________________
લાવી શકાય. એ આવરણ શું છે ? નશો.
ટૉલ્સ્ટૉય એક વાર્તામાં લખે છે. એક માણસે એની પત્નીનું ખૂન કરવાનો વિચાર કર્યો. રાતના પત્ની ભરનિદ્રામાં સૂતી હતી, પતિ તો ખૂન કરવાના વિચારોમાં જાગૃત હતો. હાથમાં સાધન લઈને એ પત્ની પાસે ગયો. એ તો ભરનિદ્રામાં પોઢેલી હતી. નિર્દોષ મોટું જોયું અને વિચાર આવ્યો : “એણે મારો શું ગુન્હો કર્યો છે ? માત્ર મને ખરાબ માર્ગે જતાં અટકાવે છે; પણ એનો મારા પર કેટલો બધો વિશ્વાસ છે કે હું એને મારવાનો વિચાર કરી રહ્યો છું એવો વિચાર માત્ર પણ એને આવતો નથી. આવી નિર્દોષ સ્ત્રીને કેવી રીતે મારી શકું ?”
આમ અંદરથી અવાજ આવ્યો. છરો સંતાડીને પાછો લઈ ગયો. પછી એણે બીડી સળગાવી. વ્યસનથી વિવેકબુદ્ધિને ધુમાડાના ગોટામાં મૂંઝવી નાખી. હવે એ ફરી ઊભો થયો અને છરો હુલાવી દીધો. વ્યસન અવાજને કેવો ગૂંગળાવી દે છે ?
આજ તો સિગારેટ અને દારૂ સમાજમાં સુધારાનું સ્થાન લઈને બેઠાં છે. એ ન લે તે વેદિયો ! આ પ્રવાહમાં માણસો પોતાના સ્વાસ્થને ભૂલી જાય છે, કેન્સરનો ભોગ બને પણ સિગરેટ ના છોડે. વ્યસન મરણનું દ્વાર છે.
કોઈક કોઈક વાર એવું પણ બને કે ઘણા પથરા ભેગા થઈ જાય તો હિરાનું તેજ દબાઈ જાય, કારણ કે પથરાઓની બહુમતી થઈ, હીરો એકલો પડી ગયો.
ખૂન માણસે નથી કર્યું પણ વ્યસને કર્યું છે. જ્યાં સુધી એ માણસ હતો ત્યાં સુધી એ ખૂન ન કરી શક્યો પણ જ્યારે માણસ મટી ગયો ત્યારે જ એ ખૂન કરી શક્યો.
જ્યાં સુધી માણસ “માણસ' છે ત્યાં સુધી એ ખરાબ કામ નહિ કરી શકે પણ જ્યારે અંદરનો “માણસ” મરી જાય છે ત્યારે જ એ આવું કાંઈક કરવા તૈયાર થાય છે.
જીવનદ્રષ્ટાઓ કહે છે : “માણસ કદી હંમેશા માટે ખરાબ હોઈ શકે જ નહિ. માણસમાં અમને શ્રદ્ધા છે. પણ જ્યારે કોઈ ખરાબ કામ કરે છે ત્યારે એ માણસ નથી હોતો; પશુતત્ત્વ આવે છે અને કામ કરી બેસે છે. જેવું એ તત્ત્વ જાય છે કે પશ્ચાત્તાપ શરૂ થાય; “મેં બહુ ખોટું કર્યું.'
નબળી પળોમાં ભૂલ થઈ જાય છે. રાત્રે સૂતાં પહેલાં શાંત અને પ્રસન્ન થઈ પ્રાર્થના કરો એ નબળી પળ અને કન્ય યાદ આવે, અને કહે : “ભગવાન ! મને ક્ષમા કરો, મારાથી ભૂલ થઈ ગઈ. ફરી આવી ભૂલ નહિ
૨૦ * માનવતાનાં મૂલ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org