SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ કોણ બને છે ? મન. મનને લીધે જીવનમાં પાપવૃત્તિ પ્રવેશે છે અને એને લીધે લઘુતાગ્રંથિ (inferiority complex) બંધાય છે. બહેનો નાની હોય ત્યારથી જ એમના મનમાં ભરવામાં આવે છે કે આપણે છોકરીની જાત કહેવાઈએ, આપણાથી આ ન થાય, આપણી ચારે બાજુ ભય છે. એ બાઈ પચાસ, સાઠ કે સિત્તેર વર્ષની થાય તોપણ એમ જ માને કે આપણે તો સ્ત્રીની જાત, નબળી જાત કહેવાઈએ. સીતાએ રાવણ જેવા રાવણને કેવો જવાબ આપેલો ! એ પણ સ્ત્રી હતી. પણ તે જમાનો સ્વયંવરનો હતો. પુરુષ સ્ત્રીને નહિ પણ સ્ત્રી પુરુષને પસંદ કરતી. રાવણે સીતાને કહ્યું : “વિધિએ ભૂલ કરી કે તારા જેવી રૂપરમણીને જંગલમાં ફરનારા રામ જેવાને સોંપી દીધી. તારે પાંદડાં ઉપર સૂવાનું હોય, વલ્કલ પહેરવાનાં હોય ? ફળ ખાવાનાં અને જંગલમાં જીવવાનું હોય ? આ વિધિની ભૂલને હું સુધારવા માગું છું. તને સોનાની લંકાથી શોભાવીશ, સુંદર વસ્ત્રો અને ઉત્તમ ભોજનથી સત્કારીશ, તને સામ્રાજ્યપદે મહારાણી કરી બેસાડીશ.” સીતાએ શું કહ્યું ? “રાવણ, તને ખબર નથી, તું કાગડો છે, એઠું કોણ ખાય ? કાગડા અને કૂતરાઓ. તું એઠું ખાવા નીકળ્યો છે. તારી જાતને તું રામની સાથે સરખાવે છે ? તારી બહેન શૂર્પણખાએ આવીને રામને ઘણી વિનંતી કરી પણ રામે એની સામે પણ નથી જોયું. રામ જંગલમાં ફરે છે, જમીન ઉપર સૂવે છે. પણ એંઠવાડ નથી ખાતા. રાવણ, બધામાં તું વામણો છે, રામ વિરાટ છે.” રાવણને ચેલેન્જ કરવાની શક્તિ ક્યાંથી આવી ? આ અંદરની શક્તિ છે, આપણા બધામાં છે. તમે જો સુવર્ણ નહિ બનો તો તમને કોઈ બનાવી શકે એમ નથી. તમે જો તમારી ચીમની નહિ માંજો તો કોઈ આવીને માંજી શકે એમ નથી. આપણે સ્વાધ્યાયમાં, પ્રવચન શ્રવણ કરવામાં, ધ્યાન ધરવામાં શું કરીએ છીએ ? ચીમની તરફ નહીં, જ્યોત તરફ એકાગ્ર બનીએ છીએ. એની ઉજ્જવળતાનો ખ્યાલ આવે છે. ઘણાખરા માણસો આત્માની આ તેજોમય જ્યોતને જોઈ શકતા નથી, એના સામે ઊભા રહી શકતા નથી. લોકો શરીરને ધુએ છે પણ મનથી શરૂઆત કરે તો બહુ મજા આવે. વ્યાખ્યાન પહેલાંની આપણી આ પ્રાર્થના મન ધોવા માટે છે. માનવતાનાં મૂલ્ય - ૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy