SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ લાગ્યું : લાવ, સાંભળી લેવા દે. ભાર તો જિંદગીનો છે. આવી મધુર વાણી ફરી ક્યારે સાંભળવા મળશે ? - માજી એકરૂપ બનીને સાંભળવા લાગ્યાં. એ ભૂલી ગયાં કે માથે ભારો છે. જ્યારે દેશના પૂરી થઈ ત્યાં ભાર લાગવા માંડ્યો. અરે ! હું ભારો ઊંચકીને જ સાંભળતી હતી ? વિતરાગરૂપ પૂર્ણચંદ્રની ચંદ્રિકાના આ જાદુ સકલ-અધ્યક્ષ છે ને ? આજે પણ તમે સુખી ઘરના, એરકંડિશનના જીવો જ્ઞાનસાર વહાલું લાગતાં ભીંસાઈને બેસો છો ને ? આ ગુફા જેવા ખંડમાં બેસીને પણ સાંભળવા તૈયાર છો. આ મહાપુરુષની વાણીનો પ્રભાવ છે. બીજે ઠેકાણે જવાનું હોય તો એક દિવસમાં તોબા તોબા પોકારી ઊઠો. પણ આ જ્ઞાનરસને લીધે સહન કરતાં સુખ થાય છે, સહન કરવામાં કર્મની નિર્જરા થાય છે. પુદ્ગલ તો રોજનું છે, એને થોડી અગવડ ભલે પડે, પણ પ્રભુની વાણી ક્યાં વારંવાર સાંભળવા મળે છે ! ઉપાધ્યાયજી મહારાજ કેવળજ્ઞાની નહોતા, છતાં એમની વાણીમાં આટલો બધો આનંદ આવે, તો કેવળજ્ઞાનીની વાણીમાં તો શુંનું શું ભર્યું હશે ! જરા કલ્પી તો જુઓ. જે વાણી માલકોષમાં વહેતી હોય તે વાણી હૃદયને કેવું જકડી રાખતી હશે ! પૂર્ણાનંદની કળા બધાના દેખતાં ખીલે છે અને બધાને દેખતાં એ ખીલે છે – એમાં ફેર છે. બાવીસ વર્ષના ભાઈ બેઠા બેઠા સારી અને ડાહી વાતો કરતા હતા ત્યાં બીજા ભાઈ આવ્યા. વાતવાતમાં કહ્યું : “મેં બીડી પીતાં તને જોયો.” “હું !” “હા.” યુવાન જે ભાઈ બીડી નહોતા પીતા એવો દેખાવ કરતા હતા પણ વ્યસની હતા. ગભરાઈ ગયા. એણે ચોરીથી બીડી પીધી હતી, મનમાં ફફડાટ ઊભો થયો. કબૂલ કર્યું. પગે પડીને કહ્યું : “તમે મહારાજશ્રીને કહેશો નહિ. મારાં માબાપ ત્યાં રોજ જનારાં છે, એ એમને કહેશે તો મારું શું થશે ?” પૂછ્યું : “તમે મને ક્યાં જોયો ?” બીજા ભાઈએ હસીને કહ્યું કે મેં બીડી પીતાં તને જોયો હતો. હું પોતે બીડી પીતો હતો એ વખતે મેં તને જોયો.' તું બીડી પીતો હતો એમ નહોતું કહ્યું, પણ મેં બીડી પીતાં પીતાં તને જોયો એમ કહ્યું. વાક્ય એક જ છે પણ અર્થ ભિન્ન છે. છોકરો પકડાઈ ગયો. સહુના દેખતાં કળા ખીલે છે અને કળા ખીલતાં એ સહુને જુએ છે. પૂર્ણાષ્ટક * ૩પપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy