SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ખલાસ થઈ ગયેલા, દટાઈ ગયેલા ભૂતકાળને યાદ કરીને પણ હવે શું કરવાનું છે ? અત્યારે રેશન મળતું હોય ત્યાં કરોડપતિ પિતાને યાદ કર્યો શું વળે ? અત્યારે તો રેશનની દુકાને લાઇનમાં ઊભો રહીશ તો રેશન મળવાનું. પિતા કરોડપતિ હતા એ યાદ કરીને ઘરે બેસવાથી રેશન નહિ મળે, જે દટાઈ ગયું છે એને દટાઈ જવા દો. પણ જે વર્તમાન છે, જે જીવંત છે એ આપણા હાથમાં છે. વર્તમાનમાં જે બનવું હોય એ બની શકે તેમ છે કારણ કે એનામાં ચેતના ભરેલી છે. જે કાંઈ કાર્ય કરવાનું છે એમાં હૃદય રેડવું પડે છે. જેમાં હૃદય રેડો છો એ જીવનમાં અમૃત બની જાય છે. જીવનનો પ્રેમી જાગૃતિમાં જીવે. આજને હું સુંદર બનાવું, હું મારી આજને બગડવા નહિ દઉં. કોઈ ખરાબ બોલશે તો હું એ કચરાને કાનમાં નહિ જવા દઉં, મારી સામે ગરમ થશે તો એની સામે હું ઠંડી તાકાતથી કામ લઈશ, મારી નિંદા કરશે અને એ સાચી હશે તો સુધારી લઈશ અને ખોટી હશે તો જશે કચરાની ટોપલીમાં, મારા મનમાં નહિ જવા દઉં.' આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ ખરાબ અને ચિંતાજનક વિચારો છે. આ વિચારો આત્માના કાચને ધૂંધળો અને મેલો કરે છે. માટે ખરાબ વિચાર નહિ, નબળા વિચાર નહિ, કોઈ પ્રત્યે ધિક્કાર નહિ ને ઈર્ષ્યા પણ નહિ. આ રીતે વિચારી એક એક કરી દિવસો બધા સુંદર બનાવવા. પછી તો ટેવ પડવાની, આજે સારા રહો તો કાલ પણ સારા રહેવાના, કાલે સારા તો પછી પરમ દિવસે સારા. સારા રહેવાની ટેવ પડી જાય. એક પિતાએ દીકરાને ખૂબ ભણાવ્યો, સરસ રીતે તૈયાર કર્યો. એક દિવસ અભ્યાસખંડમાં બેઠાં બેઠાં દીકરો વિચારે છે : જીવનમાં કેટલી વસ્તુઓ ઉપયોગ છે, એનું લિસ્ટ બનાવું. પહેલાં લખ્યું તંદુરસ્તી – શરીર સ્વસ્થ જોઈએ, પણ કોઈ ચાહનાર ન હોય તો તંદુરસ્તીભર્યું જીવન પણ શુષ્ક લાગે માટે પ્રેમ પણ જોઈએ. માણસ પ્રિયજનને ચાહતો હોય પણ ખાવાનું ન હોય, રહેવા મકાન ન હોય તો માણસ દુ:ખી થઈ જાય, આનંદ ઊડી જાય માટે સંપત્તિ પણ જોઈએ. સંપત્તિ હોય પણ જીવનની ગતાગમ ન હોય તો પશુ જેવો લાગે માટે આવડત જોઈએ. આવડત હોય પણ શક્તિ ન હોય તો નમાલામાં ખપે એટલે થોડી શક્તિ પણ હોવી જોઈએ. એકલી શક્તિથી ઘરમાં સુખ ક્યાંથી ? એટલે સારાં ૭૪ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy