SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ આશય સમજી ગયા. એમણે કહ્યું : “પિતાજી ! શું સિંહનું નાનું બચ્ચું મોટા હાથીના ગંડસ્થળને ભેદી શકતું નથી ? બાકર બચ્ચાં લાખ, લાખે બિચારાં, સિંહણ બચ્ચું, એક, એકે હજારા. આ વીરતાભર્યો ઉત્તર સાંભળતાં જ દશરથનો ભ્રમ ટળી ગયો. બન્ને કુમારો ધનુષ્યબાણ લઈ મિથિલા ગયા. શત્રુઓને હરાવી, વિજયપતાકા ફરકાવી, ગૌરવપૂર્વક ઘેર આવ્યા. આ ખમીર ક્યાંથી આવ્યું ? એ બહારથી નથી આવ્યું. અંદર જ છે. એને જાગૃત કરવાની જરૂર છે. આત્મામાં અનંત શક્તિ છે, એ ભાન થતાં, એ કોઈથી નહિ ગભરાય, કોઈનાથીય નહિ અંજાય. આજે માબાપ બાળકને વીર બનાવવાને બદલે કાયર બનાવે છે. બાળક રડતું હોય ને ઊંઘતું ન હોય તો, “જો બાવો આવ્યો, પકડી જશે.” આવાં ભીરુતાભર્યા વાક્યો સંભળાવે છે. આથી બાળકની છાતી બેસી જાય છે. પછી એ મોટો થાય, બહાર બહાદુર દેખાય, પણ અંદરથી ડરપોક હોય. આવાં માણસો નાગરિક તરીકે નકામા. બાયલા નાગરિકોથી દેશનું પણ રક્ષણ ન થાય, તો આત્માનું કલ્યાણ તો ક્યાંથી થાય ? માણસની કેટલી તાકાત છે, એનો પ્રત્યક્ષ દાખલો લો. એટમ બોમ્બ ભયંકર છે. હાઈડ્રોજન બૉમ્બ એથી પણ ભયંકર છે. એનામાં સંહારની અનંત શક્તિ છે. રતન દોઢ રતલનો બૉમ્બ લાખો માનવીઓનો સંહાર કરી શકે છે. માઈલોના વિસ્તારને ઉજ્જડ કરી શકે છે. એક નાનકડા બોમ્બમાં આટલી શક્તિ છે, પણ એને શોધનાર તો મનુષ્ય જ છે ને ? તો વિચારી જુઓ, માનવીના સર્જનમાં પણ આટલી અપ્રતિમ શક્તિ છે, તો એના સર્જક એવા માનવીના આત્મામાં કેટલી શક્તિ હોવી જોઈએ ? જડને આવિસ્કૃત કરનાર ચેતનામાં પ્રતિભા ન હોત તો આ અમર્યાદ શક્તિ આવિષ્કત કેમ પામત ? આત્માની અપ્રતિમ તાકાતનું આ જવલંત દૃષ્ટાંત છે. અમરતાનો સંદેશ આત્માની આ અનંત શક્તિઓને જેણે જાણી અને જેણે કેન્દ્રિત કરી તેણે પોતાની પ્રભુતા મેળવી, તે જ પ્રબુદ્ધ થયા, ભગવાન થયા, સંસારથી તે પાર પામ્યા. જે માણસ પ્રકૃતિનાં નિર્મળ તત્ત્વોથી ડરે છે. અરે, પોતે એકાંતમાં ધ્યાન ધરતાં પણ ડરે છે, અને પોતાની જ બીક પોતાને લાગે છે, તે માણસ મહાત્મા હવે તો જાગો ! * ૨૦૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy