SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. સુખની શોધમાં 1 જ ગતમાં દરેક પ્રાણી જીવનભર | ઇ સુખની ઝંખના કરે છે. એ પ્રાપ્ય સુખને પ્રાપ્ત કરવા માનવી જગતમાં એકેએક ખૂણે ફરી વળે છે, ને એ સુખ પ્રાપ્ત કરવા માટે આકાશ-પાતાળ એક કરતો હોય છે, છતાં એ સાચું સુખ મેળવી શકતો નથી, કારણ કે મનુષ્ય સાચા સુખની સ્પષ્ટ વ્યાખ્યા સમજી શક્યો નથી. સાચા સુખનું કલ્પનાચિત્ર એની પાસે છે સ્પષ્ટ નથી. અને એનું સ્પષ્ટ ચિત્ર ન હોવાને કારણે જ માનવી આજે દુઃખી છે. આજે જગતમાં મહાન ગણાતા માનવીને પણ પૂછી જુઓ કે સાચું સુખ તમને છે. સાંપડ્યું છે ? સાચા સુખનો આસ્વાદ તમે - કર્યો છે ? ત્યારે પ્રત્યુત્તર એક જ મળશે. કે ભાઈ, તમારી જેમ અમે પણ સુખની શોધમાં જ છીએ, પણ સાચું સુખ હજુ જ સુધી તો મેળવી શક્યા નથી. એટલે આ રીતે માણસ હજારો ને લાખો વર્ષોથી સાચા સુખને પામવા પરિભ્રમણ કરે છે; પ્રવાસ ૧૦૬ : માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy