SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ દૃષ્ટિ ભ્રામક બને છે. જેઓ અણુથી આગળ કશું જોઈ શકતા નથી, તેઓ ફક્ત ભૌતિક સિદ્ધિઓ માટે જ પુરુષાર્થ કરે છે. અને જ્યાંથી શરૂઆત કરી હતી તે ઉત્પત્તિ અને લયની પ્રક્રિયામાં ગોળ ગોળ ફર્યા કરે છે. માનવને યંત્રવત્ ગણી તેઓ પોતાના વિનાશને નોતરે છે. એ જ રીતે જેઓ ખાલી આત્માની જ વાતો કરે અને પુરુષાર્થની ઉપેક્ષા કરે છે તેઓ નિમ્ન સ્તર પર જીવન વિતાવે છે, પ્રગતિ પ્રતિ ઉદાસીન બને છે અને દુ:ખી જીવો પ્રતિ કઠોર બને છે. કાદવમાં જન્મ પામવો એ કર્મનું ફળ છે, એમાં ગુરુતા પણ નથી અને લઘુતા પણ નથી, પરંતુ એમાંથી કમળ બનવું એ જ એની મહત્તા છે. જીવવા માટે આત્મા અને પુદ્ગલ પદાર્થ એ બંનેની જરૂર છે. આ બંને વચ્ચે સંતુલનની આવશ્યકતા છે. આપણે આપણા કેન્દ્રમાં બેસી આત્મા અને અણુ બંનેનું નિરીક્ષણ કરવું જરૂરી છે. પ્રજ્ઞાચક્ષુથી આપણી જાતને તપાસતાં આપણને એ સમજાશે કે આપણે વ્યૂહગ્રહિત નથી યા પવિત્ર પણ નથી, પણ હૃદયની વિશાળતા અને ચેતનાના વિકાસ પ્રતિ આગળ વધનાર મુસાફર છીએ. આ સંતુલનનો અનુભવ કેવી રીતે કરવો ? પુદ્ગલ પર આધ્યાત્મિક આત્માનો પ્રકાશ વેરવો, ધ્યાન દ્વારા કેન્દ્ર અને વર્તુળનું જ્ઞાન મેળવવું, જડ અને ચેતનનો ભેદ સમજવો. તે સમજાયા પછી ગતિનું વિષચક્ર નહિ પણ પ્રગતિની ચોક્કસ દિશા પ્રાપ્ત થશે. પછી આ રીતે આપણી ચેતનાશક્તિ પોતાની અંતિમ શુદ્ધિ પ્રતિ ઝડપથી ગતિ કરી શકશે. આત્મા અને પુદ્ગલ વચ્ચેના, સંબંધની સમજણને વિકસિત કરવાથી, આત્માની શાશ્વત અનંત શક્તિઓ સાથે ધ્યાન દ્વારા સુસંવાદિતા પ્રગટાવવાથી આપણે આપણી જાતની અને સમગ્ર વિશ્વકુટુંબના અને સઘળા જીવોની સેવા કરી શકીશું. જાગરૂક મન યા શાંત જાગૃતિ રૂપ સંતુલન ધ્યાન દૈનિક જીવનમાં પ્રગટવું એ આપણા વ્યક્તિગત સ્વભાવ પર આધારિત છે. ચેતનાશક્તિ અને જડ શક્તિ વચ્ચેનો તફાવત કેમ માલૂમ પડે છે ? આ બંને વચ્ચેનો શો સંબંધ ? આ પ્રશ્નોનો પ્રત્યુત્તર મેળવવા માટે સાચો સાધક સમજે છે કે માત્ર બૌદ્ધિક પૃથક્કરણ અને તર્કથી આનો ઉકેલ લાવી ન શકાય. તે જાણે છે કે મન પદાર્થનું સૂક્ષ્મ અને ઉચ્ચ સ્વરૂપ છે પણ તે પોતાથી ૫૨ એવા બીજે છેડે જોઈ શકતું નથી. મન હંમેશાં પૃથક્કરણ કરી ભૌતિક કક્ષાએ જ નિર્ણય લઈ શકે છે. સાધક, દૃશ્ય પદાર્થની પેલી બાજુ જવા માંગે છે. તે સમજે કે મનનું વિશ્વ મુખ્યત્વે શબ્દો અને દલીલો, ચર્ચાઓ અને અવતરણો પર આધારિત છે. તે જાણે છે કે મન શબ્દોની માયાજાળમાં ફસાય છે અને છતાં પોતે એમ માની Jain Education International જડ-ચેતનનું ભેદજ્ઞાન * ૨૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy