SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ દેખાવા લાગે ને ! તમારા દિલમાં કોણ ૨મે છે, અને કેવા વિચારો આવે છે, એ બધું દેખાય તો પછી તમારો કોઈ સંગ પણ ન કરે ! પેટનો છોકરો પણ કહે કે તમે દૂર રહો, સ્ત્રી પણ સંભળાવી દે કે તમે કેવા છો, તે હવે જોઈ લીધા. પતિ પણ કહી દે કે તું કેવી સતી છે, તે સમજાઈ ગયું. પણ સારું છે કે એવી બારી નથી, પણ દુનિયા ન જુએ તો કાંઈ નહિ. અનંત સિદ્ધો તો જુએ છે ને ! પ્રભુ આપણાં કાર્યોનો સાક્ષી છે; માટે મનુષ્યત્વની છબીને ધર્મની ફ્રેમથી મો. એક કવિ કહે છે : ‘નરભવ નગર સોહામણું પામીને કરજે વેપાર.’ ચોરાશી લાખના ફેરામાં આ નરભવ નગર અનુપમ છે. મનુષ્ય-દેહરૂપી ઉત્તમ બંદર મળ્યું છે. જીવન એવું બનાવો કે ગમે તે પળે મૃત્યુ આવે તો પણ મુખ પર પ્રસન્નતા હોય. આજે તો અંતસમયે દવાખાને લઈ જાય, ત્યાં અભક્ષ્ય અને અપેય દવા પીને મૃત્યુ પામે ? દવા પીને કોઈ અમર થયું છે કે ? અમરત્વને આરે અમરત્વ ક્યાં છે ? દવા અને ડૉક્ટરો અમર નહિ બનાવી શકે. અમરત્વ માટે એક રૂપક છે. દેવોએ ઘણા કષ્ટ અમૃત શોધ્યું, પણ રાખવું ક્યાં કે જેથી તે માનવજાતને હાથ પડે નહિ ? 1. એક દેવે કહ્યું : “પર્વતની ટોચ પર મૂકો.” જવાબ મળ્યો “જે માનવ માઉન્ટ ઍવરેસ્ટને સર કરી શકે તે કયા શિખરે ન પહોંચે ?' ત્યારે સંતાડવું ક્યાં ? બીજા દેવે કહ્યું : “પર્વતની ગુફામાં કે ખીણમાં સંતાડો.” ઉત્તર મળ્યો : “જે માણસોએ માઈલો ઊંડી ખીણો અને ખાણો ખોદી, તેલના કૂવા અને પાતાળકૂવા ખોદ્યા, તે ગુફાઓને રહેવા દેશે ખરા ?'' એટલામાં એક વિબુધ બોલ્યો : “અમૃતને એવે સ્થાને મૂકો કે જ્યાં માણસને શોધવાનું મન ન થાય....જેનો વિચાર સરખોય ન આવે.' એટલે અમૃતને માણસના હૈયામાં મૂક્યું. તે દિવસથી માણસ બહાર સર્વત્ર અમરત્વને શોધતો ફરે છે, પણ અંત૨માં, પોતાના હૈયામાં તો તપાસતો જ નથી. એની સામે જ છે, એની જ ઉપર પગ મૂકી એ આગળ વધે છે ! જ્ઞાનીઓ આ વાતને સાદી ભાષામાં સમજાવે છે : ‘જેમ વન ઢૂંઢે મૃગ કસ્તૂરીયો, લેવા મૃગમદ ગંધ.' હરણની ડૂંટીમાં કસ્તૂરી છે, પણ એ ત્યાં શોધતું નથી, જે દિશામાંથી પવન આવે છે, એ દિશા ભણી દોટ મૂકે છે ! તેમ અમૃત Jain Education International ૧૭૮ : માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy