SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ છોકરાંઓ પણ જોઈએ. આ બધું હોય પણ ગામમાં કોઈ જાણે નહિ કે પૂછે નહિ એટલે આ બધાની સાથે કીર્તિ પણ હોવી જોઈએ. હવે વધારે આમાં કાંઈ ઉમેરી શકાય તેમ નથી. જીવનની અનિવાર્ય જરૂરિયાતો આટલી જ છે. મનમાં વિચાર્યું : જીવન અંગે મારી સમજદારી કેવી સુંદર અને ઉચ્ચ છે, તે લાવ; હું મારા પિતાજીને બતાવું. પૂછું, હવે આમાં કાંઈ ઉમેરવા જેવું છે ? લિસ્ટ લઈને છાતી ફુલાવતો ફુલાવતો પિતા પાસે આવ્યો. લિસ્ટ આપ્યું, પૂછ્યું : પિતાજી, દુનિયામાં આ સિવાય બીજી કોઈ વસ્તુ મેળવવાની બાકી છે ? પિતાજી લિસ્ટ જોઈ ગયા. બરાબર છે, પણ...!'' હોશિયાર દીકરો વિચાર કરવા લાગ્યો. પિતાએ કહ્યું “બેટા, ધ્યાન રાખજે, હું જે કહું છું એ બે શબ્દો ન હોય તો આ બધું નકામું છે, આ ફેંકી દેવાનું છે.” ‘‘પિતાજી' એવી કઈ વસ્તુ છે ?'' એક જ વાક્ય લખ્યું : મનની શાંતિ ! ‘મનમાં શાંતિ ન હોય તો ધનવાન અને બુદ્ધિમાન માણસો પણ હેરાન થઈને ફરતા હોય છે. મગજમાં શાંતિ ન હોય તો પ્રિયજન પણ ન ગમે. પૈસો હોય પણ શાંતિ ન હોય તો એ રઘવાયો થઈ ફર્યા કરે. શાંતિ વગરની આવડત પણ શું કામ આવે ? “સત્તા ગમે તેટલી હોય પણ એની સામે એને ઉથલાવી પાડવાના પ્રપંચો ચાલતા હોય તો એ સત્તા, એ હોદ્દો એને શાંતિ આપે ખરાં ? આખી દુનિયામાં કીર્તિ હોય પણ મનમાં શાંતિ ન હોય તો વિશ્વવ્યાપી કીર્તિ પણ સુખ નથી આપતી ! “બેટા, તું દેશ અને પરદેશમાં ભણ્યો, હું નથી ભણ્યો, પણ આટલું કહેવા માગું છું બધું લખ પણ પહેલાં મનની શાંતિ (Peace of mind) લખ. બધું જોઈએ એ બરાબર પણ મનની શાંતિ જોઈએ. મનની શાંતિ હોય તો આ બધું કામ લાગે. એ ન હોય તો આ બધું કાંઈ જ કામ ન લાગે.” વાત સાચી છે, મુદ્દાની વાત જ રહી ગઈ. સીવતાં પહેલાં ગાંઠ વાળવાનું ભૂલી જાય તો આખું સીવેલું નીકળી જ જાય. દરજીનો દીકરો પહેલાં શું શીખે ? પહેલાં ગાંઠ વાળે, પછી સીવે. એમ જીવનમાં બધું મળે પણ મનની શાંતિ ન હોય તો બધું હોવા છતાં પણ એ સુખેથી જીવી શકતો નથી. Jain Education International માનવતાનાં મૂલ્ય * ૭૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy