SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ સભાગૃહમાં આવ્યા. સભ્યોએ ગાડીવાનને પૂછયું : પ્રમુખનાં કપડાં આમ કીચડમાં ક્યાં ખરડાયાં ? ગાડીવાનની વાત સાંભળી સૌ આશ્ચર્ય પામી ગયા. વાહ ! આવો દયાળ ! બધા મળીને લિંકનને માન આપતાં કહેવા લાગ્યા : “આપ ખરેખર દયાળુ છો. આપને ધન્યવાદ છે. આપે ડુક્કરનો ઉદ્ધાર કર્યો... !” પણ પ્રશંસકોને અધવચ્ચેથી અટકાવીને લિંકને આપેલો ઉત્તર હૈયામાં કોરી રાખવો જેવો છે : “બસ, બસ, વ્યર્થ મારી પ્રશંસા ન કરશો. મેં કોઈનાય પર દયા કરી નથી. તેમ મેં કોઈનો ઉદ્ધાર પણ કર્યો નથી. મેં તો મારા હૈયામાં ભોંકાયેલા કાંટાનો જ ઉદ્ધાર કર્યો છે. કીચડમાં તરફડતા ડુક્કરને જોઈ મારા હૈયામાં કાંટો વાગ્યો. મારી વેદનાના કાંટાને કાઢવા માટે મારે ડુક્કરને કાઢ્યા વિના ચાલે તેમ ન હતું. કાંટો કાઢવાનો કંઈક ઉપાય તો લેવો જ પડે ને...” માનવતાભર્યો આ ઉત્તર સાંભળી સૌ નમી પડ્યા. ભારતના કોઈ સંતનો દાખલો ન આપતાં, મેં અમેરિકાના પ્રમુખનો દાખલો આપ્યો, કારણ કે આપણા રાજ્યબંધારણનું ખોખું અમેરિકાનું છે. વાતાવરણમાં અમેરિકાની હવા ભરી છે. એ હવાએ જ આ પ્રાણીનાશની હવા ફેલાવી છે. ત્યારે વિચારવાની આવશ્યકતા એ છે કે જડવાદની હવામાં પણ એ માનવી કેવી કુમળી લાગણી ધરાવતા હતા ! જ્યારે અધ્યાત્મવાદની હવાવાળા દેશમાં કતલખાનાં ઊભરાઈ રહ્યાં છે, એ શું સૂચવે છે ? વિચારજો માનવતા હોય તો.... હવે તો જાગો ! : ૨૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy