SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ બહારથી સારા થવા માંડીએ ત્યાં જ દુ:ખ ઊભું થાય છે. અંદર પલટો આવે નહિ તો બહારની વસ્તુ કેટલીક ચાલે ? બીમાર માણસને સારાં કપડાં પહેરાવીએ, કોલન-વોટર છાંટીને, પાવડર ચોપડીને તાજામાજો કરી બેસાડીએ તો એ કોલન-વૉટર અને પાવડરની સુરખી ક્યાં સુધી રહેવાની ? બીમારી અંદર પડેલી છે, પલટો અંદર લાવવાનો છે. સમાજમાં બીજું બધું ઘણું વધી ગયું પણ અંદરના પલટાનો અભાવ છે. એટલે જ દેવદેવીઓ ખૂબ વધ્યાં છે, દેવતા ગુમ થયા છે. દેવતા ગુમ થાય ત્યારે જ દેવદેવીઓ પોતાનું સ્થાન જમાવે. દેવતા એક જ હોય – નિષ્ઠા. દેવદેવી અનેક હોય – શંકાઓ. જેને એકનું જ્ઞાન થયું તે અનેક જાણે પણ જેને એકનો ખ્યાલ નથી તે અનેકમાં અટવાઈ જાય છે. આત્માનું મૂળ સ્વરૂપ શું ? સચ્ચિદાનંદ. એ આ ભૂલી ગયો અને બાહ્ય વસ્તુઓ એની આસપાસ ચારે બાજુથી ફરી વળી. બાહ્ય વસ્તુઓનો સંગ્રહ વધતો જ ગયો. લોકોએ તારી વસ્તઓનાં વખાણ કર્યા અને તે માની લીધું કે આ જ સુખ છે. લોકોએ તને ભોળવ્યો, તું ભોળવાઈ ગયો. ઠગ શું કરે ? બાળકના હાથમાં પાંચ-પચીસ ચોકલેટ પકડાવી દે અને ધીમે રહીને એના હાથમાંથી સોનાનું કડું સરકાવી લે. હાથમાં candy કે ચોકલેટ આવી એટલે બાળક રાજી રાજી થાય, કૂદતો કૂતો જાય, ઘરે આવી કહે : મમ્મી, જુઓ, હું કેટલી બધી candy લાવ્યો ! મમ્મી જુએ કે candy આવી પણ કડું સરકી ગયું. બાળકની જેમ આ જીવ વસ્તુઓ ભેગી કરે, રાજી રાજી થાય. ઓહો! કેટલા પૈસા, કેટલું ધન, કેટલી સમૃદ્ધિ, કેટલી કીર્તિ ! મુંબઈ આવ્યો ત્યારે દોરી લોટો હતો, બીજું કાંઈ નહિ અને આજે...રાજી રાજી થાય. મુંબઈ આવ્યો ત્યારની વાત યાદ કરે, આજની અવસ્થા સાથે સરખાવે, પોતાના બૅન્કના એકાઉન્ટને જોઈ ઘેલા ઘેલો થાય. બધું આવ્યું પણ કાંડામાંથી જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનું કર્યું તો સરકી ગયું. ભેગી કરેલી candy અને ચોકલેટો તો ઓગળી જવાની. આ હવા જ એવી છે એ બધાને જ લાગુ પડે. પછી એ સાધુ હોય કે સંસારી; ઉપાધ્યાય હોય કે આચાર્ય; આ શરદીની હવા બધાને લાગે. પુદ્ગલપ્રાપ્તિના પ્રવાહમાં બધા જ તણાય. આપણો ન તણાઈએ તો શું કહે ? પૂર્ણાષ્ટક * ૩૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy