SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ તમને વહેવારનો ખ્યાલ નથી, એકલા નિશ્ચયમાં જ બેઠા છો. વ્યવહારમાં જેમ ચાલતું હોય એમ કરો. પ્રવાહની સામા ન થાઓ.” ચારે બાજુ પુદગલની જ મહત્તા, Ice cream candyની જ પ્રતિષ્ઠા. મૂળ વસ્તુ જ ગુમ. આપણે મૂળ વસ્તુને શોધવાની છે, જાણવાની છે. અમાસમાંથી પૂર્ણિમા પ્રતિ પ્રયાણ કરવાનું છે. કૃષ્ણ પક્ષનું અંધારિયું ક્ષીણ થતાં અને શુક્લ પક્ષના અજવાળિયાનો ઉદય થતાં સર્વ જગત સમક્ષ પૂર્ણાનંદરૂપી ચંદ્રમાની કળા સોળે કળાએ ખીલી ઊઠે છે. દુનિયામાં કૃષ્ણપક્ષ એટલે ચંદ્રમાની કળાનો ધીરે ધીરે અસ્ત અને શુક્લપક્ષ એટલે ચંદ્રમાની કળાનો ધીરે ધીરે ઉદય. જૈન તત્ત્વજ્ઞાનમાં આ વાત આત્માના ગુણને લાગુ પડે છે. જેના ભવભ્રમણની મર્યાદા હજી નક્કી ન થઈ હોય એવા પ્રકારના જીવને કૃષ્ણપક્ષવાળો જીવ કહેવાય. જ્યારથી સમ્યકત્વ થાય, હૃદયમાં સમજણભરી શ્રદ્ધાનો પ્રકાશ થાય, ત્યારથી એ શુક્લપક્ષી કહેવાય. અબજો મણ અંધારા કરતાં રતીભાર પ્રકાશ વધી જાય. મિથ્યાત્વઘેર્યા હૃદયમાં આત્મજ્ઞાનનો એક તણખો પ્રગટે એ સમ્યક્ત્વ. સમ્યક્ત્વ તરામના ભેદે પાંચ પ્રકારનાં છે. પાંચ પ્રકારમાંથી ગમે તે સમ્યકત્વ હોય પણ એ તણખો અંધારાભરી ગુફામાં અજવાળું કરે છે. ભોળાનાથે શું ગાયું ? “એક જ દે ચિનગારી.” એક ચિનગારી મળે તો બધો જ કચરો સળગી જાય, પણ ચિનગારી ક્યાં છે ?” ગામડામાં દીવાસળી ન હોય તો શું કરે ? પડોશમાં ચૂલો ચાલતો હોય તો એમાંથી છાણામાં એક અંગારો લઈ આવે, એનાથી આખાય ઘરની રસોઈ થાય. એક તણખો આવે તો જીવન આખું ઉષ્માથી ભરાઈ જાય. હે મહાનલ ! હે પરમાત્મા ! તારી પાસે પૂર્ણ સમ્યક્ત્વ-સાયિક સમ્યક્ત્વ છે એનામાંથી માત્ર એક તણખો માગું છું. આ ચિનગારી ન મળે તો બધું મળ્યું, ન મળ્યા બરાબર છે, અને એ મળી જાય અને કદાચ દુનિયાની હરીફાઈમાં આગળ ન નીકળો તોય કંઈ વાંધો નહિ. જે માટે આવ્યા હતા તે તો મળી ગયું ! આ સમ્યક્ત્વની અનુભૂતિ પછી જ જન્મ-મરણના ફેરા નક્કી થાય. આ સમ્યક્ત્વ પછી ગમે એવો પાપી હોય તોપણ એ અર્ધપુદ્ગલ પરાવર્તમાં તો મોક્ષે જાય જ. ૩૪૮ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy