SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ સાધકોને તમે જોયા ? ભૂખ્યા છતાં પ્રસન્ન. ભૂખ લાગે પણ સ્પર્શે નહિ. અંદરની જાગૃતિનું આ જીવંત પરિણામ છે. સમ્યક્ત્વની આ એક ભૂમિકા છે, જેનાથી ચિત્ત સ્થિતપ્રજ્ઞ થઈ જાય છે. સંપત્તિની જેમ વિપત્તિને પણ એ સ્વીકારે છે. એવી ભૂમિકાએ પહોંચેલો આત્મા સસ્મિત કહેશે; તરંગો ગમે તેટલા આવે પણ નૌકા તરવા તૈયાર છે. સંપત્તિની ભરતી આવે કે વિપત્તિની ઓટ, પણ અમારી નૌકા તો તરવાની જ. જીવન છે તો સુખ અને દુ:ખ આવવાનાં જ કારણ કે જીવનનો એ માર્ગ છે. આપણી આસપાસ બધા જ્ઞાની નથી. આપણે ઘણાઘણા અજ્ઞાનીઓથી ઘેરાયેલા છીએ. ઘણી વાર મહાનમાં મહાન પુરુષોને એમના જીવનકાળ દરમિયાન એમના ઘરનાં પણ એમને નથી ઓળખી શકતાં, એ અણપ્રીછ્યાં જ રહી જાય છે. એમ જ લાગે કે ઘરના માણસો જાણે ધર્મશાળામાં આવી રહેલા મુસાફરોની જેમ વસે છે. જ્ઞાનદ્દષ્ટિને કા૨ણે એકબીજાથી અલિપ્ત રહેતાં હોય તો તેમની આ જળકમળવત્ સ્થિતિ વિશે સમજી શકાય, પણ આ તો અજ્ઞાનના માર્યા અજાણ્યા રહે છે. આપણાં પ્રિયમાં પ્રિય સ્વજનો પણ આપણને અંદરથી નહિ પણ બાહ્ય દૃષ્ટિથી જુએ છે. અંદરથી જોવા માટે તો આંખ જોઈએ. જે પોતાને જ ન જુએ તે સામાના આત્માને કેમ જુએ ? આમાં માત્ર સામાનો જ વાંક નથી. જેમ એ તમને નથી જોઈ શકતા તેમ તમે પણ તમારા સ્વજનને અંતરદૃષ્ટિથી નથી જોઈ શકતા. અજ્ઞાનીઓની આ કેવી વિષમતાભરી એકલતા છે ? સમ્યગ્ દર્શનથી આત્મદૃષ્ટિ ખૂલે પછી માનવી દેહને નહિ, દેહધારીને જુએ છે; શરીરને નહિ, આત્માને જુએ છે. ભૌતિક જ્ઞાન વસ્તુઓનો સંગ્રહ કરાવે છે, આત્માનું જ્ઞાન સંગ્રહમાંથી મુક્ત કરાવે છે. વિજ્ઞાનથી પ્રાપ્ત થયેલ સાધનો બંધનકા૨ક બને છે, જ્યારે આત્મજ્ઞાનથી પ્રાપ્ત સાધનો બંધનમાંથી મુક્ત થવામાં સહાયક થાય છે. આ જ્ઞાન એ સમ્યગ્ જ્ઞાન છે. એક નૌકામાં આઠ પ્રવાસી છે. એ સૌ યુવાન અને ભણેલા છે. દરેક જુદા જુદા વિષયમાં સ્નાતક થયેલા છે. નાવ પાણીમાં તરતી આગળ જઈ રહી છે. અડધે પટે ગયા પછી કોઈએ પૂછ્યું કે, કેટલા વાગ્યા હશે ? જવાબ આપવાને બદલે સૌ યુવાન મશ્કરી કરવા નાવિકને જ પૂછે છે : “ભાઈ, તારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે !'' નાવિક કહે : “મને વાંચતાં જ આવડતું નથી ત્યાં ઘડિયાળ રાખીને શું કરું ?' સૌ બોલી ઊઠે છે: “તારી અડધી જિંદગી પાણીમાં ગઈ. વાંચતાં પણ ન આવડે ?'' થોડી વારમાં શહેર નજીક આવતું Jain Education International રત્નત્રયી ૩૭૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy