SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ હતી પણ મેં એને ઊભો રહેવા ન દીધો. પણ એમ કદી બને કે “સવા લાખ આપવા આવ્યો હતો તેમ છતાં પણ મેં ના પાડી !' પ્રલોભન ઓળંગીને બહાર આવે ત્યારે જાણવું કે એનામાં આત્મશ્રદ્ધાનો અને પરમ પ્રકાશનો દીવો પ્રજ્વલી રહ્યો છે. એની આસપાસ હવે ગમે એવાં પ્રલોભનો આવે પણ પોતાની નીતિ અને પ્રામાણિકતાને છોડવા તૈયાર નથી. એવા પણ માણસો છે જે ઘરાક પાસેથી પૂરા પૈસા લે પણ કાપડ એવું પધરાવે કે ધુએ ત્યારે રૂએ. પૈસાના પ્રલોભન ખાતર હલકી વસ્તુ પધરાવવા બદલ પશ્ચાત્તાપ નથી પણ અભિમાનથી છાતી ફુલાવે છે. ત્રીજો પ્રકાર છે, જે ભૂલ કરીને પશ્ચાત્તાપ કરે છે. મેં આ બહુ ખોટું કર્યું એવો તાપ અનુભવે તે સજ્જન છે. | દુર્ગુણમાંથી બહાર આવી શકતો નથી પણ આવવાની તાલાવેલી છે. મનમાં દુ:ખી છે, પોતાની નબળાઈઓ માટે જાગૃત છે, ફરીથી નબળાઓને વશ થઈને ભૂલ ન થાય એ માટે સજાગ છે પણ નબળી પળોમાં નબળાઓ સામે ઝૂકી જાય છે. મનમાં રહેલ નિર્બળતાનાં તત્ત્વો સામે બળવો છે. એ નમે છે, પડી જાય છે પણ એના મનના ઊંડાણમાં ઊભા થવાની તમન્ના છે. ભલે પડી ગયો, પણ પડી રહેવાનું નથી, ઊભા થઈ જવાનું છે. ઊભો નહિ થાઉં તો પાછળથી આવતા ધક્કા નીચે ચગદાઈ જઈશ. પણ જે ભૂલમાંથી છલાંગ મારીને બહાર નીકળી આવે છે એ તો મહામાનવ છે. આવા માનવોથી માનવજાત ઊજળી છે ને એમનામાંથી પ્રેરણા મેળવાય છે. કેનેડાના બગીચામાં ઝાડ નીચે એક જુગારી યુવાન બેઠો બેઠો વિચારી રહ્યો હતો. જુગારી મિત્રો મળ્યા, ભણવામાં મન ન લાગ્યું, માબાપે જે થોડા પૈસા મોકલ્યા તે મેં વ્યસનોમાં એમના એમ ખર્ચી નાખ્યા. હવે આમાંથી હું બહાર કેવી રીતે આવું ? જીવનથી થાકેલો યુવાન વિચાર કરતાં કરતાં આડો પડ્યો. પાસે નાની-શી સુવાક્યોની એક ચોપડી પડી હતી. તેનું પાનું ખોલ્યું. વાક્ય વાંચ્યું : “દૂરના અસ્પષ્ટ ભવિષ્ય તરફ નજર કરી અફસોસ કરે છે એના કરતાં નજીકના સ્પષ્ટ પદાર્થો સામે નજર કરીને આજની પળમાં ઊભો થઈ જા. અત્યારની આ પળમાં જ ઊભો થઈ જા. જે પળ તારા હાથમાં છે એ પળને ૭૨ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy