SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ તમે શાંતિથી બેઠા હોય અને બહારથી તારમાં (ટેલિગ્રામમાં) ખરાબ સમાચાર આવે અને તમે દુ:ખી થઈ જાઓ. બહારની વસ્તુ આવી અને દુ:ખ ઊભું થયું, દુ:ખ બધું બહાર છે. અંદર તો આનંદ છે. બહારના ધક્કાઓ અને ૫૨ના આંચકાએ તમે ન લો તો તમે સદા આનંદમાં છો. જે માણસ બહુ બહાર નથી રહેતો અને સદા અંદર રહે છે તે જ સુખી છે. દુનિયાના બહારના વિષાદમય અને દુ:ખમય સમાચાર આવીને આનન્દપૂર્ણ ચેતનાને દુ:ખપૂર્ણ બનાવી દે છે. સત્, ચિત્ અને આનંદથી પૂર્ણ એવા આત્માને આખું જગત પૂર્ણ લાગે છે. પોતે પૂર્ણ છે એટલે જગત આખાને જ્ઞાન, દર્શન અને ચરિત્રમાં ઊંચું આવતું હોય તેવું પૂર્ણ દેખે; પણ અત્યારે કર્મવશ બની બાળચેષ્ટા કરતું લીલામાં લાગ્યું હોય, એવું એને દેખાય. રાજાનો દીકરો નાનો હોય ત્યારે ધૂળમાં રમે પણ ઝરૂખામાંથી જોતો રાજા તો જાણે જ છે કે ગામનાં બાળકો સાથે ધૂળમાં ૨મતો આ કુંવર જ મારા સિંહાસન ઉપર બિરાજવાનો છે. એમ જે સચ્ચિદાનંદથી પૂર્ણ છે એમને સમગ્ર જગત લીલામાં લાગેલું ન હોય તેમ લાગે છે. કોઈ કામમાં તો કોઈ ક્રોધમાં; કોઈ મોહમાં તો કોઈ માયામાં; કોઈ વિનોદમાં તો કોઈ વિકારમાં જીવો ૨મી રહ્યા છે. પણ મૂળે તો બધા સત્, ચિત્ અને આનંદથી પૂર્ણ છે. તમારામાં પૂર્ણતા હોય તો આખું જગત તમને પૂર્ણ દેખાય, તમારામાં અપૂર્ણતા હોય તો જગત ખામીઓથી, ત્રુટીઓથી, દોષોથી જ ભરેલું લાગે, ક્યાંય સારું ન દેખાય. સંસારને જોઈ જીવ બાળવા જેવું નથી. જગતમાં પૂર્ણ પણ છે અને અપૂર્ણ પણ છે. જે પૂર્ણ છે તે ઊઘડી ગયેલું છે, જે અપૂર્ણ છે તે ઢંકાયેલું છે. આત્માના ગુણો જેમ જેમ ઊઘડતા જાય તેમ તેમ પૂર્ણ બનતો જાય, જેમ જેમ આત્માના ગુણો ઢંકાતા જાય તેમ તેમ અપૂર્ણ બનતો જાય. અપૂર્ણ ધૂળથી ઢંકાઈ ગયો છે, ધૂળ ખંખેરીને ઊભો થાય તો એ પણ પૂર્ણ છે, quality એ જ છે, ફેર અવસ્થાનો છે. એટલે જ પૂર્ણ માને છે કે એક દિવસ બધા જ મારે પંથે આવવાના છે. મોક્ષે જનારા, સર્વજ્ઞ થનારા, તીર્થંકર થનારા આત્માઓ આ ખાણમાંથી જ બહાર આવે છે, ઉપરથી નહિ આવે. Jain Education International પૂર્ણાષ્ટક * ૨૯૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy