________________
શ્રી રામે કર્તવ્યનો કઠોર પંથ સ્વીકારતાં કહ્યું : ‘ભાઈ, વહાલા ભરત ! તારાથી વિખૂટા પડતાં મને કેટલું દુ:ખ થાય છે, એ હું અત્યારે નહિ વર્ણવું. હું તો તને અત્યારે કઠોર બની આજ્ઞા કરું છું. નાના ભાઈએ મોટા ભાઈની યોગ્ય આજ્ઞા માનવી જોઈએ, આ રઘુકુળની મર્યાદા છે. તો હું આજ્ઞા કરું છું કે પિતાજીના વચનને અખંડ રાખવા માટે તારે આ માર્ગ સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. હું પાછો ન આવું ત્યાં સુધી, મારી ગેરહાજરીમાં, તારે અયોધ્યાનું સિંહાસન સાચવવું અને રાજ્યધુરાને તારે વહન કરવી, એ મારી આજ્ઞા છે.' આટલું બોલતાં બોલતાં તો શ્રી રામના હૈયાના બંધ તૂટી રહ્યા હતા. એમનો આંખના ખૂણાઓમાં બે આંસુ છલકાયાં અને શ્રી ભરતના મસ્તક ઉપર પડ્યાં. વનભણી જવા ડગલાં ઉપાડતા શ્રી રામનાં ચરણોમાં માથું મૂકી શ્રી ભરતે કરુણ સ્વરે કહ્યું, “ભાઈ, પ્યારા ભાઈ ! રઘુકુળની મર્યાદા જાણું છું અને આજ્ઞા ગુરુબામત ધનીયા એ નીતિવચનને હું જાણું છું. પણ સ્નેહને અધીન બનેલું હૈયું કાબૂમાં રહેતું નથી.”
માનવીના મનનું માપ આવા પ્રસંગે જ નીકળે છે. વાતોમાં તો ઘણા ભાઈ પોતાના ભાઈઓ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરતા હોય છે, પણ જ્યારે ત્યાગનો આવો કોઈક વિષમ પ્રસંગ આવે છે ત્યારે એના ભ્રાતૃપ્રેમની કસોટી થાય છે.
હમણાં અહીં ટીપ કરીએ અને એમાં માત્ર રૂપિયા નોંધાવવાના જ હોય અને ભરવાના ન હોય તો ટીપ કેટલે પહોંચે ? લાખ, ક્રોડ કે અબજ કંઈ માપ ૨હે ખરું ? કારણ કે રૂપિયા લખાવવામાં કોણ કંજૂસ બને ? ભરવાના હોય તો ચિંતા છે ને ? તેમ ભ્રાતૃભાવ, વિશ્વવાત્સલ્ય, નિર્દોષ પ્રેમ વગેરે શબ્દો વાપરવા સહેલા છે, પણ જ્યારે કસોટી ૫૨ ચડે છે, ત્યારે જ એની કિમ્મત થાય છે.
આજે શબ્દો સોંઘા બન્યા છે, કર્તવ્ય મોંઘું બન્યું છે; કર્તવ્યનો દીવડો પ્રગટશે તો જ પ્રકાશ મળશે. કર્તવ્ય વિનાનાં ભાષણોથી તો છે એના કરતાં અધારું વધશે, એમ આજના યુગનાં આંદોલનો પરથી લાગે છે.
હૃદયના ઊંડાણમાં કોતરાઈ જાય એવી ગંભીર વાણીથી શ્રીરામે કહ્યું : “ભાઈ ! હું જાણું છું કે પ્રેમ બળવાન છે. પણ એ તું કેમ ભૂલી જાય છે કે પ્રેમ કરતાં પણ કર્તવ્ય મહાન છે ! કર્તવ્યની વેદી પર પ્રેમનું બલિદાન આપવું એમાં જ માનવની મહત્તા છે.
ધર્મસમર મેં કભી ભૂલ કર, ધૈર્ય નહીં ખોના હોગા, વજપ્રહાર ભલે શિર પર હો, કિન્તુ નહીં રોના હોગા.'
Jain Education International
૧૪૪ : માનવતાનાં મૂલ્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org