SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર સમજી જાય છે. પૂછે : “કેમ તમે દુ:ખી છો ?” કહે : “ના, ના કાંઈ નથી.” “કાંઈ નથી, કાંઈ નથી' એમ ભલે કહે પણ એને “કાંઈક' તો છે જ. માટે તો સહજ સ્કૂર્તિનું મુક્ત હાસ્ય એ નથી કરી શકતો. વિચારને લીધે એની પ્રકૃતિમાં પલટો આવે છે. વિચારોની પ્રક્રિયા ઘણી ઊંડી છે. લોહચુંબક જેવી છે, લોહચુંબકનો ટુકડો જેમ લોહની ઝીણી રજકણોને ખેંચી લે, અટકાવી દે છે તેવી પ્રક્રિયા વિચારોની છે. એક ભાઈ મારી પાસે આવ્યા, કહે : પૂજ્યશ્રી, મેં એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે કે હું હાથ ઊંચો કરું ને આ ઘડિયાળ બંધ થઈ જાય. એ ભાઈ ઘડિયાળ નજીક ઊભા રહ્યા, અંદર ગયા અને બહાર આવ્યા, અને ઘડિયાળ બંધ થઈ ગયું. અદૂભૂત ચમત્કાર ! બેઠેલા બધા બોલી ઊઠ્યા. મેં કહ્યું : “ખિસ્સામાં લોહચુંબક તો લઈને નથી આવ્યા ને ?” કહે : “ના, ના,” જ્યાં કેડમાં તપાસવાની વાત થઈ ત્યાં પેલા ભાઈએ ચાલતી જ પકડી. લોહચુંબકે ઘડિયાળના ભાગ (Part)ને સ્થગિત કરી દીધો. આ ચમત્કાર પાછળ, આવા ધૂતારુઓ પાછળ ઘણા દોડી રહ્યા છે. હાથમાંથી રાખ કાઢે તો બધા જોવા દોડે. અરે ભાઈ ! ધરતીમાં રાખ ક્યાં ઓછી છે તે હવે અધ્ધરથી રાખ કાઢવાની જરૂર પડી ? જ્યાં આવા ચમત્કાર પાછળની દોટ છે ત્યાં સમજણ ક્યાંથી ? ચમકાર સમજને જ રોકે છે. ચમત્કાર આવતા પ્રકાશ, પ્રજ્ઞા અને પુરુષાર્થ ઓછાં થઈ જાય. ચમત્કાર એ અજ્ઞાનની જ સુધરેલી આવૃત્તિ છે. ચમત્કાર કરનારો અજ્ઞાની છે કે એની પાછળ દોડનારો ? ઘણીવાર ભણેલા જેટલા અજ્ઞાની બની દોડે છે એટલા તો અભણ પણ નથી દોડતા. જેણે વિચાર કરવાની શક્તિ બાજુમાં મૂકી દીધી એ માણસ મટી મશીન થઈ ગયો. દુનિયામાં ચમત્કાર જેવું કાંઈ નથી. જે વસ્તુ હોતી નથી, તે કદી આવી શકતી નથી, લાવી શકાતી નથી અને જે લાવે છે એણે એને એવી કળાથી. ક્યાંક છુપાવી છે જે તમે જોઈ શકતા નથી. એટલે જ તમે એને દૈવી વસ્તુ કહો છો, અને પછી તો એની પાછળ કલ્પનાની દોર છૂટી જ મૂકો છો. માનવતાનાં મૂલ્ય : ૮૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy