ્યાં. બંને દિલોમાં એકબીજા માટે અદ્દભુત લાગણીઓ છલકાતી હતી. આ પવિત્ર ઊર્મિઓના સાગરને ઝીલવા તો સમર્થ કવિનું પાત્ર પણ નાનું પડે. એ મિલનમાં કેવા ભાવનાના તરંગો ઊછળે ! અરસપરસ એમ જ થાય કે, અમે એકબીજામાં સમાઈ જઈએ. આ પ્રેમભીના દશ્યને જોનાર શ્રી લક્ષ્મણ અને શ્રી સીતાજીની આંખો પણ ધન્ય બની હશે ને ? શ્રી લક્ષ્મણજી મનમાં એમ બોલ્યા હશે : જાઓ મૈયા, પ્યારે ભૈયા, રહેગા નામ તુમ્હારા, જબ તક ચમકે ચાંદ સિતારે, ચમકે નામ તુમ્હારા.” કહો, તમે જ કહો, બંધુઓ ! આ વિરલ દશ્યને જોતાં માતા ધરતીને કેટલો આનંદ થયો હશે ? આ ઘરડી ધરતી માતાના હૈયામાં પોતાના કુપાત્ર સંતાનોના વેરઝેરના કેટકેટલા દાવાનળો બળતા હશે, એમાં આ વાત્સલ્યભીના ૧૪૨ ૪ માનવતાનાં મૂલ્ય Page #152 -------------------------------------------------------------------------- ________________ દયે માતા ધરતીને કેવી અપૂર્વ શાન્તિ આપી હશે ? કહો ધરતી ત્યારે કેવી હરિયાળી ને નવપલ્લવિત બની હશે ? ભાઈભાઈ વચ્ચેના વાત્સલ્યનો આ આનંદકટોરો પીને તો આ વૃદ્ધ ધરતી પણ ત્યારે નવયૌવના બની ગઈ હશે ના? એને પણ એમ થયું હશે કે, ના, ના, મારા બધા સંતાનો કુપાત્ર નથી, આવા સુપાત્ર પણ છે ! આંખનાં આંસુ લૂછીને શ્રી ભરતે કહ્યું : “બંધો ! આપ આ શું કરો છો ? મને અહીં એકલો મુકી આપ વનમાં જશો ? તમારા વિયોગે હું કઈ રીતે રહી શકીશ ? આપ વનમાં તડકામાં ભમતા હો ત્યારે હું મહેલની શીળી છાયામાં આનંદ કરું ? આપ જંગલમાં સૂકાં ફળફૂલ પર આજીવિકા ચલાવતા હો ત્યારે હું ઉત્તમ રસવાળાં ભોજન કરું ? આપ જમીન અને ઘાસ પર આળોટતા હો ત્યારે હું પલંગમાં અને શય્યામાં પોઢે ? ભાઈ, ઓ પ્યારા ભાઈ ! આવું કદી બન્યું છે ? શું તમે મને આટલો હલકો માન્યો ? શું તમને મને રાજ્યનો લોભી માન્યો ? ભાઈ, તમારા વિના આ અયોધ્યાનું તો શું પણ ત્રણ ભુવનનું રાજ્ય મળે તો પણ હું એને તુચ્છ માનું !” ભરતજી થોભ્યા અને વળી આગળ બોલ્યા : મારું મન તો સંયમના રંગે રંગાયું છે, આ રાજ્યના કીચડમાં મને કાં નાંખો ? કૃપા કરી આપ અયોધ્યામાં પધારો અને મને મારા માર્ગે જવાની અનુજ્ઞા આપો !” એ પછી શ્રીરામે એમને ઘણી રીતે સમજાવ્યા પણ એ ન માન્યા. એ વખતે શ્રીરામના હૈયામાં કર્તવ્ય અને લાગણીઓનું કંઠ યુદ્ધ જામ્યું હતું. એક બાજુ ભાઈનો નિર્મળ પ્રેમ, માતાની મીઠી મમતા, સ્નેહીઓની લાગણીભરી હૂંફ – આ સૌ ખેંચી રહ્યાં હતાં. બીજી બાજુ કર્તવ્યનો કઠોર પંથ હતો. પ્રેમ, મમતા અને લાગણીઓ...સૌને કચડી કર્તવ્યના કઠોર પંથે જવાનું હતું. શ્રીરામ સમજતા હતા કે આજ હું પોતે જ જે કર્તવ્યનો પાઠ નહિ ભણું તો પછી ભવિષ્યમાં મારા કુટુંબીઓને કર્તવ્યનો પાઠ કઈ રીતે ભણાવી શકીશ? મમતાથી આર્દ્ર બનેલા હૈયા પર કુમળી લાગણીઓનાં બાણોની અસર તીવ્ર થાય છે, પણ જેણે કર્તવ્યને બખ્તર પહેર્યું હોય છે, એ તો આવા આકરા ઘા પણ મમતાથી સહી લે છે, અને કર્તવ્યને પંથે આગળ વધે છે. પણ જે અસમર્થ છે એ તો કુમળી લાગણીઓમાં ખેંચી જાય છે, અને એમાં જ અટવાઈ પડે છે. કર્તવ્યને કઠોર બની સ્વીકારે છે, તેનો વિકાસ થાય છે, અને જે તરંગોમાં તણાય છે, તેનો વિનાશ થાય છે ! હવે તો જાગો ! * ૧૪૩ Page #153 -------------------------------------------------------------------------- ________________ શ્રી રામે કર્તવ્યનો કઠોર પંથ સ્વીકારતાં કહ્યું : ‘ભાઈ, વહાલા ભરત ! તારાથી વિખૂટા પડતાં મને કેટલું દુ:ખ થાય છે, એ હું અત્યારે નહિ વર્ણવું. હું તો તને અત્યારે કઠોર બની આજ્ઞા કરું છું. નાના ભાઈએ મોટા ભાઈની યોગ્ય આજ્ઞા માનવી જોઈએ, આ રઘુકુળની મર્યાદા છે. તો હું આજ્ઞા કરું છું કે પિતાજીના વચનને અખંડ રાખવા માટે તારે આ માર્ગ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. હું પાછો ન આવું ત્યાં સુધી, મારી ગેરહાજરીમાં, તારે અયોધ્યાનું સિંહાસન સાચવવું અને રાજ્યધુરાને તારે વહન કરવી, એ મારી આજ્ઞા છે.' આટલું બોલતાં બોલતાં તો શ્રી રામના હૈયાના બંધ તૂટી રહ્યા હતા. એમનો આંખના ખૂણાઓમાં બે આંસુ છલકાયાં અને શ્રી ભરતના મસ્તક ઉપર પડ્યાં. વનભણી જવા ડગલાં ઉપાડતા શ્રી રામનાં ચરણોમાં માથું મૂકી શ્રી ભરતે કરુણ સ્વરે કહ્યું, “ભાઈ, પ્યારા ભાઈ ! રઘુકુળની મર્યાદા જાણું છું અને આજ્ઞા ગુરુબામત ધનીયા એ નીતિવચનને હું જાણું છું. પણ સ્નેહને અધીન બનેલું હૈયું કાબૂમાં રહેતું નથી.” માનવીના મનનું માપ આવા પ્રસંગે જ નીકળે છે. વાતોમાં તો ઘણા ભાઈ પોતાના ભાઈઓ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરતા હોય છે, પણ જ્યારે ત્યાગનો આવો કોઈક વિષમ પ્રસંગ આવે છે ત્યારે એના ભ્રાતૃપ્રેમની કસોટી થાય છે. હમણાં અહીં ટીપ કરીએ અને એમાં માત્ર રૂપિયા નોંધાવવાના જ હોય અને ભરવાના ન હોય તો ટીપ કેટલે પહોંચે ? લાખ, ક્રોડ કે અબજ કંઈ માપ ૨હે ખરું ? કારણ કે રૂપિયા લખાવવામાં કોણ કંજૂસ બને ? ભરવાના હોય તો ચિંતા છે ને ? તેમ ભ્રાતૃભાવ, વિશ્વવાત્સલ્ય, નિર્દોષ પ્રેમ વગેરે શબ્દો વાપરવા સહેલા છે, પણ જ્યારે કસોટી ૫૨ ચડે છે, ત્યારે જ એની કિમ્મત થાય છે. આજે શબ્દો સોંઘા બન્યા છે, કર્તવ્ય મોંઘું બન્યું છે; કર્તવ્યનો દીવડો પ્રગટશે તો જ પ્રકાશ મળશે. કર્તવ્ય વિનાનાં ભાષણોથી તો છે એના કરતાં અધારું વધશે, એમ આજના યુગનાં આંદોલનો પરથી લાગે છે. હૃદયના ઊંડાણમાં કોતરાઈ જાય એવી ગંભીર વાણીથી શ્રીરામે કહ્યું : “ભાઈ ! હું જાણું છું કે પ્રેમ બળવાન છે. પણ એ તું કેમ ભૂલી જાય છે કે પ્રેમ કરતાં પણ કર્તવ્ય મહાન છે ! કર્તવ્યની વેદી પર પ્રેમનું બલિદાન આપવું એમાં જ માનવની મહત્તા છે. ધર્મસમર મેં કભી ભૂલ કર, ધૈર્ય નહીં ખોના હોગા, વજપ્રહાર ભલે શિર પર હો, કિન્તુ નહીં રોના હોગા.' ૧૪૪ : માનવતાનાં મૂલ્ય Page #154 -------------------------------------------------------------------------- ________________ “માટે કહું છું કે શોક કર્યા વિના કર્તવ્યના પંથે લાગી જા.” આ વચનો સાંભળતાં શ્રી ભરતથી ન રહેવાયું. એમનો આત્મા મમતાથી દ્રવી ઊઠ્યો. એમણે કહ્યું, “ભાઈ ! આ વાત હું જાણું છું પણ માનવીનું મન એ નિર્મળતાના પરમાણુઓથી ઘડાયેલું છે. એટલે કોકવાર એ દ્રવી જાય છે, છતાં હું આપની આજ્ઞા શિરોવંદ્ય ગણું છું. આપ મને રાજ્યધુરા વહન કરવાની આજ્ઞા કરો છો તો હું પણ પ્રતિજ્ઞા કરું છું કે આ અયોધ્યાના મહાન સિંહાસન પર હું નહિ બેસું : પણ શ્રીરામની પવિત્ર પાદુકાઓ બિરાજશે. રાજ્યાભિષેક ભારતનો નહિ, પણ શ્રીરામના ચરણની ચાખડીઓનો થશે. આજથી ભારત એક રાજા તરીકે નહિ, પણ શ્રી રામના ચરણોની પાદુકાઓની આજ્ઞા ઉઠાવનાર સેવક તરીકે રહેશે.” એમ કહી આંસુ નીતરતી આંખે શ્રી ભરતે શ્રી રામના પગની ચાખડીઓ ખેંચી લીધી. (અહીં સભામાં તાળીઓના ગડગડાટ થતાં પ્રવચનકારે કહ્યું, તમે શાંત થાઓ. તાળીઓ ન પાડો. શાંતિથી સાંભળો. આ તો તમને લાગણીઓનો ઉછાળો આવ્યો છે, એટલે તમે તમારો હર્ષ વ્યક્ત કરો છો. આ પ્રસંગ ઉપર તો તમારે તાળીઓ પાડવા કરતાં, ઊંડો વિચાર કરવાની જરૂર છે. આપણા જીવનમાં આવો ભ્રાતૃભાવ અને સાચો ત્યાગ આવી જાય તો આજ સંસાર જે સળગતો લાગે છે એને બદલે એ સ્વર્ગનું નંદનવન બની જાય. કલહના અંગારા ઝરતા આ સંસારમાં પ્રેમધર્મનાં આવાં સુધાબિંદુઓ વર્ષવા માંડે તો સંસાર કેવો મધુર અને ભવ્ય લાગે ? પણ વિષય અને સત્તાના કીડાઓએ આ સંસારમાં અર્થ અને કામના અંગારા ભરીને આ સંસારને દાવાનળ જેવો બનાવી દીધો છે. જીવનદ્રષ્ટાઓ કહે છે કે તમે આ સંસારમાં નંદનવન જોવા ઇચ્છતા હો તો આ સંસારને એક મુસાફરખાનું સમજીને જીવો. રહો ત્યાં સુધી તો સૌ મૈત્રી ને પ્રેમભર્યા સંબંધોથી રહો અને જવાની પળ આવે તો ગભરાઓ નહિ, અને મૃત્યુને પણ કહો – “દોસ્ત ! કંઈ જ વાંધો નથી. હું તૈયાર જ છું. ચાલો, હવે વિલંબ કરવાની કંઈ જ જરૂર નથી.” બોલો, મૃત્યુ માટેની આવી તૈયારી છે ? નથી. કારણ ? કારણ કે માણસ જીવનનો ધર્મ સમજ્યો નથી. ધર્મ સમજ્યો હોય તો એ કહે કે, મરણ એ તો પ્રકૃતિ છે, અને જન્મ એ જ વિકૃતિ છે. મૃત્યુ કે જે પ્રકૃતિ છે, સ્વભાવ છે, એથી ગભરાવું શા માટે ? જે અનિવાર્ય છે તેથી ડરે શું વળે ? મૃત્યુ હવે તો જાગો ! * ૧૪૫ Page #155 -------------------------------------------------------------------------- ________________ ન જોઈતું હોય તો જન્મને અટકાવો. અને જન્મને અટકાવવા માટે જીવનનો ધર્મ સમજો. જે માણસ મનુષ્ય બનવા છતાં પોતાનો ધર્મ સમજતો નથી તે કેવો કહેવાય ? સભામાંથી અવાજ આવ્યો: “પશુ જેવો.'' અને પશુમાંય ભયંકર સિંહ જેવો જ કહો ને ! સિંહ સાથે માણસની સરખામણી કરું તો તમે બહાર જઈને મારે માટે શું કહો ? કહોને કે માણસ જેવા માણસને જંગલી સિંહ સાથે સરખાવ્યો. પણ ગમે તે કહો તેનો મને વાંધો નથી. આજ તો હું તમારે જ મોઢે કબૂલ કરાવવાનો છું કે ધર્મને ભૂલે તો માણસ સિંહ જેવો ક્રૂર ખરો કે નહિ ? માણસે સિંહને ત્રણ હલકાં વિશેષણો આપ્યાં : જંગલી, હિંસક અને ક્રૂર. અને એના જ પ્રતિસ્પર્ધી ત્રણ શ્રેષ્ઠ વિશેષણો પોતાની જાત માટે વાપર્યાં છે. : શહેરી, અહિંસક અને સૌમ્ય. પણ આ વિશેષણો કોના માટે કેટલાં સાર્થક છે, એનો વિચાર તો કરવો જ રહ્યો ને ? સિંહ શિકાર ક્યારે કરે ? ભૂખ્યો થાય ત્યારે. ભૂખ ન હોય તો એ કોઈનોય શિકાર ન કરે. એની બાજુમાં થઈને એક નાનું બાળક પસાર થાય તોય એની સામે એ મીટ પણ ન માંડે, કારણ કે એનું પેટ ભરેલું છે. પેટ ભરેલું હોય તો વ્યર્થ શિકાર શા માટે કરે ? કારણ કે એને સંગ્રહ કરવાની જરૂર નથી. હવે તમે સિંહની સામે મનુષ્યને મૂકો, અને મનુષ્યનો વિચાર કરો. મનુષ્ય શિકાર ક્યારે કરે ? ભૂખ્યો હોય તો જ એ શિકાર કરે કે પેટ ભરેલું હોય તોયે એ જગતને લૂંટ્યા જ કરે ? આજે લોકોને નિચોવનારા, કાળાબજાર કરનારા, વસ્તુઓનો અપરિમિત સંગ્રહ કરનારાં, બજારને ઊંચો-નીચો કરનારા શું બધા ભૂખ્યા છે ? લોકોને ચૂસી કરોડોના માલિક બન્યા છતાં લૂંટ અટકતી નથી. જેમ ધન વધતું જાય તેમ શિકારી વૃત્તિ વિકસતી જાય. આનું કારણ શું ? કારણ કે, માણસને પેટ નથી ભરવું, પણ મોટા પટારા ભરવા છે. છતાં આપણે કહીએ છીએ કે માણસ શહેરી છે અને સિંહ જંગલી છે ! સંતોષમાં મગ્ન રહેનારો સિંહ જંગલી ગણાય અને અસંતોષથી જગતને લૂંટનાર માણસ શહેરી ગણાય ? હવે બીજી વાત ૫૨ આવો, સિંહ શિકાર ક્યારે કરે ? જ્યારે ખૂબ ભૂખ લાગી હોય ત્યારે પણ એ શિકાર કોનો કરે ? નાનકડા ઊંદર કે સસલાનો ૧૪૬ * માનવતાનાં મૂલ્ય Page #156 -------------------------------------------------------------------------- ________________ એ શિકાર કરે એમ માનો છો ? ના, ના. એ નાના ક્ષુદ્ર પ્રાણીઓનો શિકાર કદી ન કરે. એ પોતાના સોડિયા હોય એવાં પ્રાણીઓનો જ શિકાર કરે. મદોન્મત્ત હાથી કે એવાં મોટાં પ્રાણીઓને જ પકડે. હવે, મનુષ્ય કોનો શિકાર કરે ? શું પોતાના જેવા સમૃદ્ધ માણસને એ છેતરી શકે ખરો ? એ તો કોઈ ભોળા નિર્દોષ અને ઓછું ભણેલાને છેતરવાનો. પોતાથી મોટા માણસનો શિકાર કરવા જાય તો એના દાંત ખાટા થઈ જાય ! એવા મોટાના તેજમાં તો માણસ પતંગિયું થઈને પડતો હોય છે. એવાનો શિકાર કરવા જાય તો એ પોતે જ એનો શિકાર થઈ જાય. માણસ તો પોતાનાથી જે ઊતરતો હોય, એને જ શીશામાં ઉતારવાનો અને ભોળાને છેતરી મનમાં મલકાવાનો, છતાં આશ્ચર્ય તો જુઓ માણસ અહિંસક અને સિંહ હિંસક. હલકા જંતુ પર ત્રાપ નહિ મારનારો સિંહ ભયંકર ગણાય અને નાના નાના માણસોને જ છેતરવામાં બહાદુરી માનનારો માણસ દયાળુ ગણાય. હવે ત્રીજી વાત. સિંહ શિકાર ક્યારે કરે, એ જાણ્યું, શિકાર કોનો કરે, એ પણ જાણ્યું, હવે શિકાર કઈ રીતે કરે, એ વિચારીએ. સિંહ અણધાર્યો કોઈનાય પર ન ત્રાટકે. ત્યારે એ કઈ રીતે ત્રાટકે ? પહેલાં એ ગર્જના કરે, ત્રાડ નાખે, પૂછડું પછાડે, સામાને ચેતવણી આપે, અને સાવધાન કરી પછી એ ત્રાટકે ! જ્યારે માણસ, સામા માણસને છેતરતો હોય ત્યારે ચેતવણી આપે ખરો ? એ ઘરાકને એમ કહે ખરો કે, “અમારે ત્યાં અસત્ય બોલાય છે, નવો માલ બતાવી જૂનો માલ અપાય છે. કાળબજાર કરાય છે. અમારે ત્યાં આવનારે સાવધાન થઈને આવવાની જરૂ૨ છે.” એમ કહેનારો વેપારી તમને કોઈ મળ્યો ? જો કે નહિ હોય એમ ન કહેવાય. પણ હોય તો એવા કેટલા ? એવો કોઈ આ સભામાં છે ખરો ? નથી. ત્યારે વેપારી પોતાની દુકાન પર શું રાખે છે ? પ્રમાણિકતાનાં પાટિયાં, સંત-મહાત્માઓના ફોટા, મહાન નેતાઓની છબીઓ આ બધું શા માટે ? અહિંસામાં જરાય ન માનતો હોય, અહિંસાના એક પણ સિદ્ધાન્તને ન પાળતો હોવા છતાં ખાદી પહેરીને ફરતો હોય છે, આ બધું શા માટે ? લોકોના દિલ પર પ્રમાણિકતાની છાપ બેસાડવા માટે ને ? અને પ્રમાણિકતાની છાપ પડ્યા પછી માણસ, માણસની સાથે વાતો કરતો હોય ત્યારે મોઢામાંથી સાકર ઝરતી હોય એવું બોલતો હોય છે. માદકતાની એવી ભૂરકી છાંટે કે સામો માણસ એ વાણીના ઘેનમાંથી જાગી જ ન શકે. માણસ પોતાના ઘરાકને સમજાવતાં શું કહે છે ? ‘અરે ભાઈ ! હું તે હવે તો જાગો ! * ૧૪૭ Page #157 -------------------------------------------------------------------------- ________________ જૂઠું બોલું ખરો ? ભાઈ, જૂઠું બોલીને કેટલા ભવ કાઢવા છે ? આપણે તો સાચું બોલીએ, એક જ ભાવ, અને હું ખોટું કહેતો હોઉં તો ભાઈના ગળાના સમ !” એમ કહી ઘરાકના ગળે હાથ નાખે, પણ એને ક્યાં ખબર છે કે ભાઈ મરી જાય તો આ ભાઈને તો નહાવા-નિચોવવાનુંય નથી. એને તો માત્ર ધંધાદારી સમ જ ખાવા છે ને ? આ રીતે માણસ મનમાં કંઈક ઘાટ ઘડતો હોય, વચનમાં વળી કંઈ જુદું બોલતો હોય, અને કાયાથી વળી ત્રીજું કરતો હોય, છતાં દંભ કરનાર માણસ સૌમ્ય ગણાય અને ચેતવણી આપી શિકાર કરનારો સિંહ ક્રૂર ગણાય ! આ સરખામણી કરીને હું શું કહેવા માગું છે, એ તમારા ધ્યાનમાં આવ્યું જ હશે. હું આખી માનવજાતને સિંહ સાથે નથી સરખાવતો, પણ જે ધર્મ ભૂલ્યા છે, એવાઓની આ વાત છે. જે પોતાના ધર્મને સમજે છે, જેમને પોતાના કર્તવ્યનું ભાન છે, તે તો માનવકોટિમાં દેવ છે. પણ જે ધર્મને ભૂલે છે, કર્તવ્યને યાદ કરતા નથી, વિવેકને છોડે છે, તે તો આ સિંહ કરતાં કોઈ રીતે શ્રેષ્ઠ નથી જ. ભલે એ શહેરી, અહિંસક કે સૌમ્ય કહેવાતા હોય. વિશેષણોની મહત્તા નથી પણ વિશેષણોને અનુરૂપ જીવન જીવનારની જ મહત્તા છે. આમ જુઓ, આ ઘડિયાળ ટકોરા મારીને કહી રહી છે કે – સમય થઈ ગયો છે, એટલે હું આજના પ્રવચનનો ઉપસંહાર કરું છું. આજના પ્રવચનમાં આપણે માનવતાનાં ચાર સોપાનમાંથી બે સોપાનનો વિચાર ઘણા જ વિસ્તારથી કરી ગયા. પહેલું સોપાન તે ઇન્દ્રિયવિજય. ઇન્દ્રિયોને જીતનાર તે શૂર. અને શૂર બને છે, તે બીજા સોપાન પર ચઢી પંડિત બને. પંડિત વાતોડિયો ન હોય પણ ધર્મનું આચરણ કરનારો હોય. મીઠાઈઓ ગણાવવા કરતાં એક સૂકા રોટલાને પીરસવામાં માનનારો હોય તે પંડિત ! પંડિત વાણીવિલાસમાં ન માને પણ આચરણને માને ! માનવતાનું ત્રીજું સોપાન તે વક્તા. સત્યથી પવિત્ર થયેલી વાણીને વદે તે વક્તા. ચોથું સોપાન તે દાતા. દાતા કોણ ? પ્રાણીના હિતને ચિત્તવતો હોય, જીવ માત્રના કલ્યાણમાં જેનું મન રમતું હોય અને અભયદાનને આપતો હોય તે દાતા. ઇન્દ્રિયો પર કાબૂ મેળવો, મનોમલને દૂર કરો, ધર્મનું આચરણ કરો અને આ સંસારમાં માનવતાની સૌરભ મહેકાવો એ જ શુભેચ્છા. ૧૪૮ કે માનવતાનાં મૂલ્ય Page #158 -------------------------------------------------------------------------- ________________ (3) સત્ય ગિરિરાજના કોઈ ઉન્નત શિખર ઉપર ચઢવું હોય તો એકદમ કૂદકો મારી ઉપર ન જવાય પણ ક્રમે ક્રમે સોપાન દ્વારા ઉપર પહોંચાય, તેમ માનવતાના ઉન્નત શિખરે પહોંચવા માટે પણ જ્ઞાનીઓએ ચાર સોપાન નક્કી કર્યાં છે : શૂર, પંડિત, વક્તા ને દાતા. જેનામાં શૌર્ય હોય તે શૂર, જેનામાં પાંડિત્ય હોય તે પંડિત, જેનામાં વક્તૃત્વ હોય કે વક્તા, જેનામાં દાતૃત્વ હોય તે દાતા. ગયા પ્રવચનમાં વિચારી ગયા કે રણમાં જીતે તે શૂર નહિ, પણ ઇન્દ્રિયોને જીતે તે શૂર. શાસ્ત્રો ભણી જાય તે પંડિત નહિ, પણ ધર્મને આચરે તે પંડિત. તેવી જ રીતે વાણીવિલાસ કરનારો એ વક્તા નહિ પણ સત્યને ઉચ્ચારે તે વક્તા. Padlock ઇંગ્લૅન્ડમાં એક સંસ્થા છે. સત્યના સિદ્ધાન્તની સભા Society. આ મંડળમાં ઉમરાવ કુટુંબથી માંડીને ગરીબ કુળમાં જન્મેલો માણસ પણ સભ્ય થઈ શકે છે. એ મંડળની વિશેષતા એ છે કે એના નિયમોને નહિ પાળનાર વડાપ્રધાનને પણ માન ન મળે, જ્યારે એના નિયમોને પાળનાર એક સામાન્ય વ્યક્તિને પણ માન મળે, એવું એનું બંધારણ છે, અને એના બંધારણીય સિદ્ધાન્તો અનુસાર જે વર્તે તે જ એનો સભ્ય ગણાય. આ મંડળના સભ્યો તો મુઠ્ઠીભર જ છે, પણ જે છે તે પૂરેપૂરા કસાયેલા છે. એમાં દાખલ થનારે આટલી પ્રાથમિક વિધિ કરવાની હોય છે. ત્યાં એક ચાંદીનું તાળું ને સોનાની કૂંચી છે. સભ્ય થનારે એ તાળાને ત્રણવાર ઉઘાડવાનું ને ત્રણ વાર બંધ કરવાનું હોય છે. આ રીત આપણને કેટલી વિચિત્ર લાગે ? પણ આપણે જો ઊંડા ઊતરીશું તો આપણને ખબર પડશે કે આ ઉઘાડ-વાસ કરવાની પાછળ કેવો ભવ્ય ઉદ્દેશ છે ! તાળું વાસનારો આવો સંકલ્પ કરે છે : આજથી હું મનથી કોઈનુંય બૂરું ચિત્તવવાનું બંધ કરું છું, વચનથી કોઈનુંય ખરાબ બોલવાનું બંધ કરું છું, ને કાયાથી કોઈનુંય ખરાબ નહિ કરવાની પ્રતિજ્ઞા લઉં છું. ચાંદીના તાળાને સોનાની ચાવીથી બંધ કરું છું. એટલે ચાંદી જેવા ઉજ્જ્વળ મુખને હું પ્રતિજ્ઞાની સુવર્ણકૂંચીથી બંધ કરું છું. આ મુખરૂપી તાળું ત્યારે જ ઊઘડશે કે જ્યારે આમાંથી સત્યની કે પ્રશંસાની વાણી ટપકશે. અસત્ કે નિંદા માટે તો આ મુખ હવે પછી બંધ છે. મારાં નયન સત્યને જોશે, અસત્યને નહિ. મારા કાન સત્યને - હવે તો જાગો ! * ૧૪૯ Page #159 -------------------------------------------------------------------------- ________________ સાંભળશે, અસત્યને નહિ. મારી જીભ સત્યને ટપકાવશે, અસત્યને નહિ ! મનથી, વચનથી, કાયાથી કોઈનું ભલું થશે તો કરીશ; ભલું ન થાય તો કંઈ નહિ; પણ કોઈનું બૂરું તો નહિ જ કરું. આ જ વાતને ભારતના તેજસ્વી સંતો હજારો વર્ષથી પોતાના જીવન દ્વારા કહેતા આવ્યા છે. ‘વચન-રતન મુખ કોટડી, ચૂપ કર દીજે તાળ; ઘરાક હોય તો બોલીએ, વાણી વચન રસાળ.' વચન એ તો રત્ન છે. મુખ એ આ મહામૂલાં રત્નોને રાખવાની તિજોરી છે. રત્ન કંઈ જેમ તેમ અને જ્યાં ત્યાં રખાય ? એ તો બંધ તિજોરીમાં જ શોભે. પણ તિજોરી સદાકાળ કંઈ બંધ રખાય ? ઘરાક આવે, કોઈ ખરીદનાર આવે, કોઈ સારો પારખું આવે તો તિજોરી ખોલવી જ પડે. પણ ખોલ્યા પછી તો એ રત્નો એવી રીતે સચ્ચાઈથી બતાવવાં કે જોનાર ડોલી ઊઠે, એ વચનરત્નમાં પ્રિયતાના પાસા હોય, હિતચિંતનનો આકાર હોય, સત્યનાં પ્રકાશિત કિરણો હોય, તો જોનાર પણ વાહવાહ પોકારી જાય ! હું કહું છું કે સત્ય, તથ્ય ને પથ્યથી ભરેલું આપણું વચન હોય તો, એની આગળ કોહિનૂર હીરો પણ કંઈ જ વિસાતમાં નથી ! ઘણા વખત પહેલાં આગમ-સાહિત્યમાં વાણીના આઠ ગુણો મેં વાંચ્યા હતા. મને થયું કે આ આઠ ગુણોથી યુક્ત આપણાં વચન હોય, તો તો આ સંસારમાંય શાન્તિનું સ્વર્ગ ઊભું થાય ! તે આઠ ગુણને હું આપની આગળ મૂકું છું. વાણીનો પહેલો ગુણ તે મધુરમ્. આપણું બોલવું એવું હોવું જોઈએ કે જેમાંથી મધુરતા ટપકે, મીઠાશ ઝરે, વાણીમાંથી સૌંદર્ય નીતરે. સાંભળનારના કાન પણ એ પ્રિય વચન ફરી ફરી સાંભળવા તલસે. વાત એકની એક જ હોય. પણ એક માણસ એવી મીઠાશથી રજૂ કરે કે સાંભળનાર આનંદથી ડોલી જાય. જ્યારે એ વાત બીજો એવા કટુ શબ્દમાં મૂકે કે સાંભળનાર હસતો હોય તો રડી પડે. મધુર શબ્દોમાં માતાને કહ્યું હોય કે : ‘કેમ છો મારી મા ?' તો માતા ખુશ થઈને કહેશે કે, ‘આવને મારા ભા.' પણ એ જ વાત કટુ શબ્દમાં કહી હોય કે : કેમ છો મારા બાપની વહુ ?' તો ઉત્તર મળશે કે, ‘તારું કાળજું ખાઉં ?' શબ્દોમાં કેવો જાદુ છે ? એક જ વાત રજૂ કરવામાં પણ કેટલું અંતર ? કવિએ કહ્યું છે : ૧૫૦ * માનવતાનાં મૂલ્ય Page #160 -------------------------------------------------------------------------- ________________ “શબદ શબદ તૂ ક્યા કરે ? શબદ કો હાથ ન પાંવ; એક શબદ ઔષધ કરે, એક શબદ કરે ઘાવ.” શબ્દને હાથ કે પગ ભલે નથી, પણ એનામાં એવી તાકાત છે કે સુંદર રીતે એનો ઉપયોગ થયો હોય તો તે એ દાઝેલા હૈયાના ઘા પર મલમપટ્ટાનું કામ કરે, પણ એ જ શબ્દ અણઘડ રીતે વાપર્યો હોય તો કોઈના દિલમાં ન હોય તોય જખમ ઊભો કરે. એટલા માટે તો આપણી વાણી મધુર હોવી જોઈએ. મધુરતાનું તો સમજ્યા, પણ મધુરતાના નામે ખુશામત આવી જાય તો ? તો તો જુલમ થાય. એ વાણી જ પતનનું સાધન થાય. ન બોલવાને ઠેકાણે બોલે, અને બોલવાને ઠેકાણે મૌન થઈ જાય તો કેવું અયોગ્ય થાય ? એટલે વાણીનો બીજો ગુણ છે, નિપુણમ્. વચન જેમ મધુર હોય તેમ સાથોસાથ નિપુણ પણ હોવું જોઈએ. જેની વાણીમાં નિપુણતા હોય તે ખોટી ખુશામત કરે નહિ. કોઈની ખોટી શે'માં તણાય નહિ અને કોઈ બનાવવા આવે તો અવસરે એને ચેતવ્યા વિના પણ રહે નહિ. એક ફૂલણજી પતિ વારંવાર પોતાની પત્ની આગળ પોતાનાં કુળ, જાતિ, ગૌરવ અને કુટુંબનાં વખાણ કરતો, આથી સ્ત્રી કંટાળી જતી. એક વાર પતિએ પૂછ્યું : “મારાં સગાઓ પર તારો પ્રેમ કેવો છે ?' નિપુણ શબ્દોમાં પત્નીએ ઉત્તર વાળ્યો : “પ્રાણનાથ ! આપનાં સગાઓ પર મારો પ્રેમ કાં ન હોય ? હું તો મારી સાસુ કરતાંય આપની સાસુને વધારે ચાહું છું !” આ મધુર છતાં નિપુણ ઉત્તર સાંભળ્યા પછી એના પતિને થઈ ગયું કે અહીંથી ખોટી બડાઈ કે ખુશામત સાંભળવા નહિ મળે. આ ઉત્તરમાં મધુરતા ને નિપુણતાનું મિશ્રણ છે. ત્રીજો ગુણ છે : રતીમ્ | સ્તોત્રમ્ એટલે થોડું. બોલવું ખરું પણ થોડું બોલવું. જરૂર પૂરતું જ બોલવું. બહુ બોલ બોલ કરનારના વચનની કિંમત હોતી નથી. બહુ ભાષણો કરનાર, જ્યાં ત્યાં ને જ્યારે ત્યારે શિખામણ દેનાર વાચાળમાં ખપી જાય છે. એના પર લોકોને વિશ્વાસ બેસતો નથી. એ બોલે તો લોકો એને શાન્તિથી સાંભળે નહિ. અને સાંભળે તો એના પર વિશ્વાસ બેસે નહિ, માટે થોડું બોલવું, જરૂર પડે ત્યારે બોલવું અને થોડા શબ્દોમાં ઘણું કહેતાં શીખવું. એક પ્રસંગ મને યાદ આવે છે. મુંબઈમાં પૂ. આગમોદ્ધારક આચાર્ય મહારાજ શ્રી સાગરાનન્દસૂરીશ્વરજી મહારાજને વંદન કરવા એક ગૃહસ્થ આવ્યા હવે તો જાગો ! = ૧૫૧ Page #161 -------------------------------------------------------------------------- ________________ હતા. બે માળ ચઢીને પેલા ભાઈ ઉપર આવ્યા. આવનારનું શ૨ી૨ જરા ભારે હતું. એ હાંફી ગયા. વંદન કર્યા પછી સ્મિત કરી એમણે કહ્યું ‘સાહેબ, આપ તો બહુ જ ઊંચે બિરાજો છો ?’ મહારાજશ્રીએ સ્મિત કરી માર્મિક ઉત્તર વાળ્યો: હા ભાઈ ! અમે ઊંચે છીએ એટલે જ તો તમે વંદના કરવા આવો છો !' આ વાક્યમા શ્લેષ હતો. અમે સદ્ગુણના સિંહાસન પર છીએ એટલે તમે વંદના કરો છો. સદ્ગુણો ન હોય તો અહીં કોણ આવે ? આ ટૂંકા ઉત્તરથી પણ આપણું મન આનંદ પામે છે, કારણ કે આ ઉત્તરમાં મધુરતા, નિપુણતા ને અલ્પતાનું સપ્રમાણ સંમિશ્રણ છે ! कार्यापतितम् ચોથો ગુણ તે ખાસ કંઈ કાર્ય હોય તો જ બોલવું, નહિ તો મૌન રહેવું. મૌનથી વાણીનું મૂલ્ય વધે છે. મૌનથી વાણીમાં ચિન્તન આવે છે. મૌનથી વચનમાં તેજ આવે છે, અને મૌન પછી પ્રગટેલી વાણીમાં કોઈ અજબ જુસ્સો હોય છે. એવી વાણી સાંભળવા ઘણાં હૈયાં તલસતાં હોય છે. પાશ્ચાત્ય પદ્ધતિને લઈને આજ કેટલાક, કોઈ ઠેકાણે ખાણું લે તોય ભાષણ ઝીંકે. જ્યારે રશિયામાં સ્ટેલિન જરૂર વગર કદી ન બોલે. એનું પરિણામ એ આવ્યું કે આપણા આગેવાનોને સાંભળવા કોઈ તૈયાર નથી, ત્યારે સ્ટેલિન ક્યારે શું બોલશે એ માટે લોકો સાંભળવા તલસી રહ્યા છે ! માટે કાર્ય વિના નકામી વાત ન કરવી. વ્યવહારમાં પણ આપણને ઘણા માણસો એવા જોવા મળે છે કે જેમને બોલવાનું ન મળે તો આફરો ચઢે ! બોલે ત્યારે જ જંપ વળે. એ બોલે ત્યારે એની વાતમાં ન હોય માથું કે ન હોય પગ. જેમ આવે તેમ આડે ધડે ફેંકે રાખે ! અંતે સાંભળનારના મનમાં થાય કે આ બલા ક્યારે જાય ? માટે જરૂર પૂરતું બોલવું. गर्वरहितम् આપણી વાણી ગર્વવિહોણી હોવી જોઈએ. વાતવાતમાં આપબડાઈ ક૨વી, પોતાની જ વાત આગળ ધરવી, પોતે શું કર્યું અને શું નથી કર્યું એનું લંબાણથી વિવેચન કરવું આ બધું અભિમાનનું સૂચક છે. જ્યારે માણસ આપબડાઈ કરતો હોય છે, ત્યારે વિવેકી સાંભળનાર તો એના પર મનમાં હસતો હોય છે, પણ જાતપ્રશંસામાં પડેલા માણસનું એ સામે ધ્યાન હોતું નથી. પોતાની પ્રશંસામાં પડેલો માણસ વિવેકશક્તિ ખોઈ બેઠો હોય છે, અને અવિવેકી માણસ સામા માણસને સમજવા જેટલો શક્તિશાળી ક્યાંથી થાય ? અભિમાની માણસ કેવો વિવેકશૂન્ય બને છે તેનો તમને એક દાખલો આપું. દાદાભાઈ નવરોજી ઇંગ્લૅન્ડમાં એક વાર ત્યાંના ઉમરાવો સાથે ખાણું લેતા હતા. સારા સારા બુદ્ધિશાળી માણસોએ એ પ્રસંગે હાજરી આપી હતી. - ૧૫૨ * માનવતાનાં મૂલ્ય Page #162 -------------------------------------------------------------------------- ________________ વાતવાતમાં એક વાત ઉપર જરા વધારે પડતી ચર્ચા થઈ. એમાં દાદાભાઈએ પોતાનો મત દર્શાવ્યો. ત્યાં બેઠેલાં એક બાજુએ અભિમાનભર્યા શબ્દોમાં ટીકા કરતાં કહ્યું: 'What these ugly and black Indians can understand about it ?” (કદરૂપા અને કાળા હિન્દુસ્તાનીઓ આ બાબતમાં શું સમજે ?) આ સાંભળી દાદાભાઈ નવરોજજીએ ખીસામાંથી આરસી કાઢી, એ બાનુના મુખ આગળ ધરી નમ્રતાથી કહ્યું : 'You can see Your face in it.' (તમે તમારું મોટું આમાં જોઈ શકો છો, કારણ કે આ સ્ત્રીના મુખ કરતાં પોતાનું ઉજ્જવળ ને પ્રતિભાસંપન્ન મુખ જ એની કાળાશ ને કદરૂપતા પુરવાર કરવા પૂરતું હતું. આથી સી હસી પડ્યાં. વિવેકી માણસે તો કામ જ એવું કરવું જોઈએ કે જેથી એનું કામ જ એની પ્રશંસા કરે. માણસને પોતાને તો બોલવાની જરૂર ન પડે. અભિમાન કરતાં નમ્રતાપૂર્વક મૂકવામાં આવેલી વાતને લોકો શાંતિથી સાંભળે છે. બોલનાર નમ્ર રીતે બોલતો હોય તો એની પ્રત્યે લોકોને સહાનુભૂતિ પ્રગટે છે, અને બોલનારના શબ્દો સામાના હૈયામાં સોંસરા ઊતરી જાય છે. નમ્ર વાણી એ વાચાનો અલંકાર છે. મતુચ્છ – વાણી તુચ્છ ન હોવી જોઈએ. વાણીમાં પ્રૌઢતા, ગંભીરતા અને સહૃદયતા હોવી જોઈએ. આજ આપણાં ઘરોમાં કેવી તુચ્છ વાણી બોલાઈ રહી છે ? ગાળો, તોછડાઈ ને અસભ્યતાથી છલકાતાં આજનાં ઘરો જોઉં છું, ત્યારે હૃદયને લોભ થાય છે. ઉચ્ચ કહેવાતા માણસોનાં ઘરો પણ આજ કેવાં સંસ્કારહીન બનતાં જાય છે ? આર્યાવર્તનાં ઘરોમાં પત્ની પતિને “આર્યપુત્ર' દેવ” “નાથ' કહીને સંબોધતી અને પતિ પત્નીને દેવી' કહીને સંબોધતો. એના બદલે આજ તોછડાઈભય અયોગ્ય સંબોધનોથી ગૃહો ગાજી રહ્યાં છે. બાપ દીકરાને ખોળામાં બેસાડી રમાડતો હોય અને બાળકને રમાડતાં રમાડતાં લાડમાં બાપ કહે છે : “મારો સાળો બહુ તોફાની.” હું એને પૂછું છું કે “ભાઈ ! આ છોકરો તારો સાળો ક્યારે થયો ? કઈ રીતે થયો ?” ત્યારે કહેશે કે, “હું તો અમસ્તો જ બોલું છું. આમ બોલાય છે !' પણ પોતે શું બોલે છે, એનું એને ભાન નથી. છોકરાના કાનમાં ગ્રામીણતાનું કેવું ઝેર રેડાય છે એનો એને ખ્યાલ નથી. છોકરી પાણીનું બેડું ભરીને આવતી હોય અને ઠોકર વાગે ને બેડું ફૂટી જાય તો મા એ દીકરીને કેવાં હલકાં ને તુચ્છ શબ્દોથી ઠપકો આપવાની શરૂઆત કરે ? હું નહિ કહું. તમે જ કહો. હવે તમે નહિ કહો તોય ચાલશે, મનમાં સૌ સમજે છે. મૂળ વાત તો એ છે કે – આપણા હવે તો જાગો ! આ ૧૫૩ Page #163 -------------------------------------------------------------------------- ________________ શબ્દોમાં તુચ્છત વધી ગઈ છે. આજ સુધરેલા માણસો પણ કેવું તુચ્છ બોલે છે, તે આ પ્રશ્નોત્તરી પરથી સમજાશે. એક શેઠે નોકરને તુચ્છતાથી કહ્યું : “સાલા ! તારામાં જરાય અક્કલ નથી.” નોકરે નમ્રતાથી ઉત્તર વાળ્યો : “વાત સાચી છે, શેઠ ! મારામાં અક્કલ નથી જ. મારામાં અક્કલ હોત તો હું તમારે ત્યાં નોકરી ન કરત, પણ તમને મારે ત્યાં નોકર રાખત !' બોલો, આમાં બોલનારે શું સાર કાઢો ? એના કરતાં તુચ્છ-હલકાં વચનો ન ઉચ્ચાયાં હોત તો કેવું માન રહેત ? તુચ્છ વાણીથી મિત્ર હોય તોય શત્ર થાય, જ્યારે અતુચ્છ અને સભ્યતાભર્યા વાર્તાલાપથી શત્રુ હોય તોય મિત્ર થઈ જાય. પૂર્વસંવનિતમ્ – જે બોલવું તે સંકલનાપૂર્વક ને પૂરતું વિચારીને બોલવું. વિચારના ગળણાથી ગાળીને કાઢેલું વચન અતિરમણીય હોય છે, ને બોલેલા વચનને ફેરવવાનો પ્રસંગ આવતો નથી. બોલતાં પહેલાં વિચાર કરો કે આ સ્થાનમાં આ બોલવા જેવું છે કે નહિ ? આ બોલીશ તો તેનું પરિણામ શું આવશે ? મારા બોલવાનો શો ઉદ્દેશ છે ? અને જે બોલું છું તેની તેની કેટલી અસર થશે ? – આ રીતે પહેલાં વ્યવસ્થિત કરીને કે વિચાર કરીને ઉચ્ચારેલ વાક્ય ધારી અસર કરી જાય. અરે ! એવું વચન તો રત્ન કરતાંય વધી જાય. શબદ સરીખા ધન નહિ, જો કોઈ જાને બોલ, હીરા તો દામે મિલે, શબદ ન આવે મોલ !” એક કવિ કહે છે કે : બોલતાં આવડે તો વચનનું તેજ હીરાના તેજનેય ઝાંખું પાડે. પણ શરત એટલી કે વિચારીને બોલવું. આ રીતે વિચારીને બોલનારની વાણીમાં અધર્મ તો હોય જ ક્યાંથી ? એટલે વાણીનો આઠમો ગુણ તે ધર્મસંયુક્ત ! ઘર્મસંયુમ – આપણી વાણીમાં ધર્મ હોવો જોઈએ. વાણી એ પવિત્ર વસ્તુ છે, ઈશ્વરના જેટલી જ પાવન છે. એનો દુરુપયોગ કેમ થાય ? હું તમને જ પૂછું છું કે તમારી વાણી આજે પવિત્ર છે ખરી ? તમે શબ્દને બ્રહ્મ જાણી ઉચ્ચારો છો ? જો તમારી વાણીમાં નિંદા હોય, ધિક્કાર હોય, તિરસ્કાર કે પક્ષપાત હોય તો તમારી વાણી પવિત્ર કઈ રીતે ગણાય ? ધર્મસંયુક્ત કઈ રીતે મનાય ? તમને કોઈ સામો મળે તો એની પ્રશંસા કરો, એનાં ગુણગાન કરો, એની વાહવાહ પોકારો અને એ જાય કે તરત એનું ખોદવાનું ચાલુ કર, એ ક્યાંનો ૧૫૪ * માનવતાનાં મૂલ્ય Page #164 -------------------------------------------------------------------------- ________________ ન્યાય ? કોઈનાય ન જાયેલા કે ન જાણેલા દોષોનું વર્ણન કરવું, એમાં રસ લેવો, એમાં સંમતિ આપવી, આ બધો વાણીનો વ્યભિચાર નથી ? આજે કોઈ બે મિત્રો મળે તો ગામની નિંદા કરે – એમાં કોઈ ત્રીજો ભળે તો એ પણ એ બેમાં ભળી નિંદક-મંડળ વધારે. એમ કરતાં એ ત્રણમાંથી એક ચાલ્યો જાય, તો તુરત એ બન્ને ભેગા થઈ, જનારની નિંદા કરવા મંડી પડવાના. આ તે કેવી વાણી ? અરે રે ! શું આ વાણી આ માટે મળી છે ? આમ જો અધર્મયુક્ત વાણીનો વ્યાપાર ચાલશે તો માણસના વચન પર વિશ્વાસ કોણ કરશે ? પ્રજ્ઞ માણસ તો આવો વાણીવિલાસ સાંભળી સમજી જાય કે જે માણસ બીજાની ગેરહાજરીમાં એની નિંદા કરે છે, તે મારી ગેરહાજરીમાં મારી નિંદા કાં ન કરે ? આવો ડહાપણભર્યો વિચાર કરનાર માણસ આવાઓનો મિત્ર રહે ખરો ? આવા માણસને કોઈ સારો માણસ ધારી ન્યાય તોળવા બેસાડે તો એ ન્યાય પણ કેવો આપે ? એની વાણીમાંથી એ જ નીકળે કે, મારું મારા બાપનું, ને તારું મારું સહિયારું ! ધર્મયુક્ત વાણી કોને કહેવાય અને ધર્મયુક્ત વાણીવાળો માણસ કેવો નિષ્પક્ષપાતી અને નીડર હોય, તેનો એક સુંદર દાખલો ઇતિહાસમાં છે. એક રાજા ધનુર્વિદ્યા શીખતો હતો. રાજાના હાથથી અજાણમાં એક બાણ છૂટ્યું અને એક નિર્દોષ માણસને વાગતાં એ ઘાયલ થયો. ઘાયલની માતાએ આની ફરિયાદ ત્યાંના વડા ન્યાયાધીશ પાસે કરી. તે જમાનામાં રાજ્યનું રક્ષણ જેમ ક્ષત્રિયોના હાથમાં હતું, તેમ ન્યાય અને પ્રજાની સલામતીનું ખાતું પ્રામાણિક એવા ધર્માધિકારીઓના હાથમાં હતું. અને એ ધર્માધિકારી પુરુષ વડા-ન્યાયાધીશ ગણાતા. ન્યાયને વફાદાર એવા ન્યાયાધીશે રાજાને ન્યાયાલયમાં હાજર થવાનો આજ્ઞાપત્ર મોકલ્યો. રાજા આવ્યો ત્યારે એને ઉચ્ચ સ્થાન પર બેસાડવાને બદલે ગુનેગારના પાંજરામાં ઊભા રહેવાની એણે સૂચના કરી. આ દૃશ્ય સૌ જોઈ જ રહ્યા. રાજાએ પોતાનો ગુનો કબૂલ કર્યો. એણે અમુક દંડ કરી રાજાને મુક્ત કર્યો, અને પછી ન્યાયાલયની બહાર આવી ન્યાયાધીશે અતિ નમ્રતાથી રાજાને નમન કર્યું. આથી રાજા ખૂબ પ્રસન્ન થયા, અને પોતે સંતાડી રાખેલી નાની તલવાર બતાવતાં કહ્યું : “ન્યાયાલયના આજ્ઞાપત્રને માન આપી હું અદાલતમાં હાજર થયો, પણ મને એમ લાગ્યું હોત કે ધર્મ ને ન્યાયથી તમારી વાણી વેગળી છે, તો આ તલવારથી તમારો શિરચ્છેદ અહીં જ કરી નાંખત. પણ તમારી ધર્મ ને ન્યાયમય વાણીથી મને આનંદ થાય હવે તો જાગો ! * ૧૫૫ Page #165 -------------------------------------------------------------------------- ________________ છે, ને તમારા જેવા ન્યાયાધીશથી હું ગર્વ લઉં છું કે મારા રાજ્યમાં રાજા કરતાંય ન્યાયને પ્રથમ માન આપનારા ધર્મનિષ્ઠ ન્યાયાધીશ છે !' તે જ ઘડીએ પોતે ઝબ્બામાં સંતાડી રાખેલી સોટી બતાવતાં ન્યાયાધીશે કહ્યું : “રાજન ! સારું થયું કે તમે અદાલતને માન આપ્યું અને મારો ન્યાય માન્ય રાખ્યો. નહિ તો હું સોગન ખાઈને કહું છું કે તમે ન્યાયને ઠોકર મારી હોત તો, હું આ સોટીથી તમારા બરડાથી ખબર અહીં જ લઈ લેત. સારું થયું કે આપણને બન્નેને સબુદ્ધિ સૂઝી !” વાહ આ કેવો ન્યાય ? કેવી ધર્મમય વાણી ? આ પ્રસંગે શું કહે છે? આપણી વાણીમાં ધર્મ જોઈએ, ન્યાય જોઈએ, સત્ય અને પવિત્ર જોઈએ. કોઈનેય આપણી વાણીથી અન્યાય ન થઈ જાય એવી કાળજી રાખી વસ્તૃત્વ કરનારા કેટલા ? આવા વિચારક વક્તા હોય તો પ્રજામાં કેટલી શાંતિ ને કલ્યાણકામના હોય ? એટલે આ આઠ ગુણોથી યુક્ત વાણી બોલે તે વક્તા, નહિ તો બકતા – લબાડ ! માત્ર ભાષણ સારું કરી જાય, વાણી શુદ્ધ બોલી જાય, એટલા માત્રથી જ્ઞાનીઓ એને વક્તા નથી કહેતા. એમ તો કાશીમાં એવા કેટલાક વિદ્વાનો છે કે જે બોલવામાં વ્યાકરણની એક અશુદ્ધિ આવે તો જીભ કાપવા હાથમાં ચખું લઈને બેઠા હોય. પણ એ જ પંડિતો ગંગાના ઘાટ પર જાય ત્યારે ગાયત્રીનો જાપ કરતા જાય ને માછલું દેખાય તો લોટામાં નાંખતા જાય. એમને પૂછો કે આ લોટામાં શું છે તો કહેશે : “જળડોડી'. આવા માત્ર વાચાળ પંડિતો પોતાનું કે એના સમાગમમાં આવનારનું શું કલ્યાણ કરે ? એવી જ હાલત છે આજની વિદ્યાપીઠોના સ્નાતકોની ! આ જ્ઞાનનો વાણીવિલાસ જનકલ્યાણ માટે નથી વધ્યો પણ લોકોને છેતરવા માટે અને અભણોને આંજવા માટે વધ્યો છે. એટલે આજે માણસ વાણીનો ઉપયોગ પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે નહિ, પણ પોતાના વિચારોને છુપાવવા માટે કરી રહ્યો છે. માણસની વાણીમાં સત્ય ન હોય અને જૂઠ હોય તો એની બીજી સજા તો થવાની હોય ત્યારે થાય, પણ પ્રત્યક્ષ સજા તો એ મળે કે – એ સાચું બોલતો હોય ત્યારે પણ લોકો એને ખોટું માને છે ! એ સોગન ખાઈને કહેતો હોય તોય એના વચન પર લોકોને વિશ્વાસ ન બેસે ! માટે વાણી પવિત્ર જોઈએ અને એ વાણીને પવિત્ર રાખવા માટે તપ જોઈએ. જેમ આચારને શુદ્ધ રાખવા માટે તપ, વિચારોને શુદ્ધ ને સ્વસ્થ રાખવા માટે તપ, તેમ ઉચ્ચારને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે વાણીનું તપ કરવું જોઈએ. ૧૫૬ ૪ માનવતાનાં મૂલ્ય Page #166 -------------------------------------------------------------------------- ________________ अनुढेगकरं वाक्यं, सत्यं प्रियाहिंत च यत् । स्वाध्यायाभ्यसनं चैव, वाङ्मयं तप उच्यते ।। વાણી એવી હોય કે સાંભળનારને ઉગ ન હોય, સત્ય છતાં મધુર ને હિતકર હોય, ઊંડા ચિન્તન અને અભ્યાસમાંથી પ્રગટેલી હોય – આ વાણીનું તપ ! આવા તપથી માણસ એ સાચો માણસ બને છે. તપ વિનાની, ચિન્તન વિનાની, અભ્યાસ વિનાની કર્કશ વાણી તો પશુઓ પણ બોલી શકે છે. એમાં માણસ બોલીને શું વધારે કરે છે ? આ હું એકલો જ નથી કહેતો હો ! ગીતા પણ કહે છે કે માણસની વાણી પાછળ તપશ્ચર્યા હોય. તપશ્ચર્યાવિહોણી વાણી તો પશુની હોય ! એક જૂના વખતની વાત છે. જ્યારે માણસો આટલા ચાલાક ને જૂઠાબોલા નહોતા. પણ ભદ્ર ને સાચાબોલા હતા. તે વખતે એક ગૃહસ્થને ત્યાં સંત પધાર્યા. પણ આ ઘરનાં માલિક સ્ત્રી-પુરુષ બહારથી ઘણાં સુંદર અને ભલાં લાગતાં હતાં પણ અંદરથી સાવ જ બેડોળ ! એક મહિનાના પરિચયથી સંત ત્રાસી ગયા. એ ઘરમાં સત્ય, ચિત્તન, સ્વાધ્યાય, મધુરતા કંઈ જ ન મળે. એકલા બાહ્ય વૈભવના આડંબરનો કોલાહલ હતો. સંતે મહિના પછી વિદાય વખતે આશીર્વાદ આપતાં કહ્યું : “માણસ બનજો !” પુરુષ ધમાલિયો હતો. એણે આ વાક્ય પર જરાય વિચાર ન કર્યો, પણ સ્ત્રી ભારે ચકોર હતી, એ પામી ગઈ. એણે પતિને પૂછ્યું : આપણે માણસ નથી ? શું ઢોર છીએ ? સંતે “માણસ બનજો” એમ શા માટે કહ્યું ? આ સાંભળી પુરુષને પણ જરા વિચાર આવ્યો. વાત સાચી હતી. સંતે આમ કાં કહ્યું ? એણે મનમાં ગાંઠ વાળી, એ ફરી મળશે ત્યારે પૂછીશ. કોઈ પણ વચન ઉપર ઊંડાણથી વિચાર કરીએ તો જ વક્તાની વાણીનો મહિમા સમજાય, નહિ તો શ્રવણ માત્ર એક વ્યસન બની જાય. વ્યસની માણસ પ્રવૃત્તિ કરે ખરો પણ એમાંથી પ્રકાશ ન મેળવે : પ્રકાશ તો ઊંડા ચિંતનથી જ મળે. બે વર્ષ પછી ફરી સંત પધાર્યા ત્યારે પેલી સ્ત્રીએ પૂછ્યું : “મહારાજ ! માણસ થજો એનો અર્થ શું ? શું અમે ઢોર છીએ ?” સંતે પોતાની પાસે એક કાચ તો તે આપતાં કહ્યું : “લો આ કાચ, આ એવો અદ્ભુત છે કે એના ઉપરના ભાગમાં જોશો તો તમે માણસ દેખાશો અને અંદરના ભાગમાં જોશો તો તમે જે છો તે દેખાશે.” સ્ત્રીએ કાચના અંદરના ભાગમાં જોયું ને એ ચમકી. “કાં ?” પતિએ પૂછ્યું. સ્ત્રીએ ભડકીને કહ્યું. “ઓ બાપ રે ! હું તો આમાં કૂતરી દેખાઉં છું, હવે તો જાગો ! = ૧૫૭ Page #167 -------------------------------------------------------------------------- ________________ અને શેરીના નાકા પર ઊભી રહીને ભસી રહી છું. હાય રે ? હું કૂતરી ?” ઉતાવળિયા પુરુષે કહ્યું : “આમ લાવ; મને જોવા દે.” અને પોતાની જાતને જોતાં જ એણે રાડ પાડી. “અરે, આ શું ? હું ગધેડો ? ઉકરડા ઉપર ઊભો રહી ભૂકનાર હું ગર્દભ ? અરે, મહારાજ ! જુલમ કર્યો ! તમે અમને આમ જનાવર કાં બનાવો ?” સંતે કહ્યું : “ભલા માણસો ! આમાં હું શું કરું ! તમે જે રીતે જીવો છો તે રીતે આમાં દેખાઓ છો ! માણસ બહારનો આકાર ગમે તે મેળવી શકે, પણ અંદર કૂતરા જેવો છે કે માણસ જેવો, તે જ ખરો પ્રશ્ન છે. જે મનથી સત્યને પુજતો નથી, સત્યને ઉચ્ચારતો નથી, સત્યને આચરતો નથી અને જેનાં મન ને વાચાનો મેળ નથી તે મનુષ્ય હોવા છતાં પણ છે. તે ભાષણ કરતો નથી પણ ભસે છે, બોલતો નથી પણ બકે છે !” આજનું વ્યાખ્યાન એટલે વાણીના તપની વિચારણા. જીવન ગંભીર વિચારણા માંગે છે. બહાર તમે ગમે તે હો, હું એ અંગે કંઈ જાણવા નથી માંગતો, તમે અંદર આવો, અંદર તમે કોણ છો તે મને કહો. સત્યનો ઝબ્બો તો પહેર્યો પણ એ ઝબ્બા નીચે શું છે તે મને કહેશો ? બોલો, મારા ભાઈઓ ! બોલો ! આજે નહિ બોલો તો ક્યારે બોલશો ? મન ને વાણીનો સુમેળ છે કે કુમેળ ? મન ને વાણીએ આપણા જીવનને સંગીતમય બનાવ્યું છે કે બેસૂરું? જીવનમાં શું છે, આનંદ કે અફસોસ ? કોઈને ગૂમડાં થયાં હોય અને ભારે કોટ પહેરીને ફરતો હોય તો કોને ખબર પડે કે આ કપડાં નીચે ગૂમડાં ખદબદી રહ્યાં છે ? ગૂમડાં ભલે બહાર ન દેખાય પણ અંદર તો પીડા થાય ને ચળ ઊપડે ને ? લોહી નીકળે ને ? તમને કોઈ દિવસ અસત્યનું ગૂમડું ખટકે છે ખરું ? એની પીડા થાય છે ખરી ? અસત્યની પીડા જરાય નથી થતી ? કાંઈ નહિ, આજ નહિ થાય તો મરતી વખતે આ ચિત્રો નજર સામે ખડાં થશે. ભૂતાવળની જેમ નાચ્ય કરશે અને અસત્યવાદીઓને મૂંઝવી મારશે. પણ જો આપણા જીવનમાં સત્યનો સૂર્ય ચમકતો હશે તો અંધકારનો જરાય ભય નથી. આપણે કોઈ નાનકડી વસ્તુ ખોઈ બેસીએ છીએ ત્યારે કેટલો બધો અફસોસ થાય છે ? એક રૂપિયો ખોવાઈ ગયો હોય તો કેટલી ચિંતા થાય ? પણ આજે આપણો આત્મા આખો ને આખો અસત્યમાં ખોવાઈ ગયો છે, એનો જરાય વિચાર આવતો નથી. આ કેવું આશ્ચર્ય ! આજકાલ કેટલાક ભોળા માણસો આવે છે અને કહે છે : “કાંઈક મંત્ર બતાવો, કંઈક સિદ્ધ થાય એવો જાપ દેખાડો. આપને વચનસિદ્ધિ આવડે છે.' ૧૫૮ માનવતાનાં મૂલ્ય Page #168 -------------------------------------------------------------------------- ________________ હું કહુ છું કે : અરે, ભોળા જીવો ! આમ ભ્રાન્તિમાં ખોટા કાં ભમો છો ? પ્રિય, પથ્ય અને સત્ય એ વચનસિદ્ધિનો મંત્ર છે ! સત્યના પ્રકાશથી ઝળહળતું સુમધુર હિતવચન એ રામબાણ છે; એ અફર છે. જેને વાગે તે વિંધાયા વિના ન રહે. એ વચન જેના દિલમાં પેસે ત્યાં પ્રકાશના દીવડા પ્રગટે !’ આજનું વ્યાખ્યાન સમાપ્ત કરતાં એટલું જ કહું છું કે સત્યવાવી ભવેત્ વવત્તા ! સાચો વક્તા તે છે કે જેની વાણીમાંથી સત્યનો પ્રકાશ ઝરે છે ! Not only with our lips but if from our lives એકલા હોઠમાંથી નીકળતા શબ્દોથી નહિ, પણ આપણા જીવનમાંથી પ્રગટતા સત્યના તેજથી આપણી વાણીને રંગી સાચા વક્તા બનીએ ! (૪) દાતા માનવતાનાં સોપાન અંગે આપણે ત્રણ સોપાનનું વિવેચન કરી ગયા. આજે ચોથા સોપાનનો વિચાર કરવાનો છે. ચિન્તકો શબ્દના ઊંડાણમાં કેવું રહસ્ય મૂકે છે તે જુઓ. એ કહે છે કે न दाता अर्थदानतः કેવળ ધન વાપરવા માત્રથી દાતા નથી બનાતું અને માત્ર પૈસા ખર્ચવાથી દાતા થઈ શકાતું હોય તો વાત્તા મતિ વા નવા દાતા હોય કે ન પણ હોય, આવો ગંભીર ભાવ ન કહેત. ― -- ચિન્તકો જાણે છે કે કીર્તિ માટે, ગયેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા માટે, પોતાનાં અપકૃત્યોને દાનના પડદા નીચે ઢાંકવા માટે, અને કેટલાક પુણ્યથી પાપ ઠેલાય એવા ભાવથી પણ દાન કરનારા છે. આવી ભાવના દાન પાછળ ૨મતી હોય તો એ દાન ન કહેવાય. યાદ રાખજો. કેવળ પૈસાથી આત્માની એકેય વસ્તુ ખરીદી શકાતી નથી. ધનથી ચેતનજ્યોતનું એક પણ કિરણ પામી શકાતું નથી. ધનથી માન મળશે, સન્માન મળશે, પૂજા મળશે, પ્રતિષ્ઠા મળશે, કીર્તિ મળશે, અરે ! જડ જગતની કદાચ બધી વસ્તુઓ મળશે, પણ આત્મજ્યોતનું કિરણ ધનથી મળવું મુશ્કેલ છે. એ આત્મજ્યોત મેળવવા માટે ધન સાથે મન પણ જોઈએ. આજકાલ જ્યાં ત્યાં સમાજમાં અપાતાં માનપત્રો અને દીવાલો પર ચોંટેલી કુમકુમ પત્રિકાઓને જોશો તો લાગશે, કે આજ ધનથી કીર્તિ કેટલી સસ્તી મળે છે તેનું આ પ્રદર્શન છે. કેટલીક કુમકુમ પત્રિકાઓ વાંચું છું ત્યારે તો માથું શરમથી નીચું નમી જાય છે. મનમાં એમ થાય છે કે આવા મોટા આચાર્યો આવા નાના માણસોને આવાં મોટાં વિશેષણો આપે છે ! આખી હવે તો જાગો ! * ૧૫૯ Page #169 -------------------------------------------------------------------------- ________________ જિંદગી સુધી ન કરવાનાં કામો કરીને થોડા પૈસા એકાદ ઓચ્છવ પાછળ વાપરી નાખ્યા એટલે એમને આવાં વિશેષણો આપવાનાં ? આ ગૃહસ્થો માટે જે વિશેષણો વાપર્યા છે, તેટલા ગુર્ષો તેમનામાં હોય તો હું કહું છું કે મોક્ષ એમનાથી જરાય દૂર નથી. એમને હવે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. એ વિશેષણો જોતાં તો એ તરી ગયાં છે એમ જ લાગે ! પણ હું આપને જ પૂછું છું કે આ બધા વાપરેલા ઇલકાબો આપને સાચા લાગે છે ? જેના માટે નરરત્ન અને દાનવીર જેવા શબ્દો વપરાય છે, એને ત્યાં એક ભૂખ્યો માનવી જાય તો એને એક ટંક પણ પ્રેમથી ભોજન મળે ખરું ? સભામાંથી : “ભોજન તો ન મળે, પણ ગાળો તો મળે ને ?” તમે પણ ઠીક કહ્યું. શું મળે ? ગાળો ! અને એવા માટે વળી આવાં વિશેષણો ? કેવા દાનવીર ને કેવા નરરત્ન ! અને આ વિશેષણ આપનારાઓનાં વિશેષણો જોયાં કે ? અર્ધી કંકોત્રી તો એમાં જ ભરાઈ જાય છે ! આ ઇલકાબ જ એટલા બધા છે કે આમાં નામ શધવા જાઓ તો નામ પણ ન જડે. પણ આ ઇલકાબધારીઓ એમ કાચા ગુરુના ચેલા નથી. તેઓ જાણે છે કે હનુમાનજીના પૂછડા જેવી આ પદવીઓમાં આપણું નામ અટવાઈ જશે. એટલા માટે એમણે વાંચનારને વાંચવા માટે સગવડ કરી આપી છે; પોતાનાં નામ બોલ્ડ (મોટા) અક્ષરમાં ને બીજા રંગમાં છાપ્યાં છે ! એ જાણે છે કે પદવીઓમાં નામ અટવાઈ જવાની સંભાવના છે ! અને કેટલીક પત્રિકાઓમાં તો વળી ફોટા મુકાવ્યા છે. અંતે આ ફોટાવાળી પત્રિકાઓમાં તો ગાંઠિયા ને ચટણી બંધાશે, ને ગટરમાં પડીને સડશે. આશાતનાની હદ થઈને ! આવાઓને આજે કહેનાર કોણ ? આ નિર્ણાયક સૈન્ય ક્યાં જશે એ ખબર પડતી નથી. મને તો ભય લાગે છે કે ક્યાંક નીચે ન ઊતરી જાય ! જેમ એક નૌકામાં સો નાવિકો બેઠા હોય અને સો પોતાને ઠીક પડે તેમ હલેસાં મારે તો નૌકાની જે દશા થાય એવી દશા આજ આ સમાજની છે ! આવી ધમાલમાં દાતા શોધ્યાય જડે ? આ તો સૌ કીર્તિ માટે લૂંટાલૂંટ કરવા નીકળેલા બહાદુરો છે ! દાન લેનારા ઊંચા સાદે પેલા કાળાબજારિયાઓનાં વખાણ કરે અને પેલા સમાજને લૂંટવાની ધૂનમાં પડેલા આ મહાનુભાવોના ગુણગાન ગાય. એટલે પરિણામે બંને – ઓછું ભણેલા ગુરુઓ અને સમાજને લૂંટનારા વેપારીઓ – સમાજમાં માન ને પ્રતિષ્ઠા મેળવી જાય. ભોળા લોકો આમાં શું સમજે ? એક સુભાષિત યાદ આવે છે : ૧૬૦ * માનવતાનાં મૂલ્ય Page #170 -------------------------------------------------------------------------- ________________ उष्ट्रकाणां विवाहे तु गर्दभा वेदपाठकाः । परस्परं प्रशंसन्ति अहो रूपं अहो ध्वनिः ||१|| ઊંટભાઈના લગ્નમાં ગધ્ધાભાઈ ગોર બન્યા. ગોર કહે : ‘વાહ ! ઊંટનું કેવું સુંદર રૂપ છે !' ઊંટ કહે : ‘વાહ ! ગધ્ધાજીનો કેવો મીઠો ધ્વનિ છે!' આવી આ સમાજની દશા છે. આવા વાતાવરણમાં ગુપ્ત દાન દેનાર દાતા ક્યાંથી પાકે ? સાધર્મિકોને ટેકો આપનારા, એમનો હાથ ઝાલી ઉપર ચઢાવનારા અને પોતાના ગરીબ ભાઈની આર્થિક રીતે પીઠ થાબડનારા આ કારણને લીધે વાતાવરણમાંથી બહુ જ અલ્પ મળવાના. આ દાતાઓનો ઘણો પૈસો તો વાજાવાળા, બેન્ડવાળા, પ્રેસવાળા અરે રંગબેરંગી મોટી મોટી કુમકુમ પત્રિકા છાપવાવાળા ચાવી જાય છે. બે દિવસ વાહ વાહ થાય અને પછી હવા હવા થઈ જાય ! પહેલાંના જમાનામાં માણસને પાડવા માટે સ્વર્ગલોકમાંથી મેનકા ને અપ્સરાઓ આવતી, હવે એ નથી આવતી, કારણ કે એમને જોઈ માણસો ગાંડા થઈ જાય ! એટલે આજના યુગમાં મેનકા ને અપ્સરા કીર્તિ ને પ્રશંસાના રૂપમાં આવે છે, અને માણસને પાડી દે છે. આજ માણસની જરા પ્રશંસા કરો એટલે ફુલાઈને ફુગ્ગો થઈ જવાનો. વિદ્વાનો આવાઓને સાચા અર્થમાં દાતા નથી કહેતા. ત્યારે દાતા કોણ ? વાર્તા મૂર્તેિ રતઃ । પ્રાણીમાત્રના કલ્યાણમાં જેનું મન રમે છે, તે દાતા. હૈયાના ઊંડાણમાંથી પ્રગટેલી જીવદયાની ભાવનાવાળો દાતા. એટલે જ અભયદાન ઉત્તમ છે, ઉત્કૃષ્ટ છે. આવી દાતૃત્વની ભાવના પ્રગટ્યા પછી પોતાના પ્રભાવથી, પોતાના બળથી કે પોતાના અધિકારથી કોઈનેય ભય ન થાય એની કાળજી રાખે. તમારા હાથમાં તો એક સોટી હોય તોય હાથ સીધો ન રહે ! કાં એ સોટી ઝાડ પર વિંઝાય, કાં કૂતરાના બરડામાં પડે, કાં કોઈ રસ્તામાં જતા ઢોર પર ફરી વળે. એક સોટી પણ ન પચાવી શકાય તો બંદૂક કે તલવાર તો કઈ રીતે પચાવી શકો ? જ્ઞાનીઓ કહે છે : સાચા દાતાની આસપાસ તો એવી હવા હોય કે સૌ અભયનો મુક્ત આનંદ માણતા હોય ! ચૈતન્યદેવનું નામ તો તમે સાંભળ્યું હશે ! માર્ગાનુસારીમાં પણ કેવા ગુણો હોય છે એ હું કહેવા માગું છું. ચૈતન્યદેવ અને રુધનાથ શિરોમણિ બંને સહાધ્યાયી અને બંને પાછા મિત્ર, દોસ્તી એવી કે જાણે પુષ્પ ને પરિમલ. કદી છૂટા ન પડે. અથવા એમ કહીએ તો ચાલે— “મિત્તર ઐસા કીજિયે, જો ઢાલ સરીખા હોય; સુખ મેં પીછે પડ રહે, દુઃખમેં આપ્યું હોય. હવે તો જાગો ! * ૧૬૧ Page #171 -------------------------------------------------------------------------- ________________ ખરો મિત્ર ઢાલનું કામ કરે, સુખમાં પાછળ હોય, દુઃખમાં ઘા ઝીલવા આગળ હોય. તમારા મિત્રો સુખમાં ને મહેફિલમાં આગળ હોય ને દુઃખમાં ને સંકટમાં ભાગી જાય ! એવા મિત્રો માલ ખાવા હાજર થાય, માર વખતે અદશ્ય થાય. એટલે મિત્રોને પણ ચૂંટવા પડે છે. જેને તેને મિત્ર ન કરાય. - રઘુનાથે ન્યાયશાસ્ત્ર પર એક સુંદર ટીકા લખી, અને ચૈતન્યદેવને બતાવી. એણે મિત્રના કાર્યની પ્રશંસા કરતાં કહ્યું : “અદ્ભુત છે. આથી રઘુનાથ મનમાં મલકાયા. એમને થયું, આ ટીકા મને જગતમાં પ્રખ્યાત બનાવશે, મારી કીર્તિ ભારતભરમાં ફેલાશે. તે અરસામાં ચૈતન્યદેવ પણ ન્યાય પર ટીકા લખતા હતા. એમની ભાવના ખ્યાતિ મેળવવાની ન હતી, એમને પ્રશંસાની પડી ન હતી. એ તો કર્તવ્યબુદ્ધિથી લખે જતા હતા. એક દિવસની સાંજે, રઘુનાથ ચૈતન્યને ઘેર આવ્યા ત્યારે તે ટીકા લખી રહ્યા હતા. રઘુએ પૂછ્યું : “મિત્ર, શું લખે છે ?' સહૃદયી ચૈતન્ય ન્યાયનાં પાનાં મિત્રના હાથમાં આપતાં કહ્યું : “આપણી પૂર્વે થયેલા વિદ્વાનોએ વાવેલાં વિદ્યાના વૃક્ષનાં ફળ આપણે ખાધાં. આપણે પણ થોડાં બીજ વાવતા જઈએ જે આવતી કાલની પેઢીને ખાવા કામ લાગે.' રઘુનાથ જેમ જેમ એક પછી એક લીટી વાંચતા ગયા તેમ તેમ એમનો જીવ અધ્ધર થતો ગયો. એમના મુખની લાલી ઊડી ગઈ. મોં સફેદ પૂણી જેવું થઈ ગયું. ચિંતામગ્ન રઘુનાથને જોઈ એમણે પૂછ્યું : “કેમ ? આટલા ઊંડા વિચારમાં ઊતરી ગયો ?” સ્વસ્થ થતાં રઘુનાથે કહ્યું : “હવે મારી ટીકાને તો કૂતરાંય નહિ સૂંઘે! તારી આ પાંડિત્યપૂર્ણ ટીકા આગળ મારી ટીકા શું હિસાબમાં ? હું માનતો હતો કે મારી ટીકાથી હું ખ્યાતનામ થઈશ, પણ આ જોતાં લાગે છે કે એ એક કલ્પના જ હતી. મિત્ર ! તું આ ગ્રંથથી અમર બની જઈશ.” એમ કહી પોતાના શ્રમને વિફળ થતો જોઈ, રઘુનાથે એક ઊંડો નિશ્વાસ મૂક્યો. ચૈતન્યને વિચાર આવ્યો : “અમર તો કોણ થયું છે ? નામ તેનો નાશ છે. મેં આ પ્રયત્ન કલ્યાણ માટે કર્તવ્યબુદ્ધિથી કર્યો છે : પણ મારા જ મિત્રની કીર્તિને એ હણતો હોય, એને જ એ ભયજનક દેખાતો હોય તો મારે આ પ્રયત્ન ન કરવો. એક પૂર્ણિમાની રાતે બંને મિત્રો જલવિહાર કરવા નીકળ્યા હતા. હોડી સરિતાની છાતી પર રમી રહી હતી. બંને વાતોએ ચઢ્યા. એટલામાં ચૈતન્ય બગલમાંથી એક પોથી કાઢી અને જાણે પોતાના નાજુક હૈયાને, જળમાં પધરાવતો ન હોય એ રીતે ગ્રન્થ પાણીમાં પધરાવી દીધો ! ૧૬ર * માનવતાનાં મૂલ્ય Page #172 -------------------------------------------------------------------------- ________________ રઘુનાથે પૂછ્યું ! “મિત્ર ! આ શું કર્યું ?” કરુણાઠું સ્મિત કરી ચૈતન્યદેવે કહ્યું : “જે ગ્રન્થ મારા મિત્રના કીર્તિચન્દ્રને રાહુ બની ગળી જતો હોય તે શા કામનો ? રઘુ ! આપણે તો બાળગોઠિયા. તું જાણે છે કે હું સૌના ભલાની ભાવનામાં રમું છું. અને મિત્રનું જ ભલું ન કરી શકું તો બીજાનું ભલું તો હું શું કરી શકું ? જે ગ્રંથે તારા દિલ પર ઘા કર્યો એ ગ્રંથનો મેં પાણીમાં ઘા કર્યો...” અર્પણના આ દશ્ય પર પૂનમનો ચાંદ ચાંદની વર્ષાવી રહ્યો હતો. આંખમાં આવેલાં આંસુને લૂછતાં રૂઘનાથે કહ્યું : “મિત્ર, તેં તો જુલમ કર્યો. તારો વર્ષોનો શ્રમ પાણીમાં ગયો. પણ તારી આ જગતવ્યાપી કીર્તિ.. ?” “રઘુ ! કીર્તિની ખાખને જે શરીરે ચોળી જાણે તે જ કંઈક કરી શકે. કીર્તિનો મોહ છોડ્યા વિના કલ્યાણ નથી. મારી કીર્તિ કોઈનાય માટે ભયરૂપ હોય તો એ કીર્તિથી સર્યું !” આ સાંભળી રઘુનાથ એના ચરણોમાં ઢળી પડ્યા. “ચૈતન્યદેવ ! તેં જ ખરું મેળવ્યું. મેં તો કેવળ ટીકાઓ જ કરી છે. અમે પૂજાઈશું. તમે અણપ્રીડ્યા રહેશો, પણ પૂજાનારા તળિયે જશે, અને અણપ્રીછળ્યા તરી જશે....' આ પ્રસંગ આપણને ક્ષણભર વિચાર કરતા કરી મૂકે છે. આપણે આપણા વર્તમાન જીવન સાથે આ પ્રસંગને સરખાવીએ તો આપણું જીવન કેવું વામણું લાગે ! આપણે જ્યાં જઈએ ત્યાં ભય જ ઊભો કરીએ છીએ. આપણી વાણીમાં અભય નથી, આપણા વર્તનમાં અભય નથી, આપણા હૈયામાં અભય નથી. ચારે બાજુ ભયનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે. આપણા સમાગમમાં આવનાર આપણો ભય રાખે અને સામાના સમાગમમાં જતાં આપણે ભય રાખીએ. આ રીતે અરસપરસ ભય ને અવિશ્વાસ ઊભાં છે. ખરી રીતે આ ભય હોવો ન જોઈએ. પ્રાણી અને માનવી વચ્ચે તો અભય, અને વિશ્વાસ હોવો જોઈએ ! ભગવાનનાં ઘણાં વિશેષણોમાં એક વિશેષણ છે – અમથકથી. કેવું સુંદર છે, આ વિશેષણ ! ભગવાન અભયના દેનારા છે. દુશ્મનનેય ભગવાન તરફથી ભય નહિ, કૂર પ્રાણી પણ ભગવાન પાસે અભય થઈને આવે. એટલે ભગવાન સાચા અર્થમાં દાતા છે. આપણે એમના જ ભક્ત છીએ, પણ આપણે દાતા નહિ, પણ ખાતા – જેનું મળે તેનું ખાધે જ જઈએ. ભગવાન બધુંય જાણે છે. શું કર્યું, શું કરે છે, ને શું કરશે. બધુંય જાણવા છતાં એનાથી ભય નહિ, ખૂન કરીને ગયેલો ખૂની પણ દયા માટે પ્રભુ પાસે જાય તો પ્રભુ સભા વચ્ચે એમ ન કહે કે “અલ્યા ખૂની ! તું અહીં કેમ હવે તો જાગો ! * ૧૬૩ Page #173 -------------------------------------------------------------------------- ________________ આવ્યો ? એ કરુણાસાગર તો એના ઉપર પણ ક્ષમા અને અભયની દૃષ્ટિ જ નાખવાના. એટલે પાપી પણ એમની પાસે ભય વિના જઈ શકે છે. જ્યારે તમારી દશા કેવી છે ? કોઈકની જરા સરખીય વાત જાણતા હો, તો દમ મારતા ફરો; કહી દઈશ હોં, હું તારું બધુંય જાણું . તારી ચોટી મારા હાથમાં છે. એમ કહેતા જાઓ ને તમારો સ્વાર્થ એમની પાસેથી કઢાવતા જાઓ. તરવાર જેવી તીખી વાણી હોય, ખાબોચિયા જેવું શુદ્ધ હૃદય હોય, કાગડા જેવી દોષ ગવેષક દૃષ્ટિ હોય, અને શિયાળ જેવી સ્વાર્થસાધુ બુદ્ધિ હોય, એવા માણસો અભયદાનને જીવનમાં કઈ રીતે લાવી શકે ? એવા માણસનું મન પ્રાણીમાત્રના કલ્યાણમાં રમે એમ તમને લાગે છે ? એવા માણસો માટે તો એમ જ કહેવાય કે બીજાનું ભલું ન કરે તો કાંઈ નહિ પણ કોઈનું બૂરું ન કરે તોય સારું ! અભય માટે જોઈએ અર્પણનું શૌર્ય, ધર્મભાવથી તરબોળ હૃદય, નિર્ભય સત્યમિત વક્તવ્ય, અને હૈયાની ઉત્કટ ઉદારતા – આ ગુણો આવે ત્યારે માણસ દાતા બને છે. જેણે સાચા દાનનો ઇતિહાસ સર્જ્યો છે, તે આવા ગુણોવાળા હતા. એટલે જ આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે : આવા પ્રકારના દાતા હોય કે ન પણ હોય ! નહિ તો ભાવ વિના પૈસા વેરનાર દાતાઓની ક્યાં ખોટ છે ? સામાન્ય રીતે ધન વાપરનારા ઘણા મળશે, પણ આવા જગતકલ્યાણમાં રાચનારા, સૌના ભલામાં ખુશ થનારા બહુ ઓછા હશે. જીવનશિલ્પીઓની ઇચ્છા આપણને સાચા અર્થમાં દાતા બનાવવાની છે. મારી નજર અત્યારે ઘડિયાળ પર જાય છે. એ કહે છે કે સમયની મર્યાદા થઈ ગઈ છે. હવે હું મારા વિષયને વધારે ન લંબાવતાં એટલું જ કહીશ : સૌનું કલ્યાણ થાઓ. સૌ એકબીજાના કલ્યાણમાં લાગી રહો. સૌના દોષ નષ્ટ થાઓ. જીવમાત્ર સુખની દુનિયામાં સફર કરો. આ પવિત્ર ભાવનાની નૌકામાં આપણે આપણી જીવનયાત્રા વ્યતીત કરીએ એવી શુભેચ્છા. ૧૬૪ = માનવતાનાં મૂલ્ય Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ચાર મંગળ * चत्तारि परमंगाणि, दुल्लहाणिह जंतुणो । माणुसत्तं सुई सद्धा, संजमम्मि अ वीरिअं ॥ –ઉત્તરાધ્યયન સૂત્ર ચાર સાધનો તો જીવને મળવા ઘણાં જ મુશ્કેલ છે. માનવતા, ધર્મશ્રવણ, શ્રદ્ધા ને સંયમમાં વીર્યનો – પરાક્રમનો – ઉપયોગ. વિદાય વેળાએ પિતા જેમ પોતાના ૪ સુપુત્રોને છેલ્લી વારની ભલામણ કરે છે, * તેમ ભગવાન મહાવીરે પાવાપુરીમાં દેહ છોડતાં પહેલાં માનવજાતને આ ચાર અંગો કહ્યાં. $ “મહાનુભાવો ! આ વિશ્વમાં આ ચાર અંગ પરમ મંગળ છે : મનુષ્યત્વ, શાસ્ત્રનું શ્રવણ, શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ.” મહત્તા મનુષ્યજન્મની નહિ, મનુષ્યત્વની છે. મનુષ્યત્વ વિના આ મનુષ્યજન્મ ભયરૂપ છે. આજે વિશ્વમાં હવે તો જાગો ! * ૧૫ Page #175 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યો તો અબજોની સંખ્યામાં છે, પણ મનુષ્યત્વ ન હોવાને લીધે, આટલા વિજ્ઞાનનાં સાધનો હોવા છતાં, અશાંતિ છે, હિંસા છે, ભય છે. ચતુર માણસ પોતાના ચાતુર્યથી અન્યને છેતરી રહ્યો છે. બળવાન માણસ પોતાના બળના પ્રતાપે બીજાને દબાવી રહ્યો છે. સત્તાવાન માણસ પોતાની સત્તાથી સામાને નિર્દય રીતે કચડી રહ્યો છે. શ્રીમંત માણસ પણ પોતાના ધનના જોરે માણસને ગુલામ ગણી ખરીદી રહ્યો છે. આ બધું બની રહ્યું છે, કારણ કે મનુષ્યત્વ નષ્ટ થઈ રહ્યું છે. મનુષ્યત્વ એ ગુલાબનું ફૂલ છે. ફૂલને ઉષ્ણ જળમાં ઉકાળશો, તો એ પાણીને ગુલાબજળ બનાવશે, એને ઉકરડા પર ફેંકશો તો એ ત્યાં પડ્યું પડ્યું સુવાસ પ્રસરાવશે. એને કોઈ સુંદરી વેણીમાં ગૂંથશે તોય એ ત્યાં શોભામાં અભિવૃદ્ધિ કરશે, અને કોઈ ભક્ત એને પ્રભુના મસ્તક પર ચઢાવશે તોય તે એટલી જ નમ્રતાથી સૌરભ મહેકાવશે. એને ગમે તે સ્થાનમાં મૂકો, પણ એ પોતાનો ધર્મ નહિ ચૂકે. મનુષ્યમાં મનુષ્યત્વ જીવંત હોય છે, ત્યારે એ પણ સુમનની જેમ મહેકતું હોય છે. એ જો ચતુર હોય તો ભોળા માણસને બુદ્ધિભરી સલાહ આપે, એ લેખક હોય તો શિષ્ટ સાહિત્ય સર્જીને સમાજને સન્માર્ગે વાળે, એ બળવાન હોય તો નિર્બળનું રક્ષણ કરે, એ સત્તાવાન હોય તો પ્રજાને સહાયતા આપે, ને ધનવાન હોય તો એ નિર્ધનનો મિત્ર બને; કારણ કે એનું મનુષ્યત્વ એને આવાં સારાં કાર્યો કરવા અવિરત પ્રેરતું જ હોય છે. સૂર્યનો પ્રકાશ જગતને લોકવ્યવહારમાં પ્રેરે છે, તેમ મનુષ્યત્વ ભલાઈની પ્રવૃત્તિમાં પ્રેરે છે. સૂર્યના પ્રકાશમાં પ્રાણીસમૂહ અભય હોય છે. તેમ મનુષ્યત્વના પ્રકાશમાં માણસનો પ્રત્યેક વ્યવહાર અભય હોય. આજે તમે જોશો તો મનુષ્ય સામા મનુષ્યથી ચેતીને દૂર દૂર ચાલે છે; કારણ કે મનુષ્યત્વનો હ્રાસ થયો છે. માટે મનુષ્યજન્મને મંગળમય બનાવવા મનુષ્યત્વની પુનઃ પ્રતિષ્ઠા કરો. બીજું મંગલ છે શાસ્ત્રનું શ્રવણ. મનુષ્યત્વનો વિકાસ કરવામાં શ્રવણ ખૂબ સહાયક બને છે. માણસનું મન પાણી જેવું છે. એ સદા નીચાણવાળા પ્રદેશમાં જતું હોય છે. એમાં પણ જો ઢાળ મળી જાય તો પૂછવું જ શું ! એનો વેગ દ્વિગુણિત થઈ જવાનો ખૂબ વેગથી નીચે જવાનું. માણસનું મન નીચે જઈ જ રહ્યું હતું, એમાં વાસનાથી ભભૂકતું રંગીલું વાતાવરણ મળ્યું. માણસને ઉન્મત્ત બનાવે એવાં નિર્લજ્જ નૃત્યો વધ્યાં. ડગલે ને પગલે વિલાસી ગીતોનું શ્રવણ વધ્યું, અને મન વધારે ને વધારે અધોગામી બન્યું. ૧૬૬ * માનવતાનાં મૂલ્ય --- - Page #176 -------------------------------------------------------------------------- ________________ આવા સંયોગોમાં નીચે લપસતા મનને ઊંચે લઈ જનાર હોય તો તે સન્શાસ્ત્રનું શ્રવણ છે. જેમ પંપથી પાણી ઊંચે જાય છે તેમ મહાન પુરુષોનાં જીવનશ્રવણથી માણસનું મન ઊર્ધ્વગામી થાય છે અને જેનું મન પવિત્ર હોય છે, તે જ આનંદમાં રહી શકે છે. આનંદ જગતની વસ્તુઓમાં નથી, પણ નિર્મળ મનમાં છે. મનમાં નીચતા હોય, અપવિત્રતા હોય, અંધકાર હોય, ત્યારે તો અનેક સાધનો હોવા છતાં પણ તેને નિર્ભય આનંદ મળતો નથી અને કેટલીક વાર તો ઊંડે ઊંડે વેદનાના દંશથી માણસ પીડાતો હોય છે. અહીં ભગવાને વાચન કરતાં શ્રવણ એટલા માટે કહ્યું છે, એથી ચારિત્રશીલ પુરુષના સાંનિધ્યનો લાભ મળે. એની વાણીમાંથી નીતરતી ચારિત્ર્યની ઉષ્મા શ્રોતાના હૈયાને ભરી દે. શિયાળામાં અગ્નિ પર લખેલ વિવેચન વાંચવાથી ઉષ્મા નથી મળતી, પણ અગ્નિના સાંનિધ્યથી જ ઉષ્મા મળે છે, તેમ પુસ્તકના વાચનમાત્રથી આપણામાં પરિવર્તન નથી આવતું, પણ ચારિત્ર્યવાન પુરુષોની ઉપાસનાથી આપણા જીવનમાં ત્યાગની ભાવના આવે છે અને એ આદર્શ માનવીની છાપ, ઉપદેશની સાથે સાથે આપણા હૈયા પર અંકિત થાય છે. અહીં એક વાત ખૂબ સૂચક છે. આપણે જેને સાંભળીએ તે ત્યાગી હોવો જોઈએ. ત્યાગી એટલે માત્ર કપડાં બદલાવીને બેઠેલો નહિ, પણ નિઃસ્પૃહી ને સંયમી. એવાં નિઃસ્પૃહી પુરુષના મુખમાંથી નીકળેલ વાણી નિર્મળ જળનું કામ કરે છે. પાણીથી જેમ શરીરનો ને વસ્ત્રોનો મળ દૂર થાય છે, તેમ આવી વાણીથી આપણા આત્મા પર ચઢેલા મળનો ક્ષય થાય છે. ત્રીજું મંગળ તે શ્રદ્ધા. શ્રદ્ધા એ માનવીનું પરમ ધન છે. માણસ પાસે જો શ્રદ્ધાની મૂડી હોય તો જ એ જીવનમાં પ્રગતિ કરી શકે છે. જ્યારે શ્રદ્ધા ખૂટે છે, ત્યારે માનવપ્રગતિ થંભે છે. જીવનના વિષમ ને વિકટ પંથમાં માણસ શ્રદ્ધાના પાથેયથી જ આગળ વધી શકે છે, બુદ્ધિ કુંઠિત થાય છે, ત્યાં શ્રદ્ધા માર્ગ કરે છે. શ્રદ્ધાનો આ જેવો તેવો વિજય નથી. માણસ કોઈ પણ વસ્તુનો પ્રારંભ ત્યાં કરે છે, જ્યાં એને એ વસ્તુ પ્રત્યે શ્રદ્ધા હોય. પણ એ વસ્તુ પ્રત્યે શ્રદ્ધા ક્યારે જાગે ! જ્યારે એને પોતાના જીવનમાં શ્રદ્ધા હોય, પણ એને એ જીવનમાં શ્રદ્ધા ત્યારે જ જાગે જ્યારે એને પોતાના આત્માના અસ્તિત્વમાં અસીમ શ્રદ્ધા હોય. આવો આત્મશ્રદ્ધાવાન માણસ આખા જગત સામે બાથ ભીડી શકે. હવે તો જાગો ! ૧૦૭ Page #177 -------------------------------------------------------------------------- ________________ ચોથું મંગલ તે સંયમમાં પુરુષાર્થ. માણસ ધન રળવામાં, એને સાચવવામાં, વિલાસ વધારવામાં પુરુષાર્થ કરે છે, પણ સંયમની વાતમાં એ પુરુષાર્થહીન બની જાય છે. ભગવાન કહે છે : “તું તારો પુરુષાર્થ ભોગમાં નહિ, ત્યાગમાં કર." ભેગું કરવાનું કામ તો એક ભિખારી પણ કરી શકે છે, એમાં પુરુષની મહત્તા શી ! એક ભિખારી પાસે બે ડબલાં હોય ને માર્ગમાં ત્રીજું ડબલું મળે તો, એને એ ઝોળીમાં નાખવાનો, ભેગું કરવાનું અને ભોગવવાનું કાર્ય તો ભિખારી પણ કરી શકે. મહત્તા ત્યાગની છે. ત્યાગ માટે અમીરી જોઈએ. મહાન હૃદય જોઈએ, પ્રકાશમય દૃષ્ટિ જોઈએ. સંયમ એકદમ નથી આવતો. ઇન્દ્રિયોના ઘોડા તોફાની છે. એમને વશ કરવા જેવો પ્રબળ પુરુષાર્થ જોઈએ ! એમના મોંમાં સંયમની લગામ ન હોય, તો તે આપણા જીવનને ક્યાંય ફગાવી દે, કારણ જગત પ્રલોભનોથી ભરેલું છે. આવા પ્રલોભનભર્યા જીવનરથને સલામત રીતે લઈ જવો હોય તો સંયમ વિના કેમ ચાલે ? ઘણા માણસો કુશળ હોવા છતાં જીવનમાં આગળ વધી શકતા નથી, એમને શક્તિઓ મળી હોવા છતાં અંતિમ વિજય મળતો નથી, એનું કારણ એ જ છે કે, એ સંયમમાં નિર્બળ હોય છે એથી એમની સાધના માત્ર વ્યર્થ જાય છે.” માટે માનવજીવનને વિજયવંતુ બનાવવા તમારી શક્તિઓને, તમારી આવડતને, તમારી બુદ્ધિને, તમારા પુરુષાર્થને સંયમમાં જોડો. માનવજીવનની પરમ મંગળ એવી આ ચાર વાત ભગવાને શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહી છે. આજ જગતમાં અશાન્તિનો દાવાનળ પ્રગટ્યો છે. શાત્તિની વાતો માત્ર હવામાં જ છે. વાસ્તવિક જગતમાં તો બદ્ધિશાળી માણસને પણ કોઈ માર્ગ દેખાતો નથી. ચારે બાજુ આગના ભડકા છે. એવા ટાણે મારા? “માણસ' બનવા માટે ને શાન્તિની દુનિયા ઊભી કરવા માટે પણ આ મંગળ સત્યનો પ્રચાર સાહિત્યમાં કરવો રહ્યો અને આ અંગોને આચારમાં વણવાં રહ્યાં. ૧૭૮ * માનવતાનાં મૂલ્ય For Privatë & Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ સૌ મ્ય પ્રકૃતિ એ એવો ગુણ છે કે એ જેની પ્રકૃતિમાં વણાયો હોય તેને જેમ શાંતિ આપે છે, તેમ તેના સમાગમમાં આવનારને પણ શાંતિ આપનાર બને છે. આ ગુણ આખા સંસારને સુખમય બનાવનાર છે, મધુરી હવા ફેલાવનાર છે અને ઈંઢ બંધાઈ ગયેલી મિથ્યા માન્યતાને કેવી રીતે ગાળવી તેનો ઉકેલ કરનાર પણ આ સૌમ્ય પ્રકૃતિ નામનો ગુણ જ છે. સામા માણસની કાંઈક ભૂલને લીધે, તેને જોતાં, તમને અણગમો ઉત્પન્ન થાય, છતાં તમે તેને તક આપો. જેમ તમને હૈયું, લાગણી, ભાવના છે, તેમ તેને પણ તે બધું છે. કદાચ તેણે ભૂલથી અગર સંસારના સંયોગોની વિષમતાને લીધે કંઈક ખરાબ કાર્ય કર્યું હોય તો પણ તમે તેને એક વાર જરૂ૨ ક્ષમા આપો. જેમ સાગરની અંદર ભરતી-ઓટ આવે છે, તેમ માનવીની ભાવનાઓમાં પણ ભરતી-ઓટ આવે છે. જેમ તમે પોતે હવે તો જાગો ! * ૧૬૯ ૧૫. સૌમ્ય પ્રકૃતિ Page #179 -------------------------------------------------------------------------- ________________ કાંઈક ભૂલ કરી હોય અને તમને પશ્ચાત્તાપ થાય, અને પછી એમ થાય કે મને આ તકે માફી આપે, અને સજા ન કરે તો સારું, તેમ સામો માણસ પણ પશ્ચાત્તાપ કરીને તમારી પાસેથી માફી ઇચ્છે છે, નહિ કે સજા. માનવીની મહાન ક્ષતિ જો કોઈ હોય તો તે આ છે : મનુષ્ય જેટલો પોતાનો ગુનો, પોતે કરેલી ભૂલ છુપાવવાને ઇચ્છે છે, તે કરતાં સામા માનવીનો ગુનો, તેણે કરેલી ભૂલ, પ્રગટ કરવામાં અનેકગણો આતુર હોય છે, પણ ઊંડા ઊતરીને વિચાર કરશો તો માલૂમ પડશે કે, જેમ તમારું હૈયું ક્ષમા માટે ઝંખે છે તેમ, સામા માણસને પણ તમારા જેવી જ ઝંખના રહે છે; એની આ આંખો પણ ક્ષમાની ભૂખ માંગતી હોય છે. જેનામાં સામા માણસના હૈયાને દિલને પારખવાની શક્તિ નથી તે માનવી નથી. એ માનવજીવન જીવવાને પણ લાયક નથી ! તેમ તમે પણ કોઈના સંજોગોનો વિચાર ન કરી શકતા હો, સામાની લાગણીની કદર ન કરી જાણતા હો તો તમે પણ દાનવોની કોટિમાં જ ગણાઓ. ઇતિહાસનું અવલોકન કરશો તો એવા અનેક દાખલાઓ મળશે, જે ઘણી ભયંકર ભૂલો કરવા છતાં કોઈ સુંદર તક મળતાં સુધરી ગયા, ઉન્નતિના શિખરે પહોંચી ગયા; આ વાત ધ્યાનમાં રાખી તમે વર્તનમાં સામા માટે એવી ભાવના કેળવો કે આજે એ ભલો બૂરો હોય પણ કાલે મારા સહવાસથી જરૂ૨ સુધરશે અને તે માટે તમે તમારા હૃદયના દરવાજા ખોલી તેની વાત સાંભળો, તેને માટે તમારા હૈયામાં જે ગાંઠ બંધાઈ ગઈ હોય તેને દૂર કરો, અને તેને જાતે જ સુધરવાની તક આપો, તેને અનુતાપ કરવાનો અવસર આપો; તો તે જરૂ૨ સુધરશે. — સામા માણસની વાત સાંભળતાં તમે જાગ્રત જરૂ૨ રહો, ચેતતા જરૂ૨ રહો, સાચા-ખોટાની પારખ કરતા રહો; પણ સાંભળો તો જરૂર ! અમાવાસ્યાની ઘોર અંધારી રજનીમાં પણ તા૨લા હોય છે કે નહિ ? તેનું થોડું ઘણું પણ તેજ ખરું કે નહિ ? તે તા૨લાને ભરોસે પણ તેની સામે મીટ માંડો; તેના પાપી હૃદયમાં તારલિયા જેટલું સત્ત્વ તો જરૂર હશે ! એ કાળા હૈયામાં પણ એક દિવસ ચંદ્ર જરૂર ઊગશે, પૂર્ણ કળાએ ખીલી નીકળશે. આ દૃષ્ટિ કેળવીને તમે તેને તક આપવામાં ઉદાર બનો. તમારી જાત માટે જેવો વિચાર કરો છો, તેવો સામા માણસ માટે પણ વિચાર કરો. આપણે એમ ન માની લેવું જોઈએ કે હું સુવર્ણમાંથી ઘડાયેલો છું અને બીજા પિત્તળમાંથી, બીજા બધા ખરાબ અને હું એક જ સારો છું; આવી કદાગ્રહી દૃષ્ટિ જો તમારા જીવનમાં વ્યાપક બની ગઈ તો તમે સંસારમાં આગળ વધી શકવાના નથી. ૧૭૦ × માનવતાનાં મૂલ્ય Page #180 -------------------------------------------------------------------------- ________________ કેટલાક કહે છે કે, સગા બાપના વચન ઉપર પણ વિશ્વાસ ન કરવો, વિશ્વાસથી ડગલું ભરવાલાયક આ પૃથ્વી રહી નથી. દુનિયા એવી છે કે અવસરે ખસી જાય ! આવી માન્યતાવાળો માનવી પોતાના આત્માને આગળ વધારી શકતો નથી. હું એમ નથી કહેતો કે કોઈના પર તમે સંપૂર્ણ વિશ્વાસ મૂકી દો; હું તો એટલું જ કહું છું કે જાગૃતિપૂર્વકનો વિશ્વાસ તો તમે જરૂર રાખો. જાગૃતિપૂર્વકના પ્રકાશની અંદર જીવવું એ જીવનની કોઈ ઓર લહેજત છે, એની મધુરતા અલૌકિક છે. જ્યારે પ્રેમનું વાતાવરણ વિશ્વાસની સુવાસથી મિશ્રિત બને છે, ત્યારે આપણું જીવન કોઈ અલૌકિક બની જાય છે. આજે આપણે અવિશ્વાસને લીધે જ સત્ય ને અસત્ય, હિંસા અને અહિંસા દૈવી સંપત્તિ ને આસુરી સંપત્તિ, પાશવતા ને માનવતા વગેરેને પૂર્ણ રીતે સમજી શકતા નથી, સંસારમાં પ્રકાશ પાથરી શકતા નથી, અને આત્માને ઉન્નત બનાવી શકતા નથી. અવિશ્વાસના અંધારાને લીધે જ સામા માણસના હૃદયમાં જે અવિશ્વાસનું અંધારું હોય છે તે આપણા હૃદયમાં પેસી જાય છે. સૌમ્ય પ્રકૃતિ નામના ગુણનો સ્વભાવ પ્રકાશ છે. અને તે આવતા અંધકારને અટકાવે છે, રોકે છે, તેનો અવરોધ કરે છે. સૌમ્ય પ્રકૃતિ નામનો સદ્ગુણ એ આપણને ઉદ્ઘોષણા કરીને કહે છે કે, સહિષ્ણુ બનો, ને સંસારમાં કડવા ઘૂંટડા ગળી જતાં શીખો; એટલું જ નહિ પણ ઝેરના ઘડા પીતાં પણ શીખો. સંસારને જો શાંતિયમ, પ્રેમમય અને ભાવનામય બનાવવો હોય તો આ સૌમ્ય પ્રકૃતિ નામના ગુણની સુવાસ જીવનમાં મહેકાવી દો ! હવે તો જાગો ! - ૧૭૧ Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬. જીવનમાં ધર્મ + धर्मस्य फलमिच्छन्ति, धर्मं नेच्छन्ति मानवा: X फलं पापस्य नेच्छन्ति, पापं कुर्वन्ति सादराः $ માણસો ધર્મનું ફળ-પરિણામ ઇચ્છે છે, પણ તેમને ધર્મ આચરવો નથી. એને છે પાપનું ફળ જોઈતું નથી, છતાં પાપ આખો * દિવસ પ્રેમપૂર્વક કરે જ જાય છે ! વન વ્યવહારમાં ધર્મની અગત્ય શી જી છે, તેનો આજે અહીં વિચાર કરવાનો છે. જગત આખું આબાદી, A સુખશાંતિ આનંદ અને સંપત્તિની ઇચ્છા કરે. છે છે, પણ તે મળે શાથી ? કારણનો વિચાર કોઈ કરતું નથી ! કાર્ય જોઈએ છે, પણ કારણ નથી જોઈતું ! પણ એ બને કેમ ? ધર્મ સત્યનું વૃક્ષ છે, અને સુખ ધર્મનું ફળ છે, ફળ કોને કહેવાય ? ઝાડને હોય, ઝાડ $ વાવીએ નહિ તો ફળની પ્રાપ્તિ ક્યાંથી થાય? કેરીઓ જોઈએ છે, પણ આંબો * વાવવો નથી. ધર્મનું ફળ મેળવવું છે, પણ ૧૭૨ માનવતાનાં મૂલ્ય Page #182 -------------------------------------------------------------------------- ________________ ધર્મ આચરવો નથી, તો ફળ કેવી રીતે મળે ? પાપનું ફળ બરબાદી, દુઃખ, અશાન્તિ, શોક અને દરિદ્રતા છે. पापं कुर्वन्ति सादरा: ચોવીસે કલાક પાપમાં રચ્યાપચ્યા રહેવું છે, પાપની પ્રવૃત્તિ કરવી છે, પાપમય જીવન જીવવું છે, અને પુણ્યના ફળની આશા રાખવી છે, તે કેવી રીતે બને ? ગમાર પણ એવો વિચાર નહિ કરે કે બાવળનાં બી વાવીએ અને આંબો ઊગી નીકળે ! જીવનમાં પાપનું પરિબળ છે : વાણી, વર્તન અને વાચન મુખ્યત્વે વિલાસ તરફી છે, અને ફરિયાદ કરીએ છીએ કે સુખ મળતું નથી ! પણ સુખ આવે ક્યાંથી ? સુખ જોઈતું હોય તો ધર્મમય જીવન બનાવો; પણ ધર્મની વાત આવે ત્યાં તો કહેશો કે ફુરસદ નથી. પણ યાદ રાખજો કે, એક દિવસ તમારે પરાણે અનિચ્છાએ પણ ફુરસદ કાઢવી પડશે, અને તે અંતિમ પળે, તમારું ઘર ગમે તેટલા વૈભવથી છલકાતું હશે તોયે તે આકરું લાગશે, ભારે પડશે. આ જ સુખનાં સાધનો એ વખતે ભયંકર લાગશે. આજે અહીં પણ કેટલાય એવા બાહ્ય દૃષ્ટિએ સુખી દેખાતા માણસો હશે, જેમના અંતરને દુઃખનો કોઈ ગુપ્ત કીડો સતત કોરી ખાતો હશે ! મસાલો નાખી દૂધપાક બનાવ્યો હોય, અંદરથી સુગંધી મહેફ આવતી હોય, તેને પીવા મોં સુધી કટોરો લઈ જઈએ ત્યાં કોઈ કહે કે એમાં ઝેરનાં બે બિંદુઓ પડ્યાં છે, તો આપણે તરત એ કટોરો ફેંકી દઈએ છીએ, તેને પીતા નથી, શું કારણ ? કારણ એ કે વસ્તુ સુંદર છે, તેના પ્રતિ પ્રીતિ પણ છે, પણ તે પ્રેય છે તેવી શ્રેય નથી; વસ્તુ સુંદર હોવા છતાં મારી નાખે તેવી તે ચીજ છે. તેમ જ્યાં જ્યાં ધર્મ નથી ત્યાં ત્યાં બધું હોય તો પણ ઝેરમિશ્રિત છે. ધર્મ વિના જીવનમાં સુખ નહિ, શાંતિ નહિ. જેમ શરીર સારું ન હોય તો ગમે તેટલો પૈસો હોય તો પણ માણસને ચેન પડતું નથી, તેમ જીવનમાં ધર્મ ન હોય તો બહારની ગમે તેવી વસ્તુઓ પણ આત્માને શાંતિ આપી શકતી નથી. અંતર ઉજ્જડ છે જગત પર નજર નાંખો ! બહારથી સુખી દેખાતા માનવીઓ અંતરથી બળી રહેલા જણાશે ! તેમને બહા૨થી જોનારા કોઈ ભલે કહે કે, ‘ભાઈ ! તમે તો પરમ સુખી છો.' પણ સાંભળનારનું અંતર જાણતું હોય છે કે તેમના અંતરમાં કેટલા કાંટા ભર્યા છે ! પોતાની પીડા પોતે જ જાણે. કપડાં ઉતારે ત્યારે શરીર પરનાં ગૂમડાં દેખાય. બહારથી તે સૌ કોઈ કહે છે કે, ભાઈ દસ લાખના ધણી છે, બબ્બે મોટરો છે, અને આલીશાન બંગલો છે. શો વૈભવ છે !' હવે તો જાગો ! : ૧૭૩ Page #183 -------------------------------------------------------------------------- ________________ પણ એકાન્તમાં એને પૂછશો તો કહેશે કે, આ બધું છે, પણ ભાઈલા ! અંતરનો બાગ ઉજ્જડ છે. અંતરને તો આ ઉકરડો લાગે છે.' જીવનમાં ધર્મનું સંગીત નથી તેથી જ બહાર ને અંતરમાં ભેદ છે. તમે છાપામાં વાંચ્યું હશે. એક કરોડપતિ વિમાનના અકસ્માતમાં મરી ગયો. એ ઘણો વૈભવશાળી હતો, પોતાની આવડતથી એણે પૈસાનો તો ઢગ કર્યો હતો, અને ઝવેરાતની પેટીઓ ભરી એ બહારગામ વિમાનમાં જતો હતો. રસ્તામાં વિમાન સળગ્યું, અને આકાશમાં એ પણ સળગ્યો. ધરતી અને આકાશ વચ્ચે એનું કરુણ મૃત્યુ થયું. આ સુખ ! મરતી વખતે ભગવાનનું નામ સંભળાવનાર પણ કોઈ ન મળે ! અને હાય ! હાય ! કરતો વચમાં જ મરી પડે. આવાં કરુણ મૃત્યુઓ સાંભળીએ છીએ ત્યારે કમકમાટી છૂટે છે. કેટલાક રસ્તામાં ગાતા ગાતા જાય છે : ‘દુનિયા કી મજા લે લો, દુનિયા તુમ્હારી હૈ” પણ હું કહું છું કે દુનિયા તમામ પૂર્વજો કે મહાન ચક્રવર્તીઓની પણ નથી થઈ, તો તમારી કઈ રીતે થવાની છે ? તમારા પૂર્વજો પણ ‘મારું મારું' કરતાં મરી ગયા. એ શું લઈને ગયા ? કઈ વસ્તુઓ સાથે ગઈ ? હા, જે સારાં કાર્યો કર્યાં તે જરૂર સાથે ગયાં, બાકી તો માથે પાપનો ભાર જ. નમિરાજનું દૃષ્ટાંત તમને ખબર છે કે પાપનો ઉદય આવે છે ત્યારે મધુર વસ્તુઓ પણ અમધુર લાગે છે. કોયલનો મધુર ટહુકો પણ કારમો લાગે છે. નમિરાજ કેટલા વૈભવશાળી હતા ? એ મહારાજવીને વૈભવનો પાર નહિ. અંતઃપુર પણ સુંદરીઓથી ભરેલું પણ એક દિવસ એના દેહમાં ભયંકર રોગ ફાટી નીકળ્યો. શરીર જ્વરની જ્વાળાઓમાં તપવા લાગ્યું. એ સળગતાં અંગો પર ચંદન વિલેપન કરવા માટે એની યૌવનવંતી પત્નીઓ ચંદન ઘસવા બેઠી. સુંદરીઓના હાથે રત્નનાં કંકણ હતાં. જે રત્નકંકણ અને નૂપુર ઝંકારનાં કવિઓએ ભારોભાર વખાણ કર્યાં છે, જેના શ્રવણથી હૃદય નાચી ઊઠે અને દિલમાં રણકાર જાગે; એ જ કંકણનો મધુર અવાજ આજે શૂળની જેમ મિરાજના કાનમાં ભોંકાય છે. એ કહે છે કે ‘આ કર્કશ અવાજ ક્યાંથી આવે છે ?' એક વાર જેને સાંભળવાની એ ઝંખના કરતો હતો તે જ આજે એને ગમતો નથી; કારણ કે શરીરમાં સુખ નથી. પાપનો ઉદય થાય ત્યારે તેનું પરિણામ દુ:ખ તે સમયે વૈભવમાં શાન્તિ ન દેખાય તે સહજ છે. મંત્રીએ કહ્યું : ‘આ અવાજ કંકણનો છે.' નિમરાજ કહે : ‘મને આ કર્ણકટુ અવાજ ગમતો નથી.' સ્ત્રીઓએ એક એક કંકણ કાઢી નાંખ્યું અને ચંદન ઘસવા લાગી. થોડી ૧૭૪ * માનવતાનાં મૂલ્ય Page #184 -------------------------------------------------------------------------- ________________ વાર થઈ અને નિમરાજે પૂછ્યું : ‘કેમ ! હવે અવાજ કેમ થતો નથી ?' મંત્રીએ કહ્યું : ‘કંકણ બેને બદલે એક થવાથી.' એકમાં શાન્તિ, બેમાં અશાન્તિ આપણે શીખ્યા છીએને ! એકડે એક અને બગડે બે. એનો અર્થ શો ? બે થાય એટલે બગડે. મિરાજને માંદગીમાં કંકણમાંથી પણ આત્માના એકત્વનું ભાન થયું અને આત્મજ્ઞાની થયા. સમાધિ-મરણ વિદાયવેળાએ અનેકમાંથી આત્મા એક જ રહેવાનો, સૌને પાછળ મૂકી એ આગળ વધવાનો. આ પળ ઘણી જ કપરી હોય છે. જીવનના મર્મને ભેદી નાંખે એવી આ પળ હોય છે. આ સમયે પ્રભુનું નામ કોને મોઢે ચઢે ? જેણે સારાં કાર્યો કર્યાં હોય, જેણે જીવનમાં પ્રકાશનો વિચાર કર્યો હોય, તે માણસ આવા સમયે પ્રભુનું સ્મરણ કરી શકે. આખી જિંદગી જે ઘૂંટ્યું હશે, તે અંતસમયે આવીને ઊભું રહેશે, પણ જેણે જીવનભર પાપનો, અંધકારનો વિચાર કર્યો હોય, તેને કોઈ ‘નમો અરિહંતાણં' સંભળાવે તોયે સાંભળવું ન ગમે; કેમકે જિંદગીમાં તે અંગે પ્રેમ કેળવ્યો નથી, તેનું મહત્ત્વ એને સમજાયું નથી; એટલે છેલ્લી પળે એ નામનું સ્મરણ કરવું પણ આકરું લાગે છે. મૃત્યુની નોબત વાગતી હોય ત્યારે પ્રભુ-નામની બંસરી ક્યાંથી સંભળાય ? મૃત્યુની ભયંકર કલ્પનાઓમાં એનો આત્મા ગૂંગળાતો હોય ત્યાં શાંતિ ક્યાંથી હોય ? સમાધિ કેવી રીતે મળે ? ભગવાન પાસે રોજ ચૈત્યવંદન કરતા હો, ને જે સૂત્ર બોલતા હોય, તેનો અર્થ સમજતા હો, તો Üબર પડે કે આપણે ‘જય વીયરાયમાં શી માંગણી કરીએ છીએ ! ધન નહિ, સ્ત્રી નહિ, પુત્ર-પુત્રી નહિ, પણ સમાધિ-મરણની પ્રાર્થના કરીએ છીએ. સહિમરાં પ્રભુ, મારે કાંઈ ન જોઈએ ! મને સમાધિ-મરણ મળો. શાંતિભર્યું પ્રશાન્ત મૃત્યુ મળો. આહ ! જ્ઞાનીઓએ મૃત્યુને પણ સત્કાર્યું ! એની પણ માગણી કરી ! જ્ઞાનીની મૃત્યુ માટે પણ કેવી તૈયારી ! ગમે તે ઘડીએ જવાનું છે તો દરેક માણસે જીવનની તૈયારી કરી રાખવી જોઈએ. વેપારી તો ડાહ્યા કહેવાય. પાણી પહેલાં પાળ બાંધે. તમે કહેશો અમને વેપારમાં સમજણ પડે. આમાં સમજ ન પડે. પણ જ્ઞાનીઓ કહે છે પણ સમજે જ છૂટકો છે. નહિ સમજો તો અંતસમય બગડી જશે. આને હવે તો જાગો ! : ૧૭૫ Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી વસ્તુપાળ ને તેજપાળ પણ તમારી જેમ સંસારી હતા, પણ એમનું જીવન ધર્મમય હતું. એમણે એમનો વૈભવ આબુનાં સંગેમરમરમાં ને આરસમાં કોરીને એમના વૈભવને, એમના જીવનને, અમર બનાવ્યું. એમનું મૃત્યુ થયું, પણ તે ક્યાં ? જાણે યાત્રાને બહાને મરણની સામે ગયા ? એમણે મૃત્યુને પણ શરમાવ્યું. એવો જ પ્રસંગે ગુજરાતના મહામંત્રી શ્રી ઉદયનનો છે. એમનું વીરમૃત્યુ વિચારવા જેવું છે. ગુજરાતને એની પૂરી પિછાન નથી. શ્રી મુનશી જેવા કેટલાક લેખકોએ ઐતિહાસિક સાહિત્યને અન્યાય કર્યો છે. ઇતિહાસનાં તેજસ્વી પાત્રોને પોતાની મનસ્વી વૃત્તિઓથી રંગીને પોતાના માનસનું પ્રદર્શન ભર્યું છે. પ્રતાપી પાત્રોની પવિત્રતા સામાન્ય માનસમાં આવતી જ નથી. મહામંત્રી ઉદયનને શ્રી ક. મા. મુનશીએ પોતાની નવલકથાઓમાં સાવ હણા ચીતર્યા છે. એમની એ નવલકથાઓમાં જાણીતી અંગ્રેજી નવલકથાઓની પુનરાવૃત્તિઓ જેવી છે. એમાં જે જે પાત્રો હતાં તે તે પાત્રો પોતાની નવલમાં ખડાં કરવાં, ને એને ઇતિહાસનો આભાસ આપવા એમણે સોલંકી યુગ પસંદ કર્યો અને એ વખતનાં પાત્રોને મનફાવતાં ગોઠવીને ગમે તે રીતે ઘડ્યાં છે. તેઓએ એક પ્રસંગે જાહેર કર્યું હતું કે મુંજાલને ઠેકાણે પહેલાં શાંતુ મૂક્યો હતો, પણ પછી ફેરવી નાખ્યો. મંજરી એમની કલ્પનાનું પાત્ર છે ! આમ એમણે નવલકથાનો રસ જમાવવા ગુજરાતનાં પ્રતિભાશાળી પાત્રોનો ખુરદો કરી નાખ્યો છે. ઇતિહાસના સત્યને ભ્રષ્ટ કર્યું છે. આ વખતે એક ભરવાડનું દૃષ્ટાંત યાદ આવે છે. સ્ત્રી-પુરુષ નદી ઊતરતાં હતાં. સ્ત્રીએ પોતાના પગે સુંદર મેંદી મૂકી હતી. પુરુષને એનો મોહ હતો. સ્ત્રીને પગે પાણી ન અડે એ માટે એણે સ્ત્રીને અવળી પકડી. માથું નીચે ને પગ ઉપર. સ્ત્રી પાણી પીને મરી ગઈ, પણ પેલા પુરુષે કહ્યું : ભલે જીવ ગયો. પણ રંગ તો રહ્યો.” આમ ગુજરાતના આ જાણીતા નવલકથાકારે નવલકથાઓનો “ટેસ્ટ' જાળવવા કેટલાંય મહાપ્રતાપી પાત્રોનો ખુરદો કરી નાખ્યો છે. આજના ઉદાર યુગમાં શ્રી મુનશી જેવાએ એ પાત્રોને ન્યાય આપી પોતાના અપકૃત્યનું પ્રાયશ્ચિત્ત કરવું ઘટે. આ તો એ પ્રાસંગિક વાત થઈ. હવે આપણે મૂળ વાત પર આવીએ. ગુર્જર ઇતિહાસના ઘડવૈયાઓમાં મહામંત્રી ઉદયનનું સ્થાન અનુપમ છે. એંશી વર્ષના મહાયોદ્ધા શ્રી ઉદયન મૃત્યુશધ્યા પર પોઢયા છે. સમરાંગણની એ ભૂમિ છે. એમણે સૌરાષ્ટ્ર પર કપરો વિજય તો મેળવ્યો છે, ૧૭૬ - માનવતાનાં મૂલ્ય Page #186 -------------------------------------------------------------------------- ________________ પણ દેહ ઘાથી જર્જરિત થયો છે. વિદાય વેળાએ એમને ગુરુદર્શનની પ્યાસ જાગી. જેણે સમગ્ર જીવનમાં દેવ-ગુરુ-ધર્મની ઉપાસના કરી છે, તેને તે અત્યારે કેમ વીસરી શકે ? એમણે કહ્યું : “મને એક જ ઇચ્છા છે. પ્રભુનું નામ સંભળાવનાર કોઈ ત્યાગીના સાંનિધ્યમાં મારો દેહ છોડું.' આ સમરભૂમિમાં ત્યાગી સાધુ લાવવા ક્યાંથી ? રણમેદાનમાં એક તરગાળો હતો. એણે સાધુનો વેશ ભજવવા હા કહી. એ સાધુનો વેશ પહેરી હાજ૨ થયો અને દૂરથી જ ધર્મલાભ કહી ઊભો રહ્યો. મહામંત્રી શ્રી ઉદયન સાધુને જોતાં જ પથારીમાંથી અર્ધા બેઠા થઈ ગયા. એમની આંખોમાં પ્રેમનાં ઝળઝળિયાં આવ્યાં. એમને થયું, મારું કેટલું પુણ્ય કે અંતસમયે આવા ત્યાગી મહાત્માનાં મને દર્શન થયાં. એમણે ચરણરજ લીધી. પેલાએ ‘નમો અરિહંતાળમ્' સંભળાવ્યું. મહામંત્રીનું માથું નમ્યું. એમણે છેલ્લું શરણ લીધું. ‘રિહંત શરમાં પવધ્નમિ' અરિહંતને શરણે જાઉં છું. ઐસી દશા હો ભગવાન, જબ પ્રાણ તનસે નીકલે, ગુરુરાજ હો નિકટમેં, ઔર ધર્મ હો મેરે ઘટમેં. જીવન ધર્મમય ને પવિત્ર હોય તો એ જ સમયે ગુરુ યાદ આવે. મહામંત્રી શ્રી ઉદયને પ્રભુનું નામ જપતાં મૃત્યુનું શરણ લીધું. એ પછી રાજ્ય તરફથી તરગાળાને સારું ઇનામ આપવા માંડ્યું. ત્યારે તેણે તેનો અસ્વીકાર કરતાં કહ્યું : “ના, દ્રવ્ય મારે ન ખપે. જે વેશનાં દર્શનથી મહામંત્રી જેવાનું મરણ સુધર્યું, જે વેશના ચરણોમાં શ્રી ઉદયન જેવા મહામંત્રી પણ નમે, એવો પાવનકારી પવિત્ર વેશ મળવા છતાં હું છોડું તો મારા જેવો દુર્ભાગી કોણ ? મને ત્યાગના પંથે જવા દો. હું કોઈ જ્ઞાનીગુરુના શરણમાં જઈ, શાસ્ત્રનો અભ્યાસ કરી, ચારિત્ર પાળી મારા જીવનને ધન્ય બનાવીશ. મને જવા દો “અરિહંત શરનું વવજ્ઞાનં.” : " વેશ લઈને ભજવતાં આવડવો જોઈએ. તમે પણ મનુષ્ય-ભવનો વેશ ભજવો છો ને ? છપ્પન ઇંચનો ડગલો પહે૨વા માત્રથી કાંઈ મનુષ્ય ન થવાય. બહારના વેશમાં સૌ સારા દેખાય છે, સારા દેખાવાનો પ્રયત્ન પણ કરે છે; પણ ખરેખર સારા થવાને કેટલા પ્રયત્ન કરે છે ? ફોટો પડાવવા જાઓ ત્યારે કેવા દેખાઓ છો ? બહાર સુંદર અને અંદર બગાડ, આ ક્યાં સુધી ચાલશે ? અંતે પ્રભુના દરબારમાં તો અંદરનું બહાર આવ્યા વિના નહિ રહે ને ? કુદરતે આપણી છાતીમાં વિચારો જોવાની બારી નથી મૂકી. એવી બારી હોય તો શું પરિણામ આવે ? પોલ બધી ઊધડી જ જાય ને ? બધા દાવપેચ હવે તો જાગો ! * ૧૭૭ Page #187 -------------------------------------------------------------------------- ________________ દેખાવા લાગે ને ! તમારા દિલમાં કોણ ૨મે છે, અને કેવા વિચારો આવે છે, એ બધું દેખાય તો પછી તમારો કોઈ સંગ પણ ન કરે ! પેટનો છોકરો પણ કહે કે તમે દૂર રહો, સ્ત્રી પણ સંભળાવી દે કે તમે કેવા છો, તે હવે જોઈ લીધા. પતિ પણ કહી દે કે તું કેવી સતી છે, તે સમજાઈ ગયું. પણ સારું છે કે એવી બારી નથી, પણ દુનિયા ન જુએ તો કાંઈ નહિ. અનંત સિદ્ધો તો જુએ છે ને ! પ્રભુ આપણાં કાર્યોનો સાક્ષી છે; માટે મનુષ્યત્વની છબીને ધર્મની ફ્રેમથી મો. એક કવિ કહે છે : ‘નરભવ નગર સોહામણું પામીને કરજે વેપાર.’ ચોરાશી લાખના ફેરામાં આ નરભવ નગર અનુપમ છે. મનુષ્ય-દેહરૂપી ઉત્તમ બંદર મળ્યું છે. જીવન એવું બનાવો કે ગમે તે પળે મૃત્યુ આવે તો પણ મુખ પર પ્રસન્નતા હોય. આજે તો અંતસમયે દવાખાને લઈ જાય, ત્યાં અભક્ષ્ય અને અપેય દવા પીને મૃત્યુ પામે ? દવા પીને કોઈ અમર થયું છે કે ? અમરત્વને આરે અમરત્વ ક્યાં છે ? દવા અને ડૉક્ટરો અમર નહિ બનાવી શકે. અમરત્વ માટે એક રૂપક છે. દેવોએ ઘણા કષ્ટ અમૃત શોધ્યું, પણ રાખવું ક્યાં કે જેથી તે માનવજાતને હાથ પડે નહિ ? 1. એક દેવે કહ્યું : “પર્વતની ટોચ પર મૂકો.” જવાબ મળ્યો “જે માનવ માઉન્ટ ઍવરેસ્ટને સર કરી શકે તે કયા શિખરે ન પહોંચે ?' ત્યારે સંતાડવું ક્યાં ? બીજા દેવે કહ્યું : “પર્વતની ગુફામાં કે ખીણમાં સંતાડો.” ઉત્તર મળ્યો : “જે માણસોએ માઈલો ઊંડી ખીણો અને ખાણો ખોદી, તેલના કૂવા અને પાતાળકૂવા ખોદ્યા, તે ગુફાઓને રહેવા દેશે ખરા ?'' એટલામાં એક વિબુધ બોલ્યો : “અમૃતને એવે સ્થાને મૂકો કે જ્યાં માણસને શોધવાનું મન ન થાય....જેનો વિચાર સરખોય ન આવે.' એટલે અમૃતને માણસના હૈયામાં મૂક્યું. તે દિવસથી માણસ બહાર સર્વત્ર અમરત્વને શોધતો ફરે છે, પણ અંત૨માં, પોતાના હૈયામાં તો તપાસતો જ નથી. એની સામે જ છે, એની જ ઉપર પગ મૂકી એ આગળ વધે છે ! જ્ઞાનીઓ આ વાતને સાદી ભાષામાં સમજાવે છે : ‘જેમ વન ઢૂંઢે મૃગ કસ્તૂરીયો, લેવા મૃગમદ ગંધ.' હરણની ડૂંટીમાં કસ્તૂરી છે, પણ એ ત્યાં શોધતું નથી, જે દિશામાંથી પવન આવે છે, એ દિશા ભણી દોટ મૂકે છે ! તેમ અમૃત ૧૭૮ : માનવતાનાં મૂલ્ય Page #188 -------------------------------------------------------------------------- ________________ આપણી પાસે છે, પણ આપણે અંતરમાં ડૂબકી મારતા નથી, અને જ્યાં ત્યાં શોધતા ફરીએ છીએ. લોકો ધર્મને બાહ્યાચારમાં શોધી રહ્યા છે. મંદિરોમાં જઈ જોરશોરથી ઘંટ વગાડ્યા કરે છે, જાણે ભગવાનને જગાડતા ન હોય ! સૌને બાહ્ય ધર્મ જોઈએ છે, અંતરધર્મ અદશ્ય થતો જાય છે. અરે ભાઈ ! સાચો ધર્મ અંદર છે, માટે અંદર આવો. આજ વિજ્ઞાન વધ્યું છે, પણ આત્મ-વિજ્ઞાન વિના બધું નકામું છે. એ દુનિયાનું બધું અપાવશે, પણ અમરત્વ નહિ અપાવે. અમૃત આત્મામાંથી જ પ્રગટવાનું છે. દેહ ભલે પડે, પણ આત્મા નથી પડવાનો. આ દૃષ્ટિ આજના વિજ્ઞાનમાં ક્યાં છે ! - શ્રી સાગરજી મહારાજ માંદા હતા. ભક્તોએ ડૉક્ટરને બોલાવ્યા. મહારાજશ્રીની છેલ્લી સ્થિતિ હતી. ડોકટરે તપાસીને ખાનગીમાં જઈ એક ભાઈને કહ્યું, “સીરિયસ છે.” મહારાજશ્રીના કાને આ શબ્દો પડ્યા. એમણે કહ્યું, “અરે ભલા ડૉક્ટર ! આ વાતને ખૂણામાં જઈને શું કહો છો ? હવે ભય ક્યાં છે, કે ગભરાવાનું હોય ? સમરાંગણના મરણિયા લડવૈયાને મૃત્યુનો ભય કેવો ? એ લડવા માટે તો નીકળ્યો છે. અમે મૃત્યુની સામે જંગ ખેલવા તો સાધુ થયા છીએ.” આ સાંભળી સૌ નમી પડ્યા. મૃત્યુની છેલ્લી પળે પણ કેવું બૈર્ય ! મૃત્યુ પ્રત્યે કેવી બેપરવાઈ ! કિંમત દેહની નહિ, પણ આત્માની છે ! એ માટે એક સુંદર દૃષ્ટાંત આપું. જીવનનાં મૂલ્ય એક કંજૂસ કરોડપતિનું શબ સ્મશાનમાં પડ્યું હતું. એ સ્મશાન નદીને કિનારે હતું. આ વહેતી નદીના કિનારે એક યોગી બેઠા હતા. એટલામાં એક ભૂખ્ય શિયાળ પેલા શબ પાસે આવ્યું, અને શબ પર તરાપ મારી. ત્યાં યોગી બોલ્યા : “ર રે નવૂ ! મુગ્ધ મુક્ય સહસી ની નીચું વધુ શિયાળ ! રહેવા દે, રહેવા દે. આ નીચ દેહ છે. એની કાયા નિદાને પાત્ર છે, એને ખાઈશ તો તારી બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જશે.' શિયાળે કહ્યું : “બાપુ ! મને ખૂબ ભૂખ લાગી છે. હું બીજું કાંઈ નહિ ખાઉં, હું તો માત્ર એના હાથ જ ખાઈશ. યોગી કહે : “હાથ ન ખવાય, કારણ કે તો નવનિત – આ હાથ હવે તો જાગો ! ક ૧૭૯ Page #189 -------------------------------------------------------------------------- ________________ દાનથી વેગળા રહ્યા છે. આ હાથે દાન કર્યું નથી. આ હાથથી એણે લૂંટ જ ચલાવી છે. આ હાથથી એણે નોટનાં બંડલો જ ભેગાં કર્યાં છે. કેવી રીતે ભેગાં કર્યાં છે, તેની તને ખબર છે ? લૂંટીને, ફસાવીને, અજ્ઞાનમાં રાખીને, વિશ્વાસઘાત કરીને ભેગાં કર્યાં છે.' આ વાત વિચારવા જેવી છે. ભેગું તો કર્યું પણ સાથે શું આવવાનું ? પાછળ મૂકીને જવા માટે કેટલાં પાપો થઈ રહ્યાં છે ? પુણ્યનો સૂર્ય તપે છે, ત્યાં સુધી પૈસાનો પ્રકાશ આવે છે, એ આથમતાં આત્માનું શું ? જબ લગ તેરે પુણ્ય કા, આયા નહીં કરાર, તબ લગ સબકુછ માફ હૈ, ગુના કરો હજાર. જ્યાં સુધી પુણ્ય છે, ત્યાં સુધી ધમધોકાર ચાલે. ઊંધું નાખશો તોય સીધું પડશે. પુણ્યનો કરાર પૂરો થશે, એટલે પાપનો વારો આવશે. પછી સવળું કરશો તોય અવળું પડશે. લક્ષ્મીને રાખવા માગશો તોય તે તાળી દઈને ચાલી જશે. અત્યારે તમારી પાસે છે, ત્યારે તમે વાપરો, નહિ તો લક્ષ્મી તમારી પાસે કઈ રીતે ટકે ? આજે તો લોકોની વૃત્તિ એવી થઈ છે કે, હું આખા ગામનું ખાઉં, મારું ખાય એનું નખોદ જાય. આવી વૃત્તિ હોય ત્યાં ઉદારતા કેમ સંભવે ? આવા માણસો કદાચ દાન કરે તો તે પણ કીર્તિ માટે. પાંચ હજાર રૂપિયા ખર્ચીને બીજે દિવસે ક્યાં જુએ ? છાપામાં. છાપામાં પોતાના સમાચાર અને ફોટા ન જુએ તો પેટમાં ગોટા જ ઊપડે ને ! દાન એક પ્રકારનો વ્યાપાર ન બનવો જોઈએ. દાનવીર પુરુષોએ પાલિતાણામાં મંદિરોનું નગર ઊભું કર્યું, પણ ક્યાંય નામ ન મળે. આજ તો એક ‘પટ' કરાવે તોય અંદર નામ કોતરાવે ! અને એકલું પોતાનું કે પોતાના પિતાનું નહિ. પણ ઘ૨માં હોય તે બધાંનું. શું કીર્તિભૂખ ? તમે કહેશો : 'અમે અમારા પૈસા આપીએ તો બદલો ન માગીએ?’ પણ હું તમને પૂછું છું કે તમે આ પૈસા લાવ્યા ક્યાંથી ? ગરીબો પાસેથી ને ? તો જેમના છે, તેમને આપો છો, તેમાં આટલા શાના ફુલાઓ છો ? એક ઠેકાણે ટેકરો છે, એનો અર્થ એ જ કે બીજે ઠેકાણે ખાડો પડ્યો છે ! પહેલાંના જમાનામાં સુખી માણસો ઘરમાંથી નીકળતા ત્યારે અપંગ માણસો તેમની વાટ જોઈને બેસતા. ફૂલા, લંગડા, આંધળાઓનું એ પોષણ કરતા, અને ખિસ્સામાં સોનામહોરો પણ રાખતા. જરૂરિયાતવાળા સારા ૧૮૦ માનવતાનાં મૂલ્ય Page #190 -------------------------------------------------------------------------- ________________ માણસને જોઈ સોનામહોરોથી ખીસું પણ ભરી દેતા. એવા દાતાઓ ગયા. આજ તો કેવા રહ્યા; તે કવિ કહે છે દાતા દાતા મર ગયે, રહ ગયે મખ્ખીચૂસ, લેને દેને મેં કુછ નહિ, લડને મેં મજબૂત.’ આજ તો આ મોટોનો મહિમા જાગ્યો છે. મોટરની આગળ કોઈ ગરીબ આવે તો કચરાઈ મરે, અને પાછળ પડે તો ધુમાડાના ગોટા મળે. ગરીબો ધનિકો પાસે આશા ન રાખે તો કોની પાસે રાખે ? કોઈ ગરીબ શ્રીમંતના બંગલા પાસે જાય તો ભૈયો ચોર જાણી ધક્કા મારે. જો કે કેટલાક સારા શ્રીમંતો હોય છે, પણ તે કેટલા ? આંગળીના વેઢા પર આવે એટલા જ ને ? ભીખ માગવા આવનાર તો ભિક્ષા માંગે છે, અને જાણે આડકતરો તમને ઉપદેશ પણ દે છે, “શેઠ, ગયા ભવમાં અમારી પાસે પણ તમારા જેવો જ વૈભવ હતો. સંપત્તિ હતી પણ અમે ન આપ્યું એટલે અમારે તમારે ત્યાં માગવા આવવાનો વારો આવ્યો, તમે આજે નહિ આપો તો આવતા ભવે તમારે પણ અમારી જેમ જ માંગવું પડશે, માટે આપો...' આ હાથ દાનથી શોભે છે, કંકણ કે ઘડિયાળથી નહિ, હાથથી દાન ન અપાયું તો એ શિયાળ જેવા પશુના ખાવાના કામમાં પણ નહિ આવે. ચાંદા તો કાગડો પણ જોઈ શકે યોગીએ જ્યારે શિયાળને કહ્યું કે આ મૃતદેહના હાથે દાન કર્યું નથી, પણ લૂંટ કરી છે; માટે આ બે હાથ ખાવા લાયક નથી, ત્યારે શિયાળે કહ્યું : “આના બે કાન ખાઉં ?'' આ યોગી કહે : ‘‘નહિ, કાન પણ નહિ. શ્રુતિપટી સારશ્રુતિદ્રોહિળૌ કાને ધર્મકથા સાંભળી નથી. દર્શનકથા આ કાનને સ્પર્શી નથી. તેણે તો વિલાસી ગાણાં શાંતિથી સાંભળ્યાં છે, દુનિયાના ન્યૂઝ સાંભળ્યા છે, આત્માના ન્યૂઝ સાંભળવાની એને ફુરસદ નથી મળી. કાનને રાજકથા સાંભળવી ગમે. દેશકથા સાંભળવામાં રસ આવે. ખાવાપીવાની વાતમાં ભોજનકથામાં કાન સવળા થઈ જાય અને સ્ત્રીકથા આવે ત્યાં તો તેમાં તલ્લીન થઈ જાય, એકાગ્ર બની જાય: પણ નીતિકથા કાઢો તો ભાઈને ઝોકાં આવે, આળસ ચઢે. કહે કે સમય નથી. કદાચ કોઈ પ્રસંગમાં ન છૂટકે સાંભળવા બેસી જાય તો એવા શાહુકાર કે જરાય સાથે લઈને ન જાય ! સાંભળેલું બધું જ ત્યાં મૂકી જાય ! લઈ જાય તો ચોરમાં ખપે ને ! હવે તો જાગો ! આ ૧૮૧ Page #191 -------------------------------------------------------------------------- ________________ આત્માની વાત એક કલાક પણ સાંભળવા માટે સમય ન મળે તો માણસાઈ કઈ રીતે આવે ? માનવતા કઈ રીતે જાગે ? આત્મપ્રબોધ કઈ રીતે થાય ? ત્રેવીસ કલાક આ કાનમાં દુનિયાનું ઝેર રેડાઈ રહ્યું છે. એ ઝેરને ધોનાર કોઈ હોય તો વીતરાગની આ પવિત્ર વાણી છે. આ વાણીનાં પાણી ન મળે તો આત્માની મલિનતા કઈ રીતે ટળે ? આખો દિવસ દુનિયામાં જોશો તો નિંદા સિવાય કાંઈ ન મળે. ચાર માણસ ભેગા થાય તો નિંદા કરવાના. પ્રશંસા કોઈનાય મોઢે આવે છે ? આખા દિવસમાં તમે કેટલા માણસના સદ્દગુણ જુઓ છો ? અને દુર્ગુણ કેટલાના જુઓ છો ? તમારા ધ્યાનમાં પહેલો ગુણ આવે છે કે અવગુણ ? ચાંદા જોવાનું કામ તો કાગડા પણ કરી શકે છે; એ જ કામ માનવીની દૃષ્ટિ કરશે તો માનવીની મહત્તા શી ? પાપીઓનાં પાપો જ પાપીઓને મારશે. એની નિંદા કરી તમે શું કરવા તમારા આત્માને મલિન કરો છો ? યાદ રાખજો કે નિંદા પણ દારૂ જેવી માદક વસ્તુ છે. એનો કેફ ચઢ્યા પછી માણસ ચૂપ રહી શકતો જ નથી. પછી તો એ વગર બોલાવ્યો, વિના પૂછુયે પણ જેના તેના અવર્ણવાદ-નિંદા બોલતો ફરવાનો. જૂની કહેવત હતી : ચાર મળે ચોટલા, તોડી નાખે ઓટલા, હવે એ કહેવતને ફેરવવી પડશે. બહેનોને ઘરની જવાબદારીને લીધે ઓટલા તોડવાની ફુરસદ રહી નથી. હવે તો પુરુષો જ ભેગા થઈને ચૂંટણીમાં ને ઉમેદવારીમાં ઓટલા તોડતા હોય છે. એટલે ચાર મળે ચોટલી તો તોડી નાખે (કો'કની) રોટલી ! સવારથી ઊઠીને પ્રભુનું નામ લેવાને બદલે ઓટલા પર છાપાં લઈને બેસી જાય, અને દાતણ કરતાં કરતાં છાપું વાંચતો જાય અને આખી દુનિયાનું જાણે પોતે ન જાણતો હોય એમ વાંચતો જાય ! બે-પાંચ એની પાસે બેસીને આવી વાતો સાંભળી મનમાં ડોલતા જાય. અરે, આવી કારમી કાળી કથાઓ સાંભળવા માટે આ કાન મળ્યા છે ? પત્રકારોનો ધર્મ આ સ્થળે એટલું કહેવું જોઈએ. આજે કેટલાક પત્રકારો પણ પોતાનો ધર્મ ભૂલ્યા છે. પ્રજાને શું પીરસવું એ પત્રકારના વિવેક ઉપર આધાર રાખે છે. પત્રકાર વિવેકી હોય તો પ્રજાને તારી શકે. પ્રજાને મહાન બનાવી શકે અને પ્રજા ઉન્નત ભાવનામય બને એવું સાત્ત્વિક સાહિત્ય પીરસી શકે. આજે ઉપદેશકોનું સ્થાન છાપાંઓએ લીધું છે. ઉપદેશકો ખૂણામાં છે, પત્ર જાહેરમાં છે, પ્રજામાનસ ઉપર પત્રની અસર જેવી તેવી નથી. એ ધારે તે કરી શકે, ૧૮૨ - માનવતાનાં મૂલ્ય Page #192 -------------------------------------------------------------------------- ________________ એટલે પત્રકારની પ્રજ્ઞા પણ વિવેક માગે છે; તેમ વાચકની પાસે પણ વિવેકનો ચીપિયો હોય તો, એ ગ્રહણ કરવા લાયક ગ્રહણ કરે, ને નિંઘ તેમજ અયોગ્ય હોય તેને જતું કરે. આવો વિવેક હશે તો આ કાન ધન્ય થશે, નહિ તો આ કાન શિયાળના ખાવાના કામમાંય નહિ આવે. સૌંદર્યના અશ્વનો સવાર કોણ થઈ શકે ? જોયું ? યોગીએ હાથને નિંઘ ગણ્યા, પવિત્ર શ્રવણ વિનાના કાનને અયોગ્ય કહ્યા, ત્યારે શિયાળે પૂછ્યું, ‘તો આંખ ખાઉં ?' યોગી કહે : “નેત્રે સાધુવિતોનેન રહિતે આ આંખોએ સાધુપુરુષોનાં દર્શન નથી કર્યાં; સાધુપુરુષો એને ગમ્યા જ નથી. સતપુરુષોને સામે આવતા જોઈ એણે આંખ આડી કરી છે. આ આંખોએ સ્ત્રીઓનાં ઉદ્ભટ રૂપ જોવામાં જ જન્મારો કાઢ્યો. રૂપમાં, રંગમાં, સૌન્દર્યમાં આ આંખો ખૂંચી ગઈ. જે વસ્તુને જોવાની ના પાડી ત્યાં આ નયનો ઠર્યાં, અને જ્યાં નયનોને ઠરવાનું કહ્યું ત્યાંથી ખસ્યાં.'' - તમે રસ્તા પરથી પસાર થાઓ છો ત્યારે જુઓ છો ને ? માણસોની આંખો ઠેકાણે હોય છે ખરી ? એ કેવી આડી-અવળી ભટકે છે ? કેટલીક વાર તો આ આંખો એવા એવા સ્થાનમાં તલ્લીન થઈ જાય છે કે કોઈની સાથે અથડાય ત્યારે જ એને ભાન આવે, એથી જ તો અકસ્માતો (Accidents) વધ્યા છે ? દેખતા આંધળાઓની સંખ્યા આજે ઓછી નથી, આવા અંધોને સાચાં સૌન્દર્યદર્શન ક્યાંથી લાધે ? સંયમની લગામ જેના હાથમાં હોય તે જ સૌન્દર્યના અશ્વ ઉપર ચઢી શકે. આ આંખોને ચામડીના રૂપનો સૌન્દર્યનો કેવો રસ છે તે જુઓ. ચિંતનાત્મક સાહિત્ય વાંચતાં આંખની પાપણો પર ઊંધ ચઢી બેસે, પણ સિનેમા કે નાટકમાં ઝોકાં આવે ખરાં ? એનું કારણ એ જ કે આંખમા વિકાર છે, વિકારને વિકારી વસ્તુ જ ગમે. સૌંદર્ય કાંટો નથી : ફૂલ છે. એક કવિએ કહ્યુ છે : Beauty is to admire and not to touch if it is touched it is spoiled.' સૌન્દર્ય પ્રશંસાભરેલી દૃષ્ટિથી જોવા માટે છે. સ્પર્શવા માટે નથી. સ્પર્શતાં નાશ પામે. પણ તે કયું સૌન્દર્ય ? આ ચામડામાં વસેલું કે પ્રકૃતિમાં વણાયેલું ? દેહદેશવાસી સૌન્દર્યને ઢૂંઢનારી આંખો પાપી છે આવી આંખો એક સ્થાનથી બીજે સ્થાને અથડાયા જ કરવાની. એને સ્થિરતા ક્યાંથી હોય ? આત્મદેશવાસી હવે તો જાગો ! ૧૮૩ Page #193 -------------------------------------------------------------------------- ________________ સૌન્દર્ય માટે કહેવાય છે શુદ્ધમ્ પાવિ સૌન્દર્યમ્ – એ સૌન્દર્ય શુદ્ધ છે, પાપને નહિ સ્પર્શેલું તે પવિત્ર છે. આપણા મહાકવિ કહે છે. ઓ રસતરસ્યા બાળ, રસની રીત ન ભૂલશો ! પ્રભુએ બાંધી પાળ, રસસાગરની પુણ્યથી.” ચામડાની રૂપકડી પૂતળીઓની શોધમાં જ્યાં સુધી આંખો પછાડા ખાતી હોય ત્યાં સુધી તેનામાં સૌન્દર્યરસ ઉપાસિકા શુદ્ધ ચેતના છે એમ કેમ કહેવાય ? હું કહું છું, સૌન્દર્યના ભક્ત બનજો. એને પૂજજો. પણ તે સૌન્દર્ય આત્મિક હોવું જોઈએ. યાદ રાખજો સૌન્દર્ય કાંટો નથી, ફૂલ છે. એનાં દર્શનથી ઘા ન વાગે, પણ હૃદય સુવાસિત થાય. ડંખ લાગે ત્યાં સૌન્દર્ય નથી પણ વાસના છે. સિનેમા જઈને આવ્યા પછી હૈયું નિર્મળ ને હળવું નથી બનતું, પણ વિકલ્પોના ભારથી ભારે બને છે, જ્યારે વીતરાગનાં દર્શનથી મન વિકલ્પોથી મુક્ત બની હળવું ને સુવાસિત બને છે. એટલે કવિએ કહ્યું છે : અખિયન મેં અવિકારા જિનંદા, તેરી અખિયનમેં અવિકારા, શાંત રુચિ પરમાણુ નિપાયા, તુજ મુદ્રા મનોહારા. હે ભગવાન ! તારી આંખોમાં અધિકાર છે, કારણ કે શાંત અને પવિત્ર પરમાણુઓથી ઘડાયેલી તારી મનોહર મુદ્રામાં વિકાર ક્યાંથી હોય ? અમારી આંખો વિકારી છે; કારણ કે રાગ અને દ્વેષના અપવિત્ર પરમાણુઓથી ઘડાયેલા અમારા દેહમાં અવિકાર ક્યાંથી હોય ? અમારા વિકારના અંધકારને તારાં દર્શનની જ્યોતમાં અમે બાળવા માટે આવ્યા છીએ. એને તું બાળી નાખ અને અમને પણ અવિકારી બનાવ. આપણી આંખોમાં શું ભર્યું છે તે આપણને દેખાતું નથી. જેમ મોં પર ડાઘ હોય પણ આપણને ન દેખાય, અરીસો મળે તો જ આપણે આપણા મુખ પર રહેલા ડાઘને જોઈ શકીએ. તેમ આગમશાસ્ત્રનો અરીસો મળે તો આપણી આંખોમાં રહેલા વિકારને આપણે જોઈ શકીએ, પણ આપણને તે જોવાની ફુરસદ નથી. મોહની મહાપ્રસાદ મદિરા પીને આપણો આત્મા ચકચૂર બન્યો છે; ઘેલો બન્યો છે. ઘેનમાં એ પોતાના દોષનો ટોપલો બીજા પર ઢોળે છે. એક માણસને અમદાવાદથી મુંબઈ જવું હતું. એણે મુંબઈની ટિકિટ કઢાવી અને પ્લેટફોર્મ પર આવ્યો, તે દારૂ પીને ચકચૂર બન્યો હતો. કેફમાં કઈ ગાડીમાં બેસવું એનું એને ભાન ન રહ્યું. તે આબુ ભણી જતી ગાડીમાં ૧૮૪ માનવતાનાં મૂલ્ય Page #194 -------------------------------------------------------------------------- ________________ ચઢી બેઠો. ગાડી ઊપડી. મહેસાણા આવતાં ટિકિટ-ચેકર આવ્યો, એણે ટિકિટ માંગી. ટિકિટ જોઈ એણે કહ્યું, “આ તમારી ટિકિટ તો મુંબઈની છે, અને તમે તો દિલ્હી મેલમાં બેઠા છો. તમે ભૂલ્યા છો !'' આ સાંભળી પેલો દારૂડિયો તાડૂક્યો : “હું ભૂલું ? હું તો બરાબર જોઈને જ બેઠો છું. પણ તમારા ડ્રાઇવરે દારૂ પીધો લાગે છે. એ મુંબઈ લઈ જવાને બદલે ગાડી આ બાજુ લઈ આવ્યો છે, એને નીચે ઉતારો અને કહો કે ગાડી પાછી મુંબઈ ભણી હાંકે.'' વિચારો ! દારૂ કોણે પીધો હતો ? આવી દશા જગતની છે ! પોતે ભૂલોની આંધીમાં અટવાઈ ગયું છે અને બીજાની ભૂલો શોધી રહ્યું છે. કેફમાં પોતાને પોતાના ગામની ખબર નથી. આપણું ગામ એ આ ફાની દુનિયા નથી. અહીં તો અલ્પ સમય માટે આવ્યા છીએ, અહીં વિસામો લીધા પછી અહીંથી આગળ વધવાનું છે. આપણું ધામ દૂર છે, ઉ૫૨ છે, સૂર્ય ને ચંદ્રનીયે પેલી પાર છે, જ્યાં સૂર્યનો પ્રકાશ પણ ઝાંખો લાગે એવા પ્રકાશમય, સૌન્દર્યમય, મોક્ષપ્રદેશનો નિવાસી આપણો આ આત્મા છે. એનો વિચાર સ્વપ્નમાં પણ આવે છે ? એક ગામમાં એક ભાઈએ પ્રશ્ન કર્યો, ત્યાં મોક્ષમાં ખાઈ-પીને વાતો કરવાની ખરી કે નહિ ?” મેં કહ્યું : “ત્યાં વાતો કેવી ? ત્યાં તો આપણો આત્મા અનંત જ્ઞાનમયપ્રકાશમય હોય છે. વીતરાગને વાતો કેવી ?'’ ત્યારે ફરી પ્રશ્ન કર્યો, “તો પછી વાતો વિના અમારો સમય કઈ રીતે પસાર થાય ? અમે તો મૂંઝાઈ જઈએ...'' મને વિચાર આવ્યો કે જે લોકો વાત વિના રહી શકતા નથી, ઘોંઘાટ વિના જીવી શકતા નથી, કોલાહલ વિના તેમને પોતાનું જીવન શૂન્ય લાગે છે, આવા માણસોને આ મોક્ષની અનંત પ્રકાશમય પ્રદેશની કલ્પનાય ક્યાંથી આવે ? કેફમાં કદી સ્વસ્થ વિચાર આવતો જ નથી, મોહનો પણ કેફ છે, આમાં આત્માની સહજ ને વાસ્તવિક દૃષ્ટિનો વિકાસ ક્યાંથી હોય ? આત્માની નૈસર્ગિક દૃષ્ટિ જાગે તો સમજાય કે આત્મા જ એક એવી ચીજ છે જેને અગ્નિ બાળી ન શકે, પવન સૂકવી ન શકે, તલવા૨ છેદી ન શકે, પાણી ભીંજવી ન શકે. એ વિના સ્નાને પવિત્ર છે, અને આભૂષણો વિના પણ સુંદરતમ છે. આવા આત્મસૌન્દર્યનું એકાદું કિરણ પણ મળે તો આ દૃષ્ટિ ધન્ય બને. એ વિના તો આ આંખ શિયાળને ખાવા માટે પણ ખાવા યોગ્ય નથી. યોગીએ હવે તો જાગો ! * ૧૮૫ Page #195 -------------------------------------------------------------------------- ________________ હાથ, કાન અને આંખ ખાવાની ના કહી, ત્યારે શિયાળે કહ્યું : “તો આ બે પગ ખાઉં ?” યોગી કહે : “પાવી ન તીર્થનતૌ । ભાઈ, પગ પણ ખાઈશ નહિ, કારણ કે એ તીર્થે ગયા નથી. કદાચ કોઈકવાર તીર્થે જાય તો પણ ઘોડાગાડીમાં, મોટરમાં કે ડોળીમાં. બીજાને માથે પોતાનો ભાર નાખી તીર્થે ગયા તેથી શું વળ્યું ? પોતાના સ્નેહી આવવાના છે, એમ જાણવા મળે અને વાહન ન હોય તો પગે ચાલીને પણ સામે જાય. સવારે ફરવા જવાનું walking માટે જવાનું હોય તો માઈલો સુધી ચાલે. કોઈ આસામી ફેઈલ થઈ જવાની છે, એમ સાંભળે તો અધરાતે પણ વાહન વિના ત્યાં દોડી જાય, પણ યાત્રાએ જતાં થાક લાગે. પૈસાનું નામ આવે ત્યા પગમાં જોર આવે. પ્રભુનું નામ આવે ત્યાં કંટાળો આવે. શરીરને શ્રમ આપ્યા વિના, પગે ચાલીને ગયા વિના, યાત્રાનો પૂર્ણ લાભ કઈ રીતે મળે ? આજકાલ યાત્રાનાં ધામો, તીર્થસ્થાનો અને ધર્મસ્થાનો અયોગ્ય આત્માઓને લીધે કર્મસ્થાનો બની રહ્યાં છે. ત્યા જાય એટલે ન ખાવાનું ખાય, ન પીવાનું પીએ, જુગાર ૨મે અને લહેર કરે. તમે તીર્થસ્થાનોમાં રહેલી ધર્મશાળાઓની ઓરડીઓ જોશો તો તમને લાગશે : ક્યાંક બીડીનાં ઠૂંઠાં પડ્યાં હશે, ક્યાંક સિગારેટનો કચરો પડ્યો હશે, દીવાલ પર પાનની પિચકારીઓ મારેલી હશે અને આવનાર સપૂતોનાં નામ કોલસાના કાળા અક્ષરોમાં કોતરેલાં હશે ! આ ઓરડીઓ આપણી શુચિતા ને સંસ્કારિતાની પારાશીશી સમી છે. આ બધું બની રહ્યું છે, કારણ કે જીવનમાં ધર્મ નથી. ધર્મને લોકોએ મંદિરમાં જ પૂરી રાખ્યો છે. એને હવે બહાર લાવો. જીવનમાં લાવો. માણસ જેમ જમે છે રસોડામાં, પણ એ ખોરાકને પચાવે છે બજારમાં. પચાવવા માટે રસોડામાં જ બેસી રહેવું પડતું નથી, તેમ માણસે ઉપાશ્રય ને મંદિરોમાંથી ધર્મને ગ્રહણ કરી, એનો ઉપયોગ વ્યવહારમાં બજારોમાં કરવો જોઈએ. ધર્મને મંદિરમાં જ ન રખાય. ધર્મ જીવનમાં, વ્યવહારમાં અને વર્તનમાં આવશે તો જ એનો મહિમા વધશે, તો જ એ ધન્ય થશે. તો જ એ જીવંત બનશે. સાચી યાત્રા કોનું નામ ? થોડાં વર્ષો પહેલાંની આ વાત છે, જ્યારે લોકો યાત્રા વાહનમાં નહિ, પણ પગપાળી કરતા હતા, તે દિવસની આ વાત છે. એક શેઠ તખતગઢથી પાલિતાણાની યાત્રાએ ગયા. સાથે એમનાં પત્ની પણ હતાં. બંને જણ લાંબો પ્રવાસ કરી પાલિતાણા પહોંચ્યાં. ગિરિરાજ ઉપર ચાલીને ચઢ્યાં ને દેવનગરીનાં - ૧૮૬ માનવતાનાં મૂલ્ય Page #196 -------------------------------------------------------------------------- ________________ દર્શન કર્યા. પ્રભુનાં દર્શનથી એમનો આત્મા નાચી ઊઠ્યો. જે વસ્તુ ઘણાં કષ્ટ પછી લાંબે ગાળે મળે તેનું મહત્ત્વ કોઈ ઓર હોય છે. શેઠે પણ ઘણા પ્રવાસ પછી જીવનમાં પ્રથમવાર જ આદીશ્વર પ્રભુને જોયા. એમનો આત્મા ડોલી ઊઠ્યો. આનંદમાં ડોલતાં શેઠ મંદિરની બહાર નીકળ્યા, ત્યાં એક સાધુનો ભેટો થયો. શેઠે એમને પણ પ્રેમથી નમન કર્યું. સાધુએ પૂછ્યું: “શેઠ, તમે દૂરથી યાત્રાએ આવ્યા દેખાઓ છો ?” શેઠે બે હાથ જોડી “હા કહી. સાધુએ કહ્યું : “તમે દર્શન કર્યા, હવે તો તમે તમારા ગામ ભેગા થશો, પણ દર્શનની મીઠી યાદ હૈયામાં કઈ રીતે રાખશો ? જો આ પવિત્ર સ્થળમાં કોઈ નિયમ લો, કોઈ સંભારણું લો, તો કોઈક મીઠી સ્મૃતિ હૈયામાં સદાકાળ ટકી રહે, બાકી પથ્થર ઉપાડીને તો મજૂરો પણ આ તીર્થ ઉપર આવે છે. એમને થોડો જ યાત્રાનો લાભ મળવાનો હતો ? યાત્રા તો તે કે જેની મીઠી યાદ આપણા જીવનને કોઈ સદ્ગુણથી ભરી દે !” રંગમંડપમાં પ્રભુની સામે ઊભા રહીને જ શેઠે સાધુનાં વચન સાંભળ્યાં. એમને આ વચનો મીઠાં લાગ્યાં. એમણે કહ્યું : “આપની વાત સાચી છે. દેવનાં દર્શન થયાં. ગુરુનાં વચનામૃતો પણ સાભળવા મળ્યાં. હવે એક નિયમ લઉં તો ધર્મ પણ જીવનમાં આવે... તો ગુરુદેવ ! મને નિયમ આપો. ગમે તેવા પ્રસંગમાં પણ મારે ક્રોધ ન કરવો. જે ક્રોધે મારા જીવનને કટુ બનાવ્યું, એ ક્રોધને અહીં આવ્યા છતાં પણ ન છોડું તો યાત્રાનો અર્થ શો ? ક્રોધને અહીં મૂકતો જાઉં અને પ્રેમની હવા અહીંથી લેતો જાઉં; એ જ યાત્રાની સ્મૃતિ.” સાધુએ કહ્યું : “શેઠ, જોજો. હોં ! નિયમ તો લો છો, પણ એ તૂટે નહિ. પ્રતિજ્ઞા લેવી સહેલી છે, પાળવી ઘણી કઠિન છે. ઘણા પ્રતિજ્ઞા લેવામાં સિંહ જેવા શૂરા બની જાય છે. પાળવામાં શિયાળ જેવા કાયર............” ના ! ગુરુદેવ ! ના. એવું નહિ બને. દેહના ટુકડા થશે તોય નિયમ નહિ તૂટે.” દઢતાનું તેજ આંખમાં લાવી શેઠે કહ્યું. શેઠ આ મીઠી સ્મૃતિ લઈ, યાત્રા કરી પોતાને ગામ આવ્યા. એ જમાનામાં આવી યાત્રા કરી આવનારનો કુટુંબીજન આખા ગામને જમણ આપતો. સૌ સ્નેહપૂર્વક સહભોજન કરતા અને યાત્રાની પવિત્ર હવા આખા ગામમાં છવાઈ જતી. આ શેઠને એક ભત્રીજો હતો. એણે પોતાના કાકાની આ સફળ યાત્રા નિમિત્તે ગામને ભોજન આપવાનો નિર્ણય કર્યો. પણ એણે જ્યારે કાકાના નિયમની વાત સાંભળી ત્યારે એને કુતૂહલ થયું. કાકા એક કલાક પણ ક્રોધ હવે તો જાગો ! ૧૮૭ Page #197 -------------------------------------------------------------------------- ________________ વિના રહી શકે ? ક્રોધ છોડે તો પછી એ કાકા શેના ? આખું ગામ જાણે છે. ક્રોધ એટલે કાકા, અને કાકા એટલે જ ક્રોધ. એણે મનમાં નક્કી કર્યું કે જોઉં તો ખરો કે કાકા કેવી રીતે નિયમ પાળે છે ? સૌની વચ્ચે કાકાનું સ્વરૂપ પ્રગટ કરાવું તો જ હું ખરો ભત્રીજો . ભત્રીજાએ આખા ગામમાં જમવાનાં નોતરાં ફેરવ્યાં, પણ પોતાના કાકાના ઘરનો ટાળો કરાવ્યો. કાકાને ત્યાં નોતરું ન આપ્યું. સાંજે ગ્રામજનો થાળી વાટકો લઈ જમવા જવા લાગ્યા, ત્યારે શેઠ પણ જવાની તૈયારી કરવા લાગ્યા. શેઠાણી છંછેડાઈ ગયાં : “વગર નોતરે જમવા જતાં શરમાતા નથી ? ભૂખડી બારસની જેમ આ ચાલ્યા.' શેઠ તો પ્રેમની હવા લઈને આવ્યા હતા. એમણે હસીને કહ્યું, “તારી બુદ્ધિને પણ ધન્યવાદ છે. અરે ઘરમાં તે વળી નોતરાં શાં, ને નિમંત્રણ શાં ? આપણે ક્યાં પારકાં છીએ ? આપણી યાત્રા નિમિત્તે તો આ પ્રીતિભોજન છે ! ચાલ, ચાલ હવે નિમંત્રણવાળી !'' શેઠાણી બબડતી બબડતી પાછળ ચાલી. વાડીની ડેલીમાં એનો ભત્રીજો સૌનું સ્વાગત કરી રહ્યો હતો કાકાને જોતાં જ એ પૂંઠ કરીને ઊભો રહ્યો. શેઠ એની પાસે થઈને પસાર થઈ ગયા. આગળ જતાં શેઠાણીએ કહ્યું : “જોયું ? નિમંત્રણ વિના આવ્યા તો કેવી ફજેતી થઈ ? સૌનું એ માનપૂર્વક સ્વાગત કરી રહ્યો છે, આપણને ‘આવો' એટલુંય કહ્યું ? એ ગામને જમાડે છે, તમારી તો સામુંય જોતો નથી. જાઓ તમારે જવું હોય તો, હું તો આ ચાલી...'' ભત્રીજો દૂર ઊભો ઊભો આ વાર્તાલાપ સાંભળી રહ્યો હતો. એની આંખ બીજી બાજુ હતી, કાન અહીં હતા. શેઠે કહ્યું, “તીર્થ જઈ આવી, પણ તું તો આવી જ રહી. એકલો માણસ કેટલાનું ધ્યાન રાખે ? જોતી નથી, એ કેટલી ધમાલમાં છે. એ તો આપણું બાળક કહેવાય. ચાલ હવે.'' ભત્રીજાએ કાકાને સાંભળ્યા. એનું હૈયું નમી પડ્યું, પણ એને એક વધારે કસોટી કરવાનું મન થયું. એણે જઈને કાકાની થાળીમાં લાડવા પીરસવાને બદલે એક ગોળ પાણો મૂક્યો. શેઠે ઊંચું જોયું. આસપાસ બેઠેલા સૌ હસી પડ્યા. દૂરથી શેઠાણીએ આ અપમાનજનક દૃશ્ય જોયું અને એ સળગી ઊઠી. પણ શેઠ તો તીર્થથી વિવેક ને પ્રેમ લઈને આવ્યા હતા. પ્રતિજ્ઞાની મૂડી એ એમ જવા દે ? એમણે પોતાનો જ કાન પકડતાં કહ્યું : “મારા ભાણામાં પકવાન ન શોભે. પાણો જ શોભે. હું વૃદ્ધ છતાંય ૧૮૮ * માનવતાનાં મૂલ્ય Page #198 -------------------------------------------------------------------------- ________________ મારામાં એટલોય વિવેક ન આવ્યો કે ગામના માણસો પહેલાં જમે, ઘરનાં માણસો છેલ્લે જમે. ઘરનો થઈને હું પહેલો બેઠો, એ મારી ભૂલ તેં ઠીક સુધારી.'' એમ કહી એમણે પીરસવાનું કમંડલ હાથમાં લીધું. ભત્રીજાની આંખમાં આંસુ ધસી આવ્યાં. કાકાના ચરણોમાં એ ઢળી પડ્યો. એમની પવિત્ર ચરણરજ લેતાં એણે કહ્યું : “કાકા ! આપે સાચી યાત્રા કરી. આપ ક્રોધને શેત્રુંજી નદીના નિર્મળ ની૨માં ધોઈ આવ્યા. આપ ત્યાંથી ક્ષમા અને પ્રેમનું અમૃત લઈને આવ્યા. મને થયું કે કડવી તુંબડીને ગંગામાં સ્નાન કરાવવા માત્રથી એની કડવાશ ન જાય. પણ ના, મારી ભૂલ છે. પારસમણિનો સ્પર્શ થાય તો લોખંડ પણ સોનું થાય છે. આપને દર્શનનો સ્પર્શ બરાબર થયો છે. આપની આ પ્રેમયાત્રા ધન્ય છે. મને ક્ષમા આપો.'' જમનારાઓએ જ્યારે આ પ્રેમકથા સાંભળી ત્યારે તો એમના ભોજનની મીઠાશમાં કોઈ અપૂર્વતા આવી વસી. યુદ્ધના લોહીનો પૈસો આવ્યો શિયાળ વિચાર કરે છે : “તો હવે મારે ખાવું શું ? હાથ, કાન, આંખ ને પગ બધું જ અપવિત્ર છે, તો લાવ, પેટ ખાઉં. મને કકડીને ભૂખ લાગી છે. ભૂખથી મારા પ્રાણ જાય છે.' ત્યાં યોગી બોલ્યા : “ભઈલા, પ્રાણ જતા હોય તો જવા દેજે, પણ આ માણસનું પેટ ખાઈશ નહિ, કારણ કે પેટ તો અન્યાયથી, અત્યાચારથી મેળવેલા અનીતિના દ્રવ્યથી ભરેલું છે. આ પેટ ખાઈશ તો તારી બુદ્ધિ ભ્રષ્ટ થશે. પછી તું તારા જાતભાઈઓને મદદ નહિ કરે, જાતભાઈથી દૂર ભાગીશ. તું બીજાઓની સાથે તો લુચ્ચાઈ કરે છે, પછી તો તું જાતભાઈને, તારા કુટુંબને પણ નહિ છોડે. માટે આ અન્યાયના દ્રવ્યથી ભરેલું પેટ ખાવું રહેવા દે.’ સાધુઓમાં દ્વેષનું કારણ અનીતિનું ખાનાર માણસની પ્રકૃતિમાં પણ વિકૃતિ આવે છે. એ સગાભાઈઓ સાથે પણ કલહ કરે છે, વંચના કરે છે. આજકાલ સાધુઓ પણ અંદર અંદર કલહ કરતા હોય છે, કારણ કે એમના પાત્રમાં આ અન્ન પડે એટલી બુદ્ધિમાં વિકૃતિ આવે નહિ તો સાધુઓમાં વેરઝેર, દ્વેષ, કલહ, કુસંપ હોય શાનાં ? એમનામાં તો મૈત્રી હોવી જોઈએ, પણ મૈત્રીથી ભરેલા સાધુઓ આજે કેટલા દુર્લભ છે ? સાધુ સાધુને જોઈ દૂર ભાગતા હોય તો જાણજો કે અન્ન તેવું મન છે. હવે તો જાગો ! * ૧૮૯ Page #199 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરે દીક્ષા લઈ વિહાર કર્યો. પહેલે જ દિવસે એ પોતાના પિતાના મિત્ર એક તાપસના આશ્રમે આવી ચડ્યા. તાપસને જોતાં જ પ્રભુના હૈયામાં પ્રેમની છોળ ઊછળી, એ બંને હાથ પહોળા કરી હૈયેહૈયું દબાય એ રીતે એકબીજાને ભેટી પડ્યા. પ્રભુ તો મહાન સાધુ છે. પેલો સામાન્ય તાપસ છે, છતાં કેવો પ્રેમ ? સાધુનું દર્શન એ જ પુણ્ય છે. સાધુઓ તો હરતાફરતા (જંગમ) તીર્થ સમા છે, પણ તે કયા સાધુ ? જે ત્યાગી હોય, બ્રહ્મચારી હોય, મૈત્રીભાવથી છલકાતા હોય, એવા સાધુને નમનથી આપણામાં જરૂર નમ્રતા ને સભ્યતા આવે. આજના યુગમાં લોકો બે હાથ જોડીને નમન કરતાં ભૂલ્યા. દંડવત પ્રણામ કરતાં ભૂલ્યા, અને નમસ્કાર પણ ભૂલતા જાય છે. હવે તો દૂરથીસલામથી (Salute) પતાવે છે. આ યુદ્ધના અનાજથી માણસનું માનસ બગડ્યું છે. માણસ માણસથી દૂર ભાગે છે. માણસ એકબીજાને મળે છે તો વચ્ચે અવિશ્વાસનો પડદો રાખીને જ મળે છે. માણસના માનસમાં પાપ આવ્યું છે, એટલે માણસ માને છે કે દૂર રહેવામાં જ સાર છે. કેટલાક કહે છે : “ભાઈ ! ચેતીને ચાલવાનો આ જમાનો છે.' આહ ! માનવતાની પ્રતિષ્ઠા ગઈ, હવે આપણી પાસે રહ્યું શું ? માણસમાં કેટલો અવિશ્વાસ જાગ્યો છે તે તમને નીચેના પ્રસંગ પરથી ખ્યાલ આવશે. એક છોકરો દીવાલ પર બેઠો હતો. એનો પિતા નીચે ઊભો રહી કહી રહ્યો હતો, “બેટા ! ઉપરથી ઠેકડો માર, હું તને ઝીલી લઈશ. જરાય ગભરાઈશ નહિ, હું નીચે ઊભો છું ને ! તારે ડરવાનું હોય નહિ. ચાલ કૂદકો માર જોઈએ.'' છોકરો મૂંઝાતો હતો. એને બીક હતી. ત્યાં ફરી એના બાપે કહ્યું, ‘અરે, ડરે છે શાનો ? તું પડતું મૂકીશ એવો જ તને હું ઝીલી લઈશ.' અને છોકરાએ ભૂસકો માર્યો. એનો બાપ ત્યાંથી ખસી ગયો. છોકરાને જરાક વાગ્યું. એણે બાપની સામે જોયું. બાપે કહ્યું : “મેં તને ભૂસકો નથી મરાવ્યો, પણ જીવનભર યાદ રહે તેવી લાખ રૂપિયાની શિખામણ આપી છે. સગા બાપના વચન ૫૨ પણ વિશ્વાસ ક૨વા જેવો આ જમાનો નથી. કોઈના આધાર કે કોઈના વચન પર, કોઈ પણ કામ કરીશ તો હાથપગ ભાંગી જશે. તું ઉપર પડીશ એમ લાગતાં તારો બાપ પણ ખસી ગયો, ત્યાં બીજો તો ખસી જાય એમાં નવાઈ શી ? માટે કોઈનાય આધારે ભૂસકો ન મારીશ. શત્રુ સાથે પણ એવી રીતે વર્તજે કે કોઈ વાર મૈત્રી ક૨વાનો પ્રસંગ આવે તોય વાંધો ન આવે, અને મિત્ર સાથે પણ એવી રીતે ૧૯૦ * માનવતાનાં મૂલ્ય Page #200 -------------------------------------------------------------------------- ________________ વર્તજે કે કોઈ વાર એ તારો શત્રુ બની જાય તોય તને મુશ્કેલીમાં ન મૂકી શકે. કોઈનેય હૈયું ન આપતો.'' આજે જીવન કેવું છે તેનું આ પ્રત્યક્ષ દૃષ્ટાંત છે. માનવીના મનનાં દ્વાર આજ ખુલ્લાં નથી. પણ બિડાયેલાં છે એનામાં પ્રકાશ આવી શકતો નથી, અને અંદરનો અંધકાર બહાર જતો નથી. માણસ મળે છે, વાતો કરે છે, સાથે ખાય છે, પીએ છે. એકબીજા સાથે પ્રેમગોષ્ઠિ કરે છે. પણ વચ્ચે દીવાલ-પડદો છે. પ્રકાશ નથી, તિમિર છે. આવા સંજોગોમાં માનવતાની જ્યોત એકબીજાના હૈયામાં કઈ રીતે પહોંચી શકે ? શું થાય, દ્રવ્ય એવું આવ્યું ? કાળાં બજારોનો, યુદ્ધના અત્યાચારોનો, વિશ્વાસઘાતનો પૈસો આવ્યો, એટલે માનવી માનવતાવિહોણો બન્યો. માણસ હવે ખવડાવીને નથી ખાતો, પણ લૂંટીને એકાન્તમાં બેસી એકલો ખાય છે. ત્યાં સાધર્મિક વાત્સલ્ય કે સહભોજનની તો વાત જ ક્યાં રહી ? અતિથિને ભોજન આપવાની વાત, આજ તો કેટલાકને કલ્પનાસૃષ્ટિ જેવી લાગે છે, છતાં આપણું ભાગ્ય કે આવી હવામાં પણ વાત્સલ્યથી ભરેલા, મૈત્રીથી છલકાતા હૈયાવાળા માનવો મળી આવે છે. એવાઓને જોઉં છું ત્યારે માથું એમના ચરણમાં નમી પડે છે. થોડાં વર્ષો પહેલાં મુંબઈની નિશાળના બે શિક્ષકો કેટલાક પ્રશ્નો પૂછવા આવેલા. અમારો વાર્તાલાપ ચાલતો હતો. મેં એ પ્રસંગને ઉદ્દેશીને શ્રીરામ અને ભરતનું નામ લીધું, ત્યાં પેલા બીજા ભાઈએ કહ્યું : “આ ભાઈને આ યુગના ભરત કહીએ તોય ખોટું નથી. એવો એમનો ત્યાગ છે. એમની ઉંમર ૪૫ વર્ષની છે. એ અપરિણીત છે, બ્રહ્મચારી છે. પોતાના ભાઈના કુટુંબ ખાતર એમણે જીવનભર બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી છે.' મને એમની વાત જાણવાની જિજ્ઞાસા થઈ. મેં એમને જ પૂછ્યું : “આ વાતનું રહસ્ય શું છે ?'' એમણે નમ્રતાથી કહ્યું, “એવો કોઈ મહાન ત્યાગ મેં કર્યો નથી. આ ભાઈ મારા મિત્ર છે એટલે પ્રશંસા કરે છે. મેં તો મારી ફરજ બજાવી છે. અમે બે ભાઈઓ હતા. મારા મોટા ભાઈએ કેટલાંય દુઃખ ને કષ્ટ વેઠી મને ભણાવ્યો, પુસ્તકો લેવા માટે ને ટર્મ ફી ભરવા માટે પણ પૈસા અમારી પાસે ન હતા, ત્યારે મહિનાઓ સુધી એક ટંક ભૂખ્યા રહી એમણે મને ભણાવ્યો. એમને યાદ કરું છું એટલે થાય છે, એ કેટલા મહાન હતા ? “આજથી વીસ વર્ષ પહેલાં હુલ્લડમાં એ અણધાર્યા મૃત્યુ પામ્યા. પાછળ ચાર બાળકો અને ભાભી રહ્યાં. આજીવિકા માટે કોઈ સાધન ન હતું. સૌ નિરાધાર થઈ ગયાં. એ વખતે હું અમદાવાદમાં ભણાવતો હતો. એ જ વર્ષમાં હવે તો જાગો ! * ૧૯૧ Page #201 -------------------------------------------------------------------------- ________________ મારાં લગ્ન થવાનાં હતાં. ભાવિનાં મધુર સ્વપ્ન મને ખેંચી રહ્યાં હતાં. બીજી બાજુ મારા ભાઈનું નિરાધાર કુટુંબ હતું. મારે શું કરવું ? હું લગ્ન કરું તો મને મળતા સો રૂપિયા મારા સંસારમાં જ પૂરા થાય. ભાભી અને બાળકોનું શું ? જે ભાઈએ મને પરસેવો પાડીને, ભૂખે રહીને, દુ:ખની શિલા હૈયા પર લઈને ભણાવ્યો, એની ગેરહાજરીમાં એનાં બાળકો રઝળે, ભૂખે મરે, શિક્ષણ વિના રહે ? અને એ હું જોયા કરું ? હું લગ્ન કરીને આનંદ માણું ને મારા ભાઈનું કુટુંબ ભીખ માંગે તો મારી માનવતા ન લાજે ? જેણે મને પોપ્યો અને શિક્ષણ આપ્યું, એના કુટુંબને પોષવું અને શિક્ષણ આપવું એ શું મારો ધર્મ ન હતો ? પણ એ ક્યારે બને ? હું લગ્ન ન કરું તો ! મેં તરત જ નિર્ણય લીધો. ગુરુ પાસે જઈને પ્રભુની સાક્ષીએ આજીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લીધી. આપના જેવાના આશીર્વાદથી આજ સુધી તો નિયમ પળાયો છે, અને હવે તો બહોત ગઈ, થોડી રહી. “મારા ભાઈનું કુટુંબ મારી સાથે જ છે. મોટી દીકરીને તો પરણાવી. મારા ભાઈનો મોટો દીકરો એમ. એ.માં છે. એ મારા વચનને દેવતલ્ય ગણી મારી સેવા કરે છે. એવી સેવા અને એવી ભક્તિ તો હું જોઉં છું કે સગો પુત્ર પણ પિતાની નથી કરતો. મેં નિષ્ઠાથી કર્તવ્યપાલન કર્યું તો એનો બદલો મને સો ગણો મળ્યો છે. આજ હું કેટલો બધો સુખી છું ! મને થાય છે, બીજું કોઈ મહાન કાર્ય ભલે મેં નથી કર્યું, પણ કર્તવ્યપાલન તો જરૂર કર્યું છે.” લઘુતામાં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર જે માણસ કર્તવ્યની કેડી પર ચાલે છે તેનું જીવન ફૂલ જેવું સુવાસિત, સુવિકસિત તેમજ પ્રફુલ્લ હોય છે. પણ જે કર્તવ્યને બરાબર સમજતો નથી તેનું જીવન કેવું હોય છે તે આપણે જોઈ રહ્યા છીએ. શિયાળે યોગીને પૂછ્યું : “તો આ મડદાનું માથું ખાઉં ?' યોગીએ કહ્યું, “ના, ભાઈ, ના ! આ માણસનું માથું પણ ખાવા લાયક નથી. કારણ કે ગર્વે તું શિT: | ગર્વથી આનું માથું સદા ઊંચું જ રહ્યું છે, એ ક્યાંયે નમ્યું નથી. હા, અધિકારીઓ આગળ એણે માથું ઘસ્યું હશે, ધનવાનોને નમન પણ કર્યાં હશે, પણ દેવ આગળ, ગુરુ આગળ અને ધર્મ આગળ તો એ અક્કડ જ રહ્યું છે. પોતાને ઘેર આવનારની સામે એ નમ્રતાથી કદી ગયો નથી. પોતાને ત્યાં આવેલા અતિથિઓનો એણે નમ્રતાપૂર્વક સત્કાર પણ કર્યો નથી, અને પોતાના ગુરુજનો આગળ પણ એ અકસ્ડ થઈને ચાલ્યો છે.” લઘુતામાં કેસ કર્તવ્યની પણ જે કર્તવ્ય ૧૯૨ માનવતાનાં મૂલ્ય Page #202 -------------------------------------------------------------------------- ________________ માણસમાં જેમ જેમ લાયકાત આવતી જાય, તેમ તેમ એનામાં નમ્રતા આવવી જોઈએ. આંબાના ઝાડને જેમ જેમ ફળ આવતાં જાય તેમ તેમ તે નમે છે. નમ્રતામાં જ એની મહત્તા રહેલી છે. એટલે આપણે કહીએ છીએ, “લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતા સે પ્રભુ દૂર.” લાયક માણસ કેવા નમ્ર હોય છે અને અલ્પ સત્ત્વવાળા કેવા ઉદ્ધત હોય છે, એનો એક પ્રસંગ મને યાદ આવે છે. અમે અંધેરીમાં ચાતુર્માસ હતા. અમારા નજીકના બંગલામાં ગ્રેજ્યુએટ થયેલા એક ભાઈ રહે. પણ એમનામાં અભિમાન તો માય નહિ. એ ચાલે ત્યારે અક્કડ, ઘરેથી નીકળે ત્યારે એની ચાલ પણ જોવા જેવી. તાડ વળે તો એ વળે. અમારા સાધુઓ સામે મળે તો ભાઈ મોઢું મરડીને ચાલે. એને થાય કે આ તો બધા પૃથ્વી ઉપર ભારભૂત ! આ સાધુઓ શું કામના ? મફતનું ખાય અને ફર્યા કરે ! એક દિવસ ગમ્મત થઈ. હું એક ભાઈને બંગલે આહાર લેવા ગયેલો, ત્યાં એ બંગલાના માલિકે મારી સાથે જ્ઞાનગોષ્ઠિ માંડી. વાતો ચાલતી હતી, એટલામાં પેલા અક્કડભાઈ આવ્યા. શેઠને જોતાં જ એ એકદમ નમ્ર બની ગયા. શેઠને ખૂબ જ સભ્યતાથી સલામ કરી. શેઠે કહ્યું : “આટલું મોડું ! નોકરી કરો છો કે હજામત ?” પેલાએ અતિ નમ્રતાથી અને દીનતાથી કહ્યું : “સાહેબ, આજે જરા મોડું થઈ ગયું. માફ કરો. હવેથી આવી ભૂલ નહિ થાય !” અને એમના ઇશારા પ્રમાણે એ કામે લાગી ગયા. મેં પૂછ્યું : “આ ભાઈને કેટલો પગાર આપો છો ?” ઉત્તર મળ્યો “દોઢસો.” મને મનમાં થયું, દોઢસો માટે આટલી દીનતા ? આટલી કાકલૂદીભરી વિનંતી ? જ્યારે ભોગને રોગ જાણી લાત મારનાર ત્યાગીઓને જોઈ અક્કડ બને અને ધનવાનની આગળ દીન બને ત્યારે દ્રોણાચાર્યનું વચન યાદ આવે છે. નાં રાસી વયમ – અમે ધનના દાસ છીએ, ધર્મના નહિ ! ધનની આગળ તો સૌ નમે. રોટલો આપનાર આગળ તો કૂતરું પણ નૃત્ય કરે. માણસ પણ એકલા પેટ પોષનારને જ નમે, અને મહાપુરુષોની કદર ન કરે, વડીલોનો વિનય ન સાચવે, અધ્યાપકો પ્રત્યે આદર ન દાખવે તો એની માનવતા કઈ રીતે વિકસે ? નમ્રતા માટે વસ્તુપાળનો પ્રસંગ વિચારવા જેવો છે. પાલિતાણાની યાત્રાએ નીકળેલો સંઘ મહામંત્રી શ્રીવાસ્તુપાળના ગામમાં આવ્યો. એમણે સપ્રેમ સંઘને ભોજનનું નિમંત્રણ આપ્યું. સંઘ પોતાના ઘેર આવ્યો ત્યારે એમના હૈયામાં હર્ષ માય નહિ. સુવર્ણના થાળ અને સુવર્ણની ઝારી લઈ હવે તો જાગો ! રદ ૧૯૩ Page #203 -------------------------------------------------------------------------- ________________ બારણા પાસે મહામંત્રી પોતે જ સંઘના પગનું પ્રક્ષાલન કરવા બેઠા. શ્રી વસ્તુપાળ સંઘમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને પ્રેમથી નમન કરી એનાં ચરણ ધુએ. અને મહાસેનાપતિ તેજપાળ અતિથિને અંદર લઈ જાય, આ રીતે સમસ્ત સંઘના પગ ધોતાં એમના શરીર પર પરસેવાની ધાર વહેવા લાગી. નોકરોએ કહ્યું : “માલિક ! આ કામ અમને સોંપો. થોડા બાકી રહ્યા છે, એમના પગ અમે ધોઈશું. આપના શરીર પર પરસેવાની ધારા વહી રહી છે; આપને થાક લાગ્યો હશે.' મહામંત્રી વસ્તુપાળે આપેલો ઉત્તર કદી ન ભુલાય તેવો છે : “અરે થાક ! થાક તો જન્મોજન્મનો ઊતરી ગયો. તમને આ પરસેવાની ધા૨ા લાગે છે, પણ મને તો આ પ્રેમની ધારા લાગે છે. તીર્થને સ્પર્શી આવેલા માનવીના પગ ધોવાનું સૌભાગ્ય મને ક્યારે મળે ? આ ધારાની બુંદેબુંદમાં વાત્સલ્ય, પ્રેમ ને મત્રી ભરેલાં છે !'' આવા મહાન માણસોમાં પણ કેવી ઉન્નત ભાવના હતી ! માનવ પ્રત્યે કેવું સન્માન હતું ! કેવી ઉન્નત ભાવના હતી ! માનવજીવન એકલા ધનથી મહાન નથી બનતું. "Greatness does not consist in Riches" મહત્તા ધનની નહિ; મનની છે. આ પ્રવચનમાં આપણે જોઈ ગયા કે, જે હાથે દાન દીધું નથી. જે કાને સચનો સાંભળ્યાં નથી, જે આંખે ત્યાગનાં દર્શન કર્યાં નથી, જે પગે તીર્થની યાત્રા કરી નથી, જે પેટમાં ન્યાયનું પ્રમાણિકતાનું દ્રવ્ય ગયું નથી, અને જે મસ્તક ગુરુજનોનાં ચરણમાં નમ્યું નથી, તે દેહ તો મારે માટે પણ લાયક નથી, એમ જાણી શિયાળ ભૂખ્યું ચાલ્યું ગયું. આ સાંભળી વિચારે આવે છે. આપણા જીવનમાં ધર્મ ન હોય તો આપણું જીવન પણ અર્થહીન ગણાય. જીવનમાં ધર્મ હોય તો જ જીવનની મહત્તા છે. આપ સૌ આ પ્રવચન પર ખૂબ ગંભીરતાથી વિચાર કરજો, અને જીવનમાં રૂઢિનો નહિ, પણ આચરણનો, મરેલો નહિ પણ જીવતો ધર્મ લાવી જીવનને પ્રકાશમય બનાવો એ શુભેચ્છા... ૧૯૪ : માનવતાનાં મૂલ્ય Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭. દિવ્યદૃષ્ટિ + सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति-१खस्य नाशाय સુત્રોચ્ચ હેતર ! तथापि दुःखं न विनाशभेति सुखं न વચાર મને સ્થિરત્વમ્ // - ધે સોની રોજની પ્રવૃત્તિ દુઃખના નાશ માટે અને સુખની પ્રાપ્તિ માટે છે, છતાં દુઃખનો નાશ થતો નથી અને સુખ સદા ટકતું નથી. જ ભયની છાયા આજે સર્વત્ર ભય છે. ભય વિનાનો માણસ વિરલ દેખાય છે. માનવજાત જાણે ભયના સાગરમાં ડૂબી રહી છે, અને હવામાં પણ ભયનો ફફડાટ છે. મુખથી જે ઘણા કહે છે : “અમારે કોની બીક છે ? અમે તો નિર્ભય છીએ.” પણ એ તો વાચા બોલે છે. હૃદય શું કહે છે ? હૃદય એમ કહી શકે ખરું કે, મને કોઈનોય ભય છે નથી ? વાચા જ્યારે અભયની વાણી ઉચ્ચારતી હોય છે, ત્યારે પણ હૃદય તો બૂ ધ્રુજતું હોય છે, અને ભયના ઓળા જોતું * હોય છે. હવે તો જાગો ! - ૧૫ Page #205 -------------------------------------------------------------------------- ________________ ભોગીને રોગનો ભય છે. ભોગ પછી રોગ તો નહિ આવે ને ? એ ફફડાટમાં ભોગમાં પણ શોક દેખાય છે. ધનવાનોને ચોરનો ભય છે, ટૅક્સનો ભય છે, અગ્નિનો ભય છે, સામ્યવાદનો ભય છે, પ્રધાનોને સત્તા ચાલી ન જાય તેનો ભય છે. વિદ્વાનને પરાજયનો ભય છે. ગુણવાનને દુર્જનોનો ભય દેખાય છે. હા, વૈરાગ્ય એક એવી વસ્તુ છે, જેને કોઈનોય ભય નથી. વૈરાગી તો મૃત્યુ સામે પણ મોરચો માંડી શકે. વૈરાગ થોડો પણ હૈયામાં હોય તો માણસ અભયનો આનંદ માણી શકે. માણસ આટલો ડરપોક, કાયર અને ભીરુ દેખાય છે, એનું કારણ એ કે એને જડ વસ્તુઓમાં આસક્તિ છે. એનું મોં સિંહ જેવું છે, પણ હૈયું શિયાળ જેવું છે. માણસ હૃદયથી સિંહ જેવો શૂરો કઈ રીતે થઈ શકે તે વિચારવાનું છે. કબાટમાં વસ્તુ મૂકેલી હોય ત્યારે પણ ચાવી આપણા હાથમાં ન હોય તો વસ્તુ જોઈએ ત્યારે ન મળે. રસોડામાં સુંદર વાનગી બનાવેલી હોય, એની સોડમ બહાર આવતી હોય, પણ રસોઇયો તાળું દઈ ચાવી લઈ બહાર ચાલ્યો ગયો હોત, તો વસ્તુ આપણી હોવા છતાં અવસરે આપણને મળતી નથી. કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા એની ચાવી હાથમાં જોઈએ. અમરત્વ અભયના ઓરડામાં છે. પણ અભયની ચાવી જે વીતરાગતા છે તે આપણી પાસે નથી. વીતરાગતા વિના અભયનાં દ્વાર કઈ રીતે ખૂલે ? આપણે રાગના હાથમાં રમી રહ્યા છીએ. પરાધીન છીએ. સ્વાધીન નથી, અને સ્વાધીનતા વિના સુખ સ્વપ્નય ક્યાં છે ? ધારો કે તમે સેઈફ ડિપૉઝિટ વોલ્ટમાં રૂપિયાની થેલીઓ મૂકી છે. રૂપિયાની તમારે એકદમ જરૂર પડી. ઘેરથી લેવા નીકળ્યા, પણ રસ્તામાં હુલ્લડ ફાટી નીકળ્યું, તો સેઈફમાં મૂકેલા તમારા રૂપિયા અવસરે તમારે શા કામના ? પરાધીનતાના કારણે વસ્તુ તમારી નથી. આજે આપણે નિર્ભય થઈને ફરીએ છીએ પણ તે અભય આપણો નથી, બીજાને લીધે અભય છીએ. જેમ પાકિસ્તાન અમેરિકાના બળ ઉપર કૂદે છે, પણ તે પોતાનું નથી, પારકું છે, અને પારકા બળ ઉપર ઝઝૂમનાર કાયર છે. તેમ મૈયા ને ચોકીદારોથી અભય મેળવનાર નિર્ભય થઈ ફરનારા પણ કાયર છે; અભય અંતરથી બનો. એક કવિ કહે છે : પ્રાણ જાયે દેહ તજ કે, આજ થી યા ભલે હી કલ, ન મુજકો દોષ દો કોઈ, કિ થા ડરપોક મરનેકા. જ્યાં સુધી અંતરમાં ભય છે ત્યાં સુધી માણસથી કાંઈ જ થઈ શકે નહિ. અમરત્વને મા ડગલું ભરવું હોય તો અભય થવું જોઈએ. આજ કાલ રેડિયો પર પણ શ્રી આનંદઘનજીનું પદ આવે છે : ૧૯૬ - માનવતાનાં મૂલ્ય Page #206 -------------------------------------------------------------------------- ________________ અબ હમ અમર ભયે ન મરેંગે. આ મહાન ગીત રેડિયો પર આવે એટલે એમ ન માનતા કે ઘરમાં અમરત્વનું ગુંજન થઈ ગયું છે ! આ ગીત હૈયામાં ગુંજવું જોઈએ. હૈયામાં એ ત્યારે જ ગુંજે કે જ્યારે માણસનું મન વીતળાતા તરફ ઢળે. સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ ટકે. ઠીકરામાં લો તો પાત્ર પણ ફૂટે અને દૂધ પણ જાય. લાયકાતવાળા પાત્રમાં જ યોગ્ય વસ્તુ ટકે છે. આજ તો જાણે બધા મહાન થઈ ગયા છે. બધા જ પોતાની જાતને પાત્ર માને છે. પચાસ હજારની મોટરમાં બેસીને આવે અને વૈરાગની, ત્યાગની સંયમની વાતો ઊંચા મંચ પરથી લલકારે. પોતે મેવા મીઠાઈ ઉડાવે અને લોકોને શકરિયાના લોટનો ઉપયોગ કરવાની, અને એક ટંક ભૂખે રહેવાની ભલામણ કરે. આવા આચારહીન, વિચારહીન, માણસોનો શંભુમેળો ભેગો થવાને કારણે જ કેટલીક મહાન સંસ્થાઓની પણ બદનામી થઈ રહી છે. થોડા સાચા માણસો જે કરી શકશે, તે ખોટા લાખો ભેગા થઈને પણ નહિ કરી શકે. કાચા ઘડામાં પાણી ભરીએ તો ઘડો ફૂટે ને પાણી નકામું જાય, માટે એને પાકો થવા દો. અગ્નિમાં-ભઠ્ઠીમાં તપવા દો. પછી ટકોરા મારીને લો. એવા પાત્રમાં જે વસ્તુ મૂકશો તે દીપી નીકળશે. આ પાત્રતાને પિછાનવા દૃષ્ટિ જોઈએ, આંખ જોઈએ. તમે કહેશો કે “આંખ તો છે અને તેથી જ તો અમે જોઈ શકીએ છીએ.” સાચી વાત છે, આપણી પાસે આંખ છે, પણ તે ચામડાની છે. સત્યને જાણવા માટે આત્માની આંખ જોઈએ. દિવ્ય નયન જોઈએ. મહાત્મા શ્રી આનંદઘનજી ગાય છે : ચર્મનયને કરી માર્ગ જોતો, ભૂલ્યો સકલ સંસાર; જેણે નયને કરી માર્ગ જોઈએ, નયન તે દિવ્ય વિચાર. આત્માની આંખ વિના ચામડાની આંખથી જીવનપંથ શોધનાર માનવી આજ ભૂલ્યો છે. માત્ર ચર્મનયનથી જ જીવનપંથને શોધનારનો અંતે વિનિપાત થાય છે. અંતરની, આંખ વિનાના માણસની મને એક વાત યાદ આવે છે. અંતરનાદ ભાવનગરમાં “અંતરનાદ” ઉપર મેં વ્યાખ્યાન આપેલું. એ વ્યાખ્યાન સાંભળ્યા પછી એક પરિચિત ભાઈ મળવા આવ્યા. મને કહે : “મહારાજશ્રી, આપ અંતરનાદને તો માનો છો ને ? એ નાદને અનુસરવું એ માનવીનો ધર્મ છે ને ?” મેં ‘હા’ કહી. ત્યારે એ કહે : “મારે પણ અંતરમાંથી અવાજ આવે છે.” મેં પૂછ્યું : “અવાજ શું કહે છે ?” એ કહે : “લગ્ન કરવાનું.” મને હવે તો જાગો ! - ૧૯૭ Page #207 -------------------------------------------------------------------------- ________________ જરા આશ્ચર્ય થયું. મેં કહ્યું : “તમે તો પરણેલા છો ને ?'' એ કહે : “હા, એ ખરું પણ બીજી વાર પરણવાનો અવાજ આવે છે. પહેલાંની પત્નીમાં કાંઈ જ નથી. નથી રૂપ, નથી ગુણ, નથી જ્ઞાન કે નથી સૌંદર્ય ’ મેં કહ્યું : “એ તમારા અંતરનો અવાજ નથી, પણ શેતાનનો છે. તમે બંનેના અવાજને જાણતા નથી એટલે આ ગોટાળો ઊભો થયો છે. અંતરનાદ હોત તો તે એમ જ કહેત કે, જે છે એમાં સંતોષ માન અને તારામાં કાંઈ વિશિષ્ટ તત્ત્વ હોય તો તે અભણ નારીમાં રેડીને એને જ ગુણવતી, જ્ઞાનવતી, ને સંસ્કારવતી બનાવ !' મારી આ વાતની એમના પર કેટલી અસર થઈ તે હું જાણતો નથી, પણ એમણે મારી આગળ તો કબૂલ કર્યું કે એ શેતાનનો અવાજ પણ હોઈ શકે. - દિવ્ય દૃષ્ટિનો અભાવ માણસને કેવો બનાવી મૂકે છે ! જીવનમાં સંયમ હોય, આંખમાં અવિકાર હોય, ઇન્દ્રિયો ઉપર કાબૂ હોય અને મનમાં મક્કમતા હોય ત્યારે જ દિવ્યતા પ્રાપ્ત થાય છે અને આવી દિવ્યતાવાળા માનવીના અંતરનો અવાજ એ જ અંતરનાદ. બિલ્વમંગળ સાધુ થયો, પણ એ એની પ્રિયા ચિંતામણિને ન ભૂલ્યો. એ પ્રત્યેક વસ્તુમાં ચિંતામણિને જ જોવા લાગ્યો. જળમાં, સ્થળમાં આકાશમાં અને ફૂલમાં પણ એને એની પ્રિયા જ દેખાવા લાગી. ભગવાનની મૂર્તિમાં પણ એ પોતાની પ્રેયસીને જ જોતો. એથી એ ત્રાસ્યો. એને લાગ્યું, પોતાની દૃષ્ટિમાં પાપ છે, આંખો પરવશ છે. અને એક દિવસ એણે પોતાની આંખો ફોડી નાખી, સુરદાસ બન્યો અને અંતરની આંખો લીધી. આંખોમાં દિવ્યતા ન હોય તો એ ન કરાવવાનું પણ કરાવે. જે દૃષ્ટિ માણસને હેવાન બનાવે, એને તે દૃષ્ટિ કેમ કહેવાય ? વિકૃતિ આવે તો પવિત્ર રૂપને પણ એ પાપભાવથી જુએ, કોઈનું સુખ જોઈ ઈર્ષા કરે, બીજાને આનંદી જોઈ બળ્યા કરે, અને પોતે પાપના માર્ગે જાય. આંખો તો તારું, ખાડો આવે તો બચાવે. આંખો હોવા છતાં ખાડામાં પડે તો એના કરતાં તો અંધની લાકડી સારી. આંધળો માણસ લાકડીના આધારે ખાડામાં પડતો તો બચે ને ? તમે દેખતા છો, તમે કોઈની સાથે અથડાઈ પડો તો સામો માણસ શું કહે ? ‘જુઓ છો કે નહિ ?'' આંધળો હોય અને કોઈની સાથે અથડાય તો એ ઠપકાને પાત્ર નહિ, ઊલટો દયાને પાત્ર “બાપડો દેખતો નથી' એમ કહી એના ઉપર કરુણા આવે. પણ તમે દેખતા અથડાઓ તો ગુનેગાર ખરાને ? આંખોવાળો માણસ વિકારોના ખાડામાં પડે, વિષયો સાથે અથડાઈને આત્માના ૧૯૮ : માનવતાનાં મૂલ્ય Page #208 -------------------------------------------------------------------------- ________________ ચૂરેચૂરા કરી નાંખે તો કહેવું પડે, ને કે દૃષ્ટિવાળો હોવા છતાં અંધ છે ! આ અંધતા ક્યારે જાય ? જ્યારે એમાં દિવ્યતાનાં અંજન થાય ત્યારે. આ અંજન અંજાયા પછી આપણે આ જીવનમાં જે વસ્તુ શોધવા નીકળ્યા છીએ તે વસ્તુ મળતાં વાર ન લાગે. આપણા માર્ગદર્શક પણ દિવ્ય દૃષ્ટિવાળા હોવા જોઈએ. તમે અર્થ અને કામમાં રચ્યાપચ્યા રહેલા ગુરુઓ પાસે માર્ગદર્શન માગો તો એ શું આપે ? એ જ બાપડા માર્ગ ભૂલ્યા છે ત્યાં એ બીજાને શું ચીંધે ? આંધળા નેતાને ચૂંટનાર પ્રજા ખાડામાં જ પડે ને ? ગુરુ ત્યાગી જોઈએ, અર્થ અને કામથી અલિપ્ત જોઈએ. નરસિંહ મહેતાએ પણ કહ્યું છે કે : “કંચન અને કામિની, ચોકી આડી શ્યામની.” એટલે ગુરુ ચૂંટવામાં પણ વિવેક જોઈએ. એવો વિવેક હોય તો સદ્ગુરુને પામી શકીએ અને કુગુરુઓથી બચી શકીએ. આજે જગતમાં કુગુરુઓનો રાફડો ફાટ્યો છે. એટલે ગુરુને પિછાણવામાં પણ વિવેક જોઈએ. મગજ એક બગીચો રસ્તા ઉપર થઈને આપણે પસાર થતા હોઈએ તો હજારો વસ્તુઓ આપણા જોવામાં આવે. જોયેલી બધી વસ્તુઓ મગજમાં ભરી રાખીએ તો આપણું મગજ એક નકામો કચરો ભરવાની વખાર થઈ જાય અને પરિણામે એમાં અંધકાર અને ક્ષુદ્ર જંતુઓ ભરાઈ જાય. આપણું મગજ વખાર બનાવવા જેટલું સસ્તું તો નથી જ, માટે જોયેલી વસ્તુઓમાં ગ્રહણ અને ત્યાગનો વિવેક જોઈએ. યોગ્ય વસ્તુનો આદર અને અયોગ્યનો ત્યાગ. માળી જેમ છોડવાને રોપે છે, અને નકામા છોડવાઓને ઉખેડી નાંખીને બગીચાને નયનમનોહ૨ અને સુંદર બનાવે છે, તેમ આપણા મગજને પણ એક સુંદર બગીચો બનાવવો જોઈએ. પણ સુંદર બગીચો વાતો કરેથી બની જાય ? આપણે પણ માળીની જેમ સારા વિચારોના છોડવાઓ મગજના ક્યારાઓમાં રોપીએ અને ખરાબને દૂર કરીએ તો એ બને. પછી એ સ્થાનમાં કેવી શાંતિ મળે ? કેવો આનંદ આવે ? કેવી સુરભિની છોળો ઊછળે ? પછી આપણને એ સ્થળમાં અશાંતિનો અનુભવ થાય ખરો ? એ સ્થળમાં તો આપણે ઠંડા, શાંત અને પુલકિત થઈ વિહરવાના. પણ આપણે આપણા આ સુંદર બગીચાને નકામા વિચારો ભરી અરણ્યમાં ફેરવી નાખ્યો છે, જ્યાં એકલા જતાં આપણને પોતાને પણ ક્ષોભ થાય છે. જાણે ચારે બાજુ ભયના ભણકારા વાગતા ન હોય ! જાણે આમથી આવશે કે તેમથી આવશે ! આજ માણસનું મગજ સુંદર બગીચો મટી ભયાનક અરણ્ય બન્યું છે; ત્યાં ફૂલ અને બુલબુલ નથી, પણ કાંટા અને કાગડા છે; ત્યાં પ્રેમની ખુશબો નથી, પણ પાપની બદબો છૂટે છે. હવે તો જાગો ! * ૧૯૯ Page #209 -------------------------------------------------------------------------- ________________ માણસમાં દિવ્યતા આવે તો એની દૃષ્ટિમાં ફેર પડી જાય છે. એ સારું અને ખરાબ પારખી શકે છે. એક દશ્ય એક ગામ બહાર સરોવરની પાળે એક નવજુવાન સ્ત્રીનું શબ પડ્યું હતું. એના શરીર પર અનેક અલંકારો હતા, મુખ પર શાંતિ હતી. જાણે પ્રગાઢ ઊંઘમાં ન હોય, એમ એ પડી હતી ! આ મુસાફર સ્ત્રીનું શબ જોવા આખું ગામ ભેગું થયું. પહેલાં એક ચોરની નજર એના પર પડી. એના મનમાં થયું – હું મોડો પડ્યો, જો પહેલાં આવ્યો હોત તો કેવું સારું થાત ! આટલા બધા અલંકારો મળ્યા હોત તો બે-પાંચ વરસની પીડા ટળી જાત.” તે સમયે કામી વિચારી રહ્યો હતો – “શું મત્ત યૌવન છે ! જીવતી મળી હોત તો જન્મારો સફળ થઈ જાત !” દૂરદૂર એક શિયાળ સંતાઈને જોઈ રહ્યું હતું, એ વિચારતું હતું : “આ શબને મૂકીને આ લોકો ચાલ્યા જાય તો કેવું સારું ! કેટલું મોટું શરીર ! સાત દિવસ પેટ ભરીને ખાઉં તોયે ન ખૂટે !' ત્યાં થઈને એક ગુરુ-શિષ્ય ચાલ્યા જતા હતા એમણે જોયું અને ગુરુએ પોતાના શિષ્યને કહ્યું : “વત્સ ! જોયું, જગત કેવું નશ્વર છે ! આ યૌવનના વૈભવથી છલકાતો દેહ પણ અણધાર્યો ઢળી પડ્યો ! એના હૈયામાં કેટકેટલા કોડ હશે ! પણ તે બધા અપૂર્ણ જ રહ્યા. પ્રાણીમાત્રને અણધારી આ મહાયાત્રા આદરવી પડે છે. આ તનનો ગર્વ નકામો છે, આ દેહનું અભિમાન ખોટું છે. આપણી તંદુરસ્તી છે ત્યાં સુધી સંયમની સાધના કરી લેવી. કાળ કોઈનાય પર કૃપા કરવાનો નથી.” એમ વિચારી તે ત્યાગને પંથે આગળ વધ્યા. આ ઉપરથી સમજાશે કે વસ્તુ એક જ છે, પણ ચારેનાં દૃષ્ટિબિંદુ જુદાં છે. ચાર જણમાંથી સંતની આંખમાં દિવ્યતા હોવાને કારણે જે શરીર કામીને કામ તરફ પ્રેરતું હતું, તે જ શરીર ત્યાગીને વૈરાગ્ય અને ચિંતનનું પ્રેરણાધામ બિન્યું હતું. આપણી દૃષ્ટિ મંગળમય હોવી જોઈએ. બિલ્વમંગળની જેમ દૃષ્ટિને ખોવાની જરૂર નથી. દૃષ્ટિ ઘણી જ ઉપયોગી વસ્તુ છે. માત્ર એમાં દિવ્યતા લાવવાની છે. દિવ્યતાવાળી દૃષ્ટિ જગતમાં આશીર્વાદ સમાન છે. સવાર જેમ તોફાની ઘોડાને કેળવીને કાબૂમાં લે છે, પણ તેને મારી નાખતો નથી, કારણ કે અંતે એ જ ઘોડો કામ આપવાનો છે, તેમ આપણે પણ આપણી સ્વચ્છંદ ઇન્દ્રિયોને કેળવીને સંયમમાં લાવવાની છે. એનો નાશ કરવાની જરૂ૨ નથી. નાશ કરે નહિ ચાલે. ઇન્દ્રિયો ઘણી જ મહત્ત્વવાળી છે. ૨૦૦ માનવતાનાં મૂલ્ય Page #210 -------------------------------------------------------------------------- ________________ મારું કહેવું તો એટલું જ છે કે એને વશમાં રાખો. એ વશમાં નહિ હોય તો જીવનરથને વાસનાની ખીણમાં ખેંચી જશે. પછી નીકળવું મુશ્કેલ થશે. એ કાબૂમાં હશે તો જ કામ આપશે. આપણી ઇન્દ્રિયો ને મન આખો દિવસ કઈ પ્રવૃત્તિમાં મગ્ન રહે છે ? પહેલાં એને સારું ગમે કે ખરાબ ? છાપામાં પણ કોઈ વિચારકનું પ્રવચન આવ્યું હશે તો તમે નહિ વાંચો. પણ કોઈ ખરાબ સમાચાર હશે, તો પહેલાં વાંચી કાઢશો, કોઈ પૂછે કે, “આ સુંદર પ્રવચન મૂકી આ ખરાબ સમાચાર પહેલાં કેમ વાંચો છો ?” તો તમે બચાવમાં ઉત્તર શું આપો ? “ખરાબ જાણી લીધું હોય તો આપણાથી ખરાબ થાય નહિ માટે !” પણ આ ઉત્તર સાચો છે ? એમ નથી કહેતો કે, મારું મન જ અધોગામી છે, એટલે એને આવી વાતો વધારે ગમે છે. આપણે જે બીજામાં જોવા પ્રયત્ન કરીએ તે આપણામાં છે. આપણે જે બીજાની નિંદા કરીએ છીએ, તે આપણા જીવનમાં જ બેઠું છે.” પ્રસિદ્ધ માનસશાસ્ત્રી નીલ કહે છે : "We hate in others what we dislike in ourselves.” છાપાંઓમાં કે વાતોમાં માણસ તે જ શોધે છે, જે પોતાનામાં છે. જે માણસમાં સુંદર તત્ત્વો હોય તે સારી વસ્તુ તરફ જ આકર્ષાય. જેનામાં નિર્બળતાઓ છે, તે નિર્બળતાની વાતો જ વાંચવાનો. એને સારી વાતો કહેશો તોય નહિ ગમે, કારણ કે સુંદર ને સાત્વિક વસ્તુ પચાવવાની એનામાં શક્તિ જ નથી. મનને વિચારનો ખોરાક જોઈએ છે. એ ભૂખ્યું કદી નહિ જ રહી શકે, એને કાંઈક તો જોઈશે જ. એ સ્વસ્થ હશે તો સુંદર ખોરાક લેશે. માંદલું હશે તો ખરાબ વિચારોનો ખોરાક લેશે. વાસનાનું ધુમ્મસ મધરાતે કોઈ દિવસ તમે જાણો છો ? જાગો તો શું વિચાર કરો ? ઊંઘ કેમ આવતી નથી, એ જ ને ? જીવનનો વિચાર કદી આવે છે ? આ સુખની આહ્લાદક ચાંદની તો પંદર દિવસમાં પૂરી થશે, પછી શું ? જીવનમાં પ્રકાશ ટકી રહે એવું કાંઈ મેળવ્યું છે ? એવું જો કાંઈ ન જ મેળવ્યું હોય, તો આ જીવનનો અર્થ શું ? સત્ય, પ્રમાણિકતા, બ્રહ્મચર્ય, પોતાનાં કર્તવ્યોની નિષ્ઠા – આમાંથી કાંઈ જ મેળવ્યું ન હોય તો શાશ્વત પ્રકાશ જીવનમાં કઈ રીતે આવશે? આવા વિચારો આપણને રાત્રે આવતા નથી. ઊંઘ ન આવે તો વિચારીએ કે ઊંઘ કેમ આવતી નથી ? આ તે કંઈ વિચાર છે ? પણ માણસને સદ્દવિચારો જલદી નથી આવતા, કારણ કે એની બુદ્ધિની આસપાસ વાસના, અને અજ્ઞાનનું ધુમ્મસ જામ્યું છે. t હવે તો જાગો ! - ૨૦૧ Page #211 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દૃષ્ટિ પર્વતની ટોચ પર આપણે ચઢતા હોઈએ ને ઉપર ધુમ્મસ જામ્યું હોય, ત્યારે સામે આવતી વ્યક્તિને પણ આપણે જોઈ નથી શકતા. કેટલીક વાર અથડાઈ પણ પડીએ છીએ. ધુમ્મસમાં નજીકની વસ્તુ પણ ન દેખાય. મધ્યાહ્નનો સૂર્ય તપે ત્યારે ધુમ્મસ ઊડે ને વસ્તુ દેખાય. તેમ આપણા જીવનમાં પણ સંયમ અને જ્ઞાનનો સૂર્ય તપે તો પ્રકાશ આવે અને દેખાય. જે પરમાત્માને આપણે દૂર માનીએ છીએ તે તો સાવ નજીક છે. પછી સમજાય કે— હું મને ઓળખી શકું તો જ પરમાત્માને ઓળખી શકું. પણ આજ તો હું પોતાને જ ઓળખતો નથી. સ્વરૂપની વિસ્મૃતિ કેવી થઈ છે એના પર કો'કે કહેલી એક રમૂજી વાત સાંભરે છે. એક શીખ મુસાફરીએ ઊપડ્યો. એણે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લીધી અને જીવનમાં પહેલવહેલો ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠો. થોડી વાર પછી એને હાજત માટે સંડાસમાં જવાની જરૂર જણાઈ. એણે બારણું ઉઘાડ્યું. ત્યાં સામે જ કાચ હતો. એ કાચમાં એનું પ્રતિબિંબ પડ્યું. એને લાગ્યું કે અંદર કોઈ છે. એટલે બારણું બંધ કરી એ પોતાની જગા પર બેસી ગયો. પાંચ-દશ મિનિટ કરતાં કલાક થયો પણ કોઈ નીકળે નહિ. અંદર કોઈ હોય તો નીકળે ને ? થોડી વાર એ પ્રતીક્ષા કરતો બેઠો, ત્યાં એને ઝોકું આવી ગયું. પછી જાગ્યો એટલે એને લાગ્યું કે હવે તો તે બહાર નીકળી ગયો હશે. પાછું બારણું ખોલ્યું તો સામે જ માણસ દેખાયો. આટલી વારથી આ માણસ અંદર ભરાઈ બેઠો છે, એટલે જરૂર કોઈ બદમાશ હશે એમ જાણી એણે ટિકિટચેકરને બૂમ પાડી. આવનાર પણ આના જેવો જ બુદ્ધિનો જરા દુશ્મન હતો. એણે બધી વાત સાંભળી. પછી બારણું ઉઘાડ્યું તો પોતાના જ જેવો રેલવે હેટવાળો માણસ અંદર દેખાયો. એણે ઝટ પાછું બારણું બંધ કરતાં કહ્યું : “યહ અંદર તો હમારે સ્ટાફ કા આદમી હૈ, ઉનકો હમ કુછ ભી નહીં કહ સકતે, તુમ બાજુ કે કમ્પાર્ટમેન્ટમાં જા સકતે હો.'' આ વાત ૨મૂજી લાગે છે, કેમ ? પોતાના જ પ્રતિબિંબને કાચમાં નહિ ઓળખનાર આ બંને મૂર્ખ લાગે છે, ખરુંને ? પણ આપણે પણ આપણું સ્વરૂપ ક્યાં ઓળખીએ છીએ ? આપણા પોતાના સ્વભાવનું, પોતાની વૃત્તિઓનું, પોતાના માનસનું આપણને પોતાને જ ભાન નથી. બીજાની વૃત્તિઓનો અને વિચારોનો આપણે જેટલો અભ્યાસ કરીએ છીએ, એટલો આપણો પોતાનો અભ્યાસ ક્યારે કર્યો છે ? ૨૦૨ * માનવતાનાં મૂલ્ય Page #212 -------------------------------------------------------------------------- ________________ આંખમાં મોતિયો આવે તો માણસ પોતાના સ્વજનને પણ ઓળખી શકતો નથી. કોઈ કુશળ ડૉકટર મળે, મોતિયો ઉતારે અને યોગ્ય ચશ્મા મળે, તો એ જોઈ શકે, તેમ માણસની આંખ પર વિકારનો મોતિયો આવ્યો હોય, તો એ પોતાના સ્વરૂપને કઈ રીતે જોઈ શકે ? સદ્દગુરુનો યોગ મળે, એ વિકારના મોતિયાને ઉતારે, જ્ઞાનનું અંજન કરે, દિવ્યચક્ષુ મળે, તો સમજાય કે આત્મા માટે દેહ છે, દેહ માટે આત્મા નથી જ. દેહ માટે વસ્ત્રો છે, વસ્ત્રો માટે દેહ નથી. માણસને લાગે કે વસ્ત્રો વિના દેહને ફાયદો થવાનો છે, તો એ અવસરે વસ્ત્રને પણ ફગાવી દે છે. તેમ જ્યારે આત્માને એમ લાગે કે આ દેહના અર્પણથી આત્માને લાભ છે. તો દેહના અર્પણમાં પણ આત્માને આનંદ આવે. આપણે અર્પણનો આખો ઇતિહાસ વાંચીશું તો લાગશે કે આપણી પાછળ આવી કોઈ મહાન ને દિવ્ય ભાવના જ કામ કરી રહી હતી. આ દૃષ્ટિ આવ્યા પછી માણસ પામર નથી રહેતો. એનામાં નવું બળ, નવું તેજ, નવો જુસ્સો આવે છે. આ બળ દેહનું નહિ પણ આત્માનું છે. હાથી દેહની અપેક્ષાએ ઘણો બળવાન હોય છે. દસ સિહ ભેગા થાય તોય હાથીના સ્થળ બળને ન પહોંચી શકે. એટલો હાથી બળવાન હોય છતાં એક જ સિંહની ગર્જના દસ હાથીને ઢીલા કરી દે છે. ઘણી વાર તો એની ત્રાડ સાંભળી હાથી જીવ લઈ નાસે છે, એનું કારણ એ જ કે સિંહની ચેતનામાં પૌરુષ છે. એ હાથીની પ્રચંડતાનો વિચાર જ કરતો નથી. એ પોતાના બળ ઉપર મુસ્તાક છે. એ પોતાની શક્તિથી સજાગ છે. હાથી બળવાન હોવા છતાં હૈયાનો કાયર છે. એ સિંહની ગર્જના સાંભળતાં જ હિંમત હારી જાય છે. એના શરીરમાંથી પરસેવો ઝરવા માંડે છે. આ તકનો લાભ લઈ સિંહ એના ગંડસ્થળ પર કૂદી પડે છે અને પહાડ જેવા હાથીને પણ ઢાળી દે છે. આ બળ મનનું છે. આ દૃષ્ટાન્ત પરથી સમજાશે કે મન શું કામ કરે છે ? એક કવિ કહે છે : મન કે હારે હાર છે, મન કે જીતે જીત, મન ચઢાવે ચાકડે, મન બનાવે નીચ.” મન વરાળ જેવું છે. વરાળના સંચયથી એન્જિન જેમ લાખો માણસના બોજાને ખેંચી જાય છે, તેમ મનની સંચિત શક્તિથી પણ ધાર્યું કાર્ય કરી શકાય છે. આ મનને બળવાન બનાવવાનું સાધન એક જ છે – અભય. હવે તો જાગો ! = ૨૦૩ Page #213 -------------------------------------------------------------------------- ________________ જેનું મન અભય છે, તેને મન જગતમાં એવું કોઈ પણ કાર્ય નથી કે જે તે ન કરી શકે. આ અભય ત્યારે જ આવે કે જ્યારે આપણી દષ્ટિમાં દિવ્યતા આવે. તો હવે આપણે એક જ કાર્ય કરવાનું છે. દૃષ્ટિને દિવ્ય બનાવવાનું. આત્મા અને ઇન્દ્રિયોની ભિન્નતાના જ્ઞાનમાંથી આપણી દૃષ્ટિમાં દિવ્યતા પ્રગટે અને એ દ્વારા આપણાં અંતર અભયના આનંદથી સભર બને એ જ પ્રાર્થના. ૨૦૪ માનવતાનાં મૂલ્ય Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૮. આત્મજાગૃતિ विभेषि यदि संसाराद् मोक्षप्राप्तिं च कांक्षसि । तदेन्द्रियजयं कर्तुं स्फोरय स्फारपौरुषम् ।। -ज्ञानसार ત, સનાની દુનિયાથી તું જો ગભરાતો યા હોય અને મુક્તિની મહાસમાધિ જો ઇચ્છતો હોય તો તારી ઇન્દ્રિયોને જીતવા તારા અફાટ પરાક્રમભર્યા પૌરુષનો તું ઉપયોગ કર. સૂિર્યનાં સોનેરી કિરણો કમળના હૃદયને જગાડે છે અને એની પાંખડીઓને વિકસાવે છે, તેમ ભગવાન મહાવીરનાં જ્ઞાનવચનો પણ તમારા આત્માને જગાડો અને આત્માની પાંખડીઓને વિકસાવો, એવી શુભેચ્છાપૂર્વક આજના વ્યાખ્યાનનો હું પ્રારંભ કરીશ.] તેજનો તણખો જે માણસને આત્મા વિશે શ્રદ્ધા હોય જ છે, તેને જ આત્મોન્નતિનો વિચાર આવે છે છે તેનો જ આત્મા જાગે છે, પણ આત્માની જે જ જેને જાણ નથી, આત્માને જે સમજતો બ નથી, અગર આત્માની જેને શ્રદ્ધા નથી, હવે તો જાગો ! * ૨૦૫ Page #215 -------------------------------------------------------------------------- ________________ તેને આત્મોન્નતિનો વિચાર ક્યાંથી આવે ? તેનો આત્મા કેમ જાગે ! જે માણસ કેવળ જડ વસ્તુઓની મોહકતામાં મગ્ન રહે છે, તેને આત્મા કેવો બળવાન છે એ નહિ સમજાય. અને જેને આત્માની તાકાતનો ખ્યાલ નથી તે મૃત જીવન જીવે છે. આજે એવાં મૃતજીવનોની સંખ્યા વધી રહી છે. એ મૃત જીવનમાં ચેતનાના પ્રાણ ફૂંક્વા માટે જ આજના સંબોધનનો વિષય રાખ્યો છે - આત્મજાગૃતિ. આપણને એવા કેટલાય માણસો મળે છે, જેમને પોતાના શબ્દોમાં વિશ્વાસ નથી, વાણીમાં શ્રદ્ધા નથી, જીવનમાં તેજ કે તાકાત નથી; એ નિર્માલ્યની જેમ કહે : “મારાથી આ કામ કેમ થશે ? આ કામ તો ખૂબ અઘરું છે.” આ નિર્માલ્ય શબ્દો કોણ બોલાવે છે ? દેહભાવ બોલાવે છે. આત્મભાનવાળા આવું કદી ન બોલે. ચેતનાવંતની વાણીમાં તો તેનાં કિરણો ચમકતાં હોય છે. તાકાતના તણખા ઝરતા હોય છે. રઘુવંશમાં કાલિદાસે લખ્યું છે. રઘુવંશનાં બાળકો એવાં હતાં જે શેશરે ૩૪મ્યસ્ત-વિદ્યાનાં બાલ્યકાળમાં જ આત્મવિદ્યાનું સિંચન પામતાં હતાં એ કઈ વિદ્યા ? પેટ ભરવાની નહિ. પૈસા ભેગા કરવાની નહિ. એ વિદ્યા તો કીડી-મંકોડાને પણ આવડે છે. એ પણ ગળપણ મળે ત્યાં દોડી જાય. આમંત્રણની પણ રાહ ન જુએ ! અમે બેઠા હતા ત્યાં એક વાર કીડીઓ ઊભરાઈ. એક ભાઈએ તેની આસપાસ રાખ નાંખી. એટલે થોડી વારમાં તે ચાલી ગઈ. કીડીઓને લાગ્યું કે અહીં રસ નથી, રાખ છે. રસવૃત્તિને પોષવામાં તો કીડીઓ પણ પાવરધી છે. માણસની વિશિષ્ટતા પેટ ભરવાની વિદ્યામાં નથી. એની વિશિષ્ટતા અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય, એ વિદ્યા પ્રાપ્ત કરવામાં છે. પ્રાચીનકાળમાં શિશુને નાનપણથી જ એવા વિચારોમાં ઉછેરવામાં આવતું, જેથી તેનો આત્મા સદા જાગ્રત રહેતો. નિરાશાજનક કે નિર્માલ્ય વાતો એમની આગળ ઉચ્ચારવામાં આવતી જ નહિ. રામચન્દ્રજી યૌવનને આંગણે રમતા હતા તે સમયે ચીનનું સૈન્ય મિથિલા પર ચડી આવ્યું. જનકે પોતાના મિત્ર શ્રી દશરથ પાસે સહાયતા માગી અને કહેવડાવ્યું : “તમારા વીરપુત્ર શ્રી રામ અને લક્ષ્મણને સૈન્ય સાથે અમારી વહારે મોકલો. શ્રી દશરથ જરા થંભ્યા, મમતાને લીધે વિચારના વંટોળિયામાં એ અટવાઈ ગયા. એ જંગલી ને કદાવર માણસો સાથે આ બાળકો કેવી રીતે લડશે ? છતાં એ બોલ્યા નહિ. મનમાં જ વિચારતા હતા, પણ રામ પિતાનો ૨૦૬ % માનવતાનાં મૂલ્ય Page #216 -------------------------------------------------------------------------- ________________ આશય સમજી ગયા. એમણે કહ્યું : “પિતાજી ! શું સિંહનું નાનું બચ્ચું મોટા હાથીના ગંડસ્થળને ભેદી શકતું નથી ? બાકર બચ્ચાં લાખ, લાખે બિચારાં, સિંહણ બચ્ચું, એક, એકે હજારા. આ વીરતાભર્યો ઉત્તર સાંભળતાં જ દશરથનો ભ્રમ ટળી ગયો. બન્ને કુમારો ધનુષ્યબાણ લઈ મિથિલા ગયા. શત્રુઓને હરાવી, વિજયપતાકા ફરકાવી, ગૌરવપૂર્વક ઘેર આવ્યા. આ ખમીર ક્યાંથી આવ્યું ? એ બહારથી નથી આવ્યું. અંદર જ છે. એને જાગૃત કરવાની જરૂર છે. આત્મામાં અનંત શક્તિ છે, એ ભાન થતાં, એ કોઈથી નહિ ગભરાય, કોઈનાથીય નહિ અંજાય. આજે માબાપ બાળકને વીર બનાવવાને બદલે કાયર બનાવે છે. બાળક રડતું હોય ને ઊંઘતું ન હોય તો, “જો બાવો આવ્યો, પકડી જશે.” આવાં ભીરુતાભર્યા વાક્યો સંભળાવે છે. આથી બાળકની છાતી બેસી જાય છે. પછી એ મોટો થાય, બહાર બહાદુર દેખાય, પણ અંદરથી ડરપોક હોય. આવાં માણસો નાગરિક તરીકે નકામા. બાયલા નાગરિકોથી દેશનું પણ રક્ષણ ન થાય, તો આત્માનું કલ્યાણ તો ક્યાંથી થાય ? માણસની કેટલી તાકાત છે, એનો પ્રત્યક્ષ દાખલો લો. એટમ બોમ્બ ભયંકર છે. હાઈડ્રોજન બૉમ્બ એથી પણ ભયંકર છે. એનામાં સંહારની અનંત શક્તિ છે. રતન દોઢ રતલનો બૉમ્બ લાખો માનવીઓનો સંહાર કરી શકે છે. માઈલોના વિસ્તારને ઉજ્જડ કરી શકે છે. એક નાનકડા બોમ્બમાં આટલી શક્તિ છે, પણ એને શોધનાર તો મનુષ્ય જ છે ને ? તો વિચારી જુઓ, માનવીના સર્જનમાં પણ આટલી અપ્રતિમ શક્તિ છે, તો એના સર્જક એવા માનવીના આત્મામાં કેટલી શક્તિ હોવી જોઈએ ? જડને આવિસ્કૃત કરનાર ચેતનામાં પ્રતિભા ન હોત તો આ અમર્યાદ શક્તિ આવિષ્કત કેમ પામત ? આત્માની અપ્રતિમ તાકાતનું આ જવલંત દૃષ્ટાંત છે. અમરતાનો સંદેશ આત્માની આ અનંત શક્તિઓને જેણે જાણી અને જેણે કેન્દ્રિત કરી તેણે પોતાની પ્રભુતા મેળવી, તે જ પ્રબુદ્ધ થયા, ભગવાન થયા, સંસારથી તે પાર પામ્યા. જે માણસ પ્રકૃતિનાં નિર્મળ તત્ત્વોથી ડરે છે. અરે, પોતે એકાંતમાં ધ્યાન ધરતાં પણ ડરે છે, અને પોતાની જ બીક પોતાને લાગે છે, તે માણસ મહાત્મા હવે તો જાગો ! * ૨૦૭ Page #217 -------------------------------------------------------------------------- ________________ તો ઠીક, પણ માણસ તરીકે પણ લાયક કઈ રીતે ગણાય ? માણસ આવો ભીરુ થઈ જાય છે, કારણ કે બાલ્યકાળમાં એને આત્મવિદ્યા મળી નથી. આત્માની અમરતાનો સંદેશ મળ્યો નથી. માબાપે એના દેહનું ભરણપોષણ કર્યું, પણ આત્માનું પોષણ ન કર્યું. દેહનું પોષણ તો કૂતરાં બિલાડાં પણ કરે છે. માનવીનું ગૌરવ બાળકોના માત્ર દેહનું પોષણ કરવામાં જ નથી. માણસનું ગૌરવ પોતાના સંતાનને સંસ્કારી ને તેજસ્વી બનાવવામાં છે. મારી આ વાત તમને આજે કદાચ કડવી લાગશે, પણ તે સત્ય છે. વિચારી જોજો. આજ નહિ તો કાલે જરૂર સમજાશે. મદાલસા પોતાના બાળકને પારણામાં ઝુલાવતાં પણ ગાતી : સિદ્ધો સિ વૃદ્ધોડસિ નિરંગનોકસિ | વત્સ ! તું સિદ્ધ છો. સિદ્ધિઓ તારામાં છે. તું બુદ્ધ છો. બુદ્ધિ-પ્રજ્ઞા તારામાં છે. તે નિરંજન છો. તને કોઈ વાસનાને રંગે રંગી શકે તેમ નથી, તું મુક્ત છો. તને બાંધનાર આ વિશ્વમાં એકેય તત્ત્વ નથી. તું સ્વતંત્ર છો, મુક્ત છો. હાલરડામાં જ જે બાળકને આવું મુક્તિનું ગીત સાંભળવા મળે, તે યુવાન તેજસ્વી, ત્યાગી કે પ્રતાપી કેમ ન બને ? આજનો યુવાન એ આશાની જ્યોત નથી, પણ નિરાશાનો દરિયો છે. એનામાં જીવનની ખુમારી નથી, પણ વાસનાની બીમારી છે. જે દેશના યુવાનો વિલાસી વાતાવરણમાં ઊછરે છે, તે દેશની પ્રજા ધીમેધીમે નિર્વીર્ય થઈ જાય છે. પ્રજાને મહાન બનાવવા યુવાનો સામે આદર્શ જોઈએ. એમની સામે સંયમનાં પ્રતીકો જોઈએ. જ્યાં એમને ઘડવામાં આવે છે, એમને કેળવણી આપવામાં આવે છે, એ સ્થાનો કેવાં હોવાં જોઈએ ? ત્યાં વિલાસ અને વિકારની હવા હોય તે પાલવે ? પણ આજ તમે જોશો તો વિદ્યામંદિરમાં પણ કટ અને વટ સિવાય વાત નથી. આપણે કૉલેજોને વિદ્યામંદિરો કહીએ છીએ, પણ મંદિરને અનુકૂળ સંયમ અને પવિત્રતાથી ભરેલું વાતાવરણ છે ? અને કેળવણી શા માટે લેવામાં આવે છે, તેનું ધ્યેય-ચિત્ર પણ વિદ્યાર્થીઓ સમક્ષ ક્યાં છે ? “જ્ઞાનસ્થ અને વિરતિઃ ” જ્ઞાનનું ફળ વૃત્તિઓનો વિરામ છે. જ્ઞાન મળે તો વિરામ આવવો જોઈએ, પણ આજે એવું દેખાય છે ? વિદ્યાર્થીઓમાં શિસ્ત ને સભ્યતા છે આજે માણસ વૃત્તિઓથી વિરમવા માટે નથી ભણતો, પણ વૃત્તિઓના તાંતણા કરોળિયાની માફક વધારે ને વધારે કઈ રીતે કાઢી શકાય એ માટે ભણે છે. સીધી ભાષામાં કહીએ તો એમ કહી શકાય કે ગુનો કરીને છુપાવવો કેમ, અસત્યને સત્ય બનાવવું કેમ, એ માટેનું કૌટિલ્ય શાસ્ત્ર ભણે છે. ૨૦૮ ૪ માનવતાનાં મૂલ્ય Page #218 -------------------------------------------------------------------------- ________________ એક ભાઈને મેં પૂછ્યું : “તમારા અભ્યાસનું ધ્યેય શું ?' એ કહે : “સાહેબ, ધ્યેય વળી શું ? આજકાલ કાયદા વધી પડ્યા છે. ભણીએ નહિ તો એ કાયદાઓમાંથી બારી ક્યાંથી જડે ? હવેના જમાનામાં વકીલોના આધારે જિવાય એમ નથી, જાતે જ જાણવું જોઈએ; નહિ તો રળીએ તેમાથી અડધો ભાગ તો વકીલો ખાઈ જાય. જાતે શીખ્યા હોઈએ તો જ કાયદાના ફાયદા મળે.’’ પણ જોયું. આ કેળવણી ! માણસ ભણે છે શા માટે ? ચોરી કરવા માટે, ચોર બનવા, પોતાની જ સરકારની આંખમાં ધૂળ નાંખવા. પૈસા રળવા છે, ટૅક્સ Tax ભરવો નથી. પૈસો પોતાના મોજશોખમાં ખર્ચવો છે, પણ બીજાના હાથમાં જવા દેવો નથી. આ વિદ્યાર્થી માણસ મુક્ત બને કે બંધાય ? જે એક શ્રેષ્ઠ નાગરિક બનવાને અયોગ્ય છે, તે શ્રેષ્ઠ જીવન માટે યોગ્ય કઈ રીતે ગણાય ? મૃત્યુને જીતે તે વિધા એક ભાઈ ઇન્ટરની પરીક્ષા આપી રજામાં ઘેર આવ્યા. એ અરસામાં બહારગામથી એમને ત્યાં એક મહેમાન આવ્યા. એ મહાન ચિન્તક હતા. વિદ્યાર્થીના પિતા પોતાના પુત્રને બપોરે ચિન્તકની પાસે લાવ્યા અને પોતાના પુત્રના અભ્યાસની વાત કરી. ચિન્તકે પૂછ્યું : “શું ભણો છો ?” “સાહેબ, ઇન્ટરની પરીક્ષા આપીને આવું છું.” “હવે શું કરશો ?’” ‘‘બી. એ. થઈશ.'’ “પછી શું કરશો ?” ‘પછી જો ફર્સ્ટ કલાસ આવશે તો વિલાયત જઈશ અને એમ. એ. થઈશ.” “એમ. એ. થઈને પછી શું કરશો ?” “કોઈ સારી નોકરી મેળવીશ.’’ kr પેલા ચિંતક તો આગળ જ વધી રહ્યા હતા. એમણે પૂછ્યું : “પછી ? : પેલો વિદ્યાર્થી જરા થંભ્યો. એને થયું, આ શું પૂછે છે ? પણ ઉત્તર આપ્યા વિના એને ચાલે તેમ ન હતું, એટલે એણે કહી નાંખ્યું : “પછી પ્રભુતામાં પગલાં માંડીશું.' ચિન્તકે “પ્રભુતામાં પગલાં' આ શબ્દ ચાવ્યો. શબ્દ તો ઘણો સારો છે. પશુતા માટે વધારેમાં વધારે છૂટ મેળવનારા પણ આ જ શબ્દ વાપરતા હોય છે. ચિન્તકે પૂછ્યું : “ઠીક, પછી શું ? વિદ્યાર્થીએ કહ્યું : “પછી વળી શું ? ઘરડા થઈશું.” ચિન્તકને પોતાના પ્રશ્નનો દોર બરાબર હાથમાં આવતો લાગ્યો. એટલે ધીમેથી પૂછ્યું. “પછી શું ?'’ પેલો વિદ્યાર્થી મૂંઝાઈ ગયો. થોડો અકળાયો, એણે એના પિતા સામે જોયું. એના પિતા પણ વિચારોમાં તણાતા હતા. હવે પછી શું ?..... એના પિતાની આંખમાં પણ પ્રશ્નાર્થ હતો. એટલે વિદ્યાર્થીએ કહી નાંખ્યું : “પછી મરી જઈશું.' હવે તો જાગો ! * ૨૦૯ Page #219 -------------------------------------------------------------------------- ________________ ચિન્તકે કહ્યું : “બરાબર હું એ જ કહેવા માંગતો હતો. આટલા અભ્યાસ પછી, આટલી પ્રવૃત્તિ પછી, આટલી સાધના પછી પણ મરવાનું ? મરવા માટે આટલું બધું કરવાનું ? મરવું જ હોય તો આટલો અભ્યાસ ન કરો, દેશાટન ન કરો તો પણ મરી શકાય છે. શું અભણ નથી મરતા ? અભણ પણ કરી શકે છે. વિદ્યાવાન તો એમ કહેશે કે – પછી અમર બનીશ, મૃત્યુ સામે યુદ્ધ કરીશ, વૃત્તિઓ પર વિજય મેળવીશ, જીવનમાં પ્રેમ, પ્રકાશ અને શ્રદ્ધાને ભરીશ, અને મૃત્યુને તરી જઈશ. વિદ્યા તો મૃત્યુને જીતવા માટે છે. એક કવિ કહે છે : હસી મૃત્યુમુખે ધસવાનું જ દે, ધસી મૃત્યુમુખે હસવાનું વિદ્યાવાનમાં જીવનની ખુમારી જોઈએ. સુખમાં કે દુઃખમાં, સંપત્તિમાં કે વિપત્તિમાં, સંયોગમાં કે વિયોગમાં પોતાના આત્માની અને પોતાના મનની મસ્તી ન ગુમાવે તે જ અભ્યાસી, તે જ વિદ્યાવાન. પ્રકૃતિના રહસ્યને જાણનાર માણસ ઉનાળો આવતાં અકળાતો નથી. શિયાળો આવતાં ફરિયાદ નથી કરતો; કે વર્ષાકાળ આવતાં બબડાટ કરતો નથી. એ જાણે છે કે આ તો વ્રત ત્રસ્તના ખેલ છે. શિયાળામાં ટાઢ પડે છે, પણ ઘઉં ને કપાસ એમાં જ તૈયાર થાય છે. વર્ષોમાં વૃષ્ટિ થાય અને કીચડ થાય પણ જુવાર બાજરી એમાં જ પાકે છે. ઉનાળામાં તડકો પડે છે પણ મીઠી કેરીઓ અને રાયણ એ ઋતુમાં જ પાકે છે, તેમ દુઃખ, વિપત્તિ, વિયોગ પણ માણસને ઘડવા આવે છે. એથી માણસની કસોટી થાય છે. માણસનું હીર આવા સંયોગોમાં જ પ્રગટે છે. સાચો અભ્યાસી દુઃખને પણ કુદરતની પ્રિય ભેટ માની હસતા મુખે એનું સ્વાગત કરે છે. એ સમજતો હોય છે કે આજનું દુ:ખ એ મારી ગઈ કાલની ભૂલનું જ પરિણામ છે. એક ભૂલને સુધારવી હોય તો બીજી નવી ભૂલ ન કરવી, દુઃખ વખતે અફસોસ કરવો એ જૂની ભૂલમાં નવી ભૂલનો ઉમેરો કરવા બરાબર છે. બતુનો ખેલ પણ કેટલાક માણસો આ વાતનો વિચાર કર્યા વિના કેવળ ફરિયાદ જ કરતા ફરતા હોય છે. વરસાદ આવે તો કહે : “આહ ! શું વરસાદ છે ! બંધ થતો જ નથી. મારી નાખ્યા.” ટાઢ પડે ત્યારે કહે : “શું ટાઢ પડે છે ! ચામડાં ચિરાઈ ગયાં.” તાપ પડે ત્યારે કહે : “તડકો પડે છે કાંઈ તડકો ! ધરતી તો ભડકે બળી રહી છે !” આમ રોદણાં જ રોયા કરે; પણ આ તો ઋતુના ખેલ છે, એમ ન સમજે. તમે કેટલાક માણસો પણ જીવન અંગે રોદણાં જ રોતા હોય છે. કોઈ પુત્ર માટે, તો કોઈ પત્ની માટે; કોઈ ધન માટે તો ૨૧૦ * માનવતાનાં મૂલ્ય Page #220 -------------------------------------------------------------------------- ________________ કોઈ ધંધા માટે. પણ ફરિયાદ કર્યા વિના જ પુરુષાર્થ કરવો જોઈએ, એમ ન વિચારે. આવા સંયોગોમાં માણસને સાચી વિદ્યા મળે તો જ માણસ જીવનનાં તત્ત્વોને સ્પર્શી શકે અને દુ:ખના તાપને, પણ જીવનના ઘઉં પકવવાનું સાધન માની, એને સત્કારી શકે. વિષમ પ્રસંગોમાંથી પણ કાંઈક બોધ મેળવી જીવનને ઘડી શકે. આપણું કોઈ સ્વજન મરી જાય છે, ત્યારે આપણને કેટલો બધો શોક થાય છે ! આપણું મન દુઃખના અગાધ સાગરમાં કેવું ડૂબી જાય છે. ! પણ તે પ્રસંગે આપણે સ્વસ્થ ચિત્તે વિચારીએ કે આ શોક શાથી આવ્યો ? શા કારણે આવ્યો ? ગામમાં આટલાં મરી જાય છે, છતાં આંખે એક આંસુ પણ નથી આવતું અને અત્યારે આ આંસુઓનો સાગર કેમ છલકાઈ ગયો ? મૃત્યુ એ જ જો અનિષ્ટ અને દુઃખનું કારણ હોય તો ગામમાં કોઈ મૃત્યુ પામે છે, ત્યારે શોક કેમ આપણને ઘેરી વળતો નથી ? મહોલ્લામાં કોઈ મરી ગયું હોવા છતાં તે દિવસે ભોજનમાં મિષ્ટાન્ન આવ્યું હોય તોય ભોજન કરતાં શોક થતો નથી અને પોતાનું સ્વજન જતાં હૃદય રડે છે, એનું કારણ શું ? એનું કારણ છે કે, એને જે વ્યક્તિ પ્રત્યે રાગ હતો, જેના તરફથી “કાંઈક” મળતું હતું. તે હવે બંધ થયું છે, તે હવે મળવાનું નથી, એટલે એ રડે છે, પણ એ કોને માટે રડે છે ? જનાર વ્યક્તિ માટે નહિ, પણ એ વ્યક્તિ તરફથી જે મળતું હતું, તેને માટે. એટલે કે પોતાના અર્થ માટે રડે છે અને એ અર્થ માણસને બીજી કોઈ વ્યક્તિ તરફથી મળતો હોય તો તે શોક શમી જાય છે. ધીમે ધીમે શોકમાં ઓટ આવે છે, અને માણસ મૂળ સ્થિતિએ આવી જાય છે. હા, આમ છતાં સ્નેહ જેવી એક પવિત્ર અને ચિરસ્મરણીય વસ્તુ પણ દુનિયામાં છે, જે અર્થ અને કામની નહિ, ચેતનાની ભૂખી છે. આ ભૂખ એક આત્મજ્યોતમાંથી જન્મેલી છે, બીજી કોઈ વ્યક્તિ પાસેથી તે મળતી નથી. જ્યાંથી એ પ્રગટે છે, ત્યાં જ એ વિલીન થાય છે. એટલે આવા પ્રસંગોમાં માણસના હૈયા પર શોકની છાયા ઘણી ઘેરી થઈ જાય છે અને આવા કેટલાક પ્રસંગોમાં તો માણસ કાં જ્ઞાની બને, કાં ઉન્મત્ત બને; જ્ઞાની વિચારે કે મારું પ્રિયજન એક એવા પ્રવાસે ઊપડ્યું છે કે જ્યાં અંતે મારે પણ જવાનું જ છે, એ પહેલાં ગયેલ છે, હું પછી જઈશ, એમ વિચારી સમાધાન મેળવી લે છે. જ્યારે અજ્ઞાનીને થાય છે. હવે શું થશે ? ખેલ ખલાસ ! બાજી બગડી ગઈ. મારે જીવનભર ઝૂરવાનું. હવે ક્યાં મળવાના છીએ ? જીવન શૂન્ય થઈ ગયું. અને એવા વિચારોમાં અજ્ઞાનતા અને ઉન્મત્તતા વધતી જાય છે. હવે તો જાગો ! % ૨૧૧ Page #221 -------------------------------------------------------------------------- ________________ આ બંને પ્રસંગોમાં પ્રિયજન તો બંનેએ ગુમાવેલ છે; પણ એક સમાધાન મેળવે છે, બીજો ઝૂરે છે. કવિ જીબ્રાન કહે છે : “"When you are sorrowful, look again in your heart, and you shall see that in truth you are weeping for that which has been you delight." જ્યારે તમને શોક લાગે ત્યારે વળી તમારા હૃદયમાં જોજો. અને તમને જણાશે કે સાચે જ તમે જેને માટે રડી રહ્યા છો તે તમારા હર્ષનો વિષય હતો, એટલે જે હર્ષ આપે એ શોક આપે જ. એ શોકને ટાળવાનો માર્ગ એક જ છે, અને તે આત્માનું જ્ઞાન અને પ્રકૃતિનું ઊંડાણ ! આત્મજ્ઞાન થતાં શોક કેવો હળવો થાય છે એનું આ એક જ્વલંત દૃષ્ટાંત તમારી સામે મૂકું છું. શોકના તળિયે શાન્તિ શાણી સુમતિ ભગવાન શ્રી મહાવીરની વાણી સાંભળવા ગઈ હતી, એનો પતિ આત્મારામ બહાર ગયો હતો. એના બંને યુવાન પુત્રો તળાવમાં ખાન કરવા ગયા હતા. સુમતિએ વ્યાખ્યાનમાં સાંભળ્યું : “જ્યાં સંયોગ છે, ત્યાં વિયોગ છે. આત્મા સિવાય જગતની પ્રત્યેક વસ્તુ વિખૂટી પડે છે. આજે આપણે જેના માટે હસીએ છીએ, તે જ વસ્તુ આવતી કાલે રડાવે છે. આનંદ અને શોક એક જ ત્રાજવાનાં બે પલ્લાં છે. અનંત સમાધિનો માર્ગ એક જ છે. મોહનો ત્યાગ ! આ મોહનો ત્યાગ જન્મે છે, આત્માની એકલતાના જ્ઞાનમાંથી.” સુમતિએ આ ઉપદેશને પોતાના હૈયાની દાબડીમાં ઝીલ્યો. એનો વિચાર કરતી, એને જીવનમાં વણવા મથતી, એ ઘેર આવી, ત્યાં એકાએક સમાચાર મળ્યા : એના નહાવા ગયેલા બંને દીકરા ડૂબી મર્યા છે. પહેલાં એક નહાવા પડ્યો, પણ એ તો કીચડમાં ખૂંચતો જણાયો. એને કાઢવો બીજો ગયો, પણ એ ખૂંચતો છોકરો બીજાને બાઝયો અને બંને ડૂળ્યા.” જુવાનજોધ બે દીકરા જાય તો કઈ માતાનું હૈયું શોકમાં ન ડૂબે ? સમતિના હૈયાના કટકે કટકા થવા લાગ્યા. એ શોકન ઝંઝાવાતમાં ઘેરાઈ ગઈ, એને મૂછ આવી, અને એ ધરતી પર ઢળી પડી. થોડી વારે એ મૂછ ઊતરતાં એના હૈયા પર જ્ઞાનવચનો આવવા લાગ્યાં. જ્યાંથી આનંદ આવે છે, ત્યાં જ શોક હોય છે, અને એ શોકના તળિયામાં જ શાંતિ હોય છે. શોકને ઉલેચી નાંખો, શાંતિ ત્યાં જ જડશે. ૨૧૨ માનવતાનાં મૂલ્ય Page #222 -------------------------------------------------------------------------- ________________ સુમતિનો શોક ધીમેધીમે ઉલેચાતો ગયો અને એ ઊંડી ને ઊંડી ઊતરતી ગઈ, જ્યાં જીવનની પરમ શાંતિ હતી ! એણે પોતાના બંને પુત્રોના દેહને પથારીમાં પધરાવ્યા; એમના પર શ્વેત વસ્ત્ર ઓઢાડ્યું, અને પતિની પ્રતીક્ષા કરતી એ વિચારમાં ડૂબી ગઈ. આત્મારામે ડેલીમાં પગ મૂક્યો અને એનો આનંદ ઊડી ગયો, એને વાતાવરણમાં કાંઈક શોકની હવા લાગી. રોજ એ ઘેર આવતો ત્યારે એની પત્ની હસતા મુખે એનું સ્વાગત કરતી પણ આજે તો એ ઉદાસ હતી. આત્મારામે પૂછ્યું : “કેમ ? આમ ઉદાસ કેમ ? શું થયું છે ? તું તો જાણે ઘરમાં શોકનો સાગર લાવી છે !” કાંઈ નથી. એ તો પડોશી સાથે જરા કલહ થયો છે.” શોકના ભારથી નમેલી પાંપણોને ઊંચી કરતાં સુમતિએ કહ્યું. આત્મારામને આશ્ચર્ય થયું. સુમતિનો સ્વભાવ એ જાણતો હતો. આખું ગામ ગરમ થાય તોયે એની આંખમાં શીતળતાનો સાગર લહેરાયો હોય એવી એ શાંત હતી, અને એવી જ એ શાણી પણ હતી. આત્મારામે ગભરાઈને પૂછ્યું : “એવું તે શું થયું કે તારે કજિયો કરવો પડ્યો ?" “કાંઈ નહિ. વીસ દિવસ પર આપણા દિનેશનાં લગ્ન હતાં, ત્યારે હું પાડોશીને ત્યાંથી બે રત્નકંકણ પહેરવા લાવી હતી. આજે એ માંગવા આવ્યાં. મેં ન આપ્યાં, એટલે બોલવું થયું, અને કલહ વધ્યો.” સુમતિ આટલું ધૈર્યપૂર્વક બોલી ગઈ પણ એના અવાજમાં જરા વિષાદની છાયા હતી. “તુંયે ખરી છે. પારકાં કંકણ ક્યાં સુધી રખાય ? એનો માલિક માગવા આવે ત્યારે આપી દેવાં જ જોઈએ ને ! તારા જેવી શાણી સ્ત્રી આવી વાત પર કલહ કરે તો થઈ રહ્યું ના ? કોઈ જાણે તોય હસે એવી આ વાત છે. જા, જા, જલદી આપી આવ.” એને ઊભી કરતાં આત્મારામે મીઠો ઠપકો આપ્યો. જરા ઊભા તો રહો. તમે આપી આવવાનું તો કહો છો, પણ મને એ કેટલાં ગમે છે ! મારું મન એમાં કેટલું રમે છે, એ તમે જાણો છો ? કેવાં સુંદર એ રત્નકંકણ છે ! એનો ઘાટ, એની ઝીણી ઝીણી કારીગરી, જેની જોડ ન જડે ! અને એનાં રત્નો પણ કેવાં તેજસ્વી છે ? નાથ, મને તો એ પાછાં આપવાનું મન જ નથી થતું. મનમાં થાય છે, કે રાખી લઉ. પછી જે થવાનું હશે તે થશે. કજિયો તો કજિયો ! આટલું કહેતાં કહેતાં તો સુમતિનું હૃદય ભરાઈ આવ્યું. એની પાસે જ્ઞાન હતું, છતાં વિષાદ કાંઈ ઓછો ન હતો ! હવે તો જાગો ! ૨૧૩ Page #223 -------------------------------------------------------------------------- ________________ “પણ આજે તને થયું છે શું ? તું પાગલ તો નથી થઈને ! અરે, તું આ શું બોલી રહી છે ? જે વસ્તુ પારકી છે તે કેટલા દિવસ રખાય ? એના ૫૨ મમતા કરવી, એને પોતાની માનવી અને “મારી” કહી શોક કરવો એ અજ્ઞાનતા નહિ તો બીજું શું છે ? પારકી વસ્તુ તો જેમ વહેલી અપાય તેમ સારું.” શિખામણ આપતાં આત્મારામે કહ્યું. સુમતિ ઊભી થઈ. એણે પતિનો હાથ ઝાલ્યો, એનો હાથ ધ્રૂજતો હતો. એને તમ્મર આવી ગયાં હતાં. એની છાતી પર ભાર હતો. પણ ‘શ્રમણ ભગવાન મહાવીર''ના જ્ઞાનના બોલ એના આત્માને આશ્વાસન આપી રહ્યા હતા. એ પતિને અંદર દોરી ગઈ. ફૂલ જેવાં પોતાનાં બે બાળકોના મૃતદેહ પર ઓઢાડેલું શ્વેત વસ્ત્ર એણે ઊંચકી લીધું અને જ્ઞાનના પ્રકાશથી પ્રબુદ્ધ બનેલી સુમતિએ કહ્યું : “નાથ ! આ આપણાં બે રત્નકંકણ, એક સોળ વર્ષનું, બીજું વીસ વર્ષનું. આજ સુધી આપણે એમને રાખ્યાં, સાચવ્યાં, પણ આજે એમનો સમય પૂરો થયો, અને એમણે એમનો માર્ગ લીધો. આપણે એમના ન હતા, એ આપણા ન હતા. થોડા સમય માટે આપણને એ મળ્યા હતા. હવે એમને નિસર્ગના ખોળામાં શાંતિપૂર્વક ધરવાં એ આપણું કર્તવ્ય છે. એની પાછળ શોક અને રુદન કરવાં વ્યર્થ છે, ગયેલી વસ્તુ આંસુથી પણ પાછી મળતી નથી. મૌનની શાંતિમાં આપણે એમને વિદાય આપીએ.” આત્મારામ તો આ જોઈ ત્યાં જ ઢગલો થઈ ગયો. થોડી ક્ષણ માટે ત્યાં ગંભીર સ્તબ્ધતા છવાઈ ગઈ, ઘરમાં, હવામાં, વાતાવરણમાં, બધે જ સ્તબ્ધતા હતી. અંતે એ પિતાની આંખમાં આંસુનું પૂર ધસી આવ્યું. એણે આંસુના પડદામાંથી જોયું તો સુમતિની આંખમાં પણ બે મોતી જેવાં આંસુ હતાં; પણ એના પર જીવનની ઊંડી સમજણનાં ઉજ્જ્વળ કિરણો પ્રકાશી રહ્યાં હતાં. શ્રદ્ધાની જ્યોત આ પ્રસંગ પરથી સમજી શકાય છે કે, આત્માની જાગૃતિ શું કામ કરે છે ! જેનો આત્મા જાગ્રત છે તેજ શોક ૫૨, મોહ પર વિજય મેળવે છે. પણ જે જીવનમાં હારે છે, મૂંઝાય છે, તેનું કારણ આત્મજ્ઞાનનો અભાવ છે, અને તેથી જ વિપત્તિ કે અંતરાય આવતાં એ થંભી જાય છે, ગભરાઈ જાય છે, અને ધ્યેયમાંથી વિચલિત થઈ, બીજા માર્ગ ભણી વળે છે. પણ જે માણસ અંતઃપ્રેરણાથી પ્રેરાઈને કાર્ય કરે છે, જીવનને સમજીને જીવે છે, એ ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ જેના ૫૨ પૂર્ણ વિશ્વાસ રાખ્યો ૨૧૪ * માનવતાનાં મૂલ્ય Page #224 -------------------------------------------------------------------------- ________________ હોય, એવો સાથી સાથ છોડીને ચાલ્યો જાય, એવા સંજોગોમાં પણ વૈર્યને ખોયા વિના, ભય રાખ્યા વિના, આગળ વધ્યે જ જાય છે. આત્મજ્ઞાની, લોકોના અભિપ્રાયના આધારે નહિ, પણ પોતાના આત્માના અભિપ્રાયના આધારે આગળ વધે છે. એ તો કહે છે : “લોકોને હસવું હોય તો હસવા દો, બકવું હોય તો બકવા દો; પણ મારો પંથ અફર છે.” એને પોતાના પ્રત્યેક પગલામાં શ્રદ્ધા હોય છે. એને પોતાની પ્રત્યેક ક્રિયામાં નિષ્ઠા હોય છે, અને પોતે સ્વીકારેલ ધ્યેય પાછળ સમર્પિત થવાનો એનામાં અદમ્ય ઉત્સાહ હોય છે. આવી વ્યક્તિ માટે કહી શકાય કે : In the long run he shell be happy & prosperous. પણ જે માણસ કાર્ય કરે છે, પણ એના પરિણામની જવાબદારી લેતાં ગભરાય છે, એ સફળ કેમ થાય ? એને ફૂલ જોઈએ છે, પણ કાંટા નથી ખાવા. અને કાંટા વાગે છે ત્યારે એને દૂર કરવા માટે એ જ્યાં ત્યાં પ્રાર્થના કરતો ફરે છે. સહનશીલતા અને સાધના વિના સિદ્ધિ થતી નથી, એ વાતને જાણે માનવી ક્ષણભર ભૂલી જાય છે. સોક્રેટિસ તો પ્રાર્થના કરતાં કહેતા : “ભગવાન, હું એક જ માગું છું. અયોગ્ય વસ્તુ હું માગું તો પણ તું આપીશ નહિ અને યોગ્ય વસ્તુ હું ન માગું તો પણ તું આપજે જ.” માણસ જો આ રીતે વિચારે તો એને દુ:ખમાંય સુખ લાગે, એને થાય કે ગૂમડું પાક્યું છે, તો એનું ઓપરેશન – operation – અનિવાર્ય છે. વેદના વેક્યા વિના દર્દ કેમ મટે ? વેદનાને વેક્યા વિના વિપત્તિ કેમ ટળે ? શ્રી શ્રેણિક નરકમાં પણ માનસિક શાંતિ અનુભવે છે. દેહને વેદના થઈ રહી છે, શરીરમાં આગ છે, પણ આત્મામાં શીતળતા છે, કારણ કે એ સમજે છે કે જેણે કર્યા છે તે ભોગવે છે. આ દેહે બીજાને દુઃખ દીધાં છે, તો આજે એને દુઃખ મળે છે, એણે બીજાને બાળ્યા છે, તો આજે એ પોતે બળે છે. એમાં મારે શું ? આત્મા, એ દેહથી ન્યારો છે. ખીંટીએ કોટ ટાંગ્યો હોય, એ સળગી ઊઠે, બળીને ખાખ થઈ જાય તો એના માલિકને નુકસાન થાય, પણ એ દાઝે તો નહિ ને ? કારણ કે દેહ કોટથી ભિન્ન છે. તેમ આત્મા પણ દેહથી ભિન્ન છે. પણ આજે અજ્ઞાનને લીધે આત્માનો પ્રકાશ આ દેહથી ઢંકાઈ ગયો છે. કાળના વિકરાળ પંજામાં ધ્વંસ થતી વસ્તુઓને જોઈને શેક્સપિયર કહે Ruin hath t'aught me thus to ruminate. That time will come and take my Love away. This thought is us a death which can not choose. But weep to have that which it fears to lose. હવે તો જાગો ! * ૨૧૫ Page #225 -------------------------------------------------------------------------- ________________ વિનાશે મને આ રીતે વિચાર કરતાં શીખવ્યું છે, કે કાળ આવશે ને મારી પ્રિયતમાને પણ મારાથી દૂધ લઈ જશે. આ વિચાર એક મૃત્યુ સમાન છે, કે જેને માટે રુદન સિવાય બીજો કોઈ માર્ગ નથી, કારણ કે જે વસ્તુ તેણે પ્રાપ્ત કરી છે તેને ગુમાવવાનો તેને સદા ભય રહે છે. અર્પણનો આતશ પ્રકૃતિ અને માનવહૃદયની મહત્તાને ગાનારી આ મહાકવિ પણ અહીં કેવો ગમગીન છે ! આવી ગમગીનીમાં શાંતિ કોણ આપે ? અરણ્ય જેવી એકલતામાં આશ્વાસન કોણ આપે ? માણસ સમ્યગદર્શન દ્વારા જીવનના આવા દુઃખદ પ્રસંગોને પણ એક જુદી જ દૃષ્ટિથી, એક જુદા જ ભાવથી આવકારી શકે. મને યાદ છે, આજથી લગભગ પંદર વર્ષ પહેલાં એક વાર અમે મિત્રો નાસિક પર્યટન માટે ગયેલા, ત્યાં રસ્તામાં રોગીષ્ઠ દશામાં એક સાધુ બેઠો હતો. તેના શરીર પરનાં ગૂમડાં પર કીડા ખદબદતા હતા. કીડા એટલા બધા હતા કે ગૂમડાંમાંથી ગબડીને નીચે પડે. પણ પેલો સાધુ બહુ જબરો ! નીચે ગબડેલા એ કીડાને ઊંચકીને ગુમડા પર મૂકતાં કહે : “અરે, બાહર કહાં જાતા હૈ ? બૈઠ ઈધર, બાહર ભૂખા મર જાયગા.” આવી રીતે ગૂમડાં ખદબદે છે, છતાં એ મસ્ત છે. એની મસ્તીનું કારણ એ જ છે કે દુઃખને સ્વેચ્છાપૂર્વક સ્વીકારવાનું એની પાસે આત્માનું દર્શન છે. ભગતસિંહને ફાંસીએ ચડાવતાં પહેલાં માફી માગવા સમજાવ્યા, પણ એણે તો દેશાભિમાનની મસ્તીમાં એમ જ કહ્યું : “કોઈ પણ દેશનો નાગરિક પોતાના દેશની આઝાદી માટે જે કરે છે તે જ મેં મારા દેશ માટે કર્યું છે અને તે બરાબર છે.” એમ કહી ફાંસીના દોરડાને પણ ફૂલની માળા ગણીને એ ભેટી પડ્યા. આવી ફનાગીરી અને આવી ખુમારી માણસમાં ક્યારે આવે ? કોઈ પણ ઉદાત્ત હેતુ માટે માણસ નિર્ણય કરે છે, ત્યારે જ એનામાં અર્પણનો આવો આતશ પ્રગટે છે. આ મસ્તી, આ આતશ, રૂપિયાથી કે સત્તાથી નથી મળતો, પણ આત્માની પ્રમાણિક નિષ્ઠામાંથી પ્રગટે છે. અને તે પ્રસંગે મૃત્યુનો પણ એક પ્રકારનો આનંદ માણી શકાય છે – માળો છોડી અનંત ગગનમાં ઊડતા પંખી જેવો. માનવી અને માળો આત્મપંખી ! તું ગગનવિહારી છે, અનંત આકાશમાં ઊડનાર તું મુક્ત પંખી છે. માળામાં તું વસે છે, પણ માળો એ તું નથી. માળો તારાથી ભિન્ન ૨૧૬ = માનવતાનાં મૂલ્ય Page #226 -------------------------------------------------------------------------- ________________ છે. તું તારા માળાને સ્વચ્છ ને સુંદર રાખજે. કાંટા-ઝાંખરાં લાવીને તારા માળામાં ન ભરતો. નહિ તો અવસરે તું જ એમાં ભરાઈ જઈશ. ઊડવા ધારીશ ત્યારે નહિ ઊડી શકે. અને તારા માળાનાં દ્વાર પણ મોટાં રાખજે કે જેથી ઊડતી વખતે તારી પાંખોને ઈજા ન થાય. માણસો ઈંટ ચૂનાથી ઘર બાંધે છે. પંખીઓ માળો ઘાસથી બાંધે છે – દેહને રહેવાનો માળો ઇંટ, ચૂના ને માટીથી બંધાય. પણ રે, આપણા આત્માનો માળો કયો ? આ દેહ એ આત્માનો માળો છે. પંખી જેમ માળાને મૂકીને ઊડે છે, અને માણસ બંગલાને છોડીને બહાર વિહરવા જાય છે, તેમ આત્મા આ દેહને છોડીને પરલોકના પ્રવાસે ઊપડે છે. પંખીને માળો સાથે નથી આવતો. માણસને બંગલો સાથે નથી આવતો, તેમ આત્માને આ દેહ સાથે નથી જતો, છતાં પંખીને અને માણસને કેવી મમતા છે ? એક ભાઈને પૂછ્યું : “આ બંગલો કોનો છે ?” એણે પોતાની છાતી પર હાથ મૂકતાં ગર્વથી કહ્યું : “મારો છે, આપ જોતા નથી ? બંગલા પર મારું જ નામ છે !” એમ કહી એણે તકતી સામે આંગળી ચીંધી, પણ આ ભોળા જીવને વિચાર પણ નથી આવતો કે આ ક્યાં તારો છે ? તારા દાદા મૂકીને ગયા, તારા બાપા મૂકીને ગયા, અને હવે થોડા દિવસમાં તુંય મૂકીને જવાનો. તારા સગા દીકરા પણ તારો અગ્નિસંસ્કાર આ બંગલાના કંપાઉન્ડમાં નહિ કરવા દે. તને તો ઊંચકીને જમાલપુર ભેળો કરશે ! છતાં મકાન જોઈ મલકાય છે, અને કહે છે, “આ મારો બંગલો છે !” આવી મમતાવાળા માણસો કરતાં તો પંખી સારાં કે સમય આવે, આસક્તિ રાખ્યા વિના માળો મૂકીને ઊડી જાય. માણસ પોતાના માળા માટે કેટલી મુસીબત ઉઠાવે છે ? ટુકડા જમીન માટે કેવાં વેરઝેર બાંધે છે ? માળાની ચિંતામાં વિદાય વેળાએ આપણું આત્મપંખી જ અટવાઈ જાય છે. માણસ જાગે તો ચિંતા ભાગે. માણસને ખ્યાલ આવવો જોઈએ કે એના દેહમાં કોઈ મહાન વસે છે, ઈશ્વર વસે છે, પરમાત્મા વાસ કરે છે. આવો વિચાર આવે તો માણસ કેવો નિર્ભય રહે ? એના મોં પર અભયનું કેવું તેજ ચમકતું હોય ? અત્યારે માણસની એવી સ્થિતિ છે કે એક પ્રધાન સાથે વાત કરવી હોય તોય એના હાથ ધ્રુજે, અને જીભનો લોચો વળી જાય. જોકે આવો માણસ પણ પોતાના નોકર આગળ કે પોતાના આશ્રિત આગળ તો દમ મારતો હોય છે, પણ એથી કાંઈ તેજસ્વિતા આવી ગઈ એમ ન કહેવાય. હવે તો જાગો ! * ૨૧૭ WWW.jainelibrary.org Page #227 -------------------------------------------------------------------------- ________________ માણસને પિછાનવાની રીત એ સભ્યતા છે. જે સભ્યતાથી એક પ્રધાન સાથે વર્તો; એ જ સભ્યતાથી તમારા નોકર સાથે પણ વર્તો; અને જે ગૌરવ તમારા માણસો આગળ બતાવો એ જ ગૌરવ એક પ્રધાન સાથે પણ રાખો. વલસાડના સ્ટેશને એક યુરોપિયન ફર્સ્ટ ક્લાસનો આખો ડબ્બો રોકીને બેઠો હતો, જે કોઈ એ ડબ્બામાં બેસવા આવે એની સામે એ ઘૂરકીને પૂછે : Who are you ? તમે કોણ છો ? યુરોપિયનનો આ પ્રશ્ન સાંભળતાં જ આવનાર ભાગે. એવામાં એક આત્મગૌરવવાન યુવાન આવ્યો. એણે બારણું ઉઘાડ્યું. ત્યાં પેલો ઘૂરક્યો : Who are your ? યુવાને શાંતિથી કહ્યું : I am your father હું તારો બાપ છું. પેલો યુરોપિયન ખુશ થઈ ગયો. એણે કહ્યું : Come in. પેલા યુવાનને પોતાની પાસે બેસાડતાં એણે કહ્યું : તમારા જેવા ગૌરવવાળા અને નિર્ભય મિત્રની મારે જરૂર હતી; કારણ કે બીકણ, નિર્માલ્ય અને ડરપોકની સાથે બેસવામાં પણ પાપ છે. કાયરની મૈત્રી નકામી; એથી સંસ્કાર ન આવે, સંયમ પણ ન આવે, અને પ્રતિષ્ઠા પણ ન મળે. સોબત ઉત્તમની જોઈએ. આપણાથી અધિક ગુણસંપન્ન માણસની સોબત કરીએ તો એના ગુણ આપવામાં આવે અને અધમની સોબત કરીએ તો આપણા ગુણ જાય, અને એની અધમતા આપણામાં આવે. સડેલા પાન સાથે મૂકેલાં સારાં પાન પણ સડે છે અને એ તાજાં પાનને પણ ડાઘ લગાડે છે. આપણા આત્માની પણ એ જ દશા છે, વિષયવાસના અને વૃત્તિઓના સંગથી એ પોતાનું સ્વરૂપ, પોતાની શક્તિ અને પોતાનો પ્રકાશ ભૂલી ગયો છે. સિંહ અને ઘેટાં એક સિંહણનું બચ્ચું હતું. એની મા એને જન્મ આપી તરત મરણ પામી. માવિહોણા આ સિંહબાળને એક ભરવાડ ઊંચકી લાવ્યો અને પોતાનાં ઘેટાંની સાથે એને પણ વાડામાં પૂર્યું. દૂધ પર એ મોટું થવા લાગ્યું; ઘેટાં-બકરાં જંગલમાં ચરવા જાય ત્યારે આ પણ એમની સાથે જાય. એ બધાંની સાથે એવું તો હળી ગયું કે પોતાને પણ, તેઓમાંનું એક માને, અને બેં બેં કરે. ભરવાડ સિસકારા કરે ત્યારે ઘેટાં સાથે તે પણ ભરવાડ પાછળ દોડે. સિંહણનું પડખું સેવ્યું હોત, મુક્ત જંગલમાં ઊછર્યું હોત, અને સિંહણના દૂધને પામ્યું હોત તો એ ગર્જના કરી સ્વતંત્ર રીતે વનવિહાર કરી શકત, પણ આ તો ઘેટાં સાથે ૨મેલું. આમાં શૌર્ય કે શક્તિ કેમ પ્રગટે ? એક વા૨ સરિતાકિનારે આ ઘેટાં પાણી પી રહ્યાં હતાં ત્યારે પર્વતની ગુફામાંથી કોઈ સિંહ બહાર આવ્યો, અને પર્વતની ટોચ પર આવી એણે ગર્જના કરી, ત્રાડ સાંભળી ઘેટાં ને ભરવાડ તો જીવ લઈ નાઠાં. આ સિંહબાળ પણ ૨૧૮ * માનવતાનાં મૂલ્ય Page #228 -------------------------------------------------------------------------- ________________ દોડ્યું; એણે દોડતાં દોડતાં પાછું વાળીને જોયું, ત્યાં બંનેની આંખો મળી. ટોચ પર રહેલાં સિંહને થયું કે આ તો મારો જાત ભાઈ છે. સિંહ ઘેટાના ટોળામાં કેમ ? આ મારાથી કેમ ડરે છે ? એણે ગર્જના કરી કહ્યું : “વિચાર કર. | દોડ નહિ. આપણે એક જ કુળના છીએ. તારે મારાથી ડરવાનું ના હોય, તું પણ મારી જેમ ગર્જના કરી શકે, ત્રાડ નાંખી શકે, પૂછડું પછાડી શકે, અને મુક્ત રીતે આ જંગલમાં વિહરી શકે; જો તું તને ઓળખે તો !” પણ એમ કાંઈ એ માને ? વર્ષોથી ઘર કરીને બેઠેલી વાત એક ક્ષણમાં કાંઈ નીકળી જાય ? એ તો નાઠું અને ઘેટાનાં ટોળાં ભેગું થઈ ગયું. પણ પેલા સિંહના છેલ્લા શબ્દોના પડઘા એના મગજમાં રમવા લાગ્યા. “તું તને ઓળખ. ગર્જના કરવા પ્રયત્ન કરી જો.” આ શબ્દો એના મનમાંથી કેમેય ખસે નહિ, એણે અવાજ કરવા પ્રયત્ન આદર્યો, પણ બેં બેં અવાજ નીકળ્યો. ઘણા કાળના ઘેટાના સહવાસથી એ પોતાનો અવાજ ખોઈ બેઠું હતું. એક સાંજે સરિતાકિનારે એ સિંહબાળ પાણી પીવા ગયું. ત્યારે તેણે પોતાનું પ્રતિબિંબ પાણીમાં જોયું, તો પોતાનું શરીર આ ઘેટાં જેવું નહિ, પણ પેલા સિંહ જેવું લાગ્યું. હવે એને સિંહના શબ્દોમાં વિશ્વાસ બેઠો. એણે પ્રયત્ન આદર્યો. એક વાર – બે વાર – ત્રણ વાર, અને એના અવાજમાં રણકો આવ્યો. ઘેટાં ભડક્યાં. ભાગવા લાગ્યાં, સિંહમાં આત્મવિશ્વાસ પ્રગટ્યો. એણે જરા જોર કર્યું. ત્યાં ભરવાડ અને ઘેટાનાં કાળજાં ફાડી નાખે એવી ગર્જના એના અવાજમાંથી પ્રગટી. ભરવાડ ને ઘેટાં હવે ઊભાં રહે ? સિંહે પોતાના સ્વરૂપને ઓળખ્યું, તો તે વનરાજ થયો, મુક્ત થયો. તમે પણ તમારા સ્વરૂપને ઓળખો. જીવનના ઉન્નત શિખર પર ચઢી ગર્જના કરો. સિહવૃત્તિ કેળવો. તમારી આસપાસ ઘેરો ઘાલીને બેઠેલ વાસનાનાં બકરાં ભાગવા માંડશે. તમારી ત્રાડ સાંભળી લાલસા તો જીવ લઈ દોડશે. આજ સુધી ઇંદ્રિયોના સહવાસમાં રહીને આત્મા પોતાનું સ્વરૂપ, પોતાની શક્તિ, પોતાનો શા ત પ્રકાશ બધું જ ભૂલી ગયો છે, અને ઇંદ્રિયોની પ્રેરણાથી વાસના પાછળ પરવશ બનીને દોડે છે, એને જગાડો. જીવનદ્રષ્ટાઓ આપણને સંબોધે છે. જાગો અને જુઓ, તમે કોણ છો ? તમારામાં અદમ્ય શક્તિ છુપાયેલી છે ! તમે ધારો તે કરી શકો, જે દુનિયામાં મહાન થયા તે તમારામાંના જ એક હતા. ભગવાન શ્રી નેમિનાથને શ્રી કૃષ્ણ પૂછ્યું ત્યારે, અને ભગવાન શ્રી મહાવીરને મગધપતિ શ્રેણિકે પૂછ્યું ત્યારે, એમણે આ જ ઉત્તર આપ્યો હતો; તમારો આત્મા પણ મારા જેવો જ છે, અને મારા જેવું જ સ્થાન તમને મળવાનું છે, પણ આજ તમારો આત્મા કર્મોને હવે તો જાગો ! ૨૧૯ Page #229 -------------------------------------------------------------------------- ________________ આધીન છે, એટલી જ ભિન્નતા છે. કર્મના અને વૃત્તિઓના ક્ષયે આપણે સમાન છીએ – સિદ્ધ – બુદ્ધ - મુક્ત. બંધુઓ, આ પ્રવચનનો ઉપસંહાર કરતાં એક જ વાત હવે કહેવાની છે; તમે તમારી ઇંદ્રિયોનો, તમારા મનનો, તમારી યૌવનવંતી શક્તિઓનો અને તમારી બુદ્ધિનો એ રીતે ઉપયોગ કરજો કે જેથી તમારો આત્મા આજ જ્યાં છે, ત્યાંથી આવતી કાલે એક કદમ આગળ હોય, અને તમારા પ્રત્યેક નવપ્રભાતમાં આત્મજાગૃતિભરી પ્રગતિ હોય ! ૨૨૦ * માનવતાનાં મૂલ્ય Page #230 -------------------------------------------------------------------------- ________________ →?8B+ माता वैरी पिता शत्रुः येन बालो न पाठ्यते । न शोभते सभामध्ये, मंसमध्ये बको यथा || ૧૯. જીવનશિક્ષણ ણે પોતાના સંતાનને જીવનશિક્ષણ આપ્યું નથી, તે માતા વેરી છે, અને પિતા શત્રુ છે. જે હંસોની સભામાં જેમ કાગડો શોભતો નથી, તેમ જીવર્નશક્ષણને નહિ પામેલ સંતાન પણ એવી સભામાં શોભતું નથી. એક પ્રવચનનો પ્રારંભ પ્રસંગકથાથી કરીશ. થોડાં વર્ષો પહેલાંની વાત છે. એક વૃદ્ધ રસ્તાની એક બાજુ આંબો રોપી રહ્યો હતો. ત્યાં થઈને બે સંન્યાસી પસાર થયા, એમણે જોયું કે પોણોસો વર્ષનો વૃદ્ધ વૃક્ષ રોપી રહ્યો છે. એમને હસવું આવ્યું. એમણે કહ્યું, “ડોસા, તમને આ શી માયા લાગી છે ? આજ વાવો છો તે વૃક્ષ ઊગશે ક્યારે અને એનાં ફળ તમે ખાશો ક્યારે ?'’ વૃદ્ધે નમણું હસીને ઉત્તર આપ્યો, તે હવે તો જાગો ! * ૨૨૧ Page #231 -------------------------------------------------------------------------- ________________ તો હૃદયમાં સદા કોતરી રાખવા જેવો છે. “ભાઈ, માર્ગની બન્ને બાજુએ ઊભેલાં વૃક્ષો આપણા પૂર્વજોએ વાવ્યાં, તો એની છાયા અને એનાં ફળનો લાભ આપણને મળ્યો. હવે આજે આપણે વાવીને જઈશું તો એનો લાભ આવતી કાલની પેઢીને મળશે. આપણે ગઈકાલ પાસેથી કાંઈક લીધું હોય તો, આવતી કાલને આપણે કાંઈક આપવું જોઈએ. આમ કરવું એ માયા નથી, પણ માનવતા આ પ્રસંગ આજના પ્રસંગને અનુરૂપ છે. સમાજનો આપણા ઉપર ઘણો ઉપકાર છે. આપણે જે કેળવણી લીધી છે, તેની પાછળ કેટલાય વૃદ્ધોનો શ્રમ છે, આત્મત્યાગ છે. હું જ્યારે વૃદ્ધોને જોઉં છું, ત્યારે આંબો વાવનાર વૃદ્ધ મને યાદ આવે છે. આજે કેળવણી પામેલા, કેળવાયેલા આ કાર્યની પાછળ ત્યાગ આપનારાઓનો વિચાર કરી પોતે ભોગ ન આપે તો કેળવણી નહિ લાજે ? ઇમારતનો આધાર એના રંગ-રોગાનથી નથી, પણ એના પાયામાં પુરાયેલા પથરા, ચૂના અને ઈંટોથી છે. ઇમારતની મજબૂતાઈ જેમ પાયાને આભારી છે, તેમ આપણી ઉન્નતિ, આજ સુધી આ પ્રવૃત્તિ પાછળ જેણે ભોગ આપ્યો છે, તેને આભારી છે. આંબો રોપનાર તેના ફળની આશા વિના તેની ભાવી પેઢીના ભલા માટે વાવે છે, તેમ આપણે પણ ભાવી પેઢીના ભલા માટે કંઈ કરવું જોઈએ; તો જ સમાજ ઉત્કર્ષને માર્ગે આગળ વધે. એક જ્યોતનો પ્રકાશ બીજાને આપતાં જવું, કે જેથી એ જ્યોતની પરંપરા અખંડ રહે. આજે હું જોઈ રહ્યો છું કે, જ્ઞાતિમાં જ નહિ, પણ સમાજ, કે દેશમાં કે રાજ્યમાં – જ્યાં જુઓ ત્યાં વૃદ્ધો યુવાનોની અદાથી કામ કરી રહ્યા છે. ૫. જવાહરલાલજી અને શ્રી વિનોબાજી યુવાનોને શરમાવે એવા જુસ્સાથી આગળ વધી રહ્યા છે. યુવાનોએ એમાંથી પ્રોત્સાહન મેળવવું જોઈએ, એ જ રીતે જ્ઞાનની પરબમાંથી જેણે લાભ લીધો હોય, તેણે આ કાર્યને આગળ વધારવા પોતાનો હિસ્સો આપતાં આગળ વધવું જોઈએ. એનું નામ જ સાચો વારસો છે. સિંહ જોઈએ, ઘેટાં નહિ ! લોકો આજની કેળવણીને વખોડે છે, વિદ્યાપીઠોને ભાંડે છે, પણ ખરી રીતે એ કેળવણી ખરાબ નથી, પણ એમાં પેઠેલાં દૂષણોએ આ પરિસ્થિતિ ઊભી કરી છે. આ દૂષણોને ટાળવા યુવાનોએ કમ્મર કસવી જોઈએ; સંસ્કાર અને સંયમનું હવામાન ઊભું કરવું જોઈએ. ૨૨૨ માનવતાનાં મૂલ્ય Page #232 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર એ અમારું જીવન છે, આશા એ અમારો પ્રાણ છે, અને જીવનની સ્વચ્છતા એ અમારું સર્વસ્વ છે, એમ જ્યારે વિદ્યાર્થીઓને લાગશે, ત્યારે લોકો કેળવણીને વખાણશે, અને આજે જે કેળવણી વખોડાય છે, તે પ્રશંસાને પાત્ર બનશે. આટલાં આટલાં વર્ષોથી તમે આ પ્રવૃત્તિ ચલાવો છો; પણ પ્રથમ કક્ષાએ આવે એવા કેટલા તૈયા૨ થયા ? જેનું નામ આંગળીને ટેરવે આવતું હોય એવો એક પણ તૈયાર ન થયો હોય, તો વિચારવું ઘટે કે આપણે ત્યાં સિંહ તૈયાર થયાં છે કે ઘેટાં ? પ્રાચીન ભારતની પુણ્યતીર્થ જેવી તક્ષશિલા, નાલંદા અને વલ્લભીની વિદ્યાપીઠોનું સ્મરણ કરતાં આપણું હૃદય ગૌરવથી છલકાઈ જાય છે. જ્ઞાનના પુંજ અને તેજના ફુવારા જેવા ચારિત્રવાન વિદ્યાર્થીઓથી આપણો દેશ, આપણો ધર્મ, આપણો સમાજ અને આપણો ઇતિહાસ ઊજળો છે. ચીનના મહાયાત્રી હ્યુયેનશાંગ જેવાને એમનો ઉલ્લેખ, પોતાની સ્મૃતિનોંધમાં કરવો પડ્યો છે. આજના કેટલાક યુવાનો તો વાળ, કપડાં અને બૂટની ટાપટીપમાંથી જ ઊંચા નથી આવતા. આવા યુવાનો પણ પ્રથમ કક્ષાએ તો આવતા જ હોય છે. પણ શામાં ? સિનેમા અને નાટકનાં નટ-નટીઓની પસંદગી કરવામાં ! આમ કહીને હું મારા યુવાન મિત્રોને ઉતારી નથી પાડતો; હું તો એમને જાગ્રત કરવા માગું છું, ચેતાવવા માગું છું. આવતી કાલ ઉપર મને પૂર્ણ વિશ્વાસ અને આશા છે; કારણ કે આ યુગમાં પણ આત્મઅર્પણ અને સંયમથી શોભતા કેટલાયે ભણેલા આપણી નજર સમક્ષ છે, જે આપણી શ્રદ્ધા અને આશાના પ્રતીક છે. હું તો એટલું જ કહું છું કે દૂષણોને દૂર કરી કેળવણીને નિષ્કલંકિત બનાવો. જ્ઞાતિવાદમાં કેટલાંય દૂષણો અને દુર્ગુણો પેઠા છે, જેનો ઇતિહાસ લાંબો છે. છતાં એના ફાયદા પણ એટલા જ છે. દૂષણોને દૂર કરી, આપણે એ દ્વારા લાભ ઉઠાવવાનો છે. આજે વિદ્યાર્થીઓને છ માસની ફીની આટલી મોટી રકમો અપાય છે, અને વિદ્યાર્થીઓને અધ્યયનમાં જે સહાયતા મળે છે તે જ્ઞાતિની સંસ્થાને આભારી છે. હું તોડવા કરતાં જોડવામાં માનનારો છું, એટલે જે છે, તેમાંથી સારું લેવાનું છે, અને ખરાબને છોડવાનું છે. તમે જગતને સુધા૨વા માગો છો ? ભલે સુધારો. પણ તમે જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો. તમે તમારા ઘેરથી કચરો કાઢવાની શરૂઆત કરો. ઘરને વાળી, કચરો ઘર બહાર લઈ જાઓ. પછી શેરીનો કચરો ગામ બહાર લઈ હવે તો જાગો ! * ૨૨૩ Page #233 -------------------------------------------------------------------------- ________________ જાઓ, અને ગામનો કચરો દેશબહાર લઈ જાઓ. દેશનો કચરો દુનિયાની બહાર લઈ જાઓ, અને અંતે એને દરિયામાં ફેંકી દો. પણ આજે તો દુનિયા વામમાર્ગે ચાલે છે, ઊંધે માર્ગે ચાલે છે. મને યાદ છે કે દેશમાં લડત ચાલતી હતી ત્યારે કેટલાયે યુવાનો હાથમાં ઝાડુ લઈ આખો બજાર વાળી આવતા, પણ એની મા માંદી હોય અને ઘરનું આંગણું વાળવાનું હોય તો ના કહી ચાલવા માંડતા. તે વખતે સેવા જાણે ફૅશન હતી. આવા માણસો દુનિયાનો કચરો વાળવા નીકળે; એ કચરો પોતાના દેશમાં લાવે, દેશનો પોતાના ગામમાં, ગામનો પોતાના મહોલ્લામાં અને મહોલ્લાનો પોતાના ઘરમાં લાવે. આનું નામ જ વામ-માર્ગ ? હું તો કહું છું કે પહેલાં તમારી જાતને સુધારો. પછી ઘર અને જ્ઞાતિને સુધારો; એ રીતે ચારે બાજુથી સુધારો આવશે તો આપણો ધર્મ, સમાજ અને દેશ જરૂર મહાન અને બળવાન બનશે. કામ આજની કેળવણી જીવનને માર્ગદર્શક ત્યારે જ બને કે જ્યારે એ કેળવણીને ધર્મનું માર્ગદર્શન હોય. કેળવણીકારોએ ધર્મને આધો મૂક્યો છે. આવા સંજોગોમાં યુવાનોમાં ધર્મનું તેજ આવે ક્યાંથી ? એટલે હવે આ જ્ઞાતિઓએ અને સમાજે ઉપાડી લેવાનું છે. અને ધર્મનું હવામાન ઊભું કરવાનું છે. એક રીતે સુધરેલી વ્યક્તિ અનેક રીતે ઉપયોગી થશે, કારણ કે એક જ માણસને જીવનનાં કેટલાં અંગો છે ? ધર્મની દૃષ્ટિએ ધાર્મિક છે, જ્ઞાતિની દૃષ્ટિએ જ્ઞાતિજન છે, સમાજની દૃષ્ટિએ સામાજિક છે, દેશની દૃષ્ટિએ રાષ્ટ્રીય છે અને જીવનની દૃષ્ટિએ વ્યક્તિ છે. આ રીતે કોઈ પણ જ્ઞાતિનો એક સંસ્કારી અને સંયમી માણસ ધર્મ, સમાજ દેશ અને જીવનને ગૌરવરૂપ થઈ પડે છે, અને એની સંસ્કારછાયા સમગ્ર વર્તુળ ઉપર પડે છે. પણ આજે આપણી આસપાસની હવામાં અમરત્વની ભાવના ક્યાં છે ? એ ભાવના સાચા ધાર્મિક શિક્ષણથી લાવી શકાય. આધ્યાત્મિક વિચાર વિના એ અમરત્વનો ખ્યાલ કોણ આપે ? આધ્યાત્મિક જ્ઞાન જ જીવનની અસ્મિતા પ્રગટાવી શકે, એટલે દુન્વયી જ્ઞાન સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ મળો એમ આપણે ઇચ્છીએ. હમણાં એક ભાઈ બોલ્યા : “દાન દેનારા ઘણા છે, પણ લેવા જનાર નથી.' આ વાક્ય શેઠશ્રી કસ્તૂરભાઈએ થોડા દિવસ પહેલાં ઉચ્ચાર્યું હતું. એમનો અનુભવ સાચો છે, પણ સાથે સાથે એ પણ સાચું છે કે જેવાં તેવાં તકલાદી કાર્યો ઊભાં કરવાથી પૈસા નથી મળતા. કાર્ય સાચું જોઈએ, નક્કર જોઈએ, અને એ કાર્યની પાછળ કાર્ય કરનાર સાચો આત્મા જોઈએ. આત્મા ૨૨૪ * માનવતાનાં મૂલ્ય Page #234 -------------------------------------------------------------------------- ________________ સાચો હશે તો સહાયતા એક નહિ તો બીજેથી પણ મળી રહેશે. કાર્ય કદી નહિ અટકે આ પ્રસંગે જે એક વાત યાદ આવે છે તે એ છે કે કેટલાક લક્ષ્મીનંદનો પોતાના પૈસાને વિલાસના માર્ગે વાપરી રહ્યા છે; જેના પાપે સમાજની સંસ્કારિતાનો ધ્વંસ થઈ રહ્યો છે. પૈસો સાથે માર્ગે ન વપરાય અને ખરાબ માર્ગે વપરાય, વિલાસને માર્ગે ખરચાય તો જાણજો કે એ અન્યાય અને માનવશોષણમાંથી આવેલ છે, અને જેની પાસે હોય તેનો વિનાશ કર્યા વગર નહિ રહે. તમે જોયું ને, કે રાજાઓનાં રાજ્ય ગયાં; તો આ ખોટી રીતે આવતો અને ખોટી રીતે જતો પૈસો કેવી રીતે ટકશે ? આ સિવાય અહીં સ્મશાનની સામે જ ઇક્ષ્મટેક્સ ઓફિસ છે એ સૂચવે છે કે દુનિયામાં વાપરીને આવો. સારા કામમાં નહિ વાપરો તો Death Duty અહીં ભરવી પડશે, જમાનો કેવો આવ્યો ! માણસ શાંતિથી મરી પણ ન શકે ! મરતી વખતે ટૅક્સ અને મર્યા પછી પણ ટેક્સ ! પૈસા હાથે ન વાપરવાનું આ પરિણામ. બંગાળમાં ભારતેન્દ્ર હરિશ્ચંદ્ર નામના એક ધનપતિ થઈ ગયા. એ ઉદારતાપૂર્વક પૈસો વાપરતા. એમના સ્વજનો અને મિત્રોએ કહ્યું : “તમે પૈસાને પાણીની જેમ જેમ વાપરો છો ?” એમણે હસીને ઉત્તર આપ્યો : “આ સંપત્તિ મારા બાપને અને મારા દાદાને ખાઈ ગઈ. મને પણ એ ખાવા માગતી હતી. પણ મેં વિચાર્યું કે એ મને ખાઈ જાય તે પહેલાં હું જ એને ખાઈ જાઉં.” હું પણ આપને એ જ સલાહ આપું, કે એ તમને ખાઈ જાય એ પહેલાં તમે એને ખાઈ જાઓ. અને એમ કરવાથી તમે એક સામાન્ય સંપત્તિના બીજમાંથી મહાન સંપત્તિના અમર વૃક્ષને ઊભું કરશો કે જેને કાળ પણ નહિ ખાઈ શકે. આ સિવાય મારે આપને ખાસ વાત કહેવાની છે કે આવા કાર્યોમાં મોટામાં મોટું ભયસ્થાન તો મોટાઈનું છે. એક માણસ કામ કરે ત્યારે બીજો વિચારે કે એ મને ક્યાં પૂછીને કરે છે ? કરવા દો એને ! હું પણ જોઉં છું કે એ કેવી રીતે કરે છે ? એમ વિચારી કામ કરનારને સહાયતા આપવાને બદલે એને તોડવા પ્રયત્ન કરે; કાં એના કામમાં અંતરાય નાખે, અને એ રીતે પોતાની મહત્તા બતાવે. પણ યાદ રાખજો કે ક્ષણભરની માણસની અહમૂની તુચ્છતાથી માણસનો વિકાસ નથી થતો, પણ વિનાશ થાય છે. એકબીજાના પૂરક બનો, એકબીજાને ટેકો આપો, અને એકબીજાને આગળ વધારો. જ્યાં સંપ હોય છે, ત્યાં જંપ હવે તો જાગો ! ૪ ૨૨૫ Page #235 -------------------------------------------------------------------------- ________________ છે. Unity is Strength. એક તાંતણો હોય તો તૂટી જાય; પણ તાંતણાનો સમુદાય હોય તો દોરડું બને, અને તે હાથીને પણ બાંધી શકે. એક ઈંટ હોય તો તૂટી-ફૂટી જાય, પણ ઈંટો સમુદાયમાં ગોઠવાય તો ભવ્ય મકાન બને, અને હજારોને આશ્રય આપી શકે. ઊનના એક દોરાથી શરીર ઢંકાતું નથી; પણ એકબીજામાં ગૂંથાય છે ત્યારે તે વસ્ત્ર બને છે, અને માનવીને ઢાંકે છે. શિશિરમાં પણ હૂંફ આપે છે. આપ સૌ પણ આવી જાહેર પ્રવૃત્તિઓમાં એકબીજાની ત્રુટીઓ ધ્યાનમાં ન લેતાં ગુણોને ધ્યાનમાં લઈ સંપથી, સહકારથી કાર્ય કરશો, તો જરૂર પ્રગતિ સાધશો. અંતે આપ સૌને એક જ કહેવાનું છે કે અત્તરનું પૂમડું જેમ વાતાવરણને સુવાસથી ભરે છે, તેમ આપ પણ આપના જીવનને સત્કાર્યોની સુવાસથી ભરો એવી શુભેચ્છા. ૨૨૬ જ માનવતાનાં મૂલ્ય Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ગૌપૂજા » ગ જીવન છે [૧૩-૩-૫૪ના દિવસે, મુંબઈ રાજ્ય ગૌશાળા પાંજરાપોળ સંઘના ત્રીજા અધિવેશન ને ગોશાળાના પ્રદર્શન પ્રસંગે હજારોની માનવમેદની સમક્ષ વડોદરાના ન્યાયમંદિરમાં આપેલું ભાષણ.] બહેનો અને ભાઈઓ ! ક સંવર્ધન ને પ્રાણીરક્ષાના કાર્યમાં A જીવન અર્પણ કરનારા મહાનુભાવો છે આ વિષયમાં મારી પહેલાં ઘણું કહી ગયા જ છે, છતાં સૌ ભાઈઓનો આગ્રહ છે કે મારે ' પણ કાંઈક કહેવું, તો હું આપની આગળ || મારી વ્યથા વર્ણવીશ. આર્યાવર્તના માણસો ગાયની પૂજા છું કરે છે, એના કપાળે કુમકુમનો ચાંલ્લો કરે છે, એનું પૂછડું આંખ લગાડે છે, પણ એ જ ગાય પોતાનું પેટ ઉકરડે ભરે છે. ગલીએ ગલીએ ભમી, એંઠવાડ ખાઈ પોતાનો ઉદરનિર્વાહ કરે છે ! આ ગૌપૂજા છે કઈ જાતની ? દૂધ પીવું છે, પણ સેવા કરવી નથી. ગાય દૂધ આપતી બંધ થઈ ગુ જાય કે જાય કસાઈખાને ! હું પૂછું છું કે હવે તો જાગો ! ૨૨૭ Page #237 -------------------------------------------------------------------------- ________________ માનું દૂધ પીનાર, એનાથી પોતાની શરીરને પોષનાર, એના વડે સશક્ત બનનાર અને એનાથી જીવન મેળવનાર, એ જ માતાની ઉપેક્ષા કરનારને આપ સપૂત કહેશો કે કપૂત ? એને ઉત્તમ કહેશો કે અધમ ? તેવી જ રીતે ગાયનું દૂધ પીનાર, અને વસૂકી જતાં એની ઉપેક્ષા કરનાર, એને કસાઈખાને મોકલનાર એ કેવો કહેવાય ? ગાયો – નિર્દોષ પ્રાણીઓ – આજે કસાઈખાનામાં કપાઈ રહ્યાં છે ? ગોમાંસ છડેચોક વેચાઈ રહ્યું છે. શું આ આપણી આઝાદી ? એ નિર્દોષ પશુઓની વેદનાભરી આંખો સામે તો જુઓ ? એમની મૂકવેદના કોણ સાંભળે તેમ છે ? વાતો કરે કંઈ જ નહિ વળે. પ્રતિજ્ઞા કરો. ઘેર ઘેર એક પેટી રાખો. સવારે ઊઠી એ પેટીમાં કંઈક નાંખીને પછી નિત્ય કાર્યો કરવાં જોઈએ, ભલે એક પૈસો નાંખો. પણ સૌ આ નિયમ પાળે તો બાર મહિને કેટલી મોટી રકમ ભેગી થાય ? એ રકમ આવી પાંજરાપોળને અંજલિરૂપે, અર્ણરૂપે અર્પો. એ જ સાચું ગૌપૂજન છે ! એમને કસાઈખાને જતી અટકાવવી એ જ સાચી પૂજા છે ! ઘણા કહે છે : ગાયના પૂછડામાં તેત્રીસ કરોડ દેવતા છે એનો અર્થ શો ? તેત્રીસ કરોડ દેવતા એટલે તેત્રીસ કરોડ માનવ. દૂધ, છાશ, ઘીથી એ તેત્રીસ કરોડ માનવોને પોષે છે. પશુધન પર માણસના જીવનનો આધાર છે. એટલે ગૌરક્ષાનો ટૂંકો લાક્ષણિક અર્થ ઇન્દ્રિયરક્ષા થાય છે. ગૌપાલન એટલે ઇન્દ્રિયપાલન, કારણ કે ગાયના ગોરસથી ઇન્દ્રિયો સશક્ત અને સતેજ રહે પણ એકલું ગૌપાલન કરીને અટકી જવાનું નથી. માનવધર્મ એથીયે આગળ જાય છે. ગાયોને પાળવી અને બીજાં પ્રાણીઓને કતલખાને જવા દેવાં એ તો સ્વાર્થધર્મ થયો. ગાય દૂધ આપે છે, એટલે એને પોષવી, અને બીજાં પ્રાણીઓ ઉપયોગી નથી, એટલે એના પ્રત્યે ઉપેક્ષા કરવી, એ માનવને શોભે ખરું ? સ્વાર્થમાં દાનવતા છે, પરમાર્થમાં માનવતા છે. માનવધર્મના ઉપાસક અબ્રાહમ લિંકન મને યાદ આવે છે. એ અમેરિકાના પ્રમુખ હતા. એક વખત એ પાર્લમેન્ટમાં જઈ રહ્યા હતા. ગાડી ઝડપથી જઈ રહી હતી. એમની નજર કીચડમાં ખેંચી ગયેલા એક ડુક્કર પર પડી. એ કીચડમાં તરફડી રહ્યું હતું, ચીસો પાડી રહ્યું હતું. લિંકને ગાડી ઊભી રાખી, ડુક્કર તરફ દોટ મૂકી, કીચડમાં ખૂંપી ગયેલા એ નિરાધાર પશુને એમણે અજબ રીતે ઉગારી લીધું ! પણ એનો સૂટ કીચડમાં ખરડાઈ ગયો. ફરી ઘેર જઈ કપડાં બદલવા જેટલો સમય નહોતો. પાર્લમેન્ટનો સમય થઈ ગયો હતો અને સમયની નિયમિતતા માટે તો લિંકન પ્રસિદ્ધ હતા. એ સીધા ૨૨૮ % માનવતાનાં Page #238 -------------------------------------------------------------------------- ________________ સભાગૃહમાં આવ્યા. સભ્યોએ ગાડીવાનને પૂછયું : પ્રમુખનાં કપડાં આમ કીચડમાં ક્યાં ખરડાયાં ? ગાડીવાનની વાત સાંભળી સૌ આશ્ચર્ય પામી ગયા. વાહ ! આવો દયાળ ! બધા મળીને લિંકનને માન આપતાં કહેવા લાગ્યા : “આપ ખરેખર દયાળુ છો. આપને ધન્યવાદ છે. આપે ડુક્કરનો ઉદ્ધાર કર્યો... !” પણ પ્રશંસકોને અધવચ્ચેથી અટકાવીને લિંકને આપેલો ઉત્તર હૈયામાં કોરી રાખવો જેવો છે : “બસ, બસ, વ્યર્થ મારી પ્રશંસા ન કરશો. મેં કોઈનાય પર દયા કરી નથી. તેમ મેં કોઈનો ઉદ્ધાર પણ કર્યો નથી. મેં તો મારા હૈયામાં ભોંકાયેલા કાંટાનો જ ઉદ્ધાર કર્યો છે. કીચડમાં તરફડતા ડુક્કરને જોઈ મારા હૈયામાં કાંટો વાગ્યો. મારી વેદનાના કાંટાને કાઢવા માટે મારે ડુક્કરને કાઢ્યા વિના ચાલે તેમ ન હતું. કાંટો કાઢવાનો કંઈક ઉપાય તો લેવો જ પડે ને...” માનવતાભર્યો આ ઉત્તર સાંભળી સૌ નમી પડ્યા. ભારતના કોઈ સંતનો દાખલો ન આપતાં, મેં અમેરિકાના પ્રમુખનો દાખલો આપ્યો, કારણ કે આપણા રાજ્યબંધારણનું ખોખું અમેરિકાનું છે. વાતાવરણમાં અમેરિકાની હવા ભરી છે. એ હવાએ જ આ પ્રાણીનાશની હવા ફેલાવી છે. ત્યારે વિચારવાની આવશ્યકતા એ છે કે જડવાદની હવામાં પણ એ માનવી કેવી કુમળી લાગણી ધરાવતા હતા ! જ્યારે અધ્યાત્મવાદની હવાવાળા દેશમાં કતલખાનાં ઊભરાઈ રહ્યાં છે, એ શું સૂચવે છે ? વિચારજો માનવતા હોય તો.... હવે તો જાગો ! : ૨૨૯ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧. આદર્શ શિક્ષક + जहा खरो चंदणभारवाही भारस्स भागी न * હું ચંદ્રાસ ! एवं खु नाणी चरणेण हीणो नाणस्स भागी છે ? હું સુગg || –ઉપદેશમાળા , વી રીતે ચંદનના લાકડાને ઉપાડીને ૧૦ જનાર ગધેડાને એનો ભાર મળે છે, $ પણ ચંદનની સુવાસ કે શીતળતા મળતી નથી, તેમ સદાચરણ વિના માત્ર જ્ઞાનને ધારણ કરનારને પણ જ્ઞાનનો ભાર મળે છે, પણ સદ્ગતિ-ઊર્ધ્વગતિ નથી મળતી ! આજે આપણે “આદર્શ શિક્ષક” સંબંધી વિચાર કરવાનો છે. આપણા પ્રત્યેકના હૃદયમાં જે જે ભાવનાઓ જાગે 2 છે, જે જે ઊર્મિઓ દિવ્ય જીવનના સર્જન તે માટે ઝંખના સેવે છે, તેનો પડઘો પડે છે, અને અંતે તે કાર્યમાં આકાર પામે છે. શું આદર્શ એટલે અરીસો. અરીસામાં આપણું મુખ જોઈ શકાય, પરંતુ જો એ અરીસો, ગંદો, મલિન કે ડાઘાવાળો હોય તો તેમાં ૨૩૦ = માનવતાનાં મૂલ્ય Page #240 -------------------------------------------------------------------------- ________________ આપણું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું નથી. પ્રતિબિંબને સ્વચ્છ અને નિર્મળ અરીસો જ ઝીલી શકે. એ પ્રમાણે આપણું જીવન પણ પવિત્ર, સ્વચ્છ અને નિષ્કલંક હોવું જોઈએ. કોઈ પણ માણસ આપણું જીવન તપાસે તો તેને આપણામાં કાંઈ ઊણપ ન દેખાવી જોઈએ. આપણા જીવનમાંથી એને પ્રકાશ મળવો જોઈએ, અને એનાથી એનું જીવન પ્રકાશમય બની જવું જોઈએ. આપણા જીવનમાંથી સાફ તત્ત્વો એને મળવાં જોઈએ, નબળાં નહિ. ભવિષ્યના નાગરિકો તૈયાર કરનાર શિક્ષકોનું જીવન આ દૃષ્ટિએ પવિત્ર અને નિષ્કલંક હોવું જોઈએ. લોંગફેલોએ કહ્યું છે કે ""Lives of great men all remind us, We can make our lives sublime, And, departing leave behind us Footprints on the sands of time." મોટા માણસોની જિંદગી જીવનની મહત્તાને સંભારી આપે છે કે જેથી આપણે આપણા જીવનને ઊર્ધ્વગામી બનાવી શકીએ અને આ જગતમાંથી વિદાય લેતી વખતે કાળની રેતી પર આપણાં શુભ કાર્યોની પગલીઓ મૂકતા જઈએ કે જેને આધારે ભૂલા પડેલા આપણા બંધુઓ જીવન-પંથમાં હિંમતપૂર્વક આગળ વધી શકે. એવા મોટા માણસના પગલે જઈશું તો આ ભવસાગરના વમળમાં ભૂલા પડતાં માર્ગ મળશે. આ જીવન અતિ ગૂઢ છે. જીવન સહેલાઈથી જીવી જવાય એવું નથી. અનેક મુશ્કેલીઓ, આંટીઘૂંટી અને દુઃખની ઊંડી ખીણો ઓળંગવી પડશે, અને તે વખતે આદર્શોનું ભાથું આપણી પાસે હશે, તો જ આ જીવનપંથને વટાવી શકાશે. દરેક માણસે પોતાના આદર્શો નક્કી કરી લેવા જોઈએ – અંતે એ જ કામ લાગશે. આપણે બધા ભીંત ઉપર સૂત્રો લખીએ છીએ, પણ એ સૂત્રનું રહસ્ય જીવનમાં ઉતારવું જોઈએ. જેમ એન્જિનની પાછળ ડબ્બો દોડી આવે છે, તેમ આપણા જીવનરૂપી ડબ્બાને આદર્શરૂપી એન્જિન લગાડવું જરૂરી છે કે જેથી જીવનમાં વેગ આવે, અને એ પ્રગતિ કરે. એક ઠેકાણે કહ્યું છે કે સત્ય એ તો પ્રકાશ છે. દશ હજાર વર્ષનું અંધારું હોય છતાં ત્યાં જો એક દીવાસળી સળગાવવામાં આવે તો તત્કાળ અંધકાર દૂર થઈ જાય છે. વ્રત એ પણ પ્રકાશ છે. એ આવે તો જ સ્વચ્છંદતાનું અંધારું જાય. આ પ્રકાશના આગમનથી આપણામાંથી દાનવતા નાશ પામશે અને માનવતા આવશે, કારણ કે માનવી દિવ્ય ચેતનાવંત પ્રાણી છે. એણે પોતાના જીવનમાંથી માનવતાની હવા પેદા કરવી જોઈએ. હવે તો જાગો ! ક ૨૩૧ Page #241 -------------------------------------------------------------------------- ________________ અત્યારે જે શિક્ષણ અપાઈ રહ્યું છે, તે કેટલેક અંશે જગતને છેતરનારું લૂંટનારું છે, ચોરી કરનારી વૃત્તિ કેળવે એવું છે. મનુષ્ય જેમ વધારે ભણેલો તેમ તે વધુ પ્રપંચી અને વધુ કાવાદાવાવાળો બને છે આજના કેટલાક વકીલો, બૅરિસ્ટરો અને ન્યાયાધીશોને જોજો. તે કહે છે કે ચોરી કરીને આવો, કે ખૂન કરીને આવો; પણ સાથે નાણાંની કોથળી લેતા આવો ! તમારો બચાવ કરવા અમે બેઠા જ છીએ. શું આ જીવન છે ? ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે જેમ ગધેડો ચંદનનાં લાકડાં ઉપાડી જતો હોય તો તેને કાંઈ સુગંધી મળતી નથી, પણ ભાર જ મળે છે, તેમ સદાચાર વિના, માત્ર જ્ઞાનનો બોજ ઉપાડીને ફરનાર પણ એક પ્રકારનો ગધેડો જ છે. આપણી પાસે જે જ્ઞાન છે, તેનો સદુપયોગ ન કરીએ, તો તે આપણને અને જગતના લોકોને શા કામનું ? કોળિયો અન્ય જીવને ફસાવવા માટે જાળ ૨ચે છે, માખી કે બીજાં જંતુને તેમાં ફસાવે છે, પણ છેવટે પોતે પણ એમાં જ ફસાઈ જાય છે : આજનું શિક્ષણ પણ એની જેમ ફસાવે એવું જ છે ને ? “સા વિદ્યા યા વિમુક્સ્ચે” આ સૂત્ર જે દીવાલ ઉપર છે તેને તમે તમારા દિલની દીવાલ ઉપર કોતરો. જે કેળવણી માણસને પોતાના જીવનનો ભાર બીજા ઉપર નાખીને જીવતાં શીખવે, તે કેળવણી પણ નથી અને તે લેનાર કેળવાયેલો માણસ પણ નથી. જીવનમાં ઓછામાં ઓછી જરૂરિયાત રાખો, સાદું જીવન જીવો, ઊંચા વિચાર રાખો, સાદો ખોરાક લો, અને ઉચ્ચ જીવન બનાવો એમ જે શિખવાડે તેનું નામ જ તાલીમ. એ કહે છે કે મગજ દ્વારા નહિ પણ જીવન દ્વારા જીવન જીવતાં શીખો. આ યંત્રયુગમાં તો મગજને પણ તસ્દી ન આપવી પડે એવાં યંત્રો શોધાયાં છે. યંત્ર ઉ૫૨ હજારો રકમના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર થાય છે. આ કામ સહેલું નથી, કઠિન છે; પણ આ કઠિન કાર્ય વિના આપણો આરો નથી, આપણને શાંતિ પણ નથી. માણસ પોતાના પગ પર ઊભો રહેતાં શીખે, અને કોઈના પણ આધાર વિના જીવી શકે, એ જ પાયાની કેળવણી. અંગ્રેજી કેળવણી તો વેલ જેવી છે; એને ઝાડનો ટેકો જોઈએ, પરંતુ બુનિયાદી કેળવણી તો વડના ઝાડ જેવી છે તેને ટેકાની જરૂ૨ નથી, તે અન્યને છાંયડો આપે છે, પક્ષીઓ તથા માનવોને વિશ્રામ આપે છે. આત્માની જરૂરિયાત જેમ જ્ઞાન, સંયમ અને તપ છે, તેમ આપણા ૨૩૨ * માનવતાનાં મૂલ્ય — Page #242 -------------------------------------------------------------------------- ________________ જીવનની મુખ્ય જરૂરિયાત ત્રણ છે : અન્ન, વસ્ત્ર અને ઓટલો. એ સિવાય તમામ જરૂરિયાત વધારાની છે; બોજારૂપ છે; માટે જીવનમાં જે ખોટી જરૂરિયાત દેખાય છે તેને પોષણ ન આપો; તેને વધારો નહિ. જરૂરિયાત ઘટાડો. હાતિમતાઈએ એક વાર મિજબાની આપી. તેમાં આખું ગામ આવ્યું; પણ એક કઠિયારો ન આવ્યો. સાંજે કઠિયારો તેને મળ્યો ત્યારે તેને હાતિમતાઈએ પૂછ્યું : “કેમ ભાઈ, આખું ગામ જમવા આવ્યું; તોયે તમે ન આવ્યા ?” કઠિયારાએ કહ્યું : “જેના બાહુ સલામત છે; તેણે હાતિમતાઈને ત્યાં શું કામ જવું જોઈએ ?” એ પછી એક વાર હાતિમતાઈને કોઈએ પૂછ્યું : દાતા કોણ ?” એણે ઉત્તર વાળ્યો : “કઠિયારો. કારણ કે જેને પોતાને માટે બીજાની પાસે હાથ ધરવો પડતો નથી તે જ શ્રેષ્ઠ દાતા.” જે માણસને બીજાની વસ્તુ લેવાની જરૂર પડે તે પરાવલંબી છે. જે સ્વાવલંબી છે તે કોઈને લૂંટતો નથી; અને કોઈનીય સ્પૃહા રાખતો નથી. આ પ્રકારનું જીવન જીવનાર કોઈની પણ સામે અણનમ મસ્તકે ઊભો રહી શકે છે. સાદું જીવન જીવનારો નિષ્કલંક હોય છે. એવું જીવન જીવીએ તો આભને આંબે એવું ઉન્નત માથું રાખી શકીએ. મહાત્મા આનંદઘનજી કહે છે કે જેમ કૂતરો આશા ધારણ કરીને ઘેર ઘેર ભટકે છે; તેમ વધારે જરૂરિયાતવાળો માણસ પણ ઠેરઠેર ભટકતો હોય છે; પરંતુ સ્વાવલંબી કોઈના ઘરે જતો નથી. પહેલાં ગામડાંના લોકો પોતાનાં બાળકોને શિક્ષણ અપાવતા; તેના બદલામાં શિક્ષણ આપનારને ભિક્ષા કે દક્ષિણા આપતા. પણ તેનું સ્થાન સમાજમાં ગુરુનું હતું. આજે તો પ્રોફેસરો પણ પંતજી ગણાય છે. તે વખતે શિક્ષણ આપનાર વ્યક્તિ નિઃસ્પૃહી હતી. આજે તો ગામડે ગામડે અને શહેર શહેરમાં સ્કૂલ-કૉલેજમાં શિક્ષણ અપાઈ રહ્યું છે, પણ તે ભાડૂતી. આ શિક્ષણ ભાડૂતી ધાવમાતા બાળકને રમાડે એવું છે. એમાં સ્નેહ નથી, વાત્સલ્ય નથી, મમતા નથી. માત્ર બદલો લેવાની ભાવના છે. વધારે લેવું છે અને થોડું આપવું છે. હમણાં યુરોપમાંથી થોડી બહેનો ભારતમાં આવી છે. તેઓ અહીં રહીને ભારતના કુટુંબજીવનનો અનુભવ લે છે, અને અહીંના કુટુંબજીવનનો ખ્યાલ મેળવે છે. તેઓ મને મળવા આવ્યાં ત્યારે કહે કે “યુરોપમાં તો વૃદ્ધો માટે અલાયદાં મકાનો તૈયાર હોય છે, ત્યાં તેમને રાખવામાં આવે છે.” આ વાત કેવી વિચિત્ર લાગે છે ! માણસમાં જ્યાં સુધી રસકસ રહે, ત્યાં સુધી તેને ચૂસી હવે તો જાગો ! ૯ ૨૩૩ Page #243 -------------------------------------------------------------------------- ________________ લઈ પછી તેને વૃદ્ધગૃહ Old houseમાં મોકલી આપવો ! કેવી ખોટી ભાવના ! સાચું શિક્ષણ નહિ આવે તો મને લાગે છે કે ભારતમાં પણ કદાચ એવો વખત આવે ! આણંદના વલ્લભવિદ્યાનગરમાં મારે એક ભાઈ સાથે વાતચીત થઈ. તે ભાઈએ કહ્યું : “ઈશ્વર કેમ દેખાતો નથી ?” આ પ્રશ્ન સાંભળી મને એક ચિન્તકે આપેલો ઉત્તર યાદ આવ્યો. પછી મેં કહ્યું, “તમે આ કાગળ ઉપર ઈશ્વર શબ્દ લખો.' પછી મેં કહ્યું : “આના ઉપર એક રૂપિયો મૂકો.” અને એણે ખિસ્સામાંથી રૂપિયો કાઢ્યો અને એના ઉપર મૂક્યો. મેં પૂછ્યું : “હવે ઈશ્વર ક્યાં છે ?'' એણે કહ્યું : “ઈશ્વર રૂપિયા નીચે દટાઈ ગયો છે.' બસ આ જ વાત છે. ઈશ્વર પરમાત્મા ધન નીચે દટાઈ ગયો છે. આ જ રીતે પૈસાની નીચે જેમ ભગવાન દબાઈ ગયો તેમ કેળવણી નીચે માણસ દટાઈ ગયો છે. આજ સમાજમાં સૌ કોઈ પૈસા પાછળ પડ્યા છે. જેની પાસે પૈસા વધારે હોય તેને સમાજમાં વધારે માન મળે છે. આવા ધનલોભી કરતાં પશુ વધારે સારાં. તે પોતાના જીવન સુધી મૌનપણે સેવા બજાવે છે, અને મર્યા પછી પણ તેનાં ચામડાં, શીંગડાં, હાડકાં વગેરેથી કાંઈક આપતાં જાય છે. માણસનું શું કામ લાગે છે ! શિક્ષકો આધુનિક ભારતના ઘડવૈયા છે; તેના પર સૌએ મીટ માંડી છે. તેની પાસે જે બાળકો શિક્ષણ કે સંસ્કાર મેળવવા આવે છે તેઓને એવું શિક્ષણ આપવું જોઈએ કે શિક્ષણ લેનારને થાય કે જેમ આપણા શિક્ષક, જીવન જીવી ગયા; તેમ અમે પણ અમારું જીવન વિતાવીએ. શિક્ષકે ધૂળમાંથી માનવ બનાવવાનો છે. એક વખતે કોઈએ માટીના ઘડાને પૂછ્યું, “ઘડા, તારી કિંમત કેટલી ?’’ જવાબ મળ્યો : “બે આના.” બસ, બે જ આના ?” “હા, બે આના.’' ઘડો કહેવા લાગ્યો. મારી કિંમત બે જ આના કેમ છે તે સાંભળો. પ્રથમ હું ઢેકું હતું (ઢેકું નાન્યતર જાતિ). કુંભાર મને ગધેડા ૫૨ નાંખી પોતાને ઘેર લઈ ગયો. ત્યાં હું માટી બની (નારી જાતિ) કુંભારે મને ખૂંદી પિંડ બનાવી ચાક પર મૂક્યો, ને પુષ્કળ ઘૂમરી લીધી. એટલે મારો આકાર થયો. કેટલોક ભાગ તેમાંથી કાપી નાખી મને તડકામાં મૂક્યો. હું પુરુષ બન્યો (ઘડો). કુંભારે મને અગ્નિમાં નાંખ્યો; તેમાં જે કાચા ઘડા હતા તે ફૂટી ગયા. જે ફૂટ્યા તેનાં ઠીકરાં થયાં. ઠીકરાં શું કામ લાગે છે તે તમે જાણો છો ? કચરો ઉલેચવાં. તેમ જે કાચા માણસ છે તેની પણ એ જ દશા થાય. હવે બાકીના જે સાંગોપાંગ રહ્યા તેમને કુંભાર લઈ આવ્યો. અને રસ્તા પર પ્રદર્શન ભર્યું. તેને ૨૩૪ : માનવતાનાં મૂલ્ય Page #244 -------------------------------------------------------------------------- ________________ બહેનો કંઈ એમ ને એમ લે છે ? લેતાં પહેલાં ટકોરા લગાવે છે. ટકોરામાં હું પાસ થયો. તો મારી કિંમત થઈ. મૂલ્ય ભલે બે આના છે, પણ મારું સ્થાન ક્યાં છે ? સ્ત્રીના માથા ઉપર; સૌથી ઊંચે.” આ વાત કહીને હું એ કહેવા માંગું છું કે જે આદર્શ શિક્ષક હશે તે ઊંચે સ્થાને બિરાજશે, નહિ તો ઠીકરાં છે જ. હવે તો જાગો ! * ૨૩૫ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨. ધર્મરત્ન 3 , લ્યવાન હીરો સોનાની વીંટીમાં જ . શોભે. પિત્તળ તેને માટે અપાત્ર છે, છું તેમ આપણું મન સુવર્ણ જેવું શુદ્ધ હોય તો એ જ ધર્મરત્ન એમાં શોભે. માટે ધર્મરત્ન થી પ્રાપ્ત કરવા પહેલાં પાત્રતા કેળવો. આપણું છે. મન સંયમવિહોણું હોય તો એ અપાત્ર ગણાય. તો પ્રશ્ન ઉદ્ભવે છે કે, શું આપણે અપાત્ર છીએ ? ના, આપણે આ દુનિયામાં છે કદાચ અપાત્ર ન પણ હોઈએ, પણ - જ્ઞાનીની દુનિયામાં પ્રવેશવા માટે તો મહાપુરુષોએ ચીંધેલી પાત્રતા મેળવવી પડશે છે જ; કારણ કે દુનિયાની દૃષ્ટિએ પાત્ર બનેલો માણસ ઘણી વાર જ્ઞાનીઓની દૃષ્ટિએ અપાત્ર પણ ઠરે છે; અને પાત્રતા મેળવવા ફરીથી એકડો ઘૂંટવો પડે. આત્મિક પાત્રતા સત્તાથી, વૈભવની વિપુલતાથી કે છે ધનથી નથી મળતી, આત્મિક પાત્રતા વાસનાના વિજયથી, સત્સમાગમથી, ગર્વના નાશથી અને યોગ્ય વચનના વ્યવહારથી મળે છે; અને આ વસ્તુઓનો આધાર ૨૩૬ * માનવતાનાં મૂલ્ય Page #246 -------------------------------------------------------------------------- ________________ હૃદયની સૂક્ષ્મ ભાવના પર છે, ધૂળ વસ્તુ પર નથી જ. કેટલીક વાર એવું પણ જોવા મળે છે, કરોડો રૂપિયાના માલિકમાં જે પાત્રતા હોતી નથી તે એક નિર્ધનમાં જોવા મળે છે. એ બહારથી સામાન્ય ને નિર્ધન દેખાતો માણસ અંદર રાતદિવસ વાસના સામે યુદ્ધ કરતો હોય છે. એ યુદ્ધ એ જ એની પાત્રતા. પાત્ર માણસ તો અજાણતાં પણ આવેલા ક્રોધને, માયાને કે લોભને પોતાના હૈયામાં વધારે સમય ટકવા દેતો નથી. દુર્જનના સ્નેહની જેમ એના કષાયો પણ ક્ષણજીવી હોય છે ? આ અંદરની પાત્રતા લાવવા માટે મનુષ્ય પોતે જ પોતાના ચોકીદાર બનવું પડે છે, કારણ કે દરેક ક્રિયાની પાછળ મનની શુદ્ધિનું મહત્ત્વ છે, દુર્ગુણો અંતરમાં જ થાણું નાખીને પડ્યા છે. આ દુર્ગુણોને કાઢવાની અને નવા ન પ્રવેશી જાય તેને માટે માણસને બમણી મહેનત લેવી પડે છે. નવા દુર્ગુણો માણસોમાં ક્યારે પ્રવેશી જાય તે કહેવું મુશ્કેલ છે, તેથી દરેક મનુષ્ય મહાપુરુષોની સેવા કરી, એમની પાસેથી શાસ્ત્રશ્રવણ કરવું જોઈએ. શાસ્ત્રશ્રવણ માણસને દુર્ગુણ તરફ જતો રોકે છે, એના પર આવતા વાસનાના દબાણને એ અટકાવે છે, અને માણસને સવિચારમાં રાખે છે. માણસ સારું સાંભળે તો એને વિચાર પણ સારા આવે. ખરાબ વાંચે – વિચારે તો એને નબળા વિચાર આવે. સોબત તેવી અસર. ઘોડાને ગધેડાની સાથે બાંધ્યો હોય તો ભૂંકતાં ભલે ન શીખે, પણ લાત મારતાં તો જરૂ૨ શીખે. ઉકરડા પાસે બેસીએ તો બદબો આવે અને બગીચામાં બેસીએ તો ખુશબુ આવે. દુર્જન સાથે બેસીએ તો અધમતા આવે, સજ્જન સાથે મૈત્રી હોય તો ઉત્તમતા આવે. આજ માણસોને ઉત્તમ સાધુઓની સોબત ગમતી નથી, કારણ કે અંતરમાં રોગ છે. અંદર રોગ હોય ત્યાં બાહ્ય ઉપચાર નકામા નીવડે છે. વાસના એ અંદરનો રોગ છે. અપવિત્ર તત્ત્વો હરહંમેશાં આપણી આસપાસ ચક્કર લઈ રહ્યાં છે. એ નિર્બળ પળની પ્રતીક્ષા કરે છે. સમય મળતાં એ આત્મા પર ચઢી બેસે છે. એની સામે માણસ જાગૃત હોય તો એનું કાંઈ જ નથી ચાલતું. પણ એ અપવિત્ર તત્ત્વો માણસને ઘેનમાં નાખે છે, એને ગાફેલ બનાવી ઢાળી પાડે છે. આ ઘેનની સામે રક્ષણ આપનાર સત્સંગ છે. આ સત્સંગ પછી બીજી વાત તે ગર્વને ગાળવાની છે. જેમ સોડાવોટરની શીશીમાં ગોળી હોય છે, તેમ માણસમાં પણ ગર્વની ગોળી હોય છે. આ હવે તો જાગો ! = ૨૩૭ Page #247 -------------------------------------------------------------------------- ________________ ગોળીને લીધે અંદરનું અંધારું બહાર જતું નથી અને બહા૨નો પ્રકાશ અંદર આવી શકતો નથી. ગર્વ ગળે તો પ્રકાશ મળે. આ ગોળીને ગાળવા માટે આત્મામાં લઘુતા લાવવી, મહાપુરુષોને વંદન કરવું, એમની નિશ્રામાં રહેવું, એમના પ્રત્યે સદ્ભાવ બતાવવો; આ ગર્વને ગાળવાના ઉપાય છે. માણસ સત્સંગ કરતો હોય, ગર્વને ગાળવા સતત પ્રયત્ન કરતો હોય તો એની વાણી કેવી હોય ? એવા માણસની વાણીમાં સત્ય હોય, પથ્ય હોય, અને મધુ હોય. સત્ય એટલે પ્રકાશ આપનારી પથ્ય એટલે યોગ્યતા ભરેલી મધુ એટલે પ્રિયકારિણી. આવી વાણીવાળો માનવી ધર્મરત્નને માટે ખરેખર પાત્ર ગણાય. ૨૩૮ * માનવતાનાં મૂલ્ય Page #248 -------------------------------------------------------------------------- ________________ -------------------------- ܦ݁ܺܝܬ s-ldddi Regis܀ ع ع ع ع ع ع 3 ع ع ع ع د Page #249 -------------------------------------------------------------------------- ________________ Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩. જડ અને ચેતનશક્તિના ભેદનું જ્ઞાન વિશ્વ જડ અને ચેતનનું ઘર છે. આ જીવન માટે બંનેની ભાગીદારી શું જરૂરી છે. ચેતનના સંસર્ગથી જડ જીવંત બને છે. મનને વિચાર, કાનને શ્રવણ, આંખોને દૃશ્ય, નાકને સુગંધ, જીભને સ્વાદ છે અને શરીરને સ્પર્શ કોણ કરાવે છે ? આ એકમાત્ર ચેતના છે. ચેતના વિના મગજ અને પાંચ ઇન્દ્રિયો આ બધા જીવનરહિત છે અને કાર્યશીલતારહિત બની જાય છે. બધાં બાહ્ય રૂપોની પછવાડે અગોચર કોઈ તત્ત્વ છે. જીવન–અર્પણ કરનાર આ અદશ્ય તત્ત્વને શું નામ આપવું ? સંસ્કૃતમાં આને આત્મા કહે છે. અંગ્રેજીમાં સોલ, જ સ્પિરિટ, સેલ્ફ, ડિવાઇન લાઇફ કહેવાય છે. ખરી રીતે આ બધા અંગ્રેજી શબ્દો | આત્માનો પૂર્ણ અર્થ બતાવી શકતા નથી. શબ્દ સાંભળતાં પ્રાણપત જીવંત શક્તિનો અર્થ પ્રગટ થવો જોઈએ. તેથી જ મારા વાર્તાલાપમાં હું વારંવાર “ચેતનાશક્તિ' બૂ શબ્દનો ઉપયોગ કરી “આત્મા, સોલ જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨૪૧ Page #251 -------------------------------------------------------------------------- ________________ સ્પિરિટ, અથવા સેલ્ફ પાછળની મૌલિક શક્તિ સમજાવવા પ્રયત્ન કરું છું. “ચેતના” ને વધુ સ્પષ્ટ સમજીએ – સામાન્ય રીતે તેનો અર્થ એ થાય કે જે ઇન્દ્રિયો દ્વારા વસ્તુને જાણી શકે છે. તેની બીજી વ્યાખ્યા “ચેતન મન' પણ છે. પણ હું જે અર્થ કહેવા માગું છું કે આ બધી વ્યાખ્યાઓ કરતાં વિશાળ છે. આપણામાંના દરેકમાં ચેતના છે, જે ચેતનાત્મક જાગૃતિ છે, ઉપયોગ છે. આ પ્રવચનોનો પણ એ જ હેતુ છે કે, આત્માને આપણા સૌથી નજીકના સાથી તરીકે જાણવો, અનુભવવો. આ જાગૃતિ માનવચેતના પર અવતરવી જોઈએ. જ્યારે આપણે આત્મા અને પદાર્થ વચ્ચેનો ભેદ સમજી શકીશું, ત્યારે આપણે ચેતનાનો અનુભવ કરી શકીશું. પ્રાચીન ઋષિઓના શબ્દોમાં : કોઈ શસ્ત્ર તેને કાપી શકતું નથી, કોઈ અગ્નિ તેને બાળી શકતો નથી, કોઈ સાગર તેને ડુબાડી શકતો નથી, તો કોઈ વાયુ તેને સૂકવી શકતો નથી, તે આત્મા છે અમર-શાશ્વત આત્મા છે. હવે આપણે વિશ્વમાં કામ કરતી બિલકુલ જુદા જ પ્રકારની (૧) ચેતન (૨) જડ અથવા પુદ્ગલ શક્તિઓનો અભ્યાસ કરીશું. આ તત્ત્વજ્ઞાનમાં પદાર્થના નાનામાં નાના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગને “પરમાણુ' કહેવાય છે. ઘણા પરમાણુઓ ભેગા થાય, ત્યારે “અણુ” બને છે, અને ઘણા અણુઓ ભેગા થાય, ત્યારે સ્કંદ બને છે. એના જ દેશ-પ્રદેશ ભેગા થાય ત્યારે ભૌતિક દુનિયામાં દેખાતા બાહ્ય શારીરિક સ્વરૂપો બને છે. અણુ એ જડ શક્તિ છે. તેનો સ્વભાવ “મળવું અને ખરવું છે. આ પ્રક્રિયા નિરંતર ચાલે છે. ઘડિયાળના લોલકની જેમ સતત ગતિ અને સ્થિતિ વચ્ચે ઝૂલ્યા કરે છે. આ રીતે તેઓ એકબીજા સાથે અથડાય છે, જેથી સ્પંદનો ઉત્પન્ન થાય છે. આથી ભિન્ન આત્મા અથવા ચેતનાશક્તિ જીવંત છે. તેનામાં નિશ્ચિત સર્જનશક્તિ છે. જેનાથી અણુઓની ભૌતિક દુનિયાની વ્યવસ્થામાં પરિવર્તન આવે છે. આત્મા અને જડ પદાર્થનું સંમિલન એટલે, સંસાર. આ બંને ભેગાં મળી આખા વિશ્વનું બંધારણ ઘડે છે. આપણે જ્યારે એ સમજીએ કે પૂર્વની સંસ્કૃતિ આત્માનું રહસ્ય ખોળે છે, અને પશ્ચિમની સંસ્કૃતિ પદાર્થનું રહસ્ય ખોળે છે, ત્યારે જ આપણું અનેકાન્તપૂર્ણ જ્ઞાન પૂર્ણ થઈ શકે. આપણે જો એક જ બાજુ જોઈએ તો આપણી ૨૪૨ * માનવતાનાં મૂલ્ય Page #252 -------------------------------------------------------------------------- ________________ દૃષ્ટિ ભ્રામક બને છે. જેઓ અણુથી આગળ કશું જોઈ શકતા નથી, તેઓ ફક્ત ભૌતિક સિદ્ધિઓ માટે જ પુરુષાર્થ કરે છે. અને જ્યાંથી શરૂઆત કરી હતી તે ઉત્પત્તિ અને લયની પ્રક્રિયામાં ગોળ ગોળ ફર્યા કરે છે. માનવને યંત્રવત્ ગણી તેઓ પોતાના વિનાશને નોતરે છે. એ જ રીતે જેઓ ખાલી આત્માની જ વાતો કરે અને પુરુષાર્થની ઉપેક્ષા કરે છે તેઓ નિમ્ન સ્તર પર જીવન વિતાવે છે, પ્રગતિ પ્રતિ ઉદાસીન બને છે અને દુ:ખી જીવો પ્રતિ કઠોર બને છે. કાદવમાં જન્મ પામવો એ કર્મનું ફળ છે, એમાં ગુરુતા પણ નથી અને લઘુતા પણ નથી, પરંતુ એમાંથી કમળ બનવું એ જ એની મહત્તા છે. જીવવા માટે આત્મા અને પુદ્ગલ પદાર્થ એ બંનેની જરૂર છે. આ બંને વચ્ચે સંતુલનની આવશ્યકતા છે. આપણે આપણા કેન્દ્રમાં બેસી આત્મા અને અણુ બંનેનું નિરીક્ષણ કરવું જરૂરી છે. પ્રજ્ઞાચક્ષુથી આપણી જાતને તપાસતાં આપણને એ સમજાશે કે આપણે વ્યૂહગ્રહિત નથી યા પવિત્ર પણ નથી, પણ હૃદયની વિશાળતા અને ચેતનાના વિકાસ પ્રતિ આગળ વધનાર મુસાફર છીએ. આ સંતુલનનો અનુભવ કેવી રીતે કરવો ? પુદ્ગલ પર આધ્યાત્મિક આત્માનો પ્રકાશ વેરવો, ધ્યાન દ્વારા કેન્દ્ર અને વર્તુળનું જ્ઞાન મેળવવું, જડ અને ચેતનનો ભેદ સમજવો. તે સમજાયા પછી ગતિનું વિષચક્ર નહિ પણ પ્રગતિની ચોક્કસ દિશા પ્રાપ્ત થશે. પછી આ રીતે આપણી ચેતનાશક્તિ પોતાની અંતિમ શુદ્ધિ પ્રતિ ઝડપથી ગતિ કરી શકશે. આત્મા અને પુદ્ગલ વચ્ચેના, સંબંધની સમજણને વિકસિત કરવાથી, આત્માની શાશ્વત અનંત શક્તિઓ સાથે ધ્યાન દ્વારા સુસંવાદિતા પ્રગટાવવાથી આપણે આપણી જાતની અને સમગ્ર વિશ્વકુટુંબના અને સઘળા જીવોની સેવા કરી શકીશું. જાગરૂક મન યા શાંત જાગૃતિ રૂપ સંતુલન ધ્યાન દૈનિક જીવનમાં પ્રગટવું એ આપણા વ્યક્તિગત સ્વભાવ પર આધારિત છે. ચેતનાશક્તિ અને જડ શક્તિ વચ્ચેનો તફાવત કેમ માલૂમ પડે છે ? આ બંને વચ્ચેનો શો સંબંધ ? આ પ્રશ્નોનો પ્રત્યુત્તર મેળવવા માટે સાચો સાધક સમજે છે કે માત્ર બૌદ્ધિક પૃથક્કરણ અને તર્કથી આનો ઉકેલ લાવી ન શકાય. તે જાણે છે કે મન પદાર્થનું સૂક્ષ્મ અને ઉચ્ચ સ્વરૂપ છે પણ તે પોતાથી ૫૨ એવા બીજે છેડે જોઈ શકતું નથી. મન હંમેશાં પૃથક્કરણ કરી ભૌતિક કક્ષાએ જ નિર્ણય લઈ શકે છે. સાધક, દૃશ્ય પદાર્થની પેલી બાજુ જવા માંગે છે. તે સમજે કે મનનું વિશ્વ મુખ્યત્વે શબ્દો અને દલીલો, ચર્ચાઓ અને અવતરણો પર આધારિત છે. તે જાણે છે કે મન શબ્દોની માયાજાળમાં ફસાય છે અને છતાં પોતે એમ માની જડ-ચેતનનું ભેદજ્ઞાન * ૨૪૩ Page #253 -------------------------------------------------------------------------- ________________ લે છે કે “મને કોઈ ઉચ્ચ તત્ત્વની ઝાંખી થઈ છે" પણ વાસ્તવિક રીતે આંતરદર્શનને બદલે તે નવા નવા કોયડા ઊભા કરે છે. પોતાની સાથે સંમત ન થાય તેવાઓને ‘નાસ્તિક' ‘કાફર' વગેરે ઉપનામો આપે છે. મન હંમેશાં બાહ્ય-રૂપ આકારોને વળગે છે, અને એથી પર હોય તેને દુશ્મન ગણે છે. આ રીતે ધર્મઝનૂની લોકો જેઓ પ્રેમ અને સુસંવાદિતાના ચાહક હોવાનો દાવો કરે છે, તેઓ જ ધિક્કાર અને ઘર્ષણ ફેલાવે છે. ઇતિહાસમાં જોતાં સૌથી વધુ યુદ્ધો ધર્મના નામે થયાં છે. રૂપની દુનિયામાં સંઘર્ષ હોવાનો જ. ત્યાં બે મત વચ્ચે ટકરાવ થવાનો જ. મનનો અનુભવ પણ પુદ્ગલનું જ સર્જન છે. તેને ભલે આધ્યાત્મિક અનુભવનો ચહેરો પહેરાવો, તે ભલે સૂક્ષ્મ દેખાતું હોય તેમ છતાં પણ તે ભૌતિક પદાર્થનું બીજું સ્વરૂપ છે. જ્યારે મન શબ્દો, તર્ક, શાસ્ત્ર, દલીલો, બાહ્ય રૂપ-આકારને તમે તમારી જિંદગી પર શાસન ક૨વા દો છો, ત્યારે ચિત્તાતીત પદાર્થોનું સૌન્દર્ય અને ભવ્યતા જોવા તમે મુક્ત હોતા નથી. તેથી જેઓ મનથી પર થવા ઇચ્છે છે તેઓ બાહ્ય ચર્ચાઓમાં પડવા કરતાં અંતર્મુખ બને છે તે અંતર્મુખતા નહિ પણ આત્મનિરીક્ષણ છે, જેનાથી આત્મશુદ્ધિ થાય છે. ― આ આત્મવિશ્લેષણથી તમે તમારા વિચારો, સંબંધો, ઇચ્છાઓ, આસક્તિઓ, લાગણીઓ અને કલ્પનાઓ તટસ્થતાપૂર્વક તપાસી શકો છો. તે હિતકારી છે કે અહિતકારી તેનો નિર્ણય લઈ હિતકારીનો આવકા૨માં અને અહિતકારીનો ત્યાગ કરવાનો પુરુષાર્થ ખેડી વિજયી બની સાચા સુખી બની શકો છો. આ નિરીક્ષણમાં કશુંક ચમત્કારિક બને છે. જાગૃતિનો પ્રકાશ વધે છે અને જૂનાં અશુભ તત્ત્વો દૂર થાય છે. નવાં આવતાં નથી. ક્રોધનો તણખો, ઈર્ષ્યાની ચિનગારી, લોભનું ભારેપણું, ઘમંડનો ઉછાળો, માયા, છેતરપિંડીનું મોજું, વગેરે. કોઈપણ ખંડનાત્મક અશુભ તત્ત્વ પ્રવેશ કરે કે તુરત જ જ્ઞાનનો પ્રકાશ ઝળહળી ઊઠે છે. અને તમે પાછળનું નિરીક્ષણ કરી અંધકાર દૂર ન થાય ત્યાં સુધી થોભી જવારૂપ પ્રતિક્રમણ કરી, કરેલી ભૂલોનું પ્રાયશ્ચિત્ત કરી શકો છો. તેનાથી લાગેલ મલિનતાને દૂર કરી શકો છો. આ રીતે જાગૃતિ અને સ્વનિરીક્ષણની સતત પ્રક્રિયાથી એક નૂતન જાગૃતિનું પ્રભાત ઉદિત થાય છે. હવે મન આત્મા પર કોઈ પણ પ્રકારે નિયંત્રણ કરી શકતું નથી. હવે આત્મા મન ૫૨ અધિકાર ચલાવે છે. આત્માના અનંત સહજ ગુણો પ્રગટવા લાગે છે. ૨૪૪ : માનવતાનાં મૂલ્ય Page #254 -------------------------------------------------------------------------- ________________ ચેતન અને જડ શક્તિનું વર્ણન અનેક પ્રકારે થઈ શકે છે. ચેતનનો સહજ ગુણ છે ચેતનાત્મક જાગૃતિ. ચેતના ભલે બાહ્ય દૃષ્ટિએ દશ્ય ન હોય, પણ ચેતના જ્યાં હોય છે ત્યાં દરેક જીવવાળા પદાર્થમાં વિકાસ હોય છે. એક નાનો વનસ્પતિનો છોડ પણ શ્વાસોચ્છવાસની ક્રિયા કરે છે. વિકાસ પામે છે અને સડે પણ છે. આ બધી ક્રિયાઓનું મૂળ કારણ જીવ છે. વનસ્પતિના છોડને પાણી પાવામાં ન આવે તો તે કરમાઈ જાય છે. કરુણાથી કરી તમે પાણી પાવ તો તે પાછો ખીલી ઊઠે છે. માતૃવૃક્ષને વળગી રહેલ એક નવા અંકુરને જુઓ. તે જેમ જેમ વિકસે તેમ તેમ તેના કદ, પ્રકૃતિ અને રંગ બદલાયા કરે છે. કોઈક વખત તેની શરૂઆત ગુલાબી નસોથી થાય છે જે પરિપક્વ થતાં લીલો રંગ ધારણ કરી તાજી સુગંધ આપે છે. વૃક્ષની સાથે સંલગ્ન હોય ત્યાં સુધી તે ખીલેલું અને જીવંત રહે છે, પણ એક વખત તે વૃક્ષથી છૂટું પડી જાય એટલે તે કરમાઈ જાય છે. તે જીવ વગરનું નિર્જીવ થઈ જાય છે. તેનો જીવ ચાલ્યો ગયો હોય છે અને બાહ્ય જડ કલેવર માત્ર રહી જાય છે. વનસ્પતિમાં યા પશુમાં ચેતનતત્ત્વ મનુષ્ય જેટલું વિકાસ પામ્યું ન હોય, ખૂબ અલ્પ હોય છતાં તે જીવતત્ત્વ તો છે જ. આ લોકોમાં જીવન હોત તો તેઓ હલનચલન થા વિકાસ ન કરી શકત. જીવનચક્રની પ્રક્રિયા બધામાં એકસરખી છે. શરીરમાંથી આ ચેતનતત્ત્વ જ્યારે વિદાય લે છે, ત્યારે શરીર એક ખાલી ખોખું, જડ પદાર્થ બની જાય છે. ચેતનાશક્તિ જે આત્માના નામે જાણીતી છે તેની મુખ્ય કક્ષા છે ચેતના. જ્યાં ચેતના નથી ત્યાં ત્યાં જડ પદાર્થ, પુદ્ગલ રહે છે, જેનો સ્વભાવ પુરાવું અને ખાલી થવું એમ છે. દા.ત. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ વગેરેનાં બાહ્ય રૂપો રાળ જેવાં છે. જડ પદાર્થોમાં ચેતના નથી. પણ તેઓ પાસે રંગ, રૂપ, સુગંધ અને સ્પર્શ જેવા ગુણો છે. જડનાં સ્પંદનોનો અનુભવ કરી શકાય છે. ભૌતિક વિશ્વના ગણિતને તેઓ આધીન છે. કર્કશથી મૃદુ તેમની શ્રેણી છે. કર્કશ પદાર્થ દેખાય છે, અનુભવી શકાય છે, પણ સૂક્ષ્મ પદાર્થ દેખાતો નથી, અનુભવી શકાય છે. દા.ત. લાખો અણુઓ અને પરમાણુઓ હવામાં અદૃશ્ય રીતે ઘૂમે છે. આમાંના કેટલાક અમીબા (amoeba), બેક્ટરિયા, અને વાઈરસમાં ખરેખર ચેતના હોય છે. જ્યારે બીજા સૂકા અણુ-પરમાણુ નિર્જીવ હોય છે. કેટલીક વખત જડ પદાર્થોમાં પણ એટલી બધી શક્તિ હોય છે કે તેઓ મનુષ્યના માનસિક સ્તરને ઢાંકી શકે, બદલી શકે અને બીજી રીતે પ્રભાવિત જડ-ચેતનનું ભેદજ્ઞાન + ૨૪પ Page #255 -------------------------------------------------------------------------- ________________ કરી શકે. દા.ત. દારૂ, ગાંજો-ભાંગ, અફીણ અને બીજા માદક પદાર્થો. એક વખત આ નશો શરીરમાં પ્રવેશ્યો એટલે તુરંત જ તે શરીર અને મન પર અસર કરે છે, મગજના તંતુઓને બાળી મૂકે છે, તે પરિવર્તનમાં આત્માની મૂળ સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરવી લગભગ અશક્ય બને છે. આત્માનાં સ્પંદનો કદી પણ ભૌતિક પદાર્થથી બંધાય નહિ, પ્રભાવિત થાય નહિ થા તેના નિયંત્રણમાં આવે નહિ. પણ અજ્ઞાન, લોભ, ક્રોધ વગેરે. મલિન ભૌતિક પ્રધાન ભાવોની સંગતમાં ચેતનની શક્તિ ઢંકાઈ જાય છે – આવરાઈ જાય છે. આપણું ખરું કામ આ જ છે કે મનને શુદ્ધ કરવું. માનવચેતનના ઝળહળતા પ્રકાશનું પ્રતિબિંબ પાડે એવું મન તૈયાર કરવું. આત્મા શરીરમાં હોય ત્યાં સુધી તેણે આ જ કાર્ય કરવાનું છે. સમ્યક જ્ઞાનના અજવાળામાં, ધ્યાનના સતત અભ્યાસથી આત્માનાં આવરણો હટી જાય છે. આત્મા મનની ખંડનાત્મક દશાને ઉત્પન્ન કરતાં મલિન સ્પંદનોનો નાશ કરી શકે છે. ખંડનાત્મકતાને બદલે સર્જનાત્મકતા આવે છે અને અંતે ચેતનનાં અભૌતિક અને અમાપ્ય સ્પંદનો તેમની ભૌતિક શક્તિથી બહાર ફેલાઈ સમગ્ર વિશ્વના જીવોને આવરી લે છે. એક વખત આત્માના તરંગો આટલી ઊંચી કક્ષાએ શુદ્ધ થાય, પછી તે શુદ્ધ શક્તિનાં પ્રકાશવંત કિરણો બની જાય છે. મન તો માત્ર આ મહાન શક્તિનું એક અલ્પાંશ છે. જેમ સૂર્ય પોતાનાં કિરણો પ્રસારી દુનિયાને ગરમી આપે છે, પુષ્ટ કરે છે, તેમ શુદ્ધ આત્મા પોતાના સમસ્ત કેન્દ્રમાંથી વિશ્વપ્રેમનાં કિરણ પ્રસારી જીવનને શાંતિ અને સુખથી પુષ્ટ કરે છે. - દૃશ્ય પદાર્થ ઉપરાંત જડ શક્તિનાં બીજાં ચાર અદશ્ય તત્ત્વો છે. તે બધાં અમૂર્ત તત્ત્વો કહેવાય છે અને તે છે ગતિ, સ્થિતિ, અવકાશ તથા કાળ. આત્મા અને પદાર્થ બંને આ દુનિયામાં આ ચારના સંબંધમાં રહી કામ કરે છે. ગતિ અને સ્થિતિ એકાન્તર પ્રક્રિયાને જન્મ આપે છે જે આ ભૌતિક દુનિયામાં સંતુલન જાળવે છે. માત્ર ગતિ હોય તો આકર્ષણ ન હોય, અને માત્ર સ્થિતિથી કોઈ હલનચલન ન હોય. આ બંને સિદ્ધાંતો આત્મા અને પદાર્થ બંનેની ગતિ અને સ્થિરતા માટે પરસ્પર સહકારી કારણો છે. ગતિ અને સ્થિતિ વચ્ચે જે અણુઓનું સતત સર્જન થાય છે તે આ પ્રક્રિયાનું પરિણામ છે. આ બંને એકબીજા સાથે અથડાય છે અને ચીનના ઘંટની જેમ આઘાત-પ્રત્યાઘાતના આઘોષ ઉત્પન્ન કરે છે. અનંતકાળ સુધી એકબીજાથી છૂટા પડવું, ભેગા થવું એવા અણુપરમાણુના સ્વભાવમાં પ્રકૃતિનાં તત્ત્વોનું ચક્ર સતત ફર્યા કરે છે. જડ પ્રક્રિયામાં ગતિનું ધ્યેય ગળવું અને પુરાવું એ સિવાય બીજું કાંઈ ૨૪૬ * માનવતાનાં મૂલ્ય Page #256 -------------------------------------------------------------------------- ________________ નથી. પણ ચેતન પાસે દિશા છે. ચેતનાશક્તિ દીપકની જ્યોતિની જેમ ઊર્ધ્વગામી છે. તે પોતાના શિખર પર ન પહોંચે ત્યાં સુધી ઊંચે ચઢવાની કોશિશ કરે છે. જ્યારે ચેતના ગતિ કરે છે ત્યારે તે પોતાના સ્વરૂપનું સંપૂર્ણ જ્ઞાન, પ્રેમાળ શાંત સ્વભાવ વગેરે ગુણો પ્રગટ કરવાની દિશા પકડે છે. ઉપર જવાની પ્રક્રિયા સૌથી ઊંચું શિખર પૂર્ણતા-કેવળજ્ઞાન-કેવળદર્શન-કેવળચારિત્ર સિદ્ધશિલા ઉપર પહોંચ્યા પછી જ અટકે છે. જીવની વિશ્વ પ્રત્યેની પોતાની કર્મના લેણદેણની જવાબદારીઓ પૂરી કરવી જોઈએ, અને હૃદયની બધી કર્કશ ધારને મૃદુ બનાવવી જોઈએ. આ પ્રાચીન તત્ત્વજ્ઞાન મુજબ આકાશતત્ત્વ તે છે જે બધી વસ્તુઓને રહેવાનો, તેમની પ્રકૃતિ મુજબ ગતિ અને વિકાસ કરવાનો અવકાશ આપે છે. આકાશનો અર્થ બાહ્ય તેમજ આંતરિક અવકાશ – આંતરિક જીવનથી વાકેફ થવાય છે. તમારા શ્વાસનો સ્પર્શ કરો એટલે આકાશનો સ્પર્શ થાય. મૈત્રી વૃદ્ધિ, પામતાં વિશાળ આકાશમાંથી આવતી શાંતિનો તમે અંદરથી અનુભવ કરી શકો છો. આ લાગણીથી તમારું આખું શરીર ભરાઈ જાય છે. તેથી સ્વાભાવિક રીતે તમે શરીરની મર્યાદાઓને વટાવી જઈ શકો છો. અને તમારી આજુબાજુ વિસ્તાર પામતા આકાશનું સર્જન કરી શકો છો. આત્મપ્રગતિનું અહિત કરનાર દીવાલો, અંતરાયો, બાહ્ય રૂપોની આસક્તિ તમે તોડી નાંખી તમારી જાતને જીવન સાથે ભળી જતી જોઈ શકો છો. તમે તમારી જાત અને બધા સિદ્ધ જીવો સાથે જીવંત સંબંધ અનુભવી શકો છો. જાગૃતિમાં કોલાહલ અદશ્ય થાય છે. સંઘર્ષ કરવા જેવું કોઈ નિમિત્ત નથી. વિરોધાભાસી દૃષ્ટિબિંદુઓ વચ્ચે કોઈ યુદ્ધ થતું નથી. તમે અનંત આકાશમાં ભળી જાવ છો. જીવો સાથે મૈત્રીનો અનુભવ એ આ તત્ત્વજ્ઞાન શીખવાડે છે. પછી તમારું વ્યક્તિત્વ તમને અવિભાજ્ય અને અવિનાશી લાગે છે. તમારું આકાશ વિશ્વવ્યાપી બને છે. જ્યારે તમે આ અનુભવાતીત કક્ષાએ પહોંચો છો, ત્યારે તમે કાળને માપી શકતા નથી. જોઈ શકતા નથી, અને શરીરની મર્યાદાઓ ચાલી જાય છે. કાળ અને શરીરનું તંત્ર અને સત્તા તમને ગુલામીમાં રાખી શકતાં નથી. જેમ સૂર્યને માટે “અંધકાર” જેવું કોઈ બંધનકારક તત્ત્વ નથી, તેમ તમે જ્યારે તમારા સ્વભાવમાં હો ત્યારે કોઈ બંધન હોઈ શકતું નથી. તમારા અમર તત્ત્વનો તમને અનુભવ થતો હોય છે. ભૌતિક હયાતીની કક્ષાએ જ કાળની હયાતી પરિણામરૂપે દેખાય છે. કાળ એ તમારા નય અર્થાત્ દૃષ્ટિની અપેક્ષાએ સાપેક્ષ છે. તમને ગમતાં કાર્યોમાં જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨૪૭ Page #257 -------------------------------------------------------------------------- ________________ સમય ટૂંકો થઈ જાય છે, જ્યારે અણગમતી પ્રવૃત્તિઓમાં કાળ લાંબો દેખાય છે. તેથી તમે જીવનને કઈ દૃષ્ટિથી જુઓ છો તે ખબર પડે, પછી કાળની હયાતી છે કે નહિ તે વિશે કોઈ ઝઘડો રહેતો નથી. પદાર્થ, ગતિ, સ્થિતિ, આકાશ અને કાળનું જ્ઞાન મેળવ્યા પછી તમારે એ સમજવું પડશે કે અંદરનો રહેનાર જ ચેતન છે દૃષ્ટિ બદલાતાં સમજાશે કે આ પાંચ તત્ત્વો તો તેના આધ્યાત્મિક વિકાસમાં સહાયક તત્ત્વો છે. આ જાણ્યા પછી બંધન તોડી હેતથી હેતુપૂર્ણ દિશામાં પ્રગતિ કરાય તે માટેની દરેક પ્રક્રિયાનું જાગૃતિપૂર્વક નિરીક્ષણ કરી શકશો. તમે તે જ માર્ગની પસંદગી કરશો, જે તમારી પ્રગતિમાં સહાયક થશે. તે સમ્યક્ હશે તો તમારા ધ્યેય પ્રતિ તમે પ્રચંડ દૃઢ સંકલ્પ સાથે આગળ વધશો. ચેતનાની શક્તિ આ રીતે એકાગ્ર બની પ્રગતિ કરે છે. તમે દુનિયામાં ગોળ ગોળ ફર્યા નહિ કરો, પછી તમે દુનિયા સાથે કરુણાપૂર્ણ સંબંધોથી વિકાસ સાધી શકશો. જડ અને ચેતન એ બંને શક્તિ વચ્ચે ગાઢ સંબંધ છે. ફોતરાં અને અનાજ, ફૂલ અને સુગંધ, માટી અને સોનું જેવો તેનો સંબંધ છે. ચેતનશક્તિ પુણ્યરૂપી જડ શક્તિની મદદથી માનવ બને છે. અનાદિકાળથી તેઓ સાથે ગતિ કરી પોતાનો સંસાર સર્જે છે. આ બંને શક્તિના ગુણોને જાળવવા છતાં તેમની ભાગીદારી ત્યારે જ સમજી શકાય કે જ્યારે આપણે આંતર અનુભવમાં ઊંડા જઈ સંબંધ અને જીવનના કાર્યને જાણીએ. H,O તથા ઑક્સિજનના ગુણોને જાણવા છતાં બંનેને ભેગા કર્યા સિવાય પાણી ન બને તે જ રીતે ધ્યાનમાં જઈ તમે ચેતનાના કેન્દ્રનો સ્પર્શ કરો તો જ તમને અનુભવ થશે કે, “આ ચેતના જ છે, બીજું કશું નથી. અને તે હું પોતે જ છું.' પછી તમે શાસ્ત્રાર્થ-વાદવિવાદ-શુષ્ક ચર્ચાઓ નહિ કરો. આ શબ્દાતીત કેન્દ્ર સુધી ન પહોંચો ત્યાં સુધી તમે અવિરત પુરુષાર્થ કર્યા જ કરશો. પછી તમને લાગશે કે જેને હું મારું માનતો હતો તે તો માત્ર ઉપરનું કોચલું જ છે. ખરું પક્ષી તો અંદર છે. સામાન્ય રીતે વ્યક્તિઓને આપણે બાહ્યનામ, રૂપ-ઉપરના કોચલા પરથી ઓળખીએ છીએ, પણ અંદરના પંખીને ઓળખતાં જ નથી. અંદર ઊંડાણમાં ગયા સિવાય આ આત્મારૂપ પક્ષીનું દર્શન પણ કેમ થાય. એક વખત આ ઊંડો અનુભવ થાય, પછી ચેતનાશક્તિ અને જડશક્તિ વચ્ચેનો સંબંધ સ્પષ્ટ સમજાય. જ્યાં સુધી ઈંડું અને અંદરનો જીવ સાથે છે, ત્યાં સુધી જ ભાગીદારી છે. જ્યાં સુધી પાંદડું ઝાડ પર છે, ત્યાં સુધી ચેતના બાહ્ય જીવંત રૂપથી ઓળખાય છે પણ જ્યારે ઈંડું ફોડી પક્ષી ઊડી જાય, ૨૪૮ * માનવતાનાં મૂલ્ય Page #258 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષમાંથી પાંદડું છૂટું પડી જાય, પછી જીવ બીજી દિશામાં જાય છે. ઈંડું અને સૂકું પાંદડું વિલય થાય અને અંદરના જીવ ઊર્ધ્વગામી બને છે. અંતે આપણે એ સમજીએ છીએ કે “મારી અંદર એવું એક તત્ત્વ છે જે મારું સમગ્ર જીવન ઘડે છે.” બાહ્ય દૃષ્ટિએ એમ લાગે છે કે મગજ બહુ કામ કરે છે. પણ ખરી રીતે મગજ પણ એક યંત્ર છે, તેની પાછળનું મન એ મોટર જેવું છે. પણ આ બધાનો મુખ્ય સૂત્રધાર – ઇજનેર, સંચાલક જીવતત્ત્વ છે. આ ચેતનાશક્તિ જ્યારે મગજને છોડી જાય છે ત્યારે જ સમજાય છે કે મગજ તો મશીન છે. એ બગડી પણ જાય અને રોગ પણ થાય, એ બંધ પણ પડે, તેનું પૃથક્કરણ કરી રોગને શોધી શકાય છે, પણ તેનો હેતુ શોધી શકાતો નથી, કારણ કે તેને માટે એક પણ પ્રયોગશાળા નથી, કારણ કે જીવ-ચેતનાશક્તિ અરૂપી છે. જીવનઘડતર કરનાર સ્પંદનો ચેતનાશક્તિ અને જડશક્તિ બંને સંયુક્ત રીતે કેમ જોડાય છે તે હવે જોઈએ. જ્યારે મન સ્વચ્છ, પારદર્શક અને શુદ્ધ ન હોય, ત્યારે તે કંપનો કરે છે. તેનું કારણ માનસિક, લાગણીવશતા કે શારીરિક હરકતો યા નકારાત્મક સ્થિતિ હોય છે. અમુક આઘાત યા પ્રત્યાઘાતની સ્થિતિમાં પછી ભલેને ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, શોક યા આસક્તિ વગેરે. મલિન ભાવો આકર્ષે. મન આજુબાજુના વાતાવરણમાં શાન્તિનો ભંગ કરે છે. તે ખંડનાત્મક અશુભ કંપન ફેંકે છે. આ કંપનો પાછાં એવા જ બીજા જડ અણુ અને પરમાણુઓ વિશ્વમાંથી આકર્ષે છે જે આત્માને ચોંટી તેની શુદ્ધ દૃષ્ટિને આવરે છે. આ તત્ત્વજ્ઞાન પ્રમાણે આ જડ અણુ-પરમાણુઓને “કર્મ' કહેવાય છે. આ વિજ્ઞાન મુજબ આ કર્મો તમારાં રૂપ, આકૃતિ, ઊંચાઈ, ચામડી, શુદ્ધિ, જન્મસ્થળ, આરોગ્ય વગેરે નક્કી કરે છે. ચેતનાશક્તિ મનની અમુક અવસ્થાઓનું વિસ્તરણ કરીને વિશ્વમાંથી રૂપ, રસ, સ્પર્શ, ગંધના અણુપરમાણુને આકર્ષે છે. જે ભૌતિક દૃષ્ટિએ વ્યક્તિનું સ્વતંત્ર ઘડતર કરે છે. આ કર્મોના કારણે જ કોઈ પણ બે વ્યક્તિ એકસરખી હોઈ શકતી નથી. તમારી લાગણીઓનાં કંપનો કેવી રીતે કાર્ય કરે છે તે જાણ્યા પછી તમે બીજા કોઈને દોષ નહિ આપો. તમે તમારી વાસનાઓને કારણે, નહિ કે બીજા કોઈના કારણે કર્મોને આકર્ષો છો. પૂર્વે માણસો ભગવાન યા દેવોને પક્ષપાતી હોય તેમ તેમને આશીર્વાદ યા શાપ આપવા માટે જવાબદાર ગણતા. આદિકાલીન મનુષ્ય પોતાનાં આંતરિક અશુભ સ્પંદનો અને ભયોમાંથી જન્મેલ કર્મોને ન સમજતાં એને જ દેવ કે ઈશ્વર માની તેના પર આધાર રાખતો. જડ-ચેતનનું ભેદજ્ઞાન * ૨૪૯ Page #259 -------------------------------------------------------------------------- ________________ આ કંપનો આઘાત-પ્રત્યાઘાત યા પરસ્પર પ્રભાવિત થવામાં કાર્ય કરે છે, તમારું બાહ્ય રૂપ તમારાં પોતાનાં કંપનોએ વિશ્વમાંથી ખેંચેલ અણુ-પરમાણુનું પરિણામ છે તે જાણ્યા બાદ તમને પ્રતીતિ થશે કે તમારા ભાગ્યના તમે પોતે ઘડવૈયા છો. તમારા વહાણના તમે પોતે જ કપ્તાન છો, પછી તમારું જીવનઘડતર તમે તમારા હાથમાં લેશો. પછી તમે જોઈ શકશો કે ક્રોધ જ ક્રોધને, ભય જ ભયને, લોભ જ લોભને કેવી રીતે આકર્ષે છે, અર્થાત્ જેવું વાવો તેવું લણો. મનના જેવા વિચાર તેવાં કંપનો તેવાં કર્મો બંધાય અને તેવાં પરિણામો આવે. એક વખત તમે શક્તિ તેનાં કંપનો અને કર્મોને અનુભવથી સમજો, પછી તમારી દૃષ્ટિ બદલાઈ જશે અને તે સાથે તમારાં કંપનો પણ બદલાઈ જશે. આ કંપનો પ્રવાહી અને પરિવર્તનશીલ છે. તમારી અંદર રહેલ માનસિક, અને શારીરિક લાગણીઓની વૃત્તિઓ સાથે વ્યક્તિગત રૂપ અને જીવનપદ્ધતિનો સંબંધ કરશો એટલે વિનાશકારી સ્પંદનોમાંથી તમે સર્જનાત્મક સ્પંદનો કેમ થઈ શકે તે વિશે વિચારી શકશો. તમારે શું થવું છે તેની તમને ખબર પડશે, અને તમે તમારી ભાવિ કારકિર્દી નક્કી કરી શકશો. - - સ્પંદનો-કંપનો સતત બદલાયા કરે છે. તે સતત પ્રવાહી રહે છે તે જીવંત જીવને દર્શાવે છે. અહીં તમારી સ્વતંત્રતા છે. મહાન આશા છે. જેમ પ્રકાશ મેઘધનુષ્યમાં પ્રસરે છે તેમ શક્તિ બધાં જીવંત સ્વરૂપોમાં ઊંડી ઊતરી જાય છે. આત્માની શક્તિ અણુ પર એકાગ્ર કરવાથી અશુભ કંપનોને શુભ કંપનોમાં ફેરવી શકાય છે, જેથી દોષો ગુણમાં ફેરવાઈ જાય છે. આ રીતે શુભ અને શુદ્ધ સ્પંદનોમાંથી પુષ્ટિ પામેલ તમારું આત્મરૂપી કમળ વિકસશે, અને ઊર્ધ્વમાર્ગી બનશે. જેમ જેમ તમે તમારી અંદર ઊંડા જશો, તેમ તેમ તમે વધુ સંતુલિત અને કેન્દ્રિત થશો. તમે અંદર જેમ સંગીન થશો તેમ તમારા સ્વભાવની જાગૃતિ અને શાંતિ વધુ ને વધુ બહાર પણ પ્રકાશશે. તમે જ્યારે તમારા વિચારોનું, ઇચ્છાઓનું, લાગણીઓનું અને આંતરભાવોનું નિરીક્ષણ કરશો ત્યારે ચમત્કાર થશે. જાગૃતિ વધશે અને અશુભ મલિન તત્ત્વો નાશ પામશે. તમને એ પ્રતીત થવું જોઈએ કે તમારું મન તમારું નિયંત્રણ કરી શકતું નથી. આત્મા મનને કાબૂમાં રાખી શકે છે. આત્મા પાસે જીવંત શક્તિ છે. ઊંડી જાગૃતિ અને બીજા ઘણા મૌલિક ગુણો છે. આત્માની ઊર્ધ્વગતિ ઉત્કૃષ્ટ શિખર પર પહોંચ્યા પછી જ સ્થિર થાય ૨૫૦ : માનવતાનાં મૂલ્ય Page #260 -------------------------------------------------------------------------- ________________ છે. તે છે સિદ્ધશિલા. પણ આ માટે તેણે ધ્યેયપૂર્તિ કરવી જોઈએ. જીવો પ્રતિ પોતાની જવાબદારી પૂરી કરવી જોઈએ અને હૃદયની તીવ્ર ધારાઓને મૃદુ બનાવવી જોઈએ. જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ તમારાં બંધન તોડવા અને નિશ્ચિત હેતુપૂર્ણ દિશામાં પ્રગતિ કરાવનાર હોવી જોઈએ. જ્યારે તમે પ્રગતિકારક પંથની પસંદગી કરશો, ત્યારે ધ્યેય પ્રતિ પ્રગતિની તમને દૃઢ પ્રતીતિ અવશ્ય થશે. - ચેતનશક્તિ પણ જડના સાથથી આ વિશ્વમાં કાર્યશીલ બને છે. અનાદિકાળથી તેઓ સાથે જે કરે છે તે જ આખા વિશ્વમાં પ્રગટ થાય છે. કંપનો સતત પરિવર્તનશીલ, પ્રવાહી છે, અને જીવંત જીવનાં પ્રતીકો છે. અહીં જ તમારી સ્વતંત્રતા છે. મહાન આશા છે કે અણુ પર આત્માના પ્રકાશને એકાગ્ર કરીને તમે વિનાશાત્મક કંપનોને ખસેડી સર્જનાત્મક કંપનોની તમારી ભાવિ મુસાફરી નક્કી કરી શકશો. વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ પ્રાણી મનુષ્ય છે. તેણે ભૌતિક સિદ્ધિઓ દ્વારા ચંદ્રને સ્પર્ધો અને આત્મસિદ્ધિ દ્વારા મોક્ષ મેળવ્યો. આજે માનવી જ્યારે ક્ષણિક ભૌતિક સુખને મેળવે છે ત્યારે આત્માના અનંત આનંદને મેળવી શકતો નથી. માનવી આખા જગત સાથે સંબંધ બાંધવાની આંધળી દોટમાં પોતાની જાત સાથેનો સંબંધ ખોઈ બેઠો છે. આખા જગતને ઓળખવાની તાલાવેલીમાં માનવી પોતાના જ સ્વરૂપને ભૂલી ગયો છે. પોતાના સ્વરૂપને પામવા માટે આ જડ અને ચેતનનો ભેદ સમજવો જરૂરી છે. જડ-ચેતનનું ભેદજ્ઞાન ૨૫૧ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪. આંતરદર્શન 0 રે એક બાળક ખેડૂતને જમીનની • ત્યા અંદર ખાડો ખોદી બીજ વાવી $ ઉપર માટી તથા પાણી નાંખતો જુએ છે, ત્યારે અણસમજથી તે એમ માને છે કે આ બીજનો વિનાશ થઈ ગયો. તેને એ કલ્પના પણ ન આવે કે જમીનની અંદર ભંડારેલું આ બીજ, આ જમીનને ફોડીને એક વૃક્ષ $ બની ફૂલ આપશે, પણ અનુભવી માણસ આ હકીકતને બરાબર સમજે છે. આ બીજ ઊગશે, એ તમે શેનાથી જાણો છો ? અને બાળકને આની કેમ ખબર નથી ? તે છે અનુભવ. મોટાને અનુભવ છે, બાળકને અનુભવ નથી. આવી જ રીતે સમ્યફદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ વચ્ચે તફાવત છે. જ્ઞાનીને મૃત્યુ | ભયજનક લાગતું નથી, કારણ કે તે જાણે છે કે શાશ્વત ફરતા કાળચક્રમાં પદાર્થો પરિવર્તનશીલ છે અને આત્મા અમર છે. 8 દષ્ટિ વગરના અજ્ઞાનીને પેલા બાળકની માફક મૃત્યુ એ જીવનનો અંત લાગે છે. ૨પર જ માનવતાનાં મૂલ્ય Page #262 -------------------------------------------------------------------------- ________________ ભાવ પ્રત્યે તેની દૃષ્ટિ જ નથી, અને તેથી “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા” માની પોતાના જીવન ને વિકારમય બનાવી જીવે છે, અને મૃત્યુ આવતાં અશાંત બની રોકકળ કરી મૂકે છે. મૃત્યુ સમયે અજ્ઞાની શોકાતુર બને છે અને આંસુ વહાવે છે. આપણાં વહાલાંનો વિયોગ થાય છે તે સમયે આજંદ અને શોક કરતાં આપણે વિચારીએ કે મૃત્યુ પામનાર, આપણી બાહ્ય ચર્મચક્ષુ આગળથી અદૃશ્ય થયા છે, પરંતુ સમગ્ર લોકમાંથી નહિ. અત્રે તેનું શરીર નકામું બન્યું પણ તેનો આત્મા તો વિશ્વમાં છે જ. આપણો પ્રેમ તેના નાશવંત શરીર પર હતો કે શાશ્વત એવા આત્મા પર ! શરીર પર પ્રેમ હોત તો તે શરીર તો અહીં શબ રૂપે છે – પછી આઝંદ શા માટે ? અને શરીરનું સંચાલન કરનાર આત્મા પર આપણો પ્રેમ હોય તો તે આત્માએ બીજે ઉચ્ચ સ્થાનમાં જન્મ લઈ લીધો છે. આ તત્ત્વજ્ઞાન સમજ્યા પછી આપણી દૃષ્ટિ વિશાળ બનતાં આપણે આપણી જાતને પૂછીશું “શું ગયું ? માત્ર બાહ્ય રૂપપદાર્થ. સોનાના દાગીનો ભાંગી નાંખો કે ગાળી મૂકો, બાહ્ય આકાર જવાનો. મૂળ સોનું તો એ જ સ્વરૂપમાં રહેવાનું, જેમાંથી બીજો સુંદર દાગીનો બનવાનો.” આત્માની અનંત મુસાફરીમાં આપણે આ જીવનમાં અલ્પ સમય માટે આ ભવમાં આવ્યા છીએ. આ આપણો કાયમી મુકામ નથી. આપણી ધ્યેયપૂર્તિ માટે આ નાશવંત શરીરનો પૂરેપૂરો ઉપયોગ કરી લેવાનો છે. આપણે એમ વિચારવું જોઈએ કે આપણા સ્વજનનું મૃત્યુ થયું અને તે પોતાના ધ્યેયની પૂર્તિ માટે બીજે ક્યાંક ગયા છે. તમારો તેની સાથેનો સંબંધ, ઋણાનુબંધ બાકી હશે તો બીજા ભવમાં પણ રહેવાનો છે. તેથી તેના પર સાચો પ્રેમ હોય તો તેને તમારાં શુદ્ધશુભ અને પવિત્ર આંદોલનો મોકલતા રહો. તમારા આંસ તેને પહોંચવાનાં નથી. પણ તમારાં આ શુભ-શુદ્ધ સ્પંદનો – આંદોલનો જરૂર પહોંચવાનાં. દરેક બીજમાં, દરેક રૂપમાં શાશ્વતતાનાં સાતત્યને તાદશ્ય જુઓ. આ જ સિદ્ધાન્ત આપણને પોતાને લાગુ પાડો. બાહ્ય રૂપ-શરીર સડશે, નાશ પામશે, પણ દરેક શરીર યા રૂપના કેન્દ્રમાં કશુંક શાશ્વત છે. અને તે છે ચેતનાશક્તિ. મા શક્તિનું પ્રગટીકરણ આરંભવેળાએ નાનકડા બીજમાં જોયું તેમ તેની શનિ જોઈ શકીએ છીએ. તેનું ફૂટવું એટલું બધું જોરદાર હોય છે કે તે કઠણ પૃથ્વીને પણ ફોડી શકે છે. વિકાસ માટે તેની ઇચ્છાશક્તિ એટલી બધી પ્રબળ હોય છે કે તેને ઢાંકતી પૃથ્વીને ફાડીને ઉપર આવી શકે છે, શા માટે ? કારણ કે તેની પાસે ચેતનાશક્તિ છે. આપણે માનવો પણ જો આપણામાં પરાકાષ્ઠાના વિકાસને – યોગ્ય ચેતનાશક્તિને બરાબર ઓળખી લઈએ, તો જીવનવિકાસની જડ-ચેતનનું ભેદજ્ઞાન + રપ૩ Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રક્રિયામાં આપણને ઢાંકી દેતી કર્મસત્તાને ફેંકી દઈ શકીએ છીએ. બોજ લાગતી ગુલામીની બેડીમાં રાખતી રૂનો ઢગલો ગમે તેટલો મોટો હોય પણ તેમાં સળગતી દીવાસળીનો એક તણખો માત્ર પડી જાય તોયે ક્ષણમાત્રમાં તે બળીને ભસ્મ થઈ જાય છે, તેમ આત્માની અનંત શક્તિને આવરનાર કર્મોના ઢગ ગમે તેટલા મોટા હોય પણ ચેતનાશક્તિ જ્યારે પ્રબળ બની તેનો નાશ કરે છે, ત્યારે આત્મા કર્મરહિત પૂર્ણ સ્વરૂપને પામે છે. આ દૃષ્ટિ પ્રાપ્ત થાય તો તમારું જીવન બદલાઈ જશે, તમારું જીવન જળપ્રવાહ જેવું નિર્મળ, સદા વહેતું અને પ્રફુલ્લિત રહેશે, કારણ કે ઉત્ક્રાંતિની શ્રેષ્ઠ કક્ષારૂપ માનવજીવનમાં તમે તમારી વાસ્તવિકતા સાથે સંપર્ક કરી શક્યા છો; તમારો શાશ્વત સ્વભાવ જોઈ શક્યા છો. તમારા ‘સ્વ' સાથે સંબંધ જોડી શક્યા છો. આ રહસ્ય જ્યારે તમને માત્ર માનસિક યા સંકલ્પરૂપે નહિ પણ અનુભવથી પ્રતીત થશે, ત્યારે બધી ચિંતાઓ અને ભયો તમારાથી દૂર ભાગશે. જેમ એક ધનિક ઋતુ પ્રમાણે ઘર બદલે તેમ તેમ જુદા દેશો, હવા, ઉપગ્રહો, પરિસ્થિતિ, યા જન્મોમાં ફરતા હો પણ તમને ત્યારે પણ એમ જ લાગશે કે તમે ક્યાં ગયા નથી. તમે ફક્ત બાહ્ય ખોળિયું બદલ્યું છે. તમે તો એના એ જ છો. તમે જેને ‘હું ' કહો છો તે માત્ર નામ છે. ‘તે’ યા ‘તેણી'ની જેમ ‘હું' પણ એક બાહ્ય રૂપ છે. જ્યારે તમે એમ કહો છો કે મેં ગઈકાલે કામ કર્યું તે જ રીતે આજે કરીશ ત્યારે તમારો ‘હું' ફક્ત સમયની અપેક્ષાએ છે. આ બધા ‘હું'માં તમે નથી. જેમ તૂટેલા અરીસાના ટુકડાઓમાં અનેક પ્રતિબિંબ દેખાય તેમ તમારી જુદી જુદી શ્રીમંત, ગરીબ, ક્રોધી, શોકાતુર, સુખી-દુઃખી વિગેરે અવસ્થાઓનાં અનેક રૂપો બને છે. ‘હું’ તમારાં મૌલિક ગુણો બતાવતું નથી. તે બધાં બંધનો છે. સુખ અને દુ:ખ, ચડતી-પડતી આ બધું સમયની મર્યાદામાં પરિવર્તનશીલ છે. તે આવે છે, ને જાય છે. જ્યારે આપણે જીવનને પ્રયોગાત્મક કક્ષા ૫૨ લઈ જઈએ છીએ, ત્યારે આપણે એ જાણી શકીએ છીએ કે આપણી ચેતનાશક્તિ જીવનમાં જુદાં જુદાં પગથિયાં પરથી પસાર થાય છે. જેને આપણે કન્યા, વૃદ્ધા, બીમાર, મૃત્યુ પામતા માનવી કહીએ છીએ, તે બધી અરીસામાં દેખાતી અવસ્થાઓ છે. આપણે આપણી જાતને તેના શાશ્વત સ્વભાવમાં કેમ જોઈ નથી ? આ અંધાપાનું કારણ ફક્ત આવરણ કરનારાં કર્મો છે, જેનાથી આપણે આપણા અસલી ૨૫૪ * માનવતાનાં મૂલ્ય Page #264 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવ વચ્ચેનો તફાવત સમજી નથી શકતાં. આપણે આપણી બાહ્ય ક્ષણિક અવસ્થાઓને આપણી અસલી સ્થિતિ માની બેઠા છીએ આ જ મિથ્યાત્વ છે. આ તફાવત, આ ભેદજ્ઞાન સમજાય એ જ સાચું સમકિત છે. સાચું ધ્યાન પણ ત્યારે જ શરૂ થયું ગણાય, જ્યારે તમે નિર્ભયતાથી કહી શકો છે “હું આત્મા છું. અજર અમર અવિનાશી આત્મા છું. આ બાહ્ય સંયોગો “હું' નથી.” ખરો “હું' આ છે – જેમાં ક્યાંય અહં નથી. દર્પણમાં દેખાતા “હું” એ બધા બાહ્ય સંયોગો, પરિસ્થિતિઓ રૂપો-બંધનો હતાં – અને તે ક્ષણિક ચીજોને પોતાની માની લીધેલી હતી. હવે તમે સમજી શકો છો કે રહેવાનું ઘર જૂનું થયું એટલે અંદર રહેનાર જૂનો થતો નથી. હવે તમે જડ પદાર્થોમાં રહેતા આત્માનો અલગ અનુભવ કરી શકો છો. હવે પ્રશ્ન એ થાય છે કે શા માટે આપણી આજુબાજુ અમુક જ શક્તિ પથરાય છે. બીજી જાતની કેમ નહિ ? આનું એક જ કારણ છે કે આપણી અમુક પ્રકારની ઇચ્છાઓથી ઉત્પન્ન થયેલ જડ સ્પંદનો તેમાંથી પરિણમતાં બાહ્ય રૂપ બને છે. હવે તમારા વિશે તમારી માન્યતા બદલાઈ જશે. તમે આ સમજણ પૂર્વે એમ માનતા હતા કે કોઈએ મારા સંયોગો-પરિસ્થિતિઓનું સર્જન કર્યું છે. હવે તમે એમ કહેશો કે મારા ભાગ્યનું નિર્માણ મેં કર્યું છે અને કરી રહ્યો છું. “આપણે આપણા ભાગ્યના ઘડવૈયા છીએ.” આ વાત અજ્ઞાનીના મનને ગભરાવી મૂકશે. મન આવું સ્વતંત્ર, ઉચ્ચ સ્થાન સ્વીકારવા ટેવાયેલું નથી, તેથી આ જવાબદારીમાંથી છટકી જાય છે. તે તો તેની પુરાણી રૂઢિચુસ્ત ટેવ મુજબ વર્તે છે. જૂની રૂઢિઓ અને પૂર્વગ્રહોનું ઉત્થાપન સહેલું નથી. દા.ત. ભારતમાં જ્ઞાતિવાદનો કાનૂનથી છેદ કર્યો હોવા છતાં હજી પ્રજાનો મોટો ભાગ અસ્પૃશ્યતા અને તેમની લઘુતાગ્રંથિની ગુલામી છોડી શકતો નથી. હવે આપણને એ સમજાયું છે કે સમસ્ત ચૌદ રાજલોક આપણું છે – સમસ્ત આકાશગંગા આપણી છે અને આપણે (આત્મા) કોઈ પણ જાતના વિઘ્ન વિના એક જગ્યાએથી બીજે, એક ઉપગ્રહથી બીજા ઉપગ્રહમાં ફરી શકીએ છીએ. આપણા પ્રવેશ પર ક્યાંય પ્રતિબંધ નથી. શા માટે ? કારણ કે આખું બ્રહ્માંડ ચેતનાશક્તિ માટે છે. આખું વિશ્વ આત્માના પ્રગટીકરણની પરીક્ષાભૂમિ છે. આપણી ઇચ્છા, આકાંક્ષા, દષ્ટિ, જીવન, અધ્યવસાયો મુજબ આપણે આપણા સમગ્ર બાહ્ય સંયોગો જેવા કે રૂપ, જન્મસ્થળ, કુટુંબ વગેરે પસંદ કરીએ છીએ. જ્યાં સુધી “હું અમર આત્મા છું.” એવું દૃઢપણે હૃદયથી પ્રતીત ન થાય, જડ-ચેતનનું ભેદજ્ઞાન = ૨૫૫ Page #265 -------------------------------------------------------------------------- ________________ અનુભવ ન થાય ત્યાં સુધી આત્માની મૌલિક અસલી – મુક્ત અવસ્થાનો ખ્યાલ પણ નહિ આવે. આત્માનો સ્વભાવ સ્વતંત્રતામાં રહેવાનો છે. જડની ભાગીદારીમાં રહેવાથી આત્મા યા ચેતનાશક્તિ પોતાના વિકાસની કક્ષા અને ઊંડાણના ધ્યાન મુજબ આ મુક્તિની વિવિધ કક્ષાઓનો અનુભવ કરી શકશે નહિ, ધ્યાનમાં આપણે આપણી જાતને આપણી દિવ્યતાના અરીસારૂપ બનાવીએ છીએ. આપણે એવી અનુભૂતિ કરીએ છીએ. વિશ્વનું સર્જન કોઈ વ્યક્તિએ કર્યું નથી. પણ કાર્યકારણની વ્યવસ્થિત પ્રક્રિયા છે જેના પર ઈશ્વરનો પણ કાબૂ નથી. “વાવો તેવું ઊગે”નો અખંડ વૈજ્ઞાનિક નિયમ છે. આ પ્રક્રિયા કઈ છે ? આપણી ચેતનાની સ્થિતિ મુજબ તે શક્તિ કાં તો આકર્ષણ યા વિકર્ષણ કરશે, અથવા તો આ બંને ધ્રુવોની પાર જશે. આત્માના પ્રાકૃતિક સ્વભાવ મુજબ ચેતના આ બંને ધ્રુવોથી ઉપર ગયેલી છે અને તે સ્થિતિમાં તે ખંડનાત્મક યા સર્જનાત્મક બેમાંથી કોઈ જ જાતનાં કંપનો ઉત્પન્ન કરતી નથી. જે માનવી એવી ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યો નથી, તે હજુ અમુક અવસ્થામાં આકર્ષણ અને વિકર્ષણની સ્થિતિમાં રહે છે. તેની કક્ષા મુજબ વિચારો ઉત્પન્ન થાય છે અને આ વિચારો અમુક જાતનાં કાર્મિક પુગલો આકર્ષે છે. આત્માને ચોંટેલ આ કાર્મિક રજની ઘનતા ને ગુણવત્તા મુજબ માણસ પ્રવૃત્તિ કરે છે. જ્યારે માણસ એ જાણે છે કે વિચાર પણ પુદ્ગલ છે, ત્યારે માનવજાત માટે એક નવા યુગનો ઉદય થાય છે. જેમ વિદ્યુત સંચાલિત પ્રવેશદ્વાર આગળ માણસની હાજરી માત્રથી કોઈ એવા પરમાણુઓ ઉત્પન્ન થાય છે કે જેનાથી હાર આપોઆપ ખૂલી જાય છે, તે જ રીતે આત્મા વિચાર કરે એટલે તરત જ તે વિચારો પુદ્ગલના રૂપમાં બહાર ફેંકાય છે, જે આજે તો વિજ્ઞાને પણ સિદ્ધ કર્યું છે. આ વિચારોનાં રૂપ કેવી રીતે જોઈ શકાય ? વિદ્યુત પુદ્ગલ છે, છતાં દેખાતી નથી. તે જ રીતે વિચારો પણ પુગલ હોવા છતાં ચર્મચક્ષુથી અદશ્ય છે. તેમ છતાં વિચારોનાં જે પરિણામો દેખાય છે – અનુભવાય છે તે પરથી વિચારનું અનુમાન થાય છે. આપણી ખામીઓ, માંદગી, પીડા, શોક-દિલગીરીઅથવા પ્રસન્નતા, સુખ વગેરે. બધું આપણા વિચારોનું જ પરિણામ છે. વાસ્તવિક રીતે તો શારીરિક કાર્યો કરતાં વિચારોની શક્તિ અનેકગણી છે. શરીરવર્ગણાના પુદ્ગલ કરતાં મનોવર્ગણાના પુદ્ગલો અનેકગણા શક્તિશાળી છે. આ જ્ઞાનના ઉદયથી લોકો પોતાની વિચારસરણીમાં ક્રાંતિ લાવશે. તમારી રપ૬ માનવતાનાં મૂલ્યા Page #266 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન પરિસ્થિતિનું મૂળ કારણ બીજું કોઈ નહિ, પણ તમે પોતે જ છો. તમારા વિચારો, ઇચ્છાઓ અને મનનાં પરિણામો તે માટે જવાબદાર છે. તમારાં પરિણામો દ્વારા કર્મોને તમે આમંત્ર્યા છે અને તે મુજબ તમને બાહ્ય સંયોગો, પરિસ્થિતિઓ મળી છે. આપણે પરિણામો કરતાં તેમનાં મૂળ કારણોને સિંહવૃત્તિથી શોધવાં જોઈએ. આપણે એ બરાબર સમજી લેવું જોઈએ કે આપણી આસપાસ જે બની રહ્યું છે તેનો સીધો સંબંધ આપણી પોતાની જાત સાથે છે. કોઈ પણ સર્જન માટે આપણી જન્મસિદ્ધિ મૌલિક શક્તિ ઓળખાવી જોઈએ. આપણે આજે પોતાની જાતને સ્ત્રી યા પુરુષ, ઊંચા યા નીચા, સફેદ યા કાળા, શિક્ષિત યા ગમાર માનીએ છીએ, તે બધું આપણું પોતાનું બનાવેલું છે. આપણી ખામી માટે આપણે ભગવાનને દોષ આપી ન શકીએ. આપણે માત્ર એટલું જ કહી શકીએ કે “જીવનની એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં પ્રત્યેક આત્મા, એક યા બીજી રીતે, આકર્ષણ યા વિકર્ષણનાં કંપનોમાં, અજ્ઞાનના અંધકારમાં યા જ્ઞાનના પ્રકાશમાં તે તે પ્રકારે રૂપ ને ઘડે છે.” આ હકીકત સમજ્યા પછી આપણી કોઈ પણ બાહ્ય પરિસ્થિતિ માટે આપણે બીજા પર દોષારોપણ કરી ન શકીએ. આપણે પોતે જ તેને માટે જવાબદાર છીએ. આ સમજ દઢપણે હૃદયમાં બેસી જાય તો પછી આપણા મનના આપણે અતિ જાગૃત ચોકીદાર બની જઈએ, જેથી એક પણ અશુભ વિચાર અંદર પેસી ન જાય, કારણ કે હવે આપણને એ દૃઢ પ્રતીતિ થઈ ગઈ છે કે આપણે જે કોઈ વિચાર મનમાં જવા દઈશું તેના પર કોમ્પ્યુટરની માફક પરિણામ આવશે. આંતરિક શક્તિ અને જવાબદારીની આ સમજથી, આ જ ક્ષણથી નૂતન ઉજ્જ્વળ ભાવિ ઘડવાનું શરૂ કરી દઈશું. આપણા વિચારોને શક્તિશાળી બનાવવા મન, વચન અને કાયામાં સંતુલન જોઈએ અને આ ત્રણેય ચેતનાશક્તિની ઉચ્ચમાં ઉચ્ચ કક્ષા સાથે સુસંવાદિતા જોઈએ. આ સિવાય સારો ઉમદા વિચાર આવે પણ તેનું જોઈતું ફળ ન આવે. દા.ત. એક માણસ એમ વિચારે કે “મારે લાંબું જીવવું છે'' પણ જો તે અન્ય જીવોને પોતાનાં મન-વચન અને કાયાથી ત્રાસ આપે તો કઈ રીતે તે લાંબા આયુષ્યની કર્મરજને આકર્ષનાર શુભ કંપનો ને આકર્ષી શકે ? તેનાં મન, વચન અને કાયા ત્રણેય બીજાને સુખ-શાતાથી રહેવા દે તો જ તેને લાબું આયુષ્ય બંધાય. ઘણા એમ કહે છે કે ‘‘હું આખો દિવસ પ્રાર્થના અને ધ્યાન ધરું છું છતાં કોઈ પરિણામ દેખાતું નથી.'' શા માટે આવું બને છે ? કારણ કે જડ-ચેતનનું ભેદજ્ઞાન × ૨૫૭ Page #267 -------------------------------------------------------------------------- ________________ વિચારોમાં દ્વિધા છે. જ્યારે વિચાર મુજબ વર્તન થતું નથી ત્યારે વિસંવાદિતા થવાથી સર્જનાત્મક શુભ અધ્યવસાય મરી જાય છે. વર્તનમાં ખામી એ તમારા વિકાસને રોકે છે. કોઈ માણસને તમે મદદનું વચન આપો અને પછી અણીની પળે તમે તેનો અમલ ન કરો તો સૌ પ્રથમ નુકસાન તમને પોતાને જ થાય છે. તમારા ભવિષ્યમાં તમે જ વિશ્વાસભંગનો દુઃખદ પ્રસંગ આ પ્રસંગથી તમે જ સર્ષો છો. તમારામાં તમે આ જાણો ત્યારે તમારી જાતને કહો કે “મારા જીવનને હું ટુકડાઓમાં વહેંચી નાંખવા માંગતો નથી. મારે એવું જીવન જીવવું કે જ્યાં મન-વચન અને કાયાની પ્રવૃત્તિઓમાં એકવાક્યતા હોય. અજ્ઞાન મનનો એ સ્વભાવ છે કે તેની સામે જ પદાર્થ પડ્યો હોય તેવો આકાર ધારણ કરે. જેવું બિંબ તેવું પ્રતિબિંબ. જેનો ઉપયોગ તેવો આકાર. જો પદાર્થ ઇન્દ્રિયોને આકર્ષે તો મન તેની પ્રાપ્તિ માટે તડપે છે. તેને જે જોઈએ તે મળે તો ક્ષણિક સુખ પણ અનુભવે છે. દુન્વયી દષ્ટિએ આનું નામ સુખ છે. ઇચ્છિત વસ્તુ ના મળે તો તેની તૃષ્ણા ભડકે બળે છે, જેનું પરિણામ હતાશા અને ઉદાસીનતામાં આવે છે. આનું બીજું નામ દુઃખ છે. આવાં સુખ અને દુઃખ બંને ક્ષણિક છે – જે વિષય-કષાયના ગુલામ મનનાં ઉત્પાદન છે. આવું મન કચરાપેટી જેવું છે. જેમાં જીર્ણ, નકામી વસ્તુઓ, અહિતકારક વિચારો અને ઇચ્છાઓ ભરે જ જાય છે. જ્યાં સુધી આત્મજાગૃતિનો પ્રકાશ મનને મળતો નથી, ત્યાં સુધી તે સતત કંપન કર્યા કરે છે. અને રાગ-દ્વેષનાં કંપનો ફેંક્યા કરે છે. પોતાને માટે આકારો સર્યા કરે છે. માત્ર આહાર, નિદ્રા, ભય અને મૈથુનની સંજ્ઞાઓમાં અટવાયેલાં પશુઓ કરતાં આ કક્ષાએ અજાગ્રત માણસની ચેતનામાં ભાગ્યે જ કોઈ તફાવત હોય છે, અર્થાત્ માનવ અને પશુઓ બંને આ ચાર સંજ્ઞાની ગુલામીમાં લગભગ સરખાં હોય છે. જ્યારે માનવમન નિરાશ બની જાય છે, ત્યારે તેની દશા એકેન્દ્રિય જીવ જેવી ભારે અને ગતિ વગરની થઈ જાય છે. પણ આપણે બધા ઉત્ક્રાંતિના પથ પરના મુસાફર છીએ. આત્માનો એ સ્વભાવ છે કે ઉપર ઊઠવું. ચેતનનો એ સ્વભાવ છે કે વધુ ને વધુ ખુલ્લા થવું, ઉપર ઊઠવું. એકેન્દ્રિયથી શરૂ કરી તે સૌથી ઉત્કૃષ્ટ વિશ્વચેતના બને ત્યાં સુધી તે વિકાસ કરતી જ રહે છે. એકેન્દ્રિયની ચેતના બહારથી ગતિહીન દેખાવા છતાં તેનામાં અલ્પાંશે પણ ચેતના તો છે જ. આપણે જોયું કે નાનામાં નાના બીજમાં પણ ચેતનાશક્તિ છે. જમીનમાં વવાયા પહેલાં તે ગાઢ નિદ્રામાં ૨૫૮ - માનવતાનાં મૂલ્ય Page #268 -------------------------------------------------------------------------- ________________ હોય છે, પણ વવાયા બાદ તેને હવા-પાણી મળતાં તે જમીનને ફાડી ઊગી નીકળે છે, ઉપર આવે છે. વ્યક્તિગત ચેતના જીવનના સ્વાભાવિક ક્રમ અને સહનશીલતામાંથી પસાર થાય છે. વિવિધ સ્પંદનોના સતત સંપર્કમાં આવે છે. જૂનાં રૂપો છોડી નવાં રૂપો સતત ધારણ કરે છે અને છેવટે તે માનવચેતનાની કક્ષાએ અથવા “હું કોણ છું” એ સમજવાની કક્ષાએ પહોંચે છે. માનવ સિવાય બીજા કોઈ જીવને આ પ્રશ્ન થતો નથી. માનવીમાં આવો પ્રશ્ન ઉત્પન્ન થાય, ત્યારે સમજી લેવું કે તેના “સ્વ'ની શોધની મુસાફરી શરૂ થઈ ગઈ. તેની પ્રગતિ શરૂ થઈ ગઈ. તેનું મન જ્ઞાનની ખોજમાં પડ્યું અને આત્માને જાગૃત થવાની દિશામાં તેનો સદુપયોગ થવા લાગ્યો. જ્યારે ચેતનાશક્તિ પોતાની જાત વિશે જાગૃત થાય છે ત્યારે તે પોતાના મનને અશુભ ભાવ પ્રતિ જતાં રોકે છે. જ્યારે અકસ્માત, માંદગી, મૃત્યુ, વિષય-કષાય ભર્યા પાપોના વિચારો અટકે છે, ત્યારે અશુભ કર્મ બંધાતાં નથી અને તેથી ખરાબ પરિણામો પણ આવતાં નથી. હવે મન આત્માનું અહિત કરવાને બદલે હિત કરે છે. હવે મન જડ અને ચેતન, આત્મા અને શરીર વચ્ચેનું વિષ્ટિકાર બને છે. હવે તે આત્મા સાથે જોડાયેલ હોવાથી તેના પ્રકાશનું પ્રતિબિંબ પાડે છે. આ રીતે જ્યારે મન ચેતનાશક્તિનું લેનાર અને વહન કરનાર બને છે ત્યારે તે ચેતનાના જ્ઞાન, સ્વીકાર, બોધ, દર્શન અને યાદદાસ્ત વગેરે ગુણો દ્વારા પ્રગટ થાય છે. મંત્રના પ્રયોગ દ્વારા ક્ષણભર મન શાંત થાય છે, શાન્તિમાં કર્મ તથા કંપનીના વિજ્ઞાનની પ્રકાશવંત સમજ પરિપક્વ થાય છે ત્યારે આપણે શરીર, વચન અને મનથી પેલે પાર જઈ આત્માના મૌલિક સત્યનો અનુભવ કરી શકીએ છીએ. ઊંડા ધ્યાનમાં ઉપર જણાવેલ ગુણોનું પ્રગટીકરણ સમાનાર્થ થઈ જાય છે અને તેમ છતાં આ અનુભવ શબ્દાતીત બની જાય છે. મન-વચન-કાયાથી જેમ ઉપર જઈએ તેમ જ્ઞાની પૂર્વજોએ શબ્દોમાં જણાવેલ આત્મરસનો અનુભવ કરી શકીએ છીએ. આત્માએ આત્માને આત્મા વડે મોહત્યાગથી જાણી શકાય. આવું જ જાણે તે જ તેનું જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે. બારમી સદીના એક મહાન જૈન તત્ત્વચિંતકના કહેવા અનુસાર યોગનો અર્થ સમ્યફ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યફ ચારિત્રરૂપ એ ત્રણ રત્નો અંતિમ મુક્તિનાં મૂળ છે. આ ત્રણ રત્નો એટલે શું ? હેમચંદ્રાચાર્ય તેનો જવાબ આપતાં લખે છે : જડ-ચેતનનું ભેદજ્ઞાન ૨પ૯ Page #269 -------------------------------------------------------------------------- ________________ “પ્રાજ્ઞ પુરુષનો આત્મા સ્વયં સમ્યફ જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર છે – અર્થાતુ શાશ્વત્ મિથ્યાત્વ-માયાજાળ-ભ્રમ અદૃશ્ય થવાથી આત્મામાં આત્માથી આત્માની ઓળખાણ થવી. આત્મા આત્માને જુએ છે. આત્મા આત્માને અનુભવે છે. આત્મરૂપ સૂર્યનો ઉદય થાય છે, ત્યારે અજ્ઞાનરૂપ અંધકાર, માયાજાળ વગેરેનો કાયમ માટે વિલય કરી પોતાના સ્વભાવરૂપ સાથે એકાકાર થઈ અંતિમ મુક્તિ પ્રાપ્ત કરે છે. તમને આ અનુભવ થાય ત્યારે “હું કોણ છું ? મારા કયા ગુણો છે ? મારી ખરી સંપત્તિ કઈ ?” વગેરે પ્રશ્નોના બરાબર જવાબ મેળવી શકો છો, જેનાથી તમારી ચેતનાની અનંત શક્તિ પ્રગટ થતી જાય છે. પછી તમે પ્રતીત કરી શકશો કે “હું સ્વયં ચેતના છું. પૂર્ણ આનંદ છું. શાશ્વતતા છું.” હવે તમે જોશો કે જ્યાં અને જ્યારે તમને કોઈ પણ પ્રકારે ચેતનાનો અનુભવ થાય ત્યારે તે તમે પોતે જ છો, અને જ્યાં ચેતનાનો અનુભવ નથી, ત્યાં તમે નથી. પછી તમે સંપત્તિ-સત્તા-ધન-કીર્તિ, નામ, પાત્રો વગેરે બાહ્ય જડ ચીજોને પોતાની નહિ ગણો. આવી ચીજોથી આકર્ષાશો નહિ. સુખ અને દુઃખના ધ્રુવો વચ્ચે આંટાફેરા નહિ કરો. પછી તમે તમારા સ્વભાવમાં રહી સાચું સુખ અનુભવી શકશો. આ સાચો આનંદ તમને તમારા કેન્દ્રમાં લઈ જાય છે અને તમારા ચહેરા પર પ્રસન્નતા પ્રગટાવે છે. તે નથી હાસ્ય યા આંસુ, આવેશ કે શોક, રાગ યા દ્વેષ – તે સંતુલન હશે, ઉત્કૃષ્ટ આનંદ હશે. એક વખત તમે તમારી જાતને શરીર નહિ પણ આત્મા માનો અને પછી જુઓ તમારી જાગૃતિનો ઉદય થશે. જન્મ અને મૃત્યુ તો જડ પદાર્થની ઉત્પત્તિ અને લય છે. મૃત્યુ માત્ર બાહ્ય કલેવરની બદલી છે. પણ અંદરની ચેતના તો અપરિવર્તનીય અને અમર છે. જડમાં જે પરિવર્તન આવે છે તે અનિવાર્ય છે અને તે જ્યારે આવે ત્યારે તેને તમે આવકારો છો, કારણ કે પરિવર્તનથી જ જીવન નીરોગી અને તાજું રહે છે. વહેતું પાણી જેમ નિર્મળ રહે છે, બંધિયાર પાણી ગંધાઈ ઊઠે છે. તેથી તમારા જીવનને વહેવા દો. પછી કોઈ ભય નથી. વહેવામાં જ તમારો વિકાસ છે. તમે જ્યારે તમારી ચેતનાશક્તિ શાશ્વત, શાંત અને જીવંત અનંત શક્તિઓને ઓળખશો, ત્યારે તમને તે ઉચ્ચ કક્ષામાં લઈ જશે અને પછી તમે નિર્ભય બની તેનું ધ્યાન ધરી શકશો. ૨૬૦ * માનવતાનાં મૂલ્ય Page #270 -------------------------------------------------------------------------- ________________ હવે આપણે આપણા આત્માનો અનુભવ કરીએ. મેં સર્જન કરેલ મારા શરીરના કેન્દ્રમાં “સ્વ” છે. આ “સ્વ” એ શરીર, પુરુષ યા સ્ત્રી, લાગણી યા વિચાર, ભૂતકાળની યાદ મા ભાવિની યોજના, ક્ષણિક સુખ યા દુઃખ, રાગ યા દ્વેષનાં કંપનો નથી. માત્ર મારો આત્મા છે – જે સુખદાયી અને અમર છે.” દરેક બીજમાં, દરેક રૂપમાં શાશ્વતતા સતત ચાલે છે. તે જ રીતે આપણી જાતમાં જુઓ. બાહ્ય રૂ૫-આકાર બગડી જાય યા નાશ પામે પણ કેન્દ્રમાં એવું કોઈ તત્ત્વ છે જે પરિવર્તનીય છે. આ છે ચેતનાશક્તિ. દર્પણમાં દેખાતો “હું” વાસ્તવિક નથી. તે તો બંધન છે. તમે આ અહિતકર સંયોગોને તમારા માની લીધા છે. હવે તેની પેલે પાર જઈ અહં વિનાના “સ્વ'ને ઓળખો. સાચું ધ્યાન ત્યારે જ શરૂ થયું ગણાય જ્યારે તમને તમારા હૃદયના ઊંડાણમાં એમ બેસી જાય કે “આ ચેતનાશક્તિ એ જ “હું' છું, જેનો કદી વિનાશ કરી શકાતો નથી.” આખું વિશ્વ ચેતનાશક્તિ માટે છે. આત્માના પ્રગટીકરણ માટે જ વિશ્વ કસોટી ક્ષેત્ર છે. જીવનની એક પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં એક યા બીજી રીતે દરેક આત્માં રાગ થા દ્વેષનાં કંપનોમાં, અજ્ઞાનના અંધકારમાં યા પ્રજ્ઞાના પ્રકાશમાં પોતાના બાહ્ય રૂપનું ઘડતર કરે છે. જન્મસ્થળ, કુટુંબ, શરીર વગેરે બાહ્ય સંયોગોનું સર્જન કરે છે. જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨૬૧ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫. સ્વસિદ્ધિ | ણી ભરવાના વાસણમાં એક પણ પાઠ છિદ્ર હોય, તો તેમાં ગમે તેટલી વાર પાણી ભરવામાં આવે તો પણ તેમાંથી છે પાણી નીકળી જ જવાનું. મનને માટે પણ ” એવું નથી ? પ્રકૃતિ પોતાની અણમોલ છે અને અસંખ્ય ઉપહારોની આપણી ઉપર જે સતત વર્ષા કરે છે, પણ જો મનમાં છિદ્રો પડેલાં હોય તો તે આ સુંદર ભેટોનો છે સ્વીકાર શી રીતે કરી શકે ? તે સદા અધુરું યા ખાલી જ રહેવાનું. આપણી વિચારસરણીમાં કોણ છિદ્ર પાડે છે ? તે છે આપણી મર્યાદાઓ અને દીવાલો, ગમા-અણગમાઓ, ધૃણા, આ આકાંક્ષાઓ, વિસ્તરણો, હકીકત વગરના - નિર્ણયો. એક જ શબ્દમાં કહીએ તો તે કર્મ' પ્રકૃતિ છે. તે નિષ્પક્ષ છે. તેને કોઈને માટે પણ ભેદભાવ નથી. સૂર્ય બધા પર એકસરખો પ્રકાશ પાથરે છે, વરસાદ બધે એકસરખો વરસે છે, હવા બધાને એકસરખો પ્રાણવાયુ આપે છે, તેમ છતાં જેમ કમળાવાળો બધું પીળું જ દેખે તેમ ૨૬૨ કે માનવતાનાં મૂલ્ય Page #272 -------------------------------------------------------------------------- ________________ આપણા અજ્ઞાનથી આપણે વિશ્વનું સાચું સૌન્દર્ય જોઈ શકતા નથી. પ્રકૃતિનું અસીમ સૌન્દર્ય આપણી આગળથી પસાર થઈ જાય છે પણ આપણે તેનો લાભ લઈ શકતા નથી. મનનાં આ છિદ્રો કેવી રીતે પૂરી દેવાં ? તેનો જવાબ છે પૌષધ કરો. અર્થાત્ તમારા મન પર ઘણાં છિદ્રો પાડનાર ઘણી અશુભ પ્રવૃત્તિઓથી “પાછા હઠી, તે ઘા પૂરવા આત્માની સમીપ જાવ. ધ્યાનની ઊંડી શાંતિ પ્રાપ્ત કરવા થોડાક કલાક, થોડાક દિવસો, થોડાંક અઠવાડિયાં અલગ ફાળવો. આપણામાંના ઘણાને ખબર નથી કે આપણી અંદરના ઘામાંથી લોહી વહી રહ્યું છે. બહારના ઘા મટાડવા આપણે બાહ્ય પાટાપિંડી કરી છે. દવાઓ લીધી છે. મનના આનંદ માટે આપણે નિરર્થક મનોરંજનનો ઉપભોગ કરીએ છીએ અને એવી બીજી ઘણી પ્રવૃત્તિમાં મશગૂલ રહીએ છીએ. આપણે જ્યાં સુધી યુવાન અને નીરોગી રહીએ ત્યાં સુધી આ ક્ષણિક “પીડાનાશક” ઉપાયોથી થતી ક્ષતિને જોઈ શકતા નથી. પણ એક સમય એવો આવે છે કે જ્યારે આપણે અધોમુખી બનીએ છીએ, કારણ કે અંદર પોકળતા, brooding નબળાઈ અને થાક છે. સમય એવો આવશે, જ્યારે આપણે વાસ્તવિક પરિસ્થિતિનો સામનો કરવો જ પડશે. આપણાં ઘા-પીડાનું મૂળ શોધી તેનો રામબાણ ઇલાજ કરવો પડશે. એસ્પીરીનથી, કળતું માથું ક્ષણિક મટાડવું એ આપણને નહીં પાલવે. અંદરની નબળાઈ માટે આંખ-મીંચામણાં કરવાં પણ નહિ પાલવે. આ માટે નીચેના ઉપાયો બતાવ્યા છે : પ્રતિક્રમણ-માયાજાળથી પાછા હઠી તમારી વાસ્તવિક ચેતનાનાં દર્શન કરો. વિશ્વના બધા દેશોના ભૂતકાળ અને વર્તમાનના ખરા પ્રાજ્ઞ પુરુષોએ તેમનાં દિવસરાત પોતાના આંતરનિરીક્ષણ, સમજ અને ધ્યાનમાં ગાળ્યાં, તેમનાં અંતરના અવાજે શબ્દોનું રૂપ પકડી આપણને આંતરદૃષ્ટિ અને પરિપક્વ જ્ઞાન આપ્યું. તેમની અનંત કરુણામાંથી જન્મેલા તેમના ઉપદેશોએ આપણને પ્રેરણા અને ઉન્નતિ આપી. આ મહાપુરુષોએ શું જોયું ? બધા જીવોમાં શાશ્વત સુંદર, શાંત એકતા સાધનાર ચેતનાશક્તિ જોઈ. તે શું સમજ્યા ? તે એ સમજ્યા કે વિશ્વ એક કોમ્યુટર જેવું છે, જેમાં આપણાં બધાં આંદોલનો અને કંપનો નોંધાય છે. તેના કંપન મુજબ તે સૂક્ષ્મ અણુને આકર્ષે છે. આ અણુઓમાંથી આપણા વિચારો, ભાષા અને આકાંક્ષાઓ ઘડાય છે. આ રીતે પ્રાચીન પ્રાજ્ઞ પુરુષો માણસના જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨૬૩ Page #273 -------------------------------------------------------------------------- ________________ રોગનું નિદાન કરી શકતા કે દર્દ બહારથી આવતું નથી પણ તે અંદરના કોઈ તત્ત્વના કારણે આવે છે અને તે છે આપણાં પોતાનાં જ ખંડનાત્મક કંપનો. મનનાં છિદ્રો પૂરીને આપણી જાતને પૂર્ણ બનાવવા ત્રણ રસ્તા છે. (૧) પ્રતીતિ Realize (૨) પુનઃપ્રાપ્તિ Recover (૩) જીવનમાં ઉતારવું - -- Retain. ― તમે જે છો તેને બરાબર સમજો. તમે દરેક વ્યક્તિ બ્રહ્માંડની એક લઘુદુનિયા છો. અદૃશ્યને ઓળખતાં પહેલાં દૃશ્યને જોવાની શરૂઆત કરો. અરૂપીને અનુભવતા પહેલાં રૂપી પદાર્થના રૂપની ઓળખ કરો. રૂપી પદાર્થ તરીકે તમે વિશ્વનાં તત્ત્વોને જેવાં છે તેવાં જુઓ. તમારાં હાડકાં, નખ, ચામડી, દાંત, વાળ વગેરે શરીરના ભાગો પૃથ્વીતત્ત્વ છે. તમારાં આંસુ, લાળ, પરસેવો, લોહી વગેરે પ્રવાહી તત્ત્વો જળતત્ત્વો છે. રાસાયણિક પ્રક્રિયાઓ જેવી કે પાચનશક્તિ શરીરની ગરમી વગેરે અગ્નિતત્ત્વ છે. શ્વાસોશ્વાસ વાયુતત્ત્વ છે. તેથી જે બહાર છે તે જ અંદર છે. દુનિયાથી જુદા નથી. તમારી અંદર જે રૂપ જુઓ છો તે જ રૂપ બ્રહ્માંડનું સૂક્ષ્મ સ્વરૂપે છે. પ્રાચીન જૈન તાડપત્રવાળાં શાસ્ત્રોમાં કલાકારોએ બ્રહ્માંડનું સ્વરૂપ માણસ જેવું બતાવ્યું છે. વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચેના આ ઊંડા સંબંધને લીધે જ ઋતુઓનું પરિવર્તન થાય છે. બહાર ઠંડી હોય છે તો આપણને ઠંડક લાગે છે, બહાર ગરમી હોય તો આપણે પણ સતત ગરમી અનુભવીએ છીએ, જેમ પ્રકૃતિનાં સ્વરૂપોમાં સતત પરિવર્તન છે તેમ આપણા રૂપમાં પણ સતત પરિવર્તન છે. આ પરિવર્તનનું રહસ્ય શું છે ? ઋતુચક્ર પાછળ કયો નિયમ કામ કરી રહ્યો છે ? પુનર્જીવિત કરવાનો અને તાજા રહેવાનો, પાણીને તાજા રહેવા માટે ભરતી અને ઓટમાં મોજાંનું વહેવું જરૂરી છે, તેવું જ જીવનના વહેણનું વહેવું જરૂરી છે. - પ્રકૃતિના નિયમોને અનુકૂળ થવા બધા પદાર્થો પરિવર્તનને માન્ય કરે છે. આપણે વૃક્ષો પાસેથી પણ શીખી શકીએ. પાનખર ઋતુમાં તેઓ પાંદડાંને ખરવાં દે છે. તેઓ વિરોધ કરતાં નથી. આ પ્રક્રિયા, વિરેચન, ઉપવાસ, શુદ્ધિકરણ અને છેદની ક્રિયા છે. નૂતન પ્રાપ્તિ માટે જીર્ણને છોડવાનું છે. ત્યાં શોક યા પીડા નહીં, ઊંડી ધીરજ છે. ઊંડું ડહાપણ છે. તેઓ જાણે છે કે ઉપરથી પાંદડાં ખરવા છતાં અંદર જીવનતત્ત્વ કાયમ છે. મૂળિયામાં ઉષ્મા અને આર્દ્રતા છે. શોક કે ચિંતા શા માટે ? નવાં પાંદડાં જોઈતાં હોય તો જૂનાંને છોડવાં જ પડશે.” તે જ રીતે જો સદા તાજા રહેવું હોય તો નૂતન પ્રાપ્તિ માટે જગ્યા ક૨વી પડશે. તમારા જીવનમાંથી દરેક ઋતુમાં નકામાં તત્ત્વોને નીકળી જવા દો, ૨૬૪ * માનવતાનાં મૂલ્ય Page #274 -------------------------------------------------------------------------- ________________ ખરવાની ક્રિયા થવા દો. દરેક ક્ષણે તમે વિચારોને સૂકાં પાંદડાંની માફક ખેરવી નાંખો અને યોગ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાપેક્ષ નૂતન વિચારસરણી અને ભાવોને જીવનમાં પ્રવેશ માટે દ્વાર ખુલ્લાં મૂકો, તો જ તમે વિસ્તાર અને વિકાસ કરી શકશો, વિશ્વ સાથેના સંબંધો સતત રચનાત્મક, ગ્રહણશીલ અને સંભાવનાશીલ રાખી શકશો. પૂર્વની સંસ્કૃતિના ઉપદેશમાં મુખ્ય સિદ્ધાન્ત છે નિરાસક્તિ – અનાસક્તિ. આ કયું તત્ત્વજ્ઞાન છે. ઋતુની સાથે સંવાદીપણે જીવવાની કલા છે. તેનો સાદ એ છે કે આ ક્ષેત્રો જે સંગત છે – જરૂરી છે તે આ જ ક્ષણ માટે યોગ્ય છે, પણ બીજી પળે તે સંગત ન પણ હોય. આમ છતાં બદલાયેલા સંજોગોમાં પણ તમે જૂના વિચારો – રૂઢિઓને અહિતકારી હોય તોય વળગી રહો તે છે આસક્તિ. જ્યારે તમે વસ્તને વળગી પડો છો. ત્યારે તે વસ્તુ તે ક્ષણે સંગત છે કે નહિ તે તમે જાણતા નથી. આ આસક્તિ બે વસ્તુમાં પરિણમે છે. (૧) તેને વળગી રહેવામાં તણાવ થાય અને (૨) છોડી દેવામાં શોક થાય છે. તે જાય તો જવા દો. ઋતુ પરિવર્તન સાથે અનુકૂળ થઈ જાવ. અનાસક્ત માનપૂર્વક ત્યાગ કરે છે. પાનખર&તમાં પાંદડાં ખરે ત્યારે તે જાણે નાચતાં હોય તેમ લાગે છે તેમ તમે પણ, જાય છે તેનો આનંદથી ત્યાગ કરો. આ જ સાચી અનાસક્તિ છે. પ્રાપ્તિમાં જેમ આનંદ છે તેમ તેના ત્યાગમાં પણ આનંદ હોવો જોઈએ. આમ છતાં જો આપશો નહિ તો મળશે પણ નહિ. આ એક સંગીન ગણિત છે. જ્યારે તમે સંતુલન સાથે, આનંદપૂર્વક આપો, ત્યાગ કરો ત્યારે તમારી દૃષ્ટિને આંસુ અવરોધી શકતાં નથી – પીડા અને ખેદ પીડી શકતાં નથી. કોઈ માણસ આપણને છોડીને બહાર જતો હોય ત્યારે આપણે તેને વિદાય આપીએ છીએ, શુભાશિષ આપીએ છીએ, તેમ વસ્તુ જાય ત્યારે આનંદથી વિદાય આપો. વળગી રહેવું અહિતકારક છે. તેનાથી જનાર વ્યક્તિ અને તમારી શાંતિ એમ બંને તમે ખુઓ છો અને તેના બદલામાં તમને ખંડનાત્મક-અહિતકર સ્પંદનો સિવાય બીજું કશું જ મળતું નથી. તમારા સ્વને મેળવવા જીવનના એવા તત્ત્વજ્ઞાનનું ચિંતન કરો જેથી મનની જૂની અહિતકર ટેવો બદલી શકાય. તમારી જાતને કહો, “વૃક્ષો જો પાંદડાં ખરવા દે છે તો શા માટે હું તેમ ન કરું !” દરેક વિચારને જુઓ. અને જાતને પૂછો, “આ વિચાર ભૂતકાળની છે ? આજે તેની ઉપયોગિતા છે ?” તેની ઉપયોગિતા વર્તમાનમાં ન હોય અને છતાં તમે તેને વળગી રહો જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨પ Page #275 -------------------------------------------------------------------------- ________________ તો તમે ઋતુ મુજબ જીવતા નથી. તમને લાગે છે તમારું મન પુરાણીબિનજરૂ૨ી અહિતકા૨ક યાદના જંગલમાં જ રહેવા માંગે છે તો તમારી જાતને કહી અનુભવ કરો કે, “હું જીવનચક્રની બહાર જાઉં છું, કારણ કે હું વીતી ગયેલા ભૂતકાળના નિરર્થક બિનઉપયોગી પદાર્થો-વિચારોને વળગી રહ્યો છું, ભૂતકાળે મને જે ફળ આપવાનું હતું તે આપી દીધું છે, હવે તેને શા માટે ચીટકી રહેવું ?' આ સ્વનિરીક્ષણથી તમે તમારી સાથે ઐક્યમાં જોડાવ છો, તમારે દૃઢ નિશ્ચય કરવાનો છે કે, “મારે આગળ જવું છે.' ભૂતકાળની ગાંઠ છોડી દો તો ઘણી સારી વસ્તુઓ તમને આવતીકાલ માટે સત્કારવા તૈયાર છે. પ્રકૃતિમાં વસંતઋતુ શિયાળામાં જ આવે છે. વૃક્ષો માટે પાનખર ઋતુમાં તમે જેને વંધ્યત્વ-નિષ્ફળતા ગણો છો તે ખરી રીતે નૂતનના જન્મ માટેનો સુવર્ણ અવસર છે. આ સમય, તમારી સમજ ઊંડી ઊતરી જાય તેની વિચારણા માટેનો છે. વસંતઋતુ-નૂતન જન્મ આવ્યા પૂર્વેનો સમય સંક્રાન્તિનો છે. કવિશ્રી રવીન્દ્રનાથ ટાગોરે એક સુંદર સાદશ્ય દૃષ્ટાંત આપ્યું છે. આપણે માતાના સ્તનને ધાવતા બાળક જેવા છીએ. જ્યારે માતા જુએ છે કે એક સ્તનમાં દૂધ ખલાસ થઈ ગયું છે, ત્યારે તે બાળકને તે સ્તનથી વિખૂટું પાડી બીજા સ્તન ૫૨ લઈ જાય છે. એક સ્તનના વિયોગની ક્ષણમાં બાળક રડતું હોય છે, પણ આ ફેરફારથી માતાના બીજા સ્તનમાંથી તાજું અને વધુ પ્રમાણમાં દૂધ મળવાનું છે તેનું એને જ્ઞાન નથી. ત્યાં સુધી જ તે રડે છે. આ રીતે તમે સમજી શકશો કે પુરાણી, બિનજરૂરી, અહિતકારક વિચારની ટેવો તમને કેવા દુ:ખી બનાવે છે ! વર્તમાન ક્ષણને તમે ભૂતકાળ સાથે સરખાવો છો ! તો પછી જીવનની તાજગીનો આનંદ નહિ મળે. આ રીતે ભૂતકાળને જડ રીતે વળગી રહેવાથી વર્તમાન ક્ષણનો આનંદ લૂંટી શકાતો નથી. અને તમારા સંપર્કમાં આવતા અન્ય લોકો પણ તમારાથી એટલા માટે કંટાળે છે. કે તમે હંમેશાં જીર્ણ થઈ ગયેલ, બિનઉપયોગી ભૂતકાળને સંભારી રોદણાં રડો છો. પછી તમને બીજા કોઈ તમારા જેવો જ મળે તો તમે બંને એકબીજાને ખેંચતાણ કરી નીચાં પાડો છો. પરિવર્તન અને કંપનોનું તત્ત્વજ્ઞાન તમારી જીવનપદ્ધતિ બદલી નાંખે છે. તમારી ચેતનાની કક્ષાના અંતે સમાનકક્ષાની ચેતનાવાળાને આકર્ષે છે. તેથી તમારી ચેતનાનું ઊર્ધ્વકરણ થાય છે. માત્ર બોલવાથી નૂતન જીવન પ્રગટી ન શકે. તે આવી શકે માત્ર નૂતન વિચારણા નૂતન કંપનોમાંથી. નવાં કંપનો પ્રગટાવવા જૂનાં કંપનોને કાઢી ૨૬૬ * માનવતાનાં મૂલ્ય Page #276 -------------------------------------------------------------------------- ________________ મૂકો. કચરો ફેંકી દો. તમારી જાતને કહો, “મારે હવે બિનઉપયોગી, પુરાણા વિચારો, વિધ્વંસક યાદદાસ્ત યા બંધનકારક વિચારો નથી જોઈતા.'' મનને ખાલી કરવાથી તે હલકું બને છે. પણ આ પુરાણા વિચારો માયાવી છે. જતાં પહેલાં તે તમને છેતરવા પ્રયત્ન કરે છે. તમે જો કાળજી ન રાખો તો તે તમારી ચેતના પર નવા કારી ઘા કરશે. ખજાનાની ઓળખ ન હોય તો તેની ઇચ્છા પણ નહિ થાય. તેની પ્રાપ્તિ માટે પુરુષાર્થ નહિ થાય. શરૂઆતને જ તમે અંત માનો તો પ્રગતિ ક્યાંથી થાય ? આ માટે તમારામાં તમને અડગ શ્રદ્ધા હોવી જોઈએ. આજ સુધી તમે તમારી જાત સિવાય બીજા બધા દેવદેવીઓમાં-મૂર્તિઓમાં વિશ્વાસ રાખ્યો છે, પણ હવે તમને સમજાય છે તમારા હાથમાં એક અમૂલ્ય રત્ન છે. હવે જરૂ૨ છે ફક્ત તેના પરનો મેલ કાઢવાની અને અસલ ચળકાટ પ્રગટ કરવાની. આ નહિ કરો તો તે ઘણા મેલથી આવરાયેલ ખરબચડો પથ્થર બની જશે. માટે હે માનવ, તારી જાતને શોધ. તમારી જાતને કહો, “અત્યારે હું ખરબચડો હીરો છું, પણ મને ખાતરી છે કે મારી અંદર ઝળહળતો પ્રકાશ છે, સુષુપ્ત શક્તિ છે. તેનો સ્પર્શ કરી મારા અસલ તેજને મારે પ્રગટ કરવાનું છે.” આવો વિશ્વાસ પ્રગટે પછી પ્રગતિ શરૂ થાય છે. “ઉપનિષદ” “ઉપ’ એટલે નજીક અને “નિષદ” એટલે બેસવું. તમારા જ આત્માની પાસે બેસવું. બીજા કોઈની પાસે બેસવાનું નથી. બીજાની પાસે બેસવું હોય તો તેવાની પાસે બેસો કે જે તમારો મેલ દૂર કરી પાલિશ કરી તમારું અસલી હીર-તેજ પ્રગટાવે. ગુરુનાં કપડાં પહેરે તેટલા માત્રથી ગુરુ થવાતું નથી. જે અજ્ઞાન દૂર કરે તે ગુરુ એક વખત તમારો આત્મા પરથી કચરો કાઢી નાંખો. એટલે તમે તમારા પોતાના ગુરુ બની જવાના. એક રાજાને શિકારનો બહુ શોખ હતો. એક વખત તે પોતાના મહેલના ઝરૂખામાં સંધ્યાકાળે ઊભો હતો. વર્ષાઋતુ હોવાના કારણે સપ્તરંગી સુંદર મેઘધનુષ્ય રચાયેલું હતું. પ્રકૃતિના આ સૌન્દર્યથી તેને ખૂબ આનંદ થયો. આ ક્ષણિક સુખને મેધધનુષના રંગોની ઉપમા આપવામાં આવે છે. મેઘધનુષના રંગો વિખરાઈ ગયા. સર્વત્ર અંધકાર વ્યાપી ગયો. ‘તેજીને ટકોરો ઘણો છે. પ્રજ્ઞાવાન પુરુષોને અલ્પ નિમિત્ત પણ બોધ આપી જાય છે. આવા અપ્રતિમ સૌન્દર્યનો વિલય અને અંધકારનું અવતરવું આ નિમિત્તથી રાજાએ વિચાર્યું, “મારું જીવન પણ શું આવું નથી ? હું ક્ષણિક સુખમાં આનંદ પામતો હતો, પણ તે સંધ્યાના રંગ-મેધધનુષ્ય જેવું નથી ? પળે પળે મારું મરણ થઈ જડ-ચેતનનું ભેદજ્ઞાન * ૨૬૭ Page #277 -------------------------------------------------------------------------- ________________ રહ્યું છે. વીતી ગયેલું આયુષ્ય પાછું આવવાનું નથી. યુવાનીના રંગો વિખરાઈ જાય તે પહેલાં મારે ચેતી જવું જોઈએ. મનુષ્યજીવનની સફળતા માટે મારે કાંઈક કરી લેવું જોઈએ.” રાજા એટલા બધા ઊંડા આત્મચિંતનમાં ઊતરી ગયો કે તેણે ત્યાં ને ત્યાં જ પોતાની પૂર્વની કુટેવો-વ્યસનો છોડી દીધાં. સૂર્યાસ્તનાં વિખરાતા રંગે તેના આત્માને જાગૃત કર્યો હતો. જેનાથી તેના જીવનનું ઊર્ધ્વકરણ થઈ ગયું. આ પ્રસંગ સૂર્યાસ્ત તેમનો ગુરુ બન્યો. ધ્યાન આ છે. ચેતનાનું સંપૂર્ણ શુદ્ધિકરણ – અંદર રહેલી વિશ્વવ્યાપી અવિનાશી સુષુપ્ત શક્તિનું પ્રગટીકરણ. મન પરના જડ આવરણો દૂર કરી અંદરની સુષુપ્ત શક્તિનો સંપર્ક કરવાથી તમને અનુભવ થશે કે ચેતનશક્તિ પદાર્થને ચેતનનો સ્પર્શ કરાવે છે. જો તે ચેતન આપી શકતી હોય તો તે શા માટે ભૌતિક પદાર્થવાસનાઓની ગુલામ બને ? અરૂપી રૂપની ઉપરની ભૂમિકા હોય છે. તેથી જ તે રૂપીને જીવન આપી શકે છે. ઉપનિષદમાં એક સુંદર કથા છે. બાર વર્ષના અભ્યાસ પછી ગુરુકુળમાંથી એક વિદ્યાર્થી પોતાના પિતાને ત્યાં ઘેર આવે છે. તે પિતાને કહે છે, “હે પિતા, મેં ઘણા પ્રયોગો કર્યા, પણ આત્મા ક્યાંય દેખાયો નહિ.” પિતાએ જવાબ આપ્યો, “વડના ઝાડનું ફળ લાવી તેને ફોડી નાંખ. તેમાં રહેલાં હજારો બીજોમાં વૃક્ષ ક્યાં છે તે બતાવ.” પુત્રે પ્રત્યુત્તર આપ્યો, “વૃક્ષને જન્મ આપનાર તત્ત્વ અદશ્ય છે. તે કેમ દેખાય ?” પિતાએ કહ્યું, “હા, બરાબર છે. તે જ રીતે તેને જીવન આપનાર તત્ત્વને પણ કોઈ પણ સાધનથી ન બતાવી શકાય, ન માપી શકાય. આત્મા અરૂપી છે, તેમ છતાં તે દૃશ્ય વિશ્વને શક્તિ આપે છે. બધા દૃશ્ય પદાર્થોમાં તે વ્યાપે ત્યારે જ તે બધા જીવંત બની કાર્ય કરી શકે છે. આ શક્તિ એ “તું” અને “હું' છીએ. આ સમજણ આવે ત્યારે ધ્યાનનો હેતુ સમજાય છે. તમારી અંદર રહેલ અરૂપીના સંસર્ગમાં આવવું. તેને ઓળખવું. પછી જ એ દૃષ્ટિ આવે છે કે તમારી શક્તિશાળી ચેતના તમારી પોતાની જ ખંડનાત્મકતાથી આવરાયેલી છે, જેથી તેનો વિકાસ થતો નથી. તેનો પ્રકાશ દેખાતો નથી, તેની શક્તિ અનુભવાતી નથી. આ શોધ પછી તમારા મિત્ર કોણ અને શત્રુ કોણ તેનું જ્ઞાન થશે. તમારી ૨૬૮ * માનવતાનાં મૂલ્ય Page #278 -------------------------------------------------------------------------- ________________ શક્તિ આવનાર વિષય-કષાય તમને શત્રુ લાગશે. તમારી શક્તિ પ્રગટાવવામાં મદદરૂપ થનાર સમ્યક્ જ્ઞાન-દર્શન-ચારિત્ર તમારા સાચા મિત્ર છે તેની પ્રતીતિ થશે. તમારું અસલી નૂર પ્રગટ કરવાની પ્રક્રિયા સતત ચાલુ રાખવી પડશે. આત્માની અનંત શક્તિને આવરનાર આવરણોનો નાશ સતત કરવો પડશે. ધ્યાનનું આ સાચું ફળ છે અને તે છે કર્મોનો નાશ. એક કુસ્તીબાજને પગ પર ઈજા થાય તો તેના પર પ્લાસ્ટર પાટો લગાવવો પડે. પણ પાટો છોડ્યા પછી તે તુરત જ ચાલી શકતો નથી. તે માટે તેને માલિશ કરવી પડે – ચાલવાની કસરત ધીરે ધીરે કરવી પડે. આ રીતે આત્માની શક્તિ પ્રગટાવવા પણ ધીરજ રાખી પ્રક્રિયા સતત કરવી પડે. જૈનદર્શનમાં એક સિદ્ધાંત છે “કો માણે કહે, ચલે માણે ચલે, નિજમાનો નિર્જયએ” કાર્ય શરૂ થયું એટલે પૂરું થયું. ચાલવા માંડ્યું એટલે મંજિલ મળવાની. તેમ કર્મનિર્જરાની શરૂઆત થઈ એટલે આત્મા શુદ્ધ થવાનો જ. એક વખત કર્મ દ્વારા આત્માને થયેલા ઘાને ધર્મરૂપ હવા ને પ્રકાશ મળવાં શરૂ થયાં, એટલે આત્મા અવશ્ય નીરોગી થવાનો. મનનું પોકળ અને શંકાનું નિરાકરણ થાય' અને તેમાં સર્જનાત્મક વિચારો ભરવામાં આવે તો આત્મશુદ્ધિનું કાર્ય બહુ સરળ બને. જ્ઞાન વિના આચરણ કેમ થાય ? રોગના નિદાન વિના ઇલાજ કેમ થાય? અને ઇલાજ વિના રોગ કેમ જાય ? અને રોગ ન જાય ત્યાં સુધી નીરોગી કેમ બનાય ? આ પ્રક્રિયા માટે મનને ધ્યાનના પ્રકાશથી ભરી, આપણી વિચારણામાં પડેલ કાણાં જ્ઞાન, સમજ અને અનુભવથી ભરવાં પડશે. એક વખત લેશમાત્ર શંકા વિના તમને શ્રદ્ધા થઈ જાય કે તમારી અંદર જ સૌન્દર્ય, સત્ય, શક્તિ અને સુખનું સમગ્ર વિશ્વ રચાયેલું છે, ત્યાર પછી તમારા આત્માની અનંત શક્તિ પ્રગટાવી શકશો. જે તમારું છે તે તમારું બની બહાર પ્રગટ થશે. જડ-ચેતનનું ભેદજ્ઞાન 5 ૨૬૯ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬. કર્મના કાનૂનમાં તમારો ફાળો શો ? વિશ્વમાં આપણું સ્થાન ક્યાં છે છે તેની ખબર ન પડે તો આપણી જાત સાથે સંબંધ કેમ બાંધી શકીએ ? જ લાગણી, અહમ્, નામ, શરીર – ? દેહભાવમાંથી બંધાયેલ આપણા “હું'થી પેલી પાર જોવાની આપણી દૃષ્ટિ વિશાળ બની ન હોય તો આપણા “સ્વ'નો અનુભવ શું કરવાની નજીક પણ કેમ આવી શકીશું ? ધ્યાનની પ્રક્રિયા દ્વારા આપણા વાસ્તવિક “સ્વ”ની નજીક આવી શકીએ. આ મંજિલ પર પહોંચ્યા પછી જ આપણી અમરતાનું આપણને ભાન થાય છે. આ શું અનુભવના અભાવમાં આપણા જીવનનો કોઈ સંગીન પાયો નંખાતો નથી. ધ્યાનનું ધ્યેય છે સુખના મૂળ સુધી જવાનું. જ્યાં ભયને કોઈ અવકાશ નથી, જ્યાં પ્રકાશવંત જીવન જ ઝબકે છે, ત્યાં આપણી સાથેનો આ રીતે સંબંધ બંધાય. છે. આ અનુભવ દ્વારા આપણને એ સમજાય છે ” કે “હું” હતો, “હું છું” અને “હું” ૨૭૦ * માનવતાનાં મૂલ્ય Page #280 -------------------------------------------------------------------------- ________________ રહેવાનો છે. આ તત્ત્વની સમજણ થયા બાદ જ ઉન્નતિની પ્રક્રિયા શરૂ થાય. ડાર્વિનનો સિદ્ધાંત માત્ર ભૌતિક કક્ષાએ હતી. આપણો સિદ્ધાંત આધ્યાત્મિક કક્ષાએ રચાયેલ છે. માનવભવ પ્રાપ્ત થયા પહેલાં વ્યક્તિગત આત્મા એકથી બીજી કક્ષા પર પ્રગતિ કરી વધુ ને વધુ ઇન્દ્રિયો પ્રાપ્ત કરતો જાય છે. પૃથ્વી, પાણી, વાયુ, વનસ્પતિ અને અગ્નિના જીવો પાસે માત્ર સ્પર્શની જ ઇન્દ્રિય હોય છે. જીવ જેમ પ્રગતિ કરતો જાય તેમ સ્પર્શ ઉપરાંત સ્વાદ ઉમેરાતાં, તે બે ઇન્દ્રિય જીવ બને છે, પછી ગંધની ઇન્દ્રિય ઉમેરાતાં તે ત્રણ ઇન્દ્રિયોવાળો બને છે, દૃષ્ટિ મળતાં ચાર ઇન્દ્રિયવાળો અને છેલ્લે શ્રવણની ઇન્દ્રિય ઉમેરાતાં તે પંચેન્દ્રિય જીવ બને છે. પછી તે આદિવાસી બુદ્ધિશાળી અને જાગ્રત માનવ બની આત્માનો વિકાસ ઉત્તરોત્તર વિકાસ સાધે છે. આપણે “હું છું”થી શરૂઆત કરી, “હું કોણ છું ?” પૂછીએ છીએ. ઉત્ક્રાન્તિમાં માનવનું આ પહેલું પગથિયું છે. આ વિવેક પશુ અને માનવ વચ્ચેનો ફરક સમજાવે છે. આપણે માનવભવમાં શા માટે આવ્યા છીએ ? શું આપણે માત્ર આહાર, ભય, નિદ્રા, મૈથુન અને પરિગ્રહ, ક્રોધ, માન, માયા અને લોભ, લોક અને ઓઘસંજ્ઞાની ગુલામી કરવા “આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા ?” સમજી વિષયભોગના જંતુ બનવા આવ્યા છીએ ? માનવજીવન દુર્લભ છે. તેની એક એક ક્ષણ અમૂલ્ય છે. તેને આવી રીતે વેડફી નાંખવાની ! આ ક્ષણોનો વધુમાં વધુ સદુપયોગ ઉપયોગ અને જાગૃતિમાં કરવાનો છે. તેથી જ “હું કોણ છું ?” તે ઘણો શક્તિશાળી અને પ્રગતિશીલ પ્રશ્ન છે. તેના જવાબની શોધથી માણસની વિચારવાની શક્તિ રૂ૫ છઠ્ઠી ઇન્દ્રિય પ્રગટ થાય છે. આ પ્રશ્ન પર સતત વિચાર કરવાથી ક્ષયોપશમ થતાં બોમ્બના ધડાકાની માફક આવરણો બળી જાય છે. જીવન અર્થપૂર્ણ બનાવી આગળ ને આગળ પ્રગતિ કરાવે છે. આ સાધનામાં તમારી પ્રગતિ કદાચ બાહ્ય દૃષ્ટિથી ન દેખાય, પણ તમે તમારા આંતરમનમાં ઊંડે ને ઊંડે ખોદી ઊંડા સંસ્કાર પાડી અશુભ આંદોલનોને દૂર કરી શુભ આંદોલનથી તેને સમૃદ્ધ બનાવો છો, આપણે એ જોયું કે ચેતના ભૌતિક પદાર્થમાંથી પ્રગટ થતી નથી, પણ ચેતનાથી પદાર્થો કાર્યશીલ બની શકે છે. જેમ દૂધ પાણીને દૂધનો રંગ આપી બન્ને એકરસ બને છે, તેમ જીવ અને પદાર્થ એવા એક બની જાય છે કે બન્નેને અલગ ઓળખવા પણ મુશ્કેલ બની જાય છે. જડ-ચેતનનું ભેદજ્ઞાન * ૨૭૧ Page #281 -------------------------------------------------------------------------- ________________ આ તત્ત્વજ્ઞાન મુજબ અનાદિકાળથી આત્મા અને પદાર્થ એકબીજા સાથે મળી રહેલા છે. માનવથી નીચી જાતના જીવોમાં જેમ માટી વનસ્પતિને દબાવી દે છે તેમ પદાર્થ પ્રધાન બની તેના આત્માને ભારે અને મલિન બનાવે છે. માનવ માટે જીવ અને પદાર્થ એકબીજા સાથે ભાગીદારીમાં જીવે છે. આધ્યાત્મિક વિકાસ માટેની માનવની મૌલિક શક્તિની જેમ જેમ વધુ જાણ થાય છે તેમ તેમ આત્મા પદાર્થનો માલિક થતો જાય છે, અને તેનો આત્મશુદ્ધિના સાધન તરીકે સદુપયોગ કરતો જાય છે. જ્યારે આત્મશુદ્ધિ વધી જાય છે, ત્યારે તે શરીરનો ધર્મસાધન તરીકે ઉપયોગ કરી ચેતનાને પૂર્ણ બનાવે છે. હવે વિશ્વ સાથે આપણા આંતરસંબંધની દૃષ્ટિએ આત્મા અને પદાર્થ વચ્ચેના શક્તિશાળી સંબંધને તપાસીએ. નાનામાં નાનાથી મોટામાં મોટા બાહ્ય રૂપ-આકારમાં એક ક્ષણ યા એક દિવસ જેટલો અલ્પ સમય પસાર કરવામાં પણ આપણને વિશ્વની મદદની જરૂર પડે છે. આખું વિશ્વ આપણને જે કાંઈ મળે તેનું રૂપાંતર અને ઊર્ધીકરણ કરવાની જીવનમાં શક્તિ છે. હવા શ્વાસ બને છે. ખોરાકમાંથી લોહી અને બીજા કોશાણુ બને છે, જેનાથી આપણે જીવી શકીએ છીએ. એક કોશાણુમાંથી વિશ્વ સાથેનો આપણો સંબંધ શરૂ થયો. આપણે જ્યારે એ સમજીએ કે વિશ્વની સહાય વિના આપણી ઉન્નતિ થઈ ન હોત, યા એક પણ દિવસ જીવી ન શકત, ત્યારે આપણામાંથી કશું નીકળી જાય છે, ઓગળી જાય છે, તે બાદ વિશ્વ સાથેના આપણા સંબંધો સરળ અને સ્વાભાવિક બની જાય છે. પછી આપણે કોઈ પણ કાર્ય પ્રશંસા યા આભાર યા બીજું કોઈ વળતર મેળવવા નથી કરતા, કોઈની પર ઉપકાર કરવાની બુદ્ધિ રાખતા નથી, પણ કર્તવ્યરૂપે તે કરીએ છીએ. પછી આપણે દરેકને બીજા પાસેથી મદદ ટેકો અને સંપ્રેરણા મેળવતો જોઈએ છીએ, જેથી આપણે વિશ્વ સાથે પરસ્પર સહકારથી વર્તીએ છીએ. પૂ. ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થસૂત્રમાં લખ્યું છે, “પરસ્પરોપગ્રહો જીવાનામ્ જીવો પરસ્પર ઉપકારક બની એકબીજાના વિકાસમાં સહાયક બને છે. આ પ્રાચીન સૂક્તિ બહુ જ સુંદર રીતે વિશ્વમાં આપણું સ્થાન ક્યાં છે, અને બીજા જીવો સાથે આપણો કેવો સંબંધ છે તે સમજાવે છે. આપણા ભૌતિક તેમજ આધ્યાત્મિક જીવન અને વિકાસમાં કેટલા બધા જીવોનો ફાળો છે, તેનું આપણને જ્ઞાન કરાવે છે. તે સમજાવે છે કે જ્યાં આપો ત્યાં આવે જ છે. તેથી જ દાનને સર્વશ્રેષ્ઠ બચત કહી છે. આ બંને ભેગાં થાય ત્યારે જ વિકાસ થાય છે. ૨૭૨ : માનવતાનાં મૂલ્ય Page #282 -------------------------------------------------------------------------- ________________ આપણે જે મેળવીએ ત્યાં કોઈ પણ જાતના હેતુ વગર વળતર આપવું જ પડે. કેવી રીતે ? પ્રથમ આપણી અસલ જાતને જાણવી અને પછી આપણા આત્મા અને બીજા બધા જીવો વચ્ચે પુલ બાંધવો. આ પુલ કેવી રીતે બાંધવો ? ચિંતન-ધ્યાનથી અને પછી પોતાની જાતને પ્રશ્નો પૂછવાના, “મારે ખરેખર શું જોઈએ છે ? કેટલું જોઈએ છે ?” સૌ પ્રથમ તમને સૌથી વધુ પસંદ શું છે ? તમને શું મળે તો તમે સુખી થાઓ ? અને પછી આ જ તત્ત્વો વિશ્વ સુધી વિસ્તારો. પછી તમારી જાતને કહો, “મારે થોડીક સવગડ જોઈએ. રહેવાનું ઘર, ખાવા માટે પૌષ્ટિક ખોરાક, અનુકૂળ પ્રેરણા, મધુર હાસ્ય, ઉષ્માભરી લાગણીઓ.” પછી પૂછો, “મારે જે જોઈએ છે તે અન્ય જીવોને આપવા હું તૈયાર છું ?” આપણે શું ઇચ્છીએ છીએ ? સુખ ! સ્વતંત્રતા ! તો પછી આપણે આ જ તત્ત્વો બીજાને આપવા કેમ તૈયાર નથી ? આ વિચારણાથી વિશ્વની સાથે વિશાળ આંતરસંબંધોમાં આપણે વહેતા થઈ શકીશું. આ પછી એક એવી સમજ પ્રગટ થશે, ત્યારે આપણને એમ લાગશે કે કોઈ પણ વ્યક્તિ એમ નહીં બોલી શકે કે, મારે દુનિયાની કશી પડી નથી. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્ર નથી યા પરવશ નથી, પણ આધ્યાત્મિક વિકાસના વિશ્વમાં સૌ એકબીજા પર આધારિત છે. હવે આંદોલનોની કથા ઉપર આ પરસ્પર આધારનો સિદ્ધાંત સમજી આપણા જીવનની દરેક ક્ષણે આંદોલનો દ્વારા ચેતનાશક્તિ વહન કરવાની શક્તિ આપણે અનુભવીએ છીએ, જેમ ખોરાક શરીરમાં ગયા પછી શક્તિ બને છે, તેમ સર્જનાત્મક આંદોલનોવાળી વ્યક્તિ યા નિમિત્તના સંપર્કમાં આવતાં તમે પણ પ્રસન્ન થાઓ છો. આને બદલે તમે કોઈ ઉદાસ-શોકાતુર દીવેલ પીધા જેવા મોઢાવાળાને મળો ત્યારે તમે પણ થાકેલા અને શક્તિહીન બની જાવ છો. તમને એમ લાગે છે કે તમને થાક લાગ્યો છે, પણ ખરી રીતે સામી વ્યક્તિ પાસેથી તમે કેવા પ્રકારનાં આંદોલન મેળવીને થાક્યા છો. આંદોલનોનો સિદ્ધાન્ત સમજ્યા પછી આપણને એ સમજાય છે કે શા માટે કેટલાક માણસો ઝડપથી પ્રગતિ કરી વિકાસ સાધે છે ત્યારે કેટલાક ત્યાં ને ત્યાં જ રહે છે. અને ક્યારેક પીછેહઠ કરી પતન પણ પામે છે. કંપનો તમને આગળ વધારી શકે યા પાછા પાડી શકે તેથી તમારે તમારી જાતને પૂછવું જોઈએ કે, “શું હું અનિચ્છનીય આંદોલનો ગ્રહણ કરું છું ? આ આંદોલનો મને પ્રભાવિત ન કરે તે માટે હું શું કરું છું ?” તમે તમારા અજ્ઞાત મનના જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨૭૩ Page #283 -------------------------------------------------------------------------- ________________ શિકાર બનવાથી બચી શકો તો આવાં અશુભ ખંડનાત્મક આંદોલનોની ગુલામીમાંથી બચી શકો. - હવે તમે તમારું કાર્ય અને જીવન તપાસો. તમારું કામ તનને પ્રસન્નતા આપે છે કે તમે તેનાથી થાકી જાઓ છો ? તમારી પ્રવૃત્તિઓ તમારા અનુભવોને વ્યાપક બનાવે છે કે તમે માત્ર પેટ ભરવા જીવો છો ? તમે આનંદથી જીવન જીવો છો કે માત્ર ટકી રહેવા બધી શક્તિ વેડફી નાંખો છો ? - ઘણા લોકો કૃત્રિમ ઉત્તેજના મેળવવા નીકોટીન, કેફીન, પેપ પીલ્સ, ગાંજો-ચરસ, મેન્ડેક, દારૂ, વ્હીસ્કી વગેરે માદક પદાર્થો વ્યભિચાર-જુગાર જેવાં વ્યસનોનો આશ્રય લે છે. આ માટે તેમના પ્રત્યે ધૃણા કરવા જેવું પણ નથી. ગમે તેમ કરી જીવન જીવવા તેઓ આવું કરે છે. આ નશા વિના તેઓ જીવી શકે તેમ નથી, કારણ કે તેમને હંમેશા ખંડનાત્મક આંદોલનો જ મળ્યાં કરે છે. આપણામાંના દરેકે અંદર ઊંડા ઊતરી જોવું જોઈએ કે આવી વૃત્તિઓ આપણામાં પણ છે કે કેમ ? સાત્ત્વિક જીવન જીવવા સાત્ત્વિક આંદોલનો મેળવવાં અત્યંત જરૂરી છે, અને આ માટે જીવનમાં પરિવર્તન લાવવું પડશે. આ પરિવર્તન કેવી રીતે લાવવું ? (૧) વિશ્વમાં જે બનાવો સ્વતંત્ર રીતે બની રહ્યા છે, તેમાં તમારો શો ફાળો છે, તે બે વચ્ચેનો સંબંધ શોધી કાઢો. (૨) બીજા પર દોષારોપણ – ધૃણા બંધ કરી, તમારી પરિસ્થિતિ માટે તમારી પોતાની જવાબદારી માન્ય કરો. (૩) વર્તમાનનું સારું યા ખરાબ વર્તન પૂર્વેનાં કર્મોનાં કારણે છે. આ ભૂતકાળના મૃત પડછાયાથી હારો નહિ. વર્તમાનને જીવંત બનાવો. તમારું જીવન તમારા હાથમાં લઈ તેની અનંત સર્જનાત્મક શક્તિનો અનુભવ કરો. પ્રથમ પગલામાં વિશ્વનું તંત્ર જોવાનું છે. તેના પોતાના પણ નિયમો છે, અને તે બરાબર કામ કરે છે, તેમાં કોઈ ભૂલ, પક્ષપાત યા મહેરબાની ચાલી શકતાં નથી. સૂર્યોદય અને સૂર્યાસ્ત, ભરતી અને ઓટ, ઋતુઓનાં પરિવર્તનની જેમ તે તંત્ર અતિ નિયમિત છે. આપણને જે અકસ્માતરૂપ લાગે છે તેની પાછળ કોઈ નિશ્ચિત કારણ છે. હકીકત એ છે કે અસંખ્ય ભવોમાં અજ્ઞાનદશામાં આ ચેતનાએ ઉત્ક્રાન્તિક્રમમાં અનેક શરીરો ગ્રહણ કર્યા અને મૂક્યાં. પછી એક સમય આવ્યો : જ્યારે આ પ્રક્રિયા જાગૃત દશામાં થવા માંડી, તે સમયે આપણી સમગ્ર બાહ્ય પરિસ્થિતિઓનું નિર્માણ આપણે પોતે કર્યું. પ્રક્રિયા આ રીતે કામ કરે છે : રાગ અને દ્વેષની પળોમાં આપણે અશુભ ખંડનાત્મક અથવા શુભ સર્જનાત્મક આંદોલનો વિશ્વમાં ફેંકીએ છીએ, અને તેનાં ૨૭૪ * માનવતાનાં મૂલ્ય Page #284 -------------------------------------------------------------------------- ________________ ફળ ભોગવવા તે પ્રમાણે આપણે બીજો જન્મ લઈએ છીએ. આપણા ઉપયોગ યા જાતિની કક્ષા મુજબ આપણે વિશ્વમાંથી તે પ્રકારનાં આંદોલનો ગ્રહણ કરીએ છીએ. આપણે જે અશુભ-ખંડનાત્મક આંદોલનો ફેંક્યાં હશે તો આપણને દુઃખ અને પીડા મળશે. આપણે જો શુભ સર્જનાત્મક આંદોલનો ફેંક્યાં હશે તો પડઘાની માફક સુખ અને આનંદ પાછાં ફરશે. આ આંદોલનો પડઘાની માફક પાછાં ફરી આત્મા પર તે પ્રકારની કર્મજ ચોંટાડી તે તે પ્રકારનાં પરિણામો પ્રગટાવશે. આ આંદોલનો પૂર્વના અનેક ભવોનાં હોય, આ જ ભવનાં પૂર્વભાગનાં હોય અથવા તો ગઈકાલનાં પણ હોય. પણ તે આપણે જે ફેંકેલાં છે. તેથી આપણને તે તે પ્રકારનાં ફળ આપે છે. આ શુભ-અશુભ પડઘાથી કર્મગાંઠ યા સંબંધો બંધાય છે. પણ એવો કોઈ ભૂતકાળ નથી કે જે આપણાં ભાવિ નક્કી કરી શકે. આધ્યાત્મિક વિકાસ માટે વર્તમાન ક્ષણ એ જ મહામૂલ્યવાન છે. આપણા ભૂતકાળનાં આંદોલનોથી અમુક ગાંઠો બંધાઈ છે, જેને પૂર્ણ કરવા – છોડવા - યા નાશ કરવા વર્તમાનકાળ જ ઉપયોગી છે. વર્તમાન જીવનની શી કિંમત છે ? આપણે એ કેવી રીતે કહી શકીએ કે વર્તમાનમાં બધું શક્ય છે ! આનો ઉત્તર એ છે કે જીવે બાંધેલાં કર્મ જીવ જ છોડી શકે છે યા તેનું રૂપાંતરણ યા સંક્રમણ કરી શકે છે પૂર્વના અશુભખંડનાત્મક કર્મોનો નાશ વર્તમાનના શુક્લ ધ્યાનનાં સર્જનાત્મક આંદોલનોથી થઈ શકે છે. વર્તમાનમાં શુદ્ધ ભાવનાઓથી પૂર્વનાં અશુભ-શુભમાં સંક્રમણ થઈ શકે છે. (કર્મ ઉદયમાં ન આવ્યા હોય, સત્તામાં હોય તો જ આ સંક્રમણકરણ કરી શકાય છે.) ધ્યાનમાં આનો અનુભવ થવો જોઈએ. આ બૌદ્ધિક અનુભવ નથી. જ્યાં તર્કનો અંત આવે છે. ત્યાં જ અધ્યાત્મની શરૂઆત થાય છે. પૂર્વજન્મનાં કર્મો અનેક રીતે અનેક સંબંધોમાં વ્યક્ત થાય છે. આ સંક્રમણ અનુભવગમ્ય છે તેને તર્કથી સમજાવવાં શક્ય નથી. દા. ત. માતા બાળકને જન્મ આપે કે તરત જ તેને બાળક માટે પ્રેમ ઉત્પન્ન થાય છે. તેના સ્તનમાં રક્તને સ્થાને દૂધ ઊભરાય છે. માબાપ એક બાળકરૂપી અજાણ્યા આગંતક માટે સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર થાય છે. પ્રેયસી પ્રિયતમ માટે મૃત્યુને વરવા તૈયાર થાય છે, એરપોર્ટ પર અચાનક એક અજાણ્યા માનવીને મળવાથી પ્રથમ પરિચયમાં પ્રેમ બંધાઈ જાય છે; જે કુટુંબીજન કરતાં પણ વધુ વહાલા લાગે છે. આ બધું અનુભવગમ્ય છે. જડ-ચેતનનું મેંદજ્ઞાન * ૨૭૫ Page #285 -------------------------------------------------------------------------- ________________ આવું કેમ બને છે ! એક વ્યક્તિ પ્રતિ રાગ અને બીજી પ્રતિ કેષ ! હૃદયની વાતોને તર્ક સમજાવી ન શકે. પાસ્કલે કહ્યું કે, “માનવો નદીમાં તરતાં લાકડાના ટુકડા જેવા નથી, જે ઘડીમાં મળે ને ઘડીમાં છૂટા પડી જાય.” મનની મર્યાદિત શક્તિને કારણે તેઓ આ સંબંધ સમજી ન શકે અને તેમ છતાં એવું કોઈ તત્ત્વ છે જે કેટલાકને પ્રેમથી જોડે છે અને કેટલાકને પરસ્પર વેર કરાવે છે. Heart has a reason which Reason cannot define. જ્યારે તમારું હૃદય ભાવના કરે છે ત્યારે તે કંપનો કરે છે. તમને તમારા જીવનનું ધ્યેય આ હૃદય સમજાવે છે. તેથી હૃદયને સતત સાંભળો. આ આંતર અવાજના શ્રવણથી તમારો અભુત વિકાસ થશે. ભારતના એક કુટુંબનો નબીરો અમેરિકામાં અભ્યાસ કરતાં ત્યાં એક અમેરિકન કન્યા સાથે પ્રેમ થવાથી ત્યાં જ પરણી ગયો વર અને વધૂ બંને ભારત આવ્યાં. તેનાં કુટુંબીઓએ તેનો દેખાવ, ઊંચાઈ, વર્તણૂક વગેરે જોઈ ટીકા કરતાં કહ્યું, “આ તારી કેવી પસંદગી છે ?” કઈ જાતની છોકરી છે !” પુત્રે જવાબ આપ્યો, “તેને જોવા તમારે મારી ચક્ષુદષ્ટિ જોઈશે. મારી દૃષ્ટિ વિના તમે તેને જોઈ નહિ શકો.” ઘરડાં માબાપ આનો મર્મ સમજ્યા નહિ. એક વખત તેઓ મને મળ્યાં અને પૂછયું, “અમારો પુત્ર શું કહેવા માંગે છે ? તેની આંખો અમારે કેમ લેવી ? અમારી આંખોમાં કંઈ ખામી છે ? અમારી આંખો તેના જેવી નથી ?" આ પ્રશ્ન સંબંધનો કર્મના ઉદયમાં આવતાં કંપનોનો છે. કશુંક જોડે છે. કશુંક તોડે છે. હૃદયનું જોડાણ હોય ત્યાં વિકાસ થાય છે. તે એકબીજાની ખામી ચલાવી લે છે. તેઓ રચનાત્મક કર્મસંબંધમાં જોડાય છે આસક્તિ અને લાલસાથી નહીં, પણ પરસ્પરનાં વિકાસના વિનાશમાં કાં વિનાશના વિકાસમાં સહાયક થવા માટે, આ રીતે કર્મોના વિલય માટે આવાં જોડાણ કરનાર કર્મો વિકાસનો સુંદર માર્ગ બને છે. મિત્ર, ભાગીદાર, શિક્ષક, બાળક વગેરે. એકબીજાનો હાથ પકડવાથી આપણો વિકાસ થાય છે. આપણા સંબંધોનો વિશ્વમાં બનતા બનાવોમાં કેટલો ફાળો હોય છે તે બાબતમાં પ્રાચીન તત્ત્વજ્ઞાન મુજબ શું રહસ્ય છે તે હવે સમજીએ. દા.ત. એક માણસને જ્ઞાન પ્રત્યે નફરત છે. જ્ઞાની, જ્ઞાનનાં સાધનો તેને ગમતાં નથી. આ અણગમાનાં આંદોલનોથી તે જ્ઞાનને આવરનારાં કર્મોને ખેંચે છે. આ કર્મોને “જ્ઞાનાવરણીય કર્મ' કહેવાય છે... આ કર્મબંધ સમયે તેની અણગમાની તીવ્રતા, મંદતા અને સ્થિતિ મુજબ એવાં ગાઢ, મધ્યમ યા મંદ કર્મો ૨૭૬ - માનવતાનાં મૂલ્યો Page #286 -------------------------------------------------------------------------- ________________ બંધાય છે. જેનાથી બીજા ભવમાં તેની બુદ્ધિ અતિ મંદ હોય છે. મૂર્ખ જેવો પણ બની શકે છે. જે માણસ કરુણાથી પ્રેમથી બીજા જીવોને સહાય કરે છે, તે શાતાવેદનીય કર્મ બાંધે છે, જેનાથી બીજા ભવમાં જન્મથી ચારેબાજુ તેના પર સુખશાંતિની વર્ષા થાય છે. આવો માણસ બધે બહુમાનને પાત્ર પણ બને છે. બીજી બાજુ જે માણસ બીજાને ધિક્કારી તેમને નુકસાન પહોંચાડે છે તે અશાતા-વેદનીય કર્મ બાંધે છે, તથા બીજા ભવમાં તેને પીડા-દુ:ખ ભેટે છે. લોકો તેને ધિક્કારે છે. ભલે પછી તે આ ભવમાં લોકો માટે ઘણાં સેવાનાં કાર્યો કરતો હોય. વધારામાં જે માણસ માત્ર બીજાને પીડા પહોંચાડતો નથી, પણ વગર કારણે બીજાનું જીવન પણ હરી લે છે. દા.ત. શિકારી માત્ર પીડામાં પરિણમનારાં ભયંકર કર્મો જ બાંધતો નથી, પણ સાથે સાથે અલ્પાયુ પણ બાંધે છે. જીવોના પ્રતિ મૈત્રી અને કરુણા ઉપજાવનાર અભયદાની શાતા વેદનીય દીર્ઘાયુ બાંધે છે. તમારું શરીર સુંદર હોય પણ બીજા કદરૂપાની મશ્કરી કરો, તેના પ્રતિ શબ્દો, સંજ્ઞાઓ, ઠઠ્ઠા-મશ્કરીઓ, હાસ્ય યા ઘૃણા કરો તો તેનાથી અશુભ શરીર બંધાવનાર કર્મોને તમે આમંત્રણ આપો છો. તમે સ્વનિરીક્ષણ કરો. તમારામાં કોઈ ખામી દેખાય તો તમે તમારી જાતને કહો કે “પૂર્વે મેં અજ્ઞાનવશ કોઈની મશ્કરી કરી બીજાને પીડા પહોંચાડી છે. મારી ખામી મારા પૂર્વનાં આવાં અશુભ કર્મોને લીધે છે.' તમે અમુક માબાપને ત્યાં જન્મ્યા. શા માટે ? તેનું પણ કારણ છે, કારણ કે કોઈ કાર્ય કારણ વગર થઈ ન શકે. આ માબાપ તમારી પસંદગીનાં છે યા તેમની પસંદગીનું તમે પાત્ર છો. પૂર્વભવના સંબંધો પર આધારિત આ ઊંચ યા નીચ ગોત્ર હોઈ શકે. પૂર્વનો સંબંધ જો પીડાજનક હશે તો તેનો બદલો લેવા તમે આવ્યા છો, અથવા તો માબાપના પુણ્યે પૂર્વકર્મોના ઉત્તરરૂપે તમે સેવા ક૨વા આવ્યા છો. સૌથી મહત્ત્વનું છે તમારું જીવનસ્વપ્ન. તમારા ઘડતરની આ પ્રથમ માટી છે. તમારા વિશિષ્ટ વિચારો, ભાષા, કાર્યોના આધારે અર્થાત્ પૂર્વની મન-વચન કાયાની પ્રવૃત્તિથી બંધાયેલ કર્મો અનુસાર તમને આ ભવમાં એવું કુટુંબ મળશે જ્યાં તમારું પૂર્વભવનું જીવનસ્વપ્ન સિદ્ધ થશે. આ કારણોને લીધે જ આ વિશ્વમાં તમારી કાંપી જેવી બીજી કાર્બન વ્યક્તિ ક્યાંય મળશે નહિ ! જડ-ચેતનનું ભેદજ્ઞાન * ૨૭૭ Page #287 -------------------------------------------------------------------------- ________________ તમારું જીવનસ્વપ્ન જેટલું તમારા હૃદયમાં ઊંડું ઊતર્યું હોય તેટલું જ જીવન પ્રત્યેના જીવંત અભિગમની અને સ્વપ્નસિદ્ધિની નજીક આવી શકાય છે. દા.ત. જે આત્માઓ ઘણા લાંબા સમય સુધી ત્રણ-ચાર ભવ સુધી જગતના બધા આત્માઓને દુઃખ, પીડા, હિંસામાંથી બચાવવા, તેમને ધર્મરસિયાં કરવાની ઉત્કટ ભાવના રાખે છે કે તેમનો અણુઅણુ આ ભાવનાથી રંગાઈ જાય છે. કરુણા અને દયાનાં આ સુંદર કંપનોથી તેઓ પોતાની બધી અશુભ ભાવનાઓ, અને કર્મોનો નાશ કરે છે. ધીરે ધીરે તેમની ચેતના બધા જીવોને મદદ કરવાની અને સુખી જોવાની ભાવનાથી સમૃદ્ધ બની જાય છે. આવા આત્માઓને પછી ભારે ચીકણાં કર્મોનો બંધ થઈ શકતો નથી. તેમનાં શુભ કંપનો-કર્મોથી તેઓ નીરોગી-સમૃદ્ધ-શક્તિશાળી માબાપને ત્યાં જન્મ લે છે. ગર્ભ ધારણ કરનાર માતા પણ અત્યંત પ્રભાવશાળી હોય છે. બાળકનો દરેક કોષાણુ એટલો બધો લોહચુંબકીય અને શક્તિશાળી હોય છે કે તેમના માત્ર સંપર્કમાં આવનાર વ્યક્તિનો ભાવોલ્લાસથી ઉદ્ધાર થાય છે. આ ભવમાં આ બાળકનો અવાજ મધુર હોય છે, ભાષાપ્રભુત્વ હોય છે, વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય છે, જેથી તેમનું સ્વપ્ન બધા જીવોને દુઃખમાંથી બચાવી પ્રકાશ તરફ લાવવાનું સહજ-સરળ રીતે સિદ્ધ થાય છે. માનવજાત માટે આ દુનિયામાં કશું અશક્ય નથી. આ વિજ્ઞાનયુગમાં નવી નવી શોધો કરનાર માનવી ચંદ્ર ઉપર પગ પણ મૂકી શકે છે. જે ચમત્કારી શોધો થઈ છે, તે બધું માનવચેતના અને તેની શક્તિને આભારી છે. જે કોઈ આધ્યાત્મિક પ્રગતિ અનુભવાય છે તે આપણી વિકાસની ઇચ્છા અને બીજાને મદદ કરવાની ભાવનાનું પરિણામ છે. પણ કેટલીક વાર જુની ટેવો પાંગરે છે અને ધ્યાનમાં વિઘ્ન નાંખી તેનાં શુભ કંપનો હરી લે છે. ધ્યાનમાં જન્મેલ નૂતન સુખ-શાંતિ, ઉત્સાહ, જાગૃતિ વગેરે ગુણો પાછા દબાઈ જાય છે. તેથી સૌથી વધુ જરૂર છે પોતાનામાં અખૂટ શ્રદ્ધા અને સમજ. તમારી જાતને સતત કહો કે : “બીજા કોઈ તે કાર્ય કરી શકે તો હું શા માટે નહિ !'' શાંતિથી સામાયિકમાં વિચારો કે જે “હું’” પેલા અજ્ઞાત વ્યક્તિત્વમાં હતો તે જ “હું” હવે જ્ઞાનથી-પુરુષાર્થથી વિચારી શકું એવી કક્ષામાં આવ્યો છું. ‘‘હું આ ન કરી શકું” એ બહારના અને સમાજના પ્રભાવે પૂર્વગ્રહપીડિત એ નબળો નકારાત્મક વિચાર છે. આ અંતરાય તોડવા પ્રવાહની સામે તરો અને કહો કે, “હું કરી શકીશ. હું આ શુભ કાર્ય કરવા અને પૂર્વેનાં અશુભ કંપનોનો નાશ ક૨વા સમર્થ છું.'' પોતાનો માત્ર વિચાર કરવાની પ્રવૃત્તિઓના પૃથક્કરણથી અને નકારાત્મક ટેવોના વિશ્લેષણથી અશુભ તત્ત્વોનો નાશ સરળ બને છે. ૨૭૮ * માનવતાનાં મૂલ્ય Page #288 -------------------------------------------------------------------------- ________________ તમારે જે કંપની ન જોઈતાં હોય જે તમને અહિતકારક લાગતાં હોય તેને ગ્રહણ કરવા તમને કોણ ફરજ પાડી શકે ? બીજું કોઈ નહિ, તે માત્ર તમે એક જ છો. અશુભ કંપનો તમારામાં ઘર કરી બેઠાં છે, કારણ કે તે તમને અહિતકારક લાગતાં નથી. તેને તમે કાઢી મૂકવા પુરુષાર્થ કર્યો નથી. જ્યારે તમે સમજશો કે, “હું કોણ છું” અને “હું તે કરી શકીશ” ત્યારે તમારામાં અદ્દભુત શક્તિ પ્રગટે છે. બીજા પર દોષારોપણ કરવાને બદલે તમે પોતે તેની જવાબદારી લો છો. હવે તમે જૂનાં અશુભ કંપનોનો વિલય કરવા શુભ કંપનોના ઉપયોગની કલા જાણો છો. તમારા મનમાં એવા વિચારો હોય કે જે તમને ચિંતા કરાવતા હોય, તમને ગમતા ન હોય – તેને યોગ્ય શબ્દોમાં બ્લેકબોર્ડ પર લખો. પછી. સફેદ પાટિયા પર તમારે જે સંગીન રચનાત્મક ચીજો જોઈતી હોય તેની યાદી લખો. પછી કાળા પાટિયા પરની એક એક લીટી ભૂંસતા જાવ અને સફેદ પાટિયા પર લખેલી લીટીઓ પૂરી એકાગ્રતાપૂર્વક વાંચી તે તમને મળી રહી છે તેવું કલ્પનાચિત્ર મગજમાં લાવો. આ રીતે તમારી ચેતનાની દિશા સંપૂર્ણ બદલાઈ જશે. જ્યારે તમારે શું જોઈએ છે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જાય, ત્યારે અનિચ્છનીય ચિત્ર પ્રતિ આકર્ષણ નહિ થાય. જ્યારે તમારી જાતને જાણો, ત્યારે તમારી તલાશ શી છે તે પણ ખબર પડશે અને તે પછી બીજાની ઇચ્છાઓ પણ માલુમ પડશે. પોતાની જાતને જાણ્યા વિના બીજાને કેમ જાણી શકાય : યોગશાસ્ત્રમાં લખ્યું છે કે : જ્યારે તમારામાં રહેલ આત્માનું તમને જ્ઞાન થાય, ત્યારે જ બીજાના આત્માનું જ્ઞાન થશે. બધી જીવો સુખ ઇચ્છે છે, કોઈને દુઃખ ગમતું નથી. તેથી તમને જેવું ગમે તેવું બીજા પ્રત્યે વર્તો. તમને ન ગમે તેવું બીજા પ્રતિ ન આચરશો. એક વખત એની બેસન્ટ ભારતમાં આવ્યાં. તેમને એક ફૂલ બહુ ગમતું હતું. તેથી તે જ્યાં જ્યાં ગયાં ત્યાં તે ફૂલનાં બીજો વાવ્યાં. તે કહેતાં કે “હું તમારી સામે બે કે ત્રણ દિવસ રહી, હવે તમારા ઘરમાં મારા પ્રેમના પ્રતીકરૂપે અતિપ્રિય આ ફૂલ વાવવું છે.” અને લોકો એક કૂંડું, થોડુંક ખાતર અને પાણી લાવતા અને એની બેસન્ટ તેમાં આ ફૂલનાં બીજો વાવતાં. આ રીતે મદ્રાસ, મુંબઈ, બેંગલોર વગેરે સ્થળોએ જ્યાં ગયાં ત્યાં આ બીજો ફૂટ્યાં. છોડ થયા ને ફૂલો આવ્યાં ને સુગંધ ફેલાવી. આનો એક જ સંદેશ છે, તમે જે ચાહો છો તે બીજાને આપો. જડ-ચેતનનું ભેદજ્ઞાન * ૨૭૯ Page #289 -------------------------------------------------------------------------- ________________ તેથી થોડાક સમય માટે મૌન રાખી તમારું જીવનસ્વપ્ન શું છે તે શોધો. તમે જ્યારે તમારા સ્વપ્ન સાથે એકરસ થાવ છો, ત્યારે આ સ્વપ્ન સાકાર કરવા માટેનાં શુભ સ્પંદનોની શક્તિ મેળવો છો. પૂર્વપુણ્યથી મળેલી સમૃદ્ધિનો બીજા જરૂરતવાળા જીવોને લાભ આપવાથી ભૌતિક યા આધ્યાત્મિક અશુભ સ્વાર્થોધ વૃત્તિનો વલય થાય છે. બધાં પરિવર્તનોની અંદર રહેલા અપરિવર્તનીય તત્ત્વ સાથેના સંપર્કથી તમે બધાની સાથે સંબંધ બાંધી શકશો. તમારા સ્વાર્થી “હું”માંથી નીકળી જવાથી આખા વિશ્વમાં તમે વિસ્તરી જશો. સમસ્ત વિશ્વ તમારું કુટુંબ થશે. ૨૮૦ કે માનવતાનાં મૂલ્ય Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૭. તમારાં કંપનોનું રૂપાંતર | મે કોઈ રેડિયો સ્ટેશન પર બોલવા ' જાવ, ત્યારે ત્યાં એક લાલબત્તી હોય શું છે, જે તમને એક સૂચન કરે છે કે તમે હવે “આકાશવાણી' પર છો. પછી તમે જે 9 કાંઈ ત્યાં બોલો તે ચારે દિશામાં પ્રસરી જાય અને લાખો લોકો તેને સાંભળી શકે છે. ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન અને બીજી શોધોથી બસો વર્ષ પહેલાં જે ચમત્કારરૂપ લાગતું હતું તેને વૈજ્ઞાનિકોએ - પુરવાર કર્યું છે કે શબ્દને કોઈ અવરોધ નથી. શબ્દ સાગર પાર જઈ શકે છે, અને તમારા ધ્વનિનો પડઘો તમે પણ સાંભળી શકો છો. તમારી પ્રતિચ્છાયા ટેલિવિઝન મારફત અનેક માઈલો સુધી દૂર, વગર અવરોધે જઈ શકે છે, અને તમે પણ તે જોઈ શકો છો. વિશ્વમાં જ્યાં જ્યાં શબ્દ અને ચિત્રને ગ્રહણ કરનાર રેડિયો-ટેલિવિઝન વગેરે સાધનો હોય ત્યાં આ વ્યવહાર ચાલે છે. જે બંડ બોલાય તે સંભળાય છે. જે દેખાય તે લાખ્ખો માઈલ દૂર જઈ શકે છે. જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨૮૧ Page #291 -------------------------------------------------------------------------- ________________ જન્મથી આપણે રેડિયો સ્ટેશનમાં છીએ. પણ જીવનમાં કોઈ લાલબત્તી નથી. જીવનમાં માત્ર શબ્દ યા પ્રતિચ્છાયા સફર કરે છે તેવું નથી, પણ તમે જે કંઈ વિચારો તે પણ વિશ્વમાં પ્રસરી ઘૂમીને પડઘાની માફક પાછું ફરે છે. આપણે જો વિશ્વમાંથી સુંદરતા મેળવવી હોય તો મૈત્રીપૂર્ણ શુભ વિચારો પ્રસારવા જોઈએ, આપણે જો અશુભ કંપનો ફેંકીએ તો સારાં કંપની અને શાન્તિ શી રીતે મળે ? આપણી અશુભ ભાવનાનાં અશુભ ફળ મળે એમાં નવાઈ જેવું શું છે ? જેમ શબ્દ, ચિત્ર વગેરે મેળવવા યોગ્ય રેડિયો સ્ટેશન યા ટેલિવિઝનની ચેનલ યા નંબર મેળવવા પડે, તેમ વિશ્વમાંથી સુંદર કંપનો મેળવવા પણ યોગ્ય કેન્દ્રોનો સ્પર્શ કરવો પડે. આ માટે આપણામાં રસ અને બુદ્ધિ અને જરૂરી છે. આપણામાં બધી શક્તિ છે, પણ જેમ યોગ્ય સંચાલક વિના યંત્ર ન ચાલે તેમ આપણી શક્તિને પ્રગટ કરવા યોગ્ય રસ્તા પર ચાલવું પડે, જીવનનું આપણું આ જ ધ્યેય છે, આપણી મૌલિક શક્તિને કેવી રીતે પ્રગટ કરવી ! કર્મ વિજ્ઞાન એ વિશ્વ અને સ્વના ઊંડા દૃષ્ટાઓના જીવંત અનુભવ પર રચાયેલું વિજ્ઞાન છે. માત્ર શ્રદ્ધા નહિ, પણ તમારા પોતાના અનુભવથી આ તત્ત્વજ્ઞાનને કસવાનું છે. કર્મની પ્રક્રિયા આ છે : જ્યારે તમને રાગ યા દૈષ થાય, ત્યારે કંપન ઉત્પન્ન થાય છે, જે વિશ્વમાં પ્રસરતાં કર્મરજને આકર્ષી તમારા પર ચોંટાડે છે, અને તમારી સ્પષ્ટ દૃષ્ટિને આવરે છે. ટેપરેકોર્ડરના રેકોર્ડિંગ હેડ પર કચરો હોય તો ટેપનો અવાજ બરાબર ન સંભળાય, તેવી જ સ્થિતિ તમારા આત્માની થાય છે. આ કર્મબંધન તમારી શુદ્ધ ચેતનાને આવરી તેના સંપર્કના અનુભવને અટકાવે છે. આ કર્મરજની – બંધનની ઘનતા યા મંદતાનો આધાર તમારા કષાયોની ઘનતા યા મંદતા પર આધાર રાખે છે. આ કર્મબંધનથી ઘણા શારીરિક અને માનસિક રોગો ઉત્પન્ન થાય છે. આ કર્મો શું છે ? વિશ્વમાંથી ખેંચેલી કર્મજ આત્મા સાથે ચોંટે એટલે તે કર્મ બને છે. આ પ્રક્રિયા અતિ સૂક્ષ્મ છે. ચેતના સાથે આ કર્મજ ત્યારે જ ચોંટે જ્યારે આત્મા પ્રમાદમાં હોય, જાગૃત ન હોય. પ્રમાદ અવસ્થામાં રાગ યા વેષ ઉત્પન્ન થાય છે. રાગ કેવી રીતે ઉત્પન્ન થાય છે ! પ્રેમનું જ્યારે વાસનામાં રૂપાંતર થાય છે ત્યારે તે પ્રેમ રહેતો નથી. શરીર-રૂપનું આકર્ષણ એ વાસના છે. આત્માના ગુણોનું આકર્ષણ એ પ્રેમ છે. વાસના બંધનરૂપ બની ઘૂણામાં પરિણમે છે. ૨૮૨ ૪ માનવતાનાં મૂલ્ય Page #292 -------------------------------------------------------------------------- ________________ આસક્તિ પરિગ્રહ કરાવે છે – જ્યારે તમારામાં ઊંડી પરિગ્રહવૃત્તિ હોય છે ત્યારે તમે બીજી વ્યક્તિને ખિસ્સામાં રાખવાની વસ્તુ માની તેની સ્વતંત્રતા ઝૂંટવી લો છો... તેનું વ્યક્તિત્વ મિટાવી દઈ તમારી ઇચ્છાનું રમકડું બનાવવા માંગો છો. તમારું પ્રેમપાત્ર બીજી કોઈ તમારી અણગમતી વ્યક્તિ સાથે વાત ન કરે, તેવું તમે ઇચ્છો છો. શત્રુનો શત્રુ તમારો મિત્ર બને છે. શત્રુનો મિત્ર તમારો મિત્ર બની શકતો નથી. તેથી તમારી અંધ ઇચ્છાઓ દ્વારા તમે બીજાને જુઓ છો, માટીની જેમ તમે તેને ઘાટ ઘડવા માંગો છો. તમારું કહ્યું ન કરે ત્યાં તુરંત જ તમને ધિક્કાર ઉત્પન્ન થાય છે. ક્રોધ ઉત્પન્ન થાય છે. તમે તમારા પ્રેમપાત્રને મુક્ત રીતે જીવવા ન દો તો તેનાથી તેનો વિકાસ પણ રૂંધાઈ જાય છે. માણસ ભૂલોમાંથી શીખે છે. વિકાસ માટે જુદી જુદી જાતનાં દુઃખો સહન કરવો જરૂરી છે. સર્વવિકાસમાં સ્વાર્થત્યાગ, સહનશીલતા અનિવાર્ય છે. ગ્રેજ્યુએટ થવા માટે રમતગમત, મનોરંજન વગેરે મૂકી દેવાં પડે છે. માતા ગર્ભધારણ કરી માતૃત્વનો આનંદ મેળવવા માટે પ્રસવ વેદના વગેરે કેટલું બધું સહન કરે છે ! આસક્તિરહિત પ્રેમ માટે પોતાનો અહં, પશુવૃત્તિ પરિગ્રહવૃત્તિ વગેરે ઘણું છોડવું પડે છે. તેથી જે કંપની અને કર્મનું વિજ્ઞાન જાણે છે તે લોકો તેનાથી અજ્ઞાત લોકો કરતાં જુદી રીતે જીવે છે. તે જાણે છે કે અંદરના કષાયો કંપનો ઉત્પન્ન કરે છે, જે કર્મબંધ કરે છે. તેથી તેઓ મુખ્યત્વે જીવનમાં “સંવર’ – કર્મબંધને અટકાવવાનો પ્રચંડ પુરુષાર્થ કરે છે. તેથી જેમ રેડિયો સ્ટેશન યા ટી.વી. સ્ટેશન ઉપર માઈક આગળ ઊભેલો માણસ બોલતાં પહેલાં, ચેષ્ટા કરતાં પહેલાં શાન્તિથી વિચારે છે, તેમ દુનિયામાં માણસ મન-વચન-કાયાની કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલાં કેવો કર્મબંધ થશે તે વિચારે છે, કારણ કે આ બંધ મુજબ તેને ફળ મળવાનું છે. જેવાં સંવેદનો ફેંકો તેવાં પાછાં ફરે છે. ભાવના તેનું ફળ. એક કથા આ સિદ્ધાન્તને વધુ સ્પષ્ટ કરશે. એક પ્રૌઢ સ્ત્રી પોતાની યુવાન દીકરી સાથે દસ માઈલ દૂર એક ગામમાં સગાંવહાલાંને મળવા જતી હતી. ઘણું ચાલ્યા પછી છોકરી થાકી ગઈ. આ વખતે રસ્તામાં એક માણસ ઊંટ પર બેસીને આવ્યો. પ્રૌઢાએ આ ઊંટસવારને તેની છોકરીને ઊંટ પર બેસાડી સગાના ગામે પહોંચાડવા વિનંતી કરી. ઊંટસવારને એ વખતે આ માંગણી ન ગમી એટલે છોકરીને ઊંટ પર બેસાડવા ઇન્કાર કર્યો, અને ત્યાંથી તે આગળ વધ્યો. થોડાક સમયમાં તે માણસનો વિચાર બદલાઈ ગયો. તેને વિચાર આવ્યો જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨૮૩ WWW.jainelibrary.org Page #293 -------------------------------------------------------------------------- ________________ કે “હું કેવો મૂર્ખ છું કે આવી સુંદર કન્યા અને તેનાં મૂલ્યવાન ઘરેણાં બંને જવા દીધાં ? ઊંટ પર બેસાડી હોત તો આ બંનેનો લાભ મળી શકત. પાછો જઈ કન્યાને લઈ આવું.” આ દરમિયાન પેલી પ્રૌઢાના વિચારો પણ બદલાયા. તેનેય વિચાર આવ્યો કે “હું કેવી મૂર્ખ કે આવા અજાણ્યા માણસ સાથે ઘરેણાં પહેરાવેલ મારી સુંદર યુવાન પુત્રીને મોકલવાનું મેં વિચાર્યું ? આવી મૂર્ખાઈથી શું ને શું ન થાત !'' ત્યાં આગળ જતાં ઊંટસવારે આ યુવાન કન્યાને ઊંટ પર બેસાડી લઈ જવાની તૈયારી બતાવી. પેલી પ્રોઢાએ હસીને જવાબ આપ્યો કે, “તને કહી ગયો તે મને કહી ગયો !” તને જે વિચાર આવ્યો તેનો મને અણસાર થઈ ગયો ! પહેલાં મેં ‘હા' કહી ત્યારે તેં ‘ના' કહી, તે વખતે આપણે બંને પ્રામાણિક હતાં. પણ હવે તારા મનમાં પાપ ભરાયું છે, જેથી મારા મનમાં પણ શંકા જન્મી છે.” જે માણસ પ્રકૃતિનો નિયમ સમજતો નથી, તે પોતાની હારને આમંત્રે છે. એકાંતની ક્ષણોમાં આપણે અશુભ વિચારો કરીએ છીએ જેનું મનન વધતાં તે એવાં ચીકણાં બને છે કે જેનો નાશ કઠિન છે. તેનાં ફળ ભોગવવાં જ પડે. આ વિશ્વમાં દરેક ક્ષણે ‘કંપનો’ ઉત્પન્ન થાય છે. વસ્તુઓનું પરિવર્તન થાય છે. તેથી જ ઊંચામાં ઊંચુ ધ્યાન આત્મજાગૃતિ છે. આ જાગૃતિમાં તમે ગમે તે પ્રવૃત્તિ કરતા હો છતાં તમારું ‘ધ્યાન' ઉપયોગમાં છે, તમારી દરેક પ્રવૃત્તિથી કયા પ્રકારનાં કંપનો ઊભાં થાય છે તેની તમને સતત જાગૃતિ છે. આવી સતત જાગૃતિથી જીવન આનંદની પ્રક્રિયા બને છે, સમૃદ્ધનો પથ બને છે. સમૃદ્ધિ એટલે શું ? સમૃદ્ધિ એટલે અંતરાત્માના અવાજ પ્રમાણે મુક્ત રહીને જીવવાની સ્વતંત્રતા. તમારે જેની પર કાબૂ મેળવવો હોય તેનો કાબૂ મેળવવો, બીજાને રચનાત્મક રીતે પ્રભાવિત કરવા, અને તમારા તંત્રને નીરોગી વિચારોથી ભરવું, વિશ્વનો નિયમ ગરીબીનો નથી. આપણે જો શારીરિક, માનસિક યા આધ્યાત્મિક દૃષ્ટિથી દરિદ્ર લાગતાં હોઈએ તો, તેનું કારણ આપણા જીવન અને વિચાર પ્રત્યેના આપણા અભિગમમાં કાંઈક ખામી છે. આ તત્ત્વજ્ઞાન આપણને બીજા કોઈની કૃપા, મહેરબાની યા પક્ષપાત પર આધાર રાખવાની મના કરે છે. આ સિદ્ધાંત સૂર્ય અને વરસાદના જેવો છે. સૂર્ય અને વરસાદ બધા માટે છે, પછી “મારા ભગવાન, તમારું સ્વર્ગ, હું તમને સાંભળું તો મારા ભગવાન નાખુશ થશે.” વગેરે. સંકુચિતતા માટે અવકાશ જ ન રહે. જે સ્વર્ગમાં ઝઘડા અને પક્ષપાત હોય ત્યાં કેવી દુઃખદ સ્થિતિ થાય ! ૮૪ * માનવતાનાં મૂલ્ય Page #294 -------------------------------------------------------------------------- ________________ આપણે એ કેમ સમજતા નથી કે આપણે પોતે જ માનસિક વિભાગો ઊભા કર્યા છે. આ મતભેદોમાં કટ્ટર ઝનૂનવાદી, સંપ્રદાયોનાં, ધર્મોને નામે થતાં હિંસક યુદ્ધોનાં કારણો એ છે કે આપણે વરસાદ, પવન અને સૂર્યપ્રકાશની સર્વવ્યાપકતા અને નિષ્પક્ષતા સમજ્યા નથી. આપણે એ સમજ્યા નથી કે વિશ્વનાં સ્પંદનો બધા માટે એકસરખાં ખુલ્લાં છે. આપણે આ સ્પંદનોના સમુદ્રમાં, આપણાં શઢ ખોલી નાવ ચલાવવી જોઈએ. આપણા મનને ખુલ્લું મૂકી, સતત જાગ્રત બનીએ તો વિશ્વના હરહંમેશ તૈયાર આશીર્વાદોના પવનથી આપણી નાવને સામે કિનારે આનંદથી લઈ જઈ શકીએ. આપણી દૃષ્ટિ બદલાય તો આપણી ગ્રહણશક્ત પણ વધી જાય. આ જ સાચી સમ્યગ્ દૃષ્ટિ છે. ભગવાન મહાવીરે જ્યારથી રાજ્ય, સગાંવહાલાં બધાંનો ત્યાગ કર્યો, ત્યારથી તે રાગ-દ્વેષરહિત થઈ નિર્ભયતાથી રહેવા લાગ્યા. તેમની દશા પૂર્ણ સંતુલનની હતી. તેઓ પ્રેમથી સમૃદ્ધ હતા. લોકો તેમને પૂજે કે ધિક્કારે, નિંદે કે પ્રશંસા કરે તેમણે પોતાના જીવનની હરેક ક્ષણ પ્રેમપૂર્ણ બનાવી દીધી. પ્રેમને તેમણે જીવનનો પ્રક્રિયા-પ્રયોગ બનાવ્યો. એક વખત ભગવાન મહાવીર પાવિહાર કરતા હતા ત્યારે રસ્તામાં એક ભરવાડે તેમને રોક્યા અને કહ્યું કે, ‘‘અહીંથી આ દિશામાં આગળ ન જશો, કારણ કે ત્યાં એક ભયંકર વિષધર સર્પ રહે છે, અને આજ સુધીમાં ત્યાં જનાર બધાને તેણે મારી નાંખ્યા છે.” ભગવાન મહાવીર તો નિર્ભય હતા. તેમણે વિશ્વમૈત્રી ઉપર ધ્યાન એકાગ્ર કર્યું અને વિચાર્યું કે મારા જીવ પ્રત્યેના પ્રેમની આ ઉત્તમ કસોટી છે. મારા સમગ્ર કોષાણુઓમાં આ પ્રેમ વ્યાપ્ત છે કે કેમ તે મને જોવા દો. નહીં તો મારાં તત્ત્વજ્ઞાન, ધ્યાન, સાધના અને તપસ્યાનો શો અર્થ છે !’’ તેઓ ભરવાડની વાત પર ધ્યાન ના આપતાં આગળ વધ્યા. એક ઝાડ તળે એક મોટો રાફડો હતો, જ્યાં આ ચંડકૌશિક નામનો સાપ રહેતો હતો. માણસની ગંધ પારખી તે રાફડામાંથી બહાર આવ્યો. બીજા માણસો તો આ જોઈને ડરીને ભાગી જાય, ત્યાં પૂર્ણ પ્રેમથી ભરેલ મહાવીર ઊભા રહ્યા. તેઓ તેમની આંખમાંથી પ્રેમનાં શુદ્ધ ભાવ સ્પંદનો વરસાવતા હતા. તેમ છતાં ક્રોધી સર્પે તેમના પગે ભયંકર ડંખ માર્યો, પણ લોહી નીકળવાની જગ્યાએ પગમાંથી દૂધ નીકળ્યું. સર્પ આ જોઈ આશ્ચર્ય પામ્યો. જો માતાના એક બાળક પ્રત્યેના પ્રેમથી તેના સ્તનમાં લોહીનું દૂધમાં રૂપાંતર થાય છે, તો પછી મહાવીર તો વિશ્વના, સમગ્ર જીવોના માતા સમાન હતા. તેમની રગેરગમાં વિશ્વની સમગ્ર જીવરાશિ પ્રતિ વાત્સલ્ય ભરેલું હતું. તેથી પગમાંથી લોહીને બદલે દૂધ જ નીકળે ને ! જડ-ચેતનનું ભેદજ્ઞાન : ૨૮૫ Page #295 -------------------------------------------------------------------------- ________________ મહાવીરે સર્પને કહ્યું , “ઓ ચંડકૌશિક – જાગ્રત થા. તારા ક્રોધથી તું સર્પ બન્યો છે. હવે શાંત થા.” આપણે ક્રોધ કરીએ તો ક્રોધનાં કંપનો પ્રસરે છે, તેથી સામી વ્યક્તિને પણ ક્રોધ થાય છે. મહાવીરે પ્રેમની નદી વહાવી તો આવો ભયંકર સર્પ પણ શાંત થઈ ગયો. વિચારનાં કંપનો શરીરના કોષાણુઓ પર અસર કરે છે. તમારે નીરોગી જીવન જીવવું હોય તો શુભ વિચારો કરો – શુભ કંપનો પ્રસારો. તમારા કેન્દ્રમાં પ્રેમનું લોહચુંબક છે, તેથી વિશ્વભરમાં પ્રસરી રહેલ શુભ કંપનો તમે ગ્રહણ કરી શકો છો. આ ગ્રહણ-પ્રક્રિયા માટેની જાગૃતિ જોઈએ. અર્થાત્, સારી ભાષામાં તમારા મન-વચન-કાયાની પ્રવૃત્તિ એવી હોવી જોઈએ કે જેથી તમે શુભ કંપનો પ્રસારી, શુભ કર્મબંધ કરી પુણ્યના ઉદય સમયે બીજાને પણ સુખશાંત્તિમાં સહાયક બનો. તેથી હવે આપણે એ જાણી શકીએ કે આપણામાં જે ઇચ્છાઓ ઉત્પન્ન થાય છે તે ખરેખર શુભ છે કે અશુભ ! આ જાગૃતિમાં સમજાય કે અશુભ એટલે આત્માને સ્વ-પર અહિતકારી હોય. દા.ત. ક્રોધ, ધિક્કાર, ઈર્ષ્યા, સંઘર્ષ, આસક્તિ, માયા, પ્રપંચ, ઘમંડ વગેરે. જેનાથી અશુભ કંપનો ઉત્પન્ન થઈ અશુભ કર્મજ ખેંચી અશુભ કર્મબંધ થાય તેનાથી શારીરિક, માનસિક, આધ્યાત્મિક એમ સવગી પતન થાય. આત્માની અનંત શક્તિની ઓળખાણ સુધ્ધાં ન થાય. આત્મામાં અનંત શક્તિ છે, આ અશુભ કર્મબંધ તેને આવરે છે. અશુભ કર્મબંધ લોખંડની બેડી જેવા છે, જેને તોડવા ખૂબ મુશ્કેલ છે. તે જ રીતે શુભ કર્મબંધ પણ છે તો બેડી, પણ તે છે સોનાની. તેનાથી બાહ્ય સુખ-સગવડ, શાતા મળે છે અને આસક્તિ છૂટતાં તે તૂટી જાય છે. પણ તે શુભ ત્યારે જ બની શકે જ્યારે તેનો ઉપયોગ ધિક્કારને સ્થાને પ્રેમ, ઈર્ષાને સ્થાને ગુણપ્રશંસા, ક્રૂરતાને બદલે કરુણા અને પ્રમાદને સ્થાને જાગૃતિને પ્રગટાવે. સોનાની બેડીનો સદુપયોગ થાય તો સુખશાન્તિ આપે, પણ જો દુરુપયોગ થાય તો દુઃખી બનાવે. પરોપકાર એ શ્રેષ્ઠ સદુપયોગ છે. હવે આ કમર આત્મા સાથે ચોંટી જાય તે પહેલાં આપણે શું કરી શકીએ ? પ્રથમ ઉપાય છે સંવર, કર્મપ્રવાહ આવી છે. અશુભ વિચારોને ઊગતા જ ટાળી દો. ગતિ જ ન કરવા દો, નહીં તો તે ભયંકર પાપ કરાવશે. બીજો ઉપાય છે નિર્જરા. એનો અર્થ છે કમરજનું બાષ્પીભવન કરવું, ખંખેરી ૨૮૬ * માનવતાનાં મૂલ્ય Page #296 -------------------------------------------------------------------------- ________________ નાખવું, બાળી મૂકવું. અજ્ઞાનમાં કર્મબંધ થઈ જાય તો જ્યારે પણ ખબર પડે ત્યારે તેનો જાગૃતિપૂર્વક-સંકલ્પપૂર્વક નાશ કરવો. તમે તમારી જાતને કહો, “આ વિચાર મારામાં ઘર કરી જશે તો હું કદી સુખી થઈ નહિ શકું. જેમ ભૂલથી પણ બાવળનાં બીજ જમીનમાં પડી જાય તો કાંટાળા બાવળનું ઝાડ ઊગે છે તેમ કર્મ ચોંટ્યા બાદ ભયંકર પરિણામો લાવે છે. તેથી જ જ્ઞાનીઓએ કહ્યું છે કે, “બંધ સમયે ચેતીએ, ઉદયે શો સંતાપ ?” અર્થાત્ કર્મબંધ સમયે જ આત્માએ ખૂબ જાગ્રત રહેવું પડે. તેથી પાપના અશુભ વિચાર સમયે તેના મૂળમાં જવાય. તમે અગ્નિની ભઠ્ઠીની જેમ તીવ્ર રીતે જાગ્રત થઈ આ કર્મબંધને બાળી શકશો. જૈનદર્શનના સ્વાધ્યાય, ઉચ્ચ વિચારો, અધ્યવસાયો, પ્રાયશ્ચિત્ત, ધ્યાન, વિનય વગેરેને પણ કર્મબંધને નાશ કરનાર તીવ્ર તપ કહ્યું છે, જેનાથી જૂના અશુભ તત્ત્વ બળી જાય છે. ધ્યાન તો મહાઅનલ છે. તેથી સંવર અને નિર્જરા આ બે ઉપાયોથી ચેતનાશક્તિની ગુલામીમાંથી, કર્મબંધનમાંથી મુક્ત થઈ શકે છે. તળાવના જૂના-ગંદા પાણીને સૂકવી દેવામાં આવે, પછી પાળ બાંધવામાં આવે, પછી સ્વચ્છ નહેર મારફત નવું તાજું શુદ્ધ સુગંધી પાણી અંદર દાખલ કરવામાં આવે તેવી આ ક્રિયા છે. જૈનદર્શનનો સાર આ બે શબ્દોમાં કહેવો હોય તો તે છે “સંવર અને નિર્જરા.” આ પ્રક્રિયાથી તમારું શરીર આત્માને રહેવા માટેનું એક પવિત્ર, સુંદર મંદિર બની જશે. પછી તમારું મન એ મિથ્યા તર્કો, ધૃણા અને અશુભ વિચારોનું સંકુલિત સંગ્રહસ્થાન નહીં બને. તમે સ્વયં દિવ્ય પુરુષ બની જશો. વિશ્વના સઘળા આશીર્વાદ, વગર આમંત્રણે સામે પગલે ખેંચાઈ આવશે. તમારો આત્મા વિશ્વપ્રેમથી સમૃદ્ધ બની જશે. કર્મવિજ્ઞાન સમજવામાં આવે તો વ્યક્તિ પોતાના ભાગ્યનો ઘડવૈયો બની શકે. તેના મુદ્દા નીચે મુજબ છે : શુભ વિચાર જ કરો. શુભ કંપનો ફેંકો જેથી બંધ થાય તો સ્વ-પરહિતકારી શુભવેદ જ થાય. આને શાસ્ત્રીય પરિભાષામાં પુણ્યાનુબંધી પુણ્ય કહે છે, પુણ્યના ઉદયથી સર્વાગી બાહ્ય અત્યંતર સુખ-શાંતિ મળે અને તેનો ઉપયોગ પણ સ્વ-પર-હિતકારી પ્રવૃત્તિઓમાં જ થાય, જેથી પુનઃ શુભ પુણ્ય જ બંધાય. મન-વચન-કાયાથી શુભ પ્રવૃત્તિ થાય ત્યાં તેની વારંવાર અનુમોદના પ્રશંસા કરી તેનો અનુબંધ પાડી તેને ચીકણી બનાવો, જેથી પુણ્ય પણ ચીકણું બંધાય. આ જ રીતે મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિ, પ્રમાદ યા અજ્ઞાનથી જડ-ચેતનનું ભેદજ્ઞાન - ૨૮૭ Page #297 -------------------------------------------------------------------------- ________________ થઈ જાય તો નિંદા ગહ કરી તેને મંદ પાડો, ખતમ કરી નાંખો, જેથી પાપનો નાશ થાય. અશુભ કર્મ બંધાઈ ગયું હોય પણ તે ઉદયમાં આવ્યું ન હોય ત્યાં સુધીમાં તેને શુભ વિચાર-પ્રવૃત્તિ દ્વારા અશુભને શુભમાં ફેરવી શકાય છે. સતત શુભ પ્રવૃત્તિ કરનારને ‘શૂળીનો ઘા સોયથી જાય !'' એ આ રીતે બને છે. જીવનસાગ૨ની નૌકાને ચલાવવા જાગૃતિરૂપ શઢ ખોલી નાંખવા જોઈએ. આપણા મનની બારીઓ ખુલ્લી રાખી વિશ્વના આશીર્વાદોને પ્રવેશવા દો. આપણે જ્યારે માનસિક અંતરાયો તોડી નાંખીએ, મિથ્યા દૃષ્ટિને તિલાંજલિ આપીએ ત્યારે જ વિશ્વમાં ઘૂમી રહેલ શુભ આંદોલનો આપણામાં પ્રવેશી શકે. તમારા પ્રિયપાત્રને મુક્ત રીતે કાર્ય ન ક૨વા દેવાથી તમે તમારી જાતની યા તેની પ્રગતિ થવા દેતા નથી. સર્વ પ્રકારના વિકાસમાં સહન કરવું જ પડે, ત્યાગ કરવો જ પડે. આસક્તિરહિત પ્રેમ કરવા વ્યક્તિએ પોતાનો અહં, પશુતા અને પરિગ્રહવૃત્તિ છોડવાં જ પડે. માટે શુભની ઇચ્છા રાખતાં પહેલાં અશુભને છોડવાની તૈયારી રાખવી જોઈએ. ૨૮૮ : માનવતાનાં મૂલ્ય Page #298 -------------------------------------------------------------------------- ________________ ---- -- - - - -- - - - ॐ पूष्टि se_r___________________ &x8 Page #299 -------------------------------------------------------------------------- ________________ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮. પૂર્ણાષ્ટક (૧) ऐन्द्रश्रीसुखमग्नेन, लीलालग्नमिवाखिलम् । सच्चिदानन्दपूर्णेन, पूर्ण जगदवेक्ष्यते ।। છે ત્વને શોધવા શાંતિ, એકાંત અને સ્થિરતાની અનિવાર્ય આવશ્યકતા છે. જેટલી વિશાળતા એટલો જ પ્રકાશ અને એટલી જ હવા મળે છે, તત્ત્વગવેષણને સુદ્ર, મર્યાદિત, સંકુચિત મન કામ ન લાગે, મન અને વિચારની વિશાળતા જ કામ લાગે. મનને મનન દ્વારા વિશાળ કરવા અને વિચારોને વ્યાપક કરવા જ્ઞાનસાર જેવો ગ્રંથ જરૂ૨ સહાયક બને. આ ગ્રંથનો પ્રારંભ જ પૂર્ણથી થાય છે. આપણને પ્રતીતિ થાય કે હું પૂર્ણ છું તો આપણી અપૂર્ણ પ્રત્યેની દોટ ઓછી થાય. જ્યાં સુધી આપણી ઓળખ આપણને થાય નહિ ત્યાં સુધી આપણી વસ્તુને સાચવવા માટેની અભિરુચિ પણ ન જાગે. પ્રથમ અષ્ટકમાં આત્માની પૂર્ણતાનો ખ્યાલ આપવામાં આવ્યો છે. પૂર્ણાષ્ટક - ૨૯૧ Page #301 -------------------------------------------------------------------------- ________________ દરેક શક્તિનું બીજમંત્ર હોય છે, એ શક્તિને નિમંત્રવા બીજમંત્ર કામ લાગે છે. “G” એ સરસ્વતીનો બીજમંત્ર છે. માતા સરસ્વતી દેવીને નિમંત્રણ આપીને ગ્રંથકાર આગળ વધે છે. તેનો બીજો અર્થ આ પણ થાય. ભૌતિક સુખની છેલ્લામાં છેલ્લી પરાકાષ્ઠા એટલે ઇન્દ્ર. પણ એ ઇન્દ્રનેય આંતરિક શ્રી-લક્ષ્મી છે કે નહિ તે તો એક પ્રશ્ન જ છે. અહીં તો આંતરિક શ્રીની વાત ચાલે છે. એટલે ચેતનાની આંતરિક લક્ષ્મીના સુખમાં મગ્ન એવો આ આત્મા પૂર્ણ જ જુએ. આપણો આત્મા કેવો છે ? આંતરિક શ્રીના સુખમાં મસ્ત છે. એ સામાન્ય કે તુચ્છ નથી. આંતરિક શ્રી આપણા આત્મામાં ભરેલી છે પણ એ શ્રીની કોને અનુભૂતિ થાય છે ? જે આત્મા સત્, ચિત્ અને આનંદની પૂર્ણ અનુભૂતિ સ્વમાં કરે છે તેને થાય છે. આ ત્રણ શબ્દો આપણા આત્માની ઓળખ આપે છે. તે કેવો છે ? તારું સ્વરૂપ શું છે ? સત્, ચિત્ અને આનંદ એ મારું રૂપ છે, મારું સ્વરૂપ છે. મારામાં એ છે અને હું એનો સ્વામી છું. માણસ જ્યારે પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે ત્યારે એ બીજી જ વસ્તુને વળગી પડે છે. જે વસ્તુનો માણસ લાંબા કાળથી વિચાર કરતો હોય તે ધીમેધીમે એવો થઈ જાય છે. હું સત્ છું, શાશ્વત છું. વિશ્વની બધી વસ્તુઓ બદલાઈ જાય તોય હું નહિ બદલાઉં, બધી વસ્તુઓ જલી જાય તોય હું નહિ જલું, બધું ખતમ થઈ જાય ત્યારે પણ હું રહેવાનો. સતુને કોઈ નષ્ટ કરી શકતું નથી, ભાંગી શકતું નથી, ખલાસ કરી શકતું નથી, મારી શકતું નથી. ત્રણે કાળમાં રહે તેનું નામ સતું. કેવી રીતે રહે ? આકાર બદલાઈ જાય; દેહ બદલાઈ જાય; નામ, ગામ અને મુકામ બદલાઈ જાય પણ સત્ રહે. આત્મા આ શરીરમાંથી ગયો પણ ક્યાં ગયો ? એક ઠેકાણેથી ગયો, પણ બીજે ઠેકાણે થયો ! વિશ્વમાંથી નથી ગયો. ચૌદ રાજલોકમાં જ છે. આ જગતમાં આપણે આ બધું નવું સગપણ ઊભું કર્યું છે. બાળપણથી એ શીખવાડવામાં આવે છે. આ એક આરોપણ છે, આપણે આ બધું લઈ બેઠા છીએ. આ સંસ્કાર ધીરેધીરે તીવ્ર બની ગયા છે. સંસ્કારને કારણે આપણે એ દેહમય બની ગયા છીએ, અને એટલે જ આખો દહાડો મર્યા કરીએ છીએ; જાતના નામે, ગામના નામે, કોમના નામે, કે પંથના નામે. ૨૯૨ એક માનવતાનાં મૂલ્ય Page #302 -------------------------------------------------------------------------- ________________ જે દિવસે આત્મા સત્ છે, શાશ્વત છે, રહેવાનો છે એ સમજાય પછી સ્વજનના મૃત્યુમાં પણ નવાઈ ન લાગે. એ જાણી ગયો કે જન્મ પહેલાં પણ જીવન હતું અને મરણ પછી પણ જીવન છે. જીવન મરતું નથી, દેહ મરે છે. જીવન તો શાશ્વત છે એ જે જાણે છે એને કાંઈ અફસોસ નથી. જે ઘડીએ તમે આ સમજી જાઓ પછી તમને આંચકો લાગે જ નહિ. સંસારના બનાવોથી વધારે વૈરાગ્ય આવે. આંચકો કે આઘાત લાગે એવા બનાવો બને, ત્યારે ચેતના વધારે પ્રાજ્ઞ બને. મનમાં થાય કે જ્ઞાનીઓ જે કહેતા હતા એ સાચું પડ્યું. અત્યાર સુધી પુસ્તકિયું જ્ઞાન હતું, હવે મને દર્શન થયું. હું સત્ છું, મરવાનો નથી, આ વિવેક જાગતાં આ દેહની મમતાને કા૨ણે આજે જે દુ:ખ થાય છે તે દૂર થશે. ખ્યાલ આવશે કે આત્માનું સ્વરૂપ દેહથી જુદું જ છે. જે મર્યો છે તે જન્મ લેવાનો જ છે. મર્યો એટલે કાંઈ જતો નથી રહ્યો. “પાછો થયો', અહીંથી ગયો પણ ક્યાંક પાછો થઈ ગયો, બીજે ઠેકાણે જન્મ લઈ લીધો, એમાં દુ:ખી થવાનું શું ? સત્નો અનુભવ થાય એટલે જીવન પ્રત્યેની મૂર્છા ઓછી થાય અને મૃત્યુનો ભય નીકળી જાય. સોનું એ સત્ છે. દાગીનાને ભાંગી નાખો, ઓગાળી નાખો પણ સોનું તો રહે જ ને ? જૂનો દાગીનો તોડાવી નવો બનાવો. જૂનું ગયું, નવું થયું પણ સોનું તો રહ્યું જ. સોનું ત્રણે કાળમાં છે. એમ આપણા દેહ બદલાતા જાય છે. જન્મ-જન્માંતરમાં અનંત આકાર લેતા આવ્યા, પણ અંદરનું તત્ત્વ તે જ તટસ્થ સ્વરૂપે છે. મૂળતત્ત્વનો સ્પર્શ થતાં હું કેવો કે કેવી નથી રહેતું. આત્મા સ્વસ્થ છે. પુ: એટલે શહેર અને ઉષ એટલે વસવું. પોતામાં વસે તે પુરુષ. આત્મા સ્ત્રી નથી. પુરુષ નથી, નાન્યતર નથી. આત્મા તો આત્મા છે. આત્માને પુરુષ કહ્યો છે એટલે પુરુષનો આકાર નહિ. આત્માના ગુણોને ખીલવવા માટે, વિકસાવવા માટે, મેળવવા માટે જે કોઈ વ્યક્તિ પ્રયત્ન કરે એ પુરુષાર્થવાન વ્યક્તિ પુરુષ કહેવાય છે. આત્માના ગુણો માટે પુરુષાર્થ કરે તે પુરુષ. જે કોઈ આત્મા મહેનત કરે, આત્મા તરફ જવા માટે ઉદ્યમવંત બને, પોતાના પુરુષાર્થને પ્રકટ કરે એ બધા જ પુરુષ કહેવાય છે. આનંદધનજીએ ઠીક જ કહ્યું : “જેણે તેં જીત્યા રે તેણે હું જીતીયો, પુરુષ કીષ્યો મુજ નામ ?” હે ભગવાન, જે કષાયને, જે કામને તેં જીતી લીધા એનાથી તો હું જિતાઈ ગયો છું; તો પછી મારું નામ પુરુષ શેનું ? પૂર્ણાષ્ટક * ૨૯૩ Page #303 -------------------------------------------------------------------------- ________________ જેને તમે જીત્યા એને હું જતું તો પુરુષ કહેવાઉં. આ પુરુષાર્થ પ્રગટતાં, સામાન્ય માણસ અસામાન્ય બની જાય. આપણે સગુણમાં સંકોચ પામ્યા અને મહાપુરુષો સગુણમાં વિસ્તાર પામ્યા છે. જેમ જેમ સગુણનો વિસ્તાર કરતા જઈએ તેમ તેમ અંદરથી મોટાઈ આવતી જાય. મોટાઈ માટે ભીખ માગવી નથી પડતી. માગેલી મોટાઈ ચિરકાળ નહિ રહે. સતુ પછી આવે છે ચિત્, ચિત્ એટલે જ્ઞાન. હું અજ્ઞાની નથી. અજ્ઞાન તો એક આવરણ છે. અજ્ઞાન એ મોહની પરાકાષ્ઠાઓનું પરિણામ છે. જ્યારે જ્યારે અજ્ઞાન વધી જાય છે ત્યારે સ્મૃતિ સરકી જાય છે. ચિત્તમાં ઊભી થતી વિકલતા સામે પડેલી વસ્તુને પણ જોવા દેતી નથી. જેટલા જેટલા અથડાય છે એ વિકલતાવાળા માણસો છે. સ્વસ્થ તો જોઈને આવે. વિચારીને ચાલે. આ વિકલતાને દૂર કરવા મૂળ સ્વરૂપને સમજવાનું છે. હું જ્ઞાનમય છું, અજ્ઞાનનું આવરણ બહારનું છે. જ્યોત કાળી નથી પણ ચીમની કાળી થઈ છે. ચમની ઉપર મેશ લાગી છે. આત્મા ઉપર જ્ઞાનાવરણીયની મેશ ચઢી છે. જેમ જેમ જ્ઞાનાવરણીય કર્મ ચઢતાં જાય તેમ તેમ ચૈતન્યની જ્ઞાનની શક્તિ ઢંકાતી જાય, અને એ જ્ઞાનની શક્તિ જેટલી જેટલી ઢંકાતી જાય તેમ તેમ માણસને લાગે કે હું અજ્ઞાની છું. Christianity કહે છે : “તું પાપી છે અને જગતનો તારણહાર તને પાપમાંથી મુક્ત કરશે.” જૈન દર્શન કહે છે : “તું ચિન્મય છો, જ્ઞાનમય છો, પ્રકાશમય છો, પરમાત્મા છો.” હું તો જ્ઞાની છું એ પ્રતીતિ થતાં વાનરવેડા નીકળી જવાના, વ્યસનો ભાગી જવાનાં. તું તો જ્ઞાનથી ભરેલો છું, તું પાપી શેનો ? પાપી તો પેલી ચીમની છે, એને તોડી નાખ, વાસનાઓને કાઢી નાખ, વૃત્તિઓને છોડી નાખ, મનને શુદ્ધ કર. કર્મ એ આવરણ છે. આત્મા એ કર્મ નથી. કર્મ જડ છે, આત્મા ચૈતન્ય છે. ચૈતન્ય અને જડને ભાગીદારી થઈ છે. આ ભાગીદારી જ નુકસાનકારક આત્મા આનંદસ્વરૂપ છે. આપણી અંદર તો આનંદ જ આનંદ છે. પણ કોઈ બહારનું આવીને કાંઈ કહે એટલે દુઃખ થાય છે, દુઃખ બહારથી આવે છે. એ અંદર નથી. ૨૯૪ * માનવતાનાં મૂલ્ય Page #304 -------------------------------------------------------------------------- ________________ તમે શાંતિથી બેઠા હોય અને બહારથી તારમાં (ટેલિગ્રામમાં) ખરાબ સમાચાર આવે અને તમે દુ:ખી થઈ જાઓ. બહારની વસ્તુ આવી અને દુ:ખ ઊભું થયું, દુ:ખ બધું બહાર છે. અંદર તો આનંદ છે. બહારના ધક્કાઓ અને ૫૨ના આંચકાએ તમે ન લો તો તમે સદા આનંદમાં છો. જે માણસ બહુ બહાર નથી રહેતો અને સદા અંદર રહે છે તે જ સુખી છે. દુનિયાના બહારના વિષાદમય અને દુ:ખમય સમાચાર આવીને આનન્દપૂર્ણ ચેતનાને દુ:ખપૂર્ણ બનાવી દે છે. સત્, ચિત્ અને આનંદથી પૂર્ણ એવા આત્માને આખું જગત પૂર્ણ લાગે છે. પોતે પૂર્ણ છે એટલે જગત આખાને જ્ઞાન, દર્શન અને ચરિત્રમાં ઊંચું આવતું હોય તેવું પૂર્ણ દેખે; પણ અત્યારે કર્મવશ બની બાળચેષ્ટા કરતું લીલામાં લાગ્યું હોય, એવું એને દેખાય. રાજાનો દીકરો નાનો હોય ત્યારે ધૂળમાં રમે પણ ઝરૂખામાંથી જોતો રાજા તો જાણે જ છે કે ગામનાં બાળકો સાથે ધૂળમાં ૨મતો આ કુંવર જ મારા સિંહાસન ઉપર બિરાજવાનો છે. એમ જે સચ્ચિદાનંદથી પૂર્ણ છે એમને સમગ્ર જગત લીલામાં લાગેલું ન હોય તેમ લાગે છે. કોઈ કામમાં તો કોઈ ક્રોધમાં; કોઈ મોહમાં તો કોઈ માયામાં; કોઈ વિનોદમાં તો કોઈ વિકારમાં જીવો ૨મી રહ્યા છે. પણ મૂળે તો બધા સત્, ચિત્ અને આનંદથી પૂર્ણ છે. તમારામાં પૂર્ણતા હોય તો આખું જગત તમને પૂર્ણ દેખાય, તમારામાં અપૂર્ણતા હોય તો જગત ખામીઓથી, ત્રુટીઓથી, દોષોથી જ ભરેલું લાગે, ક્યાંય સારું ન દેખાય. સંસારને જોઈ જીવ બાળવા જેવું નથી. જગતમાં પૂર્ણ પણ છે અને અપૂર્ણ પણ છે. જે પૂર્ણ છે તે ઊઘડી ગયેલું છે, જે અપૂર્ણ છે તે ઢંકાયેલું છે. આત્માના ગુણો જેમ જેમ ઊઘડતા જાય તેમ તેમ પૂર્ણ બનતો જાય, જેમ જેમ આત્માના ગુણો ઢંકાતા જાય તેમ તેમ અપૂર્ણ બનતો જાય. અપૂર્ણ ધૂળથી ઢંકાઈ ગયો છે, ધૂળ ખંખેરીને ઊભો થાય તો એ પણ પૂર્ણ છે, quality એ જ છે, ફેર અવસ્થાનો છે. એટલે જ પૂર્ણ માને છે કે એક દિવસ બધા જ મારે પંથે આવવાના છે. મોક્ષે જનારા, સર્વજ્ઞ થનારા, તીર્થંકર થનારા આત્માઓ આ ખાણમાંથી જ બહાર આવે છે, ઉપરથી નહિ આવે. પૂર્ણાષ્ટક * ૨૯૫ Page #305 -------------------------------------------------------------------------- ________________ એવી કોઈ પળ આવતાં આજનો ખરાબમાં ખરાબ માણસ કાલે સારો થઈ જાય. આપણને ખબર નથી કે કયો આત્મા, કયા પ્રભાતની કઈ ક્ષણે જાગી જવાનો છે. એ જોવાની શક્તિ અપૂર્ણમાં નથી. જે સત્, ચિત્ અને આનંદથી પરિપૂર્ણ હોય તેને જ આ પૂર્ણતા દેખાય. બાકી કાગડાને તો ચાંદા સિવાય શું દેખાય ? તો એવું કેમ ન બને કે આપણે બધા આજે ક્રોધમાં, મોહમાં, માનમાં, મમતામાં પડેલા બાળકોની જેમ ધૂળમાં આળોટતા આત્માઓ દિવસ પરમાત્માના પંથે પ્રયાણ કરીએ ? કોઈક પૂર્ણ આત્માની કેવળશ્રીના સુખમાં મગ્ન અને દર્શન, જ્ઞાન અને ચારિત્રથી એવા સચ્ચિદાનંદથી પરિપૂર્ણ આત્માને આખું જગત જાણે લીલામાં લાગ્યું ન હોય તેવું પૂર્ણ લાગે. ૨૯૬ * માનવતાનાં મૂલ્ય Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯. પૂર્ણાષ્ટક (૨) पूर्णता या परोपाधेः, सा याचितकमण्डनम् । या तु स्वाभाविकी सैव जात्यरत्नविमानिभा ।। છે , ર્ણતા બે પ્રકારની છે, ભૌતિક અને ૧. આધ્યાત્મિક. ભૌતિક પૂર્ણતા દેખાય * છે, આધ્યાત્મિક સ્થળ બુદ્ધિથી દેખાતી નથી. જે દેખાતી હોય એની પાછળ દુનિયા દોડે છે, જે દેખાતી નથી એ લોકોના સમાજમાં છે જલદી નથી ઊતરતી. દેખાય છે એની કિંમત બહુ સ્થૂળ * છે, જે નથી દેખાતી એની કિંમત સૂક્ષ્મ છે. રૂપિયાનું પરચૂરણ ભેગું કરો તો આખો હાથ ભરાઈ જાય, હજારની નોટ હાથમાં હોય તો ખબરેય ન પડે. બાળકને જે હજારની નોટ આપવા જાઓ તો કહેશે કે મારે કાગળિયું નથી જોઈતું ! મને બે આના આપો. મારે આઇસક્રીમ કેન્ડી લેવી છે ! એને હજારની નોટ નકામી છે. એ બે છે આનીમાં રાજી છે. જેને માત્ર વિષયોમાં; આહાર, ° નિદ્રા, ભયમાં જીવન પૂરું કરવું છે એને પૂર્ણાષ્ટક = ૨૯૭ Page #307 -------------------------------------------------------------------------- ________________ માટે આધ્યાત્મિક વાતો હજારની નોટ જેવી છે. પણ હજારની નોટના ચાહકો પણ છે જ. એને તમે બે આના આપો તો ફેંકી દેશે અને કહેશે હું કાંઈ આઇસક્રીમ કેન્ડી ચૂસું એવો બાળક નથી. આ વર્ગ આગળ નિદ્રાની, ભોગની, તૃષ્ણાની વાત કરો તો એને કંટાળો આવે, એને થાય એમાં છે શું ? એ તો પશુઓ પણ કરી શકે છે. હું એ માટે નથી જન્મ્યો, મારો જન્મ શ્રેષ્ઠ હેતુ માટે છે. આ વાત જેને સમજાઈ જાય છે એ શરીરની તૃષ્ણા જેનાથી પૂરી થાય એવા વિષયો અને વિકારોમાં જ જીવનને પૂરું કરતા નથી. બે પ્રકારના માણસ છે. બે પ્રકારની પૂર્ણતાના ચાહક છે. આધ્યાત્મિક અને ભૌતિક, ભૌતિક પૂર્ણતા પારકી ઉપાધિથી લદાયેલી છે જ્યારે આધ્યાત્મિક પૂર્ણતા સ્વાભાવિક છે. પારકી ઉપાધિથી ઊભી થયેલી પૂર્ણતા માગી લાવેલાં ઘરેણાં જેવી છે. રૂપ, યૌવન, ધન, ઐશ્વર્ય, સત્તા, પ્રતિષ્ઠા, પદવી આ બધી બહારની ઉપાધિઓ છે. બીજાઓ દે તો તમને મળે. ઘડીભર માણસ એનાથી સારો લાગે. શ્યામમાં શ્યામ માણસ પણ make-up કરે ત્યારે પ્રકાશના ઝગમગાટમાં સુંદર લાગે; વામણો માણસ પણ મિનિસ્ટર બને તો બીજે દહાડે છાપામાં ફોટાઓ આવે; આ બધી, વિશેષણોથી ઊભી થયેલી પૂર્ણતા છે. માગી લાવેલો દાગીનો ગમે તેટલો સુંદર હોય તો પણ પરકીય ચીજ છે. એને સાચવવાની બહુ બીક રહે છે, આખો દિવસ હાથ ગળા ઉપર જ રહે, સાચા હીરાનો હાર કોઈનો લાવ્યા હોય અને એકાદું નંગ પડી જાય તો તમારી મૈત્રીમાં જ વિષનાં બિંદુ પડે, સંબંધની મીઠાશ કડવાશમાં ફેરવાઈ જાય. એક દિવસની શોભા ખાતર જીવનભર રોવાનું ઊભું થાય. દાગીનાઓથી સરસ દેખાશે પણ મનમાં શાંતિ કે નિર્ભયતા નહિ હોય, એ મુક્તિથી વિચારી નહિ શકે; કારણ કે અંદર તો ધબકારા થયા જ કરે છે કે કોઈને ખબર ન પડી જાય, કોઈ કહી ન જાય ! વર્ષો પહેલાંની વાત છે, ગામડામાં ઘસાઈ ગયેલા નગરશેઠને ત્યાં લગ્નપ્રસંગ આવ્યો. શેઠને થયું : ઠઠેરો તો ક૨વો જોઈએ. પોતાની પાસે હોય નહિ અને pomp રાખવો એમાં દુઃખ બહુ થાય. શેઠે બધેથી આભૂષણો ભેગાં કરવા માંડ્યાં, એક હજામને ત્યાં રાજાએ આપેલી જરીની કીમતી શાલ હતી, શેઠે એ માગી લીધી અને કહ્યું : “પણ કોઈને કહેતો નહિ.” દીકરાને શાલ ઓઢાડી, મોટો વરઘોડો કાઢ્યો, બધા કહેવા લાગ્યા ‘ભાંગ્યું તોપણ ભરૂચ ! શેઠ ખલાસ થઈ ગયા તોય અંદરથી જૂની જૂની વસ્તુઓ કેવી નીકળે છે ? ૨૯૮ * માનવતાનાં મૂલ્ય Page #308 -------------------------------------------------------------------------- ________________ શાલ કેવી સરસ છે ?” હજામને પણ વરઘોડામાં નિમંત્રણ આપેલું. એ કાન દઈને સાંભળે, હજામથી રહેવાયું નહિ, બોલી ઊઠ્યો, “શાલ સારી છે ? આપણી છે, શેઠને આપી છે, પણ તમારે કોઈને વાત નહિ કરવી. મેં શેઠને વચન આપેલું છે કે હું કોઈને નહિ કહું,” એમ કહેતો એ આખા વરઘોડામાં ફરી વળ્યો ! બાહ્ય ઉપાધિથી એ સારો લાગે પણ એને તો ચિંતા રહ્યા કરે. પારકી વસ્તુઓની રાતદિવસ ચિંતા રહે. કોઈ લઈ ન જાય, દંડી ન જાય, ખાઈ ન જાય. સ્વજનોથી સાવધાન રહે. બાપને થાય કે દીકરો લક્ષ્મી ખાઈ ન જાય, ભાઈને થાય કે મારો ભાઈ પૈસા હડપ કરી ન જાય. પૈસાથી સુખી દેખાય, પણ તમને ખબર નથી કે એની ચિંતા કેટલી મોટી છે ? આ તો મૃગજળ જેવું છે. સારું છે કે કરોડાધિપતિ અને અબજોપતિની આંતરિક દુનિયામાં તમને પ્રવેશ મળતો ત્યી અંદર જાઓ, ઊંડા ઊતરો, અંદર એકબીજા માટેની લાગણીઓનું વિશ્લેષણ કરો, એકબીજા માટે ઊભો થતો તિરસ્કાર જુઓ અને સ્વાર્થની લૂંટાલૂંટ જુઓ તો લાગે કે આપણે ખરાબ નથી; પણ લક્ષ્મી, સત્તા, અને પ્રભુતા આવીને માણસનાં મનને જુદાં પાડી નાખે છે. માણસો કદી ખરાબ નથી. જેવા ગરીબ હોય એવા જ શ્રીમંત હોય. માણસો બધા સરખા જ છે. દોષ માણસ કરતાં વસ્તુનો વધારે છે. જે વસ્તુ આપણી પાસે આવે છે એ વસ્તુને લીધે જીવનમાં વિષ આવી જાય છે. કેટલીક વાર સામાન્ય સ્થિતિમાં જે સુખ હોય છે, એ વસ્તુઓ ભેગી થતાં ચાલ્યું જાય છે. વસ્તુ તરફ સહુ કેન્દ્રિત થાય પછી વ્યક્તિ તરફ કોનું લક્ષ જાય ? બહારથી આણેલી પૂર્ણતા પછી એ રૂપની હોય, સત્તાની હોય, ડિગ્રીની હોય કે પદવીની હોય – એ ઉપાધિરૂપ છે. મનમાં સતત ચિંતા રહે, હરીફાઈ કરીને એમાં કોઈ આગળ નીકળી ન જાય એની જ ચિંતા રહે. આ ચિંતાને લીધે બહારની પૂર્ણતાને માગી લાવેલાં ઘરેણા જેવી કહી છે. પણ માણસની સ્વાભાવિક પૂર્ણતા, અંદરની પૂર્ણતા એ જાતિવંત રત્નની પ્રભા જેવી છે. જાતિવંત રત્નના ચૂરેચૂરા કરો, કટકા કરો પણ દરેક કટકાની અંદર જાતિવંત રત્નની કાંતિ, વિભા ભરેલી જ હોય છે. અંતરના ગુણોની પૂર્ણતા આવી જ છે. માણસની પાસે જે આત્મિક જ્ઞાન છે, એ ભાડૂતી કે માગી લાવેલું નથી, કોઈએ આપ્યું પણ નથી અને કોઈ ચોરી જાય એમ પણ નથી. માટે જ તત્ત્વજ્ઞાનીઓ. વિના અલંકારે પણ જગતમાં શોભે છે. પૂર્ણાષ્ટક * ૨૯૯ Page #309 -------------------------------------------------------------------------- ________________ એ કહે બતાવવા ન આ બાજુ જાઓ, લોક ? કોઈ બાપ. विद्वत्वं च नृपत्वं च नैव तुल्यं कदाचन । स्वदेशे पूज्यते राजा विद्वान् सर्वत्र पूज्यते ।। રાજા તો પોતાના દેશમાં પુજાય, પણ વિદ્વાન તો દુનિયાના ગમે તે છેડે જાય પણ એ પુજાય. વિદ્યાની ઉપાસના કરવા માટે સર્વ તૈયાર છે. જ્ઞાનની આ શક્તિ છે. દસાડાના મારા ચોમાસામાં દરબાર સાહેબ આવે, દીવાન આવે, નગરશેઠ આવે એટલે ગામના બધા જ આવે. રાજા આવે ને આખું સભાગૃહ ઊભું થઈ જાય. ત્યાંથી હું અમદાવાદ ગયો અને દરબાર ત્યાં મળવા આવ્યા. પોળોમાં ફરી ફરીને થાક્યા, અંતે એક કલાક પછી ઉપાશ્રયે આવ્યા. કહે : “આપને શોધવામાં કલાક નીકળી ગયો.” મેં પૂછ્યું : “કેમ ? કોઈ બતાવવા ન આવ્યું ?” “એક કહે : “ડાબી બાજુ જાઓ,” બીજો કહે : “જમણી બાજુ જાઓ કોઈ બતાવવા ન આવે.” મેં કહ્યું : “તમે તો દરબારશ્રી છો ને ?” એ કહે, “દરબાર દસાડાના, અહીં કોણ પૂછે ?' કેટલાક માણસો કોઈ ઠેકાણે everything હોય, બધાથી પુજાય, પુછાય. ત્યાંથી થોડેક દૂર જાય એટલે something થોડાક એમણે જાણે. એથી દૂર જાય એટલે nothing કોઈ જ ન જાણે. ધનની, સત્તાની સપ્રતિષ્ઠાની આ મર્યાદા છે. પ્રેમમાંથી, વાત્સલ્યમાંથી, એકબીજાના ભાઈચારામાંથી, ધર્મમાંથી, સમજણમાંથી આવતી પૂર્ણતા અમર્યાદ છે. આ બધી અંદરની વસ્તુઓ છે. એમાં કાંઈ અણસમજ નહિ, ઉપદ્રવ નહિ. અંદરની પૂર્ણતા આવે છે સમજણથી. બે સમર્થ, જ્ઞાની પંડિત બંધુઓ રહેતા હતા. વૃદ્ધાવસ્થામાં એકે કહ્યું, જમીન છે, પૈસો છે એ વહેંચી છોકરાંઓને આપી દઈએ, જેથી છોકરાંઓ શાંતિથી રહે.” મોટાભાઈને ત્રણ દીકરા અને નાનાભાઈને એક દીકરો, મોટાભાઈએ વહેંચણી કરી, બરાબર અડધા બે ભાગ પાડ્યા, કહ્યું : “અડધી લક્ષ્મી તારાને, અડધી મારાને.” નાનાભાઈએ કહ્યું : “આજ સુધી તમારા ન્યાય પર મને વિશ્વાસ હતો, પણ આજ મને દુઃખ થયું છે.” મોટો ડઘાઈ ગયો, “મારી વહેંચણીમાં અન્યાય ?'' નાનાભાઈએ કહ્યું : “ભાઈ, આ વહેંચણી તમારા કે મારા માટે નથી. આ વહેંચણી કોના માટે છે ? છોકરાઓના ભાગની વહેંચણી છે. મિલકતના ચાર ભાગ થવા જોઈએ. તમે બે ભાગ કેવી રીતે કર્યા ? જુદા આપણે નહિ, દીકરાઓ પડે છે, એના ચાર ભાગ થાય તો જ ન્યાય થાય.' ૩૦૦ માનવતાનાં મૂલ્ય Page #310 -------------------------------------------------------------------------- ________________ જ્યાં આવી અંદરની સમજણ આવે છે ત્યાં મળેલી લક્ષ્મી છોડવામાં પણ આનંદ આવે છે. સમજુ માણસ વિચારે કે હું બહાર જઈને દાન કરું, તો ઘરમાં વહેંચણી વખતે શા માટે દ્વેષ કરવો ? અંદરની સમજણ અંદરનું જ્ઞાન રનની પ્રભા જેવું છે; આ જ્ઞાનપ્રકાશથી આ લોકમાંય અજવાળું થાય. આ લોક બગડ્યો છે. ઝઘડા થાય છે. અંદર અંદર લોકો બાઝે છે, એક ખોળામાં ઊછરેલા ભાઈઓ સત્તા, ધન, પદવીઓ આવે ત્યારે જુદા પડી જાય છે, કારણ કે અંદરની સમજ નથી, અંદરનો આવો કોઈ પ્રકાશ પ્રગટ્યો નથી. અંદરની પૂર્ણતા એ પોતાની પૂર્ણતા છે, એ પોતાના હૃદયના પૂર્વ આકાશમાં જ ઉદય પામે છે. જ્યાં આ જ્ઞાનનો ઉદય થયો ત્યાં વ્યક્તિમાં ત્રુટીઓ, ભૂલો જોઈને પણ કરુણા આવશે. અજ્ઞાન એ પક્કડ છે. જ્ઞાન એ મુક્તિ છે. દુ:ખ ક્યાં છે ? પકડવામાં, છોડવું તે સુખી થયો. પ્રભુ મહાવીરે શિષ્યોને આ જ વાત કહી : “જે પકડી રાખે છે એ દુઃખી થાય છે, છોડે છે એ સુખી થાય છે.” શિષ્ય આ વાતને યાદ કરતો આહાર લેવા જાય છે. એક વાત જ્યાં સુધી હૈયે જચે નહિ, ત્યાં સુધી બહુ વાતોને ન પકડવી. એક વાતને ઘૂંટ્યા કરીએ તો એ વાત આપણી બની જાય છે. એકનો કબજો કર્યા પછી બીજાની વાત. શિષ્ય આ વાક્ય વિચારતો વિચારતો જાય છે. રસ્તામાં એક હાડકાનો ટુકડો પડ્યો હતો, એના ઉપર પંદર કૂતરાં તૂટી પડ્યાં. એક જબરજસ્ત કુતરાએ હાડકું મોઢામાં લીધું તો બાકીના ચૌદ એક થઈ એના પર તૂટી પડ્યાં. પેલો કૂતરો હેરાન હેરાન થઈ ગયો, થાકી ગયો. હાડકું મૂકીને ખૂણામાં આવ્યો. ત્યાં ચૌદમાંના જ એકે હાડકું પકડયું. એટલે તેર એના પર તૂટી પડ્યા, એણે પણ થાકીને હાડકું મૂક્યું. ખૂણામાં ભાગ્યો, હવે જે હાડકાનો કટકો પકડે એના ઉપર બાકીનાં તૂટી પડતાં. હાડકું પકડે એ ગયો. બાકીનાં એક. લૂંટમાં જે મિત્ર એ જ વહેંચણીમાં વેરી. લેવાનું આવે તો એક, વહેંચવાનું આવે ત્યાં ઝઘડો. આધ્યાત્મિક પુરુષને જ્ઞાનની, ચારિત્રની, સુવિચારોની, ભક્તિની, શુભ કાર્યો કર્યાની પૂર્ણતાનો સંતોષ છે. આ કાર્યોની તો હરીફાઈમાં પણ મજા આવે. દુનિયાની વસ્તુઓની હરીફાઈમાં ઝઘડો થાય પણ આત્માની વાતમાં તો આનંદ થાય. આરાધના સાથે કરતાં કેવો અપૂર્વ આલાદ થાય છે ! પણ પૂર્ણાટક : ૩૦૧ WWW.jainelibrary.org Page #311 -------------------------------------------------------------------------- ________________ તમારી જેમ બીજા કોઈને પૈસા મળી જાય તો તમને કેવું થાય ? હું થયો એવો એ કેમ થઈ ગયો ? હવે એનામાં અને મારામાં ફેર શું ? ભૌતિક વસ્તુઓ પ્રાપ્ત થતાં ઈર્ષા અને પરસ્પર સૂક્ષ્મ તિરસ્કાર જાગે જ. પર્યુષણમાં પ્રતિક્રમણ કરો, મિચ્છામિ દુક્કડ દો, પણ મનમાંથી કાંઈ નીકળતું નથી, મોઢામાંથી ઘણું નીકળે છે. મનમાંથી વિષ, ધિક્કાર અને તિરસ્કાર દૂર કરવા તો પૂર્ણતા જ કામ લાગે. અંદરની પૂર્ણતા આવે છે ત્યારે બીજાએ શું કર્યું તે નથી જોવાતું પણ મેં શું કર્યું તે જોવાય છે. થોડાં વર્ષો પહેલાં બે શંકરાચાર્યો મઠના અધિપતિ કોણ ? – એ માટે કોર્ટે ગયા. ન્યાયાધીશે પૂછયું : “આવી નાની અને તથ્ય વસ્તુ માટે શું કરવા લડો છો ?” કહે : “હક્કનો પ્રશ્ન છે.” પેલાએ હસીને કહ્યું : “એ તો આત્માની વસ્તુથી પર છે. આત્મા માટે કંઈ કરવું નથી અને ગાદી માટે લડવું છે ?” છોડે તે જ્યાં બેસે ત્યાં ગાદી ઊભી થાય. તમને તમારામાં વિશ્વાસ હોય તો આવા સો મઠો ઊભા કરી શકો. પણ માણસને મોહ છે, કારણ કે માણસને પોતાનામાં વિશ્વાસ નથી. તમે તમારી ભૂલ શોધવાને બદલે વિચારો છો : સામો માણસ કેમ ક્ષમા માગતો નથી ? એ કેમ સુધરતો નથી ? એ ભૂલ કેમ કબૂલ કરતો નથી ?” સામાને તો હજી ઉપદેશ ઊતર્યો નથી, સામો હજી સમજ્યો નથી, પણ તું તો સમજ્યો છે ને ! જે અપેક્ષા રાખે એના કરતાં તે જો સમજ્યો તો તું જ શરૂ કરે તો શું ખોટું ?” છેલ્લે તમને એવું ન થાય કે જે વસ્તુને હું રાખવા માગતો હતો એ તો છોડવી પડે છે અને જે લેવાની હતી એ તો ભૂલી જ ગયો. લાંબી મુસાફરીએ જતી વખતે પેક કરેલા ડબ્બાઓમાંથી લઈ જવાનો રહી જાય અને રાખવાનો લઈ જવાય તો કેવી પરિસ્થિતિ ઊભી થાય ? માર્ગમાં ભૂખ લાગે ત્યારે ડબ્બો ખોલો અને એમાંથી પૂરી, ખાખરાને બદલે દળાવવા માટે કાઢેલા ઘઉં નીકળે તો કેવી હાલત થાય ? તેમ આ આત્મા પણ માત્ર પુણ્યના ઉદયે મળેલી આ ભૌતિક પૂર્ણતામાં જ રાચે અને રત્નની કાંતિ જેવી આત્મિક પૂર્ણતા પ્રાપ્ત ન કરે તો પરલોકમાં પસ્તાવું પડે ને ? ૩૦૨ = માનવતાનાં મૂલ્ય Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦. પૂર્ણાષ્ટક (3) अवास्तवी विकल्पैः स्यात् પૂછતાડરિજીfમઃ | पूर्णानन्दस्तु भगवांस्तिमितोदधिसन्निभः ।। AS કલ્પો અને વિકલ્પોથી, મનમાં જ આવતા સારા અને ખરાબ તરંગોથી આપણી અંદરની સ્થિરતા, શાંતિ અને સ્વસ્થતા ડહોળાઈ જાય છે. જીવન એક દરિયો બની જાય છે જેમાં ભરતી અને ઓટનાં તોફાનો ચાલ્યા કરતાં હોય છે. તરંગોમાં તળિયું ન દેખાય. જીવનમાં સંકલ્પ અને વિકલ્પના તરંગ જ તરંગ હોય ત્યાં સ્વનું દર્શન ક્યાંથી થાય? પાણી પારદર્શક હોવા છતાં તરંગો હોય ત્યારે એનું તલ ન દેખાય. એવી જ રીતે ઊભરો આવે છે ત્યારે માપ નીકળતું નથી. મારા પિતાશ્રીએ કહેલો આ પ્રસંગ છે. એ નાના હતા, ઘરમાં ચાર ભેંશો હતી; મારાં દાદીમા સવારે દૂધ દોહવા બેસે ત્યારે લોટો લઈને એ જતા. દાદીમા દૂધ ભરીને પૂર્ણાષ્ટક - ૩૦૩ Page #313 -------------------------------------------------------------------------- ________________ આપતાં, મેડી ઉપર જઈને એ પીવા બેસતા. એટલી વારમાં ઉપરનાં બધાં ફીણ બેસી જતાં, ભરેલો લોટો પોણો થઈ જતો. લોટો ભરીને દૂધ કેમ ન આપ્યું એમ કહી એમણે એક વાર લોટો પછાડ્યો; ત્યારે દાદીમાએ કહેલું : “દીકરા ! ફીણ હોય ત્યારે માપ નીકળતું નથી. લોટો ખાલી થાય ત્યારે પાછો આપે તો ભરી આપું પણ ઊભરો હોય ત્યારે માપ કેમ નીકળે ?” આપણા ચિંતનમાં આ વચન અનુભવને સહકાર આપે છે. ઊભરો હોય ત્યારે માપ કેમ નીકળે ? ગોટા હોય ત્યાં મનનું તો શું, દૂધનું પણ માપ નીકળતું નથી; માણસ ક્યાં છે એ ખબર પડતી નથી. વસ્તુ છે એના કરતાં ચોગણી દેખાય છે. પણ જ્યારે ઊભો બેસી જાય છે, ફીણ બેસી જાય છે ત્યારે જ એ વસ્તુનું સ્પષ્ટ દર્શન થાય છે. જ્યાં સુધી ઊભરો છે ત્યાં સુધી વસ્તુનું માપ નહિ નીકળે. અહીં વિકલ્પ શબ્દ વાપર્યો છે. વિકલ્પ એ તરંગ છે. તરંગ આવે છે ત્યારે તળિયું દેખાતું નથી. તરંગ ડહોળાણને લીધે આવે છે. સિમેંટથી બાંધેલો જળકુંડ હોય, તમે નાહવા ગયા હો અને આંગળીમાંથી હીરાની વીંટી સરકી એમાં પડી જાય અને પાણી તરંગવાળું હોય, તરંગો ચાલતા જ હોય તો તળિયે પડેલી વીંટી પણ દેખાતી નથી. વીંટી કાઢવા માટે કાં તો જળકુંડ ખાલી કરવો પડે અગર તો પાણીને સ્થિર કરવું પડે. પાણી પારદર્શક હોય અને તરંગો શમી જાય તો તળિયે પડેલી વીંટી તરત દેખાય. વીંટી ત્યાં છે, પાણી પણ ચોખું છે, દેખનારી આંખો પણ ત્યાં છે, તેમ છતાં દેખાતું નથી, કારણ કે વચ્ચે તરંગો છે. એમ આપણા ખજાનામાં જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રત્નો છે, દેખનારો આત્મા છે, જોવું છે, પણ તરંગોના અંતરાય obstacleને લીધે દેખાતું નથી. એક તરંગ જાય ત્યાં બીજો આવે, બીજો જાય ત્યાં ત્રીજો આવે. તરંગ તરંગને લાવે છે. ભગવાનની ભક્તિમાં કે માળાના જપમાં, પુસ્તકના વાચનમાં કે ધ્યાનની એકાગ્રતામાં, ડહોળાણ કોને લીધે થાય છે ? તરંગોને લીધે જ ને ? પ્રભુનો વિચાર કરો ત્યાં ઑફિસનો તરંગ, માળામાં મિલનો તરંગ, પરમાત્મામાં પગારનો તરંગ એમ અનેક તરંગો એક પછી એક આવ્યા જ કરે. જેમ જેમ તરંગ અવસ્થા વધતી જાય તેમ મન અશાંત બનતું જાય છે. મનની અશાંતિ સમગ્ર શરીર ઉપર અસર કરે છે. તમને થાક લાગે છે. સાંજ થાય એટલે શરીર તૂટે છે, કેમ તૂટે છે ? આ શરીરમાં તૂટવા જેવું કાંઈ નથી. ૩૦૪ = માનવતાનાં મૂલ્ય Page #314 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચાલે, ન ચાલે ત્યારે લાંબું થઈ જાય. પણ શરીરમાં થાક લાગે છે, બગાસાં આવે છે, કંટાળો આવે છે. એનું કારણ શું છે ? મનને જે દિશામાં જવું છે, એને એકસરખી દિશા મળતી નથી, માર્ગમાં અવરોધ આવ્યા કરે છે, ઘડીએ ઘડીએ એને ટકરાવું પડે છે, ઠુકરાવું પડે છે, અથડાવું પડે છે. જે વેગવંતી ગતિથી જાય છે એ જ વેગથી પાછા આવવું પડે છે. મનને બહુ ધક્કા લાગે છે. કોઈ વાર દીકરા તરફથી લાગે, કોને કહો ? કોઈ વાર પત્ની તરફથી લાગે ત્યારે થાય કે આ પચાસ વર્ષે છૂટાછેડા પણ કેમ લેવાય ? કોઈ વાર ભાગીદારથી ઇચ્છા વિરુદ્ધ થાય, મન અસ્વસ્થ થઈ જાય. આમ ઘણી ઘણી આધાતોની થપાટો લાગતી હોય છે, એ થપાટોને લીધે થાકી જાઓ છો. મોઢું લાલ ૨ાખવા માટે દુનિયામાં બોલો, હસો, ખુશી કરો પણ એ હાસ્ય અંદરથી નથી આવતું. અંદર તો અસ્વસ્થતા છે, અંદર તરંગોની હારમાળા છે. માણસ ગમે ત્યાં જાય પણ દુ:ખ સાથે જ છે. જેટલી ભૌતિક ઉપાધિઓ વધારે, એટલાં માન, સન્માન અને પ્રતિષ્ઠા વધારે. પણ એ બિચારો જાણતો હોય છે કે હું અંદરથી કેટલો દુ:ખી છું. કોઈને કહેતો નથી, કહેવાથી મોભો status ઓછું થાય. દુનિયામાં દુ:ખને સાંભળીને આંસુ વહાવનારા થોડા છે, પાછળથી હસી લેનારા ઘણા છે. મનમાં દુ:ખો પડ્યાં છે, અશાંતિ છે. એમાં પણ કેટલાકને તો દુઃખ છે, અશાંતિ છે એની ખબર જ નથી. સવા૨થી ઊઠીને દોડ લગાવે. એને તો યાદ પણ ન આવે કે હું છું. યાદ આવે કે ન આવે, પણ મનની ઉપર તો બધી જ અસરો થતી જ જાય છે. મન ટેપ-રેકોર્ડર જેવું છે. જાણતાં કે અજાણતાં ગમે તે બોલો; શું બોલો છો એની ખબર હોય કે ન હોય તેની સાથે ટેપ-રેકોર્ડર tape-recorder ને કાંઈ લેવા-દેવા નથી. એ તો એનું કામ કરે જાય છે, એ તો બધું જ પકડવાનું. એ નથી વિચારતું કે આ શબ્દ બાદ કરવો અને આ પકડી લેવો. વિવેક કરવાનું કામ એનું નથી. કોઈ કહેતું હોય કે મન નથી, તો એ અણસમજ છે. મન નામની શક્તિ બહુ જબરજસ્ત છે. માનવીને આગળપાછળ કુદાવનાર મન છે. મન નથી એમ કહે એને આત્માનું જ્ઞાન જ નથી. મન શક્તિશાળી છે, પણ આત્માની દૃષ્ટિએ ઊતરતું subordinate છે. જ્યાં સુધી આત્મા જાગ્રત ન થાય ત્યાં સુધી મનની શક્તિ બહુ કામ કરે છે. પૂર્ણાષ્ટક ૩૦૫ Page #315 -------------------------------------------------------------------------- ________________ અગી ના જાવરામાં છે દુનિયાના બધા બનાવોની અસર મન ઉપર પડતી જાય છે. એ સુખરૂપે હોય કે દુ:ખરૂપે; આનંદરૂપે કે શોકરૂપે; અસરો ચાલુ જ છે. એનો સંગ્રહ તમારાં દિવસભરનાં કાર્યો ઉપર પડ્યા કરે છે. માણસો બહારગામ હવા ખાવા જાય છે. ત્યાંથી ઘણી વાર સ્વસ્થ થઈને આવે છે, કારણ કે ત્યાં તાર નહિ, ટપાલ નહિ, બજારનાં લફરાં નહિ, અનિચ્છનીય વાત નહિ, કોઈનું વ્યવહારિક દબાણ નહિ, માણસ પોતાની રીતે જીવી શકે. મન relax થાય છે એટલે સ્કૂર્તિ આવે છે, મોઢા ઉપર સરખી આવે છે. મન સ્વતંત્ર વાતાવરણમાં રહે છે, માણસ તંદુરસ્ત થઈને આવે છે. ત્યાં પોતાને, પોતાના વિચારોને અનુકૂળ જીવન જીવવાની સગવડતા મળે છે. આવે ત્યારે લોકો પૂછે : કેમ, હવા ખાઈ આવ્યા ? તો શું હવા બીજે ઠેકાણે નહોતી ? હવા તો ઉત્તરથી દક્ષિણ દોડ્યા જ કરે છે. હવા બધે છે, પણ એ હવા ઝીલવા માટે મનની જે અવસ્થા જોઈતી હતી એ અવસ્થા અહીં નહોતી. અહીં પોતાના વિચારોને અનુરૂપ જીવન જીવવાની સગવડતા નથી. ઘરથી નીકળે, ઑફિસે જાય, બે-ચાર ટપાલ જુએ, એમાં કોઈ પીળું કાગળિયું આવે, મન ખાટું થઈ જાય. આટલું બધું assessment? સુખને બદલે દુ:ખનો અનુભવ થાય; ખાધેલું, શાંતિ અને આનંદ બધું બળી જાય. જેને પાંચથી સાત હજાર રૂપિયા રળીને રહેવાનું છે અને ધનપતિઓના દુ:ખની ભયંકર ભઠ્ઠી કેવી ચાલે છે એની કલ્પના પણ નથી. ઇન્દ્રિયો ઉપર કેટલું દબાણ આવતું હશે ? આખા શરીરની અવસ્થા, માનસિક અવસ્થા જ upset થઈ જાય. ચિંતકોએ આ અવસ્થા જોઈ અને કહ્યું – જે અમારા માનસિક વાતાવરણને નષ્ટ કરે એ વાત જ નહિ જોઈએ. સુખેથી જીવશું. ચારિત્ર્યપદની પૂજાની એક કડી આવે છે : “ણ પરે પટ ખંડ છોડીને ચક્રવર્તી પણ વરિયો, એ ચારિત્ર અક્ષય સુખ કારણ, તે મેં ચિત્તમાં ઘરિયો.” ચક્રવર્તીઓને પણ આ તોફાનોની અનુભૂતિ થઈ, તરંગોની થપાટો ખાધી અને જોઈ લીધું કે આમાં સુખ નથી. એમને અનુભવ થયો એટલે છ ખંડની સમૃદ્ધિને પણ તણખલું સમજીને છોડી દીધી અને મનમાં એક જ પ્રાર્થના કરી કે અક્ષય સુખ આપનાર ચારિત્ર્ય એ જ પરમ જીવન છે. ૩૦૬ * માનવતાનાં મૂલ્ય Page #316 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાની સમજે છે કે જેમાં લોકોને સુખ દેખાય છે એમાં મારે પોતાને માટે તો દુ:ખ જ છે. ઘણી વસ્તુ લોકોને દેખાડવા માટે છે, પોતાને માટે નહિ. ઉનાળામાં બહેનો દાગીના પહેરે, લોકો રાજી થાય પણ પહેરનારાને ખબર છે કે અંદર કેટલો પરસેવો થઈ રહ્યો છે. હું નાનો હતો ત્યારે મારા પિતાજીએ મને નવા ભારે બૂટ અપાવ્યાં, અને એક જાણીતી વ્યક્તિના લગ્ન સમારંભમાં મને સાથે લઈ ગયા. મને અંદર ડંખ વાગ્યા જ કરતો હતો. મને થયું, આ બૂટ કાઢીને અડવાણો ફરું, પણ બાપુજી કહે : “કેવા ભારે બૂટ છે ! આ તે કઢાતા હશે ?' હું અંદર દુભાતો હતો. લોકો મારા બૂટ સામે જુએ અને કહે, કેવી સરસ જોડ પહેરીને આવ્યો છે ! પણ મને ખબર કે અંદર શું થઈ રહ્યું હતું. કેટલીક વાર બીજાના સુખનું કારણ પોતાના દુઃખનું કારણ બની જાય છે. બહાર સારું દેખાય પણ અંદર શું હોય છે એ તો જે અનુભવે છે તે જ જાણે છે. દુન્યવી સાધનોની પૂર્ણતા, લોકોની દૃષ્ટિમાં દેખાતી પૂર્ણતા આવી જ છે. તરંગોથી સાગર સુબ્ધ થાય ત્યારે એ ક્ષુબ્ધતાને લીધે ભરતી ખૂબ દેખાય પણ એમાં સ્વસ્થતા નથી; એમ ઘણાના જીવનમાં ભરતી દેખાય પણ સ્વસ્થતા ન હોય. રૂપિયા ઉધાર લાવી ઘરનો કોઈ પ્રસંગ ઊજવે ત્યારે એ ખુશ ખુશ લાગે. લોકોને મળે, હાથ મિલાવે, સ્વાગત કરે. બધું પૂરું થયા પછી આઇસ્ક્રીમનું બીલ, મંડપનું બીલ ચૂકવતાં મનમાં થાય : “આ લોકોએ મારો માત્ર જીવ જ બાકી રહેવા દીધો છે. મને ખર્ચાવીને ખોખું કરી નાખ્યો.” ગમાર પૈસા ઉધાર લઈ લગ્નમાં ખરચતો હોય ત્યારે વિચારે નહિ કે પચીસ વર્ષ સુધી પૈસા ચૂકવતાંચૂકવતાં દમ નીકળી જશે. સાગરમાં ઊર્મિને લીધે ખાલી ભરતી દેખાય છે એમ બે-ચાર દિવસના વિકલ્પોના તરંગોને લીધે ભરતી દેખાય પણ અંતે દુ:ખ તો એકલાને જ અનુભવવું પડે. પાછળથી દુઃખનો આ અનુભવ કરતાં કરતાં એને સંસારના સ્વરૂપનું જ્ઞાન થાય પણ ખરું, પણ એ જ્ઞાન લાંબું રહેતું નથી. તમને કોઈ દિવસ વૈરાગ્ય નથી આવ્યો એ હું નથી માનતો. સંસારીને વૈરાગ્ય કાઈ દહાડો ન આવે એ તો અચ્છેરૂ કહેવાય. મિત્રો, મિત્રો ન રહ્યા; મારી કોને પડી છે : હું કેવી રીતે સહન કરું છું એ તો હું જ જાણું છું, એમ વિચારી ભર્યા ભર્યા કુટુંબ વચ્ચે એકલતાનો અનુભવ કેટલાયને થતો હોય છે. પૂર્ણાષ્ટક * ૩૦૭ Page #317 -------------------------------------------------------------------------- ________________ પણ એ એકલતા કેવી છે ? ઘોડો ચંદી ખાતાં ખાતાં કાંકરો આવે અને ચમકી જાય. બે ઘડી ચાવવાનું બંધ કરી દે. જીભ ફેરવીને કાંકરો કાઢી પાછો ચંદી ખાવા મંડી જાય. પછી એને યાદ પણ ન આવે કે કાંકરો આવ્યો હતો. એવી રીતે કોઈક વાર તમને સંસાર કડવો લાગે, દુ:ખથી ભરેલો લાગે અને વૈરાગ્ય આવે, પણ જ્યાં એ કાંકરો નીકળી ગયો એટલે પાછો હતો તેવો ને તેવો. પૂછો કે કાંઈ થયું હતું ? નહિ, એ તો બધું ભુલાઈ ગયું. ભુલાઈ ગયું એનો અર્થ એ નથી કે ફરીથી નહિ આવે. સંસારમાં સુખ કરતાં દુ:ખ વધારે છે. જેમ પૃથ્વીમાં જમીન કરતાં પાણી વધારે છે એમ સંસારમાં સુખનો ભાગ થોડો છે; દુ:ખનો ભાગ મોટો છે. એ ગમે ત્યાંથી છાલક મારીને આવી જાય છે. એટલે જ સતત જાગૃતિમાં રહેવાનું છે, સ્વસ્થતાથી વિચાર કરવાનો છે. જે બહારની પૂર્ણતા રૂપે પ્રસિદ્ધિ અને પદાર્થો મળ્યાં છે એ ભલે મળ્યાં, વાંધો નથી; પણ હું એનાથી અલિપ્ત રહું એમ જાગ્રત રહેવું જોઈએ. અલિપ્ત રહીશ તો સુખના દિવસમાં આનંદથી રહી શકીશ અને દુઃખના દિવસમાં મૂંઝાઈશ નહિ. એવા કપરા સમયમાં પણ સ્વસ્થતા ટકી રહેશે. તરંગો વગરના સ્થિર સરોવરનાં શાંત પાણી, બિલોરી કાચના જેવાં પારદર્શક હોય. એના કિનારે બેસો તોય એમાં તમારું પ્રતિબિંબ દેખાય. એમ જ્યારે મનના તરંગો શાંત થઈ જાય છે, અને જીવન બિલોરી કાચ જેવું બની જાય છે ત્યારે જે આનંદ અંદરથી આવે છે એ અવર્ણનીય છે. એની અનુભૂતિ થતાં માણસ મનમાં ને મનમાં મલકાય. શાંત તરંગ વગરના સરોવ૨ના જેવી અવસ્થા માણસના ચિત્તમાં થાય છે ત્યારે જ અંદરનો મલકાટ આવે છે. આ અવસ્થા ઉત્પન્ન કરતાં ઘણી વાર લાગે છે, એને માટે સતત મહેનત કરવી પડે છે, જાગ્રત રહેવું પડે છે. એકવાર દિશા જડવી જોઈએ, લાગવું જોઈએ કે હું હવે આગળ વધી શકીશ. પત્નીના કહેવાથી પતિ વ્યાખ્યાનમાં આવે પણ એને રસ નથી, થાય કે ચાલી જાઉં, ભાગી જાઉં. એમ કરતાં કરતાં એને રસ પડી જાય, પછી કહેવું પડતું નથી કે ચાલો વ્યાખ્યાનમાં. પછી તો કહે છે કે હું જ જાઉં છું. રસ્તો જડી જાય, જીવનની શાંતિનો માર્ગ મળી જાય પછી બીજી ગમે તેટલી વસ્તુઓ તમારા માર્ગમાં આવે, તમે નહિ પડો. કેટલીક વસ્તુઓમાં સુખનું દર્શન થાય પણ હોય નહિ, કેટલાકમાં જલદી દેખાય નહિ પણ હોય છે જ. એવી રીતે પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિરૂપ પદાર્થોમાં ૩૦૮ * માનવતાનાં મૂલ્ય Page #318 -------------------------------------------------------------------------- ________________ શાંતિનું દર્શન થાય પણ અનુભવ કરવા જાઓ તો લાંબે ગાળે લાગે કે એમાં માત્ર દુ:ખ જ છે. દુનિયામાં ઘણાય પુજાય છે, પુછાય છે ભૌતિક પદાર્થોથી. પણ એ ઉપરથી, દેખાતા બનાવોથી સંસારનું માપ ન કાઢશો, સંસારમાં દરેક વસ્તુની અમુક પ્રસંગે જરૂર પડે, પણ એની જરૂરિયાત એ વાત પૂરતી મર્યાદિત છે, એના ઉપરથી એની મહત્તા ન અંકાય. રસ્તા ઉપરથી પસાર થતા એક રાજાએ એક ઠેકાણે ગંદકી પડેલી જોઈ. છગનને બોલાવ્યો, કચરો સાફ કરવા કહ્યું. ઘરે જઈને છગન પત્નીને કહેવા લાગ્યો કે મારા વિના રાજાને ચાલતું નથી. હું તો મારી ધૂનમાં ચાલ્યો જતો હતો ત્યાં રાજાએ પોતે જ મને બોલાવ્યો. મને રાજાની શું પડી છે ? છગન માની બેઠો કે એ અનિવાર્ય indispensable છે, પણ રાજાએ બોલાવીને કહ્યું શું ? “આ કચરો કાઢી નાખ', એટલે દુનિયામાં કોઈ કોઈ વાર છગનની પણ જરૂર પડે છે. પણ એના ઉપરથી એ માની લે કે મારા વિના રાજા જીવી ન શકે તો એ હરિજનની વાત બરાબર નથી. દુનિયામાં ભૌતિક પદાર્થોની જરૂર પડે છે પણ કેટલી ? માટે જ દરેક વસ્તુનું valuation કરો. એની કિંમત ક્યાં સુધી ? તમે એને શાશ્વત મૂલ્ય – eternal value – આપો છો એમાં જ ધર્મનો વિરોધ છે. જ્ઞાનીઓ એમ નથી કહેતા કે પોતાની કિસ્મત કાંઈ જ નથી, કાયાની કિસ્મત કાંઈ જ નથી, પાંચ ઇન્દ્રિયો મળી છે એને નષ્ટ કરી નાખો. એમણે બધાની કિમત –– value – ગણી છે. પૈસો પુણ્યથી મળે છે. એમને એમ નથી મળતો. પુણ્ય એ સારાં કૃત્યોનું પરિણામ છે. પણ એ પુણ્યથી મળેલા પૈસાને મોક્ષની નિસરણી ન માનીશ. જીવ મોક્ષે જાય છે ત્યારે પુણ્ય અને પાપ બન્ને પાછાં વળી જાય છે, એટલે પુણયની પણ મર્યાદા – limit – બતાવી. તમને જે વસ્તુ મળી છે એ બહુ કામની છે; પણ ક્યાં સુધી કામની છે એટલું સમજો. તમે એની મર્યાદા – limit – ભૂલી ગયા છો અને શાશ્વત માનીને બેઠા, ત્યાં જ ભૂલ ખાધી. જ્ઞાનીઓએ કહ્યું કે પાંચ ઇન્દ્રિયો મહાપુણ્યથી મળે છે. સાથે સાથે એમ કહ્યું કે પાંચ ઇન્દ્રિયોને વાળતાં શીખો. “પચીદિય સંવરણો' એ ઇન્દ્રિયોને ખલાસ ન કરશો, એ ઇન્દ્રિયો કામની છે. જીવદયા પાળવા આંખ જેવું ઉત્તમ સાધન એક પણ નથી, ઉત્તમમાં ઉત્તમ જીવ હોય પણ એ અંધ હોય તો દીક્ષા એને ન અપાય, કારણ કે દીક્ષામાં મુખ્ય ઉદ્દેશ જીવદયા પાળવાનો છે અને આત્મસાધનામાં નિર્ભર રહેવાનો છે. પૂર્ણાષ્ટક = ૩૦૯ Page #319 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયોની કિંમત મહાપુરુષોએ આંકેલી છે. ઇન્દ્રિયો સાધના માટે છે પણ એ ઇન્દ્રિયોનું લાલનપાલન કરો, બધી જ છૂટ આપો તો એ ઇન્દ્રિયો વિકાસક્રમમાં સાથી થવાને બદલે અવરોધક બને. માટે મહાપુણ્ય કેરા પુંજથી મળેલ આ દેહ અને પાંચ ઇન્દ્રિયોનો ઉત્તમ રીતે ઉપયોગ થાય તે જોવાનું છે. જંગલમાંથી એક ફિલસૂફ દોડતો આવતો હતો ત્યાં સામે બે વેપારીઓ મળ્યા. પૂછ્યું, “શું છે અંદર ? વાઘ છે, રીંછ છે ?” ફિલસૂફે કહ્યું, માણસમાર છે.” વેપારીઓને થયું કે આ માણસમાર કોઈ નવા પ્રકારનું જાનવર હશે. એ સાવધાનીપૂર્વક ઝાડીની અંદર ગયા તો મોટી સોનાની પાટ પડી હતી. એમને થયું ? ફિલસૂફ ગાંડો લાગે છે. સોનાની પાટને માણસમાર કહે છે. સુખનું સાધન જોઈ બન્ને ગાંડા થઈ ગયા. ફિલસૂફે જુદી દૃષ્ટિથી જોયું, વેપારીઓએ જુદી દૃષ્ટિથી જોયું. જેવો માણસ એવી એની વસ્તુની કિંમત. વેપારીઓના મનમાં વિકલ્પો શરૂ થયા. પાટ ઊંચકવા ગયા પણ ખૂબ ભારે નીકળી. બપોરના બે વાગ્યા હતા, લઈ જાય તો ગામમાં સહુને ખબર પડે અને ઉપાડવાની તાકાત નહોતી. નક્કી કર્યું કે એક ગામમાં જઈ હથોડી, છીણી લઈને આવવું. પાટના ત્રણ કટકા કરી ગામમાં લઈ જવી. છીણી આવે તે પહેલાં જ આ બન્નેના વિચારોમાં ભંગાણ પડ્યું. એક ગામમાં ગયો, બીજો પાટ આગળ બેઠો. ગામમાં ગયો તેને વિચાર આવ્યો : આવડી મોટી પાર્ટીના બે ભાગ થાય તો મારા ભાગમાં શું આવે ? આખી પાટ મળી જાય તો કામ થઈ જાય ને ? બજારમાંથી મીઠાઈ લીધી, એમાં સોમલ ભેળવી દીધું. છીણી, હથોડો અને મીઠાઈ લઈને એ આવ્યો. પેલા વેપારીને થયું કે સાંજનો સમય થવા આવ્યો છે, બાજુમાં કૂવો છે, નિર્જન એકાન્ત છે, મીઠાઈ ખાધા પછી પાણી પીવાના બહાને કૂવા આગળ જઈ ધક્કો મારું તો એ ટળે અને આખી જ પાટ હોઈયાં કરી જાઉં. ચાલાકી ચાલાકીને જન્માવે છે. એકે ઝેર ખવડાવ્યું તો બીજાએ પાણીના બહાને કૂવામાં ધક્કો માર્યો. એક કૂવામાં મર્યો તો બીજો વિષ ચઢવાથી મર્યો. બીજે દિવસે ફિલસૂફ તપાસ કરવા નીકળ્યો તો એક કૂવામાં અને બીજો સોનાની પાટ ઉપર મરેલો પડેલો. ફિલસૂફને થયું, આ સોનાને સાધન માન્યું હોત અને આત્માને સાધ્ય માન્યું હોત તો કહેત કે થોડું તું ખા અને થોડુંક હું પણ ખાઉં. નીતિથી વહેંચીને ખાઈએ. પણ લક્ષ્મીમાં, વૈભવમાં આવી બુદ્ધિ રહેવી બહુ મુશ્કેલ છે. ધર્મયુગમાં કૈકેયીને રાજ્ય માટે અભીપ્સા જાગે તો સંસારના સામાન્ય માણસોને આવી તૃષ્ણા જાગે એમાં શું નવાઈ ? ૩૧૦ * માનવતાનાં મૂલ્ય Page #320 -------------------------------------------------------------------------- ________________ પણ જેને આ જ્ઞાન થાય છે, તેના મનમાંથી ભૌતિક પદાર્થો માટેની લાલસા નીકળી જાય છે. એને થાય કે ઊર્મિઓથી આવેલી આ પૂર્ણતા એ કૃત્રિમ છે, બનાવટી છે. એક નબળો વિચાર આવ્યો એટલે પછી નબળા વિચારોની પરંપરા શરૂ થઈ જાય છે. નાવમાં એક કાણું પડ્યું પછી તો પાણી અંદરથી આવ્યા જ કરે છે. એક ભાઈ કહે : ‘“આ તે કેવું વિચિત્ર ! મારા શયનખંડમાં મેં આ ખીંટી મારી છે તે અહીં રહેવાની અને હું ચાલ્યો જવાનો !” વાત સાચી છે. આટલી મમતાથી ભેગી કરેલી વસ્તુઓ મૂકી દેતાં પરસેવો છૂટે છે. પણ તે પરાયી વસ્તુ છે એટલે મૂકવી જ પડે. પણ જો જ્ઞાનસારની આ વાત પચી જાય તો મૃત્યુ આવે તો જરાય અસ્વસ્થ થયા વિના કહે, “હું તૈયાર છું.' આ જ્ઞાન લોહીમાં અવતરી જાય. ચેતનામાં ઊતરી જાય તો સંસારસાગર તરી જવાય. દુનિયાની મૂડી મૃત્યુથી ડરાવે છે, જ્ઞાનનો ખજાનો આવે પછી કોઈનાથી ગભરાવાનું નથી. આ એક માનસિક મનોયત્ન છે. આ શ્રવણ કરતાં કરતાં આપણામાં રહેલી પૂર્ણતાનો અનુભવ કરીએ તો સંસાર પણ મધુર બને. સાધનોની કિમ્મત સમજનાર પૂર્ણ બને છે ત્યારે અંદરથી આનંદ ઊભરાય છે અને નિશ્ચળ તરંગ વગરના સ્થિર એવા સાગર-સરોવર જેવી માનસિક ભૂમિકા પ્રાપ્ત થાય છે. સાગરને કિનારે જળ જ્યાં છીછરાં હોય ત્યાં ખૂબ તરંગો દેખાય તે સાગરનું વાસ્તવિક દર્શન નથી. શાંત અને સ્વસ્થ એ હોય ત્યારે જ એની પૂર્ણતાનું સાચું દર્શન થાય છે. તરંગ વગરની નિશ્ચલ અવસ્થા એ જ પૂર્ણાનંદ સ્વરૂપ આત્માની સ્વસ્થતા છે. પૂર્ણાષ્ટક * ૩૧૧ Page #321 -------------------------------------------------------------------------- ________________ 38<++++ ૩૧. પૂર્ણાષ્ટક (૪) जागर्ति ज्ञानदृष्टिश्चेत् तृष्णाकृष्णाहिजाङ्गुली । पूर्णानन्दस्य तत् किं स्याद् दैन्यवृश्चिकवेदना || ત્, ચિત્ અને આનંદનો અનુભવ સ કરનાર આત્મા આજે જગતમાં અસત્, અજ્ઞાન અને દુ:ખનો અનુભવ કરી રહ્યો છે એનું કારણ શું છે ? સ્વરૂપનું વિસ્મરણ થયું છે. સ્વરૂપનું વિસ્મરણ એ જ દુ:ખ અને સ્વરૂપનું સ્મરણ એ જ સુખ. આ શ્લોક સ્વરૂપનું સ્મરણ કરાવે છે. તું કોણ છો ? પૂર્ણાનન્દ છો. પણ તું મદિરાના નશામાં આવી ગયો છે અને તારો સ્વભાવ, તારું ઘર, બધું જ ભૂલી ગયો છે. તારો નશો ઊતરી જાય તો તને ખબર પડે કે તું કોણ છો. એક વાર એક ખાનદાન ઘરનો, સુખી ઘરનો છોકરો ગાડીમાં આવતો હતો. એ કાબૂ ખોઈ બેઠો. ગાડી અથડાઈ અને એ ઊછળીને ખાડામાં પડ્યો. ભાગ્યયોગે કાંઈ ખાસ વાગ્યું નહિ. ખાડામાં પડ્યો પણ ૩૧૨ * માનવતાનાં મૂલ્ય Page #322 -------------------------------------------------------------------------- ________________ પાછા ઊભા થવાની શક્તિ નહિ. વિચારવાની પણ શક્તિ નહિ. એ જ વખતે હું ત્યાંથી પસાર થતો હતો. એને ઊભો કરવા પ્રયત્ન કર્યો, પણ ઊભો થાય શેનો ? દારૂની તીવ્ર ગંધથી મોં ગંધાતું હતું. પૂછ્યું, જવાબ તો એ શું આપે ? પણ એને જ ખબર નહિ : “હું ક્યાં છું !” ખૂબ મદિરાપાન કરેલું એટલે બાપડો સ્વનું ભાન જ ભૂલી ગયો. એને જેમ મદિરાનો કેફ ચઢ્યો હતો તેમ માણસને આજે મોહનો કેફ ચક્યો છે, અને ગમે ત્યાં આળોટ્યા કરે, ગમે તેમ બોલ્યા કરે, ગમે તેમ વર્યા કરે, મોઢામાંથી ન શોભે એવા શબ્દો ચાલ્યા આવે. મોઢામાં નિંદા, વાતોમાં ગંદકી, આંખમાં ઈર્ષ્યા, આનું કારણ શું ? મોહનો કેફ ચઢ્યો છે, નહિતર જેનામાં પરમાત્મા બિરાજમાન છે એવો માણસ આવો કેમ ? માણસ પોતે ખરાબ નથી, નશો ખરાબ છે. એક ચિંતકે ઠીક જ કહ્યું : “જિત્વા મોદી-કમ-મરાં, ઉન્મત્ત-મૂત નતિ” મોહની પ્રમાદ રૂપી આકરી મદિરા પીને માનવ ઉન્મત્ત બન્યો છે. એને પોતાની અવસ્થાનું ભાન નથી. એ ન જોવાનું જુએ છે, ન બોલવાનું બોલે છે અને ન કરવાનું કરે છે. એને ભાન જ નથી. આ ભાન કેમ આવે ? જ્ઞાનદૃષ્ટિ ઊઘડી જાય તો. તૃષ્ણારૂપી કાળી નાગણ સમસ્ત દુનિયાને ડંખી રહી છે. એમાંય વાર્ધક્યમાં એનું જોર વધી જાય છે. વાર્ધક્યમાં ખાવાની, પચાવવાની, જોવાની, ચાલવાની – આ બધી શક્તિઓ ઘટતી જાય, પણ તૃષ્ણા વધતી જાય. થાય કે મારા પુત્ર માટે ભેગું કરું, પૌત્રો માટે મૂકી જાઉં. બિચારો પૌત્રોનો વિચાર કરે છે, પોતાનો નહિ. આના જેવો ગમાર કોણ ? જે, અવસ્થા થવા છતાં પણ પોતાનો વિચાર ન કરે તેને શું કહેવું ? તું પોટલાં બાંધીને આપીને જાય પણ એનું ભાગ્ય નહિ હોય તો રહેવાનું નથી અને તું નહિ આપે તોય એનું ભાગ્ય હશે તો એ ભૂખ્યો રહેવાનો નથી. તમે નથી જોયું ? બાપા માળા બંધાવી ગયા, કહેતા ગયા : “બેટા ! માળાનું ભાડું ખાજો.” પણ એ જ માળા ગીરે મુકાયા અને બેટા ભાડાની ઓરડીમાં રહે છે. અને બીજી બાજુ થોડાં વર્ષો પૂર્વે નાની ઓરડીમાં રહેનારા, મોટા ફલેટમાં રહે છે. જીવનના બે પાસાં છે, ભાગ્યના પ્રકાર છે. આ તત્ત્વજ્ઞાન જાણ્યા પછી તમારા વિના પાછળના દુ:ખી થશે એ પૂર્ણાષ્ટક - ૩૧૩ Page #323 -------------------------------------------------------------------------- ________________ અશ્રદ્ધા નીકળી જશે. જેવું ભાગ્યનું નિર્માણ હશે એવું જ થવાનું છે. કોઈ કોઈને જિવાડી શકતું નથી. જેને કર્મવાદ ઉપર વિશ્વાસ છે એ પોતાના છોકરાઓને અપંગ માનવાની ભૂલ કદી કરતો નથી. ઘણાંખરાં મા-બાપ દીકરાઓને અપંગ કરે છે અગર માની બેઠાં છે, મારાં છોકરાંનું શું થશે ?” શું લૂલાં-લંગડાં છે ? આજે તો લૂલાં-લંગડાં પણ જીવી રહ્યા છે. જ્યારે આને તો પાંચે ઇન્દ્રિયો છે, તે શું કરવા એની ચિંતા કર્યા કરે છે ? જેને પોતાનામાં વિશ્વાસ નથી એને જગતમાં ક્યાંય વિશ્વાસ નથી. નક્કી કરો કે ભાગ્ય પ્રમાણે, કર્મ પ્રમાણે થવાનું છે; લેણદેણ પ્રમાણે ભોગવવાનું છે. ઋણાનુબંધ પૂરા થતાં બધું સમાપ્ત. આ વિશ્વાસ ઉત્પન્ન થાય પછી પોતે બીજાના વિચારે હેરાન થતો નથી. જુવાનીમાં રળવાની શક્તિ હોય પણ ઘડપણમાં એ શક્તિ ઓછી થતાં ભેગું કરવાની આસક્તિ વધે. તૃષ્ણાને જ્ઞાનીઓએ કાળી નાગણ કહી છે. બીજા સર્પની પકડમાંથી માણસ કદાચ છૂટી જાય પણ કાળી નાગણના ભરડામાંથી ન છુટાય. એના ભરડામાંથી છૂટવાનો માર્ગ છે : જાંગુલિ મંત્ર. મદારીઓ પાસે જાંગુલિ નામનો મંત્ર હોય છે. આ મંત્રના પ્રભાવથી સર્પ વશ થઈ જાય છે અને કરડ્યો હોય તો એનું ઝેર ઊતરી જાય. તૃષ્ણારૂપી કાળી નાગણને વશ કરવા માટે જાગ્રત જ્ઞાનદૃષ્ટિ એ જાંગુલિ મંત્રનું કામ કરે છે. આ જાગ્રત જ્ઞાનદૃષ્ટિ શું છે ? માણસને વિચાર આવે કે મારી વાસના આ વસ્તુઓમાં રહી જશે તો ભટકીને, ફરીને, રખડીને પાછા અહીં આવવું પડશે; મારું ભવભ્રમણ વધી જશે; તૃષ્ણાના તાંતણે તણાવું પડશે. જીવને વારંવાર જન્મ લેવા પડે છે, એનું કારણ છે : તૃષ્ણા. મોક્ષે જાય છે એમને જન્મ લેવા નથી પડતા, કારણ કે એમની તૃષ્ણા છૂટી ગઈ છે. જન્મ લેવાનું કારણ તૃષ્ણાનું દોરડું છે. એ માણસને પાછો લઈ આવે છે. ધર્મસાધનાથી તૃષ્ણાનું દોરડું તોડવાનું છે. એ દોરડું તૂટે તો જ માણસ મુક્ત બને. દોરડું ન છૂટે તો હલેસાં મારવાં નકામાં છે. કાશીથી બે પંડ્યાઓ નૌકામાં બેસીને બીજે ગામ જવા નીકળ્યા. દસ માઈલ દૂર જવાનું હતું. ચાંદની રાત હતી. એમને થયું : લાવ, જરા ભાંગ પીએ. ગંગામાંથી પાણી લીધું, ભાંગ પીસી, અને બેબે લોટા ભરી પી ગયા. પછી હલેસાં મારવાનું શરૂ કર્યું. આખી રાત હલેસાં માર્યા. સવારના પાંચ વાગ્યા, ઘાટ ઉપર લોકોની અવરજવર શરૂ થઈ. ભાંગનો કેફ પણ ઊતરવા ૩૧૪ ૪ માનવતાનાં મૂલ્યો Page #324 -------------------------------------------------------------------------- ________________ આવ્યો હતો. થયું કે ચાલો ગામ આવી ગયું. પણ જોયું તો પરિચિત માણસો દેખાયા, ઘાટ પણ એ જ લાગ્યો. પૂછ્યું : “આ કયો ઘાટ છે ?'' કોઈએ કહ્યું : “કેમ ભૂલી ગયા ? કાશીનો દશાશ્વમેધ ઘાટ છે.” “અરે, ત્યાંથી જ તો અમે બેઠા હતા ! આખી રાત નાવ ચલાવી, હલેસાં માર્યાં તેનું શું ?' દોરડું જ નહોતું છોડ્યું ! નૌકા પ્રવાહમાં તણાઈ ન જાય માટે સો હાથના દોરડાથી એને ઘાટ સાથે બાંધવામાં આવે છે. નૌકા ફરે ખરી પણ સો હાથમાં જ. ગાંઠ ન છોડે તો નૌકા કેમ આગળ વધે ? માણસો પ્રવચનો સાંભળે છે; સમતાની વાતો કરે છે; આત્માની ચર્ચા કરે છે; પણ દોરડું ન છોડે. કહે : “તમે હલેસાં મારી જુઓ, વાંધો નથી. અમે અહીં જ છીએ.' દોરડું બાંધીને આવ્યા છીએ, બંદા ખસે જ નહિ. હલેસાં મારનારો રાજી થાય કે નૌકા ચાલે છે, પણ આગળ વધે છે ? કે માત્ર ચક્કર જ માર્યા કરે છે ? દોરડું તોડવાનું છે, તૃષ્ણાનું દોરડું છોડવાનું છે. જ્યાં સુધી એ મમત્વના ઘાટની સાથે બંધાયું છે ત્યાં સુધી શ્રમ કરો, મહેનત કરો પણ નૌકા કોઈ દિવ્ય ભૂમિ પ્રતિ આગળ ન વધી શકે, કિનારો છોડી ન શકે. કદીક તો વિચાર કરો ? પચાસ વર્ષમાં કેટલાં સામાયિક કર્યાં ? કેટલી પૂજાઓ કરી ? કેટલી જાત્રાઓ કરી ? હજુ પણ કોઈ કંઈ કહે તો કેવા ક્રોધથી છંછેડાઈ જાઓ છો ? કોઈ જરાક અપમાન કરે તો ભગવાન ઉપર, મંદિર ઉપર, કહેનાર ઉપર અને પ્રવચન ઉપર કેવાં રિસામણાં આવી જાય છે ? આ બધું તો એમનું એમ પડ્યું છે, કારણ કે દોરડાં છોડ્યાં નથી. દોરડાં છોડવાં નથી તો સામે ગામ કેમ પહોંચાશે ? તૃષ્ણાનાં દોરડાંના કારણે જીવો ત્યાં ને ત્યાં જ પરિભ્રમણ કરો છે. શ્રવણ કરતાં કરતાં ઘરમાં જેની સાથે જીવતા હોઈએ એના સ્વભાવ જાણી લેવા. જે અડધો ગાંડા જેવો હોય એની સાથે શું કરવા ચર્ચામાં ઊતરો છો ? સ્વભાવ જાણીને કલહ કે આત્માને ઉદ્વેગ થાય એવા નિમિત્તમાં ન ઊતરવું. જીવ કષાયમાં આવે છે ત્યારે ભાન રહેતું નથી. એ એટલો આવેશમાં આવી જાય છે કે બીજાને તો શું, પોતાને નુકસાન કરી બેસે છે. જે પોતાને નુકસાન કરી બેસે એ બીજાને નુકસાન કેમ ન કરે ? “મારું કે મરું; કાં હું નહિ, કાં તું નહિ,’' ફિટ જેવી કષાયોની હાલત છે. એ વખતે કાંઈ જ ખબર ન પડે. પૂર્ણાષ્ટક ૩૧૫ Page #325 -------------------------------------------------------------------------- ________________ મંદિરમાં હોય કે પ્રવચનમાં; આવેશમાં એ ઊભો થઈ જાય, ન કરવાનું કરી બેસે. જીતવાનું કોને છે ? કષાયોને. ધર્મનું શ્રવણ કર્યા પછી ગમે તે વ્યક્તિ મળે પણ તમારે એક જ વિચાર કરવાનો : “સમતાથી સહન કરી કર્મ ખપાવવાનો આ અવસર છે.” પણ મૃત્યુનો, ભાગી જવાનો, કંટાળી જવાનો કે જીવનને ઝેર કરવાનો વિચાર કદી ન કરવો. ગમે ત્યાં જશો પણ જ્યાં સુધી કર્મ પૂરાં નથી થયાં, દેવું ચૂકવાયું નથી ત્યાં સુધી એ તમને નહિ છોડે. બીજા ભવમાં પણ પીછો પકડશે. દેવું તો ચૂકવવું જ પડશે. જે મરવાનો, કંટાળીને આપઘાત કરવાનો વિચાર કરે છે, ઊંઘની ગોળીઓ લેવાનો વિચાર કરે છે એને આ જ્ઞાનદૃષ્ટિ મળી નથી. ધર્મનું શ્રવણ કરતાં કરતાં જેની જ્ઞાનદૃષ્ટિ જાગતી હોય એને દુ:ખમાં પણ જીવન જીવવાનું બળ આવે છે. જેમ જેમ સહન કરતા જાઓ એમ તપોવૃદ્ધિ થતી જાય. કષાય તો જ્ઞાની અને અજ્ઞાની બધાને આવવાના. જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી બધા કષાયો માણસના મનમાં બેઠા છે. કોઈ કહેતું હોય કે મને કષાય નથી, તો કાં એ દંભી છે, કાં અજ્ઞાની. દંભી જૂઠાથી સ્વીકારતો નથી, અજ્ઞાની જાણતો નથી. જે કષાયો તમારામાં બેઠા છે, એ જ કષાયો સાધુમાં બેઠા છે. પણ સાધુ શું કરે ? સમજાવી, પટાવીને શાંત કરી બેસાડી દે. જ્ઞાનદૃષ્ટિ અહીં સહાયક બને છે. પિત્ત અંદર પડ્યું હોય ત્યાં સુધી વાંધો નહિ; પણ ઉપર આવી જાય ત્યારે માથું ચઢે, ઊલટી આવે. કષાયો પણ ઉપર આવતાં આ મુશીબત ઊભી થાય. જ્યારે જ્યારે કષાયો ઉદયમાં આવે ત્યારે એટલું ન વિચારો ? આ કષાય કેમ આવ્યો ? આ જ્ઞાનદૃષ્ટિ છે. એક ઘરમાં સાસુવહુ ક્રોધમાં આવી ન બોલવાનું બોલે, બન્ને લઢી પડે. વહુએ પાડોશીને વાત કરી, પૂછ્યું : “એવો કોઈ મંત્ર છે જેથી મારી સાસુનું મગજ શાંત થઈ જાય ?'' નમો અરિહંતાણંનો મંત્ર આપ્યો અને કહ્યું : “મંત્ર સારો છે પણ સાથે પથ્ય પાળવું પડશે. જ્યાં સુધી તારી સાસુનું મગજ ગરમ રહે ત્યાં સુધી મોઢામાં ઠંડા પાણીનો કોગળો ભરી રાખવો : મોઢામાં પાણી અને મનમાં નમો અરિહંતાણં. તારા મોઢામાં રહેલા ઠંડા પાણીને લીધે સાસુના ૩૧૬ * માનવતાનાં મૂલ્ય Page #326 -------------------------------------------------------------------------- ________________ મગજમાં ઠંડક આવશે અને ક્રોધ શાંત થશે.” પેલી બાઈ ભણેલી ન હતી પણ શ્રદ્ધાળુ હતી. સાસુ બોલવાનું શરૂ કરે એટલે દોડીને મોઢામાં ઠંડું પાણી રાખે અને મનમાં મંત્ર શરૂ કરે. સાસુ બોલી બોલીને થાકી જાય. કહે, “તમે તો કેવાં પથરા જેવાં છો ? આટલું બધું કહ્યું તોપણ બોલતાં નથી ! જાઓ, તમારી સાથે માથાફોડ કોણ કરે ?” જેવાં સાસુ ઠંડાં થઈને બેસે એટલે પેલી બાઈ મોટું ખાલી કરે. પછી પાડોશીને કહે કે તારો મંત્ર બહુ જબરો છે; હવે તો સાસુ બોલીબોલીને ઠંડાં થઈ જાય છે. એને ખબર નહિ કે મોઢામાં પાણી હોય ત્યારે બોલાય જ નહિ. ઝઘડો કરવો હોય તો બે જોઈએ, એકલો માણસ ક્રોધ કરે તો ગાંડામાં ખપે. કષાયના સમયમાં ઉત્તર નહિ આપવો એ જ સારી વાત છે. જેને કષાય આવે એને ખબર નથી હોતી. એની સાથે આપણે પણ કષાયમાં આવી જઈએ તો આપણી હાલત પણ સામા જેવી જ થાય ને ? એ પળ નીકળી જાય પછી બીજી પળે કષાય કરનારો બીજી સ્થિતિમાં જ હોય છે. એને પશ્ચાત્તાપ થાય. મેં આટલું કહી નાખ્યું ! આવું કહી નાખ્યું, ન બોલવાનું બોલ્યો !” કાંઈ નહિ. એને એ વખતે ખબર નહોતી. ન બોલવાનું બોલ્યો ! પણ એને આટલું સમજાયું એ પણ સમજની શરૂઆત છે. જપ કરનારે તપ કરવાનું છે. તપ કરનારને જપ ફળે છે. કયું તપ ? જ્ઞાનદૃષ્ટિનું તપ. જ્ઞાનદૃષ્ટિ એ મોટામાં મોટું તપ છે. એના જેવું તપ એકેય નથી. બધી જ પ્રવૃત્તિના મૂળમાં જ્ઞાનદૃષ્ટિ હોવી જોઈએ. જ્ઞાનદૃષ્ટિ લગાડો તો વસ્તુ તમને જુદી લાગવાની. જ્યાં સંસાર જુદો લાગ્યો પછી તમે ભલે સંસારમાં રહો પણ કર્તવ્યથી રહો, જાગતા રહો, જવાબદારીથી રહો, અધ્ધર રહો, કીચડમાં ડૂબો નહિ. તમારા બધા પ્રશ્નોનો ઉત્તર જ્ઞાનદૃષ્ટિ છે. જગતમાં બે જ તત્ત્વ છે : આત્મા અને કર્મ. બધા ચૈતન્ય એ આત્મા છે, જડ એ કર્મ છે અને કર્મ અને આત્માના જોડાણને લીધે સંસાર છે. કાંઈ ગૂંચ છે જ નહિ. જ્ઞાનદષ્ટિ આવે છે અને જીવ આ તત્ત્વનો વિચાર કરતો થાય છે. પછી દરેક પ્રવૃત્તિ કરે પણ એ જળકમળની માફક અલિપ્ત રહી સંસારનું આ રીતે અવલોકન કરતો આગળ વધે છે અને જીવનયાત્રા સુંદર રીતે પૂરી કરે છે. વર્ષો તો પૂરાં થવાનાં, રડતાં રડતાં કે હસતાં હસતાં, માથાં કૂટતાં કે અર્થવિહીન ચર્ચા કરતાં. જો દિવસો પૂરા જ થવાના છે તો શા માટે દુ:ખી થઈને પૂરા કરવા ? જાગૃતિમાં પ્રબુદ્ધ થઈ દિવસ કાઢીએ તો એ દિવસ સમતામાં જાય. પૂર્ણાષ્ટક = ૩૧૭ Page #327 -------------------------------------------------------------------------- ________________ સમતાની સમજણ આવે એના જેવું સુખ કોઈ નથી. ખાવા રોટલો મળે, પહેરવા કપડાં મળે, રહેવા ઓટલો મળે એને બીજું કોઈ દુખ હોય તો એ ઊભું કરેલું દુ:ખ છે. આ ત્રણ દેહની જરૂરિયાતનાં દુ:ખ છે. આ ત્રણ હોય તેમ છતાં પણ જો દુ:ખ હોય તો એ અજ્ઞાનમાંથી જન્મેલા મોહનું છે. લોકો આ અજ્ઞાનને કારણે વસ્તુઓનો અભાવ કલ્પી દુઃખી થતા હોય છે. જ્ઞાનદૃષ્ટિ આવતાં આ ભૌતિક દુ:ખો પણ ઓછાં થતાં જાય. અંદરથી સુખ આવતું જાય. એ વિચારે : ચાલો, શરીર ઢાંકવા વસ્ત્ર છે, રહેવા મકાન છે, ખાવા રોટલો છે; હવે માલ પાણીને યાદ કરી આ રોટલાનો આનંદ શાને ગુમાવવો ? સુખનો વિચાર કરો તો તૃષ્ણા ઓછી થતી જાય. બાકી તો આ તૃષ્ણાનો ખાડો ભરતા જાઓ એમ ઊંડો ઊતરતો જાય. એક ભાઈએ શેરબજારમાં નવાણું લાખ બનાવેલા પણ કરોડપતિ બનવાની અભિલાષા. ગામના લોકોએ ઘણું સમજાવ્યા પણ ન માન્યા. કહે : નવાણું લાખ ઊભા કર્યા તો એક લાખ શું હિસાબમાં ? જોજો, હું કરોડપતિ થઈને આવું છું.” એક લાખ લેવા જતાં નવાણું લાખ મૂકીને આવ્યા. જેનાં કબાટો નોટોની થોકડીઓથી ભરેલાં રહેતાં એને મહિનો કેમ ચલાવવો એ પ્રશ્ન ઊભો થયો; શૂન્ય – round figure – કરવા જતાં પોતે જ શૂન્ય – round – થઈ ગયા. સંસાર એક ચક્કી છે. વ્યસની કે વેઠિયો પોતાની સાધના માટે સમય ન મેળવી શકે તે જરાક માની શકાય. પણ શેઠિયો થઈને કહે કે શું કરું, સમય મળતો નથી. તો આ અનુકૂળ સાધનોનો અર્થ શો ? સુખી માણસ તો ધર્મ વધારે કરી શકે ! આ જ્ઞાન, શ્રવણ, ચિંતન વારંવાર ક્યાં મળવાનું છે ? જ્ઞાનની ગંગા જરૂર વહે પણ સાંભળનારનું જ ભાગ્ય ન હોય તેનું શું ? જ્યારે સ્વાધ્યાય, ચિંતનનો લાભ મળે ત્યારે એ ન ચૂકો. જ્ઞાનથી, ધ્યાનથી જે પોતાના ચિત્તને તૈયાર કરે છે એની તૃષ્ણા ઓછી થતી જાય છે. જે જાગ્રત છે એ પૂર્ણાનંદી છે, એને દીનતા રૂપી વીંછણ ની વેદના થાય જ કેમ ? દીનતા એ વીંછણ છે. ઓછું આવતાં માણસના મનમાં ને મનમાં ડંખની વેદના થાય. તમે મધ્યમ વર્ગના હો, સગાને ત્યાં લગ્નમાં જાઓ, તમે ગળામાં સામાન્ય માળા પહેરી હોય અને લગ્નમાં આવેલા તમારા સુખી સ્નેહીએ હીરાનો ૩૧૮ * માનવતાનાં મૂલ્ય Page #328 -------------------------------------------------------------------------- ________________ હાર પહેર્યો હોય તો તમે લગ્નમાં ફરો પણ જીવ અંદર બળ્યા કરે, “આનો હાર કેવો ચળકે છે અને મારો હાર ?” - ભાગ્યયોગે પંગતમાં છેલ્લે બેસવું પડે ત્યારે તો થાય જ કે મારી પાસે દાગીના નહિ, પૈસા નહિ એટલે છેલ્લે જગ્યા મળી. એ બેઠો બેઠો ખાય ખરો પણ જીવ બળ્યા કરે, ડંખ લાગ્યા કરે, દુ:ખ થયા કરે. આ દુ:ખ માત્ર દુ:ખીનું જ છે એવું નથી. વધારે સુખીનું પણ દુઃખ છે. તમારા સુખનું કોઈ ચોક્કસ ધોરણ નથી. એ માત્ર બીજા સાથેની સરખામણી જ છે. જેણે મૂલ્યો માત્ર સંપત્તિથી કર્યા છે એવો લાખોપતિ કરોડપતિ આગળ ફિક્કો લાગે. અને એવો કરોડપતિ અબજપતિ આગળ શિયાવિયાં થાય. ઝૂકીને કહે અમે શું હિસાબમાં ? કારણ કે એ આત્માની વાત જાણતો નથી. ગામડામાં રહેતો લાખનો ધણી શહેરમાં આવે, મિલમાલિક જુએ અને દીન થઈ જાય. મિલમાલિક એના કરતાં વધુ ધનવાનને જુએ તો એની મિલ એને મિલડી લાગે. અને એ ધનવાન અમેરિકા જાય અને ત્યાં રૉકફેલર – Rockefeller – ને જુએ, એનું હેલિકોપ્ટર – helicopter – જુએ અને થાય કે આપણા જીવનમાં શું મજા છે ? શું સુખ છે ? ધનવાન કહેવાતો આ જીવ દુ:ખી થઈ જાય. બાપડો બીજાનાં સુખ જોઈ જોઈને દુ:ખી થાય. એ દુ:ખમાં, એ તૃષ્ણામાં હેરાન થાય. મરીનડ્રાઇવની પાળ ઉપર બેઠા બેઠા ઘણા જીવ બાળ્યા કરે, “આ હા હા ! મરીનડ્રાઇવ પર રહેનારા કેવા સુખી છે, મોટી લાઇટો દેખાય, બધું મોટું દેખાય.” પણ એ મોટા ઘરમાં નાની વસ્તુઓ માટે કેવો કજિયો થાય એ શું જાણે ? ઘરમાં પાંચ ગાડી અને સાત મેમ્બરો. એકને બહાર જવા ગાડી ન મળે તો ધમાલ થાય, કજિયો થાય. શું કહે ? “તમે ગાડી લઈ જાઓ અને અમારે ટેક્સીમાં મરવાનું ?” ટૅક્સીમાં જાય પણ કહે કે મારવાનું ! જેને ગાડી જ નથી એ તો ચાલતા ચાલતા આવી ગયા, કોઈ ઝઘડો જ નહિ. જ્યાં સુધી જ્ઞાન ન આવે, સમજ ન આવે ત્યાં સુધી દીનતારૂપી વીંછણના ઝીણા ઝીણા ડંખ વાગ્યા જ કરે. સર્પ કરડે તો માણસને ઝેર ચઢે, મૂછ આવે, બેભાન થઈ જાય, બોલે નહિ. પછી વીંછી કરડે તો ધાંધલધમાલ કરી નાખે. જેને તૃષ્ણા લાગી એ બધાનું હડપ કરવાનો વિચાર કરે, પણ જેને દિીનતારૂપી વીંછણ કરડે એ અંદરથી, નાની નાની વાત માટે જીવ બાળ્યા કરે. પૂર્ણાષ્ટક - ૩૧૯ Page #329 -------------------------------------------------------------------------- ________________ એને એક યા બીજી રીતે ખોટું લાગતું જ હોય. ધારો કે રવિવારે તમે તમારા સુખી સગાને મળવા જાઓ. પગ મૂકો અને ભાગ્યયોગે એ બિચારાને બહાર જવાનું હોય, એટલે “માફ કરજો', કહી તમારી સાથે ઊતરી પડે. તમે શું કહો ? ‘‘આપણી પાસે પૈસા નથી એટલે ચહાનું પાણી સરખું પણ ન પાયું !'' ઘરે આવો, દુ:ખી થાઓ, એ માણસ પ્રત્યે ધિક્કાર જાગે. થાય કે પૈસાદારોનાં મોઢાં કાળાં. રવિવારનો હોલીડે હોળીડેમાં ફેરવાઈ જાય ને ? એમ કેમ માનવું કે એણે જાણી જોઈને ચહા નથી પાઈ ? અહીં સ્યાદ્વાદનો ઉપયોગ ક૨વાનો છે. સ્યાદ્વાદની દૃષ્ટિ હોય તો કહેશે : “હશે, એ પણ કોઈક વાર બિચારો દુ:ખી હોય, મારે શું કામ છે ? મેં મારું કર્તવ્ય બજાવ્યું.' મોઢા ઉપર કટુતાની રેખા ઊપસી ન આવે, દીનતાના ડંખથી ડંખાયેલા ન હો તો કોઈક દિવસ એ જરૂર પાછો આવીને કહેશે : “એ દિવસે તમે મારે ત્યાં આવ્યા પણ ઉતાવળ હોવાથી મારે નીકળી જવું પડ્યું, સ્વાગત પણ ન કર્યું, માફ કરશો.” એ ક્યારે બને ? જો તમારા મોઢા ઉપર દીનતાનો ડંખ ન દેખાય તો. તૃષ્ણારૂપી કાળી નાગણના ઝેરને ઉતારનાર જાંગુલિ મંત્ર સમાન જ્ઞાનદૃષ્ટિ જેની જાગ્રત છે એવા પૂર્ણાનન્દીને દીનતારૂપી વીંછીના ડંખની વેદના થાય જ કેમ ? ૩૨૦ * માનવતાનાં મૂલ્ય Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૨. પૂર્ણાષ્ટક (૫) पूर्यन्ते येन-कृपणा स्तदुपेक्षैव पूर्णता । पूर्णानन्दसुधास्निग्धा, दृष्टिरेषा मनीषिणाम् ।। : દીન ન બન. તારે દીન બનવાનું છે કોઈ કારણ નથી. તને ગરીબ, કંગાલ કે નિર્ધન કોણ કહી શકે ? તું તો ધનપતિનો પણ ધનપતિ છો; તું તો અદ્ભુત સંપત્તિનો સ્વામી છો; પણ તારી સંપત્તિનું તને ભાન નથી, તારી સંપત્તિ શું છે એ તું સમજ્યો નથી એટલે તને લાગે છે કે તારી પાસે કાંઈ નથી. પણ તને જો એ સંપત્તિનો ખ્યાલ આવી જાય તો તું કોઈની આગળ દીન કે રંક નહિ બને, મનમાં ઓછું નહિ આણે. પુણ્યની પ્રકૃતિ કેવી વિવિધ છે ! શાળીભદ્રને ત્યાં રાજા શ્રેણિક આવે છે, નોકરોના ખંડમાં આરસની જળતરંગવાળી લાદીઓ જોતાં શ્રેણિકને સંશય પડ્યો : આ પાણી છે કે પથ્થર. એ જાણવા માટે એણે વીંટી મારી. વીંટી અથડાઈને પાછી આવી ત્યારે જાણ્યું કે આ પૂર્ણાષ્ટક ૩૨૧ Page #331 -------------------------------------------------------------------------- ________________ પાણી નહિ, આરસની શિલાઓ છે. એ ઉપર જાય છે. શાળીભદ્રની મા શાળીભદ્રને નીચે બોલાવે છે. એનું શરીર પારિજાતક જેવું સુકુમાર છે. અનંત સમૃદ્ધિ છે. ઘડીભર શ્રેણિકને થયું : “હું આ મગધનો રાજા, જે નથી માણતો એ શાલીભદ્રના સેવકો માણે છે !” ત્યાં એને ભગવાન મહાવીર યાદ આવ્યા. એમણે કહેલી પુણ્યની વિવિધતાની વાત સાંભરી આવી. કર્મની પ્રકૃતિઓના ભિન્ન ભિન્ન પ્રકારો તે આનું નામ. પુણ્ય ભોગવવાની પ્રકૃતિઓ જુદી છે. કોઈ રાજા બની જાય પણ શાતાવેદનીય સુખ ન અનુભવી શકે અને કોઈ શાતાવેદનીય અનુભવતો હોય પણ રાજા ન હોય. એકને ભોગાવળી પુણ્યનું સુખ છે, બીજાને રાજ્યનું અનુશાસન કરવાનું પરાઘાત નામનું કર્મ છે. શ્રેણિકે વિચાર કર્યો : “મને અનુશાસનનું, હુકમ કરવાનું પુણ્ય મળ્યું છે, જે શાળીભદ્રને નથી મળ્યું. અને એની પાસે વૈભવના ઉપભોગનું પુણ્ય છે તે મારી પાસે નથી. એની દુનિયામાં એ સમૃદ્ધ છે, મારી દુનિયામાં હું સમૃદ્ધ છું.” મનમાં બળતા નહિ, ઈર્ષ્યા નહિ. એટલે જ શાળીભદ્રને લૂંટીને રાજ્યભંડાર ભરવાનો વિચાર એને ન આવ્યો. - આજે આ જ્ઞાન વગરના, અધ્યાત્મ વગરના ભૂખ્યાઓને બોલાવો તો તમારા દુ:ખનું કારણ જ બને ને ? પણ જે કર્મવાદને જાણતો હોય એ દુનિયામાં રહે ખરો પણ તૃપ્ત હોય. ધર્મ સમજાઈ જાય તો જીવનની દિશા બદલાઈ જાય. દુનિયામાં કંજૂસને કૃપણ કહેવાય પણ અહીં મંદ બુદ્ધિવાળો કૃપણ કહેવાય. એ રાતદિવસ સાચું-જૂઠું કરીને, આર્તધ્યાન કરીને, મિત્રોને દગો દઈને, બીજાને માટે પૈસો ભેગો કરે અને પોતાને માટે દુર્ગતિનું ભાતું બાંધે એના જેવો કમઅક્કલ બીજો કોણ ? માખીઓની જેમ ગુનગુન કરી મધપૂડો તૈયાર કરે અને કોઈ રીંછ આવી, હાથ મારીને બધું લઈ જાય, બધું ખાઈ જાય; એવો આત્મા કૃપણ નહિ તો બીજું શું કહેવાય ? સાચાં મા-બાપ તો છોકરાંઓને સરસ ઉચ્ચ કેળવણી આપે, સંસ્કારો આપે અને કહે : “હવે તમે તમારું ભાગ્ય નિર્માણ કરો, પાપથી ભેગું કરેલું તમને આપીને મારે તમને દુર્ગતિમાં નથી મોકલવા.” - કૃપણો શાની અપેક્ષા કરતા હોય છે ? ધનની. પારકી વસ્તુ મળે તે કામ લાગશે માની પૂરતા જાય, ભરતા જાય, પોતાની જાતને સુખી માનતા જાય, પણ જ્ઞાનીઓ કહે છે કે જેનાથી કપણ પોતાને ભરાતો માને છે, પૂર્ણ માને છે, ગઢ જીતી ગયો માને છે એની તે ઉપેક્ષા કર, કપણ માને છે તે ભ્રમ છે. એ ગઢમાં જશે ત્યારે ખબર પડશે કે ગઢ છે કે ગત ! ૩૨૨ : માનવતાનાં મૂલ્ય Page #332 -------------------------------------------------------------------------- ________________ સાસુ જ્યારે વહુને લઈને ઘરમાં આવે છે ત્યારે કૂદતાં હોય છે, ‘આહાહા ! જાણે ગઢ જીતી આવ્યાં !'' ખૂબ રાજી હોય. બાર મહિના પછી જુઓ, કર્યો અને કેવો ગઢ જીતી આવ્યાં ? જેનાથી એ માને કે પુરાઈ ગયા, ભરાઈ ગયા, સુખી થયા એનાથી કોઈ પુરાતું નથી. પૌલિક વસ્તુઓથી કોઈ પૂર્ણ બન્યું છે ખરું ? અંતરની પૂર્ણતા શું છે ? જેનાથી કમઅક્કલવાળા માણસો ‘ભરાઈ ભરાઈ ગયા' એમ માને છે એની ઉપેક્ષા કરવી, એની સામે negligent બનવું, indifferent બનવું, એ જ પૂર્ણ બનવાની સુંદર અને ટૂંકી રીત છે. મનથી જે અપૂર્ણ છે એ પોતાને મળ્યું તેનો તો વિચાર જ નહિ કરે, પણ ન હોય તેનો જ સતત વિચાર કરશે. “આની પાસે આટલું બધું છે, કેવો સુખી છે ! મારી પાસે કાંઈ નથી.'' “અરે ભાઈ ! તને એના સુખની શી ખબર ? એ એક રોટલી ખાઈ શકતો નથી અને તું પાંચ રોટલી ખાઈ જાય છે ! એને ખાતાં પહેલાં ઇન્જેક્ષન injection ખાવું પડે છે, તું તો વગર વિચારે ઝાપટે જ રાખે છે.'' થોડોક વિચાર કર. તને કેટલું સરસ શરીર મળ્યું છે. મળેલી અનુકૂળતાનો વિચાર કરશો તો લાગશે કે કંઈક પુણ્ય કર્યું તો આટલું મળ્યું. હવે જો પુણ્ય અને પાપનો ક્ષય થઈ જાય તો તો સીધો મોક્ષે જ પહોંચી જાઉં, આપણને મોક્ષમાં પહોંચવાની પરમ શક્તિ મળી છે, ધર્મ કરવાની અનુકૂળ સામગ્રી મળી છે; આપણા જેવું ભાગ્યશાળી કોણ ? ધર્મસહિત, દુનિયામાં દાસ બનવું કબૂલ છે, પણ ધર્મવર્જિત કરોડપતિ બનવું નકામું છે. ધર્મવર્જિત કરોડપતિ મરીને દુર્ગતિએ જાય જ્યારે ધર્મસહિત નોકરી ક૨ના૨ો સદ્ગતિએ જાય. તમારું પુણ્ય જુદી પ્રકૃતિનું હોય અને તમે કોઈના સુખની ઝંખના કરો, તો એના જેવું મળે નહિ અને તમે તમારા જેવા રહો નહિ. “બીજાના અનુકરણમાં બીજાના જેવા થવાતું નથી અને જે છે તે રહેવાતું નથી.' કાગડો મોર બનવા બેસે તો તે મોર બની શકતો નથી અને કાગડાની દુનિયામાં પ્રવેશ મેળવી શકતો નથી. માટે માણસે પોતે પોતાની અવસ્થાનો વિચાર કરવો જોઈએ. બીજાના ધનની અપેક્ષા ક૨વી એના કરતાં ઉપેક્ષા કરવી સારી. તમારામાં આજે બીજાની અપેક્ષા છે. અપેક્ષાને લીધે આખું જીવન કટુ બની ગયું છે. દરેકની પાસે અપેક્ષા. ‘આ મને પ્રણામ કેમ કરતો નથી, મને બોલાવતો કેમ નથી, તે આમંત્રણ મોકલતો કેમ નથી ?’ પેલો પૂર્ણાષ્ટક * ૩૨૩ Page #333 -------------------------------------------------------------------------- ________________ સર્વત્ર એકલી અપેક્ષા જ છે. પત્ની એમ ઇચ્છે છે કે પતિ મારે માટે અલંકાર લાવે, પતિ એમ ઇચ્છે કે હું રળીને આવું ત્યારે એ મને સ્નેહ અને હાસ્યથી કેમ ન આવકારે ? ઘરડાં ઇચ્છે કે છોકરાઓ અમારો પડ્યો બોલ ઝીલે અને સાસુ ઇચ્છે કે વહુ મારો ખ્યાલ રાખે. આ અપેક્ષાઓ પૂરી થતી નથી, ધાર્યું થતું નથી. એટલે અંદર ક્રોધનો, વિષનો અને કષાયનો દાવાનળ સળગવા માંડે છે. “કૃષની છાયા કૂપ સમાણી ઇચ્છા તેમ સબ ભાંગી.” ઝાડની છાયા પથિકને મળે, કૂવાની છાયા કોઈને ન મળે, એમાં જ પૂરી થાય. તેમ અપેક્ષા પણ અંદર પૂરી થાય. માણસ મનમાં તરંગો ઊભા કરે અને એ તરંગોની હારમાળામાં જીવન પૂરું થઈ જાય. જેનાથી દુનિયા પૂર્ણ થવા માગે છે એની ઉપેક્ષા કરતાં શીખશો તો તમારા મનમાં કદાપિ બળતરા ઊભી નહિ થાય. સંતોષી અને સુખી રહી શકશો. બીજાનાં સુખને જોઈને તમારી આંખોમાં અમી ઊભરાશે. જે સત્ય અને અસત્ય; સાચું અને ખોટું; શાશ્વત અને અશાશ્વતનો વિવેક કરી શકે એને મનીષી, પ્રાજ્ઞ કહેવાય. એની દ્દષ્ટિ કેવી હોય ? કૃપણો જેની ઝંખના કરતા હોય એની અપેક્ષા નહિ, ઉપેક્ષા. એની દૃષ્ટિ પૂર્ણાનંદની સુધાથી મૃદુ બની ગઈ હોય છે, મીઠી અને સુકુમાર બની ગઈ હોય છે, ભાવાત્મક અને સ્નેહાર્દ્ર બની ગઈ હોય છે. જેમ બળતી આંખોમાં મા આવીને કાજલ આંજે અને એમાં ઠંડક વળે તેમ પૂર્ણાનંદની દૃષ્ટિ નયનોમાં આવે અને અમૃત જેવી ઠંડક વળે. આવી આંખોમાં શીતળતા અને સ્નિગ્ધતા હોય. એ સમજતો હોય છે કે વિશ્વમાં જે વિવિધતા દેખાય છે એ સહુ સહુના પુણ્યનો પ્રકાશ છે. જુદાં જુદાં કર્મોને લીધે જુદી જુદી વ્યક્તિઓ વિકાસ પામી રહી છે. એકસરખું વ્યક્તિત્વ કોઈનું નહિ મળે. બાપ જેવો દીકરો દેખાય ખરો પણ સ્વભાવમાં નહિ. એમ જ જો હોત તીર્થંકરના બધા પુત્રો તીર્થંકર અને ગાંધીજીના બધા દીકરા ગાંધીજી બની ગયા હોત, પણ એવું કદી બનતું નથી. પુણ્યના ચાર પ્રકાર છે, માતાના સદાચારના પુણ્યથી સંતાન સંસ્કારી બને, પિતાના બુદ્ધિના પુણ્યથી પુત્ર કુશળ બને, કુળના ઉદારતાના પુણ્યથી સંતાન ઉદારદિલ બને અને આત્માના પોતાના પુણ્યથી એનો પરલોક સુધરી જાય. ૩૨૪ * માનવતાનાં મૂલ્ય Page #334 -------------------------------------------------------------------------- ________________ જેનો આ ભવ નથી સુધર્યો તેનો પરભવ કેવી રીતે સુધરે ? પણ સુધરવું એટલે બધા પૈસાદાર થઈ જાય, મોટા હોદ્દા ઉપર આવી જાય એમ નથી સમજવાનું. પૈસો આવ્યો, મોટાઈ આવી, પ્રતિષ્ઠા મેળવી એ બધું બહારનું છે, એથી અંદરની જાગૃતિ ક્યાંથી આવે ? દૃષ્ટિ અંદરથી સ્નિગ્ધ-અમીભરી થાય પછી જગતને જોઈને, જગતની વિભૂતિમત્તાને જોઈને મનમાં આનંદ થાય. વિચાર આવે : ભગવાને પુણ્ય કેટલા પ્રકારનું બતાવ્યું છે ! એમાં કેટલી વિવિધતા છે ! ચાર બહેનો હોય; એક કરોડપતિને ત્યાં જાય, બીજી મધ્યમ વર્ગમાં, ત્રીજી મહિને માંડ પૂરું કરે અને ચોથી દિવસનું પણ માંડ મેળવે. બધી જ બહેનો, પણ પુણ્યની પ્રકૃતિ જુદી. જ્ઞાનીને આ વાત સમજાય. અલબત્ત ! પુણ્યની પ્રકૃતિમાં ફેર છે; કોઈને ત્યાં વધારો તો કોઈને ત્યાં ઘટાડો; એ તો સંસારમાં ચાલ્યા કરશે પણ આત્મામાં કાંઈ ફેર નથી. આ જ્ઞાનદૃષ્ટિ આવે તો આ પળ, આ દિવસ, આ જીવન સંતોષથી સુધરે. જેનામાં આ જ્ઞાનદૃષ્ટિ છે એને આ મંદિરો, શાસ્ત્રો, ઉપાશ્રય, જ્ઞાન અને દર્શન કામ લાગે. જેને નથી એને કાંઈ કામ ન લાગે. એ ભલે પ્રવચન શ્રવણ કરે પણ ઘરમાં પ્રવેશે એટલે જેવો હતો તેવો ને તેવો જ. એક અજ્ઞાની રોજ ઘરમાં ઝઘડા કરે, લઢે. એ જાત્રાએ જવા તૈયાર થયો. એના જ્ઞાની મિત્રે કહ્યું : “તમે જાત્રાએ જાઓ છો તો એક કામ ન કરો ? આ તુંબડું લેતા જશો ? જ્યાં જ્યાં જાઓ ત્યાં ભગવાનનાં દર્શન આ તુંબડાને કરાવજો અને પવિત્ર નદીઓનાં પાણીમાં સ્નાન કરાવજો, જેથી આ તુંબડું છપ્પન તીર્થ જઈને આવે. પછી આને સમારીને એનું શાક બનાવીને ખાઈશું તો અમારામાં સદ્બુદ્ધિ આવશે.’’ અજ્ઞાની તુંબડું લઈને ગયો. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી બધે હવડાવ્યું, દર્શન કરાવ્યાં. ફરતો ફરતો હિમાલયથી હરદ્વાર સુધીના પવિત્ર ધામોમાં એ ફરી આવ્યો, તુંબડાને પણ ફે૨વી આવ્યો. યાત્રાથી પાછો આવ્યો એટલે મિત્રે જમવાનું નિમંત્રણ આપ્યું. તુંબડાને સમારીને શાક બનાવ્યું. મોઢામાં મૂક્યું તો મોઢું કડવું કડવું થઈ ગયું. થૂ થૂ કરવા લાગ્યો. મિત્રને કહ્યું : “ભાઈ ! પાણી આપો, મારે મોઢું ચોખ્ખું કરવું છે. શાક કરતાં પહેલાં કોઈએ ચાખ્યું પણ નહિ ?'' મિત્રે કહ્યું : “ભાઈ ! એમાં જોવાનું શું હોય ? બજારમાંથી લાવ્યા હો તો જોવાનું હોય પણ આ તો છપ્પન તીર્થની યાત્રા કરી પૂર્ણાષ્ટક * ૩૨૫ Page #335 -------------------------------------------------------------------------- ________________ આવેલું, દર્શન કરી આવેલું, પવિત્ર નદીઓમાં સ્નાન કરી આવેલું, પર્યટન કરી આવેલું તુંબડું છે. આમાં તપાસવાનું શું ?'' યાત્રાએ જઈ આવેલા અજ્ઞાનીએ જ્ઞાનભર્યો જવાબ આપ્યો : “દર્શન અને સ્નાન તો બહારથી કરાવ્યાં એથી અંદરનો ભાગ કેવી રીતે સુધરે ?'' ત્યારે મિત્રે કહ્યું : “અંદરની દૃષ્ટિ નહિ પલટાય, તૃષ્ણા ઓછી નહિ થાય તો બહાર ગમે ત્યાં ગમે તેટલાં તીર્થે જઈ આવીશું પણ અંદ૨નો સ્વભાવ નહિ પલટાય.' શાક કડવું હોય તો ભોજનની મજા મારે એમ જીવન કડવું હોય (દૃષ્ટિ વિકૃત હોય) તો જીવનની મજા મારે. સ્વભાવને પલટાવવાનો છે, એ પલટાય છે ત્યાં જીવન જુદું બને છે. જીવનમાં જીવવાની પણ મજા આવે છે. આપણે આ દુનિયામાં જન્મ્યા, તે દુનિયાને બનાવવા માટે નથી આવ્યા. આપણે આપણા વિકાસ માટે આવ્યા છીએ. ઠીક છે, મેળો ઊભો થઈ ગયો, પણ એ ધ્યેય નથી. અહીંથી પાલિતાણા જાઓ, મુસાફરી કરતાં ટ્રેઇનમાં પાંચ-દસ મિત્રો બની જાય. જાત્રા માટે સાથે ચઢો, જાત્રા કરો પણ ઊતરવાનો સમય થતાં તમે કોઈની વાટ નથી જોતા. જાત્રામાં બધા ભેગા, પણ પોતાનું સ્ટેશન આવતાં સહુ સહુના બિસ્તરા લઈ ઊતરી જવાના. આ આત્મા વિશ્વયાત્રામાં એકલો આવ્યો હતો અને બધા મળી ગયા. કોઈ પતિ રૂપે આવે, કોઈ પત્ની રૂપે આવે, કોઈ મા રૂપે આવે. બધાં ભેગાં થયાં. તમે આ યાત્રાના પ્રવાસી છો, બધાની સાથે મીઠો, કુમાશભર્યો, પ્રમાણિકતા અને નિષ્ઠાભર્યો સંબંધ રાખો, જેથી છૂટા પડીને પાછાં ક્યાંક મળો તો એ સંભારે, “કેમ ? આપણે ક્યાંક મળ્યા હતા ને ?” એમની સાથે દગાબાજી કે લુચ્ચાઈ કરો તો કહેશે કે આ તો ખિસ્સાકાતરુ, પાલિતાણામાં મળ્યો હતો તે છે. આપણે પહેલાં મળ્યા હતા, આજે મળ્યા છીએ અને ફરીથી ક્યાંક મળવાના છીએ. સહુની સાથે સારી રીતે વર્ત્યા હશો તો એકબીજાને જોતાંની સાથે આત્મામાં ઉલ્લાસ થવાનો. એકને જોઈને આનંદ થાય, બીજાને જોઈને દુ:ખ થાય, કારણ ? જેની સાથે ગયા જન્મમાં સારી રીતે વર્ત્યા એને જોઈને મનમાં ઉલ્લાસ, આનંદ અને ભાવ જાગે. જેની સાથે સારી રીતે નથી વર્ત્યા એને જોઈને થાય. આ ક્યાં ?’' એ કંટાળાજનક લાગે. માણસમાં ફેર નથી. માણસે બાંધેલા પુણ્ય અને પાપનાં પરિણામોને લીધે એકને જોઈને ઉલ્લાસ થાય, બીજાને જોઈને ધિક્કાર છૂટે. એવું પણ બને કે ૩૨૬ : માનવતાનાં મૂલ્ય Page #336 -------------------------------------------------------------------------- ________________ એક ઘરમાં કોઈ કોઈના માટે કાંઈ ન કરે અને બહાર હજારોનું કરે. એક કંજૂસ માણસ અહીંથી પાયધુની જવું હોય તો ચાલીને જાય પણ એને એકની સાથે એવી લેણદેણ કે એને જરૂર હોય તો એ પચીસ રૂપિયા કાઢીને આપી દે, એ ભાઈ કહે : “મહારાજ ! ગમે તે હોય પણ એને જોઉં છું અને આપવાનું મન થઈ જાય છે. એની ગરીબી કહો, કહેવાતી રીત કહો પણ એ માગે તો આપી જ દઉં. કદાચ મેં ગયા જન્મમાં એની પાસેથી લીધું હશે, બાકી હું અમસ્તો એક પૈસો પણ વાપરતો નથી.” માણસ કોઈ કોઈને નથી આપતો. આપે છે તે માત્ર લેણદારને જ આપે જ્ઞાનીઓએ કહ્યું : “સ્નેહ, વેર તે કારણે દેખી પરસ્પર હોય.” પૂર્વજન્મના પુણ્યને લીધે સ્નેહ ઉત્પન્ન થાય, પાપને લીધે દ્વેષ ઉત્પન્ન થાય. તમે જેને માટે કરો છો એ કાંઈ એના ઉપર ઉપકાર નથી કરતા ! એણે કાંઈક આપેલું એટલે તમે એને માટે કરો છો. જીવનપ્રવાસમાં સહુ સાથે સરસ વર્તન રાખતાં રાખતાં અંદર ધ્યાન રાખવું કે હું જવાનો છું. આ જીવનમાં એકલો આવ્યો છું; લોકોને રાજી કરવા, લોકો પાસેથી પ્રશંસા મેળવવા કે માનપત્ર લેવા નથી જમ્યો. કર્તવ્યની કેડી પર મારે ચાલ્યા જવાનું છે. વિકાસ એ જીવનનો હેતુ છે. વિકાસ કરતાં કરતાં પૂર્ણતાને પામીએ તો આપણા સ્નેહીઓને પણ એનો લાભ મળે. કદાચ પ્રશ્ન થાય કે આ તો selfish motive કહેવાય, સ્વાર્થવૃત્તિ કહેવાય. તમારું જ કરી લો, બીજાનું કાંઈ નહિ ! આત્માર્થી સ્વાર્થી ખરો પણ, એ જ ખરો પરમાર્થી બને છે. સારું જીવન જીવે, નીતિથી જીવે, પ્રમાણિકતા હોય, સ્વજનોને સારા માર્ગે લઈ જાય અને એના જીવનના પ્રકાશથી આસપાસના સ્વજનોનાં જીવનને રંગી નાખે. એ શું સાચો પરમાર્થી નથી ? પણ જેના પોતાના જ જીવનમાં કાંઈ ન હોય તો એ સાથીઓને, પત્ની, પુત્રને શું આપવાનો છે ? જીવન સુંદર બનાવી, જીવનની સુંદરતાનો લાભ સ્વજનોને મળે એ માટે વિકાસનો વિચાર છે. હું આ જગતમાં વિકાસ કરવા આવ્યો છું. સહુ આત્મા પોતપોતાની સમજના પ્રકાશ પ્રમાણે વિકાસ કરી રહ્યા છે. જગત વિવિધતાથી ભરેલું છે. જેટલા જીવો છે એટલા પુણ્યની પ્રકૃતિના ભેદ છે. સંસારમાં એકસરખા બે માણસો નહિ મળે; બહારથી દેખાય પણ વિગતથી જોવા જાઓ તો એકસરખા નહિ મળે. પૂર્ણાષ્ટક * ૩૨૭ Page #337 -------------------------------------------------------------------------- ________________ સી.આઈ.ડી.ને અભણ માણસોની લેવામાં આવતી અંગૂઠાની છાપ (thumb impression) વિષે પૂછ્યું તો કહે : “મારા જીવનમાં પચાસ હજાર ચોર, ડાકુ અને ખૂનીની thumb impression લીધી છે પણ એકેય print આજ સુધી બીજાની સાથે મળતી નથી આવી.” નાના-શા અંગૂઠામાં આટલો ફેર તો આકાર, વિચાર અને સ્વભાવમાં ફેર કેમ ન હોય ? પણ તમે તો એમ જ કહો છો, “મારા જેવો તું થા.” એ કેવી રીતે બને ? સહુ પોતપોતાના કર્મ પ્રમાણે બને છે. આ દૃષ્ટિ કોને આવે છે ? જે વિચાર કરે છે તેને મળે છે. બધાને નથી મળતી. આ સાંભળે ઘણા, પણ જેનું પુણ્ય હોય એ જ સાચો મનીષી બને છે. એ સાંભળીને વિચારે : “જે શ્રવણ કર્યું એની સાથે મારો સંબંધ શું છે ?" વિચારના દોરે દોરે એ ચાલ્યો જાય, જે મનીષી નથી એમનો દોરો તૂટી જાય. એક દહાડો રંગમાં આવી જાય પણ બે-ચાર દિવસે જેવો હતો તેવો ને તેવો. જે મનીષી છે એ વિચારના વિકાસક્રમમાં આગળ વધે છે. સર્વને આ દૃષ્ટિ નથી મળતી. જે વિચાર કરે તેને જ આવી આંતરદૃષ્ટિ મળે છે. જ્યાં આંતરદષ્ટિ મળી ત્યાં બાહ્યદૃષ્ટિનો રંગ જુદો લાગે. બહારની નજર ચામડાની છે, અંદરની નજર આત્માની છે. યાત્રાએ સંઘ જતો હતો, એમની સાથે એક અંધ ભાઈ પણ ચાલ્યો જતો હતો. કો’કે પૂછયું : “તું કયાં આવે છે ?” “આપની સાથે યાત્રાએ.” “અરે, અમે તો ભગવાનનાં દર્શન કરવા જઈએ છીએ અને તું તો આંધળો...તું શું જોવાનો ?” જે કહેવાનું હોય તે જ કહો પણ યોગ્ય રીતે કહો. ઘણી વાર આંધળો કહેનારા દેખતા નથી હોતા. અંધભાઈ સમજુ હતા, આંતરદૃષ્ટિ ખૂલી હતી. એણે કહ્યું : “હું ભગવાનને નહિ જોઉં પણ ભગવાન તો મને જોશે ને ! મારી આ સ્થળ આંખોમાં ભગવાન નહિ આવે પણ હું તો ભગવાનની દિવ્ય નજરમાં આવી જઈશ ને ? હું ભગવાનની નજરોમાં વસવા માગું છું.” આપણા મનમાં ભગવાન વસે તે કરતાં આપણે ભગવાનના મનમાં વસી જઈએ એ બહુ મોટી વાત છે. ભગવાનના મનમાં વસવું એ કાંઈ નાનીસૂની વાત નથી. આ આંતરદૃષ્ટિ છે. આપણે ભગવાનની નજરોમાં આવીએ, ભગવાનની આંખોમાં વસીએ, એમના ચરણોમાં આપણું સ્થાન હોય એવું જીવન જીવીએ તો જ ત્યાં સ્થાન મળે. ૩૨૮ - માનવતાનાં મૂલ્ય Page #338 -------------------------------------------------------------------------- ________________ બિરબલ ગરીબ હતો. એ અકબર પાસે ગયો. સરસ વાતો કરી. અકબરને પ્રસન્ન કર્યો. અકબરે પૂછ્યું : “શું જોઈએ છે ?'' બિરબલે કહ્યું : “બીજું કાંઈ નહિ, આપ જ્યારે સિંહાસન ઉપર બેસવા જાઓ ત્યારે કાનમાં આટલું ન કહો કે અલ્યા બિરબલ, કેમ છે ?”” આપનો તુંકારો મારે મન ખૂબ છે.” અકબર કહે : “અરે, આમાં તારું શું વળવાનું ? કહે તો થોડા પૈસા આપું.'' બિરબલે કહ્યું : “જહાંપનાહ ! રોટલા કરતાં મન તૃપ્ત થાય એ બહુ મોટી વાત છે.'' અકબરે “હા પાડી. એ રથમાંથી ઊતરી સિંહાસન ઉપર બેસવા જાય ત્યારે એ પૂછે, “બિરબલ ! કેમ છે ?'' આવું બે-ચાર દિવસ ચાલ્યું. ધીમે ધીમે ગામમાં વાત પ્રસરી ગઈ. બિરબલ બાદશાહનો માનીતો છે, રાજા સિંહાસન ઉપર બેસતાં પહેલાં એને જ પૂછે : “કેમ છે ?'” એનું સ્થાન બાદશાહના મનમાં કેટલું મોટું હશે ! સૌ બિરબલને બોલાવવા લાગ્યા. શ્રીમંતો, મોટા સામંતો સૌ બિરબલને સલામ ભરે. “જેને બાદશાહ જાહે૨માં પૂછે એને એકાંતમાં તો કેટલા મળતા હશે ? આપણી વાત કરે તો આપણું કામ થાય. એની મહેરબાની મેળવો. અકબરની મહેરબાની નહિ મળે પણ બિરબલની તો જરૂર મળી શકે.' ધીમે ધીમે એ મોટો થવા લાગ્યો, ભેટો આવવા લાગી. અકબરને થયું : “માગનારા ઘણા આવ્યા પણ બિરબલે કાંઈ જ ન માગ્યું. એક મહેરબાની જ માગી.'' પણ ખરી રીતે એણે તો ઘણું માગી લીધું. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું : “બિરબલ ! મેં તને કાંઈ આપ્યું નથી તેમ છતાં તું મસ્ત કેમ રહે છે ?'' “જહાંપનાહ ! તમારી નજરોમાં આવી ગયો, એટલે ગામની નજરોમાં વસી ગયો.'' આનું નામ આંતરદૃષ્ટિ. પૂર્ણાનંદની સુધા એટલે અમૃતથી સ્નિગ્ધ બનેલી, સુકુમાર, ભાવાત્મક બનેલી દૃષ્ટિ મનીષીની છે. આ દૃષ્ટિમાં પૂર્ણતા છે, આ દૃષ્ટિમાં દિવ્યતા છે. પૂર્ણાષ્ટક × ૩૨૯ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૩. પૂર્ણાષ્ટક (૬) अपूर्णः पूर्णतामेति, पूर्यमाणस्तु हीयते । पूर्णानन्दस्वभोवोऽयं, जगदद्भुतदायकः ।। મ અનાદિકાળથી આપણા આત્માની સાથે હતાં અને છે. ઘણાના મનમાં કે પ્રશ્ન થાય છે : જો કર્મ આત્માને લાગ્યાં, તો લાગતાં પહેલાં આત્મા કેવો હતો ? છે અને એ શુદ્ધ આત્માને કર્મો શા માટે લાગ્યાં ? આત્મા જો નિર્મળ અને શુદ્ધ હતો છે તો આત્માને કર્મ લાગવાની શી જરૂર * પડી ? અને આ વાત સ્વીકારીએ તો મોક્ષે 1 ગયા પછી, શુદ્ધ થયા પછી પણ પાછાં 6 આત્માને કર્મો નહિ લાગે ? ઉત્તર આ છે : કર્મો આત્માને જે લાગ્યાં નથી પણ લાગેલાં જ હતાં. ‘લાગ્યાં' ' એટલે નિશ્ચિત સમય, અમુક point of ime નક્કી કરવામાં આવે છે. પણ ‘લાગેલાં જ હતાં' એમ કહેતાં અનાદિકાળ $ infinite timeનો ઉલ્લેખ થાય છે. આત્મા છે અને કર્મ અનંતકાળથી નિગોદમાં મળેલાં જ પડ્યાં હતાં. એમ ન જ કહેવાય કે અમુક ૩૩૦ માનવતાનાં મૂલ્ય Page #340 -------------------------------------------------------------------------- ________________ સમયે કર્મ અને આત્મા ભેગાં થયાં. ભેગાં જ હતાં એમ સ્વીકારીને આગળ વધવાનું છે. તમે સોનાની ખાણ (goldmine)માં જાઓ તો ત્યાંથી નીકળતી ચમકતી ૨જ જોઈને તમને નહિ લાગે કે આ સોનું છે. સરસ છે. તમને તો એમ જ થાય કે ઘરે વાસણ માંજવા કામ લાગશે. અધિકારી કહેશે : “ભાઈ સાહેબ ! આ કાંઈ ધૂળ નથી. આ તો સોનું છે.” કઈ અવસ્થામાં છે ? ધૂળની અવસ્થામાં છે, gross elementની સાથે સોનું મળેલું છે. કોઈ પૂછે કે ક્યારે મળ્યું ? કેટલાં હજાર વર્ષ પહેલાં મળ્યું ? કોણે મેળવ્યું ? શા માટે મેળવ્યું ? તો શું ઉત્તર મળશે ? સોનું ધૂળની સાથે અનાદિકાળથી ભેગું હતું જ, જે સમયને મર્યાદા જ ન આપી શકાય. જેવી રીતે સોનું ધૂળની સાથે મળેલું છે એમ આત્મા કર્મની સાથે મળેલો છે. કોઈ પૂછે કે ‘આત્માનો જન્મ ક્યારે થયો ? કેટલાં કરોડ વર્ષ પહેલાં થયો ?' એ બિચારાને ફિલસૂફીની કાંઈ ખબર જ નથી. વિજ્ઞાનનો આ એક સિદ્ધાંત છે : જેનો જન્મ થયો એનું મૃત્યુ થવાનું જ. આપણે કહીએ છીએ કે આત્મા અમર છે તો પછી આત્માને જન્મ ક્યાંથી ? આત્માને કોઈએ બનાવ્યો નથી. જ્યાં બનાવ્યો એમ સ્વીકાર્યું ત્યાં એનો અંત સમજી જ લેવાનો. જેનું સર્જન થાય એનું વિસર્જન થવાનું જ. સર્જન વિસર્જન એ એક વસ્તુના બે છેડા છે. જે આત્માનો વિનાશ નથી એનું સર્જન કોણે કર્યું ? construction = અને destruction આ કર્મની અસરને લીધે માણસની વૃત્તિઓમાં ફેરફાર થાય છે. કર્મ નચાવત તેમ હી નાચત.” = - આ instinct કોણ આપે છે ? વૃત્તિઓ કોણ ઊભી કરે છે ? ઇચ્છાઓ કેમ ઉત્પન્ન થાય છે ? આત્મા ૫૨ આઠ કર્મની અસર છે અને દરેક કર્મનું પરિણામ અને રૂપાન્તર (result અને manufestation) જુદાં જુદાં છે. દરેક કર્મ પોતાના ઉદય પ્રમાણે મનને નચાવે છે. તમે કર્મના હાથમાં આવી ગયા પછી કર્મના ઇશારા પ્રમાણે જ તમારે નાચવું પડે છે. એક વાર તમે વાહનનું selection કર્યું, નક્કી કર્યું પછી વાહનના હાથમાં તમે આવી જાઓ છો. ટ્રેનમાં બેસી ગયા અને અધવચ્ચે તરંગ આવે કે સ્ટેશન આવતાં પહેલાં જ મારે ઊતરી જવું છે તો તમે નહિ ઊતરી શકો, બીજા સ્ટેશન સુધી જવું જ પડશે. વચ્ચે ગાડી ઊભી ન ૨હે. તમે એમ કહો કે મારા મનમાં થયું કે લાવ, વગડામાં ઊતરી જાઉં, એટલે મેં સાંકળ ખેંચી. તો કાં દંડ ભરવાનું કહે, પૂર્ણાષ્ટક ૩૩૧ Page #341 -------------------------------------------------------------------------- ________________ કાં ગાંડામાં ખપી હૉસ્પિટલ ભેગા થવું પડે ! કલ્પના આવી એટલે કાંઈ અધવચ્ચે ઊતરાય ? તમે પ્લેનમાં બેઠા, પ્લેન આકાશમાં ઊડવા લાગે અને તમે કહો I don't, like it, મને નથી ગમતું. મારે ઊતરી જવું છે તો નહિ ચાલે. તમારા એકની ખાતર પ્લેન નીચે નહિ ઊતરે. જુઓ, પૈસા તમે આપ્યા છે, પ્લેન તમે પસંદ કર્યું છે પણ બેઠા પછી તમે એને આધીન બની ગયા. પછી તમારું કાંઈ જ ન ચાલે. એવી રીતે આ જીવ કર્મરૂપી વાહનમાં ગોઠવાઈ જાય છે પછી કર્મ પ્રમાણે ઉડ્ડયન કરવું પડે છે. તમે કહો કે આ નહિ ચાલે તો તે નહિ ચાલે, તમારે ચલાવવું જ પડશે. આ કર્મની ભિન્ન ભિન્ન પ્રકૃતિઓ છે, એની પરિણતિઓ એ જ instinct છે. To be or not to be થવું કે ન થવું, એ પ્રશ્રનમાં જ આખું જીવન પૂરું થઈ જાય છે. ચિત્તની સ્વસ્થતા, મનની સમજ અને જીવનનો તાગ નથી મળ્યો એ જ આવા પ્રશ્નો કરે છે. પણ કર્મવાદ સમજાઈ જાય તો તમને To be અસ્તિત્વનો અનુભવ થાય, Not to beનો પ્રશ્ન જ નથી. જ્યાં ચૈતન્ય ધબકાર કરતું હોય ત્યાં Not to beનો પ્રશ્ન આવે જ ક્યાંથી ? જીવન જ્યારે કોઈ instinct પ્રમાણે, કોઈ વૃતિ પ્રમાણે, કોઈ ધક્કા પ્રમાણે કામ કરતું હોય ત્યારે એની પાછળ આઠ કર્મોમાંથી એકાદું કર્મ કામ કરી રહ્યું હોય છે. અજ્ઞાન હોય ત્યારે જાણવું કે જ્ઞાનાવરણીય કર્મ કામ કરે છે, ભૂખ ખૂબ લાગી હોય ત્યારે વેદનીય કર્મ કામ કરતું હોય છે, વાસનાઓમાં મન બહુ દોડતું હોય તો વેદોહનીયનો ઉદય સમજવો. આ કર્મોની પ્રકૃતિ shades જુદી જુદી છે. એક એક કર્મ માણસને કેવી વિચારણામાં અને જીવનની જુદી જુદી પરિસ્થિતિમાં મૂકી દે છે ! આખું જગત કર્મની અસર influence પ્રમાણે કામ કરતું લાગે છે. હમણાં અમેરિકામાં નવું drink નીકળ્યું છે, ‘એલ એસ ડી’ કહેવાય છે. Hippies ખૂબ લે છે. એ લીધા પછી જુદા જુદા વિચારોનાં ઉડ્ડયનો આવે. પંદરમે માળે બેઠેલાને પીણું લીધા પછી થાય કે હું પક્ષી થઈ ગયો છું, આ ગગન મારા ઊડવા માટે છે. એમ કરીને બારી આગળથી હાથ લાંબા કરી કહે : “આ ઊચો'', એ ક્યાં જાય ? ઠેઠ નીચે આ જગત મૃદુ લાગે, જુદા રંગોથી રંગાયું દેખાય, - ૩૩૨ * માનવતાનાં મૂલ્ય તળિયામાં. કેટલાકને વળી હવામાન સુવાસિત લાગે Page #342 -------------------------------------------------------------------------- ________________ અને પદાર્થો પારદર્શક દેખાય. મન જુદી જ ભૂમિકામાં જાય. પીણાની અસર નીચે આવતાં માનવી પાગલ બને છે. એ એને ન કરવાનું પ્રેરે છે, દોરે છે, અને ક્યાંક લઈ જાય છે. એ વખતે એ વ્યક્તિ જે ભૂલ કરે છે, એ વ્યક્તિ નથી કરતી પણ એના ઉપર પેલા પીણાની અસર છે એટલે એ કરે છે. એને ખબર નથી કે drink એની પાસે આ કરાવે છે. એમ આ જીવ પેલાં કર્મની અસરને લીધે ન કરવાનું કરે છે. ઘણાને એમ થાય કે આ ન કરું, આ સારું નથી, છોડવા લાયક છે. પણ એ ઘડી આવતાં એ કરી બેસે છે. એનાથી થઈ જાય છે. કેમ થાય છે ? જે જાતનાં કર્મ કર્યા છે એ જાતની instinct ઊભી થાય છે. સારામાં સારો માણસ ગાંડા જેવી વાતો કરવા લાગે છે. આવો ડાહ્યો, આવો પ્રજ્ઞ, આવી નાદાન ચેષ્ટા કેમ કરે છે ? એ નાદાન ચેષ્ટા સારો માણસ નથી કરતો પણ એનામાં રહેલું કર્મ એને એ રીતે કરાવી રહ્યું છે. કોઈક વાર એનું આયુષ્ય પૂરું થવાનું હોય ત્યારે સારામાં સારો અને ડાહ્યામાં ડાહ્યો માણસ નાની વાતમાં આપઘાતનો વિચાર કરી બેસે છે. બળવાન નિમિત્ત મળી જાય તો એ બચી પણ જાય છે. ઉપાદાન હોવા છતાં નિમિત્તની મહત્તા અને શ્રેષ્ઠતા ગણવામાં આવી છે. બાકી કર્મનો ઉદય તો આવવાનો જ. એ વખતે ધ્યાન રાખી વિચાર કરવો રહ્યો કે આવો ઉદય કેમ આવ્યો ? જ્ઞાનની જાગૃતિમાં કયું કર્મ કેવી રીતે આવીને કઈ રીતે કામ કરાવી રહ્યું છે એની સમજણ આવે છે. અને એ સમજણને કારણે વિચાર કરતો થાય કે આ ઔદોયિક ભાવોની અસર નીચે મને કેવા કેવા વિચારો આવી રહ્યા છે ! મારા જેવા માણસને આવા વિચારો કેમ ? જ્યારે એ ઔદોયિક ભાવની અસર પૂરી થાય છે. ત્યારે એ પાછો મૂળ સ્વભાવમાં, જ્ઞાનમાં આવીને ઊભો રહે છે. આત્મા જેમ જેમ કર્મથી વધારે લદાય છે તેમ તેમ સંસારમાં વધારે પરિભ્રમણ કરતો ફરે છે, જેમ જેમ એનાં કર્મ ઓછાં થતાં જાય છે તેમ તેમ એ હળવો અને ગરવો બનતો જાય છે. રામાએ અંદર આ ખરાબ જડ કર્મ તત્ત્વ ભરી રાખેલું છે એટલે જ એ અપૂર્ણ છે. રસ્તાનો ભિખારી પોતાની ઝોળીમાં કાગળના ડૂચા ભરે, ડબલાં ભરે, પણ એની કિંમત – value જોવા જાઓ તો કાંઈ નથી. સોની નોટ નાનકડી હોય પણ એ કેવી કીમતી ? પસ્તીના ઢગલેઢગલા મૂકો તો પણ એની કિંમત ન થાય. એમ આપણે કેટલું બધું ભેગું કર્યું, પણ તે પસ્તી જેવું, દેખાય ખૂબ પણ પૂર્ણાષ્ટક = ૩૩૩ Page #343 -------------------------------------------------------------------------- ________________ કામ કાંઈ નહિ લાગે. હમણાં ઊપડવાનો વારો આવે તો બધું મૂકીને જવું પડે. આમ ને આમ રહી જાય. એ ટળવળતો રહે, દેખતો રહે, દુભાતો રહે પણ એને કામ ન લાગે. એણે એવું ભેગું કર્યું છે જેને જીવનભર સાચવવાની ચિંતા અને જાય ત્યારે સાથે કાંઈ ન આવે. એની ચિંતા કેટલી ? અપરિગ્રહીને કેવું સુખ ! સાડા નવે તો ઊંઘી જાય. તમને ઊંઘ કેમ નથી આવતી ? ચિંતા છે. કાલે શું આવશે ? પૈસા કેમ ગોઠવવા ? ક્યાં રોકવા ? ક્યાં વ્યાજ વધારે મળશે ? જેમાં invest કરવા માગું છું એ કંપની ડૂબી જાય એવી તો નથી ને ? એ ખાધમાં જાય તો મારા બધા શૅરો ડૂબી જાય. કંપનીનો એક શૅર લેવો હોય તો આખી કંપનીનું બજેટ અને balance sheet જોઈ જાય. એનાંમૅનેજિંગ ડિરેક્ટર કોણ વગેરે બધું વિચારે. એક માટે કેટલાની ચિંતા ? જેને હજારોના અને લાખોના શૅર રાખવા પડતા શે એને શું સુખિયો કહેવો ? હા, તમે એને સુખી માનો છો ! કોઈકે ઠીક જ કહ્યું : બહોત વણજ, બહોત બેટિયાં, દો નારી ભરથાર, ઉસકો ક્યા અબ મારીએ, માર રહ્યા કિરતાર. જેને ઘણા વેપાર હોય, ગામેગામ ઘણી પેઢીઓ હોય એને બિચારાને તો કિરતાર પોતે જ મારી રહ્યો છે; એવાને તમારે મારવાની શી જરૂર છે ? પણ તમે તો અતિ વ્યાપાર કરનારને સુખી માનો છો, પણ એના મન ઉપર, એના જ્ઞાનતંતુઓ ઉપર કેટલી તાણ પડી રહી હોય છે એની તો તમને કલ્પનાયે શેની હોય ? જીવન ન તૂટ્યું હોય તોપણ તૂટી જાય. આ પદાર્થને સાચવવામાં, એની વ્યવસ્થા કરવામાં, આખી જિંદગી ઉપાધિ ક૨વી પડે અને ખૂબીની વાત એ છે કે મૃત્યુ આવે તો બે મિનિટમાં બધું મૂકીને ચાલ્યા જવું પડે. બધું Investment ચાલ્યું જાય ! આ જીવે કેટલું બધું ભેગું કર્યું, કેટલી બધી ચિંતા કરી, છતાં એ બિચારો અપૂર્ણ જ રહ્યો. હવે કરવાનું શું છે . જે બહારથી ભર્યું છે તે બહાર કાઢવાનું છે. સોનાને ધૂળથી જુદું પાડવાનું છે, આત્માને કર્મથી જુદો પાડવાનો છે. આત્માના એક એક પ્રદેશમાં અનંત કર્મ ભરાઈ ગયાં છે. આત્મા જેમ જેમ કર્મથી ભરાતો જાય, વાસનાથી લદાતો જાય તેમ તેમ એ ક્ષીણ થતો જાય છે. કર્મવાસનાથી તેને જુદો પાડો તો એ શુદ્ધ થાય. સોનાને ધૂળથી જુદું પાડો તો શુદ્ધ સુવર્ણ થાય. મલિન સોનું હોય કે આત્મા, એનો શુદ્ધ ભાવ નહિ ૩૩૪ * માનવતાનાં મૂલ્ય Page #344 -------------------------------------------------------------------------- ________________ આવે. જેટલા પ્રમાણમાં અશુદ્ધ તત્ત્વ મળેલું છે એટલી એની કિંમત ઓછી. જેટલા પ્રમાણમાં શુદ્ધ તત્ત્વ વધતું જાય એટલી એની કિંમત વધતી જાય. આપણો આત્મા જેટલા પ્રમાણમાં વાસનાઓથી, વૃત્તિઓથી, વિકારોથી, કર્મથી, પરિગ્રહથી, સંગ્રહથી ભરેલો હોય તેટલા પ્રમાણમાં અધ્યાત્મ દૃષ્ટિએ એની કિંમત ઓછી થતી જાય. દુનિયા કોની કિંમત આંકે છે તે ન જોશો. એ તો ગમે તેની ગમે તે કિંમત કરે કે કહે, પણ આધ્યાત્મિક જગતમાં તો જે વાસનાથી અપૂર્ણ છે એ જ પૂર્ણ છે. કોનાથી અપૂર્ણ ? કર્મથી અપૂર્ણ. જેનાં કર્મ ખરી ગયાં, જે કર્મથી શુદ્ધ થયો અને જે કર્મ વગરનો બની ગયો તે જ પૂર્ણતા પામી ગયો ! જેવો હાથ છોડો કે તરત એ પટ્ટીઓ તૂટી જાય અને બધું બહાર નીકળી આવે. એવી જ આપણી માનસિક અવસ્થા છે. સારી સારી વાતો અંદર રહી શકતી નથી, તરત ભુલાઈ જાય છે અને ખરાબ વાતો એટલી બધી છે કે બહાર નીકળતી નથી. ભગવાનની પાસે શા માટે જઈએ છીએ ? કારણ કે એ પૂર્ણ છે. જે કાંઈ એમને કર્મનું દેવું ચૂકવવાનું હતું તે એમણે ચૂકવી દીધું. એમણે કહ્યું : લઈ લો.' તમે જ્યારે ચુકવવા બેસો ત્યારે લેણદારો હાજર જ હોય. શાહુકાર પાસે લેવા જાય પણ પાર્ટી ખલાસ જ થઈ હોય તો લોકો શું કહે ? “હવે એની પાસે શું છે ? નકામો પેટ્રોલનો ખરચો થશે. હમણાં પૈસા આપે તેમ નથી.” જેવી લોકોને ખબર પડે કે આસામી ચૂકવવા તૈયાર છે તો લેણદારો દોડાદોડ કરી મૂકે. “ચાલો, હવે એ દેવા માટે તૈયાર થયો છે તો આપણું લેણું આપણે પહેલાં લઈ લઈએ.” જે માણસ કર્મના દેવાથી છૂટો થવા માગે છે એની પાસે કમ લેવા આવે છે, “મારું પહેલાં આપી દો." જે ધર્મના માર્ગે જાય તેને બહુ મુસીબત પડે છે, જે સાચે માર્ગે જાય તેને બહુ દુ:ખ પડે અને જે આત્માને માર્ગે જાય તેને ન ધારેલી વિપત્તિઓ આવીને કસોટી કરે છે. ત્યારે લોકો શું કહે ? “જુઓ, ધર્મીને ઘરે ધાડ પડી અને પાપીને ઘરે પેંડા.” વાત સાચી છે. પ્રામાણિકને આપવું છે અને દેવાળિયાને આપવું નથી. આ તો તૈયાર થઈ ગયો છે “લઈ લો, હવે હું જાઉં છું, હું આખા વિશ્વ (gravitation)ના કર્મના નિયમમાંથી છૂટો થવા માગું છું.” ભગવાન મહાવીર ત્રીશ વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા, ત્યાં સગવડ અને સુખની છોળો ઊછળતી હતી. પણ જે દિવસે દીક્ષા લીધી તે રાતથી જ ઉપદ્રવો પૂર્ણાષ્ટક * ૩૩પ Page #345 -------------------------------------------------------------------------- ________________ શરૂ થયા. સાડાબાર વર્ષ સુધી આકરી કસોટી થઈ. નિર્મળ થયા, મુક્ત થયા, તો દુખને બદલે આનંદરૂપ બની ગયા. એક ડોશીમા કર્મવાદમાં સમજે નહિ અને આવીને કહે : “બિચારા મહાવીર તો દુ:ખી દુ:ખી થઈ ગયા.” એને ભગવાન ઉપર દયા આવી ! ઘરમાં ત્રીશ વર્ષ સુધી રહ્યા ત્યાં સુધી દુ:ખ ન પડ્યું અને બિચારા સાધુ થયા એટલે દુ:ખી જ દુ:ખી.” ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં એમણે નોકરના કાનમાં સીસું રેડાવ્યું હતું તે કર્મ ઝબકીને આવ્યું. “લાવ, આજ હું તમારા કાનમાં ખીલા નાખું.” ભગવાન સમતા રાખે છે. “લે તું પણ લઈ જા. તું ખીલા નથી મારતો, દેવું લે છે.” દેવું જ દેવાનું હતું, બાકી કાંઈ નહિ. ન મનમાં દ્વેષ, ન ધિક્કાર કે ન તિરસ્કાર ! આપણને તો એક કીડી કરડે અને ઊંચા-નીચા થઈ જઈએ. સામાયિક નહિ કરી શકો, માળા નહિ ગણી શકો. ધ્યાનમાં હો અને પહેલે નવકારે કીડી ચટકે તો શું તમે ત્રણ નવકાર સુધી કીડીને લોહી પીવા દેશો ? ટાઇમ બહુ લાંબો નથી પણ તમે કેટલી ધીરજ રાખી શકો ? તમે તો કહો “શુભસ્ય શીઘ્રમ્.” પહેલાં એને કાઢો ! જેમ જેમ કર્મથી પ્રભુ ખાલી થતા ગયા તેમ તેમ પૂર્ણ બનતા ગયા. પૂર્ણતાની આ એક નવી વિશિષ્ટતા છે. જે આત્મા કર્મથી અપૂર્ણ બને છે, બધાં જ કર્મોને ખંખેરી નાખે છે, અંદર ભરેલાં કર્મોને કાઢી નાખે છે તે અંદરથી પૂર્ણ થતો જાય છે. માટે જ વેરઝેરને, જૂના લેશોને કાઢી નાખો. કોઈ યાદ કરાવે તો કહો : હવે એ વાતને જવા દો. ભૂલી જાઓ. ઝઘડા થયા હતા, થયા હશે, કઈ સાલમાં થયા હતા ? ૧૯૬૦માં થયા હતા, તો અત્યારે ૧૯૬૮ ચાલે છે, આઠ વર્ષ થઈ ગયાં. એવો કયો મૂર્ખ હશે જે જૂના ઘાને કાપો કરીને પાછો જીવતો કરે ? લોકો જૂની જૂની વાતો જ યાદ કરતા હોય છે. આમણે મને આમ કહ્યું, આપણે મારું અપમાન કર્યું.” આવી જૂની વાતો મગજમાં ભરીભરીને આપણે સ્કૂર્તિમય, સુંદર, તાજી વાતો વસાવી શકતા નથી. સુંદર તાજી વાતોને લાવવા અને વસાવવા આ સડેલી વસ્તુઓને કાઢવી પડશે. - તમારે કોઈની સાથે પાછો સારો સંબંધ થયો હોય તો બીજા આવીને યાદ કરાવે : “તમે એની સાથે બેસતા થઈ ગયા ? તમારે તો એની સાથે ૩૩૬ % માનવતાનાં મૂલ્ય Page #346 -------------------------------------------------------------------------- ________________ ઝઘડા થયા હતા ને ? ભૂલી ગયા ?” શું એવું વિષપાન કરાવનારા નથી ? પણ જે ડાહ્યા છે એ તો કહે : “ભૂલી જાઓ.' જેટલા હેરાન કરનારા છે એ બધાય લેણિયાતો છે. જો લેણિયાત ન હોય તો તમારો અને એનો ભેટો થાય જ કેમ ? તમારે અને એને સંયોગ થાય જ કેમ ? લેણિયાત છે તો સંયોગ છે. લેણિયાતોને જે લેવું હોય તે ભલે લઈ જાય; પણ તમે તમારા મનની સ્થિરતા રાખો. એ વખતે વધારે દ્વેષ, વધારે તિરસ્કાર, વધારે ક્લેશની પસ્તી આત્મામાં ન ભરો તો જ સારી વસ્તુ માટે ત્યાં અવકાશ રહેશે. જે ખાલી છે, જેનો કર્મનો કચરો નીકળી ગયો છે એ આનંદથી પૂર્ણ છે. દ્વેષથી અપૂર્ણ એટલે પ્રેમાનન્દી પૂર્ણ ! એક કૂવામાંથી ગામના માણસો પાણી અને કચરો કાઢતા હતા, કૂવાને ખાલી કરતા હતા. પૂછ્યું : “શું કરો છો ?” ‘કૂવાને સુંદર પાણીથી ભરવો છે.” પૂછ્યું : “કેવી રીતે ?” કહે : “આ કચરો, ગંદું પાણી અમે ઉલેચીને કાઢી નાખીશું તો પાતાળકૂવામાંથી નવો પ્રવાહ (flow) ફૂટશે. જ્યાં સુધી આ કચરો છે અને ગંદું પાણી છે ત્યાં સુધી પાતાળનું નવું પાણી અંદર નહિ આવે.’ નિર્મળ પાણી આવે ક્યારે ? કચરો, ગંદું પાણી નીકળે ત્યારે; અપૂર્ણ થાય ત્યારે પૂર્ણ થાય. કચરો કાઢ્યા વિના છૂટકો નથી. કચરો રાખવો અને પૂર્ણ બનવું એ બે કદી બનતું નથી. વેર રાખવું, ધિક્કાર રાખવો અને ધર્મ કરવો એ કદી નહિ બની શકે. જેને ધર્મી બનવું છે એને તો બધું જ કાઢવું જોઈએ, ખાલી થવું જોઈએ. અપૂર્ણ થયો એટલે પૂર્ણતા અંદરથી ઊભરાશે. પણ જો તમે પૂરવા માંડશો, બહા૨થી ભરવા માંડશો, ઉપરથી કચરો નાખવા માંડશો તો ધીમે ધીમે ઓછું થશે, ક્ષય થશે અને અધૂરું થઈ જશે. જે અંદરથી પૂર્ણ બનીને આનંદસ્વરૂપ બન્યા છે એ પૂર્ણાનંદ આત્માઓનો આ અદ્ભુત સ્વભાવ છે. અદ્ભુત શા માટે ? કારણ કે જગતમાં આવું કદી બન્યું નથી, જગતમાં તો કાંઈ જુદું જ બને છે. જગતમાં વસ્તુઓથી ભરાયેલો માણસ પૂર્ણ કહેવાય છે જ્યારે અહીં અપૂર્ણ માણસ પૂર્ણ બને છે. આ વાત જગતમાં અદ્ભુત અને આશ્ચર્યકારક છે. આપણો અત્યાર સુધીનો અભ્યાસ, સંસ્કાર અને વિચાર, દુનિયામાં જે ભરેલો છે, વધારે સાધનવાળો છે એને પૂર્ણ કહે છે. લોકો શું કહે છે ? “તમને શું ખામી છે ? તમે તો પૂરેપૂરા સુખી છો.” સુખી તો ખરા પણ પૂરેપૂરા સુખી ! પૂર્ણાષ્ટક ‰ ૩૩૭ Page #347 -------------------------------------------------------------------------- ________________ , , છા અત્યાર સુધી જમણા હાથે લખતા આવ્યા છો, હવે ડાબા હાથે લખવાની જરૂરિયાત ઊભી થાય તો શું થાય ? અક્ષર જલદી પડતા નથી અને પડે તો અક્ષરો સીધા આવતા નથી. એમ અત્યાર સુધીની ભરવાની, સંઘરવાની ટેવ, રસ્તામાં ડબલું પડ્યું હોય તોય કો'કવાર કામ લાગશે સમજીને વીણવાની ટેવ છે એને છોડવી પડશે. સંગ્રહની વૃત્તિમાંથી નીકળવું પડશે. આત્મા જેમ જેમ વૃત્તિઓ, વિષયો અને વાસનાઓથી ભરાતો જાય તેમ તેમ એ પોતાના સ્વભાવને ઓછો કરતો જાય છે. વાસના, વૃત્તિઓ, વિચારોથી ખાલી થાય તો જ અંદરથી ભરાય. ખાલી આત્મા ભરાઈ જાય છે અને ભરાયેલો આત્મા ખાલી થાય છે. દુનિયાના દરેક ધર્મમાં, ભાષામાં સારા માણસો થયા છે. સારા માણસો ન હોય તો એ દેશ, એ પ્રજા જીવી જ ન શકે. અંદરની પૂર્ણતા બહારના વૈભવના ભભકાનો ઉપહાસ કરે છે. માનવી એવી કક્ષાએ પહોંચે છે ત્યારે સોનું પણ એમની આગળ શરમાઈ જાય છે. પ્રભુના ચરણોમાં સોનું પણ આળોટતું હતું, કહે : “મારા ઉપર પગ મૂકો તો હું પણ ધન્ય થઈ જાઉં.” જેણે બધું છોડ્યું એના ચરણ આગળ કમળ પણ સોનાનાં થઈ ગયાં. આત્માની આ ભૂમિકા છે. આ ભૂમિકાનો સ્પર્શ થતાં સોના પ્રત્યેની મૂછ, મમતા નીકળતાં વાર નહિ લાગે. - ભરત મહારાજે ભરાવેલી સુવર્ણ અને રત્નની પ્રતિમાઓને ગુફામાં મૂકવી પડી. શા માટે ? લોકોનાં મન ભગવાનને જોવાને બદલે રત્ન અને સોનાને જોવા લાગ્યાં. ભગવાનને જ લોકો વેચી ખાવા તૈયાર થયા. લોકોમાં અક્કલ નથી. ફરી પાછા સોના-ચાંદીના ભગવાન બનાવવા લાગ્યા. પૈસા અધ્ધરના આવે એટલે બુદ્ધિ પણ સધ્ધર થવાને બદલે અધ્ધર થાય. દેરાસરમાં ચોરોનો વધારો કરે. પછી છાપામાં આવે કે ભગવાન ચોરાઈ ગયા. ભગવાન નથી ચોરાયા, સોનું અને ચાંદી ચોરાયાં છે. ભગવાન તે કદી ચોરાતા હશે ? ભગવાનને ચોરનારો તો તરી જાય. પણ એ તો સોના-ચાંદીનો ચોર છે. અરબસ્તાનમાં રાબિયા નામની સજ્જનબાઈને પરમાત્મામાં ખૂબ વિશ્વાસ. એનો નિયમ કે રોજનું જોઈએ એટલું રાખે, બાકીનું આપી દે; સંગ્રહ નહિ, સંગ્રહ કરે તો લેવાવાળા આવે. જ્યાં સંગ્રહ ત્યાં કીડીઓ. ૩૩૮ * માનવતાનાં મૂલ્ય Page #348 -------------------------------------------------------------------------- ________________ એક ધનિકને થયું કે રાબિયા ‘બિચારી' બહુ ગરીબ છે, રોજ ભગવાનનું નામ લે છે પણ બિચારીની ગરીબી ટળતી નથી. અશરફીઓથી ભરેલી, જરીની નાની થેલી લઈને એ રાબિયાને બારણે આવ્યો. વિચાર આવ્યો ‘આને આપવી કેમ ?' એની હિંમત જ ન ચાલે. રાબિયાનાં તેજ, એકાગ્રતા અને પ્રસન્નતા આગળ એ પોતે જ નાનો લાગવા લાગ્યો. એની આગળ આ વસ્તુ ધ૨વી કેમ ? એટલામાં રાબિયાના અંતેવાસીને આવતો જોયો. એણે પૂછ્યું “શાહુકાર, આપ અહીં કેમ ઊભા છો ?” “ભાઈ ! મારે આ ભેટ ધરવી છે, રાબિયાને આ અશરફીઓ ધરવી છે. મારું આ કામ તમે ન કરો ?'' એણે હા કહી અને અંદર આપવા ગયો. : પ્રણામ કરી રાબિયાને કહ્યું : “રાબિયા ! આપને એક ધનવાન શેઠ કાંઈક ભેટ ધરવા માગે છે.” “શું ભેટ ધરવા માગે છે ? આત્માની કાંઈ વાત આપે છે ? કોઈ નવો સંદેશો લાવ્યો છે ? મારા મનમાં વસેલાની કોઈ વાત છે ?'' “ના ના, એ તો એક નાની અશરફીઓની થેલી લઈને આવ્યો છે.' રાબિયાએ કહ્યું : “તું આટલા દિવસથી મારી પાસે આવે છે છતાં મને સમજતો નથી ? અશરફીઓ રાખીશ તો ચોરો આવવા માંડશે. પછી અહીં આવનાર લોકોની આંખમાં પ્રભુનો પ્રેમ નહિ; પૈસો હશે; શ્રદ્ધા નહિ, સોનું હશે. “તું સાંભળ ?, જે ભગવાનને નથી માનતા, જે ઈશ્વરના વિરોધી છે એમને પણ ખાવા-ઓઢવા અને રહેવા મળે છે તો જે ચોવીસે કલાક ભગવાનના ગુણ ગાય છે, એના ચરણોમાં જેણે પોતાનું જીવન આપી દીધું છે એને શું ખાવા, પીવા અને રહેવા નહિ મળે ? નથી માનતા એને જો મળે છે તો હું તો એને માનનાર છું ! મને નહિ મળે એવો મારે અવિશ્વાસ શા માટે રાખવો જોઈએ ?’’ આવી અસીમ શ્રદ્ધા કેટલી સાધના પછી આવે છે ? આવી શ્રદ્ધાનો ઉદય થયા પછી વાતો પણ એની, વિચારણા પણ એની, સ્વપ્નાં પણ એનાં. જીવનમાં કો'ક એવી પળો તો આવી હશે જ્યારે થયું હશે કે હવે કાલે શું કરીશ ? પછી બૅન્કના પૈસા ભરવાના હોય કે કોઈ આસામીના પૈસા ચૂકવવાના હોય; ઘરે લગ્ન પ્રસંગ આવ્યો હોય કે કોઈ સારા પ્રસંગે કોઈને આપવાનું હોય. તમને એમ કદીક તો થયું જ હશે કે કાલે શું કરીશું ? કોણ જાણે કેમ, રાતના અગર સવારના કોઈ આવે અને તમને એ વસ્તુ આપી જાય. તમે શું કહો ? ‘ભગવાને લાજ રાખી.' તમારામાં તમને પૂરેપૂરો વિશ્વાસ હશે તો એ વિશ્વાસ વસ્તુને ખેંચીને, લાવીને તમારી આગળ મૂકી દેશે. પૂર્ણાષ્ટક * ૩૩૯ Page #349 -------------------------------------------------------------------------- ________________ પણ માણસ પાસે એવો વિશ્વાસ નથી. દરેક બાબતમાં શંકા, દરેક કામ શંકાથી જ શરૂ કરવામાં આવે તો તે પાર કેમ ઊતરે ? શંકા અને કંકા એ તો દર્શનાચારના અતિચાર ગણવામાં આવ્યા છે. જે કાંઈ કામ કરો તે શ્રદ્ધાથી કરો તો જ તમે જરૂ૨ પાર ઊતરી જાઓ. તર્ક નુકસાન પણ કર્યું છે, કોઈ બાબતમાં એ દઢતાથી વિશ્વાસ જ કરી શકતો નથી. બધી બાબતમાં ભયથી વિચારે, “આ થશે કે નહિ થાય ?” “નહિ થાય' એ વાક્ય છેલ્લે આવે છે એટલે લગભગ છેલ્લું વાક્ય જ ઊભું રહે. પણ જે નક્કી કરીને જાય છે, “થશે જ' એને સફળતા મળ્યા વિના રહેતી નથી. આ શંકાઓના કચરાને કાઢીને ખાલી થાઓ, અપૂર્ણ બનો તો શ્રદ્ધા અંદર આવીને નિવાસસ્થાન કરશે. જ્યાં શ્રદ્ધા આવીને વસી ત્યાં પાર વિનાનો પ્રકાશ છે. - આજે એટલા બધા મંત્રો શરૂ થયા છે કે મૂળ તત્ત્વ જ ચાલી ગયું. કો'ક દેવલાનો ગણે, કો'ક દેવલીનો ગણે. એમ કરતાં મૂળ મંત્ર “નમો અરિહંતાણ”ની શ્રદ્ધા ચાલી ગઈ. એને ખબર નથી કે દુનિયાના બધા જ દેવો અને દેવીઓ અરિહંતના, જેણે અંદરના શત્રુઓને હણી નાખ્યા છે તેના ચરણોનું પ્રક્ષાલન કરી રહ્યા છે. જેના ચરણોમાં દેવદેવીઓ બેસીને આરાધના કરે એ અરિહંત તમારા મનમાં વસ્યો છે ? તો બીજા દેવદેવીઓની શી જરૂર ? પણ આપણને એમ કે “નમો અરિહંતાણં' એ તો common મંત્ર છે, આપણને તો special મંત્ર જોઈએ. હવે એ special મંત્ર ક્યાંથી કાઢવો ? એટલે બાપડા મહારાજો આગળ પાછળ ૐ હી આવું કાંઈક ગોઠવીને આપે કે લઈ જા, આ તારે માટે special મંત્ર. માણસને શ્રદ્ધા આપવાની છે. જેમ દરદી ડૉક્ટરની પાસે જાય અને કહે : “સાહેબ, આ દવા કામની નથી, બીજી આપો.” ડોક્ટર શું કરે ? બીજો રંગ નાખી આપે, બીજું કરે પણ શું ? મને લાગે છે કે નવકાર જેવો શક્તિશાળી અને મહામંત્ર એકે નથી. રોજ એવી શ્રદ્ધાથી ગણો અને કહો : “આ જ મારું સર્વસ્વ છે.” જ્યાં અરિહંતને નામે ન થાય તો બીજાના નામે શું થઈ શકે ? પણ એ વસી જવું જોઈએ. જ્યાં સુધી શંકા પડી છે ત્યાં સુધી સિદ્ધિ થતી નથી. સિદ્ધિ અને શંકાને સંબંધ જ નથી. જ્યારે શંકા કાઢી નાખો છો ત્યારે જ સિદ્ધિ અવતરે છે. પહેલાં તમે શંકાને અને વિષયોના કચરાને કાઢી નાખો. એટલે અપૂર્ણ બનશો. જ્યાં અપૂર્ણ બન્યા પછી પૂર્ણ બનવામાં વાર નથી લાગતી. ૩૪૦ % માનવતાનાં મૂલ્ય Page #350 -------------------------------------------------------------------------- ________________ ++++ ૩૪. પૂર્ણાષ્ટક (૭) परस्वत्व कृतोन्माथा भूनाथा न्यूनतेक्षिण । स्वस्वत्वसुखपूर्णस्य, न्यूनता न हरेरपि ।। જે પારકું છે એને પોતાનું માને, એના ઉપર સ્વામિત્વનો અધિકાર કરે, એને પોતાનામાં સમાવી દે અને પારકામાં પોતે એકરૂપ બની જાય, આ છે ઉન્માદ અવસ્થા. જ્યાં સુધી પોતે પોતાની અવસ્થામાં હોય ત્યાં સુધી એ સ્વસ્થ છે પણ જ્યાં પારકી વસ્તુમાં સ્વત્વનો અને સ્વામિત્વનો અધિકાર આવે એટલે ઉન્માદ ઉત્પન્ન થાય. ખચ્ચર ઉપર નાની પાલખીમાં વિઠોબાની પ્રતિમા ગોઠવી ભક્તો એક મંદિરથી બીજે મંદિર લઈ જઈ રહ્યા હતા. બજાર આવે ત્યાં બધા દુકાનદારો પ્રણામ કરવા ઊભા થાય. વાજાં વાગે, ઢોલ વાગે અને ચારે બાજુથી શેઠિયાઓ ઊતરી ઊતરીને દર્શન કરવા આવે. ખચ્ચરને થયું : આટલા આટલા લોકો મારી આગળ ચાલે, ઢોલ, નગારાં વાગી રહ્યાં છે, અરે, મારી પૂર્ણાષ્ટક * ૩૪૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ તો મને કિંમત જ નહોતી, મારા તો ભાવ જબરા છે ! ખચ્ચર રંગમાં આવી ગયું. ઢોલ વાગતું જાય અને ખચ્ચરના પગ તાલ પુરાવતા જાય. ખચ્ચર ખચ્ચર ન રહ્યું. ત્યાં મંદિર આવ્યું, પ્રતિમાને ઉતારી ખચ્ચરને છૂટું કર્યું. ખચ્ચર તો છાતી કાઢતું બજારમાં ગયું. ચાલો, પેલા વેપારીઓને ત્યાં જાઉં, મનભાવતી વસ્તુમાં મોઢું નાખ્યું અને પેટ ભરીને ખાઈ લઉં. મોઢું નાખ્યું ત્યાં તો દુકાનદારો મારવા જ માંડ્યા. હવે ખચ્ચરને ખાવા દે ? ખચ્ચર એ ન સમજ્યુ કે ઢોલ વાગતાં હતાં, વંદન થતાં હતાં એ સન્માન તને ન હતું, તારા ઉપર જે તત્ત્વ હતું તેને હતું. તું જુદો હતો, એ તત્ત્વ જુદું હતું. વિઠોબાની પ્રતિમા તારા ઉપર હતી. તું ક્યાં વિઠોબા હતો ? તમારી પાસે પૈસો આવે. સત્તા આવે કે જે. પી. (J.P)ની પદવી આવે તો લોકો સવારથી સહી કરાવવા આવે. તમને થાય “વાહ વાહ ! મારે ત્યાં તો લોકોની કતાર લાગે છે !” મનમાં ઉન્માદ આવી જાય. અરે ભાઈ ! કોઈ તારાં દર્શને નથી આવતું. શા માટે આવે છે ? તારી પાસે જે ફરફરિયું તને સરકાર તરફથી મળ્યું છે તેને લીધે આવે છે. વસ્તુ અને પોતે, આ બેને જુદાં પાડવાં જોઈએ. જુદાં પાડી શકતા નથી – જીવનની અજ્ઞાનતા ત્યાં જ છે. પારકાને મળતું માન પોતાને માની લે છે. પહેલાંની આ વાત છે. ગરીબ ભાઈ, બહેનને ત્યાં ગયો. બહેને જેમ તેમ જમાડીને રવાના કર્યો. ભાઈ ધંધો કરવા બહારગામ ગયો. ધનવાન થયો. પાછા વળતાં બહેનને ત્યાં ગયો. બહેને ઉમળકાભેર સ્વાગત કર્યું. સન્માન કર્યું. જમતી વખતે ભાઈએ ભાણા આગળ ગીનીઓ ગોઠવી. બહેને પૂછ્યું : “તું આ શું કરે છે ?” “કેમ ? જેમને માટે આ ભોજન છે તેમને ગોઠવું છું. આ મને ક્યાં છે ? ત્રણ વર્ષ પહેલાં પણ હું જ હતો ત્યારે રોટલોય પૂરો નહોતો. આજે પાંચ પકવાન, મીઠાઈઓ છે આ બધું ગીનીઓને નથી ? સોનામહોરો ! તમે પેટ ભરીને ખાઓ, તમારે માટે આજે રસવંતી રસોઈ છે, મારે માટે તો રોટલો હતો.” કો’કવાર કો'ક વસ્તુને લીધે માન મળે, સન્માન મળે, પુજાય, પુછાય. પણ આ જીવ કેવો અજ્ઞાની ! એ માની લે : “ઓહો, મારો ભાવ કેટલો બધો ! શું માન મળી રહ્યું છે !” મનમાં ફુલાય, છાતી કાઢીને ફરે. એમાં કદીક કોઈ અપમાન, કરે, બોલાવે નહિ તો જોઈ લો એનું મોટું ! તમારી સામે પણ નહિ જુએ. મારું અપમાન ? માન કે અપમાન તને હતું જ ક્યાં ? પૈસા હતા, પૈસાને માન હતું. પૈસા ગયા, તું તો પાછો એનો એ જ. પૈસા ગયા, માન ગયું તો હવે અપમાન સિવાય શું રહ્યું ? ૩૪૨ * માનવતાનાં મૂલ્ય Page #352 -------------------------------------------------------------------------- ________________ પારકી વસ્તુ ઉપર આ જીવ મમત્વ આરોપણ કરે છે. જેમ જેમ એને પોતાની બનાવતો જાય છે તેમ તેમ ભૂખ ઊઘડતી જાય છે. પછી એ ભૂનાથ હોય કે રાજાઓને રાજા હોય પણ એને બધે ન્યૂનતા દેખાય, મનમાં ઓછું લાગે. પોતાના રાજ્યમાં, પોતાની વસ્તુઓમાં બધે ઓછું લાગે. મારી પાસે કેટલું બધું ઓછું છે, પેલાની પાસે કેટલું બધું છે ! એક રાજા મોટું લશ્કર લઈને યુદ્ધ કરવા નીકળ્યો. રસ્તામાં એક મસ્ત ચિંતક બેઠો હતો. રાજાએ પ્રણામ કર્યાં. ચિંતકે ઊંચું જોયું, “રાજન ! ક્યાં ચાલ્યા ?’’ “બીજા દેશ ઉપર ચઢાઈ કરવા.' “શા માટે ?'' ‘વિજય મેળવવા.’’ ‘“પછી શું કરશો ?’' ‘બીજો દેશ જીતવા નીકળશ.” “ત્યાંથી ક્યાં જશો ?'' ‘‘ત્યાંથી આગળ વધતો જઈશ.” “આટલા બધા દેશો જીત્યા પછી શું કરશો ?” “પછી આરામ કરીશ. પછી છેલ્લા દિવસોમાં શાંતિથી જીવનયાત્રા પૂરી કરીશ.' ચિંતકે હસીને કહ્યું : “આટલું યુદ્ધ કરીને, આટલા માણસોનો સંહાર કરીને, આટલી લોહીની નદીઓ વહાવીને પછી પણ શાંતિ લેવાના હો તો આજથી જ શાંતિ કેમ લેતા નથી ? આજે તમારી શાંતિને તમારા સિવાય કોણ નષ્ટ કરે છે ? તમારે અત્યારે શું ઓછું છે ? ખાવા ભોજન છે, મોટો રાજ્ય ભંડાર છે, રહેવા મહેલ છે, શરીર ઢાંકવા સુંદર વસ્ત્રો છે તો પછી તમારી શાંતિમાં કોણ આડું આવે છે ?'' ‘વળી શું તમને ખાતરી છે કે તમે જીત મેળવીને પાછા આવશો જ ?’’ રાજા તો આગળ વધ્યો, યુદ્ધ કર્યું. યુદ્ધમાં એ માર્યો ગયો. મહેલમાં શાંતિ ન મળી તો શાંતિ એને રણના સ્મશાનમાં મળી. માણસમાં રહેલી ન્યૂનતાની દૃષ્ટિને લીધે એ આખી જિંદગી સુધી દોડાદોડ કરે છે. એ નથી દોડતો પણ એનામાં ઓછપ છે, એ દોડાવે છે. શું ન્યૂન છે એ એને ખબર નથી. પણ ન્યૂનતા સતત લાગ્યા કરે છે. પોતાના માપનો પોતાને જ ખ્યાલ નથી. તમે મુંબઈ આવ્યા ત્યારે શું વિચાર હતો ? પચાસ હજાર રૂપિયા મળી જાય, ૨હેવા માટે ડબલ રૂમ મળી જાય તો સરસ, શાંતિથી જીવશું. આજે પચાસ હજાર ઉપર કેટલાય મીંડાં વધી ગયાં પણ શાંતિ નથી. માણસ માને છે કે મારા જેટલી અક્કલ કોઈનામાં નથી અને સામા માણસના જેટલો પૈસો પોતાની પાસે નથી. પૈસામાં ઓછા અને અક્કલમાં વધારે. નાનું બાળક શું કહે ? “પપ્પા, તમે નહિ સમજો. મમ્મી, તું શું કરવા માથાફોડ કરે છે ? તું આ બાબત નહિ સમજે.'' પૂર્ણાષ્ટક * ૩૪૩ Page #353 -------------------------------------------------------------------------- ________________ “હા ભાઈ ! તું જ બધું સમજે છે, અમે નહિ સમજીએ.” આ વાત પૈસામાં હોય તો સારી છે. પણ ના, પૈસામાં ઊંધું છે. ત્યાં તો હું ગરીબ છું, આ કેટલો પૈસાદાર ! અમારી પાસે તો માંડ લાખ રૂપિયો હશે. બીજાની ગણતરીમાં પોતાને નાચીજ માની લીધો છે. પોતાની બાબતમાં ન્યૂનતાને જ જુએ, ઓછું જ દેખાય. લગ્નના receptionમાં તમે જોયું હશે ? સરસ હીરાના હાર પહેરીને બાઈ આવી હોય પણ એની નજર પોતાના હાર ઉપર નહિ, પણ બીજાના હાર ઉપર હોય – “એણે કેવો સરસ કીમતી હાર પહેર્યો છે !' “પારકે ભાણે લાડવો મોટો.” બીજે ઠેકાણે વસ્તુ સરસ દેખાય, તમારે ઘેર કાંઈ પણ ન લાગે. આમ લઘુતાગ્રંથિ (Inferiority complex) વધે. આ લઘુતાની ચિંતામાં આખી જિંદગીમાં કદી અંદરની પૂર્ણતાનો અનુભવ જ ન કરે. પારકી વસ્તુઓને પોતાની બનાવીને, એના ઉપર મમત્વ રાખીને ભૂનાથ બની ગયા, દુનિયાની દૃષ્ટિએ મોટા બની ગયા, પણ અંદર ન્યૂનતા જ છે. અઢાર વર્ષ પહેલાંની વાત છે. હું એક ગામડામાં હતો. ત્યાં એક મુસલમાન ભાઈ ટિનના ડબ્બાઓ repair કરે. સાંજે પાછા આવતાં એ રસ્તામાં મળે. હાથ જોડે. પૂછું, “મિયાં, કૈસા હૈ ?” કહે, “અલ્લાકી બરકત હૈ.” આખા દિવસમાં એ રૂપિયા, સવા રૂપિયાથી વધારે નહોતો કમાતો. પણ એના વિચારોમાં બરકત હતી, વૃદ્ધિ હતી. તમને ? રોજના પચીસ-પચાસમાં પણ બરકત ન લાગે. કોઈ પૂછે : કેમ છો ?” શું કહો ! “મરી ગયા ! સરકારે મારી નાખ્યા.” મુખમાં આનંદનો શબ્દ નહિ. સારું છે, શું ખોટું છે ? ખાવા અન્ન છે, પહેરવા વસ્ત્રો છે, રહેવા મકાન છે. આથી વધારે શું જોઈએ ? નામ કહેનારા કેટલા ? પુણિયાની મૂડી કેટલી ? સાડાબાર દોકડા, પણ મસ્ત. બે આનામાં બરકત, આનંદ જ આનંદ. ભગવાનની વાણી સાંભળે, ભક્તિ કરે, પ્રવચન સાંભળે અને સાધર્મિક ભક્તિ પણ કરે. ખવડાવીને ખાય. એ સાડાબાર દોકડામાં મસ્ત ! તમને સાડાબાર રોકડા મળે તોય ફરિયાદ ! આ હરીફાઈના યુગમાં માણસ દોડી દોડીને કયા રણમાં ખલાસ નહિ થાય એ જ પ્રશ્ન છે. આજે આની સાથે હરીફાઈ તો કાલે પેલાની સાથે. ૩૪૪ માનવતાનાં મૂલ્ય Page #354 -------------------------------------------------------------------------- ________________ સમતાનું સુખ, શાંતિનું સુખ, મનની અંદર રહેલા સંતોષનું સુખ. આ સુખ કોનું છે ? તમારું છે. - આંતરિક ગુણો જેમ જેમ આવતા જશે, અંદર ખીલતા જશે તેમ તેમ સ્વત્વના સુખથી પૂર્ણ બનતા જશો. પછી ઇંદ્રની સમૃદ્ધિ જોવાથી પણ તમને મનમાં ન્યૂનતા નહિ લાગે. પછી થશે, ઇંદ્રની સંપત્તિ હોય તોપણ મારે શું ? હું તો મારી સંપત્તિમાં મસ્ત છું. પોતાના સુખમાં પૂર્ણ થાય પછી એને કોઈનીય સંપત્તિ અડતી નથી. આત્માને પરમાત્માનો સ્પર્શ થતાં ક્રોધ, માન, અહંકાર અને તૃષ્ણામાં ઝંખતું શરીર પરમાત્મામાં લીન બની એવું એકરસ બને છે કે આત્મા જ પરમાત્મરૂપ સુવર્ણની શુદ્ધતા અનુભવે છે. જેનું જીવન દિવ્યતાના સ્પર્શે સુવર્ણ બન્યું નથી એ રાજા હોવા છતાં ન્યૂનતા અનુભવે છે, જ્યારે સ્વના સુખમાં પૂર્ણ બનેલા આત્માને ક્યાંય ન્યૂનતા દેખાતી નથી. તમારામાં જે ભગવંત સ્વરૂપ છે એનો અનુભવ કરો. પારકી વસ્તુને પોતાની માનીને જે રાજા બન્યા છે તે રાજા બનવા છતાં તેમના મનમાં ઊણપ અને હૃદયમાં ભિક્ષુક વૃત્તિ છે. સુખી, પૂર્ણ સુખી તે જ છે જે સ્વસત્તામાં સ્વસ્થ છે. પૂર્ણાષ્ટક * ૩૪૫ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૫. પૂર્ણાષ્ટક (૮) कृष्णे पक्षे परिक्षीणे, शुक्ले च समुदञ्चति । द्योतन्ते सकलाध्यक्षः, पूर्णानन्दविधोः कलाः ।। આ પણે આત્માના ઉત્તરગુણો વિશે સામાન્ય જાણતા હોઈએ પણ મૂળ ગુણો વિશે અજ્ઞાન છીએ. આપણે મૂળને છોડીને ડાળોને પકડીએ છીએ. ડાળો ગમે તેટલી મોટી હોય પણ મૂળની બરાબર ન થાય. આત્માના મૂળ ગુણો જાણવાથી, ઉત્તરગુણો જીવનમાં સહજ રીતે જ આવતા જાય. મૂળ ગુણોનો ખ્યાલ આવતાં નીતિ, સદાચાર તો સહજ બની જાય. એને માટે બહારથી લદાયેલા સરકારના કાયદાઓનો કોઈ અર્થ નથી. અંદરની જાગૃતિથી એ વિચારે છે : હું સ્વરૂપે પૂર્ણ શુદ્ધ હોવા છતાં આ કેવા ધંધા કરી રહ્યો છું ? પોતાના ગુન્હાથી પોતાને જ શરમ આવે એવી પરિસ્થિતિ જ્યાં સુધી ઉત્પન્ન ન થાય ત્યાં સુધી બહારના કાયદાઓનો શું અર્થ ? ૩૪૬ * માનવતાનાં મૂલ્ય Page #356 -------------------------------------------------------------------------- ________________ બહારથી સારા થવા માંડીએ ત્યાં જ દુ:ખ ઊભું થાય છે. અંદર પલટો આવે નહિ તો બહારની વસ્તુ કેટલીક ચાલે ? બીમાર માણસને સારાં કપડાં પહેરાવીએ, કોલન-વોટર છાંટીને, પાવડર ચોપડીને તાજામાજો કરી બેસાડીએ તો એ કોલન-વૉટર અને પાવડરની સુરખી ક્યાં સુધી રહેવાની ? બીમારી અંદર પડેલી છે, પલટો અંદર લાવવાનો છે. સમાજમાં બીજું બધું ઘણું વધી ગયું પણ અંદરના પલટાનો અભાવ છે. એટલે જ દેવદેવીઓ ખૂબ વધ્યાં છે, દેવતા ગુમ થયા છે. દેવતા ગુમ થાય ત્યારે જ દેવદેવીઓ પોતાનું સ્થાન જમાવે. દેવતા એક જ હોય – નિષ્ઠા. દેવદેવી અનેક હોય – શંકાઓ. જેને એકનું જ્ઞાન થયું તે અનેક જાણે પણ જેને એકનો ખ્યાલ નથી તે અનેકમાં અટવાઈ જાય છે. આત્માનું મૂળ સ્વરૂપ શું ? સચ્ચિદાનંદ. એ આ ભૂલી ગયો અને બાહ્ય વસ્તુઓ એની આસપાસ ચારે બાજુથી ફરી વળી. બાહ્ય વસ્તુઓનો સંગ્રહ વધતો જ ગયો. લોકોએ તારી વસ્તઓનાં વખાણ કર્યા અને તે માની લીધું કે આ જ સુખ છે. લોકોએ તને ભોળવ્યો, તું ભોળવાઈ ગયો. ઠગ શું કરે ? બાળકના હાથમાં પાંચ-પચીસ ચોકલેટ પકડાવી દે અને ધીમે રહીને એના હાથમાંથી સોનાનું કડું સરકાવી લે. હાથમાં candy કે ચોકલેટ આવી એટલે બાળક રાજી રાજી થાય, કૂદતો કૂતો જાય, ઘરે આવી કહે : મમ્મી, જુઓ, હું કેટલી બધી candy લાવ્યો ! મમ્મી જુએ કે candy આવી પણ કડું સરકી ગયું. બાળકની જેમ આ જીવ વસ્તુઓ ભેગી કરે, રાજી રાજી થાય. ઓહો! કેટલા પૈસા, કેટલું ધન, કેટલી સમૃદ્ધિ, કેટલી કીર્તિ ! મુંબઈ આવ્યો ત્યારે દોરી લોટો હતો, બીજું કાંઈ નહિ અને આજે...રાજી રાજી થાય. મુંબઈ આવ્યો ત્યારની વાત યાદ કરે, આજની અવસ્થા સાથે સરખાવે, પોતાના બૅન્કના એકાઉન્ટને જોઈ ઘેલા ઘેલો થાય. બધું આવ્યું પણ કાંડામાંથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનું કર્યું તો સરકી ગયું. ભેગી કરેલી candy અને ચોકલેટો તો ઓગળી જવાની. આ હવા જ એવી છે એ બધાને જ લાગુ પડે. પછી એ સાધુ હોય કે સંસારી; ઉપાધ્યાય હોય કે આચાર્ય; આ શરદીની હવા બધાને લાગે. પુદ્ગલપ્રાપ્તિના પ્રવાહમાં બધા જ તણાય. આપણો ન તણાઈએ તો શું કહે ? પૂર્ણાષ્ટક * ૩૪૭ Page #357 -------------------------------------------------------------------------- ________________ તમને વહેવારનો ખ્યાલ નથી, એકલા નિશ્ચયમાં જ બેઠા છો. વ્યવહારમાં જેમ ચાલતું હોય એમ કરો. પ્રવાહની સામા ન થાઓ.” ચારે બાજુ પુદગલની જ મહત્તા, Ice cream candyની જ પ્રતિષ્ઠા. મૂળ વસ્તુ જ ગુમ. આપણે મૂળ વસ્તુને શોધવાની છે, જાણવાની છે. અમાસમાંથી પૂર્ણિમા પ્રતિ પ્રયાણ કરવાનું છે. કૃષ્ણ પક્ષનું અંધારિયું ક્ષીણ થતાં અને શુક્લ પક્ષના અજવાળિયાનો ઉદય થતાં સર્વ જગત સમક્ષ પૂર્ણાનંદરૂપી ચંદ્રમાની કળા સોળે કળાએ ખીલી ઊઠે છે. દુનિયામાં કૃષ્ણપક્ષ એટલે ચંદ્રમાની કળાનો ધીરે ધીરે અસ્ત અને શુક્લપક્ષ એટલે ચંદ્રમાની કળાનો ધીરે ધીરે ઉદય. જૈન તત્ત્વજ્ઞાનમાં આ વાત આત્માના ગુણને લાગુ પડે છે. જેના ભવભ્રમણની મર્યાદા હજી નક્કી ન થઈ હોય એવા પ્રકારના જીવને કૃષ્ણપક્ષવાળો જીવ કહેવાય. જ્યારથી સમ્યકત્વ થાય, હૃદયમાં સમજણભરી શ્રદ્ધાનો પ્રકાશ થાય, ત્યારથી એ શુક્લપક્ષી કહેવાય. અબજો મણ અંધારા કરતાં રતીભાર પ્રકાશ વધી જાય. મિથ્યાત્વઘેર્યા હૃદયમાં આત્મજ્ઞાનનો એક તણખો પ્રગટે એ સમ્યક્ત્વ. સમ્યક્ત્વ તરામના ભેદે પાંચ પ્રકારનાં છે. પાંચ પ્રકારમાંથી ગમે તે સમ્યકત્વ હોય પણ એ તણખો અંધારાભરી ગુફામાં અજવાળું કરે છે. ભોળાનાથે શું ગાયું ? “એક જ દે ચિનગારી.” એક ચિનગારી મળે તો બધો જ કચરો સળગી જાય, પણ ચિનગારી ક્યાં છે ?” ગામડામાં દીવાસળી ન હોય તો શું કરે ? પડોશમાં ચૂલો ચાલતો હોય તો એમાંથી છાણામાં એક અંગારો લઈ આવે, એનાથી આખાય ઘરની રસોઈ થાય. એક તણખો આવે તો જીવન આખું ઉષ્માથી ભરાઈ જાય. હે મહાનલ ! હે પરમાત્મા ! તારી પાસે પૂર્ણ સમ્યક્ત્વ-સાયિક સમ્યક્ત્વ છે એનામાંથી માત્ર એક તણખો માગું છું. આ ચિનગારી ન મળે તો બધું મળ્યું, ન મળ્યા બરાબર છે, અને એ મળી જાય અને કદાચ દુનિયાની હરીફાઈમાં આગળ ન નીકળો તોય કંઈ વાંધો નહિ. જે માટે આવ્યા હતા તે તો મળી ગયું ! આ સમ્યક્ત્વની અનુભૂતિ પછી જ જન્મ-મરણના ફેરા નક્કી થાય. આ સમ્યક્ત્વ પછી ગમે એવો પાપી હોય તોપણ એ અર્ધપુદ્ગલ પરાવર્તમાં તો મોક્ષે જાય જ. ૩૪૮ * માનવતાનાં મૂલ્ય Page #358 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલપરાવર્ત એટલે આ ચૌદ રાજલોકમાં જીવ એક ઠેકાણેથી મરીને, ભમીને પાછો એની બાજુમાં આવે, એમ કરતાં કરતાં ચૌદ રાજલોકનું ચક્કર પૂરું કરે ત્યારે એક પુદ્ગલ-પરાવર્ત. ચોપાટીમાં જન્મ લીધો પછી પાયધુનીમાં જન્મ લે એમ નહિ, પણ ચોપાટીમાં જે ઠેકાણે જન્મ લીધો એની બાજુમાં હજારો ભવ ભમીભમીને આવે અને ત્યાં જન્મ લે, એમ કરતાં કરતાં ચૌદ રાજલોકના બધા પ્રદેશો પૂરા કરે ત્યારે એક ચક્કર પૂરું થાય. હબકી જવા જેવી વાત છે ! પણ ના. સમ્યક્ત્વ થાય પછી એ જીવના ભવ નક્કી થાય. સમ્યક્ત્વ થયા પછી વધારેમાં વધારે અર્ધપુદ્ગલ-પરાવર્તમાં તો આ જીવ મોક્ષે જવાનો જ. કોઈ જીવ પ્રગતિના માર્ગે તીવ્રતાથી જતો હોય, સાધના ઉત્કૃષ્ટ કરતો હોય તો સાત કે આઠ ભવમાં પણ મોક્ષે જાય, નહિતર છેવટે અર્ધપુદ્ગલપરાવર્તમાં તો જાય, જાય અને જરૂર જાય. આવું સમ્યક્ત્વ જેને થાય એ જીવને શુક્લપક્ષી કહેવાય. જે ઘડીથી આત્મામાં આ જાતની સમ્યક્ત્વની અનુભૂતિ થઈ તે સમયથી એ શુક્લપક્ષમાં આગળ વધી રહ્યો છે. એને આજ સુધી પુદ્ગલની મમતા હતી, હવેથી આત્માની સમજણ શરૂ થઈ. આત્માની સમજણ એટલે પુદ્ગલ મૂકી જ દે એમ નથી, કારણ કે જ્યારે બધાં કર્મો પૂરાં થાય ત્યારે જ આત્મા પુદ્ગલની પકડમાંથી છૂટી શકે. પણ સમજણ આવતાં હૃદયમાં દૃઢ સંકલ્પ લે, એ જગતમાં ૨હે ખરો, પણ જુદી દૃષ્ટિથી રહે. આસક્તિ અને અનાસક્તિનો આ વિચાર ચાલે છે, ત્યારે થોડા સમય પર બનેલો એક પ્રસંગ યાદ આવે છે. મોટી ઉંમરના એક ભાઈ પ્લેનમાં આવી રહ્યા હતા. હવામાન ખરાબ થતાં પ્લેનનાં ups અને downs વધી ગયાં. પ્લેન એકાએક ઉપર જાય અને તરત ૪ નીચે જાય. Pilot સાવધાન છતાં ભયભીત બની ગયો, પરસેવો પરસેવો છૂટે, મૃત્યુ નજીક દેખાયું. પ્લેનમાં બેઠેલા આ ભાઈએ થોડાંક વ્યાખ્યાન સાંભળેલાં, અનુભવરસનો ઘૂંટડો પીધેલો. વિચારવા લાગ્યા : અત્યારે બૂમો પાડવી નકામી છે. કોઈ જ બચાવી શકે તેમ નથી, બચાવનારો પોતે જ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. બીજું કોઈ યાદ આવતું નથી. પૂર્ણાષ્ટક ૩૪૯ Page #359 -------------------------------------------------------------------------- ________________ અરિહંતનું શરણું લીધું. જે થવાનું હોય તે થાય. હે પ્રભુ ! આ શરીર તારે ચરણે સોંપી દઉં છું. તારા સિવાય મારું બીજું કોઈ નથી, શરણાગતિ સ્વીકારી જીવનને સમર્પિત કરી નાખ્યું. પ્રભુના સ્મરણમાં ને સ્મરણમાં જાણે ઊંડી ગુફામાં ઊતરતા હોય તેમ એ ઊંડે ને ઊંડે ઊતરવા લાગ્યા. શાંતિમાં અંદર ઊતરી ગયા. અંદર અનુભૂતિ થઈ, જાણે મૃત્યુને અડી આવ્યા. સાડા પાંચ-છ ફીટના માણસમાં અંદર અબજો ફીટનું ઊંડાણ પડ્યું છે. fathomless છે, એનું માપ કાઢવું જ અશક્ય છે. એ શરણાગતિમાં દેહ સાથેનો સંબંધ તૂટી ગયો અને પરમતત્ત્વ સાથે સંબંધ જોડાઈ ગયો. આ માનસિક અનુભૂતિ અદ્ભુત હતી. થોડીક ક્ષણોમાં હવામાન સુધરી ગયું. પ્લેન બરાબર ઊઠવા લાગ્યું. આંખ ખોલી તો ચેતવણી (warning)ની લાલ નિશાની (light) બંધ થઈ ગઈ હતી. બધું જ બરાબર ચાલતું હતું. પ્લેન નીચે ઊતર્યું અને એ ભાઈ બધાં કામને પડતાં મૂકી સીધા મારી પાસે આવ્યા. એમના મુખ પર અનુભવની સુરખી કોઈ જુદી જ હતી. “મહારાજશ્રી ! જીવનનો એક નવો અનુભવ થયો. તમે વ્યાખ્યાનમાં ઘણી વાર અંદર ઊતરવાની વાત કરી હતી, ૫૨માત્માની સાથે જોડાણ ક૨વાની વાત કરી હતી, પણ મારા મનમાં બેસતું નહોતું, ‘કેવી રીતે એ અનુભવ થાય ?' આજે એનો જ અનુભવ થયો. અનુભવ ઝાંખો ન પડે, સ્મૃતિમાંથી સરકી ન જાય એટલે બધાં કામ બાજુમાં મૂકીને હું આપની પાસે દોડી આવ્યો. “આજે મને સમજાયું કે જીવનમાં કોઈ કામ મહત્ત્વનું (important) નથી, ગમે તેટલા મહત્ત્વનાં કામ હોય પણ જો વિમાન તૂટી ગયું તો એ અધૂરાં કામનું શું થાત ? આજથી મેં નક્કી કર્યું છે કે દુનિયામાં કોઈ કામ આત્માનાં કામ કરતાં મહત્ત્વનું નથી. મારે જે કરવાનું છે એ મારી શાંતિ માટે કરવાનું છે. કોઈ કહે કે આ કામ મહત્ત્વનું છે, એના વગર રહી શકાય એમ નથી તો કહીશ, ‘ના, એવું નથી. સુલેહનું મહત્ત્વભર્યું કામ ક૨ના૨ા, શાંતિ સ્થાપવા માટે જનારા સંયુક્ત રાષ્ટ્રના મંત્રી Dag Hammarskjoldનું પ્લેન તૂટતાં મૃત્યુ થયું. તો એની જગ્યાએ બીજા આવીને ઊભા રહ્યા. એમનું કામ બીજાએ હાથમાં લીધું. માટે આ જગતમાં કોઈ કામ એવું અનિવાર્ય તો નથી જ એ મને સમજાયું. આજ સુધી હું માનતો હતો કે મારા વિના મારી ઑફિસમાં શું થશે ? ૩૫૦ * માનવતાનાં મૂલ્ય Page #360 -------------------------------------------------------------------------- ________________ હું નહિ જાઉં તો બહારના call કોણ લેશે ? ચેકો પર સહી કોણ કરશે ? ધંધો કોણ સંભાળશે ? પણ જો વિમાન તૂટી ગયું હોત તો આ બધું કરવા કોણ આવવાનું હતું ? મારી જાતને હું જે રીતે ખોટી મહત્તા આપતો હતો એ ગર્વનો વિચાર નીકળી ગયો. પ્લેનમાં જ્યારે બધા ગભરાયા, બૂમાબૂમ કરવા લાગ્યા ત્યારે આત્મા અંગે મેં જે સાંભળ્યું હતું, વાંચ્યું હતું તે યાદ આવ્યું. “આવી પળ આવતાં અંદર કેમ ઊતરવું એ સમજાયું. વીજળીની જેમ એ વિચાર ચમક્યો. બૂમાબૂમ કરવા કરતાં પરમતત્ત્વને પકડીને અંદર કેમ ન ઊતરવું ? એ એકત્વ ભાવનામાં એટલો અંદર ગયો કે જેનો સ્પર્શ નહોતો કર્યો એનો સ્પર્શ થયો. જેનો માત્ર વિચાર જ કર્યો હતો એની અનુભૂતિ થઈ. અનુભવની જે દુનિયામાં પગ પણ નહોતો મૂક્યો ત્યાં આખો ને આખો પહોંચી ગયો. એકાગ્રતાથી દીવાલો તોડીને અમરત્વના દ્વાર સુધી પહોંચી ગયો. “આજ સુધી મૃત્યુને ભયંકર માનતો હતો, મૃત્યુની બીક લાગતી હતી, એ બીક જ ન રહી. સમજાયું કે મૃત્યુ બીજું કાંઈ નથી પણ એક અદશ્ય (unseen) મહાસાગરમાં અહીં ડૂબકી મારીને ક્યાંક નીકળી જવાનું છે. તરનારો જાણે છે ક્યાંક ડૂબકી મારે અને ક્યાંક નીકળી જાય. વચ્ચેનો પચીસ હાથનો પટ એમનો એમ વિંધાઈ જાય. કો'કને થાય કે અહીં ડૂબકી મારીને ક્યાં ગયો ? પણ ડૂબકી મારનારો જાણે છે. ઊંડાણમાં ગયો, અંદર તરીને બહાર નીકળી ગયો. મૃત્યુ એ બીજું કાંઈ નથી, આ પારથી પેલે પાર જવાનું છે. - “આપણે સહુ આ જગતમાં ડૂબકી મારીએ છીએ અને બીજે ઠેકાણે નીકળીએ છીએ. જેની short sight છે એને દેખાતું નથી. પણ એ તો આઘે નીકળી ગયો. બહુ દૂર ગયો, નરી આંખેથી ન દેખાય, એ જોવા માટે દૂરબીન જોઈએ. આ દૂરબીન કોણ છે ? “પ્રભુનો સ્પર્શ એ જ દૂરબીન છે. દૂરબીન બતાવે છે કે કોઈ મરી ગયું નથી. બધાયે બેઠા છે, માત્ર સ્થાન બદલાઈ ગયું છે. “મેં ચિંતા કરવાનું છોડી દીધું. આ જ્ઞાન આવ્યું. અનુભવ થયો અને ચિંતા ચાલી નીકળી. એકાગ્ર બન્યો, ઊંડાણમાં ઊતર્યો, મૃત્યુને સ્પર્શવા ગયો તો મૃત્યુનું જ મૃત્યુ થયું.” પૂર્ણાષ્ટક * ૩૫૧ WWW.jainelibrary.org Page #361 -------------------------------------------------------------------------- ________________ આજના તર્કવાદના યુગમાં પરમાત્મા પ્રત્યેનું સમર્પણ અંધશ્રદ્ધા (blind faith) લાગે. પણ તર્કની અમુક મર્યાદા છે. એવી પણ જગ્યા આવે છે જ્યાં તકની દીવાલો તૂટી જાય છે અને શ્રદ્ધા સાથે જોડાણ થાય છે. અનુભૂતિ થાય કે અહીં તર્ક કામ લાગે તેમ નથી. જ્યાં સુધી બુદ્ધિ ચાલતી હોય, વસ્તુને બુદ્ધિથી ગ્રહણ કરી શકાતી હોય ત્યાં સુધી તર્ક કરો એ સારી વાત છે, પણ જીવનમાં એવી ક્ષણ આવે જ્યાં તર્ક નથી કરાતો, બોલવાનું બંધ થઈ જાય છે, ત્યાં માત્ર અનુભવ જ રહે છે. આવી અનુભવની ક્ષણ જીવનમાં ક્યારે આવે ? વિપત્તિઓ આવ્યા વિના આ દેહમાં રહેલાં તર્કનાં બંધનો તૂટતાં નથી. માટે જ કહ્યું છે કે કેટલીક વાર વિપત્તિઓ સંપત્તિઓ બની જાય છે, Hardships are blessings in disguise. એકલી સંપત્તિ બહુ ખરાબ છે, એકલું સુખ બહુ નુકસાનકારક છે, એકલો પૈસા માણસને ગાંડો કરી મૂકે છે. આ બધું થોડું થોડું આવે તો સારું. કેરી ખાઓ છો તો સાથે કારેલાં નથી ખાતાં ? નહિતર એકલી કેરીથી પેટમાં કરમિયાં જ જન્મે. - બલ્બને લેમ્પમાં લગાડવો હોય તો સૉકેટમાં ગોળ ફેરવવો પડે છે. જ્યાં સુધી centre મળે નહિ ત્યાં સુધી ફેરવ્યા કરો. ફેરવતા ફેરવતાં જોડાઈ જાય ત્યાં તરત પ્રકાશ થાય. જીવનમાં બધા જ દિવસો સરખા નથી હોતા. કોઈ એક એવી પળ આવે છે અને એ પળમાં આત્માનું પરમાત્મા સાથે જોડાણ થાય. એ પળને પ્રાપ્ત કરવા માટેનો જ આ પ્રયત્ન છે. અહીં રોજ આવો છો. દોડાદોડીને આવો છો. રોજ દેરાસર જવાનું, રોજ પ્રવચન શ્રવણ કરવાનાં, મનન કરવાનું, શા માટે ? એ પળ માટે કે જે પળમાં આ બલ્બ સોકેટમાં બેસી જાય ! કેન્દ્ર મળે તો પ્રકાશ થાય. આજે કેટલી બધી ચિંતા લઈને બેઠા છો. સામયિક કરો પણ જીવ શાકમાં હોય. ધ્યાન ધરવા બેસો અને શાકનો વિચાર કરો તો પરમાત્મા પાસે કેવી રીતે જઈ શકો ? આવી ઘણી વાતો લઈને બેઠા છો. નકામી વાતો મગજમાંથી કાઢ્યા વિના સારી વસ્તુ નહિ આવે. મનમાં ધિક્કાર છે, દાવપેચ છે, વેરઝેર છે. આ બધું લઈને ભગવાન પાસે કેવી રીતે જવાય ? ૩૫૨ માનવતાનાં મૂલ્ય Page #362 -------------------------------------------------------------------------- ________________ અ બિકી મા જગ થાય તે આ દાવપેચ અને પૂર્વગ્રહની દીવાલો તોડવા એકાગ્ર થવાનું છે. એકાગ્રતાથી દીવાલો તોડવાની છે. કોઈ પણ વાતને વીંધવી હોય તો એમાં ઊંડે ઊતરવું પડે છે, એના ઉપર એકાગ્ર થવું પડે છે. એકાગ્રતા જેટલી વધતી જાય એટલું બહારનું હાર્દ સમજાતું જાય. ઊંડાણમાં ઊતર્યા વિના ત્યાં સુધી નથી પહોંચાતું. The longest journey is the journey inwards. બધે પહોંચાય પણ અંતરની મુસાફરી સહુથી લાંબી છે. ત્યાં એકાગ્રતા અને એકચિત્ત વિના ન પહોંચાય. આ અનુભૂતિનો વિષય છે, શબ્દોનો નહિ. જ્ઞાનસાર સાંભળતાં સાંભળતાં અનુભવવાનું છે, વિવેચન નથી કરવાનું. બહારનું બધું સમેટી લઈને અનુભવ કરીએ, ડૂબકી મારીએ તો જ તળિયે પહોંચાય અને મોતી પમાય. શુક્લપક્ષનો ઉદય થાય તેમ અંધકાર ક્ષીણ થાય. પ્રકાશ સામે અંધારું ઊભું પણ રહી ન શકે. સમ્યકત્વના ઉદય સાથે મિથ્યાત્વ ક્ષીણ થાય. ધીરે ધીરે પ્રકાશ વધતો જ જાય. આત્માનો માર્ગ ઉતાવળિયાઓનો નથી. એ માર્ગ બહુ શાંતિનો, બહુ ધીરજનો છે. આત્મજ્ઞાન પ્રશાન્ત સાગર છે. કોઈ કહે કે આત્મજ્ઞાન એકદમ થઈ જાય તો એને કહેજો કે સૂર્ય પણ ધીમે ધીમે ઊગે છે. બાર વાગે જેટલો પ્રખર તાપ હોય છે એ સવારનો જો છ વાગે હોય તો પ્રકાશની તીવ્રતાથી લોકો આંધળા થઈ જાય. દિવાળીનો દિવસ હતો. આખી રાત અંધકારમાં અને પ્રભુના નામસ્મરણમાં વિતાવી. વહેલી સવારે મંદિરમાં દર્શન કરવા ગયા તો ત્યાં એટલી બધી ટ્યુબ લાઇટો ચાલુ કરેલી કે અમને તેનાં તમ્મર આવ્યાં અને આંખો કંઈ જ ન જુએ. આત્મજ્ઞાનનો પ્રકાશ એકદમ થાય તો માણસ ગાંડો થઈ જાય, એ ઝીલી ન શકે. ધીમે ધીમે એ પ્રકાશ આપવામાં આવે; શાંતિથી ઉદય પામે તો એ નાનકડા તણખામાંથી મહાન જ્યોતિ બને. પૂર્ણાનંદરૂપી ચંદ્રની કળા ધીમે ધીમે ખીલતી જાય છે. બીજની કળા ખીલતી દેખાય છે, પણ એકમે કળા નથી એમ ન માનશો. કળા તો એકમે પણ છે, પણ એ કળા એટલી સૂક્ષ્મ છે કે લોકો જોઈ શકતા નથી અને બીજની કળા બધાને દેખાય છે. પૂર્ણાષ્ટક + ૩૫૩ Page #363 -------------------------------------------------------------------------- ________________ અમે નાના હતા ત્યારે બીજના ચંદ્રનાં દર્શન અવશ્ય કરતા. એક રાત્રે બીજનો ચંદ્ર જરા સુંદર દેખાયો. હું મારી ફોઈનો હાથ ખેંચીને બહાર આવ્યો. કહ્યું : “ફઈબા, જુઓ બીજનો ચંદ્ર.” ફઈબા કહે : “ભાઈ ! મને તો ક્યાંય દેખાતો નથી. ક્યાં છે ?” આંખો ખૂબ ખોલી પણ દેખાય શાનો ? એમને મોતિયો આવ્યો હતો. એમ જ અજ્ઞાનનો મોતિયો હોય ત્યારે આત્માનો ચન્દ્ર પણ અજ્ઞાનીને ક્યાંથી દેખાય ? એકમથી શરૂ થતી બીજરેખા પૂર્ણિમા આવતાં સોળે કળાએ પૂર્ણ ખીલે. એમ કોઈકવાર આપણામાં ઉદય થયો હોય પણ આપણને ન દેખાય. પણ એટલું ચોક્કસ કે એ આપણામાં છે અને એટલે જ એના તરફ આપણી અભિરુચિ છે. પૂજા કરવા ગયા હો અને બાજુમાં પ્રવચન ચાલતું હોય. થાય, લાવ સાંભળું તો ખરો ! સાંભળવાનું મન કેમ થયું ? કારણ કે એકમની કળા છે. એને ખબર નથી કે હું આત્મા માટે સાંભળું છું, પણ એનામાં એ રુચિ છે. એટલે જ એ તરફ મન ખેંચાય છે. જ્યારથી ખેંચાણ આ બાજુ થાય છે ત્યારથી અનુભૂતિ શરૂ થાય છે. જેમ પૂર્ણાનંદરૂપી ચંદ્રની કળા ધીમે ધીમે વધતી જાય છે, એકમનો ચંદ્ર વધતાં વધતાં પૂર્ણ પ્રકાશ પાથરે છે એમ પૂર્ણતાને પંથે પ્રયાણ કરતો આત્મા પૂર્ણ થાય છે, સંપૂર્ણ ચંદ્ર બને છે, એ જ કેવળ જ્ઞાન છે, એ વખતે એનાં બધાં દ્વાર ખૂલી ગયાં હોય. પૂર્ણિમાના ચંદ્રને એક પણ કાળી કિનારી છે ? બધી જ રૂપેરી અને પ્રકાશથી ભરેલી, પ્રકાશ મઢેલી. આપણો આત્મા પૂર્ણ ક્ષાયિક સમ્યક્ત્વનો ધણી બને ત્યારે આત્મામાં એ જ પૂર્ણતા આવે છે. વાસનાઓની બધી જ કાળી કિનારો નષ્ટ થાય છે. ભગવાનનું જ્ઞાન, ભગવાનનો પ્રકાશ એ માત્ર એના પૂરતો જ નહોતો. જેટલા જેટલા એમના સમાગમમાં આવત, એમના સાનિધ્યમાં વસતા, એમની વાણીનું પાન કરતા એ બધાને લાગતું કે આ આત્મા સંપૂર્ણ વિકાસ પામેલો છે, આ ખીલેલો પૂર્ણચંદ્ર છે. જે કોઈ આવતાં તે એકાગ્ર બની પ્રભુની વાણી સાંભળતા. એકદા એક વૃદ્ધા માથે ભારો લઈને ખેતરથી આવી રહી હતી. ભારો વજનદાર હતો એટલે એ થાકી ગઈ હતી. એવામાં પ્રભુની વાણીના સૂર એના કાનમાં પડ્યા, અંદર ઊતર્યા, એના મનને ભાવી ગયા. એનું મન કહેવા ૩૫૪ * માનવતાનાં મૂલ્ય Page #364 -------------------------------------------------------------------------- ________________ લાગ્યું : લાવ, સાંભળી લેવા દે. ભાર તો જિંદગીનો છે. આવી મધુર વાણી ફરી ક્યારે સાંભળવા મળશે ? - માજી એકરૂપ બનીને સાંભળવા લાગ્યાં. એ ભૂલી ગયાં કે માથે ભારો છે. જ્યારે દેશના પૂરી થઈ ત્યાં ભાર લાગવા માંડ્યો. અરે ! હું ભારો ઊંચકીને જ સાંભળતી હતી ? વિતરાગરૂપ પૂર્ણચંદ્રની ચંદ્રિકાના આ જાદુ સકલ-અધ્યક્ષ છે ને ? આજે પણ તમે સુખી ઘરના, એરકંડિશનના જીવો જ્ઞાનસાર વહાલું લાગતાં ભીંસાઈને બેસો છો ને ? આ ગુફા જેવા ખંડમાં બેસીને પણ સાંભળવા તૈયાર છો. આ મહાપુરુષની વાણીનો પ્રભાવ છે. બીજે ઠેકાણે જવાનું હોય તો એક દિવસમાં તોબા તોબા પોકારી ઊઠો. પણ આ જ્ઞાનરસને લીધે સહન કરતાં સુખ થાય છે, સહન કરવામાં કર્મની નિર્જરા થાય છે. પુદ્ગલ તો રોજનું છે, એને થોડી અગવડ ભલે પડે, પણ પ્રભુની વાણી ક્યાં વારંવાર સાંભળવા મળે છે ! ઉપાધ્યાયજી મહારાજ કેવળજ્ઞાની નહોતા, છતાં એમની વાણીમાં આટલો બધો આનંદ આવે, તો કેવળજ્ઞાનીની વાણીમાં તો શુંનું શું ભર્યું હશે ! જરા કલ્પી તો જુઓ. જે વાણી માલકોષમાં વહેતી હોય તે વાણી હૃદયને કેવું જકડી રાખતી હશે ! પૂર્ણાનંદની કળા બધાના દેખતાં ખીલે છે અને બધાને દેખતાં એ ખીલે છે – એમાં ફેર છે. બાવીસ વર્ષના ભાઈ બેઠા બેઠા સારી અને ડાહી વાતો કરતા હતા ત્યાં બીજા ભાઈ આવ્યા. વાતવાતમાં કહ્યું : “મેં બીડી પીતાં તને જોયો.” “હું !” “હા.” યુવાન જે ભાઈ બીડી નહોતા પીતા એવો દેખાવ કરતા હતા પણ વ્યસની હતા. ગભરાઈ ગયા. એણે ચોરીથી બીડી પીધી હતી, મનમાં ફફડાટ ઊભો થયો. કબૂલ કર્યું. પગે પડીને કહ્યું : “તમે મહારાજશ્રીને કહેશો નહિ. મારાં માબાપ ત્યાં રોજ જનારાં છે, એ એમને કહેશે તો મારું શું થશે ?” પૂછ્યું : “તમે મને ક્યાં જોયો ?” બીજા ભાઈએ હસીને કહ્યું કે મેં બીડી પીતાં તને જોયો હતો. હું પોતે બીડી પીતો હતો એ વખતે મેં તને જોયો.' તું બીડી પીતો હતો એમ નહોતું કહ્યું, પણ મેં બીડી પીતાં પીતાં તને જોયો એમ કહ્યું. વાક્ય એક જ છે પણ અર્થ ભિન્ન છે. છોકરો પકડાઈ ગયો. સહુના દેખતાં કળા ખીલે છે અને કળા ખીલતાં એ સહુને જુએ છે. પૂર્ણાષ્ટક * ૩પપ Page #365 -------------------------------------------------------------------------- ________________ આત્માની કળા પૂર્ણ ખીલે ત્યારે સહુના દેખતાં ખીલે, સહુ એને જુએ. પણ એ આત્મા સહુને દેખતો થઈ જાય. સહુ કેમ જીવે છે ? શું વિચારે છે ? પુદ્ગલનો શું સ્વભાવ છે ? કૃષ્ણપક્ષ ક્ષીણ થતાં શુક્લપક્ષનો ઉદય થાય છે અને જગત સમક્ષ આ પૂર્ણાનંદનો ચંદ્ર સંપૂર્ણ તેજ જ્યોત્સ્નાથી ખીલી ઊઠે છે. જ્ઞાનસારના સ્પર્શથી આપ સૌનો કૃષ્ણપક્ષ શુક્લપક્ષમાં ફેરવાઓ અને પૂર્ણાનન્દની અનુભૂતિ કરો એ પ્રાર્થના.... ૩૫૬ : માનવતાનાં મૂલ્ય Page #366 -------------------------------------------------------------------------- ________________ ----------- ------------ } भारतनी मे विरत विभूति र _sexxxx_x_x-x--x--x--x-50 Page #367 -------------------------------------------------------------------------- ________________ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૬. ભારતની એક વિરલ વિભૂતિ હિં સાના ભડકાથી સળગતી દુનિયા પર, વિલાસમગ્ન દુનિયા પર, પાપથી ખદબદતી દુનિયા ૫૨, ચૈત્ર સુદ તેરસના પુનિત દિવસે એક અજોડ બાળકેવિભૂતિએ અવતાર લીધો. આંખમાં અમૃત, મુખકમળ પર મધુર સ્મિત, હૈયામાં કરુણા અને આત્મામાં અખંડ વિશ્વવાત્સલ્ય ભરીને અવતરેલી આ વિરલ વિભૂતિને જોઈ, દુનિયા દંગ બની ગઈ. વિરલ-વિભૂતિના આગમનથી દુઃખિયારી દુનિયા ૫૨ સુખની ગુલાબી હવાનો સંચાર થયો. વસંતની કામણગારી કોકિલા આમ્રવૃક્ષની શાખા પર આનંદ ને ઉલ્લાસથી ઝૂલા ઝૂલતી, મંજુલ ધ્વનિથી ટહુકા કરવા લાગી. કુંજની ઘટાઓમાંથી મનોહર પક્ષીઓ મનોજ્ઞ-ગીત ગાવા લાગ્યાં, શુભ્ર વસ્ત્રધારિણી સરિતા, પૂર્ણ સ્વાસ્થ્યથી ઝડપભેર મધુર હાસ્ય કરતી, સાગર ભણી ધસવા લાગી, વિશાળ આકાશમાં પરિભ્રમણ કરતા દીવાનાથનો કોમળ પ્રકાશ-પુંજ, ધરા ભારતની એક વિરલ વિભૂતિ * ૩૫૯ Page #369 -------------------------------------------------------------------------- ________________ આ પર વર્ષવા લાગ્યો, અને અવિરત નરકની યાતના ભોગવતાં પીડિત હૈયાં, શાન્તિ અને સુખના મુક્ત વાતાવરણમાં વિહરવા લાગ્યાં, વાતાવરણ કાંઈક અલૌકિક હતું ! આ વિરલ વિભૂતિનો અવતાર થતાં, સ્વયં દેવેન્દ્રો એમનાં દર્શનાર્થે આવ્યા, મહાન ભૂપાલો અંજલિપૂર્વક એમની સામે શિર ઝુકાવીને, નમન કરવા લાગ્યા; અનેક માનવો એમની સેવામાં હાજર થયા અને વિશ્વનો વૈભવ એમના ચરણોમાં ખડકાવા લાગ્યો. એ દિવસોમાં એમના યૌવનનો રંગ જામ્યો. સંસારનો રંગ પણ ખીલ્યો અને પ્રિયદર્શના જેવું સંસ્કારી સંતાન પણ જન્મ્યું, પણ આ બધું એ વિરલ વિભૂતિને મન પુણ્યરૂપી રોગને નાશ કરવા માટે ઔષધરૂપ જ હતું. આમ કરતાં ત્રીશ વર્ષનાં વા'ણાં તો વીજળીના ચમકારાની પેઠે વહી ગયાં. માનવીને સુખના દિવસો કેટલા સોહામણા લાગે છે ! દુનિયાના સદ્ભાગ્યના એક મનોહર પ્રભાતે, આ વિરલ વિભૂતિએ વૈભવથી ઊભરાતાં રાજમંદિરોનો અને વહાલસોયાં સ્નેહીઓનો ત્યાગ કરીને, મહાભિનિષ્ક્રમણ કર્યું; કારણ કે દુનિયા એમને દુ:ખથી છલકાતી દેખાણી. દુનિયા જ્યારે દુઃખથી રિબાતી હોય ત્યારે આ કોમળ હૈયું સુખમાં કેમ વિલસી શકે ? આ વિરલ વિભૂતિના વસમા વિયોગની વેધક વાંસળી વાગી અને ક્ષત્રિયકુંડ ગામના ઉપવનમાં એક અજોડ કરુણ દૃશ્ય જામ્યું. આ દૃશ્ય આ જીવનસમર્પક વિરલ વિભૂતિની વસમી વિદાયનું હતું. આ દૃશ્ય અનાથ હૈયાંઓની કોમળ લાગણીઓથી છલકાતું હતું. આ દૃશ્ય વચ્ચે હૃદયવિદા૨ક ઘેરાં ડૂસકાં અને સાચાં આંસુ પણ હતાં, હા ! આકરી વિદાય કોમળતાપૂર્વક ભજવાતી હતી. આ વિદાયના દૃશ્યમાંથી વાત્સલ્ય અને કરુણાની ધારા ટપકતી હતી. આ વસમી વિદાયની વાંસળીમાંથી હૈયાને હચમચાવી મૂકે એવા કરુણ અને વેધક સૂરો વારંવાર આવી નાજુક હૈયાંઓને વ્યથિત કરતા હતા. પોતાના લઘુ બાંધવનું આ મહાભિનિષ્ક્રમણ નવિર્ધનના વાત્સલ્યપૂર્ણ હૈયાને વલોવી નાંખતું હતું. જીવનમાં ક્ષણ માત્ર પણ છૂટો નહિ પડનાર પોતાનો લઘુબાંધવ આજે સદાને માટે ગૃહત્યાગ કરે છે. ખરેખર, માનવીની પ્રિય વસ્તુ જાય છે ત્યારે એના જીવનનું સર્વસ્વ લેતી જ જાય છે ! ત્રીસ વર્ષ સુધી સૌરભવાળાં તરુવરોની શીતળ છાયામાં વિહરનાર માનવી, અખંડ-અગ્નિ ઝરતા તડકામાં તપે, પુષ્પોની નાજુક શય્યામાં પોઢનાર ૩૬૦ * માનવતાનાં મૂલ્ય Page #370 -------------------------------------------------------------------------- ________________ માનવી, કંટક પર કદમ ભરે, લાખોની સલામ ઝીલનાર માનવી, રંક આર્યોનાં અપમાન સહે; આ કાર્ય કેટલું કપરું છે ? એ તો અનુભવીનું હૈયું જ વેદી શકે – તે આ વિરલ વિભૂતિનું હૈયું જ ! સ્વયં ઇન્દ્ર મહારાજાએ મુક્ત કંઠે પ્રશંસા કરી – “આજે ભારતવર્ષમાં એક વિરલ વિભૂતિ છે કે જે મરણથી ગભરાતી નથી અને જીવનથી હર્ષ પામતી નથી, જેને સુખનાં મનોજ્ઞ સાધનો ખુશ કરી શકતાં નથી અને દુ:ખનાં ક્રૂર સાધનો મૂંઝવી શકતાં નથી. એ મહાવિભૂતિની દિવ્ય તપશ્ચર્યા આજે વિશ્વમાં અજોડ છે !' આ પ્રશંસામાં કોઈ સામાન્ય માનવીના ત્યાગ, તપ અને પૈર્યની કેવળ અતિશયોક્તિ કરવામાં આવી છે, એમ ત્યાં સભામાં બેઠેલા ઈર્ષાળુ સંગમે માની લીધું, અને સાથે-સાથે નિશ્ચય કરીને ઊઠ્યો કે, એ પામર માનવીને ત્યાગ, તપ અને વૈર્યમાંથી ચલિત કરીને, ઇન્દ્રની પ્રશંસાને અસત્ય બનાવું. આ નિશ્ચય કરતાં જ સંગમ દેવ મટી દાનવ બન્યો, અને એ વિરલ વિભૂતિ પાસે આવ્યો. સિંહનું રૂપ ધારણ કરી માનવહૈયાઓને વિદારી નાખે એવી સિંહગર્જનાઓ કરી જોઈ, પ્રલયકાળના મેઘનું રૂપ ધારણ કરી વીજળીઓના કડાકાભડાકા કરી બ્રહ્માંડના કાન ફાડી નાખે એવા અવાજોના અખતરાઓ પણ કરી જોયા; અને છેલ્લે સર્વશક્તિઓ કેન્દ્રિત કરી, ભયંકર રાક્ષસનું રૂપ ધારણ કરી, એ વિરલ વિભૂતિ પર ત્રાટકવાનો પ્રયોગ પણ કરી જોયો; પણ એ બધું નિષ્ફળ નીવડ્યું ! આવા પ્રલયના ઝંઝાવાત અને ચક્રવાત વચ્ચે પણ તેમનો વૈર્ય-દીપક અચલ રીતે ઝળહળતો જોઈ, સંગમ દંગ થઈ ગયો. એના અભિમાનના ચૂરેચૂરા થઈ ગયા. અભિમાન ગળતાં જ પોતાને, આચરેલા પાપનો પશ્ચાત્તાપ થવા લાગ્યો. એ વિરલ વિભૂતિ પ્રત્યે આચરેલા અયોગ્ય વર્તનથી એના હૈયામાં પશ્ચાત્તાપનો ભડકો ભભૂકી ઊઠ્યો અને પોતાની જાતને ધિક્કારતો એ વિભૂતિના ચરણોમાં પડી, અંજલિપૂર્વક દીન સ્વરે ક્ષમા માંગવા લાગ્યો. પ્રભો ! આપ શૂરવીર છો, ધીર છો, ગંભીર છો, આપનું આત્મિક બળ અનુપમ છે. આપનો ત્યાગ, તપ અને વૈર્ય અજોડ છે ! આપની જોડ આ વિશ્વમાં લાધે તેમ નથી. આપની પ્રશંસા ઇન્દ્ર કરી, પણ હું અધમ એ ન માની શક્યો અને આપની પરીક્ષા કરવા માટે આવ્યો; પણ આજે મને પૂર્ણ સત્ય સમજાયું કે, મારા જેવા અધમો પોતાના મનની કલુષિતતાથી જ આપના ભારતની એક વિરલ વિભૂતિ * ૩૬૧ Page #371 -------------------------------------------------------------------------- ________________ જેવા મહામાનવના ગુણો સમજી શકતા નથી અને ઈર્ષા અને અભિમાનથી પોતાની જાતને મહાન મનાવવાનો પ્રયત્ન કરતાં પરિભ્રમણ કરે છે. આપ જગતના પિતા છો, આપ જગચ્છરણ છો, વિશ્વબંધુ છો, જગદાધાર છો, અધમોદ્ધારક છો, અને તારક છો. હે કરુણાસાગર ! મારા અપરાધની ક્ષમા કરો. હું નીચ છું – અધમ છું – પાપી છું. મારો ઉદ્ધાર આપના જ હાથમાં છે, નાથ ! માટે મને તારો ! ! !” આવા અઘોર અને ભયંકર અપરાધ કરનારા સંગમ પર પણ વિશ્વવિખ્યાત આ વિરલ વિભૂતિએ તો પોતાની અમૃત-ઝરતી આંખોમાંથી કરૂણાની વર્ષા જ આરંભી ! એમની વૈરાગ્ય-ઝરતી આંખોમાંથી વાત્સલ્યનું ઝરણું ઝરવા લાગ્યું. એ પુનિત ઝરણામાં સ્નાન કરી, ભારે હૈયે સંગમ પોતાના સ્થાન ભણી સંચર્યો ! સંગમે કરેલાં અનેક દુઃખો વેક્યા પછી ફરી એમણે આર્ય અને અનાર્યવજભૂમિ ભણી વિહાર આદર્યો. સાડા બાર વર્ષ સુધી મૌનપણે ઘોર તપશ્ચર્યા કરી. આ દિવસોમાં એમના પર અનેક વિષમ વિપત્તિનાં વાદળાં એક પછી એક તૂટવા લાગ્યાં, છતાં એમણે વૈર્ય, સહિષ્ણુતા અને શાન્તિપૂર્વક એમને પ્રસન્નમુખે આવકાર આપ્યો. આમ અનેક યાતનાઓના દાવાનળમાં આ તેજસ્વી વિરલ વિભૂતિનાં કર્મો બળીને રાખ થયાં અને એમનો અનંત સૂર્યના પ્રકાશથી ચમકતો આત્મા પ્રકાશી ઊઠ્યો. કૈવલ્યજ્ઞાન વ્યાપી રહ્યું અને અંધકારનો નિતાત્ત નાશ થયો. પૂર્ણ આત્માના પ્રકાશથી દિશાઓ વિલસી રહી. આ રળિયામણા સમયે એમના મુખકમળ પર અખંડ અને નિર્દોષ આનંદ, વિશ્વ વાત્સલ્ય અને પ્રશાન્ત ગાંભીર્યનો ત્રિવેણી સંગમ જામ્યો ! સાડા બાર વર્ષ સુધી સેવેલા મૌનનું દિવ્ય તેજ આ વિરલ વિભૂતિના શરીરના રોમાંચો દ્વારા ફુવારાની જેમ વસુંધરા પર પ્રકાશ પાથરી રહ્યું. વર્ષોને અંતે એમનો મેઘ-ગંભીર મંજુલ ધ્વનિ સાંભળીને શું દેવો કે શું દાનવો, શું માનવો કે શું અજ્ઞ પ્રાણીઓ; બધાં એમની નિકટમાં આવવા લાગ્યાં. એમનો ઉપદેશ સાંભળવા એ બધાં અધીર બન્યાં. આ વિરલ વિભૂતિએ મેઘ-ધારાની પેઠે ઉપદેશ પ્રારંભ્યો – મહાનુભાવો ! જાગો ! વિલાસની મીઠી નિદ્રામાં કેમ પોઢ્યા છો ? તમારું આત્મિક ધન લૂંટાઈ રહ્યું છે. ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર મહાન ધૂર્ત છે. એ તમને મોહિની મદિરાનું પાન કરાવી, તમારા જ હાથે તમારી અમૂલ્ય ૩૬૨ - માનવતાનાં મૂલ્ય Page #372 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિનો નાશ કરાવી રહ્યા છે માટે ચેતો ! સાવધાન બનો ! જાગરૂક બનો ! અને એ ધૂર્તોનો સામનો કરો.” “નાથ ! આ સચોટ ઉપદેશ સાંભળી ભક્તો હાથ જોડી કહેવા લાગ્યા આપ શક્તિમાન છો. આપ આ ધૂર્તોનો સામનો કરી શકો છો. પણ અમે નિર્બળ છીએ, ધૂર્તો સબળ છે; અમારાથી એમનો સામનો કેમ થઈ શકે ? અમારા માટે આ કાર્ય કઠિન છે, કપરું છે, અઘરું છે. આપ તો સમર્થ છો. આપની સરખામણી અમારાથી કેમ થાય ?” લોકોની દીનતાભરી વાણી સાંભળી, એ વિભૂતિએ વીરઘોષણા કરી “મહાનુભાવો ! આવી દયાજનક વાચા ન ઉચ્ચારો. શત્રુઓ પાસે આવી નિર્બળ વાતો કરશો તો એ તમારો નાશ કરશે. હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું - કે તમારો આત્મા બળવાન છે, વીર્યવાન છે, અનંત શક્તિઓનો ભંડાર છે. તમારો અને મારો આત્મા શક્તિની દૃષ્ટિએ સમાન છે. માત્ર ફરક એટલો જ છે કે તમારા પ૨ કર્મનો કચરો છે, અને મારા આત્મા પરથી એ કચરો દૂર થયો છે. તમે પણ પ્રયત્ન કરી એ કર્મના કચરાને દૂર કરો અને પૂર્ણ પ્રકાશી બનો. કાયરતા છોડી મર્દ બનો. ખડકની પેઠે અડગ રહો. ક્રોધ વગેરે શત્રુઓની સામે બળવો પોકારો. હું તમને સમરાંગણમાં વિજય મેળવવાની વ્યૂહરચના બતાવું.” આ મંજુલ વાણી સાંભળી લોકો પ્રસન્ન બન્યા. જીવનવિકાસની નૂતન દૃષ્ટિ જાણવા માટે બધા ઉત્સુક બન્યા. - કદી ન ભુલાય તેવો મનોહર સ્વર ત્યાં ગુંજી રહ્યો “હે દેવોને પણ પ્રિય જનો ! આ જીવન કેવું ક્ષણભંગુર છે તેનો જરા વિચાર કરો. યૌવન પુષ્પની જેમ કરમાઈ જનારું અસ્થાયી છે. સંપત્તિ વીજળીના ચમકારાની પેઠે ક્ષણિક છે. વૈભવો સંધ્યાના રંગની જેમ અસ્થિર છે. સંયોગો મંદિરની ધ્વજાની પેઠે અચળ છે. આયુષ્ય પાણીના પરપોટાની જેમ અશાશ્વત છે. સંસારમાં માત્ર ધર્મ જ એક એવો છે કે જે સ્થાયી-અચલ-શાશ્વત છે. આ ઉત્તમ ધર્મ પાળવા માટે ધર્માંધતાને છોડવી જ પડશે. ધર્માંધતાને છોડ્યા વિના સત્ય ધર્મ મળવો મુશ્કેલ તો શું પણ અશક્ય છે ! ધર્માન્ધતાએ સત્ય ધર્મને ગુંગળાવી નાખ્યો છે, માનવોને અંધ બનાવ્યા છે. આ અંધતામાંથી કલહ અને કંકાસનું સર્જન થયું છે. આ ધર્માંધતાથી મહાયુદ્ધો થયાં છે. માનવી માનવીનો શત્રુ થયો છે. આ જ અંધતાને લીધે જ્ઞાન પણ અજ્ઞાનમાં ફેરવાઈ ગયું છે. હિંસા પણ અહિંસાને નામે પ્રગટી છે. પાપ પણ પુણ્યના નામે જીવતું થયું છે. અધર્મ પણ ધર્મને બહાને પ્રગટ થયો છે, માટે સત્ય ધર્મ મેળવવાનો અમોઘ ઉપાય બતાવું છું તે પ્રમાદ ત્યજી સાંભળો ! ભારતની એક વિરલ વિભૂતિ ૩૬૩ Page #373 -------------------------------------------------------------------------- ________________ જીવન-વિકાસનો અમૂલ્ય ઉપાય અનેકાંતવાદ છે. અનેકાન્તવાદની કસોટી પર ધર્મની પરીક્ષા સુંદર રીતે થઈ શકે છે. માટે જીવનમાં અનેકાન્તવાદ કેળવો. એના વડે વિશ્વાત્મક્સ કેળવો. એક એકનો સમન્વય સાધો, અનેકાન્ત એ પૂર્ણ દૃષ્ટિ છે. એના વડે વિશ્વમાં રહેલાં સત્ય તત્ત્વોનું ગવેષણ કરો. અનેકાન્તવાદ એ સાચો ન્યાયાધીશ છે ! એ જ વિશ્વને નિષ્પક્ષપાત સાચો અને પૂર્ણ ન્યાય આપશે. એ અસત્યના કાળા પડદાને ચીરી નાંખશે અને સત્યનાં દર્શન કરાવશે. આ અનેકાન્તવાદને સ્યાદ્વાદ કહો કે સાપેક્ષવાદ કહો, બધું એક જ છે. આ અનેકાન્તવાદની દૃષ્ટિ જ્યાં સુધી જીવનમાં નહિ આવે ત્યાં સુધી માનવીનો વિકાસ થંભેલો જ છે, એવો મારો સ્વાનુભવ છે !'' અનેકાન્તવાદનો આ ભવ્ય સિદ્ધાંત સાંભળી લોકોનાં હૈયા આનંદથી વિકસી ઊઠ્યાં. આ નૂતન દૃષ્ટિ પ્રત્યેકને આદરણીય લાગી. તેથી જ લોકોના મુખમાંથી આ શબ્દો સરી પડ્યા. “કેવી વિશાળ ભાવના ! કેવી વિશાળ દૃષ્ટિ ! દેવ ! આપ ધન્ય છો. આપે જે પૂર્ણ પ્રકાશ મેળવ્યો છે તે અદ્ભુત છે ! આપ આપની વાણીનું અમૃત-ઝરણું આ સંતપ્ત સંસાર પર અવિરત વહેતું રાખો, એવી અમારી નમ્ર વિનંતી છે, દેવ !'' આ વિભૂતિનો રૂપેરી ઘંટડીના જેવો મધુર ધ્વનિ પુનઃ ગુંજી રહ્યો “ભાગ્યશાળીઓ ! હું જે કહી ગયો તે જીવનદૃષ્ટિની વાત કરી ગયો વિચારવાની વાત કહી ગયો. હવે આચારની વાત કહું છું. વિચારમાં જેમ અનેકાન્તવાદને સ્થાન છે, તેમ આચારમાં અહિંસાને સ્થાન છે. અહિંસા એ સુંદર સરિતા છે, અનેક દૃષિત હૈયાં એના જળથી તરસ છિપાવે છે. અહિંસા એ સેતુ છે, કે જે બે વિખૂટાં દ્વેષી હૈયાંઓને જોડે છે. અહિંસા એ ગુલાબનું ફૂલ છે, જે પોતાની માદક સૌરભથી જગતને પ્રફુલ્લિત કરે છે. અહિંસા એ વસંતની કોયલ છે, જે પોતાના મધુર સંગીતથી હિંસાના ત્રાસથી ત્રસિત દિલડાંઓને પ્રમુદિત કરે છે. અહિંસા એ જ વિશ્વશાંતિનો અમોઘ ઉપાય છે. અહિંસા વિના વિશ્વમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપવાનો બીજો એકેય ઉપાય નથી જ. અહિંસાની અમર ચંદ્રિકા જ વિશ્વ ઉપર અમૃત વર્ષાવશે. હિંસાના પાપે જ એક માનવી બીજા માનવીને જળોની જેમ ચૂસી રહ્યો છે. હિંસાની ભાવનાએ એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રને કચડી રહ્યું છે. હિંસક માનસે જ વિશ્વમાં અત્યાચારની હોળી સળગાવી છે. હિંસાનાં સામ્રાજ્યોએ માનવીને પીડિત, વ્યથિત અને દલિત બનાવ્યો છે. હિંસક ધર્મો નિર્દોષ પશુઓનો ભોગ લઈ રહ્યા છે, માટે આચારમાં અહિંસા કેળવો. ધર્મના નામે હોમાતાં પશુઓનું રક્ષણ કરો. જાતિવાદના નામે ધિક્કારાતા દલિત વર્ગનો ઉદ્ધાર કરો. અહિંસા ૩૬૪ * માનવતાનાં મૂલ્ય Page #374 -------------------------------------------------------------------------- ________________ એ અમૃત છે. એનું તમે પાન જરૂર કરો ! તમે અમર બનશો. બીજાઓને એનું પાન કરાવો તો દુખિયારી દુનિયા પર સુખની ગુલાબી હવાનો સંચાર થશે.” આ પ્રેરણાદાયક ઉદ્દઘોષણાથી ભક્તોમાં જોમ આવ્યું. ચૈતન્યના ધબકારા થવા લાગ્યા. વીજળીની જેમ એમના જીવનમાં અનેકાન્તવાદ અને અહિંસાનો પ્રવાહ વહેવા લાગ્યો. દુરાગ્રહની ગાંઠો ગળવા લાગી. વૈમનસ્ય તો બળીને ખાખ થઈ ગયું. નિર્બળો સબળ બન્યા. બીકણો બહાદુર બન્યા, મુડદાલો પણ મર્દ બન્યા. શું વાણીનો વિરલ પ્રભાવ ! અને આમ સાક્ષાત્કારની સિદ્ધિ દ્વારા જીવનમાં કોઈ અલૌકિક સર્જનલીલા સર્જાતી ગઈ. ત્યાંથી આ વિરલ વિભૂતિએ વિહાર કર્યો. ગામડે ગામડે ફરી વળ્યા. ગામેગામ માનવમહેરામણ ઊભરાતો ! એમનાં દર્શન અને ઉપદેશથી માનવો અને ભારતભૂમિ પાવન થતી. પૂરા ત્રણ દાયકાઓ સુધી અખંડ ઉપદેશનું ઝરણું વહાવી ભારતમાં શાન્તિનું સામ્રાજ્ય સ્થાપ્યું. અહિંસાજળનું સિંચન કર્યું. સત્યનાં વૃક્ષો રોપ્યાં. અસ્તેયના ક્યારા બનાવ્યા. સંયમના છોડવાઓ પર સંતોષનાં અનેકવર્ણ પુષ્પો વિકસી ઊઠ્યાં. આ ખંડેર ભારતને મોહક નન્દનવનમાં ફેરવી નાખવાનું આ ભગીરથ કાર્ય, આ વિરલ વિભૂતિએ પોતાના જ વિદ્યમાન કાળમાં, અખંડ સાધનાઓ દ્વારા કરી બતાવ્યું – એ ભારતનું અહોભાગ્ય ! પણ દુર્ભાગ્યની એક એવી રજની આવી કે જેમાં આ લક્ષપ્રકાશી, ઓજસ્વી દીપક, પાવાપુર નગરીમાં માઝમ રાતે, એકાએક બુઝાઈ ગયો – નિર્વાણ પામ્યો. જ્ઞાનનો સ્વાભાવિક દીપક બુઝાતાં વિશ્વમાં અજ્ઞાન-અંધકાર વ્યાપવા લાગ્યો. એ અંધકારને દૂર કરવા કૃત્રિમ દીપક પ્રગટાવવા પડ્યા અને લોકો એને કહેવા લાગ્યા – દિવાળી... દી-૫-આવ-લિ.' ઓ વિરલ વિભૂતિ વિભુ મહાવીર ! તારું મધુર નામ આજે પણ માનવહૈયાંની અમર વીણાના તાર ઝણઝણી રહ્યું છે ! ભારતની એક વિરલ વિભૂતિ * ૩૬પ Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૭. જાગ, ઓ મહાવીરના સપૂત મહાવીરના સંતાન ! જાગ ! ઊભો થઈ જા ! જરા આંખ ખોલીને જો ! તારી જ નજર સામે દીન, હીન, અનાથ ને ગરીબ માનવો અન્ન . વિના ટળવળતા હોય, ત્યારે તે ત્રણ ટંક સુંદર ને સ્વાદિષ્ટ ભોજન, ઠંડે કલેજે કેમ “ આરોગી શકે ? તારી બાજુમાં જ વસતાં તારાં ભાંડુઓને લાજ ઢાંકવા પૂરતું પણ વસ્ત્ર ન મળતું હોય, ત્યારે તું દયાવાન કહેવાતો, સુંદર વસ્ત્રોમાં સજ્જ બની કે મહાલી કેમ શકે ? તારા જ ભાઈઓ વેર ઝેર ને દ્વેષની મહાજ્વાળામાં સળગતા હોય, ત્યારે તે વિલાસ ને વિનોદની માદક શયામાં કેમ પોઢી શકે ? આ જોતાં તારું ખૂન આજે વિલાસની જડતાથી ઠંડું પડી ગયું છે, એમ તને નથી લાગતું ? તું તારા પુનિત પિતા શ્રી મહાવીરના સિદ્ધાન્તોનો દ્રોહ તો નથી કરતો ને ? તારા હાથે આવું કૂર પાપ થાય, એ હું ઇચ્છતો નથી. હું જે ઇચ્છું છું તારા અમર વિજયને ! કારણ કે તે જૈન છે ! તારી પાસે બે પાંખો છે: અહિંસા અને સત્યની ! આ ૩૬૬ * માનવતાનાં મૂલ્ય Page #376 -------------------------------------------------------------------------- ________________ બે પાંખો કપાઈ જતાં તું જૈન મટી ‘“જન” બની જઈશ ! તારી શોભા આ બે દિવ્ય પાંખોમાં જ છે. આ બે માત્રા તને શ્રેષ્ઠ બનાવનારી છે ! તને ગગનવિહારી બનાવનારી છે ! આ અહિંસા ને સત્યની પાંખોથી તું હિંસાના ભડકાથી સળગતી દુનિયા પર પરિભ્રમણ કરી શકીશ, વિશ્વને પ્રેમ ને શાન્તિનો સંદેશ પાઠવી શકીશ. શાન્તિનો દૂત બની શકીશ, માટે સાવધાન થા ! આ બે પાંખો કપાઈ ગઈ તો સમજજે કે તું પંગું છે, લંગડો છે, તારી આ બે પ્રિય પાંખો પ્રમાદથી રખે કપાઈ જાય ! માટે જાગ્રત બન ! ઝોકાં ખાવાં છોડી દે! આમ બગાસાં ખાધે ને નિર્માલ્ય જીવન જીવે મુક્તિ નહિ મળે ! મુક્તિ મેળવનાર શ્રી મહાવીરને તું યાદ કર. એમણે કેવાં મહાન શુભ કાર્યો કર્યાં હતાં ! જો— જેમણે ધૈર્યપૂર્વક નર-પિશાચનો સામનો કરી, ભયભીતને નિર્ભીક બનાવી અને માનવમાં રહેલી અખૂટ શક્તિનો પરચો બતાવી મહાવીર પદ પ્રાપ્ત કર્યું હતું. જેમણે સાંવચ્છરિક દાન દઈ, અઢળક સંપત્તિ વર્ષાવી અને દીન, હીન, અનાથ ને ગરીબોને યથાયોગ્ય દાન વડે સુખી બનાવી દાનવીર પદ વિભૂષિત કર્યું હતું ! જેમણે વૈભવોથી છલકાતાં રાજમંદિરોને છોડી, પોતાના ખારા પ્રિયજનોથી વિખૂટા પડી અને મહામોહનો પરાજય કરી ત્યાગવીર પદ સુશોભિત કર્યું હતું. જેમણે ગિરિકન્દરાઓમાં ધ્યાનમગ્ન રહી, વાસનાઓનો નાશ કરી અને ઇન્દ્રિયો પર વિજય મેળવી શૂરવીર પદ શોભાવ્યું હતું ! જેમણે અહિંસા, સત્ય, અસ્તેય, સંયમ ને અકિંચનત્વને પોતાના જીવનમાં વણી, એનો જ પ્રચાર આજીવન કરી અને માનવતાની સોડમ મહેકાવી ધર્મવીર પ૬ અલંકૃત કર્યું હતું ! એ જ નરવીરનો તું પુત્ર ! જેમના નામથી પ્રેરણાનો દીપક પ્રગટે એ મહાવીરનો પુત્ર બની, તું આમ નિર્માલ્ય જીવન જીવે, એ તને શોભે ખરું ? ઊઠ ! પ્રાણવાન થા ! તારા નિર્માલ્ય જીવનમાં મહાપ્રાણ ફૂંક ! તારા ધ્વનિથી દિશાઓ કંપી જાય એવી જયઘોષણા ક૨ ! પાપના પડદા ચિરાઈ જાય એવું તેજ તારી આંખોમાં લાવ. હિંમત ને ઉત્સાહથી આગેકદમ ભર ! તારી અદમ્ય શક્તિઓનો પરચો જગતને બતાવ ! પ્રભુ મહાવીરના સિદ્ધાન્તોને અણનમ નિશ્ચયપૂર્વક જીવનમાં ઉતારી એમને અમર બનાવ ! ખાલી વાયડી વાતો ના કર. આચરણવિહોણાં ભાષણોથી કાંઈ વળે તેમ નથી. એવાં નિર્માલ્ય ભાષણો સાંભળી સાંભળીને પ્રજા ત્રાસી ગઈ છે ! માટે લાંબા-પહોળા હાથ કરવા મૂકી દે અને એવું આચરણ કરી બતાવ કે તારું નિર્મળ ચારિત્ર જોઈ દુનિયા દિંગ બની જાય ! કડક શિસ્ત કેળવ ! જીવન-વિકાસમાં નડતર કરતી વાસનાઓ સામે બળવો પોકાર ! વાસનાઓનો સમૂળગો નાશ કર ! આ તારા વિકાસના માર્ગમાં અન્તરાય કરનારને ઉખેડીને ફેંકી દે ! જરા પણ ગભરાઈશ નહિ ! કોઈથી ભારતની એક વિરલ વિભૂતિ * ૩૬૭ ― Page #377 -------------------------------------------------------------------------- ________________ અંજાતો નહિ ! કોઈની શે'માં તણાતો નહિ ! જા ! એક પળની પણ વાર કર્યા વિના અહિંસા ને સત્યના સિદ્ધાન્તોને વિશ્વમાં વિકસાવવાના તારા આ મહાકાર્યમાં લાગી જા. પણ યાદ રાખજે ! નૈતિક સંયમથી કમ્મર બરાબર કસીને જ આ માર્ગે પ્રયાણ કરજે, સંયમમાં જરા પણ શિથિલતા ન પ્રવેશી જાય તે માટે પૂર્ણ કાળજી રાખજે. વાસનાઓ તારા પર વિજય ન મેળવી જાય તે માટે ચારિત્રની મજબૂત કિલ્લેબંધી કરીને, અવિરત જાગૃતિપૂર્વક જીવન-વિકાસના આ મહાપંથે વિહરજે ! વીજળીના ઝબકારા થાય કે વિપત્તિના વંટોળિયા વાય; બ્રહ્માંડના કાન ફોડી નાંખે એવા કડાકા-ભડાકા થાય કે પ્રલયના મેઘની ગર્જનાઓ થાય; તોય તારા નિશ્ચિત પંથને છોડીશ નહિ, નિશ્ચિત કરેલા ધ્યેયને પહોંચતાં પહેલાં એક ડગલું પણ માર્ગથી ખસવું એ મહાપાપ છે, એ દિવ્ય સંદેશને ભૂલતો નહિ ! વિશ્વમાં એવી કોઈ શક્તિ નથી જે તારા નિશ્ચિત ધ્યેયથી તને ચલિત કરે ! દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી, જે તને તારા માર્ગથી ભ્રષ્ટ કરે ! તારી ઉગ્ર તમન્ના જોઈ, પહાડ પણ તારા માર્ગમાંથી ખસી જશે ! તારી વિરાટ શક્તિ જોઈ, સાગર પણ તને માર્ગ આપશે ! તારો દઢ સંકલ્પ જોઈ, સિંહ જેવા રાજાધિરાજો પણ ચરણમાં આળોટશે ને તારા અંગરક્ષક બનશે. આ કલ્પના નથી, વાક્પટુતા કે લેખનકળા નથી; પણ કેવળ સત્ય છે, નક્કર છે, વાસ્તવિક છે ! આવું બન્યું છે, બને છે અને બનશે. માત્ર શ્રદ્ધાની જ આવશ્યકતા છે ! વિજયશ્રી આત્મશ્રદ્ધાવાન મહામાનવને જ વરે છે ! આ માર્ગમાં કાંટા પણ છે અને કીચડ પણ છે. કાંટાથી કંટાળી ન જવાય અને કીચડમાં ખેંચી ન જવાય તે માટે સચેત રહેજે. વિપત્તિના સમયમાં યાદ કરજે તારા આત્માની અનંત વિરાટ શક્તિઓને ! તારી વીર-ગર્જનાથી વિપત્તિઓ કંપી ઊઠશે, ઇન્દ્રિયો ધ્રુજી ઊઠશે, વાસનાઓ બળીને ખાખ થશે, અન્ધકાર નાશ પામશે, અનન્ત પ્રકાશથી ઝળહળતો દીપક તારા પંથમાં પ્રકાશ પાથરશે અને પ્રકૃતિ મધુર સ્મિત કરી, તારું સુસ્વાગતમ્ કરશે ! પ્યારા અમૃતના ભોક્તા આત્માનું ! અધિક તને શું કહું ? હવે તારું વિરાટરૂપ વિશ્વને દેખાડ જોઈએ ! વહાલા શક્તિઓના ભંડાર આત્મન્ ! તારા શક્તિઓના ભંડારમાંનું એક અમૂલ્ય રત્ન વિશ્વના ચોગાનમાં મૂક જોઈએ ! પ્રિય પ્રકાશમાં વિહરનાર આત્મન્ ! તારા શાશ્વત પ્રકાશનું એક કપાકિરણ આ વિશ્વ પર ફેંક જોઈએ ! વિશ્વ, તારા જ્વલંત પ્રકાશ માટે ઝંખી રહ્યું છે, વીરનો સપૂત આ કામ નહિ કરે તો પછી કોણ કરશે ? માટે આજે જ દીપાવલીના પતિતપાવન દિવસે અણનમ નિશ્ચયપૂર્વક ભર કદમ વિજયકૂચ ભણી ! ૩૬૮ * માનવતાનાં મૂલ્ય Page #378 -------------------------------------------------------------------------- ________________ 3C OG રત્નત્રયી ܗ ܚ ܗ ܗ ܤ ܗ ܗܢ ܗ ܗ Page #379 -------------------------------------------------------------------------- ________________ Page #380 -------------------------------------------------------------------------- ________________ >>>$** નવજીવન એ ગુણરત્નોની ખાણ મ છે. એમાં દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણ તો પરમ તેજથી ચમકતાં જાણે મહારત્નો છે. આપણે આ ત્રણ દિવસની પ્રવચનમાળામાં આ ગુણોનો અનુભવ કરવાનો છે. હીરો પણ છે તો પથ્થર જ ને ! ખાય તો મરી જવાય, પાસે રાખે તો ડર રહે અને વાગી જાય તો લોહી કાઢે એવા પથ્થર જેવા હીરાથી પણ લોકો આનંદ માણે છે; તો આધ્યાત્મિક હીરો આધ્યાત્મિક રત્ન મળતાં તો માણસને કેટલો આનંદ થવો જોઈએ ? ભગવાન મહાવીરે આધ્યાત્મિક વસ્તુને આ જડ રત્નો સાથે શા માટે સરખાવી ? આધ્યાત્મિક ગુણ આગળ રત્નો શું હિસાબમાં ? છતાં સરખામણી કરી છે. દુનિયામાં જેમ ચાંદી, સોનું ને ઝવેરાત કરતાં રત્નો કીમતી છે, તેમ અધ્યાત્મમાં આ સદ્ગુણો જેને મળી જાય તે ધનવાન બની જાય છે, તેનો જન્મ સફળ થઈ જાય છે. પરમ શાંતિમાં રત્નત્રયી ૩૭૧ ૩૮. રત્નત્રયી — Page #381 -------------------------------------------------------------------------- ________________ બિરાજમાન થવું હોય તો સમ્યગુ દર્શન, જ્ઞાન અને ચારિત્ર્યની અનુભૂતિ અનિવાર્ય છે. પૂર્ણ વીતરાગ દશાનો જેણે અનુભવ કર્યો છે તેવા ભગવાન મહાવીરે કહ્યું છે કે, ત્રણ ગુણનો માર્ગ સહજ છે. સમ્યગુ દર્શન એ સ્વનું દર્શન છે. સમ્યગું જ્ઞાન એ સ્વ-પર પ્રકાશક અજવાળું છે. સમ્યગુ ચારિત્ર એ સ્વમાં રમણતાનો આનંદ છે. આ ધન અપૂર્વ ધન છે. આ ગુણ-રત્નત્રયી ન મળે તો બધું મળવા છતાં મનુષ્યજન્મનો આંટો નિષ્ફળ જાય છે. જે મેળવીને મૂકી દેવું પડે તે મેળવ્યા છતાં ન મેળવવા બરાબર છે. રંગૂનમાં જેઓ કરોડપતિ હતા તેમના પૈસા ત્યાંની સરકારે પડાવી લીધા. તેઓ અહીં આવ્યા તો ખાવાના પણ ફાંફા ! તો એ કરોડ શું કામના ? ગમે તેટલું રળે પણ સાથે ન લઈ શકે તે રળ્યું ન રળ્યા બરોબર છે. આ જન્મમાં આપણે ખૂબ ભેગું કરીએ પણ અહીંથી જઈએ ત્યારે કાંઈ પણ સાથે નહિ લઈ જઈ શકીએ તો ભેગું કર્યું ન ભેગું કર્યા બરાબર છે. મહાપુરુષો કહે છે કે એવું ભેગું કરો જે તમે સાથે લઈ શકો. તેઓ એમ નથી કહેતા કે છોડી દો. ધર્મ નથી કહેતો કે છોડી દો. ધર્મ તો કહે છે કે મેળવી લો. જેટલું ભરાય એટલું ભરો. આવો અવસર ફરી જીવનમાં નહિ મળે. એવું ભેગું કરો કે બધી વસ્તુ છૂટી જાય પણ જે મેળવેલું છે તે ન છૂટે. ધર્મમાં પ્રાપ્તિની વાત છે, છોડવાની નહિ; લેવાની વાત છે, ત્યાગની નહિ. તમારે સારું, ઊંચું લેવું હોય તો હલકું છોડવું પડે. ચણાને છોડો તો હીરાથી મૂઠી ભરી શકો. ઊંચી વસ્તુ લેવી હોય તો તુચ્છને છોડો. આનંદની પ્રાપ્તિ માટે કષાયોને છોડ્યા વિના કેમ ચાલે ? ભોગમાં જીવ હોય તો પ્રભુનો યોગ કેમ થાય ? ચણા છોડ્યા વિના હીરા કેમ મળે ? સાધનો સિદ્ધિનો નિર્ણય કરે છે. શુદ્ધ સાધનો દ્વારા ચિત્ત શુદ્ધ થાય, અને શુદ્ધિથી સિદ્ધિ પ્રાપ્ત થાય. કપડું સાબુથી ધુઓ તો ઊજળું થાય પણ અંધારામાં સાબુ જેવો દેખાતો કોલસો લઈને કોઈ ઘસઘસ કરે તો કપડું કાળું થાય કે ઊજળું ? પછી તમને કપડું કેટલું ઘસો છો તે નથી પુછાતું; પણ સાધન કયું વાપર્યું હતું તે પુછાય છે. મહેનત કેટલી કરી તે નહિ પણ સાધન કયાં વાપર્યા છે તે પુછાય છે. સાધન નબળાં તો મહેનત નકામી. શુદ્ધિ માટે સુંદરમાં સુંદર સાધન જોઈએ. સાધન હલકું કે નબળું હોય તો શુદ્ધિ જરા પણ ન થાય. શુદ્ધિ અને સિદ્ધિનો આધાર સાધન પર છે. ૩૭૨ ક માનવતાનાં મૂલ્ય Page #382 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મનું ક્ષેત્ર ગગન કરતાં વિશાળ છે. અંત ન આવે એટલો વિશાળ એનો રાજમાર્ગ છે. આત્માનો માર્ગ અનંત છે, તો સાધનો પણ અસંખ્ય છે. આપણે ચૂંટેલા આ ત્રણ સાધનોનો વિચાર કરીએ. જે સાધનો દ્વારા શુદ્ધિ થાય અને શુદ્ધિ એટલે જ સિદ્ધિ. સમ્યગ્દર્શન, સમ્યગ્ જ્ઞાન અને સમ્યગ્ ચારિત્ર એ સાધન છે. મોક્ષ એ આપણું સાધ્ય છે. સમ્યગ્દર્શન શી ચીજ છે ? એ એક પ્રકારની રુચિ છે, પ્યાસ છે. સુધા છે. કોઈ વસ્તુ જોઈએ અને ગમી જાય, મનમાં ચોંટી જાય, જોયા પછી વસ્તુની લગન લાગી જાય; થાય કે આ વસ્તુ કેવી રીતે પ્રાપ્ત કરું, કેવા પ્રયત્નથી મેળવું. આ દિલની લગનને ‘“સમ્યગ્ દર્શન' કહે છે. આત્માની લગન લાગે, આત્મા માટે રુચિ જાગે; થાય કે આ બધું ખરું પણ અંદર રહેલાને પામું નહિ. હું અને ખુદને જ જાણું નહિ, શોધું નહિ તો આ જન્મનો અર્થ શો ? અંદરની ઝાંખી કરો. પોતે તેના તરફ આકર્ષાઈ જાય તેનું નામ સમ્યગ્ દર્શન. બજારમાં થોડા પૈસા લઈને નીકળ્યા ને ત્યાં તમને કોઈ કીમતી વસ્તુ ગમી જાય, તમારા દિલમાં વસ્તુ ભાવી જાય; થાય કે ખરીદીને જ રહીશ. પણ તમારી પાસે પૂરા પૈસા નથી, તમે દુકાનદારને કહો છો : ‘મારે માટે આ રહેવા દે. ગમે તેમ કરીને પૈસા ભેગા કરીશ. મારી ખાતર તું આ વસ્તુ વેચીશ નહિ.' એક વસ્તુ ગમી જાય તેને માટે આ કેવી તાલાવેલી ! અધ્યાત્મ માટે આવી જ રુચિ પ્રગટવી જોઈએ. એની પાછળ દુનિયા, પૈસા, સંસાર કે જીવન બધું જ રંગાઈ જાય છે. ત્યાગ કરનારને જેણે ઘર વગેરે છોડ્યાં છે એને કોઈ એવી વસ્તુ ગમી ગઈ છે, જેની આગળ આ બધી વસ્તુ નાચીજ લાગે છે. જેને આત્માની પસંદગી થાય, દર્શનનો સ્પર્શ થાય એ ચારિત્ર પામે. તેને મન દુનિયાની વસ્તુનો ત્યાગ સહજ વાત છે. જે વસ્તુ ગમે છે તે વસ્તુ પાછળ કોઈ વસ્તુનો ત્યાગ કરવામાં મુશ્કેલી નથી. આત્માની ઝાંખી થાય તો ત્યાગ, ત્યાગ જ ન લાગે. ત્યારનો ભાર ન લાગે. ગિરિરાજે પોતાના ત્રણ વર્ષના ભાઈને ઉપાડી ચઢતી બાર વર્ષની બાળાને પૂછ્યું : “છોરી ! તને આનો ભાર નથી લાગતો ?'' એણે હસીને શું કહ્યું ? “એ તો મારો ભાઈ છે.'' રત્નત્રયી 393 --- Page #383 -------------------------------------------------------------------------- ________________ એક વસ્તુની સાચી પ્રીતિ લાગે તો બીજી વસ્તુ સહજ છૂટી જાય. કોઈ વેપારીને ઉપવાસ કરવાનું કહો તો કહે કે મારાથી ન બને. પણ જ્યારે ઘરાકી જામી હોય ને ખાવાનો સમય ના મળે તો ઉપવાસ પણ થઈ જાય. જે લોકો એકટાણું પણ ના કરે તેને ઉપવાસ કરતા જોયા છે ને ? વસ્તુ ગમી જાય પછી સહનશીલતાનો પ્રશ્ન જ નથી. ભૂખના બદલામાં એને એવું કાંઈક મળે છે, જ્યાં ભૂખ નથી રહેતી. જે ત્યાગ કરે છે, ઉપવાસ કરે છે, તેને અંદરનો આસ્વાદ મળે છે; હજારો અન્નના દાણાને વનસ્પતિના જીવોને અભય આપ્યાની પ્રસન્નતા છે. એને તપશ્ચર્યા સહજ લાગે છે. સ્વાધ્યાય તેમજ ચિંતનમાં ઉપવાસ કરનારને એ યાદ જ નથી આવતું કે આજે મેં ખાધું નથી. વસ્તુ પ્રત્યે લગન વિના જે કરશો તે ભારરૂપ જ લાગશે. લગન એટલે વસ્તુમાં વસ્તુનો રસ. જે વસ્તુ પ્રિય લાગે તેને માટે ગમે તેટલું કરો પણ તે સહજ થવાનું. મા જ્યારે વહાલથી દીકરીને કાંઈ આપે છે ત્યારે એ કહેતી નથી કે મેં ત્યાગ કર્યો છે. આત્મા માટે કરો પછી અહંકારનો પ્રશ્ન જ ક્યાં રહ્યો ? રાણકપુર કુદરતના ખોળામાં આવેલું રમણીય ધામ છે. અરવલ્લીના પહાડોના ખોળામાં મંદિર બેઠું છે. ધરણાશાને એવી તો કેવી લગન લાગી હશે કે જેણે જંગલમાં જઈને એ મંદિર ઊભું કર્યું ! આજે તો લોકોને દરેક ઠેકાણે પોતાની તખ્તી જોઈએ; જ્યારે આ મંદિરનો બાંધનાર શોધ્યો જડતો નથી. ધરણાશા કોણ એ ખબર નથી પડતી. મંદિરમાં ૧૪૪૪ થાંભલા છે. તેમાં એક થાંભલા પર બે નાની આકૃતિઓ હાથ જોડીને ઊભી છે. જાણે કહી રહી છે: ‘અમે કાંઈ કરી શક્યા નથી.' જેના જીર્ણોદ્વારમાં જ ૧૩ લાખ રૂપિયા લાગ્યા તો તેના બાંધકામમાં કેટલો ખર્ચ લાગ્યો હશે તેની કલ્પના કરો ! છતાં, ક્યાંય બંધાવનારનું નામ દેખાતું નથી. હાથ જોડેલાં પતિપત્નીમાંથી નમ્રતા નીતરે છે. ભગવાનની લગન લાગી હોય તે એમ જ કહે ને કે જે જોયું છે તેની આગળ અમે જે કર્યું છે તે શી વિસાતમાં છે ? દર્શન એટલે રુચિ. તેની પ્રાપ્તિ વિના બેચેની લાગે. ભગવાનના ભક્તો પાગલ લાગે કારણ કે એ પોતાનામાં ખોવાઈ ગયા છે, સતની પાછળ પાગલ થયા છે, વાતો કરતાં પણ એને ભગવાનનું સ્મરણ આવે છે. જ્ઞાન અને ચારિત્ર દર્શન વગર નબળાં છે. પહેલાં દર્શન થવું જોઈએ, ભગવાનને જોઈને મનમાં અહોભાગ્ય લાગવું જોઈએ. થાય કે આ ભગવાન મારા આત્માનું પૂર્ણરૂપ છે. કષાયોને લીધે તેમનો અધૂરો અંશ હું છું. તો હું પૂર્ણના ધ્યાનથી પૂર્ણ બનું એવી લગન, એવી રુચિ મને સહજ પ્રગટે. ૩૭૪ * માનવતાનાં મૂલ્ય Page #384 -------------------------------------------------------------------------- ________________ મંદિરમાં ભગવાન કાંઈ એમ જ નથી દેખાતા. અંદર ભૂખ લાગવી જોઈએ; તો જ ભગવાન અંદર પણ દેખાય. જેટલી ભૂખ તીવ્ર એટલી રસોઈ મીઠી, જેટલી ભૂખ ઓછી તેટલી રસોઈ ફિક્કી. હું આત્મા : અનંત શક્તિનો સ્વામી : આ દેહમાં સમાઈને નાનકડી દુનિયામાં કેમ ભરાઈ બેઠો છું ? હું, કે જે આ જન્મની પહેલાં પણ હતો, અને આ મરણની પછી પણ રહેવાનો છું તે મરવાની ભીતિમાં કેમ ગભરાઈ બેઠો છું ! મૃત્યુ કોનું ? દેહનું કે આત્માનું ? દેહ મરે, આત્મા તરે; દેહ પડે, આત્મા ચઢે. એવા શાશ્વત આત્માની શ્રદ્ધા એ જ સમ્યગૂ દર્શન...આ સમ્યગુ દર્શનથી તો જીવન અભયનો અનુભવ કરે. ચાણક્ય નાનો હતો. એને ઘેર સાધુ માધુકરી માટે આવ્યા. બાળકના દાંત જોઈને સાધુના મોં પર સુંદર સ્મિત આવ્યું. માએ કારણ પૂછ્યું. સાધુએ બાળકના દાંત જોઈને કહ્યું કે, આ બાળક સમર્થમાં સમર્થ સમ્રાટ થવાનો હોય એવાં ચિહનો છે. મા ધર્મિષ્ઠ હતી. થયું કે, સમ્રાટ થવું એ એક ભવની વાત છે પણ સમ્રાટ થતાં સંહાર કરી દુર્ગતિએ જવું એ ભવોભવની વાત છે. એના કરતાં સમ્રાટ ન થાય તો શું ખોટું ? માએ કાનસ લઈ દાંત ઘસી કાઢચા. બાળકને ખુબ દુ:ખ થયું. મા બાળક માટે આ ભવનું નહિ પણ ભવોભવનું હિત ઇચ્છે છે. બાળકના આત્માના હિત માટે માએ હૃદય કઠોર કર્યું. ચાણક્ય સમ્રાટ ન થયો પણ પછી સમ્રાટનો સર્જક જરૂર થયો. આપણે બાળકનું શ્રેય ઇચ્છતા હોઈએ તો જીવનમાંથી ચૂંટી ઘૂંટીને સારી વાતો કહીએ. બાળકનું મન કોમળ, સુકુમાર, નિર્દોષ હોય છે. સારી વાતો મૂકતાં બાળકના મનમાં સ્વપ્નો ઊભાં થાય છે. દરેક બાળક આગળ કાંઈ ને કાંઈ આદર્શ મૂકીએ. એ આદર્શ એના મનમાં વિચાર સર્જે. બાળકો આગળ સારી વાત ન મૂકીએ, સુંદર આદર્શ ન મૂકીએ એટલે નિર્દોષ બાળક સિનેમામાંથી નકલ કરે છે, ખરાબ શીખે છે. આ સ્વજનો ગયા જન્મમાં હતાં, આ જન્મમાં છે, આવતા જન્મમાં રહેવાનાં છે. આ જન્મમાં આવેલ નેહીનું સારું કરીએ તો આવતા જન્મ પણ તેઓ ઊંચા આવે. - બાળકોના મનમાં સુંદર વિચારોનાં બીજ વાવવાથી તેમની મનોભૂમિ પર તે વૃક્ષ બનીને ઉપર આવે છે. માતાપિતાનું શુદ્ધ જીવન પ્રેરણા આપે છે. કદાચ તમારું કહ્યું નહિ માને. પણ અનુકરણ જરૂર કરવાના. આદર્શ જીવન જીવો એટલે તમારામાંથી અનુકરણ કરશે જ. પહેલા સુંદર મન, પછી જ ધન, આજે મન ઓછું, પણ ધન વધારે છે. રત્નત્રયી ક ૩૭૫ Page #385 -------------------------------------------------------------------------- ________________ ને વા વિશે અને હું એક વાર કોઈ સમજુ માણસ સુખ અને દુઃખમાં સમાન રહે. પૈસાથી અહંકારી ન બને, નિર્ધનતામાં દીન અને કંગાળ ન બને. સાધનોની વિપુલતામાં એટલી જ નમ્રતા અને સાદાઈ રહે તે આ દૃષ્ટિનો જ પ્રભાવ છે. ચરોતરમાં વિહાર કરતાં એક ધનાઢ્ય ભાઈ મળ્યા. તેમના કપાળમાં મોટો ઘા હતો. ગરીબાઈમાંથી શ્રીમંત થયા હતા. સાદાઈથી રહે અને પૈસા દાન વગેરેમાં વાપરે. એમના કપાળના ઘા વિશે પૂછતાં તેમણે કહ્યું કે, “આ ઘા મારો ગુરુ છે, તેણે ગુરુનું કામ કર્યું છે. નાનપણમાં હું એક ધનવાનના મકાનની બાજુમાં રહેતો હતો. ધનવાનના દીકરા રમવા આવે ત્યારે કોઈ વાર ખિસ્સામાંથી ચોકલેટ વગેરે કાઢીને ખાય અને કોઈ વાર મને આપે. એક વાર તેમની માએ આપવાની ના કહેવાથી મને ન આપી. હું ઘેર જઈ રડવા લાગ્યો. માએ ઘણું સમજાવ્યો પણ મેં હઠ પકડી. માએ ધનવાનને હાથ જોડીને કહ્યું કે તમે તમારાં છોકરાંઓને ઘરમાં ગમે તે ખવડાવો પણ બહાર જઈને અમારાં છોકરાંના દેખતાં ખાય ને એ જોઈને અમારાં છોકરાં અમારી પાસે માગે ને અમને હેરાન કરે એ ઠીક નહિ. આ સાંભળી શેઠાણી તો ગરમ થઈ ગઈ. કહે : “મારાં છોકરાં બજારમાં અને શેરીમાં બધે ફાવે તે ખાશે. તું મને કહેનાર કોણ ?” એમ કહી મારી માને બહાર કાઢી, હું સમજ્યો કે મા અંદર ચોકલેટ લેવા ગયેલી છે. મા નીકળી એટલે મેં ચોકલેટ માંગી. માને દુઃખ થયેલું, અપમાન થયેલું એટલે મારી આ માગણીથી ગુસ્સે થઈ, ને બાજુમાં પથ્થર પડેલો તે ઉપાડી મારા પર ઘા કર્યો. મને લાગ્યું, લોહીની ધારા નીકળી, માને ઘણું દુઃખ થયું ને હું ફરીથી માગવાનું ભૂલી ગયો. મોટો થયો, પૈસાદાર થયો, પણ ઘા રહી ગયો. રોજ અરીસામાં મો જોતાં ઘા યાદ આવે છે. એની પાછળ રહેલી જિંદગીની વાત યાદ આવે છે. એ ઘા જાણે કહેતો હોય છે : બીજાનાં સુખે તારા કપાળમાં ઘા કર્યો પણ હવે તારું સુખ બીજા કોઈના કપાળમાં ઘા ન કરે તે ધ્યાન રાખજે. મેં મારા ઘામાંથી આ પાઠ લીધો, મેં એને મારો ગુરુ માન્યો.” દરેક માણસે એ વિચારવાનું છે કે આપણું આધ્યાત્મિક સુખ બાળકને પણ કેમ મળે. એવું જ્ઞાન એને કેમ પ્રાપ્ત થાય જેથી કોઈકના કપાળમાં એ ઘા કરી ન બેસે, સમાજને નુકસાન ન કરી બેસે. આ જવાબદારીની વાત છે. એ માટે પહેલાં આપણને એવું દર્શન થવું જોઈએ, એવી લગની લાગવી જોઈએ કે જેથી આત્મા શુદ્ધ બને. આ આત્મા સર્વમાં છે, ગયા જન્મમાં હતો, આ જન્મમાં છે અને હજુ પ્રવાસ ચાલુ જ છે, એવું જ્ઞાન થાય. ૩૭૬ ૪ માનવતાનાં મૂલ્ય Page #386 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસ, ધ્યાન, તપ જે કરો છો તે આત્માની નિર્મળતા માટે છે, કારણ કે એમ કરતાં કરતાં શુદ્ધિનો અનુભવ થાય છે. આત્મા છે એવી પ્રતીતિ થઈ એ દર્શનની શરૂઆતનું લક્ષણ છે. મોક્ષ મળ્યો એટલે દર્શનની પૂર્ણાહુતિ. આત્માની ઓળખ એટલે દર્શનનો પ્રારંભ; અને કર્મોથી આત્માની મુક્તિ એ દર્શનની પૂર્ણાહુતિ. તમે માત્ર આ દેહને જ ઓળખો છો – આત્માને ભૂલીને. આત્માની ઓળખાણ ન થાય ત્યાં સુધી કંઈ નથી. જે પોતાને જ ન ઓળખે, હું આત્મા છું, જ્યોતિર્મય છું, ત્રણ કાળમાં મરવાનો નથી ન જાણે તે બીજાને ચૈતન્યરૂપે કેવી રીતે ઓળખે ? જે પોતાને જ જડરૂપે જુએ, અને માને કે પોતે પંચભૂતનું પૂતળું છે તે પોતાનાં સગાંઓને પણ પંચભૂતનાં પૂતળાં જ સમજે ને ? જે પોતાને આત્મારૂપે ઓળખે છે તે જ અધ્યાત્મની ઓળખ દ્વારા જગતમાં ચૈતન્યનો ધબકાર જુએ છે. એને એમ થાય કે બધામાં મારા જેવો આત્મા પડ્યો છે. જેનામાં આત્મજ્ઞાન નથી તેના દુ:ખનો પાર નથી. આવા માણસો માત્ર શરીરને ઓળખે છે અને શરીરમાં થોડું ખરાબ થાય તો તેને દુઃખ થાય ભારતીય સંસ્કૃતિ કહે છે કે સ્ત્રી-પુરુષ લગ્નમાં પણ એ વાત ભૂલવાની નથી કે માત્ર સંસારના તુચ્છ ભોગ માટે આ જોડાણ નથી, પણ ધીમે ધીમે મોક્ષમાર્ગના સાથી થવા જોડાયા છીએ. આ ભારતીય સંસ્કૃતિમાં પતિ માંદો થાય કે અપંગ થયા તો નિભાવવાની ભાવના છે. પત્ની બીમાર થાય કે લાંબી માંદગીમાં આવી જાય તોય પતિ એની કાળજી કરૂણાપૂર્વક લેતો જ રહે છે. જ્યાં ધર્મ નથી ત્યાં પતિ લાંબો સમય માંદો રહે તો છૂટાછેડા લેવાય છે, કારણ કે પંચભૂતનાં પૂતળાં સુખ ન મળતાં છૂટાં જ પડે ને ! આત્માની ઓળખાણ થતાં સંસાર અનાસક્તિવાળો અને ઉચ્ચ વિચારણાનું ધામ બને છે. અત્યારે લોકો તુચ્છ સ્વાર્થ માટે ભેગાં થયાં છે. ઊણપ આવી તો તમે તમારે રસ્તે અને હું મારે રસ્તે. બંનેના રસ્તા જુદા. પણ આત્માની ઓળખથી તો બંને એકબીજાને માટે સહન કરે છે. અંજના સતીને પતિનો વિયોગ ૨૨ વર્ષ રહ્યો. પવનંજય સામે જુએ કે નહિ પણ બાઈ કહે કે, આ તો શરીરની વાત છે; ચાલો સંયમ પળાશે; તે છતાં એના આત્માને હું તારીશ. ૨૨ વર્ષે જ્યારે પવનંજયની આંખ ઊઘડે છે ત્યારે પશ્ચાત્તાપ થાય છે. રડે છે. કહે છે કે, “હું દુષ્ટ હતો.” પત્ની કહે છે કે, “તમે દુષ્ટ હતા જ નહિ. જો દુષ્ટ હતા તો આંસ ક્યાંથી ? હવે તો દુષ્ટતા પણ ધોવાઈ ગઈ.” જાણે કે ૨૨ વર્ષમાં કાંઈ બન્યું જ નથી. આવી વાત આત્માની ઓળખાણથી થાય. રત્નત્રયી × ૩૭૭ Page #387 -------------------------------------------------------------------------- ________________ રત્નત્રયીની ત્રિપુટી જીવનમાં આવી જાય, ઓળખ થાય તો સંસાર જુદો જ બને. પછી તમે સાથે રહો પણ ઊર્ધ્વગતિએ પહોંચવા સદા તત્પર રહો. આત્માની ઓળખાણ પછી નવમે ભવે રાજુલ અને નેમ મોક્ષ પામ્યાં. નેમે જ્યારે રાજુલને પરણવાની ના કહી ત્યારે રાજુલ તેની બહેનપણીને કહે છે, “એ ભલે હાથ પર હાથ ન મૂકે, પણ માથા પર તો હાથ મૂકશે ને ?'' આ આત્માની ઓળખાણ છે. આત્મા છે એ જાતની સમજણ થાય ત્યારે દર્શનનો પ્રારંભ થાય. એ માર્ગે સાધના કરતાં કરતાં આત્માકર્મમાથી મુક્ત થાય. આત્મા કષાય અને વિષયથી મુક્ત થયો. એટલે દર્શનનું કામ પૂર્ણ થયું. આત્મા માટે તલસાટ, ભૂખ તે સમ્યગ્દર્શન. હું ચેતન છું એ દર્શન. જ્યાં સુધી દર્શન નથી, ત્યાં સુધી હું શરીર છું; દર્શન થાય એટલે હું આત્મા છું. લાગે છે. આત્મજ્ઞાનીને શરીરને સુખદુઃખના આઘાત-પ્રત્યાઘાત સુખદુઃખના આઘાત-પ્રત્યાઘાત નથી લાગતા. આત્મા સ્વામી છે, દેહ દાસ છે. આત્માએ શરીર ધારણ કર્યું છે. શરીર ધારણ કરનાર સ્વામી ધારે ત્યારે દેહને ફગાવી શકવાની સ્વતંત્રતા ધરાવે છે. જેમ કોઈ માલિક કહે છે આ નોકર છે; તેમ આત્મા કહે કે આ મારું શરીર છે. ‘મારા’નો અર્થ મારાથી ભિન્ન એમ થાય છે. એકતા હોય તો તે સંબંધની છે. સંબંધ તૂટતાં આત્મા જુદો અને દેહ જુદો. સંબંધ પૂરો થયો એટલે દુઃખ પણ દૂર થયું. ઘણાય એવા સુકુમાર શરીરવાળા માણસો છે, જેમનાથી જરીયે તાપ સહન ન થાય, પણ સંબંધ પૂરો થતાં આત્મા આગળ વધે છે, પછી પાછળ રહેલા શરીરને બાળવામાં આવે છે; અને છતાં એ ફરિયાદ કરે કે મારાથી તાપ સહન નહિ થાય ! આ વાત વિવેકદૃષ્ટિથી વિચારવાની છે મૃત્યુ પછી નહિ પણ જીવતાં સમજવાની છે; દ્રષ્ટા બની આ વસ્તુને જોવાની છે. દ્રષ્ટાની દૃષ્ટિ મળતાં તમે આજે જેને સ્વ માનો છો તે ૫૨ લાગશે. વસ્તુમાંથી સ્વત્વ નીકળી જતાં નિર્મમત્વની શાન્તિ મળશે. પછી શ૨ી૨ પર દુઃખ થતું દેખાશે, પણ દુઃખનો સ્પર્શ નહિ થાય. દ્રષ્ટા બની જોનારને દુઃખ પડે ખરું, પણ સ્પર્શે નહિ. આ પ્રયોગ બહુ વા૨ ક૨વો પડશે. પ્રારંભમાં કઠિન લાગશે પણ ધીરે ધીરે દૃષ્ટિ ખીલતાં ભિન્નતાનું જ્ઞાન વધતું જશે. પ્રયોગ વગર આગળ નહિ વધાય. પ્રસન્નતાપૂર્વક ઉપવાસ કરતા અને ઉપવાસ કરી પ્રસન્નતા માણતા ૩૭૮ * માનતાનાં મૂલ્ય Page #388 -------------------------------------------------------------------------- ________________ સાધકોને તમે જોયા ? ભૂખ્યા છતાં પ્રસન્ન. ભૂખ લાગે પણ સ્પર્શે નહિ. અંદરની જાગૃતિનું આ જીવંત પરિણામ છે. સમ્યક્ત્વની આ એક ભૂમિકા છે, જેનાથી ચિત્ત સ્થિતપ્રજ્ઞ થઈ જાય છે. સંપત્તિની જેમ વિપત્તિને પણ એ સ્વીકારે છે. એવી ભૂમિકાએ પહોંચેલો આત્મા સસ્મિત કહેશે; તરંગો ગમે તેટલા આવે પણ નૌકા તરવા તૈયાર છે. સંપત્તિની ભરતી આવે કે વિપત્તિની ઓટ, પણ અમારી નૌકા તો તરવાની જ. જીવન છે તો સુખ અને દુ:ખ આવવાનાં જ કારણ કે જીવનનો એ માર્ગ છે. આપણી આસપાસ બધા જ્ઞાની નથી. આપણે ઘણાઘણા અજ્ઞાનીઓથી ઘેરાયેલા છીએ. ઘણી વાર મહાનમાં મહાન પુરુષોને એમના જીવનકાળ દરમિયાન એમના ઘરનાં પણ એમને નથી ઓળખી શકતાં, એ અણપ્રીછ્યાં જ રહી જાય છે. એમ જ લાગે કે ઘરના માણસો જાણે ધર્મશાળામાં આવી રહેલા મુસાફરોની જેમ વસે છે. જ્ઞાનદ્દષ્ટિને કા૨ણે એકબીજાથી અલિપ્ત રહેતાં હોય તો તેમની આ જળકમળવત્ સ્થિતિ વિશે સમજી શકાય, પણ આ તો અજ્ઞાનના માર્યા અજાણ્યા રહે છે. આપણાં પ્રિયમાં પ્રિય સ્વજનો પણ આપણને અંદરથી નહિ પણ બાહ્ય દૃષ્ટિથી જુએ છે. અંદરથી જોવા માટે તો આંખ જોઈએ. જે પોતાને જ ન જુએ તે સામાના આત્માને કેમ જુએ ? આમાં માત્ર સામાનો જ વાંક નથી. જેમ એ તમને નથી જોઈ શકતા તેમ તમે પણ તમારા સ્વજનને અંતરદૃષ્ટિથી નથી જોઈ શકતા. અજ્ઞાનીઓની આ કેવી વિષમતાભરી એકલતા છે ? સમ્યગ્ દર્શનથી આત્મદૃષ્ટિ ખૂલે પછી માનવી દેહને નહિ, દેહધારીને જુએ છે; શરીરને નહિ, આત્માને જુએ છે. ભૌતિક જ્ઞાન વસ્તુઓનો સંગ્રહ કરાવે છે, આત્માનું જ્ઞાન સંગ્રહમાંથી મુક્ત કરાવે છે. વિજ્ઞાનથી પ્રાપ્ત થયેલ સાધનો બંધનકા૨ક બને છે, જ્યારે આત્મજ્ઞાનથી પ્રાપ્ત સાધનો બંધનમાંથી મુક્ત થવામાં સહાયક થાય છે. આ જ્ઞાન એ સમ્યગ્ જ્ઞાન છે. એક નૌકામાં આઠ પ્રવાસી છે. એ સૌ યુવાન અને ભણેલા છે. દરેક જુદા જુદા વિષયમાં સ્નાતક થયેલા છે. નાવ પાણીમાં તરતી આગળ જઈ રહી છે. અડધે પટે ગયા પછી કોઈએ પૂછ્યું કે, કેટલા વાગ્યા હશે ? જવાબ આપવાને બદલે સૌ યુવાન મશ્કરી કરવા નાવિકને જ પૂછે છે : “ભાઈ, તારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે !'' નાવિક કહે : “મને વાંચતાં જ આવડતું નથી ત્યાં ઘડિયાળ રાખીને શું કરું ?' સૌ બોલી ઊઠે છે: “તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. વાંચતાં પણ ન આવડે ?'' થોડી વારમાં શહેર નજીક આવતું રત્નત્રયી ૩૭૯ Page #389 -------------------------------------------------------------------------- ________________ દેખાયું. ટાવરમાં ટકોરા પડે છે. યુવાનો પેલા નાવિકને પૂછે છે: “વાંચતાં તો ન આવડે પણ બરાબર ગણતાં તો આવડે છે ને ? ગણ જોઈએ, કેટલા ટકોરા થયા ?” “ભાઈઓ, મને ગણતાંય બરાબર નથી આવડતું.” ત્યારે સૌ ખડખડાટ હસી પડ્યા અને કહે : “તારી પોણી જિંદગી પાણીમાં ગઈ.” થોડી વાર પછી ઉપરવાસથી પૂર આવતું દેખાયું. નાવિકે જાહેર કર્યું ? “પૂરનું ખૂબ જોર છે ! પૂર આવી પહોંચતાં નૌકા કદાચ ગુલાંટ પણ ખાઈ જાય. તમને તરતાં આવડે છે ?” કોઈને તરતાં આવડતું નહોતું. એટલામાં પૂર આવ્યું. નાવ ડૂબવા લાગી. નાવિકથી ન રહેવાયું. એણે કહ્યું : “મારી પોણી જિંદગી પાણીમાં ગઈ, પણ પા બચી જશે; જ્યારે તમારી તો હવે આખી જિંદગી પાણીમાં જવાની. અહીં તરવાના જ્ઞાન સિવાય બીજું બધું જ્ઞાન નકામું આ વાત સૌને લાગુ પડે છે. તમને બીજું બધું જ્ઞાન છે, બધી રીતે હોશિયાર છો, આ બધું ખરું, પણ સંસારસાગરમાં કેમ તરી જવું તે આવડે છે ? જ્ઞાનીઓ કહે : ભવસાગરને કેમ તરી જવો તે જાણે તે જ્ઞાની. જ્ઞાનની બે શાખા છે : વિષયપ્રતિભાસ અને આત્મસ્પર્શી. જ્ઞાન ભાડે મળે. સ્કૂલ અને કૉલેજમાં પણ મળે. આત્મસ્પર્શી જ્ઞાન ભાડે નથી મળતું; એને માટે અંદર ડૂબકી મારવી પડે છે, પોતે પોતાને પ્રશ્ન કરી, પોતાને જાણવો પડે છે. આવા જ્ઞાનવાળો દુનિયામાં વસતાં જેમ હસે છે તેમ દુનિયાને છોડતો જાય છે ત્યારે પણ હસતો હસતો છોડી શકે છે. ભગવાન મહાવીરે દેહ છોડતાં પહેલાં સોળ પ્રહરની છેલ્લી દેશના આપેલી. તેમને થયું કે મારી પાસે જે છે તે સૌને આપતો જાઉં. જ્ઞાનના ખજાના જેવું ઉત્તરાધ્યયનસૂત્ર માનવજાતને આપ્યું. આ સુધાની વૃષ્ટિપ્રસંગે પણ તેમના મુખકમળ પર કેવો આહલાદ હતો ! એમને એમ જ થતું હશે ને કે જતાં જતાં જગતનાં હૃદયના પ્યાલા જ્ઞાનથી છલકાવી જાઉં ! જેને મરતાં આવડે તે જીવ્યો કહેવાય. એક તત્ત્વજ્ઞાનીએ કહ્યું છેઃ અકસ્માતને બાદ કરતાં મને કહો કે કોણ કેમ મરી ગયો, તો હું કહીશ કે એ કેમ જીવી ગયો, મરણ એ જીવનનું સરવૈયું છે. અકસ્માતમાં પૂર્વજન્મનું કર્મ ચાલ્યું પણ આવતું હોય એટલે એમાં માણસનું કંઈ ન ચાલે. પણ તે સિવાય સામાન્ય રીતે તો જીવન જેવું જિવાય તેવું જ મૃત્યુ થાય. જીવનનો વળ મૃત્યુના છેડામાં છે. | વિવેકી માણસ જીવનનો છેડો સુંદર કેમ થાય તેનો જ વિચાર કરે છે. એટલા માટે આ સમ્યનું દર્શન પછી સમ્યફ જ્ઞાનની જરૂર છે. આત્મા શું છે, ૩૮૦ * માનવતાનાં મૂલ્ય Page #390 -------------------------------------------------------------------------- ________________ ક્યાં જવાનો છે, કેવી રીતે કર્મથી ભારે થાય છે, કેમ મુક્ત થાય અને અમૃતતત્ત્વનો ભોક્તા બને તે જાણવાનું છે. યાજ્ઞવલ્ક્ય આત્મસાધના કરવા અરણ્યમાં જતાં પહેલાં પોતાની બધી સંપત્તિ વહેંચે છે. આ જોઈ પત્ની મૈત્રેયીએ તેમને પૂછ્યું : “આપ મને પણ શું આ સંપત્તિ જ આપવા માંગો છો ? અને જો એ આપવા જેવી વસ્તુ હોય તો આપ એને તજવા કેમ તત્પર બન્યા છો ? આનાથી મને અમૃતનું તત્ત્વ મળવાનું ખરું ? જેનાથી અમૃત ન મળે તે લઈને હું શું કરું ? જે લીધા પછી છોડવું પડે તે લીધું પણ શા કામનું ? મને તો તમે જે સાધનાથી આત્મતત્ત્વ પામવાના છો એ બતાવો.'' આ આત્મજ્ઞાન પામવા શાન્તિની પળોમાં ચિન્તન કરવાનું છે. શાન્ત વાતાવરણમાં જ તળિયે રહેલી વસ્તુ દેખાય છે, ધાંધલમાં કંઈ ન દેખાય. તમે ધ્યાન કરવા બેસો છો ત્યારે પણ તમારી આગળ-પાછળ ખેંચતાણ હોય છે. તમારા મન પર કેટલું બધું દબાણ છે ? સુખીમાં સુખી માણસ પણ આ દબાણથી મુક્ત નથી. આવો માણસ શાંતિની લહેજત કેમ માણી શકે ? વધારે સાધન એટલે વધારે દોડ ! રે, ખાવામાંય શાન્તિ ન હોય તો સ્વાધ્યાય માટે તો હોય જ ક્યાંથી ? તમે સુખી છો ? સુખ શું છે ? સુખ એટલે શાન્તિ. તમને શાન્તિ છે ? જ્યાં સુધી શાન્તિ ન સંભવે ત્યાં સુધી વસ્તુનું દર્શન કેમ થાય ? સ્નાન કરતાં પાણીના હોજમાં તળિયે જઈ પડેલી હીરાની વીંટી પાણીમાં તરંગો હોય તો ન દેખાય. પાણી નિર્મળ થાય અને તરંગ શાન્ત થાય તો જ દેખાય. તેમ હૃદયની વસ્તુ પણ ક્યારે દેખાય ? ચિત્ત શુદ્ધ થાય અને શાન્ત થાય ત્યારે. અજ્ઞાનીનું કામ તરંગો વધારવાનું છે, જ્ઞાનીનું કામ તરંગો શાન્ત કરવાનું છે. જેટલા તરંગો ઓછા તેટલી શાન્તિ વધારે. જેટલી વસ્તુ વધારે તેટલા તરંગો વધારે. ઘણી વાર તો આખો માણસ જ એમાં દટાઈ જાય છે. વસ્તુઓ માણસને ઉપર લાવવા માટે હોય, નહિ કે એને ઢાંકી દેવા. જેમ પેલા અજ્ઞાની ભક્તો ભગવાનની પૂજા કરવાને બદલે ભગવાનને જ ફૂલોથી ઢાંકી દે છે, તેમ માણસ વસ્તુઓથી ઉપર આવવાને બદલે પોતે જ વસ્તુઓથી ઢંકાઈ જાય છે. આ બધાં Means છે, End નથી. સાધન છે, સાધ્ય નથી. સાધન અને સાધ્યનો ભેદ સમજાતાં તમે જ તમને પૂછશો : હું મારો શેઠ છું કે નોકર છું ? રત્નત્રયી * ૩૮૧ Page #391 -------------------------------------------------------------------------- ________________ વાતાવરણ માણસની પરિસ્થિતિ પર નિર્ભર છે. માણસ નિર્બળ તો વાતાવરણ બળવાન. માણસ સબળ તો વાતાવરણ નિર્બળ. પછી વાતાવરણ માણસને નહિ, માણસ વાતાવરણને બદલે છે. તમારી શાન્તિના ભોગે તમે કંઈ જ ન કરો. સ્વાધ્યાયની મજા શાન્તિમાં છે. સ્વનું અધ્યાયન તે સ્વાધ્યાય. આ સ્વનું અધ્યયન શાન્તિ વિના કેમ થાય ? તરંગોવિહોણા શાન્ત જળમાં જેમ સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે તેમ નિર્વિકારી અને વિકલ્પવિહોણા શાન્ત અને સ્વચ્છ ચિત્તમાં ‘હું કોણ'નો અનુભવ-પ્રકાશ ઝિલાય છે. “હું કોણ છું' એનો અનુભવ નથી એટલે જ લોકો પરદત્ત નામના મોહમાં ફસાયા છે. નામના માટે માણસ પરેશાન પરેશાન થઈ જાય છે. ઘણી વાર તો એ નામની આ ભૂખને તૃપ્ત કરવા ધર્મસ્થાનોમાં અને સાધુસંતો પાસે પણ જતો હોય છે. ત્યાં ધર્મ કરતો કરતો પણ પોતાનું નામ કેમ વધે તે આડકતરી રીતે જોતો રહે છે. નામની મહત્તા એટલી બધી છે કે મરણપથારીએ પડેલા માણસનું નામ બોલે એટલે એ આંખ ઉઘાડે. તે વખતે ઘરના કોઈ યાદ ન આવે પણ પોતાનું નામ તો યાદ આવે જ. વિચારી જુઓ : નામ જન્મથી નથી લાવ્યા; નામ પાડેલું છે, આપેલું છે, બીજાએ દીધેલું છે; છતાં તે માણસના મનને કેવું વળગ્યું છે ! ઉછીની વસ્તુ પર કેટલો મોહ ! જે સાધક આત્મલક્ષી આત્મલક્ષી છે, તે કોઈપણ પ્રકારની પદવીથી રાજી નહિ થાય. તેને નામથી નહિ, રામથી કામ છે. એનું નામ ભૂંસાઈ જાય તોય એને દુઃખ ન થાય. એ જાણે છે કે હું તો અનામી છું. નામ કોઈએ આપ્યું હતું અને એમણે જ ભૂંસી નાંખ્યું. નાની નાની વાતમાં લોકો અકળાઈ જાય છે. આત્મના અજ્ઞાનને લીધે માણસો આળા મનના થઈ ગયા છે. એમને નાની નાની વાતમાં અપમાન લાગે. જરીકમાં નારાજ થઈ જાય. પણ એ ભૂલી જાય છે કે જે પોતાની જાતનું જ ગૌરવ ન સમજે તે તમને ગૌરવ ક્યાંથી આપે ? જે પોતાને સમજે છે તે જ બીજાને સમજવા કંઈફ સફળ થઈ શકે છે. એક જાહેર પ્રવચનમાં પ્રવચન શરૂ થતાં પહેલાં, એક આગેવાન ભાઈ મારી ઓળખ આપવા ઊભા થયા. મને મનમાં થયું : પહેલાં તું તારી ઓળખ તો આપ. જેની ઓળખ આપવાની છે તેની કોઈ આપતું નથી; બારદાનની જ વાતો કરે છે, માલને તો કોઈ પૂછતું જ નથી ? કોઈ આપણા માટે બોલે તો વિચારવું કે ઠીક છે, એ મારા વિશેનો બાંધેલો એમનો અભિપ્રાય છે; મારી ઓળખાણ નથી. અભિપ્રાય બધા ૩૮૨ * માનવતાનાં મૂલ્ય Page #392 -------------------------------------------------------------------------- ________________ ચર્મચક્ષુના છે, ઓળખ દિવ્ય નયનની છે. દિવ્ય નયનમાં હું કોણ છું તેની જાણ છે. એ જ્ઞાનદૃષ્ટિ છે. આ દૃષ્ટિના વિકાસ પછી લોકો પૂછે તો પોતાનું નામ જરૂર બતાવે, પણ અંદરથી ન્યારો રહે એમાં આસક્ત ન થઈ જાય. આ દૃષ્ટિ આવતાં સંપ્રદાયોનો મોહ એની મેળે જ વિલીન થઈ જશે. એકતા માત્ર ભાષણોથી નહિ, સમજણથી આવે છે. આત્માની સાચી સમજ વધતાં ગચ્છ અને ફિરકાઓનાં બંધન એની મેળે જ તૂટી જશે. ઝાડ મોટું થાય તો વાડ ૨હે ? અરે, ઘણી વાર તો ઝાડનો વિસ્તાર વાડને તોડી નાખે છે ! આત્માની સમજ વિનાની એકતા એ ઉપ૨ની એકતા છે. નીચે નામનો મોહ તો છુપાઈને બેઠો જ છે; નામનાની જરાક તક મળતાં એ એકતામાં તડ પડતાં વાર નહિ લાગે ! અજ્ઞાનીઓની એકતા પાણીથી બાંધેલા રેતીના લાડુ જેવી છે. તાપ પડતાં એ છૂટા પડ્યા વિના નહિ રહે. — સમયક્ જ્ઞાનની દૃષ્ટિ જ કોઈ ઓર છે; એમાં સહજ સંપ શુદ્ધ પ્રેમ છે. આ દૃષ્ટિમાં આત્માનું જોડાણ છે. નામ ઓગળી ગયું છે. બસ, પછી આત્માઓની પ્રેમમય સૃષ્ટિ જ છે, આત્મમિલનનો પરમ રસ છે, આત્મદૃષ્ટિ રસેશ્વર છે. તમને કાચમાં જોવાની કળા આવડે છે ? તમે તમને બરાબર જુઓ છો ? અંદર કોણ દેખાય છે ? આત્મા દેખાય છે કે શરીરનું પ્રતિબિંબ દેખાય છે ? અંદર દેખાય છે તે તું નથી; તું તો, નથી દેખાતો તે તું છે. શરીર દેખાય છે, પણ તે દેખી શકતું નથી. તે તો શરીરની અંદર, આંખની બારીની પાછળ બેઠો છે, કાચની સામે તો પૂતળું ઊભું છે. પૂતળું પોતે પોતાને જોઈ શકતું નથી. આત્મા પ્રયાણ કરી જતાં આ પૂતળું થોડું જ પોતાને જોવા કાચની સામે ઊભું થવાનું છે ? પેલો જે નિરાકાર છે તે આ આકારને જોઈ રહ્યો છે. આકાર બદલાયા કરે છે. નાનામાંથી મોટો થાય, મોટામાંથી વૃદ્ધ થાય; વૃદ્ધ થતાં ઘસાઈને ક્ષય થાય ! યૌવનમાં માંસથી લસલસતી કાયા ઘડપણમાં મુઠ્ઠીભર હાડકાંમાં ફેરવાઈ જાય છે ને ? આ બધી વધઘટ છે. વધઘટ એટલે પુદ્ગલ. પુદ્ગલની વ્યાખ્યા જ એ કે પુરાવવું અને ગળવું. ભરાય, ખાલી થાય. કેવી રીતે ભરાય અને કેવી રીતે ખાલી થાય તે વિચારો એટલે પુદ્ગલની અસારતા અને ચંચળતા સમજાશે. કોઈએ પૂછેલું કે શરીર અને આત્માને જુદાં કેમ જાણવાં ? પૂછનાર ભાઈ સુખી હતા. જ્યાં જાય ત્યાં કૅમેરો તો તેમની પાસે હોય જ. ફોટાના ભારે શોખીન. રત્નત્રયી × ૩૮૩ Page #393 -------------------------------------------------------------------------- ________________ મેં કહ્યું : જેની વધઘટ – ક્ષય અને વૃદ્ધિ થાય તે શરીર; અને જે સદા શાશ્વત, અક્ષયી તે આત્મા. તમે તમારા ફોટા પાડ્યા કરો છો પણ શૈશવથી આજ સુધીના વિવિધ ફોટાઓને ક્રમશઃ ગોઠવી, કોઈક દિવસ વિચાર તો કરો કે આમાં હું કોણ ? આ બાબો કે યુવાન ? તમને ખ્યાલ આવશે. કે આ જે દિવસરાત બદલાયા કરે છે અને વધઘટ થયા કરે છે તે હું નથી; આ તો મારી અવસ્થા છે. હું તો અવસ્થાથી પર છું. સ્થિર છું. પેલા મસ્ત આત્માએ ગાયું છે – જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું; મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. હંસલો નાનો છે – એ તો એ જ છે – પણ આ દેહદેવળ જૂનું થયું છે. આ સમજણે જ યોગીઓ સદા મસ્ત રહે છે. તેમને ઘડપણ આવે, પણ સ્પર્શે નહિ. મૃત્યુ આવે તો કહે : “ચાલો, હવે નવા ઘરે જઈએ.” આ અનુભવ થાય તો આનંદની સુવાસ લેતાં લેતાં જિવાય અને જીવતાં જીવતાં આનંદની સુવાસ ફેલાવાય. આમ માણસનું જીવન પ્રેરણારૂપ બનવું જોઈએ. જેનું જીવન પ્રેરણારૂપ નથી તેને તો એના પુત્રો પણ પ્રેમથી યાદ નથી કરતા; અને કહે છે: “પૈસા મૂકી ગયા એમાં શું નવાઈ કરી ગયા ? સાથે લઈ જવાતા હોત તો એક પૈસો પણ રહેવા ન દેત. શું કરે ? લઈ ન જવાય એટલે મૂકી જ જાયને ?” સંસ્કાર વગરનાં ઘરોમાં તો પુત્ર-પુત્રીઓ માતાપિતાને પગે લાગતાંય શરમાય. વારસો જોઈએ છે, વર્તન નહિ; પૈસો જોઈએ છે, માબાપનો પ્રેમ નહિ. સારાં કામ તો કરવાં નથી. પ્રેરણારૂપ બનવું નથી. લોકો એને યાદ કરે તે માટે એ જ્યાં જાય ત્યાં ધર્મશાળામાં પણ કાળા કોલસાથી પોતાનું નામ લખે. નામ ઊજળું કરવાને બદલે કાળું કર્યું. નામ દીવાલ પર નહિ, પણ હૃદયમાં રહે છે, કોલસાથી નહિ, પણ પ્રેરણામય જીવનથી લોકસ્મૃતિમાં અમર થવાય પ્રભાતે પ્રતિક્રમણમાં બોલાતી ભરતેશ્વરની સ્તુતિમાં કોનાં નામ ગવાય છે ? ભરત, સીતા વગેરે. સતા અને સતીઓ પોતાના અકલંક શીલના તેજથી આજ પણ જીવંત છે. એમના યશનામનો રણકો ત્રણે ભુવનમાં પ્રભાતના મંગળમય વાતાવરણમાં ગુંજે છે. પ્રેરણાદાયી જીવન “સ્વ” અને “પર” બંને માટે કલ્યાણપ્રદ છે. - જ્ઞાનના પ્રકાશથી જેઓ જીવન જીવે છે, તેઓ પ્રકાશ દ્વારા જીવન અને મૃત્યુ બંનેને જાણે છે એટલે એ અભય છે. આ જન્મ પહેલાં પણ જીવન હતું ૩૮૪ * માનવતાનાં મૂલ્ય Page #394 -------------------------------------------------------------------------- ________________ અને આવનાર મૃત્યુ પછી પણ જીવન રહેવાનું છે. આ કિનારે પણ જીવન છે અને સામે કિનારે પણ જીવન છે. વચ્ચે જન્મ-મરણનો પ્રવાહ છે. કર્મવાસનાને લીધે આ આત્માને જન્મમરણના ચક્રાવામાં પરિભ્રમણ કરવું પડે છે. જેમ કોઈ તુંબડા પર કીચડના થર જામ્યા હોય તો તે કીચડના કારણે એટલા સમય પૂરતું પાણીમાં ડૂબે, પણ ઉપરનો કીચડ અને કચરો દૂર કરો એટલે એ તરત અધ્ધર આવે અને પાણીની સપાટી ઉપર આવી તરવા લાગે. આત્મા પણ વાસના અને કર્મના કીચડને કારણે જન્મમરણની સરિતામાં ડૂબે છે. એ વાસના દૂર થતાં આત્મા એક ક્ષણમાં ઉપર આવે. એને ઉપર લાવવો નથી પડતો, એ આવે જ. ઉપર આવવું એ જ એનો સ્વભાવ છે. દીપકની જ્યોતનો સ્વભાવ જ છે ઉપર જવું છે. દીવાને ઊંધો કરો પણ જ્યોત ઊંધી નહિ થાય. જ્યોતનો સ્વભાવ નીચે જવાનો છે જ નહિ. એ તો ઉપર જ જાય. સમ્યગ્ દર્શન એ આત્માની રુચિ છે. સમ્યક્ જ્ઞાન એ આત્માની સમજણ છે, સમ્યક્ ચરિત્ર એ આત્માનો અનુભવરસ છે. આ છેલ્લી ભૂમિકામાં પ્રશ્ન, પ્રશ્ન નથી રહેતો, ઉત્તર બને છે. ગુંજન, ગુંજન નથી રહેતું, તૃપ્તિ બને છે. ભ્રમર અને ફૂલમાં આ ત્રણે ભૂમિકાનું દર્શન થાય છે. કોઈ એક બગીચામાં સુંદર એવું ફૂલ ખીલ્યું છે. ભ્રમરને એની સુવાસ આવે છે, સુવાસ આવતાં જ એ ફૂલ અમુક દિશાએ આવેલા બગીચામાં હોવું જોઈએ એવી એને ઝાંખી થાય છે આ થયું દર્શન. હવે ભ્રમર ઊડતો ઊડતો જે બગીચામાંથી ફૂલની સુવાસ આવે છે ત્યાં પહોંચે છે, ફૂલ ક્યાં છે એ શોધી કાઢે છે આ થયું જ્ઞાન. પછી ફૂલની અંદર એ રસપાન કરવા બેસી જાય છે. ન ઉડ્ડયન છે, ન ગુંજન છે. માત્ર ચૂસવાની મન્નતા છે. શાન્ત અને મગ્ન બની મધપાન કરવામાં લીન થઈ જાય છે આ થયું ચારિત્ર. ચારિત્ર આત્મતત્ત્વની રમણતા છે. - - આ तस्य एव अहम् તત્ત્વજ્ઞાનની જે બીજી એક પદ્ધતિ છે એ રીતે તસ્યેવામ્: હું તેનો જ છું तवैवाहम् : હું તારો જ છું तव एव अहम् त्वम् एव अहम् ત્વમેવાË : તું એ જ હું છું ચારિત્ર. દર્શનમાં સાધક ૫૨માત્માના પ્રત્યક્ષ મિલનથી અજાણ છે. આપ્ત પુરુષના કહેવાથી એને શ્રદ્ધા થઈ છે. આ પ્રથમ ભૂમિકામાં શ્રદ્ધાળુ આત્મા કહે છે : હું તેનો છું. આમાં પોતે પ્રથમ પુરુષમાં છે. ભગવાન ત્રીજા પુરુષમાં છે. ભગવાનને જોયો નથી પણ એના વિશે સાંભળ્યું છે. પછી આવે છે દ્વિતીય ભૂમિકા, પહેલામાં દર્શન હતું. હવે જ્ઞાન થયું છે. - રત્નત્રયી * ૩૮૫ - - જ્ઞાન. - વાત વિચારીએઃ દર્શન. Page #395 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને જોયા છે. એ સામે જ છે એટલે કહે છે હું તારો જ છું. પોતે પ્રથમ પુરુષમાં છે. ભગવાન હવે બીજા પુરુષમાં છે. નજીક આવ્યો છે. તું એ હું જ છું આ ત્રીજી ભૂમિકા છે. પોતે અને પરમાત્મા બંને પ્રથમ પુરુષમાં આવી ગયા. ભગવાનમાં જે ગુણો છે તે બધા પોતાનામાં છે એની એને દૃઢ પ્રતીતિ થઈ છે. એટલે આત્મરમણતામાં કહે છે : તું એ હું જ છું. - દૃષ્ટાન્ત તરીકે ગામડાની કોઈ કન્યાનાં શહેરના કોઈ ધનવાન યુવક સાથે વિવાહ થયા હતા, વેવિશાળ માબાપે નક્કી કર્યું હોય, કન્યાએ યુવકને જોયો ન હોય અને સખીઓમાં વાત નીકળે તો કહે : હું તેની જ છું, જોયા પછી એમ કહે: હું તારી જ છું. લગ્ન થયા પછી ઘરની સ્વામિની બનીને કહે છે: તું એ હું જ છું. એ જ રીતે કોઈ શેઠને ઘણી દુકાનો હોય, ગામેગામ એની શાખા હોય. અને એની કોઈ શાખામાં કોઈ નવો નોકરીએ રહે અને પૂછે તો કહે : હું શેઠનો માણસ છું. શેઠને જોયા પછી કહે : હું તમારો જ છું અને આગળ વધતાં નોકરમાંથી મુનીમ થાય, મુનીમમાંથી શેઠનો આઠ આનીમાં ભાગીદાર થઈ શેઠના જેવો થઈ જાય. શેઠમાં અને એનામાં ભેદ ન રહે ત્યારે કહે ને કે તમે તે જ હું છું ! દર્શન એ જ આત્માની ઝાંખી છે, જ્ઞાન એ આત્માની સમજ છે. ચારિત્ર એ આત્માની ૨મણતા છે પૂર્ણ એકતા છે. સૂફીની મને એક કવિતા યાદ આવે છે. એક આશક છે. એ પોતાની પ્રિયાને ત્યાં જાય છે. પ્રિયાનું ઘર દૂર છે. છતાં એ ત્યાં પહોંચી જાય છે. સાંજે જઈ એ બારણા ઉપર ટકોરા મારે છે. અંદરથી અવાજ આવે છે: “કોણ છે ?'’ આશકે જવાબ વાળ્યો, “હું છું.” અંદરથી ઉત્તર આવ્યો. “આ સ્થાન નાનું છે, આમાં હુંની જગ્યા નથી !'' દ્વાર ન ખૂલ્યું. એ ચાલી ગયો. જંગલના એકાન્તમાં જઈ બેઠો. એનું મન ધીરે ધીરે શાન્ત પડ્યું. ચંચળતા શમી ગઈ. મન પરનું ઢાંકણું ઊઘડી ગયું. અંદરથી જ એને જવાબ મળ્યો. એ જવાબમાં જે તત્ત્વ સમાયું હતું તે સમજાતાં એ હસી પડ્યો. ઊભો થયો અને આવ્યો ફરી એ પ્રિયાને દ્વારે. ટકોરા મારી એ પ્રતીક્ષા કરતો ઊભો જ રહ્યો. અંદરથી ફરી એ જ પ્રશ્ન : “કોણ છે ?'' જવાબ વાળ્યો : “તું છે.' દ્વાર ખૂલ્યું. તું તે જે સ્વયં છો તે આ જ છે. આ અને તે જુદાં નથી. બિન્દુ નાનું દેખાય છે પણ સિન્ધુથી જુદી જાતનું નથી. અરે, બિન્દુ એટલે જ સિન્ધુ ! બિન્દુઓ ન હોત તો સિન્ધુ સંભવત કેમ ? આત્મા ન હોત તો પરમાત્મા ૩૮૬ * માનવતાનાં મૂલ્ય Page #396 -------------------------------------------------------------------------- ________________ આવત ક્યાંથી ? વાતનો કે ચર્ચાનો આ વિષય નથી. આ તો અનુભવનો આનંદ છે. વાસનાના વ્યસનમાં લપટાયેલા મનને મુક્તિની મઝા નહિ સમજાય, એ બંધાયેલા જંતને આત્મસ્વાતંત્ર્યમાંથી ઊછળતી ઊર્મિઓની આહલાદકતા સ્પર્શે પણ કેમ ? નાહી-ધોઈને સ્વચ્છ બનેલા માણસને જરાક ધૂળની રજ અડતાં પણ બેચેની થાય, પણ ધૂળ અને ઉકરડામાં જ આળોટતાં પ્રાણીને સ્નાન કરી શુદ્ધ થવાનો વિચાર સરખોય સ્પર્શે ? શક્તિ ચંચળતામાં નહિ, સંયમમાં છે, અવાજોમાં નહિ, અંતરમાં છે. અંતરમાં ઊતરીને જુઓ કે અંદર કેવો પ્રશાન્ત શક્તિનો સ્ત્રોત વહી રહ્યો છે ! Atom – અણુ ફૂટતાં અંદરથી શક્તિ પ્રગટે છે તેમ અહંનું કોચલું ફૂટતાં અંદરથી સ્વયં પ્રગટે છે. અહિંના કોચલામાં સ્વયં છુપાયેલ છે. અહં ક્યારે ફૂટે ? અંદર ઊંડા ઊતરો ત્યારે. લોકો અહંના નાળિયેરને દાંત વતી તોડી સ્વાદ લેવા ચાહે છે. પણ બહાર કંઈ નથી. જે છે તે કોપરું અંદર છે. નાળિયેરનું ઉપરનું કોચલું તૂટે તો જ અંદરનું મીઠું પાણી મળે. અહં ઢાંકણ છે, સ્વયં તત્ત્વ છે; અહં પ્રતિષ્ઠા કે અહંકાર છે, એ કોઈએ આપેલું છે, પારકું છે. સ્વયં કોઈએ આપેલું નથી. એ પોતે સ્વયંસિદ્ધ છે. અહીં બેડી છે, સ્વયં મુક્તિ છે. અહં ઓળખાણ આપવા માગે છે કે હું કોણ છું, જ્યારે સ્વયં ઓળખાણ ભૂંસવા માંગે છે. એક સાધુ પાસે ત્રણ મિત્રો આવ્યા. એમને સાધના કરવી હતી. સાધુએ પૂછ્યું : “તમે કોણ છો ?” પહેલાએ કહ્યું : “હું ? રાજ કુંવર છું. વીશ ગામનો સ્વામી છે.” “બસ !” સાધુએ બીજાને પૂછ્યું : “તમે કોણ છો ?” “હું ? હું નગરશ્રેષ્ઠીનો પુત્ર છું. એક કરોડ રૂપિયા મારા પિતા પાસે છે. હું તેનો એકનો એક પુત્ર છું. મારું સ્થાન ઘરમાં અદ્વિતીય છે.” સાધુએ ત્રીજાને પૂછ્યું : “અને તમે ? તમે કોણ છો ?” ત્રીજાએ હાથ જોડી નમ્રતાથી કહ્યું: “પ્રભો ! હું જાણતો હોત કે હું કોણ છું તો અહીં આપની પાસે શાને આવત ? આપ જ બતાવો કે હું શું છું ? હું કોણ છું ? કારણ કે, હું સ્વયંને ભૂલી ગયો છું. બધાની સાથે નામ અને ધામમાં પુરાયો છું.' સાધુએ જાણ્યું : આ ત્રણમાં આ જ સાધક છે. શાન્તિમાં સ્વયંને પામવા આ આવ્યો છે. પેલા બે તો નામ અને અને ધામવાળા છે. એકની પાસે પૈસાનો રત્નત્રયી ૩૮૭ WWW.jainelibrary.org Page #397 -------------------------------------------------------------------------- ________________ અહં છે, બીજાની પાસે પ્રતિષ્ઠાનો. આ અહં તો સ્વયંને આવરે છે પદવી અને પ્રતિષ્ઠામાં જ પ્રસન્નતા માનતો માણસ પ્રભુતાને કેમ પામે ? ચૈતન્યની ચારિત્ર્યરમણતા એટલે પ્રાપ્તિ નહિ, તૃપ્તિ. ભગવાન મહાવીર ગૃહત્યાગ કરી જઈ રહ્યા છે ત્યારે નન્દીવર્ધને એમને કહ્યું : “ભાઈ ! રાજપાટ છોડી જંગલમાં જવા કરતાં આ રાજ્ય શું ખોટું છે ?' ભગવાન મહાવી૨ની આંખો આકાશ પ્રતિ ઊંચી થઈ અને તૃપ્તિનો પમરાટ પ્રસરાવતાં એમણે કહ્યું : “બંધુ ! જેનું સામ્રાજ્ય ગગનથીય ઊંચું છે, તે આ ધૂળમાં સમય કેમ વિતાવે ? જે પોતાના આત્મા પર રાજ્ય ક૨વા આવ્યો છે તે અન્યનાં શરીર પર રાજ્ય કરવા કેમ રોકાય ?.......' આ શબ્દો કયાં ઊંડાણોમાંથી આવે છે ? જ્યાં વાસનાભરી બુદ્ધિ ડોકિયું કરવા પણ હિમ્મત નથી કરી શકતી એવાં ઊંડાણોમાં આ સમજ પડી છે. મધની પ્રાપ્તિ પછી તો મધુકર પણ ભટકવું મૂકીને તૃપ્તિની લીનતા માણે છે ! આ લીનતા એ જ જીવનના પરમ આનંદની પ્રાપ્તિભરી પૂર્તિ છે. એ પામવું એ જ આ માનવજીવનનો પરમ હેતુ છે, ઉદ્દેશ છે. મુક્તિની આ ભૂમિકા પામવા પ્રભુએ આપણને ત્રણ સાધન બતાવ્યાં : દર્શન, જ્ઞાન અને ચારિત્ર. આત્માની ઝાંખી એટલે દર્શન, આત્માની સમજ એટલે જ્ઞાન. આત્માની ૨મણતા એટલે ચારિત્ર્ય; આ ત્રણમાંથી એક પણ અપૂર્ણ હોય તો મુક્તિ ન સંભવે. હરડાં-બેડાં-આમળાં એટલે ત્રિફળા. તેમ દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિપૂર્ણ પ્રાપ્તિ એટલે મુક્તિ. આ પૂર્ણની પ્રાપ્તિ આપ સૌને આ રત્નત્રયીની પૂર્ણતાથી થાઓ એ જ મહેચ્છા. ૩૮૮ * માનવતાનાં મૂલ્ય Page #398 -------------------------------------------------------------------------- ________________ >&>4 +>&>84+>&>*&*+}*** ને એક વૃદ્ધની યાદ આવે છે. એંસી આ વર્ષની ઉંમર હતી. અને રસ્તાની એક પડખે ખાડો ખોદીને તે એક આંબો વાવી રહ્યા હતા. કોઈકે જઈને પૂછ્યું : “દાદા, તમે આ શું કરો છો ?'' દાદાએ કહ્યું : “હું આંબો વાવું છું.’ ૩૯. તેજનો લિસોટો કો'ક ટીખળી માણસ હતો એણે મશ્કરી કરી : “અરે, દાદા તમને તે આ કેવી માયા લાગી છે ! આ આંબો વાવો ક્યારે, એ ઊગે ક્યારે, એનાં ફળ આવે ક્યારે અને તમે ખાઓ ક્યારે ?” પેલા વૃદ્ધે કહ્યું : ‘‘ભાઈ, આ માયા નથી, આ તો માનવે જે અર્પણ કર્યું છે તે અર્પણનું આ તર્પણ છે.' પેલાને કાંઈ સમજણ ન પડી એટલે કહ્યું : “એટલે શું ?'’ એમણે કહ્યું : “રસ્તા ઉપર જે આંબો છે તે મારા પુરોગામીઓએ વાવેલો છે. તેની છાયા આજે હું માણું છું. એની રત્નત્રયી ૩૮૯ Page #399 -------------------------------------------------------------------------- ________________ કેરી હું ખાઉં છું. ત્યારે મને થયું કે હું પણ એકાદ આંબો વાવતો જાઉં કે જેથી ભાવિમાં આવનારી જે પેઢી છે એને છાયા મળે. આપણે બીજાને લાભ આપવાનો છે.” અમાસની રાત્રે તમે જોયું હશે કે આકાશમાં એક તારો જો ખરે છે તો તે તેજનો લિસોટો મૂકી જાય છે. એ જ રીતે તમે ભલે ખૂબ મહાન માનવી ન બની શકો; પરંતુ તમારા વર્તુળમાં, તમારા સમાજમાં, તમારા મિત્રમંડળમાં, એક તેજનો લિસોટો મૂકીને જાઓ, કે જે માનવહૃદયમાં પ્રકાશ પાથરે. ૩૯૦ - માનવતાનાં મૂલ્ય Page #400 -------------------------------------------------------------------------- ________________ ter ------------------------------ બંધન અને મુક્તિ &er of عة ع ع ع ع ع ع ع ع ع ع Page #401 -------------------------------------------------------------------------- ________________ Page #402 -------------------------------------------------------------------------- ________________ •+?&*+*&*** ૪૦. બંધન અને મુક્તિ જનો દિવસ એક રીતે તો મારા આ માટે પણ એક ચિંતનનો દિવસ છે, કારણ કે, આજે હું એક એવા સ્થાને આવ્યો છું કે જે સ્થાન મને વધારે ઊંડાણથી, વધારે ગહનતાથી અને વધારે સ્થિર તેમજ સ્થિત બનીને વિચાર કરવા પ્રેરે છે. જીવનનાં કેટલાંક સ્થળો જ એવાં હોય છે, કેટલીક ભૂમિ જ એવી હોય છે કે જે, માણસને જીવનના ગંભીર પ્રશ્નો તરફ દોરે છે. આપણે જાણીએ છીએ કે સંયોગોની અસર, માણસના મન ઉપર કેવી તીવ્ર થાય છે. જ્યાં રંગ રાગનું વાતાવરણ ઊડતું હોય, જ્યાં ચારે બાજુ હાસ્યની મહેફિલો જામી હોય, જ્યાં તોફાન અને ઉન્માદ ચાલતાં હોય, ત્યાં થઈને માનવી પસાર થતો હોય છે ત્યારે, તેની ઉપર પણ એ વાતાવરણની અસર થાય છે. એ જ માનવી કોઈક વાર દવાખાના બંધન અને મુક્તિ * ૩૯૩ Page #403 -------------------------------------------------------------------------- ________________ પાસે થઈને પસાર થાય છે ત્યારે, વ્યથાથી પીડાતા બીમાર માણસોના ખાટલા ત્યાં જુએ છે, એમની ચીસો સાંભળે છે, એમના આર્તનાદ સાંભળે છે, અને એના હૃદયમાં એક કરુણાપૂર્ણ વિચાર આવી જાય છે કે જીવન એટલે શું ? આ જ ?' બીમારીનું આ દૃશ્ય જોનાર માણસ, અન્ય કાળે ભલે ઉન્માદભર્યો હોય, તોફાનભર્યો હોય, ધરતીને ધમધમાવી ચાલતો હોય, પણ તે વખતે તો એ ત્યાં જરાક નરમ બને છે. એને વિચાર આવે છે કે આખરે માનવીની આ કાયા એ તો રોગનું ઘર છે. રોગો નથી આવ્યા ત્યાં સુધી એ ઠીક છે. પણ એ આવે છે ત્યારે એ નથી જોતું સત્તાધીશોને કે નથી જોતું શ્રીમંતોને; નથી જોતું મોટા માણસને કે નથી જોતું પહેલવાનને. એ વ્યક્તિને ઓળખવા બેસતું નથી, કે આ કોણ છે ? એ તો જ્યારે આવે છે ત્યારે ભલભલાને આમ ઢાળી દે છે. એવી જ રીતે લગ્નનો મંડપ હોય, લગ્નનાં ગીતો ગવાતાં હોય અને વૃદ્ધ માણસ પણ ત્યાં થઈને પસાર થાય તો તેના સ્મૃતિપટ પર ક્ષણભર તો પોતાના લગ્નના દિવસોની સ્મૃતિ આવી જાય છે, અને એ વૃદ્ધ પણ પળભર તો આનંદમાં અને આનંદનાં પેલાં ગીતોમાં તરબોળ બની જાય છે. આમ લગ્નનું પણ એક વિશિષ્ટ વાતાવરણ હોય છે. એ જ રીતે જેલનું પણ આગવું વાતાવરણ હોય છે; આંસુનું પણ એક મૌલિક વાતાવરણ હોય છે. હું માનું છું કે દવાખાનાના, લગ્નના, સંસારના અને ઉન્માદના વાતાવરણ કરતાં, આ વાતાવરણ ઘણી રીતે જુદું છે, વિશિષ્ટ છે, વિચારપ્રેરક છે. અહીંના આ તોતિંગ દરવાજામાં જ્યારે હું પેઠો, ત્યારે મને પ્રથમ વિચાર એ આવ્યો કે અંદરના કેદીઓ જેવા, આપણે બધા પણ શું કેદીઓ જ નથી ? ખરેખર, કોઈક માણસ દીવાલની પાછળ કેદી છે, તો કોઈક વાસનાની પાછળ કેદી છે. વિચાર કરતાં સમજાય તેમ છે કે દીવાલની કેદ કરતાં, વાસનાની અને વેરની આ કેદ વધુ જબ્બર કેદ છે. દીવાલની કેદમાંથી તો વર્ષો પછી પણ માણસની મુક્તિ થાય છે, પાંચપચ્ચીસ વર્ષે પણ માનવી એમાંથી છૂટીને પોતાના ઘેર ભેગો થાય છે, પરંતુ જે વાસનાની જેલમાં પુરાયો છે, જે વેરનાં ઝેરની વૃત્તિઓની જંજીરમાં જકડાયો છે, તેને મુક્તિ મળવી, એ બહુ મુશ્કેલ વાત છે. એ જેલ અને એ જંજીર, સાચે જ માનવી માટે બહુ જબ્બર અને જાલિમ છે. ૩૯૪ માનવતાનાં મૂલ્ય Page #404 -------------------------------------------------------------------------- ________________ બહાર આવે છેજઈ લગામ નથી. એવા આપણાં જે ઉઘામ ત આ જંજીર એકલા સંસારી માટે અને સામાન્ય માનવી માટે જ મુશ્કેલ અને આકરી છે, એવું નથી. સાધુઓ માટે પણ, અહંકાર અને સંપ્રદાયની વૃત્તિઓમાંથી છૂટવું એ એક બહુ આકરી તપશ્ચર્યા છે. અને એટલા માટે જ મહાપુરુષોએ કહ્યું છે કે દુનિયામાં બીજી કેદ તો ક્યાંય નથી; ખરી કેદ જો હોય તો તે આપણા વિચારો અને આપણી વૃત્તિઓની જ છે. આખરે, એક રીતે વિચાર કરીએ તો તમને આ કેદમાં ધકેલનાર પણ બીજું કોણ છે ? તમારી વૃત્તિઓ, બેફામ વૃત્તિઓ જ ને ? આપણી જે અનિયંત્રિત વાસનાઓ છે, આપણાં જે ઉદ્દામ તોફાનો છે તેની ઉપર સંયમની કોઈ લગામ નથી. એથી, જ્યારે પ્રમાણ કરતાં એ વધારે બહાર આવે છે, ત્યારે તેના ઉપર માણસ પોતે પણ નિયંત્રણ રાખી શકતો નથી, નિયંત્રણ કરવા માટે પોતે અસમર્થ બની જાય છે. ત્યારે બહારનું તત્ત્વ આવીને એનું એ નિયંત્રણ કરે છે. સમાજને જો સુખેથી ચલાવવો હોય, સમાજમાં રહેલ પ્રત્યેક વ્યક્તિને નિર્ભય અને શાન્તિથી જીવવા દેવી હોય, તો સૌની અંદર રહેલી આ વૃત્તિઓને નિયંત્રિત બનાવવી જ પડશે. વૃત્તિઓનો આ પ્રવાહ સંયમાત્મક બનીને વહેશે, તો જ સમાજ શ્રેયોમય બનશે. બાકી તો જ્યારે વૃત્તિઓ ઉદામ બની જાય છે, મુક્ત બની જાય છે, સ્વચ્છંદી બની જાય છે, એની ઉપર જ્યારે કોઈપણ જાતનું પોતાનું નિયંત્રણ રહેતું નથી. ત્યારે એ ઉદ્દામ વૃત્તિઓને નિયંત્રણમાં લાવવા માટે, સમાજ અને રાજ્ય વિચાર કરે છે અને એ રીતે, આવાં જુદાં જુદાં પ્રકારનાં બાહ્ય નિયંત્રણો એની ઉપર આવે છે. આ રીતે આવતાં બહારનાં નિયંત્રણોને આપણે જેલ કહીએ છીએ. દવાખાનાં કહીએ છીએ, અને અંદરનાં નિયંત્રણોને આપણે સંયમ કહીએ છીએ. જે માનવી સંયમ વડે પોતાની વૃત્તિઓનું નિયંત્રણ કરી શકે છે, તેને કોઈપણ માનવી, કોઈ પણ રીતે, કંઈ પણ કરી શકતું નથી; એને કોઈ પરાધીન પણ બનાવી શકતું નથી. આવો માણસ બંધાયેલો હોવા છતાં સ્વતંત્ર છે. એના પગમાં બેડીઓ હોય તો પણ, એ અનંત આકાશમાં ઊડનારો સ્વતંત્ર માનવી છે. આજે અહીં તમે જે સ્થળમાં છો ત્યાં, એક દિવસ મહાત્મા ગાંધીજી કેદી તરીકે હતા. બહારની દૃષ્ટિએ એ જો કે કેદી હતા, પરંતુ અંતરથી રાજી હતા, કારણ કે એમણે પોતાની વૃત્તિઓ પર સંયમ કેળવ્યો હતો. એ કહેતા હતા કે હું જેલમાં નહિ, મહેલમાં છું. એટલે આપણે એ વિચાર કરવાનો છે કે આપણી બંધન અને મુક્તિ - ૩૯૫ Page #405 -------------------------------------------------------------------------- ________________ વૃત્તિઓએ આપણને કેવા પરાધીન બનાવી દીધા છે ! હું તો માનું છું કે અહીં બેઠેલો દરેક માણસ કેદી છે; અહીં બેઠેલો દરેક માનવી પરાધીન છે; અહીં બેઠેલો દરેક માનવી આવી જંજીરોમાં પુરાયેલો છે. આમ માનીને જ, અહીં બેઠેલા દરેક ભાઈ-બહેને આ પ્રવચન સાંભળવાનું છે. આ પ્રવચન આ જેલના કેદીભાઈઓને માટે જ છે એમ ન માનશો; એ તો બધી જાતના કેદીઓ માટે છે. હું તો મારી જાતને – મને પોતાને પણ આવી વૃત્તિઓના કેદીઓમાંનો એક ગણું છું. પણ એ કયા અર્થમાં કેદી ! વેરમાં, વિચારોની સંકુચિતતામાં, વૃત્તિઓમાં ! આ દેહની અંદર કેદ થયેલો આત્મા, શું શું નથી અનુભવતો ? શું શું સહન નથી કરતો ? આજે આપણે એ વિચારવાનું છે કે માનવ એટલે કોણ ? એની કેદ એટલે શું ? એ કેદી કેમ બન્યો ? અને એ ભયંકર કેદમાંથી હવે એ કેવી રીતે મુક્ત બની શકે ? માનવ પાસે ત્રણ વસ્તુઓ છે : એક છે દેહ, બીજું છે મન અને ત્રીજો છે આત્મા. આપણા બધાયની અંદર આ ત્રણ વસ્તુઓ છે: દેહ, મન અને આત્મા. આ ત્રણેનો ખોરાક, આ ત્રણેનો સ્વભાવ, આ ત્રણેની તાસીર જુદા જુદા પ્રકારની છે. તનની તાસીર જુદી છે, મનની તાસીર જુદી છે અને આત્માની તાસીર જુદી છે. તનનો ખોરાક જુદો છે, મનનો ખોરાક જુદો છે, આત્માનો ખોરાક જુદો છે. પણ આપણે આ ખોરાકને જુદો પાડી શકતા નથી અને ભેળસેળ ચલાવી લઈએ છીએ; તેથી જ રોગ ઉત્પન્ન થાય છે. આપણે જો એને જુદાં પાડીએ તો આપણને ખ્યાલ આવે કે એ ત્રણમાંથી કઈ ઘડીએ કોણ ખોરાક માગે છે અને કઈ ઘડીએ કોણ ખોરાક લે છે. તમે વિચારશો તો જણાશે કે માનવીનો દેહ વિષય-પ્રધાન છે, મન માનવતા-પ્રધાન છે, અને આત્મા દિવ્યતા-પ્રધાન છે. માનવ, જ્યારે દેહ-પ્રધાન હોય ત્યારે પુદ્ગલ પ્રધાન હોય છે; માનવ ૩૯૯ % માનવતાનાં મૂલ્ય Page #406 -------------------------------------------------------------------------- ________________ જ્યારે મન-પ્રધાન હોય છે ત્યારે એ માનવતાથી ભરેલો હોય છે, અને માનવ, જ્યારે આત્મ-સામ્રાજ્યમાં વિહરતો હોય છે, ત્યારે એ દિવ્યતા-પ્રધાન હોય છે. એટલે એનામાં આ ત્રણ તત્ત્વો પડેલાં છે; એક તત્ત્વ પાશવતાનું, બીજું તત્ત્વ માનવતાનું અને ત્રીજું તત્ત્વ દિવ્યતાનું. માનવીમાં જ્યારે દેહની વૃત્તિ જાગે છે, ત્યારે વિષયોનું પુદ્ગલનું તત્ત્વ પ્રાધાન્ય લઈ લે છે. પરિણામ એ આવે છે કે દેહ જે માગે તે એને આપવા માટે, તે કામે લાગી જાય છે. અને પછી તો તમે જાણો છો કે એક વાર પાશવતાનું આ સામ્રાજ્ય જ્યાં છવાઈ જાય છે, પછી તો આ દેહ, પોતાની પાંચ ઇન્દ્રિયો દ્વારા ન કરવાનાં કામો કરે છે. દાખલા તરીકે, માનવીએ આંખે ન જોવાનું જોયું અને પછી આંખની એ પિપાસા બુઝાવવા, ન કરવાનું કર્યું. માણસના આવા અનિયંત્રિત વ્યવહારને સમાજ સહી શકતો નથી. એટલે સમાજ એને પીટે છે, પકડે છે અને સરકારને આધીન કરી કહે છે કે, આ માણસે આંખને કાબૂમાં નથી રાખી; સમાજમાં એણે વ્યભિચાર અગર દુરાચારનો માર્ગ આદર્યો છે; એની આંખ કાબૂમાં આવે એટલા માટે, થોડા દિવસ એને આ દીવાલ પાછળ રાખો અને સજાની લગામ દ્વારા એને ઠેકાણે લાવો. - આવી જ રીતે, કોઈને કંઈક ખાવાનું મન થાય છે. મીઠાઈ જોઈ એના મોંમાં પાણી છૂટે છે. તે વખતે તેને તરત એમ થાય છે કે ‘હું આ લઈ લઉં ?’ પણ જો એનામાં મનન હોય તો તરત જ વિચાર આવે, કે મારી પાસે પૈસા ન હોય તો લેવાય જ કેમ ? આને બદલે, કોઈ માણસ એમ વિચાર કરે કે “કંઈ નહિ, પેલો બહાર ગયો છે; લાવને થોડી મીઠાઈ લઈ લઉં !” અને એ લેવા જતાં જો એ પકડાય તો સમાજ કહેશે કે એની જીભ એના કાબૂમાં નથી; જીભનો દોરવાયેલો એનો હાથ એ લેવા જાય છે એટલે, હાથના અને જીભના દોષથી એના દેહને દંડ મળે છે. આ રીતે જો આપણે વિચાર કરીશું તો આપણને આ સજા કરાવનારું કોણ છે, તે આપણને તરત જડી આવશે. તમે જોઈ શકશો કે આપણી દેહજન્ય, અનિયંત્રિત વૃત્તિ જ આપણને આ સજા કરાવે છે; આપણા દેહમાં પડેલાં દાનવતાનાં આ લક્ષણો જ આપણને આમ હેરાન કરે છે. પણ આપણે જો એના ઉપર કાબૂ મેળવી શકીએ તો હું માનતો નથી કે દુનિયામાં આપણને પછી કોઈ પણ હેરાન કરી શકે. બંધન અને મુક્તિ * ૩૯૭ Page #407 -------------------------------------------------------------------------- ________________ એટલે, આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ પાંચ ઇન્દ્રિયો કે જે આપણા દેહનાં સાધનો છે, તેમની પાસેથી દેહ કામ લે છે. કોઈ વાર એ આંખ પાસેથી કામ લે છે, કોઈક વાર એ મોઢા પાસેથી કામ લે છે; કોઈક વાર એ કાન પાસેથી કામ લે છે; કોઈક વાર એ નાક પાસેથી કામ લે છે; અને કોઈક વાર એ હાથ પાસેથી કામ લે છે; આમ આ પાંચે ઇન્દ્રિયો, ખરી રીતે તો આપણામાં રહેલી વૃત્તિઓના માત્ર નોકરો છે. બીજું તત્વ છે – મન આ મનનું મૂળ લક્ષણ માનવતા છે. પરંતુ કોઈક વાર જ્યારે માનવીની માનવતા પોઢી જાય છે, ત્યારે મન અર્ધ-જાગૃત અવસ્થામાં હોય છે. એટલે કે, જીવનની એવી સીમા ઉપર એ હોય છે કે એ કાળે આ બાજુ ધક્કો વાગે તો આ બાજુ પર પડે, અને પેલી બાજુ જરાક ધક્કો વાગે તો તે બાજુ પડે. આમ, મન જ્યારે જાગૃત ન હોય, મનની પાસે જ્યારે માનવતાનો વિવેક ન હોય. મન જ્યારે નિદ્રા-અવસ્થામાં હોય, તે વખતે પેલું પાશવતાનું તત્ત્વ, મન દ્વારા કામ લેવા માંડે છે અને મન એ તરફ ઢળી જાય છે, અને વશ બની જાય છે. પણ જે લોકોની પાસે સારાં પુસ્તકોનું વાંચન છે, જે લોકોની પાસે મહાપુરુષોનાં વચનોનું બળ છે. જેમની પાસે સુંદર એવા વિચારો છે, તે લોકો જાગતા છે. તેમની ઇન્દ્રિયો જો એમની પાસે કાંઈ માંગણી કરશે તો એમનું મનન તરત કહેશે : “તારે જોઈએ છે એ વાત ખરી; પરંતુ તે જે રીતે લઈશ એ રીતે તો સજા મારે સહન કરવી પડશે; એટલે મારાથી એ નહિ બને.” આમ મનને જો એ સમજાવે, તો પેલી ઇન્દ્રિયો સમજી જશે કે આ માણસ તો જાગે છે, એટલે આપણે અહીં નહિ ચાલે અને આમ એ આપોઆપ શાન્ત થઈ જશે. એટલે સૌથી પહેલાં તો આપણે એ સમજી લેવાનું છે કે જે દેહજન્ય તત્ત્વો છે, તે પાશવતાનાં તત્ત્વો છે. એ જ્યારે જ્યારે તમારી પાસે કોઈ પણ જાતની માંગણી કરે ત્યારે તમે એને પૂછજો કે આ માગણી હું પૂરી તો કરું પણ એનું પરિણામ શું ? તમે જો આટલો પ્રશ્ન એને કરશો તો તમે અવળે માર્ગે અટવાઈ જતાં અટકી જશો એટલે કોઈ પણ વિચાર આવે, એને અમલમાં મૂકતાં પહેલાં ગળતાં શીખો. જો તમે વિચારને ગળશો તો કચરો બાજુ પર રહી જશે અને વિચાર શુદ્ધ થશે. પછી તમે સમાજમાં કલ્યાણમય, મંગલમય ૩૯૮ * માનવતાનાં મૂલ્ય Page #408 -------------------------------------------------------------------------- ________________ અને શાન્તિમય વ્યક્તિ બની જશો. પણ જો વિચારને ગળે નહિ અને આવેલા વિચારને તરત જ અમલમાં મૂકી દે તો એને અનેક હેરાનગતિ અને દુઃખ સહન કરવાં પડે છે. મનકે હારે હાર હૈ, મન કે જિતે જીત મન ચડાવે સ્વર્ગ મેં, મન બનાવે નીચ.” આત્માનો ખોરાક એટલે પ્રેમ, મૈત્રી, ક્ષમા, કારુણ્ય અને માધ્યસ્થ. પરંતુ આ આત્મા આજે એવી દીવાલોની પાછળ કેર્દી છે કે એનો ખોરાક એને મળતો નથી. પાંચ ઇન્દ્રિયોનાં બારી-બારણાંમાંથી જે ખોરાક આવે છે તે જ એને આજે લેવો પડે છે. આ ખોરાક આત્માને સ્વસ્થ રહેવા નથી દેતો. એટલે આપણી પ્રથમ આવશ્યકતા એ છે કે કર્મકાંડ અને વૃત્તિઓની દીવાલમાં પુરાયેલ, આત્માની દિવ્યતાને પુનઃ પ્રતિષ્ઠિત કરવી. એ ન ભૂલતા કે જીવન એક દિવસ અહીં જ પૂરું થઈ જવાનું છે. તો તમે પૂછશો કે માનવી શા માટે અહીં આવેલો છે ? એની જે દિવ્યતા છે, એનું જે પ્રકાશમય તત્ત્વ છે, એનું જે પ્રેમમય તત્ત્વ છે તેને પૂર્ણ કક્ષાએ વિકસાવવા માટે જ માનવ અહીં આવ્યો છે. આ તત્ત્વોને પૂર્ણ કક્ષાએ વિકસાવવાની પ્રબળ ઇચ્છાવાળો માનવ, ભલે ગમે ત્યાં જીવતો હોય એ કદાચ વનવગડામાં જીવતો હોય, એ કદાચ શહે૨માં જીવતો હોય, એ કદાચ ગામડામાં જીવતો હોય. એ કદાચ દીવાલોની પાછળ જીવતો હોય કે એ કદાચ દીવાલોની બહાર જીવતો હોય આ દિવ્યતા વિકસાવવાનું કામ બધે ઠેકાણે શક્ય છે; એને માટે માત્ર જાગૃતિ જોઈએ. માનવી જ્યાં હોય ત્યાં વસીને પણ પ્રેમ, ક્ષમા, કારુણ્ય, મૈત્રી, માધ્યસ્થ આ બધા સદ્ગુણોને જો કેળવવા માંડે તો ધીમે ધીમે દેહભાવમાંથી એ મુક્ત બનતો જાય છે. એક સાધુ હતા. એક ગામમાં એ વ્યાખ્યાન આપતા હતા. વ્યાખ્યાનોમાં, આત્મા અને દેહની એ વાતો કરતા, એટલે લોકો એમનું આ તત્ત્વજ્ઞાન રસપૂર્વક સાંભળતા હતા. એક શેઠ પણ દરરોજ એ સાંભળવા જતા. એમને ત્યાં એક સુંદર પોપટ હતો. પોપટને વિચાર આવ્યો : ‘મહારાજ બધાયને માટે મુક્તિની વાતો સંભળાવે છે, તો પછી મારી મુક્તિની વાત કેમ ન જાણી લઉં ? હું પણ એક પિંજરામાં પુરાયેલું પંખી છું, દેહમાંથી છૂટવાની વાત તો દૂરની થઈ, પરંતુ આ પાંજરામાંથી શી રીતે છૂટવું ? બંધન અને મુક્તિ * ૩૯૯ Page #409 -------------------------------------------------------------------------- ________________ એટલે પેલા શેઠને કથામાં જતી વખતે પોપટે કહ્યું : “શેઠ, એક કામ ન કરો ?” શેઠે કહ્યું : “શું ?' પોપટે કહ્યું : “તમે જાઓ ત્યારે પેલા સાધુને પૂછજો કે મુક્તિ કેમ પમાય ? બંધનમાંથી છુટાય કેમ ?” પેલા શેઠે વિચાર કર્યો : “આવો વિચાર મને નથી આવતો અને પોપટને કેમ આવે છે ?” શેઠને આજ સુધી ખબર નહોતી કે જેને વૃત્તિઓ જેલ જેવી લાગે છે; એમને જ છૂટવાનું મન થાય છે... જ્યારે કેટલાક ટેવાઈ ગયેલા લોકો તો દેહની કેદમાં રહેવામાં જ આનંદ માનતા હોય છે; એમને એ કેદ જ નથી લાગતી. પછી છૂટવાનો વિચાર આવે ક્યાંથી ? ભગવાન મહાવીર પોતાના રાજમહેલનાં વૈભવ અને સ્વજનોને છોડીને કેમ ચાલી નીકળ્યા ? એટલા માટે જ, કે એમને લાગ્યું કે આ વૃત્તિઓની કેદ, બહુ આકરી વસ્તુ છે. એની જંજીરો બહુ કપરી હોય છે. એમાંથી છૂટવું એ જ માનવજીવનનો અર્થ છે; અને જો હું છૂટો થઈશ તો બીજાને પણ એ માર્ગ બતાવી શકીશ. એટલે રાગદ્વેષની કપરી કેદમાંથી છૂટવા, એ દૂર દૂરના વનવગડામાં ગયા, અને દ્વેષ તેમજ રાગની સાંકળોમાંથી છૂટવાની સાધના આદરી. પેલા પોપટે પુછાવેલો પ્રશ્ન લઈને શેઠ તો વ્યાખ્યાનમાં ગયા. સભા બેઠી હતી. સૌ ધ્યાનથી સાંભળતા હતા. વ્યાખ્યાન પૂરું થયું એટલે પેલા શેઠે સાધુ પાસે જઈને પૂછ્યું : “મહારાજ શ્રી ! મુક્તિ કેમ મળે ?” મહારાજે પૂછ્યું : આ પ્રશ્ન કોનો છે ? તમારી તો નથી જ લાગતો...તમને તો આવો પ્રશ્ન પૂછવાનું સૂઝે પણ ક્યાંથી ? તમને તો તમારા વૈભવમાંથી કોઈ તમને મુક્તિ અપાવનાર મળે તો પણ ન ગમે. કહો, આ પ્રશ્ન કોનો છે ?” શેઠે કહ્યું : મહારાજ ! આ પ્રશ્ન મારો નથી, મારા પોપટનો છે.” શું કહ્યું ? તમારા પોપટનો આ પ્રશ્ન છે ?' આટલું સાંભળીને મહારાજ તો જ્યાં હતાં ત્યાં જ ઢળી પડ્યા. એ મૂછ ખાઈને ઢળી પડ્યા એટલે શેઠે તો પંખો નાંખ્યો; આ કર્યું ને તે કર્યું. એને થયું કે આ તે કેવો પ્રશ્ન ? પ્રશ્ન સાંભળીને આ સાધુને શું થઈ ગયું ?... શેઠ તો ગભરાઈ ગયા. આ બધું શું થઈ ગયું ? ૪૦૦ * માનવતાનાં મૂલ્ય Page #410 -------------------------------------------------------------------------- ________________ મહારાજને જરા ભાન આવતાં શેઠ તો ચાલતા થયા. એને એમ થયું કે લોકો જાણશે તો વળી કહેશે કે શેઠે મહારાજને બેભાન કરી દીધા, એટલે ખસી જાઉં... નકામો હું આ દુનિયામાં બદનામ થઈશ; એટલે ભાગું. શેઠ તો નાઠા. દુનિયામાં બધા લોકો ગુનો કરીને પછી છૂટી જવા માંગતા હોય છે. પણ એમાંથી કેટલાક લોકો પકડાઈ જાય છે, અને કેટલાક લોકો નથી પકડાતા; છતાં આખરે તો ચોર એટલે ચોર ! અને આપણે અહીં બેઠેલામાંથી કોણ આવો ચોર નહિ હોય ? આજે દુનિયામાં જે પકડાઈ જાય છે તે જ ચોર તરીકે ગણાય છે, અને જે નથી પકડાતા, તે શાહુકાર બનીને ફરે છે. આપણે બધા આજે પોતપોતાની જેલની દીવાલોમાં કેદીની જેમ બેઠા છીએ. આપણે જો આવા છાના ગુનાઓ કર્યા હોય, તો આપણે પણ આપણી જાતે જ પંદરેક દિવસની સજા ખમવી જોઈએ. આપણે જઈને જેલ સુપ્રિન્ટેન્ડન્ટને કહેવું જોઈએ કે “અમને પણ થોડા દિવસ માટે અહીં પૂરી રાખો. અમને પણ અહીં સજા ભોગવવા દો, કે જેથી અમે જ્યારે બહાર જઈએ ત્યારે અમને પણ ખ્યાલમાં રહે કે અમુક ગુનાઓ અમે કર્યા હતા, અને અમે અમુક સજા ખમી હતી. પણ લાગતું નથી કે કોઈ ઇચ્છાપૂર્વક, આવી સજાઓનો સ્વીકાર કરે. એટલે આ શેઠ પણ ગુનેગાર ઠ૨વાની બીકે નાસી ગયા. પેલા મહારાજ તો ભાનમાં જ હતા. પેલા શેઠ ગયા એટલે એ ઊભા થઈ ગયા. શેઠ ઘેર ગયા એટલે પોપટે પૂછ્યું : “શેઠ ! મારો પ્રશ્ન પૂછ્યો ?'' એટલે શેઠ કહે : “અરે તારો પ્રશ્ન તો એવો અપશુકનિયાળ કે મેં સાધુને એ પૂછ્યો તો ત્યાં જ એ તો બેભાન થઈ ગયા...ન હાલે કે ન ચાલે. ખરેખર તારો પ્રશ્ન બહુ ખરાબ હતો.'' પણ પેલો પોપટ તો સમજી ગયો કે એણે માગેલો ઉત્તર એમાં જ રહેલો છે. પછી તો સાંજ થઈ એટલે પેલા પોપટે પણ એમ જ કર્યું...આંખ બંધ કરીને એ ઢળી પડ્યો. ન ખાવાનું, ન પીવાનું ન બોલવાનું પાંજરામાં મડદા જેવો થઈને એ પડી રહ્યો. શેઠ બહારથી આવ્યા ને એને બેભાન જોયો અને બોલાવવા માંડ્યા. ‘“બોલ, રામ રામ' શેઠને પોતાને તો રામનું નામ નથી બોલવું પણ પેલા પોપટ પાસે એ બોલાવે છે. શેઠે પેલા પોપટને બોલાવવાના ઘણા પ્રયત્ન તો કર્યો, પરંતુ એ તો ઢળી પડેલો હતો. બંધન અને મુક્તિ * ૪૦૧ Page #411 -------------------------------------------------------------------------- ________________ શેઠ વિચારમાં પડ્યા કે આ પોપટને શું થઈ ગયું છે ? પાંજરામાં જોયું તો ખાવાનું એમ ને એમ હતું; પીવાનું પાણી પણ એમ ને એમ હતું. શેઠને લાગ્યું કે પોપટે ખાધું નથી, પીધું નથી, એટલે નક્કી પોપટ મરી જ ગયો લાગે છે. એટલે શેઠે પાંજરાનું બારણું ખોલ્યું અને મરેલો માનીને પોપટને ફેંકી દીધો. મરેલો પોપટ મારે શું કામનો ?” પોપટ જેવો બહાર ફેંકાયો કે એણે સ્વતંત્રતાનો શ્વાસ લીધો અને તરત જ એ પાંખો ફફડાવવા માંડ્યો. શેઠ અચરજ પામ્યા : “અલ્યા, શું થયું તને ? પાછો જીવતો ક્યાંથી થયો ?” પોપટે કહ્યું : “સાહેબ, તમે પેલા ગુરુનાં વાક્યોનો અર્થ નથી સમજ્યા ! હું તમને એ જ બતાવવા માંગું છું કે મારા ગુરુએ તો મને એમ કહ્યું કે દુનિયામાંથી છૂટવાનો માર્ગ એ છે કે તમારી જે છૂટી ઇન્દ્રિયો છે, જે બળવાન ઇન્દ્રિયો છે, જે મુક્ત ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોને ઊંઘાડી દો, એ ઇન્દ્રિયોને કાબૂમાં લો.” અને એમ કહી મુક્ત પંખી ઊડી ગયું. આપણો આત્મા પણ આજે આમ દેહમાં પુરાયેલો છે; કારણ કે એ ઇન્દ્રિયોના કહેવા પ્રમાણે નાચે છે, કૂદે છે અને તોફાને ચઢેલો રહે છે. એટલે આપણે જો આપણી ઇન્દ્રિયોને ગોપવીએ, ઉઘાડી દઈએ તો જ એ આપણા કલ્યાણનો માર્ગ બને. આપણી આંખ જો કહે કે મારે ખરાબમાં ખરાબ જોવું છે, તો આપણે એ કહી દેવું જોઈએ કે હું તને એ નથી જોવા દેવાનો. આમ કરશો તો પછી ઇન્દ્રિયો તમને કોઈ બંધનમાં બાંધી શકશે નહિ. આપણું મોટું જો કહે કે, મારે આ ખાવું છે ને તે ખાવું છે; તો આપણે કહી દેવું જોઈએ કે હું તને એવું ગમે તેવું ખાવા દેવાનો નથી. જે ખાવાનું યોગ્ય હશે તે જ ખવાશે. શરીર જો કહે કે મારે અમુક જાતના ભોગ જોઈએ છે. તો આપણે એને કહી દેવું કે તેની પ્રાપ્તિ માટે મારે નીચે ઊતરવું પડશે એટલે તને એ નહિ મળે; કારણ કે દેહની વધુ સગવડો, આત્માના હિતમાં નથી હોતી. જ્યારે જ્યારે ઇન્દ્રિયો તમારી પાસે કોઈ માગણી મૂકે, ત્યારે તમે જો મનનથી ઇન્દ્રિયોને કેળવતા જશો તો તમે જોશો કે ઇન્દ્રિયો જેમ જેમ સંયમિત થશે તેમ તેમ આત્મા મુક્તિ અનુભવવા માંડશે, પ્રફુલ્લતા અનુભવશે. ૪૦૨ * માનવતાનાં મૂલ્યા Page #412 -------------------------------------------------------------------------- ________________ આત્માને બાંધનારું તત્ત્વ, દુનિયામાં ક્યાંય નથી; એ તો આપણી અંદર પડ્યું છે. આપણી અંદર પડેલી વૃત્તિઓને આપણે સંયમિત કરી શકતા નથી એને પરિણામે જ આપણે હેરાન થવું પડે છે. આપણે જો આપણી વૃત્તિઓને કેળવી શકીએ, એને આજ્ઞાંકિત બનાવી દઈએ અને કહીએ કે તમારે અમારા કાબૂમાં રહેવાનું છે, તો કોઈનીય તાકાત નથી કે આપણી સામે કોઈ આંગળી પણ ઊંચી કરી શકે. પરંતુ આપણે તો આજે વૃત્તિઓનું કહ્યું કરવામાં જ માનીએ છીએ; આત્માની વાતને અધ્ધરતાલ જેવી માનીએ છીએ. એક રીતે આ જેલ પણ એક જાતનું દવાખાનું જ છે. જો માણસ ખાવાપીવામાં ધ્યાન ન આપે અને જે તે અપથ્ય ખાય તો માંદો પડી, એ દવાખાનામાં જાય; તેમ જ માણસ પોતાની ઇન્દ્રિયોને કાબુમાં ન રાખી, જેમ તેમ વર્તે તો એ આવી સરકારી જેલમાં જાય. પછી એનો રોગ મટી જાય, માણસ સ્વસ્થ અને તંદુરસ્ત થઈ જાય એટલે આ દવાખાનામાંથી એણે છૂટા થવાનું. વિચારી જુઓ : જે માનવી ઇન્દ્રિયો અને મનને સાચવતો નથી, એને જ જેલ અને દવાખાનાંઓની સજા સહેવી પડે છે; બીજાને નહિ. માણસને જ્યારે ક્રોધ આવે ત્યારે જો એ વિચાર કરે કે, હું મારા ઉપર ક્રોધને સવાર નહિ થવા દઉં, હું જ ક્રોધ ઉપર સવાર થઈશ. અવિવેકી અને અણઘડ માણસને ક્રોધ આવે છે ત્યારે એના હાથમાં જે હોય છે તે લઈ એ સામાને છૂટું મારે છે. એમાં જો કોઈને વિચિત્ર રીતે વાગી જાય તો માણસ મરી પણ જાય છે. પછી પાંચ-પચાસ માણસો ભેગા થઈ જાય છે, અને કહે છે કે “આ માણસે ખૂન કર્યું.” જરાક વિચારો આ ખૂન કોણે કર્યું ? માણસે ? ના. માણસ ખૂન નથી કરી શકતો. માણસ ક્રોધમાં માણસાઈ ખોઈ બેસે છે ત્યારે ક્રોધના આ આવેશમાં ઘા કરે છે. ક્રોધમાં જ્યારે આવ્યો ત્યારે એને એ ડામી ન શક્યો, કાબૂમાં ન રાખી શક્યો, તો એ ક્રોધ માણસ ઉપર ચઢી બેઠો અને એને પરિણામે આખી જિંદગી સુધી એને સહન કરવું પડ્યું. તમને કેદમાં પુરાવનાર, બાળબચ્ચાંથી વિખૂટા પડાવનાર કોણ છે ? આ તમારો ક્રોધ. એ આવે ત્યારે આપણે જો કાબૂ રાખીએ, એ આવે ત્યારે આપણે નીડર બનીને એને કહીએ કે તું આવ્યો તો ભલે આવ્યો, પરંતુ તેને હવે બહાર નીકળવા દેવો કે નહિ, એ તો મારા હાથની વાત છે ને ! તને બહાર નહિ બંધન અને મુક્તિ * ૪૦૩ Page #413 -------------------------------------------------------------------------- ________________ જવા દઉં, “ઉવસમેણ હણે કોહં.” – ઉપશમથી ક્રોધને હણો. ક્રોધ આવે ત્યારે કેવો વિકૃત થઈ જાય છે ! એની આંખ લાલ થાય, દાંત કચકચાવે. મૂઠી વાળી મારવા દોડે – આ બધો ક્રોધનો આવિષ્કાર છે. અને આવો ક્રોધ કોને નથી આવતો ? જ્ઞાનીઓને પણ આવે છે, અને બીજાને પણ આવે છે પણ જ્ઞાની ત્યારે કહે છે કે આવ્યો છે તો ભલે આવ્યો, પણ હવે જરા નીચે બેસી જા; તું આવ્યો છે તે મેં જોયો. જો બહાર નીકળીશ તો અમને બધાને તે હેરાન કરી મૂકીશ. આમ જ્ઞાનીઓ પોતાના ક્રોધને સમજાવે છે, સમજથી ક્રોધ નીચે બેસી જાય છે, શમી જાય છે. આપણા માનનું પણ આવું છે. “હું મોટો”નો સવાલ ઘણો ઉત્પાત મચાવે છે. ગામમાં એક માનવી પોતાને મોટો માનતો હોય ને કોઈક બીજો માણસ વાત વાતમાં એને કહે – “તું શેનો મોટો ?' તો એમાંથી કદાચ ભડકો થાય, બોલાચાલી થાય, મારામારી થાય, એના હાથમાં હોય તેનો એ છૂટો ઘા કરે અને એમાંથી કદાચ ભયાનક પરિસ્થિતિ પણ સર્જાય. એટલે આપણે જોયું કે અંદરથી પેલો “હું” આવે છે અને બધે અંધાધૂંધી ફેલાવે છે. “હું મોટો”ના સવાલમાંથી એવી મોટી ધમાલ ઊભી થઈ જાય છે કે ઘણી વખત તો એમાંથી ગામના સરપંચ કે પંચનાં માથાં પણ ઊડી જાય છે. આવે વખતે સરકારના માણસ આવીને કહે છે કે ભાઈ, હમણાં તમે જરા જરા માંદા થઈ ગયા છો; હમણાં તમને માનનો રોગ લાગુ પડ્યો છે, એટલે જ્યાં સુધી તમારો એ રોગ મટે નહિ, ત્યાં સુધી થોડા દિવસ – હવે તમે આ જેલમાં બેસો, કે જેથી તમારો ક્રોધ, તમારા અહંનો આવેશ જરા નીચે બેસે. આવી જ રીતે તમને કદાચ એમ થાય કે આ માણસ પાસે આવી સરસ વસ્તુ છે, તો મારી પાસે પણ એવી સરસ વસ્તુ હોવી જોઈએ. આવે વખતે માણસમાં લોભનો રોગ આવે છે. આ રોગ આવે છે એટલે અમુક વસ્તુ મેળવવાની માણસને તાલાવેલી લાગે છે. એ મળે તેમ ન હોય, એના તકદીરમાં ન હોય, એ માટેના સંજોગો ન હોય તોય એ લોભી માણસ તો એમ જ વિચારવાનો કે ગમે તેમ કરીને એ પડાવી લઉં, મેળવી લઉં ને ભોગવું. આ રીતે પડાવી લેવાનો વિચાર લોભનો છે; લોભ આગેવાન બને છે ત્યારે પાંચેપાંચ ઇન્દ્રિયો એની સાથે કામે લાગી જાય છે. આંખ ચારે બાજુ જુએ છે કે કોઈ જોતું તો નથી ને ? કાન ધ્યાન રાખે છે કે કોઈ આવતું તો નથી ૪૦૪ જ માનવતાનાં મૂલ્ય WWW.jainelibrary.org Page #414 -------------------------------------------------------------------------- ________________ ને ? હાથ સળવળે છે કે ઝટ લઈ લઉં ? પગ ઉતાવળ કરે છે કે લઈને ઝટ ભાગી જાઉં. આમ એ બધાય ત્યાં કામે લાગી જાય છે. આ બધું કોના કહેવાથી ? પેલા લોભના કહેવાથી. લોભના કહેવાથી વસ્તુ પડાવી લેવા જનાર જ્યારે પકડાઈ જાય છે, ત્યારે દંડ કોને મળે છે ? આ શરીરમાં વસેલા આત્માને, ગગનવિહારી આપણા ચૈતન્યને. આપણા શરીરમાં ક્રોધ, માન, માયા, લોભ વગેરે બધાં બેઠાં છે, પણ એ બરાબર સંતાઈને, અને આપણાં પોતીકાં થઈને બેઠાં છે. માણસ તેમને જોઈ શકતો નથી, અને તેથી એ પોતીકાં જ આપણને છેવટે હેરાન પરેશાન કરી નાંખે છે. એટલે મિત્રો ! આપણે હવે વિચાર કરવાનો છે કે આપણું આ માન, આપણો લોભ, આપણી માયા, આપણો ક્રોધ જે બધાં આપણામાં ઘર કરીને બેઠાં છે તેને દૂર કરવાં. આ બધાં પાશવી તત્ત્વો છે એ પાશવી તત્ત્વો માનવીમાં બેસી જઈને એની પાસે એવાં ખરાબ કામ કરાવે છે કે અંદરનું આપણું દેવત્વ પોતાના દેવત્વને ભૂલી જાય છે. આ તત્ત્વજ્ઞાન સમજાવે છે કે વૃત્તિઓ આપણા કાબૂમાં હોય છે ત્યારે આપણે મહાત્મા છીએ. એ જ વૃત્તિઓ છૂટી અને અનિયંત્રિત હોય છે ત્યારે આપણે પાપાત્મા બનીએ છીએ. ઇન્દ્રિયોનું સંવરણ કરી, વૃત્તિઓને શાન્ત કરી સ્વને પૂછીએ કે “અત્યારે હું કોણ છું ?” મહાત્મા કે પાપાત્મા ? આ સમજવા માટે મને એક વાત યાદ આવે છે ? કાશીરાજ અને કૌશલરાજની આ વાત છે. કાશીરાજ મોટો રાજવી હતો ને કોશલરાજ નાનકડો રાજવી હતો. કોશલરાજ આમ તો નાનકડો રાજવી હતો, પરંતુ એની પાસે અંદરની સુંદરતા, દિવ્યતા વિશેષ હતી. એ રાજા, રાજ્ય કરવા કરતાંય, લોકોની અંદર સૂતેલ દિવ્યતાનું રક્ષણ કરવામાં વધુ માનતો હતો. પોતાના ચિત્તની ચીમની કદીય કાળી ન થાય એની સંભાળ રાખી એ મૈત્રીના પ્રકાશમાં આવતો. એના રાજ્યમાં પ્રેમ, મૈત્રી, ક્ષમા, કારુણ્ય, વાત્સલ્ય આદિ ગુણો એણે બંધન અને મુક્તિ કે ૪૦પ Page #415 -------------------------------------------------------------------------- ________________ એવા ફેલાવી દીધા હતા કે સૌ કોઈ મુક્ત કંઠે કહેતું : “રાજા હોય તો આવો જ હોય.” માણસના સદ્દગુણો કદી છાના રહેતા નથી. માનવીના દિલમાં જે સુવાસ હોય છે એ કાંઈ ઢાંકી રહેતી નથી. એ તો બહાર આવે જ, અને એની પ્રશંસાની સુગંધ ચારેબાજુ પ્રસરી જાય છે. કાશી રાજ શક્તિ, સંપત્તિમાં ઘણો મોટો રાજવી હતો. એ વિચારે છે કે રાજ્ય મારું મોટું, સત્તા મારી મોટી, સંપત્તિ મારી મોટી, અને વખાણ થાય કોશલરાજનાં ? એ કેમ ચાલે ? પણ કાશીરાજને ભાન નહોતું કે લોકો પૈસાને માન નથી આપતા; અને આપતા હશે તોયે કદાચ બહારથી, ઉપર ઉપરનું આપતા હશે, પરંતુ અંતર તો સાચું નમે છે સગુણને – સત્કર્મને. માનવીમાં રહેલું ચૈતન્ય – દિવ્યતત્ત્વ તો સદ્ગણને જ નમે છે. એ સદ્ગણનું ભક્ત છે, કાશીરાજે જોયું કે એના પ્રજાજનો પણ કોશલરાજનાં જ ગુણો ગાય છે; એટલે એ અકળાયો. એને થયું, આ કોશલરાજને હવે વચ્ચેથી ટાળી નાખવો જોઈએ. આ અહંના મદમાં મોટું સૈન્ય તૈયાર કરી એણે કોશલરાજ ઉપર ચઢાઈ કરી. આ વખતે કોશલરાજે પોતાની પ્રજાને બોલાવીને કહ્યું : “મિત્રો, પ્રજાજનો, હું તમારામાંનો જ એક છું અને એ રીતે તમારામાં પ્રેમ, કારુણ્ય, દયા, મૈત્રી અને વાત્સલ્ય ફેલાવવાનો મારો ધર્મ હતો અને તે મુજબ હું કરતો હતો. પણ કાશીરાજને એવું મન થયું છે કે આ કામ હવે એ આવીને કરે; એટલે જો કોઈ બીજું આવીને આવું સારું કામ કરતું હોય તો મારે એને એ સોંપવું જોઈએ; આથી હું હવે છૂટો થાઉં છું. મારે લડીને અને પ્રજાનું લોહી રેડાવીને રાજ્ય નથી કરવું.” આ એક નાનકડી વાર્તાનો તમે વિચાર કરો. એમાં ક્ષમા અને પ્રેમની વાત રહેલી છે. આપણા આત્મામાં જે દિવ્યત્વ પડેલું છે એની આ વાતમાં ઓળખાણ છે. પ્રજાજનો તો રાજાની આ વાત સાંભળીને કહે : “રાજનું, તમારે માટે, તમારી ખાતર તો અમારાં માથાં આપવા અમે તૈયાર છીએ. હુકમ આપો. અમે કોશલરાજ સામે લડી લઈએ.” કોશલરાજે કહ્યું : “મિત્રો ! પ્રેમ અને ક્ષમા કોઈ દિવસ કોઈનાં માથાં માંગતાં નથી. એ તો પ્રેમથી પોતાનું અર્પણ કરે છે. ૪૦૬ * માનવતાનાં મૂલ્યા Page #416 -------------------------------------------------------------------------- ________________ “જેને રાજ્ય જોઈતું હોય, જેને સત્તા જોઈતી હોય એ રાજા માથાં માગે? મારે કાંઈ જોઈતું નથી હું તો તમારો સેવક હતો.” પ્રજાની આંસુભીની આંખો વચ્ચે થઈ કોશલરાજ રાજ્ય છોડીને ચાલ્યા ગયા. કાશીરાજના હાથમાં સત્તા આવી. એમણે રાજ્યની લગામ પોતાના હાથમાં લીધી. પોતાની ખૂબ વાહવાહ થાય, એવા ઘણા ઘણા પ્રયત્નો એણે કરવા માંડ્યા. એક દિવસ મોડી રાતે, છૂપા વેશે એ ફરવા નીકળ્યા. લોકો એને માટે શી વાતો કરે છે, એ જાણવાની એને ઇચ્છા જાગી. એણે એક સ્થળે બે-ચાર માણસોને વાતો કરતાં સાંભળ્યા : “કોશલરાજ જેવો બીજો રાજવી જગતમાં થવાનો નથી. એની ક્ષમા, એનો પ્રેમ, એની કરુણા – એ તો ખરેખર અદ્ભુત હતાં. - કાશીરાજ વિચારે છે : “મેં રાજ્ય લઈ લીધું, મેં સત્તા છીનવી લીધી, છતાં રાત્રિના હૃદયમાં જેમ ચંદ્ર વસે છે એમ, પ્રજાના હૃદયમાં હજી કોશલરાજ જ વસે છે, મને તો કોઈ જ સંભારતું નથી.” માણસના મોઢાને બોલતું કરવું હોય તો થોડાક રૂપિયા ફેંકશો તો એ બોલતું થઈ જશે. કીડિયારું ભેગું કરવું હોય તો મુઠ્ઠીભર ખાંડ બસ છે, પરંતુ આપણે તો દિલને બોલતું કરવાનું છે. કોઈ માણસના દિલને બોલતું કરવું હોય તો પ્રેમ અને સેવા, મૈત્રી અને ક્ષમા, અહિંસા અને ત્યાગ, આ છ વસ્તુઓ જોઈએ. આ છ સગુણો માનવીના દિલને બોલતું, ગાતું કરી દે છે. કોશલરાજના સગુણોએ પ્રજાના, માનવીના મન પર કાબૂ મેળવેલો હતો. કાશીરાજથી આ સહન થયું નહિ. એટલે સવારમાં પાછા આવીને એણે હુકમ કર્યો, “જે કોઈ માણસ કોશલરાજને જીવતો અગર મરેલો હાજર કરશે, એને એક હજાર સોનામહોર ઇનામ આપવામાં આવશે.” એણે મનમાં નક્કી કર્યું કે કોશલરાજનું માથું દુનિયામાંથી ઉડાડી દેવું, એનું અસ્તિત્વ જ મિટાવી દઉં પછી તો દુનિયામાં મારી જ નામના થશે ને ! સાદાઈથી સ્વાશ્રયી શ્રમભર્યું જીવન વિતાવવા કોશલરાજ તો રાજ્યમાંથી ચાલી જઈ, જંગલમાં લાકડાં ફાડે છે, લાકડાના ભારા લઈ જઈ વેચે છે. પાંચપચીસ પૈસા લાવે છે, અને સંતોષથી જીવનયાત્રા ચલાવે છે. એની રાણી રોટલા બંધન અને મુક્તિ * ૪૦૭ Page #417 -------------------------------------------------------------------------- ________________ બનાવે છે. કોઈ ભૂખ્યો અને આંગણે આવે તો તેને બટકું આપીને પછી એ બેઉ જણ પ્રેમથી ખાય છે, અને શાન્તિથી રહે છે. રાજા એક વાર રાણીને પૂછે છે : “કહો રાણી, આપણે સુખી છીએ કે દુઃખી ?” રાણી કહે છે કે આપણે દુઃખી શાનાં ? આ સુંદર પ્રકૃતિ પથરાયેલી છે; આ શીતળ ઝરણાં વહે છે; નિર્દોષ હરણાં છે; વૃક્ષોનો સુંદર છાંયડો છે; શરીરને પોષવા માટે રોટલો મળી રહે છે, દેહ ઢાંકવા માટે વસ્ત્ર છે; બાકી માનવીને વધુ શું જોઈએ ?” રાણી જાણતી હતી કે બહારનાં સાધનો તો લોકોને રાજી કરવા માટે છે; બાકી શરીરને પોષવા માટે રોટલો હોય; ઢાંકવા માટે વસ્ત્ર હોય અને બેસવા માટે ઓટલો હોય, તો બહુ થઈ ગયું. જે માણસોને બીજી ઘણી વસ્તુઓ જોઈએ છે, એ હેરાન-પરેશાન થાય છે. પછી એને માટે એ ભગવાનને છેતરે છે, આત્માને છેતરે છે, દેશને છેતરે છે, માનવતાને છેતરે છે, અને વસ્તુઓના સંગ્રહનો મોટો ઢગલો કરે છે. પત્નીનો જવાબ સાંભળી કોશલરાજ રાજી થયા; એમણે કહ્યું : “ખરેખર, આપણે સુખી છીએ. તારા જેવી શાણી, પ્રેમાળ અને શીલવંતી સહચરીથી હું વધારે સુખી છું. આપણે વળી બીજું શું જોઈએ ?” પતિ-પત્ની બેય જણાં આમ વાત કરે છે, એટલામાં કોઈક કઠિયારો આવે છે અને કહે છે : “ભાઈ, આજે ગામમાં એક ઢંઢેરો પિટાયો છે; તમે એ સાંભળ્યો કે નહિ ?” કોશલરાજે પૂછ્યું : “શેનો ઢંઢેરો પિટાયો છે ?” જવાબ મળ્યો : કોશલરાજને લાવી આપે એને એક હજાર સોનામહોર મળશે.” શબ્દો કાનમાં પડતાંવેંત જ કોશલરાજને મનમાં વિચાર આવ્યો : “અરે, મારી હજુ પણ એક હજાર મહોર જેટલી કિંમત છે ! ઠીક છે, કો'ક વાર જરૂર પડશે ત્યારે આપણે એ પણ વટાવી લઈશું.” જે માણસ પ્રેમથી જીવનારો હોય છે, એનું જીવન ગગનમાં ઊંચે રહેલાં વાદળ જેવું હોય છે. એ વર્ષે છે, અને ધરતી અને દુનિયા નવપલ્લવિત થઈ જાય છે. જે લોકો દુનિયામાં અમર બનવા આવ્યા હોય છે એ લોકો જાણે છે કે દુનિયાની બધી વસ્તુઓ હોવા છતાં પણ, આપણું જે ચૈતન્ય છે, આપણો જે આત્મા છે. એ વધુ મહાન વસ્તુ છે. એટલા જ માટે કોશલરાજે મનથી નક્કી કર્યું કે અવસર આવશે ત્યારે આ પણ વટાવશું. ૪૦૮ ૪ માનવતાનાં મૂલ્ય Page #418 -------------------------------------------------------------------------- ________________ એ તો ઇચ્છે છે કે એવો દિવસ ક્યારે આવે કે મરતાં મરતાં પણ કોઈકના કલ્યાણમાં હું નિમિત્ત બની જઉં. જીવનમાં કોઈકનું કલ્યાણ કરી જવું એ દિવ્યતાની વૃત્તિ છે. બીજાનું ખાઈ જવું એ દાનવવૃત્તિ છે. આપણા જીવનઘરમાં ડાબે પડખે અને જમણે પડખે આ બન્ને વૃત્તિઓ બેઠેલી છે. દિવ્યતા પણ અહીં છે, દાનવતા પણ અહીં છે. કોઈને શોધવા માટે બીજે ક્યાંય જવાની જરૂ૨ નથી. પ્રત્યેક માનવીના મનની અંદર આવો એક દેવતા બેઠો છે. પરિણામે, જેના મનની અંદર દેવતા બેઠો છે એ વિચાર કરે છે કે એવી ઘડી ક્યારે આવે કે પોતાના જીવનને આપી દઈ પણ અન્યના જીવનને શાન્તિ આપીએ ? શુભ ભાવમાં ૨મતા કોશલરાજ દિવસો પસાર કરે છે. વિચાર કરો કે એક રાજવી વનવગડામાં જાય છે, પોતાના કુટુંબને છોડે છે, બધાયથી વિખૂટો પડીને જીવે છે. શા માટે ? પ્રેમ માટે, ક્ષમા માટે, કારુણ્ય માટે અને અહિંસા માટે. અંતે એક દિવસ એક દૂરનો માણસ ચાલ્યો ચાલ્યો ત્યાં આવે છે. લાકડાનો ભારો લઈને જતાં કોશલરાજને એણે પૂછ્યું : ‘કઠિયારા ભાઈ, કોશલ દેશનો રસ્તો કયો ?' કોશલરાજે પૂછ્યું : “કેમ ભાઈ ? શું કામ છે એનું ?' પેલો કહે : ‘મારે કૌશલ દેશમાં જવું છે અને મહારાજ કોશલરાજને મળવું છે.' કોશલ૨ાજને આશ્ચર્ય થયું : ‘કૌશલરાજને મળવું છે ? તારે વળી એમનું તે એવું શું કામ છે ?'' એ કહે : “હું બહુ ગરીબ છું. મારા પર દેવું ઘણું થઈ ગયું છે. મારી પાસે ખાવાનું નથી. એમાં વળી મારી દીકરીનાં લગ્ન આવ્યાં છે, અને મારે એક સો સોનામહોર જોઈએ છે. મેં એમ સાંભળ્યું છે કે કોશલરાજ એવા ઉદાર છે કે કે કોઈનેય ખાલી હાથે પાછા કાઢતા નથી. એટલે મારે કોશલરાજની પાસે મદદ માંગવા જવું છે. મને કોશલ દેશનો રસ્તો બતાવો ને !'' કોશલરાજ આ શબ્દો સાંભળીને વિચારવા લાગ્યા : અહો, મારા નામે આટલો આટલો પંથ ખેડીને જે માણસ આવે છે, એ જો ત્યાં જઈને સાંભળશે કે કોશલરાજ તો છે નહિ તો એને કેટલો વિષાદ થશે; કેટલી નિરાશા આવશે ? ખરેખર, આને માટે મારે કાંઈક કરવું જોઈએ. એણે લાકડાનો ભારો બંધન અને મુક્તિ * ૪૦૯ Page #419 -------------------------------------------------------------------------- ________________ નીચે મૂકી દીધો અને કહ્યું : “ચાલ ભાઈ, તારે સો સોનામહોરો જોઈએ છે ને ? હું તને એક હજાર સોનામહોર અપાવું.” “હું ! શું હજાર સોનામહોર ?!” કોશલરાજે કહ્યું : “હા.” પેલાએ કહ્યું : “તો હું ધન્ય ધન્ય થઈ જઈશ.” ઉતાવળે પગલે કોશલરાજ રાણી પાસે આવ્યા અને કહ્યું: “રાણી, હવે હું જાઉં છું. મને રજા આપો.” રાણી કહે : “ક્યાં જાઓ છો ?” તો કહે : આ માણસને સો સોનામહોરો જોઈએ છે. એ બિચારો દુઃખી છે. ખાવાનુંય એની પાસે નથી. એ મારા નામે આવેલો છે. મારા માટેનું હજાર સોનામહોરનું ઇનામ હું એને અપાવી દઉં, એટલે એનું કલ્યાણ થશે. આખર તો આ દેહ એક વાર ખતમ થવાનો જ છે ને ! આમેય એને એક વાર બાળી તો નાખવો જ છે ને ! તો પછી કોઈકનું ભલું કરીને મરી જાઉં એમાં જ ખરો આનંદ નથી ? રાણી ! મને રજા આપો.” રાણીની આંખમાં આંસુ આવી ગયાં. એણે કહ્યું : “વાહ ! વાહ ! મારા પતિ, અર્પણનું આવું સંગીત સર્જે એને હું સ્વાર્થ અને મોહથી બેસૂરું કેમ બનાવું ? સ્વામીનાથ ! તમારા આ કાર્યમાં હું શુભેચ્છા પાઠવું છું. જરૂર પડે તો હું પણ બલિદાન આપીને કોઈકનું કલ્યાણ કરીશ; સિધાવો, તમને મારી વિદાય છે.” કોશલરાજ પેલાને લઈને કાશીરાજની સભામાં જ ગયા. કાશીરાજ સભામાં બેઠેલ છે, ત્યાં કોશલરાજ જઈને ઊભા રહે છે, અને નમન કરે છે. કાશીરાજ પૂછે છે: “ક્યાંથી આવે છે તું ?” માથે ધૂળ ચોંટેલી છે, કપડું ફાટેલું છે, કઠિયારાના વેશમાં છે. આજે એના પર રાજવીનો તાજ કે આકાર નથી એટલે કાશીરાજ એને ઓળખતા નથી. પૂછે છે “તું કોણ છે ?” કોશલરાજે કહ્યું : “જેને માટે તમે હજાર સોનામહોરનું ઇનામ જાહેર કર્યું છે તે હું પોતે. હવે આપ એક હજાર સોનામહોર આ માણસને આપો અને આપને જે જોઈએ તે લઈ લ્યો.” “તમે કોણ કોશલરાજ ?...” કાશીરાજ આભો બની સિંહાસન પરથી ઊભો જ થઈ ગયો..હેં તમે પોતે કોશલરાજ ? અને તમે જાતે જ શું માથું આપવા અહીં આવ્યા છો ? આમ શા માટે ?” કોશલરાજે નમ્રતાથી કહ્યું : આ માનવી ગરીબ છે, નિર્ધન છે, એને ધન જોઈએ છે, જ્યારે બીજી બાજુ ૪૧૦ ને માનવતાનાં મૂલ્ય Page #420 -------------------------------------------------------------------------- ________________ તમારે મારું માથું જોઈએ છે. મારે કોઈક દિવસ મરવાનું તો છે જ, પરંતુ ગમે તેમ વનમાં મરી જાઉં એનાં કરતાં, મરતાં મરતાં પણ જો અન્યને સહાયક થઈને મરી જાઉં તો હું એમ સમજીશ કે જીવનની છેલ્લી પળ પણ પ્રકાશમાં પૂરી થઈ. આપ આ માથું લો અને આ માનવીને એક હજાર સોનામહોર આપી દો.” દુનિયામાં એવો કોઈ માનવી નથી કે જેનું હૃદય કદી ન પીગળે. એવી કોઈ રાત નથી, જેમાં એક પણ તારો ન હોય. આખરે તો કાશીરાજ પણ માનવી હતો. કાશીરાજનું હૃદય પીગળી ગયું. “કોશલરાજ ! તમે ધન્ય છો." કાશીરાજ સિંહાસન છોડી પાસે આવ્યા અને એકદમ કોશલરાજને પ્રેમભીના નયને ભેટી પડ્યા. “તમારી ઉદારતા, તમારી ક્ષમા, તમારું કારુણ્ય, તમારો પ્રેમ ખરેખર અદ્ભુત છે. આજે આ માટે તમારી માનવતાને હું નમું છું. તમે આ સિંહાસન ઉપર બેસો. “મારે હવે આ સિંહાસનને શું કરવું છે ? એના વિના પણ હું સુખી છું.” કોશલરાજે કહ્યું : “ ઇચ્છા તો એવી છે પ્રજાજન બનીને સૌની સેવા કરું. વિચારી જોયું કે દુનિયામાં કરોડપતિને પણ એક દહાડો સ્મશાનમાં સૂવાનું છે, અને ઝૂંપડામાં રહીને સંતોષથી રોટલો ખાનારને પણ એ જ સ્મશાનમાં સૂવાનું છે. આ ગરીબી-અમીરી તો થોડા દિવસની મનની વાત છે. માનવી જન્મે છે ત્યારે ઉઘાડો આવે છે, જાય છે ત્યારે પણ એ દશામાં જ હોય છે. વચ્ચેનું આ બધું મન અને માન્યતાનું તોફાન છે, અને આ તોફાન પણ આખર તો પૂરું થવાનું જ છે. આ સમજ પછી મારે રાજ્ય-સત્તાનો મોહ શો ?” કાશીરાજ સાચા સમજભર્યા હૃદય-પરિવર્તનથી દ્રવિત થઈ કોશલરાજને પ્રેમથી ફરી ભેટી પડે છે. બન્ને મિત્રો બને છે. ક્ષમા અને પ્રેમની સુરભિ સર્જાય છે. ભગવાન મહાવીરના જમાનામાં આ પ્રસંગથી એક નવી હવા પ્રસરે છે. જગતે ત્યારે જોયું – માનવી માનવનું દિલ, અર્પણ અને નિર્દભ ત્યાગથી જીતી જાય છે. આપણો કલાક હવે પૂરો થયો છે. બીજી વધારે મોટી તત્ત્વજ્ઞાનની વાત તો શું છે ? મને તો એટલો જ વિચાર આવ્યો કે શાન્તિથી એકાદી વાત કરું. જે વાત તમારા મગજમાં રહે અને જ્યારે તમારે ઘેર પાછા જવાનો વખત આવે બંધન અને મુક્તિ કે ૪૧૧ Page #421 -------------------------------------------------------------------------- ________________ ત્યારે, તમે એ વાતને સાથે લેતા જાવ. તમે જ્યારે ઘેર જશો ત્યારે તમારા મગજમાં બીજી પણ કેટલીક વાતો હશે; થોડાક માણસો તરફ તમને દ્વેષ પણ હશે; જેમણે તમને અહીં મોકલ્યા એમાંથી કોઈકે સાક્ષી આપી હશે, કોઈકે સહકાર આપ્યો હશે, તે બધાની સામે તમારા દિલમાં ષ હશે, કટુતા હશે, વેર લેવાની વૃત્તિ હશે. તમને એમ પણ હશે કે જેણે જેણે મને જેલ મોકલવા માં સાથ આપ્યો તે બધાની બહાર જઈને ખબર લઉં, અહીંથી છૂટ્યા પછી એનો પણ દહાડો બરાબર સરખો કરું. મોટાભાગે માનવીનું મન આવા રાગદ્વેષમાં જ સઘય રમતું હોય છે, અને એમાં તમે પણ કંઈ અપવાદ નથી. પણ હું તમને એમ કહ્યું કે આને બદલે તમે વિચાર કરો કે તમને અહીં મોકલનાર એ માણસો નથી, એ સાક્ષીઓ નથી, એ સરકાર નથી, કે એ પોલીસ પણ નથી. તમને અહીં મોકલનાર તો જીવનમાં રહેલી તમારી પોતાની પાશવતા છે. એ ન ભૂલશો કે વ્યક્તિ પ્રત્યે વેર રાખશો તો વેરથી ઝેર વધશે; તમે એ ડાઘને પ્રેમથી ધોઈ. અને અહીંથી બહાર જજો. આ બધું વિચારીને તમે પણ કોશલરાજના જેવો પ્રેમ કેળવો. જ્યારે તમે અહીંથી જાવ ત્યારે મનને ધોઈને જજો, નિર્મળ કરીને જજો, અને અહીંથી જાવ ત્યારે અહીંની ભેટ તરીકે તમે વાત્સલ્ય, પ્રેમ, કરુણા અને ક્ષમા, અહિંસા, દયા, સેવા અને સદ્ભાવના લઈને જજો, અને જે લોકો તમને અહીં મોકલવામાં ભાગ ભજવી બેઠા હોય તેમને કહેજો. કે અમે ત્યાં જઈને એવો એક મંત્ર લઈને આવ્યા છીએ કે તમને અમે ક્ષમા આપીએ છીએ; તમે અમારા માટે જે કર્યું હોય તે ભલે કર્યું, પરંતુ અમે તો હવે તમારા માટે ભલું જ કરવા ઇચ્છીએ છીએ. અહીં તમારે ત્યાં હું મોટરમાં બેસીને નહીં ખાવ્યો અને તમને ઉપદેશ દઈને મોટરમાં ભાગી જવાનો પણ નથી. પદયાત્રા કરીને અહીં આવ્યો છું, આ આઠ માઈલના પ્રવાસનું મહેનતાણું, બીજું કાંઈ નહીં, માત્ર મારી આ વાત તમે યાદ રાખજો. કોશલરાજના પ્રસંગની યાદ દિલમાં સંગ્રહી રાખજો. અહીંથી છૂટા થાઓ અને પછી પ્રસંગ ઊભો થાય ત્યારે, તમે તમારા મગજમાં ફરી કદી એવી કલ્પના ન લાવશો કે કાશીરાજની જેમ ફલાણાએ મને હેરાન કર્યો છે. તમે તો કોશલરાજ જ બનજો અને સર્વને ક્ષમા આપજો. આમ કરશો તો તમે અનુભવશો કે તમારા આત્મામાં જે પેલું દિવ્યત્વ પડ્યું પર જ માનવતાનાં મૂલ્ય Page #422 -------------------------------------------------------------------------- ________________ છે એ કેવી સુંદર રીતે ખીલી ઊઠે છે ! એમ ન માનશો કે આવા દિવ્યત્વનો દાવો માત્ર ભણેલાઓનો છે; આવા દિવ્યત્વનો દાવો ડિગ્રીવાળાઓનો છે; દિવ્યત્વનો દાવો સાધુઓનો છે, કે આવા દિવ્યત્વનો દાવો કોઈ સત્તાધીશોનો જ છે. એ અધિકાર માનવમાત્રનો છે. બાકી તો બધાય વૃત્તિઓના ગુલામ છે, પરાધીન છે. બધાએ એમાંથી જ છૂટવાનું છે; જે આત્મા એમાંથી છૂટે છે એ દિવ્ય બને છે. એટલે આ દિવ્યત્વ આ માનવજીવનમાં જ વિકસાવવાનું છે. આપણે આજે જોયું કે આ માનવજીવનનું સર્જન, ત્રણેના એકીકરણમાંથી થયું છે. આ ત્રણ એટલે દેહ, મન અને આત્મા. દેહથી દાનવતા જીતીએ. મનથી માનવતા પ્રગટાવીએ. આત્મા ચૈતન્યથી-દિવ્યતા માણીએ. એક છેડે પાશવતા છે, બીજે છેડે દિવ્યતા છે. આપણે પાશવતામાંથી છૂટી દિવ્યતા ભણી પ્રયાણ કરવાનું છે. વચ્ચે આપણી માનવતાનો પુલ છે, સેતુ છે. આપણે સૌએ એ માર્ગે પ્રગતિ કરવાની છે અને દિવ્યત્વનું છે તેજ છે, તેનો જીવનમાં સાક્ષાત્કાર કરવાનો છે. આપણી આ નાનકડી પાંચ-પચાસ સો વર્ષની જિંદગી છે તેમાં, આપણે દિવ્યત્વની ઝાંખી કરીએ એ આપણું મુખ્ય કાર્ય છે. માનવીની અંદરનો જે પ્રકાશમય ખંડ છે, તે સદા બંધ હોય છે. એ ખંડને ઉઘાડવાની ચાવી એટલે આ પ્રેમ. આ મૈત્રી. તમે સૌ એ ચાવી લગાડો અને જુઓ કે અંદરનો ખંડ ખૂલી જાય છે કે નહિ ? એના પ્રકાશથી તમે આનંદિત થાઓ છો કે નહિ ? એ ખંડમાં દિવ્યતાનું એવું સરસ સામ્રાજ્ય છે, એ ખંડમાં એવી સરસ પ્રકાશની જ્યોત છે, કે જે માનવી જીવનમાં મૈત્રી કેળવે છે તે જ એનો એ આલાદ અનુભવી શકે છે, એને માણી શકે છે. જેમણે એ પ્રકાશને દીઠો નથી, એ જ દાનવતામાં રમી રહ્યા છે. તમે એ ખંડ ખોલો. એ ખંડ બીજે ક્યાંય નથી, તમારા મનની અંદર જ છે. આજે આપની સમક્ષ જે થોડીક વાતો કરી તે વાતને ખૂબ ગંભીરતાથી પૂરી શાન્તિથી, કરુણતાથી વિચારજો. આનો વધુ વિચાર કરતાં તમને જણાશે કે દુનિયામાં જાતજાતનાં સંગીત છે, પણ આ માનવતાનું સંગીત, દિવ્યતાનું સંગીત, મૈત્રી અને ક્ષમાનું સંગીત બંધન અને મુક્તિ છે ૪૧૩ Page #423 -------------------------------------------------------------------------- ________________ પણ વિશ્વમાં લાવવાની જરૂર છે જો આપણે પૃથ્વીને સ્વર્ગ બનાવવી હશે તો અહીં બેઠેલા આટલા બધા બાંધવોમાંથી કોઈક બાંધવને પણ આ વાત સ્પર્શશે, તો હું સમજીશ કે મને આજના શ્રમનું મારું પૂરું મહેનતાણું મળી ગયું છે. હું પણ આજના દિવસને મારા જીવનનો ધન્ય દિવસ, એક મંગળમાં મંગળ દિવસ સમજીશ. એટલે, આજના દિવસ માટે કોઈ મારો આભાર ન માને, કારણ કે મને અહીં લઈ આવનારનો જ હું ખરો આભારી છું. એકબીજાની સાથે આપણી વાતો થઈ. આપણે એકબીજાને મળ્યા. દૂર દૂરના માનવો એકબીજાની સાથે મળે, એકબીજા સાથે માનવતાની વાત કરે, એવી તક અપાવનારનો આપણે આભાર માનવાનો છે. ક્ષમા અને મૈત્રીની વાત જીવનમાં ઉતારી આપણે એકબીજાનો આભાર માનીએ. તમારી વિદાય લેતાં અને તમારાથી દૂર થતાં, મને વૃત્તિઓની કેદ સાંભરે છે. તમે થોડાં વર્ષો પછી આ કેદમાંથી છૂટી જશો, પણ જીવનની વૃત્તિઓની કેમાથી છૂટવું અતિ કઠણ છે. એ જેલમાંથી આપણે સૌ કેમ જલદી છૂટીએ, એ ભાવ જાગૃતિના આ પ્રકાશમાં માનવીને જાગે તો આજનો આ પ્રસંગ અવિસ્મરણીય ધન્ય થઈ જાય. જી [નોંધઃ ‘બંધન અને મુક્તિ' આ વિષય ઉપર તા. ૭-૩-૬૦ના દિવસે અમદાવાદ-સાબરમતીની સેન્ટ્રલ જેલમાં હજારો કેદીઓની સમક્ષ આપેલું યાદગાર પ્રવચનો ૪૧૪ * માનવતાનાં મૂલ્ય Page #424 -------------------------------------------------------------------------- ________________ આવતી કાલના નાગરિકોને ___ . _ Page #425 -------------------------------------------------------------------------- ________________ Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧. આવતી કાલના નાગરિકોને જે ૩૦ મી જાન્યુઆરી, ગાંધીજીની શિહીદીનો દિવસ છે. ઘણા કહે છે કે, આજનો દિવસ છે. પવિત્ર છે, પરંતુ હું તો એને પવિત્ર કરતાંય વધુ મહત્ત્વના – આત્મસંશોધનના દિવસ તરીકે ઓળખું છું. જ આ એક એવો દિવસ છે, કે જે છે દિવસે દેશના સપૂતનું લોહી રેડાયું છે. દેશના મહાન વીરના પ્રાણનું બલિદાન અપાયું છે. એટલે ભારતના ઇતિહાસમાં આજનો દિવસ એ તો લોહીથી રંગાયેલો $ દિવસ છે. આવતી કાલના જે ખરેખરા નાગરિકો છે, દેશનું ભાવિ સુકાન જેમના હાથમાં આવવાનું છે, તે વિદ્યાર્થીઓ આજે આત્મસંશોધન કરે, ઊંડી વિચારણા કરે કે જેણે દેશની આઝાદી માટે આટઆટલી જહેમત ઉઠાવી, આટઆટલા પ્રયત્ન કર્યા, છે તે વ્યક્તિને પણ આખરે ગોળીએ વીંધાવું * પડે છે ! આવતી કાલના નાગરિકોને - ૪૧૭ Page #427 -------------------------------------------------------------------------- ________________ ખરેખર, આ દેશ માટે આ કેટલી બધી કરુણ વાત છે ! આ રીતે વિચારીશું તો આપણને સમજાશે કે આ એક એવો દિવસ છે કે જેની કમનસીબી સાથે આપણા ત્રણસો ને સાઠ દિવસોમાંથી કોઈ પણ દિવસને સરખાવી શકાય તેમ નથી. એવો એ રક્તપિપાસુ દિવસ છે અને વધુ શરમાવનારી બીના તો એ છે કે, દેશની આઝાદી ખાતર જાતને ઘસી નાખનાર વ્યક્તિને ગોળીએ મારનાર પણ આપણામાંનો જ એક – આપણો જ માનવબંધુ હતો ! આમ કેમ બન્યું હશે ? ઊંડો વિચાર કરીને આ સવાલનો જવાબ શોધીશું તો સમજાશે કે આપણા આંતરિક કલહો, આપણી આંતરિક સંકુચિતતાઓ અને આપણા સુદ્ર તેમજ સામાન્ય વિચારોએ જ આ ભયાનક દિવસની પૂર્વભૂમિકાનું સર્જન કર્યું છે. ઘુવડ જેમ સૂર્યનો પ્રકાશ ઝીલી શકતું નથી તેમ આપણી ક્ષુદ્રતા અને સંકુચિતતા પણ મહાપુરુષોના વિશાળ અને ઉદાર વિચારોને ઝીલવા અસમર્થ છે. દુનિયામાં ઠેરઠેર આવું જ બન્યું છે. જ્યારે જ્યારે કોઈ નવો ક્રાંતિકારી પુરુષ જગતને આંગણે આવ્યો છે ત્યારે ત્યારે એક યા બીજી રીતે પ્રજાએ એને વીંધ્યો છે કે પછી ભલે પાછળથી એને પૂજ્યો હોય. જગતના ઇતિહાસનાં પાનાં ઉથલાવશો તો જણાશે કે સોક્રેટિસને એથેન્સમાં ઝેરનો પ્યાલો મળ્યો છે; ભગવાન મહાવીરના કાનમાં ખીલા મરાયા છે; મીરાંને ઝેર અપાયું છે; અબ્રાહમ લિંકનનું પણ બલિદાન લેવાયું છે અને એવી જ રીતે છેલ્લે છેલ્લે મહાત્માજીને માટે પણ એવી જ બીના બની છે. આ ઉપરથી એક વિચાર તો એવો પણ આવે છે કે, જગત આજે એ વીરોને એટલા માટે જ પૂજે છે કે, તે આજે આપણી સામે નથી. આજે પણ જો તે આપણી સામે આવે તો, આજે પણ કદાચ એમને ગોળી ઝીલવાનો જ વારો આવે. જૉન ઑફ આર્કનું નાટક લખતી વખતે જ્યોર્જ બર્નાર્ડ શૉએ પણ આવી જ વાત કરી છે. તે લખે છે કે, જે પ્રજા આજે જન ઑફ આર્કને પૂજી રહી છે તે જ પ્રજાની સામે ફરીથી પણ જો જોન ઑફ આર્ક આવે તો, ફરીથી પણ પૂજા કરનારી પ્રજા એને બાળી મૂકે તો એ આશ્ચર્ય નહીં ગણાય ! ઉપરની વાત ઉપરથી એમ લાગે છે કે, જ્યારે આપણી સામે ઝગમગતા તેજનો સૂર્ય આવે છે ત્યારે એનાં તેજ ઝીલવા માટે આપણે અસમર્થ નીવડીએ ૪૧૮ - માનવતાનાં મૂલ્ય Page #428 -------------------------------------------------------------------------- ________________ છીએ. ત્યારે એ આંજી દેતા તેના પુજને હટાવવા માટે આપણે એક યા બીજો માર્ગ લઈએ છીએ. આજ સુધી બધે, બસ, આવું જ બન્યું છે. આમ થતું અટકાવી ન શકાય ? આ અનિષ્ટનું પુનરાવર્તન થતું અટકાવવા માટે આપણે સૌ આત્મસંશોધન કરીએ, આત્મસમીક્ષા કરીએ, આત્મપરીક્ષણ કરીએ. મિત્રો, તમે સૌ નાનકડા છો, અને હજુ ભણો છો. છતાં આ સવાલ તમારી પાસે એટલા માટે મૂક્યો છે કે, આવતી કાલ, દેશ, ધર્મ સમાજ એ બધું તમારા હાથમાં છે. આવતી કાલનું, આ દેશનું, ધર્મનું, અને સમાજનું સુકાન આખરે તમારા વિના કોણ સંભાળવાનું છે ? - તમારા પાયામાં આજે જે વિચારો પડેલા હશે તે જ આવતીકાલે પાંગરવાના છે. આ વિચારોનાં બીજ સારાં હશે તો તે બીજ આવતી કાલે વટવૃક્ષ બનશે. એ વૃક્ષ આપણા દેશ, સમાજ તેમજ ધર્મને છાયા આપશે, ફળ આપશે અને મધુરાં પરિણામો આપશે. એટલે, આજે હું જે વિચાર આપની સમક્ષ મૂકું છું તે ધ્યાન દઈને સાંભળજો, તેમજ એકાગ્ર બનીને વિચારજો કે આ દિવસે એક સમર્થ પુરુષનું લોહી રેડાયું હોવા છતાં પણ, આપણા દેશમાંથી જે બદીઓ ઓછી થવી જોઈએ, જે અનીતિ અટકી જવી જોઈએ, તે સઘળું અકબંધ રહીને આપણને સૌને પરેશાન કરી રહ્યું છે. સમજાતું નથી કે જગત હજી આવાં કેટલાં બલિદાન માગે છે; અને કેટકેટલાં બલિદાન અપાશે ત્યારે આપણે આ બદીઓ, આ સંકુચિતતા, આ અનીતિ ને રાગદ્વેષના વિષવર્તનમાંથી બહાર નીકળી શકીશું ! મહાપુરુષનું બલિદાન જો આપણે માટે જીવનપરિવર્તન લાવનારું પ્રેરક ન બને તો પછી આપણે આપણી જાતને માનવ તરીકે ઓળખાવવા માટે લાયક ગણાઈએ ખરા ? એક પછી એક બલિદાન દેવાતાં જાય છે, અને છતાં આપણે “ઠેરના ઠેર' ઊભા રહીને આનંદ માન્યા કરીએ છીએ, એ આપણી માનવતા માટે ખરેખર એક કમનસીબ અને શોચનીય બીના છે. જે લોકો “મુત્સદી' કહેવાતા હોય, જેઓ પોતાની જાતને દુનિયાના ડાહ્યાઓ'માં ખપાવતા હોય, જે લોકો મનમાં હસતા હોય અને બહાર રડવાનો આવતી કાલના નાગરિકોને ૬ ૪૧૯ Page #429 -------------------------------------------------------------------------- ________________ દેખાવ કરતા હોય તેમની વાતો જવા દો. તેમને મારે કશું કહેવાનું નથી. મારે તો મારા મનની વાત તમને કહેવી છે, કારણ કે તમે આજે સરળ છો, નિખાલસ છો, તમારા મનમાં હજી દુનિયાની રમતના દાવપેચ આવ્યા નથી. "મન સાકર તમારે આજે વિચારવાનું છે કે, આપણા દેશ માટે તમારે હવે શું કરવાનું છે. આજના દિવસે આપણે આપણા શુભ માટેનો થોડા પણ સંકલ્પ કરીએ. મનની અંદર જે બદી છે તેને હટાવવા માટે આજે જો આપણે નિર્ણય કરીશું તો જ આજનો દિવસ આપણે માટે પવિત્ર બનશે બાકી તો, આજનો દિવસ પવિત્ર નથી; કારણ કે એ શોકનો દિવસ છે, ગમગીનીનો દિવસ છે. ખરી રીતે કહું તો આજે તો શ્રાદ્ધનો દિવસ છે. કહો, આ શ્રાદ્ધના દિવસે તમે શું આપશો ? હું તો ઇચ્છું કે આજથી તમે તમારા દુર્ગુણોનું બલિદાન આપો. અને તમારા સદ્ગુણો એમના સ્મરણમાં તર્પણરૂપે અર્પણ કરો. અને નક્કી કરો કે આજથી અમે સગુણો કેળવીશું, અને દુર્ગણોને દેશનિકાલ કરીશું, દેહનિકાલ કરીશું. આટલું નક્કી કર્યા પછી એ સગુણોને કેળવવા માટે તેમજ દુર્ગુણોને દેશનિકાલ કરવા માટે શો માર્ગ લેવો તે સવાલ આપણી સામે ઊભો થાય છે. તેના ઉત્તરરૂપે નીચેની બે-ત્રણ વાત આપ સમક્ષ રજૂ કરું છું. આજના પ્રવચનની શરૂઆતમાં મેં એક શ્લોક રજૂ કર્યો હતો : जानन्ति केचिद् न तु कर्तुमीशा: कर्तु क्षमा ये न च ते विदन्ति । जानन्ति तत्त्वं प्रभवन्ति कर्तुन ते केऽपि लोके विरला भवन्ति ।। આ શ્લોકમાં કવિ કહે છે કે, ઘણા લોકો જાણકાર હોય છે, પરંતુ તે કરી શકતા નથી. જ્યારે ઘણા ભાઈઓ કરવા માટે સમર્થ હોય છે; પણ કંઈ જાણતા નથી હોતા. જીવનનું તત્ત્વ જાણે અને તે પ્રમાણે અમલમાં મૂકે તેવા માણસો તો વિશ્વમાં બહુ વિરલ - બહુ થોડા હોય છે. એક બાજુ આંધળા છે, અને બીજી બાજુ લંગડા છે. જે લોકો અભણે છે તે લોકો અંધ છે, કારણ કે તેમની પાસે જ્ઞાનનાં નેત્ર નથી. જો લોકો જાણકાર-ભણેલા-જ્ઞાનના નેત્રવાળા છે તે લંગડા છે; કારણ કે, જાણ્યા પ્રમાણે કરી શકતા નથી. આચારમાં મૂકી શકતા નથી. આજે ગામડાના અભણ અને અજ્ઞાન માણસો મનમાં કંઈક કરવાની ભાવના લઈને બેઠા છે, પરંતુ શું કરવું, અને કયા માર્ગે જવું એની દિશા એમને સૂઝતી નથી. જ્યારે બીજી બાજુ, આપણા ભણેલા વર્ગ પાસે અનેક ડીગ્રીઓ ૪૨૦ * માનવતાનાં મૂલ્ય Page #430 -------------------------------------------------------------------------- ________________ છે. વ્યાખ્યાનના મંચ પર બેસીને જીવન જીવવાની રીતોની અનેકવિધ સુંદર વાતો એ કરી શકે છે, પરંતુ એ આચારમાં મૂકી શકતો નથી; કારણ કે, આચારમાં એ પંગુ છે. અને તેથી મોટી મોટી વાતો કરનારો એ વર્ગ પોતાનાં વ્યસનોની, અનાવશ્યક જરૂરિયાતોની અને મોજશોખના વિચારોની ચુંગાલમાંથી બહાર નીકળી શકતો નથી. થોડા દિવસ પહેલાંનો જ એક બનાવ તમને કહું. મોઢામાં સિગારેટ રાખીને દમ ખેંચતા ખેંચતા એક પ્રોફેસર સામેથી ચાલ્યા આવતા હતા. હું પણ ધીમે ધીમે ચાલ્યો આવતો હતો. પેલા પ્રોફેસર સિગારેટના “ટૅસમાં મસ્ત હતા. આથી સામેથી ચાલ્યા આવતા મને તેમણે જોયો નહિ, અને મારી સાથે અથડાઈ પડ્યા. પછી મને કહ્યું : “સોરી.” મેં કહ્યું : “કંઈ નહિ. એ તો અજાણતાં અથડાઈ પડાય. એમાં કંઈ વાંધા જેવું નથી, પરંતુ મને તો તમને જોઈને “સૉરી' થાય છે.” એમ કેમ ?' ઉત્સુકતાથી તેમણે પૂછ્યું. મેં કહ્યું : “રસ્તા વચ્ચે આંધળા તો અથડાય, પરંતુ જ્યારે દેખતા અથડાય ત્યારે વધારે કરુણતા છવાય. આંધળો અથડાય એને તો દોરી શકાય; પરંતુ દેખતો અથડાય એને કેમ દોરી શકાય ? કહો, આપ શું કરો છો ?' પ્રોફેસર છું,' ગૌરવપૂર્વક તેમણે કહ્યું. મેં કહ્યું : “પ્રોફેસરના મોઢામાં આ સિગારેટ શોભે ખરી ?! તમે જો સિગારેટ પીશો તો વિદ્યાર્થીઓને સંસ્કારધન ક્યાંથી આપશો ? આજે તમે સિગારેટ પીતા હશો તો તમારા વિદ્યાર્થીઓ ચિરૂટ પીતા થશે, કારણ કે ચેલો તો ગુરુ કરતાંય સવાયો જ હોયને ?!” એ ભાઈ જરા લોભ પામ્યા અને ચાલ્યા ગયા, પરંતુ, મને ઊંડી ગમગીનીમાં મૂકતા ગયા કે આપણી કહેવાતી કેળવણી આજે ક્યાં જઈ રહી છે ? સંસ્કાર આપવાની જવાબદારી જેના શિરે છે તે અધ્યાપક-વર્ગમાં જ સંસ્કાર નહિ હોય તો એ વિદ્યાર્થીઓને ક્યાંથી આપશો ? આજે આપણે એવા માણસોની જરૂર છે કે, તેઓ જેટલું જાણતા હોય તેટલું કરવા માટે, અમલમાં મૂકવા માટે સમર્થ હોય. આવા પ્રકારના માણસોથી જ દેશ ઊંચો આવવાનો છે. એકલા જ્ઞાન કે વાચનથી દેશ ઊંચો નહિ આવે. આવતી કાલના નાગરિકોને ૪૨૧ Page #431 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદના એક ભાઈ મારી પાસે આવીને મને કહેવા લાગ્યા : ‘મહારાજ, મેં ખૂબ પુસ્તકો વાંચ્યાં છે. માણેકલાલ જેઠાલાલ (એમ. જે.)ની આખી લાઇબ્રેરી હું પૂરી કરી ગયો છું.' આટલી વાત કર્યા પછી એમણે ગજવામાં છીંકણીની ડબી કાઢી અને એક સડાકો તાણ્યો. પછી ખિસ્સામાંથી ગંદો રૂમાલ કાઢી નાક સાફ કર્યું. મને થયું, માણેકલાલ જેઠાલાલની આખી લાઇબ્રેરી પૂરી કરી છે, છતાં તેમનું છીંકણીનું વ્યસન ન છૂટ્યું ! એટલે મેં તેમને કહ્યું : ‘તમે તો માણેકલાલ જેઠાલાલની લાઇબ્રેરીનાં પુસ્તકો વાંચી આવ્યા છો, તો તમને હું એક વાત પૂછું. કહો, તમે લાઇબ્રેરીનું કબાટ તો જોયું છે ને ? એને પાયા કેટલા છે ?' એણે કહ્યું : ‘ચાર.' ‘એ ચાર પાયાના કબાટમાં જેમ ચોપડા ભર્યા છે તેમ આ બે પગ ઉપર રહેલા મગજમાં પણ તમે ચોપડા ભરી રાખ્યા છે. એટલે વાંચવા છતાં વ્યસન ન છૂટે તો તમારું આ મગજ પણ બે પગવાળું બે પાયાવાળું કબાટ જ ગણાયને ?’ જેમ પેલા કબાટમાં ચોપડીઓ ભરેલી છે તેમ આ મગજમાં પણ ચોપડીઓ ભરેલી છે. ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિદ્યા નથી; ચોપડીઓના જ્ઞાન કે જીવનમાં ઉતારવું એ જ સાચી વિદ્યા છે. • લાઇબ્રેરીએ કબાટ ભર્યું અને આપણે આપણું મગજ ભર્યું, એ બન્ને સરખાં છે. કારણ કે કબાટ જેમ ચોપડીઓના જ્ઞાનને આચરણમાં મૂકતું નથી, તેમ આપણે પણ આપણા મગજમાં ભરેલા જ્ઞાનને આચરણમાં મૂકતા નથી. આવું જ્ઞાન શા ખપનું ? એ તો ગધેડા પર ચંદન લાદવા જેવું થયું ! ઉપાડીને ફરે, પણ એને સુવાસ કે શીતળતા કશુંય ન સ્પર્શે. મિત્રો, તમે માત્ર ભણ્યા કરશો, અને પુસ્તકો વાચ્યાં કરશો તેમજ પરીક્ષામાં પાસ થયા કરશો તો, એટલું જ તમારા જીવનક્ષેત્ર માટે પૂરતું નથી. વિદ્યાનો હેતુ કેવળ ભણવા માટે, પુસ્તકો વાંચવા માટે, કે પરીક્ષામાં પાસ થઈને ડીગ્રી મેળવવા માટે તો નથી જ. વિદ્યાનો હેતુ તો જીવનને બંધનમાંથી છોડાવવા માટેનો છે. એટલા માટે તો આપણે ત્યાં વિદ્યાનો મુદ્રાલેખ સા વિદ્યા યા વિમુયે છે. તમા૨ી વિદ્યા જો તમને બંધનમાંથી ન છોડાવે, વિલાસ તેમજ વિકારોમાંથી ૪૨૨ : માનવતાનાં મૂલ્ય Page #432 -------------------------------------------------------------------------- ________________ ન છોડાવે તો એ સાચી વિદ્યા નથી. વિદ્યા તો એનું નામ છે કે, જેનાથી વિચાર સુધરે, ઉચ્ચાર સુધરે અને આચાર સુધરે. ભણેલો માણસ તો એને કહેવાય છે, જેના વિચાર સુંદર હોય, જેના ઉચ્ચાર સુંદર હોય, જેના આચાર સુંદર હોય. બગીચામાં જેમ ફૂલ ખીલે છે તેમ ભણેલા માણસના મગજમાં પણ વિચારોનાં પુષ્પ ખીલવાં જોઈએ. એના મગજમાં ઉકરડો નહિ, બદી નહિ, દુર્ગધ નહિ, સુંદર સુવાસ હોવી જોઈએ. સાચો વિદ્યાર્થી તો એનું નામ છે, જેના વિચારોમાં પણ બદી ન હોય. બજારમાંથી ખરીદી લાવેલું કેળું કે જામફળ સડેલું નીકળશે તો શું તે તમે ખાઈ જશો ? ના, તો તો તરત જ તમે એને કાપશો, અને એનો સડેલો ભાગ ફેંકી દેશો. તો પછી, તમારા વિચારોમાં આવેલો સડો કેમ દૂર કરતા નથી ? આ પણ એક અજાયબીની વાત છે કે, માણસો સડેલાં ફળને કાપીને ફેંકી દે છે, જ્યારે સડેલા વિચારોને તો સંઘરી રાખે છે અને વધારે ને વધારે સડવા દે છે. આજે તો જેનો વિચાર વધારે સડેલો હોય છે તે વધારે મલકાય છે કે, હું મારા વિચારોને કેવા ગુપ્ત રાખી શકું છું ! તમારા વિચારો તો એવા હોવા જોઈએ કે કોઈ પણ જાણે તોય તમને વાંધો ન હોય. સારું છે કે, આજે માણસોના શરીરની જ ફિલ્મ લઈ શકીએ છીએ; પરંતુ મનની કે વિચારોની ફિલ્મ લઈ શકાતી નથી. નહિ તો માણસ એકબીજાની પડખે શાંતિથી કે પ્રેમથી બેસી જ ન શકત. માનવીનું મગજ જો બગીચાના જેવું સુંદર અને સુવાસિત ન હોય, અને તેમાં અનેક જાતની બદીઓ અને ખરાબીઓ ખદબદતી હોય તો એ શાંતિ ક્યાંથી પામે, આનંદ ક્યાંથી મેળવે ? આ થઈ વિચારની વાત. હવે આપણે ઉચ્ચારની વાત ઉપર આવીએ. તમારા વિચારોમાં વસેલું માધુર્ય તમારા ઉચ્ચારોમાં પણ વસવું જોઈએ. તમારા ઉચ્ચારોમાં કટુતા હશે, અસભ્યતા હશે, તુચ્છતા હશે, અને અણછાજતા ભાવો હશે તો એ તમારા વિચારોને શોભા આપનારા નહિ નીવડે. ઉચ્ચાર તો તમારા વિચારોનું વાહન છે. એટલે, વાહન પર બેસનાર વ્યક્તિ પણ પવિત્ર હોવી જોઈએ, અને વહન કરનાર વસ્તુ પણ પવિત્ર હોવી જોઈએ. વિચાર અને ઉચ્ચાર જો સુંદર અને સુયોગ્ય હોય તો ખરેખર અર્જુન અને કૃષ્ણની જોડી જામે. આવતી કાલના નાગરિકોને જ ૪૨૩ Page #433 -------------------------------------------------------------------------- ________________ તમારા વિચારરૂપી અર્જુનને ઉચ્ચારરૂપી ૨થમાં બેસાડો, ને તેની લગામ વિવેકરૂપી કૃષ્ણના હાથમાં સોંપી દો. અને પછી તમે જુઓ કે જીવન સમરાંગણમાં દુત્તિરૂપ કૌરવો પર કેવો વિજય થાય છે. એટલે વિચાર અને ઉચ્ચાર બેય મધુર હોવા જોઈએ. તમારા આચારમાં એટલી સ્પષ્ટતા હોવી જોઈએ, એટલી સુંદરતા હોવી જોઈએ કે જાણે પારદર્શક સ્ફટિક જોઈ લો. જેની પાસે વિચાર સુંદર છે, જેની પાસે ઉચ્ચાર સુંદર છે, અને જેની પાસે આચાર સુંદર છે એવો મનુષ્ય જ જગતમાં કંઈ કરી શકે છે. માનવી કંઈ અળસિયું બનવા માટે આ જગતમાં નથી આવ્યો. માનવ તરીકે ગૌરવભર્યું જીવન જીવવા માટે એ આવ્યો છે. આ દુનિયા પર તમારા પ્રકાશની છબી મૂકી જવા માટે તમે આવ્યા છો. તમે કેવળ મીણબત્તી જેવા ના બનશો કે જે કલાકની અંદર સમાપ્ત થઈ જાય. તમે તો મશાલ જેવા બનો, કે જે આખીય રાત પ્રકાશ પાથર્યા જ કરે. અને અંધકારને પ્રકાશથી રંગી દે. જગતને ઉજાસ આપનારી મશાલ જેવા બનવું હશે તો આપણે વિચાર, ઉચ્ચાર અને આચાર ત્રણેય સુધારવા પડશે. એ ત્રણેય જો સુધરી જશે તો તમારામાં એક પ્રકારની વિશિષ્ટતા આવશે, મધુરતા આવશે, અને સૌમ્યતા આવશે. તમને યાદ હશે, કદાચ તમારાં પાઠ્યપુસ્તકોમાં વાંચવામાં આવ્યું પણ હશે, એવી એક નાનકડી પ્રસંગકથા આના અનુસંધાનમાં અહીં આપું છું. ગોપાલકૃષ્ણ ગોખલે ત્યારે શાળામાં અભ્યાસ કરતા હતા. એક દિવસ શિક્ષકે ઘેરથી દશ દાખલા ગણી લાવવાનું ઘરકામ આપ્યું. ઘેર આવીને ગોખલેએ દાખલા ગણવા માંડયા. નવ દાખલા કરી શક્યા. દશમો ન ફાવ્યો, એટલે મોટાભાઈની મદદ લઈને ગણ્યો. બીજે દિવસે શાળામાં સૌ વિદ્યાર્થીઓએ ઘરકામ બતાવવા માંડ્યું, તેમ ગોખલેએ પણ દાખલા બતાવ્યા. કોઈના ચાર ખરા હતા, કોઈના છ-સાત ખરા હતા, પરંતુ ગોખલેના તો દશેદશ દાખલા ખરા હતા. તેથી શિક્ષક ખૂબ પ્રસન્ન થયા. તેમણે ગોખલેને શાબાશી આપી, એટલું જ નહિ ઉમળકાભેર એક રૂપિયો ઇનામમાં આપ્યો. અને કહ્યું, “તું બધા જ દાખલા બરાબર ગણી લાવ્યો છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. એટલે આ ઇનામ આપું છું.” ૪૨૪ : માનવતાનાં મૂલ્ય Page #434 -------------------------------------------------------------------------- ________________ ઇનામ લેવા માટે એ હાથ લાંબો કરી ન શકયા. એટલે તે સંકોચ પામે છે એમ માનીને શિક્ષકે તેમનો હાથ ખેંચી, તે હાથમાં રૂપિયો મૂક્યો. ખરી રીતે તો શિક્ષકનું ઇનામ મેળીને કોઈ પણ વિદ્યાર્થીનું હૈયું હરખથી નાચી ઊઠવું જોઈએ, પરંતુ ગોખલે તો ગમગીન બની ગયા. એમની આંખમાં ઝળઝળિયાં દોડી આવ્યાં. ઇનામ મેળવતી વખતે અશ્રુ સારતા વિદ્યાર્થીને જોઈને શિક્ષકને આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું : ‘ગોખલે, આમ કેમ, અત્યારે તો તારે ખુશ થવું જોઈએ, તેના બદલે આ નારાજી અને આંસુ શાને ? જવાબ આપતી વખતે ગોખલેનું હૈયું વધારે ભરાઈ આવ્યું : “સાહેબ, તમે મારા ઉપર વિશ્વાસ મૂકીને મને ઇનામ આપો છો, પરંતુ હું તે ઇનામને લાયક નથી. તમે મારા અધ્યાપક છો. હું તમારી પાસે વિદ્યા લેવા આવ્યો છું. પરંતુ, હું તો તમને છેતરી રહ્યો છું. તમારી આગળ અસત્ય બોલી રહ્યો છું અને તો પણ તમે એવા મહાન છો કે, મને અસત્ય કરનારાને પુરસ્કાર આપી રહ્યા છો.'' શિક્ષકનું આશ્ચર્ય બેવડાયું. “બોલ, કેવી રીતે ?” આપે જે દશ દાખલા ગણવા આપ્યા હતા, તેમાંથી મેં તો નવ દાખલા જ ગણ્યા છે. એક દાખલો તો મેં મારા મોટાભાઈની મદદથી ગણેલો છે. એટલે દર્શદશ દાખલા મેં ગણેલા નથી. બીજાની મદદ લઈને આવેલો છું, અને છતાં મેં એવો આભાસ ઊભો કર્યો કે જાણે મેં જ બધા દાખલા ગણ્યા છે. એટલે મેં તો તમને છેતર્યા છે. હું ઇનામને લાયક બિલકુલ નથી.' આટલું કહેતા ગોખલેથી ડૂસકું દેવાઈ ગયું. ડૂસકું દેતા ગોખલેની પીઠ પર શિક્ષકે માયાળુ હાથ ફેરવ્યો અને કહ્યું : “ગોખલે, આજે હું તને તારા દાખલા માટે ઇનામ નથી આપતો, પણ તારી સચ્ચાઈ માટે ઇનામ આપું છું, તારી પ્રમાણિકતા માટે ઇનામ આપું છું. તારા જેવા વિદ્યાર્થીઓ જ દેશમાં નામ કાઢશે.” આમ કહીને શિક્ષકે એક રૂપિયાને બદલે પાંચ રૂપિયાનું ઇનામ આપ્યું, અને વધુમાં કહ્યું : “દાખલાઓ માટે ઇનામ મેળવવું તો સહેલું છે, પરંતુ પ્રામાણિકતા અને સત્ય માટે આવા નીડર અને આગ્રહી રહેવું દુનિયામાં બહુ મુશ્કેલ છે.'' આ નાનકડો ગોખલે આ નીડરતાને લીધે દેશનો કેવો જબરદસ્ત માનવી બન્યો છે તે તો સૌ કોઈ જાણે છે. આવતી કાલના નાગરિકોને * ૪૨૫ Page #435 -------------------------------------------------------------------------- ________________ એટલે જ આપને કહું છું કે, જે ગુણો ભવિષ્યમાં વિકસાવવાના છે તે તમે અત્યારથી જ વિકસાવવા માંડો, અને દુર્ગુણને પ્રવેશવાનાં સઘળાં દ્વાર બંધ કરી દો. આ સમયમાં જો એકાદી બદી પણ જીવનમાં પેસી જશે, એકાદો દુર્ગુણ પણ જો બીજના રૂપમાં રોપાઈ જશે, એકાદ ખરાબ વિચાર પણ જો મનમાં પ્રવેશી ઊઠશે તો, મોટા થયા પછી અનેક પ્રયત્ને પણ તેનાથી બચી નહિ શકો. નાનપણમાં ઘર ઘાલી બેઠેલી બદીઓને દૂર કરવા માટે જબ્બર જોગી અગર જાદુગર પણ કામયાબ નીવડતો નથી. મનમાં એક વિચાર પેઠો, એટલે એ વૃક્ષ બનવાનો અને દિલની દીવાલો તોડીને બહાર નીકળવાનો જ. એટલે આપણે તો બાલ્યવયમાંથી જ વિચાર, ઉચ્ચાર અને આચારને શુદ્ધ, સુંદર અને સ્પષ્ટ બનાવવા માટે સાવચેત રહીશું તો જ વિદ્યાને ખરેખરી રીતે દીપાવી શકીશું. આ માટે જ ‘સા વિદ્યા યા વિમુક્તયે' એ મુદ્રાલેખ દ્વારા મુક્તિ માટેની વિદ્યા મેળવવાનો આદેશ અપાયો છે. મુક્તિ માટેની વિદ્યા મેળવે એ જ દુનિયામાં ગૌરવપૂર્વક જીવી શકે છે. આમ વિચાર, ઉચ્ચાર ને આચારને એકતાલમાં રાખી જગતમાં ગૌરવભેર જીવવા માટે ત્રણ મુદ્દાઓ તરફ તમારે ખાસ ધ્યાન આપવું જોઈએ. આ ત્રણ મુદ્દાઓ એટલે અભય-પુરુષાર્થ-સંયમ. હું જાણું છું કે, દરેકેદરેક મુદ્દો કલાકોના કલાકો લઈ શકે તેમ છે. પણ મારે તો બધી વાતો એક કલાકના પોણા ભાગમાં જ કહેવાની છે. એટલે અત્યારે તો તેની આછીપાતળી રૂપરેખા જ આપની જ આપની સમક્ષ રજૂ કરીશ, કે જેથી આપણે સમજી શકીએ કે, આ ત્રણ વસ્તુઓ જો આપણી પાસે હોય ો જીવનક્ષેત્રમાં આપણે કેવા સફળ બની શકીએ અને જીવનધ્યેય સાધી શકીએ. તેની આછીપાતળી રૂપરેખા જ આપની સમક્ષ અહીં રજૂ કરું છું. એક કવિએ કહ્યું છે : If you are an angle, Descend to manhood, If you are an animal, Ascend to manhood; But be the man. Man is the master of all the cosmos. કવિ કહે છે કે, જો તું દેવ હોય તો અમારે દેવનો ખપ નથી નીચો ઊતરીને તું માનવતાની ભૂમિકા ૫૨ આવ. જો તું પશુ હોય તો પશુતામાંથી ૪૨૬ . માનવતાનાં મૂલ્ય Page #436 -------------------------------------------------------------------------- ________________ ઊભો થા; અને માનવતાની વ્યાસપીઠ પર આવ. કારણ, માનવ તો દેવોથી અધિક અને પશુઓથી શ્રેષ્ઠ છે. સમસ્ત વિશ્વમાં માનવ જ ઇન્દ્રિયો પર સામ્રાજ્ય ફેલાવી શકે છે. આ માનવ બનવા માટે જ અભય, પુરુષાર્થ અને સંયમની જરૂર છે. પહેલી વાત આપણે અભયની કરીએ. સાચો માણસ પાપ સિવાય કોઈ પણ વાતથી કોઈ પણ ઠેકાણે ભય પામતો નથી. એ સર્વદા અભય હોય છે, કારણ કે ભય ત્યાં જ આવે છે, જ્યાં પાપ હોય છે. હરિપુરા કોંગ્રેસ પછી ગાંધીજીને છેલ્લી વાર મળીને બારડોલીમાં છૂટા પડવાનો પ્રસંગ આવ્યો ત્યારે મેં પૂછ્યું : “બાપુજી, મારે માટે કંઈ આદેશ ? મારે જીવનમાં શું કરવું ? એમણે માત્ર આટલું જ કહ્યું : “Live in light – પ્રકાશમાં જીવો.” બસ આ એક જ આદેશને નજર સામે રાખીને હું નીકળી પડ્યો. એમના આ આદેશ પાછળનો ધ્વનિ એ હતો કે સર્વદા પ્રકાશમાં જીવો. પ્રકાશમાં જીવનારને દુનિયામાં કોઈ જાતનો ભય નડવાનો નથી. ભય તેને છે, જે અંધારામાં વસે છે. તમારી પાસે જો પાપ નથી, જો કંઈ ખોટું આચરણ નથી, તો તમારે દુનિયામાં કોઈથી ડરવાની જરૂર નથી. આજે માનવી ડરતો રહે છે, છૂપો ફરે છે, વાત સંતાડવા માગતો હોય છે; કારણ કે એના મનમાં પાપ છે. જ્યાં સુધી નિષ્પાપ નહિ થવાય ત્યાં સુધી અભય નહિ બનાય; અને અભય નહિ થવાય ત્યાં સુધી આપણી આંખમાં તેજ નહિ આવે, આપણી વાણીમાં પ્રકાશ નહિ આવે. એટલે, આજે સૌથી પહેલી વાત તો એ છે કે, આપણા દેશને, સમાજને અને ધર્મને ઊંચો લાવવો હોય તો સૌએ અભય બનવું પડશે. આજે સૌથી પહેલી અને અનિવાર્ય આવશ્યકતા અભયની છે. પણ એ અભય આજે ક્યાં છે ? અભયના અભાવની એક નમૂનેદાર રમૂજી વાત તમને કહું. મુંબઈથી અમદાવાદ આવતી એક ટ્રેનના ફર્સ્ટ ક્લાસમાં એક યુરોપિયન બેઠો હતો. એ ડબામાં કોઈ ફર્સ્ટ ક્લાસનો પેસેન્જર બેસવા આવે તો એ ઘૂરકીને પૂછે : “Who are you ?' – કોણ છે તું ? આવતી કાલના નાગરિકોને * ૪૨૭ Page #437 -------------------------------------------------------------------------- ________________ એનો ઘૂરકાટ અને આંખોના ડોળા જોઈ બેસવા આવનાર ફફડી ઊઠે. અને ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં પાછો ભાગી જાય. દરેક સ્ટેશને લગભગ આવું બને. એટલામાં વલસાડ આવ્યું. યુરોપિયનવાળા ડબામાં બેસવા માટે એક વિદ્યાર્થી આવ્યો. બારણું ખોલવા જાય ત્યાં પેલા યુરોપિયને ઘુરકાટ કર્યો : “Who are you?' – કોણ છે તું ? પેલો વિદ્યાર્થી વિચાર, ઉચ્ચાર અને આચારની એકલતાવાળો હતો. એના હૈયામાં અભય બિરાજેલો હતો. પોતાની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી. પોતે ફર્સ્ટ ક્લાસનો કાયદેસર પેસેન્જર હતો; છતાં પોતાની સાથેનો યુરોપિયનનો વર્તાવ અઘટિત અને અવિવેકી હતો. આથી એ યુરોપિયનને ઠેકાણે લાવવા એણે કહ્યું : “I am the first class passenger.” – હું ફર્સ્ટ ક્લાસનો મુસાફર છું. આ નિર્ભયતા જોઈ યુરોપિયન ડઘાઈ ગયો. સાથે સાથે પ્રસન્ન પણ થયો. Please come in.” – અંદર આવો કહીને અંદર બોલાવ્યો. પછી એને થાબડ્યો અને કહ્યું, “શાબાશ ! ધન્ય છે તારી નિર્ભયતાને. હું છેક મુંબઈથી આવું છું ને જોઉં છું કે, હિન્દુસ્તાનમાં માણસો કેટલા મર્દ છે. જે કોઈ ચઢવા આવે તેમને માત્ર નિર્ભયતાની કસોટી કરવા માટે જ હું પૂછતો અને ડરાવતો હતો. એટલે તે તો મને જોતાં જ ભાગે ! પછી મને થયું કે આવા કાયર માણસો સાથે બેસીને સમય પસાર કરવો એના કરતાં તો એમને ઉતારીને ભગાડવા એ સારી વાત છે. પરંતુ, તું એક બહાદુર મળ્યો ખરો ! જેની પાસે કાયદેસર ટિકિટ છે, જે માણસે પૈસા ખર્ચેલા છે, એ માણસને મારા જેવો ધૃષ્ટતાથી પૂછે કે Who are you? તો એને પૂછવાનો શો અધિકાર છે ? જેણે ફર્સ્ટ ક્લાસની ટિકિટના પૈસા ચૂકવ્યા છે તે ફર્સ્ટ ક્લાસમાં બેસવા માટે આપોઆપ હકદાર છે. એને પછી ડરવાની શી જરૂર ? પણ, જે માણસમાં નિર્માલ્યતા પડી હોય એ માણસ સામનો કરી શકતો નથી. ઉપરની હકીકત યુરોપિયનની નિખાલસતા અને પેલા વિદ્યાર્થીની નિર્ભયતા માટે માન ઉપજાવે તે શી છે. વળી, એક વાત એ પણ મહત્ત્વની છે કે, જ્યાં પાપ છે, સ્વાર્થ છે ત્યાં જ ભય છે. આ અભય ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ૪૨૮ : માનવતાનાં મૂલ્ય Page #438 -------------------------------------------------------------------------- ________________ તમારા ન્યાયમાંથી, તમારી પ્રામાણિકતામાંથી, તમારા સત્યમાંથી, તમારા સત્યમાંથી, તમારા સદાચારમાંથી એ ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી તમારા જીવનમાં ન્યાય, પ્રામાણિકતા, સત્ય અને સદાચાર નહિ હોય ત્યાં સુધી તમારામાં અભયનું તત્ત્વ કદી નહિ પ્રગટે. હવે બીજી વાત છે, પુરુષાર્થની. આજે આપણે એટલા બધા પંગુ બન્યા છીએ, એટલા બધા પરાવલંબી બન્યા છીએ, ઇન્દ્રિયોને એટલી બધી શિથિલ બનાવી બેઠા છીએ કે, આજે આપણને બધું મફતમાં જોઈએ છે. સસ્તામાં સસ્તું જોઈએ છે. સહેલામાં સહેલી રીતે જોઈએ છે. પરસેવો પાડીને મેળવવામાં આપણને નાનમ દેખાય છે. આવી હીણપતભરી મનોદશા આપણા હિંદુસ્તાનનાં મોટાંઓથી માંડીને નાનાંઓ સુધી એવી વિચિત્ર રીતે પેસી ગઈ છે કે, લગભગ સૌને શ્રમ કર્યા વિના મેળવવું છે. હમણાં મારી પાસે પરદેશના બે મિત્રો રોજ અભ્યાસ માટે આવે છે. તેમને મેં પૂછ્યું : ‘હિંદુસ્તાનમાં તમે શું જોયું ?' તો કહે કે : ‘હિંદુસ્તાનમાં અમે આળસ જોઈ !' મેં આશ્ચર્ય સાથે કહ્યું : ‘એ શું કહો છો ?!' તો કહે : ‘હા, બીજુ બધું ઘણુંય છે. અહીં જે છે તે દુનિયામાં બીજે ક્યાંય નથી. પરંતુ સાથે સાથે, અહીં જેવી આળસ છે તેવી આળસ પણ દુનિયામાં બીજે ક્યાંય નથી. અમારા દેશમાં તો અમે જો આરામથી બેઠેલા હોઈએ, અને નોકરને કહીએ કે, ‘પાણીનો પ્યાલો ભરી લાવ' તો એ નોકરને માટે પણ શરમજનક ગણાય અને અમારે માટે પણ શરમજનક ગણાય. અમારે ત્યાં નોકર પાણીના ગ્લાસ ધોઈને તેમજ સાફ કરીને યોગ્ય સ્થળે ગોઠવી દે ખરા, પરંતુ પીવા માટેનું પાણી તો અમારે ઊભા થઈને જ લેવાનું હોય. જ્યારે અહીં તો ગાદી પર પડ્યા પડ્યા જ ‘એય રામા ? ક્યાં ગયો ?' એમ સાત વાર બૂમો પાડ્યા પછી આઠમા અવાજે રામો આવે, એટલે એક-બે સુણાવે અને પછી કહે કે, પાણી લાવ, પાણી, અત્યાર સુધી ક્યાં મરી ગયો હતો ? સાંભળતો નથી ? હવે ખરી રીતે જુઓ તો પાણી બાજુમાં પડ્યું હોય. જેટલું ધાંટાને દુ:ખ આપે એટલું હાથને અગર પગને દુ:ખ આપ્યું હોય, તો કશી ઉપાધિ હોય ખરી ?’ શ્રમ વગર મેળવવાની બદી આપણામાં એવી પેસી ગઈ કે, આપણો નાનામાં નાનો વિદ્યાર્થી પણ કોઈની કૉપી કેમ કરી લેવી, અને ચોરી કરીને પરીક્ષામાં પાસ કેવી રીતે થવું તેના રસ્તાઓ શોધવા માંડ્યો છે. આવતી કાલના નાગરિકોને * ૪૨૯ Page #439 -------------------------------------------------------------------------- ________________ આવા પ્રકારના વિદ્યાર્થીઓ ભલે પાસ થતા હોય, પરંતુ મેટ્રિકમાં આવે છે ત્યારે પછી આંખમાંથી જાતે તો આંસુ પાડે છે; પરંતુ મોટાઓની પાસે પણ પડાવે છે. મિત્રો, તમે આજથી નક્કી કરો કે સ્વર્ગમાંથી દેવતા આવીને પણ કહે કે હું તમને મેટ્રિકમાં પાસ કરાવી દઉં તો, તમે એ દેવતાને કહેશો કે અમારે તો અમારા પરિશ્રમથી, અમારી મહેનતથી, અમારી બુદ્ધિથી પાસ થવું છે.” આજે આવી ભાવના ભાગ્યે જ કોઈ વિદ્યાર્થીમાં વસે છે. આજે તો કૉપી કરવી, ચોરી કરવી એ સહેલી વાત થઈ ગઈ છે. વિદ્યા મેળવવી છે, પણ વગર મહેનતે એ કેમ બને ? સોમાંથી પાંત્રીસ ટકા પાસ માર્ક લાવવાના હોય તો ચોરી કરવી પડે. કૉપી કરવી પડે એ કેટલું હીણપતભર્યું ગણાય ? હવે તો પાંત્રીસ ટકાનું ધોરણ પણ કહે છે કે, વિદ્યાર્થીઓને વધારે પડે છે કે, એટલે તેઓ માગણી કરે છે કે, પાંત્રીસને બદલે પચીસ ટકાનું ધોરણ રાખવું જોઈએ. તમને જે શિખવાડવામાં આવે તેનો ત્રીજો ભાગ પણ તમને જો આવડે નહિ, તો પછી શિક્ષણનો અર્થ શો ? કોઈ રસોઇયો આવીને કહે કે હું સો રોટલીઓ બનાવીશ, તેમાં પચીસ રોટલી સારી બનાવીશ, અને બાકીની રોટલીઓમાંથી કેટલીક કાચી હશે, અને બાકીની બળેલી હશે; તો તમે એવા રસોઇયાને ઊભો રહેવા દો ખરા ? સોમાંથી પાંત્રીસ ટકા માર્ક આવે એટલે સંતોષ માનનારો વિદ્યાર્થી જો ડૉક્ટર હશે તો પાંત્રીસ ટકાનો ડૉક્ટર હશે. સો દરદીમાંથી પાંત્રીસને બચાવશે, અને બાકીનાને કદાચ ઠેકાણે કરશે. અને જો એન્જિનિયર થશે તો સો પુલમાંથી પાંત્રીસ પુલ સારા બાંધશે, અને બાકીના પુલોમાં ગાબડાં પડશે. એ જો શિક્ષક હશે તો એના સો વિદ્યાર્થીઓમાંથી પાંત્રીસેક વિદ્યાર્થીઓ જીવનક્ષેત્રે સફળ થાશે, અને બાકીના નાપાસ થશે. એટલે મિત્રો, મારી તો એ વિનંતિ છે કે, જો પાંત્રીસ ટકા માર્ક આવે અને પાસ થઈ જવાય તો આંખમાંથી આંસુ વહાવીને ખૂબ રડો. પાંત્રીસ ટકા માર્ક લાવીને પાસ થનારો ખરી રીતે પાસ નથી થતો, નાપાસ જ થાય છે. વિદ્યાર્થીની તમન્ના તો પહેલે નંબરે પાસ થવાની હોવી જોઈએ. અને તે માટે તેની પાસે પ્રબળ પુરુષાર્થ હોવો જોઈએ. ૪૩૦ * માનવતાનાં મૂલ્ય Page #440 -------------------------------------------------------------------------- ________________ આના અનુસંધાનમાં હું તમને એક સરસ નાનકડી વાત કહું. તમને ગમી જાય એવી એ વાત છે. એક વાર એવું બન્યું કે જમવા બેઠા હતા ત્યાં ભાણામાં લાડુ સાથે વડાં પીરસાયાં, તે વખતે એક પ્રશ્ન ઊભો થયો : વડા કરતાં લાડુ મોટા હોવા છતાં વડાને “વડું' – મોટું કેમ કહેવામાં આવતું હશે ? કોઈકે વળી “વડાને પૂછયું પણ ખરું ? લોકો તને “વડું” કેમ કહે છે ?' ત્યારે વડાએ પોતાની આપવીતી કહેવા માંડી : પહેલે થે હમ મર્દ, મર્દસે નાર કહાયે, કર ગંગામે સ્નાન, મેલ સબ દૂર કરાયે; કર પથ્થર સે યુદ્ધ, ઘાવ બરછી કે ખાય, નીકલ ભયે જબ પાર, આજ હમ બડે કહાવે. વડું કહે છે કે, સૌથી પહેલાં હું મગના રૂપમાં હતો. પુરુષ-અવસ્થામાં હતો. તે પછી “વડું' બનવા માટે મારે બે પથ્થર વચ્ચે ભરડાવું પડ્યું. આ રીતે ભરડાવાને લીધે મારી જાતના ટુકડા થઈ ગયા. ત્યારે મારા એ આત્મભોગને યોગ્ય રીતે સન્માનવાને બદલે લોકોએ મની નારીવાચક નામ “દાળ” કહીને સંબોધવા માંડ્યું. ત્યાર બાદ લાંબા સમય સુધી મારે પાણીમાં ભીંજાવું પડ્યું. એટલે, મારી બધી જ ચામડી “ફોતરાં'ના રૂપમાં છૂટી પડી ગઈ અને મારું અંગ એકદમ નરમ થઈ ગયું. આ પછી મારે પથ્થર સાથે ખરેખરું યુદ્ધ કરવું પડ્યું. પરંતુ મારું ગજું કેટલું ? બે પથ્થર વચ્ચે હું બરાબર વટાઈ ગયું. મારું અસ્તિત્વ જ લગભગ ભૂંસાઈ ગયું. ત્યાર બાદ મારી એ હાલત હજી ઓછી ભૂંડી હોય તેમ અંગેઅંગમાં અગન ઊઠે એવા મરચા-મીઠાના મસાલા સાથે મને ભેળવવામાં આવ્યું. પછી ઊકળતા તેલમાં તળવામાં આવ્યું, અને અણીદાર સયાના ભાલાનો માર સહન કરવો પડ્યો. આટલું બધું થયું ત્યારે પુરુષવાચક મગને બદલે નારીવાચક “દાળ'એ નામથી સંબોધન કરીને મારું અપમાન કરનારું જગત હવે મને “વડું' કહીને માન આપવા માંડ્યું છે.' તમારે વિદ્યાર્થીઓને પણ દુનિયામાં મહાન બનવું હશે તો ઘણુંબધું સહન કરવું પડશે અને જીવનક્ષેત્રે અનેકવિધ યુદ્ધો લડવાં પડશે. આવતી કાલના નાગરિકોને ૪૩૧ Page #441 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આ સહનશીલતા અને જીવનક્ષેત્રે વિજયી બનવા માટેનું લડાયક ખમીર, જીવનમાં અભ્યાસ અને પુરુષાર્થ નહિ હોય તો ક્યાંથી આવશે ? ત. જે કંઈ કામ કરો તેમાં પુરુષાર્થને આગળ રાખો, પછી પ્રયત્ન કરો, અને જુઓ કે તમને સફળતા મળે છે કે નહિ. યાદ રાખજો કે જીવનક્ષેત્રે કાયર માનવીને માટે સફળતાની ક્યાંય સંભાવના નથી. તમારે જીવનયુદ્ધ જીવતું હોય, અને માનવતાને વિકસાવવી હોય તો તમારા હૃદયમાં અભય જોઈશે અને પ્રયત્નમાં પુરુષાર્થ જોઈશે. આપણે ત્રીજી વાત ઉપર આવીએ : એ છે સંયમ. આ માટે હું તમને ખાસ વિનવવાનો છું. મિત્રો, જ્યારે તમે અભ્યાસ માટે, કંઈ ઉપયોગી વાત સાંભળવા માટે બેઠા હો ત્યારે તમારી આંખ અને કાન પર થોડો સંયમ રાખો. તે વખતે દુનિયામાં જે બનતું હોય તે બનવા દો. તમે તો તમારી સાધના ઉપર ધ્યાન રાખો. આજે મન અને વાણી પર સંયમ ન હોવાને લીધે અશિસ્ત એટલી બધી વ્યાપી ગઈ છે કે, દેશમાં જ્યાં જુઓ ત્યાં અશિસ્તનું વાતાવરણ જ જોવા મળે છે. જ્યાં સુધી આ અશિસ્ત, આ અવ્યવસ્થા અને આ અંધાધૂંધી હશે ત્યાં સુધી ભણતર ગમે તેટલું ઊંચા પ્રકારનું હશે તો પણ તે નકામું નીવડશે. માણસ ગમે તેટલો અભય હશે તો પણ ઊંચો આવી શકશે નહિ. અભયની સાથે તમે સંયમને યાદ રાખજો. અભય સંયમથી જ શોભશે. તમે કહેશો કે અમે “અભય” છીએ; એટલે અમે શિક્ષણ અને શિક્ષકની સામે ગમે તેમ બોલવાના અગર વર્તવાના, તો બરાબર નથી. તમને ન ગમે એવી બે વાત શિક્ષક કહે, એટલે તરત તમે હડતાલ ઉપર ઊતરી જાવ એ કેવી વિચિત્રતા ? તમે જો હડતાલના હથિયારથી શિક્ષકોને ડરાવ્યા જ કરો તો તમારે માટે તેમના હૈયામાં કેટલો પ્રેમ ઊભરાય ? તમારે જે વાત કહેવી હોય તે પ્રેમથી, નમ્રતાથી અને સમયોચિત રીતે કહેતાં શીખવું જોઈએ. તમને થતો અન્યાય તમારે વાજબી રીતે સમજાવવો જોઈએ. તેના બદલે તમે એમ કહો કે અમે હડતાલ પાડીશું, સ્કૂલ-કૉલેજ બંધ કરાવી દઈશું, તો માસ્તરોને થશે કે ચાલો બે દા'ડા મઝા કરીશું. તમે ફર તેમાં બીજો વાંધો શું છે ? બગડવાનું કોનું છે ? તમારું, વિદ્યાર્થીઓનું જ ને? ૪૩૨ * માનવતાનાં મૂલ્યો Page #442 -------------------------------------------------------------------------- ________________ આ રીતે તમે વિચાર કરશો તો સમજાશે કે ત્રીજી વાત તો મોટામાં મોટી છે. આપણા દેશની ઉન્નતિ માટે આ સંયમ અને શિસ્તની મોટામાં મોટી જરૂર છે. પરંતુ, આજે આપણે ત્યાં સંયમ ઓછો થતો જાય છે. જ્યાં સુધી અસંયમ ને અશિસ્ત છે ત્યાં સુધી અભય અને પુરુષાર્થ નકામા જવાના છે. એક દિવસની વાત છે. વહી જતી નદીના પાણીએ બે બાજુના કિનારાઓને કહ્યું : તમે અમારા પડખે છો, એટલે અમને સ્વતંત્ર રીતે વિહાર કરવામાં મઝા નથી આવતી. ગતિ કરવામાં ને પ્રગતિ કરવામાં સ્વતંત્રતા નથી મળતી. વિકાસ કરવામાં વાંધો આવે છે. પેલા કિનારાઓએ કહ્યું : “નદી, અમારું નામ છે સંયમના કિનારા. અમે કિનારા તરીકે હટી જઈશું, તૂટી જઈશું, મટી જઈશું તો હું પાણી, તમે સાગર સુધી પહોંચી નહિ શકો. પરંતુ, ખાડાટેકરા કે વનવગડામાં જ વિખરાઈ જશો. તમને તમારા ધ્યેયબિંદુ સાગર સુધી પહોંચાડનાર કોણ છે તે તમે જાણો છો? અમે કિનારા જ છીએ. અમારો આભાર માનો કે અમે ભલે થોડો અવરોધ કરીએ છીએ, પણ અમે છીએ તો જ તમે સાગર સુધી પહોંચી શકો છો.' આપણે પણ જો જીવનના કોઈ પરમ હેતુ સુધી પહોંચવું હશે તો, યાદ રાખજો કે આપણા જીવનની આસપાસ પણ સંયમના કિનારા હોવા જોઈશે જ. તમે જો આ સંયમના કિનારા તોડી નાંખશો તો જીવનનું જે ધ્યેય છે, જીવનનો જે ઊંચા પ્રકારનો આદર્શ છે ત્યાં પહોંચી શકશો નહિ અને જીવનના સામાન્ય ક્ષેત્રમાં જ, જીવનના વનવગડામાં જ તમારા જીવનની સઘળી શક્તિઓ વિખરાઈને વેડફાઈ જશે. જેના જીવનની અડખેપડખે સ્વ-નિર્મિત સંયમના કિનારા હતા મહાપુરુષો જ પોતાના ધ્યેયક્ષેત્રમાં પહોંચી શક્યા છે. જેના જીવનની આસપાસ સંયમના કિનારા ન હોય, છતાં પણ જીવનક્ષેત્રે પ્રગતિ સાધી શક્યો હોય એવા એક પણ માનવીનો દાખલો તમે ઇતિહાસમાંથી શોધી શકશો નહિ. આખો ઇતિહાસ આપણને પોકાર કરીને કહે છે કે, જગતમાં વિજય મેળવનારા માણસો સંયમના પ્રતાપે જ વિજય મેળવી શક્યા હતા; કારણ કે એ સંયમના કિનારા હતા. આવતી કાલના નાગરિકોને ર ૪૩૩ Page #443 -------------------------------------------------------------------------- ________________ આમ મેં આપ સૌને વિનંતિપૂર્વક કહ્યું કે તમે જો દેવ હો તો પણ માનવ બનો અને તમે જો પશુ જેવા હો તો ઉપર ચઢીને પણ માનવ બનો, પરંતુ આખરે તમે માનવ બનો. આ રીતના સાચા માનવ બનવા માટે વિચાર, ઉચ્ચાર અને આચારને શુદ્ધ, સુંદર ને સ્પષ્ટ બનાવો તેમજ જીવનમાં અભય, પુરુષાર્થ અને સંયમની સ્થાપના કરો. આટલી વાત કર્યા પછી હું એક નાનકડી પરંતુ મહત્ત્વની સૂચના કરવા માગું છું. સવિચા૨-સમિતિના બંધુ મારી પાસે આવ્યા અને તેમણે પોતાની જે વાત-વિચારણા કહી તે સાંભળી હું ઘણો પ્રસન્ન થયો. એમની એક નાનકડી માગણી વિદ્યાર્થી બંધુઓ પાસે છે. એ એમ કહે છે કે, તમે અત્યારે જે વર્ગમાં ભણો છો તે વર્ગમાંથી તમે જ્યારે ઉત્તીર્ણ બની જાવ અને જ્યારે તમારી ગયા વર્ષની ચોપડીઓ આવતા વર્ષના તમારા ઉપયોગ માટે નકામી બને ત્યારે એ ચોપડીઓ જો તમે દુકાનદારને ત્યાં વેચશો તો રૂપિયાની ચોપડીના માત્ર ચાર આના જ તમારા હાથમાં આવશે. જ્યારે, તમારા પછી તમારા ક્લાસમાં આવનારા તમારા અનુગામી વિદ્યાર્થીને તમે ચાર આનામાં વેચેલી ચોપડી મેળવવા માટે બાર આના ખરચવા પડશે. જૂની હોય એટલે ચાર આના બચે, પણ વિચાર કરો કે એને વધારે પૈસા ચૂકવવા પડે છે. આમ પેલા ખરીદનારને વધારે ચૂકવવું પડે, અને તમને વેચવારને ઓછું મળે એમ બેવડી રીતે વિદ્યાર્થી-જગતને નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે, કેટલાય વિદ્યાર્થી બંધુઓને પુસ્તકના અભાવે, સાધનના અભાવે પોતે તેજસ્વી હોય, સમર્થ હોય, ભણવામાં ઉત્સાહવાળા હોય તો પણ શિક્ષણ મૂકી દેવું પડે છે. હું તમને પૂછું છું કે, આજના મહત્ત્વના દિવસે તમે એટલું પણ નક્કી ન કરી શકો કે તમારી પાસે પાછલા ધોરણનાં જે પુસ્તકો છે તે વેચી નાંખવા બદલે રિઝલ્ટ આવવાના દિવસે શાળામાં લઈ જાઓ, અને રિઝલ્ટ આવ્યા પછી તમે જો પાસ થયા હો તો પાસ થવાની ખુશાલીમાં તમારા અધ્યાપક કે જે તમારા ગુરુ છે, જેમણે તમારી આંખ ખોલીને જ્ઞાનનાં અંજન આંજ્યાં છે તેમને ૪૩૪ : માનવતાનાં મૂલ્ય Page #444 -------------------------------------------------------------------------- ________________ તમારાં પુસ્તકો વડે ભક્તિભાવથી પૂજો. એ પુસ્તકો એમના હાથમાં અર્પણ કરો અને કહો કે ‘આ મારી ગુરુદક્ષિણા છે, મારા પછી હવે મારા આ ક્લાસમાં આવનારા અનુગામી વિદ્યાર્થીઓમાં જે ગરીબ વિદ્યાર્થી હોય, જે સાધનની ને આવા પ્રકારની સામગ્રીની ઊણપવાળાઓ હોય તેમને આપ આ આપજો..... આજે હું આ રીતે આપણી શાળાને નમ્ર રીતે આ એક અર્ધ્ય આપું છું !' ગુરુની પૂજા ફૂલ કે ધૂપદીપથી નહિ, આ રીતે કરજો...માનવીની પૂજા આ રીતે જ થઈ શકે. આપ સૌ જો આ રીતે કરશો, અને દરેક શાળામાં આ રીતની વિચારણા સ્વીકારશે તો તમે જોશો કે વિદ્યાર્થીઓ માટેની આ એક નાનકડી વાત ખૂબ મોટી મદદમાં પલટાઈ ગઈ છે. આપણે ત્યાં કહેવત છે કે, ટીપેટીપે સરોવર ભરાય. તમે જો ટીપેટીપું ઉમેરતા જશો તો તમે જોશો કે વિદ્યાર્થીઆલમ માટેનું એક સુંદર સહકારનું સરોવર સર્જાઈ ગયું છે. તમે જેમ ભણવાની અને આગળ વધવાની ઇચ્છા રાખો છો તેમ તમારા અનુગામી વિદ્યાર્થીઓ પણ ઇચ્છા રાખે છે, પરંતુ કોઈકની પાસે ફી ભરવાના પૈસા નથી. કોઈકની પાસે ચોપડીઓ ખરીદવાના પૈસા નથી, તો કોઈકની પાસે અનુકૂળ એવા પ્રકારની સાધનસામગ્રી નથી. તમે બધી રીતે મદદ ન કરી શકો, પરંતુ આ એક રીતે જરૂરથી મદદ કરી શકશો અને એટલું કરશો તો હું માનું છું કે, તમે તમને જ્ઞાન આપનાર શિક્ષકને માન આપ્યું ગણાશે, વિદ્યાર્થીઓનું સન્માન કર્યું કહેવાશે અને માનવસેવાનો લહાવો લઈ શકાશે. એટલું જ નહિ, પણ વિદ્યાર્થીજગતને એક યા બીજી રીતે સહાયતા કરી ગણાશે. એટલે મારા વ્યાખ્યાનના અનુસંધાનમાં આ વસ્તુ જો આપના હૃદયને સ્પર્શતી હોય તો આજથી તમે નિર્ણય કરતા જાવ કે તમારી ચોપડીઓ પાછલા ધોરણના વિદ્યાર્થીને આપીને જ આગળ જશો. તમે જો આટલું કરશો તો આગળના વિદ્યાર્થીઓની ચોપડીઓ તમે પણ મેળવી શકશો. દીવો દીવાને પ્રગટાવે છે. તમે જો બીજાને માટે દીવો પ્રગટાવશો તો તમારે માટે કો'ક બીજો પણ દીવો પ્રગટાવી રાખશે. આવતી કાલના નાગરિકોને * ૪૩૫ Page #445 -------------------------------------------------------------------------- ________________ મને એક વૃદ્ધની વાત યાદ આવે છે. એંસી વરસની એમની ઉમર હતી. રસ્તાની એક પડખે ખાડો ખોદીને તે એક આંબો વાવી રહ્યા હતા. કોઈકે જઈને પૂછ્યું : “દાદા, તમે આ શું કરો છો ?” દાદાએ કહ્યું : “હું આંબો વાવું છું.' કો'ક એક ટીખળી માણસ હતો. એણે મશ્કરી કરી : “અરે દાદા, તમને તો આ કેવી માયા લાગી છે ? આ આંબો વાવો ક્યારે, એ ઊગે ક્યારે, એનાં ફળ આવે ક્યારે, અને તમે ખાવ ક્યારે ?!' પેલા ડોસાએ કહ્યું : “ભાઈ, આ માયા નથી. આ તો માનવને જે અર્પણ કરવાનું છે તે અર્પણનું આ એક તર્પણ છે.” પેલાને સમજણ ન પડી, એણે કહ્યું : “એટલે શું ?' એમણે કહ્યું : “રસ્તા ઉપર જે આંબા છે તે મારા પુરોગામીઓએ વાવેલા છે, તેની છાયા આજે હું માણું છું. એની કેરી હું ખાઉં છું. ત્યારે મને થયું કે હું પણ એકાદો આંબો વાવતો જઉં કે જેથી ભાવિમાં આવનારી જે પેઢી છે એને છાયા મળે અને સાથે સાથે કેરી મળે. આપ આપણે બીજાનો લાભ ઉઠાવ્યો છે, તો સાથે સાથે આપણે બીજાને લાભ આપવાનો પણ છે.” આ વિચારણા આપણને સૌને એમ કહી જાય છે કે, આપણે તો સમાજને કંઈક આપતા જવાનું છે. તેવામાં મહત્તા નથી. મહત્તા તો આપી જવામાં છે. લેવાનું કામ તો બધાય કરી શકે છે. આપનાર જ દુનિયામાં કોઈ વિરલ હોય છે. એટલે, માનવીનાં રહેલી આ અર્પણની ભાવનાને આપણે વિકસાવવી જોઈએ. હવે હું ફરીથી યાદ કરાવું છું કે, આજનો દિવસ આપણા દેશ માટે એક આત્મવિચારણાનો, આત્મસંશોધન માટેનો, ઊંડા ઊતરીને જોવાનો દિવસ છે કે, આપણા દેશ માટે જેણે બલિદાન આપ્યું છે તેના માટે આપણે શું અર્પણ કરીએ છીએ. બલિદાન આપનારને માટે આપણે જો કશુંય અર્પણ કરી શકીશું નહિ, તો આપણે માટે અપાયેલું એ બલિદાન ખરેખર નકામું જશે. આજે આપણે જે મકાનમાં આનંદ કરીએ છીએ તે ઇમારતના પાયામાં જે લોકો ઈંટો અને પથ્થર બનીને સૂતા છે તેમને આજે આપણે કૃતજ્ઞતાપૂર્વક ૪૩૬ * માનવતાનાં મૂલ્ય Page #446 -------------------------------------------------------------------------- ________________ યાદ કરવાના છે, અને કર્તવ્યનિષ્ઠાની અંજલિ આપવાની છે. જે પાગલ હોય, ઓછી સમજવાળા હોય તેમની પાસે તો કર્તવ્યની વાત શી કરવાની હોય ? જે જાણે છે અને સમજુ છે તેમને જ સમજ પ્રમાણે કર્તવ્યપથ પર પગલાં માંડવાની આ વાત છે. આ રીતે કર્તવ્યશીલ બનનારા દુનિયામાં બહુ વિરલ હોય છે, પરંતુ હું તમને વિનવું છું કે તમે આકાશના સૂર્ય અગર ચંદ્ર ન બની શકો તો કંઈ વાંધો નહિ, અમાસની અંધારી રાતના તારા જેવા તો બનો જ. અમાસની રાત્રે તમે જોયું હશે કે આકાશમાંથી એક તારો જો ખરે છે. તો તેજનો લિસોટો મૂકી જાય છે. તમે એ જ રીતે, ભલે ખૂબ મહાન માનવી ન બની શકો, પરંતુ તમારા વર્તુળમાં, તમારા સમાજમાં, તમારી મિત્રમંડળીમાં એક તેજનો લિસોટો મૂકીને જાવ, કે જે તેજલિસોટો માનવહૃદયમાં પ્રકાશ પાથરે. મિત્રો, હું આટલી આશા રાખીને તમારી પાસે આવ્યો છું. શું તમે મને નિરાશ કરશો ? સુધા-બિન્દુ * આદર્શ શિક્ષકનું જીવન પવિત્ર, સ્વચ્છ અને નિષ્કલંક હશે તો જ તેના સંસર્ગમાં આવનાર વિદ્યાર્થીનું જીવન ઊર્ધ્વગામી બનશે. * આપણે બધા ભીંત પર તો સૂત્રો લખીએ છીએ, પરંતુ એ સૂત્રોનું રહસ્ય દિલની દીવાલ પર કોતરાય અને જીવનના આચરણમાં ઊતરે તો જ જીવનની સાર્થકતા પામી શકાય. * આપણી જીવનગાડીને આદર્શરૂપી એન્જિન જોડવામાં આવશે તો જીવનગાડી વેગવાન બનશે. આજનું શિક્ષણ કેટલેક અંશે જગતને છેતરવાની, લૂંટવાની, ચોરી કરવાની વૃત્તિને પોષનારું અને કેળવનારું છે. આજે મનુષ્ય જેમ વધારે ભણે છે તેમ વધારે પ્રપંચી અને વધારે કાવાદાવાવાળો બને છે. આજના કેટલાક વકીલો, બૅરિસ્ટરો અને ન્યાયાધીશોને તો જુઓ ! તેઓ કહે છે કે, ચોરી કરીને આવો, કે ખૂન કરીને આવો; પણ સાથે નાણાંની કોથળી લાવશો તો તમારો બચાવ કરવા અમે બેઠા જ છીએ ! શું આ જીવન છે ? - - - - - આવતી કાલના નાગરિકોને જ ૪૩૭ Page #447 -------------------------------------------------------------------------- ________________ * ઇમારતનો આધાર તેના રંગરોગાન પર નહિ, પાયામાં પુરાયેલ ઈંટ, પથ્થર અને ચૂના પર છે. તે રીતે ઉન્નતિનો આધાર દમામ દેખાડનાર નેતાઓ ૫૨ નહિ, સેવા માટે આત્મભોગ આપનાર લોકસેવકો પર છે. * આંબાનો રોપનાર આવતી કાલની પેઢીના ભલા માટે જ આંબો રોપતો હોય છે; તે રીતે આપણે પણ આપણા અનુગામીઓના ઉત્કર્ષ માટે કંઈક કરતા જવું જોઈએ. * આજની કેળવણીને ધર્મનું માર્ગદર્શન મળશે તો જ તે જીવનને માર્ગદર્શક બની શકશે. * એકબીજાના પૂરક બનો, એકબીજાને ટેકો આપો, અને એકબીજાને આગળ વધારો. તો તમારી પ્રગતિ ગુણાકારની જેમ આગેકૂચ કરશે. અત્તરનું પૂમડું જેમ વાતાવરણને સુવાસથી ભરી દે છે તેમ આપણે પણ આપણા જીવનને સત્કાર્ય અને સદ્ગુણથી ભરી દઈએ. * પોતાના જીવનનો ભાર બીજા ઉપર નાંખીને જીવતાં શીખવે તે સાચી કેળવણી નથી. માણસ પોતાના પગ ઉ૫૨ ઊભો રહેતાં શીખે, અને કોઈના પણ આધાર વિના જીવી શકે, એ જ પાયાની કેળવણી. * જીવનમાં ઓછામાં ઓછી જરૂરિયાત રાખો, સાદું જીવન જીવો, ઊંચા વિચાર રાખો, સાદો ખોરાક લો અને ઉચ્ચ જીવન બનાવો શિખવાડે તેનું નામ જ તાલીમ. આટલું જે * * આત્માની જરૂરિયાત જેમ જ્ઞાન, સંયમ અને તપ છે, તેમ જીવનની મુખ્ય જરૂરિયાત અન્ન, વસ્ત્ર અને ઓટલો છે. એ સિવાયની તમામ જરૂરિયાત વધારાની તેમજ બોજારૂપ છે. * સ્વાવલંબી જીવનવાળો કોઈનીય સ્પૃહા રાખતો નથી. એનું જીવન નિષ્કલંક હોય છે, અને તેથી જ તે આભને આંબે એવું ઉન્નત મસ્તક રાખીને જીવી શકે છે. * પેટ ભરવાની અને તે માટે સંગ્રહ કરવાની વિદ્યા તો કીડી-મંકોડાને પણ આવડે છે, પરંતુ તે વિદ્યામાં કશી વિશેષતા નથી. વિશિષ્ટતા તો અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જનારી વિદ્યાની છે. * માનવીના સર્જન સમા રતલ દોઢ-રતલના હાઈડ્રોજન બૉમ્બમાં અમાપ શક્તિ ભરેલી છે, તો પછી એના સર્જક એવા આત્મામાં કેટલી બધી શક્તિ હશે ? ૪૩૮ * માનવતાનાં મૂલ્ય Page #448 -------------------------------------------------------------------------- ________________ * વિલાસી વાતાવરણમાં ઊછરતા યુવાનો એ આશાની જ્યોત નથી, પણ નિરાશાનો દરિયો છે. એના જીવનમાં ચારિત્ર્યની ખુમારી નહિ, વાસનાની બીમારી હોય છે; કારણ કે એમની નજર સામે મહાન બનવાનો આદર્શ નથી, સંયમનું પ્રતીક નથી. એ જ્યાં અભ્યાસ કરે છે તે વિદ્યામંદિરમાં પણ વિલાસ અને વિકારની હવા છે, ત્યાં પણ કટ અને વટ સિવાય બીજી વાત નથી.” * આપણે કૉલેજોને વિદ્યામંદિરો કહીએ છીએ પણ ત્યાં મંદિરને અનુકૂળ એવું સંયમ અને પવિત્રતાથી ભરેલું વાતાવરણ છે ખરું ? * આજે, કેળવણી શા માટે લેવામાં આવે છે તેનું ધ્યેયચિત્ર પણ વિદ્યાર્થીઓ સમક્ષ ક્યાં છે ? જ્ઞાનનું ફળ વૃત્તિઓનો વિરામ હોવું જોઈએ. પણ આજે એવું ક્યાં દેખાય છે ? આજે તો માણસ વૃત્તિઓને વિરામ આપવા માટે નહિ, વૃત્તિઓના વધુ ને વધુ તાંતણા કાઢવા માટે ભણે છે. સીધી ભાષામાં કહીએ તો ગુનો કરીને છુપાવવો કેમ, અસત્યને સત્ય બનાવવું કેમ તેનું કૌટિલ્યશાસ્ત્ર ભણે છે. * એક ભાઈને મેં પૂછ્યું, “તમારા અભ્યાસનું ધ્યેય શું ?' એ કહે, “સાહેબ, ધ્યેય વળી શું ? આજકાલ કાયદા વધી પડ્યા છે. ભણીએ નહિ તો કાયદાઓમાંથી બારી ક્યાંથી જડે ? હવેના જમાનામાં વકીલોના આધારે રહેવાય એમ નથી. જાતે જ જાણવું જોઈએ, નહિ તો રળીએ તેમાંથી અડધો ભાગ તો વકીલો જ ખાઈ જાય. જાતે શીખ્યા હોઈએ તો જ કાયદાના ફાયદા મળે.' જોયું, આ કેળવણી ! માણસ ભણે છે શા માટે ? ચોરી કરવા માટે, ચોર બનીને પોતાની જ સરકારની આંખમાં ધૂળ નાંખવા માટે પૈસા રળવા છે, પણ ટૅક્સ નથી ભરવો. પૈસો મોજશોખમાં ખર્ચવો છે, પણ બીજાના હાથમાં જવા દેવો નથી. આવો વિદ્યાર્થી માણસ મુક્ત બને કે બંધાય ? જે માનવી એક શ્રેષ્ઠ નાગરિક બનવાને અયોગ્ય છે, તે શ્રેષ્ઠ જીવન માટે યોગ્ય કઈ રીતે ગણાય ? * વિદ્યાવાનમાં જીવનની ખુમારી જોઈએ. સુખમાં કે દુ:ખમાં; સંપત્તિમાં કે વિપત્તિમાં, સંયોગમાં કે વિયોગમાં પોતાના આત્માની અને પોતાના મનની મસ્તી ન ગુમાવે તે જ સાચો વિદ્યાવાન. * જે માણસ અંત:પ્રેરણાથી પ્રેરાઈને કાર્ય કરે છે, જીવનને સમજીને જીવે આવતી કાલના નાગરિકોને ૪૩૯ Page #449 -------------------------------------------------------------------------- ________________ છે, એ ગમે તેવા વિપરીત સંયોગોમાં પણ પૈર્યને ખોયા વિના, ભય રાખ્યા વિના આગળ વધ્યે જ જાય છે. * આત્માના અભિપ્રાયને આધારે આગળ વધે તેનું નામ આત્મજ્ઞાની ! એને પોતાના પ્રત્યેક પગલામાં શ્રદ્ધા હોય છે, પ્રત્યેક ક્રિયામાં નિષ્ઠા હોય છે; અને પોતે સ્વીકારેલ ધ્યેય પાછળ સમર્પિત થવાનો એના હૈયામાં અદમ્ય ઉત્સાહ હોય છે. * પૈસો જો સારે માર્ગે ન વપરાય અને વિલાસને માર્ગે ખરચાય તો જાણજો કે એ પૈસો અન્યાય અને માનવશોષણમાંથી આવેલો છે. જેની પાસે આવો પૈસો હશે તેનું જીવન વિનાશમાં ધકેલાઈ જશે. * બંગાળમાં ભારતેન્દ્ર હરિશ્ચંદ્ર નામના એક ધનપતિ થઈ ગયા. એ ઉદારતાપૂર્વક પૈસા વાપરતા. તેમના સ્વજનો અને મિત્રોએ એક દિવસ ટકોર કરી : “તમે પૈસાને પાણી જેમ જેમ વાપરો છો ?' એમણે હસીને ઉત્તર આપ્યો : “આ સંપત્તિ મારા પિતા તેમજ દાદાને ખાઈ ગઈ છે. મને પણ એ ખાવા માગતી હતી. પણ મેં વિચાર્યું કે એ મને ખાઈ જાય તે પહેલાં હું જ એને ખાઈ જઉં.+ 0 0 0 + “હવે તો જાગોને આધારે. ૪૪૦ : માનવતાનાં મૂલ્ય Page #450 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવ મૈત્રીભાવનું પવિત્ર ઝણું, મુજ હૈયામાં વહ્યા કે; શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય હે. પ્રમોદભાવ ગુણથી ભેલા ગુણી જન દેખી, હૈયું માં નૃત્ય કે; એ સંતોના ચણકમલમાં, મુજ જીવનનું અર્થ છે. કરુણાભાવ દીન, ફ્ર ને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ હે; કુણા-ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્ત્રોત વહે. મધ્યસ્થભાવ માર્ગ ભૂલેલા જીવન-પથિકને, માર્ગ ચીંધવા ઊભો હું; કે ઉપેક્ષા એ માગની, તોયે સમતા ચિત્ત ધું; ચિત્રભાનુની ધર્મભાવના, હૈયે સૌ માનવ લાવે; વે-ઝેનાં પાપ ત્યજીને મંગળ ગીતો સૌ ગાવે. ISBN : 978-81-8440-067-0 Jain Educ a tional melibrary.org