SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ આજના તર્કવાદના યુગમાં પરમાત્મા પ્રત્યેનું સમર્પણ અંધશ્રદ્ધા (blind faith) લાગે. પણ તર્કની અમુક મર્યાદા છે. એવી પણ જગ્યા આવે છે જ્યાં તકની દીવાલો તૂટી જાય છે અને શ્રદ્ધા સાથે જોડાણ થાય છે. અનુભૂતિ થાય કે અહીં તર્ક કામ લાગે તેમ નથી. જ્યાં સુધી બુદ્ધિ ચાલતી હોય, વસ્તુને બુદ્ધિથી ગ્રહણ કરી શકાતી હોય ત્યાં સુધી તર્ક કરો એ સારી વાત છે, પણ જીવનમાં એવી ક્ષણ આવે જ્યાં તર્ક નથી કરાતો, બોલવાનું બંધ થઈ જાય છે, ત્યાં માત્ર અનુભવ જ રહે છે. આવી અનુભવની ક્ષણ જીવનમાં ક્યારે આવે ? વિપત્તિઓ આવ્યા વિના આ દેહમાં રહેલાં તર્કનાં બંધનો તૂટતાં નથી. માટે જ કહ્યું છે કે કેટલીક વાર વિપત્તિઓ સંપત્તિઓ બની જાય છે, Hardships are blessings in disguise. એકલી સંપત્તિ બહુ ખરાબ છે, એકલું સુખ બહુ નુકસાનકારક છે, એકલો પૈસા માણસને ગાંડો કરી મૂકે છે. આ બધું થોડું થોડું આવે તો સારું. કેરી ખાઓ છો તો સાથે કારેલાં નથી ખાતાં ? નહિતર એકલી કેરીથી પેટમાં કરમિયાં જ જન્મે. - બલ્બને લેમ્પમાં લગાડવો હોય તો સૉકેટમાં ગોળ ફેરવવો પડે છે. જ્યાં સુધી centre મળે નહિ ત્યાં સુધી ફેરવ્યા કરો. ફેરવતા ફેરવતાં જોડાઈ જાય ત્યાં તરત પ્રકાશ થાય. જીવનમાં બધા જ દિવસો સરખા નથી હોતા. કોઈ એક એવી પળ આવે છે અને એ પળમાં આત્માનું પરમાત્મા સાથે જોડાણ થાય. એ પળને પ્રાપ્ત કરવા માટેનો જ આ પ્રયત્ન છે. અહીં રોજ આવો છો. દોડાદોડીને આવો છો. રોજ દેરાસર જવાનું, રોજ પ્રવચન શ્રવણ કરવાનાં, મનન કરવાનું, શા માટે ? એ પળ માટે કે જે પળમાં આ બલ્બ સોકેટમાં બેસી જાય ! કેન્દ્ર મળે તો પ્રકાશ થાય. આજે કેટલી બધી ચિંતા લઈને બેઠા છો. સામયિક કરો પણ જીવ શાકમાં હોય. ધ્યાન ધરવા બેસો અને શાકનો વિચાર કરો તો પરમાત્મા પાસે કેવી રીતે જઈ શકો ? આવી ઘણી વાતો લઈને બેઠા છો. નકામી વાતો મગજમાંથી કાઢ્યા વિના સારી વસ્તુ નહિ આવે. મનમાં ધિક્કાર છે, દાવપેચ છે, વેરઝેર છે. આ બધું લઈને ભગવાન પાસે કેવી રીતે જવાય ? ૩૫૨ માનવતાનાં મૂલ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004507
Book TitleManavtana Mulya
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy