SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 'The Secret of happiness is being used up for a purpose recognized by yourself as a mighty one.' કોઈ મહાન હેતુ માટેની વીરત્વભરી જીવનસાધનામાં જ સુખનું રહસ્ય છે. સાચો આનંદ જોઈતો હોય તો સંયમની સાધનામાં લાગી જાઓ. વિલાસ-પ્રધાન વૃત્તિઓનો પરિત્યાગ કરો. ત્તિwત ! નાગ્રત ! પ્રમાદની ઊંઘમાંથી જાગો અને ઊભા થાઓ ! હૈયાના વિચારોનું દશ્ય ઝડપાય તો ? જીવનમાં સભાવના ન હોય, મન ઉપર સંયમ ન હોય, ઇન્દ્રિયો પર કાબૂ ન હોય તો એ જીવન નરક જેવું દુર્ગધી બને છે. હાડ, ચામ ને માંસ તો નરમાંય હોય ને નારમાંય હોય, એ બેમાં ફરક શો ? શ્રેષ્ઠતા છે સંયમી જીવનથી. સંયમી જીવન મહાન છે. ઉદરપૂર્તિ તો શ્વાન પણ કરે છે. આ સંસારમાં માનવીની મહત્તા જે કાંઈક અધિક છે તે સંયમથી ! સંયમ વગરનું જીવન મીઠા વિનાના અનાજ જેવું મોળું છે. જીવનમાં વાસ્તવિક રીતે સગુણની સુવાસ આવે પછી ગભરામણ કંઈ નથી. સંયમ એ ગુલાબનું ફૂલ છે. એ તમારી પાસે હશે તો તમને સુગંધ આપશે ને તમારા સમાગમમાં આવનારનેય સુગંધ આપશે. આ વાતનો મનની સાથે એકાન્તમાં વિચાર કરી જોજો. આ કાંઈ કોઈને કહેવાની વાત નથી, હૃદયની વાત છે. | વિજ્ઞાને બધી જાતની શોધ કરી, ફોટા પાડવાના કૅમેરા શોધ્યા પણ મનના ફોટા પાડવાની શોધ હજી સુધી થઈ નથી. હૃદયના વિચારો ઝડપવાનો કેમેરો જો કે હજુ શોધાયો નથી, પણ માનો કે એવો કૅમેરા નીકળે અને તમારા ગુપ્ત વિચારોના ફોટા લેવાય તો તમને લાગે છે કે તમારી પાસે કોઈ બેસે ? અરે, સગો ભાઈ પણ પાસેથી ભાગી જાય ભાગી ! માણસોના અનિચ્છનીય વિચારો એ ફોટામાં પ્રિન્ટ થાય તો સગો બાપ પણ એમ કહે કે આના આવા વિકત વિચારો ? અરે, સારું છે કે એવા કૅમેરા હજુ સુધી નીકળ્યા નથી. જેમ આંતરડાના ફોટા લેવાય તેમ વિચારોના ફોટા લેવાય તો દુનિયા જ એક વગર પૈસાનું પ્રસિદ્ધ નાટક બની જાય ! બીજી એક વાત. માણસની છાતીમાં છે તો માંસના લોચા; પણ માનો કે છાતીમાં વીશવીશ તોલા સોનું ભર્યું હોય અને જાહેર થાય કે જેમ, છીપમાં મોતી, હાથીના કુંભસ્થળમાં મુક્તાફળ, મૃગની ઘૂંટીમાં કસ્તૂરી છે, તેમ માણસના કલેજામાં સોનું છે તો એનું પરિણામ કેવું આવે ? માણસ એકલો ફરી શકે ખરો ? રાત્રે બહાર નીકળી શકે ખરો ? માણસ માણસને જીવતો રહેવા દે ખરો ? આ તો સારું થયું કે કલેજામાં સુવર્ણ મૂક્યું નહિ, નહિતર આજની સંયમહીન ભાવનાવાળા વાતાવરણમાં તો જુલમ થઈ જાત ! ૯૮ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy