SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ તું વટાવ, ધન્ય બનાવ.” યુવાને વાંચ્યું અને જાગૃત થયો. ઊભો થઈ ગયો અને કામે લાગ્યો. ધીમે ધીમે આગળ વધતો વધતો એ ડૉક્ટર થયો. ઇંગ્લેન્ડમાં સંસ્થાઓ સ્થાપી અને સરનો એને ઇલ્કાબ મળ્યો. સર વિલિયમ વોલ્સકરનું જીવનચરિત્ર લખાયું. વ્યસનોમાં પડેલો, બદીઓમાં ડૂબેલો, જુગારીઓમાં સમય પસાર કરનારો પચીસ વર્ષનો આ યુવાન એક વાક્ય વાંચી ઊભો થઈ ગયો. એવું જીવન જીવ્યો તે ૧૪૬૪ પાનાંની તેની જીવનકથા લખવામાં આવી. જુગારીના જીવન માટે આટલાં બધાં પાનાં રોક્યાં ! એ કેવું જીવન જીવ્યો ? માત્ર વર્તમાનને જોઈને આગળ વધતો ગયો. મનમાં એક જ સંકલ્પ કર્યો : જેમ બને તેમ હું વર્તમાનને, આજને સરસ રીતે જીવીશ. માણસો ભવિષ્યનું આયોજન કરે છે પણ વર્તમાનની ક્ષણોને નબળાઈઓથી ભરીને બેઠા છે. ભવિષ્ય માટે વિચારો બહુ સારા પણ વર્તમાનની વાતો કરો તો કહે : અત્યારે જવા દો, ભવિષ્યમાં અમારે ઘણાં સારાં સારાં કામો કરવાં છે. ઘડપણમાં અમારે આ જ કરવાનું છે. ધનપતિઓ શું કહે : અમારા થોડા (problems) પ્રશ્નો છે એ પતી જાય પછી દાન કરવું છે, આરામ લેવો છે, સેવા કરવી છે. પૂછો : અત્યારે ? કહે : નહિ, હમણાં નહિ, ભવિષ્યમાં. પાગલને ખબર નથી કે ભવિષ્યની પળ કોના હાથમાં છે ? માણસના હાથમાં વર્તમાનની જીવંત પળ છે તેમાં કંઈ કરતો નથી. અને જે નથી તે માટે ભાવિનાં સ્વપ્નાં સેવે છે. ઊંઘમાં જ જીવન પૂરું કરે છે. આજની પળ ગઈ કાલે ભવિષ્ય હતી અને એ જ પળ આવતીકાલે ભૂતકાળ થઈ જવાની છે. ગઈ કાલે જે ભવિષ્ય હતી તે પળ અને આવતી કાલે ભૂતકાળ થનારી પળ અત્યારે તો તમારા હાથમાં જીવંત વર્તમાન જ છે. આ પળ જ ઉપયોગમાં ન લો, આ પળમાં જો સાવધાન ન બનો, આ પળમાં નબળાઈમાંથી બહાર ન આવી શકો તો માની લેજો કે તમે તમને છેતરો છો. માત્ર દિવાસ્વપ્નમાં સમયને વિતાવો છો. જે અત્યારે નથી આવતો એ કદી નથી આવી શકતો. અત્યારે એને વિચાર આવ્યો, એનામાં બળ છે. સારા વિચાર કરી શકે છે અને મનમાં અભીપ્સા જાગી છે. એ સમયે બહાર ન આવે તો ફરી તો એ ક્યારે આવવાનો છે ? જે પળ સામે આવીને ઊભી છે એ સ્પષ્ટ છે. તમારા હાથમાં છે. ભવિષ્ય ગમે તેટલું સુંદર હોય પણ અસ્પષ્ટ છે, હજી તમારા હાથમાં નથી. માનવતાનાં મૂલ્ય : ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy