SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ આવેલું, દર્શન કરી આવેલું, પવિત્ર નદીઓમાં સ્નાન કરી આવેલું, પર્યટન કરી આવેલું તુંબડું છે. આમાં તપાસવાનું શું ?'' યાત્રાએ જઈ આવેલા અજ્ઞાનીએ જ્ઞાનભર્યો જવાબ આપ્યો : “દર્શન અને સ્નાન તો બહારથી કરાવ્યાં એથી અંદરનો ભાગ કેવી રીતે સુધરે ?'' ત્યારે મિત્રે કહ્યું : “અંદરની દૃષ્ટિ નહિ પલટાય, તૃષ્ણા ઓછી નહિ થાય તો બહાર ગમે ત્યાં ગમે તેટલાં તીર્થે જઈ આવીશું પણ અંદ૨નો સ્વભાવ નહિ પલટાય.' શાક કડવું હોય તો ભોજનની મજા મારે એમ જીવન કડવું હોય (દૃષ્ટિ વિકૃત હોય) તો જીવનની મજા મારે. સ્વભાવને પલટાવવાનો છે, એ પલટાય છે ત્યાં જીવન જુદું બને છે. જીવનમાં જીવવાની પણ મજા આવે છે. આપણે આ દુનિયામાં જન્મ્યા, તે દુનિયાને બનાવવા માટે નથી આવ્યા. આપણે આપણા વિકાસ માટે આવ્યા છીએ. ઠીક છે, મેળો ઊભો થઈ ગયો, પણ એ ધ્યેય નથી. અહીંથી પાલિતાણા જાઓ, મુસાફરી કરતાં ટ્રેઇનમાં પાંચ-દસ મિત્રો બની જાય. જાત્રા માટે સાથે ચઢો, જાત્રા કરો પણ ઊતરવાનો સમય થતાં તમે કોઈની વાટ નથી જોતા. જાત્રામાં બધા ભેગા, પણ પોતાનું સ્ટેશન આવતાં સહુ સહુના બિસ્તરા લઈ ઊતરી જવાના. આ આત્મા વિશ્વયાત્રામાં એકલો આવ્યો હતો અને બધા મળી ગયા. કોઈ પતિ રૂપે આવે, કોઈ પત્ની રૂપે આવે, કોઈ મા રૂપે આવે. બધાં ભેગાં થયાં. તમે આ યાત્રાના પ્રવાસી છો, બધાની સાથે મીઠો, કુમાશભર્યો, પ્રમાણિકતા અને નિષ્ઠાભર્યો સંબંધ રાખો, જેથી છૂટા પડીને પાછાં ક્યાંક મળો તો એ સંભારે, “કેમ ? આપણે ક્યાંક મળ્યા હતા ને ?” એમની સાથે દગાબાજી કે લુચ્ચાઈ કરો તો કહેશે કે આ તો ખિસ્સાકાતરુ, પાલિતાણામાં મળ્યો હતો તે છે. આપણે પહેલાં મળ્યા હતા, આજે મળ્યા છીએ અને ફરીથી ક્યાંક મળવાના છીએ. સહુની સાથે સારી રીતે વર્ત્યા હશો તો એકબીજાને જોતાંની સાથે આત્મામાં ઉલ્લાસ થવાનો. એકને જોઈને આનંદ થાય, બીજાને જોઈને દુ:ખ થાય, કારણ ? જેની સાથે ગયા જન્મમાં સારી રીતે વર્ત્યા એને જોઈને મનમાં ઉલ્લાસ, આનંદ અને ભાવ જાગે. જેની સાથે સારી રીતે નથી વર્ત્યા એને જોઈને થાય. આ ક્યાં ?’' એ કંટાળાજનક લાગે. માણસમાં ફેર નથી. માણસે બાંધેલા પુણ્ય અને પાપનાં પરિણામોને લીધે એકને જોઈને ઉલ્લાસ થાય, બીજાને જોઈને ધિક્કાર છૂટે. એવું પણ બને કે Jain Education International ૩૨૬ : માનવતાનાં મૂલ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy