SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ભણેલા યુવાનોના મનમાં એક માન્યતા બંધાઈ જાય છે : “આવું નાનું કામ મારાથી કેમ થાય ? મારા જેવો માણસ કચરો કાઢે ?” એટલે જ સવારે સો સો દંડ-બેઠક કરનારા યુવાનો પિતાને પાણીનો ગ્લાસ ભરીને આપતાં શરમાય છે. પોતાના માટે એક ગ્લાસ માટે નોકરને બૂમ મારે, હુકમ કરે. “પાણી લાવવાનું કામ હું કેમ કરું ? એ કામ નોકરનું !” એણે કામને હલકું માન્યું. ખરી રીતે કામ હલકું નથી, એના વિચારો હલકા છે. જેના વિચારો હલકા છે એ જ માને કે આ કામ મોટું અને આ કામ નાનું. માણસને જે કંઈ કાર્ય મળ્યું હોય તે દ્વારા એને ઉપર આવવાનું છે. એના કાર્યનું લક્ષ્ય પૂર્ણતા હોવું ઘટે. જીવનમાં આ દૃષ્ટિ આવતાં કાર્યમાં સંગીતનો અનુભવ થવાનો. કાર્ય દ્વારા વિકાસનાં પદચિહ્નોનું દર્શન થવાનું. જે માણસ એકાગ્રતાપૂર્વક કામ કરતો નથી એ જીવનની કોઈ પણ બાબતમાં આગળ વધી શકતો નથી. બાળપણની એ કવિતા સાંભરે છે ? Work while work and play while play. ભણવા બેસે ત્યારે ભણવા માંડજે અને રમવા બેસે ત્યારે રમવા માંડજે. રમે ત્યારે ભણવાનો વિચાર ન કરતો અને ભણે ત્યારે રમવાનો વિચાર ન કરતો. બાળકોની શિખામણ પ્રૌઢને પણ એટલી જ ઉપયોગી છે. માણસ એક કામ કરતાં કરતાં બીજો વિચાર કરે છે. પૂજા કરતાં કરતાં દુકાનનો વિચાર કરે અને માળા ફેરવતાં શાક સમારવાનો વિચાર કરે. વિચારશક્તિને એક દિશામાં વાળવાની આદત નથી. આ પદ્ધતિ ન હોવાને લીધે જે કાર્ય કરવું જોઈએ એ પૂર્ણ નથી કરતો અને ન કરવાના કાર્યનો વિચાર કરવા માંડે છે. એના પડઘા વ્યાપારમાં, વાતોમાં અને જીવનમાં પડે છે. આ વિચારને વિકસાવી મનમાં દઢ કરવાનો છે કે હું શક્તિમય છું, આત્મવિશ્વાસથી ધારું તે કરી શકું. મારું શરીર છે. તે એક ઉત્તમ સાધન છે; પણ અંદર કામ કરનાર મારું ચૈતન્ય છે. એની પ્રેરણા પ્રમાણે જ આ શરીર કામ કરે છે. એક અતિ વૃદ્ધ પુરુષ હતા. ખાટલામાંથી ઊભા થવું હોય તો ય નોકર ઊભા કરે તો જ ઊભા થઈ શકે એવી પરાધીન અવસ્થા હતી. ધર્મ સંભળાવવા હું ગયો ત્યારે બેઠા પણ ન થઈ શક્યા એટલા માંદા અને અશક્ત હતા. એક દિવસ એ ઘરમાં આગ લાગી, બૂમાબૂમ થઈ. તમને આશ્ચર્ય થાય એવી આ માનવતાનાં મૂલ્ય ૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy