SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ મેદની પાસે ત્યાગની વાણી ઉચ્ચારનાર પોતે પચાસ હજારની મોટરમાં બેસી હંકારી જતો હોય તો એની સ્થાયી અસર કેટલી થાય, તે તમે જ સમજી શકો તેમ છો. આપણે આજના વ્યાખ્યાનમાં બે વાત કરી : સંયમ અને સદાચારપૂર્વકની પ્રમાણિકતા ! પ્રમાણિકતા એ પ્રસિદ્ધ છે. એના પર અધિક વિવેચનની જરૂર નથી. પણ સંયમ એ માનવજીવનનો પાયો છે. સંયમ હશે તો પ્રમાણિકતા એની મેળે આવશે, માટે મૃત્યુને ન ઇચ્છતા હો અને અમરતાને ચાહતા હો તો ઝેરવાળા અન્નની જેમ અસંયમ-સ્વેચ્છાચારને છોડો ને સંયમ સ્વીકારો. આજે કેટલાક કહે છે કે “Religion is humbug – ધર્મ ગપ્પ છે.” પણ હું એમને કહું છું કે You are humbug, because you do not know what religion is ! – તમે ગપ્પ છો, કારણ કે ધર્મ શું છે, એ તમે જાણતા નથી, ધર્મ શું છે એ જાણ્યા વિના કહેવું કે ધર્મ જુઠ્ઠો છે, એના જેવું ગપ્પ બીજું કયું હોઈ શકે ? કારણ કે ધર્મ એ બીજું કાંઈ નથી, પણ સંયમ એ જ ધર્મ છે. અહિંસાને સંયમપૂર્વકનો ધર્મ ભવ્ય છે, આદર્શ છે. સુખ-શાન્તિને દેનાર છે, દુઃખ-દારિદ્રને કાપનાર છે અને જીવનમાં સુવાસને ફેલાવનાર છે. આવા મહાન ધર્મને તમારા હૃદય-મંદિરમાં પધરાવવો હોય તો પાયાને મજબૂત કરો, ભૂમિકાને શુદ્ધ કરો. આજના વ્યાખ્યાનમાં યુરોપ કે જાપાનનાં કેટલાંક દૃષ્ટાંતો આપ્યાં છે, એ ઉપરથી તમે એમ ન માનતા કે મને ભારતવાસીઓમાં અશ્રદ્ધા છે. મને તો માનવજાતમાં પૂર્ણ શ્રદ્ધા છે. વીરની વાણી કહે છે કે એકવીશ હજાર વર્ષ સુધી ધર્મની પતાકા ભરતાદિકમાં ફરકવાની છે ! એટલે માનવીના ઉજ્વળ ભાવિ માટે મારી તીવ્ર ઝંખના છે, એટલે જ પૂર્ણ શ્રદ્ધાથી હું કહું છું કે સંયમની જાગૃતિ એ જ સાચી જાગૃતિ છે. વ્યક્તિનો, સમાજનો, દેશનો કે વિશ્વનો ઉદ્ધાર કરવો હોય તો સંયમ પહેલાં જોઈશે તો તમે અત્યારથી જ સંયમની સાધના માટે આત્માને સંયમિત કરી તમારી પવિત્ર સાધનામાં લાગી જાઓ. સંયમનો પ્રકાશ આપણા અનંતના પંથને અજવાળો એવી ભાવનાપૂર્વક આજનું વ્યાખ્યાન પૂર્ણ કરવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને સંબોધન હવે તો જાગો ! * ૧૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy