SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ જરા આશ્ચર્ય થયું. મેં કહ્યું : “તમે તો પરણેલા છો ને ?'' એ કહે : “હા, એ ખરું પણ બીજી વાર પરણવાનો અવાજ આવે છે. પહેલાંની પત્નીમાં કાંઈ જ નથી. નથી રૂપ, નથી ગુણ, નથી જ્ઞાન કે નથી સૌંદર્ય ’ મેં કહ્યું : “એ તમારા અંતરનો અવાજ નથી, પણ શેતાનનો છે. તમે બંનેના અવાજને જાણતા નથી એટલે આ ગોટાળો ઊભો થયો છે. અંતરનાદ હોત તો તે એમ જ કહેત કે, જે છે એમાં સંતોષ માન અને તારામાં કાંઈ વિશિષ્ટ તત્ત્વ હોય તો તે અભણ નારીમાં રેડીને એને જ ગુણવતી, જ્ઞાનવતી, ને સંસ્કારવતી બનાવ !' મારી આ વાતની એમના પર કેટલી અસર થઈ તે હું જાણતો નથી, પણ એમણે મારી આગળ તો કબૂલ કર્યું કે એ શેતાનનો અવાજ પણ હોઈ શકે. - દિવ્ય દૃષ્ટિનો અભાવ માણસને કેવો બનાવી મૂકે છે ! જીવનમાં સંયમ હોય, આંખમાં અવિકાર હોય, ઇન્દ્રિયો ઉપર કાબૂ હોય અને મનમાં મક્કમતા હોય ત્યારે જ દિવ્યતા પ્રાપ્ત થાય છે અને આવી દિવ્યતાવાળા માનવીના અંતરનો અવાજ એ જ અંતરનાદ. બિલ્વમંગળ સાધુ થયો, પણ એ એની પ્રિયા ચિંતામણિને ન ભૂલ્યો. એ પ્રત્યેક વસ્તુમાં ચિંતામણિને જ જોવા લાગ્યો. જળમાં, સ્થળમાં આકાશમાં અને ફૂલમાં પણ એને એની પ્રિયા જ દેખાવા લાગી. ભગવાનની મૂર્તિમાં પણ એ પોતાની પ્રેયસીને જ જોતો. એથી એ ત્રાસ્યો. એને લાગ્યું, પોતાની દૃષ્ટિમાં પાપ છે, આંખો પરવશ છે. અને એક દિવસ એણે પોતાની આંખો ફોડી નાખી, સુરદાસ બન્યો અને અંતરની આંખો લીધી. આંખોમાં દિવ્યતા ન હોય તો એ ન કરાવવાનું પણ કરાવે. જે દૃષ્ટિ માણસને હેવાન બનાવે, એને તે દૃષ્ટિ કેમ કહેવાય ? વિકૃતિ આવે તો પવિત્ર રૂપને પણ એ પાપભાવથી જુએ, કોઈનું સુખ જોઈ ઈર્ષા કરે, બીજાને આનંદી જોઈ બળ્યા કરે, અને પોતે પાપના માર્ગે જાય. આંખો તો તારું, ખાડો આવે તો બચાવે. આંખો હોવા છતાં ખાડામાં પડે તો એના કરતાં તો અંધની લાકડી સારી. આંધળો માણસ લાકડીના આધારે ખાડામાં પડતો તો બચે ને ? તમે દેખતા છો, તમે કોઈની સાથે અથડાઈ પડો તો સામો માણસ શું કહે ? ‘જુઓ છો કે નહિ ?'' આંધળો હોય અને કોઈની સાથે અથડાય તો એ ઠપકાને પાત્ર નહિ, ઊલટો દયાને પાત્ર “બાપડો દેખતો નથી' એમ કહી એના ઉપર કરુણા આવે. પણ તમે દેખતા અથડાઓ તો ગુનેગાર ખરાને ? આંખોવાળો માણસ વિકારોના ખાડામાં પડે, વિષયો સાથે અથડાઈને આત્માના Jain Education International ૧૯૮ : માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy