SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ એટલે પત્રકારની પ્રજ્ઞા પણ વિવેક માગે છે; તેમ વાચકની પાસે પણ વિવેકનો ચીપિયો હોય તો, એ ગ્રહણ કરવા લાયક ગ્રહણ કરે, ને નિંઘ તેમજ અયોગ્ય હોય તેને જતું કરે. આવો વિવેક હશે તો આ કાન ધન્ય થશે, નહિ તો આ કાન શિયાળના ખાવાના કામમાંય નહિ આવે. સૌંદર્યના અશ્વનો સવાર કોણ થઈ શકે ? જોયું ? યોગીએ હાથને નિંઘ ગણ્યા, પવિત્ર શ્રવણ વિનાના કાનને અયોગ્ય કહ્યા, ત્યારે શિયાળે પૂછ્યું, ‘તો આંખ ખાઉં ?' યોગી કહે : “નેત્રે સાધુવિતોનેન રહિતે આ આંખોએ સાધુપુરુષોનાં દર્શન નથી કર્યાં; સાધુપુરુષો એને ગમ્યા જ નથી. સતપુરુષોને સામે આવતા જોઈ એણે આંખ આડી કરી છે. આ આંખોએ સ્ત્રીઓનાં ઉદ્ભટ રૂપ જોવામાં જ જન્મારો કાઢ્યો. રૂપમાં, રંગમાં, સૌન્દર્યમાં આ આંખો ખૂંચી ગઈ. જે વસ્તુને જોવાની ના પાડી ત્યાં આ નયનો ઠર્યાં, અને જ્યાં નયનોને ઠરવાનું કહ્યું ત્યાંથી ખસ્યાં.'' - તમે રસ્તા પરથી પસાર થાઓ છો ત્યારે જુઓ છો ને ? માણસોની આંખો ઠેકાણે હોય છે ખરી ? એ કેવી આડી-અવળી ભટકે છે ? કેટલીક વાર તો આ આંખો એવા એવા સ્થાનમાં તલ્લીન થઈ જાય છે કે કોઈની સાથે અથડાય ત્યારે જ એને ભાન આવે, એથી જ તો અકસ્માતો (Accidents) વધ્યા છે ? દેખતા આંધળાઓની સંખ્યા આજે ઓછી નથી, આવા અંધોને સાચાં સૌન્દર્યદર્શન ક્યાંથી લાધે ? સંયમની લગામ જેના હાથમાં હોય તે જ સૌન્દર્યના અશ્વ ઉપર ચઢી શકે. આ આંખોને ચામડીના રૂપનો સૌન્દર્યનો કેવો રસ છે તે જુઓ. ચિંતનાત્મક સાહિત્ય વાંચતાં આંખની પાપણો પર ઊંધ ચઢી બેસે, પણ સિનેમા કે નાટકમાં ઝોકાં આવે ખરાં ? એનું કારણ એ જ કે આંખમા વિકાર છે, વિકારને વિકારી વસ્તુ જ ગમે. સૌંદર્ય કાંટો નથી : ફૂલ છે. એક કવિએ કહ્યુ છે : Beauty is to admire and not to touch if it is touched it is spoiled.' સૌન્દર્ય પ્રશંસાભરેલી દૃષ્ટિથી જોવા માટે છે. સ્પર્શવા માટે નથી. સ્પર્શતાં નાશ પામે. પણ તે કયું સૌન્દર્ય ? આ ચામડામાં વસેલું કે પ્રકૃતિમાં વણાયેલું ? દેહદેશવાસી સૌન્દર્યને ઢૂંઢનારી આંખો પાપી છે આવી આંખો એક સ્થાનથી બીજે સ્થાને અથડાયા જ કરવાની. એને સ્થિરતા ક્યાંથી હોય ? આત્મદેશવાસી Jain Education International હવે તો જાગો ! ૧૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy