SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ જેને તમે જીત્યા એને હું જતું તો પુરુષ કહેવાઉં. આ પુરુષાર્થ પ્રગટતાં, સામાન્ય માણસ અસામાન્ય બની જાય. આપણે સગુણમાં સંકોચ પામ્યા અને મહાપુરુષો સગુણમાં વિસ્તાર પામ્યા છે. જેમ જેમ સગુણનો વિસ્તાર કરતા જઈએ તેમ તેમ અંદરથી મોટાઈ આવતી જાય. મોટાઈ માટે ભીખ માગવી નથી પડતી. માગેલી મોટાઈ ચિરકાળ નહિ રહે. સતુ પછી આવે છે ચિત્, ચિત્ એટલે જ્ઞાન. હું અજ્ઞાની નથી. અજ્ઞાન તો એક આવરણ છે. અજ્ઞાન એ મોહની પરાકાષ્ઠાઓનું પરિણામ છે. જ્યારે જ્યારે અજ્ઞાન વધી જાય છે ત્યારે સ્મૃતિ સરકી જાય છે. ચિત્તમાં ઊભી થતી વિકલતા સામે પડેલી વસ્તુને પણ જોવા દેતી નથી. જેટલા જેટલા અથડાય છે એ વિકલતાવાળા માણસો છે. સ્વસ્થ તો જોઈને આવે. વિચારીને ચાલે. આ વિકલતાને દૂર કરવા મૂળ સ્વરૂપને સમજવાનું છે. હું જ્ઞાનમય છું, અજ્ઞાનનું આવરણ બહારનું છે. જ્યોત કાળી નથી પણ ચીમની કાળી થઈ છે. ચમની ઉપર મેશ લાગી છે. આત્મા ઉપર જ્ઞાનાવરણીયની મેશ ચઢી છે. જેમ જેમ જ્ઞાનાવરણીય કર્મ ચઢતાં જાય તેમ તેમ ચૈતન્યની જ્ઞાનની શક્તિ ઢંકાતી જાય, અને એ જ્ઞાનની શક્તિ જેટલી જેટલી ઢંકાતી જાય તેમ તેમ માણસને લાગે કે હું અજ્ઞાની છું. Christianity કહે છે : “તું પાપી છે અને જગતનો તારણહાર તને પાપમાંથી મુક્ત કરશે.” જૈન દર્શન કહે છે : “તું ચિન્મય છો, જ્ઞાનમય છો, પ્રકાશમય છો, પરમાત્મા છો.” હું તો જ્ઞાની છું એ પ્રતીતિ થતાં વાનરવેડા નીકળી જવાના, વ્યસનો ભાગી જવાનાં. તું તો જ્ઞાનથી ભરેલો છું, તું પાપી શેનો ? પાપી તો પેલી ચીમની છે, એને તોડી નાખ, વાસનાઓને કાઢી નાખ, વૃત્તિઓને છોડી નાખ, મનને શુદ્ધ કર. કર્મ એ આવરણ છે. આત્મા એ કર્મ નથી. કર્મ જડ છે, આત્મા ચૈતન્ય છે. ચૈતન્ય અને જડને ભાગીદારી થઈ છે. આ ભાગીદારી જ નુકસાનકારક આત્મા આનંદસ્વરૂપ છે. આપણી અંદર તો આનંદ જ આનંદ છે. પણ કોઈ બહારનું આવીને કાંઈ કહે એટલે દુઃખ થાય છે, દુઃખ બહારથી આવે છે. એ અંદર નથી. ૨૯૪ * માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy