________________
છે, ને તમારા જેવા ન્યાયાધીશથી હું ગર્વ લઉં છું કે મારા રાજ્યમાં રાજા કરતાંય ન્યાયને પ્રથમ માન આપનારા ધર્મનિષ્ઠ ન્યાયાધીશ છે !'
તે જ ઘડીએ પોતે ઝબ્બામાં સંતાડી રાખેલી સોટી બતાવતાં ન્યાયાધીશે કહ્યું : “રાજન ! સારું થયું કે તમે અદાલતને માન આપ્યું અને મારો ન્યાય માન્ય રાખ્યો. નહિ તો હું સોગન ખાઈને કહું છું કે તમે ન્યાયને ઠોકર મારી હોત તો, હું આ સોટીથી તમારા બરડાથી ખબર અહીં જ લઈ લેત. સારું થયું કે આપણને બન્નેને સબુદ્ધિ સૂઝી !”
વાહ આ કેવો ન્યાય ? કેવી ધર્મમય વાણી ? આ પ્રસંગે શું કહે છે? આપણી વાણીમાં ધર્મ જોઈએ, ન્યાય જોઈએ, સત્ય અને પવિત્ર જોઈએ. કોઈનેય આપણી વાણીથી અન્યાય ન થઈ જાય એવી કાળજી રાખી વસ્તૃત્વ કરનારા કેટલા ? આવા વિચારક વક્તા હોય તો પ્રજામાં કેટલી શાંતિ ને કલ્યાણકામના હોય ? એટલે આ આઠ ગુણોથી યુક્ત વાણી બોલે તે વક્તા, નહિ તો બકતા – લબાડ !
માત્ર ભાષણ સારું કરી જાય, વાણી શુદ્ધ બોલી જાય, એટલા માત્રથી જ્ઞાનીઓ એને વક્તા નથી કહેતા. એમ તો કાશીમાં એવા કેટલાક વિદ્વાનો છે કે જે બોલવામાં વ્યાકરણની એક અશુદ્ધિ આવે તો જીભ કાપવા હાથમાં ચખું લઈને બેઠા હોય. પણ એ જ પંડિતો ગંગાના ઘાટ પર જાય ત્યારે ગાયત્રીનો જાપ કરતા જાય ને માછલું દેખાય તો લોટામાં નાંખતા જાય. એમને પૂછો કે આ લોટામાં શું છે તો કહેશે : “જળડોડી'.
આવા માત્ર વાચાળ પંડિતો પોતાનું કે એના સમાગમમાં આવનારનું શું કલ્યાણ કરે ? એવી જ હાલત છે આજની વિદ્યાપીઠોના સ્નાતકોની ! આ જ્ઞાનનો વાણીવિલાસ જનકલ્યાણ માટે નથી વધ્યો પણ લોકોને છેતરવા માટે અને અભણોને આંજવા માટે વધ્યો છે. એટલે આજે માણસ વાણીનો ઉપયોગ પોતાના વિચારોને વ્યક્ત કરવા માટે નહિ, પણ પોતાના વિચારોને છુપાવવા માટે કરી રહ્યો છે.
માણસની વાણીમાં સત્ય ન હોય અને જૂઠ હોય તો એની બીજી સજા તો થવાની હોય ત્યારે થાય, પણ પ્રત્યક્ષ સજા તો એ મળે કે – એ સાચું બોલતો હોય ત્યારે પણ લોકો એને ખોટું માને છે ! એ સોગન ખાઈને કહેતો હોય તોય એના વચન પર લોકોને વિશ્વાસ ન બેસે ! માટે વાણી પવિત્ર જોઈએ અને એ વાણીને પવિત્ર રાખવા માટે તપ જોઈએ.
જેમ આચારને શુદ્ધ રાખવા માટે તપ, વિચારોને શુદ્ધ ને સ્વસ્થ રાખવા માટે તપ, તેમ ઉચ્ચારને શુદ્ધ અને પવિત્ર રાખવા માટે વાણીનું તપ કરવું જોઈએ.
૧૫૬ ૪ માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org