SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનદ્રષ્ટા ભૂલોને કરુણાભરી નજરથી જુએ છે ? માનવ, ભૂલ થઈ ગઈ છે, એને મારે હાથ આપી ઉઠાવવાનો છે. કીચડ ખૂબ થયો હોય, જમીન લીસી હોય ત્યારે પહેલવાન પણ લપસી જાય. નબળી પળોમાં સારા સારા માણસો પ્રલોભનમાં આવી જાય છે. એ પ્રલોભન પછી પૈસાનું હોય કે સત્તાનું, પદવીનું હોય કે પશુતાનું, પતનની પળમાં માણસ નિર્બળ અને નિ:સત્ત્વ હોય છે. પ્લેટોએ પ્રશ્ન કર્યો : માણસ પ્રામાણિક છે પણ તે ક્યાં સુધી ? જ્યાં સુધી તમે એની કિંમત ચૂકવતા નથી, ત્યાં સુધી. તમે કિંમત ચૂકવો પછી પ્રામાણિક કેટલો પ્રામાણિક છે તે જુઓ. મોટા હોદ્દા પર રહેલાને પાંચ હજાર રૂપિયા આપો, એ લાંચ નહિ લે. કહે : ઉઠાવી જાઓ, મને લાંચ આપવા આવ્યા છો ? પટાવાળાને બોલાવે, પોલીસ પાસે પકડાવે. છાપામાં આવે, જગજાહેર કરે, “કેવો પ્રામાણિક અમલદાર ! પાંચ હજારને ઠોકર મારી.” બીજા જઈને પચાસની ઓફર કરે. પેલો કહે : તું મને જાણતો નથી ? સી.આઈ.ડી.ને બોલાવી પકડાવે. હજી પ્રામાણિકતાની કિંમત ચૂકવી નથી. જરા આગળ વધો. કોઈ પાંચ લાખ રૂપિયા લઈને આવે અને કહે : “સાહેબ, તમારો પગાર કેટલો ?” “બે હજાર.” “વારુ, તમે નોકરી કરીને કેટલાં વર્ષમાં પાંચ લાખ રૂપિયા મેળવી શકશો ? વિચાર કરી જુઓ. વિચાર કરો, બીજું કાંઈ નહિ.” પાંચ લાખ રૂપિયાનું વજન વધતું જાય. પ્રામાણિકતાનું પલ્લું ઉપર જતું દેખાય. બિચારી પ્રામાણિકતા વેચાઈ જાય. પાંચ હજારમાં નહિ, પચાસ હજારમાં નહિ, પાંચ લાખ પ્રામાણિકતાને ખરીદી શકે ! માણસ પ્રામાણિક છે' એનો અર્થ એ એની પ્રામાણિકતાની કિંમત ચૂકવનારો હજી સુધી એને મળ્યો નથી. મૂલ્ય ચૂકવનાર મળે છતાં પણ ન ચળે તો માનવું કે એને આત્માના અસ્તિત્વની પ્રતીતિ થઈ છે. સામાન્ય રીતે તમે બહુ સારા છો પણ તમારી સારપની બરાબરીમાં ઊભી રહી શકે એવી કોઈ વસ્તુ જીવનમાં નથી આવી એટલે સારા ! તમારી પાસે લાખ રૂપિયાનો હીરો હોય અને એને કોઈ દસ હજાર આપે તો શું કહો ? “ચાલ ચાલ, હવે ઊભો થઈ જા.” આગળ વધતાં નવાણું હજારની કોઈ વાત કરે ત્યાં પણ તમે કહી શકો : મને નવાણું હજારની offer માનવતાનાં મૂલ્ય + ૭૧ Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy