________________
ચિત્રો
તમારા ઘરમાં ચિત્રો કેવાં છે ? નવયૌવનાનાં વસ્ત્રો ચોરાતાં હોય એવાં ચિત્રો. એવું ચિત્ર દેવનું હોય તો પણ સદાચારનું પતન કરનારું છે. હોય તો ફેંકી દો. નટ-નટીનાં ચિત્રો ટાંગ્યાં હોય તો ફગાવી દેજો. ફોટા રાખો તો સંતના, જ્ઞાનીના, ધ્યાનીના કે કોઈ વીતરાગ તપસ્વીના રાખો. આ તો છબીઓ રાખી છે નટ-નટીની ! પ્રભાતે ઊઠીને દર્શન કોનાં કરવાનાં ? નટ અને નટીઓનાં ને ? માટે કહું છું કે ભૂમિકા એવી રાખો કે જેનો પડઘો પડે. બ્રહ્મચર્ય હશે તો સાચા આઝાદ બનશે. આમ ભૌતિક રીતે આઝાદ થયા છીએ, પણ આઝાદીની ખરી લહેજત ક્યાંય દેખાય છે ? મુખ પર ગ્લાનિ શાથી ? બ્રહ્મચર્ય હોય તો મોં પર તેજ ચમકતું હોય અને બીજા ગુણો સહજભાવે આવી વસે, આ વાત યાદ કરો. આદર્શ માટે મરતાં શીખો
આ દેશની નારીઓ પણ કેવી પવિત્ર હતી ? મહાન સતી સીતાને યાદ કરો. ત્રણ ખંડનો ધણી રાવણ એના ચરણોમાં પડતો હતો, પણ એ મહાદેવીએ એનાં પ્રલોભનોને ઠોકર માર્યા.
રાવણ એટલે કોણ ? એને ત્યાં કેવા વૈભવો ! અચ્છા અચ્છા રાજાઓ જેની સેવા કરે, ઇન્દ્ર જેની પાસે હાજર રહે અને જેની સત્તા સાર્વભૌમ ગણાય એવા રાવણે સીતાને કહ્યું : “તું શા માટે ભટકતા રામડા પાછળ બરબાદ થાય છે ? એની સાથે વનમાં ભટકવાનું, જમીન પર સૂવાનું અને સૂકાં ફળ ખાવાનાં, એના કરતાં મારી ઇચ્છાને તાબે થા તો હે માનિની ! હું તને મારી પ્રિય પટરાણી બનાવું અને તારી તમામ ઇચ્છાઓને પૂર્ણ કરવાનું આ ખતપત્ર તારાં ચરણોમાં ધરું !”
વિચારો ! એક બાજુ રખડતા રામ અને ભેંકાર વનજંગલ, બીજી બાજુ ચરણોમાં નમતો રાવણ અને સંપત્તિથી છલકાતું રાજ્ય ! પણ સીતાએ – શિયળવતી સીતાએ, એ બધી સંપત્તિને ઠોકર મારીને કહ્યું : ધિક્કાર હો તારા ત્રણ ખંડના વૈભવને ! તારી સંપત્તિ વિશાળ છે, વિરાટ છે, પણ તારો આત્મા વામણો છે. રામની સંપત્તિ તને થોડી દેખાતી હશે પણ એનો આત્મા મહાન છે, વિરાટ છે ! રામ તે રામ છે, એની સાથે તારી જાતને સરખાવતાં તને શરમ કેમ નથી આવતી ? ક્યાં સાગર ને ક્યાં ખાબોચિયું ! તારું મોં પણ મારે નથી જોવું, અને તારી વાતેય મારે નથી સાંભળવી !'
સંયમનું આ કેવું આદર્શ દૃષ્ટાન્ત છે ! વાતે વાતે છૂટાછેડાની વાતો કરનારાઓને જરા કહેજો કે રામાયણમાં એક શાન્ત નજર ફેરવી આવે. સીતા ને અંજના જેવી એ નારીઓ ઉચ્ચ આદર્શ માટે ખપી જનારાં સાચાં રત્નો હતાં. બર્નાર્ડ શૉએ પણ ઠીક જ કહ્યું છે :
હવે તો જાગો ! - ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org