SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ એવા ફેલાવી દીધા હતા કે સૌ કોઈ મુક્ત કંઠે કહેતું : “રાજા હોય તો આવો જ હોય.” માણસના સદ્દગુણો કદી છાના રહેતા નથી. માનવીના દિલમાં જે સુવાસ હોય છે એ કાંઈ ઢાંકી રહેતી નથી. એ તો બહાર આવે જ, અને એની પ્રશંસાની સુગંધ ચારેબાજુ પ્રસરી જાય છે. કાશી રાજ શક્તિ, સંપત્તિમાં ઘણો મોટો રાજવી હતો. એ વિચારે છે કે રાજ્ય મારું મોટું, સત્તા મારી મોટી, સંપત્તિ મારી મોટી, અને વખાણ થાય કોશલરાજનાં ? એ કેમ ચાલે ? પણ કાશીરાજને ભાન નહોતું કે લોકો પૈસાને માન નથી આપતા; અને આપતા હશે તોયે કદાચ બહારથી, ઉપર ઉપરનું આપતા હશે, પરંતુ અંતર તો સાચું નમે છે સગુણને – સત્કર્મને. માનવીમાં રહેલું ચૈતન્ય – દિવ્યતત્ત્વ તો સદ્ગણને જ નમે છે. એ સદ્ગણનું ભક્ત છે, કાશીરાજે જોયું કે એના પ્રજાજનો પણ કોશલરાજનાં જ ગુણો ગાય છે; એટલે એ અકળાયો. એને થયું, આ કોશલરાજને હવે વચ્ચેથી ટાળી નાખવો જોઈએ. આ અહંના મદમાં મોટું સૈન્ય તૈયાર કરી એણે કોશલરાજ ઉપર ચઢાઈ કરી. આ વખતે કોશલરાજે પોતાની પ્રજાને બોલાવીને કહ્યું : “મિત્રો, પ્રજાજનો, હું તમારામાંનો જ એક છું અને એ રીતે તમારામાં પ્રેમ, કારુણ્ય, દયા, મૈત્રી અને વાત્સલ્ય ફેલાવવાનો મારો ધર્મ હતો અને તે મુજબ હું કરતો હતો. પણ કાશીરાજને એવું મન થયું છે કે આ કામ હવે એ આવીને કરે; એટલે જો કોઈ બીજું આવીને આવું સારું કામ કરતું હોય તો મારે એને એ સોંપવું જોઈએ; આથી હું હવે છૂટો થાઉં છું. મારે લડીને અને પ્રજાનું લોહી રેડાવીને રાજ્ય નથી કરવું.” આ એક નાનકડી વાર્તાનો તમે વિચાર કરો. એમાં ક્ષમા અને પ્રેમની વાત રહેલી છે. આપણા આત્મામાં જે દિવ્યત્વ પડેલું છે એની આ વાતમાં ઓળખાણ છે. પ્રજાજનો તો રાજાની આ વાત સાંભળીને કહે : “રાજનું, તમારે માટે, તમારી ખાતર તો અમારાં માથાં આપવા અમે તૈયાર છીએ. હુકમ આપો. અમે કોશલરાજ સામે લડી લઈએ.” કોશલરાજે કહ્યું : “મિત્રો ! પ્રેમ અને ક્ષમા કોઈ દિવસ કોઈનાં માથાં માંગતાં નથી. એ તો પ્રેમથી પોતાનું અર્પણ કરે છે. ૪૦૬ * માનવતાનાં મૂલ્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy