SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ મેં કહ્યું : જેની વધઘટ – ક્ષય અને વૃદ્ધિ થાય તે શરીર; અને જે સદા શાશ્વત, અક્ષયી તે આત્મા. તમે તમારા ફોટા પાડ્યા કરો છો પણ શૈશવથી આજ સુધીના વિવિધ ફોટાઓને ક્રમશઃ ગોઠવી, કોઈક દિવસ વિચાર તો કરો કે આમાં હું કોણ ? આ બાબો કે યુવાન ? તમને ખ્યાલ આવશે. કે આ જે દિવસરાત બદલાયા કરે છે અને વધઘટ થયા કરે છે તે હું નથી; આ તો મારી અવસ્થા છે. હું તો અવસ્થાથી પર છું. સ્થિર છું. પેલા મસ્ત આત્માએ ગાયું છે – જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું; મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું. હંસલો નાનો છે – એ તો એ જ છે – પણ આ દેહદેવળ જૂનું થયું છે. આ સમજણે જ યોગીઓ સદા મસ્ત રહે છે. તેમને ઘડપણ આવે, પણ સ્પર્શે નહિ. મૃત્યુ આવે તો કહે : “ચાલો, હવે નવા ઘરે જઈએ.” આ અનુભવ થાય તો આનંદની સુવાસ લેતાં લેતાં જિવાય અને જીવતાં જીવતાં આનંદની સુવાસ ફેલાવાય. આમ માણસનું જીવન પ્રેરણારૂપ બનવું જોઈએ. જેનું જીવન પ્રેરણારૂપ નથી તેને તો એના પુત્રો પણ પ્રેમથી યાદ નથી કરતા; અને કહે છે: “પૈસા મૂકી ગયા એમાં શું નવાઈ કરી ગયા ? સાથે લઈ જવાતા હોત તો એક પૈસો પણ રહેવા ન દેત. શું કરે ? લઈ ન જવાય એટલે મૂકી જ જાયને ?” સંસ્કાર વગરનાં ઘરોમાં તો પુત્ર-પુત્રીઓ માતાપિતાને પગે લાગતાંય શરમાય. વારસો જોઈએ છે, વર્તન નહિ; પૈસો જોઈએ છે, માબાપનો પ્રેમ નહિ. સારાં કામ તો કરવાં નથી. પ્રેરણારૂપ બનવું નથી. લોકો એને યાદ કરે તે માટે એ જ્યાં જાય ત્યાં ધર્મશાળામાં પણ કાળા કોલસાથી પોતાનું નામ લખે. નામ ઊજળું કરવાને બદલે કાળું કર્યું. નામ દીવાલ પર નહિ, પણ હૃદયમાં રહે છે, કોલસાથી નહિ, પણ પ્રેરણામય જીવનથી લોકસ્મૃતિમાં અમર થવાય પ્રભાતે પ્રતિક્રમણમાં બોલાતી ભરતેશ્વરની સ્તુતિમાં કોનાં નામ ગવાય છે ? ભરત, સીતા વગેરે. સતા અને સતીઓ પોતાના અકલંક શીલના તેજથી આજ પણ જીવંત છે. એમના યશનામનો રણકો ત્રણે ભુવનમાં પ્રભાતના મંગળમય વાતાવરણમાં ગુંજે છે. પ્રેરણાદાયી જીવન “સ્વ” અને “પર” બંને માટે કલ્યાણપ્રદ છે. - જ્ઞાનના પ્રકાશથી જેઓ જીવન જીવે છે, તેઓ પ્રકાશ દ્વારા જીવન અને મૃત્યુ બંનેને જાણે છે એટલે એ અભય છે. આ જન્મ પહેલાં પણ જીવન હતું ૩૮૪ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy