SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ એનો ઘૂરકાટ અને આંખોના ડોળા જોઈ બેસવા આવનાર ફફડી ઊઠે. અને ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં પાછો ભાગી જાય. દરેક સ્ટેશને લગભગ આવું બને. એટલામાં વલસાડ આવ્યું. યુરોપિયનવાળા ડબામાં બેસવા માટે એક વિદ્યાર્થી આવ્યો. બારણું ખોલવા જાય ત્યાં પેલા યુરોપિયને ઘુરકાટ કર્યો : “Who are you?' – કોણ છે તું ? પેલો વિદ્યાર્થી વિચાર, ઉચ્ચાર અને આચારની એકલતાવાળો હતો. એના હૈયામાં અભય બિરાજેલો હતો. પોતાની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી. પોતે ફર્સ્ટ ક્લાસનો કાયદેસર પેસેન્જર હતો; છતાં પોતાની સાથેનો યુરોપિયનનો વર્તાવ અઘટિત અને અવિવેકી હતો. આથી એ યુરોપિયનને ઠેકાણે લાવવા એણે કહ્યું : “I am the first class passenger.” – હું ફર્સ્ટ ક્લાસનો મુસાફર છું. આ નિર્ભયતા જોઈ યુરોપિયન ડઘાઈ ગયો. સાથે સાથે પ્રસન્ન પણ થયો. Please come in.” – અંદર આવો કહીને અંદર બોલાવ્યો. પછી એને થાબડ્યો અને કહ્યું, “શાબાશ ! ધન્ય છે તારી નિર્ભયતાને. હું છેક મુંબઈથી આવું છું ને જોઉં છું કે, હિન્દુસ્તાનમાં માણસો કેટલા મર્દ છે. જે કોઈ ચઢવા આવે તેમને માત્ર નિર્ભયતાની કસોટી કરવા માટે જ હું પૂછતો અને ડરાવતો હતો. એટલે તે તો મને જોતાં જ ભાગે ! પછી મને થયું કે આવા કાયર માણસો સાથે બેસીને સમય પસાર કરવો એના કરતાં તો એમને ઉતારીને ભગાડવા એ સારી વાત છે. પરંતુ, તું એક બહાદુર મળ્યો ખરો ! જેની પાસે કાયદેસર ટિકિટ છે, જે માણસે પૈસા ખર્ચેલા છે, એ માણસને મારા જેવો ધૃષ્ટતાથી પૂછે કે Who are you? તો એને પૂછવાનો શો અધિકાર છે ? જેણે ફર્સ્ટ ક્લાસની ટિકિટના પૈસા ચૂકવ્યા છે તે ફર્સ્ટ ક્લાસમાં બેસવા માટે આપોઆપ હકદાર છે. એને પછી ડરવાની શી જરૂર ? પણ, જે માણસમાં નિર્માલ્યતા પડી હોય એ માણસ સામનો કરી શકતો નથી. ઉપરની હકીકત યુરોપિયનની નિખાલસતા અને પેલા વિદ્યાર્થીની નિર્ભયતા માટે માન ઉપજાવે તે શી છે. વળી, એક વાત એ પણ મહત્ત્વની છે કે, જ્યાં પાપ છે, સ્વાર્થ છે ત્યાં જ ભય છે. આ અભય ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ૪૨૮ : માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy