SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ બહાર આવે છેજઈ લગામ નથી. એવા આપણાં જે ઉઘામ ત આ જંજીર એકલા સંસારી માટે અને સામાન્ય માનવી માટે જ મુશ્કેલ અને આકરી છે, એવું નથી. સાધુઓ માટે પણ, અહંકાર અને સંપ્રદાયની વૃત્તિઓમાંથી છૂટવું એ એક બહુ આકરી તપશ્ચર્યા છે. અને એટલા માટે જ મહાપુરુષોએ કહ્યું છે કે દુનિયામાં બીજી કેદ તો ક્યાંય નથી; ખરી કેદ જો હોય તો તે આપણા વિચારો અને આપણી વૃત્તિઓની જ છે. આખરે, એક રીતે વિચાર કરીએ તો તમને આ કેદમાં ધકેલનાર પણ બીજું કોણ છે ? તમારી વૃત્તિઓ, બેફામ વૃત્તિઓ જ ને ? આપણી જે અનિયંત્રિત વાસનાઓ છે, આપણાં જે ઉદ્દામ તોફાનો છે તેની ઉપર સંયમની કોઈ લગામ નથી. એથી, જ્યારે પ્રમાણ કરતાં એ વધારે બહાર આવે છે, ત્યારે તેના ઉપર માણસ પોતે પણ નિયંત્રણ રાખી શકતો નથી, નિયંત્રણ કરવા માટે પોતે અસમર્થ બની જાય છે. ત્યારે બહારનું તત્ત્વ આવીને એનું એ નિયંત્રણ કરે છે. સમાજને જો સુખેથી ચલાવવો હોય, સમાજમાં રહેલ પ્રત્યેક વ્યક્તિને નિર્ભય અને શાન્તિથી જીવવા દેવી હોય, તો સૌની અંદર રહેલી આ વૃત્તિઓને નિયંત્રિત બનાવવી જ પડશે. વૃત્તિઓનો આ પ્રવાહ સંયમાત્મક બનીને વહેશે, તો જ સમાજ શ્રેયોમય બનશે. બાકી તો જ્યારે વૃત્તિઓ ઉદામ બની જાય છે, મુક્ત બની જાય છે, સ્વચ્છંદી બની જાય છે, એની ઉપર જ્યારે કોઈપણ જાતનું પોતાનું નિયંત્રણ રહેતું નથી. ત્યારે એ ઉદ્દામ વૃત્તિઓને નિયંત્રણમાં લાવવા માટે, સમાજ અને રાજ્ય વિચાર કરે છે અને એ રીતે, આવાં જુદાં જુદાં પ્રકારનાં બાહ્ય નિયંત્રણો એની ઉપર આવે છે. આ રીતે આવતાં બહારનાં નિયંત્રણોને આપણે જેલ કહીએ છીએ. દવાખાનાં કહીએ છીએ, અને અંદરનાં નિયંત્રણોને આપણે સંયમ કહીએ છીએ. જે માનવી સંયમ વડે પોતાની વૃત્તિઓનું નિયંત્રણ કરી શકે છે, તેને કોઈપણ માનવી, કોઈ પણ રીતે, કંઈ પણ કરી શકતું નથી; એને કોઈ પરાધીન પણ બનાવી શકતું નથી. આવો માણસ બંધાયેલો હોવા છતાં સ્વતંત્ર છે. એના પગમાં બેડીઓ હોય તો પણ, એ અનંત આકાશમાં ઊડનારો સ્વતંત્ર માનવી છે. આજે અહીં તમે જે સ્થળમાં છો ત્યાં, એક દિવસ મહાત્મા ગાંધીજી કેદી તરીકે હતા. બહારની દૃષ્ટિએ એ જો કે કેદી હતા, પરંતુ અંતરથી રાજી હતા, કારણ કે એમણે પોતાની વૃત્તિઓ પર સંયમ કેળવ્યો હતો. એ કહેતા હતા કે હું જેલમાં નહિ, મહેલમાં છું. એટલે આપણે એ વિચાર કરવાનો છે કે આપણી બંધન અને મુક્તિ - ૩૯૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy